________________
सासणमीसेसु धुवं, मीसं मिच्छाइनवसु भयणाए । आइदुगे अण नियमा, भइया मीसाइनवगंमि ॥ ११ ॥ प्रथमत्रिगुणेषु मिथ्यात्वं, नियमादयताद्यष्टके भाज्यम् । सास्वादने खलु सम्यग् सद् मिथ्यात्वादिदशके वा ॥ १०॥ सास्वादनमिश्रयोः ध्रुवं, मिश्रं मिथ्यात्वादिनवसु भजनया । आद्यद्विके अनन्तानुबन्धिनो नियता, भाज्या मिश्रादिनवके ॥ ११ ॥ ગાથાર્થ :- મિથ્યાત્વની સત્તા પહેલા ત્રણ ગુણઠાણામાં નિયમા હોય છે અને અવિરતસમ્યગ્દષ્ટિ વગેરે આઠગુણઠાણામાં ભજનીય છે. તથા સમ્યક્ત્વમોહનીયની સત્તા સાસ્વાદનગુણઠાણામાં નિયમા હોય છે અને મિથ્યાત્વાદિ-૧૦ ગુણઠાણામાં વિકલ્પે હોય છે.
|
મિશ્રમોહનીયની સત્તા સાસ્વાદન અને મિશ્રમાં અવશ્ય હોય છે અને મિથ્યાત્વાદિ- ૯ ગુણઠાણામાં વિકલ્પે હોય છે. તથા અનંતાનુબંધીની સત્તા પહેલા બે ગુણઠાણામાં નિયમા હોય છે અને મિશ્રાદિ-૯ ગુણઠાણામાં ભજનીય છે.
વિવેચન :- ૧૫૮ પ્રકૃતિમાંથી જ્ઞાના૦૫+ દર્શના૦૬+ સં૦લોભ+ નામ-૭૧ [પંચે૦, ઔ૦૭, તૈજસ-કાર્પણ-૭, સં૦૬, સં૦૬, વર્ણાદિ-૨૦, વિહા૦૨, પરાઘાત, ઉપઘાત ઉચ્છ્વાસ, નિર્માણ, અગુરૂલઘુ, ત્રસ-૧૦, અપર્યાપ્ત, અસ્થિરાદિ-૬]+ નીચગોત્ર+ અંત૦૫=૮૯ પ્રકૃતિની સત્તા પોતપોતાના સત્તાવિચ્છેદસ્થાન સુધીના દરેક ગુણઠાણામાં ધ્રુવ=નિયમા હોય છે અને નરકાયુ, દેવાયુ, તિર્યંચાયુ, આહારકસપ્તક, જિનનામ એ ૧૧ પ્રકૃતિની સત્તા પોતપોતાના સત્તાવિચ્છેદસ્થાન સુધીના દરેક ગુણઠાણામાં અધ્રુવ=વિકલ્પે હોય છે. બાકીની ૫૮ પ્રકૃતિની સત્તા પોતપોતાના સત્તાવિચ્છેદસ્થાન સુધીના ગુણઠાણામાંથી કોઇક ગુણઠાણે ધ્રુવ=નિયમા હોય છે અને કોઇક ગુણઠાણે અધવ=વિકલ્પે હોય છે. એમાંથી દર્શનસકની સત્તા કેટલા ગુણઠાણે ધ્રુવ છે અને કેટલા ગુણઠાણે અધ્રુવ છે. એ ગ્રન્થકારભગવંત કહી રહ્યાં છે.
૩૪