Book Title: Parmagam Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla
Catalog link: https://jainqq.org/explore/006106/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ਪਰ ਗੁਰੂ ਜੀ ਕੀ Page #2 -------------------------------------------------------------------------- ________________ પરમાગમ દર્શન णमो अरहताणं णमो सिद्धाणं णमो आइरियाणं णमो उवज्झायाणं णमो लोए सव्व साहूणं થરાશિ મionલ (થારnion) થdi iાલ, અરહંતા મief, સિદ્ધા મenલા, સાહુ મંત્રાલ, કેવલિ પણતો ઘણો aiાલ. થરાર લોહારાણા, અરહંતાં લોગ્રામ, સિદ્ધા લોશુરામાં, સાહૂ લોશુરામાં, કેવલિ પણતો ઘmો લોશુતળો. થરારિ શરણે પcધ્વજામિ, અરહંત શરણે પcવજામિ, સિદ્ધ શરણં પcધ્વજ્જામિ, સાર્દુ શરણે પધ્વજામિ, કેવલિ પણતો ઘmો શરણે પધ્વજ્જામિ. Page #3 -------------------------------------------------------------------------- ________________ ફક્ત અંગત સ્વાધ્યાય માટે વિનંતી મુદ્રણ દોષના શબ્દાર્થ તથા વ્યાકરણની કોઈ ભૂલને ગ્રહાણ ન કરતાં તેના ભાવ પકડી આત્મહિતમાં કેમ ઉપયોગી થાય તેવું લક્ષ મુમુક્ષુઓ આપે. સંકલન : ૨મણીક સાલ For Private Circulation Only Page #4 -------------------------------------------------------------------------- ________________ ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ વનમાં તાડપત્ર ઉપર શાસ્ત્ર લખે છે. Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ પરમાગમ દર્શન -: પ્રસ્તાવના : ‘પંચ પરમાગમ’ એ નિગ્રંથ ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ પ્રણીત સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય સંગ્રહ, નિયમસાર અને અષ્ટપ્રાભૂત-એ પાંચ અધ્યાત્મ તત્ત્વપ્રરૂપક મહાન શાસ્ત્રોનું સમૂહસંસ્કર ણ છે. ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ વિક્રમ સંવતના પ્રારંભમાં થઈ ગયા છે. દિગંબર જૈન પરંપરામાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવનું સ્થાન સર્વોત્કૃષ્ટ છે. સર્વજ્ઞ ભગવાન શ્રી મહાવીર સ્વામી અને ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામી પછી તરત જ ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવનું સ્થાન આવે છે. ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવના શાસ્ત્રો સાક્ષાત્ ગણધરદેવના વચનો જેટલાં જ પ્રમાણભૂત મનાય છે. તેમના પછી થયેલા ગ્રંથકાર આચાર્યો પોતાના કોઇ કથનને સિદ્ધ કરવા માટે શ્રી કુંદકુંદાચાર્યદેવના શાસ્ત્રોનું પ્રમાણ આપે છે એટલે એ કથન નિર્વિવાદ ઠરે છે. તેમના પછી લખાયેલા ગ્રંથોમાં તેમના શાસ્ત્રોમાંથી થોકબંધ અવતરણો લીધેલાં છે. શ્રી કુંદકુંદાચાર્યદેવને કળિકાળ સર્વજ્ઞ કહેવામાં આવ્યા છે. ‘પદ્મનંદી, કુંદકુંદાચાર્ય, વક્રગ્રીવાચાર્ય, એલાચાર્ય, ગૃદ્ધપિચ્છાચાર્ય' એ પાંચ નામોથી વિરાજિત, ચાર આંગળ ઊંચે આકાશમાં ગમનની જેમને ઋદ્ધિ હતી, જેમણે પૂર્વવિદેહમાં જઈને સીમંધર ભગવાનને વંદન કર્યું હતું અને તેમની પાસેથી મળેલાં શ્રુતજ્ઞાન વડે જેમણે ભરતવર્ષના ભવ્ય જીવોને પ્રતિબોધ કર્યો છે. ભગવાન કુંદકુંદાચાર્યદેવના રચેલાં અનેક શાસ્ત્રો છે, જેમાંથી થોડાક હાલ ઉપલબ્ધ છે. ત્રિલોકનાથ સર્વજ્ઞદેવના મુખમાંથી વહેલી શ્રુતામૃતની સરિતામાંથી ભરી લીધેલાં તે અમૃતભાજનો હાલમાં પણ અનેક આત્માર્થીઓને આત્મજીવન અર્પે છે. સમયસાર, પ્રવચનસાર અને પંચાસ્તિકાય નામના ત્રણ શારુાને ‘પ્રાભૂતત્રય’ કહેવાય છે અને નિયમસાર અને અષ્ટપાહુડ મળી પંચ પરમાગામ થાય છે. ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ વિષે ઉલ્લેખો ૧. કુંદપુષ્પની પ્રભા ધરનારી જેમની કિર્તી વડે દિશાઓ વિભૂષિત થઈ છે, જેઓ ચારણોના - ચારણૠધિધારી મહ મુનિઓના - સુંદર હસ્તકમળોના ભ્રમર હતા અને જે પવિત્રાત્માએ ભરતક્ષેત્રમાં શ્રુતની પ્રતિષ્ઠા કરી છે, તે વિભુ કુંદકુંદ આ પૃથ્વી પર કોનાથી વંદ્ય નથી ? (-ચંદ્રગિરિ પર્વત પરનો શિલાલેખ) Page #7 -------------------------------------------------------------------------- ________________ ૨. યતીશ્વર (શ્રી કુંદકુંદ સ્વામી) રજસ્થાન ભૂમિતળને છોડીને ચાર આંગળ ઊંચે આકાશમાં ચાલતા હતા તે દ્વારા હું એમ સમજું છું કે તેઓશ્રી અંદરમાં તેમજ બહારમાં રજથી (પોતાનું) અત્યંત અસ્પષ્ટપણે વ્યક્ત કરતાં હતાં (અંદરમાં તેઓ રાગાદિક મળથી અસ્પષ્ટ હતાં અને બહારમાં ધૂળથી અસ્પષ્ટ હતાં). (-વિધ્યગિરિ - શિલાલેખ) ૩. મહાવિદેહક્ષેત્રના વર્તમાન તીર્થંકર દેવ શ્રી સીમંધર સ્વામી પાસેથી મળેલાં દિવ્યજ્ઞાન વડે શ્રી કુંદકુંદાચાર્યદિવે બોધ ન આપ્યો હોત તો મુનિજનો સાચા માર્ગને કેમ જાણત? (-દર્શનસાર) ૪. હે કુંદકુંદાદિ આચાર્યો ! તમારા વચનો પણ સ્વરૂપ અનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયા છે, તે માટે તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું. (-શ્રીમદ્ રાજચંદ્ર) ૫. “હું તો એમનો દાસનો દાસ છું.” (-પૂ. કાનજી સ્વામી) Page #8 -------------------------------------------------------------------------- ________________ વિષય સૂચિ ....... ૧૧ ........... ૧૫ .............. ૪૧ ....... ૧૪૪ ...... ૧૫૨ १७१ હા ................. ૧. પટ્ટ વિલીનો ઇતિહાસ................... ૨. પરમાગમસાર. ૩. પમાગમ સમજ (ખાસ સૂચના)..... ૪. પંચ પરમાગમનો સંક્ષિપ્ત પરિચય ....... ૫. શ્રી સમયસાર (સંક્ષિપ્ત સાર) .... ૬. શ્રી સમયસાર . ૭. સમયસાર - પ્રસાદી....................... ૮. કા પ્રવચનસાર (સંક્ષિપ્ત સાર) ૯. શ્રી પ્રવચનસાર ૧૦. શ્રી પ્રવચનસાર - પ્રસાદી .. ૧૧. શ્રી પંચાસ્તિકાયસંગ્રહ (સંક્ષિપ્ત સાર) .. ૧૨. શ્રી પંચાસ્તિકાયસંગ્રહ ... ૧૩. શ્રી પંચાસ્તિકાયસંગ્રહ - પ્રસાદી ૧૪. શ્રી નિયમસાર (સંક્ષિપ્ત સાર) .. ......... ૧૫. શ્રી નિયમસાર . ૧૬. શ્રી નિયમસાર - પ્રસાદી .... ૧૭. શ્રી અષ્ટપાહુડ (સંક્ષિપ્ત સાર) ૧૮. શ્રી અષ્ટપાહુડ ૧૯. શ્રી અષ્ટપાહુડ - પ્રસાદી...... ૨૦ પરમાગમ - પ્રસાદી... . ૨૪૯ ........ ૨૬૪ ........ ૩૧૦ ......... ....... ૩૩૧ ................. - ૩૮૩ .............. ૩૯૫ ૪૧૩ પ૨૦ પર૯ .............. Page #9 -------------------------------------------------------------------------- ________________ - જિનજીની વાણી - સીમંધર મુખથી ફૂલડાં ખરે, એની કુંકુંદ ગૂંથે માળ રે, જિનજીની વાણી ભલી રે..........સીમંધર વાણી ભલી, મને લાગે રુડી, જેમાં સાર-સમય શિરતાજ રે, જિનજીની વાણી ભલી રે.......સીમંધર ગૂધ્યાં પાહુડ ને ગુચ્યું પંચાસ્તિ, ગૂણું પ્રવચનસાર રે, જિનજીની વાણી ભલી રે.......સીમંધર ગૂધ્યું નિયમસાર, ગૂણું રયણસાર, ગૃથ્યો સમયનો સાર રે, જિનાજીની વાણી ભલી રે....... સીમંધર સ્યાદ્વાદ કેરી સુવાસે ભરેલો, જિનજીનો કેકારનાદ રે, જિનાજીની વાણી ભલી રે........સીમંધર વંદુ જિનેશ્વર, વંદું હું કુંદકુંદ, વંદુ એ શ્કારનાદ રે, જિનજીની વાણી ભલી રે........સીમંધર હૈયે હો, મારા ભાવે હજો, મારા ધ્યાને હજો જિનવાણ રે, જિનજીની વાણી ભલી રે.......સીમંધર જિનેશ્વરદેવની વાણીના વાયરા, વાજો મને દિનરાત રે, જિનજીની વાણી ભલી રે........સીમંધર Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ પટ્ટાવલિનો ઈતિહાસ ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદવ પ્રણીત સમયસાર” અથવા “સમયપ્રાભૃત” નામનું શાસ્ત્ર અને બીજા આગમો - જેવા કે પ્રવચનસાર, પંચાસ્તિકાય (દ્વિતીય શ્રુતસ્કંધ'માં સર્વોત્કૃષ્ટ આગમ છે. “દિતીય શ્રુતસ્કંધ'ની ઉત્પત્તિ કઈ રીતે થઈ એ આપણે પટ્ટાવલિઓના આધારે સંક્ષેપમાં જોઈએ. ૧. આજથી લગભગ ૨૫૦વર્ષ પહેલાં આ ભરતક્ષેત્રની પુણ્યભૂમિમાં જગતુપૂજ્ય પરમ ભટ્ટારિક ભગવાન શ્રી મહાવીર સ્વામી મોક્ષમાર્ગનો પ્રકાશ કરવા માટે સમસ્ત પદાર્થોનું સ્વરૂપ પોતાના સાતિશય દિવ્યધ્વનિ દ્વારા પ્રગટ કરતા હતા. જ્યારે ચોથા કાળના ત્રણ વર્ષ અને સાડા આઠ માસ બાકી રહ્યા ત્યારે શ્રી વર્ધમાન સ્વામી નિર્વાણ પધાર્યા. ૨. ત્યાર પછી બાસઠ વર્ષોમાં ગૌતમસ્વામી, સુધર્માસ્વામી અને જંબુસ્વામી એ ત્રણ કેવળી થયા અને તેમણે કેવળજ્ઞાન વડે પ્રરૂપણા કરી. ૩. તે પછીના એકસો વર્ષ સુધીના કાળમાં અનુક્રમે વિષ્ણુ, નંદિમિત્ર, અપરાજિત, ગોવર્ધન અને ભદ્રબાહુ એ પાંચ મુનિ દ્વાદશાંગના ધારક શ્રુતકેવળી થયા. તેમના કાળમાં પણ કેવળી ભગવાનની પેઠે પદાર્થોનું જ્ઞાન અને પ્રરૂપણા રહી. ત્યાં સુધી તો દ્વાદશાંગ શાસ્ત્રના પ્રરૂપણથી વ્યવહાર-નિશ્ચયાત્મક મોક્ષમાર્ગ યવાર્થ પ્રવર્તતો રહ્યો. ૪. પછીના એકસો ત્રાસી (૧૮૩) વર્ષો પર્યત અનુક્રમે વિશાખાચાર્ય, પ્રોકિલાચાર્ય, ક્ષત્રિય, જયસેન, નાગસેન, સિદ્ધાર્થ, ધૃતિષેણ, વિજય, બુદ્ધિમાન, ગંગદેવ અને ધર્મસેન એ અગિયાર પરમ નિગ્રંથ મુનિશ્વરો દશ પૂર્વના ધારક થયા. ૫. પછીના બસો વીસ (૨૦) વર્ષોમાં અનુક્રમે નક્ષત્ર, જયપાલ, પાંડુનામ, ધ્રુવસેન અને કંસાચાર્ય એ પાંચ મહામુનિ એકાદશાંગ વિદ્યાના પારગામી થયા. ૬. પછીના એકસો અઢાર (૧૧૮) વર્ષોમાં અનુક્રમે સુભદ્ર, યશોભદ્ર, મહાશય અને લોહાચાર્ય આદિ પાંચ મહામુનિ પ્રથમ અંગના પારગામી થયા અને તેમણે યથાર્થ પ્રરૂપણા કરી. આ પ્રમાણે ભગવાનવીર જિનેન્દ્રના નિર્વાણ પછી (૬૨+૧૦૦+૧૮૩+૨૨૦+૧૨૮=૬૮૩) છસો ત્રાસી વર્ષ પર્યત અંગનું જ્ઞાન રહ્યું. ૭. ત્યાર પછી કાળદોષથી ક્રમે ક્રમે અંગોના જ્ઞાનની વ્યચ્છિત્તિ થતી ગઈ. એમ કરતાં અપાર જ્ઞાનસિંધુનો ઘણો ભાગ વિચ્છેદ પામ્યા પછી બીજા ભદ્રબાહુ સ્વામી આચાર્યની પરિપાટીમાં બે સમર્થ મુનિઓ થયા. એકનું નામ ધરસેન આચાર્ય અને બીજાનું નામ ગુણધર આચાર્ય. તેમની પાસેથી મળેલાં જ્ઞાન દ્વારા તેમની પરંપરામાં થયેલા આચાર્યોએ શાસ્ત્રો ગૂંથ્યા અને વીર ભગવાનનો ઉપદેશનો પ્રવાહ વહેતો રહ્યો. ૮. શ્રીધરસેન આચાર્યને આગ્રાયણીપૂર્વના પાંચમા વસ્તુ અધિકારના મહાકર્મ પ્રકૃત્તિનામના ચોથા પ્રાભૂતનું Page #11 -------------------------------------------------------------------------- ________________ ૨ જ્ઞાન હતું. તે જ્ઞાનામૃતમાંથી અનુક્રમે ત્યાર પછીના આચાર્યે પુષ્પદંત અને ભૂતબલી દ્વારા ષટ્યુંડાગમ તથા તેની ધવલ ટીકા, ગોમટસાર, લબ્ધિસાર, ક્ષપણાસાર આદિશાસ્ત્રો રચાયાં. આ રીતે પ્રથમ શ્રુતસ્કંધની ઉત્પત્તિ છે. તેમાં જીવ અને કર્મના સંયોગથી થયેલા આત્માના સંસારપર્યાયનું ગુણસ્થાન, માર્ગણાસ્થાન આદિનું સંક્ષિપ્ત વર્ણન છે, પર્યાયાર્થિકનયને પ્રધાન કરીને કથન છે. આ નયને અશુદ્ધ દ્રવ્યા ર્થંકનય પણ કહે છે અને અધ્યાત્મ ભાષાથી અશુદ્ધ નિશ્ચયનય અથવા વ્યવહાર કહે છે. ૯. શ્રી ગુણધર આચાર્યને જ્ઞાનપ્રવાદપૂર્વના દશમા વસ્તુના ત્રીજા પ્રાભૂતનું જ્ઞાન હતું. તે જ્ઞાનોમાંથી ત્યાર પછીના આચાર્યોએ અનુક્રમે સિદ્ધાંતો રચ્યા. ૧૦. એમ સર્વજ્ઞ ભગવાન શ્રી મહાવીરથી ચાલતું આવતું જ્ઞાન આચાર્યોની પરંપરાથી ભગવાન કુંદકુંદાચાર્યદેવને પ્રાપ્ત થયું. તેમણે સમયસાર, નિયમસાર, પંચાસ્તિકાય, અષ્ટપાહુડ આદિ અનેક શાસ્ત્રો રચ્યાં. આ રીતે દ્વિતીય શ્રુતસ્કંધની ઉત્પત્તિ થઇ. તેમાં જ્ઞાનને પ્રધાન કરીને શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી કથન છે. આત્માના શુદ્ધ સ્વરૂપનું વર્ણન છે. ૧૧. ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ વિક્રમ સંવતની શરૂઆતમાં થઈ ગયા છે. દિગંબર જૈન પરંપરામાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવનું સ્થાન સર્વોત્કૃષ્ટ છે. मंगलं भगवान वीरो, मंगलं गौतमो गणी । मंगलं कुन्दकुन्दार्यो, जैनधर्मोऽस्तु मंगलम् ॥ સર્વજ્ઞ ભગવાન શ્રી મહાવીર સ્વામી અને ગણધર ભગવાન શ્રી ગૌતમ સ્વામી પછી તુરત જ ભગવાન શ્રી કુંદકુંદાચાર્યનું સ્થાન આવે છે. આ રીતે આપણે જોયું કે સનાતન જૈન સંપ્રદાયમાં કળિકાળ સર્વજ્ઞ ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવનું સ્થાન અજોડ છે. ૧૨. ભગવાન શ્રી કુંદકુંદાચાર્યના રચેલાં અનેક શાસ્ત્રો છે, જેમાંથી થોડાક હાલમાં ઉપલબ્ધ છે. ત્રિલોકનાથ સર્વજ્ઞદેવના મુખમાંથી વહેલી શ્રુતામૃતની સરિતામાંથી ભરી લીધેલાં તે અમૃતભાજનો હાલમાં પણ આત્માર્થીઓને આત્મજીવન અર્પે છે. તેમના પંચાસ્તિકાય, પ્રવચનસાર અને સમયસાર નામના ત્રણ ઉત્તમોત્તમ શાસ્ત્રો ‘પ્રામૃતત્રય’ કહેવાય છે. આ સિવાય નિયમસાર અને અષ્ટપાહુડની પણ પરમાગમમાં ગણત્રી થાય છે. તે પછી લખાયેલાં ઘણા ગ્રંથોના બીજડાં આ પાંચ પરમાગમોમાં રહેલા છે. ૧૩. ભગવાન મહાવીરના સંઘની અવિચ્છન્ન પરંપરા શ્રુતકેવળી ભદ્રબાહુ સુધી રહી. ત્યાર બાદ જૈન પરંપરા બે ભિન્ન ભિન્ન સ્તોત્રોમાં પ્રવાહિત થવાની શરૂઆત થઈ ગઈ. ૧૪. આ સંબંધી સમસ્ત ઘટનાક્રમનો ઉલ્લેખ જુદા જુદા ગ્રંથોના આધાર પર મળી આવે છે. ૧૫. તે સમયે ઉત્તર ભારતમાં બાર વર્ષ સુધી ભીષણ દુષ્કાળ પડ્યો. એટલે કેટલાય સંઘ દક્ષિણ ભારત તરફ પ્રયાણ કરી ગયા. ૧૬. કેટલાક મુનિ શ્રાવકોના અનુરોધવશ ઉત્તર ભારતમાં જ રહી ગયા. અને દુષ્કાળની ભીષણ પ રેસ્થિતિવશ મુનિઆચાર વિરુદ્ધ વસ્ત્ર-પાત્રાદિ સ્વીકાર કરવા પડ્યા. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૩ ૧૭. દુષ્કાળની સમાપ્તિ પર એ આચાર્યો સસંઘ ઉત્તર ભારત પાછા ફર્યા. ત્યાં મુનિઓના શિથિલાચારને જોઈને તેમણે એ મને પ્રાયશ્ચિત કરી એ પ્રવૃત્તિ છોડવાનો ઉપદેશ આપ્યો. પરંતુ સ્થૂલિભદ્રાદિ અનેક મુનિ સુખસુવિધાયુક્ત આ મધ્યમ માર્ગને છોડીને કઠોર માર્ગ અપનાવવા તૈયાર ન થયા. અને નવો શ્વેતાંબર પંથ ત્યારથી એટલે કે આજથી લગભગ બે હજાર વર્ષ પહેલાં શરૂ થઈ ગયો. ૧૮. આ પ્રમાણે દિગંબર અને શ્વેતાંબર બેઉ શાખાઓના સાધુ નિગ્રંથ કહેવાવા લાગ્યા. નિગ્રંથનો અર્થ છે સર્વ પ્રકારના પરિગ્રહથી રહિત. છૂટ ૧૯. જો કે શ્વેતાંબર સંપ્રદાયના સાધુઓની લજ્જા નિવારણ માટે બહુ જ સાધારણ વસ્ત્ર રાખવાની આપવામાં આવી હતી અને જે શરતો સાથે આપવામાં આવી હતી તે ન આપવા જેવી જ હતી. વાસ્તવમાં અશક્તિ અને લાચારીમાં જ વસ્ત્રનો ઉપયોગ કરવાની આજ્ઞા આપવામાં આવી હતી. ૨૦. ધીરે ધીરે આચરણ સંબંધી ભેદની સાથે સાથે એમના વૈચારિક - તત્ત્વ સંબંધી પણ ભેદની શરૂઆત થતી ગઈ. ૨૧. આચાર-વિચાર સંબંધી આ શિથિલતા ઇ. પૂર્વે પ્રથમ સદીમાં બહુ જ વિકૃત રૂપ લઈ ચૂકી હતી. એ એટલી હદ સુધી કે આહાર-વિહાર આદિ ધાર્મિક ક્રિયાઓમાં કોઇ મર્યાદા ન રહી. ૨૨. સાધુજ પ્રત્યેક શિથિલાચારને ‘આપ્તધર્મ’ કહીને એનું પોષણ કરવા લાગ્યો. ધાર્મિક દૃઢતાનો અભાવ થતો ગયા. અને પછીના કાળમાં તો એ મુખ્ય સંપ્રદાયોમાં પણ કેટલા ભેદ-પ્રભેદ થતાં નવા નવા સંપ્રદાય શરૂ થઈ ગયા. ૨૩. આ યુગના અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરના અચેલક પરંપરાને એવી જ સાચવી રાખવા શ્રી કુંદકુંદ જેવા તલસ્પર્શી અધ્યાત્મવેત્તા અને પ્રખર પ્રશાશક આચાર્યની આવશ્યકતા સર્વાધિક હતી. ૨૪. ભગવાન મહાવીરની મૂળ દિગંબર પરંપરાના સર્વમાન્ય, સર્વશ્રેષ્ઠ આચાર્ય હોવાને નાતે આચાર્ય શ્રી કુંદકુંદ સનક્ષ સર્વાધિક મહત્ત્વપૂર્ણ બે વસ્તુઓ હતી. એક તો દ્વિતીય શ્રુતસ્કંધરૂપ પરમાગમ (અધ્યાત્મશાસ્ત્ર) ને લખવાના રૂપમાં વ્યવસ્થિત કરવા અને બીજું શિથિલાચારની વિરુદ્ધ સશક્ત આંદોલન ચલાવવું અને કઠોર પગલાં ભરવા. ૨૫. આ બન્ને કાર્યોની જવાબદારી કુંદકુંદ આચાર્યે સ્વીકારી લીધી. જિનાગમમાં બે પ્રકારના મૂલ નય બતાવવામાં આવ્યા છે. ૧) નિશ્ચય-વ્યવહાર અને ૨) દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક. સમયસાર-નિયમસારમાં નિશ્ચય-વ્યવહારની મુખ્યતાથી તથા પ્રવચનસાર અને પંચાસ્તિકાયમાં દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકની મુખ્યતાથી કથન કરી અધ્યાત્મ અને વસ્તુસ્વરૂપ બંન્નેને સારી રીતે સ્પષ્ટ કરવામાં આવ્યું છે. અષ્ટપાહુડમાં એમના પ્રકાશકરૂપનું દર્શન થાય છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ ૨. ૧. ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ સમયપ્રાભૂતમાં કહે છે કે હું જે આ ભાવ કહેવા માંગુ છું તે અંતરના આત્મસાક્ષીના પ્રમાણ વડે પ્રમાણ કરજો; કારણ કે આ અનુભવપ્રધાન શાસ્ત્ર છે, તે મારા વર્તતા સ્વઆત્મવૈભવ વડે કહેવાય છે. આમ કહીને છઠ્ઠી ગાથા શરૂ કરતાં આચાર્ય ભગવાન કહે છે કે, ‘દ્રવ્ય અપ્રમત્ત નથી અને પ્રમત્ત નથી એટલે કે એ બે અવસ્થાનો નિષેધ કરતો હું એક જાણનાર અખંડ છું - એ મારી વર્તમાન વર્તતી દશાથી કહું છું' મુનિપણાની દશા અપ્રમત્ત અને પ્રમત્ત એ બે ભૂમિકામાં હજારો વાર આવ-જા કરે છે, તે ભૂમિકામાં વર્તતા મહામુનિનું આ કથન છે. 3. પરમાગમસાર ૪. (પૂજ્ય ગુરુદેવશ્રીના આગમો ઉપરના પ્રવચન રત્નો) ॐ नमः सिद्धेभ्यः સમયપ્રાભૂત એટલે સમયસારરૂપી ભેટણું. જેમ રાજાને મળવા ભેટગું આપવું પડે તેમ પોતાની પરમ ઉત્કૃષ્ટ આત્મદશા સ્વરૂપ પરમાત્મા દશા પ્રગટ કરવા સમયસાર જે સમ્યગ્દર્શન-જ્ઞાન-યારિત્ર સ્વરૂપ આત્મા તેની પરિણતિરૂપ ભેટલું આપ્યું પરમાત્મા દશા - સિદ્ધ દશા - પ્રગટ થાય છે. આ શબ્દ બ્રહ્મરૂપ પરમાગમથી દર્શાવેલા એકત્વ-વિભક્ત આત્માને પ્રમાણ કરજો, હા જ પાડજો, કલ્પના કરશો નહિ. આનું બહુમાન કરનાર પણ મહાભાગ્યશાળી છે. પરમ પારિણામિક ભાવ છું. કારણ પરમાત્મા છું. કારણ જીવ છું. શુદ્ધ ઉપયોગોહં. નિર્વિકલ્પોહં ૐ ચૈતન્ય સ્વભાવનું અજ્ઞાન તે રાગ-દ્વેષનું કર્તૃત્વ મનાવે છે. રાગ-દ્વેષનું કર્તૃત્વ થતાં અકર્તા એવો જ્ઞાતા-દૃષ્ટા સ્વભાવ એની દૃષ્ટિમાં આવતો નથી તેથી પરિભ્રમણનું મૂળ એવું રાગ-દ્વેષનું કર્તૃત્વ એવું અજ્ઞાન એ જ સંસારનું બીજ છે. مر આત્માને અવિરત ચોથા ગુણસ્થાનમાં પણ પ્રથમ સ્વસંવેદન પ્રત્યક્ષ થવું તે અનિવાર્ય છે કેમ કે તેમાં રાગાદિની અપેક્ષા રહેતી નથી. તેથી તેને વીતરાગ અનુભૂતિ કહેવાય છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ ૫ ૫. છે નિજ સ્વરૂપનો ઉપયોગ તે સુખ છે. ને આબાળ-ગોપાળ કરી શકે છે. એ વિના શાંતિનો બીજો કોઈ ઉપાય નથી. આત્મામાં એક સુખશક્તિ નામનો ગુણ છે કે જેની અંતર શક્તિની મર્યાદા અનંત છે. તેવા ગુણની બુદ્ધિ વડે આ મરૂપ દ્રવ્યનો આદર કરતો પાંચ ઇન્દ્રિયોના ઇન્દ્રિયાદિના વિષયોને હેય જાણી છોડે છે. ભાવશ્રુતજ્ઞાનરૂપ પરિણમન કે જેમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર સમાય છે, તે ભાવશ્રુતજ્ઞાનરૂપ પરિણમન અખંડ એક દ્રવ્યના આશ્રયે પ્રગટે છે જે સર્વજ્ઞના સર્વ કથનનો સાર છે. આત્મા સહજ આનંદ સ્વરૂપ છે તે ખરેખર દુઃખરૂપ નથી. કેમ કે પદાર્થનો સહજ સ્વભાવ અવિકૃત હોય છે તેથી અસલમાં દુઃખ નથી. સ્વભાવ તે ઇષ્ટ છે, વિભાવ તે અનિષ્ટ છે. સ્વભાવમાં વિભાવનો તથા વિભાવમાં સ્વભાવનો અભાવ છે તે ખરું અનેકાન્ત છે. જગતના જીવોને આ સમજ્યે જ કલ્યાણ છે. ૧૦. આત્માનું બળ એટલે કે વીર્ય એમાં એવી તાકાત છે કે તે આત્મસ્વરૂપની રચના કરે છે અને તે જ તેનો સ્વભાવ છે. તે વિકારને રચે કે પરને રચે તેવું તો વીર્યનું સ્વરૂપ જ નથી. - પરમજ્ઞાની આત્માની દિવ્ય શક્તિઓનું વર્ણન કરતાં જણાવે છે કે આત્મામાં દ્રવ્ય-ગુણ-પર્યાયની રચનાના સામર્થરૂપ એક વીર્યશક્તિ છે કે જેનું શક્તિવાન એવા આત્મદ્રવ્ય ઉપર નજર જતાં દ્રવ્ય-ગુણ પર્યાય એ ત્રણેમાં વ્યાપવું થાય છે. ૧૧. એક આત્માને જાણતાં સર્વ જાણી શકાય છે. કેમ કે આત્માનો સર્વને જાણવાનો સ્વભાવ છે. આત્માનો સ્વ-પરપ્રકાશક સ્વભાવ હોવાથી સ્વને જાણતા પર જણાઇ જાય છે. ૧૨. જેને સુખી થવું હોય તેણે સુખ સમૃદ્ધ એવો આત્મા કે જે સુખસ્વભાવનું આલંબન જ પોતે છે તેના આશ્રયથી સુખી થવાય છે અને દુઃખનો નાશ થાય છે. એ વડે સત્ય પ્રતીતમાં આવે છે અને અસત્યની પ્રતીતિનો નાશ થાય છે. આથી સત્યનું યથાર્થ જ્ઞાન થાય છે અને અજ્ઞાનનો નાશ થાય છે. તેમજ સત્યમાં સ્થિરતા થાય છે અને અસ્થિરતાનો નાશ થાય છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ us ૧૩. નિજ પરમ પાવન પરમાત્માનું નિજ પરમ સ્વરૂપ, તેના પ્રવાહની પરમ પ્રતીતિ અને તેમાં સ્થિરતા એ અમૂલ્ય ચિંતામણી રત્ન છે, કે જેનું મૂલ્યાંકન હોઇ શકે નહિ. ૧૪. આત્મામાં એટલે કે અનંત શક્તિસંપન્ન દ્રવ્યમાં અનંત શક્તિનું સ્વસંવેદનપણે એટલે કે નિજ (પોતાના) ભાવથી રાગના અભાવરૂપ પોતાના સ્વભાવથી પ્રત્યક્ષ વેદન થવું એ અનંત ગુણમાહિતી એક એવી સ્વસંવેદન શક્તિ તે બતાવે છે. ૧૫. આત્માનું જ્ઞાન સ્વ-પરપ્રકાશક હોવાથી તેના અનુભવના કાળમાં પણ તે જ્ઞાનસ્વરૂપ જ્ઞાનને પણ પ્રકાશે છે અને આનંદને પણ પ્રકાશે છે. તેથી તેને નિશ્ચયથી સ્વ-પરપ્રકાશક કહેવાય છે. મૃત કલેવરમાં મૂછયેલો એવો અમૃત આનંદ સ્વરૂપ આત્મા પોતા તરફ નજર પણ કરતા નથી, પોતા તરફ નજર કરતાં સુખરૂપ અમૃતથી ભરેલો પૂર્ણ સમુદ્ર તેને નિહાળતાં, જોતા, અવલોકતાં, દેખતાં, માનતાં અને તેમાં સ્થિર થતાં તૃપ્ત થાય તેવી ચીજ પોતે જ છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ પરમાગમ સમજ (ખાસ સૂચના) ૧. નિશ્ચય-વ્યવહાર મોક્ષમાર્ગના સ્વરૂપમાં કેવો નિર્ણય કરવો જોઈએ ઃ ૧. નિશ્ચયે વીતરાગભાવ જ મોક્ષમાર્ગ છે, વીતરાગભાવો અને વ્રતાદિકમાં કથંચિત્ કાર્ય-કારણપણું છે. માટે વ્રતાદિકને મોક્ષમાર્ગ કહે છે પણ તે માત્ર કહેવામાત્ર જ છે. ૨. ધર્મ પરિણત જીવને વીતરાગભાવની સાથે જે શુભભાવરૂપ રત્નત્રય (વ્યવહારદર્શન-જ્ઞાન-ચારિત્ર) હોય છે તને વ્યવહારનય દ્વારા ઉપચારથી વ્યવહાર મોક્ષમાર્ગ કહ્યો છે. જો કે તે રાગભાવ હોવાથી બંધ માર્ગ જ છે એવો નિર્ણય કરવો જોઈએ. ૩. વ્યવહાર મોક્ષમાર્ગ ખરેખર બાધક હોવા છતાં પણ તેનું નિમિત્તપણું બતાવવાને માટે તેને વ્યવહારનયથી સાધન કહ્યું છે. આ કથન ઉપરથી કેટલાક (જીવો) એમ માને છે કે નિશ્ચય મોક્ષમાર્ગથી વ્યવહાર મોક્ષમાર્ગ વિપરીત (વિરુદ્ધ)નથી પણ બન્ને હિતકારી છે. તેઓની આ માન્યતા જૂઠ્ઠી છે. આ સંબંધમાં મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું છે કે ઃ ‘‘મોક્ષમાર્ગ તો બે નથી પણ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષમાર્ગને મોક્ષમાર્ગ નિરૂપણ કર્યો છે તે નિશ્ચય મોક્ષમાર્ગ છે. તથા જ્યાં જે મોક્ષમાર્ગ તો નથી પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત છે વા સહચારી છે તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહાર મોક્ષમાર્ગ છે. કારણ કે નિશ્ચય -વ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે. અર્થાત્ સાચું નિરૂપણ તે નિશ્ચય તથા ઉપચાર નિરૂપણ તે વ્યવહાર. માટે નિરૂપણની અપેક્ષાએ બે પ્રકારે મોક્ષમાર્ગ છે, પણ એક નિશ્ચય મોક્ષમાર્ગ અને એક વ્યવહાર મોક્ષમાર્ગ છે એમ બે મોક્ષમાર્ગ માનવા તે મિથ્યા છે.’’ વળી તે નિશ્ચય-વ્યવહાર બન્નેને ઉપાદેય માને છે તે પણ ભ્રમ છે, કારણ કે નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ તો પરસ્પર વિરોધતા સહિત છે. બન્ને નયો સમકક્ષ નથી પણ પ્રતિપક્ષ છે. ૪. પ્રાણીઓને ભેરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિ કાળથી છે જ, અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે અને જિનવાણીમાં વ્યવહારનયનો ઉપદેશ શુદ્ધનયનો હસ્તાવલંબન (સહાયક) જાણી બહુ કર્યો છે; પરંતુ તેનું ફળ સંસાર જ છે. શુદ્ધનયનો પક્ષ તો આવ્યો જ નથી અને તેનો ઉપદેશ પણ વીરલ છે. શાસ્ત્રોમાં કોઇ કોઇ ઠેકાણે જ છે. તેથી ઉપકારી શ્રી ગુરુએ શુદ્ધનયના ગ્રહણનું ફળ મોક્ષ જાણી તનો ઉપદેશ પ્રધાનતાથી આપ્યો છે. ‘શુદ્ધનય ભૂતાર્થ છે, સત્યાર્થ છે એનો આશ્રય કરવાથી જીવ સમ્યગ્દષ્ટિ થઈ શકે છે; એને જાણ્યા વગર જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી આત્માનું જ્ઞાનશ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યગ્દર્શન થઈ શકતું નથી એવો આશય સમજવો જોઈએ. ૨. શાસ્રોના અર્થ કરવાની પદ્ધતિ : વ્યવહારનય સ્વદ્રવ્ય-પરદ્રવ્યને વા તેના ભાવોને વા કારણ-કાર્યાદિને કોઇના કોઇમાં મેળવી નિરૂપણ કરે છે. માટે એવા જ શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે તેથી તેનો ત્યાગ કરવો. વળી નિશ્ચય તેને જ યથાવત્ નિરૂપણ કરે છે તથા કોઇને કોઇમાં મેળવતો નથી તેથી એવા જ શ્રદ્ધાનથી સમ્યક્ત્વ થાય છે માટે તેનું શ્રદ્ધાન કરવું. Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન: જો એમ જ છે તો જિનમાર્ગમાં બન્ને નયોનું ગ્રહણ કરવું કહ્યું છે, તેનું શું કારણ ઉત્તર :જિનમાર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને તો સત્યાર્થ એમ જ છે” એમ જાણવું તથા કોઇ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને “એમ નથી” પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે” એમ જાણવું; અને એ પ્રમાણે જાણવાનું નામ જ બન્ને નયોનું ગ્રહણ છે. પણ બન્ને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી “આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે” એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બન્ને નયો ગ્રહણ કરવા કહ્યા નથી. પ્રશ્ન: જો વ્યવહારનય અસત્યાર્થ છે તો જિનમાર્ગમાં તેનો ઉપદેશ શા માટે આપ્યો? એક નિશ્ચયનયનું જ નિરુપણ કરવું હતું? ઉત્તર : એવો જ તર્ક શ્રી સમયસારમાં કર્યો છે ત્યાં ઉત્તર આપ્યો છે કે – જેમ કોઈ અનાર્ય - મલેચ્છને મલેચ્છ ભાષા વિના અર્થ ગ્રહણ કરાવવા કોઇ રામર્થ નથી, તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશક્ય છે તેથી વ્યવહારનો ઉપદેશ છે. વળી એ જ સૂત્રની વ્યાખ્યામાં એમ કહ્યું છે કે એ પ્રમાણે નિશ્ચયને અંગીકાર કરાવવા માટે વ્યવહાર વડે ઉપદેશ આપીએ છીએ પણ વ્યવહારનય છે તે અંગીકાર કરવા યોગ્ય નથી. પ્રશ્નઃ (૧) વ્યવહાર વિના નિશ્ચયનો ઉપદેશ ન થાય - એ કેવી રીતે? તથા (૨) વ્યવહારનયને અંગીકાર ન કરવો એ કેવી રીતે? ઉત્તરઃ (૧) નિશ્ચયનયથી તો આત્મા પરદ્રવ્યથી ભિન્ન, સ્વભાવોથી અભિન્ન - સ્વયંસિવ વસ્તુ છે. તેને જેઓ ન ઓળખે, તેમને એમ કહ્યા કરીએ તો તેઓ સમજે નહિ. તેથી તેમને સમજાવવા વ્યવહારનયથી શરીરાદિક પરદ્રવ્યોની સાપેક્ષતા વડે નર-નારક-પૃથ્વીકાયાદિરૂપ જીવના ભેદ કર્યા, ત્યારે મનુષ્ય જીવા છે', 'નારકી જીવ છે', ઇત્યાદિ પ્રકારથી તેમને જીવની ઓળખાણ થઈ; અથવા અલંદ વસ્તુમાં ભેદ ઉપજાવી જ્ઞાન-દર્શનાદિ ગુણ-પર્યાયરૂપ જીવના ભેદ કર્યા, ત્યારે જાણનારો જીવ છે', દેખનારો જીવ છે' ઇત્યાદિ પ્રકારથી તેમને જીવની ઓળખાણ થઈ. વળી નિશ્ચયથી તો વીતરાગભાવ મોક્ષમાર્ગ છે; પણ તેને જેઓ ન ઓળખે, તેમને એમ જ કહ્યા કરીએ તો એ સમજે નહિ; તેથી તેમને સમજાવવા વ્યવહારનયથી તત્ત્વાર્થ શ્રદ્ધાન-જ્ઞાનપૂર્વક પારદ્રવ્યનું નિમિત્ત મટાડવાની સાપેક્ષતા વડે વ્રત-શીલસંયમાદિરૂપ વીતરાગભાવના વિશેષો દર્શાવ્યા, ત્યારે તેમને વીતરાગભાવની ઓળખાણ થઈ. આ જ પ્રમાણે અન્યત્ર પણ વ્યવહાર વિના નિશ્ચયનો ઉપદેશ ન થવાનું સમજવું. (૨) અહીં વ્યવહારથી નર-નારકાદિ પર્યાયને જીવ કહ્યો. તેથી કાંઇ તે પર્યાયને જ જીવ ન માની લેવો. પર્યાય તો જીવ-પુદ્ગલના સંયોગરૂપ છે. ત્યાં નિશ્ચયથી જીવ દ્રવ્ય જુદું છે; તેને જ જીવ માનવો. જીવના સંયોગથી શરીરાદિને પણ જીવ કહ્યા તે કહેવા માત્ર જ છે. પરમાર્થે શરીરાદિક જીવ થતાં નથી. આવું જ શ્રદ્ધાન કરવું. બીજું, અભેદ આત્મામાં જ્ઞાન-દર્શનાદિ ભેદ કર્યા તેથી કાંઈ તેમને ભેદરૂપ જ ન માની લેવા; ભેદ તો સમજાવવા માટે છે. નિશ્ચયથી આત્મા અભેદ જ છે; તેને જ જીવ વસ્તુ માનવી. સંજ્ઞા Page #18 -------------------------------------------------------------------------- ________________ સંખ્યાદિ ભેદ કહ્યાં ને કહેવા માત્ર જ છે; પરમાર્થે તેઓ જુદા જુદા છે નહિ. આવું જ શ્રદ્ધાન કરવું. વળી પદ્રવ્યનું નિમિત્ત મટાડવાની અપેક્ષાએ વ્રત-શીલ-સંયમાદિને મોક્ષમાર્ગ કહ્યો તેથી કાંઈ તેમને જ મોક્ષમાર્ગ ન માની લેવાનું કારણ કે પરદ્રવ્યના ગ્રહણ-ત્યાગ આત્માને હોય તો આત્મા પરદ્રવ્યનો કર્તા-હર્તા થઈ જાય, પણ કોઇ દ્રવ્ય કોઈ દ્રવ્યને આધીન નથી. આત્મા તો પોતાના ભાવ જે રાગાદિક છે તેમને છોડીને વિતરાગી થાય છે, માટે નિશ્ચયથી વીતરાગભાવ જ મોક્ષમાર્ગ છે. વીતરાગભાવોને અને વ્રતાદિકને કદાચિત કાર્ય-કારણપણું છે તેથી વ્રતાદિકને મોક્ષમાર્ગ કહ્યા પણ તે કહેવા માત્ર જ છે. પરમાર્થે બાહ્ય ક્રિયા મોક્ષમાર્ગ નથી. આવું જ શ્રદ્ધાન કરવું. આ જ પ્રમાણે, અન્યત્ર પણ વ્યવહારનયને અંગીકાર ન કરવાનું સમજી લેવું. પ્રશ્ન : વ્યવહારનય પરને ઉપદેશ કરવામાં જ કાર્યકારી છે કે પોતાનું પણ પ્રયોજન સાધે છે? ઉત્તર : પોતે પણ જ્યાં સુધી નિશ્ચયનયથી પ્રરૂપિત વસ્તુને ન ઓળખે ત્યાં સુધી વ્યવહારમાર્ગ વડે વસ્તુનો નિશ્ચય કરે. તેથી નીચલી દશામાં પોતાને પણ વ્યવહારનય કાર્યકારી છે. પરંતુ વ્યવહારને ઉપચાર માની તેના દ્વારા વસ્તુનું શ્રદ્ધાન બરાબર કરવામાં આવે તો કાર્યકારી થાય, અને જો નિશ્ચયની જેમ વ્યવહાર પણ સત્યભૂત માની ‘વસ્તુ આમ જ છે એવું શ્રદ્ધાન કરવામાં આવે તો તે ઊલટો અકાર્યકારી થઈ જાય. મુનિરાજ અજ્ઞાનીને સમજાવવા માટે અસત્યાર્થ જે વ્યવહારનય તેને ઉપદેશે છે. જે કેવળ વ્યવહારનયને જ સમજે છે, તેને તો ઉપદેશ જ દેવો યોગ્ય નથી. જેવી રીતે સાચા સિંહને સમજે તેને તો બિલાડું જ સિંહ છે, તેવી રીતે જે નિશ્ચયને સમજે તેને તો વ્યવહાર જ નિશ્ચયપણાને પામે છે. -શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક. ૩. નિશ્ચય-વ્યવહારાભાસ - અવલંબીઓનું નિરૂપણ હવે નિશ્ચય-વ્યવહાર બન્ને નયોના આભાસને અવલંબે છે એવા મિશ્રાદષ્ટિઓનું નિરૂપણ કરીએ છીએ ? કોઈ જીવો એમ માને છે કે જિનમતમાં નિશ્ચય અને વ્યવહાર બે નય કહ્યા છે, માટે અમારે તો બન્નેનો અંગીકાર કરવો. આમ વિચારી, જે પ્રમાણે કેવળ નિશ્ચયાભાસના અવલંબીઓનું કથન કર્યું હતું તો તેઓ નિશ્ચયનો અંગીકાર કરે છે અને જે પ્રમાણે કેવળ વ્યવહારાભાસના અવલંબીઓનું કથન કર્યું હતું તે પ્રમાણે વ્યવહારનો અંગીકાર કરે છે. જો કે એ પ્રમાણે અંગીકાર કરવામાં બન્ને નયોમાં પરસ્પર વિરોધ છે, તો પણ કરે શું? બન્ને નયોનું સાચું સ્વરૂપ તો ભાસ્યું નથી અને જિનમતમાં બે નય કહ્યા છે તેમાંથી કોઈને છોડ્યો પણ જતો નથી. તેથી ભ્રમપૂર્વક બન્ને નયોનું સાધન સાધે છે. તે જીવો પણ મિશ્રાદષ્ટિ જાણવા. હવે તેમની પ્રવૃત્તિની વિશેષતા દર્શાવીએ છીએ : અંતરંગમાં પોતે તો નિર્ધાર કરી યથાવત્ નિશ્ચય-વ્યવહાર મોક્ષમાર્ગને ઓળખેલ નથી પરંતુ જિનઆજ્ઞા માની નિશ્ચય-વ્યવહારરૂપ બે પ્રકારના મોક્ષમાર્ગ માને છે. હવે મોક્ષમાર્ગ તો કાંઇ બે નથી, Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષમાર્ગને મોક્ષમાર્ગ નિરૂપણ કર્યો છે તે નિશ્ચય મોક્ષમાર્ગ છે, અને જ્યાં મોક્ષમાર્ગ તો છે નહિ પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત છેવા સહચારી છે તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહાર મોક્ષમાર્ગ છે; કારણ કે નિશ્ચય-વ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે. સાચું નિરૂપણ તે નિશ્ચય, ઉપચાર નિરૂપણ તે વ્યવહાર માટે નિરૂપણની અપેક્ષાએ બે પ્રકારે મોક્ષમાર્ગ જાણવો. પરંતુ એક નિશ્ચયમોક્ષમાર્ગ અને એક વ્યવહારમોક્ષમાર્ગ છે, એમ બે મોક્ષમાર્ગ માનવા મિથ્યા છે. વળી તેઓ નિશ્ચય-વ્યવહાર બન્નેને ઉપાદેય માને છે, તે પણ ભ્રમ છે. કારણ કે નિશ્ચય-વ્યવહાર સ્વરૂપ તો પરસ્પર વિરોધ સહિત છે. - મોક્ષમાર્ગ પ્રકાશક, ૪. સાધક જીવની દષ્ટિ : અધ્યાત્મમાં હંમેશા નિશ્ચયનય જ મુખ્ય છે; તેના જ આશ્રયે ધર્મ થાય છે. શાસ્ત્રોમાં જ્યાં વિકારી પર્યાયોનું વ્યવહારનયથી કથન કરવામાં આવે ત્યાં પણ નિશ્ચયનયને મુખ્ય અને વ્યવહારનયને ગૌણ કરવાનો આશય છે - એમ સમજવું; કારણ કે પુરુષાર્થ વડે પોતામાં શુદ્ધ પર્યાય પ્રગટ કરવા અર્થાત્ વિકારી પર્યાય ટાળવા માટે હંમેશા નિશ્ચયનય જ આદરણીય છે, તે વખતે બન્ને નયોનું જ્ઞાન હોય છે પણ ધમ પ્રગટાવવા માટે બન્ને નયો કદી આદરણીય નથી. વ્યવહારનયના આશ્રયે કદી ધર્મ અંશે પણ થતો નથી, પરંતુ તેના આશ્રયે તો રાગ-દ્વેષના વિકલ્પો જ ઊઠે છે. છયેદ્રવ્યો, તેમના ગુણો અને તેમના પર્યાયોના સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે કોઇ વખતે નિશ્ચયનયની મુખ્યતા અને વ્યવહારનયની ગૌણતા રાખીને કથન કરવામાં આવે, અને કોઈ વખતે વ્યવહારનયને મુખ્ય કરીને તથા નિશ્ચયનયને ગૌણ કરીને કથન કરવામાં આવે; પોતે વિચાર કરે તેમાં પણ કોઇ વખતે નિશ્ચયનયની મુખ્યતા અને કોઇ વખતે વ્યવહારનયની મુખ્યતા કરવામાં આવે; અધ્યાત્મ શાસ્ત્રમાં પણ જીવનો વિકારી પર્યાય જીવ સ્વંય કરે છે તેથી થાય છે અને તે જીવનો અનન્ય પરિણામ છે - એમ વ્યવહારનયે કહેવામાં સમજાવવામાં આવે, પણ તે દરેક વખતે નિશ્ચયનય એક જ મુખ્ય અને આદરણીય છે એમ જ્ઞાનીઓનું કથન છે. શુદ્ધતા પ્રગટ કરવા માટે કોઇ વખતે નિશ્ચયનય આદરણીય છે અને કોઇ વખતે વ્યવહારનય આદરણીય છે એમ માનવું તે ભૂલ છે. ત્રણે કાળે એકલા નિશ્ચયનયના આશ્રયે જ ધર્મ પ્રગટે છે એમ સમજવું. સાધક જીવો શરૂઆતથી અંત સુધી નિશ્ચયની જ મુખ્યતા રાખીને વ્યવહારને ગૌણ કરતાં જાય છે, તેથી સાધકદશામાં નિશ્ચયની મુખ્યતાના જોરે સાધકને શુદ્ધતાની વૃદ્ધિ થતી જ જાય અને અશુદ્ધતા ટળતી જ જાય છે એ રીતે નિશ્ચયની મુખ્યતાના જોરે પૂર્ણ કેવળજ્ઞાન થતાં ત્યાં મુખ્ય-ગૌણપણું હોતું નથી અને નય પણ હોતા નથી. Page #20 -------------------------------------------------------------------------- ________________ પંચ પરમાગમનો સંક્ષિપ્ત પરિચય પ્રકરણ ૪ ૧. સમયસાર ઃ શ્રી સમયસાર અલૌકિક શાસ્ત્ર છે. આચાર્ય ભગવાને આ જગતના જીવો પર પરમ કરુણા કરીને શાસ્ત્ર રચ્યું છે. તેમાં મોક્ષમાર્ગનું યથાર્થ સ્વરૂપ જેમ છે તેમ કહેવામાં આવ્યું છે. અનંતકાળથી પરિભ્રમણ કરતાં જીવોને જે કાંઇ સમજવું બાકી રહી ગયું છે તે આ પરમાગમમાં સમજાવ્યું છે. સૌથી પ્રથમ આત્માનું પોતાથી એકત્વ - પરદ્રવ્ય અને પરભાવોથી ભિન્નતા સમજાવે છે. પછી કહે છે જેને શુદ્ધ આત્માનો અનુભવ વર્તે છે તે જ સમ્યગ્દષ્ટિ છે. મૂળ વાત એ છે, ‘હું તો એક જ્ઞાયકભાવ છું’ પર્યાયષ્ટિએ અશુદ્ધતા વર્તતા છતાં દ્રવ્યદૃષ્ટિએ શુદ્ધતાના અનુભવ થઈ શકે છે. એ અનુભવ ચોથે ગુણસ્થાને થાય છે. પછી આવું સમ્યગ્દર્શન કઇ રીતે પ્રાપ્ત કરી શકાય અર્થાત્ રાગ અને શુદ્ધાત્માની ભિન્નતા કઇ રીતે અનુભવાંશે સમજાય ? પ્રજ્ઞાછીણીથી છેદતાં તે બન્ને જુદા પડી જાય છે. અર્થાત્ જ્ઞાનથી જ - વસ્તુના યથાર્થ સ્વરૂપની ઓળખાણથી જ. આ સિવાય સુખી થવાનો બીજો કોઇ ઉપાય નથી. યથાર્થ સ્વરૂપની ઓળખાણ કરાવવી તે આ શાસ્ત્રનો મુખ્ય ઉદ્દેશ છે. આ શાસ્ત્રમાં જે જે વિષયોની પ્રરૂપણા થઈ છે એ બધાનો હેતુ ભવ્ય જીવોને યથાર્થ મોક્ષમાર્ગ બતાવવાનો છે. આનો મહિમા બતાડતાં શ્રી જયસેન આચાર્ય કહે છે, ‘જયવંત વર્તો તે પદ્મનંદી આચાર્ય કે જેમણે મહાતત્ત્વથી ભરેલો પ્રાભૃતરૂપી પર્વત બુદ્ધિરૂપી શિર પર ઉપાડીને ભવ્ય જીવોને સમર્પિત કર્યો છે.’ આનો વિસ્તૃત પરિચય આગળ જોઇશું. ૨. પ્રવચનસાર : જેમ સમયસારમાં મુખ્યત્વે દર્શનપ્રધાન નિરૂપણ છે, તેમ પ્રવચનસારમાં મુખ્યત્વે જ્ઞાનપ્રધાન નિરૂપણ છે. આખા પરમાગમમાં વીતરાગ ચારિત્રની ઝંખનાનો મુખ્ય ધ્વનિ ગુંજી રહ્યો છે. એવા આ પરમ પવિત્ર શાસ્ત્રને વિષે ત્રણ શ્રુતસ્કંધ છે. (૧) જ્ઞાનતત્ત્વ પ્રજ્ઞાપન (૨) જ્ઞેયતત્ત્વ પ્રજ્ઞાપન (૩) ચરણાનુયોગસૂચક ચૂલિકા. પ્રથમ જ્ઞાનતત્ત્વ પ્રજ્ઞાપનમાં જીવનો જ્ઞાનાનંદ સ્વભાવ વિસ્તારથી સમજાવ્યો છે. કેવળીનું અતીન્દ્રિય સુખ તે જ સુખ છે, ઇન્દ્રિયજનિત સુખ તો દુઃખ જ છે, સિદ્ધ ભગવાન સ્વયમેવ જ્ઞાન, સુખનો દેવ છે. અને છેલ્લે મોહ-રાગ-દ્વેષને નિર્મૂળ કરવાનો જિનોક્ત યથાર્થ ઉપાય સંક્ષેપમાં દર્શાવ્યો છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૨ બીજા શ્રુતસ્કંધ શેયતત્ત્વપ્રજ્ઞાપનમાં આચાર્ય ભગવાને શેયનું સ્વરૂપ બતાવીને દુઃખનું મૂળ છેદવાનું સાધન-ભેદવિજ્ઞાન - સમજાવ્યું છે. વસ્તુસ્વરૂપનો મૂળભૂત સિદ્ધાંત - વીતરાગવિજ્ઞાનનો મૂળભૂત સિદ્ધાંત - 'જગતનું પ્રત્યેક સત્ અર્થાત્ પ્રત્યેક દ્રવ્ય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સિવાય કે ગુણ-પર્યાયસમૂહ સિવાય બીજું કાંઈ નથી” એ બહુ જ સુંદર રીતે સમજાવ્યું છે. આ અધિકાર જિનશાસનના સ્તંભ સમાન છે. જૈન દર્શન વસ્તુ દર્શન છે એ સમજાય છે. ત્રીજો શ્રુતસ્કંધ ચરણાનુયોગ ચૂલિકામાં શુદ્ધોપયોગી મુનિને અંતરંગ દશાને અનુરૂપ કેવા પ્રકારનો શુભપયોગ વર્તે છે અને સાથે સાથે સહજપણે બહારની કેવી ક્રિયાઓ સ્વયં વર્તતી હોય છે તે સમજાવ્યું છે. આમ ત્રણ શ્રુતસ્કંધોમાં વિભાજિત આ પરમ પવિત્ર પરમાગમ મુમુક્ષુઓને વસ્તુસ્વરૂપ સમજાવવામાં મહા નિમિત્તભૂત છે. ૩. પંચાસ્તિકાય સંગ્રહ: આ સંગ્રહમાં કાળ સહિત પાંચ અસ્તિકાયોનું (અર્થાત્ છ દ્રવ્યોનું) અને નવ તત્ત્વોપૂર્વક મોક્ષમાર્ગનું નિરૂપણ છે.. જિનાગમમાં પ્રતિપાદિત દ્રવ્ય અને પદાર્થ વ્યવસ્થાની સમ્યક જાણકારી વગર જિન સિદ્ધાંત અને જિન અધ્યાત્મમાં પ્રવેશ કરવો સંભવ નથી, એટલે આચાર્ય શ્રી કુંદકુંદદેવે આ ગ્રંથમાં પ્રતિપાદિત દ્રવ્ય વ્યવસ્થા અને પદાર્થ વ્યવસ્થાનું સંક્ષેપમાં પરિચય આપ્યો છે. આ ગ્રંથમાં સ્પષ્ટરૂપથી બે ખંડ છે. પ્રથમ ખંડમાં છ દ્રવ્ય-પંચાસ્તિકાયનું વર્ણન છે. આમાં પ્રથમ પાંચ અસ્તિકાયોનું અસ્તિત્વ અને કાયત્વ સુંદર રીતે બતાવ્યું છે. જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ પંચાસ્તિકાય છે. ત્રીજા ખંડમાં બે અધિકાર છે. પ્રથમ અધિકારમાં નવ પદાર્થનું અને બીજા અધિકારમાં મોક્ષમાર્ગનું (રત્નત્રયનું) નિરૂપણ કરવામાં આવ્યું છે. નવ પદાર્થોનું સમકશ્રદ્ધાન એ જ સમ્યગ્દર્શન છે. અને એનું જ જ્ઞાન સમ્યજ્ઞાન છે તથા વિષયોથી - રાગથી નિવૃત્ત અને નિજ પ્રવૃત્ત સમભાવ જ ચારિત્ર છે. આ અધિકાર પર મનન કરતાં સુપાત્ર મુમુક્ષુ જીવોને સમજાય છે કે શુદ્ધાત્મ દ્રવ્યના આશ્રયે સહજ દશાનો અંશ પ્રગટ કર્યા વિના મોક્ષના ઉપાયનો અંશ પણ પ્રાપ્ત થતો નથી.’ આચાર્ય ભગવાને સમજ્ઞાનની પ્રસિદ્ધિ અર્થે અને માર્ગની પ્રભાવના અર્થે આ પંચાસ્તિકાય શાસ્ત્ર કહ્યું છે. માટે તેનો યથાર્થપણે અભ્યાસ કરી ચૈતન્યગુણમય જીવદ્રવ્ય સામાન્યનો આશ્રય કરી સમ્યગ્દર્શન - સમ્યજ્ઞાન પ્રગટાવી માર્ગને પ્રાપ્ત કરી ભવભ્રમણના દુઃખનો અંત પામવાનો આમાં ઉપદેશ પ્રેરણા છે. ૪. નિયમસાર આ નિયમસાર પરમાગમ મુખ્યત્વે મોક્ષમાર્ગના નિરુપચાર નિરૂપણનો અનુપમ ગ્રંથ છે. “નિયમ” એટલે Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૩ અવશ્ય કરવા યોગ્ય હોય તે અર્થાત્ રત્નત્રય. (નિયમસાર” એટલે નિયમનો સાર - અર્થાત્ શુદ્ધ રત્નત્રય. આ શુદ્ધ રત્નત્રયની પ્રાપ્તિ પરમાત્મા તત્ત્વનો આશ્રય કરવાથી જ થાય છે. જે નિત્ય નિરંજન ટંકોત્કીર્ણ શાશ્વત એકરૂપ શુદ્ધદ્રવ્ય સામાન્યતે પરમાત્મા તત્ત્વ છે. આ પરમાગમનો એકમાત્ર ઉદ્દેશ જીવોને પરમાત્મા તત્વની ઉપલબ્ધિ અથવા આશ્રય કરાવવાનો છે. આ શાસ્ત્રમાં બાર અધિકાર છે. (૧) જીવ અધિકાર (૭) પરમ-આલોચના અધિકાર (૨) અછવ અધિકાર (૮) શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત અધિકાર (૩) શુભાવ અધિકાર (૯) પરમ-સમાધિ અધિકાર (૪) વ્યવહાર-ચારિત્ર અધિકાર (૧૦) પરમ-ભક્તિ અધિકાર (૫) પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર (૧૧) નિશ્ચય-પરમાવશ્યક અધિકાર (૬) નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર (૧૨) શુદ્ધોપયોગ અધિકાર. આમ આ પરમ પવિત્ર શાસ્ત્રને વિષે મુખ્યત્વે પરમાત્મા તત્વ અને તેના આશ્રયથી પ્રગટતા પર્યાયોનું વર્ણન હોવા છતાં સાથે સાથે દ્રવ્ય-ગુણ-પર્યાય, છ દ્રવ્યો, પાંચ ભાવો, વ્યવહાર-નિશ્ચયનયો, વ્યવહાર ચારિત્ર, સમ્યગ્દર્શન પ્રાપ્તિમાં જ્ઞાનીની જ દેશના નિમિત્ત હોય તેવો અબાધિત નિયમ, પંચ પરમેષ્ટીનું સ્વરૂપ, કેવળજ્ઞાન-કેવળદર્શન, કેવળીનું ઇચ્છારહિતપણું વગેરે અનેક વિષયોનું સંક્ષિપ્ત નિરૂપણ પણ કરવામાં આવ્યું છે. આ શાસ્ત્ર વસ્તુસ્વરૂપનો યથાર્થ નિર્ણય કરી પરમાત્મા તત્ત્વની પ્રાપ્તિ કરવા ઇચ્છનાર જીવને મહા ઉપકારી છે. - આ ગ્રંથ મુનિરાજે પોતાના દૈનિક પાઠ માટે રડે છે. આપણને પણ સ્વાધ્યાય માટે એટલો જ ઉપયોગી નિવડે એમ છે. ૫. અટપાહુડ: ભગવાન કુંદકુંદાચાર્યદવ પ્રણીત આઠ પાહુડમાં વિભક્ત છે. (૧) દર્શનપ્રાકૃત (૫) ભાવપ્રાકૃત (૨) સુત્રપ્રાભૂત (૬) મોક્ષપ્રાકૃત (૩) ચારિત્રપ્રાભૃત (૭) લિંગપ્રાભૃત (૪) બોધપ્રાભૃત (૮) શીલપ્રાભૃત - એ આઠ પ્રાભૃત શાસ્ત્રોનો સમુચ્ચય “અષ્ટપ્રાભૃત' નામથી પ્રસિદ્ધ છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મૂળસંઘના કઠોર પ્રશાશક આચાર્ય કુંકુંદની એક અમર કૃતિ છે. આમાં એમણે પોતાના શિષ્યોને આચરણથી અનુશાસિત કર્યા છે. આમાં શિથિલાચારની વિરૂદ્ધ સશક્ત આદેશ છે, પ્રેરક ઉપદેશ છે તથા મૂદુ સંબોધન પણ છે. અષ્ટપાહુડ એ એક એવો અંકુશ છે, જે શિથિલાચારના મદોન્મત ગજરાજને ઘણો ખરો કાબુમાં રાખે છે, સર્વ વિનાશ કરવા દેતો નથી. પ્રત્યેક પાહુડમાં વિષયોના વિવેચન નામાનુસાર જ છે. (૧) દર્શનપાહુડમાં સમ્યગદર્શનનો મહિમા અને ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે એમ બતાવવામાં આવ્યું છે. (૨) સૂત્રપાહુડમાં જિનેન્દ્ર કથિત સૂત્રમાં કહેલ જીવાદિ તત્ત્વાર્થો અને તે સંબંધી હેય-ઉપાદેય સ્વરૂપનો જ્ઞાન અને શ્રદ્ધા જ સમ્યગ્દર્શન છે. (૩) ચારિત્રપાહુડમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનું સ્વરૂપ બતાડીને ચારિત્રના ભેદોનું વર્ણન છે. (૪) બોધપાહુડમાં અગીઆર સ્થાનોમાં વિભક્ત કરીને નિગ્રંથ સાધુઓનું જ સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. (૫) ભાવપાહુડમાં ચાર ગતિના જીવોના દુઃખનું વર્ણન કરી તે દુઃખોથી છુટવા માટે શુદ્ધ ભાવે પરિણમી ભાવલિંગી મુનિદશા પ્રગટ કરવાની પ્રેરણા છે. (૬) મોક્ષપાહુડમાં મોક્ષ અને મોક્ષના કારણોનું નિરૂપણ છે. (૭) લિંગપાહુડમાં જિનલિંગનું સ્વરૂપ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. (૮) શીલપાહુડમાં શીલના મહિમાનું વિશેષ વર્ણન છે. આ રીતે આ પણ અદ્ભુત પરમાગમ છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન સાત તત્વ અથવા નવપદાર્થની સાચી શ્રદ્ધા જીવ અજીવ આસવ મોક્ષમાર્ગ બહિરાત્મા પુણ્ય સમ્યજ્ઞાન સમ્યગ્દર્શન દેવ-ગુરુ-શાસ્ત્રની સાચી શ્રદ્ધા પાપ સ્વ-પરનું ભેદજ્ઞાન ભગવાન આત્મા અંતરાત્મા બંધ સમ્યગ્યારિત્ર પરમાત્મા સંવર બીજું સર્વ સ્વનું શ્રદ્ધાન (આત્માનુભૂતિ) (સમયસારમાં આની મુખ્યતાથી નવ અધિકાર રચવામાં આવ્યા છે.) નિર્જરા મોક્ષ ૧૫ Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ શ્રી સમયસાર (સંક્ષિપ્ત સાર) શ્રી સમયસાર સ્તુતિ (હરિગીત) સંસારી જીવના ભાવમરણો ટાળવા કરૂણા કરી, સરિતા વહાવી સુધા તણી પ્રભુવીર ! તે સંજીવની; શોષાતી દેખી સરિતને કરૂણાભીના હૃદયે કરી, મુનિ કુંદ સંજીવની સમયપ્રાકૃત તણે ભાજન ભરી. | (અનુરુપ) કુંદકુંદ રસું શાસ્ત્ર, સાથિયા અમૃતે પૂર્યા, ગ્રંથાધિરાજ ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. (શિખરિણી) અહો! વાણી તારી પ્રશમ રસભાવે નીતરતી, મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી; અનાદિની મૂછ વિષ તણી ત્વરાથી ઊતરતી, વિભાવોથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ. (શાર્દૂલવિક્રીડિત). તું છે નિશ્ચયગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા, તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા; સાથી સાધકનો, તું ભાન જગનો, સંદેશ મહાવીરનો, વિસામો ભવકલાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો. (વસંતતિલકા) સૂછ્યું તને રસ નિબંધ શિથિલ થાય, જાયે તને હૃદય જ્ઞાની તણાં જણાય; તું રુચતાં જગતની રુચિ આળસે સૌ, તું રીઝતાં સકલ જ્ઞાયકદેવ રીઝે. (અનુરુપ) બનાવું પત્ર કુંદનના, રત્નોના અક્ષરો લખી; તથાપિ કુદસુત્રોના અંકાયે મૂલ્ય ના દી. Page #26 -------------------------------------------------------------------------- ________________ સમયસારનો મહિમા શ્રી સમયસાર મોક્ષ પર ચડવાની સીડી છે (અથવા મોક્ષ તરફ ચાલવાને શુભ શુકન છે), કર્મનું તે વમન કરે છે અને જેમ જળમાં લવણ ઓગળી જાય છે તેમ સમયસારના રસમાં બુધ પુરુષો લીન થઈ જાય છે. તે ગુણની ગાંઠ છે. (અર્થાત્ સમ્યગ્દર્શનાદિ ગુણોનો સમૂહ છે), મુક્તિનો સુગમ પંથ છે. અને તેનો અપાર યશ વર્ણવતાં ઇન્દ્ર પણ આકુલિત થઈ જાય છે. સમયસારરૂપી પાંખવાળા (અથવા સમયસારના પક્ષવાળા)જીવો જ્ઞાનગગનમાં ઊડે છે અને સમયસારરૂપી પાંખ વિનાના (અથવા સમયસારથી વિપક્ષ) જીવો જગજાળમાં રઝળે છે. શ્રી સમયસાર પરમાગમ કે જેને શ્રી અમૃતચંદ્રાચાર્યદવ નાટકની ઉપમા આપી છે તે શુદ્ધ સુવર્ણ સમાન નિર્મળ છે, વિરાટ (બ્રહ્માંડ) સમાન તેનો વિસ્તાર છે અને તેનું શ્રવણ કરતાં હૃદયના કપાટ ખૂલી જાય છે. આ શાસ્ત્ર આનંદમય વિજ્ઞાનઘન આત્માને પ્રત્યક્ષ દેખાડનારું અદ્વિતીય જગતચક્ષુ છે.” જે કોઇ તેના પર ગંભીર અને સૂક્ષ્મ ભાવોને હૃદયગત કરશે તેને તે જગતચક્ષુ આત્માનું પ્રત્યક્ષ દર્શન કરાવશે. જ્યાં સુધી તે ભાવો યથાર્થ રીતે હૃદયગત ન થાય ત્યાં સુધી રાત-દિવસ તે જ મંથન, તે જ પુરુષાર્થ કર્તવ્ય છે. એનું ફળ બતાવતાં શ્રી જયસેન આચાર્ય કહે છે :| ‘સ્વરૂપ રસિક પુરુષોએ વર્ણવેલા આ પ્રાભૂતનો જે કોઇ આદરથી અભ્યાસ કરશે, શ્રવણ કરશે, પઠન કરશે, પ્રસિદ્ધ કરશે તે પુરુષ અવિનાશી સ્વરૂપમય, અનેક પ્રકારની વિચિત્રતાવાળા કેવળ એક જ્ઞાનાત્મક ભાવને પામીને અગ્રપદને વિષે મુક્તિલલનામાં લીન થશે.” પૂ. કાનજી સ્વામીના હાથમાં જ્યારે આ સમયસાર આવ્યું અને વાંચ્યું કે તરત અત્યંત પ્રમોદથી તેમના અંતરમાંથી એવા ઉદ્ગાર નીકળ્યા, “અહો! આ સમયસાર તો આત્માના અશરીરી ચૈતન્યભાવને દેખાડનારું મહાન શાસ્ત્ર છે, આનું શ્રવણ કરનાર પણ મહા ભાગ્યશાળી છે.” | સમયસાર તો શુદ્ધાત્માને જોવા માટે અજોડ જગતચક્ષુ છે, તે આત્માને આનંદ પમાડનારું છે, આણંદમય આત્માને પ્રત્યક્ષ કરાવનારું છે. હે ભવ્ય! તું તારા સિદ્ધ સ્વરૂપની હા કહીને આ સમયસાર સાંભળજે..! તને કોઈ પરમ સુખનો અનુમવ થશે. પ્રસ્તાવના : આત્મનુભવી સંત આચાર્ય શ્રી કુંદકુંદની સર્વોત્કૃષ્ટ કૃતિ સમયસારમાં શુદ્ધનયની દૃષ્ટિથી નવ તત્ત્વોનું વિવેચક કરવામાં આવ્યું છે. આ કૃતિનો મુખ્ય ઉદ્દેશ આત્મસ્વરૂપની ઓળખાણ કરાવવાનું છે. આચાર્ય Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ગ્રંથની શરૂઆતમાં પ્રતિજ્ઞા કરે છે કે હું નિજથી એકત્વ અને પરથી વિભક્ત આત્મા મારા નિજ વૈભવથી બતાવીશ. રુચિવાળા ઉત્તમ શિષ્યોને ઉપયોગી થાય એટલા માટે શુદ્ધ પરમાત્મ તત્ત્વના પ્રતિપાદનને મુખ્ય રાખી આ ગ્રંથની રચના વિસ્તારથી ૪૧૫ ગાથાઓમાં - નવ અધિકારોમાં કરવામાં આવી છે. જેને સમજ્ઞાન હોય છે તે સમય અર્થાત્ આત્મા છે. એક સાથે જાણવું અને પરિણમવું એવી બે ક્રિયાઓ જેમાં હોય તેને સમય કહેવામાં આવે છે. પ્રાભૂતનો સંબંધ સાર સાથે છે. શુદ્ધ અવસ્થાને સાર કહે છે. એટલે આત્માની શુદ્ધ અવસ્થાને સમય પ્રાભૃત કહે છે. અથવા જે ઉત્કૃષ્ટતાથી બધી બાજુએથી ભરેલો છે, જેમાં પદાર્થોનું પૂર્વાપર વિરોધ રહિત સાંગોપાંગ વર્ણન હોય તેને સમયપ્રાકૃતકહે છે. શુદ્ધ અવસ્થાયુક્ત આત્માનું વર્ણન જ સમયપ્રાભૂત છે અથવા નવ પદાર્થોનું સર્વાગ વિવેચન જ સમયસાર” છે. આ થઈ ગ્રંથના નામની સાર્થકતા. - આ સમયસાર શ્રી કુંકુંદની પોતાની કલ્પના નથી, પણ કેવળી અને શ્રુતકેવળી કથિત તત્ત્વને પ્રસ્તુત કરવાવાળી છે. આ થયું શાસ્ત્રનું પ્રમાણ. શ્રી સમયસાર અલૌકિક શાસ્ત્ર છે. આચાર્ય ભગવાને આ જગતના જીવો પર પરમ કરુણા કરીને આ શાસ્ત્ર રચ્યું છે. આ ગ્રંથનો મહિમા બતાવતાં અધ્યાત્મિક સત્પરુષ શ્રી કાનજી સ્વામી કહે છે, “આ સમયસાર શાસ્ત્ર આગમોનું આગમ છે. લાખો શાસ્ત્રોનું સાર આમાં છે. જૈન શાસનનું આ સ્થંભ છે; સાધકની આ કામધેનુ છે, કલ્પવૃક્ષ છે. એની પ્રત્યેક ગાથા છઠ્ઠા-સાતમાં ગુણસ્થાનમાં ઝૂલતા મહામુનિના આત્મઅનુભવમાંથી નીકળી છે. ચૌદ પૂર્વનું રહસ્ય તેમાં સમાયેલું છે. આ શાસ્ત્રના કર્તા ભગવાન શ્રી કુંકુંદ આચાર્યદવ મહાવિદેહ ક્ષેત્રમાં સર્વજ્ઞ વીતરાગ શ્રી સીમંધર ભગવાનના સમવસરણમાં ગયા હતા અને ત્યાં તેઓ આઠ દિવસ રહ્યા હતા એ વાત યથાતથ છે, અક્ષરશઃ સત્ય છે, પ્રમાણસિદ્ધ છે, તેમાં લેશમાત્ર શંકાને સ્થાન નથી. તે પરમ ઉપકારી આચાર્ય ભગવાને રચેલા આ સમયસારમાં તીર્થંકરદેવન નિરક્ષર કાર ધ્વનિમાંથી નીકળેલો ઉપદેશ છે. આ શાસ્ત્રમાં મોક્ષમાર્ગનું યથાર્થ સ્વરૂપ જેમ છે તેમ કહેવામાં આવ્યું છે. અનંતકાળથી પરિભ્રમણ કરતાં જીવોને જે કાંઇ સમજવું બાકી રહી ગયું છે તે આ પરમાગમમાં સમજાવ્યું છે. પરમ કૃપાળુ આચાર્ય ભગવાન આ શાસ્ત્ર શરૂ કરતાં પોતે જ કહે છે :- “કામભોગબંધની કથા બધાએ સાંભળી છે, પરિચય કર્યો છે, અનુભવી છે પણ પરથી જુદા એકત્વની પ્રાપ્તિ જ કેવળ દુર્લભ છે. તે એકત્વની -પરથી ભિન્ન આત્માની વાત હું આ શાસ્ત્રમાં સમસ્ત નિજવૈભવથી (આગમ, ગુરુ પરંપરા, યુક્તિ અને અનુભવથી) કહીશ.” આ પ્રતિજ્ઞા પ્રમાણે આચાર્યદવ આ શાસ્ત્રમાં આત્માનું એત્વ-પર દ્રવ્યથી અને પર ભાવોથી ભિન્નતા-સમજાવે છે. તેઓ શ્રી કહે છે કે, જે આત્માને અબદ્ધસ્કૂટ, અનન્ય, નિયત, વિવિશેષ અને અસંયુક્ત દેખે છે તે સમગ્ર જિનશાસનને દેખે છે.” વળી તેઓ કહે છે કે “આવું નહિ દેખનર અજ્ઞાનીના Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સર્વ ભાવો અજ્ઞાનમય છે.’ આ રીતે જ્યાં સુધી જીવને પોતાની શુદ્ધતાનો અનુભવ થતો નથી ત્યાં સુધી તે મોક્ષમાર્ગી નથી; પછી ભલે તે વ્રત, સમિતિ, ગુપ્તિ આદિ વ્યવહાર ચારિત્ર પાળતો હોય અને સર્વ આગમો પણ ભણી ચૂક્યો હોય. જેને શુદ્ધાત્માનો અનુભવ વર્તે છે તે જ સમ્યગ્દષ્ટિ છે. રાગાદિના ઉદયમાં સમકિતી જીવ કદી એકાકારરૂપ પરિણમતો નથી. પરંતુ એમ અનુભવે છે કે, ‘આ, પુદ્ગલકર્મરૂપ રાગના વિપાકરૂપ ઉદય છે; એ મારો ભાવ નથી, હું તો એક જ્ઞાયક ભાવ છું.’ અહીં એક પ્રશ્ન થશે કે રાગાદિક ભાવો થતાં હોવા છતાં આત્મા શુદ્ધ કેમ હોઇ શકે ? ઉત્તરમાં સ્ફટિકમણિનું દૃષ્ટાંત આપવામાં આવ્યું છે. જેમ સ્ફટિકમણિ લાલ કપડાંના સંયોગે લાલ દેખાય છે - થાય છે તો પણ સ્ફટિકમણિના સ્વભાવની દૃષ્ટિથી જોતાં સ્ફટિકમણિએ નિર્મળપણું છોડ્યું નથી, તેમ આત્મા રાગાદિ કર્મોદયના સંયોગે રાગી દેખાય છે - થાય છે તો પણ શુદ્ધનયની દષ્ટિથી જોતાં તેણે શુદ્ધતા છોડી નથી. પર્યાયદષ્ટિએ અશુદ્ધત વર્તતા છતાં દ્રવ્યદૃષ્ટિએ શુદ્ધતાનો અનુભવ થઈ શકે છે. તે અનુભવ ચોથે ગુણસ્થાને થાય છે. આ પરથી વાચકને સમજાશે કે સમ્યગ્દર્શન કેટલું દુષ્કર છે. સમ્યગ્દષ્ટિનું પરિણમન જ ફરી ગયું હોય છે. તે ગમે તે ક ર્ય કરતાં શુદ્ધ આત્માને અનુભવે છે. જેમ લોલુપી માણસ મીઠાના અને શાકના સ્વાદને જુદા પાડી શકતો નથી તેમ અજ્ઞાની જ્ઞાનને અને રાગને જુદા પાડી શકતો નથી; જેમ અલુબ્ધ માણસ શાકથી મીઠાને જુદો સ્વાદ લઈ શકે છે તેમ સમ્યગ્દષ્ટિ રાગથી જ્ઞાનને જુદું અનુભવે છે. હવે પ્રશ્ન એ થાય છે કે આવું સમ્યગ્દર્શન કઈ રીતે પ્રાપ્ત કરી શકાય અર્થાત્ રાગ અને આત્માની ભિન્નતા કઈ રીતે અનુભવાંશે સમજાય ? આચાર્ય ભગવાન ઉત્તર આપે છે કે પ્રજ્ઞારૂપી છીણીથી છેદતાં તે બન્ને જુદા પડી જાય છે, અર્થાત્ જ્ઞાનથી જ - વસ્તુના યથાર્થ સ્વરૂપની ઓળખાણથી જ-, અનાદિકાળથી રાગ-દ્વેષ સાથે એકાકારરૂપે પરિણમતો આત્મા ભિન્નપણે પરિણમવા લાગે છે; આ સિવાય બીજો કોઇ ઉપાય નથી. માટે દરેક જીવે વસ્તુના યથાર્થ સ્વરૂપની ઓળખાણ કરવાનો પ્રયત્ન સદા કર્તવ્ય છે. યથાર્થ આત્મસ્વરૂપની ઓળખાણ કરાવવી તે આ શાસ્ત્રનો મુખ્ય ઉદ્દેશ છે. તે ઉદ્દેશને પહોંચી વળવા આ શાસ્ત્રમાં આચાર્ય ભગવાને અનેક વિષયોનું નિરૂપણ કર્યું છે. (૧) જીવ અને પુદ્ગલને નિમિત્ત-નૈમિત્તિકપણું હોવા છતાં બન્નેનું તદ્ન સ્વતંત્ર પરિણમન. (૨) જ્ઞાનીને રાગ-દ્વેષનું અકર્તા-ભોક્તાપણું. (૩) અજ્ઞાનીને રાગ-દ્વેષનું કર્તા-ભોક્તાપણું. (૪) ગુણસ્થાન - આરોહણમાં ભાવનું અને દ્રવ્યનું નિમિત્ત-નૈમિત્તિકપણું. (૫) વિકારપણે પરિણમવામાં અજ્ઞાનીનો પોતાનો જ દોષ. (૬) મિથ્યાત્વાદિનું જડપણું તેમ જ ચૈતન્યપણું. (૭) પુણ્ય અને પાપ બન્નેનું બંધસ્વરૂપપણું. (૮) મોક્ષમાર્ગમાં ચરણાનુયોગનું સ્થાન. 8 Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧ થી ૩૮ (૯) સાંખ્યદર્શનની એકાંતિકતા. (૧૦) ક્રમબદ્ધ પર્યાય. (૧૧) નિશ્ચય-વ્યવહાર. એ બધાનો હેતુ ભવ્ય જીવોને યથાર્થ મોક્ષમાર્ગ બતાવવાનો છે. આવા દુષમકાળમાં પણ આવું અભૂત અનન્ય-શરણભૂત શાસ્ત્ર વિદ્યમાન છે તે આપણું સદ્ભાગ્ય છે. નિશ્ચય-વ્યવહારની સંધિપૂર્વક યથાર્થ મોક્ષમાર્ગની આવી સંકલનાબદ્ધ પ્રરૂપણા બીજા કોઈ પણ ગ્રંથમાં નથી. અધિકારનો ક્રમ ગાથા, પૂર્વ રંગ (૧) જીવ-અજીવ અધિકાર ૩૯ થી ૬૮ (૨) કર્તા-કર્મ અધિકાર ૬૯ થી ૧૪૪ (૩) પુણ્ય-પાપ અધિકાર ૧૪૫ થી ૧૬૩ (૪) આસ્રવ અધિકાર ૧૬૪ થી ૧૮૦ (૫) સંવર અધિકાર ૧૮૧ થી ૧૯૨ (૬) નિર્જરા અધિકાર ૧૯૩ થી ૨૩૬ (૭) બંધ અધિકાર ૨૩૭ થી ૨૮૭ (૮) મોક્ષ અધિકાર ૨૮૮ થી ૩૦૭ (૯) સર્વ વિશુદ્ધ અધિકાર ૩૦૮ થી ૪૧૫ આ શાસ્ત્રમાં ભગવાન કુંદકુંદાચાર્યદિવની પ્રાકૃત ગાથાઓ પર “આત્મખ્યાતિ' નામની સંસ્કૃત ટીકા લખનાર (લગભગ વિક્રમ સંવતના ૧૦મા સૈકામાં થઈ ગયેલા) શ્રીમાન અમૃતચંદ્રાચાર્યદવ છે. જેમ આ શાસ્ત્રના મૂળ કર્તા અલૌકિક છે તેમ તેના ટીકાકાર પણ મહાસમર્થ આચાર્ય છે. આત્મખ્યાતિ જેવી ટીકા હજુ સુધી બીજા કોઈ જૈન ગ્રંથની લખાયેલી નથી શાસન સામાન્ય ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદિને આ કળિકાળમાં જગદ્ગુરુ તીર્થકર જેવું કામ કર્યું છે અને શ્રી અમૃતચંદ્રાચાર્યદિવ જાણે કે તેઓ શ્રી કુંદકુંદ ભગવાનના હૃદયમાં પેસી ગયા હોય તે રીતે તેમના ગંભીર આશયોને યથાર્થપણે વ્યક્ત કરીને ગણધર જેવું કામ કર્યું છે. | શ્રી જયસેન આચાર્યે તાત્પર્યવૃત્તિ નામની સંસ્કૃત ટીકા લખી છે. પંડિત જયચંદ્રજી એ હિંદીમાં ભાષાંતર કર્યું અને તેમાં પોતે થોડો ભાવાર્થ પણ લખ્યો. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૦ સમયસારના નવ અધિકારોનું સંક્ષિપ્ત સાર ઃ આ ગ્રંથનું મૂળ પ્રતિપાધ નવ તત્ત્વોના નિરૂપણના માધ્યમથી નવ તત્ત્વોમાં છૂપાયેલી પરમ શુદ્ધ નિશ્ચયનયની વિષયભૂત જે આત્મજ્યોતિ છે, જેના આશ્રયથી નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ થાય છે. પૂર્વરંગમાં એકત્વ-વિભક્ત આત્માનું દિગ્દર્શન કરાવતા આચાર્ય કહે છે, જે પ્રમત્ત નથી, અપ્રમત્ત નથી, ન જ્ઞાન-દર્શન-ચારિત્ર છે, માત્ર અભેદ-અખંડ એક જ્ઞાયકભાવરૂપ છે, પરમ શુદ્ધ છે. પરમ ધ્યાનનું ધ્યેય, એકમાત્ર શ્રદ્ધેય એ ભગવાન આત્મા ન તો કર્મોથી બંધાયેલો છે અને ન કોઇ પરપદાર્થ એને સ્પર્શ કરી શકે છે. એ ધ્રુવ તત્ત્વ પરથી પૂર્ણતઃ અસંયુક્ત, પોતામાં જ સંપૂર્ણ, નિયત, પોતાથી અનન્ય અને સમસ્ત વિશેષોથી રહિત છે. તાત્પર્ય એ છે કે પરથી ભિન્ન અને પોતાથી અભિન્ન આ ભગવાન આત્મામાં પ્રદેશભેદ, ગુણભેદ અને પર્યાયભેદનો પણ અભાવ છે. ભગવાન આત્માના અભેદ-અખંડ આ પરમભાવને ગ્રહણ કરવાવાળો શુદ્ધ નય છે. અને તે જ ભૂતાર્થ-સત્યાર્થ છે. બાકી બધા વ્યવહારનય અભૂતાર્થ-અસત્યાર્થ છે. સમસ્ત જિનશાસનનું પ્રતિપાદ્ય એક શુદ્ધાત્મા જ છે. એના જ આશ્રયથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગ પ્રગટ થાય છે. (૧) જીવ-અજીવ અધિકારમાં સંપૂર્ણ વિશ્વને સ્વ અને પર આ બે ભાગોમાં વિભક્ત કરી પરથી ભિન્ન અને પોતાથી અભિન્ન ભગવાન આત્માની ઓળખાણ કરાવી છે (૨) કર્તા-કર્મ અધિકારમાં કર્તૃત્વ-ભોકતૃત્વનો નિષેધ કરી ભેદજ્ઞાન કરાવ્યું છે. જે આત્મા ભાવકર્મો, દ્રવ્યકર્મો અને નોકર્મોનો કર્તા નથી, માત્ર જાણનાર છે તે જ્ઞાની છે. આત્મામાં ઉત્પન્ન થવાવાળા સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રરૂપ ભાવોનો કર્તા જ્ઞાની આત્મા છે, મોહ-રાગ-દ્વેષ આદિ અજ્ઞાનભાવોનો કર્તા અન્નાની આત્મા છે અને દ્રવ્યકર્મ, નોકર્મ આદિનો કર્તા પુદ્ગલ દ્રવ્ય જ છે. આત્માનો પરદ્રવ્ય સાથે કોઇ સંબંધ નથી. (૩) પુણ્ય-પાપ અધિકારમાં શુભ કર્મોને પુણ્ય તથા અશુભ કર્મોને પાપ કહ્યું છે. આ બન્ને કર્મ છે, કર્મબંધનના જ કારણ છે, બન્ને કુશીલ છે, કરવા જેવા નથી. (૪) પુણ્ય-પાપ ભાવ ભાવાસવ છે. એના નિમિત્તથી થતાં પૌદ્ગલિક કાર્યણવગર્ગાઓનું પરિણમન દ્રવ્યાસવ છે. ભગવાન આત્મા આ બન્ને આસ્રવોથી ભિન્ન છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ આસવ છે. આ બે પ્રકારના છે. સંજ્ઞ અને અસંજ્ઞ સમ્યગ્દષ્ટિ જ્ઞાની નિરાસવ છે એ જુદી જુદી અપેક્ષાએ સમજાવવામાં આવ્યું છે. (૫) સંવર અધિકારમાં કહે છે આસવનો નિરોધ સંવર છે; એટલે મિથ્યાત્વાદિ આસવોના નિરોધ થવાથી સંવરની ઉત્પત્તિ થાય છે. સંવરથી સંસારનો અભાવ અને મોક્ષમાર્ગનો પ્રારંભ થાય છે, એટલે સંવર સાક્ષાત્ ધર્મસ્વરૂપ જ છે. સંવર અનંત દુઃખરૂપ સંસારનો અભાવ કરવાવાળો અને અનંત સુખરૂપ મોક્ષનું કારણ છે. સંવરની ઉત્પત્તિનું મૂળ કારણ ભેદજ્ઞાન છે. આ સાક્ષાત્ સંવર શુદ્ધાત્મ તત્ત્વની ઉપલબ્ધિ આત્માનભવથી થાય છે. આજ સધી બધા સિદ્ધ ભેદજ્ઞાનથી જ થયા છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૧ (૬) સમ્યગ્દષ્ટિ જ્ઞાની ધર્માત્માના આસવના અભાવરૂપ સંવરપૂર્વક નિજ ભગવાન આત્માનું ઉગ્ર આશ્રય થાય છે, એના બળથી આત્મામાં ઉત્પન્ન થતી શુદ્ધિથી બુદ્ધિપૂર્વક જે કર્મ ખરી જાય છે તેને નિર્જરા કહે છે. શુદ્ધિની વૃદ્ધિ જ ભાવનિર્જરા છે અને કર્મોનું ખરી જવું તે દ્રવ્યનિર્જરા છે. સમ્યગ્દષ્ટિ જ્ઞાની ધર્માત્માને ક્રિયા કરતાં થકા અને એનું ફળ ભોગવતા છતાં નિર્જરા થાય છે, કર્મબંધ થતું નથી. (૭) બંધ અધિકારમાં કહે છે જેમ ધૂળવાળા સ્થાનમાં તેલ લગાવી વિભિન્ન શસ્ત્રોથી વ્યાયામ કરતો પુરુષ પર જે ધૂળ ચોટે છે તેનું કારણ તેલનું ચિકણાપણું છે. ધૂળ કે શારીરિક ચેષ્ટાઓ નથી. એ પ્રકારે હિંસાદિ પાપોમાં પ્રવર્તિત મિથ્યાદષ્ટિ જીવને થવાવાળા પાપબંધનું કારણ રાગાદિભાવ જ છે, અન્ય ચેષ્ટા કે કર્મર જ નથી. બંધનું મૂળ કારણ રાગાદિભાવરૂપ અશુદ્ધોપયોગ જ છે. બંધ અધ્યવસાયથી જ થાય છે. (૮) મોક્ષ અધિકારમાં કહે છે જે રીતે બંધનોથી જકડાયેલો પુરુષ બંધનનો વિચાર કરવાથી બંધનોથી મુક્ત થતો નથી; એ જ પ્રમાણે બંધનોને છેદીને બંધથી મુક્ત થાય છે. જે આત્મા બંધ અને આત્માનો સ્વભાવ જાણીને બંધથી વિરક્ત થાય છે એ જ કર્મબંધનથી મુક્ત થાય છે. આ કાર્ય પ્રજ્ઞારૂપી છીણીથી ભેદજ્ઞાન કરવાથી થાય છે. આત્માની આરાધના કરવાવાળા નિરપરાધી આત્માને કર્મબંધ નથી, શંકા નથી થતી. (૯) સર્વ વિશુદ્ધ અધિકારમાં કહે છે કે જેમ આંખ પરપદાર્થને માત્ર જોતી નથી, એને કરતી, ભોગવતી નથી, તે પ્રકારે જ્ઞાન પણ પુણ્ય-પાપરૂપ અનેક કર્મોને, તેના ફળને, એના બંધને નિર્જરા તથા મોક્ષને જાણે છે, કરતો નથી. ભગવાન આત્માનો પરદ્રવ્યો સાથે કોઈ સંબંધ નથી, તો પછી તે પરદ્રવ્યોનો કર્તા-ભોક્તા કેવી રીતે થઈ શકે? નિશ્ચયથી એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કર્તા-ભોક્તા નથી. હે આત્મન ! તું નિજ આત્માના અનુભવરૂપ તને મોક્ષમાર્ગમાં સ્થાપિત કર. અધિકાર સંબંધી વિશેષ સમજણ (ગાથાના ક્રમ પ્રમાણે) પૂર્વરંગઃ ૧. પૂર્વરંગમાં મંગલાચરણપૂર્વક ગ્રંથ કરવાની પ્રતિજ્ઞા કરવાની સાથે સાથે ગ્રંથનો મૂળ પ્રતિપાદન વિષય અને પ્રતિપાદનની શૈલીનું સ્વરૂપ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. ૨. હવે કહે છે ‘સમય’ શું છે? દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત જીવ સ્વસમય છે અને પુલકર્મના પ્રદેશોમાં સ્થિત જીવ પરસમય છે. ૩. એકત્વ નિશ્ચયગત સમય જ લોકમાં સર્વત્ર સુંદર છે. આ જ કારણ છે કે એકત્વમાં બંધની વાત વિસંવાદ પેદા કરવાવાળી છે. ૪. વિસંવાદઉત્પાદકકામ-ભોગ અને બંધની કથાથી તો સંપૂર્ણ જગત પરિચિત છે, એવો કોઇનથી જેણે એ સાંભળી ન હોય, એનાથી પરિચિત ન હોય અને એનો અનુભવ ન કર્યો હોય. પરંતુ એકત્વ-વિભક્ત આત્માની વાત તો ન તો આજ સુધી સાંભળી છે, ન તેનો પરિચય પ્રાપ્ત કર્યો છે, ન તેનો અનુભવ કર્યો છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ૫. શ્રી કુંદકુંદદેવ કહે છે એ જ એકત્વ-વિભક્ત આત્માની વાત હું મારા નિજ વૈભવથી બતાવીશ. હે ભવ્ય જીવો ! તમે એને તમારા અનુભવથી પ્રમાણ કરજો, જો કોઇ ભૂલ રહી જાય તો છળ ગ્રહણ નહિ કરતાં. ૬. આ એકત્વ-વિભક્ત આત્મા ન તો પ્રમત્ત છે, ન અપ્રમત્ત છે. એ તો એક જ્ઞાયક ભાવ જ છે અને જે અનુભવના કાળે જણાયો તે તો તે જ છે. ૭. છતાં પણ વ્યવહારનયથી એમ કહેવામાં આવે છે, દર્શન-જ્ઞાન-ચારિત્ર એવા ભેદ છે, તો પણ નિશ્ચયથી ન તો જ્ઞાન છે, ન તો દર્શન છે, ન તો ચારિત્ર છે – એ તો માત્ર જ્ઞાયકસ્વરૂપ જ છે. ૮. જે પ્રમાણે સ્વેચ્છ(અનાર્ય)નેસ્લેચ્છ ભાષા વિના સમજાવવું શક્ય નથી એવી રીતે વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશક્ય છે. એટલે જ્ઞાયકભાવને પણ વ્યવહારથી ભેદ કરીને સમજાવવો પડે છે. ૯. નિશ્ચયથી તો જે જીવ શ્રુતજ્ઞાન વડે માત્ર એક શુદ્ધાત્માને જાણે છે તેને નિશ્ચય શ્રુતકેવળી કહે છે. ૧૦. પણ વ્યવહારથી જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તેમને વ્યવહાર શ્રુતકેવળી કહે છે. ૧૧. વ્યવહારનય અભૂતાર્થ છે અને નિશ્ચયનય ભૂતાર્થ છે. ભૂતાર્થના આશ્રયથી જ જીવ સમ્યગ્દષ્ટિ હોય છે, થાય છે. ૧૨. જેઓ શુઇનય સુધી પહોંચી શ્રદ્ધાવાન થયા તથા પૂર્ણ જ્ઞાન-ચારિત્રવાન થઈ ગયા છે તેમને શુદ્ધાત્માનો ઉપદેશ કરવાવાળો શુદ્ધનય જાણવા યોગ્ય છે અને જે જીવો અપરમભાવમાં સ્થિત છે, શ્રદ્ધા-જ્ઞાનચારિત્રના પૂર્ણભાવને પહોંચી શક્યા નથી, સાધક અવસ્થામાં જ સ્થિત છે, તેઓ વ્યવહારનય દ્વારા ઉપદેશ કરવા યોગ્ય છે. ૧૩. ભૂતાઈથી જાણેલ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ તત્ત્વજ સમ્યગ્દર્શન છે. ભૂતાર્થનયને નિશ્ચયનય અને શુદ્ધનય પણ કહે છે. ૧૪. જે નય આત્માને બંધરહિત અને પરના સ્પર્શથી રહિત(અબદ્ધસ્કૃષ્ટ), અન્યત્વરહિત (અનન્ય), ચલાચલતારહિત(નિયત), વિશેષરહિત(અવિશેષ) તેમજ અન્યના સંયોગથી રહિત(અણસંયુક્ત) દેખે છે, જાણે છે; હે શિષ્ય ! તું તેને શુદ્ધનય જાણ. ૧૫. જે આત્માને અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, અવિશેષ તથા નિયત અને અસંયુક્ત દેખે છે, તે સંપૂર્ણ જિનશાસનને દેખે છે, કારણ કે સમસ્ત જિનશાસનનો સાર એક શુદ્ધાત્મા જ છે. ૧૬. સાધુ પુરુષ દર્શન-જ્ઞાન-ચારિત્રનું સદા સેવન કરવું જોઈએ, વળી એ ત્રણેને નિશ્ચયથી એક આત્મા જ જાણો. ૧૭. જેમ કોઇ ધનનો અથ પુરુષ રાજાને જાણીને તેની શ્રદ્ધા કરે છે અને પછી તેનું પ્રયત્નપૂર્વક અનુચરણ કરે છે, તેની એક લગનથી સેવા કરે છે. ૧૮. ઠીક એવી જ રીતે મોક્ષના ઇચ્છુક પુરુષોએ જીવરૂપી રાજાને જાણવો જોઈએ અને પછી તેનું શ્રદ્ધાન કરવું જોઈએ, ત્યાર બાદ તેનું જ અનુચરણ કરવું જોઈએ; અર્થાત્ અનુભવ વડે તેમાં તન્મય થવું જોઈએ. