________________
૪૭
અજ્ઞાનથી મોહિતમતિ બહુભાવસંયુત જીવ જે, ‘આ બદ્ધ તેમ અબદ્ધ પુદ્ગલદ્રવ્ય મારું’” તે કહે. ૨૩. સર્વજ્ઞજ્ઞાન વિષે સદા ઉપયોગલક્ષણ જીવ જે, તે કેમ પુદ્ગલ થઈ શકે કે ‘મારું આ’ તું કહે અરે ! ૨૪. જો જીવ પુદ્ગલ થાય, પામે પુદ્ગલો જીવત્વને, તું તો જ એમ કહી શકે ‘આ મારું પુદ્ગલદ્રવ્ય છે’. ૨૫. અર્થ ઃ જેની મતિ અજ્ઞાનથી મોહિત છે અને જે મોહ, રાગ, દ્વેષ આદિ ઘણા ભાવોથી સહિત છે એવો જીવ એમ કહે છે કે આ શરીરાદિ બદ્ધ તેમ જ ધનધાન્યાદિ અબદ્ધ પુદ્ગલદ્રવ્ય મારું છે. આચાર્ય કહે છે ઃ સર્વજ્ઞના જ્ઞાન વડે દેખવામાં આવેલો જે સદા ઉપયોગલક્ષણવાળો જીવ છે તે પુદ્ગલદ્રવ્યરૂપ કેમ થઈ શકે કે હું કહે છે કે આ પુદ્ગલદ્રવ્ય મારું છે ? જો જીવદ્રવ્ય પુદ્ગલદ્રવ્યરૂપ થઈ જાય અને પુદ્ગલદ્રવ્ય જવપણાને પામે તો તું કહી શકે કે આ પુદ્ગલદ્રવ્ય મારું છે. (પણ એવું તો થતું નથી.)
जदि जीवो ण सरीरं तित्थयरायरियसंथुदी चेव ।
सव्वा वि हवदि मिच्छा तेण दु आदा हवदि देहो ॥ २६ ॥
જો જીવ હોય ન દેહ તો આચાર્ય-તીર્થંકર તણી, સ્તુતિ સૌ ઠરે મિથ્યા જ, તેથી એકતા જીવ-દેહની ! ૨૬.
:
અર્થ : અપ્રતિબુદ્ધ કહે છે કે ઃ જો જીવ છે તે શરીર નથી તો તીર્થંકર અને આચાર્યોની સ્તુતિ કરી છે તે બધી યે મિથ્યા (જૂઠી) થાય છે; તેથી અમે સમજીએ છીએ કે આત્મા તે દેહ જ છે.
ववहारणओ भासदि जीवो देहो य हवदि खलु एक्को ।
ण दु णिच्छयस्स जीवो देहो य कदा वि एक्कट्ठो ॥ २७ ॥ જીવ-દેહ બન્ને એક છે - વ્યવહારનયનું વચન આ; પણ નિશ્ચયે તો જીવ-દેહ કદાપિ એક પદાર્થ ના. ૨૭.
અર્થ : વ્યવહારનય તો એમ કહે છે કે જીવ અને દેહ એક જ છે; પણ નિશ્ચયનયનું કહેવું છે કે જીવ અને દેહ કદી પણ એક પદાર્થ નથી.
इणमण्णं जीवादो देहं पोग्गलमयं थुणित्तु मुणी । मदि
हु संधुदो दिदो मए केवली भयवं ॥ २८ ॥