________________
૫૩૫ દેખાવ દે છે. તે અશુદ્ધિ અંશ ખરેખર મોક્ષમાર્ગ કેમ હોઈ શકે? તે ખરેખર તો મોક્ષમાર્ગથી વિરુદ્ધ ભાવ
છે તેમ તમે સમજો. ૮. શુભભાવો દરેક જીવ અનંતવાર કરી ચુક્યો છે પરંતુ તે ભાવો કેવળ તેને પરિભ્રમણનું કારણ થયા છે કારણ
કે પરમાત્માતત્ત્વના આશ્રય વિના આત્માનું સ્વભાવ પરિણમન અંશે પણ નહિ થતું હોવાથી તેને
મોક્ષમાર્ગની પ્રાપ્તિ અંશમાત્ર પણ હોતી નથી. ૯. આ નિરંજન નિજ પરમાત્માતત્ત્વના આશ્રયરૂપ માર્ગે જ મુમુક્ષુઓ ભૂતકાળે પંચમગતિને પામ્યા છે,
વર્તમાનકાળે પામે છે અને ભાવિકાળે પામશે. ૧૦. આ પરમાત્માતત્વ સર્વતત્ત્વોમાં એક સાર છે. તે એક જ ઉપાદેય છે. હે ભવ્ય જીવો!આ પરમાત્માતત્ત્વનો
આશ્રય કરી તમે શુદ્ધ રત્નત્રય પ્રગટ કરો અને અનંત સુખને પ્રાપ્ત થાઓ!