________________
પહેલા- બીજાગુણઠાણામાં અનંતાનુબંધીની ધ્રુવસત્તા :
અનંતાનુબંધી ધ્રુવબંધી હોવાથી બીજાગુણઠાણા સુધી નિરંતર બંધાય છે. તેથી બીજા ગુણઠાણા સુધી અનંતાનુબંધીની સત્તા અવશ્ય હોય છે. માટે પહેલા-બીજાગુણઠાણામાં અનંતાનુબંધીની ધ્રુવસત્તા કહી છે. ગુણઠાણામાં અનંતાનુબંધીની અધ્રુવસત્તા :
મિથ્યાત્વગુણઠાણાથી મિશ્રગુણઠાણે આવેલા જીવને અનંતાનુબંધીની સત્તા હોય છે. તથા ઉપશમસમ્યક્ત્વી કે અનંતાનુબંધીની વિસંયોજના ન કરી હોય એવા ક્ષયોપશમસમ્યગ્દષ્ટિ જીવો જો સમ્યક્ત્વગુણઠાણાથી મિશ્રગુણઠાણે આવે, તો તેને અનંતાનુબંધીની સત્તા હોય છે અને અનંતાનુબંધીની વિસંયોજના કર્યા પછી સમ્યક્ત્વગુણઠાણાથી મિશ્રગુણઠાણે આવેલા જીવૈંને અનંતાનુબંધીની સત્તા હોતી નથી. માટે મિશ્રગુણઠાણામાં અનંતાનુબંધીની અધ્રુવસત્તા કહી છે.
૪થી૧૧ ગુણઠાણામાં મોહનીયકર્મની ૨૮ પ્રકૃતિની સત્તાવાળા જીવને અનંતાનુબંધીની સત્તા હોય છે અને મોહનીયકર્મની ૨૪ પ્રકૃતિની સત્તાવાળા જીવને કે ક્ષાયિકસમ્યક્ત્વીને અનંતાનુબંધીની સત્તા હોતી નથી. માટે ૪થી૧૧ સુધીના ગુણઠાણામાં અનંતાનુબંધીની અધ્રુવસત્તા કહી છે.
ગુણઠાણામાં આહારકસપ્તક અને જિનનામની અધ્રુવસત્તા :
आहारसत्तगं वा, सव्वगुणे बितिगुणे विणा तित्थं । नोभयसंते मिच्छो, अंतमुहुत्तं भवे तित्थे
૫૬૨૫
4
(૧૦) કમ્મપયડીમાં પૂજ્યશ્રી શિવશર્મસૂરિમહારાજે કહ્યું છે કે ‘સંનોયના ૩ નિયમા, વુક્ષુ પંચતુ હુંતિ મળ્યા'' અર્થાત્ અનંતાનુબંધીની બે ગુણઠાણા સુધી ધ્રુવસત્તા છે અને ૩થી૭ સુધીના ૫ ગુણઠાણામાં અધ્રુવસત્તા છે. કારણકે અનંતાનુબંધીની વિસંયોજના કરનારો કે ક્ષય કરનારો જીવ જ શ્રેણી માંડી શકે છે. તેથી ૮થી૧૧ ગુણઠાણા સુધી અનંતાનુબંધીની સત્તા હોતી નથી.
૩૭