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૯. જો જીવ દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મોમાં અહંબુદ્ધિ, મમત્વબુદ્ધિ રાખે અને એમ માનતો રહે કે આ સર્વ | હું છું અને મારામાં આ સર્વ કર્મો-નોકર્મો છે-ત્યાં સુધી અપ્રતિબુદ્ધ-અજ્ઞાની રહે છે. ૨૦-૨૧-૨૨) જે પુરુષ પોતાથી ભિન્ન પરદ્રવ્યોમાં-સચિત સ્ત્રી-પુત્રાદિકમાં, અચિત્ત ધન-ધાન્યાદિકમાં, મિશ્ર ગ્રામ-નગરાદિકમાં-એવો વિકલ્પ કરે છે, માને છે કે હું આ છું, આ બધા દ્રવ્યો હું છું. હું એમનો છું, તેઓ મારા છે, આ બધા પહેલાં મારા હતા, હું પહેલા તેમનો હતો; તથા એ બધા ભવિષ્યમાં મારા થશે, હું પણ ભવિષ્યમાં તેમનો થઈશ તે વ્યક્તિ મૂઢ છે, અજ્ઞાની છે; પરંતુ જે પુરુષ વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ જાણતો થકો આવા જૂકા વિકલ્પ કરતો નથી, તે જ્ઞાની છે. ૨૩-૨૪-૨૫) જેની મતિ અજ્ઞાનથી મોહિત છે અને જે મોહ-રાગ-દ્વેષ આદિ અનેક ભાવોથી યુક્ત છે; એવો જીવ કહે છે કે આ શરીરાદિ બદ્ધ અને ધન-ધાન્યાદિ અબદ્ધ પુદ્ગલદ્રવ્ય મારા છે. અજ્ઞાનીને સમજાવતા આચાર્ય કહે છે કે ઉપયોગ લક્ષણવાળો જીવદ્રવ્ય જો કદાચ પુદ્ગલદ્રવ્યમય થઈ જાય અથવા પુદ્ગલદ્રવ્ય જીવપણાને પામે તો તું કહી શકે કે આ પુગલદ્રવ્ય મારું છે. પરંતુ એ સંભવ નથી. એટલે પરદ્રવ્યમાં આત્મવિકલ્પ કરવાનું છોડી દે. ૨૬. અજ્ઞાની જીવ કહે છે કે જો જીવ શરીર ન હોય તો તીર્થકરો અને આચાર્યોની જિનાગમમાં જે સ્તુતિ કરવામાં આવી છે તે બધી મિથ્યા છે. એથી અમે સમજીએ છીએ કે દેહ જ આત્મા છે. ૨૭. વ્યવહારનય તો એમ કહે છે કે જીવ અને શરીર એક જ છે; પરંતુ નિશ્ચયનયના અભિપ્રાયથી જીવ અને શરીર ક્યારેય પણ એક પદાર્થ નથી હોતા. ૨૮-૨૯) જીવથી ભિન્ન આ પુદ્ગલમય દેહની સ્તુતિ કરીને સાધુ એમ માને છે કે મેં કેવળી ભગવાનની સ્તુતિ કરી અને વંદના કરી પરંતુ તે સ્તવન નિશ્ચયનયથી યોગ્ય નથી; કેમ કે શરીરના ગુણો કેવળીના ગુણ નથી હોતાં. જે કેવળીના ગુણોની સ્તુતિ કરે છે તે પરમાર્થથી કેવળીની સ્તુતિ કરે છે. ૩૦. જેમનગરનું વર્ણન કરવા છતાં પણ તે વર્ણન રાજાનું વર્ણન થઈ જતું નથી, તેમ શરીરના ગુણોનું સ્તવન કરવાથી કેવળીના ગુણોનું સ્તવન થઈ જતું નથી. ૩૧. જે ઇન્દ્રિયોને જીતીને આત્માને અન્ય દ્રવ્યોથી અધિક (ભિન્ન)જાણે છે, તેઓ વસ્તુતઃ જિતેન્દ્રિય છે એમ નિશ્ચયનયમાં સ્થિત સાધુજનો કહે છે. ૩૨-૩૩) જે મુનિ મોહને જીતીને પોતાના આત્માને જ્ઞાનસ્વભાવ દ્વારા અન્ય દ્રવ્યભાવોથી અધિક જાણે છે, ભિન્ન જાણે છે; તે મુનિને પરમાર્થને જાણનારાઓ જિતમોહ કહે છે. જેણે મોહને જીતી લીધો છે, એવા સાધુને જ્યારે મોહ ક્ષીણ થઈ સત્તામાંથી નાશ થાય ત્યારે નિશ્ચયનયના જાણનારાઓ તે સાધુને ક્ષીણમોહ કહે છે. પ્રથમ પ્રકારની સ્તુતિ જઘન્ય નિશ્ચય સ્તુતિ, બીજા પ્રકારની સ્તુતિ મધ્યમ અને ત્રીજા પ્રકારની સ્તુતિ ઉત્કૃષ્ટ નિશ્ચય સ્તુતિ કહે છે. સમ્યગ્દષ્ટિ જિતેન્દ્રિય જિન છે, ઉપશમ શ્રેણીવાળા જિનમોહ છે અને ક્ષેપક શ્રેણીવાળા ક્ષીણમોહ જિન છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૩૪. જે કારણે આ આત્મા પોતાના આત્માથી ભિન્ન સમસ્ત પરપદાર્થોનું તેઓ પર છે' એમ જાણીને પ્રત્યાખ્યાન કરે છે, ત્યાગ કરે છેતે જ કારણે પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે - એમ નિયમથી જાણવું જોઈએ. તાત્પર્ય એ છે કે પોતાના જ્ઞાનમાં ત્યાગરૂપ અવસ્થા થવી તે જ પ્રત્યાખ્યાન છે, ત્યાગ છે; બીજુ કાંઈ નહિ. ૩૫. જેમ લોકમાં કોઈ પુરુષ પરવસ્તુને ‘આ પરવસ્તુ છે એમ જાણીને પરવસ્તુનો ત્યાગ કરે છે, તેમ જ્ઞાની પુરુષ સમસ્ત પરદ્રવ્યોના ભાવોને ‘આ પરભાવ છે એમ જાણીને છોડી દે છે. ૩૬. સ્વ-પરઅને સિદ્ધાંતના જાણકાર આચાર્યદવ એમ કહે છે કે મોહ મારો કાંઈ નથી, હું તો એક ઉપયોગમય જ છું - એમ જે જાણે છે, તે મોહથી નિર્મમ છે. ૩૭. આ ધર્મ આદિ દ્રવ્યો મારા કંઈ પણ નથી; હું તો એક ઉપયોગમય જ છું; એમ જે જાણે છે, તે ધર્મ આદિ દ્રવ્યો પ્રત્યે નિર્મમ છે. ૩૮. દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણત આત્મા એમ જાણે છે કે નિશ્ચયથી હું સદાય એક છું, શુદ્ધ છું, દર્શનજ્ઞાનમય છું, અરૂપી છું અને અન્ય દ્રવ્યો કિચિતમાત્ર પણ મારા નથી, પરમાણુમાત્ર પણ મારું નથી. આ પ્રમાણે પૂર્વરંગમાં આચાર્યદેવ શુદ્ધનયથી શુદ્ધ જીવનું સ્વરૂપ બતાવી અજ્ઞાનીની માન્યતા અને એ માન્યતાનો હેતુ પણ આ પ્રકરણમાં બતાવવામાં આવ્યો છે. સાર એ છે “શુદ્ધ છું એનો ભાવાર્થ એમ નીકળે છે કે (૧) એક દ્રવ્ય બીજા દ્રવ્યથી અત્યંત ભિન્ન છે. જીવ અને પુગલ ભિન્ન છે. (૨) પુણ્યપાપના વિકારી ભાવોથી ભગવાન આત્મા ભિન્ન છે. (૩) નિર્મલ પર્યાયથી ભગવાન આત્મા ભિન્ન છે. જીવ - અજીવ અધિકાર : આ અધિકારમાં પરપદાર્થોથી ભિન્ન જીવના શુદ્ધ સ્વરૂપના પ્રતિપાદનની સાથે સાથે જીવ સાથે સંબંધ રાખવાવાળા એ બધા જ પદાર્થોને અજીવ બતાવવામાં આવ્યા છે, જે જીવના શુદ્ધ સ્વરૂપમાં નથી. એટલે અજીવ દ્રવ્ય તો અજીવ જ છે. સાથે સાથે ઔપાધિક ભાવ પણ અજીવ જ છે, પરંતુ જીવનું વાસ્તવિક સ્વરૂપ ન જાણવાવાળા ઔપાધિક ભાવોને જીવ માની બેસે છે. એટલે આચાર્ય અજ્ઞાની દ્વારા માનેલા ઔપાધિક ભાવોનું વર્ણન કરતાં એની માન્યતાને વિપરીત સિદ્ધ કરે છે. જીવ-અજીવ બન્ને અનાદિકાળથી એકત્રાવગાહ સંયોગરૂપથી મળેલાં છે અને અનાદિકાળથી પુદ્ગલના સંયોગથી જીવની અનેક વિકાર સહિત અવસ્થાઓ થઈ રહી છે. પરમાર્થ દૃષ્ટિથી જોતાં પ્રતીત થાય છે કે જીવ પોતાના ચૈતન્યત્વ આદિ ભાવોને છોડતો નથી અને પુગલ પોતાના મૂર્તિક, જડત્વ આદિને છોડતો નથી. જે પરમાર્થને નથી જાણતા તે સંયોગ જ અધ્યવસનાદિ ભાવોને જ જીવ કહે છે. પરંતુ પુદ્ગલથી ભિન્ન જીવનું સ્વરૂપ સર્વજ્ઞના જ્ઞાનમાં જણાય છે. સર્વજ્ઞની પરંપરાને આગમથી જાણી શકાય છે. જેના મતમાં સર્વજ્ઞ નથી, એ પોતાની બુદ્ધિથી અનેક પ્રકારની કલ્પનાઓ કરીને કહે છે કે અધ્યવસાન જ જીવ છે, કર્મ જ જીવ છે, નોકર્મ જ જીવ છે, અધ્યવસાનોમાં તીવ્ર-મંદ અનુભાગ જ જીવ છે, કર્મનો ઉદય જ જીવ છે, કર્મનું ફળ જ જીવ છે, જીવ અને કર્મ મળેલાં છે - એવી રીતે કર્મોના Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૫ પરસ્પર સંયોગથી મળેલા જીવ છે. ઉપરના બધા જ કથન ઉચિત નથી, કારણ કે આઠેય પ્રકારના કર્મના દુઃખના હેતુ અને પુદ્ગલમય છે અને અધ્યવસનાદિભાવ પણ પુદ્ગલથી ઉત્પન્ન થયા હોવાથી પુદ્ગલસ્વરૂપ છે. એટલે એ જીવ થઇ શકતા નથી. શાસ્ત્રોમાં આ ભાવોને વ્યવહારથી આત્માના કહે છે, નિશ્ચયથી નહિ. નિશ્ચયનયથી જીવના સ્પર્શ, રસ, ગંધ, વર્ણ નથી; શરીર, સંસ્થાન, સંહનન નથી, રાગ-દ્વેષ-મોહ નથી; પ્રત્યય, કર્મ, નોકર્મ નથી, વર્ગ, વર્ગણા સ્પર્ધક નથી, અધ્યાત્મસ્થાન, અનુભાગસ્થાન, યોગસ્થાન, બંધસ્થાન, ઉદયસ્થાન નથી; માર્ગણાસ્થાન, સ્થિતિબંધસ્થાન, સંકલેશસ્થાન, વિશુદ્ધિસ્થાન, સંયમલબ્ધિસ્થાન નથી અને જીવના જીવસ્થાન કે ગુણસ્થાન નથી કારણ કે આ બધા પુદ્ગલના પરિણામ છે. ઉક્ત વર્ણાદિથી લઈને ગુણસ્થાન પર્યત ભાવોને જીવ સાથે સંયોગ સંબંધ છે, એટલે એને વ્યવહારથી જીવ કહેવામાં આવે છે પરંતુ નિશ્ચયથી એ જીવમાં નથી, કારણ કે ઉક્ત સમસ્ત ભાવ ઉપયોગગુણથી રહિત છે અને જીવ ઉપયોગગુણમય છે. વર્ણાદિભાવોને જીવની સાથે તાદાત્મ સંબંધ પણ નથી, કારણ કે આ ભાવો સંસાર સ્થિત જીવોના જ હોય છે, મુક્ત જીવોના નહિ. જો એનામાં તાદાત્મ સંબંધ માનવામાં આવે તો જીવ-અજીવનો ભેદ નહિ રહે અને આવી સ્થિતિમાં સંસાર-સ્થિત જીવ રૂપત્રમય થઈ જશે. રૂપ– પુદ્ગલનું લક્ષણ છે, એટલે પુદ્ગલદ્રવ્ય પછી જીવ કહેવાશે. આવું થવાથી મોક્ષ પણ પુદ્ગલનું જ થશે, જીવનું નહિ અને મોક્ષ થવાથી પુદ્ગલ જ જીવત્વને પ્રાપ્ત થયું કહેવાશે. એટલે વર્ણાદિભાવોનો જીવની સાથે તાદાત્મ સંબંધ નથી. જીવતો અરસ, અરૂપ, અગંધ, અવ્યક્ત, અનિર્દિષ્ટસંસ્થાન, અશબ્દ, અલિંગગ્રહણ અને ચેતનામય આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે આત્મામાં ઉત્પન્ન થવાવાળા આત્માના વિભાવભાવોને અજીવ સિદ્ધ કરવા આ અધિકારનું મૂળ કેન્દ્રબિંદુ છે. કર્તા-કર્મ અધિકાર : આ અધિકારમાં જીવ-અજીવનું સ્વરૂપ જ કર્તા-કર્મની મુખ્યતાથી વર્ણવામાં આવ્યું છે, જેમાં અજ્ઞાની જીવની કર્તા-કર્મ સંબંધી ભ્રાંતિઓનું નિરાકરણ કરવામાં આવ્યું છે અને કર્તા-કર્મનું વાસ્તવિક સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. જ્યાં સુધી આ જીવ આત્મા અને આસ્રવના ભેદને જાણતો નથી ત્યાં સુધી એની ક્રોધાદિઆસવોમાં પ્રવૃત્તિ થાય છે. આ પ્રવૃત્તિ જીવના કર્મબંધનનું મૂળ હેતુ છે. જ્યારે આ જીવ આત્મા અને આસવના ભેદને જાણે છે ત્યારે તેને બંધ થતો નથી. આ પ્રકારે જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ થાય છે કારણ કે જ્યારે આ જીવ આસવોને અશુચિ, અધુવ, અનિત્ય, અશરણ, સ્વભાવથી વિપરીત, દુઃખરૂપ અને દુઃખનું કારણ જાણે છે, ત્યારે તે તેનાથી નિવૃત્ત થાય છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૬ હું તો નિશ્ચયથી એક, શુદ્ધ, નિર્મમ અને જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ છું અને એમાં જ લીન રહેતો થકો સર્વ ક્રોધાદિ આસવોનો ક્ષય કરું છું. જે આત્મા કર્મના પરિણામ અને નોકર્મના પરિણામને નથી કરતો, માત્ર જાણે છે, એ જ્ઞાની છે. એટલે જ્ઞાની અનેક પ્રકારના પુદ્ગલકર્મોને, પુદ્ગલકર્મના અનંત ફળને અને અનેક પ્રકારના પોતાના પરિણામોન જાણતો થકો નિશ્ચયથી પરદ્રવ્યની પર્યાયમાં પરિણમિત નથી થતો, એને ગ્રહણ નથી કરતો, એ રૂપ ઉત્પન્ન નથી થતો; અને એ જ રીતે પુદ્ગલદ્રવ્ય પણ પોતાના ભાવોથી પરિણમન કરતો થકો પરદ્રવ્યની પર્યાયરૂપ પરિણમિત નથી થતો, એને ગ્રહણ નથી કરતો અને એ રૂપ ઉત્પન્ન નથી થતો. આ પ્રમાણે સ્પષ્ટ છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ પરિણમિત નથી થતો. જીવ અને પુદ્ગલમાં કર્તા-કર્મ સંબંધ નથી, એમાં તો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, કારણ કે પરસ્પર નિમિત્તથી બન્નેના પરિણામ થાય છે. પુદ્ગલ જીવના પરિણામના નિમિત્તથી કર્મરૂપ પરિણમિત થાય છે અને જીવ પુદ્ગલકર્મના નિમિત્તથી રાગાદિરૂપ પરિણમન કરે છે. જીવ કર્મોના ગુણો નથી કરતો, પરંતુ પરસ્પર નિમિત્તથી બન્નેના પરિણમન થાય છે. એટલે સ્પષ્ટ છે કે નિશ્ચયનયથી આત્મા પુદ્ગલકર્મી કરવામાં આવતા સમસ્ત કર્મોનો કર્તા નથી, પરંતુ પોતાના ભાવોનો જ કર્તા છે, ભોક્તા છે અને વ્યવહારનયથી આત્મા અનેક પ્રકારના પુદ્ગલકર્મોનો કર્તા અને ભોક્તા છે. જો આત્માને આત્મા અને પુદ્ગલકર્મ બન્નેના ભાવોનો કર્તા-ભોક્તા માનવામાં આવે તો આત્મા બે ક્રિયાઓમાં અભિન્ન થાય, જે સંભવ નથી. મિથ્યાત્વ બે પ્રકારનું છે. જીવ મિથ્યાત્વ અને અજીવ મિથ્યાત્વ. આ પ્રમાણે અજ્ઞાન, અવિરતિ, યોગ, મોહ અને કષાય પણ બે બે પ્રકારના છે. જીવ અજ્ઞાન, અજીવ અજ્ઞાન, જીવ અવિરતિ, અજીવ અવિરતિ, જીવ યોગ, અજીવ યોગ, જીવ મોહ, અજીવ મોહ, જીવ કષાય, અજીવ કષાય. આમાં જે મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગ અજીવમય છે એ પુદ્ગલકર્મરૂપ છે; જે મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગ જીવમય છે એ ચૈતન્યના પરિણામરૂપ ઉપયોગમય છે. નિશ્ચયનયથી ઉપયોગ શુદ્ધ, નિરંજન અને એક છે; પરંતુ અનાદિથી મોહયુક્ત હોવાથી મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ - આ ત્રણે વિકાર પરિણામ અનાદિથી ઉપયોગના છે. આ વિકારમય ઉપયોગ જે વિકારી ભાવોને કરે છે, એ ભાવનો એ કર્તા છે. આત્મા ભાવને કરે છે, એ ભાવનો એ કર્તા થાય છે. આત્માના કર્તા હોવાથી પુદ્ગલદ્રવ્ય પોતાની મેળે કર્મરૂપ પરિણમિત થાય છે. આ ત્રણ પ્રકારનો ઉપયોગ જ્યારે ક્રોધાદિ કષાયોમાં ‘હું ક્રોધ છું’ એ પ્રકારે તથા ધર્માદિ દ્રવ્યોમાં ‘હું ધર્મદ્રવ્ય છું’ એ પ્રકારે આત્મવિકલ્પ કરે છે, ત્યારે આત્મા એ ઉપયોગરૂપ પોતાના ભાવોનો કર્તા થાય છે. આ પ્રમાણે અજ્ઞાની પોતાના અજ્ઞાન ભાવથી પોતાને પરરૂપ અને પરને પોતારૂપ કરે છે, એટલે એ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૭ કર્મનો કર્તા છે. પરંતુ જ્યારે જીવ પોતાને પરરૂપ અને પરને પોતાનારૂપ નથી કરતો, ત્યારે તે કર્મોનો અકર્તા થયો થકો સર્વ કર્તૃત્વને છોડે છે. વ્યવહારથી આત્માને ઇન્દ્રિયોનો, ઘટ-પટાદિવસ્તુઓનો, શરીરાદિનોકર્મનો અને અનેક પ્રકારના ક્રોધાદિ દ્રવ્યકર્મોનો કર્તા કહેવામાં આવે છે; પણ આ ઉચિત નથી કારણ કે જો આત્મા પરદ્રવ્યોનો કર્તા થાય તો તે નિયમથી તન્મય (પરદ્રવ્યમય) થઈ જાય, પરંતુ તે તન્મય નથી થતો, એટલે એ એનો કર્તા નથી થઈ શકતો. આત્મા પુદ્ગલકર્મના દ્રવ્ય અને ગુણોને નથી કરતો એટલે એ પુદ્ગલનો કર્તા નથી. જે દ્રવ્ય જે દ્રવ્ય અને ગુણમાં રહે છે, એ અન્ય દ્રવ્ય અને ગુણમાં સંક્રમણને પ્રાપ્ત ન થયો થકો દ્રવ્ય અન્ય દ્રવ્ય અને ગુણના પરિણમન કેવી રીતે કરાવી શકે ? એટલે સિદ્ધ થાય છે કે એક દ્રવ્ય (જીવ) અન્ય દ્રવ્ય -પુદ્ગલ -ના પરિણમનનો કર્તા નથી. પરંતુ જીવના નિમિત્તભૂત હોવાથી કર્મબંધના પરિણામ થતા જોઈને ‘જીવે કર્મ કર્યું ’ એવું વ્યવહારથી કહેવામાં આવે છે. વ્યવહારનયથી આત્માને પુદ્ગલદ્રવ્યને ઉત્પન્ન કરવાવાળો (કર્તા), બાંધવાવાળો, પરિણામ કરવાવાળો અને ગ્રહણ કરવાવાળો કહે છે. વ્યવહારનયથી જ જીવને પુદ્ગલદ્રવ્યના દ્રવ્ય-ગુણને ઉત્પન્ન કરવાવાળો પણ કહેવામાં આવે છે. આત્મા તો યોગ અને ઉપયોગનો કર્તા છે, જો કે તે પરદ્રવ્યોના કર્તૃત્વમાં નિમિત્ત હોય છે. આત્મા જે શુભ યા અશુભ ભાવોને કરે છે એ ભાવનો એ કર્તા થાય છે, એ એનું કર્મ હોય છે અને આત્મા એ ભાવરૂપ કર્મનો ભોક્તા પણ હોય છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ - એ ચાર પ્રકારના પ્રત્યય બંધના સામાન્યકારણ છે. એના તેર પ્રકારના ભેદ છે, જો કે અચેતન છે કારણ કે પુદ્ગલકર્મના ઉદયથી થાય છે. આ ‘ગુણ’ નામક પ્રત્યય કર્મ કહે છે. એટલે સ્પષ્ટ છે કે ‘ગુણ’ જ કર્મોનો કર્તા છે. આત્મા તેનો કર્તા તથા ભોકતા નથી. જીવના ઉપયોગ અને ક્રોધાદિ અન્ય અન્ય છે, અનન્ય નથી. ઉપયોગની જેમ ક્રોધાદિને પણ જીવથી અનન્ય માનવાથી જીવ અને અજીવનું અન્યત્વ સિદ્ધ થઈ જશે, જેનાથી જગતમાં જે જીવ છે એ નિયમથી અજીવ સિદ્ધ થશે, પણ એ તો પ્રત્યક્ષ વિરુદ્ધ જ છે. પ્રત્યય, નોકર્મ અને કર્મને જીવથી અનન્ય માનવાથી પણ ઉપર પ્રમાણે દોષ આવશે. એટલે એ પણ ક્રોધાદિની જેમ આત્માથી ભિન્ન છે. આના પછી આચાર્ય પ્રકૃત્તિ-પુરુષને અપરિણામી માનવાવાળા સાંખ્યમતને પ્રસ્તુત કરતાં એમાં વિપ્રતિપત્તિનું પ્રદર્શન કર્યા પછી પુદ્ગલદ્રવ્યનું પરિણામ સ્વભાવ સિદ્ધ કરે છે. પુદ્ગલદ્રવ્ય જીવમાં સ્વયં નથી બંધાયો અને કર્મભાવથી સ્વયં નથી પરિણમ્યો - એવું માનવાથી પુદ્ગલ અપરિણામી સિદ્ધ થાય છે. એટલે કાર્યણવર્ગણાઓ કર્મભાવથી પરિણમિત નહિ હોવાથી સંસારનો અભાવ સિદ્ધ થાય છે. આ પ્રમાણે સાંખ્યમતનો પ્રસંગ આવે છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ २८ જો એમ માનવામાં આવે કે જીવ પુગલદ્રવ્યોને કર્મભાવથી પરિણમાવે છે તો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે રવયં નહિ પરિણમતિ એ વર્ગણાઓને ચેતન આત્મા કેવી રીતે પરિણમન કરાવી શકે ? અથવા જો પુદ્ગલદ્રવ્ય પોતાની મેળે જ કર્મભાવથી પરિણમન કરે છે, તો જીવ કર્મરૂપ પરિણમન કરાવે છે - આ કથન મિથ્યા સિદ્ધ થાય છે. યુક્ત વિપ્રતિપતિનું નિરાકરણ કરતાં આચાર્યદવ કહે છે કે જો કે સર્વ દ્રવ્ય પરિણમન સ્વભાવવાળા છે, એટલે એ પોતપોતાના ભાવના સ્વયં જ કર્તા છે. એટલે કર્મરૂપ પરિણમિત પુદ્ગલદ્રવ્યનો કર્તા કર્મ જ છે - જ્ઞાનાવરણીયાદિ પરિણમિત પુદ્ગલદ્રવ્યનો કર્તા જ્ઞાનાવરણીયાદિ જ છે. આ પ્રમાણે પુદ્ગલદ્રવ્યનો પરિણામિત્વ સિદ્ધ કરીને પછીથી જીવદ્રવ્યનું પરિણામિત્વ સિદ્ધ - કરતાં સાંખ્ય મતને પ્રસ્તુત કરે છે. આ જીવ કર્મમાં સ્વયં નથી બંધાયો અને ક્રોધાદિભાવથી સ્વયં નથી પરિણમતો - જો એમ માનો તો જીવ અપરિણામી સિદ્ધ થાય છે અને જીવ સ્વયં ક્રોધાદિરૂપ ન પરિણમવાથી સંસારનો અભાવ થાય છે. આ પ્રમાણે સાંખ્યમતનો પ્રસંગ આવે છે. જો એમ માનવામાં આવે પુદગલકર્મરૂપ ક્રોધ જીવને ક્રોધરૂપ પરિણમન કરાવે છે તો સ્વયં નહિ પરિણમતોથકો એ જીવને ક્રોધ કેમ પરિણમન કરાવી શકે છે? અથવા આત્માસ્વયં ક્રોધભાવથી પરિણમતો હોય તો ક્રોધ જીવને ક્રોધરૂપ પરિણમન કરાવે છે આ કથન મિથ્યા સિદ્ધ થાય છે. એટલે સિદ્ધ થાય છે કે ક્રોધાદિ કષાયમાં ઉપયુક્ત આત્મા ક્રોધાદિ કષાયમય જ છે. આ પ્રમાણે સ્પષ્ટ છે કે આત્મા જે ભાવ કરે છે, એ ભાવરૂપ કર્મનો એ કર્તા છે. જ્ઞાનીના એ ભાવ જ્ઞાનમય છે. જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ જ ઉત્પન્ન થાય છે, એટલા માટે જ્ઞાનીઓના સમસ્તભાવ જ્ઞાનમય જ છે, એ કર્મોના કર્તા નથી, પરંતુ અજ્ઞાનીના ભાવ અજ્ઞાનમય છે. અજ્ઞાનમય ભાવોમાંથી જ અજ્ઞાનમય ભાવ ઉત્પન્ન થાય છે, એટલે અજ્ઞાનીઓના ભાવ અજ્ઞાનમય જ હોય છે. અજ્ઞાનીને અજ્ઞાન, મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના ઉદયના કારણે જ દ્રવ્યકર્મનો બંધ થાય છે. જીવોને વસ્તુસ્વરૂપનું જ્ઞાન ન હોવું એ જ અજ્ઞાનનો ઉદય છે, તત્ત્વનું અશ્રદ્ધાન જ મિથ્યાત્વનો ઉદય છે, અત્યાગ ભાવ એ જ અસંયમનો ઉદય છે, મલિન ઉપયોગ એ જ કષાયનો ઉદય છે અને શુભઅશુભ પ્રવૃત્તિ અથવા નિવૃત્તિરૂપ મન-વચન-કાયાશ્રિત ચેષ્ટાનો ઉત્સાહ એ જ યોગનો ઉદય છે. ઉક્ત ઉદયોના હેતુભૂત હોવાથી કાર્મણવર્ગણાઓ જ્ઞાનાવરણાદિરૂપથી આઠ પ્રકાર પરિણમિત થાય છે અને જ્યારે તે કામણવર્ગણાઓ વસ્તુતઃ જીવની સાથે બંધાય છે ત્યારે જીવ સ્વયં પોતાના અજ્ઞાનમય પરિણામોનો હેતુ થાય છે. ઉક્ત પરિણામોમાં પુગલદ્રવ્યના પરિણામ જીવથી ભિન્ન જ છે, કારણ કે જો પુદ્ગલદ્રવ્યનું જીવની સાથે સાથે કર્મરૂપ પરિણામ માનીએ તો પુગલ અને જીવ બન્ને જ વસ્તુતઃ કર્મરૂપ પરિણમિત થઈ જાય, Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૯ પરંતુ કર્મભાવરૂપ પરિણામ એક પુદ્ગલદ્રવ્યનું જ થાય છે, એટલે જીવ ભાવરૂપ નિમિત્તથી રહિત જ કર્મનું પરિણામ છે. એ પ્રમાણે જીવના પરિણામ પણ પુદ્ગલદ્રવ્યના કર્મઉદયરૂપ નિમિત્તથી ભિન્ન જ છે, કારણ કે જો જીવનું કર્મની સાથે જ રાગાદિ પરિણામ માનીએ તો જીવ અને કર્મ બન્ને રાગાદિ ભાવોને પ્રાપ્ત થઈ જાય, પરંતુ રાગાદિ ભાવના પરિણામ તો એક જીવના જ થાય છે. એટલે કર્મોદયરૂપ નિમિત્તથી રહિત જ જીવના પરિણામ છે. અંતમાં આચાર્યદેવ અધિકારનો ઉપસંહાર કરતાં કહે છે કે ‘જીવ કર્મપ્રદેશોથી બાંધેલો અને સ્પર્શિત છે’ એ વ્યવહારનયનું કથન છે. ‘જીવ અબદ્ધ અને અસ્પર્શિત એ નિશ્ચયનયનું કથન છે. પરંતુ આ બન્ને પણ નયપક્ષ જ છે. એકમાત્ર સમયસારભૂત શુદ્ધાત્મા જ નયપક્ષ રહિત છે. જે જીવ નયપક્ષનો કિંચિત્માત્ર પણ ગ્રહણ ન કરતો માત્ર તેને જાણતો થકો આત્મામાં લીન થાય છે, એ પરિપૂર્ણ સુખ પ્રાપ્ત કરે છે, એ સમ્યગ્દષ્ટિ અને સમ્યજ્ઞાની છે. ૩. પુણ્ય-પાપ અધિકાર : 6 આ અધિકારમાં ‘કર્મ જ બંધનું કારણ છે' આ સિદ્ધ કરી શુભાશુભ બન્ને જ કર્મોના બંધનો હેતુ હોવાથી હેય છે એમ પ્રતિપાદન કરતાં શુદ્ધ પરિણામને જ એકમાત્ર ઉપાદેય બતાવવામાં આવ્યું છે. અજ્ઞાની જીવ શુભને સુશીલ અને અશુભને કુશીલ(બુરો) માને છે, જ્યારે એની માન્યતા ઉચીત નથી, કારણ કે બંધની અપેક્ષા બન્ને જ કર્મ સમાન છે. જેવી રીતે સોનાની અને લોહની - બન્ને બેડીઓ બંધનું કારણ છે, તે પ્રમાણે શુભકર્મ અને અશુભકર્મ બન્ને જ બંધની અપેક્ષાએ સમાન હોવાથી હેય છે, દુઃખરૂપ અને સંસારનો હેતુ છે. કર્મબંધનનો મૂળ હેતુ રાગ છે. રાગને કારણે જ શુભાશુભ કર્મોનો બંધ થાય છે. એટલે કર્મોની સાથે રાગને છોડવો જોઈએ. આ પ્રમાણે શુભાશુભ ભાવોને બંધનો હેતુ જાણીને એના પ્રતિ રાગને છોડીને જે વૈરાગ્યપૂર્વક જ્ઞાનમયી આત્મામાં, પરમાર્થમાં સ્થિત રહે છે, તે શીઘ્ર જ નિર્વાણને પ્રાપ્ત કરે છે. પરમાર્થમાં સ્થિત જીવના વ્રત-તપાદિ સાર્થક છે. પરમાર્થમાં અસ્થિત જીવના વ્રત-તપાદિ તો ‘બાળવ્રત’ એટલે ‘બાળતપ' કહેવામાં આવે છે. એનાથી શુભબંધ થઈને સ્વર્ગાદિની પ્રાપ્તિ તો થઇ શકે છે, પરંતુ મુક્તિ નથી. અજ્ઞાની જીવ મોક્ષના વાસ્તવિક કારણ ન જાણતો સંસારગમનના હેતુભૂત શુભ ભાવો (પુણ્ય)ને જ મોક્ષનો હેતુ સમજીને ઇચ્છે છે અને તેમાં જ પ્રવૃત્તિ કરે છે, જેનું ફળ અનંત સંસાર જ છે; મોક્ષ નહિ. વસ્તુતઃ જીવાદિ પદાર્થોના યથાર્થ શ્રદ્ધાન જ સમ્યગ્દર્શન, જીવાદિ પદાર્થોનું યથાર્થ જ્ઞાન જ સમ્યજ્ઞાન અને રાગાદિનો ત્યાગ અથવા સ્વરૂપમાં રમણતા એ જ સમ્યપ્ચારિત્ર છે - આ ત્રણેની એકતા મોક્ષમાર્ગ છે. Page #40 --------------------------------------------------------------------------  Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૧ જ્ઞાનગુણનું પરિણમન બંધનું કારણ કેવી રીતે છે ? એ સમજાવતાં હવે આચાર્ય કહે છે કે આત્માનો જ્ઞાનગુણ જ્યાં સુધી જઘન્ય અવસ્થામાં રહે છે, ત્યાં સુધી અંતર્મુહૂર્તમાં નિર્વિકલ્પતાથી સવિકલ્પતાને પ્રાપ્ત કરતો રહે છે. એટલે એ સમયે એ નવીનબંધને કરવાવાળો પણ હોય છે. આ કારણથી દર્શન-જ્ઞાનચારિત્રના જઘન્યભાવથી પરિણમિત કરતી વખતે જ્ઞાની પુદ્ગલ કર્મથી બંધાય પણ છે. જ્યારે જ્ઞાનગુણનું જઘન્ય બંધનું કારણ છે તો પછી જ્ઞાની નિરાસવ કેવી રીતે છે - એ સ્પષ્ટ કરતાં આચાર્ય કહે છે સમ્યગ્દષ્ટિના સમસ્ત પૂર્વબદ્ધ પ્રત્યય સત્તારૂપમાં વિદ્યમાન છે, એ ઉપયોગના પ્રયોગાનુસાર રાગાદિ દ્વારા નવીન બંધ કરે છે, જો કે આયુકર્મ સિવાય જ્ઞાનાવરણીયાદિ સાત કર્મોના તથા આયુ સહિત આઠ પ્રકારના કર્મોના બંધ કરવાવાળા હોય છે. સત્તાઅવસ્થામાં આ કર્મ નિરુપભોગ્ય છે. જેવી રીતે બાલસ્ત્રી પુરુષને માટે નિરુપભોગ્ય છે અને એ જ તરુણ અવસ્થામાં ઉપભોગ્ય હોવાથી પુરુષના રાઞાનુસાર એને બાંધી લે છે, એવી રીતે પૂર્વકૃત કર્મ ઉપભોગ યોગ્ય થાય ત્યારે જીવના રાગાનુસાર બંધના કારણ થાય છે. આસવ ભાવના અભાવમાં પ્રત્યયોને બંધક નથી કહ્યા, જો કે રાગ-દ્વેષ-મોહરૂપ આસવ ભાવ સમ્યગ્દષ્ટિના નથી હોતા, એટલે સમ્યગ્દષ્ટિના દ્રવ્ય પ્રત્યય કર્મબંધનના કારણ નથી થતાં, એટલે જ્ઞાનીને અબંધક કહ્યો છે. જ્યારે જ્ઞાની શુદ્ધનયથી વ્યુત થાય છે, ત્યારે પૂર્વબદ્ધ દ્રવ્ય પ્રત્યય જીવના રાગદિભાવના નિમિત્ત પામીને નવીન કર્મોનો બંધ કરે છે. આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે આ અધિકારમાં આચાર્ય બંધનું મૂળ કારણ ભાવાસવને જ કહ્યા છે, જેના સદ્ભાવમાં અજ્ઞાની બંધાય છે અને જેના અભાવ થવાથી દ્રવ્ય આસવના વિદ્યમાન હોવાથી પણ જ્ઞાનીને નવીન કર્મબંધ ન હોવાથી અબંધક કહ્યો છે. ન ૫. સંવર અધિકાર : આ અધિકારમાં એમ બતાવ્યું છે કે ભેદજ્ઞાનથી શુદ્ધાત્માની ઉપલબ્ધિ થાય છે. એ ભેદજ્ઞાનથી જીવ મિથ્યાત્વ અને રાગાદિ વિકાર ભાવ નથી કરતો. એટલે તેના નવીન કર્મોનો સંવર થાય છે નિશ્ચયથી ઉપયોગ ઉપયોગમાં છે, ક્રોધાદિમાં ઉપયોગ નથી અને ક્રોધ ક્રોધમાં જ છે, ઉપયોગમાં ક્રોધ નથી. આ પ્રમાણે આઠ પ્રકારના કર્મ અને નોકર્મમાં પણ ઉપયોગ નથી અને ઉપયોગમાં પણ કર્મનોકર્મ નથી, કારણ કે ઉપયોગ ચૈતન્યનું પરિણમન હોવાથી જ્ઞાનસ્વરૂપ છે અને ક્રોધાદિ ભાવકર્મ, જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મ તથા શરીરાદિ નોકર્મ બધા જ પુદ્ગલના પરિણામ હોવાથી જડ છે. એટલે ઉપયોગ અનો ક્રોધાદિમાં પ્રદેશ ભિન્નતા હોવાથી અત્યંત ભેદ છે. આ પ્રમાણે એમના પારમાર્થિક આધારઆધેય સંબંધ નથી - આવું જ્ઞાન જ ભેદજ્ઞાન છે. જ્યારે જીવને ઉક્ત ભેદજ્ઞાન થઈ જાય છે, ત્યારે એ ઉપયોગમય જીવ ઉપયોગથી અતિરિક્ત અન્ય ભાવોને નથી કરતો. ભેદવજ્ઞાનના દ્વારા પોતાનું શુદ્ધ સ્વરૂપ જાણ્યા પછી જ્ઞાની કર્મો દ્વારા સતાવવામાં Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૨ આવે તો પણ પોતાના જ્ઞાનત્વને છોડતો નથી એટલે નિરંતર શુદ્ધાત્માનો જ અનુભવ કરતો રહે છે, એટલે એને શુદ્ધાત્માની ઉપલબ્ધિ થાય છે. પરંતુ ભેદવિજ્ઞાન રહિત અજ્ઞાની આત્માના સ્વભાવને ન જાણતો થકો રાગને જ આત્મા માને છે, એટલે રાગ-દ્વેષી-મોહી થતો થકો અશુદ્ધ આત્માનો અનુભવ કરે છે અને એ અશુદ્ધ આત્માને જ પ્રાપ્ત કરે છે. એટલે સિદ્ધ છે કે ભેદવિજ્ઞાનથી જ શુદ્ધાત્માની ઉપલબ્ધિ થાય છે. શુદ્ધાત્માની ઉપલબ્ધિ હોવાથી રાગ-દ્વેષ-મોહરૂપી આસવનો અભાવ થવાથી નવીન કર્મોનો બંધ નથી થતો. સંવરના કમને બતાવતા આચાર્ય કહે છે કે મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગનો અભાવ થવાથી જ્ઞાનીઓને આસવનો નિરોધ થાય છે. આસવ નિરોધથી કર્મોનો નિરોધ, કર્મોના નિરોધથી નોકર્મનો નિરોધ અને નોકર્મના નિરોધથી સંસારનો અભાવ થાય છે. એટલે સ્પષ્ટ છે કે ભાવાસવરહિત ભેદવિજ્ઞાની જીવને સંવરનો અભાવ હોવાથી સંસારનો પણ અભાવ શીધ્ર થાય છે. આ પ્રમાણે જે ભેદવિજ્ઞાની શુભાશુભ યોગોને રોકીને દર્શન-જ્ઞાનમાં સ્થિત થઈને, ઇચ્છાથી વિરત, સર્વસંગથી રહિત થયો થકો કર્મ-નોકર્મનો ધ્યાન નહિ કરતો થકો આત્માને આત્મા દ્વારા જ ધ્યાવે છે, એકત્વનું જ ચિંતન કરે છે એ દર્શન-જ્ઞાનમય અને અનન્યમય થતો થકો અલ્પકાળમાં જ કથી રહિત આત્માને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે સ્પષ્ટ છે કે આ અધિકારમાં આચાર્યને મિથ્યાત્વાદિને આસવનું મૂળ હેતુ બતાડીને, શુદ્ધાત્મતત્વની ઉપલબ્ધિ કરવા માટે સંવરનું મૂળ કારણ ભેદવિજ્ઞાન કહ્યું છે અને એને જ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપતાં અધિકારની સમાપ્તિ કરી છે. નિર્જરા અધિકારઃ આ અધિકારમાં દ્રવ્યનિર્જરા, ભાવનિર્જરા, જ્ઞાનશક્તિ અને વૈરાગ્યશક્તિનું સામાન્ય તેમજ વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે. સમગ્દષ્ટિ ઇન્દ્રિયો દ્વારા ચેતન તથા અચેતન દ્રવ્યોનો ઉપભોગ કરે છે એ બધા નિર્જરાના નિમિત્ત છે. જો કે રાગાદિના સદ્ભાવમાં આ ઉપભોગ મિથ્યાદષ્ટિને બંધનું નિમિત્ત થાય છે. તથા રાગાદિના અભાવથી આગામી બંધ ન હોવાને કારણે પણ જ્ઞાનીને તે દ્રવ્યનિર્જરાનું નિમિત્ત છે. પદ્રવ્ય ભોગવવાના આવ્યા પ્રમાણે કર્મોદયના નિમિત્તથી જીવના સુખરૂપ અથવા દુઃખરૂપ ભાવ નિયમથી ઉત્પન્ન થાય છે. મિથ્યાદષ્ટિના રાગાદિને કારણે આ ભાવ આગામી બંધ કરીને નિર્જરીત થાય છે એટલે તેને નિર્જરીત નથી કહેવામાં આવતો. મિથ્યાષ્ટિને પરદ્રવ્યને ભોગવતા બંધ જ થાય છે અને સમ્યગ્દષ્ટિને રાગાદિક નહિ હોવાથી આગામી બંધ કર્યા વગર જ ભાવ નિર્જરીત થઈ જાય છે એટલે એને નિર્જરીત કહેવામાં આવે છે. આ પ્રમાણે સમ્યગ્દષ્ટિને ભાવનિર્જરા થાય છે, એટલા માટે એમ કહેવામાં Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૩ આવે છે કે સમ્યગ્દષ્ટિને પરદ્રવ્ય ભોગવવામાં આવતા હોવા છતાં નિર્જરા થાય છે. જે પ્રમાણે વૈદ્ય ઝેરને ખાતો હોવા છતાં મરતો નથી અને અરતિભાવથી મદ્યપાન કરતો પુરુષ પણ મતવાલો નથી થતો, એ જ પ્રમાણે જ્ઞાની પુરુષ પણ પુદ્ગલકર્મના ઉદયને ભોગતો થકો અને અરતિ ભાવથી દ્રવ્યનો ઉપભોગ કરતો થકો છતાં પણ બંધાતો નથી. એટલે સ્પષ્ટ છે કે જ્ઞાન અને વૈરાગ્યના સામર્થ્યમાં જ્ઞાની-વૈરાગી જીવ ઇન્દ્રિયોના વિષયોનો સેવન કરતો થકો પણ તેનું સેવન કરવાવાળો નથી કહેવાતો, કારણ કે વિષય સેવનના ફળસ્વરૂપ થવાવાળા રાગ પરિણામના બંધ જ્ઞાનીને નથી થતાં. જ્ઞાની જીવ વિચાર કરે છે કે હું એક જ્ઞાયકભાવ છું અને અનેક પ્રકારના કર્મોદયના વિપાક મારો સ્વભાવ નથી. આ તો રાગાદિ પુલકર્મના ફળસ્વરૂપ ઉત્પન્ન થાય છે. એટલે એ રાગાદિ પુદ્ગલકર્મજન્ય ઉદયના વિપાકને છોડીને તત્ત્વને યથાર્થ જાણતો થકો જ્ઞાયકસ્વભાવને જાણે છે. આ પ્રમાણે જે સ્વ-પરને જાણે છે તે જ સમ્યગ્દષ્ટિ છે; જે સ્વ-પરને નથી જાણતો, ભલેને સર્વે આગમોને જાગતો હોય, છતાં પણ સમ્યગ્દષ્ટિ નથી. આના પછી આચાર્ય આશ્રયભૂત પદને પ્રાપ્ત કરવાની પ્રેરણા આપતા કહે છે કે આત્માને સદા અપભૂત પરિદ્રવ્યો અને તેના ભાવોને છોડીને સ્થિર, નિશ્ચિત એક સ્વભાવનો જ અનુભવ કરવો જોઈએ. મતિ, શ્રત, અવધિ, મન:પર્યય અને કેવળજ્ઞાન એ બધા એક જ પદ , કારણ કે જ્ઞાનના બધા ભેદજ્ઞાન જ છે. જ્ઞાન સામાન્ય જ પરમાર્થ છે જેને પ્રાપ્ત કરીને આત્મા નિર્વાણ પ્રાપ્ત કરે છે. જ્ઞાનમાં લીન થવાથી જ પરમસુખની પ્રાપ્તિ થાય છે, એટલે જ્ઞાનમાં જ રત રહીને એમાં જ સંતુષ્ટ રહેવું જોઈએ. ઉપદેશ આપતા આચાર્ય કહે છે કે જ્ઞાનગુણથી રહિત જન (-સમજ્ઞાનથી રહિત) અનેક પ્રકારની ક્રિયાઓ કરતો હોવા છતાં જ્ઞાનસ્વરૂપ પદને પ્રાપ્ત નથી કરતો. એટલે હે ભવ્ય! જો તું કર્મોથી સદા મુક્તિ ઇચ્છતો હોય તો જ્ઞાનને જ ગ્રહણ કર, આ જ્ઞાનમાં જ નિત્ય રત રહે, સંતુષ્ટ થા, તૃપ્ત થા ! તને અવશ્ય ઉત્તમ સુખ પ્રાપ્ત થશે. જ્ઞાનીને પરદ્રવ્યરૂપ પરિગ્રહ નથી. જ્ઞાની જીવ તો સ્વને જ સ્વપરિગ્રહ માને છે. પરદ્રવ્યને તો તે પોતાનો પરિગ્રહ માનતો જ નથી. જ્ઞાની વિચાર કરે છે કે જો પરદ્રવ્ય મારું પરિગ્રહ હોય તો તેની સાથે સાથે હું પણ અજીવતત્ત્વને પ્રાપ્ત થઈ જાઉં, પણ હું તો જ્ઞાતા જ છું, એટલે પરદ્રવ્ય મારો પરિગ્રહ નથી. આ જ કારણથી જ્ઞાનીને પરદ્રવ્યના ટૂટવા-ફૂટવા અથવા અપહરણ હોવાથી વિષાદ નથી થતો અને મળવા પર હર્ષ નથી હોતો. એ બધાથી નિસ્પૃહ જ છે ઇચ્છા વગરનો જ અપરિગ્રહી છે. જો કે જ્ઞાનીના ખાન-પાન, પુણ્ય-પાપ ઇત્યાદિ કોઇ પણ પ્રકારના ભાવોની ઈચ્છા ન હોવાથી તેને એનામાંથી કોઇનો પણ પરિગ્રહ નથી. એટલે જ્ઞાની ઉક્ત ભાવોને ન ઈચ્છતો માત્ર જ્ઞાયક જ રહે છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જ્ઞાની વર્તમાનકાળના ઉદયના ભોગ વિયોગબુદ્ધિથી કરતો થકો આગામી ઉદયની ઈચ્છા નથી કરતો કારણ કે એ વેદકભાવ (જે ભાવ વેદન કરે છે) અને વેદભાવ (જે ભાવ વંદન કરવામાં આવે છે) બન્ને જ પ્રતિસમય નષ્ટ થતાં જાય છે. જ્ઞાનીને તો બંધ અને ઉપયોગના નિમિત્તભૂત સંસાર સંબંધી અને દેહ સંબંધી અધ્યવસાયોના ઉદયમાં પણ રાગ નથી, પરંતુ અજ્ઞાની રાગવશ કર્મોમાં લિપ્ત થઈ જાય છે. જ્ઞાની સચિત્ત-અચિત્ત-મિશ્રાદિ પદાર્થોને ભોગતોથકો અજ્ઞાનીનથી થતો, પરંતુ એ જ્ઞાનસ્વભાવને છોડીને અજ્ઞાનરૂપ પરિણમિત થાય છે ત્યારે અજ્ઞાનને પ્રાપ્ત થાય છે. જ્ઞાનીને બધી જ વ્રત-તપાદિ ક્રિયાઓ ઇચ્છારહિત છે, એટલે એ એના ફળને પ્રાપ્ત નથી કરતો; જ્યારે અજ્ઞાની સમસ્ત ક્રિયાઓ વિષયસુખની ઇચ્છાથી કરે છે, એટલે એ એના ફળને પ્રાપ્ત થાય છે, રાગાદિ પરિણામ ઉત્પન્ન કરવાવાળા આગામી ભોગોની ઉપલબ્ધિ તેને થાય છે. આ પછીની ગાથાઓમાં જ્ઞાની (સમ્યગ્દષ્ટિ)ના આઠ ગુણો - (૧) નિઃશંકિત (૨) નિઃકાંક્ષિત (૩) નિર્વિચિકિત્સા (૪) અમૂઢદષ્ટિ (૫) ઉપગૂહન (૬) સ્થિતિકરણ (૭) વાત્સલ્ય (૮) પ્રભાવનાનું વર્ણન કરે છે. આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે આ અધિકારમાં સર્વત્ર જ જ્ઞાનગુણની મહિમા બતાવવામાં આવી છે અને ઇચ્છારહિત જ્ઞાનીને નિર્જરા થાય છે. આ બધી વાતો ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે. ૭. બંધ અધિકાર : રાગ-દ્વેષ-મોહ જ બંધના કારણ છે, એ વાતને સિદ્ધ કરતાં આચાર્યદવ કહે છે કે મિથ્યાદષ્ટિ જીવરાગાદિથી યુક્ત છે એટલે અનેક પ્રકારની ક્રિયાઓ કરતો થકો તે બંધને પ્રાપ્ત થાય છે, પરંતુ રાગાદિ રહિત સમ્યગ્દષ્ટિ જીવ આ જ ક્રિયાઓ કરતો થકો કર્મબંધનને પ્રાપ્ત નથી થતો; એટલે કર્મબંધનનું મૂળ કારણરાગાદિજ છે. મિથ્યાદષ્ટિ જીવ માને છે કે હું પરને મારું છું, જીવાડું છું, દુઃખી-સુખી કરું છું, અને બીજા પણ મને મારે છે, જીવાડે છે, દુઃખી-સુખી કરે છે; પરંતુ આ બધી માન્યતાઓ નિરર્થક હોવાથી મિથ્યા છે કારણ કે બધા જીવ આયુકર્મના ક્ષય હોવાથી મરે છે, આયુકર્મના ઉદયથી જીવે છે અને આ પ્રમાણે કર્મના ઉદયથી જ સુખી-દુઃખી થાય છે. જો આપણે બીજાનું આયુકર્મ લઈ શકીએ અથવા બીજા આપણું આયુકર્મ લઈ શકે તો આપણે પરને અને પર આપણને મારી શકે, એ જ પ્રમાણે આપણે બીજાને આયુકર્મ દઈ શકીએ અને બીજા આપણને આયુકર્મ આપી શકે તો આપણે બીજાને અને બીજા આપણને જીવાડી શકે છે. આ પ્રમાણે સુખ-દુઃખની બાબતમાં પણ છે. હવે જ્યારે આપણે આયુકર્મ નથી આપી શકતા નથી લઈ શકતા, તો આપણી માન્યતા મિથ્યા છે. એટલે, મેં માર્યું, મેં જીવાડ્યું એવું માત્ર અજ્ઞાની જ માને છે, જ્ઞાની તો વસ્તુસ્વરૂપને સાચું સમજતો થકો એ માને છે કે વસ્તુતઃ જીવ કર્મના ઉદયથી મરે છે, જીવે છે, સુખી-દુઃખી થાય છે, હું ન તો કોઇને મારી શકું છું, ન જીવાડી શકું છું, ન સુખી-દુઃખી કરી શકું છું અને ન બીજા મારામાં કાંઈ પણ કરી શકે છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૫ અજ્ઞાની જીવની હું પરને દુઃખી-સુખી કરી શકું છું. આ જ માન્યતા બંધનું કારણ છે. આ જ અધ્યવસાનોથી પાપ-પુણ્યના બંધ થાય છે, કોઇ પણ બીજા પ્રકારની ક્રિયાથી નહિ. એટલે જો અધ્યવસાન છે તો જીવને મારો કે ન મારો બંધ નિશ્ચિત થાય છે. આ પ્રમાણે હિંસાની જેમ જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહમાં પણ જો અધ્યવસાન છે, તો એમાં પાપનો બંધ થાય છે અને અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહમાં જ અધ્યવસાન છે, તો પુણ્યબંધનું કારણ છે. હવે જો ઉપર જણાવ્યા મુજબ અધ્યવસાન વસ્તુના અવલંબનથી થાય છે, તો વરતુથી બંધનથી થતો, અધ્યવસાનથી બંધ થાય છે. જ્યારે અધ્યવસાનના નિમિત્તથી મોક્ષમાર્ગમાં સ્થિત જીવ કર્મથી છૂટે છે તો પછી હું બાંધું છું, હું છોડું છું” એ આપણી માન્યતા સહજ જ મિથ્યા સિદ્ધ થાય છે. અધ્યવસાન ભાવથી જ આ જીવ તિર્યંચ, નારક, દેવ, મનુષ્ય બધી પર્યાયો અનેક પ્રકારના પુણ્યપાપને, ધર્મ-અધર્મને, જીવ-અજીવ, લોક-અલોક આ બધા રૂપને પોતાને કરે છે. આ પ્રમાણે જીવ બંધને પ્રાપ્ત થાય છે. જેમાં અધ્યવસાન નથી એ મુનિ અશુભ-શુભકર્મમાં લપાતો નથી. બુદ્ધિ, વ્યવસાય, મતિ, વિજ્ઞાન,ચિત્ત, પરિણામ અને અધ્યવસાન આબધાએકાર્યવાચી શબ્દો છે. મોક્ષની શ્રદ્ધા ન કરવાવાળા અજ્ઞાની અભવ્યની ભોગના નિમિત્તથી કરવામાં આવેલી અનેક પ્રકારની વ્રત, સમિતિ, ગુપ્તિ, શીલ, પરૂપ ક્રિયાઓ અને અનેક શાસ્ત્રોના જ્ઞાન બધા જ કર્મબંધનમાં નિમિત્ત છે, કર્મક્ષયમાં નહિ. એટલે ઉક્ત ક્રિયાઓ કરતો થકો પણ તે અજ્ઞાની છે. નિશ્ચયનયને આશ્રિત મુનિ નિર્વાણને પ્રાપ્ત કરે છે. નિશ્ચયનયથી આત્મા જ જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, સંવર છે, યોગ છે અને પ્રત્યાખ્યાન છે અને વ્યવહારનયથી આચારાંગાદિ શાસ્ત્ર વાંચવા જ્ઞાન છે, જીવાદિ તત્ત્વોને શ્રદ્ધાન છે અને છ કાય જીવોની રક્ષા કરવી એ ચારિત્ર છે. જો આત્મા પરિણમન સ્વભાવવાળો છે, તો શુભ સ્વભાવત્વને કારણે પોતાની મેળે રાગાદિરૂપ નથી પરિણમતો. આત્મા પરદ્રવ્યના નિમિત્ત હોવાને લીધે શુદ્ધભાવથી અત થતો રાગાદિરૂપ પરિણમિત થાય છે. અજ્ઞાની કર્મોદયથી થવાવાળા ભાવોને પોતાના સમજીને રાગ-દ્વેષ અને કષાયરૂપ પરિણમે છે, એટલે એનો કર્તા થયા કરતા વારંવાર આગામી કર્મોને બાંધે છે અને જ્ઞાની રાગ-દ્વેષ અને કષાય કર્મોદયથી થવાવાળા ભાવોને સ્વયં નથી કરતો અને તે રૂપ પરિણમે છે. એટલે એ એ ભાવોનો કર્તાનથી થતો, તેના ફળસ્વરૂપે તેને બંધ નથી થતો. અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન બે બે પ્રકારના છે. દ્રવ્ય સંબંધી અપ્રતિક્રમણ, ભાવ સંબંધી અપ્રતિક્રમણ. દ્રવ્ય સંબંધી અપ્રત્યાખ્યાન અને ભાવ સંબંધી અપ્રત્યાખ્યાન. જ્યાં સુધી આત્મા આ દ્રવ્ય અને ભાવનો અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન કરે છે, ત્યાં સુધી તે તેનો કર્તા થાય છે તથા જ્યારે જીવ દ્રવ્ય અને ભાવનો અપ્રતિક્રમણ-અપ્રત્યાખ્યાન નથી કરતો, ત્યારે એ કર્મનો અકર્તા થાય છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ અધકર્મ (જે પાપકર્મથી આહાર ઉત્પન્ન થાય છે) અને ઉદ્દેશિક (જો આહાર ગ્રહણ કરવાવાળાના ઉદેશ્યથી બનાવવામાં આવ્યું હોય) નિત્ય અચેતન અને પુદ્ગલકર્મના દોષ છે, એટલે હું (જ્ઞાની) એનો કર્તા નથી આ પ્રમાણે આચાર્યે આ અધિકારના અંતમાં પરદ્રવ્ય અને આત્માનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવીને નિમિત્તનો આશ્રય છોડાવીને સ્વભાવભૂત આત્માનો આશ્રય કરવાની પ્રેરણા આપી છે. ૮. મોક્ષ અધિકાર: અનાદિ કાળથી આ જીવ કર્મબંધનથી બંધાયેલો છે. આ બંધન પ્રકૃત્તિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગને જાણવાથી અથવા તો કર્મનો વિચારમાત્ર કરવાથી નથી છૂટતો, પરંતુ જ્યારે બંધનબદ્ધ પુરુષ બંધોનો સ્વભાવ અને આત્માના સ્વભાવને જાણીને બંધો પ્રત્યે વિરક્ત થઈને રાગાદિને દૂર કરીને બંધોનો છેદ કરે છે, ત્યારે કર્મોથી મુક્ત થઈને મોક્ષને પ્રાપ્ત કરે છે. જીવ અને બંધના સ્વભાવને જાણીને જીવ નિશ્ચિત કરે છે કે બંધ છેદવા યોગ્ય છે અને શુદ્ધાત્મા ગ્રહણ કરવા યોગ્ય છે. શુદ્ધાત્માનું ગ્રહણ પ્રજ્ઞા દ્વારા થાય છે. પ્રજ્ઞા દ્વારા આત્મા નિશ્ચિત કરે છે કે હું એક છું, ચેતન છું, જ્ઞાતા-દષ્ટા છું, અન્ય બીજા ભાવ મારાથી ભિન્ન છે. આ પ્રમાણે જ્ઞાની સમસ્ત પરભાવોને પર જાણતો થકો, પરવ્યને પોતાના માનવારૂપ અપરાધથી રહિત થઈને પોતાને એકમાત્ર શુદ્ધ જાણતો થકો, હું નહિ બંધાઇશ” એ પ્રમાણે બંધન પ્રતિ નિઃશંક થઈને ફરે છે અને જે શુદ્ધાત્મા છે તે હું જ છું એવું જાણતો થકો આરાધનાથી યુક્ત રહે છે. સંસિદ્ધિ, રાધ, સિદ્ધ, સાધિત, આરાધિત - આ બધા નિરપરાધ દશાના સૂચક પર્યાયવાચી શબ્દ છે, એટલે જે આત્મા અપધત રાધ અર્થાત્ નિરપરાધ દશાથી રહિત છે એ આત્મા અપરાધ' છે. અપરાધી આત્મા નિઃશંક નથી હોતો, પરંતુ નિરપરાધ જ નિઃશંક હોય છે. પ્રતિક્રમણ, પ્રતિસરણ, પરિહાર, ધારણા, નિવૃત્તિ, નિંદા, ગહ અને શુદ્ધિ એ આઠ પ્રકારના વિષકુંભ છે, કારણ કે એમાં કર્તુત્વની બુદ્ધિ સંભવિત છે અને અપ્રતિક્રમણ, અપ્રતિશરણ, અપરિહાર, અધારણા, અનિવૃત્તિ, અનિંદા, અગહ અને અશુદ્ધિ એ અમૃતકુંભ છે. કારણ કે એમાં કર્તુત્વનો નિષેધ છે, એટલે બંધ નથી થતો. નિશ્ચયની મુખ્યતાથી આ કથન છે, વ્યવહારનયની પ્રધાનતાથી આનાથી વિરુદ્ધ સમજવું. ૯. સર્વવિશુદ્ધ અધિકાર : નવ તત્ત્વોનો ભૂતાઈનયની મુખ્યતાથી વ્યાખ્યાન કરવા ઉપરાંત હવે આ અધિકારમાં મુક્તિમાર્ગના આધારભૂત સર્વવિશુદ્ધ જ્ઞાનનું વર્ણન કરવામાં આવ્યું છે. આત્મા પરદ્રવ્યના કર્તુત્વથી રહિત છે - એના સમર્થનમાં કહેવામાં આવ્યું છે કે પ્રત્યેક દ્રવ્ય પોતાના Page #47 -------------------------------------------------------------------------- ________________ 39 ગુણ-પર્યાયોથી અનન્ય હોય છે. એટલે જીવ અને અજીવના જે પરિણામ થાય છે, એ પરિણામ જીવ અને અજીવથી અનન્ય છે. આ કારણથી જ આત્મા પોતાના ગુણ-પર્યાયોનો કર્તા છે, કર્મોનો કર્તા નથી. કર્મનો કર્તા પુદ્ગલદ્રવ્ય છે, કારણ કે જ્ઞાનાવરણીયાદિરૂપ પરિણમન પુગલદ્રવ્યમાં જ થાય છે. આ પ્રકારે રાગાદિનો કર્તા આત્મા જ છે, પરદ્રવ્ય નહિ; કારણ કે રાગાદિરૂપ પરિણમન આત્મા જ કરે છે. બધા દ્રવ્યોના પરિણામ ભિન્ન ભિન્ન છે. એટલે બધા દ્રવ્ય પોતપોતાના પરિણામોના કર્તા છે એટલે એ પરિણામ એ દ્રવ્યોના જ કર્મ છે. નિશ્ચયથી કોઈ દ્રવ્યનો કોઈ પણ દ્રવ્ય સાથે કર્તા-કર્મ સંબંધ નથી. એટલે જીવ-અજીવ પણ પોતાના પરિણામોના જ કર્તા છે એટલે એ પરિણામ એમના કર્મ છે. આ પ્રમાણે નિશ્ચયથી આત્માના એ કર્મોની પ્રકૃત્તિઓના કર્તા-કર્મ ભાવનો અભાવ છે, તથાપિ અજ્ઞાની અજ્ઞાનના કારણે પોતાને પરનો કર્તા માને છે. એટલે બંધને પ્રાપ્ત થતા કર્મોને કરતો અને કર્મફળને ભોગવે છે, જ્યારે જ્ઞાની ભેદજ્ઞાનના બળથી એને માત્ર જાણે છે, કરતો અથવા ભોગવતો નથી. એટલે વૈરાગ્યને પ્રાપ્ત જ્ઞાનીને અકારક અને અવેદક કહેવામાં આવે છે. આત્માના કર્તુત્વના સ્પષ્ટરૂપથી ખંડન કરતા આચાર્ય કહે છે કે આત્માને કર્તા માનવાવાળા મુનિ થઈને પણ લૌકિકજનની સમાન જ છે, કારણ કે લોક ઈશ્વરને કર્તા માને છે અને એ મુનિઓએ આત્માને કર્તા માન્યો છે. એટલે બન્ને માન્યતા એક સરખી છે. આ પ્રમાણે કર્તુત્વની માન્યતાથી મુક્ત લૌકિક જન અને મુનિ બેઉની મુક્તિ સંભવ નથી. - મિથ્યાત્વ ભાવનો કર્તા નિશ્ચયથી કોણ છે? એનો વિચાર કરતા આચાર્ય કહે છે (૧) જો મિથ્યાત્વ નામની પુગલદ્રવ્યમય મોહકર્મની પ્રકૃત્તિ જ આત્માને મિથ્યાદષ્ટિ બનાવે છે તો અચેતન પ્રકૃત્તિ મિથ્યાત્વભાવની કર્તા થઈ ગઈ, એટલે મિથ્યાત્વ ભાવ અચેતન થયો. (૨) અથવા એમ માનવામાં આવે જીવ જ પુદ્ગલદ્રવ્યના મિથ્યાત્વને કરે છે તો પછી પુદ્ગલદ્રવ્ય જ મિદષ્ટિ સિદ્ધ થશે, જીવનહિ. (૩) જો એમ માનવામાં આવે કે જીવ અને પ્રકૃત્તિ બન્ને જ પુગલદ્રવ્યને મિથ્યાત્વરૂપ કરે છે તો એના ફળને પણ બન્નેને ભોગવવું પડશે. (૪) અથવા જો એમ માનવામાં આવે કે પુદ્ગલ દ્રવ્યને મિથ્યાત્વભાવરૂપ ન તો પ્રકૃત્તિ જ કરે છે ન જીવ, તો પુદ્ગલદ્રવ્ય સ્વભાવથી જ મિથ્યાત્વરૂપ સિદ્ધ થશે, પરંતુ એવું તો થતું નથી. એટલે સિદ્ધ છે કે જીવમાં મિથ્યાત્વ ભાવનો કર્તા જીવ જ છે અને તેના જ નિમિત્તથી પુદ્ગલ પરમાણુ પિંડમાં મિથ્યાત્વ કર્મરૂપ બનવાની શક્તિ આવી જાય છે. - હવે પછીની ગાથાઓમાં કર્મ જ કર્મનો કર્તા છે, આત્મા તો અકારક છે એનું વિવેચન કરતાં આચાર્ય કહે છે કે જો જીવ કર્મો દ્વારા જ જ્ઞાની-અજ્ઞાની કરવામાં આવે છે, સુવડાવવામાં-જગાડવામાં આવે છે, દુઃખી-સુખી થાય છે, મિથ્યાત્વી-અસંયમી થાય છે, ઊર્ધ્વ, અધો, મધ્યલોકમાં ભ્રમણ કરે છે અને કાંઈ પણ શુભાશુભ જે થઇ રહ્યું છે, એ બધું કર્મો દ્વારા જ થઇ રહ્યું છે, કર્મો જ હર્તા-કર્તા છે તો જીવ અકારક સિદ્ધ થાય છે. એ જ પ્રમાણે પુરુષવેદ સ્ત્રીનો અભિલાષી છે, સ્ત્રીવેદ પુરુષનો અભિલાષી છે તો તમારા મનમાં કોઈ પણ અબ્રહ્મચારી ન હોવો જોઈએ કારણ કે કર્મો જ કર્મોને ઇચ્છે છે - એવું શાસ્ત્રમાં Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૮ કહેવામાં આવ્યું છે. આ પ્રમાણે બીજાને મારવો, પર દ્વારા માર્યા જવું, પરઘાતક નામની પ્રકૃત્તિના કારણે થાય છે, એટલે જીવ ઉપઘાતક નથી, કારણ કે કર્મોએ જ કર્મોને માર્યા છે. આ પ્રમાણે જે શ્રમણ સાંખ્યમતની સમાન માને છે તો એના મતમાં જીવ અકારક સિદ્ધ થાય છે, ફળસ્વરૂપ જીવને કર્મોનો અભાવ સિદ્ધ થાય છે, કર્મોનો અભાવ થવાથી સંસારનો અભાવ થાય છે, જો કે તે પ્રત્યક્ષ વિરુદ્ધ છે. માટે ઉક્ત માનતા સાચી નથી. આત્માને આત્મદ્રવ્યનો કર્તા માનવો પણ યુક્તિસંગત નથી કારણ કે આત્મામાં શું કરવું? આત્મા તો નિત્ય અસંખ્યાતપ્રદેશી દ્રવ્ય છે, એમાં કાંઈ પણ ઓછું-વધારે નથી થઈ શકતું, એટલે એમાં કંઈ કરવાની કલ્પના કરવી મિથ્યા છે અથવા એમ કહેવામાં આવે છે કે જ્ઞાયકભાવ તો પોતાના જ્ઞાનસ્વભાવમાં સ્થિત રહે છે તો એનાથી પણ એ સિદ્ધ થાય છે કે આત્મા સ્વયં પોતાના આત્માને નથી કરતો. નિષ્કર્ષ કહી શકાય કે આત્માને કર્મનો સર્વથા અકર્તા અને કર્મને કર્મનો સર્વથા કર્તા માનવો ઉચિત નથી કારણ કે અજ્ઞાનદશામાં પોતાના અજ્ઞાન ભાવરૂપ કર્મનો કર્તા આત્મા છે. હવ ક્ષણિકવાદનો નિષેધ કરતાં આચાર્ય કહે છે કે જે ભોક્તા છે તે જ કર્તા છે અથવા બીજો જ કર્તા છે અથવા જે કર્યા છે તે જ ભોક્તા છે અથવા બીજો જ ભોક્તા છે. અથવા જે કર્યા છે તે ભોક્તા નથી અથવા બીજો કર્તા છે, બીજો ભોક્તા છે. આ પ્રમાણે એકાંત માન્યતા સાચી નથી કારણ કે જીવ કેટલી પણ પર્યાયોથી નષ્ટ થાય છે અને કેટલીય પર્યાયોથી નષ્ટ નથી થતો. એટલે ઉક્ત બધામાં સાદ્વાદ ઘટાડવામાં આવશે. ‘પર્યાય દૃષ્ટિથી એક પર્યાય કરે છે, બીજી પર્યાય ભોગવે છે કારણ કે પર્યાય ક્ષણિક છે અને દ્રવ્યદષ્ટિથી જે કરે છે તે જ ભોગવે છે કારણ કે દ્રવ્ય નિત્ય છે.' વ્યવહારનયથી જીવ પુદ્ગલ કર્મોને કરે છે, પુદ્ગલ કર્મોના ફળ ભોગવે છે, મન-વચન-કાયારૂપ કરણોને ગ્રહણ કરે છે અને એના દ્વારા કાર્ય કરે છે, પણ કોઈ સાથે તન્મય નથી થતો. નિશ્ચયનયથી જીવ પોતાના પરિણામરૂપ કર્મને કરે છે અને પરિણામરૂપ કર્મના ફળ ભોગવે છે. આ પરિણામોથી જીવ અનન્ય છે. આ પ્રમાણે સ્પષ્ટ છે કે વ્યવહારથી તો કર્તા-કર્મનો ભેદ છે, પરંતુ નિશ્ચયથી જે કર્યા છે તે જ કર્મ છે. નિશ્ચયનયથી પરદ્રવ્યોનું અને આત્માનું શેય-જ્ઞાયક, દશ્ય-દર્શક, ત્યાજ્ય-ત્યાજક આદિ સંબંધ નથી. જે પ્રમાણે નિશ્ચયથી સેટિકા(ખડી - કલઈ) પર(દિવાલ)ની નથી, સેટિકા તો સેટિકા જ છે, એ પ્રમાણે જ્ઞાયક પદ્રવ્યનો નથી, જ્ઞાયક તો જ્ઞાયક જ છે, દર્શક પરદ્રવ્યનો નથી, દર્શક તો દર્શક જ છે તથા જે પ્રમાણે વ્યવહારનયથી સેટિકા પોતપોતાના સ્વભાવથી પરદ્રવ્યોને સફેદ કરે છે, એ જ પ્રમાણે જ્ઞાતા પણ પદ્રવ્યને પોતાના સ્વભાવથી જાણે છે, જીવ પણ પોતાના સ્વભાવથી પરદ્રવ્યને દેખે છે, જ્ઞાતા પણ પોતાના સ્વભાવથી પરદ્રવ્યને છોડે છે અને સમ્યગ્દષ્ટિ પણ પોતાના સ્વભાવથી પરદ્રવ્યનું શ્રદ્ધાન કરે છે. રસંક્ષેપથી કહી શકાય કે શુદ્ધનયથી આત્મા ચેતનામાત્ર છે, જોવું ને જાણવું, શ્રદ્ધાન કરવું, નિવૃત્ત Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૯ થવું એ એના પરિણામ છે. નિશ્ચયનયથી આત્માને પરદ્રવ્યનો જ્ઞાયક, દર્શક, શ્રદ્ધાન કરવાવાળો કહેવામાં નથી આવતો કારણ કે નિશ્ચયનયથી પરદ્રવ્યનો આત્માની સાથે કોઈ સંબંધ નથી પણ વ્યવહારથી ઉપરના બધા જ કથન કરવામાં આવે છે કારણ કે પરદ્રવ્ય અને આત્માને નિમિત્ત-નૈમિત્તિક ભાવ છે. આત્માના અજ્ઞાનમય પરિણામરૂપ રાગ-દ્વેષ-મોહ હોવાથી આત્માના દર્શન-જ્ઞાન-ચારિત્રગુણોનો ઘાત થાય છે, પરંતુ ગુણોના ઘાત હોવા છતાં પણ અચેતન પુદ્ગલદ્રવ્યનો ઘાત નથી થતો અને પુદ્ગલદ્રવ્યના ઘાત થવાથી દર્શન-જ્ઞાન-ચારિત્રાદિનો ઘાત નથી થતો. આ પ્રમાણે જીવનો કોઇ પણ ગુણ પુદ્ગલદ્રવ્યમાં નથી, એવું જાણતો થકો સમ્યગ્દષ્ટિને અચેતન વિષયોમાં રાગાદિ નથી હોતા. રાગ-દ્વેષ-મોહ પુદ્ગલદ્રવ્યમાં નથી, એ જીવના જ અસ્તિત્વમાં અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે, જ્યારે અજ્ઞાનનો અભાવ થઈ જાય છે અર્થાત્ આત્મા સમ્યગ્દષ્ટિ થાય છે ત્યારે રાગ-દ્વેષાદિ ઉત્પન્ન નથી થતાં. આ પ્રમાણે રાગ-દ્વેષ-મોહન તો પુદ્ગલમાં છે, ન તો સમ્યગ્દષ્ટિના છે. શુદ્ધ દ્રવ્યદષ્ટિથી જોતાં તે છે જ નહિ અને પર્યાયદષ્ટિથી જોતાં એ જીવની અજ્ઞાન અવસ્થામાં છે. પદ્રવ્ય જીવને રાગાદિ ઉત્પન્ન નથી કરાવી શકતા, કારણ કે એક દ્રવ્યથી બીજા દ્રવ્યના ગુણોની ઉત્પત્તિ નથી કરી શકાતી. સર્વ દ્રવ્ય પોતાના સ્વભાવથી જ ઉત્પન્ન થાય છે, એટલે આત્માના રાગાદિ પરિણામ આત્માના જ અશુદ્ધ પરિણામ છે, અન્ય દ્રવ્ય તો એમાં નિમિત્ત માત્ર જ છે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ પુગલદ્રવ્યના ગુણ છે. એ સ્વયં આત્માને નથી કહેતા કે “તું” અમને જાણ અને આત્મા પણ પોતાના સ્થાનથી ચુત થઈને એમને ગ્રહણ કરવાને માટે એમની તરફ નથી જતો. જેવી રીતે શબ્દાદિ સમીપ ન હોય ત્યારે પણ આત્મા પોતાના સ્વરૂપથી જ જાણે છે. આ પ્રમાણે પોતાના સ્વરૂપમાં જ જાણવાવાળા આત્માને પોતપોતાના સ્વભાવથી જ પરિણમિત થતા શબ્દાદિક જરા પણ વિકાર નથી કરતા, આ વસ્તુસ્વભાવ છે, તેથી જીવ શબ્દને સાંભળીને, રૂપને જોઈને, ગંધને સૂંઘીને, રસનો આસ્વાદ લઈને, સ્પર્શને અડીને, ગુણ-દ્રવ્યોને જાણીને એમને સારાનરસા માને છે - આ જ અજ્ઞાન છે. ભૂતકાળના દોષોનો ત્યાગ પ્રતિક્રમણ છે, ભવિષ્યમાં કર્મ બંધાય એવા દોષોનો ત્યાગ પ્રત્યાખ્યાન છે, વર્તમાનના દોષોનો પરિહાર આલોચના છે. આ ત્રણેમાં પ્રવર્તતો આત્મા ચારિત્ર છે. નિશ્ચયથી જે આત્મા પોતાને ત્રિકાળ કર્મોથી ભિન્ન જાણે છે, શ્રદ્ધા કરે છે, અનુભવ કરે છે એ આત્મા સ્વયં જ પ્રતિક્રમણ છે, પ્રત્યાખ્યાન છે, આલોચના છે. આ પ્રમાણે પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન-આલોચના સ્વરૂપ આત્માનો નિરંતર અનુભવ જ નિશ્ચય ચારિત્ર છે. નિશ્ચય ચારિત્ર જ જ્ઞાન ચેતના (જ્ઞાનનો અનુભવ) છે. અજ્ઞાન ચેતના બે પ્રકારની છે, કર્મ ચેતના અને કર્મફળ ચેતના. જ્યારે જીવ કર્મ અને કર્મફળને નિજરૂપ કરતો થકો, ‘કર્મફળને મેં કર્યું ઇત્યાદિ પ્રકાર કે કર્તુત્વની માન્યતાથી સુખી-દુઃખી થાય છે, ત્યારે તે દુઃખના હેતુભૂત આઠ પ્રકારના કર્મોથી બંધાય છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૦ જ્ઞાનને સ્પષ્ટ રીતે અન્ય વસ્તુઓથી ભિન્ન બતાવતા આચાર્ય કહે છે કે શાસ્ત્ર, શબ્દ, રૂપ, રસ, ગંધ, વણ, સ્પર્શ, કર્મ, ધર્મ, અધર્મ, કાળ, આકાશ અને અધ્યવસાન આદિ કોઈને પણ જ્ઞાન નથી કારણ કે એ અચેતન છે. જ્ઞાન ઉક્ત બધાથી ભિન્ન છે અને ચૈતન્યમય જીવથી અભિન્ન છે, અનન્ય છે. જ્ઞાન અને જ્ઞાનીમાં કોઈ ભેદ નથી. જ્ઞાની જીવ જ્ઞાનને જ સમ્યગ્દર્શન, સંયમ, અંગપૂર્વગતસૂત્ર, ધર્મઅધર્મ (પુણ્ય-પાપ) અને દીક્ષા માને છે. જ્ઞાનસ્વરૂપ આત્મા અમૂર્તિક અને અનાહારક છે. આહાર તો કર્મ-નોકર્મરૂપ પુદ્ગલમય મૂર્તિક છે. એટલે નિશ્ચયથી આત્માને પુદ્ગલમય આહાર નથી. આત્મા પ્રાયોગિક (પરનિમિત્તથી ઉત્પન્ન) અને વૈરાસિક (સ્વાભાવિક) ગુણના કારણે પરદ્રવ્યનો ગ્રહણ-ત્યાગ ક્યારેય પણ નથી કરી શકતો, એ તો પોતાના જ પરિણામનો ગ્રહણ-ત્યાગ કરે છે. આ પ્રમાણે જ્ઞાનને સમસ્ત પરદ્રવ્યોથી ભિન્ન અને પોતાની પર્યાયોથી અભિન્ન બતાવીને પછી આચાર્ય વાસ્તવિક મોક્ષમાર્ગને બતાવતા કહે છે કે દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી, કારણ કે લિંગ દેહમય છે. - દેહ પુદ્ગલદ્રવ્યમય છે. એટલે આત્માને માટે દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી પરંતુ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આત્મપરિણામ જ નિશ્ચયથી મોક્ષમાર્ગ છે. આચાર્ય હવે પ્રેરણા આપતા કહે છે કે મુનિ કે ગૃહસ્થનું દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી પરંતુ દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે. એટલે સાગારો અને આણગારો દ્વારા ગૃહીત દ્રવ્યલિંગને છોડીને તું આત્માને દર્શન-જ્ઞાન-ચારિત્રમાં લગાવી દે, આ જ મોક્ષમાર્ગ છે. ઉક્ત મોક્ષમાર્ગનો જધ્યાન કરવો જોઈએ, એમાં જ આત્માને લગાવવો જોઈએ, એનો જ અનુભવ કરવો જોઈએ. જે બહુ જ પ્રકારથી મુનિલિંગ અથવા ગૃહસ્થલિંગમાં મમત્વ કરે છે, એ સમયસાર(શુદ્ધાત્મા)ને નથી જાણતા, એટલે એમને મુક્તિ પ્રાપ્ત નથી થતી. જે કે વ્યવહારનય દ્રવ્યલિંગ અને ભાવલિંગને મોક્ષમાર્ગ કહે છે, તો પણ નિશ્ચયનય બધા લિંગોનો નિષેધ કરે છે. ગ્રંથના અંતમાં આચાર્ય કહે છે કે જે આત્મા આ સમયપાહુડને વાંચીને અર્થ અને તત્વને (ભાવ) સારી રીતે જાણીને સમતારૂપી અર્થમાં સ્થિત થશે, તે ઉત્તમ સૌખ્યસુખને પ્રાપ્ત થશે. Page #51 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ શ્રી સમયસાર श्री परमात्मने नमः। શ્રીમદ્ ભગવત્યુકુંદાચાર્યદેવ પ્રણીત સમયસાર ગાથા પૂર્વરંગ वंदित्तु सव्वसिद्धे धुवमचलमणोवमं गदिं पत्ते। वोच्छामि समयपाहुडमिणमो सुदकेवलीभणिदं॥१॥ ધ્રુવ, અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને વંદી કહું શ્રુતકેવળીભાષિત આ સમયપ્રાકૃત અહો! ૧. અર્થ આચાર્ય કહે છે: હું ધ્રુવ, અચળ અને અનુપમ એ ત્રણ વિશેષણોથી યુક્ત ગતિને પ્રાપ્ત થયેલ એવા સર્વ સિદ્ધોને નમસ્કાર કરી, અહો ! શ્રુતકેવળીઓએ કહેલા આ સમયસાર નામના પ્રાભૂતને કહીશ. जीवो चरित्तदंसणणाणठिदो तं हि ससमयं जाण। पोग्गलकम्मपदेसट्ठिदं च तं जाण परसमयं ॥२॥ જીવ ચરિત-દર્શન-જ્ઞાનેસ્થિત સ્વસમય નિશ્ચય જાણવો; સ્થિત કર્મપુદ્ગલના પ્રદેશ પરસમય જીવ જાણવો. ૨. અર્થ હે ભવ્ય! જે જીવ દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત થઈ રહ્યો છે તેને નિશ્ચયથી સ્વસમય જાણ; અને જે જીવ પુદ્ગલકર્મના પ્રદેશોમાં સ્થિત થયેલ છે તેને પરસમય જાણ. एयत्तणिच्छयगदो समओ सव्वत्थ सुंदरो लोगे। बंधकहा एयत्ते तेण विसंवादिणी होदि॥३॥ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૨ એકત્વનિશ્ચય-ગત સમય સર્વત્ર સુંદર લોકમાં; તેથી બને વિખવાદિની બંધનકથા એકત્વમાં. ૩. અર્થ ઃ એકત્વનિશ્ચયને પ્રાપ્ત જે સમય છે તે લોકમાં બધેય સુંદર છે તેથી એકત્વમાં બીજાના સાથે બંધની કથા વિસંવાદ-વિરોધ કરનારી છે. सुदपरिचिदाणुभूदा सव्वस्स वि कामभोगबंधकहा । एयत्तस्सुवलंभो णवरि ण सुलहो विहत्तस्स ॥ ४ ॥ શ્રુત-પરિચિત-અનુભૂત સર્વને કામભોગબંધનની કથા; પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભ ના. ૪. અર્થ : સર્વ લોકન કામભોગસંબંધી બંધની કથા તો સાંભળવામાં આવી ગઈ છે, પરિચયમાં આવી ગઈ છે અને અનુભવમાં પણ આવી ગઈ છે તેથી સુલભ છે; પણ ભિન્ન આત્માનું એકપણું હોવું કદી સાંભળ્યું નથી, પરિચયમ આવ્યું નથી અને અનુભવમાં આવ્યું નથી તેથી એક તે સુલભ નથી. तं यत्तविहत्तं दाहं अप्पणो सविहवेण । जदि दाएज्ज पमाणं चुक्केज्ज छलं ण घेत्तव्वं ॥ ५ ॥ દર્શાવું એક વિભક્ત એ, આત્મા તણા નિજ વિભવથી; દર્શાવું તો કરજો પ્રમાણ, ન દોષ ગ્રહ સ્ખલના દિ. ૫. અર્થ : તે એકત્વવિભક્ત આત્માને હું આત્માના નિજ વૈભવ વડે દેખાડું છું; જો હું દેખાડું તો પ્રમાણ (સ્વીકાર) કરવું અને જો કોઈ ઠેકાણે ચૂકી જાઉં તો છળ ન ગ્રહણ કરવું. ण वि होदि अप्पमत्तो ण पमत्तो जाणगो दु जो भावो । एवं भांति सुद्धं णादो जो सो दु सो चेव ॥ ६॥ નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે, એ રીત ‘શુદ્ધ’ કથાય, ને જે જ્ઞાત તે તો તે જ છે. ૬. ΟΥ અર્થ :જે જ્ઞાયક ભાવ છે તે અપ્રમત્ત પણ નથી અને પ્રમત્ત પણ નથી, -એ રીતે એને શુદ્ધ કહે છે; વળી જે જ્ઞાયકપણે જણાયો તે તો તે જ છે, બીજો કોઇ નથી. ववहारेणुवदिस्सदि णाणिस्स चरित्त दंसणं णाणं । णविणाणं ण चरित्तं ण दंसणं जाणगो सुद्धो ॥ ७॥ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ચારિત્ર, દર્શન, જ્ઞાન પણ વ્યવહાર-કથને જ્ઞાનીને; ચારિત્ર નહિ, દર્શન નહીં, નહિ જ્ઞાન, જ્ઞાયક શુદ્ધ છે. ૭. અર્થ જ્ઞાનીને ચારિત્ર, દર્શન, જ્ઞાન - એ ત્રણ ભાવ વ્યવહારથી કહેવામાં આવે છે; નિશ્ચયર્થ જ્ઞાન પણ નથી, ચારિત્ર પણ નથી અને દર્શન પણ નથી; જ્ઞાની તો એક શુદ્ધ જ્ઞાયક જ છે. जह ण वि सकमणज्जो अणज्जभासं विणा दु गाहेहूँ। तह ववहारेण विणा परमत्थुवदेसणमसकं ॥८॥ ભાષા અનાર્ય વિના ન સમજાવી શકાય અનાર્યને, વ્યવહાર વિણ પરમાર્થનો ઉપદેશ એમ અશક્ય છે. ૮. અર્થ : જેમ અનાર્ય (પ્લેચ્છ)જનને અનાર્યભાષા વિના કાંઇ પણ વસ્તુનું સ્વરૂપ ગ્રહણ કરાવવા કોઈ સમર્થ નથી તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ કરવા કોઈ સમર્થ નથી. जो हि सुदेणहिगच्छदि अप्पाणमिणं तु केवलं सुद्धं । तं सुदकेवलिमिसिणो भणंति लोयप्पदीवयरा॥९॥ जो सुदणाणं सव्वं जाणदि सुदकेवलिं तमाहु जिणा। णाणं अप्पा सव्वं जम्हा सुदकेवली तम्हा॥१०॥ जुम्मं ॥ શ્રતથી ખરે જે શુદ્ધ કેવળ જાણતો આ આત્મને, લોકપ્રદીપકરા ઋષિ શ્રુતકેવળી તેને કહે. ૯. શ્રુતજ્ઞાન સૌ જાણે, જિનો શ્રુતકેવળી તેને કહે: સૌ જ્ઞાન આત્મા હોઈને શ્રુતકેવળી તેથી ઠરે. ૧૦. અર્થ જે જીવ નિશ્ચયથી શ્રુતજ્ઞાન વડે આ અનુભવગોચર કેવળ એક શુદ્ધ આત્માને સન્મુખ થઈ જાણે છે તેને લોકને પ્રગટ જાણનારા ઋષીશ્વરો શ્રુતકેવળી કહે છે; જે જીવ સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તેને જિનદેવો શ્રુતકેવળી કહે છે, કારણ કે જ્ઞાન બધું આત્મા જ છે તેથી (તે જીવી શ્રુતકેવળી છે. ववहारोऽभूदत्यो भूदत्यो देसिदो दु सुद्धणओ। भूदत्थमस्सिदो खलु सम्मादिट्ठी हवदि जीवो ॥११॥ વ્યવહારનય અભૂતાર્થ દર્શિત, શુદ્ધન્ય ભૂતાર્થ છે; ભૂતાર્થને આશ્રિત જીવ સુદષ્ટિ નિશ્ચય હોય છે. ૧૧. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૪ અર્થ વ્યવહારનય અભૂતાર્થ છે અને શુદ્ધનય ભૂતાર્થ છે એમ ઋષીશ્વરોએ દર્શાવ્યું છે; જે જીવ ભૂતાઈનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે. सुद्धो सुद्धादेसो णादव्वो परमभावदरिसीहिं। ववहारदेसिदा पुण जे दु अपरमे द्विदा भावे ॥१२॥ દેખે પરમ જે ભાવ તેને શુદ્ધનય જ્ઞાતવ્ય છે; અપરમ ભાવે સ્થિતને વ્યવહારનો ઉપદેશ છે. ૧૨. અર્થ : જે શુદ્ધનય સુધી પહોંચી શ્રદ્ધાવાન થયા તથા પૂર્ણજ્ઞાન-ચારિત્રવાન થઈગયા તેમને તો શુદ્ધ (આત્મા)નો ઉપદેશ (આજ્ઞા) કરનાર શુદ્ધનય જાણવા યોગ્ય છે; વળી જે જીવો અપરમભાવે - અર્થાત્ શ્રદ્ધા તથા જ્ઞાન-ચારિત્રના પૂર્ણ ભાવને નથી પહોંચી શક્યા, સાધક અવસ્થામાં જ - સ્થિત છે તેઓ વ્યવહાર દ્વારા ઉપદેશ કરવા યોગ્ય છે. भूदत्थेणाभिगदा जीवाजीवा य पुण्णपावं च। आसवसंवरणिज्जरबंधो मोक्खो य सम्मत्तं ॥१३॥ ભૂતાઈથી જાણેલ જીવ, અજીવ, વળી પુણ્ય, પાપ ને આસરવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ તે સમ્યકત્વ છે. ૧૩. અર્થ ભૂતાર્થનયથી જાણેલ જીવ, અજીવ વળી પુણ્ય, પાપ તથા આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ - એ નવ તત્ત્વ સમ્યકત્વ છે. जो पस्सदि अप्पाणं अबद्धपुढे अणण्णयं णियदं। अविसेसमसंजुत्तं तं सुद्धणयं वियाणीहि ॥१४॥ અબદ્ધસ્પષ્ટ, અનન્ય ને જે નિયત દેખે આત્મને, અવિશેષ, અણસંયુક્ત, તેને શુદ્ધનય તું જાણજે. ૧૪. અર્થ જે નય આત્માને બંધ રહિત ને પરના સ્પર્શ રહિત, અન્યપણા રહિત, ચળાચળતા રહિત, વિશેષ રહિત, અન્યના સંયોગ રહિત - એવા પાંચ ભાવરૂપ દેખે છે તેને, હે શિષ્ય! તું શુદ્ધન, જાણ. जो पस्सदि अप्पाणं अबद्धपुढे अणण्णमविसेसं। अपदेससंतमज्झं पस्सदि जिणसासणं सव्वं ॥१५॥ અબદ્ધપૂટ, અનન્ય, જે અવિશેષ દેખે આત્મને, તે દ્રવ્ય તેમ જ ભાવ જિનશાસન સકલ દેખે ખરે. ૧૫. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૫ અર્થ જે પુરુષ આત્માને અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, અવિશેષ (તથા ઉપલક્ષણથી નિયત અને અસંયુક્ત) દેખે છે તે સર્વ જિનશાસનને દેખે છે, કે જે જિનશાસન બાહ્ય દ્રવ્યશ્રત તેમ જ અત્યંતર જ્ઞાનરૂપ ભાવકૃતવાળું दसणणाणचरित्ताणि सेविदव्वाणि साहुणा णिच्चं। ताणि पुण जाण तिण्णि वि अप्पाणं चेव णिच्छयदो॥१६॥ દર્શન, વળી નિત જ્ઞાન ને ચારિત્ર સાધુ સેવવાં, પણ એ ત્રણે આત્મા જ કેવળ જાણ નિશ્ચયદષ્ટિમાં. ૧૬. અર્થ સાધુ પુરુષે દર્શન, જ્ઞાન અને ચારિત્ર સદા સેવવા યોગ્ય છે; વળી તે ત્રણેને નિશ્ચયનયથી એક આત્મા જ જાણો. जह णाम को वि पुरिसो रायाणं जाणिऊण सद्दहदि। तो तं अणुचरदि पुणो अत्थत्थीओ पयत्तेण॥१७॥ एवं हि जीवराया णादव्यो तह य सद्दहेदव्यो। अणुचरिदव्वो य पुणो सो चेव दु मोक्खकामेण ॥१८॥ જ્યમ પુરુષ કોઈ નૃપતિને જાણે, પછી શ્રદ્ધા કરે, પછી યત્નથી ધન-અર્થી એ અનુચરણ નૃપતિનું કરે; ૧૭. જીવરાજ એમ જ જાણવો, વળી શ્રદ્ધવો પણ એ રીતે, એનું જ કરવું અનુચરણ પછી યત્નથી મોક્ષાર્થીએ. ૧૮. અર્થ જેમ કોઈ ધનનો અર્થી પુરુષ રાજાને જાણીને શ્રદ્ધા કરે છે, ત્યાર બાદ તેનું પ્રયત્નપૂર્વક અનુચરણ કરે છે અર્થાત્ તેની સુંદર રીતે સેવા કરે છે, એવી જ રીતે મોક્ષની ઈચ્છાવાળાએ જીવરૂપી રાજાને જાણવો, પછી એ રીતે જ તેનું શ્રદ્ધાન કરવું અને ત્યાર બાદ તેનું જ અનુચરણ કરવું અર્થાત્ અનુભવ વડે તન્મય થઈ कम्मे णोकम्मम्हि य अहमिदि अहकं च कम्म णोकम्मं । जा एसा खलु बुद्धी अप्पडिबुद्धो हवदि ताव ॥ १९ ॥ નોકર્મ - કર્મ હું', હું માં વળી ‘કર્મ ને નોકર્મ છે', -એ બુદ્ધિ જ્યાં લગી જીવની, અજ્ઞાની ત્યાં લગી તે રહે. ૧૯. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૬ અર્થ : જ્યાં સુધી આ આત્માને જ્ઞાનાવરણાદિદ્રવ્યકર્મ, ભાવકર્મ અને શરીર આદિનોકર્મમાં ‘આ હું છું’ અને હું માં(-આત્મામાં) ‘આ કર્મ-નોકર્મ છે’ -એવી બુદ્ધિ છે, ત્યાં સુધી આ આત્મા અપ્રતિબુદ્ધ છે. अहमेदं एदमहं अदमेदस्स म्हि अत्थि मम एदं । अण्णं जं परदव्वं सच्चित्ताचित्तमिस्सं वा ॥ २० ॥ आसि मम पुव्वमेदं एदस्स अहं पि आसि पुव्वं हि । होहिदि पुणो ममेदं एदस्स अहं पि होस्सामि ।। २१ ॥ एयं तु असब्भूदं आदवियप्पं करेदि संमूढो । भूदत्थं जाणंतो ण करेदि दु तं असंमूढो ।। २२ ॥ હું આ અને આ હું, હું છું આનો અને છે મારું આ, જે અન્ય કો પરદ્રવ્ય મિશ્ર, સચિત્ત અગર અચિત્ત વા; હતું મારું આ પૂર્વે, હું પણ આનો હતો ગતકાળમાં, વળી આ થશે મારું અને આનો હું થઈશ ભવિષ્યમાં; અયથાર્થ આત્મવિકલ્પ આવો, જીવ સંમૂઢ આચરે; ભૂતાર્થને જાણેલ જ્ઞાની એ વિકલ્પ નહીં કરે. અર્થ : જે પુરુષ પોતાથી અન્ય જે પરદ્રવ્ય-સચિત્ત સ્ત્રીપુત્રાદિક, અચિત્ત ધનધાન્યાદિક અથવા મિશ્ર ગ્રામનગરાદિક - તેને એમ સમજે કે હું આ છું, આ દ્રવ્ય મુજ-સ્વરૂપ છે, હું આનો છું, આ મારું છે, આ મારું પૂર્વે હતું, આનો હું પણ પૂર્વે હતો, આ મારું ભવિષ્યમાં થશે, હું પણ આનો ભવિષ્યમાં થઈશ, - આવો જૂઠ્ઠો આત્મવિકલ્પ કરે છે તે મૂઢ છે, મોહી છે, અજ્ઞાની છે; અને જે પુરુષ પરમાર્થ વસ્તુસ્વરૂપને જાણતો થકો એવો જૂઠો વિકલ્પ નથી કરતો તે મૂઢ નથી, જ્ઞાની છે. ૨૨. अण्णाणमोहिदमदी मज्झमिणं भणदि पोग्गलं दव्वं । बद्धमबद्धं च तहा जीवो बहुभावसंजुत्तो ॥ २३ ॥ सव्वण्हुणाणदिट्ठो जीवो उवओगलक्खणो णिच्चं । कह सो पोग्गलदव्वीभूदो जं भणसि मज्झमिणं ॥ २४ ॥ जदि सो पोग्गलदव्वीभूदो जीवत्तमागदं इदरं । तो सक्को वत्तुं जे मज्झमिणं पोग्गलं दव्वं ॥ २५ ॥ ૨૦ ૨૧. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૭ અજ્ઞાનથી મોહિતમતિ બહુભાવસંયુત જીવ જે, ‘આ બદ્ધ તેમ અબદ્ધ પુદ્ગલદ્રવ્ય મારું’” તે કહે. ૨૩. સર્વજ્ઞજ્ઞાન વિષે સદા ઉપયોગલક્ષણ જીવ જે, તે કેમ પુદ્ગલ થઈ શકે કે ‘મારું આ’ તું કહે અરે ! ૨૪. જો જીવ પુદ્ગલ થાય, પામે પુદ્ગલો જીવત્વને, તું તો જ એમ કહી શકે ‘આ મારું પુદ્ગલદ્રવ્ય છે’. ૨૫. અર્થ ઃ જેની મતિ અજ્ઞાનથી મોહિત છે અને જે મોહ, રાગ, દ્વેષ આદિ ઘણા ભાવોથી સહિત છે એવો જીવ એમ કહે છે કે આ શરીરાદિ બદ્ધ તેમ જ ધનધાન્યાદિ અબદ્ધ પુદ્ગલદ્રવ્ય મારું છે. આચાર્ય કહે છે ઃ સર્વજ્ઞના જ્ઞાન વડે દેખવામાં આવેલો જે સદા ઉપયોગલક્ષણવાળો જીવ છે તે પુદ્ગલદ્રવ્યરૂપ કેમ થઈ શકે કે હું કહે છે કે આ પુદ્ગલદ્રવ્ય મારું છે ? જો જીવદ્રવ્ય પુદ્ગલદ્રવ્યરૂપ થઈ જાય અને પુદ્ગલદ્રવ્ય જવપણાને પામે તો તું કહી શકે કે આ પુદ્ગલદ્રવ્ય મારું છે. (પણ એવું તો થતું નથી.) जदि जीवो ण सरीरं तित्थयरायरियसंथुदी चेव । सव्वा वि हवदि मिच्छा तेण दु आदा हवदि देहो ॥ २६ ॥ જો જીવ હોય ન દેહ તો આચાર્ય-તીર્થંકર તણી, સ્તુતિ સૌ ઠરે મિથ્યા જ, તેથી એકતા જીવ-દેહની ! ૨૬. : અર્થ : અપ્રતિબુદ્ધ કહે છે કે ઃ જો જીવ છે તે શરીર નથી તો તીર્થંકર અને આચાર્યોની સ્તુતિ કરી છે તે બધી યે મિથ્યા (જૂઠી) થાય છે; તેથી અમે સમજીએ છીએ કે આત્મા તે દેહ જ છે. ववहारणओ भासदि जीवो देहो य हवदि खलु एक्को । ण दु णिच्छयस्स जीवो देहो य कदा वि एक्कट्ठो ॥ २७ ॥ જીવ-દેહ બન્ને એક છે - વ્યવહારનયનું વચન આ; પણ નિશ્ચયે તો જીવ-દેહ કદાપિ એક પદાર્થ ના. ૨૭. અર્થ : વ્યવહારનય તો એમ કહે છે કે જીવ અને દેહ એક જ છે; પણ નિશ્ચયનયનું કહેવું છે કે જીવ અને દેહ કદી પણ એક પદાર્થ નથી. इणमण्णं जीवादो देहं पोग्गलमयं थुणित्तु मुणी । मदि हु संधुदो दिदो मए केवली भयवं ॥ २८ ॥ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૮ જીવથી જુદા પુદ્ગલમયી આ દેહને સ્તવીને મુનિ માને પ્રભુ કેવળી તણું વંદન થયું, સ્તવના થઈ. ૨૮. અર્થ : જીવથી ભિન્ન આ પુદ્ગલમય દેહની સ્તુતિ કરીને સાધુ એમ માને છે કે મેં કેવળી ભગવાનની સ્તુતિ કરી, વંદના કરી. तं णिच्छयेण जुज्जदि ण सरीरगुणा हि होंति केवलिणो 1 केवलिगुणे थुणदि जो सो तच्चं केवलिं थुणदि ॥ २९ ॥ પણ નિશ્ચયે નથી યોગ્ય એ, નહિ દેહગુણ કેવળી તણા; જે કેવળીગુણને સ્તવે પરમાર્થ કેવળી તે સ્તવે. ૨૯. અર્થ : તે સ્તવન નિશ્ચયમાં યોગ્ય નથી કારણ કે શરીરના ગુણો કેવળીના નથી; જે કેવળીના ગુણોની સ્તુતિ કરે છે તે પરમાર્થથી કેવળીની સ્તુતિ કરે છે. यरम्मि वण्णिदे जह ण वि रण्णो वण्णणा कदा होदि । देहगुणे धुव्वंते ण केवलिगुणा थुदा होंति ॥ ३० ॥ વર્ણન કર્યો નગરી તણું નહિ થાય વર્ણન ભૂપનું, કીધે શરીરગુણની સ્તુતિ નહિ સ્તવન કેવળીગુણનું. ૩૦. અર્થ : જેમ નગરનું વર્ણન કરતાં છતાં રાજાનું વર્ણન કરાતું (થતું) નથી, તેમ દેહના ગુણનું સ્તવન કરતાં કેવળીના ગુણોનું સ્તવન થતું નથી. इंदिये जित्ता णाणसहावाधियं मुणदि आदं । तं खलु जिदिंदियं ते भांति जे णिच्छिदा साहू ॥ ३१ ॥ જીતી ઇંદ્રિયો જ્ઞાનસ્વભાવે અધિક જાણે આત્મને, નિશ્ચય વિષે સ્થિત સાધુઓ ભાખે જિતેન્દ્રિય તેહને. ૩૧. અર્થ : જે ઇન્દ્રિયોને જીતીને જ્ઞાનસ્વભાવ વડે અન્ય દ્રવ્યથી અધિક આત્માને જાણે છે તેને, જે નિશ્ચયનયમાં સ્થિત સાધુઓ છે તેઓ, ખરેખર જિતેન્દ્રિય કહે છે. जो मोहं तु जिणित्ता णाणसहावाधियं मुणदि आदं । तं जिदमोहं साहुं परमट्ठवियाणया बेंति ॥ ३२॥ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૯ જીતી મોહ જ્ઞાનસ્વભાવથી જે અધિક જાણે આત્મને, પરમાર્થના વિજ્ઞાયકો તે સાધુ જિતમોહી કહે. ૩૨ અર્થ ઃજે મુનિ મોહને જીતીને પોતાના આત્માને જ્ઞાનસ્વભાવ વડે અન્ય દ્રવ્યભાવોથી અધિક જાણે છે તે મુનિને પરમાર્થના જાણનારાઓ જિતમોહ કહે છે. जिदमोहस्स दु जइया खीणो मोहो हवेज्ज साहुस्स । 1 तइया हु खीणमोहो भण्णदि सो णिच्छयविदूहिं ॥ ३३॥ જિતમોહ સાધુ તણો વળી ક્ષય મોહ જ્યારે થાય છે, નિશ્ચયવિદો થકી તેહને ક્ષીણમોહ નામ કથાય છે. ૩૩. અર્થ : જેણે મોહને જીત્યો છે એવા સાધુને જ્યારે મોહ ક્ષીણ થઈ સત્તામાંથી નાશ થાય ત્યારે નિશ્ચયના જાણનારા નિશ્ચયથી તે સાધુને ‘ક્ષીણમોહ’ એવા નામથી કહે છે. सव्वे भावे जम्हा पच्चक्खाई परे त्तिणादूणं । तम्हा पच्चक्खाणं णाणं णियमा मुणेदव्वं ॥ ३४ ॥ સૌ ભાવને પર જાણીને પચખાણ ભાવોનું કરે, તેથી નિયમથી જાણવું કે જ્ઞાન પ્રત્યાખ્યાન છે. ૩૪. અર્થ : જેથી ‘પોતાના સિવાય સર્વ પદાર્થો પર છે’ એમ જાણીને પ્રત્યાખ્યાન કરે છે - ત્યાગે છે, તેથી, પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે એમ નિયમથી જાણવું. પોતના જ્ઞાનમાં ત્યાગરૂપ અવસ્થા તે જ પ્રત્યાખ્યાન છે, બીજુ કાંઇ નથી. जह णाम को वि पुरिसो परदव्वमिणं ति जाणिदुं चयदि । तह सव्वे परभावे णाऊण विमुंचदे णाणी ॥ ३५ ॥ આ પારકું એમ જાણીને પરંદ્રવ્યને કો નર તજે, ત્યમ પારકા સૌ જાણીને પરભાવ જ્ઞાની પરિત્યજે. ૩૫. અર્થ : જેમ લોકમાં કોઇ પુરુષ પરવસ્તુને ‘આ પરવસ્તુ છે’ એમ જાણે ત્યારે એવું જાણીને પરવસ્તુને ત્યાગે છે, તેવી રીતે જ્ઞાની સર્વ પરદ્રવ્યોના ભાવોને ‘આ પરભાવ છે’ એમ જાણીને તેમને છોડે છે. मम को विमोहो बुज्झदि उवओग एव अहमेक्को । तं मोहणिम्ममत्तं समयस्स वियाणया बेंति ॥ ३६ ॥ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૦ નથી મોહ તે મારો કંઈ, ઉપયોગ કેવળ એક હું, -એ જ્ઞાનને, જ્ઞાયક સમયના મોહનિર્મમતા કહે. ૩૬. અર્થ એમ જાણે કે “મોહ મારો કાંઈ પણ સંબંધી નથી, એક ઉપયોગ છે તે જ હું છું' - એવું જે જાણવું તેને સિદ્ધાંતના અથવા સ્વ-પરના સ્વરૂપના જાણનારા મોહથી નિર્મમત્વ કહે છે. णत्थि मम धम्मआदी बुज्झदि उवओग एव अहमेक्को। तं धम्मणिम्ममत्तं समयस्स वियाणया बेंति ॥ ३७॥ ધર્માદિ તે મારાં નથી, ઉપયોગ કેવળ એક હું, -એ જ્ઞાનને, જ્ઞાયક સમયના ધર્મનિર્મમતા કહે. ૩૭. અર્થ એમ જાણે કે “આ ધર્મ આદિ દ્રવ્યો મારાં કાંઈ પણ લાગતા વળગતાં નથી, એક ઉપયોગ છે તે જ હું છું -એવું જે જાણવું તેને સિદ્ધાંતના અથવા સ્વપરના સ્વરૂપરૂપ સમયના જાણનારા ધર્મદ્રવ્ય પ્રત્યે નિર્મમત્વ કહે છે. अहमेको खलु सुद्धो दंसणणाणमइओ सदारूवी। ण वि अस्थि मज्झ किंचि वि अण्णं परमाणुमेत्तं पि॥ ३८॥ હું એક, શુદ્ધ, સદા અરૂપી, જ્ઞાનદર્શનમય ખરે; કંઈ અને તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે! ૩૮. અર્થ દર્શનશાનચારિત્રરૂપ પરિણમેલો આત્મા એમ જાણે છે કે નિશ્ચયથી હું એક છું, શુદ્ધ છું, દર્શનજ્ઞાનમય છું, સદા અરૂપી છું; કાંઈ પણ અન્ય પદ્રવ્ય પરમાણુમાત્ર પણ મારું નથી એ નિશ્ચય છે. Y Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ૧. જીવ-અજીવ અધિકાર अप्पाणमयाणंता मूढा दु परप्पवादिणो केई। जीवं अज्झवसाणं कम्मं च तहा परूवेंति ॥ ३९ ॥ अवरे अज्झवसाणेसु तिब्वमंदाणुभागगं जीवं। मण्णंति तहा अवरे णोकम्मं चावि जीवो त्ति॥४०॥ कम्मस्सुदयं जीवं अवरे कम्माणुभागमिच्छंति। तिव्वत्तणमंदत्तणगुणेहिं जो सो हवदि जीवो॥४१॥ जीवो कम्मं उहयं दोण्णि वि खलु केइ जीवमिच्छंति। अवरे संजोगेण दु कम्माणं जीवमिच्छति ॥४२॥ एवंविहा बहुविहा परमप्पाणं वदंति दुम्मेहा। ते ण परमट्टवादी णिच्छयवादीहिं णिहिट्ठा ॥४३॥ કો મૂઢ આત્મ તણા અજાણ, પરાત્મવાદી જીવ જે, છે કર્મ, અધ્યવસાન તે જીવ’, એમ એ નિરૂપણ કરે! ૩૯. વળી કોઈ અધ્યવસાનમાં અનુભાગ તીક્ષણ-મંદ જે, એને જ માને આત્મા, વળી અન્ય કો નોકર્મને! ૪૦. કો અન્ય માને આતમાં કર્મો તણા વળી ઉદયને, કો તીવ્રમંદ-ગુણો સહિત કર્મો તણા અનુભાગને! ૪૧. કો કર્મ ને જીવ ઉભયમિલને જીવની આશા ધરે, કર્મો તણા સંયોગથી અભિલાષ કો જીવની કરે ! ૪૨. દુર્બુદ્ધિઓ બહુવિધ આવા, આતમા પરને કહે, તે સર્વને પરમાર્થવાદી કહ્યા ન નિશ્ચયવાદીએ. ૪૩. અર્થ આત્માને નહિ જાણતા થકા પરને આત્મા કહેનારા કોઈ મૂઢ, મોહી, અજ્ઞાનીઓ તો અબવસાનને અને . કોઈ કર્મને જીવ કહે છે. બીજા કોઈ અધ્યવસાનોમાં તીવ્રમંદઅનુભાગગતને જીવ માને છે અને બીજા કોઈ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫ર નોકર્મને જીવ માને છે. અન્ય કોઈ કર્મના ઉદયને જીવ માને છે, કોઈ ‘જે તીવ્રમંદપણારૂપ ગુણોથી ભેદને પ્રાપ્ત થાય છે તે જીવ છે ' એમ કર્મના અનુભાગને જીવ ઇચ્છે છે (માને છે). કોઈ જીવ અને કર્મ બન્ને મળેલાંને જ જીવ માને છે અને અન્ય કોઈ કર્મના સંયોગથી જ જીવ માને છે. આ પ્રકારના તથા અન્ય પણ ઘણા પ્રકારના દુબુદ્ધિઓ-મિથ્યાદષ્ટિઓ પરને આત્મા કહે છે. તેમને નિશ્ચયવાદીઓએ (-સત્યાર્થવાદીઓએ) પરમાર્થવાદી ( સત્યાર્થ કહેનારા) કહ્યા નથી. एदे सव्वे भावा पोग्गलदव्वपरिणामणिप्पण्णा। केवलिजिणेहिं भणिया कह ते जीवो त्ति वुच्चंति॥