________________
૩૯૦
બહુ કથન શું કરવું ? અરે ! સૌ જાણ પ્રાયશ્ચિત્ત તું,
નાનાકરમક્ષયહેતુ ઉત્તમ તપચરણ ઋષિરાજનું. ૧૧૭.
બહુ કહેવાથી શું ? અનેક કર્મોના ક્ષયનો હેતુ એવું જે મહર્ષિઓનું ઉત્તમ તપશ્ચરા તે બધું પ્રાયશ્ચિત્ત જાણ.
આત્મસ્વરૂપ અવલંબનારા ભાવથી સૌ ભાવને
ત્યાગી શકે છે જીવ, તેથી ધ્યાન તે સર્વસ્વ છે. ૧૧૯.
આત્મસ્વરૂપ જેનું આલંબન છે એવા ભાવથી જીવ સર્વભાવોનો પરિહાર કરી શકે છે, તેથી ધ્યાન તે સર્વસ્વ છે.
છોડી શુભાશુભ વચનને, રાગાદિભાવ નિવારીને,
જે જીવ ધ્યાવે આત્મને, તેને નિયમથી નિયમ છે. ૧૨૮.
શુભાશુભ વચન રચનાનું અને રાગાદિ ભાવોનું નિવારણ કરીને જે આત્માને ધ્યાવે છે, તેને નિયમથી (-નિશ્ચિતપણે) નિયમ છે.
કાયાદિ પરદ્રવ્યો વિષે સ્થિરભાવ છોડીને આત્મને
ધ્યાવે વિકલ્પવિમુક્ત, કાયોત્સર્ગ છે તે જીવને. ૧૨૧.
કાયાદિ પરદ્રવ્યમાં સ્થિરભાવ છોડીને જે આત્માને નિર્વિકલ્પપણે ધ્યાવે છે, તેને કયોત્સર્ગ છે. આ રીતે આ અધિકારમાં શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિતનું સ્વરૂપ કહ્યું છે.
૯. પરમ-સમાધિ અધિકાર ઃ
વચનોચ્ચરણકિરિયા તજી, વીતરાગ નિજ પરિણામથી ધ્યાવે નિજાત્મા જેહ, પરમ સમાધિ તેને જાણવી. ૧૨૨
વચનોચ્ચારણની ક્રિયા પરિત્યાગીને વીતરાગ ભાવથી જે આત્માને ધ્યાવે છે, તેને પરમ સમાધિ છે. સંયમ, નિયમ ને તપ થકી, વળી ધર્મ-શુક્લધ્યાનથી,
ધ્યાવે નિજાત્મા જેહ, પરમ સમાધિ તેને જાણવી. ૧૩.
સંયમ, નિયમ ને તપથી તથા ધર્મધ્યાન ને શુક્લધ્યાનથી જે આત્માને ધ્યાવે છે, તેને પરમ સમાધિ છે. નહિ રાગ અથવા દ્વેષરૂપ વિકાર જન્મે જેહને,
સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૨૮.