________________
૪૦૦
થાવર (સ્થિર) પ્રતિમા છે. નિશ્ચયથી આ જ વંદન કરવા યોગ્ય છે. એમની યથાનુરૂપ ધાતુ-પાષાણની
પ્રતિમા વ્યવહારથી વંદન યોગ્ય છે.
(૪) દર્શન ઃ સમ્યગ્દર્શન-જ્ઞાનમય સંયમરૂપ સુધર્મ જ નિગ્રંથ મોક્ષમાર્ગ છે. તેને જે બતાવે તે દર્શન છે. જેમ પુષ્પ ગંધમય છે, દૂધ ધૃતમય છે, એવી જ રીતે જૈનદર્શન સમ્યક્ત્વમય - સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમય છે. મુનિરાજનું સ્વરૂપ પણ અંતર્બાહ્યમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમય છે, એટલે નિગ્રંથ મુનિરાજ જ સાક્ષાત્ દર્શન (જૈનદર્શન) છે.
(૫) જિનબિંબ ઃ કર્મક્ષયને કારણે શુદ્ધ શિક્ષા અને દીક્ષા આપનાર, આત્મજ્ઞાની, વીતરાગી, સંયમી આચાર્યદેવ જ વસ્તુતઃ જિનદેવના પ્રતિબિંબ છે; એ જ વંદનીય-પૂજનીય છે.
(૬) જિનમુદ્રા : જે શુદ્ધાત્માના અનુભવી, વ્રત-તપથી સમૃદ્ધ છે; જિનશિક્ષા-દીક્ષા આપવાવાળા છે, જેની મુદ્રા ઇન્દ્રિયવિષયો અને કષાયભાવોની મર્દન કરવાવાળી છે, સંયમમાં દઢ છે એવા આચાર્યદેવ જ વાસ્તવમાં જિનમુદ્રા છે.
(૭) જ્ઞાન : મોક્ષમાર્ગના હેતુભૂત શુદ્ધાત્માની પ્રાપ્તિ જ્ઞાન દ્વારા જ થાય છે; એટલે મોક્ષમાર્ગરૂપ લક્ષ્યને પ્રાપ્ત કરવાને માટે જ્ઞાનને જાણવું જોઈએ. જે પ્રમાણે ધનુષના અભ્યાસમાં અને બાણથી રહિત ધનુષધારી લક્ષ્યને પ્રાપ્ત નથી કરતો, તે પ્રમાણે શુદ્ધાત્માનુભવરૂપી ધનુષના અભ્યાસી અને જ્ઞાનરૂપી બાણથી રહિત વ્યક્તિ મોક્ષમાર્ગરૂપી લક્ષ્યને પ્રાપ્ત નથી કરતો તથા જે પ્રમાણે ધનુષની બાણાદિ સમસ્ત સામગ્રી ઉપલબ્ધ હો તો નિશ ન નથી ચૂકતો, લક્ષ્યની પ્રાપ્તિ થાય જ છે; તે જ પ્રમાણે મોક્ષમાર્ગની યથાવત્ જ્ઞાનાદિ સામગ્રી ઉપલબ્ધ હોય તો મુનિ મોક્ષરૂપ લક્ષ્યને ચૂકતા નથી, તેને અવશ્ય પ્રાપ્ત કરે જ છે; એટલે જિનાગમ અનુસાર જ્ઞાનીઓનો વિનય કરીને જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ.
(૮) દેવ : જેનો મોહ નષ્ટ થઈ ગયો છે તે દેવ છે. ધર્મ દયાથી વિશુદ્ધ થાય છે અને પ્રવજ્યા સર્વ પરિગ્રહથી રહિત હોય છે.
(૯) તીર્થ ઃ જેનાથી તરાય તે તીર્થ છે. સમ્યક્ત્વ અને મહાવ્રતોથી શુદ્ધ પંચેન્દ્રિયોથી વિરક્ત, આલોકપરલોકના ભોગોની ઇચ્છાથી રહિત નિર્મળ આત્મા જ તીર્થ છે.
(૧૦) અરહુંતઃ સામાન્યથી સમસ્ત કેવળજ્ઞાની અરહંત હોય છે, પરંતુ અહીંયા તીર્થંકર પદની પ્રધાનતાથી કથન કરવામાં આવ્યું છે. નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ - આ ચાર નિક્ષેપો દ્વારા અરહંતનું વર્ણન કરતાં આચાર્ય કહે છે કે જે ઘાતિકર્મ અને અધાતિકર્મના ઉદયથી થવાવાળા દોષોથી રહિત અને અનંત દર્શનઅનંત જ્ઞાન-અનંત વીર્ય-અનંત સુખ આદિ અનુપમ ગુણોથી યુક્ત છે, એ નામ અરહંત છે.
નિશ્ચયનયથી ગુણસ્થાન, માર્ગણાસ્થાન, પર્યાતિ, પ્રાણ અને જીવસ્થાન-આ પાંચ પ્રકારથી અરહંતની સ્થાપના જ સ્થાપનાઅરહંત છે. એના પછી ૩૨ થી ૩૬ ગાથાઓમાં ગુણસ્થાનિાદિ પ્રત્યેકમાં પૃથ્થક પૃથ્થક અરહંતને બતાવવામાં આવ્યા છે.