४४॥ પુદ્ગલ તણા પરિણામથી નીપજેલ સર્વે ભાવ આ સહુકેવળીજિન ભાખિયા, તે જીવ કેમ કહો ભલા? ૪૪. અર્થ આ પૂર્વે કહેલાં અધ્યવસાન આદિ ભાવો છે તે બધાય પુદ્ગલદ્રવ્યના પરિણામથી નીપજ્યાં છે એમ કેવળી સર્વજ્ઞ જિનદેવોએ કહ્યું છે તેમને જીવ એમ કેમ કહી શકાય? अट्ठविहं पि य कम्मं सव्वं पोग्गलमयं जिणा बेंति। जस्स फलं तं वुच्चदि दुक्खं ति विपच्चमाणस्स॥ ४५ ॥ રે ! કર્મ અષ્ટ પ્રકારનું જિન સર્વ પુદ્ગલમય કહે, પરિપાક સમયે જેહનું ફળ દુઃખ નામ પ્રસિદ્ધ છે. ૪૫. અર્થ આઠ પ્રકારનું કર્મ છે તે સર્વ પુદ્ગલમય છે એમ જિનભગવાન સર્વશદેવો કહે છે - જે પકવ થઈ ઉદયમાં આવતાં કર્મનું ફળ પ્રસિદ્ધ દુઃખ છે એમ કહ્યું છે. ववहारस्स दरीसणमुवएसो वण्णिदो जिणवरेहिं। जीवा एदे सव्वे अज्झवसाणादओ भावा ॥४६॥ વ્યવહાર એ દર્શાવિયો જિનવર તણા ઉપદેશમાં, આ સર્વ અધ્યવસાન આદિ ભાવ જ્યાં જીવ વર્ણવ્યા. ૪૬. અર્થ આ સર્વ અધ્વસાનાદિ ભાવો છે તે જીવ છે એવો જિનવરોએ જે ઉપદેશ વર્ણવ્યો છે તે વ્યવહારનય દર્શાવ્યો છે. राया हु णिग्गदो त्ति य एसो बलसमुदयस्स आदेसो। ववहारेण दु वुच्चदि तत्थेको णिग्गदो राया॥४७॥ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૩ एमेव य ववहारो अज्झवसाणादिअण्णभावाणं। जीवो त्ति कदो सुत्ते तत्थेक्को णिच्छिदो जीवो॥ ४८ ।। ‘નિર્ગમન આ નૃપનું થયું -નિર્દેશ સૈન્યસમૂહને, વ્યવહારથી કહેવાય એ, પણ ભૂપ એમાં એક છે; ૪૭. ત્યમ સર્વ અધ્યવસાન આદિ અન્યભાવો જીવ છે, -સૂત્રે કર્યો વ્યવહાર, પણ ત્યાં જીવ નિશ્ચય એક છે. ૪૮. અર્થ : જેમ કોઈ રાજા સેના સહિત નીકળ્યો ત્યાં “આ રાજા નીકળ્યો' એમ આ જે સેનાના સમુદાયને કહેવામાં આવે છે તે વ્યવહારથી કહેવામાં આવે છે, તે સેનામાં (વાસ્તવિકપણે) રાજા તો એક જ નીકળ્યો છે; તેવી જ રીતે અધ્યવસાન આદિ અન્યભાવોને ‘(આ)જીવ છે” એમ પરમાગમમાં કહ્યું છે તે વ્યવહાર કર્યો છે, નિશ્ચયથી વિચારવામાં આવે તો તેમનામાં જીવ તો એક જ છે. अरसमरूवमगंधं अव्वत्तं चेदणागुणमसइं। जाण अलिंगग्गहणं जीवमणिद्दिठ्ठसंठाणं ॥ ४९ ॥ જીવ ચેતનાગુણ, શબ્દ-રસ-રૂપ-ગંધ-વ્યક્તિવિહીન છે, નિર્દિષ્ટ નહિ સંસ્થાન જીવનું, ગ્રહણ લિંગ થકી નહીં. ૯. અર્થ હે ભવ્ય ! તું જીવને રસરહિત, રૂપરહિત, ગંધરહિત, અવ્યક્ત અર્થાત્ ઇન્દ્રિયોને ગોચર નથી એવો, ચેતના જેનો ગુણ છે એવો, શબ્દરહિત, કોઇ ચિહ્નથી જેનું ગ્રહણ નથી એવો અને તેનો કોઈ આકાર કહેવાતો નથી એવો જાણ. जीवस्स णत्थि वण्णो ण वि गंधो ण वि रसोण वि य फासो। ण वि रूवं ण सरीरं ण वि संठाणं ण संहणणं ॥५०॥ जीवस्स णत्थि रागो ण वि दोसो णेव विज्जदे मोहो। णो पच्चया ण कम्मं णोकम्मं चावि से णत्थि॥५१॥ जीवस्स णत्थि वग्गो ण वग्गणा णेव फड्ढया केई। णो अज्झप्पट्ठाणा णेव य अणुभागठाणाणि ॥५२॥ जीवस्स पत्थि केई जोयट्ठाणा ण बंधठाणा वा। णेव य उदयट्ठाणा ण मग्गणट्ठाणया केई॥५३॥ Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૪ णो ठिदिबंधट्ठाणा जीवस्स ण संकिलेसठाणा वा। णेव विसोहिट्ठाणा णो संजमलद्धिठाणा वा॥५४॥ णेव य जीवट्ठाणा ण गुणट्ठाणा य अत्थि जीवस्स। जेण दु एदे सव्वे पोग्गलदव्वस्स परिणामा॥५५॥ નથી વર્ણ જીવને, ગંધનહિ, નહિસ્પર્શ, રસ જીવને નહીં, નહિ રૂપ કે ના શરીર, નહિ સંસ્થાન, સંહનને નહીં, ૫૦. નથી રાગ જીવને, દ્વેષ નહિ, વળી મોહ જીવને છે નહીં, નહિ પ્રત્યયો, નહિ કર્મ કે નોકર્મ પણ જીવને નહીં; ૫૧. નથી વર્ગ જીવને, વર્ગણા નહિ, સ્પર્ધકો કંઈ છે નહીં, અધ્યાત્મસ્થાન ન જીવને, અનુભાગસ્થાનો પણ નહીં; પર. જીવને નથી કંઈ યોગસ્થાનો, બંધસ્થાનો છે નહીં, નહિ ઉદયસ્થાનો જીવને, કો માર્ગણાસ્થાનો નહીં, ૫૩. સ્થિતિબંધસ્થાન ન જીવને, સંકલેશસ્થાનો પણ નહીં, સ્થાનો વિશુદ્ધિ તણાં ન, સંયમલબ્ધિના સ્થાનો નહીં; ૫૪. નથી જીવસ્થાનો જીવને, ગુણસ્થાન પણ જીવને નહીં, પરિણામ પુદ્ગલદ્રવ્યના આ સર્વ હોવાથી નક્કી. પ૫. અર્થ જીવને વર્ણ નથી, ગંધ પણ નથી, રસ પણ નથી અને સ્પર્શ પણ નથી, રૂપ પણ નથી, શરીર પણ નથી, સંસ્થાન પાગ નથી, સંવનન પણ નથી; જીવને રાગ પણ નથી, દ્વેષ પણ નથી, મોહ પણ વિદ્યમાન નથી, પ્રત્યયો (આસો) પણ નથી, કર્મ પણ નથી અને નોકર્મ પણ તેને નથી; જીવને વર્ગ નથી, વર્ગણા નથી, કોઈ સ્પર્ધકો પણ નથી, અધ્યાત્મસ્થાનો પણ નથી અને અનુભાગસ્થાનો પણ નથી; જીવને કોઇ યોગસ્થાનો પણ નથી અથવા બંધસ્થાનો પણ નથી, વળી ઉદયસ્થાનો પણ નથી, કોઈ માર્ગણાસ્થાનો પણ નથી; જીવને સ્થિતિબંધસ્થાનો પણ નથી અથવા સંકલેશસ્થાનો પણ નથી, વિશુદ્ધિસ્થાનો પણ નથી અથવા સંયમલબ્ધિસ્થાનો પણ નથી; વળી જીવને જીવસ્થાનો પણ નથી અથવા ગુણસ્થાનો પણ નથી; કારણ કે આ બધા પુદ્ગલદ્રવ્યના પરિણામ છે. ववहारेण दु एदे जीवस्स हवंति वण्णमादीया। गुणठाणंता भावा ण दु केई णिच्छयणयस्स ॥५६॥ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૫ વર્ણાદિ ગુણસ્થાનાંત ભાવો જીવના વ્યવહારથી, પણ કોઇ એ ભાવો નથી આત્મા તણા નિશ્ચય થકી. ૫૬. અર્થ ઃ આ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત ભાવો કહેવામાં આવ્યા તે વ્યવહારનયથી તો જીવના છે (માટે સૂત્રમાં કહ્યા છે), પરંતુ નિશ્ચયનયના મતમાં તેમનામાંના કોઇ પણ જીવના નથી. एदेहिं य संबंधो जहेव खीरोदयं मुणेदव्वो । ण य होंति तस्स ताणि दु उवओगगुणाधिगो जम्हा ।। ५७ ॥ આ ભાવ સહ સંબંધ જીવનો ક્ષીરનીરવત્ જાણવો; ઉપયોગગુણથી અધિક તેથી જીવના નહિ ભાવ કો. ૫૭. અર્થ ઃ આ વર્ણાદિક ભાવો સાથે જીવનો સંબંધ જળને અને દૂધને એકક્ષેત્રાવગાહરૂપ સંયોગસંબંધ છે તેવો જાણવો અને તેઓ તે જીવના નથી કારણ કે જીવ તેમનાથી ઉપયોગગુણે અધિક છે (-ઉપયોગગુણ વડે જુદો જણાય છે). पंथे मुस्तं पस्सिदू लोगा भणति ववहारी । मुस्सदि एसो पंथो ण य पंथो मुस्सदे कोई ॥ ५८ ॥ तह जीवे कम्माणं णोकम्माणं च पस्सिदुं वण्णं । जीवस्स एस वण्णो जिणेहिं ववहारदो उत्तो ॥ ५९ ॥ गंधरसफासरूवा देहो संठाणमाइया जे य । सव्वे ववहारस्स य णिच्छयदण्हू ववदिसंति ।। ६० । દેખી લૂંટાતું પંથમાં કો, ‘પંથ આ લૂંટાય છે’બોલે જનો વ્યવહારી, પણ નહિ પંથ કો લૂંટાય છે; ૫૮. ત્યમ વર્ણ દેખી જીવમાં કર્મો અને નોકર્મનો, ભાખે જિનો વ્યવહારથી ‘આ વર્ણ છે આ જીવનો’. ૫૯. એમ ગંધ, રસ, રૂપ, સ્પર્શ ને સંસ્થાન, દેહાદિક જે, નિશ્ચય તણા દૃષ્ટા બધું વ્યવહારથી તે વર્ણવે. ૬૮. અર્થ : જેમ માર્ગમાં ચાલનારને લૂંટાતો દેખીને ‘આ માર્ગ લૂંટાય છે’ એમ વ્યવહારી લોકો કહે છે; ત્યાં પરમાર્થથી વિચારવામાં આવે તો કોઇ માર્ગ તો નથી લૂંટાતો, માર્ગમાં ચાલનાર માણસ જ લૂંટાય છે; તેવી રીતે Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૬ જીવમાં કર્મોનો અને નોકર્મોનો વર્ણ દેખીને ‘જીવનો આ વર્ણ છે” એમ જિનદેવોએ વ્યવહારથી કહ્યું છે. એ પ્રમાણે ગંધ, રસ, સ્પર્શ, રૂપ, દેહ, સંસ્થાન આદિ જે સર્વ છે, તે સર્વ વ્યવહારથી નિશ્ચયના દેખનારા કહે છે. तत्थ भवे जीवाणं संसारत्थाण होंति वण्णादी। संसारपमुक्काणं णत्थि हु वण्णादओ केई ॥६१॥ સંસારી જીવને વર્ણ આદિ ભાવ છે સંસારમાં, સંસારથી પરિમુક્તને નહિ ભાવ કો વર્ણાદિના. ૬૧. અર્થ વર્ણાદિક છે તે સંસારમાં સ્થિત જીવોને તે સંસારમાં હોય છે અને સંસારથી મુક્ત થયેલા જીવોને નિશ્ચયથી વર્ણાદિક કોઇ પણ (ભાવો) નથી; (માટે તાદામ્યસંબંધ નથી). जीवो चेव हि एदे सब्वे भाव त्ति मण्णसे जदि हि। जीवस्साजीवस्स य णत्थि विसेसो दु दे कोई ॥६२॥ આ ભાવ સર્વે જીવ છે જો એમ હું માને કદી, તો જીવ તેમ અજીવમાં કંઈ ભેદ તુજ રહેતો નથી! ૬૨. અર્થ વર્ણાદિકની સાથે જીવનું તાદાભ્ય માનનારને કહે છે કે હે મિથ્યા અભિપ્રાયવાળા! જો તું એમ માને કે આ વર્ણાદિક સર્વ ભાવો જીવ જ છે, તો તારા મતમાં જીવ અને અજીવનો કાંઈ ભેદ રહેતો નથી. अह संसारत्थाणं जीवाणं तुज्झ होंति वण्णादी। तम्हा संसारत्था जीवा रूवित्तमावण्णा ॥६३॥ एवं पोग्गलदव्वं जीवो तहलक्खणेण मूढमदी। णिव्वाणमुवगदो वि य जीवत्तं पोग्गलो पत्तो॥६४॥ વર્ણાદિ છે સંસારી જીવના એમ જો તુજ મત બને, સંસારમાં સ્થિત સૌ જીવો પામ્યા તદા રૂપિવને; ૬૩. એ રીત પુદ્ગલ તે જ જીવ, હેમૂઢમતિ ! સમલક્ષણે, ને મોક્ષ પ્રાપ્ત થતાંય પુદ્ગલદ્રવ્ય પામ્યું જીવત્વને ! ૬૪. અર્થ અથવા જો તારો મત એમ હોય કે સંસારમાં સ્થિત જીવોને જ વર્ણાદિક (તાદાત્મસ્વરૂપે) છે, તો તે કારણે સંસારમાં સ્થિત જીવો રૂપીપણાને પામ્યા; એમ થતાં, તેવું લક્ષણ તો (અર્થાત્ રૂપીપણું લક્ષણ તો) Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૭ પુદ્ગલદ્રવ્યનું હોવાથી, હે મૂઢબુદ્ધિ! પુગલદ્રવ્ય તે જ જીવ કર્યું અને (માત્ર સંસારઅવસ્થામાં જ નહિ પણ) નિર્વાણ પામ્ય પણ પુદ્ગલ જ જીવપણાને પામ્યું ! एकं च दोण्णि तिण्णि य चत्तारि य पंच इंदिया जीवा। बादरपज्जत्तिदरा पयडीओ णामकम्मस्स ॥६५॥ एदाहि य णिव्वत्ता जीवट्ठाणा उ करणभूदाहिं । पयडीहिं पोग्गलमइहिं ताहिं कहं भण्णदे जीवो ॥६६॥ જીવ એક-દ્ધિ-ત્રિ-ચતુર્-પંચેન્દ્રિય, બાર, સૂક્ષ્મ ને પર્યાપ્ત આદિ નામકર્મ તણી પ્રકૃતિ છે ખરે. ૬૫. પ્રકૃતિ આ પુદ્ગલમયી થકી કરણરૂપ થતાં અરે, રચના થતી જીવસ્થાનની જે, જીવ કેમ કહાય તે? ૬૬. અર્થ એકેંદ્રિય, દીક્રિય, ત્રીદ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય, બાદર, સૂક્ષ્મ, પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવો - એ નામકર્મની પ્રકૃતિઓ છે; આ પ્રવૃતિઓ કે જેઓ પુગલમય તરીકે પ્રસિદ્ધ છે તેમના વડે કરણસ્વરૂપ થઈને રચાયેલાં જે જીવસ્થાનો (જીવસમાસ) છે તેઓ જીવ કેમ કહેવાય? पज्जत्तापज्जत्ता जे सुहुमा बादरा य जे चेव । देहस्स जीवसण्णा सुत्ते ववहारदो उत्ता॥६७॥ પર્યાપ્ત, અણપર્યાય, જે સૂક્ષમ અને બાદર બધી કહી જીવસંજ્ઞા દેહને તે સૂત્રમાં વ્યવહારથી. ૬૭. અર્થ : જે પર્યાપ્ત, અપર્યાપ્ત, સૂક્ષ્મ અને બાદર આદિ જેટલી દેહને જીવસંજ્ઞા કહી છે તે બધી સૂત્રમાં વ્યવહારથી કહી છે. मोहणकम्मस्सुदया दु वण्णिया जे इमे गुणट्ठाणा। ते कह हवंति जीवा जे णिचमचेदणा उत्ता॥६८॥ મોહનકરમના ઉદયથી ગુણસ્થાન જે આ વર્ણવ્યાં, તે જીવ કેમ બને, નિરંતર જે અચેતન ભાખિયાં? ૬૮. અર્થ જે આ ગુણસ્થાનો છે તે મોહકર્મના ઉદયથી થાય છે એમ (સર્વજ્ઞના આગમમાં) વર્ણવવામાં આવ્યું છે; તેઓ જીવ કેમ હોઈ શકે કે જેઓ સદા અચેતન કહેવામાં આવ્યા છે? Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ૨. કર્તા-કર્મ અધિકાર जाव ण वेदि विसेसंतरं तु आदासवाण दोण्हं पि। अण्णाणी ताव दु सो कोहादिसु वट्टदे जीवो ॥६९॥ कोहादिसु वटुंतस्स तस्स कम्मस्स संचओ होदि । जीवस्सेवं बंधो भणिदो खलु सव्वदरिसीहिं॥७०॥ આત્મા અને આસ્રવ તણો જ્યાં ભેદ જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. ૬૯. જીવ વર્તતાં ક્રોધાદિમાં સંચય કરમનો થાય છે, સહુ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. ૭૦. અર્થ જીવ જ્યા સુધી આત્મા અને આસ્રવ - એ બન્નેના તફાવત અને ભેદને જાણતો નથી ત્યાં સુધી અજ્ઞાની રહ્યો થકો ક્રોધાદિક આસ્રવોમાં પ્રવર્તે છે; ક્રોધાદિકમાં વર્તતા તેને કર્મનો સંચય થાય છે. ખરેખર આ રીતે જીવને કર્મોનો બંધ સર્વજ્ઞદેવોએ કહ્યો છે. जइया इमेण जीवेण अप्पणो आसवाण य तहेव। णादं होदि विसेसंतरं तु तइया ण बंधो से॥७१॥ આ જીવ જ્યારે આસવોનું તેમ નિજ આત્મા તણું, જાણે વિશેષાંતર, તદા બંધન નહીં તેને થતું. ૭૧. અર્થ : જ્યારે આ જીવ આત્માના અને આસવોના તફાવત અને ભેદને જાણે ત્યારે તેને બંધ થતો નથી. णादूण आसवाणं असुचित्तं च विवरीयभावं च। दुक्खस्स कारणं ति य तदो णियत्तिं कुणदि जीवो॥७२॥ અશુચિપણું, વિપરીતતા એ આસવોના જાણીને, વળી જાણીને દુખકારણો, એથી નિવર્તન જીવ કરે. ૭૨. અર્થ આફ્સવોનું અશુચિપણું અને વિપરીતપણું તથા તેઓ દુઃખના કારણ છે એમ જાણીને જીવ તેમનાથી નિવૃત્તિ કરે છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૯ अहमेक्को खलु सुद्धो णिम्ममओ णाणदंसणसमग्गो। तम्हि ठिदो तच्चित्तो सव्वे एदे खयं णेमि ॥७३॥ છું એક, શુદ્ધ, મમત્વહીન હું, જ્ઞાનદર્શનપૂર્ણ છું; એમાં રહી સ્થિત, લીન એમાં, શીધ્ર આ સૌ ક્ષય કરું. ૭૩ અર્થ જ્ઞાની વિચારે છે કે નિશ્ચયથી હું એક છું, શુદ્ધ છું, મમતારહિત છું, જ્ઞાનદર્શનથી પૂર્ણ છું, તે સ્વભાવમાં રહેતો, તેમાં (-તે ચૈતન્ય-અનુભવમાં) લીન થતો (હું) આ કોધાદિક સર્વ આસવોને ક્ષય પમાડું છું. जीवणिबद्धा एदे अधुव अणिच्चा तहा असरणा य। दुक्खा दुक्खफल त्ति य णादूण णिवत्तदे तेहिं ॥७४॥ આ સર્વ જીવનિબદ્ધ, અધુવ, શરણહીન, અનિત્ય છે, એ દુઃખ, દુખફળ જાણીને એનાથી જીવ પાછો વળે. ૭. અર્થ આ આસવો જીવની સાથે નિબદ્ધ છે, અધુવ છે, અનિત્ય છે તેમ જ અશરણ છે, વળી તેઓ દુઃખરૂપ છે, દુઃખ જ જેમનું ફળ છે એવા છે, એવું જાણીને જ્ઞાની તેમનાથી નિવૃત્તિ કરે છે. कम्मस्स य परिणामं णोकम्मस्स य तहेव परिणामं । ण करेइ एयमादा जो जाणदि सो हवदिणाणी॥७५ ॥ પરિણામ કર્મ તણું અને નોકર્મનું પરિણામ જે તે નવ કરે છે, માત્ર જાણે, તે જ આત્મા જ્ઞાની છે. ૭પ. અર્થ : જે આત્મા આ કર્મના પરિણામને તેમ જ નોકર્મના પરિણામને કરતો નથી પરંતુ જાણે છે તે જ્ઞાની છે. ण वि परिणमदि ण गिण्हदि उप्पज्जदि ण परदव्वपज्जाए। णाणी जाणंतो वि हु पोग्गलकम्मं अणेयविहं ॥ ७६ ॥ વિધવિધ પુદ્ગલકર્મને જ્ઞાની જરૂર જાણે ભલે, પદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૬ અર્થ જ્ઞાની અનેક પ્રકારના પુદ્ગલકર્મને જાણતો હોવા છતાં નિશ્ચયથી પરદ્રવ્યના પર્યાયમાં પરિણમતો નથી, તેને ગ્રહણ કરતો નથી અને તે-રૂપે ઊપજતો નથી. ण वि परिणमदि ण गिण्हदि उप्पज्जदि ण परदव्वपज्जाए। णाणी जाणतो वि हु सगपरिणाम अणेयविहं ॥७७ ॥ Page #70 -------------------------------------------------------------------------- ________________ વિધવિધ નિજ પરિણામને જ્ઞાની જરૂર જાણે ભલે, પરદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૭. અર્થ જ્ઞાની અનેક પ્રકારના પોતાના પરિણામને જાણતો હોવા છતાં નિશ્ચયથી પરદ્રવ્યના પર્યાયમાં પરિણમતો નથી, તે ગ્રહણ કરતો નથી અને તે રૂપે ઊપજતો નથી. ण वि परिणमदि ण गिण्हदि उप्पज्जदि ण परदव्वपज्जाए। णाणी जाणंतो वि हु पोग्गलकम्मप्फलमणंतं ॥७॥ પુદ્ગલકરમનું ફળ અનંતે જ્ઞાની જીવ જાણે ભલે, પદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૮. અર્થ જ્ઞાની પુદ્ગલકર્મનું ફળ કે જે અનંત છે તેને જાણતો હોવા છતાં પરમાર્થે પરદ્રવ્યના પર્યાયરૂપ પરિણમતો નથી, તેને ગ્રહણ કરતો નથી અને તે-રૂપે ઊપજતો નથી. ण वि परिणमदि ण गिण्हदि उप्पज्जदि ण परदव्वपज्जाए। पोग्गलदव्वं पि तहा परिणमदि सएहिं भावेहिं ॥७९॥ એ રીત પુદ્ગલદ્રવ્ય તે પણ નિજ ભાવે પરિણમે, પરદ્રવ્યપર્યાયે ન પ્રણામે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૯. અર્થ એવી રીતે પુગલદ્રવ્ય પણ પરદ્રવ્યના પર્યાયરૂપ પરિણમતું નથી, તેને ગ્રહણ કરતું નથી અને (તે-રૂપે) ઊપજતું નથી, કારણ કે તે પોતાના જ ભાવોથી (-ભાવરૂપ) પરિણમે છે. जीवपरिणामहे, कम्मत्तं पोग्गला परिणमंति। पोग्गलकम्मणिमित्तं तहेव जीवो वि परिणमदि॥ ८०॥ ण वि कुव्वदि कम्मगुणे जीवो कम्मं तहेव जीवगुणे। अण्णोण्णणिमित्तेण दु परिणाम जाण दोण्हं पि॥८१॥ एदेण कारणेण दु कत्ता आदा सएण भावेण । पोग्गलकम्मकदाणं ण दु कत्ता सव्वभावाणं ॥८२॥ જીવભાવહેતુ પામી પુદ્ગલ કર્મરૂપે પરિણમે; એવી રીતે પુદ્ગલકરમનિમિત્ત જીવ પણ પરિણમે. ૮૦. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૧ જીવ કર્મગુણ કરતો નથી, નહિ જીવગુણ કર્મો કરે; અન્યોન્યના નિમિત્તથી પરિણામ બેઉ તણા બને. ૮૧. એ કારણે આત્મા ઠરે કર્તા ખરે નિજ ભાવથી; પુદ્ગલકરમકૃત સર્વ ભાવોનો કદી કર્તા નથી. ૮૨. અર્થ : પુદ્ગલો જીવના પરિણામના નિમિત્તથી કર્મપણે પરિણમે છે, તેમ જ જીવ પણ પુદ્ગલકર્મના નિમિત્તથી પરિણમે છે. જીવ કર્મના ગુણોને કરતો નથી તેમ જ કર્મ જીવના ગુણોને કરતું નથી; પરંતુ પરસ્પર નિમિત્તથી બન્નેના પરિણામ જાણો. આ કારણે આત્મા પોતાના જ ભાવથી કર્તા (કહેવામાં આવે) છે પરંતુ પુદ્ગલકર્મથી કરવામાં આવેલા સર્વ ભાવોનો કર્તા નથી. णिच्छयणयस्स एवं आदा अप्पाणमेव हि करेदि । वेदयदि पुणो तं चैव जाण अत्ता दु अत्ताणं ॥ ८३ ॥ આત્મા કરે નિજને જ એ મંતવ્ય નિશ્ચયનય તણું, વળી ભોગવે નિજને જ આત્મા એમ નિશ્ચય જાણવું. ૮૩. અર્થ :નિશ્ચયનયનો એમ મત છે કે આત્મા પોતાને જ કરે છે અને વળી આત્મા પોતાને જ ભોગવે છે એમ હે શિષ્ય ! તું જાણ. ववहारस्स दु आदा पोग्गलकम्मं करेदि णेयविहं । तं चैव पुणो वेयइ पोग्गलकम्मं अणेयविहं ॥ ८४ ॥ આત્મા કરે વિધવિધ પુદ્ગલકર્મ-મત વ્યવહારનું, વળી તે જ પુદ્ગલકર્મ આત્મા ભોગવે વિધવિધનું. ૮૪. અર્થ : વ્યવહારનયનો એ મત છે કે આત્મા અનેક પ્રકારના પુદ્ગલકર્મને કરે છે અને વળી તે જ અનેક પ્રકારના પુદ્ગલકર્મને તે ભોગવે છે. जदि पोग्गलकम्ममिणं कुव्वदि तं चैव वेदयदि आदा । दोकिरियावदिरित्तो पसज्जदे सो जिणावमदं ॥ ८५ ॥ પુદ્ગલકરમ જીવ જો કરે, એને જ જો જીવ ભોગવે, જિનને અસંમત દ્વિક્રિયાથી અભિન્ન તે આત્મા ઠરે. ૮૫. અર્થ : જો આત્મા આ પુદ્ગલ કર્મને કરે અને તેને જ ભોગવે તો તે આત્મા બે ક્રિયાથી અભિન્ન કરે એવો પ્રસંગ આવે છે - જે જિનદેવને સંમત નથી. Page #72 -------------------------------------------------------------------------- ________________ जम्हा दु अत्तभावं पोग्गलभावं च दो वि कुव्वंति। तेण दु मिच्छादिट्ठी दोकिरियावादिणो हुंति ॥८६॥ જીવભાવ, પુગલભાવ-બન્ને ભાવને જેથી કરે, તેથી જ મિથ્યાદષ્ટિ એવા ક્રિક્રિયાવાદી ઠરે. ૮૬. ' અર્થ : જેથી આત્માના ભાવને અને પુલના ભાવને – બન્નેને આત્મા કરે છે એમ તેઓ માને છે તેથી એક દ્રવ્યને બે ક્રિયા હોવાનું માનનારા મિશ્રાદષ્ટિ છે. मिच्छत्तं पुण दुविहं जीवमजीवं तहेव अण्णाणं। अविरदि जोगो मोहो कोहादीया इमे भावा ॥ ८७॥ મિથ્યાત્વ જીવ અજીવ દ્વિવિધ, એમ વળી અજ્ઞાન ને અવિરમણ, યોગો, મોહ ને ક્રોધાદિ ઉભયપ્રકાર છે. ૮૭. અર્થ વળી, જે મથ્યાત્વ કહ્યું તે બે પ્રકારે છે - એક જીવમિથ્યાત્વ અને એક અજીવમિથ્યાત્વ; અને એવી જ રીતે અજ્ઞાન, અવિરતિ, યોગ, મોહ અને ક્રોધાદિ કષાયો - આ (સર્વ) ભાવો જીવ અને અજીવના ભેદથી બબ્બે પ્રકારે છે. पोग्गलकम्मं मिच्छं जोगो अविरदि अणाणमज्जीवं। उवओगो अण्णाणं अविरदि मिच्छं च जीवो दु॥८८॥ મિથ્યાત્વ ને અજ્ઞાન આદિ અજીવ, પુલકર્મ છે; અજ્ઞાન ને અવિરમણ વળી મિથ્યાત્વ જીવ, ઉપયોગ છે. ૮૮. અર્થ : જે મિથ્યાત્વ, યોગ, અવિરતિ અને અજ્ઞાન અજીવ છે તે તો પુદ્ગલકર્મ છે; અને જે અજ્ઞાન, અવિરતિ અને મિથ્યાત્વ જીવ છે તે તો ઉપયોગ છે. उवओगस्स अणाई परिणामा तिण्णि मोहजुत्तस्स। मिच्छत्तं अण्णाणं अविरदिभावो य णादव्वो॥८९॥ છે મોહયુત ઉપયોગના પરિણામ ત્રણ અનાદિના, -મિથ્યાત્વને અજ્ઞાન, અવિરતભાવ એ ત્રણ જાણવા. ૮૯. અર્થ અનાદિથી મોયુક્ત હોવાથી ઉપયોગના અનાદિથી માંડીને ત્રણ પરિણામ છે; તે મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિભાવ (એ ત્રણ) જાણવા. Page #73 -------------------------------------------------------------------------- ________________ एदेसु य उवओगो तिविहो सुद्धो णिरंजणो भावो। जं सो करेदि भावं उवओगो तस्स सो कत्ता॥९० ॥ એનાથી છે ઉપયોગ ત્રણવિધ, શુદ્ધ નિર્મળ ભાવ જે; જે ભાવ કંઈ પણ તે કરે, તે ભાવનો કર્તા બને. ૯૦. અર્થ અનાદિથી આ ત્રણ પ્રકારના પરિણામ વિકારો હોવાથી, આત્માનો ઉપયોગ - જો કે (શુદ્ધનયથી) તે શુદ્ધ, નિરંજન (એક) ભાવ છે તો પણ - ત્રણ પ્રકારનો થયો થકો તે ઉપયોગ જે વિકારી)ભાવને પોતે કરે છે તે ભાવનો તે કર્તા થાય છે. जं कुणदि भावमादा कत्ता सो होदि तस्स भावस्स। कम्मत्तं परिणमदे तम्हि सयं पोग्गलं दव्वं ॥ ९१ ॥ જે ભાવ જીવ કરે અરે ! જીવ તેહનો કર્તા બને; કર્તા થતાં, પુદ્ગલ સ્વયં ત્યાં કર્મરૂપે પરિણમે. ૯૧. અર્થ આત્મા જે ભાવને કરે છે તે ભાવનો તે કર્તા થાય છે; તે કર્તા થતાં પુદ્ગલદ્રવ્ય પોતાની મેળે કર્મપણે પરિણમે છે. परमप्पाणं कुव्वं अप्पाणं पि य परं करितो सो। अण्णाणमओ जीवो कम्माणं कारगो होदि॥९२॥ પરને કરે નિજરૂપ ને નિજ આત્મને પણ પર કરે, અજ્ઞાનમય એ જીવ એવો કર્મનો કારક બને. ૯૨. અર્થ : જે પરને પોતારૂપ કરે છે અને પોતાને પણ પર કરે છે તે અજ્ઞાનમય જીવ કર્મોનો કર્તા થાય છે. परमप्पाणमकुव्वं अप्पाणं पि य परं अकुव्वंतो। सो णाणमओ जीवो कम्माणमकारगो होदि॥९३॥ પરને ન કરતો નિજરૂપ, નિજ આત્મને પર નવ કરે, એ જ્ઞાનમય આત્મા અકારક કર્મનો એમ જ બને. ૯૩. અર્થ જે પરને પોતારૂપ કરતો નથી અને પોતાને પણ પર કરતો નથી તે જ્ઞાનમય જીવ કર્મોનો અકર્તા થાય છે અર્થાત્ કર્તા થતો નથી. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૬૪ तिविहो एसुवओगो अप्पवियप्पं करेदि कोहोऽहं। कत्ता तस्सुवओगस्स होदि सो अत्तभावस्स ॥९४॥ ‘હું ક્રોધ” એમ વિકલ્પ એ ઉપયોગ ત્રણવિધ આચરે, ત્યાં જીવ એ ઉપયોગરૂપ જીવભાવનો કર્તા બને. ૯૪. અર્થ : ત્રણ પ્રકારનો આ ઉપયોગ હું કોઈ છું એવો પોતાનો વિકલ્પ કરે છે, તેથી આત્મા તે ઉપયોગરૂપ પોતાના ભાવનો કર્તા થાય છે. तिविहो एसुवओगो अप्पवियप्पं करेदि धम्मादी। कत्ता तस्सुवओगस्स होदि सो अत्तभावस्स ॥९॥ ‘હું ધર્મ આદિ' વિકલ્પ એ ઉપયોગ ત્રણવિધ આચરે, ત્યાં જીવ એ ઉપયોગરૂપ જીવભાવનો કર્તા બને. ૯૫. અર્થ: ત્રણ પ્રકારનો આ ઉપયોગ હું ધર્માસ્તિકાય આદિ છું' એવો પોતાનો વિકલ્પ કરે છે, તેથી આત્મા તે ઉપયોગરૂપ પોતાના ભાવનો કર્તા થાય છે. एवं पराणि दव्वाणि अप्पयं कुणदि मंदबुद्धीओ। अप्पाणं अवि य परं करेदि अण्णाणभावेण ॥९६॥ જીવ મંદબુદ્ધિ એ રીતે પરદ્રવ્યને નિજરૂપ કરે, નિજ આત્મને પણ એ રીતે અજ્ઞાનભાવે પર કરે. ૯૬. અર્થ આ રીતે મંદબુદ્ધિ અર્થાત્ અજ્ઞાની અજ્ઞાનભાવથી પર દ્રવ્યોને પોતારૂપ કરે છે અને પોતાને પર કરે છે. एदेण दु सो कत्ता आदा णिच्छयविहिं परिकहिदो। एवं खलु जो जाणदि सो मुंचदि सव्वकत्तित्तं ॥९७॥ એ કારણે આત્મા કહ્યો કર્તા સહુ નિશ્ચયવિદે, -એ જ્ઞાન જેને થાય તે છોડે સકલ કર્તુત્વને. ૯૭. અર્થ આ (પૂર્વોકત) કારણથી નિશ્ચયના જાણનારા જ્ઞાનીઓએ તે આત્માને કર્તા કહ્યો છે - આવું નિશ્ચયથી જે જાણે છે તે (જ્ઞાની થયો થકો) સર્વ કર્તુત્વને છોડે છે. ववहारेण दु आदा करेदि घडपडरधाणि दव्वाणि। करणाणि य कम्माणि य णोकम्माणीह विविहाणि ॥९८॥ Page #75 -------------------------------------------------------------------------- ________________ ઘટ-પટ-રથાદિક વસ્તુઓ, કરણો અને કર્મો વળી, નોકર્મ વિધવિધ જગતમાં આત્મા કરે વ્યવહારથી. ૯૮. અર્થ વ્યવહારથી અર્થાત્ વ્યવહારી લોકો માને છે કે mતમાં આત્મા ઘડો, કપડું, રથ ઈત્યાદિ વસ્તુઓને, વળી ઇન્દ્રિયોને, અનેક પ્રકારના ક્રોધાદિ દ્રવ્યકર્મોને અને શરીરાદિ નોકર્મોને કરે છે. जदि सो परदव्वाणि य करेज णियमेण तम्मओ होज्ज। जम्हा ण तम्मओ तेण सो ण तेसिं हवदि कत्ता ॥ ९९ ॥ પરદ્રવ્યને જીવ જો કરે તો જરૂર તન્મય તે બને, પણ તે નથી તન્મય અરે ! તેથી નહીં કર્યા કરે. ૯૯. અર્થ જો આત્મા પરદ્રવ્યોને કરે તો તે નિયમથી તન્મય અર્થાત્ પદ્રવ્યમય થઈ જાય; પરંતુ તન્મય નથી તેથી તે તેમનો કર્તા નથી. जीवोण करेदि घडं णेव पडं णेव सेसगे दव्वे। जोगुवओगा उप्पादगा य तेसिं हवदि कत्ता॥१०॥ જીવ નવ કરે ઘટ, પટનહીં, જીવ શેષ દ્રવ્યો નવ કરે; ઉત્પાદકો ઉપયોગયોગો, તેમનો કર્તા બને. ૧૦૦. અર્થ જીવ ઘટને કરતો નથી, પટને કરતો નથી, બાકીના કોઈ દ્રવ્યોને (વસ્તુઓને) કરતો નથી. પરંતુ જીવના યોગ અને ઉપયોગ ઘટાદિને ઉત્પન્ન કરનારાં નિમિત્ત છે તેમનો કર્તા જીવ થાય છે. जे पोग्गलदव्वाणं परिणामा होति णाणआवरणा। ण करेदि ताणि आदा जो जाणदि सो हवदिणाणी॥१०१॥ જ્ઞાનાવરણઆદિક જે પુદ્ગલ તણા પરિણામ છે, કરતો ન આત્મા તેમને, જે જાણતો તે જ્ઞાની છે. ૧૦૧. અર્થ જે જ્ઞાનાવરણાદિક પુદ્ગલદ્રવ્યોના પરિણામ છે તેમને જે આત્મા કરતો નથી પરંતુ જાણે છે તે જ્ઞાની છે. जं भावं सुहमसुहं करेदि आदा स तस्स खलु कत्ता। तं तस्स होदि कम्मं सो तस्स दु वेदगो अप्पा॥१०२॥ જે ભાવ જીવ કરે શુભાશુભ તેહનો કર્તા ખરે, તેનું બને તે કર્મ, આત્મા તેહનો વેદક બને. ૧૦૨. Page #76 -------------------------------------------------------------------------- ________________ અર્થ આત્મા જે શુભ કે અશુભ (પોતાના) ભાવને કરે છે તે ભાવનો તે ખરેખર કર્તા થાય છે, તે (ભાવ) તેનું કર્મ થાય છે અને તે આત્મા તેનો (તે ભાવરૂપ કર્મનો) ભોક્તા થાય છે. जो जम्हि गुणे दव्वे सो अण्णम्हि दुण संकमदि दव्वे। सो अण्णमसंकंतो कह तं परिणामए दव्वं ॥१०३॥ જેદ્રવ્ય જે ગુણ-દ્રવ્યમાં, નહિ અન્ય દ્રવ્ય સંક્રમે; અણસંકર્યું તે કેમ અન્ય પરિણમાવે દ્રવ્યને? ૧૦૩. અર્થ : જે વસ્તુ (અર્થાત્ દ્રવ્ય) જે દ્રવ્યમાં અને ગુણમાં વર્તે છે તે અન્ય દ્રવ્યમાં તથા ગુણમાં સંક્રમણ પામતી નથી (અર્થાત્ બદલાઇને અન્યમાં ભળી જતી નથી); અન્યરૂપે સંક્રમણ નહિ પામી થકી તે (વસ્તુ), અન્ય વસ્તુને કેમ પરિણમાવી શકે ? दव्वगुणस्स य आदा ण कुणदि पोग्गलमयम्हि कम्मम्हि। तं उभयमकुव्वंतो तम्हि कह तस्स सो कत्ता॥१०४॥ આત્મા કરે નહિ દ્રવ્ય-ગુણ પુદ્ગલમયી કર્મો વિષે, તે ઉભયને તેમાં ન કરતો કેમ તત્કર્તા બને? ૧૦૪. અર્થ આત્મા પુદ્ગલમય કર્મમાં દ્રવ્યને તથા ગુણને કરતો નથી, તેમાં તે બન્નેને નહિ કરતા થકો તે તેનો કર્તા કેમ હોય? जीवम्हि हेदुभूदे बंधस्स दु पस्सिदूण परिणाम। जीवेण कदं कम्मं भण्णदि उवयारमेत्तेण॥१०५॥ જીવ હેતુભૂત થતાં અરે! પરિણામ દેખી બંધનું, ઉપચારમાત્ર કથાય કે આ કર્મ આત્માએ કર્યું. ૧૦૫. અર્થ જીવ નિમિત્તભૂત બનતાં કર્મબંધનું પરિણામ થતું દેખીને, જીવે કર્મ કર્યું એમ ઉપચારમાત્રથી કહેવાય जोधेहिं कदे जुद्धे राएण कदं ति जंपदे लोगो। ववहारेण तह कंद णाणावरणादि जीवेण॥१०६॥ યોદ્ધા કરે જ્યાં યુદ્ધ ત્યાં એ નૃપકર્યું લોકો કહે, એમ જ કર્યા વ્યવહારથી જ્ઞાનાવરણ આદિ જીવે. ૧૦૬. Page #77 -------------------------------------------------------------------------- ________________ ६७ અર્થ યોદ્ધાઓ વડે યુદ્ધ કરવામાં આવતાં, “રાજાએ યુદ્ધ કર્યું એમ લોક(વ્યવહારથી) કહે છે તેવી રીતે ‘જ્ઞાનાવરણાદિ કર્મ જીવે કર્યું એમ વ્યવહારથી કહેવાય છે. उप्पादेदि करेदि य बंधदि परिणामएदि गिण्हदि य। आदा पोग्गलदव्वं ववहारणयस्स वत्तव्वं ॥१०७॥ ७५°nqतो, प्रामावतो, अडतो, मने बांधे, ७३ પુલદરવને આતમા-વ્યવહારનયવક્તવ્ય છે. ૧૦૭. અર્થ :આત્મા પુદ્ગલદ્રવ્યને ઉપજાવે છે, કરે છે, બાંધે છે, પરિણાવે છે અને ગ્રહણ કરે છે - એ વ્યવહારનયનું ४थन छे. जह राया ववहारा दोसगुणुप्पादगो त्ति आलविदो। तह जीवो ववहारा दव्वगुणुप्पादगो भणिदो॥१०८॥ ગુણદોષ ઉત્પાદક કહ્યો જ્યમ ભૂપને વ્યવહારથી, ત્યમ દ્રવ્યગુણઉત્પન્નકર્તા જીવ કહ્યો વ્યવહારથી. ૧૦૮ અર્થ : જેમ રાજાને પ્રજાના દોષ અને ગુણનો ઉત્પન્ન કરનાર વ્યવહારથી કહ્યો છે, તેમ જીવને પુદ્ગલદ્રવ્યના દ્રવ્ય-ગુણનો ઉત્પન્ન કરનાર વ્યવહારથી કહ્યો છે. सामण्णपञ्चया खलु चउरो भण्णंति बंधकत्तारो। मिच्छत्तं अविरमणं कसायजोगा य बोद्धव्वा ॥१०९॥ तेसिं पुणो वि य इमो भणिदो भेदो दु तेरसवियप्पो। मिच्छादिट्ठीआदी जाव सजोगिस्स चरमंतं ॥११०॥ एदे अचेदणा खलु पोग्गलकम्मुदयसंभवा जम्हा। ते जदि करेंति कम्मं ण वि तेसिं वेदगो आदा॥१११॥ गुणसण्णिदा दु एदे कम्मं कुव्वंति पच्चया जम्हा। तम्हा जीवोऽकत्ता गुणा य कुव्वंति कम्माणि ॥ ११२॥ સામાન્ય પ્રત્યય ચાર નિશ્ચય બંધના કર્તા કહ્યા, -મિથ્યાત્વને અવિરમણ તેમ કષાયયોગો જાણવા. ૧૯. Page #78 -------------------------------------------------------------------------- ________________ વળી તેમનો પણ વર્ણવ્યો આ ભેદ તેર પ્રકારનો, -મિથ્યાત્વથી આદિ કરીને ચરમ ભેદ સયોગીનો. ૧૧૦. પુદ્ગલકરમના ઉદયથી ઉત્પન્ન તેથી અજીવ આ, તે જો કરે કર્મો ભલે, ભોક્તાય તેનો જીવ ના. ૧૧૧. જેથી ખરે “ગુણ” નામના આ પ્રત્યયો કર્મો કરે, તેથી અકર્તા જીવ છે, ગુણો’ કરે છે કર્મને. ૧૧૨. અર્થ ચાર સામાન્ય પ્રત્યયો નિશ્ચયથી બંધના કર્તા કહેવામાં આવે છે - મિથ્યાત્વ, અવિરમણ તથા કષાય અને યોગ (એ ચાર)જાણવા. અને વળી તેમનો, આ તેર પ્રકારનો ભેદ કહેવામાં આવ્યો છે – મિથ્યાદષ્ટિ (ગુણસ્થાન)થી માંડીને સયોગકેવળી(ગુણસ્થાન)ના ચરમ સમય સુધીનો, આ (પ્રત્યયો અથવા ગુણસ્થાન) કે જેઓ નિશ્ચયથી અચેતન છે કારણ કે પુગલકર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે તેઓ જો કર્મ કરે તો ભલે કરે; તેમનો(કર્મોનો) ભોક્તા પણ આત્મા નથી. જેથી આ ગુણ” નામના પ્રત્યયો કર્મ કરે છે તેથી જીવ તો કર્મનો અકર્તા છે અને ગુણો’ જ કર્મોને કરે છે. ૧. પ્રત્યયો = કર્મબંધના કારણો અર્થાત્ આસ્રવો. जह जीवस्स अणण्णुवओगो कोहो वि तह जदि अणण्णो। जीवस्साजीवस्स य एवमणण्णत्तमावण्णं ॥११३॥ एवमिह जो दु जीवो सो चेव दुणियमदो तहाऽजीवो। अयमेयत्ते दोसो पञ्चयणोकम्मकम्माणं ॥११४॥ अह दे अण्णो कोहो अण्णुवओगप्पगो हवदि चेदा। जह कोहो तह पच्चय कम्मं णोकम्ममवि अण्णं ॥११५॥ ઉપયોગ જેમ અનન્ય જીવનો, ક્રોધ તેમ અનન્ય જો, તો દોષ આવે જીવ તેમ અજીવના એકત્વનો. ૧૧૩. તો જગતમાં જે જીવ તે જ અજીવ પણ નિશ્ચય કરે; નોકર્મ, પ્રત્યય, કર્મના એક્વમાં પણ દોષ એ. ૧૧૪. જો ક્રોધ એ રીત અન્ય, જીવ ઉપયોગઆત્મક અન્ય છે, તો ક્રોધવત, નોકર્મ, પ્રત્યય, કર્મ તે પણ અન્ય છે. ૧૧૫. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૯ અર્થ : જેમ જીવને ઉપયોગ અનન્ય અર્થાત્ એકરૂપ છે તેમ જો ક્રોધ પણ અનન્ય હોય તો એ રીતે જીવને અને અજીવને અનન્યપણું આવી પડ્યું. એમ થતાં, આ જગતમાં જે જીવ છે તે જ નિયમથી તેવીજ રીતે અજીવ ઠર્યો; (બન્નેનું અનન્યપણું હોવામાં આ દોષ આવ્યો;) પ્રત્યય, નોકર્મ અને કર્મના એકપણામાં અર્થાત્ અનન્યપણામાં પણ આ જ દોષ આવે છે. હવે જો (આ દોષના ભયથી) તારા મતમાં ક્રોધ અન્ય છે અને ઉપયોગસ્વરૂપ આત્મા અન્ય છે, તો જેમ ક્રોધ તેમ પ્રત્યયો કર્મ અને નોકર્મ પણ આત્માથી અન્ય જ છે. जीवे ण सयं बद्धं ण सयं परिणमदि कम्मभावेण। जदि पोग्गलदव्वमिणं अप्परिणामी तदा होदि॥ ११६ ॥ कम्मइयवग्गणासु य अपरिणमंतीसु कम्मभावेण। संसारस्स अभावो पसज्जदे संखसमओ वा॥११७॥ जीवो परिणामयदे पोग्गलदव्वाणि कम्मभावेण। ते सयमपरिणमंते कहं णु परिणामयदि चेदा॥११८॥ अह सयमेव हि परिणमदि कम्मभावेण पोग्गलं दव्वं ।' जीवो परिणामयदे कम्मं कम्मत्तमिदि मिच्छा ॥११९ ॥ णियमा कम्मपरिणदं कम्मं चिय होदि पोग्गलं दव्वं । तह तं णाणावरणाइपरिणदं मुणसु तच्चेव ॥१२० ।। જીવમાં સ્વયં નહિ બદ્ધ, ન સ્વયં કર્મભાવે પરિણમે, તો એવું પુદ્ગલદ્રવ્ય આ પરિણમનહીન બને અરે! ૧૧૬. જો વર્ગણા કામણ તણી નહિ કર્મભાવે પરિણમે, સંસારનો જ અભાવ અથવા સમય સાંખ્ય તણો ઠરે ! ૧૧૭. જો કર્મભાવે પરિણાવે જીવ પુદ્ગલદ્રવ્યને, ક્યમ જીવ તેને પરિણાવે જે સ્વયં નહિ પરિણમે? ૧૧૮. સ્વયમેવ પુદ્ગલદ્રવ્ય વળી જો કર્મભાવે પરિણમે, જીવ પરિણાવે કર્મને કર્મત્વમાં-મિથ્યા બને. ૧૧૯. પુદ્ગલદરવ જે કર્મપરિણત, નિશ્ચય કર્મ જ બને; જ્ઞાનાવરણઈત્યાદિપરિણત, તે જ જાણો તેહને. ૧૨૦ Page #80 -------------------------------------------------------------------------- ________________ અર્થ આ પુદ્ગલદ્રવ્ય જીવમાં સ્વયં બંધાયું નથી અને કર્મભાવે સ્વયં પરિણમતું નથી એમ જો માનવામાં આવે તો તે અપરિણામી ઠરે છે; અને કાશ્મણવર્ગણાઓ કર્મભાવે નહિ પરિણમતાં, સંસારનો અભાવ ઠરે છે અથવા સાંખ્યમતનો પ્રસંગ આવે છે. વળી જીવ પુદ્ગલદ્રવ્યોને કર્મભાવે પરિણાવે છે એમ માનવામાં આવે તો એ પ્રશ્ન થાય છે કે સ્વયં નહિ પરિણમતી એવી તે વર્ગણાઓને ચેતન આત્મા કેમ પરિણમાવી શકે ? અથવા જો પુદ્ગલદ્રવ્ય પોતાની મેળે જ કર્મભાવે પરિણમે છે એમ માનવામાં આવે, તો જીવ કર્મને અર્થાત્ પુદગલદ્રવ્યને કર્મપણે પરિણમાવે છે એમ કહેવું મિથ્યા કરે છે. માટે જેમ નિયમથી કર્મરૂપે પરિણમેલું પગલદ્રવ્ય કર્મ જ છે તેવી રીતે જ્ઞાનાવરણાધિરૂપે પરિણમેલું પુદ્ગલદ્રવ્ય જ્ઞાનાવરણાદિ જ જાણો. ૧. કર્મ = નું કાર્ય, જેમ કે - માટીનું કર્મ ઘડો. ण सयं बद्धो कम्मे ण सयं परिणमदि कोहमादीहिं। जदि एस तुज्झ जीवो अप्परिणामी तदा होदि॥१२१॥ अपरिणमंतम्हि सयं जीवे कोहादिएहिं भावेहिं। संसारस्स अभावो पसज्जदे संखसमओ वा॥१२२॥ पोग्गलकम्मं कोहो जीवं परिणामएदि कोहत्तं । तं सयमपरिणमंतं कहं णु परिणामयदि कोहो॥१२३॥ अह सयमप्पा परिणमदि कोहभावेण एस दे बुद्धी। कोहो परिणामयदे जीवं कोहत्तमिदि मिच्छा॥१२४ ॥ कोहुवजुत्तो कोहो माणुवजुत्तो य माणमेवादा। माउवजुत्तो माया लोहुवजुत्तो हवदि लोहो॥१२५ ॥ કર્મે સ્વયં નહિ બદ્ધ, ન સ્વયં ક્રોધભાવે પરિણમે, તો જીવ આ તુજ મત વિષે પરિણમનહીન બને અરે ! ૧૨૧. ક્રોધાદિભાવે જો સ્વયં નહિ જીવ પોતે પરિણમે, સંસારનો જ અભાવ અથવા સમય સાંખ્ય તણો ઠરે! ૧૨૨. જો ક્રોધ-પુદ્ગલકર્મ-જીવને પરિણાવે ક્રોધમાં, યમ ક્રોધ તેને પરિણાવે જે સ્વયં નહિ પરિણમે? ૧૨૩. Page #81 -------------------------------------------------------------------------- ________________ 19 અથવા સ્વયં જીવ ક્રોધભાવે પરિણમે-તુજ બુદ્ધિ છે, તો ક્રોધ જીવને પરિણાવે ક્રોધમાં - મિથ્થા બને. ૧૨૪. ક્રોધોપયોગી ક્રોધ, જીવ માનોપયોગી માન છે, માયોપયુત માયા અને લોભોપયુત લોભ જ બને. ૧૨૫. અર્થ સાંખ્યમતના અનુયાયી શિષ્ય પ્રતિ આચાર્ય કહે છે કે હે ભાઈ ! આ જીવ કર્મમાં સ્વયં બંધાયો નથી અને ક્રોધાદિભાવે સ્વયં પરિણમતો નથી એમ જો તારો મત હોય તો તે (જીવ) અપરિણામ ઠરે છે; અને જીવ પોતે ક્રોધાદિભાવે નહિ પરિણમતાં, સંસારનો અભાવ ઠરે છે અથવા સાંખ્યમતનો પ્રસંગ આવે છે. વળી પુદ્ગલકર્મ જે ક્રોધ તે જીવને ક્રોધપણે પરિણાવે છે એમ હું માને તો એ પ્રશ્ન થાય છે કે સ્વયં નહિ પરિણમતા એવા જીવને કોધ કેમ પરિણાવી શકે? અથવા જો આત્મા પોતાની મેળે ક્રોધભાવે પરિણમે છે એમ તારી બુદ્ધિ હોય, તો ક્રોધ જીવને ક્રોધપણે પરિણાવે છે એમ કહેવું મિથ્યા કરે છે. માટે એ સિદ્ધાંત છે કે ક્રોધમાં ઉપયુક્ત (અર્થાત્ જેનો ઉપયોગ ક્રોધાકારે પરિણમ્યો છે એવો) આત્મા ક્રોધ જ છે, માનમાં ઉપયુક્ત આત્મા માન જ છે, માયામાં ઉપયુક્ત આત્મા માયા જ છે અને લોભમાં ઉપયુક્ત આત્મા લોભ જ છે. जं कुणदि भावमादा कत्ता सो होदि तस्स कम्मस्स। णाणिस्स स णाणमओ अण्णाणमओ अणाणिस्स ॥१२६ ।। જે ભાવને આત્મા કરે, કર્તા બને તે કર્મનો; તે જ્ઞાનમય છે જ્ઞાનીનો, અજ્ઞાનમય અજ્ઞાનીનો. ૧૨૬. અર્થ આત્મા જે ભાવને કરે છે તે ભાવરૂપ કર્મનો તે કર્તા થાય છે; જ્ઞાનીને તો તે ભાવ જ્ઞાનમય છે અને અજ્ઞાનીને અજ્ઞાનમય છે. अण्णाणमओ भावो अणाणिणो कुणदि तेण कम्माणि। णाणमओ णाणिस्स दु ण कुणदि तम्हा दु कम्माणि ॥१२७॥ અજ્ઞાનમય અજ્ઞાનીનો, તેથી કરે તે કર્મને; પણ જ્ઞાનમય છે જ્ઞાનીનો, તેથી કરે નહિ કર્મને ૧૨૭. અર્થ : અજ્ઞાનીને અજ્ઞાનમય ભાવ છે તેથી અજ્ઞાની કર્મોને કરે છે, અને જ્ઞાનીને તો જ્ઞાનમય (ભાવ) છે તેથી જ્ઞાની કર્મોને કરતો નથી. णाणमया भावाओ णाणमओ चेव जायदे भावो। जम्हा तम्हा णाणिस्स सव्वे भावा हुणाणमया॥१२८॥ Page #82 -------------------------------------------------------------------------- ________________ अण्णाणमया भावा अण्णाणो चेव जायदे भावो। जम्हा तम्हा भावा अण्णाणमया अणाणिस्स ॥१२९॥ વળી જ્ઞાનમય કો ભાવમાંથી જ્ઞાનભાવ જ ઊપજે, તે કારણે જ્ઞાની તણા સૌ ભાવ જ્ઞાનમયી ખરે; ૧૨૮. અજ્ઞાનમય કો ભાવથી અજ્ઞાનભાવ જ ઊપજે, તે કારણે અજ્ઞાનીના અજ્ઞાનમય ભાવો બને. ૧૨૯. અર્થ કારણ કે જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય જ ભાવ ઉત્પન્ન થાય છે તેથી જ્ઞાનીના સર્વ ભાવો ખરેખર જ્ઞાનમય જ હોય છે. અને, કારણ કે અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય જ ભાવ ઉત્પન્ન થાય છે તેથી અજ્ઞાનીના ભાવો અજ્ઞાનમય જ હોય છે. कणयमया भावादो जायंते कुंडलादओ भावा। अयमयया भावादो जह जायंते दु कडयादी ॥१३०॥ अण्णाणमया भावा अणाणिणो बहुविहा वि जायते। णाणिस्स दु णाणमया सव्वे भावा तहा होति ॥ १३१॥ જ્યમ કનકમય કો ભાવમાંથી કંડલાદિક ઊપજે, પણ લોહમય કો ભાવથી કટકાદિ ભાવો નિપજે; ૧૩૦. ત્યમ ભાવ બહુવિધ ઊપજે અજ્ઞાનમય અજ્ઞાનીને, પણ જ્ઞાનીને તો સર્વ ભાવો જ્ઞાનમય એમ જ બને. ૧૩૧. અર્થ : જેમ સુવર્ણમય ભાવમાંથી સુવર્ણમય કુંડળ વગેરે ભાવો થાય છે અને લોહમય ભાવમાંથી લોહમય કડાં વગેરે ભાવો થાય છે, તેમ અજ્ઞાનીને (અજ્ઞાનમય ભાવમાંથી) અનેક પ્રકારના અજ્ઞાનમય ભાવો થાય છે અને જ્ઞાનીને (જ્ઞાનમય ભાવમાંથી) સર્વ જ્ઞાનમય ભાવો થાય છે. अण्णाणस्स स उदओ जा जीवाणं अतच्चउवलद्धी। मिच्छत्तस्स दु उदओ जीवस्स असदहाणत्तं ॥१३२॥ उदओ असंजमस्स द जं जीवाणं हवेइ अविरमणं। जो दु कलुसोवओगो जीवाणं सो कसाउदओ॥१३३॥ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૩ तं जाण जोगउदयं जो जीवाणं तु चिट्ठउच्छाहो। सोहणमसोहणं वा कायव्वो विरदिभावो वा॥१३४॥ एदेसु हेदुभूदेसु कम्मइयवग्गणागदं जं तु। परिणमदे अट्ठविहं णाणावरणादिभावेहिं॥ १३५ ॥ तं खलु जीवणिबद्धं कम्मइयवग्गणागदं जइया। तझ्या दु होदि हेदू जीवो परिणामभावाणं॥ १३६ ॥ અજ્ઞાન તત્ત્વ તણું જીવોને, ઉદય તે અજ્ઞાનનો, અપ્રતીત તત્ત્વની જીવને જે, ઉદય તે મિથ્યાત્વનો; ૧૩૨. જીવને અવિરતભાવ જે, તે ઉદય અણસંયમ તણો, જીવને કલુષ ઉપયોગ જે, તે ઉદય જાણ કષાયનો; ૧૩૩. શુભ કે અશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિની ચેષ્ટા તણો, ઉત્સાહ વર્તે જીવને, તે ઉદય જાણ તું યોગનો. ૧૩૪. આ હેતુભૂત જ્યાં થાય, ત્યાં કામણવરગણારૂપ જે, તે અષ્ટવિધ જ્ઞાનાવરણઇત્યાદિભાવે પરિણમે; ૧૩૫. કાર્મણ વરગણારૂપ તે જ્યાં જીવનિબદ્ધ બને ખરે, આત્માય જીવપરિણામભાવોનો તદા હેતુ બને. ૧૩૬ અર્થ જીવોને જે તત્ત્વનું અજ્ઞાન (અર્થાત્ વસ્તુસ્વરૂપનું અયથાર્થ-વિપરીત જ્ઞાન) છે તે અજ્ઞાનનો ઉદય છે અને જીવને જે (તત્ત્વનું) અશ્રદ્ધાન છે તે મિથ્યાત્વનો ઉદય છે; વળી જીવોને જે અવિરમણ અર્થાતું. અત્યાગભાવ છે તે અસંયમનો ઉદય છે અને જીવોને જે મલિન (અર્થાતુ જાણપણાની સ્વચ્છતા રહિત) ઉપયોગ છે તે કષાયનો ઉદય છે; વળી જીવોને જે શુભ કે અશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિરૂપ (મન-વચન-કાયા આશ્રિત) ચેષ્ટાનો ઉત્સાહ છે તે યોગનો ઉદય જાણ. આ (ઉદયો) હેતુભૂત થતાં જે કામર્ણવર્ગણાગત (કામર્ણવર્મણારૂપ) પુદ્ગલદ્રવ્ય જ્ઞાનાવરણાદિભાવરૂપે આઠ પ્રકારે પરિણમે છે, તે કામણવર્ગણાગત પગલદ્રવ્ય જ્યારે ખરેખર જીવમાં બંધાય છે ત્યારે જીવ (પોતાના અજ્ઞાનમય) પરિણામભાવોનો હેતુ થાય છે. जइ जीवेण सह च्चिय पोग्गलदव्वस्स कम्मपरिणामो। एवं पोग्गलजीवा हु दो वि कम्मत्तमावण्णा॥१३७॥ Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૪ एक्कस्स दु परिणामो पोग्गलदव्वस्स कम्मभावेण। ता जीवभावहेदूहिं विणा कम्मस्स परिणामो॥१३८॥ જો કર્મરૂપ પરિણામ, જીવ ભેળા જ, પુદગલના બને, તો જીવ અને પુદ્ગલ ઉભય પણ કર્મપણું પામે અરે ! ૧૩૭. પણ કર્મભાવે પરિણમન છે એક પુદ્ગલદ્રવ્યને, જીવભાવહેતુથી અલગ, તેથી, કર્મના પરિણામ છે. ૧૩૮ અર્થ જો પુદ્ગલ દ્રવ્યને જીવની સાથે જ કર્મરૂપ પરિણામ થાય છે (અર્થાત્ બન્ને ભેળાં થઈને જ કર્મરૂપે પરિણમે છે) એમ માનવામાં આવે તો એ રીતે પુદ્ગલ અને જીવ બન્ને ખરેખર કર્મપણાને પામે. પરંતુ કર્મભાવે પરિણામ તો પુદ્ગલદ્રવ્યને એકને જ થાય છે તેથી જીવભાવરૂપ નિમિત્તથી રહિત જ અર્થાત્ જુદું જ કર્મનું પરિણામ છે. जीवस्स दु कम्मेण य सह परिणामा हु होति रागादी। एवं जीवो कम्मं च दो वि रागादिमावण्णा॥१३९॥ एक्कस्स दु परिणामो जायदि जीवस्स रागमादीहिं। ता कम्मोदयहेदूहिं विणा जीवस्स परिणामो॥१४० ॥ જીવના, કરમ ભેળા જ, જો પરિણામ રાગાદિક બને, તો કર્મને જીવ ઉભય પણ રાગાદિપણું પામે અરે ! ૧૩૯. પણ પરિણમન રાગાદિરૂપ તો થાય છે જીવ એકને, તેથી જ કર્મોદયનિમિત્તથી અલગ જીવપરિણામ છે. ૧૪૦. અર્થ : જો જીવને કર્મની સાથે જ રાગાદિ પરિણામો થાય છે (અર્થાતુ બન્ને ભેળાં થઈને રાગાદિરૂપે પરિણમે છે) એમ માનવામાં આવે તો એ રીતે જીવ અને કર્મ બન્ને રાગાદિપણાને પામે. પરંતુ રાગાદિભાવે પરિણામ તો જીવને એકને જ થાય છે તેથી કર્મોદયરૂપ નિમિત્તથી રહિત જ અર્થાત્ જુદું જ જીવનું પરિણામ છે. जीवे कम्मं बद्धं पुढे चेदि ववहारणयभणिदं। सुद्धणयस्स दु जीवे अबद्धपुटुं हवदि कम्मं ॥ १४१॥ છે કર્મ જીવમાં બદ્ધસ્કૃષ્ટ - કથિત નય વ્યવહારનું; પણ બદ્ધસ્કૃષ્ટ ન કર્મ જીવમાં - કથન છે નય શુદ્ધનું. ૧૪૧. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૫ અર્થ જીવમાં કર્મ (તેના પ્રદેશો સાથે) બંધાયેલું છે તથા સ્પર્શાવેલું છે એવું વ્યવહારનયનું કથન છે અને જીવમાં કર્મ અણબંધાયેલું છે, અણસ્પશાયેલું છે એવું શુદ્ધનયનું કથન છે. कम्मं बद्धमबद्धं जीवे एवं तु जाण णयपक्खं । पक्खादिक्कतो पुण भण्णदि जो सो समयसारो॥१४२॥ છે કર્મ જીવમાં બદ્ધ વા અણબદ્ધ એ નયપક્ષ છે; પણ પક્ષથી અતિક્રાંત ભાખ્યો તે ‘સમયનો સાર” છે. ૧૪૨. અર્થ જીવમાં કર્મ બદ્ધ છે અથવા અબદ્ધ છે - એ પ્રકારે તો નયપક્ષ જાણ; પણ જે પક્ષીતિક્રાંત (અર્થાતુ પક્ષને ઓળંગી ગયેલો ) કહેવાય છે તે સમયસાર (અર્થાત્ નિર્વિકલ્પ શુદ્ધ આત્મતત્ત્વ) છે. दोण्ह वि णयाण भणिदं जाणदि णवरं तु समयपडिबद्धो। ण दु णयपक्खं गिण्हदि किंचि वि णयपक्खपरिहीणो॥१४३॥ નયયકથન જાણે જ કેવળ સમયમાં પ્રતિબદ્ધ છે, નયપક્ષ કંઇ પણ નવ ગ્રહ, નયપક્ષથી પરિહીન તે. ૧૪૩. અર્થ નયપક્ષથી રહિત જીવ, સમયથી પ્રતિબદ્ધ થયો થકો (અર્થાત્ ચિસ્વરૂપ આત્માને અનુભવતો થકો), બન્ને નયોના કથનને કેવળ જાણે જ છે પરંતુ નયપક્ષને જરા પણ ગ્રહણ કરતો નથી. सम्मइंसणणाणं एसो लहदि त्ति णवरि ववदेसं। सव्वणयपक्खरहिदो भणिदो जो सो समयसारो॥१४४॥ સમ્યત્વ તેમ જ જ્ઞાનની જે એકને સંજ્ઞા મળે, નયપક્ષ સકલ રહિત ભાખ્યો તે ‘સમયનો સાર” છે. ૧૪૪. અર્થ જે સર્વનયપક્ષોથી રહિત કહેવામાં આવ્યો છે તે સમયસાર છે; આને જ (સમયસારને જ) કેવળ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન એવી સંજ્ઞા (નામ) મળે છે. (નામ જુદાં હોવા છતાં વસ્તુ એક જ છે.) Page #86 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ૩. પુણ્ય-પાપ અધિકાર कम्ममसुहं कुसीलं सुहकम्मं चावि जाणह सुसीलं । कह तं होदि सुसीलं जं संसारं पवेसेदि ॥ १४५ ॥ છે કર્મ અશુભ કુશીલ ને જાણો સુશીલ શુભકર્મને ! તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે ? ૧૪૫. અર્થ : અશુભ કર્મ કુશીલ છે (-ખરાબ છે) અને શુભ કર્મ સુશીલ છે(-સારું છે) એમ તમે જાણો છે ! તે સુશીલ કેમ હોય કે જે (જીવને) સંસારમાં પ્રવેશ કરાવે છે ? सोवणियं पि णिलं बंधदि कालायसं पि जह पुरिसं । बंधदि एवं जीवं सुहमसुहं वा कदं कम्मं ॥ १४६ ॥ જ્યમ લોહનું ત્યમ કનકનું જંજીર જકડે પુરૂષને, એવી રીતે શુભ કે અશુભ કૃત કર્મ બાંધે જીવને. ૧૪૬. અર્થ : જેમ સુવર્ણની બેડી પણ પુરુષને બાંધે છે અને લોખંડની પણ બાંધે છે, તેવી રીતે શુભ તેમ જ અશુભ કરેલું કર્મ જીવને (અવિશેષપણે) બાંધે છે. तम्हा दु कुसीलेहि य रागं मा कुह मा व संसग्गं । साहीणो हि विणासो कुसीलसंसग्गरागेण ॥ १४७ ॥ તેથી કરો નહિ રાગ કે સંસર્ગ એ કુશીલ તણો, છે કુશીલના સંસર્ગ-રાગે નાશ સ્વાધીનતા તણો. ૧૪૭. અર્થ : માટે એ બન્ને કુશીલો સાથે રાગ ન કરો અથવા સંસર્ગ પણ ન કરો કારણ કે કુશીલ સાથે સંસર્ગ અને રાગ કરવાથી સ્વાધીનતાનો નાશ થાય છે (અથવા તો પોતાનો ઘાત પોતાથી જ થાય છે). जह णाम को वि पुरिसो कुच्छियसीलं जणं वियाणित्ता । वज्जेदि तेण समयं संसग्गं रागकरणं च ॥ १४८ ॥ एमेव कम्मपयडीसीलसहावं च कुच्छिदं णादुं । वज्जति परिहरंति य तस्संसग्गं सहावरदा ॥ १४९ ॥ Page #87 -------------------------------------------------------------------------- ________________ જેવી રીતે કો પુરુષ કુત્સિતશીલ જનને જાણીને, સંસર્ગ તેની સાથે તેમ જ રાગ કરવો પરિતજે; ૧૪૮. એમ જ કરમપ્રકૃતિશીલ સ્વભાવ કુત્સિત જાણીને, નિજ ભાવમાં રત રાગ ને સંસર્ગ તેનો પરિહરે. ૧૪૯. અર્થ જેમ કોઈ પુરુષ કુત્સિત શીલવાળા અર્થાતુ ખરાબ સ્વભાવવાળા પુરુષને જાણીને તેની સાથે સંસર્ગ અને રાગ કરવો છોડી દે છે, તેવી જ રીતે સ્વભાવમાં રત પુરુષો કર્મપ્રકૃતિના શીલ-સ્વભાવને કુત્સિત અર્થાત ખરાબ જાણીને તેની સાથે સંસર્ગ છોડી દે છે અને રાગ છોડી દે છે. रत्तो बंधदि कम्मं मुञ्चदि जीवो विरागसंपत्तो। एसो जिणोवदेसो तम्हा कम्मेसु मा रज्ज॥ १५०॥ જીવ રક્ત બાંધે કર્મને, વૈરાગ્ય પ્રાપ્ત મુકાય છે, -એ જિન તણો ઉપદેશ તેથી ન રાચ તું કર્મો વિષે. ૧૫૦. અર્થ રાગી જીવ કર્મ બાંધે છે અને વૈરાગ્યને પામેલો જીવ કર્મથી છૂટે છે - આ જિનભગવાનનો ઉપદેશ છે; માટે (હે ભવ્ય જીવ!) તું કર્મોમાં પ્રીતિ - રાગ ન કર. परमट्ठो खलु समओ सुद्धो जो केवली मुणी णाणी। तम्हि द्विदा सहावे मुणिणो पावंति णिव्वाणं॥१५१॥ પરમાર્થ છે નકી, સમય છે, શુધ, કેવળી, મુનિ, જ્ઞાની છે, એવા સ્વભાવે સ્થિત મુનિઓ મોક્ષની પ્રાપ્તિ કરે. ૧૫૧. અર્થ નિશ્ચયથી જે પરમાર્થ (પરમ પદાર્થ) છે, સમય છે, શુદ્ધ છે, કેવળી છે, મુનિ છે, જ્ઞાની છે, તે સ્વભાવમાં સ્થિત મુનિઓ નિર્વાણને પામે છે. परमट्ठम्हि दु अठिदो जो कुणदि तवं वदं च धारेदि। तं सव्वं बालतवं बालवदं बेंति सव्वण्हू ॥१५२॥ પરમાર્થમાં અણસ્થિત જે તપને કરે, વ્રતને ધરે, સઘળું ય તે તપ બાળ ને વ્રત બાળ સર્વજ્ઞો કહે. ૧૫ર. અર્થ પરમાર્થમાં અસ્થિત એવો જે જીવ તપ કરે છે તથા વ્રત ધારણ કરે છે, તેનાં તે સર્વતપ અને વ્રતને સર્વજ્ઞો બાળતા અને બાળવ્રત કહે છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ वदणियमाणि धरंता सीलाणि तहा तवं च कुव्वंता। परमट्ठबाहिरा जे णिव्वाणं ते ण विंदति ॥ १५३॥ વ્રતનિયમને ધારે ભલે, તપશીલને પણ આચરે, પરમાર્થથી જે બાહ્ય તે નિર્વાણપ્રાપ્તિ નહીં કરે. ૧૫૩. અર્થ વ્રત અને નિયમો ધારણ કરતાં હોવા છતાં તેમ જ શીલ અને તપ કરતાં હોવા છતાં જેઓ પરમાર્થથી બાહ્ય છે અર્થાત્ પરમ પદાર્થરૂપ જ્ઞાનનું એટલે કે જ્ઞાનસ્વરૂપ આત્માનું જેમને શ્રદ્ધાન નથી) તેઓ નિર્વાણને પામતા નથી. परमट्ठबाहिरा जे ते अण्णाणेण पुण्णमिच्छंति। संसारगमणहे, पि मोक्खहे, अजाणता ॥ १५४॥ પરમાર્થબાહ્ય જીવો અરે ! જાણે ન હેતુ મોક્ષનો, અજ્ઞાનથી તે પુણ્ય ઇચ્છે હેતુ જે સંસારનો. ૧૫૪. અર્થ જેઓ પરમાર્થથી બાહ્ય છે તેઓ મોક્ષના હેતુને નહિ જાણતા થકા - જો કે પુણ્ય સંસારગમનનો હેતુ છે તો પણ - આલાનથી પુણ્યને (મોક્ષનો હેતુ જાણીને) ઇચ્છે છે. जीवादीसदहणं सम्मत्तं तेसिमधिगमो णाणं। रागादीपरिहरणं चरणं एसो दु मोक्खपहो॥ १५५॥ જીવાદિનું શ્રદ્ધાન સમકિત, જ્ઞાન તેમનું જ્ઞાન છે, રાગાદિ-વર્જન ચરણ છે, ને આ જ મુક્તિપંથ છે. ૧૫૫. અર્થ જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન સમ્યકત્વ છે, તે જીવાદિ પદાર્થોનો અધિગમ જ્ઞાન છે અને રાગાદિનો ત્યાગ ચારિત્ર છે. -આ જ મોક્ષનો માર્ગ છે. मोत्तूण णिच्छयटुं ववहारेण विदुसा पवटुंति। परमट्ठमस्सिदाण दुजदीण कम्मक्खओ विहिओ॥१५६॥ વિજ્જનો ભૂતાર્થ તજી વ્યવહારમાં વર્તન કરે, પણ કર્મક્ષયનું વિધાન તો પરમાર્થ-આશ્રિત સંતને. ૧૫૬. અર્થ : નિશ્ચયનયના વિષયને છોડીને વિદ્વાનો વ્યવહાર વડે પ્રવર્તે છે; પરંતુ પરમાર્થને (-આત્મસ્વરૂપને) આશ્રિત યતીશ્વરોને જ કર્મનો નાશ આગમમાં કહ્યો છે. (કેવળ વ્યવહારમાં પ્રવર્તનારા પંડિતોને કર્મક્ષય થતો નથી.) Page #89 -------------------------------------------------------------------------- ________________ वत्थस्स सेदभावो जह णासेदि मलमेलणासत्तो। मिच्छत्तमलोच्छण्णं तह सम्मत्तं खु णादव्वं ॥१५७॥ वत्थस्स सेदभावो जह णासेदि मलमेलणासत्तो। अण्णाणमलोच्छण्णं तह णाणं होदि णादव्वं ॥१५८॥ वत्थस्स सेदभावो जह णासेदि मलमेलणासत्तो। कसायमलोच्छण्णं तह चारित्तं पि णादव्वं ॥१५९॥ મળમિલનલેપથી નાશ પામે શ્વેતપણું જ્યમ વસ્ત્રનું, મિથ્યાત્વમળના લેપથી સમ્યકત્વ એ રીત જાણવું. ૧૫૭. મળમિલનલેપથી નાશ પામે શ્વેતપણું જ્યાં વસ્ત્રનું, અજ્ઞાનમળના લેપથી વળી જ્ઞાન એ રીત જાણવું. ૧૫૮. મળમિલનલેપથી નાશ પામે શ્વેતપણું જ્યમ વસ્ત્રનું, ચારિત્ર પામે નાશ લિસ કષાયમળથી જાણવું. ૧૫૯. અર્થ જેમ વસ્ત્રનો શ્વેતભાવ મેલના મળવાથી ખરડાયો થકો નાશ પામે છે – તિરોભૂત થાય છે, તેવી રીતે મિથ્યાત્વરૂપી મેલથી ખરડાયું - વ્યાપ્ત થયું - થર્ક સમ્યકત્વ ખરેખર તિરોભૂત થાય છે એમ જાણવું. જેમ વસ્ત્રનો શ્વેતભાવ મેલના મળવાથી ખરડાયો થકો નાશ પામે છે – તિરોભૂત થાય છે, તેવી રીતે અજ્ઞાનરૂપી મેલથી ખરડાયું-વ્યાપ્ત થયું-થકું જ્ઞાન તિરોભૂત થાય છે એમ જાણવું. જેમ વસ્ત્રનો શ્વેતભાવ મેલથી મળવાથી ખરડાયો થકો નાશ પામે છે-તિરોભૂત થાય છે, તેવી રીતે કષાયરૂપી મેલથી ખરડાયું વ્યાપ્ત થયું થયું ચારિત્ર પણ તિરોભૂત થાય છે એમ જાણવું. सो सव्वणाणदरिसी कम्मरएण णियेणावच्छण्णो। संसारसमावण्णो ण विजाणदि सव्वदो सव्वं ॥१६०॥ તે સર્વજ્ઞાની-દર્શી પણ નિજ કર્મરજ-આચ્છાદને, સંસાર પ્રાપ્ત ન જાણતો તે સર્વ રીતે સર્વને. ૧૬૦. અર્થ તે આત્મા (સ્વભાવથી) સર્વને જાણનારો તથા દેખનારો છે તો પણ પોતાના કર્મમળથી ખરડાયો - વ્યાસ થયો - થકો સંસારને વ્યાપ્ત થયેલો તે સર્વ પ્રકારે સર્વને જાણતો નથી. सम्मत्तपडिणिबद्धं मिच्छत्तं जिणवरेहि परिकहियं । तस्सोदयेण जीवो मिच्छादिहि त्ति णादव्वो॥ १६१॥ Page #90 -------------------------------------------------------------------------- ________________ ૮૦. णाणस्स पडिणिबद्धं अण्णाणं जिणवरेहि परिकहियं । तस्सोदयेण जीवो अण्णाणी होदि णादव्वो॥१६२॥ चारित्तपडिणिलद्धं कसायं जिणवरेहि परिकहियं। तस्सोदयेण जीवो अचरित्तो होदि णादव्वो॥१६३ ॥ સમત્વપ્રતિબંધક કરમ મિથ્યાત્વ જિનદેવે કહ્યું, એના ઉદયથી જીવ મિથ્યાત્વી બને એમ જાણવું. ૧૬૧. એમ જ્ઞાનપ્રતિબંધક કરમ અજ્ઞાન જિનદેવે કહ્યું, એના ઉદયથી જીવ અજ્ઞાની બને એમ જાણવું. ૧૬૨. ચારિત્રને પ્રતિબંધ કર્મ કષાય જિનદેવે કહ્યું, એના ઉદયથી જીવ બને ચારિત્રહીન એમ જાણવું. ૧૬૩. અર્થ સમ્યકત્વને રોકનારું મિથ્યાત્વ છે એમ જિનવરોએ કહ્યું છે, તેના ઉદયથી જીવ મિથ્યાદષ્ટિ થાય છે એમ જાણવું. જ્ઞાનને રોકનારું અજ્ઞાન છે એમ જિનવરોએ કહ્યું છે, તેના ઉદયથી જીવ અજ્ઞાની થાય છે એમ જાણવું. ચારિત્રને રોકનાર કષાય છે એમ જિનવરોએ કહ્યું છે, તેના ઉદયથી જીવ અચારિત્રી થાય છે એમ જાણવું. Page #91 -------------------------------------------------------------------------- ________________ | ૪. આસ્રવ અધિકાર || मिच्छत्तं अविरमणं कसायजोगा य सण्णसण्णा दु। बहुविहभेया जीवे तस्सेव अणण्णपरिणामा॥ १६४ ॥ णाणावरणादीयस्स ते दु कम्मस्स कारणं होति। तेसिं पि होदि जीवो य रागदोसादिभावकरो॥ १६५ ॥ મિથ્યાત્વ ને અવિરત, કષાયો, યોગ સંજ્ઞ અસંજ્ઞ છે, એ વિવિધ ભેદે જીવમાં, જીવના અનન્ય પરિણામ છે; ૧૬૪. વળી તેહ જ્ઞાનાવરણઆદિક કર્મનાં કારણ બને, ને તેમનું પણ જીવ બને જે રાગદ્વેષાદિક કરે. ૧૬. અર્થ : મિથ્યાત્વ, અવિરમણ, કષાય અને યોગ - એ આસવો સંજ્ઞ (અર્થાત્ ચેતનના વિકાર) પણ છે અને અસંશ (અર્થાત્ પુદ્ગલના વિકાર) પણ છે. વિવિધ ભેટવાળા સંજ્ઞ આસવો - કે જેઓ જીવમાં ઉત્પન્ન થાય છે તેઓ - જીવના જ અનન્ય પરિણામ છે. વળી અસંજ્ઞ આસવો જ્ઞાનાવરણ આદિ કર્મનું કારણ (નિમિત્ત) થાય છે અને તેમને પણ (અર્થાત્ અસંજ્ઞ આસવોને પણ કર્મબંધનું નિમિત્ત થવામાં) રાગદ્વેષાદિ ભાવ કરનારો જીવ કારણ (નિમિત્ત) થાય છે. णत्थि दु आसवबंधो सम्मादिहिस्स आसवणिरोहो। संते पुवणिबद्धे जाणदि सो ते अबंधतो॥ १६६ ॥ સુદષ્ટિને આસવનિમિત્ત ન બંધ, આમ્રવરોધ છે; નહિ બાંધતો, જાણે જ પૂર્વનિબદ્ધ જે સત્તા વિષે. ૧૬૬. અર્થ સમ્યગ્દષ્ટિને આસવ જેનું નિમિત્ત છે એવો બંધ નથી, કારણ કે, આમ્રવનો (ભાવાસવન) નિરોધ છે; નવાં કર્મોને નહિ બાંધતો તે, સત્તામાં રહેલાં પૂર્વે બંધાયેલાં કર્મોને જાણે જ છે. भावो रागादिजुदो जीवेण कदो दुबंधगो भणिदो। रागादिविप्पमुक्को अबंधगो जाणगो णवरि ॥१६७॥ રાગાદિયુત જે ભાવ જીવકૃત તેહને બંધક કહ્યો; રાગાદિથી પ્રવિમુક્ત તે બંધક નહીં, જ્ઞાયક નર્યો. ૧૬૭. Page #92 -------------------------------------------------------------------------- ________________ અર્થ જીવે કરેલો રાગાદિયુક્ત ભાવ બંધક (અર્થાત્ નવા કર્મનો બંધ કરનાર) કહેવામાં આવ્યો છે. રાગાદિથી વિમુક્ત ભાવ બંધક નથી, કેવળ જ્ઞાયક જ છે. पक्के फलम्हि पडिए जह ण फलं बज्झए पुणो विंटे। जीवस्स कम्मभावे पडिए ण पुणोदयमुवेदि॥ १६८॥ ફળ પકવ ખરતાં, વૃત સહ સંબંધ ફરી પામે નહીં, ત્યમ કર્મભાવ ખર્ચે, ફરી જીવમાં ઉદય પામે નહીં. ૧૬૮. અર્થ : જેમ પાકું ફળ ખરી પડતાં ફરીને ફળ ડીંટા સાથે જોડાતું નથી, તેમ જીવને કર્મભાવ ખરી જતાં (અર્થાતુ છૂટો થતાં) ફરીને ઉત્પન્ન થતો નથી (અર્થાત્ જીવ સાથે જોડાતો નથી). पुढवीपिंडसमाणा पुव्वणिबद्धा दु पच्चया तस्स। कम्मसरीरेण दु ते बद्धा सव्वे वि णाणिस्स॥१६९॥ જે સર્વ પૂર્વનિબદ્ધ પ્રત્યય વર્તતા તે જ્ઞાનીને, છે પૃથ્વીપિંડ સમાન ને સૌ કર્મશરીરે બદ્ધ છે. ૧૬૯. અર્થ તે જ્ઞાનીને પૂર્વે બંધાયેલા સમસ્ત પ્રત્યયો માટીનાં ઢેફાં સમાન છે અને તે માત્ર) કાર્મણ શરીર સાથે બંધાયેલ છે. चउविह अणेयभेयं बंधते णाणदंसणगुणेहिं। समए समए जम्हा तेण अबंधो त्ति णाणी दु॥१७० ॥ ચઉવિધ પ્રત્યય સમયસમયે જ્ઞાનદર્શનગુણથી, બહુભેદ બાંધે કર્મ, તેથી જ્ઞાની તો બંધક નથી. ૧૭૦ અર્થ કારણ કે ચાર પ્રકારના દ્રવ્યાસવો જ્ઞાનદર્શનગુણો વડે સમયે સમયે અનેક પ્રકારનું કર્મ બાંધે છે તેથી જ્ઞાની તો અબંધ છે. जम्हा दु जहण्णादो णाणगुणादो पुणो वि परिणमदि। अण्णत्तं गाणगुणो तेण दु सो बंधगो भणिदो॥ १७१॥ જે જ્ઞાનગુણની જઘન્યતામાં વર્તતો ગુણ જ્ઞાનનો, ફરીફરી પ્રણમતો અન્યરૂપમાં, તેથી તે બંધક કહ્યો. ૧૭૧. અર્થ કારણ કે જ્ઞાનગુણ, જઘન્ય જ્ઞાનગુણને લીધે ફરીને પણ અન્યપણે પરિણમે છે, તેથી તે (જ્ઞાનગુણ) કર્મનો બંધક કહેવામાં આવ્યો છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૩ दसणणाणचरित्तं जं परिणमदे जहण्णभावेण। णाणी तेण दु बज्झदि पोग्गलकम्मेण विविहेण ॥ १७२ ॥ ચારિત્ર, દર્શન, જ્ઞાન જેથી જઘન્ય ભાવે પરિણમે, તેથી જ જ્ઞાની વિવિધ પુદ્ગલકર્મથી બંધાય છે. ૧૭૨. અર્થ કારણ કે દર્શન-જ્ઞાન-ચારિત્ર જઘન્ય ભાવે પરિણમે છે તેથી જ્ઞાની અનેક પ્રકારના પુગલકર્મથી બંધાય सव्वे पुव्वणिबद्धा दु पच्चया अत्थि सम्मदिहिस्स। उवओगप्पाओगं बंधते कम्मभावेण ॥१७३ ।। होदूण णिरुवभोज्जा तह बंधदि जह हवंति उवभोज्जा। सत्तट्ठविहा भूदा णाणावरणादिभावेहिं ॥१७४॥ संता दुणिरुवभोज्जा बाला इत्थी जहेह पुरिसस्स। बंधदि ते उवभोज्जे तरुणी इत्थी जह णरस्स ॥१७५ ॥ एदेण कारणेण दु सम्मादिट्ठी अबंधगो भणिदो। आसवभावाभावे ण पच्चया बंधगा भणिदा॥१७६ ॥ જે સર્વ પૂર્વનિબદ્ધ પ્રત્યય વર્તતા સુદષ્ટિને, ઉપયોગને પ્રાયોગ્ય બંધન કર્મભાવ વડે કરે. ૧૭૩. આણભોગ્ય બની ઉપભોગ્ય જે રીતે થાય તે રીતે બાંધતા, જ્ઞાનાવરણ ઇત્યાદિ કર્મો સપ્ત - અષ્ટ પ્રકારનાં. ૧૭૪. સત્તા વિષે તે નિરુપભોગ્ય જ, બાળ સ્ત્રી જ્યમ પુરૂષને; ઉપભોગ્ય બનતાં તેહ બાંધે, યુવતી જેમ પુરૂષને. ૧૭૫. આ કારણે સમ્યકત્વસંયુત જીવ અણબંધક કહ્યા, આસરવભાવઅભાવમાં નહિ પ્રત્યયો બંધક કહ્યા. ૧૭૬. અર્થ : સમ્યગ્દષ્ટિને બધા પૂર્વે બંધાયેલા પ્રત્યયો (દ્રવ્ય આચૂવો) સત્તારૂપે મોજૂદ છે તેઓ ઉપયોગના પ્રયોગ અનુસાર, કર્મભાવ વડે (-રાગાદિક વડે) નવો બંધ કરે છે. તે પ્રત્યયો, નિરુપભોગ્ય રહીને પછી જે રીતે ઉપભોગ્ય થાય છે તે રીતે, જ્ઞાનાવરણાદિભાવે સાત-આઠ પ્રકારના થયેલાં એવા કર્મોને બાંધે છે. સત્તા Page #94 -------------------------------------------------------------------------- ________________ ८४ અવસ્થામાં તેઓ નિરુપભોગ્ય છે અર્થાત્ ભોગવવાયોગ્ય નથી - જેમ જગતમાં બાળ સ્ત્રી પુરુષને નિરુપભોગ્ય છે તેમ; તેઓ ઉપભોગ્ય અર્થાત્ ભોગવવાયોગ્ય થતાં બંધન કરે છે - જેમ તરુણ સ્ત્રી પુરુષને બાંધે છે તેમ. આ કારણથી સમ્યગ્દષ્ટિને અબંધક કહ્યો છે, કારણ કે આસવભાવના અભાવમાં પ્રત્યયોને (કર્મના) બંધક કહ્યા નથી. रागो दोसो मोहो य आसवा णत्थि सम्मदिहिस्स। तम्हा आसवभावेण विणा हेदू ण पच्चया होंति ॥ १७७॥ हेद चदुब्बियप्पो अट्ठवियप्पस्स कारणं भणिदं। तेसिं पि य रागादी तेसिमभावे ण बज्झंति ॥ १७८ ॥ નહિ રાગદ્વેષ, ન મોહ - એ આસ્રવ નથી સુદૃષ્ટિને, તેથી જ આસ્વભાવ વિણ નહિ પ્રત્યયો હેતુ બને; ૧૦૭. હેતુ ચતુર્વિધ અષ્ટવિધ કર્મો તણાં કારણ કહ્યા, તેનાંય રાગાદિક કહ્યા, રાગાદિ નહિ ત્યાં બંધ ના. ૧૭૮. અર્થઃ રાગ, દ્વેષ અને મોહ - એ આસવો સમ્યગ્દષ્ટિને નથી તેથી આસવભાવ વિના દ્રવ્યપ્રત્યયો કર્મબંધના કારણ થતા નથી. (મિથ્યાત્વાદિ) ચાર પ્રકારના હેતુઓ આઠ પ્રકારનાં કર્મોનાં કારણ કહેવામાં આવ્યા છે, અને તેમને પણ (જીવના) રાગાદિ ભાવો કારણ છે; તેથી રાગાદિ ભાવોના અભાવમાં કર્મ બંધાતાં નથી. (માટે સમ્યગ્દષ્ટિને બંધ નથી.) जह पुरिसेणाहारो गहिदो परिणमदि सो अणेयविहं। मंसवसारुहिरादी भावे उदरग्गिसंजुत्तो॥१७९ ॥ तह णाणिस्स दु पुव्वं जे बद्धा पच्चया बहुवियप्पं । बझते कम्मं ते णयपरिहीणा दु ते जीवा ॥ १८० ॥ પુરુષે ગ્રહેલ અહાર જે, ઉદરાગ્નિને સંયોગ તે બહુવિધ માંસ, વસા અને રુધિરાદિ ભાવે પરિણમે; ૧૭૯. ત્યમ જ્ઞાનીને પણ પ્રત્યયો જે પૂર્વકાળનિબદ્ધ તે બહુવિધ બાંધે કર્મ, જો જીવ શુદ્ધનયપરિશ્રુત બને. ૧૮૦. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૫ અર્થ : જેમ પુરુષ વડે ગ્રહાયેલો જે આહાર તે ઉદરાગ્નિથી સંયુક્ત થયો થકો અનેક પ્રકારે માંસ, મસા, રુધિર આદિ ભાવરૂપે પરિણમે છે, તેમ જ્ઞાનીને પૂર્વે બંધાયેલા જે દ્રવ્યારાવો છે તે બહુ પ્રકારનાં કર્મ બાંધે છે; એવા જીવો શુદ્ધનયથી ચુત થયેલા છે. (જ્ઞાની શુદ્ધનયથી ચુત થાય તો તેને કર્મ બંધાય છે ) Page #96 -------------------------------------------------------------------------- ________________ ૫. સંવર અધિકાર उवओगे उवओगो कोहादिसु णत्थि को वि उवओगो। कोहो कोहे चेव हि उवओगे णत्थि खलु कोहो ॥ १८१॥ अट्ठवियप्पे कम्मे णोकम्मे चावि णत्थि उवओगो। उवओगम्हि य कम्मं णोकम्मं चावि णो अत्थि॥१८२॥ एदं तु अविवरीदं गाणं जइया दु होदि जीवस्स। तइया ण किंचि कुव्वदि भाव उवओगसुद्धप्पा॥१८३॥ ઉપયોગમાં ઉપયોગ, કો ઉપયોગ નહિ ક્રોધાદિમાં, છે ક્રોધ ક્રોધ મહીં જ, નિશ્ચય ક્રોધ નહિ ઉપયોગમાં. ૧૮૧. ઉપયોગ છે નહિ અષ્ટવિધ કર્મો અને નોકર્મમાં, કર્મો અને નોકર્મ કંઈ પણ છે નહિ ઉપયોગમાં. ૧૮૨. આવું અવિપરીત જ્ઞાન જ્યારે ઉભવે છે જીવને, ત્યારે ન કંઈ પણ ભાવ તે ઉપયોગશુદ્ધાત્મા કરે. ૧૮૩. અર્થ ઉપયોગ ઉપયોગમાં છે, ક્રોધાદિકમાં કોઈ ઉપયોગ નથી; વળી ક્રોધ ક્રોધમાં જ છે, ઉપયોગમાં નિશ્ચયથી ક્રોધ નથી. આઠ પ્રકારના કર્મ તેમ જ નોકર્મમાં ઉપયોગ નથી અને ઉપયોગમાં કર્મ તેમ જ નોકર્મ નથી. -આવું અવિપરીત જ્ઞાન જ્યારે જીવને થાય છે, ત્યારે તે ઉપયોગસ્વરૂપ શુદ્ધાત્મા ઉપયોગ સિવાય અન્ય કોઈ પણ ભાવને કરતો નથી. जह कणयमग्गितवियं पि कणयभावं ण तं परिच्चयदि। तह कम्मोदयतविदो ण जहदि णाणी दुणाणित्तं ॥ १८४॥ एवं जाणदि णाणी अण्णाणी मुणदि रागमेवादं । अण्णाणतमोच्छण्णो आदसहावं अयाणंतो॥ १८५॥ જ્યમ અગ્નિતમ સુવર્ણ પણ નિજ સ્વર્ણભાવ નહીં તજે, ત્યમ કર્મઉદયે તપ્ત પણ જ્ઞાની ન જ્ઞાનીપણું તજે. ૧૮૪. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૭ જીવ જ્ઞાની જાણે આમ, પણ અજ્ઞાની રાગ જ જીવ ગણે, આત્મસ્વભાવ - અજાણ જે અજ્ઞાનતમ - આચ્છાદને. ૧૮૫. અર્થ ઃ જેમ સુવર્ણ અગ્નિથી તપ્ત થયું થયું પણ તેના સુવર્ણપણાને છોડતું નથી તેમ જ્ઞાની કર્મના ઉદયથી તમ થયો થકો પણ જ્ઞાનીપણાને છોડતો નથી. -આવું જ્ઞાની જાણે છે, અને અજ્ઞાની અજ્ઞાન-અંધકારથી આચ્છાદિત હોવાથી આત્માના સ્વભાવને નહિ જાણતો થકો રાગને જ આત્મા માને છે. सुद्धं तु वियाणंतो सुद्धं चेवप्पयं लहदि जीवो । जाणतो दु असुद्धं असुद्धमेवप्पयं लहदि ॥ १८६ ॥ જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મ જ મેળવે; અણશુદ્ધ જાણે આત્મને અણશુદ્ધ આત્મ જ તે લહે. ૧૮૬. અર્થ ઃશુદ્ધ આત્માને જાણતો-અનુભવતો જીવ શુદ્ધ આત્માને જ પામે છે અને અશુદ્ધ આત્માને જાણતોઅનુભવતો જીવ અશુદ્ધ આત્માને જ પામે છે. अप्पाणमप्पणा रुंधिऊण दोपुण्णपावजोगेसु । दंसणणाणम्हि ठिदो इच्छाविरदो य अण्णम्हि ॥ १८७ ॥ जो सव्वसंगमुक्को झायदि अप्पाणमप्पणो अप्पा । ण वि कम्मं णोकम्मं चेदा चिंतेदि एयत्तं ॥ १८८ ॥ अप्पाणं झायंतो दंसणणाणमओ अण्णमओ । लहदि अचिरेण अप्पाणमेव सो कम्मपविमुक्कं ॥ १८९ ॥ પુણ્યપાપયોગથી રોકીને નિજ આત્મને આત્મા થકી, દર્શન અને જ્ઞાને ઠરી, પરદ્રવ્યઇચ્છા પરિહરી, ૧૮૭. જે સર્વસંગવિમુક્ત, ધ્યાવે આત્મને આત્મા વડે,-નહિ કર્મ કે નોકર્મ, ચેતક ચેતતો એકત્વને, ૧૮. તે આત્મ ધ્યાતો, જ્ઞાનદર્શનમય, અનન્યમયી ખરે, બસ અલ્પ કાળે કર્મથી પ્રવિમુક્ત આત્માને વરે. ૧૯. અર્થ ઃ આત્માને આત્મા વડે બે પુણ્ય-પાપરૂપ શુભાશુભયોગોથી રોકીને દર્શનશાનમાં સ્થિત થયો થકો અને અન્ય(વસ્તુ)ની ઇચ્છાથી વિરમ્યો થકો, જે આત્મા, (ઇચ્છારહિત થવાથી) સર્વ સંગથી રહિત થયો Page #98 -------------------------------------------------------------------------- ________________ ८८ થકો, (પોતાના) આત્માને આત્મા વડે ધ્યાવે છે-કર્મ અને નોકર્મને ધ્યાતો નથી, (પોતે) 'ચેતયિતા (હોવાથી) એકત્વને જ ચિંતવે છે-ચેતે છે-અનુભવે છે, તે (આત્મા), આત્માને ધ્યાતો, દર્શનજ્ઞાનમય અને અનન્યમય થયો થકો અલ્પ કાળમાં જ કર્મથી રહિત આત્માને પામે છે. ૧. ચેતયિતા = ચેતનાર; દેખનાર-જાણનાર. ૨. અનન્યમય = અન્યમય નહિ એવો. तेसिं हेदू भणिदा अज्झवसाणाणि सव्वदरिसीहिं। मिच्छत्तं अण्णाणं अविरयभावो य जोगो य॥ १९०॥ हेदुअभावे णियमा जायदि णाणिस्स आसवणिरोहो। आसवभावेण विणा जायदि कम्मस्स वि णिरोहो॥१९१॥ कम्मस्साभावेण य णोकम्माणं पि जायदि णिरोहो। णोकम्मणिरोहेण य संसारणिरोहणं होदि॥१९२॥ રાગાદિના હેતુ કહે સર્વજ્ઞ અધ્યવસાનને, -મિથ્યાત્વને અજ્ઞાન, અવિરતભાવ તેમ જ યોગને. ૧૦. હેતુઅભાવે જરૂર આસ્રવરોધ જ્ઞાનીને બને, આસવભાવ વિના વળી નિરોધ કર્મતણો બને; ૧૯૧. કર્મોતણા ય અભાવથી નોકર્મનું રોધન અને નોકર્મના રોધન થકી સંસારસંરોધન બને. ૧૯૨. અર્થ તેમના (પૂર્વે કહેલા રાગમોહબ્રેષરૂપ આસવોના) હેતુઓ સર્વદર્શીઓએ મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતભાવ અને યોગ -એ (ચાર) અધ્યવસાન કહ્યા છે. જ્ઞાનીને હેતુઓના અભાવે નિયમથી આમ્રવનો નિરોધ થાય છે, આગ્નવભાવ વિના કર્મનો પણ નિરોધ થાય છે, વળી કર્મના અભાવથી નોકર્મોનો પણ નિરોધ થાય છે, અને નોકર્મના નિરોધથી સંસારનો નિરોધ થાય છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૬. નિર્જરા અધિકાર उवभोगमिंदियेहिं दव्वाणमचेदणाणमिदराणं। जं कुणदि सम्मदिट्ठी तं सव्वं णिज्जरणिमित्तं ॥ १९३॥ ચેતન અચેતન દ્રવ્યનો ઉપભોગ ઇંદ્રિયો વડે જે જે કરે સુદષ્ટિ તે સૌ નિર્જરાકારણ બને. ૧૯૩. અર્થ સમ્યગ્દષ્ટિ જીવ જે ઈદ્રિયો વડે અચેતન તથા ચેતન દ્રવ્યોનો ઉપભોગ કરે છે તે સર્વ નિર્જરાનું નિમિત્ત છે. दव्वे उवभुंजते णियमा जायदि सुहं व दुक्खं वा। तं सुहदुक्खमुदिण्णं वेददि अध णिज्जरं जादि॥ १९४॥ વસ્તુ તણે ઉપભોગ નિશ્ચય સુખ ના દુખ થાય છે, એ ઉદિત સુખદુખ ભોગવે પછી નિર્જરા થઈ જાય છે. ૧૯:૪. અર્થ વસ્તુ ભોગવવામાં આવતાં, સુખ અથવા દુઃખ નિયમથી ઉત્પન્ન થાય છે; ઉદય થયેલો અર્થાત્ ઉત્પન્ન થયેલા તે સુખદુઃખને વેદે છે - અનુભવે છે, પછી તે (સુખદુઃખરૂપ ભાવ) નિર્જરી જાય છે. जह विसमुव जंतो वेज्जो पुरिसो ण मरणमुवयादि। पोग्गलकम्मस्सुदयं तह भुज़दि णेव बज्झदे णाणी॥१९५ ॥ જ્યમ ઝેરના ઉપભોગથી પણ વૈદ્ય જન મરતો નથી, ત્યમ કર્મઉદય ભોગવે પણ જ્ઞાની બંધાતો નથી. ૧૯૫. અર્થ : જેમ વૈદ્ય પુરુષ વિષને ભોગવતો અર્થાત્ ખાતો છતો મરણ પામતો નથી, તેમ જ્ઞાની પુગલકર્મના ઉદયને ભોગવે છે તો પણ બંધાતો નથી. जह मजं पिबमाणो अरदीभावेण मज्जदि ण पुरिसो। दव्युवभोगे अरदो णाणी वि ण बज्झदि तहेव ॥ १९६ ॥ જ્યમ અરતિભાવે મધ પીતાં મત્ત જન બનતો નથી, દ્રવ્યોપભોગ વિષે અરત જ્ઞાનીય બંધાતો નથી. ૧૯૬. અર્થ : જેમ કોઈ પુરુષ મદિરાને અરતિભાવે (અપ્રીતિથી) પીતો થકો મત્ત થતો નથી, તેવી જ રીતે જ્ઞાની પણ દ્રવ્યના ઉપભોગ પ્રત્યે અરત (અર્થાત્ વૈરાગ્યભાવે) વર્તતો થકો (કર્મોથી) બંધાતો નથી. Page #100 -------------------------------------------------------------------------- ________________ GO सेवंतो वि ण सेवदि असेवमाणो वि सेवगो कोई। पगरणचेट्ठा कस्स वि ण य पायरणो त्ति सो होदि ॥ १९७॥ સેવે છતાં નહિ સેવતો, આણસેવતો સેવક બને, પ્રકરણ તણી ચેષ્ટા કરે પણ પ્રાકરણ જ્યમ નહિ કરે. ૧૯૭. અર્થ કોઈ તો વિષયોને સેવતો છતાં નથી સેવતો અને કોઈ નહિ સેવતો છતાં સેવનારો છે - જેમ કોઇ પુરુષને 'પ્રકરણની ચેષ્ટા (કોઇ કાર્ય સંબંધી ક્રિયા) વર્તે છે તો પણ તે પ્રાકરણિક નથી. ૧. પ્રકરણ = કાર્ય. ૨. પ્રાકરણિક = કાર્ય કરનારો. उदयविवागो विविहो कम्माणं वण्णिदो जिणवरेहिं। ण दु ते मज्झ सहावा जाणगभावो दु अहमेक्को ॥