________________
હોય છે. તેથી મિશ્રગુણઠાણે સ0મોની સત્તા અવશ્ય હોય છે. તથા ચોથાગુણઠાણેથી પહેલાગુણઠાણે આવેલા જીવને સમ્યકત્વમોહનીયની ઉઠ્ઠલના કરતાં કરતાં જો મિશ્રમોહનીયનો ઉદય થવાથી મિશ્રગુણઠાણું પ્રાપ્ત થઈ જાય, તો તે જીવને મિશ્રગુણઠાણે સીમોની સત્તા અવશ્ય હોય છે અને સમ્યકત્વમોહનીયની સંપૂર્ણ ઉત્કલના થઈ ગયા પછી મિશ્રમોહનીયની ઉલના કરતાં કરતાં જો મિશ્રમોહનીયનો ઉદય થવાથી મિશ્રગુણઠાણું પ્રાપ્ત થઈ જાય, તો તેને મિશ્રગુણઠાણે સ0મોની સત્તા હોતી નથી. એટલે મિશ્રગુણઠાણે સ0મો ની અધુવસત્તા કહી છે.
૪થી૧૧ ગુણઠાણા સુધી ઉપશમસમ્યકત્વને સમોની સત્તા હોય છે અને ક્ષાયિકસમ્યકત્વીને સ0મોની સત્તા હોતી નથી. તેથી ૪થી૧૧ સુધીના ૮ ગુણઠાણામાં સ0મો ની અધુવસત્તા કહી છે. બીજા-ત્રીજાગુણઠાણે મિશ્રમોહનીયની ધ્રુવસત્તા -
સાસ્વાદનગુણઠાણે મોહનીયની ૨૮ પ્રકૃતિની સત્તાવાળો જ આવી શકે છે. તેથી સાસ્વાદને મિશ્રમોહનીયની સત્તા અવશ્ય હોય છે અને મિશ્રમોહનીયના ઉદય વિના મિશ્રગુણઠાણું પ્રાપ્ત થતું નથી. એટલે મિશ્રગુણઠાણે મિશ્રમોહનીયની સત્તા અવશ્ય હોય છે. તેથી તે બન્ને ગુણઠાણામાં મિશ્રમોહનીયની ધ્રુવસત્તા કહી છે. ૯ ગુણઠાણામાં મિશ્રમોહનીયની અધ્રુવસત્તા :
સમ્યકત્વગુણઠાણાથી પડીને મિથ્યાત્વગુણઠાણે આવેલા જીવો જ્યાં સુધી મિશ્રમોહનીયની સંપૂર્ણ ઉદ્વલના ન કરે ત્યાં સુધી જ મિશ્રમોહનીયની સત્તા હોય છે. ત્યારબાદ મિશ્રમોહનીયની સત્તા હોતી નથી. અને અનાદિમિથ્યાદષ્ટિને કયારેય મિશ્રમોહનીય સત્તામાં હોતી નથી. તેથી મિથ્યાત્વગુણઠાણામાં મિશ્રમોહનીયની અધુવસત્તા કહી છે. તથા ૪થી૧૧ ગુણઠાણામાં ઉપશમસમ્યકત્વીને મિશ્રમોહનીય સત્તામાં હોય છે અને ક્ષાયિકસમ્યક્વીને મિશ્રમોહનીય સત્તામાં હોતી નથી. તેથી ૪થી૧૧ સુધીના કુલ ૮ ગુણઠાણામાં મિશ્રમોહનીયની અધુવસત્તા કહી છે.