Book Title: Parmagam Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 546
________________ ૫૩૨ મોહનો સમૂહનાશ પામે છે. માટે જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ છે, જ્ઞાન સિવાય બીજું કાંઈ આત્મસિદ્ધિનું સાધન નથી. ૧૬. અનુભવની શોભા ખરેખર આત્મદ્રવ્યને લઈને છે. આત્મદ્રવ્ય કૂટસ્થ હોવાથી જો કે અનુભવમાં આવતું નથી. અનુભવ તો પર્યાયનો જ થાય છે, પરંતુ પર્યાયે દ્રવ્યને સ્વીકાર્યું એ પર્યાયની શોભા આત્મદ્રવ્યને લઈને જ છે. દર્શનમોહ મંદ કર્યા વિના વસ્તુસ્વભાવ ખ્યાલમાં આવે નહિ અને દર્શનમોહનો અભાવ કર્યા વિના આત્મા અનુભવમાં આવે એવો નથી. ૧૭. પ્રશ્ન આત્મા પરમાં તો કાંઈ ફેરફાર ન કરી શકે એ તો ઠીક, પણ પોતાની પર્યાયોમાં ફેરફાર કરવામાં પણ તેનો કાબુ નહિ? ઉત્તરઃ અરે ભાઈ! જ્યાં દ્રવ્યને નક્કી કર્યું ત્યાં વર્તમાન પર્યાય પોતે દ્રવ્યમાં વળી જ ગઈ. પછી તારે કોને ફેરવવું છે? મારી પર્યાયે દ્રવ્યમાં અંતર્મુખ થઈ ગઈ, તે પર્યાય હવે ક્રમે ક્રમે નિર્મળ જ થયા કરે છે અને શાંતિ વધતી જાય છે. આ રીતે પર્યાય જ્યાં દ્રવ્યમાં અંતર્મગ્ન થઈ ગઈ ત્યાં એને ફેરવવાનું ક્યાં રહ્યું? તે પર્યાય પોતે દ્રવ્યના કાબુમાં આવી જ ગયેલી છે. પર્યાય આવશે ક્યાંથી? -દ્રવ્યમાંથી, માટે જ્યાં આખા દ્રવ્યને કાબુમાં લઈ લીધું (-શ્રદ્ધા, જ્ઞાનમાં સ્વીકારી લીધું) ત્યાં પર્યાયો કાબુમાં આવી જ ગઈ. એટલે કે દ્રવ્યના આશ્રયે પર્યાયો સમ્યક નિર્મળ જ થવા માંડી. જ્યાં સ્વભાવ નક્કી કર્યો ત્યાં જ મિથ્યાજ્ઞાન ટળીને સમ્યકજ્ઞાન થયું, મિથ્યાશ્રદ્ધા પલટીને સમ્યગ્દર્શન થયું. એ પ્રમાણે નિર્મળ પર્યાય થવા માંડી તે પણ વસ્તુનો ધર્મ છે. વસ્તુનો સ્વભાવ ફર્યોનથી, ને પર્યાયોના ક્રમની ધારા તૂટીનથી. દ્રવ્યના આવા સ્વભાવનો સ્વીકાર કરતાં પર્યાયની નિર્મળ ધારા શરૂ થઈ ગઈ ને જ્ઞાનાદિનો અનંતો પુરુષાર્થ તેમાં ભેગો જ આવી ગયો. સ્વ કે પર કોઈ દ્રવ્યને, કોઈ ગુણને કે કોઈ પર્યાયને ફેરવવાની બુદ્ધિ જ્યાં ન રહી ત્યાં જ્ઞાન જ્ઞાનમાં જ ઠરી ગયું એટલે એકલો વીતરાગ જ્ઞાતાભાવ જ રહી ગયો, તેને અલ્પકાળમાં મુક્તિ થાય જ. બસ! જ્ઞાનમાં જ્ઞાતા-દષ્ટાપણું રહેવું તે જ સ્વરૂપ છે, તે જ બધાનો સાર છે. અંતરની આ વાત જેને ખ્યાલમાં ન આવે તેને ક્યાંક પરમાં કે પર્યાયમાં ફેરફાર કરવાનું મન થાય છે. જ્ઞાતાભાવને ચૂકીને ક્યાંય પણ ફેરફાર કરવાની બુદ્ધિ ને મિથ્થાબુદ્ધિ છે. દુધર, દુષ્કર જો કાંઈ પણ હોય તો તે આત્માનો પુરુષાર્થ છે. બાકી બધું થોથે થોથા છે. ઉત્તમમાં ઉત્તમ પણ એ જ છે. સત્યની વાત સમજવામાં ટકી રહેવું એ પણ એક પુરુષાર્થ છે. ૧૮. જેમ કેવળજ્ઞાનમાં ત્રણ કાળના પર્યાયો જણાય છે તેમ જ પદાર્થોમાં ક્રમબદ્ધ પર્યાયો થાય છે. કેવળજ્ઞાને જામ્યું છે માટે નહિ પણ પદાર્થોના પર્યાયો પોતાથી સ્વકાળે તે જ રીતે થાય છે અને તેમ સર્વજ્ઞ જાણે છે.

Loading...

Page Navigation
1 ... 544 545 546 547 548 549 550