१९८॥ કર્મો તણો જે વિવિધ ઉદયવિપાક જિનવર વર્ણવ્યો, તે મુજ સ્વભાવો છે નહીં, હું એક જ્ઞાયકભાવ છું. ૧૯૮. અર્થ કર્મોના ઉદયનો વિપાક (ફળ) જિનવરોએ અનેક પ્રકારનો વર્ણવ્યો છે તે મારા સ્વભાવો નથી; હું તો એક જ્ઞાયકભાવ છું. पोग्गलकम्मं रागो तस्स विवागोदओ हवदि एसो। ण दु एस मज्झ भावो जाणगभावो हु अहमेक्को ॥१९९॥ પુદ્ગલકરમરૂપ રાગનો જ વિપાકરૂપ છે ઉદય આ, આ છે નહીં મુજ ભાવ, નિશ્ચય એક જ્ઞાયકભાવ છું. ૧૯૯. અર્થ રાગ પુદ્ગલકર્મ છે, તેનો વિપાકરૂપ ઉદય આ છે, આ મારો ભાવનથી; હુંતો નિશ્ચયથી એક જ્ઞાયકભાવ છું. एवं सम्मद्दिट्ठी अप्पाणं मुणदि जाणगसहावं। उदयं कम्मविवागं च मुयदि तच्चं वियाणंतो॥२०॥ સુદષ્ટિ એ રીત આત્મને જ્ઞાયકસ્વભાવ જ જાણતો, ને ઉદય કર્મવિપાકરૂપ તે તત્ત્વજ્ઞાયક છોડતો. ૨૦. અર્થ આ રીતે સમ્યગ્દષ્ટિ આત્માને (પોતાને) જ્ઞાયકસ્વભાવ જાણે છે અને તત્ત્વને અર્થાત્ યથાર્થ સ્વરૂપને જાણતો થકો કર્મના વિપાકરૂપ ઉદયને છોડે છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૧ परमाणुमित्तयं पि हु रागादीणं तु विज्जदे जस्स। ण वि सो जाणदि अप्पाणयं तु सव्वागमधरो वि ॥ २०१॥ अप्पाणमयाणंतो अणप्पयं चावि सो अयाणंतो। कह होदि सम्मदिट्ठी जीवाजीवे अयाणंतो॥२०२॥ અણુમાત્ર પણ રાગાદિનો સદ્ભાવ વર્તે જેહને, તે સર્વઆગમધર ભલે પણ જાણતો નહિ આત્મને; ૨૦૧. નહિ જાણતો જ્યાં આત્મને જ, અનાત્મ પણ નહિ જાણતો, તે કેમ હોય સુદષ્ટિ જે જીવ - અજીવને નહિ જાણતો? ૨૦૨. અર્થ ખરેખર જે જીવને પરમાણુમાત્ર-લેશમાત્ર-પણ રાગાદિક વર્તે છે તે જીવ ભલે સર્વ આગમ ભણેલો હોય તો પણ આત્માને નથી જાણતો; અને આત્માને નહિ જાણતો થકો તે અનાત્માને (પરને) પણ નથી જાણતો; એ રીતે જે જીવ અને અજીવને નથી જાણતો તે સમ્યગ્દષ્ટિ કેમ હોઈ શકે ? आदम्हि दव्वभावे अपदे मोत्तूण गिण्ह तह णियदं। . थिरमेगमिमं भावं उपलब्भंतं सहावेण ॥२०३॥ જીવમાં અપદભૂત દ્રવ્યભાવો છોડીને ગ્રહ તું યથા, સ્થિર, નિયત, એક જ ભાવ જેહ સ્વભાવરૂપ ઉપલભ્ય આ. ૨૦૩. અર્થ આત્મામાં અપદભૂત દ્રવ્ય-ભાવોને છોડીને નિશ્ચિત, સ્થિર, એક આ(પ્રત્યક્ષ અનુભવગોચર)ભાવને - કે જે (આત્માના) સ્વભાવરૂપે અનુભવાય છે તેને (હે ભવ્ય!)જેવો છે તેવો ગ્રહણ કર.(નેતારું પદ છે). आभिणिसुदोधिमणकेवलं च तं होदि एक्कमेव पदं। सो एसो परमट्ठो जं लहिएं णिबुदि जादि॥ २०४॥ મતિ, શ્રત, અવધિ, મન, કેવલ તેહપદ એક જખરે, આ જ્ઞાનપદ પરમાર્થ છે જે પામી જીવ મુક્તિ લહે. ૨૦૪. અર્થ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન - તે એક જ પદ કારણ કે જ્ઞાનના સર્વ ભેદો જ્ઞાન જ છે); તે આ પરમાર્થ છે (શુદ્ધનયના વિષયભૂત જ્ઞાન સામાન્ય જ આ પરમાર્થ છે-) કે જેને પામીને આત્મા નિર્વાણને પ્રાપ્ત થાય છે. णाणगुणेण विहीणा एदं तु पदं बहू वि ण लहंते। तं गिण्ह णियदमेदं जदि इच्छसि कम्मपरिमोक्खं ॥ २०५॥ Page #102 -------------------------------------------------------------------------- ________________ ૯૨ બહુ લોક જ્ઞાનગુણે રહિત આ પદ નહીં પામી શકે; રે ! ગ્રહણ કર તું નિયત આ, જો કર્મમોક્ષેચ્છા તને. ૨૦૫. અર્થ : જ્ઞાનગુણથી રહિત ઘણાય લોકો (ઘણા પ્રકારના કર્મ કરવા છતાં) આ જ્ઞાનસ્વરૂપ પદને પામતા નથી; માટે હે ભવ્ય ! જો તું કર્મથી સર્વથા મુક્ત થવા ઇચ્છતો હો તો નિયત એવા આને (જ્ઞાનને) ગ્રહણ કર. एदम्हि रदो णिच्चं संतुट्ठो होहि णिच्चमेदम्हि । एदेण होहि तित्तो होहदि तुह उत्तमं सोक्खं ।। २०६ ॥ આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો ! ઉત્તમ થશે. ૨૦૬. અર્થ : (હે ભવ્ય પ્રાણી !) તું આમાં (-જ્ઞાનમાં) નિત્ય રત અર્થાત્ પ્રીતિવાળો થા, આમાં નિત્ય સંતુષ્ટ થા અને આનાથી તૃપ્ત થા; (આમ કરવાથી) તને ઉત્તમ સુખ થશે. कोणा भणिज्ज बुह परदव्वं मम इमं हवदि दव्वं । अप्पाणमप्पणो परिगहं तु णियदं वियाणंतो ॥ २०७ ॥ ‘પરદ્રવ્ય આ મુજ દ્રવ્ય' એવું કોણ જ્ઞાની કહે અરે ! નિજ આત્મને નિજનો પરિગ્રહ જાણતો જે નિશ્ચયે ? ૨૦૭. અર્થ : પોતાના આત્માને જ નિયમથી પોતાનો પરિગ્રહ જાણતો થકો કયો જ્ઞાની એમ કહે કે આ પરદ્રવ્ય મારું દ્રવ્ય છે ? मज्झं परिग्गहो जदि तदो अहमजीवदं तु गच्छेज्ज । णादेव अहं जम्हा तम्हा ण परिग्गहो मज्झ ॥ २०८ ॥ પરિગ્રહ કદી મારો બને તો હું અજીવ બનેં ખરે, હું તો ખરે જ્ઞાતા જ, તેથી નહિ પરિગ્રહ મુજ બને. ૨૦૮. અર્થ : જો પરદ્રવ્ય -પરિગ્રહ મારો હોય તો હું અજીવપણાને પામું. કારણ કે હું તો જ્ઞાતા જ છું તેથી (પરદ્રવ્યરૂપ) પરિગ્રહ મારો નથી. छिज्जदु वा भिज्दु वा णिज्जदु वा अहव जादु विप्पलयं । जम्हा तम्हा गच्छदु तह वि हु ण परिग्गहो मज्झ ॥ २०९ ॥ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૩ છેદાવ, વા ભેદાવ, કો લઇ જાવ, નષ્ટ બનો ભલે, વા અન્ય કો રીત જાવ, પણ પરિગ્રહ નથી મારો ખરે. ૨૦૯. અર્થ છેદાઈ જાઓ, અથવા ભેદાઈ જાઓ, અથવા કોઈ લઈ જાઓ, અથવા નષ્ટ થઈ જાઓ, અથવા તો ગમે તે રીતે જાઓ, તો પણ ખરેખર પરિગ્રહ મારો નથી. अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदे धम्म। अपरिग्गहो दु धम्मस्स जाणगो तेण सो होदि॥२१०॥ અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે પુષ્યને, તેથી ન પરિગ્રહી પુણ્યનો તે, પુણ્યનો જ્ઞાયક રહે. ૨૧૮. અર્થ અનિચ્છકને અપરિગ્રહી કહ્યો છે અને જ્ઞાની ધર્મને (પુણ્યને) ઇચ્છતો નથી, તેથી તે ધર્મનો પરિગ્રહી નથી, (ધર્મનો) જ્ઞાયક જ છે. अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदि अधम्म। अपरिग्गहो अधम्मस्स जाणगो तेण सो होदि ॥ २११॥ અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે પાપને, તેથી ન પરિગ્રહી પાપનો તે, પાપનો જ્ઞાયક રહે. ૨૧૧. અર્થ અનિચ્છકને અપરિગ્રહી કહ્યો છે અને જ્ઞાની અધર્મને (પાપને) ઇચ્છતો નથી, તેથી તે અધર્મનો પરિગ્રહી નથી, (અધર્મનો) જ્ઞાયક જ છે. अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदे असणं। अपरिग्गहो दु असणस्स जाणगो तेण सो होदि॥ २१२॥ અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે અશનને, તેથી ન પરિગ્રહી અશનનો તે, અશનનો જ્ઞાયક રહે. ૨૧૨. અર્થ :અનિચ્છકને અપરિગ્રહી કહ્યો છે અને જ્ઞાની અશનને (ભોજનને) ઇચ્છતો નથી, તેથી તે અશનનો પરિગ્રહી નથી, (અશનનો) જ્ઞાયક જ છે. अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदे पाणं। अपरिग्गहो दु पाणस्स जाणगो तेण सो होदि॥ २१३॥ અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે પાનને, તેથી ન પરિગ્રહી પાનનો તે, પાનનો જ્ઞાયક રહે. ૨૧૩. Page #104 -------------------------------------------------------------------------- ________________ અર્થ અનિચ્છકને અપરિગ્રહી કહ્યો છે અને જ્ઞાની પાનને ઇચ્છતો નથી, તેથી તે પાનનો પરિગ્રહી નથી, (પાનન) જ્ઞાયક જ છે. एमादिए दु विविहे सव्वे भावे य णेच्छदे णाणी। जाणगभावो णियदो णीरालंबो दु सव्वत्थ ॥२१४॥ એ આદિ વિધવિધ ભાવ બહુ જ્ઞાની ન ઇચ્છે સર્વને; સર્વત્ર આલંબન રહિત બસ નિયત જ્ઞાયકભાવ તે. ૨૧૪. અર્થ ઇત્યાદિક અનેક પ્રકારના સર્વ ભાવોને જ્ઞાની ઇચ્છતો નથી; સર્વત્ર (બધામાં) નિરાલંબ એવો તે નિશ્ચિત જ્ઞાયકભાવ જ છે. उप्पण्णोदयभोगो वियोगबुद्धीए तस्स सो णिचं। कंखामणागदस्स य उदयस्स ण कुव्वदेणाणी॥ २१५ ॥ ઉત્પન્ન ઉદયનો ભોગ નિત્ય વિયોગભાવે જ્ઞાનીને, ને ભાવી કર્મોદય તણી કાંક્ષા નહીં જ્ઞાની કરે. ૨૧૫. અર્થ જે ઉત્પન્ન (અર્થાતુ વર્તમાન કાળના) ઉદયનો ભોગ તે, જ્ઞાનીને સદા વિયોગબુદ્ધિએ હોય છે અને આગામી (અર્થાત્ ભવિષ્ય કાળના) ઉદયની જ્ઞાની વાંછા કરતો નથી. जो वेददि वेदिज्जदि समए समए विणस्सदे उभयं । तं जाणगो दुणाणी उभयं पि ण कंखदि कयावि॥ २१६ ॥ રે ! વેદ-વેદક ભાવ બન્ને સમય સમયે વિણસે, -એ જાણતો જ્ઞાની કદાપિ ન ઉભયની કાંક્ષા કરે. ૨૧૬. અર્થ જે ભાવ વેદે છે (અર્થાતું વેકભાવ) અને જે ભાવ વેદાય છે (અર્થાત્ વેદભાવ) તે બન્ને ભાવો સમયે સમયે વિનાશ પામે છે – એવું જાણનાર જ્ઞાની તે બન્ને ભાવોને કદાપિ વાંછતો નથી. बंधुवभोगणिमित्ते अज्झवसाणोदएसु णाणिस्स। संसारदेहविसएसु णेव उप्पज्जदे रागो॥२१७॥ સંસારદેહસંબંધી ને બંધોપભોગનિમિત્ત જે, તે સર્વ અધ્યવસાનઉદયે રાગ થાય ન જ્ઞાનીને. ૨૧૭. અર્થ બંધ અને ઉપભોગનાં નિમિત્ત એવા સંસારસંબંધી અને દેહસંબંધી અધ્યવસાનના ઉદયોમાં જ્ઞાનીને રાગ ઊપજતો જ નથી. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૫ णाणी रागप्पजहो सव्वदव्वेसु कम्ममज्झगदो। णो लिप्पदि रजएण दु कद्दममज्झे जहा कणयं ॥ २१८॥ अण्णाणी पुण रत्तो सव्वदव्वेसु कम्ममज्झगदो। लिप्पदि कम्मरएण दु कद्दममज्झे जहा लोहं ॥ २१९ ॥ છો સર્વ દ્રવ્ય રાગવર્જક જ્ઞાની કર્મની મધ્યમાં, પણ રજ થકી લેપાય નહિ, જ્યમ કનક કર્દમમધ્યમાં. ૨૧૮. પણ સર્વ દ્રવ્ય રાગશીલ અજ્ઞાની કર્મની મધ્યમાં, તે કર્મજ લેપાય છે, જ્યમ લોહ કર્દમમધ્યમાં. ૨૧૯. અર્થ જ્ઞાની કે જે સર્વ દ્રવ્યો પ્રત્યે રાગ છોડનારો છે તે કર્મ મધ્યે રહેલો હોય તો પણ કર્મરૂપી રજથી લપાતો નથી - જેમ સોનું કાદવ મધ્ય રહેલું હોય તો પણ લપાતું નથી તેમ. અને અજ્ઞાની કે જે સર્વ દ્રવ્યો પ્રત્યે રાગી છે તે કર્મ મધ્યે રહ્યો થકો કર્મરજથી લેપાય છે - જેમ લોખંડકાદવ મધ્ય રહ્યું થયું લેપાય છે (અર્થાતુ તેને કાટ લાગે છે) તેમ. भुंजंतस्स वि विविहे सच्चित्ताचित्तमिस्सिए दव्वे । संखस्स सेदभावो ण वि सक्कदि किण्हगो कादं ॥ २२०॥ तह णाणिस्स वि विविहे सच्चित्ताचित्तमिस्सिए दव्वे। भुजंतस्स वि णाणं ण सक्कमण्णाणदं णेk॥ २२१॥ जइया स एव संखो सेदसहावं तयं पजहिदण। गच्छेज्ज किण्हभावं तइया सुक्कत्तणं पजहे ॥ २२२॥ तह णाणी वि हु जइया णाणसहावं तयं पजहिदूण। अण्णाणेण परिणदो तइया अण्णाणदं गच्छे ॥ २२३॥ જ્યમ શંખ વિવિધ સચિત્ત, મિશ્ર, અચિત્ત દ્રવ્યો ભોગવે, પણ શંખના શુક્લત્વને નહિ કૃષ્ણ કોઈ કરી શકે, ર૦. ત્યમ જ્ઞાની વિવિધ સચિત્ત, મિશ્ર, અચિત્ત દ્રવ્યો ભોગવે, પણ જ્ઞાન જ્ઞાની તણું નહીં અજ્ઞાન કોઈ કરી શકે. ૨૨૧. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૯૬ જ્યારે સ્વયં તે શંખ શ્વેતસ્વભાવ નિજનો છોડીને, પામે સ્વયં કૃષ્ણત્વ, ત્યારે છોડતો શુક્લત્વને; ૨૨૨. ત્યમ જ્ઞાની પણ જ્યારે સ્વયં નિજ છોડી જ્ઞાનસ્વભાવને, અજ્ઞાનભાવે પરિણમે, અજ્ઞાનતા ત્યારે લહે. ૨૨૩. અર્થ જેમ શંખ અનેક પ્રકારનાં સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્યોને ભોગવે છે - ખાય છે તો પણ તેનું શ્વેતપણું (કોઈથી) કૃષ્ણ કરી શકાતું નથી, તેમ જ્ઞાની પણ અનેક પ્રકારના સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્યોને ભોગવે તો પણ તેનું જ્ઞાન (કોઈથી) અજ્ઞાન કરી શકાતું નથી. જ્યારે તે જ શંખ (પોતે) તે શ્વેત સ્વભાવને છોડીને કૃષ્ણભાવને પામે (અર્થાત્ કૃષ્ણભાવે પરિણમે) ત્યારે શ્વેતપણાને છોડે (અર્થાત્ કાળો બને), તેવી રીતે ખરેખર જ્ઞાની પણ (પોતે) જ્યારે તે જ્ઞાનસ્વભાવને છોડીને અજ્ઞાનરૂપે પરિણમે ત્યારે અજ્ઞાનપણાને પામે. पुरिसो जह को वि इहं वित्तिणिमित्तं तु सेवदे रायं। तो सो वि देदि राया विविहे भोगे सुहुप्पाए ॥ २२४ ॥ एमेव जीवपुरिसो कम्मरयं सेवदे सुहणिमित्तं । तो सो वि देदि कम्मो विविहे भोगे सुहुप्पाए ॥ २२५ ॥ जह पुण सो च्चिय पुरिसो वित्तिणिमित्तं ण सेवदे रायं। तो सो ण देदि राया विविहे भोगे सुहुप्पाए ॥ २२६ ॥ एमेव सम्मदिट्ठी विसयत्थं सेवदे ण कम्मरयं । तो सो ण देदि कम्मो विविहे भोगे सुहुप्पाए ॥ २२७॥ જોમ જગતમાં કો પુરુષ વૃત્તિનિમિત્ત સેવે ભૂપને, તો ભૂપ પણ સુખજનક વિધવિધ ભોગ આપે પુરુષને; ૨૨૪. ત્યમ જીવપુરુષ પણ કમરજનું સુખઅરથ સેવન કરે, તો કર્મ પણ સુખજનક વિધવિધ ભોગ આપે જીવને. ૨૨૫. વળી તે જ નર જ્યમ વૃત્તિ અર્થે ભૂપને સેવે નહીં, તો ભૂપ પણ સુખજનક વિધવિધ ભોગને આપે નહીં; ૨૨૬. Page #107 -------------------------------------------------------------------------- ________________ સુદષ્ટિને ત્યમ વિષય અર્થે કર્મરજસેવન નથી, તો કર્મ પણ સુખજનક વિધવિધ ભોગને દેતાં નથી. ૨૨૭. અર્થ : જેમ આ જગતમાં કોઈ પુરુષ આજીવિકા અર્થે રાજાને સેવે છે તો તે રાજા પણ તેને સુખ ઉત્પન્ન કરનારા અનેક પ્રકારના ભોગો આપે છે, તેવી જ રીતે જીવપુરુષ સુખ અર્થે કર્મરજને સેવે છે તો તે કર્મ પણ તેને સુખ ઉત્પન્ન કરનારા અનેક પ્રકારના ભોગો આપે છે. વળી જેમ તે જ પુરુષ આજીવિકા અર્થે રાજાને નથી સેવતો તો તે રાજા પણ તેને સુખ ઉત્પન્ન કરનારા અનેક પ્રકારના ભોગો નથી આપતો, તેવી જ રીતે સમ્યગ્દષ્ટિ વિષય અર્થે કમરજને નથી સેવતો તો (અર્થાત્ તેથી) તે કર્મ પણ તેને સુખ ઉત્પન્ન કરનારા અનેક પ્રકારના ભોગો નથી આપતું. सम्माद्दिट्ठी जीवा णिस्संका होति णिब्भया तेण। सत्तभयविप्पमुक्का जम्हा तम्हा दु णिस्संका॥ २२८॥ સમ્યકત્વવંત જીવો નિઃશંકિત, તેથી છે નિર્ભય અને છે સમભયપ્રવિમુક્ત જેથી, તેથી તે નિઃશંક છે. ૨૨૮. અર્થ સમ્યગ્દષ્ટિ જીવો નિઃશંક હોય છે તેથી નિર્ભય હોય છે, અને કારણ કે સમ ભયથી રહિત હોય છે તેથી નિઃશંક હોય છે (અડોલ હોય છે). जो चत्तारि वि पाए छिंददि ते कम्मबंधमोहकरे। सो णिस्संको चेदा सम्मादिट्ठी मुणेदव्यो॥ २२९॥ જે કર્મબંધનમોહક પાદ ચારે છેદતો, ચિમૂર્તિ તે શંકારહિત સમકિતદષ્ટિ જાણવો. ર૨૯. અર્થ જે 'ચેતયિતા, કર્મબંધ સંબંધી મોહ કરનારા (અર્થાત્ જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાયો છે એવો ભ્રમ કરનારા) મિથ્યાત્વાદિ ભાવો રૂપ ચારે પાયાને છેદે છે, તે નિઃશંક સમ્યગ્દષ્ટિ જાણવો. ૧. ચેતયિતા = ચેતનાર, જાણનાર-દેખનાર; આત્મા. जो दुण करेदि कंखं कम्मफलेसु तह सव्वधम्मेसु। सो णिकंखो चेदा सम्मादिट्ठी मुणेदव्वो॥ २३०॥ જે કર્મફળ ને સર્વધર્મ તણી ન કાંક્ષા રાખતો, ચિમૂર્તિ તે કાંક્ષારહિત સમકિતદષ્ટિ જાણવો. ૨૩). અર્થ જે ચેતયિતા કર્મોનાં ફળો પ્રત્યે તથા સર્વ ધર્મો પ્રત્યે કાંક્ષા કરતો નથી તે નિષ્કાંક્ષ સમ્યગ્દષ્ટિ જાણવો. Page #108 -------------------------------------------------------------------------- ________________ ૯૮ जो ण करेदि दुगुंछं चेदा सव्वेसिमेव धम्माणं। सो खलु णिन्विदिगिच्छो सम्मादिट्ठी मुणेदव्वो॥ २३१॥ સૌ કોઈ ધર્મ વિશે જુગુપ્સાભાવ જે નહિ ધારતો, ચિમૂર્તિ નિર્વિચિકિત્સ સમકિતદષ્ટિ નિશ્ચય જાણવો. ૨૩૧. અર્થ : જે ચેતયિતા બધા ધર્મો (વસ્તુના સ્વભાવો) પ્રત્યે જુગુપ્સા (ગ્લાનિ) કરતો નથી તે નિશ્ચયથી નિર્વિચિકિત્સ (વિચિકિત્સાદોષ રહિત) સમ્યગ્દષ્ટિ જાણવો. जो हवदि असम्मूढो चेदा सद्दिट्ठि सव्वभावेसु। सो खलु अमूढदिट्ठी सम्मादिट्ठी मुणेदव्यो॥ २३२॥ સંમૂઢ નહિ જે સર્વ ભાવે, સત્ય દષ્ટિ ધારતો, તે મૂઢદષ્ટિરહિત સમકિતદષ્ટિ નિશ્ચય જાણવો. ૨૩૨. અર્થ : જે ચેતયિતા સર્વ ભાવોમાં અમૂઢ છે - યથાર્થ દષ્ટિવાળો છે, તે ખરેખર અમૂઢદષ્ટિ સમ્યગ્દષ્ટિ જાણવો. जो सिद्धभत्तिजुत्तो उवगृहणगो दुसव्वधम्माणं। सो उवगृहणकारी सम्मादिट्ठी मुणेदव्वो ॥ २३३ ॥ જે સિદ્ધભક્તિસહિત છે, ઉપગૃહક છે સૌ ધર્મનો, ચિમૂર્તિ તે ઉપગૃહનકર સમકિતદષ્ટિ જાણવો. ૨૩૩. અર્થ જે (ચેતયિતા) સિદ્ધની (શુદ્ધાત્માની) ભક્તિ સહિત છે અને પરવસ્તુના સર્વ ધર્મોને ગોપવનાર છે (અર્થાત્ રાગાદિ પરભાવોમાં જોડાતો નથી) તે ઉપગૃહનકારી સમ્યગ્દષ્ટિ જાણવો. उम्मग्गं गच्छंतं सगं पि मग्गे ठवेदि जो चेदा। सो ठिदिकरणाजुत्तो सम्मादिट्ठी मुणेदव्वो ॥ २३४ ॥ ઉન્માર્ગગમને સ્વાત્મને પણ માર્ગમાં જે સ્થાપતો, ચિમૂર્તિ તે સ્થિતિકરણયુત સમક્તિદષ્ટિ જાણવો. ૨૩૪. અર્થ : જે ચેતયિતા ઉન્માર્ગે જતાં પોતાના આત્માને પણ માર્ગમાં સ્થાપે છે, તે સ્થિતિકરણયુક્ત (સ્થિતિકરણગુણ સહિત) સમ્યગ્દષ્ટિ જાણવો. जो कुणदि वच्छलत्तं तिहं साहूण मोक्खमग्गम्हि। सो वच्छलभावजुदो सम्मादिट्ठी मुणेदव्यो॥ २३५॥ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૯ જે મોક્ષમાર્ગે ‘સાધુ’ત્રયનું વત્સલત્વ કરે અહો ! ચિન્મુર્તિ તે વાત્સલ્યયુત સમકિતદષ્ટિ જાણવો. ૨૩૫. અર્થ : જે (ચેતિયતા) મોક્ષમાર્ગમાં રહેલા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી ત્રણ સાધકો - સાધનો પ્રત્યે (અથવા વ્યવહારે આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ - એ ત્રણ સાધુઓ પ્રત્યે) વાત્સલ્ય કરે છે, તે વત્સલભાવયુક્ત (વત્સલભાવ સહિત) સમ્યગ્દષ્ટિ જાણવો. विज्जारहमारूढो मणोरहपहेसु भमइ जो चेदा । सो जिणणाणपहावी सम्मादिट्ठी मुणेदव्वो ।। २३६ ॥ ચિન્મુર્તિ મન-રથપંથમાં વિદ્યારથારૂઢ ઘૂમતો, તે જિનજ્ઞાનપ્રભાવકર સમકિતષ્ટિ જાણવો. ૨૩૬. અર્થ :જે ચેતયિતા વિદ્યારૂપી રથમાં આરૂઢ થયો થકો (-ચડ્યો થકો) મનરૂપી રથ-પંથમાં (અર્થાત્ જ્ઞાનરૂપી જે રથને ચાલવાનો માર્ગ તેમાં) ભ્રમણ કરે છે, તે જિનેશ્વરના જ્ઞાનની પ્રભાવના કરનારો સમ્યગ્દષ્ટિ જાણવો. Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ૭. બંધ અધિકાર जह णाम को वि पुरिसो णेहब्भत्तो दुरेणुबहुलम्मि। ठाणम्मि ठाइदूण य करेदि सत्थेहिं वायामं ॥ २३७॥ छिंददि भिंददि य तदा तालीतलकयलिवंसपिंडीओ। सच्चित्ताचित्ताणं करेदि दव्वाणमुवघादं ॥ २३८॥ उवघादं कुव्वंतस्स तस्स णाणाविहेहिं करणेहिं। णिच्छयदो चिंतेज हु किंपच्चयगो दु रयबंधो॥ २३९ ॥ जो सो दु णेहभावो तम्हि णरे तेण तस्स रयबंधो। णिच्छयदो विण्णेयं ण कायचेट्टाहिं सेसाहिं ॥ २४०॥ एवं मिच्छादिट्ठी वटैतो बहुविहासु चेट्ठासु। रागादी उवओगे कुव्वंतो लिप्पदि रएण॥२४१॥ જેવી રીતે કો પુરુષ પોતે તેલનું મર્દન કરી, વ્યાયામ કરતો શસ્ત્રથી બહુ રજભર્યા સ્થાને રહી; ૨૩૭. વળી તાડ, કદળી, વાંસ આદિ છિન્નભિન્ન કરે અને ઉપઘાત તેહ સચિત્ત તેમ અચિત્ત દ્રવ્ય તણો કરે. ૨૩૮. બહુ જાતને કરણો વડે ઉપઘાત કરતા તેહને, નિશ્ચય થકી ચિંતન કરો; રજબંધ થાય શું કારણે? ૨૩૯. એમ જાણવું નિશ્ચય થકી -ચીકણાઈ જે તે નર વિષે રજબંધકારણ તે જ છે, નહિ કાયચેષ્ટા શેષ જે. ૨૪૦. ચેષ્ટા વિવિધમાં વર્તતો એ રીત મિથ્યાદષ્ટિ જે, ઉપયોગમાં રાગાદિ કરતો રજ થકી લેપાય તે. ૨૪૧. અર્થ જેવી રીતે - કોઈ પુરુષ (પોતાના પર અર્થાત્ પોતાના શરીર પર) તેલ આદિ સ્નિગ્ધ પદાર્થ લગાવીને અને બહુ રજવાળી (ધૂળવાળી) જગ્યામાં રહીને શસ્ત્રો વડે વ્યાયામ કરે છે, અને તાડ, તમાલ, કેળ, વાંસ, Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ અશોક વગેરે વૃક્ષોને છેદે છે, ભેદે છે, સચિત્ત તથા અચિત્ત દ્રવ્યોનો ઉપઘાત (નાશ) કરે છે; એ રીતે નાના પ્રકારનાં કરણો વડે ઉપઘાત કરતાં તે પુરુષને રજનો બંધ (ધૂળનું ચોટવું) ખરેખર ક્યા કારણે થાય છે તે નિશ્ચયથી વિચારો. તે પુરુષમાં જે તેલ આદિનો જે ચીકાશભાવ છે તેનાથી તેને રજનો ધ થાય છે એમ નિશ્ચયથી જાણવું, શેષ કાયાની ચેષ્ટાઓથી નથી થતો. એવી રીતે-બહુ પ્રકારની ચેષ્ટાઓમાં વર્તતો મિથ્યાદષ્ટિ (પોતાના) ઉપયોગમાં રાગાદિ ભાવોને કરતો થકો કર્મરૂપી રજથી લેપાય છે - બંધાય છે. जह पुण सो चेव णरो हे सव्वम्हि अवणिदे संते। रेणुबहुलम्म ठाणे करेदि सत्थेहिं वायामं ॥ २४२ ॥ छिंददि भिंददि य तहा तालीतलकयलिवंसपिंडीओ । सच्चित्ताचित्ताणं करेदि उवघादं कुव्वंतस्स तस्स णाणाविहिं करणेहिं । णिच्छयदो चिंतेज्ज ह किंपच्चयगो ण रयबंधो ॥ २४४ ॥ જ્વાળમુવધાવું ॥ ૨૪૩ ॥ जो सो दुणेहभावो तम्हि णरे तेण तस्स रयबंधो। णिच्छयदो विण्णेयं ण कायचेट्ठाहिं सेसाहिं ॥ २४५ ॥ एवं सम्मादिट्ठी वट्टंतो बहुविहेसु जोगेसु । अकरंतो उवओगे रागादी ण लिप्पदि रएण ॥ २४६ ॥ જેવી રીતે વળી તે જ નર તે તેલ સર્વ દૂરે કરી, વ્યાયામ કરતો શસ્ત્રથી બહુ રજભર્યા સ્થાને રહી; ૨૪૨. વળી તાડ, કદળી, વાંસ આદિ છિન્નભિન્ન કરે અને ઉપઘાત તેહ ચિત્ત તેમ અચિત્ત દ્રવ્ય તણો કરે. ૨૪૩. બહુ જાતનાં કરણો વડે ઉપઘાત કરતા તેહને, નિશ્ચય થકી ચિંતન કરો, રજબંધ નહિ શું કારણે ? ૨૪૪. એમ જાણવું નિશ્ચય થકી-ચીકણાઈ જે તે નર વિષે રજબંધકારણ તે જ છે, નહિ કાયચેષ્ટા શેષ જે. ૨૪૫. યોગો વિવિધમાં વર્તતો એ રીત સમ્યગ્દષ્ટિ જે, રાગાદિ ઉપયોગે ન કરતો રજથી નવ લેપાય તે. ૨૪૬. Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ અર્થ :વળી જેવી રીતે-તે જ પુરુષ, સમસ્ત તેલ આદિ સ્નિગ્ધ પદાર્થને દૂર કરવામાં આવતાં, બહુ રજવાળી જગ્યામાં શસ્ત્રો વડે વ્યાયામ કરે છે, અને તાડ, તમાલ, કેળ, વાંસ, અશોક વગેરે વૃક્ષોને છેદે છે, ભેદે છે, સચિત્ત તથા અચિત્ત દ્રવ્યોનો ઉપઘાત કરે છે; એ રીતે નાના પ્રકારના કરણો વડે ઉપઘાત કરતા તે પુરુષને રજનો બંધ ખરેખર ક્યા કારણે નથી થતો તે નિશ્ચયથી વિચારો. તે પુરુષમાં જે તેલ આદિનો ચીકાશભાવ હોય તેનાથી તેને રજનો બંધ થાય છે એમ નિશ્ચયથી જાણવું, શેષ કાયાની ચેષ્ટાઓથી નથી થતો. (માટે તે પુરુષના ચીકાશના અભાવના કારણે જ તેને રજ ચોંટતી નથી.) એવી રીતે -બહુ પ્રકારના યોગોમાં વર્તતો સમ્યગ્દષ્ટિ ઉપયોગમાં રાગાદિકને નહિ કરતો થકો કર્મરજથી લેપાતો નથી. जो दि हिंसामि य हिंसिज्जामि य परेहिं सत्तेहिं । सो मूढो अण्णाणी गाणी एत्तो दु विवरीदो ॥ २४७॥ અર્થ : ( હે ભાઇ ! ‘હું ક્ષયથી થાય છે રીતે કર્યું ? જે માનતો - હું મારું ને પર જીવ મારે મુજને, તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. ૨૪૭. અર્થ : જે એમ માને છે કે ‘હું પર જીવોને મારું છું (-હણું છું) અને પર જીવો મને મારે છે’, તે મૂઢ (-મોહી) છે, અજ્ઞાની છે, અને આનાથી વિપરીત (અર્થાત્ આવું નથી માનતો) તે જ્ઞાની છે. आउक्खयेण मरणं जीवाणं जिणवरेहिं पण्णत्तं । आउं ण हरेसि तुमं कह ते मरणं कदं तेसिं ॥ २४८ ॥ आउक्खयेण मरणं जीवाणं जिणवरेहिं पण्णत्तं । आउं ण हरंति तुहं कह ते मरणं कदं तेहिं ॥ २४९ ॥ છે આયુક્ષયથી મરણ જીવનું એમ જિનદેવે કહ્યું, તું આયુ તો હરતો નથી, તે મરણ ક્યમ તેનું કર્યું ? ૨૪૮. છે આયુક્ષયથી મરણ જીવનું એમ જિનદેવે કહ્યું, તે આયુ તુજ હરતા નથી, તો મરણ ક્યમ તારું કર્યું ? ૨૪૯. પર જીવોને મારું છું’ એમ જે તું માને છે, તે તારું અજ્ઞાન છે.) જીવોનું મરણ આયુકર્મના એમ જિનવરોએ કહ્યું છે; તું પર જીવોનું આયુકર્મ તો હરતો નથી, તો તે તેમનું મરણ કઇ (હે ભાઈ ! ‘પર જીવો મને મારે છે’ એમ જે તું માને છે, તે તારું અજ્ઞાન છે.) જીવોનું મરણ આયુકર્મના ક્ષયથી થાય છે એમ જિનવરોએ કહ્યું છે; પર જીવો તારું આયુકર્મ તો હરતા નથી, તો તેમણે તારું મરણ કઈ રીતે કર્યું ? Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ जो मण्णदि जीवेमि य जीविज्जामि य परेहिं सत्तेहिं। सो मूढो अण्णाणी णाणी एत्तो दु विवरीदो॥ २५० ।। જે માનતો-હું જિવાડુંને પર જીવ જિવાડે મુજને, તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. ૨૫૦. અર્થ જે જીવએમ માને છે કે હું પરજીવોનેજિવાડું છું અને પરજીવો મને જિવાડે છે, તેમૂઢ (માહી) છે, અજ્ઞાની છે, અને આનાથી વિપરીત (અર્થાત્ જે આવું નથી માનતો, આનાથી ઊલટું માને છે, તે જ્ઞાની છે. आऊदयेण जीवदि जीवो एवं भणंति सव्वण्हू। आउंच ण देसि तुमं कहं तए जीविदं कदंतेसिं॥ २५१॥ आऊदयेण जीवदि जीवो एवं भणंति सव्वण्हू। आउं च ण दिति तुहं कहं णु ते जीविदं कदं तेहिं ॥ २५२॥ છે આયુ-ઉદયે જીવન જીવવું એમ સર્વ કહ્યું, તું આવ્યું તો દેતો નથી, તેં જીવન જ્યાં તેનું કર્યું? ૨૫૧. છે આયુ-ઉદયે જીવન જીવવું એમ સર્વ કહ્યું, તે આયુ તુજ દેતા નથી, તો જીવન કીમ તારું કર્યું? ૨૫૨. અર્થ જીવ આયુકર્મના ઉદયથી જીવે છે એમ સર્વજ્ઞદેવો કહે છે; તું પર જીવોને આયુકર્મ તો દેતો નથી તો (હે ભાઇ !) તે તેમનું જીવિત (જીવતર) કઈ રીતે કર્યું? જીવ આયકર્મના ઉદયથી જીવે છે એમ સર્વજ્ઞદેવો કહે છે; પર જીવો તને આયુકર્મ તો દેતા નથી તો (હે ભાઈ !) તેમણે તારું જીવિત કઈ રીતે કર્યું? जो अप्पणा दु मण्णदि दुक्खिदसुहिदे करेमि सत्ते त्ति। सो मूढो अण्णाणी णाणी एत्तो दु विवरीदो॥२५३ ॥ જે માનતો-ભુજથી દુખીસુખી હું કરું પર જીવને, તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. ૨૫૩. અર્થ : જે એમ માને છે કે મારા પોતાથી હું (પર) જીવોને દુઃખી-સુખી કરું છું, તે મૂઢ (મોહી) છે, અજ્ઞાની છે, અને આનાથી વિપરીત તે જ્ઞાની છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ कम्मोदएण जीवा दुक्खिदसुहिदा हवंति जदि सव्वे। कम्मं च ण देसि तुमं दुक्खिदसुहिदा कह कया ते ॥ २५४ ॥ कम्मोदएण जीवा दुक्खिदसुहिदा हवंति जदि सव्वे। कम्मं च ण दिति तुहं कदोसि कहं दुक्खिदो तेहिं॥ २५५ ॥ कम्मोदएण जीवा दुक्खिदसुहिदा हवंति जदि सव्वे। कम्मं च ण दिति तुहं कह तं सुहिदो कदो तेहिं ॥ २५६ ॥ જ્યાં કર્મ-ઉદય જીવ સર્વ દુખિત તેમ સુખી થતા, તું કર્મ તો દેતો નથી, તે કેમ દુખિત-સુખી કર્યા? ૨૫૪. જ્યાં કર્મ-ઉદય જીવ સર્વે દુખિત તેમ સુખી બને, તે કર્મ તુજ દેતા નથી, તો દુખિત કેમ કર્યો તને? ર૫૫. જ્યાં કર્મ-ઉદય જીવ સર્વે દુખિત તેમ સુખી બને, તે કર્મ તુજ દેતા નથી, તો સુખિત કેમ કર્યો તને? ૨૫૬. અર્થ : જો સર્વ જીવો કર્મના ઉદયથી દુઃખી-સુખી થાય છે, અને હું તેમને કર્મ તો દેતો નથી, તો (હે ભાઈ !) તે તેમને દુઃખી-સુખી કઈ રીતે કર્યા? જો સર્વ જીવો કર્મના ઉદયથી દુઃખી-સુખી થાય છે, અને તેઓ તને કર્મ તો દેતા નથી, તો (હે ભાઈ !) તેમણે તને દુઃખી કઈ રીતે કર્યો? જો સર્વ જીવો કર્મના ઉદયથી દુઃખી-સુખી થાય છે, અને તેઓ તને કર્મ તો દેતા નથી, તો (હે ભાઈ !) તેમણે તને સુખી કઈ રીતે કર્યો ? जो मरदि जो य दुहिदो जायदि कम्मोदएण सो सव्वो। तम्हा दु मारिदो दे दुहाविदो चेदि ण हु मिच्छा ॥ २५७॥ जो ण मरदि ण य दुहिदो सो वि य कम्मोदएण चेव खलु। तम्हा ण मारिदो णो दुहाविदो चेदि ण हु मिच्छा ॥ २५८ ॥ મરતો અને જે દુખી થતો-સૌ કર્મના ઉદય બને, તેથી હણ્યો મેં, દુખી કર્યો -તુજ મત શું નહિ મિઆ ખરે? ૨૫૭. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ વળી નવ મરે, નવ દુખી બને, તે કર્મના ઉદયે ખરે, મેંનવ હણ્યો, નવદુખી કર્યો” -તુજ મત શું નહિ મિથ્યાખરે” ૨૫૮ અર્થ : જે મરે છે અને જે દુઃખી થાય છે તે સૌ કર્મના ઉદયથી થાય છે, તેથી મેં માર્યો, મેંદુઃખી કર્યો’ એવો તારો અભિપ્રાય શું ખરેખર મિથ્યા નથી? વળી જે નથી મરતો અને નથી દુઃખી થતો તે પણ ખરેખર કર્મના ઉદયથી જ થાય છે, તેથી મેંન માર્યો, મેંન દુઃખી કર્યો એવો તારો અભિપ્રાય શું ખરેખર મિથ્યા નથી ? एसा दुजा मदी दे दुक्खिदसुहिदे करेमि सत्ते त्ति। एसा दे मूढमदी सुहासुहं बंधदे कम्मं ॥ २५९॥ આ બુદ્ધિ છે તુજ - દુખિત તેમ સુખી કરું છું જીવને', તે મૂઢ મતિ તારી અરે ! શુભ-અશુભ બાંધે કર્મને. ૨૫૯. અર્થ : તારી જે આ બુદ્ધિ છે કે હું જીવોને દુઃખી-સુખી કરું છું, તે આ તારી મૂઢ બુદ્ધિ જ (મોહરવરૂપ બુદ્ધિ જ) શુભાશુભ કર્મને બાંધે છે. दुक्खिदसुहिदे सत्ते करेमि जं एवमज्झवसिदं ते। तं पावबंधगं वा पुण्णस्स व बंधगं होदि॥ २६०॥ मारिमि जीवावेमि य सत्ते जं एवमज्झवसिदं ते। तं पावबंधगं वा पुण्णस्स व बंधगं होदि॥ २६१॥ કરતો તું અધ્યવસાન - દુખિત-સુખી કરું છું જીવને', તે પાપનું બંધક અગર તો પુણ્યનું બંધક બને. ૨૬૦. કરતો તું અધ્યવસાન -મારું જિવાડું છું પર જીવને', તે પાપનું બંધક અગર તો પુણ્યનું બંધક બને. ૨૬૧. અર્થ: હું જીવોને દુઃખી-સુખી કરું છું આવું જે તારું અધ્યવસાન, તે જ પાપનું બંધક અથવા પુણ્યનું બંધક થાય છે. હું જીવોને મારું છું અને જિવાડું છું” આવું જે તારું અધ્યવસાન, તે જ પાપનું બંધક અથવા પુણ્યનું બંધક થાય છે. ૧. જે પરિણમન મિથ્યા અભિપ્રાય સહિત હોય (-સ્વપરના એકત્વના અભિપ્રાય સહિત હોય) અથવા વૈભાવિક હોય તે પરિણમન માટે અધ્યવસાન શબ્દ વપરાય છે. (મિથ્યા) નિશ્ચય કરવો, (મિથ્યા) અભિપ્રાય કરવો- એવા અર્થમાં પણ તે શબ્દ વપરાય છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ अज्झवसिदेण बंधो सत्ते मारेउ मा व मारेउ। एसो बंधसमासो जीवाणं णिच्छयणयस्स ॥ २६२ ॥ મારો - ન મારો જીવને, છે બંધ અધ્યવસાનથી, -આ જીવ કેરા બંધનો સંક્ષેપ નિશ્ચયનય થકી. ૨૬૨. અર્થ : જીવોને મારો અથવા ન મારો - કર્મબંધ અધ્યવસાનથી જ થાય છે. આ, નિશ્ચયનયે, જીવોના બંધનો સંક્ષેપ છે. एवमलिए अदत्ते अबंभचेरे परिग्गहे चेव। कीरदि अज्झवसाणं जं तेण दु बज्झदे पावं ॥ २६३॥ तह वि य सच्चे दत्ते बंभे अपरिग्गहत्तणे चेव। कीरदि अज्झवसाणं जं तेण दु बज्झदे पुण्णं ॥ २६४॥ એમ અલીકમાંહી, અદત્તમાં, અબ્રહ્મ ને પરિગ્રહ વિષે જે થાય અધ્યવસાન તેથી પાપબંધન થાય છે. ૨૬૩. એ રીતે સત્ય, દત્તમાં, વળી બ્રહ્મ ને અપરિગ્રહ જે થાય અધ્યવસાન તેથી પુણ્યબંધન થાય છે. ૨૬૪. અર્થ એ રીતે (અર્થાતુ પૂર્વે હિંસાના અધ્યવસાય વિષે કહ્યું તેમ) અસત્યમાં, અદત્તમાં, અબ્રહ્મચર્યમાં અને પરિગ્રહમાં જે અધ્યવસાન કરવામાં આવે તેનાથી પાપનો બંધ થાય છે, અને તેવી જ રીતે સત્યમાં, દત્તમાં, બ્રહ્મચર્યમાં અને અપરિગ્રહમાં જે અધ્યવસાન કરવામાં આવે તેનાથી પુણ્યનો બંધ થાય છે. वत्थु पडुच्च जं पुण अज्झवसाणं तु होदि जीवाणं। ण य वत्थुदो दु बंधो अज्झवसाणेण बंधोत्थि॥ २६५ ॥ જે થાય અધ્યવસાન જીવને, વસ્તુ-આશ્રિત તે બને, પણ વસ્તુથી નથી બંધ, અધ્યવસાનમાત્રથી બંધ છે. ૨૬૫. અર્થ વળી, જીવોને જે અધ્યવસાન થાય છે તે વસ્તુને અવલંબીને થાય છે તો પણ વસ્તુથી બંધ નથી, અધ્યવસાનથી જ બંધ છે. दुक्खिदसुहिदे जीवे करेमि बंधेमि तह विमोचेमि। जा एसा मूढमदी णिरत्थया सा हु दे मिच्छा ॥ २६६ ॥ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ કરું છું દુખી-સુખી જીવને, વળી બદ્ધ-મુક્ત કરું અરે ! આ મૂઢ મતિ તુજ છે નિરર્થક, તેથી છે મિથ્યા ખરે. ૨૬૬. અર્થ હે ભાઈ ! હું જીવોને દુઃખી-સુખી કરું છું, બંધાવું છું તથા મુકાવું છું' એવી જે આ તારી મૂઢ મતિ (મોહિત બુદ્ધિ) છે તે નિરર્થક હોવાથી ખરેખર મિથ્યા (-ખોટી) છે. अज्झवसाणणिमित्तं जीवा बज्झंति कम्मणा जदि हि। मुच्चंति मोक्खमग्गे ठिदा य ता किं करेसि तुमं ॥ २६७॥ સૌ જીવ અધ્યવસાનકારણ કર્મથી બંધાય જ્યાં ને મોક્ષમાર્ગ સ્થિત જીવો મુકાય, તું શું કરે ભલા? ૨૬૭. અર્થ હે ભાઈ! જો ખરેખર અધ્યવસાનના નિમિત્તે જીવો કર્મથી બંધાય છે અને મોક્ષમાર્ગમાં સ્થિત મુકાય છે, તો તું શું કરે છે? (તારો તો બાંધવા-છોડવાનો અભિપ્રાય વિફળ ગયો.). सव्वे करेदि जीवो अज्झवसाणेण तिरियणेरइए। देवमणुए य सव्वे पुण्णं पावं च णेयविहं ॥ २६८॥ धम्माधम्मं च तहा जीवाजीवे अलोगलोगं च। सव्वे करेदि जीवो अज्झवसाणेण अप्पाणं ॥ २६९॥ તિર્યંચ, નારક, દેવ, માનવ, પુણ્ય-પાપ વિવિધ જે, તે સર્વરૂપ નિજને કરે છે જીવ અધ્યવસાનથી. ૨૬૮. વળી એમ ધર્મ-અધર્મ, જીવ-અજીવ, લોક-અલોક જે, તે સર્વરૂપ નિજને કરે છે જીવ અધ્યવસાનથી. ૨૬૯. અર્થ જીવ અધ્યવસાનથી તિર્યંચ, નારક, દેવ અને મનુષ્ય એ સર્વ પર્યાયો, તથા અનેક પ્રકારના પુણ્ય અને પાપ - એ બધારૂપ પોતાને કરે છે. વળી તેવી રીતે જીવ અધ્યવસાનથી ધર્મ-અધર્મ, જીવ-અજીવ અને લોકઅલોક-એ બધારૂપ પોતાને કરે છે. एदाणि णत्थि जेसिं अज्झवसाणाणि एवमादीणि। ते असुहेण सुहेण व कम्मेण मुणी ण लिप्पंति ॥ २७० ॥ એ આદિ અધ્યવસાન વિધવિધ વર્તતાં નહિ જેમને, તે મુનિવરો લેપાય નહિ શુભ કે અશુભ કર્મો વડે. ૨૭૦. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ અર્થ : આ (પૂર્વે કહેલાં) તથા આવા બીજા પણ અધ્યવસાન જેમને નથી, તે મુનિઓ અશુભ કે શુભ કર્મથી લેપાતા નથી. बुद्धी ववसाओ वि य अज्झवसाणं मदी य विण्णाणं । एकमेव सव्वं चित्तं भावो य परिणामो ॥ २७१ ॥ બુદ્ધિ, મતિ, વ્યવસાય, અધ્યવસાન, વળી વિજ્ઞાન ને પરિણામ, ચિત્ત ને ભાવ - શબ્દો સર્વ આ એકાર્થ છે. ૨૭૧. અર્થ : બુદ્ધિ, વ્યવસાય, અધ્યવસાન, મતિ, વિજ્ઞાન, ચિત્ત, ભાવ અને પરિણામ - એ બધા એકાર્થ જ છે. (-નામ જુદા છે, અર્થ જુદા નથી.) एवं ववहारणओ पडिसिद्धो जाण णिच्छयणएण । णिच्छयणयासिदा पुण मुणिणो पावंति णिव्वाणं ।। २७२ ।। વ્યવહારનય એ રીત જાણ નિષિદ્ધ નિશ્ચયનય થકી; નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની. ૨૭૨. અર્થ ઃ એ રીતે (પૂર્વોક્ત રીતે) (પરાશ્રિત એવો) વ્યવહારનય નિશ્ચયનય વડે નિષિદ્ધ જાણ; નિશ્ચયનયને આશ્રિત મુનિઓ નિર્વાણને પામે છે. वदसमिदीगुत्तीओ सीलतवं जिणवरेहि पण्णत्तं । कुव्वंतो वि अभव्वो अण्णाणी मिच्छदिट्ठी दु ।। २७३ ।। જિનવરકહેલાં વ્રત, સમિતિ, ગુપ્તિ, વળી તપ- ૫-શીલને, કરતાં છતાંય અભવ્ય જીવ અજ્ઞાની મિથ્યાદષ્ટિ છે. ૨૭૩. અર્થ : જિનવરોએકહેલાં વ્રત, સમિતિ, ગુપ્તિ, શીલ, તપકરતાં છતાંપણઅભવ્યજીવઅજ્ઞાનીઅને મિથ્યાદષ્ટિછે. मोक्खं असद्दहंतो अभवियसत्तो दु जो अधीएज्ज । पाठो ण करेदि गुणं असदहंतस्स णाणं तु ॥ २७४ ॥ મુક્તિ તણી શ્રદ્ધારહિત અભવ્ય જીવ શાસ્ત્રો ભણે, પણ જ્ઞાનની શ્રદ્ધારહિતને પઠન એ નહિ ગુણ કરે. ૨૭૪. અર્થ : મોક્ષને નહિ શ્રદ્ધતો એવો જે અભવ્ય જીવ છે તે શાસ્ત્રો તો ભણે છે, પરંતુ જ્ઞાનને નહિ શ્રદ્ધતા એવા તેને શાસ્ત્રપઠન ગુણ કરતું નથી. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ सद्दहदि य पत्तेदि य रोचेदि य तह पुणो य फासेदि। धमं भोगणिमित्तं ण दु सो कम्मक्खयणिमित्तं ॥ २७५ ॥ તે ધર્મને શ્રદ્ધ, પ્રતીત, રુચિ અને સ્પર્શન કરે, તે ભોગહેતુ ધર્મને, નહિ કર્મક્ષયના હેતુને. ૨૭૫. અર્થ તે (અભવ્ય જીવ) ભોગના નિમિત્તરૂપ ધર્મને જ શ્રદ્ધે છે, તેની જ પ્રતીત કરે છે, તેની જરૂચિ કરે છે અને તેને જ સ્પર્શે છે, પરંતુ કર્મક્ષયના નિમિત્તરૂપ ધર્મને નહિ (કર્મક્ષયના નિમિત્તરૂપ ધર્મ નથી શ્રદ્ધતો, નથી તેની પ્રતીત કરતો, નથી તેની રુચિ કરતો અને નથી તેને સ્પર્શતો.) आयारादी णाणं जीवादी दंसणं च विण्णेयं । छज्जीवणिकं च तहा भणदि चरित्तं तु ववहारो॥ २७६ ॥ आदा खु मज्झ णाणं आदा मे दंसणं चरित्तं च। आदा पच्चक्खाणं आदा मे संवरो जोगो॥ २७७॥ આચાર’ આદિજ્ઞાન છે, જીવાદિ દર્શન જાણવું, શજીવનિકાય ચરિત છે, એ કથન નય વ્યવહારનું. ૨૭૬. મુજ આત્મ નિશ્ચય જ્ઞાન છે, મુજ આત્મ દર્શન ચરિત છે, મુજ આત્મ પ્રત્યાખ્યાન ને મુજ આત્મ સંવર-યોગ છે. ૨૭૭. અર્થ આચારાંગ આદિ શાસ્ત્રો તે જ્ઞાન છે, જીવ આદિતત્ત્વો તે દર્શન જાણવું અને છ જીવ-નિકાય તે ચારિત્ર છે - એમ તો વ્યવહારનય કહે છે. નિશ્ચયથી મારો આત્મા જ જ્ઞાન છે, મારો આત્મા જ દર્શન અને ચારિત્ર છે, મારો આત્મા જ પ્રત્યાખ્યાન છે, મારો આત્મા જ સંવર અને યોગ (સમાધિ, ધ્યાન) છે. जह फलिहमणी सुद्धोण सयं परिणमदिरागमादीहिं। रंगिज्जदि अण्णेहिं दु सो रत्तादीहिं दव्वेहिं ॥ २७८ ।। एवं णाणी सुद्धो ण सयं परिणमदि रागमादीहिं। राइज्जदि अण्णेहिं दु सो रागादीहिं दोसेहिं ॥ २७९ ॥ જ્યમ સ્ફટિકમણિ છે શુદ્ધ, રક્તરૂપે સ્વયં નહિ પરિણમે, પણ અન્ય જે રક્તાદિ દ્રવ્યો તે વડે રાતો બને; ૨૮. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ત્યમ જ્ઞાની” પણ છે શુદ્ધ, રાગરૂપે સ્વયં નહિ પરિણમે, પણ અન્ય જે રાગાદિ દોષો તે વડે રાગી બને. ૨૭૯. અર્થ : જેમ સ્ફટિકમણિ શુદ્ધ હોવાથી રાગાદિરૂપે રતાશ આદિરૂપે) પોતાની મેળે પરિણમતો નથી પરંતુ અન્ય રક્ત આદિદ્રવ્યો વડે તે રક્ત (-રાતો) આદિ કરાય છે, તેમ જ્ઞાની અર્થાત્ આત્મા શુદ્ધ હોવાથી રાગાદિરૂપે પોતાની મેળે પરિણમતો નથી પરંતુ અન્ય રાગાદિ દોષો વડે તે રાગી આદિ કરાય છે. ण य रागदोसमोहं कुव्वदि णाणी कसायभावं वा। सयमप्पणो ण सो तेण कारगो तेसिं भावाणं ॥२८॥ કદી રાગદ્વેષવિમોહ અગર કષાયભાવો નિજ વિષે, જ્ઞાની સ્વયં કરતો નથી, તેથી ન તત્કારક ઠરે. ૨૮૦. અર્થ જ્ઞાની રાગદ્વેષમોહને કે કષાયભાવને પોતાની મેળે પોતામાં કરતો નથી તેથી તે, તે ભાવોનો કારક અર્થાત્ કર્તા નથી रागम्हि य दोसम्हि य कसायकम्मेसु चेव जे भावा। तेहिं दु परिणमंतो रागादी बंधदि पुणो वि॥ २८१॥ પણ રાગ-દ્વેષ-કષાયકર્મનિમિત્ત થાયે ભાવ જે, તે-રૂપ જે પ્રાણમે, ફરી તે બાંધતો રાગાદિને. ૨૮૧. અર્થ રાગ, દ્વેષ અને કષાયકર્મો હોતાં (અર્થાત્ તેમનો ઉદય થતાં) જે ભાવો થાય છે તે-રૂપે પરિણમતો અજ્ઞાની રાગાદિકને ફરીને પણ બાંધે છે. रागम्हि य दोसम्हि य कसायकम्मेसु चेव जे भावा। तेहिं दु परिणमंतो रागादी बंधदे चेदा ॥ २८२॥ . એમ રાગ-દ્વેષ-કષાયકર્મનિમિત્ત થાયે ભાવ જે, તે-રૂપ આત્મા પરિણમે, તે બાંધતો રાગાદિને. ૨૮૨. અર્થ રાગ, દ્વેષ અને કષાયકર્મો હોતાં (અર્થાત્ તેમનો ઉદય થતાં) જે ભાવો થાય છે તે-રૂપે પરિણમતો થકો આત્મા રાગાદિકને બાંધે છે. अप्पडिकमणं दुविहं अपच्चखाणं तहेव विण्णेयं । एदेणुवदेसेण य अकारगो वण्णिदो चेदा ॥ २८३॥ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ अप्पडिकमणं दुविहं दव्वे भावे अपच्चखाणं पि । एदेणुवदेसेण य अकारगो वण्णिदो चेदा ॥ २८४ ॥ जावं अप्पडिकमणं अपच्चखाणं च दव्वभावाणं । कुव्वदि आदा तावं कत्ता सो होदि णादव्वो ।। २८५ ।। અણપ્રતિક્રમણ યવિધ, અણપચખાણ પણ યવિધ છે, -આ રીતના ઉપદેશથી વર્ષો અકારક જીવને. ૨.૮૩. અણપ્રતિક્રમણ બે - દ્રવ્યભાવે, એમ અણપચખાણ છે, -આ રીતના ઉપદેશથી વર્ણો અકારક જીવને. ૨.૮૪. અણપ્રતિક્રમણ વળી એમ અણપચખાણ દ્રવ્યનું, ભાવનું, આત્મા કરે છે ત્યાં લગી કર્તા બને છે જાણવું. ૨૮૫. અર્થ : અપ્રતિક્રમણ બે પ્રકારનું તેમ જ અપ્રત્યાખ્યાન બે પ્રકારનું જાણવું; -આ ઉપદેશથી આત્મા અકારક વર્ણવવામાં આવ્યો છે. અપ્રતિક્રમણ બે પ્રકારનું છે - દ્રવ્ય સંબંધી અને ભાવ સંબંધી; તેવી રીતે અપ્રત્યાખ્યાન પણ બે પ્રકારનું છે - દ્રવ્ય સંબંધી અને ભાવ સંબંધી; - આ ઉપદેશથી આત્મા અકારક વર્ણવવામાં આવ્યો છે. જ્યાં સુધી આત્મા દ્રવ્યનું અને ભાવનું અપ્રતિક્રમણ તથા અપ્રત્યાખ્યાન કરે છે ત્યાં સુધી તે કર્તા થાય છે એમ જાણવું. आधाकम्मादीया पोग्गलदव्वस्स जे इमे दोसा । कह ते कुव्वदि णाणी परदव्वगुणा दु जे णिच्चं ॥ २८६ ॥ आधाकम्मं उद्देसियं च पोग्गलमयं इमं दव्वं । कह तं मम होदि कयं जं णिच्चमचेदणं वृत्तं ।। २८७ । આધાકરમ ઇત્યાદિ પુદ્ગલદ્રવ્યના આ દોષ જે, તે કેમ ‘જ્ઞાની’ કરે સદા પરદ્રવ્યના જે ગુણ છે ? ૨૮૬. ઉદ્દેશી તેમ જ અધઃકર્મી પૌદ્ગલિક આ દ્રવ્ય જે, તે કેમ મુજકૃત હોય નિત્ય અજીવ ભાખ્યું જેહને ? – ૨૮૭. અર્થ : અધઃકર્મ આદિ જે આ પુદ્ગલદ્રવ્યના દોષો છે (તેમને જ્ઞાની અર્થાત્ આત્મા કરતો નથી; તેમને જ્ઞાની J Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ અર્થાત્ આત્મા કેમ કરે કે જે સદા પરદ્રવ્યના ગુણો છે? મ ટે અધઃકર્મ અને ઉશિક એવું આ પુદ્ગલમય દ્રવ્ય છે (તે મારું કર્યું થતું નથી;) તે મારું કર્યું કેમ થાય કે જે સદા અચેતન કહેવામાં આવ્યું છે ? Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ ૮. મોક્ષ અધિકાર जह णाम को वि पुरिसो बंधणयम्हि चिरकालपडिबद्धो । तिव्वं मंदसहावं कालं च वियाणदे तस्स ॥ २८८ ॥ जण विकुदिच्छेदं ण मुच्चदे तेण बंधणवसो सं । काले उ बहुगेण विण सो णरो पावदि विमोक्खं ।। २८९ ।। इय कम्मबंधणाणं एदेसठिइपयडिमेवमणुभागं । जाणतो वि ण मुच्चदि मुच्चदि सो चेव जदि सुद्धो ॥ २९० ॥ જ્યમ પુરુષ કો બંધન મહીં પ્રતિબદ્ધ જે ચિરકાળનો, તે તીવ્ર - મંદ સ્વભાવ તેમ જ કાળ જાણે બંધનો, ૨૮૮ પણ જો કરે નહિ છેદતો ન મુકાય, બંધનવશ રહે, ને કાળ બહુયે જાય તોપણ મુક્ત તે નર નહિ બને; ૨૮૯. ત્યમ કર્મબંધનના પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગને જાણે છતાં ન મુકાય જીવ, જો શુદ્ધ તો જ મુકાય છે. ૨૯૦. અર્થ : જેવી રીતે બંધનમાં ઘણા કાળથી બંધાયેલો કોઈ પુરુષ તે બંધનના તીવ્ર-મંદ (આકરા-ઢીલા) સ્વભાવને અને કાળને (અર્થાત્ આ બંધન આટલા કાળથી છે એમ) જાણે છે, પરંતુ જો તે બંધનને પોતે કાપતો નથી તો તેનાથી છૂટતો નથી અને બંધનવશ રહેતો થકો ઘણા કાળે પણ તે પુરુષ બંધનથી છૂટવારૂપ મોક્ષને પામતો નથી; તેવી રીતે જીવ કર્મ-બંધનોના પ્રદેશ, સ્થિતિ, પ્રકૃતિ તેમ જ અનુભાગને જાણતાં છતાં પણ (કર્મબંધથી) છૂટતો નથી, પરંતુ જો પોતે (રાગાદિને દૂર કરી) શુદ્ધ થાય તો જ છૂટે છે. जह बंधे चिंतंतो बंधणबद्धो ण पावदि विमोक्खं । तह बंधे चिंतंतो जीवो वि ण पावदि विमोक्खं ।। २९१ ॥ બંધન મહીંજે બદ્ધ તે નહિ બંધિચંતાથી છૂટે, ત્યમ જીવ પણ બંધો તણી ચિંતા કર્યાથી નવ છૂટે. ૨૯૧. અર્થ : જેમ બંધનથી બંધાયેલો પુરુષ બંધોના વિચાર કરવાથી મોક્ષ પામતો નથી (અર્થાત્ બંધથી છૂટતો નથી), તેમ જીવ પણ બંધના વિચાર કરવાથી મોક્ષ પામતો નથી. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ जह बंधे छेत्तूण य बंधणबद्धो दु पावदि विमोक्खं। तह बंधे छेत्तूण य जीवो संपावदि विमोक्खं ॥ २९२॥ બંધન મહીં જે બદ્ધ તે નર બંધ છેદનથી છૂટે, ત્યમ જીવ પણ બંધો તણું છેદન કરી મુક્તિ લહે. ૨૯૨. અર્થ જેમ બંધનથી બંધાયેલો પુરુષ બંધોને છેદીને મોક્ષ પામે છે, તેમ જીવ બંધોને છેદીને મોક્ષ પામે છે. बंधाणं च सहावं वियाणिदुं अप्पणो सहावं च। बंधेसु जो विरज्जदि सो कम्मविमोक्खणं कुणदि॥ २९३॥ બંધો તણો જાણી સ્વભાવ, સ્વભાવ જાણી આત્મનો, જે બંધ માંહી વિરક્ત થાય, કર્મમોક્ષ કરે અહો! ૨૯૩. અર્થ બંધોના સ્વભાવને અને આત્માના સ્વભાવને જાણીને બંધો પ્રત્યે જે વિરક્ત થાય છે, તે કર્મોથી મુકાય जीवो बंधो य तहा छिज्जति सलक्खणेहिं णियएहिं। पण्णाछेदणएण दु छिण्णा णाणत्तमावण्णा ॥ २९४ ॥ જીવ બંધ બન્ને, નિયત નિજ નિજ લક્ષણે છેદાય છે; પ્રજ્ઞાછીણી થકી છેદતાં બન્ને જુદા પડી જાય છે. ર૯૪. અર્થ જીવ તથા બંધ નિયત સ્વલક્ષણોથી (પોતપોતાના નિશ્ચિત લક્ષણોથી) છેદાય છે; પ્રજ્ઞારૂપી છીણી વડે છેરવામાં આવતાં તેઓ નાનાપણાને પામે છે અર્થાત્ જુદા પડી જાય છે. जीवो बंधो य तहा छिज्जति सलक्खणेहिं णियएहिं। बंधो छेदेदव्यो सुद्धो अप्पा य घेत्तव्यो॥ २९५ ॥ જીવ-બંધ જ્યાં છેદાય એ રીત નિયત નિજ નિજ લક્ષણે, ત્યાં છોડવો એ બંધને, જીવ ગ્રહણ કરવો શુદ્ધને. ૨૯૫. અર્થ એ રીતે જીવ અને બંધ તેમનાં નિશ્ચિત સ્વલક્ષણોથી છેદાય છે. ત્યાં, બંધને છેદવો અર્થાત્ છોડવો અને શુદ્ધ આત્માને ગ્રહણ કરવો. कह सो धिप्पदि अप्पा पण्णाए सो दु धिप्पदे अप्पा। जह पण्णाइ विभत्तो तह पण्णाएव घेत्तव्यो॥२९६ ॥ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ એ જીવ કેમ ગ્રહાય ? જીવ ગ્રહાય છે પ્રજ્ઞા વડે; પ્રજ્ઞાથી જ્યમ જુદો કર્યો, ત્યમ ગ્રહણ પણ પ્રજ્ઞા વડે. ૨૯૬. અર્થ : (શિષ્ય પૂછે છે કે -) તે (શુદ્ધ) આત્મા કઈ રીતે ગ્રહણ કરાય ? (આચાર્ય ભગવાન ઉત્તર આપે છે કે -) પ્રજ્ઞા વડે તે (શુદ્ધ) આત્મા ગ્રહણ કરાય છે. જેમ પ્રજ્ઞા વડે ભિન્ન કર્યો, તેમ પ્રજ્ઞા વડે જ ગ્રહણ કરવો. पण्णाए घित्तव्वो जो चेदा सो अहं तु णिच्छयदो । अवसेसा जे भावा ते मज्झ परे त्ति णादव्वा ॥ २९७ ॥ પ્રજ્ઞાથી ગ્રહવો-નિશ્ચયે જે ચેતનારો તે જ હું, બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર - જાણવું. ૨૯૭. અર્થ : પ્રજ્ઞા વડે (આત્માને) એમ ગ્રહણ કરવો કે - જે ચેતનારો છે તે નિશ્ચયથી હું છું, બાકીના જે ભાવો છે તે મારાથી પર છે એમ જાણવું. पण्णाए घित्तव्वो जो दट्ठा सो अहं तु णिच्छयदो । अवसेसा जे भावा ते मज्झ परे त्ति णादव्वा ॥ २९८ ॥ पण्णाए घित्तव्वो जो णादा सो अहं तु णिच्छयदो । अवसेसा जे भावा ते मज्झ परे त्ति णादव्वा ॥ २९९ ॥ પ્રજ્ઞાથી ગ્રહવો - નિશ્ચયે જે દેખનારો તે જ હું, – બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર - જાણવું. ૨૯૮. પ્રજ્ઞાથી ગ્રહવો - નિશ્ચયે જે જાણનારો તે જ હું, બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર - જાણવું. ૨૯૯. અર્થ : પ્રજ્ઞા વડે એમ ગ્રહણ કરવો કે - જે દેખનારો છે તે નિશ્ચયથી હું છું, બાકીના જે ભાવો છે તે મારાથી પર છે એમ જાણવું. પ્રજ્ઞા વડે એમ ગ્રહણ કરવો કે - જે જાણનારો છે તે નિશ્ચયથી હું છું, બાકીના જે ભાવો છે તે મારાથી પર છે એમ જાણવું. hat in भणिज् बुह णादुं सव्वे पराइए भावे 1 मज्झमिणं ति य वयणं जाणंतो अप्पयं सुद्धं ॥ ३०० ॥ Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સૌ ભાવ જે પરકીય જાણે, શુદ્ધ જાણે આત્મને, તે કોણ જ્ઞાની ‘મારું આ’ એવું વચન બોલે ખરે ? ૩૦૦. અર્થ : સર્વ ભાવોને પારકા જાણીને કોણ જ્ઞાની, પોતાને શુદ્ધ જાણતો થકો, ‘આ મારું છે’ (-‘આ ભાવો મારા છે’) એવું વચન બોલે ? थेयादी अवराहे जो कुव्वदि सो उ संकिदो भमदि । मा बज्झेज्जं केण वि चोरो त्ति जणम्हि वियरंतो ॥ ३०९ ॥ जो कुणदि अवराहे सो णिस्संको दु जणवदे भमदि । वितस बज्झितुं जे चिंता उप्पज्जदि कयाइ ॥ ३०२ ॥ एवम्हि सावराहो बज्झामि अहं तु संकिदो चेदा । जइ पुण णिरावराहो णिस्संकोहं ण बज्झामि ॥ ३०३ ॥ અપરાધ ચૌર્યાદિક કરે જે પુરુષ તે શંકિત ફરે, કે લોકમાં ફરતાં રખે કો ચોર જાણી બાંધશે; ૩૦૧. અપરાધ જે કરતો નથી, નિઃશંક લોક વિષે ફરે, ‘બંધાઉં હું’ એવી કદી ચિંતા ન થાયે તેહને. ૩૦૨. ત્યમ આતમા અપરાધી ‘હું બંધાઉ’ એમ સશંક છે, ને નિરપરાધી જીવ ‘નહિ બંધાઉ’ એમ નિઃશંક છે. ૩૦૩. અર્થ : જે પુરુષ ચોરી આદિ અપરાધો કરે છે તે ‘લોકમાં ફરતાં રખે મને કોઇ ચોર જાણીને બાંધશે-પકડશે’ એમ શંકિત ફરે છે; જે પુરુષ અપરાધ કરતો નથી તે લોકમાં નિઃશંક ફરે છે, કારણ કે તેને બંધાવાની ચિંતા કદાપી ઊપજતી નથી. એવી રીતે અપરાધી આત્મા ‘હું અપરાધી છું તેથી હું બંધાઈશ’ એમ શંકિત હોય છે, અને જો નિરપરાધી (આત્મા) હોય તો ‘હું નહિ બંધાઉ’ એમ નિઃશંક હોય છે. संसिद्धिराधसिद्धं साधियमाराधियं च एयट्ठे । अवगदराधो जो खलु चेदा सो होदि अवरोधो ।। ३०४॥ जो विराध चेदा णिस्संकिओ उसो होइ । आराहणाइ णिच्चं वट्टेइ अहं ति जाणंतो ॥ ३०५ ॥ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ સંસિદ્ધિ સિદ્ધિ, રાધ, આરાધિત, સાધિત - એક છે, એ રાધથી જે રહિત છે તે આતમા અપરાધ છે; ૩૮૪. વળી આતમા જે નિરપરાધી તે નિઃશંકિત હોય છે, વર્તે સદા આરાધનાથી, જાગતો હું આત્મને. ૩૦૫. અર્થ સંસિદ્ધિ, 'રાધ, સિદ્ધ, સાધિત અને આરાધિત - એ શબ્દો એકાઈ છે; જે આત્મા અપગતરાધ” અર્થાતું, રાધથી રહિત છે તે આત્મા અપરાધ છે. વળી જે આત્મા નિરપરાધ છે તે નિઃશંક હોય છે; ‘શુદ્ધ આત્મા તે જ હું છું એમ જાણતો થકો આરાધનાથી સદા વર્તે છે. ૧. રાધ = આરાધના, પ્રસન્નતા, કૃપ; સિદ્ધિ, પૂર્ણતા સિદ્ધ કરવું તે; પૂર્ણ કરવું તે. पडिकमणं पडिसरणं परिहारो धारणा णियत्ती य। जिंदा गरहा सोही अट्टविहो होदि विसकुंभो॥३०६॥ अप्पडिकमणमप्पडिसरणं अप्परिहारो अधारणा चेव। . अणियत्ती य अणिंदागरहासोही अमयकुंभो॥ ३०७॥ પ્રતિક્રમણ, ને પ્રતિસરણ, વળી પરિહરણ, નિવૃત્તિ, ધારણા, વળી શુદ્ધિ, નિંદા, ગહણા - એ અષ્ટવિધ વિષકુંભ છે. ૩૮૬. અણપ્રતિક્રમણ, અણપ્રતિસરણ, આણપરિહરણ, અણધારણા, અનિવૃત્તિ, આણગહ, અનિંદ, અશુદ્ધિ - અમૃતકુંભ છે. ૩૭. અર્થ પ્રતિક્રમણ, પ્રતિસરણ, પરિહાર, ધારણા, નિવૃત્તિ, નિંદા, ગહ અને શુદ્ધિ એ આઠ પ્રકારનો વિષકુંભ છે (કારણ કે એમાં કર્તાપણાની બુદ્ધિ સંભવે છે.) અપ્રતિક્રમણ, અપ્રતિસરણ, અપરિહાર, અધારણા, અનિવૃત્તિ, અનિંદા, અગહ અને અશુદ્ધિ - એ અમૃતકુંભ છે કારણ કે એમાં કર્તાપણાનો નિષેધ છે - કાંઈ કરવાનું જ નથી, માટે બંધ થતો નથી). Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર | दवियं जं उप्पज्जइ गुणेहिं तं तेहिं जाणसु अणण्णं। जह कडयादीहिं दु पज्जएहिं कणयं अणण्णमिह ॥३०८॥ जीवस्साजीवस्स दु जे परिणामा दु देसिदा सुत्ते। तं जीवमजीवं वा तेहिमणण्णं वियाणाहि॥३०९ ॥ ण कुदोचि वि उप्पण्णो जम्हा कज्जं ण तेण सो आदा। उप्पादेदि ण किंचि वि कारणमवि तेण ण स होदि ॥ ३१० ॥ कम्मं पडुच्च कत्ता कत्तारं तह पडुच्च कम्माणि। उप्पज्जति य णियमा सिद्धी दु ण दीसदे अण्णा ॥ ३११॥ જે દ્રવ્ય ઊપજે જે ગુણોથી તેથી જાણ અનન્ય છે, જ્યમ જગતમાં કટકાદિ પર્યાયોથી કનક અનન્ય છે. ૩૦૮. જીવ-અજીવના પરિણામ જે દર્શાવિયા સૂત્રો મહીં, તે જીવ અગર અજીવ જાણ અનન્ય તે પરિણામથી. ૩૯, ઊપજે ન આત્મા કોઈથી તેથી ન આત્મા કાર્ય છે, ઉપજાવતો નથી કોઈને તેથી જ કારણ પણ ઠરે. ૩૧૦. રે! કર્મ-આશ્રિત હોય કર્તા, કર્મ પણ કર્તા તણે આશ્રિતપણે ઊપજે નિયમથી, સિદ્ધિ નવ બીજી દીસે. ૩૧૧. અર્થ : જે દ્રવ્ય જે ગુણોથી ઊપજે છે તે ગુણોથી તેને અનન્ય જાણ; જેમ જગતમાં કડાં આદિ પર્યાયોથી સુવર્ણ અનન્ય છે તેમ. જીવ અને અજીવના જે પરિણામો સૂત્રમાં દર્શાવ્યા છે, તે પરિણામોથી તે જીવ અથવા અજીવને અનન્ય જાણ. કારણ કે કોઈથી ઉત્પન્ન થયો નથી તેથી તે આત્મા (કોઈનું) કાર્ય નથી, અને કોઈને ઉપજાવતો નથી તેથી તે (કોઈ) કારણ પણ નથી. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ નિયમથી કર્મના આશ્રયે (-કર્મને અવલંબીને) કર્તા હોય છે; તેમ જ કર્તાના આશ્રયે કર્મો ઉત્પન્ન થાય છે; બીજી કોઈ રીતે કર્તા-કર્મની સિદ્ધિ જોવામાં આવતી નથી. चेदा दु पयडीअट्ठ उप्पज्जइ विणस्स । पयडी वि चेययङ्कं उप्पज्जइ विणस्स ॥ ३१२॥ एवं बंध उ दोहं पि अण्णोण्णप्पच्चया हवे । अप्पणो पयडीए य संसारो तेण जायदे || ३१३॥ પણ જીવ પ્રકૃતિના નિમિત્તે ઊપજે વિણસે અરે ! ને પ્રકૃતિ પણ જીવના નિમિત્ત ઊપજે વિણસે; અન્યોન્યના નિમિત્ત એ રીત બંધ બેઉ તણો બને -આત્મા અને પ્રકૃત્તિ તણો, સંસાર તેથી થાય છે. ૩૧૩. અર્થ : ચેતક અર્થાત્ આત્મા પ્રકૃતિના નિમિત્તે ઊપજે છે તથા વિણસે છે, અને પ્રકૃતિ પણ ચેતકના અર્થાત્ આત્માના નિમિત્તે ઊપજે છે તથા વિણસે છે. એ રીતે પરસ્પર નિમિત્તથી બન્નેનો -આત્માનો અને પ્રકૃતિનો- બંધ થાય છે, અને તેથી સંસાર ઉત્પન્ન થાય છે. जा एस पयडीअट्ठ चेदा णेव विमुंच । अयाणओ हवे तावमिच्छादिट्ठी असंजओ ॥ ३१४ ॥ जदा विमुंचए चेदा कम्मफलमणंतयं । तदा विमुत्तो हवदि जाणओ पासओ मुणी ॥ ३१५ ॥ ઉત્પાદ-વ્યય પ્રકૃતિનિમિત્તે જ્યાં લગી નહિ પરિતજે, અજ્ઞાની, મિથ્યાત્વી, અસંયત ત્યાં લગી આ જીવ રહે; ૩૧૨. આ આતમા જ્યારે કરમનું ફળ અનંતું પરિતજે, જ્ઞાયક તથા દર્શક તથા મુનિ તેહ કર્મવિમુક્ત છે. ૩૧૪. ૩૧૫. અર્થ :જ્યાં સુધી આ આત્મા પ્રકૃતિના નિમિત્તે ઊપજવું-વિણસવું છોડતો નથી, ત્યાં સુધી તે અજ્ઞાયક છે, મિથ્યાદષ્ટિ છે, અસંયત છે. જ્યારે આત્મા અનંત કર્મફળને છોડે છે, ત્યારે તે જ્ઞાયક છે, દર્શક છે, મુનિ છે, વિમુક્ત (અર્થાત્ બંધથી રહિત) છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ अण्णाणी कम्मफलं पयडिसहावट्ठिदो दु वेदेदि। णाणी पुण कम्मफलं जाणदि उदिदं ण वेदेदि ॥ ३१६॥ અજ્ઞાની વેદે કર્મફળ પ્રકૃતિસ્વભાવે સ્થિત રહી, ને જ્ઞાની તો જાણે ઉદયગત કર્મફળ, વેદે નહીં. ૩૧૬. અર્થ : અજ્ઞાની પ્રકૃતિના સ્વભાવમાં સ્થિત રહ્યો થકો કર્મફળને વેદે (ભોગવે) છે અને જ્ઞાની તો ઉદિત (ઉદયમાં આવેલા) કર્મફળને જાણે છે, વેદતો નથી. ण मुयदि पयडिमभव्वो सुट्ठ वि अज्झाइदूण सत्थाणि। गुडदुद्धं पि पिबंता ण पण्णया णिव्विसा होति ॥ ३१७॥ સુરીતે ભણીને શાસ્ત્ર પણ પ્રકૃતિ અભવ્ય નહીં તજે, સાકરસહિત ક્ષીરપાનથી પણ સર્પ નહિ નિર્વિષ બને. ૩૧૭. અર્થ સારી રીતે શાસ્ત્રો ભણીને પણ અભવ્ય પ્રકૃતિને (અર્થાત્ પ્રકૃતિના સ્વભાવને) છોડતો નથી, જેમ સાકરવાળું દૂધ પીતાં છતાં સર્પો નિર્વિષ થતા નથી. णिव्वेयसमावण्णो णाणी कम्मप्फलं वियाणेदि। महुरं कडुयं बहुविहमवेयओ तेण सो होइ॥ ३१८॥ નિર્વેદને પામેલ જ્ઞાની કર્મફળને જાણતો, -કડવા મધુર બહુવિધને, તેથી અવેક છે અહો! ૩૧૮. અર્થ નિર્વેદપ્રાસ (વૈરાગ્યને પામેલો) જ્ઞાની મીઠા-કડવા બહુવિધ કર્મફળને જાણે છે તેથી તે અવેદક છે. ण वि कुव्वइ ण वि वेयइ णाणी कम्माई बहुपयाराई। जाणइ पुण कम्मफलं बंधं पुण्णं च पावं च ॥ ३१९ ॥ કરતો નથી, નથી વેદતો જ્ઞાની કરમ બહુવિધને, બસ જાણતો એ બંધ તેમ જ કર્મફળ શુભ-અશુભને. ૩૧૯. અર્થ જ્ઞાની બહુ પ્રકારના કર્મોને કરતો પણ નથી, વેદતો (ભોગવતો) પણ નથી, પરંતુ પુણ્ય અને પાપરૂપ કર્મબંધને તથા કર્મફળને જાણે છે. दिट्ठी जहेव णाणं अकारयं तह अवदेयं चेव। जाणइ य बंधमोक्खं कम्मुदयं पिज्जरं चेव ॥ ३२०॥ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ જ્યમ નેત્ર, તેમ જ જ્ઞાન નથી કારક, નથી વેદક અરે ! જાણે જ કર્મોદય, નિરજરા, બંધ તેમ જ મોક્ષને. ૩૨૦ અર્થ : જેમ નેત્ર (દશ્ય પદાર્થોને કરતું ભોગવતું નથી, દેખે જ છે), તેમ જ્ઞાન અકારક તથા અવેદક છે, અને બંધ, મોક્ષ, કર્મોદય તથા નિર્જરાને જાણે જ છે. लोयस्स कुणदि विण्हू सुरणारयतिरियमाणुसे सत्ते। समणाणं पि य अप्पा जदि कुव्वदि छबिहे काए ॥ ३२१॥ लोयसमणाणमेयं सिद्धतं जइ ण दीसदि विसेसो। लोयस्स कुणइ विण्हू समणाण वि अप्पओ कुणदि॥ ३२२॥ एवं ण को वि मोक्खो दीसदि लोयसमणाण दोण्हं पि। णिच्वं कुव्वंताणं सदेवमणुयासुरे लोए ॥ ३२॥ જ્યમ લોક માને “દવ, નારક આદિ જીવ વિષેગુ કરે”, ત્યમ શ્રમણ પણ માને કદી ‘આત્મા કરે ષટ્ કાયને', ૩ર૧ તો લોક-મુનિ સિદ્ધાંત એક જ, ભેદ તેમાં નવ દીસે, વિષ્ણુ કરે જ્યમ લોકમતમાં, શ્રમણમત આત્મા કરે; ૩૨૨. એ રીત લોક-મુનિ ઉભયનો મોક્ષ કોઈ નહીં દીસે, -જે દેવ, મનુજ, અસુરના ત્રણ લોકને નિત્ય કરે. ૩૨૩. અર્થ લોકના (લૌકિક જનોના) મતમાંદેવ, નારક, તિર્યચ, મનુષ્ય-પ્રાણીઓને વિષ્ણુ કરે છે, અને જો શ્રમણોના (મુનિઓના) મંતવ્યમાં પણ છે કાયના જીવોને આત્મા કરતો હોય તો લોક અને શ્રમણોનો એક સિદ્ધાંત થાય છે, કાંઈ ફેર દેખાતો નથી; (કારણ કે) લોકના મતમાં વિષગુ કરે છે અને શ્રમણોના મતમાં પણ આત્મા કરે છે તેથી કર્તાપણાની માન્યતામાં બન્ને સમાન થયા). એ રીતે દેવ, મનુષ્ય અને અસુરવાળા ત્રણે લોકને સદાય કરતાં (અર્થાત્ ત્રણે લોકના કર્તાભાવે નિરંતર પ્રવર્તતા) એવા તે લોક તેમ જ શ્રમણ - બન્નેનો કોઈ મોક્ષ દેખાતો નથી. ववहारभासिदेण द परदव्वं मम भणंति अविदिदत्था। जाणंति णिच्छएण दु ण य मह परमाणुमित्तमवि किंचि ॥ ३२४॥ जह को वि णरो जंपदि अम्हं गामविसयणयररटुं। ण य होंति तस्स ताणि दु भणदि य मोहेण सो अप्पा ॥ ३२५ ॥ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ एमेव मिच्छदिट्ठी गाणी णीसंसयं हवदि एसो। जो परदव्वं मम इदि जाणतो अप्पयं कुणदि॥ ३२६ ॥ तम्हा ण मे त्ति णच्चा दोण्ह वि एदाण कत्तविवसायं। परदव्वे जाणतो जाणेज्जो दिहिरहिदाणं ॥ ३२७॥ વ્યવહારમૂઢ અતત્ત્વવિદ્ પરદ્રવ્યને “મારું” કહે, ‘પરમાણુમાત્ર ને મારું જ્ઞાની જાણતા નિશ્ચય વડે. ૩૨૪. જ્યમ પુરુષ કોઈ કહે “અમારું ગામ, પુર ને દેશ છે', પણ તે નથી તેનાં, અરે ! જીવ મોહથી મારાં' કહે; ૩૨૫. એવી જ રીતે જે જ્ઞાની પણ મુજ જાણતો પરદ્રવ્યને, નિજરૂપ કરે પરદ્રવ્યને, તે જરૂર મિથ્યાત્વી બને. ૩૨૬. તેથી “ન મારું જાણી જીવ, પરદ્રવ્યમાં આ ઉભયની કર્તુત્વબુદ્ધિ જાણતો, જાણે સુદણિરહિતની. ૩૨૭. અર્થ : જેમણે પદાર્થનું સ્વરૂપ જાણ્યું નથી એવા પુરુષો વ્યવહારના વચનોને ગ્રહીને ‘પદ્રવ્ય મારું છે એમ કહે છે, પરંતુ જ્ઞાનીઓ નિશ્ચય વડે જાણે છે કે કોઈ પરમાણુમાત્ર પણ મારું નથી'. જેવી રીતે કોઈ પુરુષ “અમારું ગામ, અમારો દેશ, અમારું નગર, અમારું રાષ્ટ્ર’ એમ કહે છે, પરંતુ તે તેના નથી, મોહથી તે આત્મા “મારાં' કહે છે, તેવી જ રીતે જે જ્ઞાની પણ પરદ્રવ્ય મારું છે' એમ જાણતો થકો પરદ્રવ્યને પોતારૂપ કરે છે, તે નિઃસંદેહ અર્થાત્ ચોક્કસ મિથ્યાદષ્ટિ થાય છે. માટે તત્ત્વજ્ઞો પરદ્રવ્ય મારું નથી' એમ જાણીને, આ બન્નેનો (લોકનો અને શ્રમણનો-) પરદ્રવ્યમાં કર્તાપણાનો વ્યવસાય જાણતા થકા, એમ જાણે છે કે આ વ્યવસાય સમ્યગ્દર્શન રહિત પુરુષોનો છે. मिच्छत्तं जदि पयडी मिच्छादिट्ठी करेदि अप्पाणं। तम्हा अचेदणा ते पयडी णणु कारगो पत्तो॥३२८॥ अहवा एसो जीवो पोग्गलदव्वस्स कुणदि मिच्छत्तं । तम्हा पोग्गलदव्वं मिच्छादिट्ठी ण पुण जीवो॥ ३२९ ॥ अह जीवो पयडी तह पोग्गलदव्वं कुणंति मिच्छत्तं । तम्हा दोहिं कदंतं दोण्णि वि भुंजंति तस्स फलं ॥ ३३०॥ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ अह ण पयडी ण जीवो पोग्गलदव्वं करेदि मिच्छत्तं । तम्हा पोग्गलदव्वं मिच्छत्तं तं तु ण हु मिच्छा ॥ ३३१॥ જો પ્રકૃતિ મિથ્યાત્વની મિથ્યાત્વી કરતી આત્મને, તો તો અચેતન પ્રકૃતિ કારક બને તુજ મત વિષે! ૩૨૮. અથવા કરે જો જીવ પુદ્ગલદ્રવ્યના મિથ્યાત્વને, તો તો ઠરે મિથ્યાત્વી પુગલદ્રવ્ય, આત્મા નવ ઠરે! ૩૨૯. જો જીવ અને પ્રકૃતિ કરે મિથ્યાત્વ પુદ્ગલદ્રવ્યને, તો ઉભયકૃત જે હોય તેનું ફળ ઉભય પણ ભોગવે! ૩૩૦. જો નહિ પ્રકૃતિ, નહિ જીવ કરે મિથ્યાત્વ પુદ્ગલદ્રવ્યને, પુદ્ગલદરવ મિથ્યાત્વ વણકૃત! -એ શું નહિ મિથ્યા ખરે? ૩૩૧. અર્થ જો મિથ્યાત્વ નામની (મોહનીય કર્મની) પ્રકૃતિ આત્માને મિબાદષ્ટિ કરે છે એમ માનવામાં આવે, તો તારા મતમાં અચેતન પ્રકૃતિ (મિથ્યાત્વભાવની) કર્તા બની! (તેથી મિથ્યાત્વભાવ અચેતન ઠર્યો!) અથવા, આજીવ પુદ્ગલદ્રવ્યના મિથ્યાત્વને કરે છે એમ માનવામાં આવે, તો પુદ્ગલદ્રવ્ય મિશ્રાદષ્ટિ ઠરે ! જીવ નહિ! અથવા જો જીવ તેમ જ પ્રકૃતિ બન્ને પુદ્ગલદ્રવ્યને મિથ્યાત્વભાવરૂપ કરે છે એમ માનવામાં આવે, તો જે બન્ને વડે કરવામાં આવ્યું તેનું ફળ બન્ને ભોગવે! અથવા જો પુદ્ગલદ્રવ્યને મિથ્યાત્વભાવરૂપ નથી પ્રકૃતિ કરતી કે નથી જીવ કરતો (-બેમાંથી કોઈ કરતું નથી) એમ માનવામાં આવે, તો પુદ્ગલદ્રવ્ય સ્વભાવે જ મિથ્યાત્વભાવરૂપ ઠરે ! તે શું ખરેખર મિથ્યા નથી ? (આથી એમ સિદ્ધ થાય છે કે પોતાના મિથ્યાત્વભાવનો-ભાવકર્મનો-કર્તા જીવ જ છે.) कम्मेहि दु अण्णाणी किज्जदिणाणी तहेव कम्मेहिं। कम्मेहि सुवाविज्जदि जग्गाविज्जदि तहेव कम्मेहिं॥ ३३२॥ कम्मेहि सुहाविजदि दुक्खाविज्जदि तहेव कम्मेहिं। कम्मेहि य मिच्छत्तं णिज्जदि णिज्जदि असंजमं चेव ॥ ३३३॥ कम्मेहि भमाडिज्जदि उड्डमहो चावि तिरियलोयं च। कम्मेहि चेव किज्जदि सुहासुहं जेत्तियं किंचि ॥ ३३४॥ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ जम्हा कम्मं कुव्वदि कम्मं देदि हरदि त्ति जं किंचि। तम्हा उ सव्वजीवा अकारगा होति आवण्णा ॥ ३३५ ॥ पुरिसित्थियाहिलासी इत्थीकम्मं च पुरिसमहिलसदि। एसा आयरियपरंपरागदा एरिसी दु सुदी॥ ३३६ ॥ तम्हा ण को वि जीवो अबंभचारी दु अम्ह उवदेसे। जम्हा कम्मं चेव हि कम्मं अहिलसदि इदि भणिदं॥ ३३७॥ जम्हा घादेदि परं परेण घादिजदे य सा पयडी। एदेणत्येणं किर भण्णदि परघादणामेत्ति ॥ ३३८ ॥ तम्हा ण को वि जीवो वधादओ अत्थि अम्ह उवदेसे। जम्हा कम्मं चेव हि कम्मं घादेदि इदि भणिदं ॥ ३३९ ॥ एवं संखुवएसं जे दु परुवेंति एरिसं समणा। तेसिं पयडी कुव्वदि अप्पा य अकारगा सव्वे ॥ ३४०॥ अहवा मण्णसि मज्झं अप्पा अप्पाणमप्पणो कुणदि । एसो मिच्छसहावो तुम्हं एयं मुणंतस्स ॥ ३४१॥ अप्पा णिच्चोऽसंखेज्जपदेसो देसिदो दु समयम्हि। ण वि सो सक्कदि तत्तो हीणो अहिओ य कादं जे ॥ ३४२॥ जीवस्स जीवरूवं वित्थरदो जाण लोगमेत्तं खु। तत्तो सो किं हीणो अहिओ य कहं कुणदि दव्वं ॥ ३४३॥ अह जाणगो दु भावो णाणसहावेण अच्छदे त्ति मदं। तम्हा ण वि अप्पा अप्पयं तु सयमप्पणो कुणदि॥ ३४४ ॥ “भा २ मशानी मन शानी ५१॥ो ४३, કર્મો સુવાડે તેમ વળી, કર્મો જગાડે જીવને; ૩૩૨. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ કર્મો કરે સુખી તેમ વળી કર્મો દુખી જીવને કરે, કર્મો કરે મિથ્યાત્વી તેમ અસંયમી કર્મો કરે; ૩૩૩. કર્મો ભમાવે ઊર્ધ્વ લોકે, અધઃ ને તિર્થક વિષે, જે કાંઈ પણ શુભ કે અશુભ તે સર્વને કર્મ જ કરે. ૩૩૪. કર્મ જ કરે છે, કર્મ એ આપે, હરે, સઘળું કરે, તેથી ઠરે છે એમ કે આત્મા અકારક સર્વ છે. * ૩૩૫. વળી પુરુષકર્મ સ્ત્રીને અને સ્ત્રીકર્મ ઇચ્છે પુરુષને -એવી શ્રુતિ આચાર્ય કેરી પરંપરા ઊતરેલ છે. ૩૩૬. એ રીત ‘કર્મ જ કર્મને ઈચ્છે -કહ્યું છે શ્રુતમાં, તેથી ન કો પણ જીવ અબ્રહ્મચારી અને ઉપદેશમાં. ૩૩૭. વળી જે હણે પરને, હણાયે પરથી, તેહ પ્રકૃતિ છે, -એ અર્થમાં પરઘાત નામનું નામકર્મ કથાય છે. ૩૩૮. એ રીતે ‘કર્મ જ કર્મને હણતું' -કહ્યું છે શ્રુતમાં, તેથી ન કો પણ જીવ છે હણનાર અમ ઉપદેશમાં’. ૩૩૯, એમ સાંખનો ઉપદેશ આવો, જે શ્રમણ પ્રરૂપણ કરે, તેના મતે પ્રકૃતિ કરે છે, જીવ અકારક સર્વ છે! ૩૪૦. અથવા તું માને “આતમા મારો કરે નિજ આત્મને’, તો એવું તુજ મંતવ્ય પણ મિથ્યા સ્વભાવ જ તુજ ખરે, ૩૪૧. જીવ નિત્ય તેમ વળી અસંખ્યપ્રદેશી દર્શિત સમયમાં, તેનાથી તેને હીન તેમ અધિક કરવો શક્ય ના. ૩૪૨. વિસ્તારથીનય જીવરૂપ જીવનું લોકમાત્ર જ છે ખરે, શું તેથી તે હીન-અધિક બનતો? કેમ કરતો દ્રવ્યને? ૩૪૩. માને તું- જ્ઞાયક ભાવ તો જ્ઞાનસ્વભાવે સ્થિર રહે', તો એમ પણ આત્મા સ્વયં નિજ આતમાને નહિ કરે. ૩૪૪. અર્થ “કર્મો (જીવન) અજ્ઞાની કરે છે તેમ જ કર્મો (જીવન) જ્ઞાની કરે છે, કર્મો સુવાડે છે તેમ જ કર્મો જગાડે Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ છે, કર્મો સુખી કરે છે તેમ જ કર્મો દુઃખી કરે છે, કર્મો મિથ્યાત્વ પમાડે છે તેમ જ કર્મો અસંયમ પમાડે છે, કર્મો ઊર્ધ્વલોક, અધોલોક અને તિર્યંગ્લોકમાં ભમાવે છે, જે કાંઈ પણ જેટલું શુભ-અશુભ છે તે બધું કર્મો જ કરે છે. જેથી કર્મ કરે છે, કર્મ આપે છે, કર્મ હરી લે છે - એમ જે કાંઇ પણ કરે છે તે કર્મ જ કરે છે, તેથી સર્વ જીવો અકારક (અકર્તા) કરે છે. વળી, પુરુષવેદકર્મ સ્ત્રીનું અભિલાષી છે અને સ્ત્રીવેદકર્મ પુરુષની અભિલાષા કરે છે - એવી આ આચાર્યની પરંપરાથી ઊતરી આવેલી શ્રુતિ છે; માટે અમારા ઉપદેશમાં કોઈ પણ જીવ અબ્રહ્મચારી નથી, કારણ કે કર્મ જ કર્મની અભિલાષા કરે છે એમ કહ્યું છે. વળી, જે પરને હણે છે અને જે પરથી હણાય છે તે પ્રકૃતિ છે - એ અર્થમાં પરઘાતનામકર્મ . કહેવામાં આવે છે, તેથી અમારા ઉપદેશમાં કોઈ પણ જીવ ઉપઘાતક (હણનાર) નથી કારણ કે કર્મ જ કર્મને હણે છે એમ કહ્યું છે’’. (આચાર્ય ભગવાન કહે છે કે :-) આ પ્રમાણે આવો સાંખ્યમતનો ઉપદેશ જે શ્રમણો (જૈન મુનિઓ) પ્રરૂપે છે તેમના મતમાં પ્રકૃતિ જ કરે છે અને આત્માઓ તો સર્વે અકારક છે એમ ઠરે છે ! અથવા (કર્તાપણાનો પક્ષ સાધવાને) જો તું એમ માને કે ‘મારો આત્મા પોતાના (દ્રવ્યરૂપ) આત્માને કરે છે’, તો એવું જાણનારનોતારો એમિથ્યાસ્વભાવ છે(અર્થાત્ એમ જાણવું તે તારો મિથ્યાસ્વભાવ છે); કારણ કે - સિદ્ધાંતમાં આત્માને નિત્ય, અસંખ્યાત-પ્રદેશી બતાવ્યો છે, તેનાથી તેને હીન-અધિક કરી શકાતો નથી; વળી વિસ્તારથી પણ જીવનું જીવરૂપ નિશ્ચયથી લોકમાત્ર જાણ; તેનાથી શું તે હીન અથવા અધિક થાય છે ? તો પછી (આત્મા) દ્રવ્યને (અર્થાત્ દ્રવ્યરૂપ આત્માને)કઈ રીતે કરે છે ? અથવા જો ‘જ્ઞાયક ભાવ તો જ્ઞાનસ્વભાવે સ્થિત રહે છે’ એમ માનવામાં આવે, તો એમ પણ આત્મા પોતે પોતાના આત્માને કરતો નથી એમ ઠરે છે ! (આ રીતે કર્તાપણું સાધવા માટે વિવક્ષા પલટીને જે પક્ષ કહ્યો તે ઘટતો નથી.) (આ પ્રમાણે, કર્મનો કર્તા કર્મ જ માનવામાં આવે તો સ્યાદ્વાદ સાથે વિરોધ આવે છે; માટે આત્માને અજ્ઞાન અવસ્થામાં કથંચિત્ પોતાના અજ્ઞાનભાવરૂપ કર્મનો કર્તા માનવો, જેથી સ્યાદ્વાદ સાથે વિરોધ આવતો નથી.) केहिंचि दु पज्जएहिं विणस्सए णेव केहिंचि दु जीवो । जम्हा तम्हा कुब्वदि सो वा अण्णो व णेयंतो ॥ ३४५ ॥ केहिंचि दु पज्जएहिं विणस्सए णेव केहिंचि दु जीवो । जम्हा तम्हा वेददि सो वा अण्णो व णेयंतो ॥ ३४६ ॥ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ जो चेव कुणदि सो चिय ण वेदए जस्स एस सिद्धंतो। सो जीवो णादव्वो मिच्छादिट्ठी अणारिहदो ॥ ३४७ ॥ अण्णो करेदि अण्णो परिभुंजदि जस्स एस सिद्धंतो । सो जीवो णादव्वो मिच्छादिट्ठी अणारिहदो ॥ ३४८ ॥ પર્યાય કંઈકથી વિણસે જીવ, કંઈકથી નહિ વિણસે, તેથી કરે છે તે જ કે બીજો - નહીં એકાંત છે. ૩૪૫. પર્યાય કંઈકથી વિણસે જીવ, કંઈકથી નહિ વિણસે, જીવ તેથી વેદે તે જ કે બીજો -નહીં એકાંત છે. ૩૪૬ જીવ જે કરે તે ભોગવે નહિ - જેહનો સિદ્ધાંત એ, તે જીવ મિથ્યાદષ્ટિ છે, અદ્વૈતના મતનો નથી. ૩૪૭ જીવ અન્ય કરતો, અન્ય વેદે - જેહનો સિદ્ધાંત એ, તે જીવ મિથ્યાદષ્ટિ છે, અદ્વૈતના મતનો નથી. ૩૪૮ અર્થ ઃ કારણ કે જીવ કેટલાક પર્યાયોથી નાશ પામે છે અને કેટલાક પર્યાયોથી નથી નાશ પામતો, તેથી ‘(જે ભોગવે છે) તે જ કરે છે’ અથવા ‘બીજો જ કરે છે’ એવો એકાંત નથી (-સ્યાદ્વાદ છે). કારણ કે જીવ કેટલાક પર્યાયોથી નાશ પામે છે અને કેટલાક પર્યાયોથી નથી નાશ પામતો, તેથી ‘(જે કરે છે) તે જ ભોગવે છે’ અથવા ‘બીજો જ ભોગવે છે’ એવો એકાંત નથી (-સ્યાદ્વાદ છે). ‘જે કરે છે તે જ નથી ભોગવતો' એવો જેનો સિદ્ધાંત છે, તે જીવ મિથ્યાદષ્ટિ, અનાર્હત (-અર્હતના મતને નહિ માનનારો) જાણવો. ‘બીજો કરે છે અને બીજો ભોગવે છે' એવો જેનો સિદ્ધાંત છે, તે જીવ મિથ્યાદષ્ટિ, અનાર્હત (-અજૈન) જાણવો. जह सिप्पिओ दु कम्मं कुव्वदि ण य सो दु तम्मओ होदि । तह जीवो वि य कम्मं कुव्वादि ण य तम्मओ होदि ॥ ३४९ ॥ जह सिप्पिओ दु करणेहिं कुव्वदि ण सो दु तम्मओ होदि । तह जीवो करणेहिं कुव्वदि ण य तम्मओ होदि ॥ ३५० ॥ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ जह सिप्पिओ दु करणाणि गिण्हदि ण सो दु तम्मओ होदि। तह जीवो करणाणि दु गिण्हदि ण य तम्मओ होदि॥ ३५१॥ जह सिप्पि दु कम्मफलं भुंजदि ण य सो दु तम्मओ होदि। तह जीवो कम्मफलं भुंजदि ण य तम्मओ होदि॥ ३५२॥ एवं ववहारस्स दु वत्तव्वं दरिसणं समासेण। सुणु णिच्छयस्स वयणं परिणामकदं तु जं होदि॥ ३५३॥ जह सिप्पिओ दु चेहँ कुव्वदि हवदि य तहा अणण्णो से। तह जीवो वि य कम्मं कुवदि हवदि य अणण्णो से॥ ३५४ ॥ जह चेहँ कुव्वंतो दु सिप्पिओ णिच्चदुक्खिओ होदि। तत्तो सिया अणण्णो तह चेट्टतो दुही जीवो॥ ३५५ ॥ જ્યમ શિલ્પી કર્મ કરે પરંતુ તે નહીં તન્મય બને, ત્યમ જીવ પણ કર્મો કરે પણ તે નહીં તન્મય બને. ૩૪૯. જ્યમ શિલ્પી કરણ વડે કરે પણ તે નહીં તન્મય બને, ત્યમ જીવ કરણ વડે કરે પણ તે નહીં તન્મય બને. ૩૫૦. જ્યમ શિલ્પી કરણ ગ્રહે પરંતુ તે નહીં તન્મય બને, ત્યમ જીવ પણ કરણો ગ્રહે પણ તે નહીં તન્મય બને. ૩૫૧. શિલ્પી કરમફળ ભોગવે પણ તે નહીં તન્મય બને, ત્યમ જીવ કરમફળ ભોગવે પણ તે નહીં તન્મય બને. ૩૫ર. -એ રીત મત વ્યવહારનો સંક્ષેપથી વક્તવ્ય છે; સાંભળ વચન નિશ્ચય તણું પરિણામવિષયક જેહ છે. ૩૫૩. શિલ્પી કરે ચેષ્ટા અને તેનાથી તેહ અનન્ય છે, ત્યમ જીવ કર્મ કરે અને તેનાથી તેહ અનન્ય છે. ૩૫૪. ચેષ્ટા કરતો શિલ્પી જેમ દુખિત થાય નિરંતરે, ને દુખથી તેહ અનન્ય, ત્યમ જીવ ચેષ્ટમાન દુખી બને. ૩પપ. