________________
મિથ્યાત્વાદિ-૩ ગુણઠાણામાં મિથ્યાત્વની ધ્રુવસત્તા :
મિથ્યાત્વગુણઠાણે મિથ્યાત્વની સત્તા નિયમા હોય છે. સાસ્વાદનગુણઠાણે મોહનીયની ૨૮ પ્રકૃતિની સત્તાવાળો જ આવી શકે છે. તેથી સાસ્વાદને મિથ્યાત્વની સત્તા નિયમા હોય છે સમ્યક્ત્વગુણઠાણેથી મિશ્રગુણઠાણે આવેલા જીવોને ત્રણે પુંજ સત્તામાં હોવાથી મિથ્યાત્વની સત્તા નિયમા હોય છે અને મિથ્યાત્વગુણઠાણેથી મિશ્રગુણઠાણે આવેલા જીવોને પણ ૨૮ કે ૨૭ [સમ્યક્ત્વ વિના] પ્રકૃતિની સત્તા નિયમા હોય છે. તેથી પહેલા ત્રણ ગુણઠાણામાં મિથ્યાત્વની ધ્રુવસત્તા કહી છે. ૮ ગુણઠાણામાં મિથ્યાત્વની અધ્રુવસત્તા :
૪થી ૧૧ સુધીના કુલ ૮ ગુણઠાણામાં ઉપશમસમ્યક્ત્વીને મિથ્યાત્વની સત્તા હોય છે અને ક્ષાયિકસમ્યક્ત્વીને નથી હોતી. તેથી ૮ ગુણઠાણામાં મિથ્યાત્વની અધ્રુવસત્તા કહી છે. સાસ્વાદનગુણઠાણામાં સમોની વસત્તા :
સાસ્વાદનગુણઠાણે મોહનીયની ૨૮ પ્રકૃતિની સત્તાવાળો જ આવી શકે છે. તેથી ત્યાં સમ્યક્ત્વમોહનીયની સત્તા અવશ્ય હોય છે. ૧૦ગુણઠાણે સ૦મો૦ની અધ્રુવસત્તા :
ચોથાગુણઠાણેથી પહેલા ગુણઠાણે આવેલો જીવ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલા કાળે સમોને સંપૂર્ણ ઉવેલી નાંખે છે. તેથી તે જીવને પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા કાળ સુધી સમોની સત્તા હોય છે. ત્યારપછી સમોની સત્તા હોતી નથી. અને અનાદિમિથ્યાદષ્ટિને કયારેય સમોની સત્તા હોતી નથી. તેથી મિથ્યાત્વગુણઠાણે સોની અવસત્તા કહી છે.
ચોથાર્ગુણઠાણેથી ત્રીજાગુણઠાણે આવેલા જીવને ત્રણે પુંજ સત્તામાં
(૯) સિદ્ધાંતનાં મતે સંશીપર્યામો પહેલાગુણઠાણેથી ત્રીજાગુણઠાણે આવી શકે છે. પણ ચોથાગુણઠાણેથી ત્રીજાગુણઠાણે આવી શકતો નથી.
૩૫