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ અર્થ જેમ શિલ્પી (-સોની આદિકારીગર) કુંડળ આદિ કર્મ કરે છે પરંતુ તે તન્મય (તે-મય, કુંડળાદિમય) થતો નથી, તેમ જીવ પણ પુણ્ય-પાપ આદિ પુદ્ગલકર્મ કરે છે પરંતુ તય (પુદ્ગલકર્મમય) થતો નથી. જેમ શિલ્પી હથોડાઆદિ કરણો વડે (કર્મ) કરે છે પરંતુ તે તન્મય (હથોડા આદિ કરણોમય) થતો નથી, તેમ જીવ (મન-વચન-કાયરૂપ) કરણો વડે (કર્મ) કરે છે પરંતુ તન્મય (મન-વચન-કાયરૂપ કરણોમય) થતો નથી. જેમ શિલ્પી કરણોને ગ્રહણ કરે છે પરંતુ તે તન્મય થતો નથી, તેમ જીવ કરણોને ગ્રહણ કરે છે પરંતુ તન્મય (કરણોમય) થતો નથી. જેમ શિલ્પી કુંડળ આદિ કર્મના ફળને (ખાનપાન આદિને) ભોગવે છે પરંતુ તે તન્મય (ખાનપાનાદિમય) થતો નથી, તેમ જીવ પુણ્ય-પાપાદિ પુગલકર્મના ફળને (પુદ્ગલ પરિણામરૂપ સુખ-દુઃખાદિને) ભોગવે છે પરંતુ તન્મય (પુદ્ગલપરિણામરૂપ સુખ-દુઃખાદિમય) થતો નથી. એ રીતે તો વ્યવહારનો મત સંક્ષેપથી કહેવા યોગ્ય છે. (હવે) નિશ્ચયનું વચન સાંભળ કે જે પરિણામવિષયક છે. - જેમ શિલ્પી ચેષ્ટારૂપ કર્મને પોતાના પરિણામરૂપ કર્મને) કરે છે અને તેનાથી અનન્ય છે, તેમ જીવ પણ પોતાના પરિણામરૂપ) કર્મને કરે છે અને તેનાથી અનન્ય છે. જેમ ચેષ્ટારૂપ કર્મ કરતો શિલ્પી નિત્ય દુઃખી થાય છે અને તેનાથી (દુઃખથી) અનન્ય છે, તેમ ચેષ્ટા કરતો (પોતાના પરિણામરૂપ કર્મને કરતો) જીવ દુઃખી થાય છે (અને દુઃખથી અનન્ય છે). जह सेडिया दुण परस्स सेडिया सेडिया य सा होदि। तह जाणगो दु ण परस्स जाणगो जाणगो सो दु॥ ३५६॥ जह सेडिया दुण परस्स सेडिया सेडिया य सा होदि। तह पासगो दु ण परस्स पासगो पासगो सो दु॥ ३५७॥ जह सेडिया दुण परस्स सेडिया सेडिया य सा होदि। तह संजदो दु ण परस्स संजदो संजदो सो दु॥ ३५८ ।। जह सेडिया दुण परस्स सेडिया सेडिया य सा होदि। तह दंसणं दु ण परस्स दंसणं दंसणं तं तु॥ ३५९ ॥ एवं तु णिच्छयणयस्स भासिदं णाणदंसणचरित्ते। सुणु ववहारणयस्स य वत्तव् से समासेण ॥ ३६०॥ जह परदव्वं सेडदि हु सेडिया अप्पणो सहावेण। तह परदव्वं जाणदि णादा वि सएण भावेण ॥ ३६१॥ Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ जह परदव्वं सेडदि हु सेडिया अप्पणो सहावेण। तह परदव्वं पस्सदि जीवो वि सएण भावेण ॥ ३६२ ॥ जह परदव्वं सेडदि हु सेडिया अप्पणो सहावेण। तह परदव्वं विजहदि णादा वि सएण भावेण ॥ ३६३॥ जह परदव्वं सेडदि हु सेडिया अप्पणो सहावेण । तह परदव्वं सद्दहदि सम्मदिट्ठी सहावेण ॥ ३६४॥ एवं ववहारस्स दु विणिच्छओ णाणदंसणचरित्ते। भणिदो अण्णेसु वि पज्जएसु एमेव णादव्वो॥ ३६५ ॥ જ્યમ સેટિકા નથી પર તણી, છે સેટિકા બસ સેટિકા, જ્ઞાયક નથી ત્યમ પર તણો, જ્ઞાયક ખરે જ્ઞાયક તથા; ૩૫૬. જ્યમ સેટિકા નથી પર તણી, છે સેટિકા બસ સેટિકા, દર્શક નથી ત્યમ પર તણો, દર્શક ખરે દર્શક તથા; ૩૫૭. જ્યમ સેટિકા નથી પર તણી, છે સેટિકા બસ સેટિકા, સંયત નથી ત્યમ પર તણો, સંયત ખરે સંયત તથા; ૩૫૮. જ્યમ સેટિકા નથી પર તાણી, છે સેટિકા બસ સેટિકા, દર્શન નથી ત્યમ પર તણું, દર્શન ખરે દર્શન તથા. ૩પ૯. એમ જ્ઞાન-દર્શન-ચરિતવિષયક કથન નિશ્ચયનય તણું; સાંભળ કથન સંક્ષેપથી એના વિષે વ્યવહારનું. ૩૬૦. મ નિજ સ્વભાવથી સેટિકા પરદ્રવ્યને ધોળું કરે, જ્ઞાતાય એ રીતે જાણતો નિજ ભાવથી પરદ્રવ્યને; ૩૬૧. જ્યમ નિજ સ્વભાવથી સેટિકા પરદ્રવ્યને ધોળું કરે, આત્માય એ રીતે દેખતો નિજ ભાવથી પરદ્રવ્યને; ૩૬૨. જ્યમ નિજ સ્વભાવથી સેટિકા પરદ્રવ્યને ધોળું કરે, જ્ઞાતાય એ રીત ત્યાગતો નિજ ભાવથી પરદ્રવ્યને; ૩૬૩. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ જ્યમ નિજ સ્વભાવથી સેટિકા પરદ્રવ્યને ધોળું કરે, સુદષ્ટિ એ રીત શ્રદ્ધતો નિજ ભાવથી પરદ્રવ્યને; ૩૬૪. એમ જ્ઞાન-દર્શન-ચરિતમાં નિર્ણય કહ્યો વ્યવહારનો, ને અન્ય પર્યાયો વિષે પણ એ જ રીતે જાણવો. ૩૬૫. અર્થ: (જો કે વ્યવહારે પરદ્રવ્યોને અને આત્માને શેય-જ્ઞાયક, દશ્ય-દર્શક, ત્યાજ્ય-ત્યાજક ઇત્યાદિ સંબંધ છે, તો પણ નિશ્ચયે તો આ પ્રમાણે છે :-) જેમ ખડી પરની (-ભીંત આદિની) નથી, ખડી. તે તો ખરી જ છે, તેમ જ્ઞાયક (જાણનારો, આત્મા) પરનો (પરદ્રવ્યનો) નથી, જ્ઞાયક તે તો જ્ઞાયક જ છે. જેમ ખડી પરની નથી, ખડી તે તો ખરી જ છે, તેમ દર્શક (દખનારો આત્મા) પરનો નથી, દર્શક તે તો દર્શક જ છે. જેમ ખડી પરની (-ભીંત આદિની) નથી, ખડી તે તો ખરી જ છે, તેમ સંયત (ત્યાગ કરનારો, આત્મા) પરનો (-પરદ્રવ્યનો) નથી, સંયત તે તો સંયત જ છે. જેમ ખડી પરની નથી, ખડી તે તો ખરી જ છે, તેમ દર્શન અર્થાત્ શ્રદ્ધાન પરનું નથી, દર્શન તે તો દર્શન જ છે અર્થાત્ શ્રદ્ધાન તે તો શ્રદ્ધાન જ છે. એ પ્રમાણે જ્ઞાન-દર્શન-ચારિત્ર વિષે નિશ્ચયનયનું કથન છે. વળી તે વિષે સંક્ષેપથી વ્યવહારનયનું કથન સાંભળ. જેમ ખડી પોતાના સ્વભાવથી (-ભીંત આદિ) પરદ્રવ્યને સફેદ કરે છે, તેમ જ્ઞાતા પણ પોતાના સ્વભાવથી પરદ્રવ્યને જાણે છે. જેમ ખડી પોતાના સ્વભાવથી પરદ્રવ્યને સફેદ કરે છે, તેમ જીવ પણ પોતાના સ્વભાવથી પરદ્રવ્યને દેખે છે. જેમ ખડી પોતાના સ્વભાવથી પરદ્રવ્યને સફેદ કરે છે, તેમ જ્ઞાતા પણ પોતાના સ્વભાવથી પરદ્રવ્યને ત્યાગે છે. જેમ ખડી પોતાના સ્વભાવથી પરદ્રવ્યને રાફેદ કરે છે, તેમ સમ્યગ્દષ્ટિ પોતાના સ્વભાવથી પરદ્રવ્યને શ્રદ્ધે છે. આ પ્રમાણે જ્ઞાન-દર્શન-ચારિત્ર વિષે વ્યવહારનયનો નિર્ણય કહ્યો; બીજા પર્યાયો વિષે પણ એ રીતે જ જાણવો. दसणणाणचरित्तं किंचि वि णत्थि दु अचेदणे विसए। तम्हा किं घादयदे चेदयिदा तेसु विसएसु ॥ ३६६ ॥ दंसणणाणचरित्तं किंचि वि णत्थि दु अचेदणे कम्मे। तम्हा किं घादयदे चेदयिदा तम्हि कम्मम्हि ॥ ३६७ ॥ दसणणाणचरित्तं किंचि वि णत्थि दु अचेदणे काए। तम्हा किं घादयदे चेदयिदा तेसु काएसु॥ ३६८ ॥ णाणस्स दंसणस्स य भणिदो घादो तहा चरित्तस्स। ण वि तहिं पोग्गलदव्वस्स को वि घादो दु णिद्दिट्ठो ॥ ३६९ ।। Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ जीवस्स जे गुणा केइ णत्थि खलु ते परेसु दव्वेसु। तम्हा सम्मादिहिस्स पत्थि रागो दु विसएसु ॥ ३७०॥ रागो दोसो मोहो जीवस्सेव य अणण्णपरिणामा। एदेण कारणेण दु सद्दादिसु णत्थि रागादी॥ ३७१॥ ચારિત્ર-દર્શન-જ્ઞાન જરીયે નહિ અચેતન વિષયમાં, તે કારણે આ આતમા શું હણી શકે તે વિષયમાં? ૩૬૬. ચારિત્ર-દર્શન-જ્ઞાન જરીયે નહિ અચેતન કર્મમાં, તે કારણે આ આતમાં શું હણી શકે તે કર્મમાં? ૩૬૭. ચારિત્ર-દર્શન-જ્ઞાન જરીયે નહિ અચેતન કાયમાં, તે કારણે આ આતમાં શું હણી શકે તે કાયમાં? ૩૬૮. છે જ્ઞાનનો, દર્શન તણો, ઉપઘાત ભાગો ચરિતનો, ત્યાં કાંઈ પણ ભાખ્યો નથી ઉપઘાત પગલદ્રવ્યનો. ૩૬૯. જે ગુણ જીવ તણા, ખરે તે કોઈ નહિ પરદ્રવ્યમાં, તે કારણે વિષયો પ્રતિ સુદષ્ટિ જીવને રાગ ના. ૩૭૦. વળી રાગ, દ્વેષ, વિમોહતોજીવના અનન્ય પરિણામ છે, તે કારણે શબ્દાદિ વિષયોમાં નહીં રાગાદિ છે. ૩૭૧. અર્થ દર્શન-જ્ઞાન-ચારિત્ર અચેતન વિષયમાં જરા પણ નથી, તેથી આત્મા તે વિષયોમાં શું હાણે (અર્થાત્ શાનો ઘાત કરી શકે)? દર્શન-જ્ઞાન-ચારિત્ર અચેતન કર્મમાં જરા પણ નથી, તેથી આત્મા તે કર્મમાં શું હશે? (કાંઈ હણી શકતો નથી.) દર્શન-જ્ઞાન-ચારિત્ર અચેતન કાયામાં જરા પણ નથી, તેથી આત્મા તે કાયાઓમાં શું હશે? (કાંઈ હણી શકતો નથી.) જ્ઞાનનો, દર્શનનો તથા ચારિત્રનો ઘાત કહ્યો છે, ત્યાં પુગલદ્રવ્યનો ઘાત જરા પણ કહ્યો નથી. (દર્શન-જ્ઞાન-ચારિત્ર હણાતાં પુદ્ગલદ્રવ્ય હણાતું નથી.) (આ રીતે) જે કોઈ જીવના ગુણો છે, તે ખરેખર પરદ્રવ્યોમાં નથી, તેથી સમ્યગ્દષ્ટિને વિષયો પ્રત્યે રાગ નથી. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ વળી રાગ, દ્વેષ અને મોહ જીવના જ અનન્ય (એકરૂપ) પરિણામ છે, તે કારણે રાગાદિક શબ્દાદિ विषयोमा (ग) नथी. (રાગદ્વેષાદિ સમગ્દષ્ટિ આત્મામાં નથી તેમ જ જડ વિષયોમાં નથી, માત્ર અજ્ઞાનદશામાં રહેલા જીવના પરિણામ છે.) अण्णदविएण अण्णदवियस्स णो कीरए गुणुप्पाओ। तम्हा दु सव्वदव्वा उप्पजते सहावेण ॥ ३७२ ॥ કો દ્રવ્ય બીજા દ્રવ્યને ઉત્પાદનહિ ગુણનો કરે, તેથી બધાંય દ્રવ્ય નિજ સ્વભાવથી ઊપજે ખરે.૩૭૨. અર્થ અન્ય દ્રવ્યથી અન્ય દ્રવ્યને ગુણની ઉત્પત્તિ કરી શકાતી નથી; તેથી (એ સિદ્ધાંત છે કે, સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવથી ઊપજે છે. जिंदिदसंथुदवयणाणि पोग्गला परिणमंति बहुगाणि। ताणि सुणिदूण रुसदि तूसदि य पुणो अहं भणिदो ॥ ३७३॥ पोग्गलदव्वं सद्दत्तपरिणदं तस्स जदि गुणो अण्णो। तम्हा ण तुमं भणिदो किंचि वि किं रूससि अबुद्धो॥ ३७४ ॥ असुहो सुहो व सद्दो ण तं भणदि सुणसु मं ति सो चेव। ण य एदि विणिग्गहिदुं सोदविसयमागदं सदं ॥ ३७५ ॥ असुहं सुहं व रुवं ण तं भणदि पेच्छ मं ति सो चेव। ण य एदि विणिग्गहिदुं चक्खुविसयमागदं रूवं ॥ ३७६ ।। असुहो सुहो व गंधो ण तं भणदि जिग्ध मं ति सो चेव। ण य एदि विणिग्गहिदुं घाणविसयमागदं गंधं ॥ ३७७ ।। असुहो सुहो व रसो ण तं भणदि रसय मं ति सो चेव। ण य एदि विणिग्गहिदु रसणविसयमागदं तु रसं ॥ ३७८ ।। असुहो सुहो व फासो णतं भणदि फुससुमं ति सो चेव। ण य एदि विणिग्गहि, कायविसयमागदं फासं॥ ३७९ ॥ Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ असुहो सुहो व गुणो ण तं भणदि बुज्झ मं ति सो चेव। ण य एदि विणिग्गहिदुं बुद्धिविसयमागदं तु गुणं ॥ ३८०॥ असुहं सुहं व दव्वं ण तं भणदि बुज्झ मं ति सो चेव। ण य एदि विणिग्गहि, बुद्धिविसयमागदं दव्वं ॥ ३८१॥ एयं तु जाणिऊणं उवसमं णेव गच्छदे मूढो। णिग्गहमणा परस्स य सयं च बुद्धिं सिवमपत्तो॥ ३८२॥ રે! પુદ્ગલો બહુવિધ નિંદા - સ્તુતિવચનરૂપ પરિણમે, તેને સુણી, મુજને કહ્યું ગણી, રોષ-તોષ જીવો કરે. ૩૭૩. પુદ્ગલદરવ શબ્દત્વપરિણત, તેહનો ગુણ અન્ય છે, તો નવ કહ્યું કંઈ પણ તને, હે અબુધ! રોષ તું ક્યાં કરે? ૩૭૪. શુભ કે અશુભ જે શબ્દ તે તું સુણ મને ન તને કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે કર્ણગોચર શબ્દને; ૩૭૫. શુભ કે અશુભ જે રૂપ તે તું જો મને’ન તને કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે ચક્ષુગોચર રૂપને; ૩૭૬. શુભ કે અશુભ જે ગંધ તે “તું સુંઘ મુજને’ નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે ઘાણગોચર ગંધને; ૩૭૭. શુભ કે અશુભ રસ જેહ તે તું ચાખ મુજને” નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે રસનગોચર રસ અરે! ૩૭૮. શુભ કે અશુભ જે સ્પર્શ તે તું સ્પર્શ મુજને નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે કાયગોચર સ્પર્શને; ૩૯. શુભ કે અશુભ જે ગુણ તે તું જાણ મુજને” નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે બુદ્ધિગોચર ગુણને; ૩૮૦. શુભ કે અશુભ જે દ્રવ્ય તે તું જાણ મુજને” નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે બુદ્ધિગોચર દ્રવ્યને; ૩૮૧. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ -આ જાણીને પણ મૂઢ જીવ પામે નહીં ઉપશમ અરે ! શિવ બુદ્ધિને પામેલ નહિ એ પર ગ્રહણ કરવા ચહે. ૩૮૨. અર્થ બહુ પ્રકારના નિંદાના અને સ્તુતિના વચનોરૂપે પુગલો પરિણમે છે, તેમને સાંભળીને અજ્ઞાની જીવ ‘મને કહ્યું’ એમ માનીને રોષ અને તોષ કરે છે (અર્થાત્ ગુસ્સે થાય છે તથા ખુશી થાય છે). પુદ્ગલદ્રવ્ય શબ્દપણે પરિણમ્યું છે, તેનો ગુણ જો (તારાથી) અન્ય છે, તો તે અજ્ઞાની જીવ! તને કાંઈ પણ કહ્યું નથી; તું અજ્ઞાની થયો થકો રોષ શા માટે કરે છે? અશુભ અથવા શુભ શબ્દ તને એમ નથી કહેતો કે તું મને સાંભળ”; અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને),શ્રોત્રંદ્રિયના વિષયમાં આવેલા શબ્દને ગ્રહવા (જાણવા) જતો નથી. અશુભ અથવા શુભ રૂપતને એમ નથી કહેતું કે તું મને જો'; અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને), ચક્ષુઈન્દ્રિયના વિષયમાં આવેલા (અર્થાત ચક્ષુગોચર થયેલા) રૂપને ગ્રહવા જતાં નથી. અશુભ અથવા શુભ ગંધ તને એમ નથી કહેતી કે તું મને સુંઘ'; અને આત્મા પણ ધ્રાણેન્દ્રિયના વિષયમાં આવેલી ગંધને (પોતાના સ્થાનથી ચુત થઈને) ગ્રહવા જતો નથી. અશુભ અથવા શુભ રસ તને એમ નથી કહેતો કે તું મને ચાખ'; અને આત્મા પણ રસનાઇન્દ્રિયના વિષયમાં આવેલા રસને (પોતાના સ્થાનથી છૂટીને) ગ્રહવા જતો નથી. અશુભ અથવા શુભ સ્પર્શ તને એમ નથી કહેતો કે તું મને સ્પર્શ'; અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને), કાયાના (-સ્પર્શેન્દ્રિયના) વિષયમાં આવેલા સ્પર્શને ગ્રહવા જતો નથી. અશુભ અથવા શુભગુણ તને એમ નથી કહેતો કે તું મને જાણ'; અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને), બુદ્ધિના વિષયમાં આવેલા ગુણને ગ્રહવા જતો નથી. અશુભ અથવા શુભ દ્રવ્ય તને એમ નથી કહેતું કે તું મને જાણ'; અને આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને), બુદ્ધિના વિષયમાં આવેલા દ્રવ્યને ગ્રહવા જતો નથી. આવું જાણીને પણ મૂઢ જીવ ઉપશમને પામતો નથી; અને શિવ બુદ્ધિને (કલ્યાણકારી બુદ્ધિને, સમ્યજ્ઞાનને) નહિ પામેલો પોતે પરને ગ્રહવાનું મન કરે છે. कम्मं जं पुवकयं सुहासुहमणेयवित्थरविसेसं। तत्तो णियत्तदे अप्पयं तु जो सो पडिक्कमणं ॥ ३८३॥ कम्मं जं सुहमसुहं जम्हि य भावम्हि बज्झदि भविस्सं। तत्तो णियत्तदे जो सो पञ्चक्खाणं हवदि चेदा ॥ ३८४॥ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ जं सुहमसुहमुदिण्णं संपडि य अणेयवित्थरविसेसं । तं दो जो चेददि सो खलु आलोयणं चेदा ॥ ३८५ ॥ णिच्चं पच्चक्खाणं कुव्वदि णिच्चं पडिक्कमदि जो य । णिच्चं आलोचेयदि सो ह चरितं हवदि चेदा ॥ ३८६ ॥ हु શુભ ને અશુભ અનેકવિધ પૂર્વે કરેલું કર્મ જે, તેથી નિવર્તે આત્મને, તે આતમા પ્રતિક્રમણ છે; ૩૮૩. શુભ ને અશુભ ભાવી કરમ જે ભાવમાં બંધાય છે, તેથી નિવર્તન જે કરે, તે આતમા પચખાણ છે; ૩૮૪. શુભ ને અશુભ અનેકવિધ છે વર્તમાને ઉદિત જે, તે દોષને જે ચેતતો, તે જીવ આલોચન ખરે. ૩૮૫. પચખાણ નિત્ય કરે અને પ્રતિક્રમણ જે નિત્યે કરે, નિત્યે કરે આલોચના, તે આતમા ચારિત્ર છે. ૩૮૬. અર્થ : પૂર્વે કરેલું / અનેક પ્રકારના વિસ્તારવાળું (જ્ઞાનાવરણીયાદિ) શુભાશુભ કર્મ તેનાથી જે આત્મા પોતાને 'નિવર્તાવે છે, તે આત્મા પ્રતિક્રમણ છે. ૧. નિવર્તાવવું = પાછા વળવું; અટકાવવું; દૂર રાખવું. ભવિષ્ય કાળનું જે શુભ-અશુભ કર્મ તે જે ભાવમાં બંધાય છે તે ભાવથી જે આત્મા નિવર્તે છે, તે આત્મા પ્રત્યાખ્યાન છે. વર્તમાન કાળે ઉદયમાં આવેલું જે અનેક પ્રકારના વિસ્તારવાળું શુભ-અશુભ કર્મ તે દોષને જે આત્મા ચેતે છે - અનુભવે છે-જ્ઞાતાભાવે જાણી લે છે (અર્થાત્ તેનું સ્વામિત્વ-કર્તાપણું છોડે છે), તે આત્મા ખરેખર આલોચના છે. જે સદા પ્રત્યાખ્યાન કરે છે, સદા પ્રતિક્રમણ કરે છે અને સદા આલોચના કરે છે, તે આત્મા ખરેખર ચારિત્ર છે. वेदतो कम्मफलं अप्पाणं कुणदि जो दु कम्मफलं । सो तं पुणो वि बंधदि बीयं दुक्खस्स अट्ठविहं ॥ ३८७॥ वेदतो कम्मफलं मए कदं मुणदि जो दु कम्मफलं । सो तं पुणो वि बंधदि बीयं दुक्खस्स अट्ठविहं ॥ ३८८ ॥ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ वेदंतो कम्मफलं सुहिदो दुहिदो य हवदि जो चेदा। सो तं पुणो वि बंधदि बीयं दुक्खस्स अट्ठविहं ॥ ३८९ ॥ જે કર્મફળને વેદતો નિજરૂપ કરમફળને કરે, તે ફરીય બાંધે અષ્ટવિધિના કર્મને - દુખબીજને; ૩૮૭. જે કર્મફળને વેદતો જાણે કરમફળ મેં કર્યું, ते ६२रीय बांधे अष्टविधना भने - हुमणीनने; 3८८. જે કર્મફળને વેદતો આત્મા સુખી-દુખી થાય છે, તે ફરીય બાંધે અષ્ટવિધિના કર્મને - દુખબીજને; ૩૮૯. અર્થ કર્મના ફળને વેદતો થકો જે આત્મા કર્મફળને પોતારૂપ કરે છે (માને છે), તે ફરીને પણ આઠ પ્રકારના भने - हुजना बीनने - बांधे छे. - કર્મના ફળને વેદતો થકો જે આત્મા કર્મફળ મેં કર્યું એમ જાણે છે, તે ફરીને પણ આઠ પ્રકારના भने - हुजना पीनने - बांध छे. કર્મના ફળને વેદતો થકો જે આત્મા સુખી અને દુઃખી થાય છે, તે ફરીને પણ આઠ પ્રકારના કર્મને हुमना बीनने - बांध छे. सत्थं णाणं ण हवदि जम्हा सत्थं ण याणदे किंचि। तम्हा अण्णं णाणं अण्णं सत्थं जिणा बेंति ॥ ३९० ॥ सद्दो णाणं ण हवदि जम्हा सद्दो ण याणदे किंचि। तम्हा अण्णं णाणं अण्णं सइं जिणा बेति॥ ३९१॥ रूवं णाणं ण हवदि जम्हा रूवं ण याणदे किंचि। तम्हा अण्णं णाणं अण्णं रूवं जिणा बेंति॥ ३९२॥ वण्णो णाणं ण हवदि जम्हा वण्णो ण याणदे किंचि। तम्हा अण्णं णाणं अण्णं वण्णं जिणा बेंति ॥ ३९३ ॥ गंधो णाणंण हवदि जम्हा गंधोण याणदे किंचि। तम्हा अण्णं णाणं अण्णं गंधं जिणा बेति ॥ ३९४ ॥ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ण रसो दु हवदि णाणं जम्हा दु रसो ण याणदे किंचि। तम्हा अण्णं गाणं रसं च अण्णं जिणा बेंति ॥ ३९५॥ फासो ण हवदि णाणं जम्हा फासो ण याणदे किंचि। तम्हा अण्णं णाणं अण्णं फासं जिणा बेंति ॥ ३९६॥ कम्मं णाणं ण हवदि जम्हा कम्मं ण याणदे किंचि। तम्हा अण्णं णाणं अण्णं कम्मं जिणा बेंति॥ ३९७॥ धम्मो णाणं ण हवदि जम्हा धम्मो ण याणदे किंचि। तम्हा अण्णं णाणं अण्णं धम्मं जिणा बेंति ॥ ३९८॥ णाणमधम्मो ण हवदि जम्हाधम्मो ण याणदे किंचि। तम्हा अण्णं णाणं अण्णमधम्मं जिणा बेंति॥ ३९९ ॥ कालो णाणं ण हवदि जम्हा कालो ण याणदे किंचि। तम्हा अण्णं णाणं अण्णं कालं जिणा बेंति॥४००॥ आयासं पि ण णाणं जम्हायासं ण याणदे किंचि। तम्हायासं अण्णं अण्णं णाणं जिणा बेंति॥४०१॥ णज्झवसाणं णाणं अज्झवसाणं अचेदणं जम्हा। तम्हा अण्णं णाणं अज्झवसाणं तहा अण्णं ॥ ४०२॥ जम्हा जाणदि णिचं तम्हा जीवो दुजाणगोणाणी। णाणं च जाणयादो अव्वदिरित्तं मुणेयव्वं ॥४०३॥ णाणं सम्मादिलुि दु संजमं सुत्तमंगपुव्वगयं। . धम्माधम्मं च तहा पव्वज्जं अब्भुवंति बुहा॥४०४॥ ३! शते नथी शान, थी शानडी, તે કારણે છે જ્ઞાન જુ, શાસ્ત્ર જુદું – જિન કહે; ૩૦. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ રે! શબ્દતે નથી જ્ઞાન, જેથી શબ્દ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, શબ્દ જુદો - જિન કહે; ૩૯૧. રે! રૂપ તે નથી જ્ઞાન, જેથી રૂ૫ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, રૂપ જુદું - જિન કહે; ૩૯૨. રે! વર્ણ તે નથી જ્ઞાન, જેથી વર્ણ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, વર્ણ જુદો - જિન કહે, ૩૯૩. રે! ગંધ તે નથી જ્ઞાન, જેથી ગંધ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, ગંધ જુદી - જિન કહે; ૩૯૪. રે! રસ નથી કંઈ જ્ઞાન, જેથી રસ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, રસ જુદો - જિનવર કહે; ૩૯૫. રે! સ્પર્શ તે નથી જ્ઞાન, જેથી સ્પર્શ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, સ્પર્શ જુદો - જિન કહે; ૩૯૬. રે! કર્મ તે નથી જ્ઞાન, જેથી કર્મ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, કર્મ જુદું - જિન કહે; ૩૯૭. રે! ધર્મ તે નથી જ્ઞાન, જેથી ધર્મ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, ધર્મ જુદો - જિન કહે; ૩૯૮. અધર્મ તે નથી જ્ઞાન, જેથી અધર્મ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, અધર્મ જુદો - જિન કહે; ૩૯૯. રે! કાળ તે નથી જ્ઞાન, જેથી કાળ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, કાળ જુદો - જિન કહે; 0. આકાશ તે નથી જ્ઞાન, એ આકાશ કંઈ જાણે નહીં, તે કારણે આકાશ જુદું જ્ઞાન જુદું - જિન કહે; ૪૦૧. નહિ જ્ઞાન અધ્યવસાન છે, જેથી અચેતન તેહ છે, તે કારણે છે જ્ઞાન જુદું, જુદું અધ્યવસાન છે. ૪૦૨. રે! સર્વદા જાણે જ તેથી જીવ જ્ઞાયક જ્ઞાની છે, ને જ્ઞાન છે જ્ઞાયકથી અવ્યતિરિક્ત ઈમ જ્ઞાતવ્ય છે. ૪૦૩. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ સમ્યકત્વ, ને સંયમ, તથા પૂર્વાગગત સૂત્રો, અને ધર્માધરમ, દીક્ષા વળી, બુધ પુરુષ માને જ્ઞાનને. ૪૦૪. અર્થ શાસ્ત્ર જ્ઞાન નથી કારણ કે શાસ્ત્ર કાંઈ જાણતું નથી (જડ છે), માટે જ્ઞાન અન્ય છે, શાસ્ત્ર અન્ય છે - એમ જિનદેવો કહે છે. શબ્દ જ્ઞાન નથી કારણ કે શબ્દ કાંઈ જાણતો નથી, માટે જ્ઞાન અન્ય છે, શબ્દ અન્ય છે - એમ જિનદેવો કહે છે. રૂપ જ્ઞાન નથી કારણ કે રૂપ કાંઈ જાણતું નથી, માટે જ્ઞાન અન્ય છે, રૂપ અન્ય છે - એમ જિનદેવો કહે છે. વર્ણ જ્ઞાન નથી કારણ કે વર્ણ કાંઈ જાણતો નથી, માટે જ્ઞાન અન્ય છે, વર્ણ અન્ય છે - એમ જિનદેવો કહે છે. ગંધ જ્ઞાન નથી કારણ કે ગંધ કાંઈ જાણતી નથી, માટે જ્ઞાન અન્ય છે, ગંધ અન્ય છે - એમ જિનદેવો કહે છે. રસ જ્ઞાન નથી કારણ કે રસ કાંઈ જાણતો નથી, માટે જ્ઞાન અન્ય છે, રસ અન્ય છે - એમ જિનદેવો કહે છે. સ્પર્શ જ્ઞાન નથી કારણ કે સ્પર્શ કાંઈ જાણતો નથી, માટે જ્ઞાન અન્ય છે, સ્પર્શ અન્ય છે - એમ જિનદેવો કહે છે. કર્મ જ્ઞાન નથી કારણ કે કર્મ કાંઈ જાણતું નથી, માટે જ્ઞાન અન્ય છે, કર્મ અન્ય છે - એમ જિનદેવો કહે છે. ધર્મ (અર્થાતુ ધર્માસ્તિકાય) જ્ઞાન નથી કારણ કે ધર્મ કાંઈ જાણતો નથી, માટે જ્ઞાન અન્ય છે, ધર્મ અન્ય છે - એમ જિનદેવો કહે છે. અધર્મ (અર્થાત અધર્માસ્તિકાય) જ્ઞાન નથી કારણ કે અધર્મ કાંઈ જાણતો નથી, માટે જ્ઞાન અન્ય છે, અધર્મ અન્ય છે - એમ જિનદેવો કહે છે. કાળ જ્ઞાન નથી કારણ કે કાળ કાંઈ જાણતો નથી, માટે જ્ઞાન અન્ય છે, કાળ અન્ય છે - એમ જિનદેવો કહે છે. આકાશ પણ જ્ઞાન નથી કારણ કે આકાશ કાંઈ જાણતું નથી, માટે જ્ઞાન અન્ય છે, આકાશ અન્ય છે - એમ જિનદેવો કહે છે.અધ્યવસાન જ્ઞાન નથી કારણ કે અંધ્યવસાન અચેતન છે, માટે જ્ઞાન અન્ય છે તથા અધ્યવસાન અન્ય છે (એમ જિનદેવો કહે છે). કારણ કે (જીવ) નિરંતર જાણે છે માટે જ્ઞાયક એવો જીવ જ્ઞાની (-જ્ઞાનવાળો, જ્ઞાનસ્વરૂપ) છે, અને જ્ઞાન જ્ઞાયકથી આવ્યતિરિક્ત છે (-અભિન્ન છે, જુદું નથી) એમ જાણવું. - બુધ પુરુષો (અર્થાત્ જ્ઞાનીજનો) જ્ઞાનને જ સમ્યગ્દષ્ટિ, (જ્ઞાનને જ) સંયમ, અંગપૂર્વગત સૂત્ર, ધર્મ-અધર્મ (પુણ્ય-પાપ) તથા દીક્ષા માને છે. अत्ता जस्सामुत्तो ण हु सो आहारगो हवदि एवं। आहारो खलु मुत्तो जम्हा सो पोग्गलमओ दु॥ ४०५ ॥ ण वि सक्कदि घेत्तुं जंण विमोत्तुं जं च जं परद्दव्वं । सो को वि य तस्स गुणो पाउगिओ विस्ससो वा वि॥४०६॥ . तम्हा दु जो विसुद्धो चेदा सो णेव गेण्हदे किंचि । णेव विमुंचदि किंचि वि जीवाजीवाण व्वाणं॥४०७॥ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ એમ આતમા જેનો અમૂર્તિક તે નથી આરક ખરે, પુદ્ગલમયી છે આ તેથી આ'ર તો મૂર્તિક ખર. ૪૦૫. જે દ્રવ્ય છે પર તેહને ન ગ્રહી, ન છોડી શકાય છે, એવો જ તેનો ગુણ કો પ્રાયોગી ને વૈગ્નસિક છે. ૪૦૬. તેથી ખરે જે શુદ્ધ આત્મા તે નહીં કંઈ પણ ગ્રહે, છોડે નહીં વળી કાંઈ પણ જીવ ને અજીવ દ્રવ્યો વિષે. ૪૦૭. અર્થ એ રીતે જેનો આત્મા અમૂર્તિક છે તે ખરેખર આહારકનથી; આહાર તો મૂર્તિક છે કારણ કે પુદગલમય છે. જે પરદ્રવ્ય છે તે ગ્રહી શકાતું નથી તથા છોડી શકાતું નથી, એવો જ કોઈ તેનો (-આત્માનો) પ્રાયોગિક તેમ જ વૈઋસિક ગુણ છે. માટે જે વિશુદ્ધ આત્મા છે તે જીવ અને અજીવ દ્રવ્યોમાં (-પરદ્રવ્યોમાં) કાંઈ પણ ગ્રહતો નથી તથા કાંઈ પણ છોડતો નથી. पासंडीलिंगाणि व गिहिलिंगाणि व बहुप्पयाराणि। घेत्तुं वदंति मूढा लिंगमिणं मोक्खमग्गो त्ति॥४०८॥ ण दु होदि मोक्खमग्गो लिंग जं देहणिम्ममा अरिहा। लिंगं मुइत्तु दंसणणाणचरित्ताणि सेवंति ॥ ४०९ ॥ બહુવિધના મુનિલિંગને અથવા ગૃહસ્થીલિંગને, ગ્રહીને કહે છે મૂઢજન આ લિંગ મુક્તિમાર્ગ છે. ૪૦૮. પણ લિંગ મુક્તિમાર્ગ નહિ, અહંત નિર્મમ દેહમાં, બસ લિંગ છોડી જ્ઞાન ને ચારિત્ર, દર્શન સેવતા. ૪૦૯. અર્થ બહુ પ્રકારના મુનિલિંગોને અથવા ગૃહીલિંગોને ગ્રહણ કરીને મૂઢ (અજ્ઞાની)જનો એમ કહે છે કે “આ (બાહ્ય) લિંગ મોક્ષમાર્ગ છે'. પરંતુ લિંગ મોક્ષમાર્ગ નથી; કારણ કે અહંતદેવો દેહ પ્રત્યે નિર્મમ વર્તતા થકા લિંગને છોડીને દર્શન-જ્ઞાન-ચારિત્રને જ સેવે છે. ण वि एस मोक्खमग्गो पासंडीगिहिमयाणि लिंगाणि। दंसणणाणचरित्ताणि मोक्खमग्गं जिणा बेंति॥४१०॥ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ મુનિલિંગ ને ગૃહીલિંગ - એ લિંગો ન મુક્તિમાર્ગ છે; ચારિત્ર-દર્શન-જ્ઞાનને બસ મોક્ષમાર્ગ જિનો કહે. ૪૧૦. અર્થ મુનિના અને ગૃહસ્થના લિંગો એ મોક્ષમાર્ગ નથી; દર્શન-જ્ઞાન-ચારિત્રને જિનદેવો મોક્ષમાર્ગ કહે છે. तम्हा जहित्तु लिंगे सागारणगारएहिं वा गहिदे। दसणणाणचरित्ते अप्पाणं जुंज मोक्खपहे॥ ४११॥ તેથી તજી સાગાર કે અણગાર-ધારિત લિંગને, ચારિત્ર-દર્શન-જ્ઞાનમાં તું જોડ! નિજ આત્મને. ૪૧૧. અર્થ માટે સાગારો વડે (-ગૃહસ્થો વડે) અથવા અણગારો વડે (-મુનિઓ વડે) પ્રહાયેલાં લિંગોને છોડીને, દર્શનજ્ઞાનચારિત્રમાં - કે જે મોક્ષમાર્ગ છે તેમાં - તું આત્માને જોડ. मोक्खपहे अप्पाणं ठवेहि तं चेव झाहितं चेय। तत्थेव विहर णिचं मा विहरसु अण्णदव्वेसु॥४१२॥ તું સ્થાપ નિજને મોક્ષપંથે, ધ્યા, અનુભવ તેહને; તેમાં જ નિત્ય વિહાર કર, નહિ વિહર પરદ્રવ્યો વિષે. ૪૧૨. અર્થ (હે ભવ્ય!) તું મોક્ષમાર્ગમાં પોતાના આત્માને સ્થાપ, તેનું જ ધ્યાન કર, તેને જ ચેત-અનુભવ અને તેમાં જ નિરંતર વિહાર કર; અન્ય દ્રવ્યોમાં વિહાર ન કર. पासंडीलिंगेसु व गिहिलिंगेसु व बहुप्पयारेसु। कुव्वंति जे ममत्तिं तेहिं ण णादं समयसारं ॥४१३॥ બહુવિધનાં મુનિલિંગમાં અથવા ગૃહીલિંગો વિષે, મમતા કરે, તેણે નથી જાણો સમયના સારને. ૪૧૩. અર્થ : જેઓ બહુ પ્રકારના મુનિલિંગોમાં અથવા ગૃહસ્થલિંગોમાં મમતા કરે છે (અર્થાત્ આ દ્રવ્યલિંગ જ મોક્ષનું દેનાર છે એમ માને છે), તેમણે સમયસારને જાણ્યો નથી. ववहारिओ पुण णओ दोण्णि वि लिंगाणि भणदि मोक्खपहे। णिच्छयणओ ण इच्छदि मोक्खपहे सव्वलिंगाणि॥४१४ ॥ વ્યવહારનય એ ઉભય લિંગો મોક્ષપંથ વિષે કહે, નિશ્ચય નહીં માને કદી કો લિંગ મુક્તિપથ વિષે:- ૪૧૪. ૧ વિષે કહ્યું, Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ અર્થ વ્યવહારનય બન્ને લિંગોને મોક્ષમાર્ગ કહે છે. (અર્થાતુ વ્યવહારનય મુનિલિંગ તેમ જગૃહીલિંગને મોક્ષમાર્ગ કહે છે); નિશ્ચયનય સર્વ લિંગોને (અર્થાત્ કોઈ પણ લિંગને) મોક્ષમાર્ગમાં ગણતો નથી जो समयपाहुडमिणं पढिदूणं अत्थतच्चदो णाएं। अत्थे ठाही चेदा सो होही उत्तम सोक्खं ॥ ४१५॥ આ સમયપ્રાભૂત પઠન કરીને, અર્થ-તત્ત્વથી જાણીને, ઠરશે અરથમાં આતમા જે, સૌખ્ય ઉત્તમ તે થશે. ૪૧૫. અર્થ : જે આત્મા (-ભવ્ય જીવ) આ સમયપ્રાભૂતને ભણીને, અર્થ અને તત્વથી જાણીને, તેના અર્થમાં સ્થિત થશે, તે ઉત્તમ સૌખ્યસ્વરૂપ થશે. Page #154 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ શ્રી સમયસાર - પ્રસાદી ૧. શુદ્ધાત્માના લક્ષે શિષ્ય અપૂર્વ શરૂઆત કરે છે. વ્યકર્મ-ભાવકર્મ-નોકર્મરહિત, ચિસ્વભાવી શુદ્ધાત્મા સાધ્ય છે, ને સિદ્ધ ભગવંતો તેના પ્રતિબિંબ સમાન છે. જેમ અરિસામાં જોતાં પોતાનું મુખ દેખાય છે તેમ સિદ્ધ ભગવાનનું સ્વરૂપ જાણતાં પોતાના આત્માનું શુદ્ધ સ્વરૂપ ઓળખાય છે. સિદ્ધ જેવા પોતાના આત્માને જેણે લક્ષગત કર્યો તેને રાગમાંથી કે ઇન્દ્રિયોમાંથી આત્મબુદ્ધિ ઊડી જાય છે, ને રાગથી પાર, ઇન્દ્રિયોથી પાર એવા અંતર્મુખી જ્ઞાન દ્વારા શુદ્ધાત્માની સ્વાનુભૂતિ વડે મોક્ષમાર્ગ શરૂ થાય છે, તે જ સિદ્ધને પરમાર્થ નમસ્કાર છે, ને તે અપૂર્વ મંગળ છે. મોહાદિ ઉદયભાવ અને જ્ઞાન વચ્ચે અત્યંત ભેદ પાડી – અપૂર્વ ભેદજ્ઞાન તે મંગળ છે - ને તે જ સમયસાર – પરમાગમનું પ્રયોજન છે. ૨. સમયસાર એટલે કુંદકુંદભગવાનના આનંદમય આત્મવૈભવમાંથી નીકળેલો સાર, જે આપણને આત્મવૈભવ બતાડીને આનંદિત કર્યા છે. જે સમયસારનું ભાવઢવાણ કરતાં ભવનો પાર પમાય.અશરીરી થવાય..ને આત્મા પોતે પરમ આનંદરૂપ બની જાય ! એવા આ પરમ જિનાગમ સમયસારનું શ્રવણ કરીને જીવન ધન્ય બને છે. આ સમયસારના ઊંડા ભાવોનું ઘોલન જીંદગીના છેલ્લા શ્વાસ સુધી ભૂલાય તેમ નથી. આ સમયસારતો આત્માના સ્વભાવરૂપ ધર્મનો સંબંધ કરાવનાર છે; પરનો તથા રાગનો સંબંધ તોડાવીને, આત્માના જ્ઞાનસ્વભાવમાં એકત્વ કરાવનાર-ધર્મનો સંબંધ કરાવનાર-આત્માને પરમાત્મા તરીકે પ્રગટ કરાવનાર - પરમાત્મા સ્વરૂપનો અનુભવ કરાવનાર એવા આ સમયસારના મંત્રો આત્માને મુગ્ધ કરી દે એવા છે. સમયસારનું તાત્પર્ય છે -શુદ્ધાત્માની અનુભૂતિ. અંતર્મુખ થઈને જેણે આવી આનંદમય અનુભૂતિ કરવાની પ્રેરણા મળી તેના અસંખ્ય પ્રદેશોમાં સમયસાર પરમાગમના ભાવો કોતરાઈ ગયા. ૪. આચાર્ય ભગવંતે જે કોલ-કરાર કરેલાં કે સમયસારનો જે અભ્યાસ કરશે તેની પરિણતિ શુદ્ધ થશે. આચાર્યું કહેલું કે જે અમે શુદ્ધાત્મા દેખાડવા માંગીએ છીએ તેના ઉપર લક્ષનું જોર દેજે અને ઉપયોગમાં શુદ્ધાત્માનું ઘોલન કરતાં કરતાં તને જરૂર શુદ્ધાત્માની અનુભૂતિ થશે. તારો મોહ નાશ થશે અને તારા આનંદના નિધાન ખૂલી જશે. આ વાત અક્ષરે અક્ષર સત્ય પૂરવાર થાય છે. સમયસારનો અભ્યાસ એટલે તો શુદ્ધાત્માની ભાવના જ્ઞાનને અંતર્મુખ કરીને શુદ્ધાત્માની આવી ભાવના તે જ અનુભૂતિની શુદ્ધતાનું કારણ છે. ૫. શરૂઆતમાં જ કહે છે કે એકત્વ-નિશ્ચયગત સમય સર્વત્ર લોકમાં સુંદર છે અને પછી એની અલૌકિક છઠ્ઠી ગાથામાં જ્ઞાયકનું સ્વરૂપ બતાડે છે - “નથી અપ્રમત્ત કે પ્રમત્ત નથી, જે એક શુદ્ધ શાકભાવ છે, એ રીતે ‘શુદ્ધ કથાય, ને જે જ્ઞાત તે તો તે જ છે'. આવા એકરૂપ સ્વરૂપને દૃષ્ટિમાં લઈ એકને ધ્યેય બનાવી, તેમાં એકાગ્રતાનો પ્રયત્ન કરવો એ જ પહેલાંમાં પહેલો શાંતિ-સુખનો ઉપાય છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ ૬. પછી નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ બતાડતા જાણવા મળે છે કે વ્યવહારનય ભેદથી કહે છે, ને શુદ્ધનય અભેદ વસ્તુને બતાવે છે, તેથી શુદ્ધનયનું અવલંબન લઈને અભેદ વસ્તુનો અનુભવ કરનાર સમ્યગ્દષ્ટિ છે. ૭. નિશ્ચય સમ્યગ્દર્શનની વ્યાખ્યા બતાવતા કહ્યું કે “નવ તત્ત્વોમાંથી પણ ભૂતાર્થનય વડે જ્ઞાયકસ્વભાવી આત્માનો અનુભવ કરવો તે સમ્યકત્વ છે. ૮. આત્મામાં અંતર્મુખ થઈને શુદ્ધસ્વભાવપણે આત્માને જે દેખે છે તે જીવને શુદ્ધનય છે. આવા શુદ્ધનયથી શુદ્ધાત્માનો અનુભવ કરનાર ખરેખર સમસ્ત જૈનશાસનના રહસ્યને પામી ચૂક્યો છે. આવા શુદ્ધાત્માના સેવનમાં - અનુભવમાં દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણેનું સેવન આવી જાય છે. ૯. જ્યાં સુધી આવા સાધ્યરૂપ શુદ્ધાત્માને જીવ નથી અનુભવતો ને પરમાં તથા કર્મસંબંધી રાગાદિ ભાવોમાં આત્મબુદ્ધિકરીને વર્તે છે ત્યાં સુધી જ તે અપ્રતિબદ્ધ રહે છે, પણ જ્યારે શ્રી ગુરુના ઉપદેશથી ચૈતન્યલક્ષણ વડે પોતાના આત્માને સમસ્ત અન્ય દ્રવ્યોથી તેમ જ રાગાદિ પરભાવોથી ભિન્ન એવા શુદ્ધ ઉપયોગ સ્વરૂપે જ અનુભવે છે ત્યારે તે પ્રતિબદ્ધ થાય છે, સ્વદ્રવ્યની સુંદરતા દેખીને તે પ્રસન્ન થાય છે, આનંદિત થાય છે, સંતુષ્ટ થાય છે. આવી આત્માનુભૂતિ કરાવનાર આ સમયસાર પરમાગમ જગતમાં એક અજોડ જ્ઞાનચક્ષુ છે, તે આંધળાને દેખતા કરીને શુદ્ધાત્મા-પરમાત્માનું દર્શન કરાવે છે. ૧૦. જ્ઞાયકભાવરૂપ શુદ્ધાત્માની અનુભૂતિ કરનારો જીવ જ સંપૂર્ણ જ્ઞાયકભાવરૂપ એવા સર્વજ્ઞને ઓળખીને તેમની સાચી સ્તુતિ કરી શકે છે. પોતામાં શુદ્ધતાની અનુભૂતિ વગર સર્વજ્ઞની ખરી ઉપાસના થઈ શકતી નથી. સ્વોન્મુખી જૈનશાસનનું આ ગંભીર રહસ્ય ૩૧મી ગાથામાં સર્વજ્ઞની પરમાર્થ સ્તુતિનું સ્વરૂપ બતાવીને આચાર્યોદવે સમજાવ્યું છે. ૧૧. ભેદજ્ઞાન વડે જ્ઞાનની ઉજ્જવળતા કરીને શિષ્ય પ્રસન્ન થયો છે, આનંદિત થયો છે, તે પોતાના સ્વરૂપનું કેવું સંચેતન કરે છે એ ગાથા ૩૮માં બતાવ્યું છે. હું એક, શુદ્ધ, સદા અરૂપી, જ્ઞાનદર્શનમય ખરે, કંઇ અન્ય તે મારું જરી પરમાણુમાત્રનથી અરે !” ૧૨. હવે જેણે ઉપયોગસ્વરૂપ પોતાના આત્માને જાણ્યો છે તે ધર્માત્મા ઉપયોગમય ભાવોને જસ્વકાર્યરૂપ કરે છે, ઉપયોગથી વિરૂદ્ધ કોઈ ભાવોમાં તે પોતાના ઉપયોગને તન્મય કરતો નથી, એટલે તેને રાગાદિ કોઈ ભાવો સાથે કર્તા-કર્મપણું રહેતું નથી. જ્ઞાનમયભાવો સાથે જ કર્તા-કર્મપણું હોય છે. ભેદજ્ઞાની ધર્માત્માની આવી અભૂતદશાનું સ્વરૂપ આચાર્યદેવે કર્તા-કર્મ અધિકારમાં સમજાવ્યું છે કે જે સમજતાં મુમુક્ષુને જરૂર ભેદજ્ઞાન થાય છે. કર્તા-કર્મની ૭૨-૭૩મી ગાથા - આ માટે વિશેષ ધ્યાન ખેંચે છે. અશુચિપણું, વિપરીતતા એ આસવોને જાણીને; વળી જાણીને દુઃખ કારણો, એથી નિવર્તન જીવ કરે. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ છું એક, શુદ્ધ મમત્વહીન હું, જ્ઞાનદર્શન પૂર્ણ છું; એમાં રહી સ્થિત, લીન એમાં શીધ્ર આ સૌ ક્ષય કરું. ૧૩. કર્તા-કર્મ અધિકારની છેલ્લી ગાથાઓ તો અદ્ભુત છે. . છે કર્મ જીવમાં બદ્ધ વા અણબદ્ધ એ નયપક્ષ છે; પણ પક્ષથી અતિક્રાંત ભાખ્યો તે સમયનો સાર છે. સમ્યકત્વ તેમ જ જ્ઞાનની જે એકને સંજ્ઞા મળે; નયપક્ષ સકળ રહિત ભાખ્યો તે ‘સમયનો સાર” છે. આ આત્મઅનુભવની મધુર ગાથાઓ છે. ભાઈ! તારે તારા આનંદસ્વરૂપ આત્માને અનુભવવો છે ને ? તો કોઈ વિકલ્પ તેમાં સમાય તેમ નથી, વિકલ્પોથી જુદું જ્ઞાનસ્વરૂપ છે તેને લક્ષમાં લે. નયના પક્ષરૂપ જે વિકલ્પો છે તેમાં શુદ્ધતા નથી, તેનાથી જુદું પડીને અંતર્મુખ થયેલું જ્ઞાન જ શુદ્ધ છે, આ રીતે જ્ઞાન અને વિકલ્પનું તદ્દન જુદાપણું સમજાવ્યું. બન્નેની જાત જ જુદી છે. ચૈતન્યનો નિર્ણય જ્ઞાન વડે થાય છે. સમ્યગદર્શન પ્રગટ કરનાર જીવ પહેલાં જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરે છે. અનુભવ પહેલાની ભૂમિકામાં વિકલ્પ હોવા છતાં જ્ઞાને તેનાથી અધિક થઈને એમ નિર્ણયમાં લીધું કે વિકલ્પ હું નથી, વિકલ્પથી પાર અખંડ જ્ઞાનતત્ત્વ હું છું; આમ અંદર વેદનમાં જ્ઞાન અને રાગની તદ્ન ભિન્નતા ધમને ભાસે છે. પોતાનો આત્મા જ આનંદ સહિત પરમાત્મારૂપે દેખાય એ જ સમ્યગ્દર્શન છે - તે જ સમયસાર છે. વિકલ્પોથી જુદું કરીને આત્મસન્મુખ કરનાર જ્ઞાન નિજરસથી પ્રગટ થતું પરમ આત્મતત્ત્વ પોતાને સાચા સ્વરૂપે દેખાય તે જ સાક્ષાત્ અનુભવ છે. આ જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે - આ જ સમયસાર છે. આવા સમર્ભાવરૂપે પરિણમેલો આત્મા આખા જગત ઉપર તરતો છે; કોઈ પરભાવોથી કે સંયોગોથી તેનું જ્ઞાન દબાતું નથી, પણ છૂટું ને છૂટું જ્ઞાનપણે જ રહે છે, તેથી તે તરતો છે. અહા ! આ અનુભવદશાની જગતને ખબર નથી. પર્વત પર વિજળી પડી ને બે કટકા થયા, તે ફરી સંધાય નહિ, તેમ સ્વસમ્મુખ જ્ઞાનરૂપ વીજળી વડે જ્ઞાન અને રાગની ભિન્નતા થઈને બે કટકા થયા, તે હવે કદી એક થાય નહિ એવા અપ્રતિહત પુરુષાર્થની પ્રેરણા છે. જ્ઞાન અંતર્મુખ થયું ત્યાં આત્મા પોતાના મહાઆનંદરૂપે પ્રગટે છે, પરમાત્મા સ્વરૂપે પોતે પ્રગટ થાય છે. જગતમાં સૌથી ઊંચું એવું મહાન પરમ આત્મતત્ત્વ હું છું એમ ધમ અનુભવે છે. અહો ! આ અનુભૂતિ અદ્ભુત છે! અહા! આનંદનો નાથ આત્મા પ્રસિદ્ધ થયો ત્યાં હવે દુઃખ કેવા? હવે તો પૂર્ણાનંદી પરમાત્મા હું પોતે છું - એવા નિર્વિકલ્પ વેદન વડે ચૈતન્યના અમૃત પીધાં, સમ્યગ્દર્શન પર્યાયરૂપ થયેલો તે આત્માને “સમયસાર કહેવામાં આવે છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ ૧૪. હવે પુણ્ય-પાપ અધિકારમાં પુણ્ય અને પાપ બન્નેને બંધના કારણ કહ્યા છે. ત્યાં આચાર્ય લાલબત્તી બતાડે છે. વ્રત નિયમને ધારે ભલે, તપશીલને પણ આચરે; પરમાર્થથી જે બાહ્ય તે નિર્વાણ પ્રાપ્તિ નહિ કરે. અને પ્રમાણ આપે છે કે રાગથી મોક્ષની પ્રાપ્તિ ન થાય - મોક્ષ માત્ર જ્ઞાનથી જ થાય. અને છેલ્લે નિશ્ચય સમ્યક્ત્વની વ્યાખ્યા ગાથા ૧૫૫માં આપે છે, જીવાદિનું શ્રદ્ધાન સમકિત, જ્ઞાન તેમનું જ્ઞાન છે, રાગાદિ-વર્જન ચરણ છે, ને આ જ મુક્તિપંથ છે. ત્રણ લોક ત્રણ કાળમાં એક જ મોક્ષમાર્ગ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતાથી જ મોક્ષમાર્ગ બને છે. ૧૫. હવે આસ્રવ અધિકારમાં કર્મબંધન અને આસ્રવનું સ્વરૂપ બતાડતાં માર્ગદર્શન આપે છે. જુના કર્મનો ઉદય છે, હવે એ જૂના કર્મ નવા કર્મના આસ્રવનું નિમિત્ત ત્યારે જ બને જો જીવ રાગ-દ્વેષ-મોહના પરિણામ કરે તો. જ્ઞાનીને રાગ-દ્વેષ-મોહના પરિણામ થતાં નથી - અજ્ઞાનીને જ થાય છે અને તેથી અજ્ઞાનીને જ કર્મબંધન છે. જ્ઞાની તો નિરાસ્રવ જ છે. બીજું કર્મનો ઉદય જે પ્રમાણે આવે તે પ્રમાણે રાગાદિ પરિણામ કરવા જ પડે, કર્મ નિમિત્ત થઈને આવે એટલે જીવને વિકાર કરવો જ પડે એ વાત યથાર્થ નથી. ૧૬. સંવર અધિકારની શરૂઆતમાં જ ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય સકળ કર્મનો સંવર કરવાનો ઉત્કૃષ્ટ ઉપાય જે ભેદજ્ઞાન તેની પ્રશંસા કરે છે. આ સંવર અધિકાર સમયસારનો સૌથી નાનકડો અધિકાર મુમુક્ષુજીવને ઉપયોગ અને રાગનું ભેદજ્ઞાન કરાવીને, આત્માનો સ્વાનુભવ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. સંવર તે જીવની અપૂર્વ દશા છે; ઉપયોગસ્વરૂપ શુદ્ધાત્માની સન્મુખ થઈને ભેદજ્ઞાન કરતાં સંવરદશા પ્રગટે છે એટલે કે મોક્ષમાર્ગ શરૂ થાય છે. તેથી આવું ભેદજ્ઞાન પ્રશંસનીય છે, અભિનંદનીય છે. ધર્મી જાણે છે કે હું ઉપયોગસ્વરૂપ છું, મારો આત્મા ચૈતન્ય-અધિકરણ છે એટલે કે ચૈતન્યભાવ જ મારા આત્માનો આધાર છે. ઉપયોગ સાથે જ મારે આધાર-આધેયપણું છે. રાગના આધારે મારો આત્મા નથી ને મારા ઉપયોગસ્વરૂપ આત્માના આધારે રાગની ઉત્પત્તિ નથી, એટલે રાગ સાથે મારે આધાર-આધેયપણું નથી. આ રીતે રાગાદિભાવોને અને ઉપયોગને સર્વ પ્રકારે અત્યંત ભિન્નતા છે. મારા ઉપયોગની અનુભૂતિમાં રાગાદિભાવો અનુભવાતા નથી, કેમ કે તે ભાવો મારા ઉપયોગથી જુદા છે. ચૈતન્ય અને ક્રોધ એ બન્નેનું એક અધિકરણ નથી, ક્રોધના આધારે ચૈતન્ય નથી, ચૈતન્યના આધારે ક્રોધ નથી; માટે ક્રોધને જાણતો હું તે ક્રોધરૂપ નથી, ચૈતન્યરૂપ જ છું. આવી ભેદજ્ઞાનરૂપી અનુભૂતિ પ્રશંસનીય છે. તે જ સંવરનો પરમ ઉપાય છે, તેથી તે અભિનંદનીય છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ઉપયોગમાં ઉપયોગ, કો ઉપયોગ નહિ ક્રોધાદિમાં, છે ક્રોધ ક્રોધ મહીં જ, નિશ્ચય ક્રોધ નહિ ઉપયોગમાં. જ્ઞાન કોને કહેવાય ?જ્ઞાન તો રાગ-દ્વેષ વગરનું વીતરાગ છે. જ્ઞાન તો ચૈતન્ય સ્વાદવાળું છે. આવું જ્ઞાન તે જ્ઞાનીનું કર્મ છે. જ્ઞાનીનો આત્મા આવા શુદ્ધ જ્ઞાનમાં જ છે. આવા ભેદજ્ઞાન વડે જ્ઞાનીને આત્માના અનુભવમાં આનંદના વેણલા વાયા છે. અહા ! વીતરાગમાર્ગ એ તો અલૌકિક જ છે. આવો માર્ગ સમજીને આત્મામાં વીતરાગસ્વરૂપ સુખ પ્રગટે તે જ આત્માનું જીવન છે એમ કહેતાં સંવર અધિકાર પૂર્ણ થાય છે. ૧૭. નિર્જરા અધિકારમાં કહે છે કે આત્મામાં પર તરફના વલણવાળી વૃત્તિનું ઉત્થાન થવું તે રાગ છે. હવે પર તરફના વલણવાળી વૃત્તિ નાશ પામી જતાં જે જ્ઞાન છે તે નિશ્ચલ થઈ અંદર સ્વભાવમાં ઠર્યું છે, સ્થિત થયું છે, એનું નામ ભેદવિજ્ઞાન છે, સંવર છે અને સંવરપૂર્વક નિર્જરા છે. નિર્જરાના ત્રણ પ્રકાર આ પ્રમાણે બતાવવામાં આવ્યા છે. ૧) આત્મજ્ઞાન થતાં સ્વરૂપમાં રમણતા થવા વડે જે દ્રવ્યકર્મનો નાશ થાય છે તે દ્રવ્યનિર્જરા છે. ૨) ત્યારે જે અશુદ્ધતાનો નાશ થાય છે તે ભાવનિર્ઝરા છે; આ અસ્તિથી નિર્જરાનું સ્વરૂપ છે તથા ત્યાં૩) જે શુદ્ધતાની વૃદ્ધિ થાય છે તે અસ્તિરૂપથી ભાવર્જિરા છે. શુદ્ધોપયોગ તે ભાવનિર્ઝરા છે. શુદ્ધિની વૃદ્ધિ થાય તે નિર્જરા છે. પોતાના સિવાય પર રાગાદિ પદાર્થો પ્રત્યે જ્ઞાનીને ઉદાસીનતા - વૈરાગ્ય હોય છે અને તે વૈરાગ્ય નિર્જરાનો હેતુ છે. હવે સામાન્યપણે સમસ્ત કર્મજન્ય ભાવોને સમ્યગ્દષ્ટિ પર જાણે છે અને પોતાને એક જ્ઞાયકભાવ જ જાણે છે. કર્મના ક્ષયોપશમના નિમિત્તે જ્ઞાનમાં ભેદ હોવા છતાં તેનું સ્વરૂપ વિચારવામાં આવે તો જ્ઞાન એક જ છે અને તે જ્ઞાન જ મોક્ષનો ઉપાય છે. ગાથા ૨૦૬માં કરૂણાપૂર્વક ઉપદેશમાં આચાર્ય કહે છે, ‘હે ભવ્ય પ્રાણી ! તું જ્ઞાનમાં નિત્ય પ્રીતિવાળો થા, આમાં નિત્ય સંતુષ્ટ થા, આનાથી તૃપ્ત થા, આમ કરવાથી તને ઉત્તમ સુખ થશે.’ આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ થા ને આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો ! ઉત્તમ થશે. હવે પરિગ્રહની ભાષા સમજાવતા કહે છે, ‘ઇચ્છા પરિગ્રહ છે’. જ્ઞાની જ્ઞાયક છે, પરિગ્રહી નથી. છેલ્લી આઠ ગાથાઓમાં સમ્યગ્દષ્ટિના આઠ લક્ષણો બતાવી નિર્જરા અધિકાર પૂરો કરે છે. તે આ પ્રમાણે છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ ૧) નિઃશંકિત. ૫) ઉપગૂહન ૨) નિઃકાંક્ષિત ૬) સ્થિતિકરણ ૩) નિર્વિચિકિત્સક ૭) વાત્સલ્ય ૪) અમૂઢદષ્ટિ ૮) પ્રભાવના ૧૮. બંધ અધિકારમાં બંધનું નિશ્ચય કારણ અજ્ઞાનમય અધ્યવસાય જ છે એમ નક્કી કરાવે છે. બાહ્ય વસ્તુ બંધનું કારણ નથી. જે થાય અધ્યવસાન જીવને, વસ્તુ આશ્રિત તે બને; પણ વસ્તુ નથી બંધ, અધ્યવસાન માત્રથી બંધ છે. અધ્યવસાન અજ્ઞાનરૂપ છે તેથી તેને પોતાનું પરમાર્થ સ્વરૂપ ન જાણવું. તે અધ્યવસાનથી જ આત્મા પોતાને અનેક અવસ્થારૂપ કરે છે અર્થાત્ તેમનામાં પોતાપણું માની પ્રવર્તે છે. આ અધ્યવસાનો ત્રણ પ્રકારના છે. (૧) હું પરને હણું છું - જિવાડું છું, પરને સુખી-દુખી કરું છું. (૨) હું નારક-દેવ-મનુષ્ય તિર્યંચ છું. (૩) હું ધર્માદિ પરદ્રવ્યોને જાણું છું. આ અધ્યવસાનો જેમને નથી તે મુનિ કુંજરો છે. મિથ્યા અધ્યવસાય જેમને છે તે અવશ્ય કર્મોથી લેપાય છે. સ્વ-પરનું ભેદવિજ્ઞાન ન હોય ત્યાં સુધી જીવને જે પોતાના ને પરના એકપણાના નિશ્ચયરૂપ પરિણતિ વર્તે છે તેને બુદ્ધિ, મતિ, વ્યવસાય, અધ્યવસાન, વિજ્ઞાન, પરિણામ, ચિત્ત ને ભાવ એ આઠ એકાર્યવાચી શબ્દોથી કહ્યા છે. અને છેલ્લે મૂળ મુદ્દાની રકમની વાત કહે છે. આત્માશ્રિત-સ્વઆશ્રિત નિશ્ચયનય છે, પરાશ્રિત અર્થાત્ પરને આશ્રિત વ્યવહારનય છે. નિશ્ચયને આશ્રિત મુનિઓ નિર્વાણને પ્રાપ્ત કરે છે. જેવો વીતરાગે કહ્યો છે તેવા વસ્તુસ્વભાવને જાણતો જ્ઞાની પોતાના શુદ્ધ સ્વભાવથી જ ચુત થતો નથી તેથી રાગ-દ્વેષ-મોહ આદિ ભાવરૂપે પોતાની મેળે પરિણમતો નથી અને પરવડે પણ પરિણમાવતો નથી. માટે ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવરૂપ જ્ઞાની રાગ-દ્વેષ-મોહ આદિ ભાવોનો અકર્તા જ છે - એવો નિયમ છે. સૌ ભાવોને પર જાણીને પચ્ચખાણ ભાવોનું કરે; તેથી નિયમથી જાણવું કે જ્ઞાન પ્રત્યાખ્યાન છે. આ રીતે બંધ અધિકાર પૂર્ણ થાય છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ૧૯. મોક્ષ અધિકાર ઃ હવે મોક્ષની પ્રાપ્તિ કઈ રીતે થાય છે તે આમાં કહ્યું છે. મોક્ષનું કારણ બંધનો છેદ જ છે. બંધોના સ્વભાવને અને આત્માના સ્વભાવને જાણીને બંધો પ્રત્યે જે વિરક્ત થાય છે તે કર્મોથી મુકાય છે. આત્મા અને બંધને જુદા જુદા કરવા તે જ મોક્ષનું કારણ છે. હવે કયા સાધન વડે જુદા કરી શકાય છે ? જીવ બંધ બન્ને, નિયત નિજ નિજ લક્ષણે છેદાય છે; પ્રજ્ઞાછીણી થકી છેદતાં બન્ને જુદા પડી જાય છે. આત્મા અને બંધને દ્વિધા કરવારૂપ કાર્યમાં કર્તા જે આત્મા તેના સાધન સંબંધી ઊંડી વિચારણા કરવામાં આવતાં, નિશ્ચયે પોતાથી ભિન્ન સાધનનો અભાવ હોવાથી ભગવતી પ્રજ્ઞા જ (જ્ઞાનસ્વરૂપ બુદ્ધિ જ) છેદનના સ્વભાવવાળું સાધન છે. પ્રજ્ઞા વડે આત્મા અને બંધ જુદા પડે છે. ‘પ્રજ્ઞા’ વડે ભેદજ્ઞાન કરીને ચૈતન્યસ્વરૂપ આત્માને બંધભાવોથી અત્યંત જુદો ગ્રહણ કરાવ્યો છે. અહો ! આત્માથી અભિન્ન એવી પ્રજ્ઞા કે જે ભગવતી છે તે અંતરમાં ઊતરીને ચૈતન્યભાવોમાં તન્મય થાય છે ને રાગાદિ ભાવોથી છૂટી પડી જાય છે - આવી ચેતના શુદ્ધાત્માને ગ્રહતી થકી મોક્ષને સાધે છે. મોક્ષ અધિકારમાં એનું જે અદ્ભૂત વર્ણન છે તે સમજતાં મુમુક્ષુ જીવની ચેતના આનંદથી નાચી ઊઠે છે. બુદ્ધિ વડે આત્માને શરીરાદિથી(નોકર્મ), જ્ઞાનાવરણાદિક(દ્રવ્યકર્મથી) અને રાગાદિક(ભાવકર્મથી) ભિન્ન એક ચૈતન્યભાવમાત્ર અનુભવી જ્ઞાનમાં જ લીન રાખવો તે જ આત્મા ને બંધનું ભિન્ન કરવું છે. તેનાથી જ સર્વ કર્મનો નાશ થાય છે, સિદ્ધપદને પમાય છે એમ જાણવું. ધ્રુવને ધ્યાનમાં લેતાં અર્થાત્ જ્ઞાનને (ઉપયોગને) એક ધ્રુવમાં - શુદ્ધ ચૈતન્યમાં એકાગ્ર કરી રાખતાં રાગ અને આત્મા બે ભિન્ન પડી જાય છે. અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે ત્યારે જાણવું કે રાગ ને આત્મા ભિન્ન પડી ગયા છે. આનંદનું પ્રચુર સ્વસંવેદન એ ચારિત્રની મહોર-મુદ્રા છે. આવા ચારિત્રપૂર્વક જીવની મુક્તિ થાય છે. જે મુનિ ઉદ્યમથી સ્વભાવમાં પ્રવર્તે છે તે શુદ્ધ થઈને મોક્ષને પામે છે. ૨૦. સર્વવિશુદ્ધ અધિકાર : શુદ્ધનયનો વિષય જે જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે કર્તા-ભોક્તાપણાના ભાવોથી રહિત, બંધ-મોક્ષની રચનાથી રહિત છે, પરદ્રવ્ય અને પરદ્રવ્યના સર્વ ભાવોથી રહિત હોવાથી શુદ્ધ છે, પોતાના સ્વરસના પ્રવાહથી પૂર્ણ દેદીપ્યમાન જ્યોતિરૂપ છે અને ટંકોત્કીર્ણ મહિમાવાળો છે. આવો જ્ઞાનપુંજ આત્મા પ્રગટ થાય છે. જ્યમ નેત્ર, તેમ જ જ્ઞાન નથી કારક, નથી વેદક અરે ! જાણે જ કર્મોદય, નિરજરા, બંધ તેમ જ મોક્ષને. ત્રિકાળ આનંદસ્વરૂપ પોતે પરમાત્મા દ્રવ્ય છે, તેના શ્રદ્ધાન-જ્ઞાન-આચરણરૂપ પર્યાયે જીવ પરિણમે તે ભવ્યત્વ શક્તિની અર્થાત્ મોક્ષમાર્ગની યોગ્યતારૂપ શક્તિની વ્યક્તિ છે અને તે ધર્મ છે એમ કહ્યું. છેલ્લી ગાથાઓમાં તો આત્માશ્રિત ભાવલિંગ એટલે કે દર્શન-જ્ઞાન-ચારિત્ર અને દેહાશ્રિત દ્રવ્યલિંગ એ બન્નેની અત્યંત સ્પષ્ટ ભિન્નતા બતાવીને દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વરૂપ મોક્ષમાર્ગમાં જ આત્માને જોડવાનો Page #161 -------------------------------------------------------------------------- ________________ આદેશ કર્યો છે. ૧૫૧ તેથી તજી સાગાર કે અણગાર ધારિત લિંગને, ચારિત્ર-દર્શન-જ્ઞાનમાં તું જોડ રે ! નિજ આત્મને. તું સ્થાપ નિજને મોક્ષપંથે, ધ્યા, અનુભવ તેહને; તેમાં જ નિત્ય વિહાર કર, નહિ વિહર પરદ્રવ્યો વિષે. અહો ! સર્વે અરિહંત ભગવંતોએ સેવેલો, સ્વદ્રવ્ય આશ્રિત શુદ્ધ રત્નત્રય જે આ એક જ મોક્ષમાર્ગ જિન ભગવંતોએ ઉપદેશ્યો, તે જ માર્ગ પોતે સાધીને વીતરાગ સંતોએ જિનાગમમાં પ્રસિદ્ધ કર્યો છે. આવો માર્ગ જાણીને તેનું સેવન કરવું તે પરમાગમનો સાર છે, તેનું ફળ મહાન ઉત્તમ સુખ છે. છેલ્લે, સમયસાર સમાપ્ત કરતાં આચાર્યદેવ કહે છે કે - આ સમયપ્રાભૂત પઠન કરીને, અર્થ તત્ત્વથી જાણીને; ઠરશે અરથમાં આતમા, જે સૌખ્ય ઉત્તમ તે થશે. આ રીતે સમયસાર સમાપ્ત થાય છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૫ ૨ પ્રકરણ ૮ શ્રી પ્રવચનસાર (સંક્ષિપ્ત સાર) ભગવાન કુંદકુંદાચાર્યના રચેલાં અનેક શાસ્ત્રોમાંથી સમયસાર, પ્રવચનસાર અને પંચાસ્તિકાય નામનાં ઉત્તમોત્તમ શાસ્ત્રો ‘પ્રાભૂતત્રય’ કહેવાય છે. આ ત્રણે પરમાગમોમાં હજારો શાસ્ત્રોનો સાર આવી જાય છે. શ્રી સમયસાર આ ભરતક્ષેત્રનું સર્વોત્કૃષ્ટ પરમાગમ છે. તેમાં નવ તત્ત્વોનું શુદ્ધનયની દષ્ટિથી નિરૂપણ કરી જીવનું શુદ્ધ સ્વરૂપ સર્વ તરફથી આગમ-યુક્તિ-પરંપરા અને અનુભવથી અતિ વિસ્તારપૂર્વક સમજાવ્યું છે. પંચાસ્તિકાયમાં છ દ્રવ્યનું અને નવ તત્ત્વનું સ્વરૂપ સંક્ષેપમાં કહ્યું છે. પ્રવચનસારમાં તેના નામ અનુસાર જિનપ્રવચનનો સાર સંઘર્યો છે. જેમ સમયસારમાં મુખ્યત્વે દર્શનપ્રધાન નિરૂપણ છે, તેમ પ્રવચનસારમાં મુખ્યત્વે જ્ઞાનપ્રધાન નિરૂપણ છે. શ્રી પ્રવચનસારના પ્રારંભમાં જ શાસ્ત્રકર્તાએ વીતરાગ ચારિત્ર માટેની પોતાની ઝંખના વ્યક્ત કરી છે. વારંવાર અંતરમાં ડૂબકી મારતા આચાર્ય ભગવાન નિરંતર અંદર જ સમાઇ રહેવાને ઝંખે છે. પણ જ્યાં સુધી એ દશાને પહોંચાતુ નથી ત્યાં સુધી અંતર્-અનુભવથી છૂટી વારંવાર બહાર પણ અવાઈ જાય છે. એ દશામાં તે અમૂલ્ય વચનમૌક્તિકોની માળા ગૂંથાઇને આ પ્રવચનસાર પરમાગમ પ્રસ્તુત થયેલ છે. આખા પરમાગમમાં વીતરાગ ચારિત્રની ઝંખનાનો મુખ્ય ધ્વનિ ગુંજી રહ્યો છે. એવા આ પરમ શાસ્ત્રને વિષે ત્રણ શ્રુતસ્કંધ છે. પ્રથમ શ્રુતસ્કંધનું નામ જ્ઞાનતત્ત્વ પ્રજ્ઞાપન છે. અનાદિકાળથી પરસન્મુખ જીવોને ‘હું જ્ઞાનસ્વભાવ છું અને મારું સુખ મારામાં છે’ એવી શ્રદ્ધા કદી થઈ નથી અને તેથી તેની ઓશિયાળી પરસન્મુખ વૃત્તિ કદી ટળતી નથી. એવા દીન-દુઃખી જીવો પર આચાર્ય ભગવાને પરમ કરૂણા કરી આ અધિકારમાં જીવનો જ્ઞાનાનંદ સ્વભાવ વિસ્તારથી સમજાવ્યો છે તેમ જ કેવળીના જ્ઞાન અને કેવળીના સુખ માટેની ધોધમાર ઉત્કૃષ્ટ ભાવના વહાવી છે. ‘ક્ષાયિક જ્ઞાન જ ઉપાદેય છે, ક્ષાયોપશમિક જ્ઞાનવાળા તો કર્મભારને જ ભોગવે છે, પ્રત્યક્ષ જ્ઞાન જ એકાંતિક સુખ છે, પરોક્ષ જ્ઞાન તો અત્યંત આકુળ છે, કેવળીનું અતીન્દ્રિય સુખ તે જ સુખ છે. ઇન્દ્રિયજનિત સુખ તો દુઃખ જ છે, સિદ્ધ ભગવાન સ્વયમેવ જ્ઞાન, સુખ ને દેવ છે, ઘાતિકર્મરહિત ભગવાનનું સુખ સાંભળીને પણ જેમને તેની શ્રદ્ધા થતી નથી તેઓ અભવ્ય (દૂરભવ્ય) છે’ એમ અનેક અનેક પ્રકારે આચાર્ય ભગવાને કેવળજ્ઞાન અને અતીન્દ્રિય પરિપૂર્ણ સુખ માટે પોકાર કર્યો છે. કેવળીના જ્ઞાન અને આનંદ માટે આચાર્ય ભગવાને એવી ભાવભીની ધૂન મચાવી છે કે તે વાંચીને સહેજે એમ લાગી જાય છે કે વિદેહવાસી સીમંધર ભગવાન પાસેથી અને કેવળી ભગવંતોના ટોળાં પાસેથી ભરતક્ષેત્રમાં આવીને તુરત જ કદાચ આચાર્ય ભગવાને આ અધિકાર રચી પોતાની હૃદયઊર્મિઓને વ્યક્ત કરી હોય. આ રીતે જ્ઞાન અને સુખનું અનુપમ નિરૂપણ કરી આ અધિકારમાં આચાર્ય ભગવાને મુમુક્ષુઓને અતીન્દ્રિય જ્ઞાન અને સુખની રુચિ તથા શ્રદ્ધા કરાવી છે અને છેલ્લી ગાથાઓમાં મોહ-રાગ-દ્વેષને નિર્મૂળ કરવાનો જિનોક્ત યથાર્થ ઉપાય સંક્ષેપમાં દર્શાવ્યો છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ -૨) શ્રી પ્રવચનસાર જ્ઞાનતત્વ પ્રજ્ઞાપના ચતત્ત્વપ્રજ્ઞાપન ચરણાનુયોગસૂચક ચૂલિકા શકોપયોગ જ્ઞાન સુખ શુભ પરિણામ અધિકાર અધિકાર અધિકાર અધિકાર દવ્ય સામાન્ય અધિકાર ક સામાન્ય વિશે દ્રવ્ય વિશેષ અધિકાર જ્ઞાન-ૉય વિભાગ અધિકાર આચરણપ્રજ્ઞાપન મોક્ષમાર્ગ પ્રજ્ઞાપન શુભોપયોગ પ્રજ્ઞાપન પંચરત્ન પ્રજ્ઞાપન (શ્રી પ્રવચનસાર પરમાગમમાં અધિકારોની સ્પષ્ટતા) Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ બીજા શ્રુતસ્કંધનું નામ શેયતત્વ પ્રજ્ઞાપન છે. અનાદિકાળથી પરિભ્રમણ કરતો જીવ બધું કરી ચૂક્યો છે પણ સ્વ-પરનું ભેદવિજ્ઞાન તેણે કદી કર્યું નથી. ‘બંધમાર્ગમાં તેમ જ મોક્ષમાર્ગમાં જીવ એકલો જ કર્તા, કર્મ, કરણ અને કર્મફળ બને છે, પર સાથે તેને કદીય કાંઈ જ સંબંધ નથી' એવી સાનુભવ શ્રદ્ધા તેને કદી થઈ નથી. તેથી હજારો મિથ્યા ઉપાયો કરવા છતાં તે દુઃખમુક્ત થયો નથી. આ શ્રુતસ્કંધમાં દુઃખનું મૂળ છેદવાનું સાધન -ભેદવિજ્ઞાન- સમજાવ્યું છે. 'જગતનું પ્રત્યેક સત્ અર્થાત્ પ્રત્યેક દ્રવ્ય ઉત્પાદવ્યય-ધ્રૌવ્ય સિવાય કે ગુણ-પર્યાયસમૂહ સિવાય બીજું કાંઈ જ નથી. સત્ કહો, દ્રવ્ય કહો, ઉત્પાદ-વ્યયધ્રૌવ્ય કહો, ગુણ-પર્યાયપિંડ કહો એ બધું એક જ છે.” આ ત્રિકાળજ્ઞ જિનભગવંતોએ સાક્ષાત્ દેખેલા વસ્તુસ્વરૂપનો મૂળભૂત પાયાનો સિદ્ધાંત છે. વીતરાગવિજ્ઞાનનો આ મૂળભૂત સિદ્ધાંત શરૂઆતની ઘણી ગાથાઓમાં અત્યંત અત્યંત સુંદર રીતે કોઈ લોકોત્તર વૈજ્ઞાનિકની ઢબથી સમજાવવામાં આવ્યો છે. ત્યાં દ્રવ્ય સામાન્યનું સ્વરૂપ જે અલૌકિક શૈલીથી સિદ્ધ કર્યું છે તેનો ખ્યાલ વાંચકને એ ભાગ જાતે જ વાંચ્યા વિના આવવો અશક્ય છે. ખરેખર પ્રવચનસારમાં વર્ણવેલું આ દ્રવ્યસામાન્ય નિરૂપણ અત્યંત અબાધ્ય અને પ્રતીતિકર છે. એ રીતે દ્રવ્યસામાન્યના જ્ઞાનરૂપી સુદઢ ભૂમિકા રચીને, દ્રવ્યવિશેષનું અસાધારણ વર્ણન, પ્રાણાદિથી જીવનું ભિન્નપણું, જીવ દેહાદિકનો કર્તા-કારયિતા-અનુમંતા નથી એ હકીકત, જીવને પુગલપિંડનું અકર્તાપણું, નિશ્ચયબંધનું સ્વરૂપ, શુદ્ધાત્માની ઉપલબ્ધિનું ફળ, એકાગ્રસંચેતનલક્ષણ ધ્યાન વગેરે અનેક વિષયો અતિ સ્પષ્ટ રીતે સમજાવવામાં આવ્યા છે. એ બધામાં સ્વ-પરનું ભેદવિજ્ઞાન જ નીતરી રહ્યું છે. આખા અધિકારમાં વીતરાગપ્રણીત દ્રવ્યાનુયોગનું સત્વ ઠાંસી ઠાંસીને ભર્યું છે, જિનશાસનના મૌલિક સિદ્ધાંતોને અબાધ્ય યુક્તિથી સિદ્ધ કર્યા છે. આ અધિકાર જિનશાસનના સ્તંભ સમાન છે. એનો ઊંડાણથી અભ્યાસ કરનાર મધ્યસ્થ સુપાત્ર જીવને જૈનદર્શન જ વસ્તુદર્શન છે” એમ લાગ્યા વિના રહેતું નથી. વિષયનું પ્રતિપાદન એટલું પ્રૌઢ, અગાધ ઊંડાણવાળું, મર્મસ્પર્શી અને ચમત્કૃતિમય છે કે તે મુમુક્ષુના ઉપયોગને તીક્ષ્ણ બનાવી શ્રતરત્નાકરના ગંભીર ઊંડાણમાં લઈ જાય છે, કોઈ ઉચ્ચ કોટિના મુમુક્ષુને નિજ સ્વભાવરત્નની પ્રાપ્તિ કરાવે છે અને કોઈ સામાન્ય મુમુક્ષુ ત્યાં સુધી ન પહોંચી શકે તો તેના હૃદયમાં પણ શ્રતરત્નાકર અંભૂત અને અપાર છે એવો મહિમા તો જરૂર ઘર કરી જાય છે. ગ્રંથકાર શ્રી કુંદકુંદાચાર્યદવ અને ટીકાકાર શ્રી અમૃતચંદ્રાચાર્યદિવના હૃદયમાંથી વહેલી શ્રુતગંગાએ તીર્થકરના અને શ્રુતકેવળીના વિરહને ભૂલાવ્યા છે. બીજા શ્રુતસ્કંધનું નામ ચરણાનુયોગસૂચકચૂલિકા છે. શુદ્ધોપયોગી મુનિને અંતરંગ દશાને અનુરૂપ કેવા પ્રકારનો શુભોપયોગ વર્તે છે અને સાથે સાથે સહજપણે બહારની કેવી ક્રિયાઓ સહજ વર્તતી હોય છે તે આમાં જિનેન્દ્ર કથન અનુસાર સમજાવવામાં આવ્યું છે. દીક્ષા ગ્રહણ કરવાની જિનોક્ત વિધિ, અંતરંગ સહજદશાને અનુરૂપ બહિરંગ યથાજાતરૂપપણું, ૨૮ મૂળગુણ, અંતરંગ-બહિરંગ છેદ, ઉપાધિનિષેધ, ઉત્સર્ગ, અપવાદ, યુક્ત આહાર-વિહાર, એકાગ્રતારૂપ મોક્ષમાર્ગ, મુનિનું અન્ય મુનિઓ પ્રત્યેનું વર્તન વગેરે અનેક વિષયો આમાં યુક્તિ સહિત સમજાવવામાં આવ્યા છે. ગ્રંથકાર અને ટીકાકાર આચાર્યયુગલે ચરણાનુયોગ જેવા વિષયોનું પણ આત્મદ્રવ્યને મુખ્ય રાખીને, શુદ્ધદ્રવ્યાલંબી અંતરંગ દશા Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ સાથે તે તે ક્રિયાઓનો અથવા શુભભાવોનો સંબંધ દર્શાવતા, નિશ્ચય-વ્યવહારની સંધિપૂર્વક એવી ચમત્કૃતિથી વર્ણન કર્યું છે કે આચરણ પ્રજ્ઞાપન જેવા અધિકારમાં પણ જાણે કે કોઈ શાંતરસ ઝરતું અધ્યાત્મગીત ગવાઈ રહ્યું હોય એમ જ લાગ્યા કરે છે. આત્મદ્રવ્યને મુખ્ય રાખીને આવું મધુર, આવું યુક્તિક, આવું પ્રમાણભૂત, જ્ઞાનસભર, શાંતરસ નિઝરતું ચરણાનુયોગનું પ્રતિપાદન અન્ય કોઈ શાસ્ત્રને વિષે નથી. હૃદયમાં ભરેલા અનુભવામૃતમાં રગદોળાઈને નીકળતી બન્ને આચાર્યદેવોની વાણીમાં કોઈ એવો ચમત્કાર છે કે જે જે વિષયને તે સ્પર્શે છે તે તે વિષયને પરમ રસમય, શીતળ શીતળ સુધાસ્પદી બનાવી દે છે. આમ ત્રણ શ્રુતસ્કંધોમાં વિભાજિત આ પરમ પવિત્ર પરમાગમ મુમુક્ષુઓને યથાર્થ વસ્તુસ્વરૂપ સમજાવવામાં મહા નિમિત્તભૂત છે. જિન શાસનના અનેક મુખ્ય મુખ્ય સિદ્ધાંતોના બીજ આ શાસ્ત્રમાં રહેલા છે. આ શાસ્ત્રમાં પ્રત્યેક પદાર્થના સ્વાતંત્ર્યનો ઢંઢેરો છે. દિવ્યધ્વનિ દ્વારા નીકળેલા અનેક પ્રયોજનભૂત સિદ્ધાંતોનું દોહન છે. ગુરુદેવ અનેકવાર કહે છે: “શ્રી સમયસાર, પ્રવચનસાર, નિયમસાર આદિ શાસ્ત્રોની ગાથાએ ગાથાએ દિવ્યધ્વનિનો સંદેશ છે. એ ગાથાઓમાં એટલી અપાર ઊંડપ છે કે તે ઊંડપ માપવા જતાં પોતાની જ શક્તિ મપાઈ જાય છે. એ સાગરગંભીર શાસ્ત્રોના રચનાર પરમકૃપાળુ આચાર્ય ભગવાનનું કોઈ પરમ અલૌકિક સામર્થ્ય છે. પરમ અભૂત સાતિશય અંતર્ બાહ્ય યોગો વિના એ શાસ્ત્રો રચવા શક્ય નથી. એ શાસ્ત્રોની વાણી તરતા પુરુષની વાણી છે એમ સ્પષ્ટ જાણીએ છીએ. એની દરેક ગાથા છઠ્ઠા સાતમા ગુણસ્થાને ઝૂલતા મહામુનિના આત્મ-અનુભવમાંથી નીકળેલી છે. એ શાસ્ત્રોના કર્તા ભગવાન કુંદકુંદાચાર્યદવ મહાવિદેહ ક્ષેત્રમાં સર્વજ્ઞ વીતરાગ શ્રી સીમંધર ભગવાનના સમવસરણમાં ગયા હતા અને ત્યાં તેઓ આઠ દિવસ રહ્યા હતા એ વાત યથાતથ્ય છે, અક્ષરસઃ સત્ય છે, પ્રમાણસિદ્ધ છે. તે પરમ ઉપકારી આચાર્ય ભગવાને રચેલા સમયસાર, પ્રવચનસારાદિ શાસ્ત્રોમાં તીર્થંકરદેવના કાર ધ્વનિમાંથી જ નીકળેલો ઉપદેશ છે.” પ્રવચનસારમાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્યે ૨૭૫ ગાથાઓ પ્રાકૃતમાં રચી છે. તેના પર શ્રી અમૃતચંદ્રાચાર્યે 'તત્ત્વદીપિકા” નામની અને શ્રી જયસેનાચાર્યદેવે તાત્પર્યવૃત્તિ’ નામની સંસ્કૃત ટીકા લખી છે. અમૃતચંદ્રાચાર્યદવ પણ અલૌકિક પુરુષ છે. તેમની ટીકાઓ વાંચનારને તેમની અધ્યાત્મરસિકતા, આત્માનુભવ, પ્રખર વિદ્વતા, વસ્તુસ્વરૂપને ન્યાયથી સિદ્ધ કરવાની અસાધારણ શક્તિ, જિન શાસનનું અત્યંત ઊંડું જ્ઞાન, નિશ્ચય-વ્યવહારનું સંધિબદ્ધ નિરૂપણ કરવાની વિરલ શક્તિ અને ઉત્તમ કાવ્યશક્તિનો પૂરો ખ્યાલ આવી જાય છે. શ્રી પાંડે હેમરાજજીએ તત્ત્વદીપિકાનો ભાવાર્થ હિંદીમાં લખ્યો છે અને તે ભાવાર્થનું નામ બાલાવબોધભાષાટીકા રાખ્યું છે. જ્ઞાનતત્ત્વ પ્રજ્ઞાપન : આ પ્રવચનસારમાં પ્રમાણ વ્યવસ્થા અને પ્રમેય વ્યવસ્થાનું ઊંડાણથી વિવેચન કરવામાં આવ્યું છે. આ ગ્રંથમાં ત્રણ અધિકાર છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ ૧) જ્ઞાનતત્ત્વ પ્રજ્ઞાપન ૨) શેયતત્ત્વ પ્રજ્ઞાપન ૩) ચરણાનુયોગસૂચક ચૂલિકા. જ્ઞાનતત્ત્વ પ્રજ્ઞાપનમાં સર્વજ્ઞતાના સ્વરૂપનું વિસ્તારથી વિવેચન છે. શેયતત્ત્વ પ્રજ્ઞાપનમાં ઉત્પાદવ્યય-ધ્રૌવ્યના સ્વરૂપનું અદ્ભુત વિવેચન છે. ચરણાનુયોગ ચૂલિકામાં ચારિત્રના સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આમ જુઓ તો આ ત્રણ અધિકારને ક્રમશઃ સમ્યજ્ઞાનાધિકાર, સમ્યગ્દર્શનાધિકાર અને સમ્યચ્ચારિત્રાધિકાર પણ કહેવામાં આવે છે. પ્રથમ મહાધિકાર જ્ઞાનતત્ત્વાધિકારમાં ચાર વિભાગ કરવામાં આવ્યા છે. (૧) શુદ્ધપયોગ અધિકાર (૩) સુખ અધિકાર (૨) જ્ઞાન અધિકાર (૪) શુભપરિણામ અધિકાર. ગ્રંથની શરૂઆતમાં સર્વપ્રથમ સમ્યગ્દર્શન-જ્ઞાનપ્રધાન વીતરાગ ચારિત્રના સ્વરૂપ પર પ્રકાશ પાડીને કહે છે કે - માહ (દર્શનમોહ - મિથ્યાત્વ), ક્ષોભ (ચારિત્રમોહ, રાગ-દ્વેષ) રહિત આત્માનું પરિણમન જ સામ્ય છે, એ જ ધર્મ છે અને વાસ્તવમાં એ જ ચારિત્ર છે. ચારિત્રભાવથી પરિણત આત્મા સ્વયં જ ચારિત્ર છે, કારણ કે દ્રવ્ય જે સમયે જે ભાવરૂપથી પરિણમન કરે છે, તે સમયે તેનામાં તન્મય હોય છે.” પરિણામ વગર વસ્તુનું અસ્તિત્વ નથી હોતું તથા વસ્તુ વિના પરિણામ નથી. ઉત્પાદ-વ્યયધ્રૌવ્યમય વસ્તુ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં રહેવાવાળી છે. જીવ પણ દ્રવ્ય હોવાથી પરિણામ સ્વભાવી છે. જ્યારે જીવ શુભ-અશુભ અથવા શુદ્ધ ભાવરૂપ પરિણમન કરે છે, ત્યારે તે સ્વયં જ શુભ-અશુભ અથવા શુદ્ધ ભાવરૂપ થાય છે. શુદ્ધોપયોગમય પરિણત આત્મા મોક્ષસુખ, શુભપયોગરૂપ પરિણત આત્મા સ્વર્ગસુખ અને અશુભોપયોગરૂપ આત્મા નરકાદિના દુઃખ ભોગવે છે. આ પ્રમાણે ભૂમિકારૂપ પ્રથમ બાર ગાથાઓમાં મંગલાચરણ ઉપરાંત એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ચારિત્ર જ ધર્મ છે અને સમગ્યારિત્રરૂપથી પરિણત આત્મા જ ધર્માત્મા છે. ચારિત્ર બે પ્રકારનું છે (૧) નિશ્ચયચારિત્ર (૨) વ્યવહારચારિત્ર. નિશ્ચયચારિત્રને શુદ્ધોપયોગ અથવા વીતરાગ ચારિત્ર પણ કહે છે. અને વ્યવહારચારિત્રને શુભોપયોગ અથવા સરાગચારિત્ર પણ કહે છે. સર્વ પ્રથમ નિશ્ચય(વીતરાગ) ચારિત્રનું પ્રતિપાદન કરવા માટે શુદ્ધોપયોગ અધિકાર લખવામાં આવ્યો છે. ત્યાર બાદ શુદ્ધોપયોગના ફળસ્વરૂપ થવાવાળા અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય સુખનું સ્વરૂપ સ્પષ્ટ કરવા માટે ક્રમશઃ જ્ઞાનાધિકાર અને સુખાધિકારનું વર્ણન કરેલ છે. જો કે ઇન્દ્રિય સુખ અને અતીન્દ્રિય સુખના ભેદથી સુખ બે પ્રકારનું હોય છે. અતીન્દ્રિય સુખના કારણરૂપ શુદ્ધોપયોગ (નિશ્ચયચારિત્ર)નું વર્ણન તો થઈ ગયું છેએટલે અંતમાં ઇન્દ્રિય સુખના કારણભૂત શુભ પરિણામ અધિકારનું વર્ણન કરવામાં આવ્યું છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ૧) શુદ્ધોપયોગ અધિકાર ઃ આ અધિકારમાં એમ બતાવવામાં આવ્યું છે કે શુદ્ધોપયોગથી પ્રાપ્ત થવાવાળું આનંદ આત્મઉત્પન્ન, અતીન્દ્રિય, અનુપમ, અતૂટ અને અવિનાશી હોય છે. જિન સૂત્રોના મર્મજ્ઞ સુખદુઃખમાં સમબુદ્ધિવાળા વીતરાગી શ્રમણ જ શુદ્ધોપયોગી હોય છે. એવા પરમ વીતરાગી શ્રમણ જ શેયોથી પારને પ્રાપ્ત કરવાવાળી સર્વજ્ઞતા પ્રાપ્ત કરે છે અને એ સર્વજ્ઞ જ સ્વયંભૂ કહેવાય છે. આ સ્વયંભૂ આત્મા મોહ-રાગ-દ્વેષ પરિણતિનો એવો વિનાશ કરે છે કે જેને ક્યારેય ઉત્પાદ નથી થતો અને અતીન્દ્રિય આનંદનો એવો ઉત્પાદ કરે છે કે જેનો ક્યારેય વિનાશ નથી થતો. ૨) જ્ઞાન અધિકાર : આ અધિકારમાં સર્વજ્ઞતાનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં આચાર્યદેવ કહે છે કે સર્વજ્ઞના જ્ઞાનમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાનની સમસ્ત પર્યાયો વર્તમાનવત્ જ પ્રત્યક્ષ છે; એમના માટે કાંઈ પણ પરોક્ષ નથી. આત્મા જ્ઞાનપ્રમાણ છે અને જ્ઞાન જ્ઞેયપ્રમાણ છે. જો કે શેય તો સંપૂર્ણ લોકાલોક જ છે; એટલે જ્ઞાન સર્વગત છે. જ્ઞાન સર્વગત હોવાથી જ્ઞાનમય જિનવર પણ સર્વગત જ છે. ΟΥ જો કે જે પ્રમાણે ચક્ષુ રૂપને સ્પર્શ કર્યા વગર જ જાણે છે તે જ પ્રમાણે આત્મા પણ પરપદાર્થોને તેમાં પ્રવેશ કર્યા વગર જ જાણે છે; જો કે વ્યવહારથી તેને પરમાં પ્રવેશ કરવાવાળો પણ કહેવાય છે. આ સંદર્ભમાં ગાથા ૨૯ દૃષ્ટવ્ય છે, જેમાં સંપૂર્ણ વાત કહી છે. જ્ઞેયે પ્રવિષ્ટ ન, અણપ્રવિષ્ટ ન, જાણતો જગ સર્વને; નિત્યે અતીન્દ્રિય આત્મા, જ્યમ નેત્ર જાણે રૂપને. અન્વયાર્થ : જેવી રીતે ચક્ષુ રૂપને (જ્ઞેયોમાં અપ્રવેશેલું રહીને તેમ જ અપ્રવેશેલું નહિ રહીને જાણે-દેખે છે) તેવી રીતે આત્મા ઇન્દ્રિયાતીત થયો થકો અશેષ જગતને (સમસ્ત લોકાલોકને) જ્ઞેયોમાં અપ્રવિષ્ટ રહીને તેમ જ અપ્રવિષ્ટ નહિ રહીને નિરંતર જાણે-દેખે છે. ભાવાર્થ : જો કે આંખ પોતાના પ્રદેશો વડે રૂપી પદાર્થોને સ્પર્શતી નહિ હોવાથી નિશ્ચયથી તો તે જ્ઞેયોમાં અપ્રવિષ્ટ છે તો પણ તે રૂપી પદાર્થોને જાણતી-દેખતી હોવાથી વ્યવહારથી ‘મારી આંખ ઘણાં પદાર્થોમાં ફરી વળે છે’ એમ કહેવાય છે. એવી રીતે જો કે કેવળજ્ઞાન પ્રાપ્ત આત્મા પોતાના પ્રદેશો વડે શેય પદાર્થોને સ્પર્શતો નહિ હોવાથી નિશ્ચયથી તો તે જ્ઞેયોમાં અપ્રવિષ્ટ છે તો પણ જ્ઞાયક દર્શકશક્તિની કોઈ પરમ અદ્ભૂત વિચિત્રતાને લીધે (નિશ્ચયથી દૂર રહ્યા રહ્યા પણ) તે સમસ્ત શેયકારોને જાણતો-દેખતો હોવાથી વ્યવહારથી ‘આત્મા સર્વ દ્રવ્ય-પર્યાયોમાં પેસી જાય એમ કહેવાય છે. આવી રીતે વ્યવહારથી જ્ઞેય પદાર્થોમાં આત્માનો પ્રવેશ સિદ્ધ થાય છે. સર્વજ્ઞના જ્ઞાનનું પદાર્થોમાં પ્રવેશ દૂધમાં પડેલાં ઇન્દ્રનીલમણિની પ્રભાની માફક છે. જો જગતના સંપૂર્ણ પદાર્થ સર્વજ્ઞના જ્ઞાનમાં ન હોય તો જ્ઞાનને સર્વગત માનવામાં નહિ આવે. એટલે જો જ્ઞાન સર્વગત છે તો જગતના પદાર્થો જ્ઞાનગત કેમ નહિ ? Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ આ પ્રમાણે સહજ સિદ્ધ છે કે જ્ઞાન સર્વગત છે અને સર્વ પદાર્થ જ્ઞાનગત છે. ઉક્ત સ્થિતિ હોવા છતાં કેવળી ભગવાન જગતને માત્ર દેખે છે - જાણે જ છે; પરને ગ્રહણ નથી કરતાં, છોડતા નથી, પરરૂપ પરિણમન નથી કરતાં; એટલે બંધાતા નથી. જ્ઞાન, શેયપદાર્થરૂપ પરિણમિત નથી થતો, ન શૈયાર્થ પરિણમનરૂપ કિયા જ્ઞાનમાંથી ઉત્પન્ન થાય છે. પરંતુ મોહના ઉદયથી જ યાર્થ પરિણમનરૂપ ક્રિયા અને ક્રિયાનું ફળ હોય છે, એટલા માટે શેયાર્થ પરિણમનરૂપ ક્રિયા અને ક્રિયાનું ફળનો અનુભવ રાગી-દ્વેષી-મોહી જીવને જ થાય છે. આ ભાવ જ બંધના કારણ છે, માત્ર દેહાદિનહિ. વીતરાગી કેવળીને આ શરીરાદિ ક્રિયાઓ બંધના હેતુ નથી. જ્ઞપ્તિ અપેક્ષા કેવળી અને શ્રુતકેવળીની એકતા સ્થાપિત કરતાં આચાર્ય કહે છે શુદ્ધાત્માનો અનુભવ કરવાવાળા કેવળી અને શ્રુતકેવળીમાં કોઈ ભેદ નથી, કારણ કે શ્રુતની જ્ઞપ્તિ જ શ્રુતજ્ઞાન છે, એટલે શ્રુતજ્ઞાન પણ જ્ઞાન છે. શ્રુતરૂપ ઉપાધિના કારણે જ્ઞાનમાં કોઈ ભેદ નથી હોતો. ઉપાધિ હોવાથી શ્રત ઉપાદેય નથી. જ્ઞપ્તિકેવળી અને શ્રુતકેવળીના આત્માનુભવમાં સમાન જ છે. એટલે જ્ઞપ્તિ અપેક્ષા બેઉમાં કોઈ ફરક નથી. એમાં ભેદ માત્ર એટલો જ છે કે કેવળીના જ્ઞાનમાં ચૈતન્યના સમસ્ત વિશેષ એક સાથે જ જ્ઞાત થાય છે, જ્યારે શ્રુતકેવળીમાં ચૈતન્યના કોઈ વિશેષ ક્રમશઃ જ્ઞાત થાય છે. જ્ઞાન અને આત્મામાં ભેદ નથી. જે જ્ઞાયક છે, તે જ જ્ઞાન છે. જ્ઞાનથી આત્મા જ્ઞાયક નથી પરંતુ આત્મા જ્ઞાનરૂપથી સ્વયં પરિણમિત થઈને સ્વતંત્રતાથી જ જાણે છે, એટલા માટે આત્મા એ જ જ્ઞાન છે. જ્ઞાન સમસ્ત શેય દ્રવ્યોને જાણવાવાળો સ્વ-પર જ્ઞાયક છે. કેવળજ્ઞાન સમસ્ત દ્રવ્યોના અતીત, અનાગત અને વર્તમાનની સમસ્ત અનુત્પન્ન, વિનિટ, અપ્રદેશ, સપ્રદેશ, મૂર્ત-અમૂર્ત પર્યાયોને એકી સાથે જાણવાથી જ અતીન્દ્રિય અને દિવ્ય છે. ઈન્દ્રિયજ્ઞાન ઈહાદિક દ્વારા હોવાથી અનુત્પન્ન-વિનાદિ પર્યાયોને જાણવામાં સમર્થ નથી. જે આત્માનું જ્ઞાન પદાર્થોનું અવલંબન લઈને ઉત્પન્ન થાય છે, એ જ્ઞાન નિત્ય નથી, સર્વગત નથી, ક્ષાયિક પણ નથી. ક્ષાયિક જ્ઞાન તો એક સાથે સર્વ આત્મપ્રદેશોથી સર્વક્ષેત્રના ત્રિકાલિક સમસ્ત પદાર્થોને જાણે છે. ૩) સુખ અધિકાર : આ અધિકારમાં એમ બતાવવામાં આવ્યું છે જે પ્રકારે ઇન્દ્રિયજ્ઞાન અને અતીન્દ્રિયજ્ઞાનના ભેદથી જ્ઞાનના બે પ્રકાર થાય છે, તે પ્રકારે ઇન્દ્રિય અને અતીન્દ્રિયના ભેદથી સુખ પણ બે પ્રકારના હોય છે. તથા જે પ્રમાણે ઇન્દ્રિયજ્ઞાન હેય અને અતીન્દ્રિયજ્ઞાન ઉપાદેય છે તે જ પ્રમાણે ઇન્દ્રિય સુખ હેય અને અતીન્દ્રિય સુખ ઉપાદેય છે; કારણ કે અતીન્દ્રિય સુખ જ પારમાર્થિક સુખ છે. કેવળજ્ઞાન જ અતીન્દ્રિયજ્ઞાન છે. એની સાથે ઉત્પન્ન થવાવાળો સુખ જ અતીન્દ્રિય સુખ છે. એટલે એમ કહેવામાં આવે છે કે કેવળજ્ઞાન જ પારમાર્થિક સુખસ્વરૂપ છે. કેવળજ્ઞાનીના ઘાતિયા કર્મોનો ક્ષય હોવાથી ખેદનો અભાવ છે અને સર્વ ઇષ્ટની પ્રાપ્તિ થઈ જવાથી એનું સુખ ઉત્કૃષ્ટ સુખ હોય છે. જે એનો સ્વીકાર કરે છે એ ભવ્ય છે અને જે એનો સ્વીકાર નથી કરતાં તે અભવ્ય છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ઇન્દ્રિયાદિકના સુખ પણ પારમાર્થિક સુખ નથી, કારણ કે દુઃખ સહન ન કરવાને કારણે જ એ રમ્ય વિષયોમાં પ્રવૃત્તિ કરે છે. જેના વિષયોમાં રતિ છે, તેને દુઃખ જ જાણો; અન્યથા વિષયોમાં વ્યાપાર જોવામાં નથી આવતો. ઇન્દ્રિયસુખનું સાધન શરીર પણ નથી, કારણ કે સ્વર્ગમાં પણ શરીર શરીરી જીવને સુખ નથી આપતો, આત્મા જ વિષયોને વશ થઈને સુખ-દુઃખરૂપ પરિણમિત થાય છે. શરીરની જેમ પંચેન્દ્રિયના વિષય પણ સુખના સાધન નથી. જે પ્રમાણે અંધકારના નાશક દષ્ટિવાળાને દીપકની આવશ્યકતા નથી રહેતી તે જ પ્રમાણે સ્વયં સુખરૂપ પરિણમિત જીવને વિષયોની શું આવશ્યકતા છે? જે પ્રમાણે આકાશમાં સૂર્ય સ્વયં જ ઉષ્ણ, તેજસ્વી અને દેવ છે, તે જ પ્રમાણે સિદ્ધ ભગવાન પણ સ્વયંથી જ જ્ઞાની, સુખી અને દેવ છે. એટલે સુખાભિલાષી જીવોને વિષયાવલંબી ભાવને છોડીને નિરાવલંબી પરમાનંદ સ્વભાવરૂપ પરિણમન કરવું જોઈએ. ૪) શુભ પરિણામ અધિકાર : આ અધિકારમાં ઇન્દ્રિયસુખના સાધનભૂત શુભ પરિણામનું કથન અને તેમની હેય-ઉપાદેયતાનો વિચાર કરવામાં આવ્યો છે. દેવ-શાસ્ત્ર-ગુરુની પૂજન-ભક્તિ, દાન-ઉપવાસાદિમાં લીન આત્મા શુભ પરિણામવાળા છે. શુભ પરિણામોથી ઇન્દ્રિયસુખ પ્રાપ્ત કરે છે. આમાં સર્વાધિક અનુકૂળતા પ્રાપ્ત કરવાવાળા દેવોને પારસ્વાભાવિક (અતીન્દ્રિય) સુખ નથી, કારણ કે એ પણ દેહની વેદનાને કારણે જ વિષયોમાં રમણ કરે છે. જો વેદનાન હોય તો એ પાપબંધ કે હેતુ વિષયોમાં શું કામ રમણ કરે? એટલે સિદ્ધ થાય છે કે એ પણ દુઃખી છે. જ્યારે શુભ પરિણામવાળા પણ દુઃખી છે અને અશુભ પરિણામવાળા પણ દુઃખી છે તો પછી એનામાં ભેદ માનવાથી શું લાભ છે? પુણ્ય ભાવોની સત્તા તો અવશ્ય છે, કારણ કે પુણ્યથી પ્રાપ્ત થવાવાળા ભોગોને ઈન્દ્ર, ચક્રવર્તી આદિ ભોગવે છે, પરંતુ એ ભોગ દેવોમાં પણ તૃષ્ણા જ ઉત્પન્ન કરે છે અને એ તૃષ્ણાથી દુઃખી થાય છે અને મરણપર્યંત સંતપ્ત રહેવાથી એને જ ભોગવે છે. ઇન્દ્રિયોથી પ્રાપ્ત સુખ પસંબંધયુક્ત, બાધાસહિત, વિચ્છિન્ન, વિષમ અને બંધનું કારણ હોવાથી દુઃખ જ છે. એટલે સ્પષ્ટ છે કે શુભોપયોગજન્ય પુણ્યફળરૂપ દેવાદિક સંપદા, પાપફળસ્વરૂપ નારકાદિ આપદા પરમાર્થથી આપદા જ છે, કારણ કે બન્ને દુઃખરૂપ જ છે એટલે હેય છે. જે વ્યક્તિ પુણ્ય અને પાપમાં ભેદ નથી' એવું નથી માનતો, એ મોહાચ્છાદિત થયો થકો અપાર ઘોર સંસારમાં પરિભ્રમણ કરે છે - આચાર્યે તો અહીંયા સુધી વાત કરી છે. મોક્ષનો ઉપાય બતાવતા આચાર્ય કહે છે કે જે દ્રવ્ય-ગુણ-પર્યાયથી અરહંતને જાણે છે, તે પોતાના આત્માને પણ જાણે છે અને તેના મોહનો નાશ થાય છે. જેના મોહનો નાશ થાય છે તે રાગ-દ્વેષને છોડીને શુદ્ધાત્માની પરિપૂર્ણ દશાને પ્રાપ્ત થઈ જાય છે. બધા જ અરહંત ભગવાન આ પ્રમાણે બધા જ કર્મોનો ક્ષય કરીને મોક્ષ ગયા છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ દ્રવ્ય-ગુણ-પર્યાય સંબંધી મૂઢભાવ જ મોહ છે. મોયુક્ત જીવ રાગી-દ્વેષી થતો વિવિધ પ્રકારના બંધ કરે છે, એટલે એ સંપૂર્ણ ક્ષય કરવા યોગ્ય છે. પદાર્થોનો અયથાર્થ ગ્રહણ, તિર્યંચ, મનુષ્યો પ્રતિ કરુણાભાવ, ઇષ્ટ વિષયોમાં પ્રીતિ, અનિષ્ટ વિષયોમાં અપ્રીતિ એ બધા મોહના લક્ષણો છે. સમસ્ત મોહનો ક્ષય કરવાના ઉપાયની જાણકારીને માટે આચાર્ય આગમના અધ્યયનની પ્રેરણા કરે છે કે જે સ્વ-પર નિજ-નિજ દ્રવ્યથી સંયુક્ત જાણે છે અને પ્રત્યક્ષાદિ પ્રમાણથી પદાર્થોને જાણીને દ્રવ્યોમાં રાગ-દ્વેષને નથી કરતા, એ મોહાદિનો ક્ષય કરતા અલ્પકાળમાં સર્વ દુઃખોથી મુક્ત થાય છે. એટલે શાસ્ત્રોનો સમ્યક પ્રકારથી અભ્યાસ કરવો જોઈએ. જે જીવ પોતાની નિર્મોહતા ઇચ્છે છે તેને સ્વ-પર વિવેક ભેદજ્ઞાન અવશ્ય કરવો જોઈએ કારણ કે સ્વ-પર વિવેકથી જ મોહ નાશ કરી શકાય છે. છેલ્લે કહે છે કે જે જિનકથિત અર્થોનો શ્રદ્ધાન નથી કરતો અર્થાત્ જેને સમ્યગ્દર્શન નથી, તે શ્રમણ નથી, તેને ધર્મની શરૂઆત નથી થઈ. પરંતુ જે આગમમાં કુશળ છે, મોહદષ્ટિ જેની સમાપ્ત થઈ ગઈ છે, જે વીતરાગ ચારિત્રમાં આરૂઢ છે એ મહાત્મા શ્રમણ સ્વયં ધર્મરૂપ છે. આ રીતે આચાર્ય કહે છે દ્રવ્ય જે રીતે જે ભાવે પરિણમે છે તે કાળે તેમ છે એટલે ધર્મપરિણત આત્મા ધર્મ જાણવો. નિર્વાણ સુખના સાધનભૂત શુદ્ધોપયોગ, અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય સુખ, ઇન્દ્રિય સુખ અને એના કારણભૂત શુભભાવોનું સમ્યક વિવેચન આ અધિકારમાં છે. શેયતત્ત્વ પ્રજ્ઞાપન : આ અધિકારમાં મૂળરૂપ બે જુદા જુદા અધિકાર છે. (૧) દ્રવ્યસામાન્ય અધિકાર અને (૨) દ્રવ્યવિશેષ અધિકાર અને પછી એક ત્રીજો અધિકાર પણ છે. (૩) જ્ઞાન-શેય વિભાગ અધિકાર. આ ત્રીજો અધિકાર અત્યંત મહત્વપૂર્ણ અધિકાર છે કારણ કે જ્ઞાન અને શેયના વચ્ચે ભેદવિજ્ઞાન કરાવવું એ જ જિનાગમનો મૂળ પ્રયોજન છે. ૧) દ્રવ્યસામાન્ય અધિકાર : દ્રવ્યસામાન્ય એટલે વસુવ્યવસ્થાનો સામાન્ય પરિચય આપતા આચાર્ય કહે છે કે દ્રવ્યનું લક્ષણ સત્ છે. એ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત છે. આ સતને જ સત્તા અથવા અસ્તિત્વ કહે છે. આ અસ્તિત્વ બે પ્રકારનું છે. સાદશ્ય અસ્તિત્વ અને સ્વરૂપ અસ્તિત્વ. સાદશ્ય અસ્તિત્વને મહાસત્તા અને સ્વરૂપ અસ્તિત્વને અવાંતર સત્તા પણ કહે છે. ગુણ, પર્યાય અને દ્રવ્યનું અસ્તિત્વ ભિન્ન ભિન્ન નથી, કારણ કે એ પરસ્પર એકબીજાથી જ નિષ્પન્ન થાય છે. આ પ્રમાણે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય દ્રવ્યથી જ નિષ્પન્ન થાય છે અને દ્રવ્ય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યથી જ નિષ્પન્ન થાય છે. એટલે ગુણ-પર્યાયોથી અને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યથીદ્રવ્યનું અસ્તિત્વદ્રવ્યનો સ્વભાવ છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ અસ્તિત્વ અને દ્રવ્યના પ્રદેશભેદ નથી. એટલે દ્રવ્ય અસ્તિત્વથી પૃથક પદાર્થ નથી. આ માટે સાદશ્ય-અસ્તિત્વની અપેક્ષાથી દ્રવ્યનું સર્વગત લક્ષણ સ” કહેવામાં આવ્યું છે. એવું હોવા છતાં પણ સ્વરૂપ-અસ્તિત્વની અપેક્ષાથી દ્રવ્યોમાં અનેકત્વ છે, કારણ કે છ પ્રકારના પ્રત્યેક દ્રવ્યનું પોતપોતાનું સ્વરૂપ અસ્તિત્વ ભિન્ન ભિન્ન છે, પરંતુ સાદસ્થ અસ્તિત્વની અપેક્ષાથી સર્વ દ્રવ્યોમાં એકત્વ છે કારણ કે સત્ લક્ષણ સર્વ દ્રવ્યોમાં સામાન્ય છે. ઉત્પાદ, વ્યય રહિત નથી હોતું, વ્યય, ઉત્પાદરહિત નથી હોતું તથા ઉત્પાદઅને વ્યય ધ્રૌવ્ય પદાર્થ વગર નથી હોતા. એટલે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય દ્રવ્યમાં અવિનાભાવી છે, એ દ્રવ્યથી પૃથ્થક નથી કારણ કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય પર્યાયોનું આલંબન કરે છે. એટલે બધું એક જ દ્રવ્ય છે, દ્રવ્યાંતર નથી. એટલા માટે સ્પષ્ટ છે કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ત્રણેનો સમુદાય દ્રવ્ય છે. દ્રવ્યની એક પર્યાય ઉત્પન્ન થાય છે, બીજી નષ્ટ થાય છે પરંતુ દ્રવ્ય ન તો ઉત્પન્ન થાય છે, નનષ્ટ, એ તો ધુવ જ રહે છે. દ્રવ્ય સ્વયં જ એક ગુણ-પર્યાયમાંથી અન્ય ગુણ-પર્યાયરૂપ પરિણમિત થાય છે. એટલે ગુણ-પર્યાયને પણ દ્રવ્ય કહેવામાં આવે છે ભિન્નતા બે પ્રકારની છે. પૃથ્થકત્વ લક્ષણ અને અન્યત્વ લક્ષણ. વિભક્ત પ્રદેશત્વ પૃથ્થત્વ છે. આ તો સત્તા અને દ્રવ્યમાં સંભવ નથી કારણ કે ગુણ-ગુણીમાં વિભક્ત પ્રદેશત્વનો અભાવ હોય છે. અદ્ભાવ અન્યત્વનું લક્ષણ છે. આ સત્તા અને દ્રવ્યનું જ છે, કારણ કે ગુણ-ગુણીમાં તદ્ભાવનો અભાવ હોય છે. સર્વથા અભાવ અદ્ભાવ નથી, પરંતુ કથંચિત અભાવ અદ્ભાવ છે. એટલે સ્વરૂપ અપેક્ષાથી જે દ્રવ્ય છે, એ ગુણ નથી અને જે ગુણ છે તે દ્રવ્ય નથી. દ્રવ્ય અને સત્તામાં અદ્ભાવ છે, કારણ કે કથંચિત સત્તા દ્રવ્યરૂપ નથી, દ્રવ્ય કથંચિત સત્તારૂપ નથી. આ પ્રમાણે સ્પષ્ટ છે કે જે દ્રવ્યનું ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક પરિણામ છે, એ સહુથી અવશિષ્ટ-સત્તાથી અભિન્ન ગુણ છે, એટલે સ્વભાવમાં સમવસ્થિત હોવાથી દ્રવ્ય સત્ છે. સત્ અને દ્રવ્યનું ગુણ-ગુણી સંબંધ છે, ગુણ-ગુણીમાં પૃથ્થકત્વ નથી હોતું. ગુણ અને પર્યાય, ગુણી (દ્રવ્ય)થી પૃથ્થક નથી હોતા. એટલા માટે અભેદનયથી સ્વયમેવ સત્તા છે દ્રવ્યનું દ્રવ્યાર્થિકનયથી સત્ ઉત્પાદ અને પર્યાયાર્થિકનયથી અસત્-ઉત્પાદ છે. જ્યારે પર્યાયોને ગૌણ કરીને મુખ્યતાથી દ્રવ્યનું કથન કરવામાં આવે છે, ત્યારે જે પર્યાય શક્તિરૂપથી દ્રવ્યમાં વિદ્યમાન છે, તે જ ઉત્પન્ન થાય છે, કારણ કે દ્રવ્ય તો ત્રણે કાળ વિદ્યમાન જ છે; એટલે દ્રવ્યાર્થિકનયથી દ્રવ્યને સત. ઉત્પાદ છે. ઉદાહરણ - જીવ દ્રવ્ય મનુષ્યાદિ સર્વ પર્યાયોમાં અનન્ય છે, એનો એ જ રહે છે, દ્રવ્યત્વને નથી છોડતો, એટલે એને સત્ ઉત્પાદ છે. જ્યારે દ્રવ્યને ગૌણ કરીને મુખ્યતા પર્યાયોનું કથન કરવામાં આવે છે, ત્યારે જે પર્યાય વ્યક્તરૂપથી દ્રવ્યમાં વિદ્યામાન હતી એ ઉત્પન્ન થાય છે, કારણ કે વર્તમાન પર્યાય ભૂતકાળમાં ઉત્પન્ન ન હતી. ઉદાહરણ મનુષ્ય એ દેવ અથવા તિર્યંચ નથી અને દેવએ મનુષ્ય અથવા તિર્યંચ નથી. એટલે પર્યાય અપેક્ષાથી એનો અસત્ ઉત્પાદ છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ પ્રત્યક દ્રવ્ય સામાન્ય-વિશેષાત્મક છે. એટલે પ્રત્યેક દ્રવ્ય એનો એ જ રહે છે અને બદલાય પણ છે. સ્વરૂપનું આવું જ હોવાને લીધે દ્રવ્યનું અનન્યત્વ અને અન્યત્વમાં વિરોધ નથી. દ્રવ્યાર્થિકનયથી દ્રવ્ય સામાન્ય હજ છે, એટલે દ્રવ્ય અનન્ય છે. પર્યાયાર્થિકનયથી દ્રવ્યના પર્યાયરૂપ વિશેષ જાણવા મળે છે, એટલે દ્રવ્ય અન્ય અન્ય ભાસિત થાય છે. એવી રીતે બન્ને નયોને એક સાથે જોવાથી દ્રવ્યસામાન્ય અને દ્રવ્યવિશેષ બન્ને જ્ઞાત(જણાય) થાય છે. એટલા માટે દ્રવ્ય અનન્યરૂપ અને અન્ય અન્યરૂપ ભાસિત થાય છે. આ જે વિરોધ પ્રતિભાસિત થાય છે એ સપ્તભંગીન્યાયથી સહજ જ સ્પષ્ટ થઈ જાય છે. એ સમભંગી આ પ્રમાણે છે :- દ્રવ્ય (૧) કોઈ પર્યાયથી અસ્તિ (૨) કોઈ પર્યાયથી નાસ્તિ (૩) કોઈ પર્યાયથી અસ્તિ-નાસ્તિ (૪) કોઈ પર્યાયથી અવ્યક્તવ્ય (૫) કોઈ પર્યાયથી અસ્તિ અવ્યક્તવ્ય (૬) કોઈ પર્યાયથી નાસ્તિ અવ્યક્તવ્ય (૭) કોઇ પર્યાયથી અતિ-નાસ્તિ અવ્યક્તવ્ય છે. નારકાદિ પર્યાયો શાશ્વત નથી. જ્યારે જીવ રાગ-દ્વેષભાવ કરે છે ત્યારે તેને કર્મબંધન થાય છે. કર્મબંધનથી જીવના સ્વભાવનો પરાભવ થાય છે, જેથી નારકાદિ પર્યાયો ઉત્પન્ન થાય છે, વિનષ્ટ થાય છે. વરસ્તુતઃ તો પ્રતિક્ષણ ઉત્પાદ-વિનાશવાળા આ જીવલોકમાં ન તો કોઈ ઉત્પન્ન થાય છે, ન કોઈ નષ્ટ; કારણ કે જે ઉત્પાદ છે, તે જ વિનાશ છે. તથા ઉત્પાદ અને વિનાશ અન્ય અન્ય (ભિન્ન ભિન્ન) પણ છે, કારણ કે ઉત્પાદ અને વિનાશનો અનન્યપણું અને અન્યપણું છે. જ્યારે ઉત્પાદ અને વિનાશના અનન્યપણાની અપેક્ષા લેવામાં આવે તો પૂર્વપક્ષ ફલિત થાય છે અર્થાતું ન કોઈ ઉત્પન્ન થાય છે, ન નષ્ટ; જ્યારે ઉત્પાદ અને વિનાશ અન્યપણાની અપેક્ષા લેવામાં આવે, ત્યારે ઉત્તર પક્ષ ફલિત થાય છે અર્થાત ઉત્પાદ અન્ય છે અને વિનાશ અન્ય છે. જીવ, દ્રવ્યરૂપથી અવસ્થિત હોવા છતાં પણ પર્યાયથી અનવસ્થિત (અસ્થિર) છે. સંસરણશીલ (પરિણમનશીલ) આ જગતમાં સ્વભાવથી અવસ્થિત કોઈ પણ નથી કારણ કે સંસાર તો સંસરણ કરતા દ્રવ્યની ક્રિયા છે. આ જીવને સંસારનું કારણ દ્રવ્યકર્મ છે અને દ્રવ્યકર્મનું કારણ કર્મથી મલિન આત્માના પરિણામ છે. આ પરિણામ જ કર્મ છે. આનાથી જીવને સંસારમાં પુદ્ગલનો સંબંધ થાય છે. પરિણામ સ્વયં આત્મા છે. પરિણામ જીવમય ક્રિયા છે અને ક્રિયાને કર્મ માનવામાં આવ્યું છે, એટલે આત્મા પરિણામરૂપ ભાવકર્મનો જ કર્તા છે, પુદ્ગલપરિણામરૂપ દ્રવ્યકર્મનો નહિ. એનો કર્તા તો Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ સ્વયં પુદ્ગલ જ છે. આ પ્રમાણે સ્પષ્ટ છે કે આત્મા પુગલરૂપને પરિણમિત નથી થતો, આત્મસ્વરૂપ (ચેતના)થી જ પરિણમિત થાય છે. ચેતના ત્રણ પ્રકારની છે -જ્ઞાન સંબંધી, કર્મસંબંધી અને કર્મફળ સંબંધી જ્ઞાન પરિણિત જ્ઞાનચેતના, કર્મપરિણિત કર્મચેતના અને કર્મફળપરિણિત કર્મફળચેતના છે. અર્થવિકલ્પ જ્ઞાન છે. જીવો દ્વારા કરવામાં આવેલો જાણવાનો ભાવ કર્મ છે'. કર્મ દ્વારા ઉત્પન્ન સુખ-દુઃખ કર્મફળ છે. આ ત્રણે વાસ્તવમાં આત્મા જ છે; કારણ કે આત્મા પરિણામસ્વરૂપ છે, પરિણામ ચેતના સ્વરૂપ છે, જ્ઞાન, કર્મ અને કર્મફળ ચેતનામય છે. એટલે જ્ઞાન, કર્મ અને કર્મફળ આત્મા જ છે. - જે વ્યક્તિ આ પ્રકારથી નિર્ણય કરીને જ્યારે પરદ્રવ્યરૂપ પરિણમિત નથી થતો, ત્યારે એ શુદ્ધાત્માને પ્રાપ્ત કરે છે. ૨) દ્રવ્યવિશેષ અધિકાર : આ અધિકારમાં જીવાદિ છ દ્રવ્યોનું વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે. જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. આ છ દ્રવ્યોમાં કોઈ કઈ જોડીમાં વિભાજીત કરીને સમજાવે છે. જેવી રીતે - જીવ-અજીવ, મૂર્ત-અમૂર્ત, લોક-અલોક, ક્રિયાવાન-ભાવવાન, સપ્રદેશ-અપ્રદેશી આદિ. ઉપયોગમયી ચેતન જીવદ્રવ્ય છે અને શેષ પુલ આદિ પાંચ દ્રવ્ય અજીવ છે. આકાશના જેટલા પ્રદેશમાં જીવાદિક દ્રવ્યો રહે છે તે લોક છે, શેષ બધું અલોક છે. ભાવવાન (પરિવર્તનશીલ) તો છયે દ્રવ્ય છે, પણ જીવ અને પુદ્ગલ ક્રિયાવાન (ગમનશીલ) પણ છે. પુદ્ગલ મૂર્ત છે, શેષ દ્રવ્ય અમૂર્ત છે. કાળદ્રવ્ય એક પ્રદેશી છે - શેષ દ્રવ્ય બહુપ્રદેશ છે. ગુણોથી દ્રવ્ય ઓળખવામાં આવે છે, કારણ કે મૂર્તિ દ્રવ્યોના ગુણ મૂર્ત હોય છે અને અમૂર્ત દ્રવ્યના ગુણ અમૂર્ત હોય છે. ઇન્દ્રિયગ્રાહ્ય ગુણોને મૂર્ત કહે છે અને જે ઇન્દ્રિયગ્રાહ્ય ન હોય તે ગુણ અમૂર્ત જાણવા જોઈએ. વર્ણ, રસ, ગંધ, સ્પર્શ ગુણ સર્વ પુદ્ગલોમાં હોય છે. શબ્દ પુદ્ગલના પર્યાય છે, ગુણ નથી. આકાશનો ગુણ અવગાહન હેતુત્વ, ધર્મદ્રવ્યનો ગુણ ગમનહેતુત્વ, અધર્મદ્રવ્યનો ગુણ સ્થિતિહેતુત્વ અને કાળનો ગુણ વર્તના હેતુત્વ તથા આત્માનો ગુણ ઉપયોગ છે. જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ પ્રદેશવાળા છે (સપ્રદેશી) અને કાળ અપ્રદશી છે (એક પ્રદેશવાળું). જો કે પરમાણુ પણ અપ્રદેશી છે, એને પ્રદેશ ઉભવ થાય છે, એટલે એને પણ પ્રદેશી જ માનવામાં આવે છે. પરંતુ કાળને તો પુદ્ગલ પરમાણુની જેમ શક્તિ અપેક્ષા (પર્યાયથી) પણ અનેક પ્રદેશોપના નથી એટલે એ અપ્રદેશી જ છે. જે પ્રમાણે આકાશના પ્રદેશ છે, તે જ પ્રકારે શેષ દ્રવ્યોના પણ પ્રદેશ છે, જો કે આકાશની જેમ પરમાણુરૂપી ગજથી માપવામાં આવે છે; પરંતુ કાળ અપ્રદેશી છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ લોકાકાશના અસંખ્ય પ્રદેશ છે, જેના એક એક પ્રદેશ પર એક એક કાલાણ સ્થિત છે. એ કાલાણુ સ્નિગ્ધ-રુક્ષ ગુણના અભાવને કારણે રત્નોની રાશિની માફક પૃથક પૃથક જ રહે છે, પુદ્ગલ પરમાણુઓની જેમ પરસ્પર મળતા નથી. પરમાણુના એક આકાશ પ્રદેશથી બીજા અનંતર આકાશ પ્રદેશ સુધી મંદ ગતિથી જવામાં જેટલો કાળ લાગે તેને ‘સમય’ કહે છે. આ કાળદ્રવ્યની સૂક્ષ્માતિસૂક્ષ્મ પર્યાય છે. કાળદ્રવ્ય નિત્ય છે, સમય (વ્યવહારકાળ) ઉત્પન્ન-પ્રધ્વસી છે. સમય, પ્રદેશની જેમ નિરંશ છે. આકાશના એક પરમાણુથી વ્યાપ્ત અંશ આકાશપ્રદેશ છે તથા આકાશપ્રદેશ સમસ્ત પરમાણુઓને અવકાશ દેવામાં સમર્થ છે. આકાશદ્રવ્ય અવસ્થિત (સ્થિર) તથા અનંત પ્રદેશ છે. ધર્મ અને અધર્મ અવસ્થિત તથા અસંખ્યાત પ્રદેશી છે અને જીવદ્રવ્ય અનવસ્થિત (અસ્થિર) તથા અસંખ્ય પ્રદેશ છે. પુદ્ગલદ્રવ્ય (પરમાણુ) અનેક પ્રદેશીપણાની શક્તિથી યુક્ત એક પ્રદેશવાળો છે તથા પર્યાય (સ્કંધ)ની અપેક્ષાથી સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશવાળો છે. એટલે આ બધા દ્રવ્યોના તિર્યપ્રચય (પ્રદેશોના સમૂહ) છે, પરંતુ કાળના તિર્યકપ્રચન નથી, કારણ કે એ શક્તિ અને વ્યક્તિ બન્ને અપેક્ષાથી એક પ્રદેશવાળો જ છે. ઉર્ધ્વપ્રચય (સમય વિશિષ્ટ વૃત્તિઓનો સમૂહ) તો બધા જ દ્રવ્યોનો થાય છે, કારણ કે દ્રવ્યોની વૃત્તિ ભૂત-વર્તમાન-ભવિષ્ય ત્રણે કાળોને સ્પર્શ કરે છે. અંતર એ છે કે સમયવિશિષ્ટ વૃત્તિઓનો પ્રચય તો પુદ્ગલાદિ દ્રવ્યોનો ઉર્ધ્વપ્રચય છે અને સમયોનો પ્રચય જ કાળદ્રવ્યનો ઉર્ધ્વપ્રચય છે, કારણ કે શેષ દ્રવ્યોની વૃત્તિ સમયથી અર્થાન્તરભૂત હોવાથી સમયવિશિષ્ટ છે અને કાળદ્રવ્યની વૃત્તિ તો સ્વતઃ સમય સ્વરૂપ છે, એટલે એ સમયવિશિષ્ટ નથી. કાળ પદાર્થના પ્રત્યેક વૃક્લંશમાં ઉત્પાદ અને વિનાશ યુગપદ થાય છે. સમય કાળપદાર્થનો વૃવંશ (સૂક્ષ્માતિસૂક્ષ્મ પર્યાય) છે. એ વૃક્લંશમાં અવશ્ય ઉત્પાદ અને વિનાશ સંભવિત છે, કારણ કે પરમાણુના અતિક્રમ દ્વારા સમયરૂપી વૃધંશ ઉત્પન્ન થાય છે એટલા માટે કારણપૂર્વક છે. પરમાણુ દ્વારા એક આકાશ પ્રદેશનો મંદગતિથી ઉલ્લંઘન કરવો કારણ છે અને સમયરૂપી વૃક્વંશ એ કારણનું કાર્ય છે, એટલા માટે એમાં કોઈ પદાર્થનો ઉત્પાદ અને વિનાશ થતો રહેવો જોઈએ. એટલે સ્પષ્ટ છે કે કારણપૂર્વક થવાવાળા કાળપદાર્થના વૃક્લંશમાં ઉત્પાદ અને વિનાશ યુગપદ હોય છે, કારણ કે જે વૃત્તિમાનના જે વૃક્લંશમાં એ વૃયંશની અપેક્ષાથી ઉત્પાદ છે, એ જ ઉત્પાદ એ જ વૃત્તિમાનની એ વૃવંશની પૂર્વે વૃધંશની અપેક્ષા વિનાશ છે, અર્થાત્ કાળપદાર્થની જે વર્તમાન પર્યાયની અપેક્ષાથી ઉત્પાદ છે, એ જ પૂર્વ પર્યાયની અપેક્ષાથી વિનાશ છે. આ પ્રમાણે ઉત્પાદ અને વિનાશ કાલના એક વૃવંશમાં પણ સંભવિત છે, એટલે એ ખંડિત નથી, સ્વભાવતઃ ધ્રુવ છે. જે પ્રમાણે કાળના એક વૃક્લંશમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય થાય છે, એ જ પ્રમાણે કાળના બધા વૃક્લંશમાં પણ થાય છે; એનાથી કાલાણુની સિદ્ધિ થાય છે. કાલાણુની સિદ્ધિ થવાથી એના પ્રદેશવાનપણાની Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ સિદ્ધિ પણ સ્વતઃ જ છે, કારણ કે જે પદાર્થના પ્રદેશ અથવા એક પ્રદેશ જ્ઞાત નથી થતો, એ શૂન્ય છે, એનો કોઈ અસ્તિત્વ નથી. અહીંયા વિરોધ પ્રતીત થાય છે, કારણ કે પહેલાં તો આચાદિકે કહ્યું હતું કે “સમો મો ?’ સમય અપ્રદેશ છે અને અહીંયા એ કહે છે કે “ન જ સંતિ પસ સમેત્ત જ તત્ત્વો બહું” (ગાથા ૧૪૪ પૂર્વાદ્ધ). જેમાં પદાર્થના પ્રદેશ અથવા એક પ્રદેશ જ્ઞાત નથી થતા, એ વાસ્તવમાં હોતો જ નથી. ઉક્ત કથનમાં કોઈ વિરોધ નથી, કારણ કે એક પ્રદેશને અપ્રદેશી પણ કહેવામાં આવે છે. ૩) જ્ઞાન-શેય વિભાગ અધિકાર : આ અધિકારમાં જ્ઞાનતત્ત્વ અને શેયતત્ત્વનું નિરૂપણ એ પ્રકારે કરવામાં આવ્યું છે કે જેથી ભેદજ્ઞાન થાય. (જ્ઞાન) જીવ અને શેય (શરીરાદિ)નો સંબંધ અનાદિકાળથી કેવી રીતે થઈ રહ્યો છે અને એ કેવી રીતે છૂટે, મુક્તિમાર્ગમાં અત્યંત ઉપયોગી આ વિષય છે. સમસ્ત શેયપદાર્થોને જાણવાવાળો જ્ઞાયક સ્વભાવી આત્મા અનાદિકાળથી ઇન્દ્રિય, બળ, આયુ અને શ્વાસોચ્છવાસ - આ ચાર પ્રણોથી યુક્ત છે. એટલે સંસારી જીવનું સ્વરૂપ પણ આ પ્રમાણે જણાય છે કે જે આ ચાર પ્રાણથી જીવે છે, જીવતો હતો અને જીવશે એ જીવ છે. એવું હોવા છતાં પણ પ્રાણ પુદ્ગલદ્રવ્યથી નિષ્પન્ન છે, જીવદ્રવ્યથી નહિ. મોહાદિક જડકર્મોથી નિબદ્ધ જીવ આ પ્રાણોને ધારણ કરે છે અને પ્રાણોથી કર્મફળને ભોગવતો થકો મોહ-રાગ-દ્વેષને પ્રાપ્ત થાય છે. મોહાદિભાવોથી સ્વ-પરના દ્રવ્યભાવપ્રાણોને બાધા પહોંચાડતો જ્ઞાનાવરણીયાદિ જડકર્મોથી બંધાય છે. જ્યાં સુધી આ આત્મા દેહાદિ વિષયોમાં મમત્વ નથી છોડતો ત્યાં સુધી આ દુષ્યક્ર ચાલતો જ રહે છે. જે આત્મા જિતેન્દ્રય થઈને જ્ઞાનસ્વભાવી આત્માનું ધ્યાન કરે છે, એ કર્મોથી રંજિત ન હોવાને કારણે પ્રાણોને પણ ધારણ નથી કરતો અર્થાત્ મુક્ત થઈ જાય છે. તાત્પર્ય એ છે કે દેહરૂપ વ્યવહાર પ્રાણ આત્માથી અત્યંત ભિન્ન હોવાથી ઉક્ત વિધિથી ઉચ્છેદ કરવા યોગ્ય છે. સ્વ-પરના વિભાગ વિના અનાદિકાળથી આ પ્રાણી જુદી જુદી પર્યાયો ધારણ કરી ચતુર્ગતિમાં પરિભ્રમણ કરી રહ્યો છે. જ્ઞાન-દર્શનસ્વભાવી આ આત્મા જ્યારે શુભભાવરૂપ પરિણમિત થાય છે ત્યારે પુણ્યનો બંધ કરે છે અને જ્યારે અશુભભાવરૂપ પરિણમિત થાય છે ત્યારે પાપનો બંધ કરે છે. જ્યારે શુભ અને અશુભ બન્ને ભાવોનો અભાવ કરી વીતરાગભાવ સ્વરૂપ પરિણમિત થાય છે, ત્યારે કર્મબંધ નથી થતું. જે પરિણામ (ઉપયોગ) પંચ પરમેષ્ઠીને જાણે છે, તેમની શ્રદ્ધા કરે છે અને પ્રાણીઓ પ્રતિ દયાવાન હોય છે એ પરિણામ શુભપયોગ કહેવામાં આવે છે. એ પ્રમાણે વિષયકષાયમાં મગ્ન, કુમતિ, કુવિચાર અને કુસંગતિમાં સંલગ્ન, ઉગ્ર અને ઉન્માર્ગમાં સંલગ્ન ઉપયોગ અશુભપયોગ કહેવાય છે. બંધના કારણથી ઉક્ત બન્ને ઉપયોગ ત્યાગ કરવા જેવા છે એની પ્રેરણા આપતાં અન્ય દ્રવ્યમાં Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ મધ્યસ્થ થતો, અશુભોપયોગથી રહિત, અને શુભોપયોગમાં ઉપયુક્ત ન થતાં હું જ્ઞાનાત્મક આત્માને ધ્યાવું છું કારણ કે હું તો ન દેહ છું, ન મન છું, ન વાણી છું, એમનું કારણ પણ નથી, કર્તા પણ નથી, કરાવવાવાળો પણ નથી અને કર્તાનો અનુમોદક પણ નથી. દેહ, મન, વાણી પુદ્ગલદ્રવ્યાત્મક છે - એવું વીતરાગદેવે કહ્યું છે. જો કે હું પુદ્ગલદ્રવ્યમય નથી અને ન એ પુદ્ગલદ્રવ્ય મારા વતી પિંડરૂપ કરવામાં આવ્યા છે, એટલે હું દેહ પણ નથી અને દેહનો કર્તા પણ નથી. દેહના પરમાણુ સ્નિગ્ધતા અને રુક્ષતાને કારણે સ્વયં જ પિંડરૂપ પરિણમિત થાય છે. આ લોક કર્મના યોગ્ય પુલોથી પરિપૂર્ણ છે. આ પુગલ સ્કંધો જીવની શુભાશુભ પરિણતિનું નિમિત્ત પામીને સ્વયં કર્મભાવથી પ્રાપ્ત થાય છે, જીવ તેનામાં કાંઈ નથી કરતો. ઔદારિકાદિ બધા શરીર પુલજન્ય છે તથા આત્મા તેનાથી સર્વથા ભિન્ન જ છે. એટલે જીવને અરસ, અરૂપ, અગંધ, અવ્યક્ત, અશબ્દ, અલિંગગ્રહણ, અનિદિષ્ટસંસ્થાન અને ચેતનાગુણથી યુક્ત જાણો. મૂર્ત પુગલની સાથે અમૂર્ત આત્માના બંધનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં આચાર્ય કહે છે જે પ્રકારે અરૂપી જીવ રૂપી દ્રવ્યને અને તેના ગુણોને જોઈને જાણે છે, તે પ્રકારે એની સાથે બંધને પણ પ્રાપ્ત થાય છે. વિવિધ વિષયોને પ્રાપ્ત કરી એમની સાથે મોહ-રાગ-દ્વેષ અને બંધ કરવાવાળો જીવ એનાથી બંધને પ્રાપ્ત થાય છે. સ્પર્શીની સાથે પુગલનો બંધ, રાગાદિ સાથે જીવનો બંધ અને અન્યોન્ય અવગાહ જીવપુદ્ગલાત્મક બંધ કહેવામાં આવ્યો છે. અસંખ્ય પ્રદેશી આત્માના પ્રદેશોમાં પુદ્ગલ સમૂહ પ્રવેશ કરે છે, રહે છે, જાય છે અને બંધાય છે.' સંક્ષેપમાં એટલું જ કહેવામાં આવી શકે છે કે રાગી આત્મા કર્મ બાંધે છે અને રાગરહિત આત્મા કર્મોથી મુક્ત થાય છે. મોહ-રાગ-દ્વેષ પરિણામોથી બંધ થાય છે. મોહ અને દ્વેષ પરિણામ તો અશુભ જ છે, રાગ શુભ પણ હોય છે અશુભ પણ. પરના પ્રતિ શુભ પરિણામ પુણ્ય છે અને અશુભ પરિણામ પાપ છે; પરંતુ જે પરિણામ પરના પ્રતિ પ્રવર્તમાન નથી એવા સ્વભાવ સન્મુખ પરિણામ શુદ્ધ હોવાથી દુઃખના ક્ષયનું કારણ છે. સ્વદ્રવ્યમાં પ્રવૃત્તિ અને પરદ્રવ્યથી નિવૃત્તિ કરાવવા સ્વ-પર વિભાગ વધુ વિશેષ સ્પષ્ટ કરતા આચાદવ કહે છે કે - ત્રસ, સ્થાવર આદિ ભેદોથી પણ જીવ ભિન્ન છે. આ તથ્યથી અપરિચિત લોકો પરમાં એકત્વબુદ્ધિ કરે છે, પણ આત્મા તો માત્ર પોતાના ભાવોનો જ કર્તા છે, પુદ્ગલદ્રવ્યમય પરભાવોનોનહિ. પુદ્ગલોની મધ્યમાં રહેતો હોવા છતાં જીવ ન તો પુદ્ગલ કર્મોને કરે છે, ન ગ્રહણ કરે છે અને નથી છોડતો. જીવ રાગાદિ સ્વપરિણામોનો કર્યા હોવા થતો થકો કર્મરજને ગ્રહણ કરે છે, છોડે પણ છે. નિશ્ચયથી બંધનો આ સ્વરૂપ છે, વ્યવહારથી અન્યરૂપ પણ કહેવાય છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ એટલે જો શ્રમણ દેહ કે ધનાદિમાં મમતાને નથી છોડતો એ ઉન્માર્ગે જ છે. હું પરનો નથી, પર મારો નથી, હું તો એક જ્ઞાનસ્વરૂપી જ છું' આ પ્રકાર ધ્યાન કરવાવાળો જ સાચો શ્રમણ છે. આચાર્ય કહે છે કે હું તો આત્માને જ્ઞાનાત્મક, દર્શનભૂત, ધ્રુવ, અચલ, શુદ્ધ, નિરાવલંબી અને અતીન્દ્રિય મહાપદાર્થ માનું છું. શરીર, ધન, સુખ-દુઃખ, શત્રુ-મિત્ર કાંઈ પણ ધ્રુવ નથી, ધ્રુવ તો એક ઉપયોગાત્મક આત્મા જ છે. જો વિશુદ્ધ આત્મા આ પ્રમાણે પરમ આત્માનું ધ્યાન કરે છે, એ જ મોહની દુર્ગન્થિનો નાશ કરે છે. મોહ-રાગ-દ્વેષનો ક્ષય કરવાવાળો શ્રમણ જ અક્ષય સુખને પ્રાપ્ત કરે છે. અંતમાં બધા જ જિન, જિતેન્દ્ર શ્રમણોને નમસ્કાર કરી જે ઉક્ત માર્ગ પર આરૂઢ થઈ સિદ્ધ થયા છે. અંતમાં સ્વયંના નિર્મમત્વ થવાની ઘોષણા કરે છે. ૩. ચરણાનુયોગસૂચક ચૂલિકા: આ અધિકારમાં ચાર વિભાજન છે. (૧) આચરણ પ્રજ્ઞાપન અધિકાર (૩) શુભોપયોગ પ્રજ્ઞાપન અધિકાર (૨) મોક્ષમાર્ગ પ્રજ્ઞાપન અધિકાર (૪) પંચરત્ન પ્રજ્ઞાપન અધિકાર ૧) આચરણ પ્રજ્ઞાપન અધિકાર : જો દુઃખોથી મુક્તિ ઇચ્છતા હોતો શ્રામણનો સ્વીકાર કરો. શ્રમણ્યની વિધિ બતાવતા કહે છે કે માતા-પિતા, પત્નિ-પુત્ર અને બંધુવર્ગની અનુમતિ લઈને પંચાચરણ ધારક શ્રેષ્ઠ શ્રમણોત્તમ આચાર્યની પાસે જઈને દીક્ષા લેવાની ભાવના પ્રગટ કરો અને એવી ભાવના ભાવો કે ન તો હું કોઈનો છું, ન તો કોઈ જગતમાં મારું છે. આ પ્રમાણે યથાજાત નગ્ન દિગંબરરૂપને ધારણ કરો. શ્રમણલિંગ, હિંસાદિ, શૃંગારાદિ, મૂચ્છ અને આરંભથી રહિત ઉપયોગ અને યોગની શુદ્ધિથી સહિત હોય છે. દાઢી-મૂછના લોચની સહિત આ યથાજાત લિંગ જિનેન્દ્રદેવને પરની અપેક્ષાથી રહિત કહ્યો છે. આ સાક્ષાત મોક્ષનું કારણ છે. આ પ્રમાણે પરમગુરુથી પ્રદત્ત અંતર્બાહ્ય દિગંબર શ્રમણ્યને ધારણ કરીને શ્રમણ આત્મસ્થ થાય છે. અચેલપના, અસ્નાન, ભૂમિશયન, અદંતધોવન, ઊભા ઊભા ભોજન, એક જ વાર આહાર શ્રમણોના મૂળ ગુણ છે. આ મૂળ ગુણોમાં પ્રમત્ત થવાવાળો શ્રમણ છેદોપસ્થાનક હોય છે. સંયમના છેદ બે પ્રકારથી છે. બહિરંગ અને અંતરંગ-કાયચેષ્ટા સંબંધી છેદ બહિરંગ છે, ઉપયોગ સંબંધી છેદ અંતરંગ છેદ છે. જ્યારે શ્રમણની પ્રયત્નપૂર્વકની કરવામાં આવેલી કાયચેષ્ટામાં કથંચિત બહિરંગ છેદ હોય છે, તો એને આલોચનાપૂર્વક ક્રિયા કરવી જોઈએ. જ્યારે ઉપયોગ સંબંધી છેદ થાય તો એને વ્યવહારજ્ઞ અને પ્રાયશ્ચિત કુશળ શ્રમણીની પાસે જઈને પોતાના દોષનું નિવેદન કરી જેવો ઉપદેશ આપે તેમ કરવું જોઈએ. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ બધા જ પરદ્રવ્ય શ્રમણ્યના છેદના આયતન છે. સંયોગના નિમિત્તભૂત આગમયુક્ત આહાર, અનશન, ગુફાદિ નિવાસ, વિહાર, દેહમાત્ર પરિગ્રહ, અન્ય મુનિઓનો પરિચય અને ધાર્મિક ચર્ચા-વાર્તા પણ રાગાદિક કરવો ઉચિત નથી, કારણ કે એમાં સંયમનો છેદ થાય છે. એટલે જે પરદ્રવ્યના પ્રતિ મમત્વનો છોડીને છેદવિહીન થઈને ગુરુની પાસે અથવા અન્ય સ્થળ પર રહેતો થકો જ્ઞાન-દર્શન અને મૂળ ગુણોમાં (પરમાત્માદ્રવ્ય)માં પ્રયત્નપૂર્વક વિચરણ કરે છે, એ પરિપૂર્ણ શ્રમણ છે. શ્રમણની ઉક્ત આહાર-વિહારાદિઅપ્રયતચર્યાનિત્ય હિંસા છે કારણ કે ત્યાં નિયમથી અશુભોપયોગ થાય જ છે, એટલે અપ્રમત આચરણવાળાથી જીવ મરે કે ન મરે પણ અંતરંગ હિંસા નિશ્ચિત જ થાય છે. અપ્રમત આચરણવાળાને તો શાસ્ત્રોમાં છકાય સંબંધી વધનો કરવાવાળો કહ્યો છે. જ્યારે પ્રમત સમિતિવાનને બાહ્ય હિંસા થવા થકી પણ હિંસા માત્રથી બંધ થતો નથી. એટલે અંતરંગ છેદ સર્વથા નિષેધ્ય છે. આ પ્રમાણે કાયચેષ્ઠાપૂર્વક જીવના મરવા થકી તો ક્યારેક બંધ થાય છે, ક્યારેક નહિ, પરંતુ પરિગ્રહથી તો નિશ્ચિત બંધ થાય છે, કારણ કે પરિગ્રહ અંતરંગ છેદ છે. એના રહેવાથી ભાવોમાં વિશુદ્ધિ નથી રહેતી તથા મૂચ્છ, આરંભ અને અસંયમનો સદ્ભાવ રહે છે. એટલે પરિગ્રહના સદ્ભાવમાં શ્રમણ આત્માને નથી સાધી શકતો, ન તો એને કર્મનો ક્ષય સંભવ છે. એટલા માટે શ્રમણને સમસ્ત પરિગ્રહનો ત્યાગ કરવો જોઈએ. આ જ સામાન્ય નિયમ છે, છતાં પણ વિશિષ્ટ ક્ષેત્ર-કાળને વશ શ્રમણ અનિષિદ્ધ પરિગ્રહ ગ્રહણ કરી શકે છે, કારણ કે એ પરિગ્રહથી છેદ નથી થતો. જેવી રીતે આહાર-નિહારાદિને માટે અનિષિદ્ધ આવશ્યક પરિગ્રહનો ગ્રહણ કરવું. | જિનેન્દ્રદેવે તો દેહને પણ પરિગ્રહ કહ્યો છે, એના પણ સંસ્કાર ન કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. તો પછી બીજી તો વાત જ ક્યાં છે? એટલે જો સામર્થ્ય હોય તો સર્વપરિગ્રહનો ત્યાગ કરવો જોઈએ. અરિહંતોએ પણ આ જ કહ્યું છે, કારણ કે ઉત્સર્ગ જ વસ્તુનો ધર્મ છે, અપવાદ નહિ. આમાં અનિષિદ્ધ ઉપધિ (પરિગ્રહ) અપવાદ છે. જે શ્રમણ્યને સહકારી કારણના રૂપમાં ઉપકાર કરવાવાળો હોવાથી ઉપકરણ છે. યથાજાત રૂપ, ગુરુના વચન, સૂત્રોનું અધ્યયન અને વિનયને ઉપકરણ કહેવામાં આવ્યું છે. અપવાદ ઉપકરણભૂત આ ઉપધિ(પરિગ્રહ)નો નિષેધ નથી તથાપિ એ વસ્તુધર્મ ન હોવાથી ઉત્સર્ગમાર્ગ નથી. શ્રમાગ શુદ્ધાત્મતત્વની ઉપલબ્ધિના સાધનભૂત ગ્રામર્થ્ય પર્યાયના પાલનને માટે યુક્ત આહારવિહારી હોય છે, ન તો વર્તમાન અથવા ભાવિ દિવ્ય શરીરના અનુરાગથી એટલે યુક્ત આહાર-વિહારી સાક્ષાત્ અનાહારી અને અવિહારી જ છે. જો કે એ દેહમાં મમત્વપૂર્વક અનુચિત આહાર ગ્રહણ નથી કરતાં, એટલે એ શ્રમણ યુક્ત આહારી છે. આહાર આત્માનો સ્વભાવ નથી – એવા પરિણામ યોગશ્રમણના હોવાથી એ યોગી છે, એટલા માટે એનો આહાર યુક્તાહાર (યોગીનો આહાર) છે. - Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ યુક્તાહાર ભિક્ષાચરણથી, દિવસમાં એક વખત, યથાલબ્ધ, રસની અપેક્ષાથી રહિત અને મધુમાંસ રહિત હોય છે. આ પ્રમાણે શ્રમણનો દ્રવ્યલિંગ અને ભાવલિંગનું સ્વરૂપ બતાવીને કહે છે કે કેવળ નગ્નતારૂપ દ્રવ્યલિંગ ભાવલિંગ વગર વ્યર્થ છે. ભાવલિંગધારી શ્રમણને સાચા સુખની પ્રાપ્તિ થાય છે. એટલે બાળ, વૃદ્ધ, પરિશ્રમી, રોગીને પણ પોતાને યોગ્ય અતિ કઠોર આચરણ જ કરવું જોઈએ. આ ઉત્સર્ગ માર્ગ છે. અને અપવાદ માર્ગમાં જે સંયમનો છેદ જેવી રીતે ન થાય, તેવો પોતાને યોગ્ય મૃદુ આચરણ કરવો જ જોઈએ. આ પ્રમાણે જે શ્રમણ આહાર-વિહારમાં દેશ, કાળ, શ્રમ, ક્ષમતા તથા ઉપધિને જાણીને આચરણ કરે છે તે અલ્પલેપી હોય છે. જ્યાં સુધી શુદ્ધોપયોગમાં લીનતા ન રહે ત્યાં સુધી જ શ્રમણને આચરણની સુસ્થિતિને માટે ઉત્સર્ગ અને અપવાદની મૈત્રી કરવી જોઈએ. એણે પોતાની નિર્બળતા લક્ષમાં રાખ્યા વગર માત્ર ઉત્સર્ગનો આગ્રહ-કેવળ અતિ કર્કશ આચરણની હઠ ન કરવી જોઈએ તથા ઉપસર્ગરૂપ ધ્યેયને ચૂકીને માત્ર અપવાદના આશ્રયથી કેવળ મૃદુ આચરણરૂપ શિથિલતાનું સેવન પણ ન કરવું જોઈએ. પરંતુ એવો વ્યવહાર કરવો જોઈએ જેમાં હઠ ન હોય અને શિથિલતાનું સેવન પણ ન હોય. ઉક્ત વિવેચનથી સ્પષ્ટ છે કે આચાર્ય કુંદકુંદ જેટલા શિથિલાચરણથી વિરોધી હતા એટલા જ શક્તિની બહાર અતિ કઠોર આચરણના પણ વિરોધી જ હતા. એ પોતાની શક્તિ અનુસાર, પદની મર્યાદામાં રહીને યથાસંભવ મૃદુ-કઠોર આચરણના સમર્થક હતા. જે પ્રમાણે એમણે મૃદુ આચરણના નામ પર આવેલી શિથિલતાની વિરૂદ્ધ કઠોર રૂખ અપનાવ્યો છે, તે જ પ્રમાણે શક્તિની બહાર અતિ કઠોર આચરણનો પણ ખુલ્લીને નિષેધ કર્યો છે. આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે આ અધિકારમાં સંયમભંગના અંતરંગ અને બહિરંગ સ્વરૂપ, કારણ, સંયમભંગથી બચવાની વિધિ, આલોચના, ઉત્સર્ગમાર્ગ અને અપવાદમાર્ગનો સ્વરૂપ તથા ઉપાદેયતા, શ્રમણના ૨૮ મૂળ ગુણ આદિ સમસ્ત શ્રમણ સંબંધ વિષયો પર પ્રકાશ પાડ્યો છે, જેનાથી શ્રમણના સ્વરૂપનું બિંબ આપણા નેત્રપટલની સામે પ્રતિબિંબિત થાય છે. ૨) મોક્ષમાર્ગ પ્રજ્ઞાપન અધિકાર : આ અધિકારમાં મોક્ષમાર્ગના નિરૂપક આગમના અધ્યયન પર બહુ જ બળ આપવામાં આવ્યો છે અને અંતમાં જ્ઞાન-દર્શન-ચારિત્રની એકતા ને જ મોક્ષમાર્ગ સિદ્ધ કરવામાં આવ્યો છે. આગમના અભ્યાસ વગર પદાર્થોનો નિશ્ચય નથી થતો, પદાર્થોના નિશ્ચય વિના એકાગ્રતા નથી થતી, એકાગ્રતા વગર શુદ્ધાત્મ પ્રવૃત્તિ ન હોવાથી મુનિપણું નથી હોતુ. આગમ વગર સ્વ-પરનું ભેદજ્ઞાન નથી થતું અને ભેદજ્ઞાન ન હોવાથી કર્મોનો ક્ષય નથી થતો. એટલે આગમ ચેષ્ટા જ શ્રેષ્ઠ છે અર્થાત આગમનો ઊંડો અભ્યાસ જ મુખ્ય છે; કારણ કે આગમહીન શ્રમણ ન તો પોતાને જાણે છે, ન પરને. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ પોતાના અને પરના જ્ઞાનથી શૂન્ય શ્રમણ કર્મોનો નાશ કેવી રીતે કરશે? સામાન્યજન ઈન્દ્રિયચક્ષુ હોય છે, દેવ અવધિચક્ષુ હોય છે, સાધુ આગમચક્ષુ હોય છે અને સિદ્ધ ભગવાન સર્વત ચક્ષુ હોય છે. આગમચક્ષુ હોવાથી સાધુ બધું જ આગમરૂપી નેત્રોથી જુએ છે. જે શ્રમણની દૃષ્ટિ આગમાનુસાર નથી એ શ્રમણ સંયમી નથી, એટલે એની મુક્તિ સંભવ નથી. જે કર્મ અજ્ઞાની લાખો-કરોડો ભવમાં નષ્ટ કરે છે, એ જ્ઞાની મન-વચન-કાયાની એકાગ્રતાથી - ઉચ્છવાસ માત્રમાં નષ્ટ કરે છે. પરંતુ જો શ્રમણને શરીરાદિ પ્રતિ પરમાણુમાત્ર પણ મૂચ્છે છે તો એ સર્વાગમનો ધારી હોવા છતાં પણ સિદ્ધને પ્રાપ્ત નથી થતો. જે શ્રમણ પાંચ ઇન્દ્રિયોથી વિરક્ત, કષાયોને જીતવાવાળો, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિથી યુક્ત, દર્શન-જ્ઞાનથી પરિપૂર્ણ છે, એ શ્રમણ શત્રુ-મિત્ર, સુખ-દુઃખ, જીવન-મરણ, માટી-સોનામાં સામ્યભાવ રાખે છે. આ પ્રમાણે જે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં યુગપટ્ટી આરૂઢ છે એ જ વાસ્તવિક શ્રમણ છે. ૩) શુભપયોગ પ્રજ્ઞાપન અધિકાર જો કે વાસ્તવિકમુનિધર્મતો શુદ્ધોપયોગ જ છે, તો પણ મુનિરાજોનો શુભોપયોગ પણ જોવામાં આવે છે. મુનિરાજોની ભૂમિકામાં શુભોપયોગ કેવા પ્રકારનો હોય છે આ વાતનું વિવેચન છે. અરિહંતાદિ પ્રત્યે ભક્તિ અને પ્રવચનરત જીવો પ્રતિ વાત્સલ્ય શ્રમણોની શુભચર્યા છે. શ્રમણો પ્રતિ વંદન-વૈયાવૃત્યાદિ રાગચર્યા પણ શુભોપયોગી શ્રમણોમાં નિષેધ્ય નથી. આ પ્રમાણે તત્ત્વ ઉપદેશ, શિષ્યોના ગ્રહણ-પોષણ પણ સરાગી શ્રમણોની ચર્ચા છે. જો વૈયાવૃત્તિના માટે ઉધત શ્રમણ છકાયના જીવોને પીડિત કરતો હોય તો એ શ્રમણ નથી, ગૃહસ્થ છે; કારણ કે આવી વૈયાવૃત્તિ શ્રાવકોનું કાર્ય છે. આ બધી ક્રિયાઓ શ્રમણોમાં ગૌણ અને ગૃહસ્થોમાં મુખ્યપણે હોય છે. પ્રશસ્ત રાગરૂપ શુભોપયોગ સમાન હોવા છતાં પણ પાત્રની વિપરીતતાથી ફળ વિપરીત હોય છે. કારણ કે વિપરીતતાથી અવિપરીત ફળની પ્રાપ્તિ થઈ શકતી નથી; એટલા માટે વિષય-કષાયોમાં લીન પુરુષોના પ્રતિ સેવા, ઉપકાર, દાનાદિથી હીન પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે અવિપરીત કારણથી અવિપરીત ફળની ઉત્પત્તિ થાય છે. જેના પાપ રોકાઈ ગયા હોય, જે બધા જ ધાર્મિક પ્રત્યે સમભાવવાન છે અને ગુણ-સમુદાયનું સેવન કરવાવાળા અશુભોપયોગ રહિત, શુદ્ધોપયોગ અથવા શુભોપયોગયુક્ત શ્રમણના પ્રતિ ભક્તિવાન જીવ પ્રશસ્ત પુણ્યને પ્રાપ્ત કરે છે. એવા ગુણોમાં અધિક શ્રમણો પ્રતિ અન્ય શ્રમણોને અભુત્થાન, ગ્રહણ, ઉપાસન, પોષણ, સત્કાર, વિનય આદિ ક્રિયા અવશ્ય કરવી જોઈએ. જે શ્રમણ ગુણોમાં અધિક શ્રમણનું ઉક્ત ક્રિયાઓથી સન્માન નથી કરતું, એમને જોઈને દ્વેષ કરે છે, એમનો અપવાદ કરે છે, તેનો ચારિત્ર નષ્ટ થાય છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ સ્વયં ગુણોમાં હીન છે અને ગુણાધિક શ્રમણ વડે પોતાનો વિનય કરાવવા ઇચ્છે છે, ત્યાં સ્વયં ગુણોમાં અધિક છે, પરંતુ હીન ગુણવાળા પ્રતિ વંદનીય ક્રિયા કરે છે - એ બન્ને ચારિત્રથી ભ્રષ્ટ જ છે અને અનંત સંસારમાં ભ્રમણ કરે છે. જે શાસનસ્થ શ્રમણોને જોઈને દ્વેષથી એમનો અપવાદ કરે છે અને સત્કારાદિ ક્રિયા નથી કરતો, એનું પણ ચારિત્ર ભ્રષ્ટ થાય છે. જે જીવ સૂત્ર-અર્થ-પદોનો શાતા હોવા છતાં પણ લૌકિકજનોનો સાથ નથી છોડતો, એ સંયત નથી; કારણ કે લૌકિકજનોના સંપર્કથી સંયત પણ અસંયત થઈ જાય છે. નિગ્રન્થ રૂપથી દીક્ષિત હોય, સંયમ-તપથી યુક્ત હોય, એ પણ જો ઐહિક (ન કરવા જેવા) કાર્યો કરતા હોય તો ‘લૌકિક' કહેવાય છે. પ્રેરણા આપતાં આચાર્ય કહે છે કે જો શ્રમણ દુઃખોથી મુક્ત થવા માંગે છે તો એ સમાન ગુણવાળા અથવા અધિક ગુણવાળા શ્રમણો સાથે હંમેશા રહે, કારણ કે એનાથી હંમેશા ગુણોમાં વૃદ્ધિ થાય છે. આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે શુભોપયોગી શ્રમણોનો અન્ય શ્રમણો, શ્રાવકો અને લૌકિકજનો પ્રત્યે કેવો વ્યવહાર હોય છે અને હોવો જોઈએ. આ વાત અહિંયા વ્યાવહારિકરૂપથી અત્યંત સ્પષ્ટ કરવામાં આવી છે. ૪) પંચરત્ન પ્રજ્ઞાપન અધિકાર ઃ પાંચ ગાથાઓવાળા આ અધિકારમાં ભ્રષ્ટ શ્રમણોને સંસારતત્ત્વ અને વીતરાગી સંતોને મોક્ષ અથવા મોક્ષના સાધનતત્ત્વ કહેવામાં આવ્યા છે. અને અંતમાં શુદ્ધોપયોગરૂપ ચારિત્ર ધારણ કરવાની પ્રેરણા આપવામાં આવી છે. વસ્તુસ્વરૂપને અયથાર્થ ગ્રહણ કરવાવાળો શ્રમણાભાસી અનંતકાળ સુધી સંસારમાં રહેવાવાળો હોવાથી સંસારતત્ત્વ છે અને વસ્તુસ્વરૂપને સમ્યક્દાતા આત્માનુભવી પ્રશાંત શુદ્ધોપયોગી શ્રમણ જ સાક્ષાત્ મોક્ષતત્ત્વ છે. મોક્ષમાર્ગમાં વિચરણ કરવાવાળો હોવાથી એ જ મોક્ષમાર્ગરૂપ મોક્ષતત્ત્વનો સાધનતત્ત્વ છે. અંતમાં એ શુદ્ધોપયોગી સંતોને નમસ્કાર કરતાં આ ગ્રંથના અભ્યાસનું ફળ બતાવતા આચાર્ય કહે છે આને જાણવાવાળો અલ્પકાળમાં જ શુદ્ધાત્માની પ્રાપ્તિ કરે છે, કારણ કે આમાં જિનેન્દ્ર ભગવાનના પ્રવચનનો સાર સંગૃહીત છે. આ પ્રમાણે મૂળ ગ્રંથની સમાપ્તિ થાય છે. આના અંતમાં પરિશિષ્ટના રૂપમાં આચાર્ય અમૃતચંદ્રે ૪૭ નયોની ચર્ચા કરી છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ શ્રી પ્રવચનસાર ॐ श्री परमात्मने नमः। શ્રીમદ્ ભગવર્તુકુંદાચાર્યદેવ પ્રણીત श्रा પ્રવચનસાર ગાથા ૧. જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન एस सुरासुरमणुसिंदवंदिदं धोदघाइकम्ममलं। पणमामि वड्डमाणं तित्थं धम्मस्स कत्तारं ॥१॥ सेसे पुण तित्थयरे ससव्वसिद्धे विसुद्धसब्भावे। समणे य णाणदंसणचरित्ततववीरियायारे॥२॥ ते ते सव्वे समगं समगं पत्तेगमेव पत्तेगं। वंदामि य वटुंते अरहंते माणुसे खेत्ते॥३॥ किच्चा अरहंताणं सिद्धाणं तह णमो गणहराणं। अज्झावयवग्गाणं साहूणं चेव सव्वेसिं॥४॥ तेसिं विसुद्धदंसणणाणपहाणासमं समासेज्ज। उवसंपयामि सम्मं जत्तो णिव्वाणसंपत्ती॥५॥ (पणगं) सुर-असु२-२५तिवंधने, प्रविनष्टधातिभने, પ્રણમન કરું હું ધર્મકર્તા તીર્થ શ્રી મહાવીરને; ૧. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ વળી શેષ તીર્થકર અને સૌ સિદ્ધ શુદ્ધાસ્તિત્વને, મુનિ જ્ઞાન-દગ-ચારિત્ર-તપ-વીર્યાચરણસંયુક્તને. ૨. તે સર્વને સાથે તથા પ્રત્યેકને પ્રત્યેકને, વંદું વળી હું મનુષ્યક્ષેત્રે વર્તતા અહંતને. ૩. અહંતને, શ્રી સિદ્ધનેય નમસ્કરણ કરી એ રીતે, ગણધર અને અધ્યાપકોને, સર્વસાધુસમૂહને; ૪. તસુ શુદ્ધદર્શનજ્ઞાનમુખ્ય પવિત્ર આશ્રમ પામીને, પ્રાપ્તિ કરું હું સામ્યની, જેનાથી શિવપ્રાપ્તિ બને. ૫. અર્થ આ હું સુરેન્દ્રો, અસુરેન્દ્રો અને નરેન્દ્રોથી જે વંદિત છે અને ઘાતિકર્મમળ જેમણે ધોઈ નાખેલ છે એવા તીર્થરૂપ અને ધર્મના કર્તા શ્રી વર્ધમાનસ્વામીને પ્રણમું છું વળી 'વિશુદ્ધ સત્તાવાળા શેષ તીર્થકરોને સર્વ સિદ્ધભગવંતો સાથે, અને જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર તથા વીર્યાચારવાળા શ્રમણોને પ્રણમું છું. તે તે સર્વને તથા મનુષ્યક્ષેત્રમાં વર્તતા અહંતોને સાથે સાથે - સમુદાયરૂપે અને પ્રત્યેક પ્રત્યેકને - વ્યક્તિગત વંદું છું. એ રીતે અહંતોને અને સિદ્ધોને, આચાર્યોને, ઉપાધ્યાયવર્ગને અને સર્વસાધુઓને નમસ્કાર કરીને, તેમના વિશુદ્ધદર્શનજ્ઞાનપ્રધાન આશ્રમને પામીને હું સામ્યને પ્રાપ્ત કરું છું કે જેનાથી નિવાર્ણની પ્રાપ્તિ થાય છે. ૧. સુરેન્દ્રો = ઊર્ધ્વલોકવાસી દેવોના ઇન્દો. ૨. અસુરેન્દ્રો = અધોલોકવાસી દેવોના ઇન્દ્રો. ૩. નરેન્દ્રો = મધ્યલોકવાસી મનુષ્યોના અધિપતિઓ; રાજાઓ. ૪. સત્તા = અસ્તિત્વ. ૫. શ્રમણો = આચાર્યો, ઉપાધ્યાયો ને સાધુઓ. ૬. વિશુદ્ધદર્શનજ્ઞાનપ્રધાન = વિશુદ્ધદર્શન અને જ્ઞાન જેમાં પ્રધાન (મુખ્ય) છે એવા. ૭. સામ્ય = સમતા, સમભાવ. संपज्जदि णिव्वाणं देवासुरमणुयरायविहवेहिं। जीवस्स चरित्तादो दंसणणाणप्पहाणादो॥६॥ સુર-અસુર-મનુજેન્દ્રો તણા વિભવો સહિત નિર્વાણની પ્રાપ્તિ કરે ચારિત્રથી જીવ જ્ઞાનદર્શનમુખ્યથી. ૬. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ અર્થ : જીવને દર્શનજ્ઞાનપ્રધાન ચારિત્રથી દેવેન્દ્ર, અસુરેન્દ્ર ને નરેન્દ્રના વૈભવો સહિત નિર્વાણ પ્રાપ્ત થાય છે. (જીવને સરાગચારિત્રથી દેવેન્દ્ર વગેરેના વૈભવની અને વીતરાગચારિત્રથી નિર્વાણની પ્રાપ્તિ થાય છે.) चारित्तं खलु धम्मो धम्मो जो सो समो ति णिद्दिट्ठो । मोहक्खोहविहीणो परिणामो अप्पणो हु समो ॥ ७ ॥ ચારિત્ર છે તે ધર્મ છે, જે ધર્મ છે તે સામ્ય છે; ને સામ્ય જીવનો મોહક્ષોભવિહીન નિજ પરિણામ છે. ૭. અર્થ : ચારિત્ર ખરેખર ધર્મ છે. જે ધર્મ છે તે સામ્ય છે એમ (શાસ્ત્રમાં) કહ્યું છે. સામ્ય મોહક્ષોભરહિત એવો આત્માનો પરિણામ (ભાવ) છે. परिणमदि जेण दव्वं तक्कालं तम्मयं ति पण्णत्तं । तम्हा धम्मपरिणदो आदा धम्मो मुणेयव्वो ॥ ८ ॥ જે ભાવમાં પ્રણમે દરવ, તે કાળ તન્મય તે કહ્યું; જીવદ્રવ્ય તેથી ધર્મમાં પ્રણમેલ ધર્મ જ જાણવું. ૮. અર્થ :દ્રવ્ય જે કાળ જે ભાવરૂપે પરિણમે છે તે કાળે તે-મય છે એમ (જિનેન્દ્રદેવે) કહ્યું છે; તેથી ધર્મપરિણત આત્મા ધર્મ જાણવો. जीवो परिणमदि जदा सुहेण असुहेण वा सुहो असुहो । सुद्धेण तदा सुद्धो हवदि हि परिणामसब्भावो ॥ ९ ॥ શુભ કે અશુભમાં પ્રણમતાં શુભ કે અશુભ આત્મા બને, શુદ્ધે પ્રણમતાં શુદ્ધ, પરિણામસ્વભાવી હોઈને. ૯. અર્થ : જીવ, પરિણામસ્વભાવી હોવાથી, જ્યારે શુભ કે અશુભ ભાવે પરિણમે છે ત્યારે શુભ કે અશુભ (પોતે જ) થાય છે અને જ્યારે શુદ્ધ ભાવે પરિણમે છે ત્યારે શુદ્ધ થાય છે. णत्थि विणा परिणामं अत्थो अत्थं विणेह परिणामो । दब्वगुणपज्जयत्थो अत्थो અચિત્તનિવૃત્તો।૨૦।। પરિણામ વિણ ન પદાર્થ, ને ન પદાર્થ વિણ પરિણામ છે; ગુણ-દ્રવ્ય-પર્યયસ્થિત ને અસ્તિત્વસિદ્ધ પદાર્થ છે. ૧૦. અર્થ ઃ આ લોકમાં પરિણામ વિના પદાર્થ નથી, પદાર્થ વિના પરિણામ નથી; પદાર્થ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં રહેલો અને (ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમય) અસ્તિત્વથી બનેલો છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ धम्मेण परिणदप्पा अप्पा जदि सुद्धसंपयोगजुदो। पावदि णिव्वाणसुहं सुहोवजुत्तो य सग्गसुहं ॥११॥ જો ધર્મપરિણતસ્વરૂપ જીવ શુદ્ધોપયોગી હોય તો તે પામતો નિર્વાણ સુખ, ને સ્વર્ગસુખ શુભયુક્ત જો. ૧૧. અર્થ ધર્મ પરિણમેલા સ્વરૂપવાળો આત્મા જો શુદ્ધ ઉપયોગમાં જોડાયેલો હોય તો મોક્ષના સુખને પામે છે અને જો શુભ ઉપયોગવાળો હોય તો સ્વર્ગના સુખને (બંધને) પામે છે. असुहोदएण आदा कुणरो तिरियो भवीय णेरइयो। दुक्खसहस्सेहिं सदा अभिधुदो भमदि अच्चतं ॥१२॥ અશુભોદયે આત્મા કુનર, તિર્યંચ ને નારકપણે નિત્યે સહસ્ત્ર દુઃખે પીડિત, સંસારમાં અતિ અતિ ભમે. ૧૨. અર્થ : અશુભ ઉદયથી આત્મા કુમનુષ્ય (હલકો મનુષ્ય), તિર્યંચ અને નારક થઈને હજારો દુઃખોથી સદા પીડિત થતો (સંસારમાં) અત્યંત ભમે છે. अइसयमादसमुत्थं विसयातीदं अणोवममणंतं। अब्बुच्छिण्णं च सुहं सुद्धवओगप्पसिद्धाणं ॥१३॥ અત્યંત, આત્મોત્પન્ન, વિષયાતીત, અનુપ, અનંત ને વિચ્છેદહીન છે સુખ અહો ! શુદ્ધોપયોગપ્રસિદ્ધને. ૧૩. અર્થ શુદ્ધોપયોગથી નિષ્પન્ન થયેલા આત્માઓનું (કેવળીભગવંતોનું અને સિદ્ધભગવંતોનું) સુખ અતિશય, આત્મોત્પન્ન, વિષયાતીત (અતીન્દ્રિય), અનુપમ (ઉપમા વિનાનું), અનંત અને અવિચ્છિન્ન (અતૂટક) છે. ૧.નિષ્પન્ન થવું = નીપજવું,ફળરૂપ થવું; સિદ્ધ થવું. (શુદ્ધોપયોગથી નિષ્પન્ન થયેલા એટલે શુદ્ધોપયોગરૂપકારણથી કાર્યરૂપ થયેલા.) सुविदिदपयत्थसुत्तो संजमतवसंजुदो विगदरागो। समणो समसुहदुक्खो भणिदो सुद्धोवओगो त्ति ॥१४॥ સુવિદિતસૂત્રપદાર્થ, સંયમતપ સહિત, વીતરાગ ને સુખ-દુઃખમાં સમ શ્રમણને શુદ્ધોપયોગ જિનો કહે. ૧૪. અર્થ : જેમણે (નિજ શુદ્ધ આત્માદિ) પદાર્થોને અને સૂત્રોને સારી રીતે જાણ્યાં છે, જે સંયમ અને તપ સહિત છે, જે વીતરાગ અર્થાત્ સાગરહિત છે અને જેમને સુખ-દુઃખ સમાન છે, એવા શ્રમણને (મુનિવરને) શુદ્ધોપયોગી' કહેવામાં આવ્યા છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ उवओगविसुद्धो जो विगदावरणंतरायमोहरओ। भूदो सयमेवादा जादि पारं णेयभूदाणं ॥ १५ ॥ જે ઉપયોગવિશુદ્ધ તે મોહાદિઘાતિરજ થકી સ્વયમેવ રહિત થયો થકો શેયાન્તને પામે સહી. ૧૫. અર્થ : જે ઉપયોગવિશુદ્ધ (અર્થાત્ શુદ્ધોપયોગી) છે, તે આત્મા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય અને મોહરૂપ રજથી રહિત સ્વયમેવ થયો થકો શેયભૂત પદાર્થોના પારને પામે છે. तह सो लद्धसहावो सव्वण्हू सव्वलोगपदिमहिदो। भूदो सयमेवादा हवदि सयंभु त्ति णिहिट्ठो ॥१६॥ સર્વજ્ઞ, લબ્ધસ્વભાવને ત્રિજગંદ્રપૂજિત એ રીતે, સ્વયમેવ જીવ થયો થકો તેને સ્વયંભૂ જનો કહે. ૧૬ અર્થ એ રીતે તે આત્મા સ્વભાવને પામેલો, સર્વજ્ઞ અને સર્વ (ત્રણે) લોકના અધિપતિઓથી પૂજિત સ્વયમેવ થયો હોવાથી ‘સ્વયંભૂ’ છે એમ જિનેન્દ્રદેવે કહ્યું છે. ૧. સર્વ લોકના અધિપતિઓ = ત્રણે લોકના સ્વામીઓ - સુરેન્દ્રો, અસુરેન્દ્રો ને ચક્રવતઓ. भंगविहीणो य भवो संभवपरिवज्जिदो विणासो हि। विजदि तस्सेव पुणो ठिदिसंभवणाससमवाओ॥१७॥ વ્યયહીન છે ઉત્પાદ ને ઉત્પાદહીન વિનાશ છે તેને જ વળી ઉત્પાદધ્રૌવ્યવિનાશનો સમવાય છે. ૧૭. અર્થ તેને (-શુદ્ધાત્મસ્વભાવને પામેલા આત્માને) વિનાશ રહિત ઉત્પાદ છે અને ઉત્પાદ રહિત વિનાશ છે. તેને જ વળી સ્થિતિ, ઉત્પાદ અને વિનાશનો સમવાય (-મેળાપ, એકઠાપણું) છે. उप्पादो य विणासो विजदि सव्वस्स अट्ठजादस्स। पज्जाएण दु केणवि अट्ठो खलु होदि सब्भूदो ॥१८॥ ઉત્પાદ તેમ વિનાશ છે સૌ કોઈ વસ્તુમાત્રને, વળી કોઈ પર્યયથી દરેક પદાર્થ છે સદ્ભૂત ખરે. ૧૮. અર્થ કોઈ પર્યાયથી ઉત્પાદ અને કોઈ પર્યાયથી વિનાશ સર્વ પદાર્થમાત્રને હોય છે; વળી કોઈ પર્યાયથી પદાર્થ ખરેખર ધ્રુવ છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ पक्खीणघादिकम्मो अणंतवरवीरिओ अहियतेजो। जादो अदिदिओ सो णाणं सोक्खं च परिणमदि॥१९॥ પ્રક્ષીણઘાતિકર્મ, અનહદવીર્ય, અધિક પ્રકાશ ને ઇંદ્રિય-અતીત થયેલ આત્મા જ્ઞાનસૌને પરિણમે. ૧૯. અર્થ : જેના ઘાતિકર્મો ક્ષય પામ્યાં છે, જે અતીન્દ્રિય થયો છે, અનંત જેનું ઉત્તમ વીર્ય છે અને અધિક જેનું (કેવળજ્ઞાન અને કેવળદર્શનરૂપ) તેજ છે એવો તે (સ્વયંભૂ આત્મા) જ્ઞાન અને સુખરૂપે પરિણમે છે. ૧. અધિક = ઉત્કૃષ્ટ, અસાધારણ, અત્યંત. सोक्खं वा पुण दुक्खं केवलणाणिस्स णत्थि देहगदं। जम्हा अदिदियत्तं जादं तम्हा दु तं णेयं ॥२०॥ કંઈ દેહગત નથી સુખ કે નથી દુઃખકેવળજ્ઞાનીને, જેથી અતીન્દ્રિયતા થઈ તે કારણે એ જાણજે. ૨૦. અર્થ કેવળજ્ઞાનીને શરીર સંબંધી સુખ કે દુઃખ નથી. કારણ કે અતીન્દ્રિયપણું થયું છે તેથી એમ જાણવું. परिणमदो खलु णाणं पच्चक्खा सव्वदव्वपज्जाया। सो णेव ते विजाणदि उग्गहपुव्वाहिं किरियाहिं ॥२१॥ પ્રત્યક્ષ છે સૌ દ્રવ્યપર્યય જ્ઞાન-પરિણમનારને; જાણે નહીં તે તેમને અવગ્રહ-ઇહાદિ ક્રિયા વડે. ૨૧. અર્થ ખરેખર જ્ઞાનરૂપે (કેવળજ્ઞાનરૂપે) પરિણમતા કેવળીભગવાનને સર્વ દ્રવ્ય-પર્યાયો પ્રત્યક્ષ છે; તે તેમને અવગ્રહ આદિ ક્રિયાઓથી નથી જાણતા. णत्थि परोक्खं किंचि वि समंत सव्वक्खगुणसमिद्धस्स। अक्खातीदस्स सदा सयमेव हि णाणजादस्स ॥२२॥ ન પરોક્ષ કંઈ પણ સર્વત સર્વાક્ષગુણસમૃદ્ધને, ઈદ્રિય-અતીત સંદેવ ને સ્વયમેવ જ્ઞાન થયેલને. ૨૨. અર્થ જે સદા ઈન્દ્રિયાતીત છે, જે સર્વ તરફથી (-સર્વ આત્મપ્રદેશ) સર્વ ઇન્દ્રિયગુણો વડે સમૃદ્ધ છે અને જે સ્વયમેવ જ્ઞાનરૂપ થયેલા છે, તે કેવળીભગવાનને કાંઈ પણ પરોક્ષ નથી. Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ आदा णाणपमाणं णाणं णेयप्पमाणमुद्दिडं। णेयं लोयालोयं तम्हा गाणं तु सव्वगयं ॥ २३ ॥ જીવદ્રવ્ય જ્ઞાનપ્રમાણ ભાખ્યું, જ્ઞાન શેયપ્રમાણ છે; ને શેય લોકાલોક, તેથી સર્વગત એ જ્ઞાન છે. ૨૩. અર્થ આત્મા જ્ઞાનપ્રમાણ છે; જ્ઞાન શેયપ્રમાણ કહ્યું છે. શેય લોકાલોક છે, તેથી જ્ઞાન સર્વગત (અર્થાત સર્વવ્યાપક) છે. णाणप्पमाणमादा ण हवदि जस्सेह तस्स सो आदा। हीणो वा अहिओ वा णाणादो हवदि धुवमेव ॥२४॥ हीणो जदि सो आदा तण्णाणमचेदणं ण जाणादि। अहिओ वा णाणादो णाणेण विणा कहं णादि ॥ २५ ॥ जुगलं। જીવદ્રવ્ય જ્ઞાનપ્રમાણ નહિ એ માન્યતા છે જેહને, તેના મતે જીવ જ્ઞાનથી હીન કે અધિક અવશ્ય છે; ૨૪. જો હીન આત્મા હોય, નવ જાણે અચેતન જ્ઞાન એ, ને અધિક જ્ઞાનથી હોય તો પણ જ્ઞાન ક્યમ જાણે અરે? ૨૫. અર્થ આ જગતમાં જેના મતમાં આત્મા જ્ઞાનપ્રમાણ નથી, તેના મતમાં તે આત્મા અવશ્ય જ્ઞાનથી હીન અથવા અધિક હોવો જોઈએ. જો તે આત્મા જ્ઞાનથી હીન હોય તો જ્ઞાન અચેતન થવાથી જાણે નહિ, અને જો (આત્મા)શાનથી અધિક હોય તો (તે આત્મા) જ્ઞાન વિના કેમ જાણે? सव्वगदो जिणवसहो सब्वे वि य तग्गया जगदि अट्ठा। णाणमयादो य जिणो विसयादो तस्स ते भणिया॥२६॥ છે સર્વગત જિનવર અને સૌ અર્થ જિનવરપ્રાપ્ત છે, જિન જ્ઞાનમય ને સર્વ અર્થો વિષય જિનના હોઈને. ૨૬. અર્થ જિનવર સર્વગત છે અને જગતના સર્વ પદાર્થો જિનવરગત (જિનવરમાં પ્રાપ્ત) છે; કારણ કે જિન જ્ઞાનમય છે અને સર્વ પદાર્થો જ્ઞાનના વિષય હોવાથી જિનના વિષય કહેવામાં આવ્યા છે. णाणं अप्प त्ति मदं वट्टदिणाणं विणा ण अप्पाणं। तम्हा णाणं अप्पा अप्पा णाणं व अण्णं वा॥२७॥ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ છે જ્ઞાન આત્મા જિનમતે; આત્મા વિના નહિ જ્ઞાન છે, તે કારણે છે જ્ઞાન જીવ, જીવ જ્ઞાન છે વા અન્ય છે. ૨૭. અર્થ જ્ઞાન આત્મા છે એમ જિનદેવનો મત છે. આત્મા વિના બીજા કોઈ દ્રવ્યમાં) જ્ઞાન હોતું નથી તેથી જ્ઞાન આત્મા છે; અને આત્મા તો (જ્ઞાનગુણ દ્વારા) જ્ઞાન છે અથવા (સુખાદિ અન્ય ગુણ દ્વારા) અન્ય છે. णाणी णाणसहावो अट्ठा णेयप्पगा हि णाणिस्स। रूवाणि व चक्खूणं णेवाण्णोण्णेसु वटुंति ॥२८॥ છે “જ્ઞાની” જ્ઞાનસ્વભાવ, અર્થો શેયરૂપ છે 'જ્ઞાની'ના, જ્યમ રૂપ છે નેત્રો તણાં, નહિ વર્તતા અન્યોન્યમાં. ૨૮. અર્થ આત્મા જ્ઞાનસ્વભાવ છે અને પદાર્થો આત્માના શેયસ્વરૂપ છે, જેમ રૂપ (-રૂપી પદાર્થો) નેત્રોના શેય છે તેમ. તેઓ એકબીજામાં વર્તતા નથી. ण पविट्ठो णाविट्ठो णाणी णेयेसु रूवमिव चक्खू। जाणदि पस्सदि णियदं अक्खातीदो जगमसेसं ॥ २९॥ શેયે પ્રવિષ્ટન, અણપ્રવિટ ન, જાણતો જગ સર્વને નિત્યે અતીન્દ્રિય આતમાં, જ્યમ નેત્ર જાણે રૂપને. ૨૯. અર્થ જેવી રીતે ચક્ષુ રૂપને (યોમાં અપ્રવેશેલું રહીને તેમ જ અપ્રવેશેલું નહિ રહીને જાણે-દેખે છે) તેવી રીતે આત્મા ઇન્દ્રિયાતીત થયો થકો અશેષ જગતને (-સમસ્ત લોકાલોકને) જોયોમાં અપ્રવિષ્ટ રહીને તેમ જ અપ્રવિષ્ટ નહિ રહીને નિરંતર જાણે-દેખે છે. रयणमिह इंदणीलं दुद्धज्झसियं जहा सभासाए। अभिभूय तं पि दुद्धं वट्टदि तह णाणमढेसु ॥ ३०॥ જ્યમ દૂધમાં સ્થિત ઇંદ્રનીલમણિ સ્વકીય પ્રભા વડે દૂધને વિષે વ્યાપી રહે, ત્યમ જ્ઞાન પણ અર્થો વિષે. ૩૦. અર્થ :જેમ આ જગતને વિષે દૂધમાં રહેલું ઇન્દ્રનીલ રત્ન પોતાની પ્રભા વડે તે દૂધમાં વ્યાપીને વર્તે છે, તેમ જ્ઞાન (અર્થાત્ જ્ઞાતૃદ્રવ્ય) પદાર્થોમાં વ્યાપીને વર્તે છે. जदि ते ण संति अट्ठा णाणे णाणं ण होदि सव्वगयं । सव्वगयं वा णाणं कहं ण णाणट्ठिया अट्ठा ॥३१॥ Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ નવ હોય અર્થો જ્ઞાનમાં, તો જ્ઞાન સૌ-ગત પણ નહીં, ને સર્વગત છે જ્ઞાન તો ક્યમ જ્ઞાનસ્થિત અર્થો નહીં? ૩૧. અર્થ જે તે પદાર્થો જ્ઞાનમાં ન હોય તો જ્ઞાન સર્વગત ન હોઈ શકે. અને જો જ્ઞાન સર્વગત છે તો પદાર્થો જ્ઞાનસ્થિત કઈ રીતે નથી ? (અર્થાત્ છે જ.). गेण्हदि णेव मुंचदि ण परं परिणमदि केवली भगवं। पेच्छदि समंतदो सो जाणदि सव्वं णिरवसेसं ॥३२॥ પ્રભુકેવળી ન ગ્રહે, ન છોડે, પરરૂપે નવ પરિણમે; દેખે અને જાણે નિઃશેષે સર્વતઃ તે સર્વને. ૩૨. અર્થ કેવળી ભગવાન પરને ગ્રહતા નથી, છોડતા નથી, પરરૂપે પરિણમતા નથી, તેઓ નિરવશેષપણે સર્વને (આખા આત્માને, સર્વ શેયોને) સર્વ તરફથી (સર્વ આત્મપ્રદેશથી) દેખું-જાણે છે. जो हि सुदेण विजाणदि अप्पाणं जाणगं सहावेण। तं सुदकेवलिमिसिणो भणंति लोगप्पदीवयरा ॥३३॥ શ્રુતજ્ઞાનથી જાણે ખરે જ્ઞાયકસ્વભાવી આત્મને, પ્રષિઓ પ્રકાશક લોકના શ્રુતકેવળી તેને કહે. ૩૩. અર્થ જે ખરેખર શ્રુતજ્ઞાન વડે સ્વભાવથી જ્ઞાયક (અર્થાત્ જ્ઞાયકસ્વભાવ) આત્માને જાણે છે, તેને લોકના પ્રકાશક ઋષીશ્વરો શ્રુતકેવળી કહે છે. सुत्तं जिणोवदिटुं पोग्गलदव्वप्पगेहिं वयणेहिं। तं जाणणा हि णाणं सुत्तस्स य जाणणा भणिया॥३४॥ પુદ્ગલસ્વરૂપ વચનોથી જિન-ઉપદિષ્ટ જે તે સુત્ર છે: છે જ્ઞપ્તિ તેની જ્ઞાન, તેને સૂત્રની જ્ઞપ્તિ કહે. ૩૪. અર્થ સૂત્ર એટલે પુગલદ્રવ્યાત્મક વચનો વડે જિનભગવંતે ઉપદેશેલું છે. તેની શક્તિ તે જ્ઞાન છે અને તેને સૂત્રની જ્ઞપ્તિ (શ્રુતજ્ઞાન) કહી છે. जो जाणदि सो णाणं ण हवदि णाणेण जाणगो आदा। णाणं परिणमदि सयं अट्ठा णाणट्ठिया सव्वे ॥ ३५॥ જે જાણતો તે જ્ઞાન, નહિ જીવ જ્ઞાનથી જ્ઞાયક બને; પોતે પ્રણમતો જ્ઞાનરૂપ, ને જ્ઞાનસ્થિત સૌ અર્થ છે. ૩૫. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ અર્થ જે જાણે છે તે જ્ઞાન છે (અર્થાત્ જે જ્ઞાયક છે તે જ જ્ઞાન છે), જ્ઞાન વડે આત્મા જ્ઞાયક છે એમ નથી. પોતે જ જ્ઞાનરૂપે પરિણમે છે અને સર્વ પદાર્થો જ્ઞાન સ્થિત છે. तम्हा णाणं जीवो णेयं दव्वं तिहा समक्खादं। दव्वं ति पुणो आदा परं च परिणामसंबद्धं ॥ ३६॥ છે જ્ઞાન તેથી જીવ, શેય ત્રિધા કહેલું દ્રવ્ય છે; એ દ્રવ્ય પરને આતમા, પરિણામસંયુતે જેહ છે. ૩૬. અર્થ તેથી જીવ જ્ઞાન છે અને શેય ત્રિધા વર્ણવવામાં આવેલું (ત્રિકાળસ્પર્શ) દ્રવ્ય છે. (એ શેયભૂત) દ્રવ્ય એટલે આત્મા (સ્વાત્મા) અને પર કે જેઓ પરિણામવાળા છે. तकालिगेव सव्वे सदसब्भूदा हि पज्जया तासिं। वटुंते ते णाणे विसेसदो दव्वजादीणं ॥ ३७॥ તે દ્રવ્યના સદ્ભૂત-અદ્ભુત પર્યયો સૌ વર્તતા, તત્કાળના પર્યાય જેમ, વિશેષપૂર્વક જ્ઞાનમાં. ૩૭. અર્થ તે (જીવાદિ) દ્રવ્યજાતિઓના સમસ્ત વિદ્યમાન અને અવિદ્યમાન પર્યાયો, તાત્કાળિક (વર્તમાન) પર્યાયોની માફક, વિશિષ્ટતાપૂર્વક (પોતપોતાના ભિન્ન ભિન્ન સ્વરૂપે) જ્ઞાનમાં વર્તે છે. जेणेव हि संजाया जे खलु णट्ठा भवीय पज्जाया। ते होंति असन्भूदा पज्जाया णाणपञ्चक्खा ॥ ३८॥ જે પર્યયો અણજાત છે, વળી જન્મીને પ્રવિનટ જે, તે સૌ અસભૂત પર્યયો પણ જ્ઞાનમાં પ્રત્યક્ષ છે. ૩૮. અર્થ : જે પર્યાયો ખરેખર ઉત્પન્ન થયા નથી, તથા જે પર્યાયો ખરેખર ઉત્પન્ન થઈને નાશ પામી ગયા છે, તે અવિદ્યમાન પર્યાયો જ્ઞાનપ્રત્યક્ષ છે. जदि पच्चक्खमजायं पज्जायं पलयिदं च णाणस्स। ण हवदि वा तं णाणं दिव्यं ति हि के परूवेंति ॥ ३९॥ જ્ઞાને અજાત-વિનષ્ટ પર્યાયો તણી પ્રત્યક્ષતા, નવ હોય જો, તો જ્ઞાનને એ ‘દિવ્ય” કોણ કહે ભલા? ૩૯. અર્થ : જો અનુત્પન્ન પર્યાય તથા નષ્ટ પર્યાય જ્ઞાન(કેવળજ્ઞાન)ને પ્રત્યક્ષ ન હોય તો તે જ્ઞાનને 'દિવ્ય કોણ પ્રરૂપે? Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ अत्थं अक्खणिवदिदं ईहापुव्वेहिं जे विजाणंति। तेसिं परोक्खभूदं णादुमसकं ति पण्णत्तं ॥४०॥ ઇહાદિપૂર્વક જાણતા જે અક્ષપતિત પદાર્થને, તેને પરોક્ષ પદાર્થ જાણવું શક્ય ના-જિનજી કહે. ૪૦. અર્થ જેઓ અક્ષરપતિત અર્થાત્ ઇન્દ્રિયગોચર પદાર્થને બહાદિક વડે જાણે છે, તેમને માટે 'પરોક્ષભૂત પદાર્થને જાણવાનું અશક્ય છે એમ સર્વજ્ઞદેવે કહ્યું છે. ૧. પરોક્ષ = અક્ષથી પર અર્થાત્ અક્ષથી દૂર હોય એવું; ઇન્દ્રિય-અગોચર. अपदेसं सपदेस मुत्तममुत्तं च पज्जयमजादं। पलयं गदं च जाणदितं णाणमदिंदियं भणियं ॥४१॥ જે જાણતું અપ્રદેશને, સપ્રદેશ, મૂર્ત, અમૂર્તને, પર્યાય નષ્ટ-અજાતને, ભાખ્યું અતીન્દ્રિય જ્ઞાન તે. ૪૧. અર્થ જે જ્ઞાન અપ્રદેશને, સપ્રદેશને, મૂર્તિને અને અમૂર્તિને તથા અનુત્પન્ન તેમ જ નષ્ટ પર્યાયને જાણે છે, તે જ્ઞાન અતીન્દ્રિય કહેવામાં આવ્યું છે. परिणमदि णेयमढें णादा जदि णेव खाइगं तस्स। णाणं ति तं जिणिंदा खवयंतं कम्ममेवुत्ता॥४२॥ જો શેય અર્થે પરિણમે જ્ઞાતા, ન ક્ષાયિક જ્ઞાન છે; તે કર્મને જ અનુભવે છે એમ જિનદેવો કહે. ૪૨. અર્થ જ્ઞાતા જો શેય પદાર્થરૂપે પરિણમતો હોય તો તેને ક્ષાયિકજ્ઞાન નથી જ જિનેન્દ્રોએ તેને કર્મને અનુભવનાર કહ્યો છે. उदयगदा कम्मंसा जिणवरवसहेहिं णियदिणा भणिया। . तेसु विमूढो रत्तो दुट्ठो वा बंधमणुभवदि॥४३॥ ભાખ્યાં જિને કર્મો ઉદયગત નિયમથી સંસારીને, તે કર્મ હોતાં મોહી-રાગી-દ્વેષી બંધ અનુભવે. ૪૩. અર્થ (સંસારી જીવને) ઉદયપ્રાપ્ત કશો (જ્ઞાનાવરણીયાદિ પુલકર્મના ભેદો) નિયમથી જિનવરવૃષભોએ કહ્યા છે. જીવ તે કર્મોશો હોતાં, મોહી, રાગી અથવા કેવી થયો થકો બંધને અનુભવે છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ठाणणिसेज्जविहारा धम्मुवदेसो य णियदयो तेसिं । अरहंताणं काले मायाचारो व्व इत्थीणं ॥ ४४ ॥ ધર્મોપદેશ, વિહાર, આસન, સ્થાન શ્રી અર્હતને, વર્તે સહજ તે કાળમાં, માયાચરણ જ્યમ નારીને. ૪૪. અર્થ : તે અર્હત ભગવંતોને તે કાળે ઊભા રહેવું, બેસવું, વિહાર અને ધર્મોપદેશ, સ્ત્રીઓને માયાચારની માફક, સ્વાભાવિક જ-પ્રયત્ન વિના જ-હોય છે. पुण्णफला अरहंता तेसिं किरिया पुणो हि ओदइया । मोहादीहिं विरहिया तम्हा सा खाइग त्ति मदा ॥ ४५ ॥ છે પુણ્યફળ અર્હત, ને અદ્વૈતકિરિયા ઉદયિકી; મોહાદિથી વિરહિત તેથી તે ક્રિયા ક્ષાયિક ગણી. ૪૫ અર્થ : અદ્ભુતભગવંતો પુણ્યના ફળવાળા છે અને તેમની ક્રિયા ઔદયિકી છે; મોહાદિકથી રહિત છે તેથી તે ક્ષાયિકી માનવામાં આવી છે. सो सुहव असुण हवदि आदा सयं सहावेण । संसारो विण विज्जदि सव्वेसिं जीवकायाणं ॥ ४६ ॥ આત્મા સ્વયં નિજ ભાવથી જો શુભ-અશુભ બને નહીં, તો સર્વ જીવનિકાયને સંસાર પણ વર્તે નહીં! ૪૬. અર્થ : જો એમ માનવામાં આવે કે આત્મા સ્વયં સ્વભાવથી (-પોતાના ભાવથી) શુભ કે અશુભ થતો નથી (અર્થાત્ શુભાશુભ ભાવે પરિણમતો જ નથી) તો સર્વ જીવનિકાયોને સંસાર પણ વિદ્યમાન નથી એમ ઠરે ! जं तक्कालियमिदरं जाणदि जुगवं समंतदो सव्वं । अत्थं विचित्तविसमं तं णाणं खाइयं भणियं ॥ ४७ ॥ સૌ વર્તમાન-અવર્તમાન, વિચિત્ર, વિષમ પદાર્થને યુગપદ સરવતઃ જાણતું, તે જ્ઞાન ક્ષાયિક જિન કહે. ૪૭. અર્થ : જે જ્ઞાન યુગપદ્ સર્વતઃ (સર્વ આત્મપ્રદેશેથી) તાત્કાલિક કે અતાત્કાલિક, વિચિત્ર(-અનેક પ્રકારના) અને વિષમ (મૂર્ત, અમૂર્ત આદિ અસમાન જાતિના) સર્વ પદાર્થોને જાણે છે, તે જ્ઞાનને ક્ષાયિક કહ્યું છે. जो ण विजाणदि जुगवं अत्थे तिक्कालिगे तिहुवणत्थे । णादुं तस्स ण सक्कं सपज्जयं दव्वमेगं वा ॥ ४८ ॥ Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ જાણે નહિ યુગપદ ત્રિકાળિક ત્રિભુવનસ્થ પદાર્થને, તેને સપર્યય એક પણ નહિ દ્રવ્ય જાણવું શક્ય છે. ૪૮. અર્થ : જે એકી સાથે સૈકાલિક ત્રિભુવનસ્થ (-ત્રણે કાળના અને ત્રણે લોકના) પદાર્થોને જાણતો નથી, તેને પર્યાય સહિત એક દ્રવ્ય પણ જાણવું શક્ય નથી. दव्वं अणंतपज्जयमेगमणंताणि दव्वजादाणि। ण विजाणदि जदि जुगवं किध सो सव्वाणि जाणादि॥४९॥ જો એક દ્રવ્ય અનંતપર્યય તેમ દ્રવ્ય અનંતને યુગપદ ન જાણે જીવ, તો તે કેમ જાણે સર્વને? ૪૯. અર્થ : જો અનંત પર્યાયવાળા એક દ્રવ્યને (-આત્મદ્રવ્યને) તથા અનંત દ્રવ્યસમૂહને યુગપદ જાણતો નથી તો તે (પુરુષ) સર્વને (-અનંત દ્રવ્યસમૂહને) કઈ રીતે જાણી શકે? (અર્થાત્ જે આત્મદ્રવ્યને ન જાણતો હોય તે સમસ્ત દ્રવ્યસમૂહને ન જાણી શકે.) उप्पज्जदि जदिणाणं कमसो अट्टे पडुच्च णाणिस्स। तं व हवदि णिचं ण खाइगं णेव सव्वगदं ॥५०॥ જે જ્ઞાન જ્ઞાની'નું ઊપજે ક્રમશઃ અરથ અવલંબીને, તો નિત્ય નહિ, ક્ષાયિક નહિ ને સર્વગત નહિ જ્ઞાન એ. ૫૦. અર્થ : જે આત્માનું જ્ઞાન ક્રમશઃ પદાર્થોને અવલંબીને ઉત્પન્ન થતું હોય તો તે (જ્ઞાન) નિત્ય નથી, ક્ષાયિક નથી, સર્વગત નથી. तिकालणिञ्चविसमं सयलं सव्वत्थ संभवं चित्तं। जुगवं जाणदि जोण्हं अहो हि णाणस्स माहप्पं ॥५१॥ નિત્ય વિષમ, વિધવિધ, સકળ પદાર્થગણ સર્વત્રનો, જિનાજ્ઞાન જાણે યુગપદે, મહિમા અહો એ જ્ઞાનનો! ૫૧. અર્થ: ત્રણે કાળે સદાય વિષમ (અસમાન જાતિના), સર્વક્ષેત્રના અને અનેક પ્રકારના સમસ્ત પદાર્થોને જિનદેવનું જ્ઞાન યુગપદ્ જાણે છે. અહો! જ્ઞાનનું માહાત્મ! ण वि परिणमदि ण गेण्हदि उप्पज्जदि णेव तेसु अढेसु। जाणण्णवि ते आदा अबंधगो तेण पण्णत्तो॥५२॥ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ તે અર્થરૂપ ન પરિણમે જીવ, નવ ગ્રહે, નવ ઊપજે, સૌ અર્થને જાણે છતાં, તેથી અબંધક જિન કહે. પર. અર્થ (કેવળજ્ઞાની) આત્મા પદાર્થોને જાણતો હોવા છતાં તે-રૂપે પરિણમતો નથી, તેમને ગ્રહતો નથી અને તે પદાર્થોરૂપે ઉત્પન્ન થતો નથી તેથી અબંધક કહ્યો છે. अत्थि अमुत्तं मुत्तं अदिदियं इंदियं च अत्थेसु। णाणं च तहा सोक्खं जं तेसु परं च तं णेयं ॥५३॥ અર્થોનું જ્ઞાન અમૂર્ત, મૂર્ત, અતીદ્રિને ઐયિ છે, છે સુખ પણ એવું જ, ત્યાં પરધાન જે તે ગ્રાહ્ય છે. ૫૩. અર્થ પદાર્થો સંબંધી જ્ઞાન અમૂર્ત કે મૂર્તિ, અતીન્દ્રિય કે ઐન્દ્રિય હોય છે, અને એ જ પ્રમાણે (અમૂર્ત કે મૂર્ત, અતીન્દ્રિય કે ઍન્દ્રિય) સુખ હોય છે. તેમાં જે પ્રધાન-ઉત્કૃષ્ટ છે તે ઉપાદેયપણે જાણવું. जंपेच्छदो अमुत्तं मुत्तेसु अदिदियं च पच्छण्णं। सयलं सगं च इदरं तं गाणं हवदि पच्चक्खं ॥५४॥ દેખે અમૂર્તિક, મૂર્તમાંય અતીદ્રિને, પ્રચ્છન્નને, તે સર્વને-પર કે સ્વકીયો, જ્ઞાન તે પ્રત્યક્ષ છે. ૫૪. અર્થ દેખનારનું જે જ્ઞાન અમૂર્તને, મૂર્ત પદાર્થોમાં પણ અતીન્દ્રિયને, અને પ્રચ્છન્નને એ બધાયને સ્વ તેમ જ પરને દેખે છે, તે જ્ઞાન પ્રત્યક્ષ છે. जीवो सयं अमुत्तो मुत्तिगदो तेण मुत्तिणा मुत्तं। ओगेण्हित्ता जोग्गं जाणदि वा तं ण जाणादि॥५॥ પોતે અમૂર્તિક જીવ મૂર્તશરીરગત એ મૂર્તથી, કદી યોગ્ય મૂર્તિ અવગ્રહી જાણે, કદીક જાણે નહીં. ૫૫. અર્થ સ્વયં અમૂર્ત એવો જીવ મૂર્ત શરીરને પ્રાપ્ત થયો થકો તે મૂર્ત શરીર વડે યોગ્ય મૂર્ત પદાર્થને અવગ્રહીને (-ઇન્દ્રિયગ્રહણયોગ્ય મૂર્ત પદાર્થનો અવગ્રહ કરીને) તેને જાણે છે અથવા નથી જાણતો (-કોઈ વાર જાણે છે અને કોઈ વાર નથી જાણતો). ૧. મતિજ્ઞાનથી કોઈ પદાર્થને જાણવાની શરૂઆત થતાં પ્રથમ જ અવગ્રહ થાય છે કારણ કે મતિજ્ઞાન અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા - એ કમથી જાણે છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ फासो रसो य गंधो वण्णो सद्दो य पोग्गला होति। अक्खाणं वे अक्खा जुगवं ते णेव गेण्हंति॥५६॥ રસ, ગંધ, સ્પર્શ વળી વરણ ને શબ્દ જે પૌદ્ગલિક તે છે ઇંદ્રિવિષયો, તેમનેય ન ઇંદ્રિયો યુગપદ ગ્રહે. ૫૬. અર્થ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ - કે જેઓ પુદ્ગલ છે તેઓ - ઇન્દ્રિયોના વિષયો છે. (પરંતુ) તે ઇન્દ્રિયો તેમને (પણ) યુગપ ગ્રહતી (જાણતી) નથી. परदव्वं ते अक्खा णेव सहावो त्ति अप्पणो भणिदा।। उवलद्धं तेहि कधं पच्चक्खं अप्पणो होदि॥५७॥ તે ઇન્દ્રિયો પરદ્રવ્ય, જીવસ્વભાવ ભાખી ન તેમને, તેનાથી જે ઉપલબ્ધ તે પ્રત્યક્ષ કઈ રીતે જીવને? ૧૭. અર્થ તે ઇન્દ્રિયો પરદ્રવ્ય છે, તેમને આત્માના સ્વભાવરૂપ કહી નથી, તેમના વડે જણાયેલું આત્માને પ્રત્યક્ષ કઈ રીતે હોય? जं परदो विण्णाणं तं तु परोक्खं ति भणिदमटेसु। जदि केवलेण णादं हवदि हि जीवेण पच्चक्खं ॥५८॥ અર્થો તણું જે જ્ઞાન પરતઃ થાય તેહ પરોક્ષ છે; જીવમાત્રથી જ જણાય જો, તો જ્ઞાન તે પ્રત્યક્ષ છે. ૫૮. અર્થ પર દ્વારા થતું જે પદાર્થો સંબંધી વિજ્ઞાન તે તો પરોક્ષ કહેવામાં આવ્યું છે, જો કેવળ જીવ વડે જ જાણવામાં આવે તો તે જ્ઞાન પ્રત્યક્ષ છે. जादं सयं समंतं णाणमणंतत्थवित्थडं विमलं। रहिदं तु ओग्गहादिहिं सुहं ति एगतियं भणिदं ॥५९॥ સ્વયમેવ જાત, સમત, અર્થ અનંતમાં વિસ્તૃત ને અવગ્રહ-ઈહાદિ રહિત, નિર્મળ જ્ઞાન સુખ એકાંત છે. ૫૯. અર્થ સ્વયં (પોતાથી જ) ઊપજતું, સમંત (અર્થાત્ સર્વ પ્રદેશથી જાણતું), અનંત પદાર્થોમાં વિસ્તૃત, વિમળ અને અવગ્રહાદિથી રહિત એવું જ્ઞાન એકાંતિક સુખ છે એમ (સર્વજ્ઞદેવે કહ્યું છે. जं केवलं ति णाणं तं सोक्खं परिणमं च सो चेव। खेदो तस्स ण भणिदो जम्हा घादी खयं जादा॥६०॥ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ જેજ્ઞાન કેવળ તેજસુખ, પરિણામ પણ વળી તેજછે; ભાખ્યો ને તેમાં ખેદ જેથી ઘાતિકર્મ વિનષ્ટ છે. ૬૦. અર્થ : જે કેવળ' નામનું જ્ઞાન છે તે સુખ છે. પરિણામ પણ તે જ છે. તેને ખેદ કહ્યો નથી (અર્થાત્ કેવળજ્ઞાનમાં સર્વદેવે ખેદ કહ્યો નથી, કારણ કે ઘાતિકર્મો ક્ષય પામ્યા છે. णाणं अत्यंतगयं लोयालोएसु वित्थडा दिट्ठी। गट्ठमणिष्टुं सव्वं इ8 पुण जं तु तं लद्धं ॥६१॥ અર્થાન્તગત છે જ્ઞાન, લોકાલોકવિસ્તૃત દષ્ટિ છે; છે નષ્ટ સર્વ અનિષ્ટ ને જે ઇષ્ટ તે સૌ પ્રાપ્ત છે. ૬૧. અર્થ જ્ઞાન પદાર્થોના પારને પામેલું છે અને દર્શન લોકાલોકમાં વિસ્તૃત છે; સર્વ અનિષ્ટ નાશ પામ્યું છે અને જે ઇષ્ટ છે તે સર્વ પ્રાપ્ત થયું છે. (તેથી કેવળ અર્થાત્ કેવળજ્ઞાન સુખસ્વરૂપ છે.) णो सद्दहति सोक्खं सुहेसु परमं ति विगदघादीणं। सुणिदूण ते अभव्वा भव्वा वा तं पडिच्छंति ॥६२॥ સૂણી ધાતિકર્મવિહીનનું સુખ સૌ સુખે ઉત્કૃષ્ટ છે', શ્રદ્ધ ન તેહ અભવ્ય છે, ને ભવ્ય તે સંમત કરે. ૬૨. અર્થ જેમના ઘાતિકર્મો નાશ પામ્યા છે તેમનું સુખ (સર્વ) સુખોમાં પરમ અર્થાતું ઉત્કૃષ્ટ છે' એવું વચન સાંભળીને જેઓ તેને શ્રદ્ધતા નથી તેઓ અભવ્ય છે; અને ભવ્યો તેનો સ્વીકાર (-આદર, શ્રદ્ધા) કરે છે. मणुआसुरामरिंदा अहिदुदा इंदिएहिं सहजेहिं। असहंता तं दुक्खं रमंति विसएसु रम्मेसु ॥६३॥ સુર-અસુર-નરપતિ પીડિત વર્તે સહજ ઇંદ્રિયો વડે, નવ સહી શકે તે દુઃખ તેથી રમ્ય વિષયોમાં રમે. ૬૩. અર્થ મનુષ્યન્દ્રો, અસુરેન્દ્રો અને સુરેન્દ્રો સ્વાભાવિક (અર્થાતુ પરોક્ષજ્ઞાનવાળાઓને જે સ્વાભાવિક છે એવી) ઇન્દ્રિયો વડે પીડિત વર્તતા થકા તે દુઃખ નહિ સહી શકવાથી રમ્ય વિષયોમાં રમે છે. जेसिं विसएसु रदी तेसिं दुक्खं वियाण सब्भावं। जइ तं ण हि सब्भावं वावारो णत्थि विसयत्थं ॥६४॥ Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ વિષયો વિષે રતિ જેમને, દુખ છે સ્વભાવિક તેમને; જો તે ન હોય સ્વભાવ તો વ્યાપાર નહિ વિષયો વિષે. ૬૪. અર્થ : જેમને વિષયોમાં રતિ છે, તેમને દુઃખ સ્વાભાવિક જાણો; કારણ કે જો દુઃખ (તેમનો) સ્વભાવન હોય તો વિષયાર્થે વ્યાપાર ન હોય. पप्पा इढे विसये फासेहिं समस्सिदे सहावेण। परिणममाणो अप्पा सयमेव सुहं ण हवदि देहो ॥६५॥ ઇન્દ્રિયસમાશ્રિત ઇષ્ટ વિષયો પામીને, નિજ ભાવથી જીવ પ્રણમતો સ્વયમેવ સુખરૂપ થાય, દેહ થતો નથી. ૬૫. અર્થ સ્પર્શનાદિક ઇન્દ્રિયો જેમનો આશ્રય કરે છે એવા ઈષ્ટ વિષયોને પામીને (પોતાના અશુદ્ધ) સ્વભાવે પરિણમતાં થકો આત્મા સ્વયમેવ સુખરૂપ (ઇન્દ્રિયસુખરૂપ) થાય છે, દેહ સુખરૂપ થતો નથી. एगंतेण हि देहो सुहं ण देहिस्स कुणदि सग्गे वा। विसयवसेण दु सोक्खं दुक्खं वा हवदि सयमादा॥६६॥ એકાંતથી સ્વર્ગીય દેહ કરે નહીં સુખ દેહીને, પણ વિષયવશ સ્વયમેવ આત્મા સુખ ના દુઃખ થાય છે. ૬૬. અર્થ : એકાંતે અર્થાત નિયમથી સ્વર્ગમાં પણ દેહ દેહીને (-આત્માને) સુખ કરતો નથી, પરંતુ વિષયોના વિશે સુખ અથવા દુઃખરૂપ સ્વયં આત્મા થાય છે. तिमिरहरा जइ दिट्ठी जणस्स दीवेण णत्थि कायव्वं । तह सोक्खं सयमादा विसया किं तत्थ कुव्वंति॥६७॥ જો દષ્ટિ પ્રાણીની તિમિરહર, તો કાર્ય છે નહિ દીપથી; જ્યાં જીવ સ્વયં સુખ પરિણમે, વિષયો કરે છે શું તહીં? ૬૭. અર્થ જો પ્રાણીની દષ્ટિ તિમિરનાશક હોય તો દીવાથી કાંઈ પ્રયોજન નથી અર્થાત્ દીવો કાંઈ કરતો નથી, તેમ જ્યાં આત્મા સ્વયં સુખરૂપ પરિણમે છે ત્યાં વિષયો શું કરે છે ? सयमेव जहादिच्चो तेजो उण्हो य देवदा णभसि। सिद्धो वि तहा णाणं सुहं च लोगे तहा देवो॥६८॥ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ જ્યમ આભમાં સ્વયમેવ ભાસ્કર ઉષ્ણ, દેવ, પ્રકાશ છે, સ્વયમેવ લોકે સિદ્ધ પણ ત્યમ જ્ઞાન, સુખને દેવ છે. ૬૪. અર્થ જેમ આકાશમાં સૂર્ય સ્વયમેવ તેજ, ઉષ્ણ અને દેવ છે, તેમ લોકમાં સિદ્ધભગવાન પણ (સ્વયમેવ) જ્ઞાન, સુખ અને દેવ છે. देवदजदिगुरुपूजासु चेव दाणम्मि वा सुसीलेसु। उववासादिसु रत्तो सुहोवओगप्पगो अप्पा॥६९॥ ગુરુ-દેવ-યતિપૂજા વિષે, વળી દાન ને સુશીલો વિષે, જીવ રકત ઉપવાસાદિકે, શુભ-ઉપયોગસ્વરૂપ છે. ૬૯. અર્થ દેવ, ગુરુ અને યતિની પૂજામાં, દાનમાં, સુશીલોમાં તથા ઉપવાસાદિકમાં રક્ત આત્મા શુભપયોગાત્મક છે. जुत्तो सुहेण आदा तिरियो वा माणुसो व देवो वा। भूदो तावदि कालं लहदि सुहं इंदियं विविहं ॥७०॥ શુભયુક્ત આત્મા દેવ ના તિર્યંચ વા માનવ બને; તે પર્યયે તાવત્સમય ઇંદ્રિયસુખ વિધવિધ લહે. ૭૦. અર્થ શુભોપયોગયુક્ત આત્મા તિર્યચ, મનુષ્ય અથવા દેવ થઈને, તેટલો કાળ વિવિધ ઇન્દ્રિયસુખ પામે છે. सोक्खं सहावसिद्धं णत्थि सुराणं पि सिद्धमुवदेसे। ते देहवेदणट्टा रमति विसएसु रम्मेसु ॥७१॥ સુરનેય સૌમ્ય સ્વભાવસિદ્ધ ન-સિદ્ધ છે આગમ વિષે; તે દેહવેદનથી પીડિત રમણીય વિષયોમાં રમે. ૭૧. અર્થ (જિનદેવના)ઉપદેશમાં સિદ્ધ છે કે - દેવોને પણ સ્વભાવનિષ્પન્ન સુખ નથી; તેઓ પંચેન્દ્રિયમય) દેહની વેદનાથી પીડિત હોવાથી રમ્ય વિષયોમાં રમે છે. णरणारयतिरियसुरा भजति जदि देहसंभवं दुक्खं। किह सो सुहो व असुहो उवओगो हवदि जीवाणं ॥७२॥ તિર્યંચ-નારક-સુર-નરો જો દેહગત દુખ અનુભવે, તો જીવનો ઉપયોગ એ શુભ કે અશુભ કઈ રીત છે? ૭૨. અર્થ મનુષ્યો, નારકો, તિર્યો અને દેવો (બધાંય) જો દેહોત્પન્ન દુઃખને અનુભવે છે, તો જીવોનો તે Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ (શુદ્ધોપયોગથી વિલક્ષણ - અશુદ્ધ) ઉપયોગ શુભ અને અશુભ - બે પ્રકારનો કઈ રીતે છે ? (અર્થાત્ નથી.) कुलीसाउहचकधरा सुहोवओगप्पगेहिं भोगेहिं । देहादीणं विद्धिं करेंति सुहिदा इवाभिरदा ॥ ७३ ॥ ચક્રી અને દેવેદ્ર શુભ-ઉપયોગમૂલક ભોગથી પુષ્ટિ કરે દેહાદિની, સુખી સમ દીસે અભિરત રહી. ૭૩. અર્થ : વજ્રધરો અને ચક્રધરો (-ઇન્દ્રો અને ચક્રવર્તીઓ) શુભોપયોગમૂલક (પુણ્યોના ફળરૂપ) ભોગો વડે દેહાદિની પુષ્ટિ કરે છે અને (એ રીતે) ભોગોમાં રત વર્તતા થકા સુખી જેવા ભાસે છે (માટે પુણ્યો વિદ્યમાન છે ખરાં). जदि संति हि पुण्णाणि य परिणामसमुब्भवाणि विविहाणि । जणयंति विसयतण्हं जीवाणं देवदंताणं ॥७४॥ પરિણામજન્ય અનેકવિધ જો પુણ્યનું અસ્તિત્વ છે, તો પુણ્ય એ દેવાન્ત જીવને વિષયતૃષ્ણોદ્ભવ કરે. ૭૪. અર્થ : (પૂર્વોક્ત ૨ તે) જો (શુભોપયોગરૂપ) પરિણામથી ઊપજતાં વિવિધ પુણ્યો વિદ્યમાન છે, તો તેઓ દેવો સુધીના જીવોને વિષયતૃષ્ણા ઉત્પન્ન કરે છે. पुण उदिता दुहिदा तण्हाहिं विसयसोक्खाणि । इच्छंति अणुभवंति य आमरणं दुक्खसंतत्ता ॥ ७५ ॥ તે ઉદિતતૃષ્ણ જીવો, દુઃખિત તૃષ્ણાથી, વિષયિક સુખને ઇચ્છે અને આમરણ દુઃખસંતમ તેને ભોગવે. ૭૫. અર્થ :વળી, જેમને તૃષ્ણા ઉદિત છે એવા તે જીવો તૃષ્ણાઓ વડે દુઃખી વર્તતા થકા, મરણપર્યંત વિષયસુખોને ઇચ્છે છે અને દુઃખથી સંતમ થયા થકા (-દુઃખદાહને નહિ સહી શકતા થકા) તેમને ભોગવે છે. सपरं बाधासहिदं विच्छिण्णं बंधकारणं विसमं । जं इंदिएहिं लद्धं तं सोक्खं दुक्खमेव तहा ॥ ७६ ॥ પરયુક્ત, બાધાસહિત, ખંડિત, બંધકારણ, વિષમ છે; જે ઇંદ્રિયોથી લબ્ધ તે સુખ એ રીતે દુઃખ જ ખરે. ૭૬. અર્થ : જે ઇન્દ્રિયોથી પ્રાપ્ત થાય છે, તે સુખ પરના સંબંધવાળું, બાધાસહિત, વિચ્છિન્ન, બંધનું કારણ અને વિષમ છે; એ રીતે તે દુઃખ જ છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ण हि मण्णदि जो एवं णत्थि विसेसो पुण्णपावाणं। हिंडदि घोरमपारं संसारं मोहसंछण्णो ॥ ७७॥ નહિ માનતો - એ રીત પુણ્ય પાપમાં ન વિશેષ છે, તે મોહથી આચ્છન્ન ઘોર અપાર સંસારે ભમે. ૭૭. અર્થ એ રીતે પુણ્ય અને પાપમાં તફાવત નથી એમ જે નથી માનતો, તે મહાચ્છાદિત વર્તતો કાકો ઘોર અપાર સંસારમાં પરિભ્રમણ કરે છે. एवं विदिदत्यो जो दव्वेसु ण रागमेदि दोसं वा। उवओगविसुद्धो सो खवेदि देहुब्भवं दुक्खं ॥ ७८॥ વિદિતાર્થ એ રીત, રાગદ્વેષ લહેન જે દ્રવ્યો વિષે, શુદ્ધોપયોગી જીવ તે ક્ષય દેહગત દુઃખનો કરે. ૭૮. અર્થ એ રીતે વસ્તુસ્વરૂપ જાણીને જે દ્રવ્યો પ્રત્યે રાગ કે દ્વેષને પામતો નથી, તે ઉપયોગવિશુદ્ધ વર્તતો થકો દેહોત્પન્ન દુઃખનો ક્ષય કરે છે. चत्ता पावारंभं समुट्ठिदो वा सुहम्मि चरियम्मि। ण जहदि जदि मोहादी ण लहदि सो अप्पगं सुद्धं ॥ ७९ ॥ જીવ છોડી પાપારંભને શુભ ચરિતમાં ઉઘત ભલે, જો નવ તજે મોહાદિને તો નવ લહે શુદ્ધાત્મને. ૭૯. અર્થ પાપારંભ છોડીને શુભ ચારિત્રમાં ઉઘત હોવા છતાં જો જીવ મોહાદિકને છોડતો નથી, તો તે શુદ્ધ આત્માને પામતો નથી. जो जाणदि अरहंतं दव्वत्तगुणत्तपज्जयत्तेहिं । सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयं ॥८॥ જે જાણતો અહંતને ગુણ, દ્રવ્ય ને પર્યયપણે, તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે. ૮૦. અર્થ : જે અહંતને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણે છે, તે પોતાના આત્માને જાણે છે અને તેનો મોહ અવશ્ય લય પામે છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ जीवो ववगदमोहो उवलद्धो तच्चमप्पणो सम्म। जहदि जदि रागदोसे सो अप्पाणं लहदि सुद्धं ॥८१॥ જીવ મોહને દૂર કરી, આત્મસ્વરૂપ સમ્યફ પામીને, જો રાગદ્વેષ પરિહરે તો પામતો શુદ્ધાત્મને. ૮૧. અર્થ : જેણે મોહને દૂર કર્યો છે અને આત્માના સમ્યક તત્વને (સાચા સ્વરૂપને) પ્રાપ્ત કર્યું છે એવો જીવ જો રાગદ્વેષને છેડે છે, તો તે શુદ્ધ આત્માને પામે છે. सव्वे वि य अरहंता तेण विधाणेण खविदकम्मंसा। किच्चा तधोवदेसं णिव्वादा ते णमो तेसिं ॥८२॥ અહંત સૌ કર્મો તણો કરી નાશ એ જ વિધિ વડે, ઉપદેશ પણ એમ જ કરી, નિવૃત્ત થયા; નમું તેમને. ૮૨. અર્થ બધાય અહંત ભગવંતો તે જ વિધિથી કર્માશોનો (-જ્ઞાનાવરણીયાદિ કર્મભેદોનો) ક્ષય કરીને તથા (અન્યને પણ) એ જ પ્રકારે ઉપદેશ કરીને મોક્ષ પામ્યા છે. તેમને નમસ્કાર હો. दव्वादिएसु मूढो भावो जीवस्स हवदि मोहो त्ति। खुभदि तेणुच्छण्णो पप्पा रागं व दोसं वा॥ ८३॥ દ્રવ્યાદિકે મૂઢ ભાવ વર્તે જીવને, તે મોહ છે; તે મોહથી આચ્છન્ન રાગી-દ્વેષી થઈ ક્ષોભિત બને. ૮૩. અર્થ જીવને દ્રવ્યાદિક વિષે જે મૂઢ ભાવ (-દ્રવ્યગુણપર્યાય વિષે જે મૂઢતારૂપ પરિણામ) તે મોહ છે; તેનાથી આચ્છાદિત વર્તતો થકો જીવ રાગ અથવા બ્રેષને પામીને ક્ષુબ્ધ થાય છે. मोहेण व रागेण व दोसेण व परिणदस्स जीवस्स। जायदि विविहो बंधो तम्हा ते संखवइदव्वा ॥ ८४॥ રે! મોહરૂપ વા રાગરૂપ વા ષપરિણત જીવને વિધવિધ થાયે બંધ, તેથી સર્વ તે ક્ષયયોગ્ય છે. ૮૪. અર્થ : મોહરૂપે, રાગરૂપે અથવા વેષરૂપે પરિણમતા જીવને વિવિધ બંધ થાય છે, તેથી તેમને (મોહ-રાગ-દ્વેષને) સંપૂર્ણ રીતે ક્ષય કરવા યોગ્ય છે. अढे अजधागहणं करुणभावो य तिरियमणुएसु। विसएसु य प्पसंगो मोहस्सेदाणि लिंगाणि॥८५॥ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ અર્થો તણું અયથાગ્રહણ, કરુણા મનુજ-તિર્યંચમાં, વિષયો તણો વળી સંગ, લિંગો જાણવાં આ મોહનાં.૮૫ અર્થ : પદાર્થનું અથાગ્રહણ (અર્થાત્ પદાર્થોને જેમ છે તેમ સત્ય સ્વરૂપેન માનતાં તેમના વિશે અન્યથા સમજણ) અને તિર્યચ-મનુષ્યો પ્રત્યે કરુણાભાવ, તથા વિષયોનો સંગ (અર્થાત્ ઈષ્ટ વિષયો પ્રત્યે પ્રીતિ અને અનિષ્ટ વિષયો પ્રત્યે અપ્રીતિ) -આ મોહના લિંગો છે. जिणसत्थादो अढे पञ्चक्खादीहिं बुज्झदो णियमा। खीयदि मोहोवचयो तम्हा सत्थं समधिदव्वं ॥८६॥ શાસ્ત્રો વડે પ્રત્યક્ષઆદિથી જાણતો જે અર્થને, તસુ મોહ પામે નાશ નિશ્ચય; શાસ્ત્ર સમધ્યયનીય છે. ૮૬. અર્થ :જિનશાસ્ત્ર દ્વારા પ્રત્યક્ષાદિ પ્રમાણોથી પદાર્થોને જાણનારને નિયમથી મોહોપચય ક્ષય પામે છે, તેથી શાસ્ત્ર સમ્યક પ્રકારે અભ્યાસવા યોગ્ય છે. ૧. મોહોપચય = મોહનો ઉપચય. (ઉપચય = સંચય, ઢગલો.) दव्वाणि गुणा तेसिं पज्जाया अट्ठसण्णया भणिया। तेसु गुणपज्जयाणं अप्पा दव्व त्ति उवदेसो॥ ८७॥ દ્રવ્યો, ગુણો ને પર્યયો સૌ ‘અર્થ' સંજ્ઞાથી કહ્યાં; ગુણ-પર્યયોનો આતમા છે દ્રવ્ય જિન-ઉપદેશમાં. ૮૭. અર્થ દ્રવ્યો, ગુણો અને તેમના પર્યાયો ‘અર્થ’ નામથી કહ્યાં છે. તેમાં, ગુણ-પર્યાયોનો આત્મ દ્રવ્ય છે (અર્થાતું. ગુણો અને પર્યાયોનું સ્વરૂપ - સત્ત્વ દ્રવ્ય જ છે, તેઓ ભિન્ન વસ્તુ નથી) એમ (જિનેન્દ્રનો) ઉપદેશ છે. जो मोहरागदोसे णिहणदि उवलब्भ जोण्हमुवदेसं । सो सव्वदुक्खमोक्खं पावदि अचिरेण कालेण॥८८॥ જે પામી જિન-ઉપદેશ હણતો રાગ-દ્વેષ-વિમોહને, તે જીવ પામે અલ્પ કાળે સર્વદુઃખવિમોક્ષને. ૮૮. અર્થ જે જિનના ઉપદેશને પામીને મોહ-રાગ-દ્વેષને હણે છે, તે અલ્પકાળમાં સર્વદુઃખથી મુક્ત થાય છે. णाणप्पगमप्पाणं परं च दव्वत्तणाहिसंबद्धं । जाणदि जदि णिच्छयदो जो सो मोहक्खयं कुणदि॥ ८९॥ Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ જે જ્ઞાનરૂપ નિજ આત્મને, પરને વળી નિશ્ચય વડે દ્રવ્યત્વથી સંબઇ જાણે, મોહનો ક્ષય તે કરે. ૮૯. અર્થ જે નિશ્ચયથી જ્ઞાનાત્મક એવા પોતાને અને પરને નિજ નિજ દ્રવ્યત્વથી સંબદ્ધ (સંયુક્ત) જાણે છે, તે મોહનો ક્ષય કરે છે. तम्हा जिणमग्गादो गुणेहिं आदं परं च दव्वेस। अभिगच्छदु णिम्मोहं इच्छदि जदि अप्पणो अप्पा॥९॥ તેથી યદિ જીવ ઇચ્છતો નિર્મોહતા નિજ આત્મને, જિનમાર્ગથી દ્રવ્યો મહીં જાણો સ્વ-પરને ગુણ વડે. ૯૦. અર્થ માટે (સ્વ-૨ના વિવેકથી મોહનો ક્ષય કરી શકાતો હોવાથી) જો આત્મા પોતાને નિર્મોહપણું ઇચ્છતો હોય, તો જિનમાર્ગ દ્વારા ગુણો વડે દ્રવ્યોમાં સ્વ અને પરને જાણો (અર્થાત્ જિનાગમ દ્વારા વિશેષ ગુણો વડે અનંત દ્રયોમાંથી આ સ્વ છે ને આ પર છે” એમ વિવેક કરો). सत्तासंबद्धेदे सविसेसे जो हि णेव सामण्णे। सद्दहदि ण सो समणो तत्तो धम्मो ण संभवदि ॥९१॥ શ્રામગ્યમાં સત્તામયી સવિશેષ આ દ્રવ્યો તણી શ્રદ્ધા નહિ, તે શ્રમણ ના, તેમાંથી ધર્મોભવ નહીં. ૯૧. અર્થ : જે (જીવ) કામણપણામાં આ સત્તાસંયુક્ત સવિશેષ પદાર્થોને શ્રદ્ધતો નથી, તે શ્રમણ નથી; તેનામાંથી ધર્મ ઉદ્ભવતો નથી (અર્થાત્ તે શ્રમણાભાસને ધર્મ થતો નથી). ૧. સત્તાસંયુક્ત = અસ્તિત્વવાળા. ૨. સવિશેષ = વિશેષ સહિત; તફાવતવાળા, ભેટવાળા; ભિન્નભિન્ન जो णिहदमोहदिट्ठी आगमकुसलो विरागचरियम्हि। अब्भुट्टिदो महप्पा धम्मो त्ति विसेसिदो समणो॥९२॥ આગમ વિષે કૌશલ્ય છે ને મોહદષ્ટિ વિનષ્ટ છે, વીતરાગ-ચરિતારૂઢ છે, તે મુનિ-મહાત્મા “ધર્મ છે. ૯૨. અર્થ : જે આગમમાં કુશળ છે, જેની મોહદષ્ટિ હણાઈ ગઈ છે અને જે વીતરાગચારિત્રમાં આરૂઢ છે, તે મહાત્મા શ્રમણને (શાસ્ત્રમાં) “ધર્મ કહેલ છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ૨. શેયતત્ત્વ - પ્રજ્ઞાપન अत्थो खलु दव्वमओ दव्वाणि गुणप्पगाणि भणिदाणि। तेहिं पुणो पज्जाया पज्जयमूढा हि परसमया॥९३॥ છે અર્થ દ્રવ્યસ્વરૂપ, ગુણ-આત્મક કહ્યાં છે દ્રવ્યને, વળી દ્રવ્ય-ગુણથી પર્યયો; પર્યાયમૂઢ પરસમય છે. ૯૩. અર્થ પદાર્થ દ્રવ્યસ્વરૂપ છે; દ્રવ્યો ગુણાત્મક કહેવામાં આવ્યા છે, અને વળી દ્રવ્ય તથા ગુણોથી પર્યાયો થાય છે. પર્યાયમૂઢ જીવો પરસમય (અથ મિશ્રાદષ્ટિ) છે. जे पज्जएसु णिरदा जीवा परसमयिग त्ति णिद्दिट्ठा। आदसहावम्मि ठिदा ते सगसमया मुणेदव्वा ॥९४ ॥ પર્યાયમાં રત જીવ જે તે ‘પરસમય' નિર્દિષ્ટ છે; આત્મસ્વભાવે સ્થિત જે તે ‘સ્વકસમય”જ્ઞાતવ્ય છે. ૯૪. અર્થ જે જીવો પર્યાયોમાં લીન છે તેમને પરસમય કહેવામાં આવ્યા છે, જે જીવો આત્મસ્વભાવમાં સ્થિત છે તે સ્વસમય જાણવા. अपरिच्चत्तसहावेणुप्पादव्वयधुवत्तसंबद्धं । गुणवं च सपज्जायं जं तं दव्वं ति वुच्चंति ॥९५॥ છોડ્યા વિના જ સ્વભાવને ઉત્પાદ-વ્યય-ધ્રુવયુક્ત છે, વળી ગુણ ને પર્યય સહિત જે, ‘દ્રવ્ય ભાખ્યું તેહને. ૯૫. અર્થ સ્વભાવને છોડ્યા વિના જે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસંયુક્ત છે તથા ગુણવાળું ને પર્યાય સહિત છે, તેને દ્રવ્ય કહે છે. सब्भावो हि सहावो गुणेहिं सगपज्जएहिं चित्तेहिं। दव्वस्स सव्वकालं उप्पादव्ययधुवत्तेहिं ॥ ९६ ॥ ઉત્પાદ-ધ્રૌવ્ય-વિનાશથી, ગુણ ને વિવિધ પર્યાયથી; અસ્તિત્વ દ્રવ્યનું સર્વદા જે, તેહ દ્રવ્યસ્વભાવ છે. ૯૬. Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ અર્થ : સર્વ કાળે ગુણો તથા અનેક પ્રકારના પોતાના પર્યાયો વડે તેમ જ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય વડે દ્રવ્યનું જે અસ્તિત્વ, તે ખરેખર સ્વભાવ છે. इह विविहलक्खणाणं लक्खणमेगं सदिति सव्वगयं । उवदिसदा खलु धम्मं जिणवरवसहेण पण्णत्तं ॥ ९७ ॥ વિધવિધલક્ષણીનું સરવ-ગત ‘સત્ત્વ’ લક્ષણ એક છે, -એ ધર્મને ઉપદેશતા જિનવરવૃષભ નિર્દિષ્ટ છે. ૯૭. અર્થ :ધર્મને ખરેખર ઉપદેશતા 'જિનવરવૃષભે આ વિશ્વમાં વિવિધ લક્ષણવાળા (ભિન્ન ભિન્ન સ્વરૂપ અસ્તિત્વવાળં સર્વ) દ્રવ્યોનું, સત્ એવું ‘સર્વગત લક્ષણ (સાદશ્ય-અસ્તિત્વ) એક કહ્યું છે. ૧. જિનવરવૃષભ = જિનવરોમાં શ્રેષ્ઠ; તીર્થંકર. ૨. સર્વગત = સર્વમાં વ્યાપનારું. दव्वं सहावसिद्धं सदिति जिणा तच्चदो समक्खादा । सिद्धं तथ आगमदो नेच्छदि जो सो हि परसमओ ॥ ९८ ॥ દ્રવ્યો સ્વભાવે સિદ્ધ ને ‘સત્’ - તત્ત્વતઃ શ્રી જિનો કહે; એ સિદ્ધ છે આગમ થકી, માને ન તે પરસમય છે. ૯૮. અર્થ ઃદ્રવ્ય સ્વભાવથી સિદ્ધ અને (સ્વભાવથી જ) ‘સત્’ છે એમ જિનોએ તત્ત્વતઃ કહ્યું છે; એ પ્રમાણે આગમ દ્વારા સિદ્ધ છે; જે ન માને તે ખરેખર પરસમય છે. सदवट्ठिदं सहावे दव्वं दव्वस्स जो हि परिणामो । अत्थेसु सो सहावो ठिदिसंभवणाससंबद्धो ।। ९९॥ દ્રવ્યો સ્વભાવ વિષે અવસ્થિત, તેથી ‘સત્’ સૌ દ્રવ્ય છે; ઉત્પાદ-ધ્રૌવ્ય-વિનાશયુત પરિણામ દ્રવ્યસ્વભાવ છે. ૯૯. અર્થ :સ્વભાવમાં `અવસ્થિત (હોવાથી) દ્રવ્ય ‘સત્’ છે; દ્રવ્યનો જે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સહિત પરિણામ તે પદાર્થોનો સ્વભાવ છે. ૧. અવસ્થિત = રહેલું; ટકેલું. भवो भंगविहीणो भंगो वा णत्थि संभवविहीणो । उप्पादो विय भंगो ण विणा धोव्वेण अत्थेण ॥ १०० ॥ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ઉત્પાદ ભંગ વિના નહીં, સંહાર સર્ગ વિના નહીં; ઉત્પાદ તેમ જ ભંગ, ધ્રૌવ્ય-પદાર્થ વિણ વર્તે નહીં. ૧૦). અર્થ ઉત્પાદ 'ભંગ વિનાનો હોતો નથી અને ભંગ ઉત્પાદ વિનાનો હોતો નથી; ઉત્પાદ તેમ જ ભંગ ધ્રૌવ્ય પદાર્થ વિના હોતાં નથી. ૧. ભંગ = નાશ; વ્યય. उप्पादट्ठिदिभंगा विजंते पज्जएसु पज्जाया। दव्वे हि संति णियदं तम्हा दव्वं हवदि सव्वं ॥१०१॥ ઉત્પાદ તેમ જ ધ્રૌવ્ય ને સંહાર વર્તે પર્યયે, ને પર્યયો દ્રવ્ય નિયમથી, સર્વ તેથી દ્રવ્ય છે. ૧૦૧. અર્થ :ઉત્પાદ, સ્થિતિ અને ભંગ પર્યાયોમાં વર્તે છે; પર્યાયો નિયમથી દ્રવ્યમાં હોય છે, તેથી (તે) બધુંય દ્રવ્ય છે. समवेदं खलु दव्वं संभवठिदिणाससण्णिदतुहिं। एक्कम्मि चेव समये तम्हा दव्वं खु तत्तिदयं ॥१०२॥ ઉત્પાદ-ધ્રૌવ્ય-વિનાશસંક્ષિત અર્થ સહ સમવેત છે, એક જ સમયમાં દ્રવ્ય નિશ્ચય, તેથી એ ત્રિક દ્રવ્ય છે. ૧૦૨. અર્થ દ્રવ્ય એક જ સમયમાં ઉત્પાદ, સ્થિતિ અને નાશ નામના અર્થો સાથે ખરેખર સમવેત (એકમેક) છે; તેથી એ ત્રિક ખરેખર દ્રવ્ય છે. ૧. અર્થો = પદાર્થો. (૮૭ મી ગાથામાં સમજાવ્યા પ્રમાણે પર્યાય પણ એક અર્થ છે.) ૨. સમવેત = સમવાયવાળું; તાદાભ્યપૂર્વક જોડાયેલું; એકમેક. ૩. ત્રિક = ત્રણનો સમુદાય. (ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણેનો સમુદાય ખરેખર દ્રવ્ય જ છે.) पाडुब्भवदि य अण्णो पज्जाओ पज्जओ वयदि अण्णो। दव्वस्स तं पि दव्वं णेव पणटुंण उप्पण्णं ॥१०३॥ ઊપજે દરવનો અન્ય પર્યય, અન્ય કો વિણસે વળી, પણ દ્રવ્ય તો નથી નષ્ટ કે ઉત્પન્ન દ્રવ્ય નથી તહીં. ૧૮૩. અર્થ દ્રવ્યનો અન્ય પર્યાય ઉત્પન્ન થાય છે અને કોઈ અન્ય પર્યાય નષ્ટ થાય છે; પરંતુ દ્રવ્ય તો નષ્ટ પણ નથી, 1 ઉત્પન્ન પણ નથી (ધ્રુવ છે). Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ परिणमदि सयं दव्वं गुणदो य गुणंतरं सदविसिटुं। तम्हा गुणपज्जाया भणिया पुण दव्वमेव त्ति॥१०४ ॥ અવિશિષ્ટસત્ત્વ સ્વયં દરવ ગુણથી ગુણાંતર પરિણમે, તેથી વળી દ્રવ્ય જ કહ્યા છે સર્વગુણપર્યાયને. ૧૦૪. અર્થ સત્તા-અપેક્ષાએ અવિશિષ્ટપણે, દ્રવ્ય પોતે જ ગુણમાંથી ગુણાંતરે પરિણમે છે (અર્થાત્ દ્રવ્ય પોતે જ એક ગુણપર્યાયમાંથી અન્ય ગુણપર્યાય પરિણમે છે અને તેની સત્તા ગુણપર્યાયોની સત્તા સાથે અવિશિષ્ટ - અભિન્ન - એક જ રહે છે), તેથી વળી ગુણપર્યાયો દ્રવ્ય જ કહેવામાં આવ્યા છે. ण हवदि जदि सद्दव्वं असद्धव्वं हवदितं कहं दव्वं । हवदि पुणो अण्णं वा तम्हा दव्वं सयं सत्ता॥१०५॥ જોદ્રવ્ય હોયનસ, ઠરે જઅસતુ, બને ક્યમ દ્રવ્ય એ? વા ભિન્ન ઠરતું સત્ત્વથી! તેથી સ્વયં તે સત્ત્વ છે. ૧૦૫. અર્થ જો દ્રવ્ય(સ્વરૂપથી જ) સત્ન હોય તો (૧) નક્કી તે અતુ હોય; જે અસતુ હોય તે દ્રવ્ય કેમ હોઈ શકે? અથવા (જો અસત્ ન હોય) તો (૨) તે સત્તાથી અન્ય (જુદુ) હોય! (તે પણ કેમ બને ?) માટે દ્રવ્ય પોતે જ સત્તા છે. पविभत्तपदेसत्तं पुधत्तमिदि सासणं हि वीरस्स। अण्णत्तमतब्भावो ण तब्भवं होदि कधमेगं॥१०६॥ જિન વીરનો ઉપદેશ એમ - પૃથક્વ ભિન્નપ્રદેશતા, અન્યત્વ જાણ અતત્પણું; નહિ તેપણે તે એક ક્યાં? ૧૦૬. અર્થ વિભક્તપ્રદેશવ તે પૃથકત્વ છે એમ વીરનો ઉપદેશ છે. અતભાવ (અતત્પણું અર્થાત્ તે-પણે નહિ હોવું) તે અન્યત્વ છે. જે તે-પણે ન હોય તે એક કેમ હોય? (કથંચિત્ સત્તા દ્રવ્યપણે નથી અને દ્રવ્ય સત્તાપણે નથી માટે તેઓ એક નથી.) सद्दव्वं सच्च गुणो सच्चेव य पज्जओ त्ति वित्थारो। जो खलु तस्स अभावो सो तदभावो अतब्भावो॥१०७॥ ‘સત્ દ્રવ્ય’, ‘સત્ પર્યાય', ‘સત્ ગુણ” - સત્ત્વનો વિસ્તાર છે; નથી તે-પણે અન્યોન્ય તેહ અતત્પણું જ્ઞાતવ્ય છે. ૧૦૭. અર્થ “સ દ્રવ્ય’, ‘સતુ ગુણ’ અને ‘સતુ પર્યાય' એમ (સત્તાગુણનો) વિસ્તાર છે. તેમને પરસ્પર) જે Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ તેનો અભાવ અર્થાત્ તે-પણે હોવાનો અભાવ છે તે ‘ત અભાવ” એટલે કે બતભાવ” છે. जंदव्वं तं ण गुणो जो वि गुणो सो ण तच्चमत्थादो। एसो हि अतब्भावो णेव अभावो त्ति णिद्दिट्ठो॥१०८॥ સ્વરૂપે નથી જે દ્રવ્ય તે ગુણ, ગુણ તે નહિ દ્રવ્ય છે, -આને અતત્પણું જાણવું, ન અભાવને; ભાખ્યું જિને. ૧૦૮. અર્થ સ્વરૂપ-અપેક્ષાએ જે દ્રવ્ય છે તે ગુણ નથી અને જે ગુણ છે તે દ્રવ્ય નથી, આ અદ્ભાવ છે; સર્વથા અભાવ તે અદ્ભાવ નથી; આમ (જિનેન્દ્ર દ્વારા) દર્શાવવામાં આવ્યું છે. जो खलु दव्वसहावो परिणामो सो गुणो सदविसिट्ठो। सदवह्रिदं सहावे दव्वं त्ति जिणोवदेसोयं ॥ १०९॥ પરિણામ દ્રવ્યસ્વભાવ જે, તે ગુણ સત્” -અવિશિષ્ટ છે; ‘દ્રવ્યો સ્વભાવે સ્થિત સત્ છે” –એ જ આ ઉપદેશ છે. ૧૦૯. અર્થ : જે, દ્રવ્યના સ્વભાવભૂત (ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક) પરિણામ છે તે (પરિણામ સહુથી અવિશિષ્ટ (સત્તાથી કોઈ જુદો નહિ એવો) ગુણ છે. “સ્વભાવમાં અવસ્થિત હોવાથી) દ્રય સત્ છે' એવો જે (૯૯મી ગાથામાં કહેલો)જિનોપદેશ તે જ આ છે (અર્થાત્ ૦૯મી ગાથાના કથનમાંથી આ ગાથામાં કહેલો ભાવ સહેજે નીકળે છે). णत्थि गुणो त्ति व कोई पजाओ त्तीह वा विणा दव्वं । दव्वत्तं पुण भावो तम्हा दव्वं सयं सत्ता॥११०॥ પર્યાય કે ગુણ એવું કોઈન દ્રવ્ય વિણ વિષે દીસે; દ્રવ્યત્વ છે વળી ભાવ; તેથી દ્રવ્ય પોતે સત્ત્વ છે. ૧૧૦). અર્થ આ વિશ્વમાં ગુણ એવું કોઈ કે પર્યાય એવું કોઈ, દ્રવ્ય વિના (-દ્રવ્યથી જુદું) હોતું નથી, અને દ્રવ્યત્વ તે ભાવ છે (અર્થાત્ અસ્તિત્વ તે ગુણ છે); તેથી દ્રવ્ય પોતે સત્તા (અર્થાત્ અસ્તિત્વ) છે. एवं विहं सहावे दव्वं दव्वत्थपज्जयत्येहिं। सदसब्भावणिबद्धं पादुब्भावं सदा लभदि ॥१११॥ આવું દરવ દ્રવ્યાર્થ-પર્યાયાર્થથી નિજભાવમાં સદ્ભાવ-અણસદ્ભાવયુત ઉત્પાદને પામે સદા. ૧૧૧ Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ અર્થ આવું (પૂર્વોક્ત) દ્રવ્ય સ્વભાવમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનયો વડે સદ્ભાવસંબદ્ધ અને અસદ્ભાવસંબદ્ધ ઉત્પાદને સદા પામે છે. जीवो भवं भविस्सदि णरोऽमरो वा परो भवीय पुणो। किं दव्वत्तं पजहदि ण जहं अण्णो कहं होदि॥११२॥ જીવ પરિણમે તેથી નરાદિક એ થશે; પણ તે-રૂપે શું છોડતો દ્રવ્યત્વને ? નહિ છોડતો ક્યમ અન્ય એ? ૧૧૨. અર્થ જીવ પરિણમતો હોવાથી મનુષ્ય, દેવ અથવા બીજું કાંઈ (-તિર્યંચ, નારક કે સિદ્ધ) થશે. પરંતુ મનુષ્યદેવાદિક થઈને શું તે દ્રવ્યપણાને છોડે છે? નહિ છોડતો થકો તે અન્ય કેમ હોય? (અર્થાત્ તે અન્ય નથી, તેનો તે જ છે.) मणुवो ण होदि देवो देवो वा माणुसो व सिद्धो वा। एवं अहोज्जमाणो अणण्णभावं कधं लहदि॥११३॥ માનવનથી સુર, સુર પણ નહિ મનુજ કે નહિ સિદ્ધ છે; એ રીત નહિ હોતો થકો યમ તે અનન્યપણું ધરે? ૧૧૩. અર્થ મનુષ્ય તે દેવ નથી, અથવા દેવ તે મનુષ્ય કે સિદ્ધ નથી; એમ નહિ હોતો થકો અનન્ય કેમ હોય? दव्वट्ठिएण सव्वं दव्वं तं पज्जयट्ठिएण पुणो। हवदि य अण्णमणण्णं तकाले तम्मयत्तादो॥११४॥ દ્રવ્યાર્થિક બધું દ્રવ્ય છે; ને તે જ પર્યાયાર્થિક છે અન્ય, જેથી તે સમય તરૂપ હોઈ અનન્ય છે. ૧૧૪. અર્થ દ્રવ્યાર્થિક (નય) વડે સઘળું દ્રવ્ય છે; અને વળી પર્યાયાર્થિક (નય) વડે તે (દ્રવ્ય) અન્ય-અન્ય છે, કારણ કે તે કાળે તન્મય હોવાને લીધે (દ્રવ્ય પર્યાયોથી) અનન્ય છે. अत्थि त्ति य णत्थि त्ति य हवदि अवत्तव्वमिदि पुणो दव्वं । पज्जाएण दु केण वि तदुभयमादिट्ठमण्णं वा ॥ ११५ ॥ અસ્તિ, તથા છે નાસ્તિ, તેમ જ દ્રવ્ય આણવક્તવ્ય છે, વળી ઉભય કો પર્યાયથી, વા અન્યરૂપ કથાય છે. ૧૧૫. અર્થ દ્રવ્ય કોઈ પયયથી “અસ્તિ', કોઈ પર્યાયથી ‘નાસ્તિ' અને કોઈ પર્યાયથી “અવક્તવ્ય છે; વળી કોઈ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ પર્યાયથી ‘અસ્તિ-નાસ્તિ’ અથવા કોઈ પર્યાયથી અન્ય ત્રણ ભંગરૂપ કહેવામાં આવે છે. सो तिथि कोई ण णत्थि किरिया सहावणिव्वत्ता । किरिया हि णत्थि अफला धम्मो जदि णिष्फलो परमो ॥ ११६ ॥ નથી ‘આ જ’ એવો કોઈ, જ્યાં કિરિયા સ્વભાવ-નિપન્નછે; કિરિયા નથી ફળહીન, જો નિષ્ફળ ધરમ ઉત્કૃષ્ટ છે. ૧૧૬. અર્થ : (મનુષ્યાદિપર્યાયોમાં) ‘આ જ’ એવો કોઈ (શાશ્વત પર્યાય) નથી; (કારણ કે સંસારી જીવને) સ્વભાવનિષ્પન્ન ક્રિયા નથી એમ નથી (અર્થાત્ વિભાવસ્વભાવથી નીપજતી રાગદ્વેષમય ક્રિયા અવશ્ય છે). અને જો પરમ ધર્મ અફળ છે તો ક્રિયા જરૂર અફળ નથી (અર્થાત્ એક વીતરાગ ભાવ જ મનુષ્યાદિપર્યાયોરૂપ ફળ ઉપજાવતો નથી, રાગદ્વેષમય ક્રિયા તો અવશ્ય તે ફળ ઉપજાવું છે). कम्मं णामसमक्खं सभावमध अप्पणो सहावेण । अभिभूय णरं तिरियं णेरइयं वा सुरं कुणदि ॥ ११७ ॥ નામાખ્ય કર્મ સ્વભાવથી નિજ જીવદ્રવ્ય-સ્વભાવને અભિભૂત કરી તિર્યંચ, દેવ, મનુષ્ય વા નારક કરે. ૧૧૭. અર્થ : ત્યાં, ‘નામ’ સંજ્ઞાવાળું કર્મ પોતાના સ્વભાવ વડે જીવના સ્વભાવનો પરાભવ કરીને, મનુષ્ય, તિર્યંચ, નારક અથવા દેવ (-એ પર્યાયોને) કરે છે. णरणारयतिरियसुरा जीवा खलु णामकम्मणिव्वत्ता। ण हि ते लद्धसहावा परिणममाणा सकम्माणि ॥ ११८ ॥ તિર્યંચ-સુર-નર-નારકી જીવ નામકર્મ-નિપન્ન છે; નિજ કર્મરૂપ પરિણમનથી જ સ્વભાવલબ્ધિ ન તેમને. ૧૮. અર્થ : મનુષ્ય, નારક, તિર્યંચ ને દેવરૂપ જીવો ખરેખર નામકર્મથી નિષ્પન્ન છે.ખરેખર તેઓ પોતાના કર્મરૂપે પરિણમતા હોવાથી તેમને સ્વભાવની ઉપલબ્ધિ નથી. जायदि णेव ण णस्सदि खणभंगसमुब्भवे जणे कोई । जो हि भवो सो विलओ संभवविलय त्ति ते णाणा ॥ ११६ ॥ નહિ કોઈ ઊપજે વિણસે ક્ષણભંગસંભવમય જગે, કારણ જનમ તે નાશ છે; વળી જન્મ-નાશ વિભિન્ન છે. ૧૧૯. Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ અર્થ ક્ષણે ક્ષણે ઉત્પાદને વિનાશવાળા જીવલોકમાં કોઈ ઉત્પન્ન થતું નથી ને નાશ પામતું નથી, કારણ કે જે ઉદ્ભવ છે તે જ વિલય છે; વળી ઉદ્ભવ અને વિલય એમ તેઓ અનેક (અર્થાત્ ભિન્ન) પણ છે. तम्हा दुणत्थि कोई सहावसमवट्ठिदो त्ति संसारे। संसारो पुण किरिया संसरमाणस्स दव्वस्स ॥ १२० ॥ તેથી સ્વભાવે સ્થિર એવું ન કોઈ છે સંસારમાં; સંસાર તો સંસરણ કરતા દ્રવ્ય કેરી છે ક્રિયા. ૧૨૦ અર્થ તેથી સંસારમાં સ્વભાવથી અવસ્થિત એવું કોઈ નથી (અર્થાત સંસારમાં કોઈનો સ્વભાવ કેવળ એકરૂપ રહેવાનો નથી); સંસાર તો સંસરણ કરતા દ્રવ્યની ક્રિયા છે. ૧. સંસરણ કરવું = ગોળ ફર્યા કરવું; પલટાયા કરવું. आदा कम्ममलिमसो परिणाम लहदि कम्मसंजुत्तं। तत्तो सिलिसदि कम्मं तम्हा कम्मं तु परिणामो॥१२१॥ કર્મે મલિન જીવ કર્મસંયુત પામતો પરિણામને, તેથી કરમ બંધાય છે, પરિણામ તેથી કર્મ છે. ૧૨૧. અર્થ કર્મથી મલિન આત્મા કર્મસંયુક્ત પરિણામને (-દ્રવ્યકર્મના સંયોગે થતા અશુદ્ધ પરિણામને) પામે છે, તેથી કર્મ ચોટે છે(દ્રવ્યકર્મ બંધાય છે); માટે પરિણામ તે કર્મ છે. परिणामो सयमादा सा पुण किरिय त्ति होदि जीवमया। किरिया कम्म त्ति मदा तम्हा कम्मस्स ण दु कत्ता॥१२२॥ પરિણામ પોતે જીવ છે, ને છે ક્રિયા એ જીવમયી; કિરિયા ગણી છે કર્મ; તેથી કર્મનો કર્તા નથી. ૧૨૨. અર્થ પરિણામ પોતે આત્મા છે, અને તે જીવમયી ક્રિયા છે; ક્રિયાને કર્મ માનવામાં આવી છે; માટે આત્મા દ્રવ્યકર્મનો કર્તા તો નથી. परिणमदि चेदणाए आदा पुण चेदणा तिधाभिमदा। सा पुण णाणे कम्मे फलम्मि वा कम्मणो भणिदा॥१२३॥ જીવ ચેતનારૂપ પરિણમે; વળી ચેતના ત્રિવિધા ગણી; તે જ્ઞાનવિષયક, કર્મવિષયક, કર્મફળવિષયક કહી. ૧૨૩. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ અર્થ આત્મા ચેતનારૂપે પરિણમે છે. વળી ચેતના ત્રણ પ્રકારે માનવામાં આવી છે, અને તેને જ્ઞાન સંબંધી, કર્મ સંબંધી અથવા કર્મના ફળ સંબંધી - એમ કહેવામાં આવી છે. णाणं अट्ठवियप्पो कम्मं जीवेण जं समारद्धं । तमणेगविधं भणिदं फलं ति सोक्खं व दुक्खं वा॥१२४ ॥ છે “જ્ઞાન” અર્થવિકલ્પ, ને જીવથી કરાતું કર્મ છે, -તે છે અનેક પ્રકારનું, ફળ’ સૌખ્ય અથવા દુઃખ છે. ૧૨૪. અર્થ અર્થવિકલ્પ (અર્થાત્ સ્વ-પર પદાર્થોનું ભિન્નતાપૂર્વક યુગપ અવભાસન) તે જ્ઞાન છે; જીવ વડે જે કરાતું. હોય તે કર્મ છે, તે અનેક પ્રકારનું છે; સુખ અથવા દુઃખ તે કર્મફળ કહેવામાં આવ્યું છે. अप्पा परिणामप्पा परिणामो णाणकम्मफलभावी। तम्हा णाणं कम्मं फलं च आदा मुणेदव्यो॥१२५ ॥ પરિણામ-આત્મક જીવ છે, પરિણામ જ્ઞાનાદિક બને; તેથી કરમફળ, કર્મ તેમ જ જ્ઞાન આત્મા જાણજે. ૧૨૫. અર્થ આત્મા પરિણામાત્મક છે, પરિણામ જ્ઞાનરૂપ, કર્મરૂપ અને કર્મફળરૂપ થાય છે. તેથી જ્ઞાન, કર્મ અને કર્મફળ આત્મા છે એમ જાણવું. कत्ता करणं कम्मं फलं च अप्प त्ति णिच्छिदो समणो। परिणमदि णेव अण्णं जदि अप्पाणं लहदि सुद्धं ॥ १२६ ॥ ‘કર્તા, કરમ, ફળ, કરણ જીવ છે” એમ જો નિશ્ચય કરી મુનિ અન્યરૂપ નવ પરિણમે, પ્રાપ્તિ કરે શુદ્ધાત્મની. ૧૨૬. અર્થ જો શ્રમણ કર્તા, કરણ, કર્મ અને કર્મફળ આત્મા છે' એવા નિશ્ચયવાળો થયો થકો અન્યરૂપે ન જ પરિણમે, તો તે શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરે છે. दव्वं जीवमजीवं जीवो पुण चेदणोवओगमओ। पोग्गलदव्वप्पमुहं अचेदणं हवदि य अज्जीवं ॥ १२७॥ છે દ્રવ્ય જીવ, અજીવ, ચિત-ઉપયોગમય તે જીવ છે; પુદ્ગલપ્રમુખ જે છે અચેતન દ્રવ્ય, તેહ અજીવ છે. ૧૨૭. અર્થ દ્રવ્ય જીવ અને અજીવ છે. ત્યાં, ચેતના-ઉપયોગમય (ચેતનામય તથા ઉપયોગમય) ને જીવ છે અને પુદ્ગલ દ્રવ્યાદિક અચેતન દ્રવ્યો તે અજીવ છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ पोग्गलजीवणिबद्धो धम्माधम्मत्थिकायकालड्डो। वट्टदि आगासे जो लोगो सो सव्वकाले दु॥१२८॥ આકાશમાં જે ભાગ ધર્મ-અધર્મ-કાળ સહિત છે, જીવ-પુદ્ગલોથી યુક્ત છે, તે સર્વકાળે લોક છે. ૧૨૮. અર્થ આકાશમાં ૪ ભાગ જીવને પુગલથી સંયુક્ત તથા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય ને કાળથી સમૃદ્ધ છે, તે સર્વ કાળે લોક છે. (બાકીનું એકલું આકાશ તે અલોક છે.) उप्पादट्ठिदिभंगा पोग्गलजीवप्पगस्स लोगस्स। परिणामादो जायंते संघादादो व भेदादो ॥१२९ ॥ ઉત્પાદ, વ્યય ને ધ્રુવતા જીવપુલાત્મક લોકને પરિણામ દ્વારા, ભેદ વા સંઘાત દ્વારા થાય છે. ૧૨૯. અર્થ પુગલ-જીવાત્મક લોકને પરિણામ દ્વારા અને સંઘાત વા ભેદ દ્વારા ઉત્પાદ, ધ્રૌવ્ય ને વિનાશ થાય છે. ૧. સંઘાત = ભેગા મળવું તે; એકઠા થવું તે; મિલન. ૨. ભેદ છૂટા પડવું તે; વિખૂટા થવું તે. लिंगेहिं जेहिं दव्वं जीवमजीवं च हवदि विण्णादं। तेऽतब्भावविसिट्ठा मुत्तामुता गुणा णेया॥१३०॥ જે લિંગથી દ્રવ્યો મહીં ‘જીવ” “અજીવ’ એમ જણાય છે, તે જાણ મૂર્ત-અમૂર્ત ગુણ, અતત્પણાથી વિશિષ્ટ જે. ૧૩૦. અર્થ : જે લિંગો વડ દ્રવ્ય જીવ અને અજીવ તરીકે જણાય છે, તે અતભાવવિશિષ્ટ (-દ્રવ્યથી અતદ્ભાવ વડે ભિન્ન એવા) મૂર્ત-અમૂર્ત ગુણો જાણવા. मुत्ता इंदियगेज्झा पोग्गलदव्वप्पगा अणेगविधा। दव्वाणममुत्ताणं गुणा अमुत्ता मुणेदव्वा ॥१३१॥ ગુણ મૂર્ત ઇદ્રિયગ્રાહ્ય તે પુદ્ગલમયી બહુવિધ છે; દ્રવ્યો અમૂર્તિક જેહ તેના ગુણ અમૂર્તિક જાણજે. ૧૩૧. અર્થ ઈન્દ્રિયગ્રાહ્ય એવા મૂર્ત ગુણો પુદ્ગલદ્રાવ્યાત્મક અનેકવિધ છે; અમૂર્ત દ્રવ્યોના ગુણો અમૂર્ત જાણવા. वण्णरसगंधफासा विजंते पोग्गलस्स सुहमादो। पुढवीपरियंतस्स य सद्दो सो पोग्गलो चित्तो॥१३२॥ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ છે વર્ગ તેમ જ ગંધ વળી રસ-સ્પર્શ પુદ્ગલદ્રવ્યને, -અતિસૂક્ષ્મથી પૃથ્વી સુધી; વળી શબ્દપુદ્ગલ, વિવિધજે. ૧૩૨. અર્થ વર્ણ, રસ, ગંધ ને સ્પર્શ (એ ગુણો) સૂક્ષ્મથી માંડીને પૃથ્વી પર્વતના (સર્વ) પુગલને હોય છે, જે વિવિધ પ્રકારનો શબ્દ તે પુગલ અર્થાત્ પૌદ્ગલિક પર્યાય છે. आगासस्सवगाहो धम्मदव्वस्स गमणहेदुत्तं । धम्मेदरदव्वस्स दु गुणो पुणो ठाणकारणदा॥ १३३॥ कालस्स वट्टणा से गुणोवओगो त्ति अप्पणो भणिदो। णेया संखेवादो गुणा हि मुत्तिप्पहीणाणं ॥१३४ ॥ जुगलं । અવગાહ ગુણ આકાશનો, ગતિ હેતુતા છે ધર્મનો, વળી સ્થાનકારણતારૂપી ગુણ જાણ દ્રવ્ય અધર્મનો. ૧૩૩. છે કાળનો ગુણ વર્તના, ઉપયોગ ભાખ્યો જીવમાં, એ રીત મૂર્તિવિહીનના ગુણ જાણવા સંક્ષેપમાં. ૧૩૪ અર્થ આકાશની અવગાહ, ધર્મદ્રવ્યનો ગમનહેતુત્વ અને વળી અધર્મદ્રવ્યનો ગુણ સ્થાનકારાગતા છે. કાળનો ગુણ વર્તના છે, આત્માનો ગુણ ઉપયોગ કહ્યો છે. આ રીતે અમૂર્ત દ્રવ્યોના ગુણો સંક્ષેપથી જાણવા. जीवा पोग्गलकाया धम्माऽधम्मा पुणो य आगासं। सपदेसेहिं असंखादा णत्थि पदेस त्ति कालस्स ॥१३५॥ જીવદ્રવ્ય, પુદ્ગલકાય, ધર્મ, અધર્મ વળી આકાશને છે સ્વપ્રદેશ અનેક, નહિ વર્તે પ્રદેશો કાળને. ૧૩૫. અર્થ જીવો, પુદ્ગલકાયો, ધર્મ, અધર્મ અને વળી આકાશ સ્વપ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાત અર્થાત્ અનેક છે; કાળને પ્રદેશો નથી. लोगालोगेसु णभो धम्माधम्मेहिं आददो लोगो। सेसे पडुच्च कालो जीवा पुण पोग्गला सेसा॥१३६ ॥ લોકે અલોકે આભ, લોક અધર્મ-ધર્મથી વ્યાપ્ત છે. છે શેષ-આશ્રિત કાળ, ને જીવ-પુદ્ગલો તે શેષ છે. ૧૩૬. અર્થ આકાશ લોકાલોકમાં છે, લોક ધર્મ ને અધર્મથી વ્યાપ્ત છે, બાકીનાં બે દ્રવ્યોનો આશ્રય કરીને કાળ છે, અને તે બાકીનાં બે દ્રવ્યો જીવો ને પુગલો છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ जध ते णभप्पदेसा तधप्पदेसा हवंति सेसाणं। अपदेसो परमाणू तेण पदेसुब्भवो भणिदो॥१३७॥ જે રીતે આભ-પ્રદેશ, તે રીત શેષદ્રવ્ય-પ્રદેશ છે; અપ્રદેશ પરમાણુ વડે ઉદ્ભવ પ્રદેશ તણો બને. ૧૩૭. અર્થ જે રીતે તે આકાશપ્રદેશો છે, તે જ રીતે બાકીના દ્રવ્યોના પ્રદેશ છે (અર્થાત્ જેમ આકાશના પ્રદેશો પરમાણુરૂપી ગજથી મપાય છે તેમ બાકીના દ્રવ્યોના પ્રદેશ પણ એ જ રીતે મપાય છે). પરમાણુ અપ્રદેશી છે; તેના વડે પ્રદેશોદ્ભવ કહ્યો છે. समओ दु अप्पदेसो पदेसमेत्तस्स दव्वजादस्स। वदिवददो सो वट्टदि पदेसमागासदव्वस्स ॥१३८॥ છે કાળ તો અપ્રદેશ; એકપ્રદેશ પરમાણુ યદા આકાશદ્રવ્ય તણો પ્રદેશ અતિક્રમે, વર્તે તદા. ૧૩૮ અર્થ કાળ તો અપ્રદેશી છે. પ્રદેશમાત્ર પુદ્ગલ-પરમાણુ આકાશ દ્રવ્યના પ્રદેશને મંદ ગતિથી ઓળંગતો હોય ત્યારે તે વર્તે છે અર્થાત્ નિમિત્તભૂતપણે પરિણમે છે. वदिवददो तं देसं तस्सम समओ तदो परो पुब्यो। जो अत्यो सो कालो समओ उप्पण्णपद्धंसी॥१३९॥ તે દેશના અતિક્રમણ સમ છે ‘સમય’, તપૂર્વાપરે જે અર્થ છે તે કાળ છે, ઉત્પન્નધ્વંસી ‘સમય’ છે. ૧૩૯. અર્થ પરમાણુ એક આકાશપ્રદેશને (મંદગતિથી) ઓળંગે ત્યારે તેના બરાબર જેવખત તે ‘સમય’ છે; સમયની પૂર્વે તેમ જ પછી એવો (નિત્ય) જે પદાર્થ છે તે કાળદ્રવ્ય છે; “સમય” ઉત્પન્નધ્વંસી છે. आगासमणुणिविठं आगासपदेससण्णया भणिदं। सव्वेसिं च अणूणं सक्कदि तं देदुमवगासं ॥१४॥ આકાશ જે અણુવ્યાખ, ‘આભપ્રદેશ” સંજ્ઞા તેહને; તે એક સૌ પરમાણુને અવકાશદાનસમર્થ છે. ૧૪૦. અર્થ એક પરમાણુ જેટલા આકાશમાં રહે તેટલા આકાશને ‘આકાશપ્રદેશ એવા નામથી કહેવામાં આવ્યું છે; અને તે સર્વ પરમાણુઓને અવકાશ દેવા સમર્થ છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ एक्को व दुगे बहुगा संखातीदा तदो अणंता य। दव्वाणं च पदेसा संति हि समय त्ति कालस्स ॥१४१॥ વર્ત પ્રદેશો દ્રવ્યને, જે એક અથવા બે અને બહુ વા અસંખ્ય, અનંત છે; વળી હોય સમયો કાળને. ૧૪૧. અર્થ દ્રવ્યોને એક, બે, ઘણા, અસંખ્ય અથવા અનંત પ્રદેશો છે. કાળને ‘સમય’ છે. उप्पादो पद्धंसो विजदि जदि जस्स एकसमयम्हि। समयस्स सो वि समओ सभावसमवट्ठिदो हवदि॥१४२॥ એક જ સમયમાં ધ્વંસ ને ઉત્પાદનો સદભાવ છે જો કાળને, તો કાળ તેહ સ્વભાવ-સમવસ્થિત છે. ૧૪. અર્થ : જો કાળને એક સમયમાં ઉત્પાદ અને ધ્વંસ વર્તે છે, તો તે કાળ સ્વભાવે અવસ્થિત અર્થાત્ ધ્રુવ (ઠરે) एगम्हि संति समये संभवठिदिणाससण्णिदा अट्ठा। समयस्स सव्वकालं एस हि कालाणुसब्भावो ॥ १४ ॥ પ્રત્યેક સમયે જન્મ-ધ્રૌવ્ય-વિનાશ અર્થો કાળને વર્તે સરવદા; આ જ બસ કાળાણુનો સદ્ભાવ છે. ૧૪૩. અર્થ એક એક સમયમાં ઉત્પાદ, ધ્રૌવ્ય અને વ્યય નામના અર્થો કાળને સદાય હોય છે. આ જ કાળાણુનો સદ્ભાવ છે. (અર્થાત્ આ જ કાળાણુના અસ્તિત્વની સિદ્ધિ છે). जस्स ण संति पदेसा पदेसमेत्तं व तच्चदो णाद्। सुण्णं जाण तमत्थं अत्यंतरभूदमत्थीदो॥१४४ ॥ જે અર્થને ન બહુ પ્રદેશ, ન એક વા પરમાર્થથી, છે તે અર્થ જાણો શૂન્ય કેવળ-અન્ય જે અસ્તિત્વથી. ૧૪. અર્થ જે પદાર્થને પ્રદેશો અથવા એક પ્રદેશ પણ પરમાર્થે જણાતો નથી, તે પદાર્થને શૂન્ય જાગ - કે જે અસ્તિત્વથી અર્થાન્તરભૂત(અન્ય) છે. सपदेसेहिं समग्गो लोगो अह्रहिं णिट्ठिदो णिच्चो। जो तं जाणदि जीवो पाणचदुक्काभिसंबद्धो॥१४५ ॥ Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ સપ્રદેશ અર્થોથી સમાપ્ત સમગ્ર લોક સુનિત્ય છે; તસુ જાણનારો જીવ, પ્રાણચતુષ્કથી સંયુક્ત જે. ૧૪૫. અર્થ સપ્રદેશ પદાર્થો વડે સમાપ્તિ પામેલો આખો લોક નિત્ય છે. તેને જે જાણે છે તે જીવ છે - કે જે (સંસાર દશામાં) ચાર પ્રાણોથી સંયુક્ત છે. ૧. છ દ્રવ્યોથે જ આખો લોક સમાપ્ત થાય છે અર્થાત્ તે દ્રવ્યો ઉપરાંત બીજું કાંઈ લોકમાં નથી. इंदियपाणो य तधा बलपाणो तह य आउपाणो य। आणप्पाणप्पाणो जीवाणं होति पाणा ते॥१४६॥ ઇંદ્રિયપ્રાણ, તથા વળી બળપ્રાણ, આયુપ્રાણ ને વળી પ્રાણ શ્વાસોચ્છવાસ-એ સૌ, જીવ કેરા પ્રાણ છે. ૧૪૬. અર્થ ઈન્દ્રિયપ્રાણ, બળપ્રાણ, આયુપ્રાણ તથા શ્વાસોશ્વાસપ્રાણ - એ (ચાર) જીવોના પ્રાણી છે. पाणेहिं चदुहिं जीवदि जीविस्सदि जो हि जीविदो पुव्वं । सो जीवो पाणा पुण पोग्गलदव्वेहिं णिवत्ता ॥ १४७॥ જે ચાર પ્રાણે જીવતો પૂર્વે, જીવે છે, જીવશે, તે જીવ છે; પણ પ્રાણ તો પુદ્ગલદરવનિષ્પન્ન છે. ૧૪૭. અર્થ જે ચાર પ્રાણોથી જીવે છે, જીવશે અને પૂર્વે જીવતો હતો, તે જીવ છે. આમ છતાં પ્રાણો તો પુદ્ગલદ્રવ્યોથી નિષ્પન્ન છે. जीवो पाणणिबद्धो बद्धो मोहादिएहिं कम्मेहिं। उवभुंजं कम्मफलं बज्झदि अण्णेहिं कम्मेहिं॥ १४८॥ મોહાદિકર્મનિબંધથી સંબંધ પામી પ્રાણનો, જીવકર્મફળ-ઉપભોગ કરતાં, બંધ પામે કર્મનો. ૧૪૮. અર્થ મોહાદિક કર્મો વડે બંધાયો હોવાને લીધે જીવ પ્રાણોથી સંયુક્ત થયો થકો કર્મફળને ભોગવતાં અન્ય કર્મો વડે બંધાય છે. पाणाबाधं जीवो मोहपदेसेहिं कुणदि जीवाणं। जदि सो हवदि हि बंधो णाणावरणादिकम्मेहिं॥१४९॥ જીવ મોહ-દ્વેષ વડે કરે બાધા જીવોના પ્રાણને, તો બંધ જ્ઞાનાવરણ-આદિક કર્મનો તે થાય છે. ૧૪૯. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ અર્થ : જો જીવ મોહ અને દ્વેષ વડે જીવોના (-સ્વજીવના તથા પરજીવના) પ્રાણોને બાધા કરે છે, તો પૂર્વે કહેલો જ્ઞાનાવરણાદિક કર્મો વડે બંધ થાય છે. आदा कम्ममलिमसो धरेदि पाणे पुणो पुणो अण्णे। ण चयदि जाव ममत्त देहपधाणेसु विसयेसु ॥ १५०॥ કર્મે મલિન જીવ ત્યાં લગી પ્રાણી ધરે છે ફરી ફરી, મમતા શરીરપ્રધાન વિષયે જ્યાં લગી છોડે નહીં. ૧૫૦. અર્થ : જ્યાં સુધી દેહપ્રધાન વિષયોમાં મમત્વ છોડતો નથી, ત્યાં સુધી કર્મથી મલિન આત્મા ફરી ફરીને અન્ય અન્ય પ્રાણો ધારણ કરે છે. जो इंदियादिविजई भवीय उवओगमप्पगं झादि। कम्मेहिं सो ण रंज दि किह तं पाणा अणुचरंति ॥ १५१॥ કરી ઇંદ્રિયાદિક-વિજય, ધ્યાને આત્મને-ઉપયોગને, તે કર્મથી રંજિત નહિ; ક્યમ પ્રાણ તેને અનુસરે? ૧૫૧. અર્થ : જે ઇન્દ્રિયાદિનો વિજયી થઈને ઉપયોગમાત્ર આત્માને ધ્યાવે છે, તે કર્મો વડે રંજિત થતો નથી; તેને પ્રાણો કઈ રીતે અનુસરે ? (અર્થાત્ તેને પ્રાણોનો સંબંધ થતો નથી.) अत्थित्तणिच्छिदस्स हि अत्थस्सत्यंतरम्मि संभूदो। अत्यो पज्जाओ सो संठाणादिप्पभेदेहिं ॥ १५२॥ અસ્તિત્વનિશ્ચિત અર્થનો કો અન્ય અર્થે ઊપજતો જે અર્થ તે પર્યાય છે, જ્યાં ભેદ સંસ્થાનાદિનો. ૧૫ર. અર્થ અસ્તિત્વથી નિશ્ચિત અર્થનો (દ્રવ્યનો) અન્ય અર્થમાં (-દ્રવ્યમાં) ઊપજતો જે અર્થ (ભાવ) તે પર્યાય છે - કે જે સંસ્થાનાદિ ભેદો સહિત હોય છે. णरणारयतिरियसुरा संठाणादीहिं अण्णहा जादा। पज्जाया जीवाणं उदयादिहिं णामकम्मस्स ॥ १५३॥ તિર્યંચ, નારક, દેવ, નર-એ નામ કર્મોદય વડે છે જીવના પર્યાય, જેહ વિશિષ્ટ સંસ્થાનાદિકે. ૧૫૩. અર્થ મનુષ્ય નારક, તિર્યંચ અને દેવ-એ, નામકર્મના ઉદયાદિકને લીધે જીવોના પર્યાય છે કે જેઓ સંસ્થાનાદિ - વડે અન્ય અન્ય પ્રકારના હોય છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ तं सब्भावणिबद्धं दव्वसहावं तिहा समक्खादं । जादि जो सवियपंण मुहदि सो अण्णदवियम्हि ॥ १५४ ॥ અસ્તિત્વથી નિષ્પન્ન દ્રવ્યસ્વભાવને ત્રિવિકલ્પને જે જાણતો, તે આતમા નહિ મોહ પરદ્રવ્યે લહે. ૧૫૪. અર્થ : જે જીવ તે (પૂર્વોક્ત) અસ્તિત્વનિષ્પન્ન, ત્રણ પ્રકારે કહેલા, ભેદોવાળા દ્રવ્યસ્વભાવને જાણે છે, તે અન્ય દ્રવ્યમાં મોહ પામતો નથી. अप्पा उवओगप्पा उवओगो णाणदंसणं भणिदो । सो वि सुहो असुहो वा उवओगो अप्पणो हवदि ।। १५५ ।। છે આતમા ઉપયોગરૂપ, ઉપયોગ દર્શન-જ્ઞાન છે; ઉપયોગ એ આત્મા તણો શુભ વા અશુભરૂપ હોય છે. ૧૫૫. અર્થ : આત્મા ઉપયોગાત્મક છે; ઉપયોગ જ્ઞાન-દર્શન કહેલ છે; અને આત્માનો તે ઉપયોગ શુભ અથવા અશુભ હોય છે. ओगो जदि हि सुहो पुण्णं जीवस्स संचयं जादि । असुहो वा तथ पावं तेसिमभावे ण चयमत्थि ॥ १५६ ॥ ઉપયોગ જો શુભ હોય, સંચય થાય પુણ્ય તણો તહીં, ને પાપસંચય અશુભથી; જ્યાં ઉભય નહિ, સંચય નહીં. ૧૫૬. અર્થ : ઉપયોગ જો શુભ હોય તો જીવને પુણ્ય સંચય પામે છે અને જો અશુભ હોય તો પાપ સંચય પામે છે. તેમના (બન્નેના) અભાવમાં સંચય થતો નથી. जो जाणादि जिणि पेच्छदि सिद्धे तहेव अणगारे । जीवेसु साणुकंपो उवओगो सो सुहो तस्स ॥ १५७ ॥ જાણે જિનોને જેહ, શ્રદ્ધે સિદ્ધને, અણગારને, જે સાનુકંપ જીવો પ્રતિ, ઉપયોગ છે શુભ તેહને. ૧૫૭. અર્થ : જે જિનેન્દ્રોને જાણે છે, સિદ્ધોને તથા અણગારોને (આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુઓને) શ્રદ્ધે છે, જીવો પ્રત્યે અનુકંપાયુક્ત છે, તેને તો શુભ ઉપયોગ છે. विसयकसाओगाढो दुस्सुदिदुश्चित्तदुट्ठगोट्ठिजुदो । उग्गो उम्मग्गपरो उवओगो जस्स सो असुहो ॥ १५८ ॥ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ કુવિચાર-સંગતિ-શ્રવણયુત, વિષયે કષાયે મગ્ન જે, જે ઉગ્રને ઉન્માર્ગપર, ઉપયોગ તેહ અશુભ છે. ૧૫૮ અર્થ : જેનો ઉપયોગ વિષય-કષાયમાં અવગાઢ (મગ્ર) છે, કુશ્રુતિ, કુવિચાર અને કુસંગતિમાં જોડાયેલો છે, ઉગ્ર છે તથા ઉન્માર્ગમાં લાગેલો છે, તેને તે અશુભ ઉપયોગ છે. असुहोवओगरहिदो सुहोवजुत्तो ण अण्णदवियम्हि । होज्जं मज्झत्थोऽहं णाणप्पगमप्पगं झाए । १५९ ॥ મધ્યસ્થ પરદ્રવ્યે થતો, અશુભોપયોગ રહિત ને શુભમાં અયુક્ત, હું ધ્યાઉં છું નિજ આત્મને જ્ઞાનાત્મને. ૧૫૯. અર્થ ઃ અન્ય દ્રવ્યમાં મધ્યસ્થ થતો હું અશુભોપયોગ રહિત થયો થકો તેમ જ શુભોપયોગ નહિ થયો થકો જ્ઞાનાત્મક આત્માને ધ્યાઉં છું. हं देहमणो ण चेव वाणी ण कारणं तेसिं । कत्ता ण ण कारयिदा अणुमंता णेव कत्तीणं ॥ १६० ॥ હું દેહ નથી, વાણી ન, મન નહિ, તેમનું કારણ નહીં, કર્તા ન, કારિયેતા ન, અનુમંતા હું કર્તાનો નહીં. ૧૬૦. અર્થ : હું દેહ નથી, મન નથી, તેમ જ વાણી નથી; તેમનું કારણ નથી, કર્તા નથી, કારિયતા (કરાવનાર) નથી, કર્તાનો અનુમોદક નથી. देहो य मणो वाणी पोग्गलदव्वप्पग ति णिद्दिट्ठा । पोग्गलदव्वं हि पुणो पिंडो परमाणुदव्वाणं ।। १६१ । મન, વાણી તેમ જ દેહ પુદ્ગલદ્રવ્યરૂપ નિર્દિષ્ટ છે; ને તેહ પુદ્ગલદ્રવ્ય બહુ પરમાણુઓનો પિંડ છે. ૧૬૧ અર્થ : દેહ, મન અને વાણી પુદ્ગલદ્રવ્યાત્મક (વીતરાગદેવે) કહ્યા છે; અને તે દેહાદિ પુદ્ગલદ્રવ્ય પરમાણુદ્રવ્યોનો પિંડ છે. हं पोलमइओ ते मया पोग्गला कया पिंडं । तम्हा हि ण देहोऽहं कत्ता वा तस्स देहस्स ।। १६२ ।। હું પૌદ્ગલિક નથી, પુદ્ગલો મેં પિંડરૂપ કર્યાં નથી; તેથી નથી હું દેહ વા તે દેહનો કર્તા નથી. ૧૬૨ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ અર્થ હું પુદ્ગલમય નથી અને તે પુગલો મેં પિંડરૂપ કર્યા નથી, તેથી હું દેહ નથી તેમ જ તે દેહનો કર્તા નથી. अपदेसो परमाणू पदेसमेत्तो य सयमसद्दो जो। णिद्धो वा लुक्खो वा दुपदेसादित्तमणुभवदि ॥ १६३॥ પરમાણુ જે અપ્રદેશ, તેમ પ્રદેશમાત્ર, અશબ્દ છે, તે સ્નિગ્ધ-રૂક્ષ બની પ્રદેશયાદિત્ત્વ અનુભવે. ૧૬૩. અર્થ પરમાણુ કે જે અપ્રદેશ છે, પ્રદેશમાત્ર છે અને પોતે અશબ્દ છે, તે સ્નિગ્ધ અથવા રૂક્ષ થયો થકો લિપ્રદેશાદિપ શું અનુભવે છે. एगुत्तरमेगादी अणुस्स णिद्धत्तणं च लुक्खत्तं। परिणामादो भणिदं जाव अणंतत्तमणुभवदि॥ १६४ ॥ એકાંશથી આરંભી જ્યાં અવિભાગ અંશ અનંત છે, સ્નિગ્ધત્વ વા રૂક્ષત્વ એ પરિણામથી પરમાણુને. ૧૬૪. અર્થ પરમાણુના પરિણામને લીધે એકથી (એક અવિભાગ પ્રતિચ્છેદથી) માંડીને એકેક વધતાં અનંતપણાને (-અનંત અવિભાગ પ્રતિચ્છેદપણાને) પામે ત્યાં સુધીનું સ્નિગ્ધત્વ અથવા રૂક્ષત્વ હોય છે એમ (જિનદેવે) કહ્યું છે. णिद्धा वा लुक्खा वा अणुपरिणामा समा व विसमा वा। समदा दुराधिगा जदि बज्झंति हि आदिपरिहीणा ॥ १६५ ॥ હો સ્નિગ્ધ અથવા રૂક્ષ અણુ-પરિણામ, સમ વા વિષમ હો, બંધાય જો ગુણજ્ય અધિક; નહિ બંધ હોય જઘન્યનો. ૧૬૫. અર્થ પરમાણુ-પરિણામો, સ્નિગ્ધ હો કે રૂક્ષ હો, બેકી અંશવાળા હો કે એકી અંશવાળા હો, જો સમાન કરતાં બે અધિક અંશવાળા હોય તો બંધાય છે; જઘન્ય અંશવાળો બંધાતો નથી. णिद्धत्तणेण दुगुणो चदुगुणणिद्धेण बंधमणुभवदि। लुक्खेण वा तिगुणिदो अणु बज्झदि पंचगुणजुत्तो॥१६६ ॥ ચતુરંશ કો સ્નિગ્ધાણુ સહ ય-અંશમય સ્નિગ્ધાળુનો; પંચાંશી અણુ સહ બંધ થાય ત્રયાંશમય રક્ષાગુનો. ૧૬૬ અર્થ સ્નિગ્ધપણે બે અંશવાળો પરમાણુ ચાર અંશવાળા સ્નિગ્ધ (અથવા રૂક્ષ) પરમાણુ સાથે બંધ અનુભવે છે; અથવા રૂક્ષપણે ત્રણ અંશવાળો પરમાણુ પાંચ અંશવાળા સાથે જોડાયો થકો બંધાય છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ दुपदेसादी खंधा सुहुमा वा बादरा ससंठाणा। पुढविजलतेउवाऊ सगपरिणामेहिं जायते॥१६७॥ સ્કંધો પ્રદેશયાદિયુત, સ્થૂલ-સૂક્ષ્મ ને સાકાર જે, તે પૃથ્વી-વાયુ-તેજ-જળ પરિણામથી નિજ થાય છે. ૧૬૭. અર્થ દ્ધિપ્રદેશાદિક સ્કંધો(બેથી માંડીને અનંત પ્રદેશવાળા સ્કંધો)-કે જેઓ સૂક્ષ્મ અથવા બાદર હોય છે અને સંસ્થાનો(આકાર)સહિત હોય છે તેઓ-પૃથ્વી, જળ, તેજ અને વાયુરૂપ પોતાના પરિણામોથી થાય છે. ओगाढगाढणिचिदो पोग्गलकायेहिं सव्वदो लोगो। सुहुमेहि बादरेहि य अप्पाओग्गेहिं जोग्गेहिं॥ १६८॥ અવગાઢ ગાઢ ભરેલ છે સર્વત્ર પુદ્ગલકાયથી આ લોક બાદર-સૂક્ષ્મથી, કર્મવયોગ્ય-અયોગ્યથી. ૧૬૮. અર્થ :લોક સર્વતઃ સૂક્ષ્મ તેમ જ બાદર તથા કર્મત્વને અયોગ્ય તેમ જ કર્મત્વને યોગ્ય પુદ્ગલકાયો (પુદ્ગલસ્કંધો) વડે (વિશિષ્ટ રીતે) અવગહાઈને ગાઢ ભરેલો છે. कम्मत्तणपाओग्गा खंधा जीवस्स परिणई पप्पा। गच्छंति कम्मभावंण हि ते जीवेण परिणमिदा॥१६९ ॥ સ્કંધો કરમને યોગ્ય પામી જીવના પરિણામને કર્મત્વને પામે નહીં જીવ પરિણમાવે તેમને. ૧૬૯. અર્થ :કર્મપણાને યોગ્ય સ્કંધો જીવની પરિણતિને પામીને કર્મભાવને પામે છે, તેમને જીવ પરિણાવતો નથી. ते ते कम्मत्तगदा पोग्गलकाया पुणो वि जीवस्स। संजायंते देहा देहतरसंकमं पप्पा॥१७०॥ કર્મ–પરિણત પુદગલોના સ્કંધ તે તે ફરી ફરી શરીરો બને છે જીવને, સંક્રાંતિ પામી દેહની. ૧૭૦. અર્થ કર્મપણે પરિણમેલા તે તે પુગલકાયો દેહાંતરરૂપ ફેરફારને પામીને ફરી ફરીને જીવને શરીરો થાય છે. ओरालिओ य देहो देहो वेउविओ य तेजसिओ। आहारय कम्मइओ पोग्गलदव्वप्पगा सव्वे ॥१७१॥ Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ જે દેહ ઔદારિક, ને વૈક્રિય-તૈજસ દેહ છે, કાર્પણ-અહારક દેહ જે, તે સર્વ પુ લરૂપ છે. ૧૭૧. અર્થ ઔદારિક શરીર, વૈકિયિક શરીર, તૈજસ શરીર, આહારક શરીર અને કાશ્મણ શરીર-બધાં પુદ્ગલદ્રવ્યાત્મક अरसमरूवमगंधं अव्वत्तं चेदणागुणमसइं। जाण अलिंगग्गहणं जीवमणिद्दिट्ठसंठाणं॥१७२॥ છે ચેતનાગુણ, ગંધ-રૂપ-રસ-શબ્દ-વ્યક્તિ ન જીવને, વળી લિંગગ્રહણ નથી અને સંસ્થાન ભાખ્યું ન તેહને. ૧૭૨. અર્થ :જીવને અરસ, અરૂપ, અગંધ, અવ્યક્ત, ચેતનાગુણવાળો, અશબ્દ, અલિંગગ્રહણ (લિંગથી અગ્રાહ્ય) અને જેને કોઈ સંસ્થાન કહ્યું નથી એવો જાણ. मुत्तो रूवादिगुणो बज्झदि फासेहिं अण्णमण्णेहिं। तविवरीदो अप्पा बज्झदि किध पोग्गलं कम्मं ॥ १७३॥ અન્યોન્ય સ્પર્શથી બંધ થાય રૂપાદિગુણયુત મૂર્તને; પણ જીવ મૂર્તિરહિત બાંધે કેમ પુદ્ગલકર્મને? ૧૭૩ અર્થ :મૂર્ત (એવાં પુદ્ગલ) તો રૂપાદિગુણવાળા હોવાથી અન્યોન્ય (-પરસ્પર બંધયોગ્ય) સ્પર્શી વડે બંધાય છે; પરંતુ) તેનાથી વિપરીત (-અમૂર્ત) એવો આત્મા પૌદ્ગલિક કર્મ કઈ રીતે બાંધી શકે? रूवादिएहिं रहिदो पेच्छदि जाणादि रूवमादीणि। दव्वाणि गुणे य जधा तह बंधो तेण जाणीहि ॥ १७४॥ જે રીતે દર્શન-જ્ઞાન થાય રૂપાદિનું ગુણ-દ્રવ્યનું, તે રીત બંધન જાણ મૂર્તિરહિતને પણ મૂર્તનું. ૧૭૪ અર્થ :જે રીતે રૂપાદિરહિત (જીવ) રૂપાદિકને - દ્રવ્યોને તથા ગુણોને (રૂપી દ્રવ્યોને તથા તેમના ગુણોને) -દેખે છે અને જાણે છે, તે રીતે તેની સાથે (અરૂપીને રૂપી સાથે) બંધ જાણ. उवओगमओ जीवो मुज्झदि रज्जेदि वा पदुस्सेदि। पप्पा विविध विसये जो हि पुणो तेहिं सो बंधो॥१७५ ॥ વિધવિધ વિષયો પામીને ઉપયોગ-આત્મક જીવ જે પ્રશ્લેષ-રાગ-વિમોહભાવે પરિણમે, તે બંધ છે. ૧૭૫. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ અર્થ જે ઉપયોગમય જીવ વિવિધ વિષયો પામીને મોહ કરે છે, રાગ કરે છે અથવા વેષ કરે છે, તે જીવ તેમના વડે (મોહરાગદ્વેષ વડે) બંધરૂપ છે. भावेण जेण जीवो पेच्छदि जाणादि आगदं विसये। रज्जदि तेणेव पुणो बज्झदि कम्म त्ति उवदेसो॥१७६ ।। જે ભાવથી દેખે અને જાણે વિષયગત અર્થને, તેનાથી છે ઉપરાતા; વળી કર્મબંધન તે વડે. ૧૭૬. અર્થ જીવ જે ભાવથી વિષયમાં આવેલા પદાર્થને દેખે છે અને જાણે છે, તેનાથી જ ઉપરકી થાય છે; વળી તેનાથી જ કર્મ બંધાય છે; એમ ઉપદેશ છે. फासेहिं पोग्गलाणं बंधो जीवस्स रागमादीहिं। अण्णोण्णं मवगाहो पोग्गलजीवप्पगो भणिदो॥ १७७॥ રાગાદિ સહ આત્મા તણો, ને સ્પર્શ સહ પુદ્ગલ તણો, અન્યોન્ય જે અવગાહ તેને બંધ ઉભયાત્મક કહ્યો. ૧૭૭. અર્થ સ્પર્શી સાથે પુદ્ગલોનો બંધ, રાગાદિસાથે જીવનો બંધ અને અન્યોન્ય અવગાહ તે પુલજીવાત્મક બંધ કહેવામાં આવ્યો છે. सपदेसो सो अप्पा तेसु पदेसेसु पोग्गला काया। पविसंति जहाजोग्गं चिट्ठति हि जंति बझंति ॥१७८ ॥ સપ્રદેશ છે તે જીવ, જીવપ્રદેશમાં આવે અને પુદ્ગલસમૂહ રહે યથોચિત, જાય છે, બંધાય છે. ૧૭૮. અર્થ તે આત્મા પ્રદેશ છે; એ પ્રદેશોમાં પુદ્ગલસમૂહો પ્રવેશે છે, યથાયોગ્ય રહે છે, જાય છે અને બંધાય છે. रत्तो बंधदि कम्मं मुच्चदि कम्मेहिं रागरहिदप्पा। एसो बंधसमासो जीवाणं जाण णिच्छयदो॥ १७९॥ જીવ રક્ત બાંધે કર્મ, રાગ રહિત જીવ મુકાય છે; -આ જીવ કેરા બંધનો સંક્ષેપ નિશ્ચય જાણજે. ૧૭૯. અર્થ રાગી આત્મા કર્મ બાંધે છે, રાગ રહિત આત્મા કર્મથી મુકાય છે; આ, જીવોના બંધનાં સંક્ષેપ નિશ્ચયથી જાણ. Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ परिणामादो बंधो परिणामो रागदोसमोहजुदो । असुहो मोहपदोसो सुहो व असुहो हवदि रागो ॥ १८० ॥ પરિણામથી છે બંધ, રાગ-વિમોહ-દ્વેષથી યુક્ત જે; છે મોહ-દ્વેષ અશુભ, રાગ અશુભ વા શુભ હોય છે. ૧૮૦ અર્થ : પરિણામથી બંધ છે, (જે) પરિણામ રાગ-દ્વેષ-મોહયુક્ત છે. (તેમાં) મોહ અને દ્વેષ અશુભ છે, રાગ શુભ અથવા અશુભ હોય છે. सुहपरिणामो पुण्णं असुहो पावं ति भणिदमण्णेसु । परिणामो णण्णगदो दुक्खक्खयकारणं समये ।। १८१ ॥ પર માંહી શુભ પરિણામ પુણ્ય, અશુભ પરમાં પાપ છે; નિજદ્રવ્યગત પરિણામ સમયે દુઃખક્ષયનો હેતુ છે. ૧૮૧. અર્થ ઃ પર પ્રત્યે શુભ પરિણામ પુણ્ય છે અને (પર પ્રત્યે) અશુભ પરિણામ પાપ છે એમ કહ્યું છે; પર પ્રત્યે નહિ પ્રવર્તતો એવો પરિણામ સમયે દુઃખક્ષયનું કારણ છે. भणिदा पुढ़विप्पमुहा जीवणिकायाध थावरा य तसा । अण्णा ते जीवादो जीवो वि य तेहिंदो अण्णो ॥ १८२ ॥ સ્થાવર અને ત્રસ પૃથ્વીઆદિક જીવકાય કહેલ જે, તે જીવથી છે અન્ય તેમ જ જીવ તેથી અન્ય છે. ૧૮૨ અર્થ ઃ હવે સ્થાવર અને ત્રસ એવા જે પૃથ્વીઆદિક જીવનિકાયો કહેવામાં આવ્યા છે, તે જીવથી અન્ય છે અને જીવ પણ તેમનાથી અન્ય છે. atra जादि एवं परमप्पाणं सहावमासेज्ज । कीरदि अज्झवसाणं अहं ममेदं ति मोहादो ॥ १८३ ॥ પરને સ્વને નહિ જાણતો એ રીત પામી સ્વભાવને, તે ‘આ હું, આ મુજ’ એમ અધ્યવસાન મોહ થકી કરે. ૧૮૩. અર્થ : જે એ રીતે સ્વભાવને પામીને (જીવપુદ્ગલના સ્વભાવને નક્કી કરીને) પરને અને સ્વને જાણતો નથી, તે મોહથી ‘આ હું છું, આ મારું છે’ એમ અધ્યવસાન કરે છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ कुव्वं सभावमादा हवदि हि कत्ता सगस्स भावस्स। पोग्गलदव्वमयाणं ण दु कत्ता सव्वभावाणं॥१८४॥ નિજ ભાવ કરતો જીવ છે કર્તા ખરે નિજ ભાવનો પણ તે નથી કર્તા સકલ પુદ્ગલદરવમય ભાવનો. ૧૮૪. અર્થ પોતાના ભાવને કરતો થકો આત્મા ખરેખર પોતાના ભાવનો કર્તા છે, પરંતુ પુગલદ્રવ્યમય સર્વ ભાવોનો કર્તા પોતે નથી. गेण्हदि णेव ण मुंचदि करेदि ण हि पोग्गलाणि कम्माणि। जीवो पोग्गलमज्झे वट्टण्णवि सव्वकालेसु ॥१८५॥ જીવ સર્વ કાળે પગલોની મધ્યમાં વર્તે ભલે, પણ નવ ગ્રહે, ન તજે, કરે નહિ જીવ પુદ્ગલકર્મને. ૧૮૫ અર્થ જીવ સર્વ કાળે પુદ્ગલની મધ્યમાં રહેતો હોવા છતાં પણ પૌદ્ગલિક કર્મોને ખરેખર ગ્રહતો નથી, છોડતો નથી, કરતો નથી. स इदाणिं कत्ता सं सगपरिणामस्स दव्वजादस्स। आदीयदे कदाई विमुच्चदे कम्मधूलीहिं॥ १८६ ॥ તે હાલ દ્રવ્યજનિત નિજ પરિણામનો કર્તા બને, તેથી ગ્રહાય અને કદાપિ મુકાય છે કર્મો વડે. ૧૮૬, અર્થ તે હમણાં (સંસાર અવસ્થામાં) દ્રવ્યથી (આત્મદ્રવ્યથી) ઉત્પન્ન થતાં (અશુદ્ધ) સ્વપરિણામનો કર્તા થતો થકો કર્મર વડે ગ્રહાય છે અને કદાચિત મુકાય છે. परिणमदि जदा अप्पा सुहम्हि असुहम्हि रागदोसजुदो। तं पविसदि कम्मरयं णाणावरणादिभावेहिं॥ १८७॥ જીવ રાગદ્વેષથી યુક્ત જ્યારે પરિણમે શુભ-અશુભમાં, જ્ઞાનાવરણ ઈત્યાદિભાવે કર્મધૂલિ પ્રવેશ ત્યાં. ૧૮૭. અર્થ : જ્યારે આત્મા રાગદ્વેષયુક્ત થયો થકો શુભ અને અશુભમાં પરિણમે છે, ત્યારે કર્મજ જ્ઞાનાવરણાદિભાવે તેનામાં પ્રવેશે છે. सपदेसो सो अप्पा कसायिदो मोहरागदोसेहिं। कम्मरएहिं सिलिट्ठो बंधो त्ति परूविदो समये ॥ १८८॥ Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ સપ્રદેશ જીવ સમયે કષાયિત મોહરાગાદિ વડે, સંબંધ પામી કર્મરજનો, બંધરૂપ કથાય છે. ૧૮૮. અર્થ :સપ્રદેશ એવો તે આત્મા સમયે મોહ-રાગ-દ્વેષ વડે કષાયિત થવાથી કર્મજ વડે શ્લિષ્ટ થયો થકો (અર્થાત જેને કર્મજ વળગી છે એવો થયો થકો) બંધ’ કહેવામાં આવ્યો છે. एसो बंधसमासो जीवाणं णिच्छयेण णिद्दिट्ठो। अरहंतेहिं जदीणं ववहारो अण्णहा भणिदो॥१८९ ॥ -આ જીવ કેરા બંધનો સંક્ષેપ નિશ્ચય ભાખિયો અહંતદેવે યોગીને; વ્યવહાર અન્ય રીતે કહ્યો. ૧૮૯. અર્થ આ (પૂર્વોક્ત રીતે), જીવોના બંધનો સંક્ષેપ નિશ્ચયથી અહંતદેવોએ યતિઓને કહ્યો છે. વ્યવહાર અન્ય રીતે કહ્યો છે. ण चयदि जो दु ममत्तिं अहं ममेदं ति देहदविणेसु। सो सामण्णं चत्ता पडिवण्णो होदि उम्मग्गं ॥ १९०॥ “હું આ અને આ મારું' એ મમતા ન દેહ-ધને તજે, તે છોડી જીવ શ્રામગૃને ઉન્માર્ગનો આશ્રય કરે. ૧૯૦ અર્થ : જે દેહ-ધના દેકમાં હું આ છું અને આ મારું છે' એવી મમતા છોડતો નથી, તે શ્રમણ્યને છોડીને ઉન્માર્ગનો આશ્રય કરે છે. णाहं होमि परेसिंण मे परे संति णाणमहमेक्को। इदि जो झायदि झाणे सो अप्पा णं हवदि झादा ॥ १९१॥ હું પર તણો નહિ, પર ન મારાં, જ્ઞાન કેવળ એક હું; -જે એમ ધ્યાવે, ધ્યાનકાળે તેહ શુદ્ધાત્મા બને. ૧૯૧. અર્થ હું પરનો નવી અને પર મારાં નથી, હું એક જ્ઞાન છું' એમ જે ધાવે છે, તે ધ્યાતા ધ્યાનકાળે આત્મા અર્થાત્ શુદ્ધા-મા થાય છે. एवं णाणप्पाणं दंसणभूदं अदिदियमहत्थं। धुवमचलमणालंबं मण्णेऽहं अप्पगं सुद्धं ॥ १९२॥ એ રીત દર્શન-જ્ઞાન છે, ઇંદ્રિય-અતીત મહાર્થ છે, માનું છું-આલંબન રહિત, જીવ શુદ્ધ, નિશ્ચળ, ધ્રુવ છે. ૧૯૨. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ અર્થ હું આત્માને એ રીતે જ્ઞાનાત્મક, દર્શનભૂત, અતીન્દ્રિય મહા પદાર્થ, ધ્રુવ, અચળ, નિરાલંબ અને શુદ્ધ માનું છું. देहा वा दविणा वा सुहदुक्खा वाध सन्तुमित्तजणा। जीवस्स ण संति धुवा धुवोवओगप्पगो अप्पा॥ १९३॥ લક્ષ્મી, શરીર, સુખદુઃખ અથવા શત્રુમિત્ર જનો અરે! જીવને નથી કંઈ ધ્રુવ, ધ્રુવ ઉપયોગ-આત્મક જીવ છે. ૧૯૩. અર્થ શરીરો, ધન, સુખદુઃખઅથવા શત્રુમિત્રજનોએ કાંઈ જીવને ધ્રુવ નથી, ધ્રુવ તો ઉપયોગાત્મક આત્મા છે. जो एवं जाणित्ता झादि परं अप्पगं विसुद्धप्पा। सागारोऽणागारो खवेदि सो मोहदुग्गंठिं॥ १९४॥ -આ જાણી, શુદ્ધાત્મ બની, ધ્યાને પરમ નિજ આત્મને, સાકાર આણ-આકાર હો, તે મોહગ્રંથિ ક્ષય કરે. ૧૯૪. અર્થ જે આમ જાણીને વિશુદ્ધાત્મા થયો થકો પરમ આત્માને ધ્યાવે છે, તે સાકાર હો કે અનાકાર હોમોહદુર્ગથિને ક્ષય કરે છે. जो णिहदमोहगंठी रागपदोसे खवीय सामण्णे। होजं समसुहदुक्खो सो सोक्खं अक्खयं लहदि॥१९५॥ હણી મોહગ્રંથિ, ક્ષય કરી રાગાદિ, સમસુખદુઃખ જે જીવ પરિણમે શ્રમણ્યમાં, તે સૌખ્ય અક્ષયને લહે. ૧૯૫. અર્થ : જે મોહગ્રંથિને નષ્ટ કરી, રાગ-દ્વેષનો ક્ષય કરી સમસુખદુઃખ થયો થકો શ્રમણ્યમાં (મુનિપણામાં) પરિણમે છે, તે અક્ષય સૌખ્યને પ્રાપ્ત કરે છે. - ૧. સમસુખદુઃખ = જેને સુખ અને દુઃખ સમાન છે એવો. जो खविदमोहकलुसो विसयविरत्तो मणो णिरुंभित्ता। समविट्ठदो सहावे सो अप्पाणं हवदि झादा ॥ १९६॥ જે મોહમળ કરીનષ્ટ, વિષયવિરક્ત થઈ, મન રોકીને, આત્મસ્વભાવે સ્થિત છે, તે આત્મને ધ્યાનાર છે. ૧૯૬. અર્થ : જે મોહમળનો ક્ષય કરી, વિષયથી વિરક્ત થઈ, મનનો વિરોધ કરી, સ્વભાવમાં સમવસ્થિત છે, તે આત્માને ધ્યાનાર છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ णिहदघणघादिकम्मो पच्चक्खं सव्वभावतच्चण्हू। णेयंतगदो समणो झादि कमढे असंदेहो ॥ १९७॥ શા અર્થને ધ્યાને શ્રમણ, જે નષ્ટઘાતિકર્મ છે, પ્રત્યક્ષસર્વપદાર્થ ને શેયાન્તપ્રાપ્ત, નિઃશંક છે. ૧૯૭. અર્થ : જેમણે ઘનઘાતિકર્મનો નાશ કર્યો છે, જે સર્વ પદાર્થોના સ્વરૂપને પ્રત્યક્ષ જાણે છે અને જે શેયના પારને પામેલા છે એવા સંદેહ રહિત શ્રમણ કયા પદાર્થને ધ્યાવે છે? सव्वाबाधविजुत्तो समंतसव्वक्खसोक्खणाणड्डो। भूदो अक्खातीदो झादि अणक्खो परं सोक्खं ॥१९८॥ બાધા રહિત, સકલાત્મમાં સંપૂર્ણસુખજ્ઞાનાટ્ય જે, ઇંદ્રિય-અતીત અનિંદ્રિ તે ધ્યાને પરમ આનંદને. ૧૯૮. અર્થ અનિંદ્રિય અને ઇન્દ્રિયાતીત થયેલો આત્મા સર્વ બાધારહિત અને આખા આત્મામાં સમંત (સર્વ પ્રકારના, પરિપૂર્ણ) સૌખ્ય તેમ જ જ્ઞાનથી સમૃદ્ધ વર્તતો થકો પરમ સૌખ્યને ધ્યાવે છે. एवं जिणा जिणिंदा सिद्धा मग्गं समुट्ठिदा समणा। जादा णमोत्थु तेसिं तस्स य णिव्वाणमग्गस्स ॥१९९॥ શ્રમણો, જિનો, તીર્થકરો આ રીત સેવી માર્ગને સિદ્ધિ વર્યા; નમું તેમને, નિર્વાણના તે માર્ગને. ૧૯૯, અર્થ જિનો, જિનેન્દ્રો અને શ્રમણો (અર્થાત્ સામાન્ય કેવળીઓ, તીર્થકરો અને મુનિઓ) આ રીતે (પૂર્વે કહેલી રીતે જ) માર્ગમાં આરૂઢ થયા થકા સિદ્ધ થયા. નમસ્કાર હો તેમને અને તે નિર્વાણમાર્ગને. तम्हा तह जाणित्ता अप्पाणं जाणगं सभावेण। परिवज्जामि ममत्तिं उवट्टिदो णिम्ममत्तम्हि ॥२०॥ એ રીત તેથી આત્મને જ્ઞાયકસ્વભાવી જાણીને, નિર્મમપણે રહી સ્થિત આ પરિવર્લ્સ છું હું મમત્વને. ૨૦૦. અર્થ તેથી (અર્થાત્ શુદ્ધાત્મામાં પ્રવૃત્તિ વડે જ મોક્ષ થતો હોવાથી) એ રીતે આત્માને સ્વભાવથી જ્ઞાયક જાણીને હું નિર્મમત્વમાં સ્થિત રહ્યો થકો મમતાનો પરિત્યાગ કરું છું. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ૩. ચરણાનુયોગસૂચક ચૂલિકા एवं पणमिय सिद्धे जिणवरवसहे पुणो पुणो समणे। पडिवज्जदु सामण्णं जदि इच्छदि दुक्खपरिमोक्खं ॥ २०१॥ એ રીત પ્રણમી સિદ્ધ, જિનવરવૃષભ, મુનિને ફરી ફરી, શ્રોમણ્ય અંગીકૃત કરો, અભિલાષ જો દુખમુક્તિની. ૨૦૧. અર્થ : જો દુઃખથી પરિમુક્ત થવાની ઇચ્છા હોય તો, પૂર્વોક્ત રીતે (જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપનની પહેલી ત્રણ ગાથાઓ પ્રમાણે) ફરી ફરીને સિદ્ધોને, જિનવરવૃષભોને (-અહંતોને) તથા શ્રમણોને પ્રણમીને, (જીવ) શ્રમયને અંગીકાર કરો. आपिच्छ बंधुवग्गं विमोचिदो गुरुकलत्तपुत्तेहिं।। आसिज्ज णाणदंसणचरित्ततववीरियायारं ॥२०२॥ બંધુજનોની વિદાય લઈ, સ્ત્રી-પુત્ર-વડીલોથી છૂટી, દગ-જ્ઞાન-તપ-ચારિત્ર-વીર્યાચાર અંગીકૃત કરી, ૨૦૨. અર્થ (શ્રામપ્યાર્થી) બંધુવર્ગની વિદાય લઈનેવડીલો, સ્ત્રી અને પુત્રથી મુક્ત કરવામાં આવ્યોશકો, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારને અંગીકાર કરીને... समणं गणिं गुणटुं कुलरूववयोविसिट्ठमिट्ठदरं। समणेहिं तं पि पणदो पडिच्छ मं चेदि अणुगहिदो ॥ २०३॥ ‘મુજને ગ્રહો’ કહી, પ્રણત થઈ, અનુગૃહીત થાય ગણી વડે, -વયરૂપકુલવિશિષ્ટ, યોગી, ગુણાઢ્ય ને મુનિ-ઇષ્ટ જે. ૨૦૩. અર્થ : જે શ્રમણ છે, ગુણાઢ્ય છે, કુળ, રૂપ તથા વયથી વિશિષ્ટ છે અને શ્રમણોને અતિ ઇષ્ટ છે એવા ગણીને “મારો સ્વીકાર કરો” એમ કહીને પ્રણત થાય છે (-પ્રણામ કરે છે, અને અનુગૃહીત થાય છે. णाहं होमि परेसिंण मे परे णत्थि मज्झमिह किंचि। इदि णिच्छिदो जिदिंदो जादो जधजादरूवधरो॥ २०४॥ પરનોન હું, પર છે ન મુજ, મારું નથી કંઈ પણ જગે, -એ રીત નિશ્ચિત ને જિતેંદ્રિય સાહજિકરૂપધર બને. ર૦૪. Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ અર્થ : હું પરનો નથી, પર મારાં નથી, આ લોકમાં મારું કાંઈ પણ નથી - આવા નિશ્ચયવાળો અને જિતેન્દ્રિય વર્તતો થકો તે યથાજાતરૂપધર (સહજરૂપધારી) થાય છે. जधजादरूवजादं उप्पाडिदकेसमंसुगं सुद्धं । रहिदं हिंसादीदो अप्पडिकम्मं हवदि लिंगं ।। २०५ ।। मुच्छारंभविजुत्तं जुत्तं उवओगजोगसुद्धीहिं । लिंगंण परावेक्खं अपुणब्भवकारणं जेव्हं ॥ २०६ ॥ (जुगलं ) જન્મ્યા પ્રમાણે રૂપ, લુંચન કેશનું, શુદ્ધત્વ ને હિંસાદિથી શૂન્યત્વ, દેહ-અસંસ્કરણ - એ લિંગ છે. ૨૦૫. ઉપયોગયોગવિશુદ્ધતા, આરંભમૂર્છાશૂન્યતા, નિરપેક્ષતા પરથી, -જિનોદિત મોક્ષકારણ લિંગ આ. ૨૦૬. અર્થ : જન્મસમયના રૂપ જેવા રૂપવાળું, માથાના અને દાઢીમૂછના વાળનો લોચ કરાયેલું, શુદ્ધ (અકિંચન), હિંસાદિથી રહિત અને પ્રતિકર્મ (શરીરની સજાવટ) વિનાનું -એવું (શ્રામણ્યનું બહિરંગ) લિંગ છે. મૂર્છા (મમત્વ) અને આરંભ રહિત, ઉપયોગની અને યોગની શુદ્ધિથી યુક્ત તથા પરની અપેક્ષા વિનાનું - એવું જિનદેવે કહેલું (શ્રામણ્યનું અંતરંગ) લિંગ છે કે જે મોક્ષનું કારણ છે. आदाय तं पि लिंगं गुरुणा परमेण तं णमंसित्ता । सोच्चा सवदं किरियं उवट्ठिदो होदि सो समणो ॥ २०७ ॥ ગ્રહી પરમગુરુ - દીધેલ લિંગ, નમસ્કરણ કરી તેમને, વ્રત ને ક્રિયા સુણી, થઈ ઉપસ્થિત, થાય છેમુનિરાજએ. ૨૦૭ અર્થ : પરમ ગુરુ વડ દેવામાં આવેલાં તે બન્ને લિંગને ગ્રહીને, તેમને નમસ્કાર કરીને, વ્રત સહિત ક્રિયાને સાંભળીને ઉપસ્થિત (આત્માની સમીપ સ્થિત) થયો થકો તે શ્રમણ થાય છે. वदसमिदिंदियरोधो लोचावस्सयमचेलमण्हाणं । खिदिसयणमदंतवणं ठिदिभोयणमेगभत्तं च ॥ २०८ ॥ एदे खलु मूलगुणा समणाणं जिणवरेहिं पण्णत्ता । तेसु पमत्तो समणो छेदोवट्ठावगो होदि ॥ २०९ ॥ (जुम्मं) Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ વ્રત, સમિતિ, લુંચન, આવશ્યક, અણચલ, ઇંદ્રિયરોધન, નહિ સ્નાન-દાતણ, એક ભોજન, ભૂશયન, સ્થિતિભોજન, ૨૦૮. -આ મૂળગુણ શ્રમણો તણા જિનદેવથી પ્રજ્ઞસ છે, તેમાં પ્રમત્ત થતાં શ્રમણ છેદોપસ્થાપક થાય છે. ૨૯. અર્થ વ્રત, સમિતિ, ઇન્દ્રિયરોધ, લોચ, આવશ્યક, અચલપણું, અસ્નાન, ક્ષિતિશયન, અદંતધાવન, ઊભાં ઊભાં ભોજન અને એક વખત આહાર - આ ખરેખર શ્રમણોના મૂળગુણો જિનવરોએ કહ્યા છે, તેમાં પ્રમત્ત થયો થકો શ્રમણ છેદો પસ્થાપક થાય છે. लिंगग्गहणे तेसिं गुरु त्ति पव्वज्जदायगो होदि। छेदेसूवठ्ठवगा सेसा णिज्जावगा समणा ॥२१०॥ જે લિંગગ્રહણે સાધુપદ દેનાર તે ગુરુ જાણવા; છેદયે સ્થાપન કરે તે શેષ મુનિ નિર્યાપકા. ૨૧૦. અર્થ :લિંગગ્રહણ વખતે જે પ્રવજ્યાદાયક (દીક્ષા દેનાર) છે તે તેમના ગુરુ છે અને જે છેદયે ઉપસ્થાપક છે (એટલે કે (૧) જે ભેદોમાં સ્થાપિત કરે છે તેમ જ (૨) જે સંયમમાં છેદ થતાં ફરી સ્થાપિત કરે છે, તે શેષ શ્રમણો નિર્યાપક છે. ૧. છેદઢયે = બે પ્રકારના છેદ. (અહીં (૧) સંયમમાં જે ૨૮ મૂળગુણરૂપ ભેદ પડે તેને પણ છેદ કહેલ છે અને (૨) ખંડનને અથવા દોષને પણ છેદ કહેલ છે.) ૨. નિર્યાપક = નિર્વાહ કરનાર, સદુપદેશથી દઢ કરનાર, શિક્ષાગુરુ, શ્રતગુરુ. पयदम्हि समारद्धे छेदो समणस्स कायचे?म्हि। जायदिजदि तस्स पुणोआलोयणपुब्विया किरिया॥२११॥ छेदुवजुत्तो समणो समणं ववहारिणं जिणमदम्हि। आसेज्जालोचित्ता उवदिटुं तेण कायव्वं ॥ २१२॥ (जुगलं) જો છેદ થાય પ્રયત્ન સહ કૃત કાયની ચેષ્ટા વિષે, આલોચનાપૂર્વક ક્રિયા કર્તવ્ય છે તે સાધુને. ૨૧૧. છેદોપયુક્ત મુનિ, શ્રમણ વ્યવહારવિજ્ઞ કને જઈ, નિજ દોષ આલોચન કરી, શ્રમણોપદષ્ટિ કરે વિધિ. ૨૧૨. Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ અર્થ : જો શ્રમણને પ્રયત્નપૂર્વક કરવામાં આવતી કાયચેષ્ટાને વિષે છેદ થાય છે તો તેણે તો આલોચનપૂર્વક ક્રિયા કરવી જોઈએ. | (પરંતુ, જો શ્રમણ છેદમાં ઉપયુક્ત થયો હોય તો તેણે જિનમતને વિષે વ્યવહારકુશળ શ્રમણ પાસે જઈને, આલોચન કરીને (-પોતાના દોષનું નિવેદન કરીને), તેઓ જે ઉપદેશે તે કરવું જોઈએ. ૧. મુનિને (મુનિવોચિત) શુદ્ધોપયોગ તે અંતરંગ અથવા નિશ્ચય પ્રયત્ન છે અને તે શુદ્ધોપયોગદશામાં વર્તતો જે (હઠ વગરનો) દેહચેષ્ટાદિક સંબંધી શુભોપયોગ તે બહિરંગ અથવા વ્યવહાર પ્રયત્ન છે. (શુદ્ધોપયોગદશા ન હોય ત્યાં શુભપયોગ હઠ સહિત હોય છે; તે શુભપયોગ વ્યવહાર -પ્રયત્નપણાને પણ પામતો નથી.) ૨. આલોચન = (૧) સૂક્ષ્મતાથી જોઈ લેવું તે, બારીકાઈથી વિચારવું તે, બરાબર ખ્યાલમાં લેવું તે. (૨) નિવેદન, કથન.(૨૧૧મી ગાથામાં “આલોચન'નો પહેલો અર્થ ઘટે છે અને ૨૧૨મી ગાથામાં બીજો અર્થ ઘટે છે.) अधिवासे व विवासे छेदविणो भवीय सामण्णे। समणो विहरदु णिचं परिहरमाणो णिबंधाणि॥२१३॥ પ્રતિબંધ પરિત્યાગી સદા અધિવાસ અગર વિવાસમાં, મુનિરાજ વિહરો સર્વદા થઈ છેદહીન બ્રામણ્યમાં. ૨૧૩. અર્થ : અધિવાસમાં વસતાં (આત્મવાસમાં અથવા ગુરુઓના સહવાસમાં વસતાં) કે વિવાસમાં વસતાં (ગુરઓથી ભિન્ન વાસમાં વસતાં), સદા (પરદ્રવ્યને વિષે) પ્રતિબંધો પરિહરતો થકો શ્રમણ્યને વિષે છેદવિહીન થઈને શ્રમણ વિહરો. चरदि णिबद्धो णिचं समणो णाणम्हि दंसणमुहम्हि। पयदो मूलगुणेसु य जो सो पडिपुण्णसामण्णो॥२१४॥ જે શ્રમણ જ્ઞાન-દગાદિકે પ્રતિબદ્ધ વિચરે સર્વદા; ને પ્રયત મૂળગુણો વિષે, શ્રમણ્ય છે પરિપૂર્ણ ત્યાં. ૨૧૪. અર્થ જે શ્રમણ સદા જ્ઞાનમાં અને દર્શનાદિકમાં પ્રતિબદ્ધ તથા મૂળગુણોમાં પ્રયત (પ્રયત્નશીલ) વિચરે છે, તે પરિપૂર્ણ શ્રમણ્યવાળો છે. भत्ते वा खमणे वा आवसधे वा पुणो विहारे वा। उवधिम्हि वा णिबद्धं णेच्छदि समणम्हि विकधम्हि ॥ २१५ ॥ મુનિક્ષેપણમાંહી, નિવાસસ્થાન, વિહારવા ભોજનમહીં, ઉપધિ-શ્રમણ-વિકથા મહીં પ્રતિબંધને ઇચ્છે નહીં. ૨૧૫. Page #235 -------------------------------------------------------------------------- ________________ २२४ અર્થ : મુનિ આહારમાં, ક્ષપણમાં (ઉપવાસમાં), આવસથમાં (નિવાસસ્થાનમાં), વિહારમાં, ઉપધિમાં (પરિગ્રહમાં), શ્રમણમાં (અન્ય મુનિમાં) અથવા વિકથામાં પ્રતિબંધ ઇચ્છતો નથી. ૧. છદ્મસ્થ મુનિને ધાર્મિક કથાવાર્તા કરતાં પણ નિર્મળ ચૈતન્ય વિકલ્પયુક્ત થવાથી અંશે મલિન થાય છે, તેથી તે ધાર્મિક કથાને પણ વિકથા એટલે કે શુદ્ધાત્મદ્રવ્યથી વિરુદ્ધ કથા કહી છે. अपयत्ता वा चरिया सयणासणठाणचंकमादीसु। समणस्स सव्वकाले हिंसा सा संतय त्ति मदा ॥ २१६ ॥ આસન-શયન-ગમનાદિકે ચર્યા પ્રયત્નવિહીન જે, તે જાણવી હિંસા સદા સંતાનવાહિની શ્રમણને. ૨૧૬. અર્થ શ્રમણને શયન, આસન (બેસવું), સ્થાન (ઊભા રહેવું), ગમન ઇત્યાદિમાં જે અપ્રયત ચર્યા તે સર્વકાળે સતત હિંસા માનવામાં આવી છે. मरदु व जियदु व जीवो अयदाचारस्स णिच्छिदा हिंसा। पयदस्स णत्थि बंधो हिंसामेत्तेण समिदस्स ॥२:७॥ જીવો-મરો જીવ, યત્વહીન આચાર ત્યાં હિંસા નક્કી; સમિતિ-પ્રયત્નસહિતને નહિ બંધ હિંસામાત્રથી. ૨૧૩. અર્થ જીવ મરો કે જીવો, અપયત આચારવાળાને (અંતરંગ) હિંસા નિશ્ચિત છે; પ્રયતને , સમિતિવંતને (બહિરંગ) હિંસામાત્રથી બંધ નથી. ૧. પ્રયત = પ્રયત્નશીલ, સાવધાન, સંયમી. ૨. શુદ્ધાત્મસ્વરૂપમાં (મુનિcોચિત) સમ્યક ‘ઇતિ” અર્થાત્ પરિણતિ તે નિશ્ચય સમિતિ છે. અને તે દડામાં વર્તતી જે (હઠ વગરની) ઇર્યા-ભાષાદિ સંબંધી શુભ પરિણતિ તે વ્યવહાર - સમિતિ છે. (શુદ્ધાત્મસ્વરૂપમાં સમ્યક પરિણતિરૂપ દશા ન હોય ત્યાં શુભ પરિણતિ હઠ સહિત હોય છે, તે શુભ પરિણતિ વ્યવહાર-સમિતિ પણ નથી.) अयदाचारो समणो छस्सु वि कायेसु वधकरो त्ति मदो। चरदि जदं जदि णिचं कमलं व जले णिरुवलेवो ॥ २१८॥ મુનિ યત્વહીન આચારવંત છ કાયનો હિંસક કહ્યો; જલકમલવત્ નિર્લેપ ભાખ્યો, નિત્ય યત્નસહિત જો. ૨૧૮. અર્થ :અપ્રયત આચારવાળો શ્રમણ છયે કાય સંબંધી વધનો કરનાર માનવામાં-કહેવામાં આવ્યો છે; જો સદા પ્રયતપણે આચરણ કરે તો જળમાં કમળની માફક નિર્લેપ કહેવામાં આવ્યો છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ हवदि व ण हवदि बंधो मदम्हि जीवेऽध कायचेम्हि। बंधो धुवमुवधीदो इदि समणा छड्डिया सव्वं ॥ २१९ ॥ દૈહિક ક્રિયા થકી જીવ મરતાં બંધ થાય - ન થાય છે, પરિગ્રહ થકી ધ્રુવ બંધ, તેથી સમસ્ત છોડ્યો યોગીએ. ર૧૯. અર્થ હવે (ઉપાધિ વિષે એમ છે કે), કાયચેષ્ઠાપૂર્વક જીવ મરતાં બંધ થાય છે અથવા નથી થતો; (પણ) ઉપધિથી-પરિગ્રહથી નક્કી બંધ થાય છે, તેથી શ્રમણોએ (અહંતદેવોએ) સર્વ પરિગ્રહને છોડ્યો છે. ण हि णिरवेक्खो चागो ण हवदि भिक्खुस्स आसयविसुद्धी। अविसुद्धस्स य चित्ते कहं णु कम्मक्खओ विहिदो ॥ २२०॥ નિરપેક્ષ ત્યાગ ન હોય તો નહિ ભાવશુદ્ધિ ભિક્ષુને, ને ભાવમાં અવિશુદ્ધને ક્ષય કર્મનો કઈ રીતે બને? ૨૦. અર્થ : જો નિરપેક્ષ (કોઈ પણ વસ્તુની અપેક્ષા વિનાનો) ત્યાગ ન હોય તો ભિક્ષુને ભાવની વિશુદ્ધિ નથી, અને ભાવમાં જે અવિશુદ્ધ છે તેને કર્મક્ષય કેવી રીતે થઈ શકે ? किध तम्हि णत्थि मुच्छा आरंभो वा असंजमो तस्स। तध परदव्वम्मि रदो कधमप्पाणं पसाधयदि॥ २२१॥ આરંભ, અણસંયમ અને મૂછનત્યાં-એક્ષમ બને? પદ્રવ્યરત જે હોય તે કઈ રીતે સાધે આત્મને? ૨૨૧. અર્થ : ઉપધિના ભાવમાં તેને (ભિક્ષુને) મૂછ, આરંભ કે અસંયમ ન હોય એ કેમ બને ? ન જ બને.) તથા જે પરદ્રવ્યમાં રત હોય તે આત્માને કઈ રીતે સાધે? छेदो जेण ण विज्जदि गहणविसग्गेसु सेवमाणस्स। समणो तेणिह वढ्दु कालं खेत्तं वियाणित्ता ॥ २२२॥ ગ્રહણે વિસર્ગે સેવતાં નહિ છેદ જેથી થાય છે, તે ઉપધિ સહ વર્તા ભલે મુનિ કાળક્ષેત્ર વિજાણીને. ૨૨૨. અર્થ જે ઉપધિને (આહાર-નીહારાદિનાં) ગ્રહણ-વિસર્જનમાં સેવતાં જેનાથી સેવનારને છેદ થતો નથી, તે ઉપધિ સહિત, કાળક્ષેત્રને જાણીને, આ લોકમાં શ્રમણ ભલે વર્તો. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ अप्पडिकुटुं उवधि अपत्थणिज्जं असंजदजणेहिं। मुच्छादिजणणरहिदं गेण्हदु समणो जदि वि अप्पं ॥ २२३॥ ઉપધિ અનિંદિતને, અસંયત જન થકી અણપ્રાર્થને, મૂછદિજનનરહિતને જ ગ્રહો શ્રમણ, થોડો ભલે. ૨૨૩. અર્થ ભલે થોડો હોય તો પણ, જે અનિંદિત હોય, અસંયત જનોથી અપ્રાર્થનીય હોય અને જે મૂછદિના જનન રહિત હોય - એવા જ ઉપધિને શ્રમણ ગ્રહણ કરો. किं किंचण त्ति तकं अपुणभवकामिणोध देहे वि। संग त्ति जिणवरिंदा अप्पडिकम्मत्तमुद्दिट्ठा ॥ २२४॥ ક્યમ અન્ય પરિગ્રહ હોય જ્યાંકહીદેહને પરિગ્રહ અહો! મોક્ષેચ્છને દેહેય નિષ્પતિકર્મ ઉપદેશે જિનો? ૨૨૪. અર્થ જો જિનવરેન્દ્રોએ મોક્ષના અભિલાષીને, દિહ પરિગ્રહ છે' એમ કહીને, દેહમાં પણ અપ્રતિકર્મપણું | (સંસ્કારરહિતપણું) ઉપદેશ્ય છે, તો પછી તેમનો એવો આશય છે કે તેને અન્ય પરિગ્રહ તો શાનો હોય? उवयरणं जिणमग्गे लिंगं जहजादरूवमिदि भणिदं। गुरुवयणं पि य विणओ सुत्तज्झयणं च णिद्दिद्धं ॥ २२५ ॥ જમ્યા પ્રમાણે રૂપ ભાડું ઉપકરણ જિનમાર્ગમાં, ગુરુવચન ને સૂત્રાધ્યયન, વળી વિનય પણ ઉપકરણમાં. રર૫. અર્થ યથા જાતરૂપ જે લિંગ (-જમ્યા પ્રમાણે રૂપ એવું જે લિંગ) તે જિનમાર્ગમાં ઉપકરણ કહેવામાં આવ્યું છે; ગુરુના વચન, સૂત્રોનું અધ્યયન અને વિનય પણ ઉપકરણ કહેલ છે. इहलोगणिरावेक्खो अप्पडिबद्धो परम्हि लोयम्हि। जुत्ताहारविहारो रहिदकसाओ हवे समणो॥२२६ ॥ આ લોકમાં નિરપેક્ષ ને પરલોક-અણપ્રતિબદ્ધ છે, સાધુ કષાયરહિત, તેથી યુક્ત આર-વિહારી છે. ૨૨૬. અર્થ શ્રમણ કપાયરહિત વર્તતો થકો આ લોકમાં નિરપેક્ષ અને પરલોકમાં અપ્રતિબદ્ધ હોવાથી યુક્તાહારવિહારી, હોય છે. ૧. યુક્તાહારવિહારી = (૧) યોગ્ય-ઉચિત આહાર-વિહારવાળો. (૨) યુક્તના અર્થાત્ યોગીના આહાર-વિહારવાળો; યોગપૂર્વક (- આત્મસ્વભાવમાં જોડાણ સહિત) - આહાર-વિહારવાળો. Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ जस्स अणेसणमप्पा तं पि तवो तप्पडिच्छगा समणा। अण्णं भिक्खमणेसणमध ते समणा अणाहारा ॥२२७॥ આત્મા અનેષક તે ય તપ, તત્સિદ્ધિમાં ઉદ્યત રહી વણ-એષણા ભિક્ષા વળી, તેથી અનાહારી મુનિ. ૨૨૭. અર્થ : જેનો આત્મા એષણારહિત છે (અર્થાત્ જે અનશનસ્વભાવી આત્માને જાણતો હોવાને લીધે સ્વભાવથી આહારની ઇચ્છારહિત છે) તેને તે પણ તપ છે; વળી) તેને પ્રાપ્ત કરવા માટે (-અનશનસ્વભાવી આત્માને પરિપૂર્ણપણે પ્રાપ્ત કરવા માટે) પ્રયત્ન કરનારા એવા જે શ્રમણો તેમને અન્ય (-સ્વરૂપથી જુદી એવી) ભિક્ષા એષણા વિના (-એષણાદોષ રહિત) હોય છે, તેથી તે શ્રમણો અનાહારી છે. केवलदेहो समणो देहे ण मम त्ति रहिदपरिकम्मो। आजुत्तो तं तवसा अणिगूहिय अप्पणो सत्तिं ॥ २२८॥ કેવલશરીર મુનિ ત્યાંય “મારું” જાણી વણ-પ્રતિકર્મ છે, નિજ શક્તિના ગોપન વિના તપ સાથ તન યોજેલ છે. ૨૨૮. અર્થ કેવળદેહી શ્રમણ (જેને માત્ર દેહરૂપ પરિગ્રહ જ વર્તે છે એવા મુનિએ) દેહમાં પણ મારો નથી” એમ સમજીને પરિકર્મ રહિત વર્તતા થકાં, પોતાના આત્માની શક્તિને ગોપવ્યા વિના તપ સાથે તેને (-દેહને) યુક્ત કર્યો (જોડ્યો) છે. ૧. પરિકર્મ = શોભા શણગાર; સંસ્કારનું પ્રતિકર્મ. एकं खलु तं भत्तं अप्पडिपुण्णोदरं जहालद्धं । चरणं भिक्खेण दिवा ण रसावेक्खं ण मधुमंसं ॥ २२९ ॥ આહાર તે એક જ, ઊણોદરને યથા-ઉપલબ્ધ છે, ભિક્ષા વડે, દિવસે, રસેચ્છાહીન, વણ-મધુમાંસ છે. ર૨૯. અર્થ : ખરેખર તે આહાર (યુક્તાહાર) એક વખત, ઊણોદર, યથાલબ્ધ (-જેવો મળે તેવો), ભિક્ષાચરણથી, દિવસે, રસની અપેક્ષા વિનાનો અને મધ-માંસ રહિત હોય છે. बालो वा वुड्डो वा समभिहदो वा पुणो गिलाणो वा। चरियं चरदु सज्जोगं मूलच्छेदो जधा ण हवदि॥ २३०॥ વૃદ્ધત્વ, બાળપણા વિષે, ગ્લાનત્વ, શ્રાંત દશા વિષે, ચર્ચા ચરો નિજયોગ્ય, જે રીતે મૂળછેદ ન થાય છે. ૨૩૦. Page #239 -------------------------------------------------------------------------- ________________ २२८ અર્થ :બાળ, વૃદ્ધ, 'શ્રાંત, ગ્લાન શ્રમણ મૂળનો છેદ જે રીતે ન થાય તે રીતે પોતાને યોગ્ય આચરણ આચરો. ૧. શ્રાંત = શ્રમિત, થાકેલો. ૨. ગ્લાન = વ્યાધિગ્રસ્ત; રોગીદુર્બળ. आहारे व विहारे देसं कालं समं खमं उवधि । जाणित्ता ते समणो वट्टदि जदि अप्पलेवी सो॥ २३१॥ જો દેશ-કાળ તથા ક્ષમા-શ્રમ-ઉપધિને મુનિ જાણીને વર્તે અહારવિહારમાં, તો અલ્પલપી શ્રમણ તે. ૨૩૧. અર્થ જો શ્રમણ આહાર અથવા વિહારમાં દેશ, કાળ, શ્રમ, ક્ષમતા તથા ઉપધિને જાણીને પ્રવર્તેતો તે અલ્પલેપી હોય છે. ૧. ક્ષમતા = શક્તિ; સહનશક્તિ, ધીરજ. एयग्गगदो समणो एयग्गं णिच्छिदस्स अत्थेसु। णिच्छित्ती आगमदो आगमचेट्ठा तदो जेट्ठा ॥ २३२॥ શ્રામાણ્ય જ્યાં ઐકાય, ને ઐકા વસ્તુનિશ્ચયે, નિશ્ચય બને આગમ વડે, આગમપ્રવર્તન મુખ્ય છે. ૨૩૨. અર્થ શ્રમણ એકાગ્રતાને પ્રાપ્ત હોય છે; એકાગ્રતા પદાર્થોના નિશ્ચયવંતને હોય છે; (પદાર્થોના) નિશ્ચય આગમ દ્વારા થાય છે, તેથી આગમમાં વ્યાપાર મુખ્ય છે. आगमहीणो समणो णेवप्पाणं परं वियाणादि। अविजाणंतो अत्थे खवेदि कम्माणि किध भिक्खू ॥ २३३॥ આગમરહિત જે શ્રમણ તે જાણે ન પરને, આત્મને; ભિક્ષુ પદાર્થ-અજાણ તે ક્ષય કર્મનો કઈ રીતે કરે? ૨૩૩. અર્થ આગમહીન શ્રમણ આત્માને પોતાને) અને પરને જાણતો નથી જ પદાર્થોને નહિ જાણતો ભિક્ષુ કર્મોને કઈ રીતે ક્ષય કરે? आगमचक्खू साहू इंदियचक्खूणि सव्वभूदाणि। देवा य ओहिचक्खू सिद्धा पुण सव्वदो चक्खू॥ २३४ ॥ મુનિરાજ આગમચક્ષુને સૌ ભૂત ઇન્દ્રિયચક્ષુ છે, છે દેવ અવધિચક્ષુ ને સર્વત્રચક્ષુ સિદ્ધ છે. ૨૩૪. Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ અર્થ : સાધુ આગમચક્ષુ (-આગમરૂપ ચક્ષુવાળા) છે, સર્વ ભૂતો (-પ્રાણીઓ) ઇન્દ્રિયચક્ષુ છે, દેવો અવધિચક્ષુ છે અને સિદ્ધો સર્વતઃચક્ષુ (-સર્વ તરફથી ચક્ષુવાળા અર્થાત્ સર્વ આત્મપ્રદેશે ચક્ષુવાળા) છે. सव्वे आगमसिद्धा अत्था गुणपज्जएहिं चित्तेहिं । जाणंति आगमेण हि पेच्छित्ता ते वि ते समणा ॥ २३५ ॥ સૌ ચિત્ર ગુણપર્યાયયુક્ત પદાર્થ આગમસિદ્ધ છે; તે સર્વને જાણે શ્રમણ એ દેખીને આગમ વડે. ૨૩૫. અર્થ : બધા પદાર્થો વિચિત્ર (અનેક પ્રકારના) ગુણપર્યાયો સહિત આગમસિદ્ધ છે. તે સર્વને એ શ્રમણો આગમ વડે ખરેખર દેખીને જાણે છે. आगमपुव्वा दिट्ठी ण भवदि जस्सेह संजमो तस्स । णत्थीदि भणदि सुत्तं असंजदो होदि किध समणो ॥ २३६ ॥ દૃષ્ટિ ન આગમપૂર્વિકા તે જીવને સંયમ નહીં -એ સૂત્ર કેરું છે વચન; મુનિ કેમ હોય અસંયમી ? ૨૩૬. અર્થ ઃ આ લોકમાં ને આગમપૂર્વક દષ્ટિ (-દર્શન) નથી તેને સંયમ નથી એમ સૂત્ર કહે છે; અને અસંયત તે શ્રમણ કઈ રીતે હોય ? ण हि आगमेण सिज्झदि सद्दहणं जदि वि णत्थि अत्थेसु । सद्दहमाणो अत्थे असंजदो वा ण णिव्वादि ॥ २३७ ॥ સિદ્ધિ નહિ આગમ થકી, શ્રદ્ધા ન જો અર્થો તણી; નિર્વાણ નહિ અર્થે તણી શ્રદ્ધાથી, જો સંયમ નહીં. ૨૩૭. અર્થ : આગમથી, જો પદાર્થનું શ્રદ્ધાન ન હોય તો, સિદ્ધિ (મુક્તિ) થતી નથી; પદાર્થોને શ્રદ્ધનારો પણ, અસંયત હોય તો, નિર્વાણ પામતો નથી. जं अण्णाणी कम्मं खवेदि भवसयसहस्सकोडीहिं। तं णाणी तिहिं गुत्तो खवेदि उस्सासमेत्तेण ॥ २३८ ॥ અજ્ઞાની જે કર્મો ખપાવે લક્ષ કોટિ ભવો વડે, તેકર્મ જ્ઞાની ત્રિગુપ્ત બસ ઉચ્છ્વાસમાત્રથીક્ષયકરે. ૨૩૮. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ અર્થ જે કર્મ અજ્ઞાની લક્ષ કોટિ ભવો વડે ખપાવે છે, તે કર્મ જ્ઞાની ત્રણ પ્રકારે (મન-વચન-કાયાથી) ગુપ્ત હોવાને લીધે ઉચ્છવાસમાત્રથી ખપાવે છે. परमाणुपमाणं वा मुच्छा देहादिएसु जस्स पुणो। विज्जदि जदि सो सिद्धिं ण लहदि सव्वागमधरो वि॥ २३९ ॥ અણુમાત્ર પણ મૂછ તણો સદ્ભાવ જો દેહાદિકે, તો સર્વઆગમધર ભલે પણ નવ લહે સિદ્ધત્વને. ૨૩૯. અર્થ અને જો દેહાદિક પ્રત્યે પરમાણુ જેટલી પણ મૂછ વર્તતી હોય, તો તે ભલે સર્વઆગમધર હોય તો પણ સિદ્ધિ પામતો નથી. पंचसमिदो तिगुत्तो पंचेंदियसंवुडो जिदकसाओ। दसणणाणसमग्गो समणो सो संजदो भणिदो ॥ २४०॥ જે પંચસમિત, ત્રિગુપ્ત, ઇંદ્રિનિરોધી, વિજયી કષાયનો, પરિપૂર્ણ દર્શનજ્ઞાનથી, તે શ્રમણને સંયત કહ્યો. ૨૪૦. અર્થ : પાંચ સમિતિયુક્ત, પાંચ ઇન્દ્રિયોના સંવરવાળો, ત્રણ ગુપ્રિ સહિત, જિતકષાય અને દર્શનશાનથી પરિપૂર્ણ -એવો જે શ્રમણ તેને સંયત કહ્યો છે. समसत्तुबंधुवग्गो समसुहदुक्खो पसंसणिंदसमो। समलोढुकंचणो पुण जीविदमरणे समो समणे॥२४१॥ નિંદા-પ્રશંસા, દુઃખ-સુખ, અરિ-બંધુમાં જ્યાં સામ્ય છે, વળી લોણ-કનકે, જીવિત-મરણે સામ્ય છે, તે શ્રમણ છે. ૨૪૧. અર્થ શત્રુ અને બંધુવર્ગ જેને સમાન છે, સુખ અને દુઃખ જેને સમાન છે, પ્રશંસા અને નિંદા પ્રત્યે જેને સમતા છે, લોટ (માટીનું ઢેકું) અને કાંચન જેને સમાન છે તેમ જ જીવિત અને મરણ પ્રત્યે જેને સમતા છે, તે શ્રમણ છે. दसणणाणचरित्तेसु तीसु जुगवं समुट्ठिदो जो दु। एयग्गगदो त्ति मदो सामण्णं तस्स पडिपुण्णं ॥ २४२॥ દગ, જ્ઞાન ને ચારિત્ર ત્રણમાં યુગપદે આરૂઢ જે, તેને કહ્યો ઐકાયગત, શ્રમણ્ય ત્યાં પરિપૂર્ણ છે. ૨૪૨. Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ અર્થ જે દર્શન, જ્ઞાન અને ચારિત્ર - એ ત્રણમાં યુગપઆરૂઢ છે, તે એકાગ્રતાને પામેલો છે એમ (શાસ્ત્રમાં) કહ્યું છે. તેને શ્રામણ પરિપૂર્ણ છે. मुज्झदि वा रज्जदि वा दुस्सदि वा दव्वमण्णमासेज्ज। जदि समणो अण्णाणी बज्झदि कम्मेहिं विविहेहिं॥ २४३॥ પદ્રવ્યને આશ્રય શ્રમણ અજ્ઞાની પાસે મોહને વા રાગને વા ષને, તો વિવિધ બાંધે કર્મને. ૨૪૩. અર્થ : જો શ્રમણ, અન્ય દ્રવ્યનો આશ્રય કરીને અજ્ઞાની થયો થકો, મોહ કરે છે, રાગ કરે છે અથવા ષ કરે છે, તો તે વિવિધ કર્મો વડે બંધાય છે. अढेसु जो ण मुज्झदि ण हि रज्जदि णेव दोसमुवयादि। समणो जदि सो णियदं खवेदि कम्माणि विविहाणि ॥२४४ ॥ નહિ મોહ, ને નહિ રાગ, દ્વેષ કરે નહીં અર્થો વિષે, તો નિયમથી મુનિરાજ એ વિધવિધ કર્મો ક્ષય કરે. ૨૪૪. અર્થ : જો શ્રમણ પદાર્થોમાં મોહ કરતો નથી, રાગ કરતો નથી, દ્વેષ કરતો નથી, તો તે નિયમથી (ચોક્કસ) વિવિધ કર્મોને ખપાવે છે. समणा सुद्धवजुत्ता सुहोवजुत्ता य होंति समयम्हि। तेसु वि सुद्धवजुत्ता अणासवा सासवा सेसा ॥ २४५ ॥ શુદ્ધોપયોગી શ્રમણ છે, શુભયુક્ત પણ શાસ્ત્ર કહ્યા; શુદ્ધોપયોગી છે નિરાસવ, શેષ સાસવ જાણવા. ૨૪૫. અર્થશાસ્ત્રને વિષે (એમ કહ્યું છે કે), શુદ્ધોપયોગી તે શ્રમણ છે, શુભોપયોગી પણ શ્રમણ છે; તેમાંય, શુદ્ધોપયોગી નિરાસવ છે, બાકીના સાસવ છે (અર્થાત્ શુભોપયોગી આસવ સહિત છે). अरहंतादिसु भत्ती वच्छलदा पवयणाभिजुत्तेसु। विजदि जदि सामण्णे सा सुहजुत्ता भवे चरिया॥२४६ ॥ વાત્સલ્ય પ્રવચનરત વિષે ને ભક્તિ અહંતાદિકે -એ હોય જો શ્રમણ્યમાં તો ચરણ તે શુયુક્ત છે. ૨૪૬. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ અર્થ શ્રમણ્યમાં જો અહંતાદિક પ્રત્યે ભક્તિ તથા પ્રવચનરત જીવો પ્રત્યે વત્સલતા વર્તતી હોય તો તે શુભયુક્ત ચર્યા (શુભોપયોગી ચારિત્ર) છે. वंदणणमंसणेहिं अब्भुट्ठाणाणुगमणपडिवत्ती। समणेसु समावणओ ण णिदिदा रागचरियम्हि ॥ २४७॥ શ્રમણો પ્રતિ વંદન, નમન, અનુગમન, અભ્યત્થાન ને વળી શ્રમનિવારણ છે ન નિંદિત ચગયુત ચર્ચા વિષે. ૨૪૭. અર્થ શ્રમણો પ્રત્યે વંદન-નમસ્કાર સહિત અભુત્થાન અને અનુગામનરૂપ વિનીત વર્તન કરવું તથા તેમનો શ્રમ દૂર કરવો તે રાગચર્યામાં નિંદિત નથી. ૧. અભુત્થાન = માનાર્થે ઊભા થઈ જવું તે. ૨.અનુગમન = પાછળ ચાલવું તે. ૩. વિનીત = વિનયયુક્ત; સન્માનયુક્ત; વિવેકી; સભ્ય. दंसणणाणुवदेसो सिस्सग्गहणं च पोसणं तेसिं। चरिया हि सरागाणं जिणिंदपूजोवदेसो य॥२४८॥ ઉપદેશ દર્શનજ્ઞાનનો, પોષણ-ગ્રહણ શિષ્યો તણું, ઉપદેશ જિનપૂજા તણો – વર્તન તું જાણ સરાગનું. ૨૪૮. અર્થ દર્શનજ્ઞાનનો (સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનનો) ઉપદેશ, શિષ્યોનું ગ્રહણ તથા તેમનું પોષણ, અને - જિનેન્દ્રની પૂજાનો ઉપદેશ ખરેખર સરાગીઓની ચર્ચા છે. उवकुणदि जो वि णिच्चं चादुव्वण्णस्स समणसंघस्स। कायविराधणरहिदं सो वि सरागप्पधाणो से॥२४९ ॥ વણ આવકાયવિરાધના ઉપકાર જે નિત્ય કરે ચઉવિધ સાધુસંઘને, તે શ્રમણ રોગપ્રધાન છે. ૨૪૯. અર્થ : જે કોઈ (શ્રમણ) સદા (છ) કાયની વિરાધના વિના ચાર પ્રકારના શ્રમણસંઘને ઉપકાર કરે છે, તે રાગની પ્રધાનતાવાળો છે. जदि कुणदि कायखेदं वेजावच्चत्थमुज्जदो समणो। ण हवदि हवदि अगारी धम्मो सो सावयाणं से ॥२५०॥ વૈયાવૃતે ઉઘત શ્રમણ ષટું કાયને પીડા કરે તો શ્રમણ નહિ, પણ છે ગ્રહી; તે શ્રાવકોનો ધર્મ છે. ૨૫૦. Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ અર્થ : જો (શ્રમણ) વૈયાવૃત્ય માટે ઉદ્યમવંત વર્તતા છ કાયને પીડા કરે તો તે શ્રમણ નથી, ગૃહસ્થ છે; (કારણ કે) તે (છ કાયની વિરાધના સહિત વૈયાવૃત્ત્વ) શ્રાવકોનો ધર્મ છે. जोण्हाणं णिरवेक्खं सागारणगारचरियजुत्ताणं । अणुकंपयोवयारं कुव्वदु लेवो जदि वि अप्पों ।। २५१॥ છે અલ્પ લેપ છતાંય દર્શનજ્ઞાનપરિણત જૈનને નિરપેક્ષતાપૂર્વક કરો ઉપકાર અનુકંપા વડે. ૨૫૧. અર્થ : અલ્પ લેપ થતો હોવા છતાં પણ સાકાર-અનાકાર ચર્ચાયુક્ત જૈનોને અનુકંપાથી નિરપેક્ષપણે (શુભોપયોગી) ઉપકાર કરો. रोगेण वा छुधा तहाए वा समेण वा रूढं । दिट्ठा समणं साहू पडिवज्जदु आदसत्तीए ॥ २५२ ॥ આક્રાંત દેખી શ્રમણને શ્રમ, રોગ વા ભૂખ, પ્યાસથી, સાધુ કરો સેવા સ્વશક્તિપ્રમાણ એ મુનિરાજની. ૨૫૨. અર્થ :રોગથી, ક્ષુધાથી, તૃષાથી અથવા શ્રમથી આક્રાંત શ્રમણને દેખીને સાધુ પોતાની શક્તિ અનુસાર વૈયાવૃત્યાદિક કરો. वेज्जावच्चणिमित्तं गिलाणगुरुबालबुडसमणाणं । लोगिगजणसंभासा ण णिंदिदा वा सुहोवजुदा ।। २५३ ॥ સેવાનિમિત્તે રોગી-બાળક-વૃદ્ધ-ગુરુ શ્રમણો તણી, લૌકિક જનો સહ વાત શુભ-ઉપયોગયુત નિંદિત નથી. ૨૫૩. અર્થ :વળી રોગી, ગુરુ (-પૂજ્ય, વડેરા), બાળ અને વૃદ્ધ શ્રમણોની સેવાના (વૈયાવૃત્ત્વના) નિમિત્તે, શુભોપયોગવાળી લૌકિક જનો સાથેની વાતચીત નિંદિત નથી. एसा पसत्थभूदा समणाणं वा पुणो घरत्थाणं । चरिया परेत्ति भणिदा ताएव परं लहदि सोक्खं ॥ २५४ ॥ આ શુભ ચર્યા શ્રમણને, વળી મુખ્ય હોય ગૃહસ્થને; તેના વડે જ ગૃહસ્થ પામે મોક્ષસુખ ઉત્કૃષ્ટને. ૨૫૪. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ અર્થ ઃ આ પ્રશસ્તભૂત ચર્યા શ્રમણોને (ગૌણ) હોય છે અને ગૃહસ્થોને તો મુખ્ય હોય છે એમ (શાસ્ત્રોમાં) કહ્યું છે; તેનાથી જ (પરંપરાએ) ગૃહસ્થ પરમ સૌખ્યને પામે છે. रागो पसत्थभूदो वत्थुविसेसेण फलदि विवरीदं । णाणाभूमिगदाणिह बीजाणिव सस्सकालम्हि ।। २५५ ॥ ફળ હોય છે વિપરીત વસ્તુવિશેષથી શુભ રાગને, નિષ્પત્તિ વિપરીત હોય ભૂમિવિશેષથી જ્યમ બીજને. ૨૫ અર્થ : જેમ આ જગતમાં અનેક પ્રકારની ભૂમિમાં પડેલાં બીજ ધાન્યકાળે વિપરીતપણે ફળે છે, તેમ પ્રશસ્ત રાગ વસ્તુભેદથી (-પાત્રના ભેદથી) વિપરીતપણે ફળે છે. छदुमत्थविहिदवत्थुसु वदणियमज्झयणझाणदाणरदो । ण लहदि अपुणभावं भावं सादप्पगं लहदि ॥ २५६ ॥ છદ્મસ્થ-અભિહિત ધ્યાનદાને વ્રતનિયમપઠનાદિકે રત જીવ મોક્ષ લહે નહીં, બસ ભાવ શાતાત્મક લહે. ૨૫૬. અર્થ : જે જીવ છદ્મસ્થવિહિત વસ્તુઓને વિષે (છદ્મસ્થ - અજ્ઞાનીએ કહેલા દેવ-ગુરુ-ધર્માદિને વિષે) વ્રતનિયમ-અધ્યયન-ધ્યાન-દાનમાં રત હોય તે જીવ મોક્ષને પામતો નથી, શાતાત્મક ભાવને પામે છે. अविदिदपरमत्थेसु य विसयकसायाधिगेसु पुरिसेसु । जुट्ठे कदं व दत्तं फलदि कुदेवेसु मणुवेसु ॥ २५७ ॥ પરમાર્થથી અનભિજ્ઞ, વિષયકષાયઅધિક જનો પરે, ઉપકાર-સેવા-દાન સર્વ કુદેવમનુજપણે ફળે. ૨૫૭. અર્થ ઃ જેમણે પરમાર્થને જાણ્યો નથી અને જેઓ વિષયકષાયે અધિક છે એવા પુરુષો પ્રત્યેની સેવા, ઉપકાર કે દાન કુદેવપણે અને કુમનુષ્યપણે ફળે છે. जदि ते विसयकसाया पाव त्ति परूविदा व सत्थेसु । हि ते तप्पबिद्धा पुरिसा णित्थारगा होंति ।। २५८ ।। ‘વિષયોકષાયો પાપ છે’ જો એમ નિરૂપણ શાસ્ત્રમાં, તો કેમ તત્પ્રતિબદ્ધ પુરુષો હોય રે નિસ્તારકા ? ૨૫૮. Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ અર્થ : જો તે વિષયકષાયો પાપ છે' એમ શાસ્ત્રોમાં પ્રરૂપણ કરવામાં આવ્યું છે, તો તેમાં પ્રતિબદ્ધ (વિષયકષાયોમાં લીન) તે પુરુષો 'નિસ્તારક કેમ હોઈ શકે ? ૧. નિતારક નિસ્તાર કરનારા, તારનારા; પાર ઉતારનારા. उवरदपाओ पुरिसो समभावो धम्मिगेसु सव्वेसु।। गुणसमिदिदोवसेवी हवदि स भागी सुमग्गस्स ॥ २५९॥ તે પુરુષ જાણ સુમાર્ગશાળી, પાપ-ઉપરમ જેહને, સમભાવ જ્યાં સૌ ધાર્મિક, ગુણસમૂહસેવન જેહને. ૨૫૯. અર્થ : જેને પાપ વિરામ પામ્યું છે, જે સર્વ ધાર્મિકો પ્રત્યે સમભાવવાળો છે અને જે ગુણસમુદાયને સેવનારો છે તે પુરુષ સુમાર્ગવંત છે. असुभोवयोगरहिदा सुद्धवजुत्ता सुहोवजुत्ता वा। णित्थारयति लोगं तेसु पसत्थं लहदि भत्तो॥२६०॥ અશુભોપયોગરહિત શ્રમણો-શુદ્ધ વા શુયુક્ત જે, તે લોકને તારે; અને તદ્ભક્ત પામે પુણ્યને. ર૬૦. અર્થ જેઓ અશુભોપયોગરહિત વર્તતા થકા શુદ્ધોપયુક્ત અથવા શુભોપયુક્ત હોય છે, તેઓ (તે શ્રમણો) લોકને તારે છે; (અને) તેમના પ્રત્યે ભક્તિવાળો જીવ પ્રશસ્તને (-પુણ્યને) પામે છે. दिट्ठा पगदं वत्थु अब्भुट्ठाणप्पधाणकिरियाहिं। वट्टदु तदो गुणादो विसेसिव्वो त्ति उवदेसो॥ २६१॥ પ્રકૃત વસ્તુ દેખી અભુત્થાન આદિ ક્રિયા થકી, વર્તે શ્રમણ, પછી વર્તનીય ગુણાનુસાર વિશેષથી. ર૬૧. અર્થ : 'પ્રકૃત વસ્તુ દેખીને (પ્રથમ તો) ‘અભ્યત્થાન આદિ ક્રિયાઓ વડે (શ્રમણ) વર્તા, પછી ગુણ પ્રમાણે ભેદ પાડવો. -આમ ઉપદેશ છે. ૧. પ્રકૃત વસ, = અવિકૃત વસ્તુ, અવિપરીત પાત્ર. (અત્યંતર-નિરુપરાગ-શુદ્ધ આત્માની ભાવનાને જણાવનારું જે બહિરંગનિર્ગથ-નિર્વિકાર-રૂપ તે રૂપવાળા શ્રમણને અહીં ‘પ્રકૃત વસ્તુકહેલ છે.). ૨. અભ્યત્યાત = માનાર્થે ઊભા થઈ જવું અને સામા જવું તે. अब्भुट्ठाणं गहणं उवासणं पोसणं च सकारं। अंजलिकरणं पणमं भणिदमिह गुणाधिगाणं हि ॥ २६२ ॥ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ગુણથી અધિક શ્રમણો પ્રતિ સત્કાર, અભુત્થાન ને અંજલિકરણ, પોષણ, ગ્રહણ, સેવન અહીં ઉપદિષ્ટ છે. ર૬૨. અર્થ ગુણાધિક (ગુણે અધિક શ્રમણો) પ્રત્યે અભ્યસ્થાન, ગ્રહણ (આદરથી સ્વીકાર), ઉપાસન, પોષણ (તેમના અશન, શયન વગેરેની ચિંતા), સત્કાર (ગુણપ્રશંસા), અંજલિકરણ (વિનયથી હાથ જોડવા) અને પ્રણામ કરવાનું કહ્યું છે. अब्भुट्टेया समणा सुत्तत्थविसारदा उवासेया। संजमतवणाणड्डा पणिवदणीया हि समणेहिं॥ २६३॥ મુનિ સૂત્ર-અર્થપ્રવીણ સંયમજ્ઞાનતપસમૃદ્ધને પ્રણિપાત, અભુત્થાન, સેવા સાધુએ કર્તવ્ય છે. ૨૬૩. અર્થ શ્રમણોએ સૂત્રાર્થવિશારદ (સૂત્રોના અને સૂત્રકથિત પદાર્થોના જ્ઞાનમાં નિપુણ) તથા સંયમતપણાનાટ્ય (સંયમ, તપ અને આત્મજ્ઞાનમાં સમૃદ્ધ) શ્રમણો પ્રત્યે અભ્યથાન, ઉપાસના અને પ્રણિપાત કરવા યોગ્ય છે. ૧. પ્રણિપાત = સાષ્ટાંગ પ્રણામ; પગે પડવું તે; પ્રણામ. ण हवदि समणो त्ति मदो संजमतवसुत्तसंपजुत्तो वि। जदि सद्दहदि ण अत्थे आदपधाणे जिणक्खादे॥ २६४॥ શાસ્ત્ર કહ્યું - તપસૂત્રસંયમયુક્ત પણ સાધુ નહીં, જિન-ઉક્ત આત્મપ્રધાન સર્વ પદાર્થ જો શ્રદ્ધે નહીં. ૨૬૪. અર્થ સૂત્ર, સંયમ અને તપથી સંયુક્ત હોવા છતાં પણ જો (તે જીવ) જિનોક્ત આત્મપ્રધાન પદાર્થોને શ્રદ્ધતો નથી તો તે શ્રમણ નથી - એમ (આગમમાં કહ્યું છે. अववददि सासणत्थं समणं दिट्ठा पदोसदो जो हि। किरियासु णाणुमण्णदि हवदि हि सो णट्ठचारित्तो॥ २६५॥ મુનિ શાસને સ્થિત દેખીને જે દ્વેષથી નિંદા કરે, અનુમત નહીં કિરિયા વિષે, તે નાશ ચરણ તો કરે. ૨૬૫. અર્થ : જે શાસનસ્થ (જિનદેવના શાસનમાં રહેલા) શ્રમણને દેખીને દ્વેષથી તેના અપવાદ બોલે છે અને (સત્કારાદિ) ક્રિયાઓ કરવામાં અનુમત (ખુશી) નથી, તેનું ચારિત્ર નષ્ટ થાય છે. Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ गुणदोधिगस्स विणयं पडिच्छगो जो वि होमि समणो त्ति। होजं गुणाधरो जदि सो होदि अणंतसंसारी॥ २६६ ॥ જે હનગુણ હોવા છતાં હું પણ શ્રમણ છું મદ કરે, ઇચ્છે વિનય ગુણ-અધિક પાસ, અનંતસંસારી બને. ૨૬૬. અર્થ જે શ્રમણ ગુણે હીન (હલકો) હોવા છતાં હું પણ શ્રમણ છું' એમ માનીને અર્થાત્ ગર્વ કરીને ગુણે અધિક પાસેથી (-જે પોતાના કરતાં અધિક ગુણવાળા હોય એવા શ્રમણ પાસેથી) વિનય ઇચ્છે છે, તે અનંતસંસારી થાય છે. अधिगगुणा सामण्णे वटुंति गुणाधरेहिं किरियासु। जदि ते मिच्छुवजुत्ता हवंति पन्भट्टचारित्ता ॥ २६७॥ મુનિ અધિકગુણ હીનગુણ પ્રતિ વર્તે યદિ વિનયાદિમાં, તો ભ્રષ્ટ થાય ચરિત્રથી ઉપયુક્ત મિથ્યા ભાવમાં. ૨૬૭. અર્થ :જેઓ ગ્રામમાં અધિક ગુણવાળા હોવા છતાં હીન ગુણવાળા પ્રત્યે (વંદનાદિ) ક્રિયાઓમાં વર્તે છે, તેઓ મિથ્યા ઉપયુક્ત થયા થકા ચારિત્રથી ભ્રષ્ટ થાય છે. णिच्छिदसुत्तत्थपदो समिदकसाओ तवोधिगो चावि। लोगिगजणसंसग्गंण चयदि जदि संजदो ण हवदि॥ २६८॥ સૂત્રાર્થપદનિશ્ચય, કષાયપ્રશાંતિ, તપ-અધિત્વ છે, તે પણ અસંયત થાય, જો છોડે ન લૌકિક-સંગને. ૨૬૮. અર્થ સૂત્રો અને અર્થોના પદને (અધિષ્ઠાનને) જેણે નિશ્ચિત (નિર્ગીત) કરેલ છે, કષાયોને જેણે શમાવ્યા છે અને જે અધિક તપવાળો છે-એવો જીવ પણ જો લૌકિક જનોના સંસર્ગને છોડતો નથી, તો તે સંયત રહેતો નથી (અર્થાત્ અસંયત થઈ જાય છે). णिग्गंथं पव्वइदो वट्टदि जदि एहिगेहिं कम्मेहिं। सो लोगिगो त्ति भणिदो संजमतवसंपजुत्तो वि ॥ २६९ ॥ નિગ્રંથરૂપ દીક્ષા વડે સંયમતપે સંયુક્ત જે, લૌકિક કહ્યો તેને ય, જો છોડે ન ઐહિક કર્મને. ૨૬૯. અર્થ : જે (જીવ) નિગ્રંથપણે દીક્ષિત હોવાથી સંયમનપસંયુક્ત હોય તેને પણ, જો તે ઐહિક કાર્યો સહિત વર્તતો હોય તો, ‘લૌકિક' કહ્યો છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ तम्हा समं गुणादो समणो समणं गुणेहिं वा अहियं । अधिवसदु तम्हि णिच्चं इच्छदि जदि दुक्खपरिमोक्खं ॥ २७० ॥ તેથી શ્રમણને હોય જો દુખમુક્તિ કેરી ભાવના, તો નિત્ય વસવું સમાન અગર વિશેષ ગુણીના સંગમાં. ૨૭૮. અર્થ : (લૌકિક જનના સંગથી સંયત પણ અસંયત થાય છે, તેથી જો શ્રમણ દુઃખથી પરિમુક્ત થવા ઇચ્છતો હોય તો તે સમાન ગુણવાળા શ્રમણના અથવા અધિક ગુણવાળા શ્રમણના સંગમાં નિત. વસો. जे अजधागहिदत्था एदे तच त्ति णिच्छिदा समये। अच्चंतफलसमिद्धं भमंति ते तो परं कालं ॥ २७१॥ સમયસ્થ હો પણ સેવી ભ્રમ અયથા ગ્રહે જે અર્થને, અત્યંતફળસમૃદ્ધ ભાવી કાળમાં જીવ તે ભમે. ૨૭૧. અર્થ : જેઓ, ભલે તેઓ સમયમાં હોય તો પણ (-ભલે તેઓ દ્રવ્યલિંગીપણે જિનમતમાં હોય તો પણ), “આ તત્ત્વ છે(અર્થાતું આમ જ વસ્તુ સ્વરૂપ છે)' એમ નિશ્ચયવંત વર્તતા થકા પદાર્થોને અયથાતથપણે ગ્રહે છે (-જેવા નથી તેવા સમજે છે), તેઓ અત્યંતફળસમૃદ્ધ (અનંત કર્મફળોથી ભરેલા) એવા હવે પછીના કાળમાં પરિભ્રમણ કરશે. अजधाचारविजुत्तो जधत्थपदणिच्छिदो पसंतप्पा। अफले चिरं ण जीवदि इह सो संपुण्णसामण्णो॥२७२॥ અયથાચરણહીન, સૂત્ર-અર્થસુનિશ્ચયી ઉપશાંત જે, તે પૂર્ણ સાધુ અફળ આ સંસારમાં ચિર નહિ રહે. ૨૭૨. અર્થ જે જીવ યથાતથપણે પદોના અને અર્થોના (પદાર્થોના) નિશ્ચયવાળો હોવાથી પ્રશાંતાત્મા છે અને અયથાચાર રહિત છે, તે સંપૂર્ણ શ્રામગ્યવાળો જીવ અફળ (-કર્મફળ રહિત થયેલો) એ આ સંસારમાં ચિરકાળ રહેતો નથી (-અલ્પ કાળમાં મુક્ત થાય છે). ૧. પ્રશાંતાત્મા = પ્રશાંતસ્વરૂપ, પ્રશાંતમૂર્તિ, ઉપશાંત, ઠરી ગયેલો. ૨. અયથાચાર = અયથાતથ આચાર, અયથાર્થ ચારિત્ર, અન્યથા આચરણ. सम्मं विदिदपदत्था चत्ता उवहिं बहित्थमज्झत्थं । विसयेसु णावसत्ता जे ते सुद्ध त्ति णिद्दिट्ठा ॥ २७३ ॥ જાણી યથાર્થ પદાર્થને, તજી સંગ અંતર્બાહ્યને, આસક્ત નહિ વિષયો વિષે જે, “શુદ્ધ ભાખ્યા તેમને. ૨૭૩. Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ અર્થ સમ્યક (યથાતથપણે) પદાર્થોને જાણતા થકા જેઓ બહિરંગ તથા અંતરંગ પરિગ્રહને છોડીને વિષયોમાં આસક્ત નથી, તેમને ‘શુદ્ધ કહેવામાં આવ્યા છે. सुद्धस्स य सामण्णं भणियं सुद्धस्स दंसणं णाणं। सुद्धस्स य णिव्वाणं सो च्चिय सिद्धो णमो तस्स ॥ २७४ ॥ રે! શુદ્ધને શ્રમણ્ય ભાખ્યું, જ્ઞાનદર્શન શુદ્ધને, છે શુદ્ધને નિર્વાણ, શુદ્ધ જ સિદ્ધ, પ્રણમું તેહને. ૨૭૪. અર્થ શુદ્ધને (-શુદ્ધોપયોગીને) શ્રમણ્ય કહ્યું છે, શુદ્ધને દર્શન અને જ્ઞાન કહ્યું છે, શુદ્ધને નિર્વાણ હોય છે, તે જ (શુદ્ધ જ) સિદ્ધ હોય છે, તેને નમસ્કાર હો. बुज्झदि सासणमेयं सागारणगारचरियया जुत्तो। जो सो पवयणसारं लहुणा कालेण पप्पोदि॥ २७५ ॥ સાકાર અણ-આકાર ચર્ચાયુક્ત આ ઉપદેશને જે જાણતો, તે અલ્પ કાળે સાર પ્રવચનનો લહે. ૨૭૫. અર્થ જે સાકાર-અનાકાર ચર્યાથી યુક્ત વર્તતો થકો આ ઉપદેશને જાણે છે, તે અા કાળે પ્રવચનના સારને (-ભગવાન આત્માને) પામે છે.. Page #251 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ શ્રી પ્રવચનસાર - પ્રસાદી ૧. જ્ઞાન-દર્શનસ્વરૂપ પોતાના આત્માને સ્વસંવેદન-પ્રત્યક્ષ કરીને, તે સ્વસંવેદનના બળે ભગવંત પંચપરમેષ્ઠીને પણ અભેદ નમસ્કાર વડે સાક્ષાત્ સંભાવીને, મોક્ષલક્ષ્મીના સ્વયંવરનો મંગલ ઉ સવ એટલે આ પ્રવચનસાર. “અહો પંચપરમેષ્ઠી ભગવંતો ! મારા સ્વસંવેદન જ્ઞાનના બળે આપના સ્વરૂપનો સાક્ષાત્ કરીને હું નમસ્કાર કરું છું આ રીતે સર્વોત્કૃષ્ટ અપૂર્વ મંગલાચરણ કર્યું છે. મંગળરૂપે સ્વાનુભવથી પ્રસિદ્ધ એવા જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને નમસ્કાર કર્યા છે. ૨. આવા ઉત્કૃષ્ટ જ્ઞાન-આનંદસ્વરૂપને નમસ્કાર કરતાં આત્મામાં રાગથી જુદો મંગળભાવ પ્રગટે છે. સમ્યગ્દર્શન થયું ત્યાં આત્માના સુખના સિંહાસને બેઠો. ત્યાં પુણ્ય-પાપ, રાગ-દ્વેષ ભાવોથી વિરક્ત થઈને તે ચૈતન્યના જ્ઞાન-આનંદસ્વરૂપનો રસીક થયો, હવે પર્યાયે પર્યાયે તેને ચૈતન્યરસના અમૃત ઝરે છે. ૩. અહો! સર્વજ્ઞની વીતરાગી વાણીરૂપ જિનાગમ ! તે ચૈતન્યના આનંદસ્વરૂપનો સાક્ષાત્કાર કરાવે છે, ને સંસારથી નિવૃત્તિ કરીને આત્માને મોક્ષની આરાધના કરાવે છે. આવા જિનાગમ જયવંત હો! ૪. જ્ઞાન ને આનંદસ્વરૂપ આત્માની પ્રસિદ્ધિ સ્વાનુભવ વડે જ થાય છે, તેને માટે બીજો ઉપાય નથી. તે અનુભવ માટે તેનું સ્વરૂપ લક્ષગત કરીને, તેના રસપૂર્વક વારંવાર અંદર તેનું ઘોલન કરવું જોઈએ. ચૈતન્ય સન્મુખના ભાવ વડે તેનો અનુભવ થાય છે ને જ્ઞાન-આનંદનો સ્વાદ આવે છે; આવો વીતરાગનો માર્ગ છે. તે અપૂર્વ પાત્રતાથી પ્રગટ થાય છે. ૫. એકલા પોતાના જ્ઞાન-આનંદ સ્વરૂપને જ અવલંબીને કેવળજ્ઞાન અને મહા આનંદ પ્રગટે છે; આવો આત્માનો સ્વભાવ જ છે, તે વાત આચાર્યદવે અરિહંતોના ઉદાહરણથી આ પ્રવચનસારમાં સમજાવી છે. ૬. હવે ગાથા ૭માં કહે છે, “ચારિત્રખરેખર ધર્મ છે, જે ધર્મ છે તે સામ્ય છે, ને સામ્ય જીવનો મોહક્ષોભવિહીન નિજ પરિણામ છે'. ૧૧મી ગાથામાં એવા ધર્મપરિણત જીવની વાત છે. કષાય વગરનો શુદ્ધોપયોગ તે ધર્મ છે - તેનું ફળ મોક્ષસુખ છે અને શુભ ઉપયોગવાળો સ્વર્ગના સુખને પામે છે. અશુભ ઉદયથી હજારો દુઃખોથી પીડિત થતો અનંત સંસારમાં જીવ ભમે છે. ૭. ૧૭ મી ગાથામાં કહે છે, “વ્યયહીન છે ઉત્પાદને ઉત્પાદહીન વિનાશ છે; તેને જ વળી ઉત્પાદ-ધ્રૌવ્ય વિનાશનો સમવાય છે. શુદ્ધાત્મભાવને પામેલા આત્માને વિનાશ રહિત ઉત્પાદ છે અને ઉત્પાદ રહિત વિનાશ છે. તેને જ વળી સ્થિતિ, ઉત્પાદ અને વિનાશનો સમવાય (મેળાપ-એકઠાપણું) છે. ૮. હવે જ્ઞાનનું સામર્થ્ય બતાવતાં કહે છે, “જીવ દ્રવ્ય જ્ઞાન પ્રમાણ ભાંખ્યું, જ્ઞાન શેય પ્રમાણ છે; ને શેય લોકાલોક, તેથી સર્વગત એ જ્ઞાન છે.’ આત્મા જ્ઞાનપ્રમાણ છે; જ્ઞાન શેયપ્રમાણ કહ્યું છે, જોય લોકાલોક છે, તેથી જ્ઞાન સર્વગત (અર્થાત્ સર્વ વ્યાપાક) છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ ૯. હવે ૩૫ મી ગાથામાં જ્ઞાયકનું સ્વરૂપ બતાવતા કહે છે : જે જાણતો તે જ્ઞાન, નહિ જીવ જ્ઞાનથી જ્ઞાયક બને; પોતે પ્રણમતો જ્ઞાનરૂપ, ને જ્ઞાનસ્થિત સૌ અર્થ છે. જે જાણે છે તે જ્ઞાન છે (અર્થાત્ જે જ્ઞાયક છે તે જ જ્ઞાન છે), જ્ઞાન વડે આત્મા જ્ઞાયક છે એમ નથી. પોતે ૦૮ જ્ઞાનરૂપે પરિણમે છે અને સર્વ પદાર્થો જ્ઞાનસ્થિત છે. ૧૦. હવે ૫૯ મી ગાથામાં જ્ઞાન જ એકાંતિક સુખ છે એમ સિદ્ધ કરે છે. સ્વયમેવ જાત, સમંત, અર્થ અનંતમાં વિસ્તૃત ને અવગ્રહ-ઇહાદિ રહિત, નિર્મળ જ્ઞાન સુખ એકાંત છે. સ્વયં પોતાથી જ ઉપજતું, સમંત (અર્થાત્ સર્વ પ્રદેશથી જાણતું), અનંત પદાર્થો વિસ્તૃત, વિમળ અને અવગ્રહાદિથી રહિત એવું જ્ઞાન એકાંતિક સુખ છે એમ સર્વજ્ઞદેવે કહ્યું છે. ૧૧. હવે ૮૦ મી અદ્ભૂત ગાથામાં અરિહંત દેવને ઓળખતાં સમ્યક્ત્વ થાય એ એની વિધિ બતાવે છે. જે જાણતો અર્હતને ગુણ, દ્રવ્ય ને પર્યયપણે, તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે. જે અત્યંતને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણે છે, તે (પોતાના) આત્માને જાણે છે અને તેનો મોહ અવશ્ય લય પામે છે. આત્માના શુદ્ધ સ્વરૂપની ઓળખાણ થઈને ભેદજ્ઞાન તથા સમ્યગ્દર્શન થઈ જાય છે. જ્ઞાન અને રાગની ભિન્નતાના અનુભવ માટે અહીં ધ્યેય તરીકે સર્વજ્ઞદેવને લીધા, કેમ કે રાગ વગરનો એકલો પરિપૂર્ણ ચૈતન્યભાવ તેમને પ્રગટ છે, તેમના દ્રવ્ય-ગુણ ચૈતન્યમય છે ને પર્યાય પણ ચૈતન્યમય છે. આ રીતે તેમનો આત્મા સર્વ પ્રકારે શુદ્ધ ચૈતન્યમય છે, તેને ઓળખતાં આત્માનું શુદ્ધ સ્વરૂપ ઓળખાય છે, જ્ઞાનપરિણતિ રાગથી પાર અતીન્દ્રિય થઈને ચેતનમય આત્માની સ્વાનુભૂતિ કરીને તેમાં અંતર્લીન થઈ જાય છે, એટલે અતીન્દ્રિય આનંદ સહિત સમ્યગ્દર્શન થાય છે. સર્વે અરિહંતોએ સમ્યગ્દર્શનની આ જ રીત કહી છે. પોતે જે રીતે મોહનો નાશ કર્યો તેનો જ ઉપદેશ આપણને આપ્યો. જીવ જ્યાં અરિહંતના આત્માનું સર્વજ્ઞ સ્વરૂપ જાણે ત્યાં પોતાના આત્માનું સ્વરૂપ પરમાર્થે તેવું જ છે -એમ પણ તે જાણે છે, એટલે તેને રાગ વગરની ચૈતન્યસત્તાનો સ્વીકાર થઈ જાય છે. અહા ! ‘કેવળજ્ઞાનના સદ્ભાવનો' જ્ઞાનમાં સ્વીકાર કરવા જાય ત્યાં તો ‘રાગના અભાવનો’ સ્વીકાર થઇ જાય છે, જ્ઞાન રાગથી જુદું પડીને જ્ઞાનસ્વભાવમાં તન્મય થઈ જાય છે. કેવળજ્ઞાન કહો કે આત્માનો જ્ઞાનસ્વભાવ કહો, તેના નિર્ણયમાં તો વીતરાગ ભાવનો અતીન્દ્રિય પુરુષાર્થ છે. રાગ વગરના જ્ઞાનનું સ્વરૂપ નક્કી કરતાં, પોતાના આત્માનું જ્ઞાનસ્વરૂપ પણ તેવું જ છે એમ જીવને શુદ્ધ ચૈતન્યતત્ત્વ અનુભવમાં આવી જાય છે; ત્યાં મોહનો નાશ થઈને સમ્યગ્દર્શન થાય છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ૧૨. અને હવે ૯૨મી ગાથામાં પ્રથમ જ્ઞાનતત્ત્વ પ્રજ્ઞાપનની પૂર્ણાહુતિ કરતાં કહે છે : આગમ વિષે કૌશલ્ય છે ને મોહદષ્ટિ વિનષ્ટ છે, વીતરાગ-ચરિતારૂઢ છે, તે મુનિ મહાત્મા ધર્મ છે. જે આગમમાં કુશળ છે, જેની મોહદષ્ટિ હણાઈ ગઈ છે અને જે વીતરાગ ચારિત્રમાં આરૂઢ છે, તે મહાત્મા શ્રમણને ધર્મ કહેલ છે. સમસ્ત જિનાગમોએ “વીતરાગતા'ને જ તાત્પર્ય કહ્યું છે. વીતરાગતા સ્વદ્રવ્યના આશ્રયે જ થાય છે. સ્વદ્રવ્યનો આશ્રય તેના સમ્યક શ્રદ્ધા જ્ઞાન વડે જ થાય છે. જિનવાણીનો સમ્યફ અભ્યાસ મોહને તોડવા માટે બ્રહ્માસ્ત્ર છે. ૧૩. શેયનું સ્વરૂપ બતાડવાની શરૂઆત કરતાં આચાર્ય પ્રથમ દ્રવ્ય” શું છે તે કહે છે - છોડ્યા વિના જ સ્વભાવને, ઉત્પાદ-વ્યય-ધ્રુવયુક્ત છે, વળી ગુણ ને પર્યય સહિત જે, દ્રવ્ય ભાખ્યું તેહને. સ્વભાવને છોડ્યા વિના જે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસંયુક્ત છે તથા ગુણવાળું ને પર્યાયસહિત છે, તેને ‘દ્રવ્ય” કહે છે. હવે સર્વમાં વ્યાપનારું લક્ષણ બતાવતાં આચાર્ય સમજાવે છે - વિધવિધલક્ષણીનું સરવ-ગત સર્વ’ લક્ષણ એક છે, -એ ધર્મને ઉપદેશતા જિનવરવૃષભ નિર્દિષ્ટ છે. ધર્મને ખરેખર ઉપદેશતા તીર્થંકરે આ વિશ્વમાં વિવિધ લક્ષણવાળા (ભિન્ન ભિન્ન સ્વરૂપઅસ્તિત્વવાળા સર્વ) દ્રવ્યોનું સત” એવું સર્વગત (સર્વમાં વ્યાપનારું) લક્ષણ સાદશ્ય-અસ્તિત્વ એક કહ્યું છે. પદાર્થોના સ્વભાવની વાત કરતાં ગાથા ૯૯માં જાહેર કરે છે કે : દ્રવ્યો વિષે અવસ્થિત, તેથી “સતુ’ સૌ દ્રવ્ય છે; ઉત્પાદ-ધ્રૌવ્ય-વિનાશયુત પરિણામ દ્રવ્ય સ્વભાવ છે. સ્વભાવમાં ટકેલું હોવાથી દ્રવ્ય છે; દ્રવ્યનો જે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સહિત પરિણામ તે પદાર્થોનો સ્વભાવ છે. ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણેનો સમુદાય ખરેખર દ્રવ્ય છે. દ્રવ્ય-ગુણ-પર્યાયત્રણે સત્ છે. ૧૪. હવે નયનું સ્વરૂપ બતાવી ગાથા ૧૧૪માં એમ બતાવ્યું છે કે : દ્રવ્યાર્થિકે બધું દ્રવ્ય છે; ને તે જ પર્યાયાર્થિક છે અન્ય, જેથી તે સમય તરૂપ કોઈ અનન્ય છે. દ્રવ્યાર્થિક (નય) વડે સઘળું દ્રવ્ય છે; અને વળી પર્યાયાર્થિક (નય) વડે તે દ્રવ્ય અન્ય અન્ય છે, કારણ કે તે કાળે તન્મય હોવાને લીધે (દ્રવ્ય પર્યાયોથી) અનન્ય છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ નહિ કોઈ ઊપજે વિણસે ક્ષણભંગ સંભવમય જગે, કારણ જનમ તે નાશ છે; વળી જન્મ-નાશ વિભિન્ન છે. ક્ષણે ક્ષણે ઉત્પાદ અને વિનાશવાળા જીવલોકમાં કોઈ ઉત્પન્ન થતું નથી ને નાશ પામતું નથી, કારણ કે જે ઉદ્ભવ છે તે જ વિલય છે, વળી ઉદ્ભવ અને વિલય એમ તેઓ અનેક (અર્થાત્ ભિન્ન) પણ છે. ૧૫. ગાથા ૧૨૫-૧૨૬માં શુદ્ધાત્માની ઉપલબ્ધિની વિધિ બતાવી છે ઃ પરિણામ-આત્મક જીવ છે, પરિણામ જ્ઞાનાદિક બને; તેથી કરમફળ, કર્મ તેમ જ જ્ઞાન આત્મા જાણજે. આત્મા પરિણાત્મક છે; પરિણામ જ્ઞાનરૂપ, કર્મરૂપ ને કર્મફળરૂપ થાય છે. તેથી જ્ઞાન, કર્મ અને કર્મફળ આત્મા છે એમ જાણવું. ‘કર્તા, કરમ, ફળ, કરણ જીવ છે’ એમ જો નિશ્ચય કરી મુનિ અન્યરૂપ નવ પરિણમે, પ્રાપ્તિ કરે શુદ્ધાત્મની. જો શ્રમણ ‘કર્તા, કરણ, કર્મ અને કર્મફળ આત્મા છે’ એવા નિશ્ચયવાળો થયો થકો અન્યરૂપે ન જ પરિણમે, તો તે શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરે છે. ૧૬. હવે કર્મબંધ કેમ થાય છે તેનો સિદ્ધાંત ગાથા ૧૪૯માં વર્ણવે છે. જીવ મોહ-દ્વેષ વડે કરે બાધા જીવોના પ્રાણને, તો બંધ જ્ઞાનાવરણ-આદિક કર્મનો તે થાય છે. જો જીવ મોહ અને દ્વેષ વડે જીવોના (સ્વજીવ તથા પરજીવના) પ્રાણોને બાધા કરે છે, તો પૂર્વે કરેલો જ્ઞાનાવરણાદિક કર્મો વડે બંધ થાય છે અને કર્મથી મલિન આત્મા ફરી ફરીને અન્ય અન્ય પ્રાણો ધારણ કરે છે. તો પછી પ્રાણોનો સંબંધ કેમ ન થાય ? કરી ઇંદ્રિયાદિક-વિજય, ધ્યાવે આત્મને-ઉપયોગને, તે કર્મથી રંજિત નહિ; ક્યમ પ્રાણ તેને અનુસરે ? જે ઇન્દ્રિયાદિનો વિજયી થઈને ઉપયોગમાત્ર આત્માને ધ્યાવે છે, તે કર્મો વડે રંજિત થતો નથી; તેને પ્રાણોનો સંબંધ થતો નથી. હવે ૧૫૯મી ગાથામાં શુદ્ધોપયોગથી આત્માની પ્રાપ્તિ કેમ થાય છે એ બતાવ્યું છે ઃ મધ્યસ્થ પરદ્રવ્યે થતો, અશુભોપયોગ રહિતને, શુભમાં અયુક્ત, હું ધ્યાઉં છું નિજ આત્મને જ્ઞાનાત્મને. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ અન્ય દ્રવ્યોમાં મધ્યસ્થ થતો હું અશુભોપયોગ રહિત થયો થકો તેમ જ શુભોપયોગ યુક્ત નહિ થયો થકો જ્ઞાનાત્મક આત્માને ધ્યાવું છું. ૧૭. હવે શુદ્ધાત્માનું સ્વરૂપ બતાવતાં ૧૭૨મીગાથામાં આત્માનું અલિંગગ્રહણ” અર્થ કરીને પરમાર્થઆત્માની અનુભૂતિનું સ્વરૂપ ઘણું સ્પષ્ટ કર્યું છે. છે ચેતનાગુણ, ગંધ-રૂપ-રસ-શબ્દ-વ્યક્તિ ન જીવને, વળી લિંગગ્રહણ નથી અને સંસ્થાન ભાખ્યું ન તેહને. જીવને અરસ, અરૂપ, અગંધ, અવ્યક્ત, ચેતના ગુણવાળો, અશબ્દ, અલિંગ્રહાણ (લિંગથી અગ્રાહ્ય) અને જેને કોઈ સંસ્થાને કહ્યું નથી એવો જાણ. આત્મા જ્ઞાનસ્વરૂપ છે, પણ ઇન્દ્રિયો વડે તે જણાતો નથી. ઈન્દ્રિયોના અવલંબનવાળું જ્ઞાન આત્માને જાણી શકતું નથી. ઇન્દ્રિયોથી પર થઈને ચિદાનંદ સ્વભાવમાં અંતર્મુખ થાય - તે જ્ઞાન વડે જ આત્મા જણાય છે - એ સિવાય ઇન્દ્રિય પ્રત્યક્ષ વડે તે જણાતો નથી. અતીન્દ્રિય જ્ઞાનમૂર્તિ આત્મા ઇન્દ્રિયગમ્ય કોઈ ચિહ્ન દ્વારા જણાતો નથી. આત્મા ઉપયોગ સ્વરૂપ છે, ઉપયોગ તેનું લક્ષણ છે. આત્માના પરમ ચિદાનંદ સ્વભાવને અનુસરીને જે ઉપયોગ કામ કરે છે તે જ આત્માનું ખરું લક્ષણ છે. ૧૮. હું પર તણો નહિ, પર ન મારા, જ્ઞાન કેવળ એક હું -જે એમ ધ્યાવે, ધ્યાનકાળે તેહ શુદ્ધાત્મા બને. હું પરનો નથી, પર મારા નથી, હું એક જ્ઞાન છું' એમ જે ધ્યાવે છે, તે ધ્યાતા ધ્યાનકાળે અર્થાત્ શુદ્ધાત્મા થાય છે. અહીંયા ધ્યાનનું સ્વરૂપ શુદ્ધોપયોગ જ છે એમ બતાવ્યું છે. અને છેવટે ૨૦મી ગાથામાં નિર્વાણમાર્ગની વિધિ બતાવી છે. એ રીતે તેથી આત્મને જ્ઞાયકસ્વભાવી જાણીને, નિર્મમપણે રહી સ્થિત આ પરિવર્લ્સ છું હું મમત્વને. તેથી (અર્થાતુ શુદ્ધાત્મામાં જ પ્રવૃત્તિ વડે જ મોક્ષ થતો હોવાથી) એ રીતે આત્માને સ્વભાવથી જ્ઞાયક જાણીને હું નિર્મમત્વમાં સ્થિત રહ્યો થકો મમતાનો પરિત્યાગ કરું છું. અને એ રીતે શેયત પ્રજ્ઞાપન અધિકાર પૂર્ણ કરે છે. ૧૯. હવે ત્રીજા શ્રતખંડ ચરણાનુયોગસૂચક ચૂલિકાનો પ્રારંભ કરતાં આચાર્યદેવ શ્રમણ્યને અંગીકાર કરવાનો ઉપદેશ આપે છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ એ રીત પ્રણમી સિદ્ધ, જિનવરવૃષભ, મુનિને ફરી ફરી, શ્રામણ્ય અંગીકૃત કરો, અભિલાષ જો દુખમુક્તિની. ૨૦૧ જો દુઃખથી પરિમુક્ત થવાની ઇચ્છા હોય તો, પૂર્વોક્ત રીતે ફરી ફરીને સિદ્ધોને, જિનવરવૃષભોને (અહંતોને) તથા શ્રમણોને પ્રણમીને, (જીવ) શ્રમણ્યને અંગીકાર કરો, એવો ઉપદેશ છે. પરનો ન હું, પર છે ન મુજ, મારું નથી કંઈ પણ જગે, -એ રીતે નિશ્ચિત ને જિતેન્દ્રિય સાહજિકરૂપ ઘર બને. ૨૦૪ હું પરનો નથી, પર મારાં નથી, આ લોકમાં મારું કાંઈ પણ નથી - આવા નિશ્ચયવાળો અને જિતેન્દ્રિય વર્તતો થકો તે યથાજાતરૂપઘર (સહજરૂપ ધારી) થાય છે. હવે એ શ્રમણ્યલિંગ(બહિરંગ અને અંતરંગ)-જેમોક્ષનું કારણ છે તે કેવું હોય છે તેનું વર્ણન કરે છે. જન્મયા પ્રમાણે રૂપ, લુચન કેશનું, શુદ્ધત્વ ને હિંસાદિથી શૂન્યત્વ, દેહ-અસંતુરણ - એ લિંગ છે. ૨૦૫ આરંભમૂછ શૂન્યતા, ઉપયોગયોગ વિશુદ્ધતા, નિરપેક્ષતા પરથી, જિનોદિત મોક્ષકારણ લિંગ આ. ૨૦૬ જન્મ સમયના રૂપ જેવા રૂપવાળું, માથાના અને દાઢીમૂછના વાળનો લોચ કરાયેલું, શુદ્ધ (આકિંચન) હિંસાદિથી રહિત અને પ્રતિકર્મ (શરીરની સજાવટ) વિનાનું - એવું શ્રમણ્યનું બહિરંગ લિંગ છે. મૂછ (મમત્વ) અને આરંભ રહિત, ઉપયોગની અને યોગની શુદ્ધિથી યુક્ત તથા પરથી અપેક્ષા વિનાનું - એવું જિનદેવે કહેલું શ્રમણ્યનું અંતરંગ લિંગ છે કે જે મોક્ષનું કારણ છે. આ રીતે પરમ ગુરુ વડે દેવામાં આવેલા તે બન્ને લિંગને ગ્રહીને તેમને નમસ્કાર કરીને, વ્રત સહિત ક્રિયાને સાંભળીને ઉપસ્થિત (આત્માની સમીપ સ્થિત) થયો થકો તે શ્રમણ થાય છે. | મુનિને શુદ્ધોપયોગ તે અંતરંગ અથવા નિશ્ચય પ્રયત્ન છે અને તે શુદ્ધોપયોગ દશામાં વર્તતો જે હઠ વગરનો દેહચેષ્ટાદિ સંબંધી શુભોપયોગ તે બહિરંગ અથવા વ્યવહાર પ્રયત્ન છે એમ નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ છે. હવે મુનિરાજ આગમચક્ષુ કઈ રીતે હોય છે એ બતાવે છે. મુનિરાજ આગમચક્ષુ ને સૌ ભૂત ઇન્દ્રિયચક્ષુ છે, છે દેવ અવધિચક્ષુ ને સર્વત્રચક્ષુ સિદ્ધ છે. ૨૩૪ સાધુ આગમરૂપ ચક્ષુવાળા છે, સર્વ પ્રાણીઓ ઇન્દ્રિય ચક્ષુવાળા છે, દેવો અવધિચક્ષુવાળા છે અને સિદ્ધો Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ સર્વ તરફથી ચક્ષુવાળા અર્થાત્ સર્વ આત્મપ્રદેશે ચક્ષુવાળા છે. અને હવે મુનિ ભલે આગમધર હોય તો પણ કેમ સિદ્ધત્વ પામતા નથી એ બતાવે છે. અણુમાત્ર પણ મૂર્છા તણો સદ્ભાવ જો દેહાદિકે, તો સર્વ આગમધર ભલે પણ નવ લહે સિદ્ધત્વને. અને જો દેહાદિક પ્રત્યે પરમાણુ જેટલી પણ મૂર્છા વર્તતી હોય તો તે ભલે સર્વ નગમધર હોય તો પણ સિદ્ધિ પામતો નથી. અને હવે પરિપૂર્ણ શ્રામણ્યની વ્યાખ્યા કરતાં ૨૪૨મી ગાથામાં કહે છે કે ઃ દગ, જ્ઞાન ને ચારિત્ર ત્રણમાં યુગપદે આરૂઢ જે, તેને કહ્યો એકાગ્યગત; શ્રામણ્ય ત્યાં પરિપૂર્ણ છે. જે દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણમાં યુગપદ આરૂઢ છે, તે એકાગ્રતાને પામેલો છે એમ શાસ્ત્રમાં કહ્યું છે તેને શ્રામણ્ય પરિપૂર્ણ છે. શુદ્ધોપયોગી શ્રમણ છે, શુભયુક્ત પણ શાસ્ત્ર કહ્યા; શુદ્ધોપયોગી છે નિરાસવ, શેષ સાસ્રવ જાણવા. ૨૪૫. શાસ્ત્રને વિષે (એમ કહ્યું છે કે), શુદ્ધોપયોગી તે શ્રમણ છે, શુભોપયોગી પણ શ્રમણ છે; તેમાંય, શુદ્ધોપયોગી નિરાસ્રવ છે, બાકીના સાસ્રવ છે. (અર્થાત્ શુભોપયોગી આસ્રવ સહિત છે). શ્રામણ્યમાં જો અહંતાદિક પ્રત્યે ભક્તિ તથા પ્રવચનરત જીવો પ્રત્યે વત્સલતા વર્તતી હોય તો તે શુભયુક્ત ચર્યા શુભોપયોગી ચારિત્ર છે. આક્રાંત દેખી શ્રમણને શ્રમ, રોગ વા ભૂખ પ્યાસથી, સાધુ કરો સેવા સ્વશક્તિપ્રમાણ એ મુનિરાજની. ૨૫૨. રોગથી, ક્ષુધાથી, તૃષાથી અથવા શ્રમણથી આક્રાંત શ્રમણને દેખીને સાધુ પોતાની શક્તિ અનુસાર વૈયાવૃત્યાદિક કરો. આ પ્રશસ્તભૂત ચર્યા શ્રમણોને (ગૌણ) હોય છે અને ગૃહસ્થોને તો મુખ્ય હોય છે એમ શાસ્ત્રોમાં કહ્યું છે, તેનાથી જ (પરંપરાએ) ગૃહસ્થ પરમ સૌષ્યને પામે છે. ૨૦ હવે વિપરીતતાનું ફળ દર્શાવે છે. ફળ હોય છે વિપરીત વસ્તુવિશેષથી શુભ રાગને, નિષ્પત્તિ વિપરીત હોય ભૂમિવિશેષથી જ્યમ બીજને. ૨૫૫ Page #258 -------------------------------------------------------------------------- ________________ २४७ જેમ આ જગતમાં અનેક પ્રકારની ભૂમિમાં પડેલાં બીજ ધાનકાળે વિપરીતપણે ફળે છે, તેમ પ્રશસ્ત રાગ વસ્તુભેદથી (પાત્રના ભેદથી) વિપરીતપણે ફળે છે. હવે તે શ્રમણોને સાચા કેમ ઓળખવા અને તેમના પ્રત્યે કેમ વર્તવું એ કહ્યું છે. પ્રકૃત વસ્તુ દેખી અભુત્થાન આદિ ક્રિયા થકી વર્તે શ્રમણ, પછી વર્તનીય ગુણાનુસાર વિશેષથી. ૨૬૧ ગુણથી અધિક શ્રમણો પ્રતિ સત્કાર, અભુત્થાન ને અંજલિકરણ, પોષણ, ગ્રહણ, સેવન અહીં ઉપદિષ્ટ છે. ૨૬૨ અવિકૃત વસ્તુ દેખીને પ્રથમ તો અભ્યત્થાન આદિ ક્રિયાઓ વડે શ્રમણ વર્તા, પછી ગુણ પ્રમાણે ભેદ પાડવો એમ ૫દેશ છે. ગુણાધિક (ગુણે અધિક શ્રમણો) પ્રત્યે અભ્યત્થાન, ગ્રહણ (આદરથી સ્વીકાર), ઉપાસન, પોષણ (તેમનાં અશન, શયન વગેરેની ચિંતા), સત્કાર(ગુણપ્રશંસા), અંજલિકરણ (વિનયથી હાથ જોડવા) અને પ્રણામ કરવાનું અહીં કહ્યું છે. હવે જે હીનણ શ્રમણ વિનયની અપેક્ષા રાખે છે તેનું ફળ બતાવે છે - જે હીનગુણ હોવા છતાં, હું પણ શ્રમણ છું” મદ કરે, ઇચ્છે વિનય ગુણ-અધિક પાસ, અનંતસંસારી બને. ૨૬૩ જે શ્રમણ ગુણ હીન (હલકો) હોવા છતાં હું પણ શ્રમણ છું' એમ માનીને અર્થાત્ ગર્વ કરીને બીજા પાસેથી વિનય ઇચ્છે છે, તે અનંતસંસારી થાય છે. હવે શ્રમણને કોના સંગમાં વસવું તેનું માર્ગદર્શન આપે છે. તેથી શ્રમણને હોય જો દુખમુક્તિ કેરી ભાવના, તો નિત્ય વસવું સમાન અગર વિશેષ ગુણીના સંગમાં. ૨૭૦ લૌકિક જનના સંગથી સંયત પણ અસંયત થાય છે તેથી જો શ્રમણ દુઃખથી પરિમુક્ત થવા ઇચ્છતો હોય તો તે સમાન ગણવાળા શ્રમણના અથવા અધિક ગુણવાળા શ્રમણના સંગમાં નિત્ય વસો. હવે પ્રકરણ પૂર્ણ કરતાં છેલ્લી ત્રણ માર્મિક ગાથાઓ વિચારવા જેવી છે. જાણી યથાર્થ પદાર્થને, તજી સંગ અંતર્બાહ્યને, આસક્ત નહિ વિષયો વિષે જે, “શુદ્ધ ભાખ્યા તેમને. ૨૭૩ સમ્યક (યથાતથપણે) પદાર્થોને જાણતા થકા જેઓ બહિરંગ તથા અંતરંગ પરિગ્રહને છોડીને વિષયોમાં આસક્ત નથી તેમને ‘શુદ્ધ' કહેવામાં આવ્યા છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ રે! શુદ્ધને શ્રમણ્ય ભાખ્યું; જ્ઞાન-દર્શન શુઇને, છે શુદ્ધને નિર્વાણ, શુદ્ધ જ સિદ્ધ, પ્રણમું તેહને. ૨૭૪. શુદ્ધને (શુદ્ધોપયોગીને) શ્રમણ્ય કહ્યું છે, શુદ્ધને દર્શન-જ્ઞાન કહ્યું છે, શુદ્ધને નિર્વાણ હોય છે, તે જ (શુદ્ધ જ) સિદ્ધ હોય છે; તેને નમસ્કાર હો ! સાકાર-અણઆકાર ચર્ચાયુક્ત આ ઉપદેશને, ૨૭૫. જે જાણતો, તે અલ્પ કાળે સાર પ્રવચનનો લહે. જે સાકાર-અનાકાર ચર્યાથી યુક્ત વર્તતો થકો આ ઉપદેશને જાણે છે, તે અલ્પકાળે પ્રવચનના સારને (ભગવાન આત્માને) પામે છે. આવી રીતે આ પ્રવચનસાર પરમાગમની પૂર્ણાહુતી થાય છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ ષદ્ભવ્ય-પંચાસ્તિકાયવર્ણન સામાન્ય કથન વિશેષ કથન શ્રી પંચાસ્તિકાયસંગ્રહ નવપદાર્થ વર્ણન મોક્ષમાર્ગ પ્રપંચવર્ણન જીવદ્રવ્યાસ્તિકાય પુદ્ગલદ્રવ્યાસ્તિકાય ધર્મેદ્રવ્યાસ્તિકાય અધર્મદ્રવ્યાસ્તિકાય આકાશદ્રવ્યાસ્તિકાય કાલદ્રવ્ય જીવપદાર્થ અજીવપદાર્થ પુણ્ય-પાપપદાર્થ આસવપદાર્થ સંવરપદાર્થ નિર્જરાપદાર્થ બંધપદાર્થ મોક્ષપદાર્થ Page #261 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ શ્રી પંચાસ્તિકાયસંગ્રહ ભૂમિકાઃ આ સંગ્રહમાં કાળ સહિત પાંચ અસ્તિકાયોનું(અર્થાત્ છ દ્રવ્યોનું) અને નવ પદાર્થપૂર્વક મોક્ષમાર્ગનું નિરૂપણ છે. આ પંચાસ્તિકાયસંગ્રહ પરમાગમ શરૂ કરતાં શાસ્ત્રકર્તાએ તેને ‘સર્વજ્ઞ મહામુનિના મુખથી કહેવાયેલા પદાર્થોનું પ્રતિપાદ્ધ, ચતુર્ગતિનાશક અને નિર્વાણનું કારણ’ કહ્યું છે. તેમાં કહેલાં વસ્તુતત્ત્વનો સાર આ પ્રમાણે છે. ૧. વિશ્વ એટલે અનાદિ-અનંત સ્વયંસિદ્ધ સત્ એવી અનંતાનંત વસ્તુઓનો સમુદાય. તેમાંની પ્રત્યેક વસ્તુ અનુત્પન્ન અને અવિનાશી છે. પ્રત્યેક વસ્તુમાં અનંત શક્તિઓ અથવા ગુણો છે, જે ત્રિકાળિક નિત્ય છે. પ્રત્યેક વસ્તુ પ્રતિક્ષણ પોતામાં પોતાનું કાર્ય કરતી હોવા છતાં અર્થાત્ નવીન દશાઓ - અવસ્થાઓ - પર્યાયો ધરતી હોવા છતાં તે પર્યાયો એવી મર્યાદામાં રહીને થાય છે કે વસ્તુ પોતાની જાતને છોડતી નથી. અર્થાત્ તેની શક્તિઓમાંથી એક પણ વધતી-ધટતી નથી. વસ્તુઓની (દ્રવ્યોની) ભિન્ન ભિન્ન શક્તિઓની અપેક્ષાએ તેમની (દ્રવ્યોની) છ જાતિઓ છે : જીવદ્રવ્ય, પુદ્ગલદ્રવ્ય, ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય અને કાળદ્રવ્ય. જેનામાં સદા જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ વગેરે અનંત ગુણો (શક્તિ) હોય છે તે જીવદ્રવ્ય છે; જેનામાં સદા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે અનંત ગુણો હોય છે તે પુગલદ્રવ્ય છે; બાકીના ચાર દ્રવ્યોના વિશિષ્ટ ગુણો અનુક્રમે ગતિ હેતુત્વ, સ્થિતિ હેતુત્વ, અવગાહહેતુત્વ અને વર્તના હેતુત્વ છે. આ છ દ્રવ્યોમાં પહેલાં પાંચ દ્રવ્યો સત્ હોવાથી તેમ જ શકિત તેમ જ વ્યક્તિ અપેક્ષાએ મોટા ક્ષેત્રવાળા હોવાથી અસ્તિકાય છે; કાળદ્રવ્ય “અસ્તિ છે પણ કાર્ય નથી. જિનેન્દ્રના જ્ઞાનદર્પણમાં ઝળકતાં આ સર્વ દ્રવ્યો – અનંત જીવદ્રવ્યો, અનંતાનંત પુદગલ દ્રવ્યો, એક ધર્મદ્રવ્ય, એક અધર્મદ્રવ્ય, એક આકાશદ્રવ્ય અને અસંખ્ય કાળદ્રવ્યો - સ્વયં પરિપૂર્ણ છે અને અન્ય દ્રવ્યોથી તદ્ન સ્વતંત્ર છે; તેઓ એકબીજા સાથે કદી પરમાર્થે મળતા નથી, ભિન્ન જ રહે છે. દેવ, મનુષ્ય, તિર્યંચ, નારક, એકેન્દ્રિય, હીન્દ્રિય વગેરે જીવોમાં જીવ-પુદ્ગલ જાણે કે મળી ગયાં હોય એમ લાગે છે પણ ખરેખર એમ નથી; તેઓ તદ્દન પૃથક છે. સર્વ જીવો અનંત જ્ઞાનસુખના નિધિ હોવા છતાં, પર દ્વારા તેમને કાંઈ સુખદુઃખ નહિ થતું હોવા છતાં, સંસારી અજ્ઞાની જીવ અનાદિ કાળથી સ્વત અજ્ઞાન પર્યાયે પરિણમી પોતાના જ્ઞાનાનંદ સ્વભાવને, પરિપૂર્ણતાને, સ્વાતંત્રને અને અસ્તિત્વને પણ ભૂલી રહ્યો છે તથા પરપદાર્થોને સુખદુઃખના કારણ માની તેમના પ્રત્યે રાગ-દ્વેષ કર્યા કરે છે; જીવના આવા ભાવોના નિમિત્તે પુલો સ્વતઃ જ્ઞાનાવરણાદિ કર્મપર્યાય પરિણમી જીવની સાથે સંયોગમાં આવે છે અને તેથી અનાદિ કાળથી જીવને પૌદ્ગલિક દેહનો સંયોગ થયા કરે છે. પરંતુ જીવ અને દેહના સંયોગમાં પણ જીવ ને પુદ્ગલ દ્ગ પૃથક છે અને તેમના કાર્યો પણ એકબીજાથી તદ્ન ભિન્ન ને નિરપેક્ષ છે એમ જિનેન્દ્રોએ જોયું છે, સમ્યજ્ઞાનીઓએ જાણ્યું છે અને અનુમાનગમ્ય પણ છે. જીવ કેવળ ભ્રાંતિને લીધે જ દેહની Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ દશાથી અને ઇટાનિષ્ટ પર પદાર્થોથી પોતાને સુખીદુઃખી માને છે, વાસ્તવમાં પોતાના સુખગુણની વિકારી પર્યાયે પરિણમી તે અનાદિ કાળથી દુઃખી થઈ રહ્યો છે. જીવદ્રવ્ય-ગુણે સદા શુદ્ધ હોવા છતાં તે પર્યાય અપેક્ષાએ શુભાશુભભાવરૂપે, દેશશુદ્ધિરૂપે, શુદ્ધિની વૃદ્ધિરૂપે અને પૂર્ણ શુ ધરૂપે પરિણમે છે તથા તે ભાવોના નિમિત્તે શુભાશુભ પુદ્ગલકર્મોનું આસ્રવણ અને બંધન તથા તેમનું અટકવું, ખરવું અને સર્વથા છૂટવું થાય છે. આ ભાવો સમજવા માટે જિનેન્દ્ર ભગવંતોએ નવ પદાર્થો ઉપદેશ્યા છે. આ નવ પદાર્થો સમપણે સમજવાથી, જીવને શું હિતરૂપ છે, શું અહિતરૂપ છે, શાશ્વત પરમ હિત પ્રગટ કરવા જીવે શું કરવું જોઈએ, પરપદાર્થો સાથે પોતાને શું સંબંધ છે - ઇત્યાદિ વાતો યથાર્થપણે સમજાય છે અને પોતાનું સુખ પોતામાં જ જાણી, પોતાના સર્વ પર્યાયોમાં પણ જ્ઞાનાનંદ સ્વભાવી જીવદ્રવ્ય સામાન્ય સદા એકરૂપ જાણી, તે અનાદિ-અપ્રાપ્ય એવા કલ્યાણબીજ સમ્યજ્ઞાન તથા સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છે. તે પ્રાપ્ત થતાં જીવ પોતાને દ્રવ્ય અપેક્ષાએ કૃતકૃત્ય જાણે છે અને તે કૃતકૃત્ય દ્રવ્યનો આશ્રય કરવાથી જ શાશ્વત સુખની પ્રાપ્તિ - મોક્ષ - થાય છે એમ સમજે છે. ૪. સમ્યગ્દર્શન પ્રાપ્ત થતાં જીવને શુદ્ધાત્મદ્રવ્યનું જે અલ્પ આલંબન થયું હોય છે તે વધતાં અનુક્રમે દેશવિરત શ્રાવકપણું અને મુનિપણું પ્રાપ્ત થાય છે. શ્રાવકને તથા મુનિને શુદ્ધાત્મદ્રવ્યના મધ્યમ આલંબનરૂપ આંશિક શુદ્ધિ હોય છે તે કર્મના અટકવાનું ને ખરવાનું નિમિત્ત થાય છે અને જે અશુદ્ધિરૂપ અંશ હોય છે તે શ્રાવકને દેશવ્રતાદિરૂપે તથા મુનિને મહાવ્રતાદિરૂપે દેખાવ દે છે, જે કર્મબંધનું નિમિત્ત થાય છે. ક્રમે ક્રમે તે જીવ જ્ઞાનાનંદ સ્વભાવી શુદ્ધાત્મદ્રવ્યને અતિ ઉગ્રપણે અવલંબી, સર્વ વિકલ્પોથી છૂટી, સર્વરાગ-દ્વેષ રહિત થઈ, કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી, આયુષ્ય પૂર્ણ થતાં દેહાદિ સંયોગોથી વિમુક્ત થઈ, સદાકાળ પરિપૂર્ણ જ્ઞાનદર્શનરૂપે અને અતીન્દ્રિય અનંત અવ્યાબાધ આનંદરૂપે રહે છે. આ, ભગવાન શ્રી કુંદકુંદાચાર્યે પંચાસ્તિકાયસંગ્રહ શાસ્ત્રમાં પરમ કરુણાબુદ્ધિથી પ્રસિદ્ધ કરેલા વસ્તુતત્ત્વનો સંક્ષિપ્ત સાર છે. તેમાં જે રીતે વર્ણવી તે સિવાય બીજી કોઈ રીતે જીવ અનાદિ કાળના ભયંકર દુઃખથી છૂટી શકતો નથી. જ્યાં સુધી વસ્તુસ્વરૂપ જીવના ખ્યાલમાં આવતું નથી ત્યાં સુધી બીજા લાખ પ્રયત્ન પણ તેને મોક્ષનો ઉપાય હાથ લાગતો નથી. તેથી જ આ શાસ્ત્રને વિષે પ્રથમ પંચાસ્તિકાય અને નવ પદાર્થોનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે કે જેથી જીવ વસ્તુસ્વરૂપને સમજી મોક્ષમાર્ગના મૂળભૂત સમ્યગ્દર્શનને પ્રાપ્ત થાય. અસ્તિકાયો અને પદાર્થોના નિરૂપણ પછી આ શાસ્ત્રમાં મોક્ષમાર્ગ સૂચક ચૂલિકા છે. આ અંતિમ અધિકાર, શાસ્ત્રરૂપી મંદિર ઉપર રત્નકળશ સમાન શોભે છે. અધ્યાત્મ રસિક આત્માર્થી જીવોને આ અતિ પ્રિય અધિકાર છે. તેમને આ અધિકારનો રસાસ્વાદ લેતાં જાણે કે તૃપ્તિ થતી જ નથી. તેમાં મુખ્યત્વે વીતરાગ ચારિત્રનું - રવસમયનું - શુદ્ધ મુનિદશાનું - પારમાર્થિક મોક્ષમાર્ગનું ભાવવાહી મધુર પ્રતિપાદન છે, તેમ જ મુનિને રાગ ચારિત્રની દશામાં આંશિક શુદ્ધિની સાથે સાથે કેવા શુભ ભાવોનો સુમેળ અવશ્ય હોય જ છે તેનો પણ સ્પષ્ટ નિર્દેશ છે. જેમના હૃદયમાં વીતરાગતાની ભાવના ધોળાયા કરે છે એવા શાસ્ત્રકાર અને ટીકાકા મુનિન્દ્રોએ આ અધિકારમાં જાણે શાંત વીતરાગ રસની સરિતા વહાવી છે. ધીર ગંભીર Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ ગતિએ વહેતી આ શાંત રસની અધ્યાત્મગંગામાં નહાતાં તત્ત્વજિજ્ઞાસુ ભાવુક જીવો શીતળીભૂત થાય છે અને તેમનું હદયશાંત શાંત થઈ મુનિઓની આત્માનુભવમૂલક સહજ શુદ્ધ ઉદાસીનદશા પ્રત્યે બહુમાનપૂર્વક નમી પડે છે. આ અધિકાર પર મનન કરતાં સુપાત્ર મુમુક્ષુ જીવોને સમજાય છે કે “શુદ્ધાત્મદ્રવ્યના આશ્રયે સહજ દશાનો અંશ પ્રગટ કર્યા વિના મોક્ષના ઉપાયનો અંશ પણ પ્રાપ્ત થતો નથી.” આ શાસ્ત્રની પ્રાકૃત ગાથાઓ પર ‘સમયવ્યાખ્યા” નામની સંસ્કૃત ટીકા લખનાર શ્રી અમૃતચંદ્રાચાર્ય દેવ જે મહા સમર્થ આચાર્ય છે. શ્રી જયસેનાચાર્યદેવે તાત્પર્યવૃત્તિ નામની સંસ્કૃત ટીકા લખી છે. શ્રી પાંડે હેમરાજજીએ સમયવ્યાખ્યાનો ભાવાર્થ હિંદીમાં લખ્યો છે અને તે ભાવાર્થનું નામ બાલાવબોધભાષા ટીકા રાખ્યું છે. જિનેન્દ્ર શાસનનું સંક્ષેપથી પ્રતિપાદન કરનાર આ પવિત્ર શાસ્ત્રનો અભ્યાસ કરી તેના આશયોને જો જીવ બરાબર સમજે તો તે અવશ્ય ચાર ગતિના અનંત દુઃખોનો નાશ કરી નિર્વાણને પામે તેના આશયોને સમ્યક પ્રકારે સમજવા માટે નીચેની બાબત લક્ષમાં રાખવી ખાસ જરૂરી છે. આ શાસ્ત્રમાં કેટલાક કથનો સ્વાશ્રિત નિશ્ચયનયના છે (જેઓ સ્વનું પરથી પૃથ્થકપણે નિરૂપણ કરે છે, અને કેટલાક કથનો પરાશ્રિત વ્યવહાર નયના છે. (જેઓ સ્વનું પર સાથે ભેળસેળરૂપે નિરૂપણ કરે છે). વળી કેટલાક કથનો અભિન્ન સાધ્ય-સાધન ભાવાશ્રિત નિશ્ચયનયના છે અને કેટલાંક ભિન્ન સાધ્ય-સાધન ભાવાશ્રિત વ્યવહારનયના છે. ત્યાં નિશ્ચય કથનોનો તો સીધો જ અર્થ કરવો જોઈએ અને વ્યવહાર કથનોને અભૂતાર્થ સમજી તેમનો સાચો આશય શો છે તે તારવવું જોઈએ. જો આમ ન કરવામાં આવે તો વિપરીત સમજણ થવાથી મહાઅનર્થ થાય. પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર છે. તે પોતાના ગુણ-પર્યાયને અને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યને કરે છે. પરદ્રવ્યને તે ગ્રહી-છોડી શકતું નથી તેમ જ પરદ્રવ્ય તેને ખરેખર કાંઈ લાભ-નુકસાન કરી શકતું નથી. જીવનો શુદ્ધ પર્યાય સંવર-નિર્જરા-મોક્ષના કારણભૂત છે અને અશુદ્ધ પર્યાય આસ્રવ-બંધના કારણભૂત છે' આવા મૂળભૂત સિદ્ધાંતોને ક્યાંય બાધા ન આવે એવી રીતે હંમેશા શાસ્ત્રના કથનોનો અર્થ કરવો જોઈએ. આચાર્ય ભગવાને સમ્યજ્ઞાનની પ્રસિદ્ધિ અર્થે અને માર્ગની પ્રભાવના અર્થે આ પંચાસ્તિકાયસંગ્રહ શાસ્ત્ર કહ્યું છે. આપણે તેનો અભ્યાસ કરી, સર્વ દ્રવ્યોની સ્વતંત્રતા સમજી, નવ પદાર્થોની યથાર્થ સમજણ કરી, સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન પ્રગટાવી, માર્ગને પ્રાપ્ત કરી, ભવભ્રમણના દુઃખોના અંતને પામીએ એ જ ભાવના છે. પંચાસ્તિકાયસંગ્રહ (વિશેષ): જિનાગમમાં પ્રતિપાદિત દ્રવ્ય અને પદાર્થની વ્યવસ્થાની સમ્યક જાણકારી વગર જિન-સિદ્ધાંત અને જિન -અધ્યાત્મમાં પ્રવેશ કરવો સંભવ નથી, એટલે આચાર્ય શ્રી કુંદકુંદદેવે આ ગ્રંથમાં જિનાગમમાં પ્રતિપાદિત દ્રવ્યવ્યવસ્થા અને પદાર્થવ્યવસ્થાનું સંક્ષેપમાં પરિચય આપ્યો છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ આ ગ્રંથમાં સ્પષ્ટરૂપથી બે ખંડ છે. પ્રથમ ખંડમાં છ દ્રવ્ય - પંચાસ્તિકાયનું વર્ણન છે અને બીજા ખંડમાં નવ પદાર્થપૂર્વક મોક્ષમાર્ગનું નિરૂપણ છે. બીજા ખંડના અંતમાં ચૂલિકાના રૂપમાં તત્ત્વોના પરિજ્ઞાનપૂર્વક (પંચાસ્તિકાય, છ દ્રવ્ય અને નવ પદાર્થના યથાર્થ જ્ઞાનપૂર્વક) ત્રયાત્મક માર્ગથી (સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રની એકતાથી) કલ્યાણ સ્વરૂપ ઉત્તમ મોક્ષ પ્રાપ્તિ કહી છે. પ્રથમ શ્રુતસ્કંધઃ આ મહાધિકારમાં સર્વ પ્રથમ છવીસ ગાથાઓનું મંગલાચરણ અને ગ્રંથ કરવાની પ્રતિજ્ઞા કરીને એ ઉપરાંત છ દ્રવ્ય અને પંચાસ્તિકાયની સામાન્ય વ્યાખ્યાનરૂપ પીઠીકા આપવામાં આવી છે. એ પછી પ્રત્યેક દ્રવ્યનું જુદું જુદું વર્ણન કરવામાં આવ્યું છે. (ક) છ દ્રવ્ય - પંચાસ્તિકાયનું સામાન્ય વ્યાખ્યાનરૂપ પીઠિકાઃ (ગાથા ૧ થી ૨૬) આ પીઠિકામાં પાંચ અસ્તિકાયોનું અસ્તિત્વ અને કાયત્વજે સુંદરતાથી બતાવવામાં આવ્યું છે તે મૂળમાં અભ્યાસ કરવા યોગ્ય છે. આચાર્યદવ સર્વ પ્રથમ સમયનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં કહે છે પાંચ અસ્તિકાયોનું સમ્યબોધ અથવા સમૂહ જ સમય છે. સમય ત્રણ પ્રકારનું હોય છે. (૧) શબ્દસમય (૨) જ્ઞાનસમય (૩) અર્થસમય. શબ્દગમ શબ્દસમય છે, જ્ઞાનગમ જ્ઞાનસમય છે અને સર્વ પદાર્થસમૂહ અર્થસમય છે. અર્થસમય બે પ્રકારના છે - લોક અને અલોક. અહીં જ્ઞાનસમયની પ્રસિદ્ધિ અર્થે શબ્દસમયના સંબંધથી અર્થસમય કહેવાનો ઇરાદો છે. જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ પંચાસ્તિકાય છે. આ અસ્તિત્વથી નિયત અને અનન્યમય તથા અણુમાન છે, પર્યાયાર્થિકનયથી પોતાથી કથંચિત ભિન્ન હોવાને કારણ એ અસ્તિત્વથી નિયત છે અને દ્રવ્યાર્થિકનયથી સ્વયં સતું હોવાને કારણ અસ્તિત્વથી અનન્યમય છે. આ પાંચેય દ્રવ્ય અણુમહાન હોવાથી કાયવયુક્ત છે, પરંતુ કાલાણને કોઈ પણ પ્રકારે વ્યક્તિ અપેક્ષા - શક્તિ અપેક્ષા) કાય7નથી. આ પાંચ અસ્તિકાય કાળ સહિત છ દ્રવ્ય કહેવાય છે. છયે દ્રવ્ય એકબીજાને અવકાશ આપે છે. એકબીજામાં પ્રવેશ કરે છે, પરસ્પર મળી જાય છે. આ પ્રમાણે એમાં અત્યંત સંકર (ભેળસેળ) હોવા છતાં પણ એ પોતપોતાના સ્વરૂપને છોડતા નથી. આના પછી અસ્તિત્વ, દ્રવ્યનું સ્વરૂપ અને એની અનન્યતા સિદ્ધ કરીને આચાર્ય કહે છે કે સત્તા (સત) ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક, એક, સર્વપદાર્થસ્થિત, સવિશ્વરૂપ, અનંતપર્યાયમય અને સપ્રતિપક્ષ છે. આ રાત્તા દ્રવ્યથી ભિન્ન નથી, પરંતુ તન્મય છે, કારણ કે આ પર્યાયોથી જે દ્રવે છે, પ્રાપ્ત થાય છે તે દ્રવ્ય છે. દ્રવ્ય સત્ છે, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સંયુક્ત છે અને ગુણો અને પર્યાયોનો આશ્રય છે. દ્રવ્યનો ન તો ઉત્પાદ છે, ન વિનાશ, એ તો સહુ સ્વભાવવાળો છે. ઉત્પાદ-વ્યય-ધ્રુવતા પર્યાયો કરે છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ દ્રવ્ય વિના પર્યાયો નથી હોતી અને પર્યાયો વિના દ્રવ્ય નથી હોતું. એ પ્રમાણે દ્રવ્ય વિના ગુણ નથી હોતાં અને ગુણો વિના દ્રવ્ય નથી હોતું. આ પ્રમાણે અનન્ય જ છે. વિવક્ષાના ભેદથી દ્રવ્ય સાત ભંગવાળો છે. સત્નો નાશ અને અસત્નો ઉત્પાદ નથી હોતો, સંપૂર્ણ પદાર્થ પોતાના ગુણ-પર્યાયોમાં ઉત્પાદ-વિનાશ કરે છે. જીવાદિ પદાર્થોને ભાવ કહે છે. જીવના ગુણ ચેતના અને ઉપયોગ છે તથા જીવની પર્યાયો મનુષ્ય, દેવ, તિર્યંચ અને નારકરૂપ અનેક છે. જ્યારે જીવની મનુષ્ય પર્યાયનો વ્યય થઈને દેવપર્યાયનો ઉત્પાદ થાય છે, ત્યારે જીવભાવ નષ્ટ થતો નથી અને ન જીવભાવનું ઉત્પાદ થાય છે. તે જ જન્મ લે છે, તે જ મરે છે; છતાં પણ તે ઉત્પન્ન નથી થતો, નાશ નથી પામતો; દેવાદિ પર્યાય જ નાશ થાય છે, ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે જીવના સત્નો નાશ અને અસત્નો ઉત્પાદ નથી. જ્ઞાનાવરણાદિભાવ જીવની સાથે અનુબદ્ધ છે. એનો અભાવ કરીને અભૂતપૂર્વક સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે ગુણ-પર્યાયો સહિત જીવ ભાવ, અભાવ, ભાવાભાવ અને અભાવાભાવને કરે છે. આ પ્રમાણે છ દ્રવ્યનું સામાન્ય કથન કરીને પછી સંપૂર્ણ વિષયને સંક્ષેપમાં કહે છે. પાંચ દ્રવ્ય પ્રદેશ-પ્રચયાત્મક હોવાથી ‘પંચાસ્તિકાય’ છે, કાળને પ્રદેશ પ્રચયાત્મકનો અભાવ હોવાથી એ અસ્તિકાય નથી. અસ્તિકાય અકૃત, અસ્તિત્વમય અને લોકના કારણભૂત છે. કાળની સત્તા સ્વયંસિદ્ધ છે, કારણ કે જીવ અને પુદ્ગલોમાં પરિવર્તન કાળના અભાવમાં સંભવ નથી. નિશ્ચય કાળદ્રવ્ય પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શથી રહિત, અગુરુલઘુત્વગુણવાળો, અમૂર્ત અને વર્તનાલક્ષણ સહિત છે. સમય, નિમેષ્ક, કાછા, કલા, ઘડી, ઋતુ, વર્ષ વ્યવહારકાળના અંતર્ગત આવે છે. જો કે ચિર, ક્ષિપ્ર આદિવ્યવહાર, પરિમાણ વિના નથી હોતું અને પરિમાણ પુદ્ગલદ્રવ્ય વિના નથી હોતું, એટલે વ્યવહારકાળ પરાશ્રિત છે. (ખ) છ દ્રવ્યનું સ્વરૂપ : ૧) જીવદ્રવ્યાસ્તિકાય : (ગાથા ૨૭ થી ૭૩) જીવદ્રવ્યાસ્તિકાયનું વર્ણન છે. અત્યંત મહત્વપૂર્ણ હોવાથી આમાં સર્વથી વધારે ગાથાઓ છે. આ અધિકારમાં જીવની સંસારી અને સિદ્ધ પર્યાયોના જીવત્વાદિ વિશેષણો દ્વારા વિવેચન છે. સંસારી આત્મા જીવ છે, દેહ પ્રમાણ છે, ચેતયિતા છે, ઉપયોગમય છે, કર્તા છે, ભોક્તા છે, પ્રભુ છે, કર્મસંયુક્ત છે અને અમૂર્ત છે. કર્મમુક્ત આત્મા સર્વજ્ઞ, સર્વદર્શી, અતીન્દ્રિય, અવ્યાબાધ, અનંત સુખને પ્રાપ્ત કરીને લોકના અગ્રભાગમાં સ્થિર થઈ જાય છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ જે ઇન્દ્રિય, બળ, આયુ અને શ્વાસોચ્છવાસ - આ ચાર પ્રાણથી જીવે છે, જીવશે અને પૂર્વકાળમાં જીવતો હતો એ જીવ છે. મિથ્યાદર્શન, કષાય અને યોગ સહિત જીવ સંસારી હોય છે અને એનાથી રહિત જીવ સિદ્ધ હોય છે. જીવ દેહમાં રહે છે, સ્વદેહપ્રમાણ જ સ્વપ્રદેશો દ્વારા એમાં વ્યાપ્ત થાય છે અને કર્મોથી મલિન હોવાથી દેહથી દેહાંતર ધારણ કરતો આ સંસારમાં ચારગતિમાં ભ્રમણ કરે છે. આ પ્રમાણે શરીરમાં રહેતો થકો પણ શરીરની સાથે એકત્વને પ્રાપ્ત નથી થતો. જો કે સિદ્ધાત્માને કર્મ દ્વારા ઉત્પન્ન દ્રવ્યપ્રાણ-ધારણરૂપ જીવત્વ નથી તો પણ શુદ્ધ ચેતના ભાવરૂપ પ્રાણોથી યુક્ત હોવાથી એનો સર્વથા અભાવ પણ નથી. દેહ રહિત, વચનગોચરાતીત સિદ્ધ ભગવાન કોઈ પણ કારણથી ઉત્પન્ન નથી થતાં, એટલે કાર્ય નથી અને કોઈને પણ ઉત્પન્ન પણ નથી કરતાં એટલે કારણ પણ નથી. એ તો બધા દ્રવ્યકર્મ-ભાવકર્મરૂપ બન્ને કર્મોનો ક્ષય કરીને પોતાને સિદ્ધરૂપથી ઉત્પન્ન કરે છે. મોક્ષમાં જીવનો સભાવ છે એ સિદ્ધ કરતાં આચાર્ય કહે છે કે જો મોક્ષમાં જીવનો સદ્ભાવન હોય તો શાશ્વત-નાશવંત, ભવ્ય-અભવ્ય, શૂન્ય-અશૂન્ય, વિજ્ઞાન-વિજ્ઞાન જીવદ્રવ્યમાં ઘટિત નહીં થઈ શકે; એટલે મોક્ષમાં જીવનો અભાવ નથી થતો. | ત્રિવિધ ચેતકભાવ દ્વારા એક જીવરાશિ કર્મોના ફળને, એક જીવરાશિ કર્મને અને એક જીવરાશિ જ્ઞાનને વેદે છે. ઉદાહરણ માટે પાંચ પ્રકારના સ્થાવર જીવ અવ્યક્ત સુખ-દુઃખાનુભવરૂપ કર્મફળને વેદે છે (અનુભવે છે), બેઈન્દ્રિયાદિ ત્રસ જીવ એ જ કર્મને ઇચ્છાપૂર્વક વિકલ્પરૂપ (કર્મફળને) કાર્યસહિત વેદે છે અને જે પ્રાણોને અતિક્રમ કરી ગયા છે, એવા પરિપૂર્ણ જ્ઞાનવંત સિદ્ધ જ્ઞાનને વેદે છે - ચેતે છે - અનુભવે છે. જીવની સાથે સર્વકાળ અનન્યરૂપથી વિદ્યમાન પરિણામ ઉપયોગ છે. આ બે પ્રકારનું છે. ૧) જ્ઞાનોપયોગ ૨) દર્શનોપયોગ. જ્ઞાનોપયોગ આઠ પ્રકારનું છે. (૧) મતિજ્ઞાન (૫) કેવળજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૬) કુમતિજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૭) કુશ્રુતજ્ઞાન (૪) મન:પર્યયજ્ઞાન (૮) વિર્ભાગજ્ઞાન-કુઅવધિજ્ઞાન. દર્શનોપયોગના ચાર પ્રકાર છે. (૧) ચક્ષુદર્શન (૩) અવધિદર્શન (૨) અચક્ષુદર્શન (૪) કેવળદર્શન. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ જ્ઞાનથી જ્ઞાનીનો ભેદ કરવામાં નથી આવતો, તે છતાં જ્ઞાનના અનેક ભેદ છે, એટલે આ અભિનિબોધક (મતિજ્ઞાન) આદિજ્ઞાન એક જ્ઞાની આત્મામાં જ સંભવ છે, કારણ કે દ્રવ્ય સહવર્તી અને કમવર્તી અનંતગુણો ને પર્યાયોનો આધાર હોવાના કારણે, અનંત રૂપવાળો હોવાથી, એક હોવા છતાં પણ વિશ્વરૂપ (અનેકરૂપ) કહેવામાં આવે છે. જો જ્ઞાનીને જ્ઞાનથી ભિન્ન માનવામાં આવે તો દ્રવ્ય ગુણોથી અને ગુણ દ્રવ્યથી ભિન્ન ભિન્ન માનવા પડશે, જો કે એવું માનવું સંભવ નથી, કારણ કે એવું માનવાથી કાં તો દ્રવ્યની અનંતતા થઈ જશે અથવા દ્રવ્યનો જ અભાવ થઈ જશે. આ રીતે દ્રવ્ય અને ગુણોને વિભક્તપણાથી અન્યપણું અને અનન્યપણે થઈને અવિભક્તપણાથી અનન્યપણું છે. દ્રવ્ય અને ગુણોમાં વ્યપદેશ, સંસ્થાન, સંખ્યા અને વિષયોની અપેક્ષા ભેદ હોવા છતાં પણ દ્રવ્ય અને ગુણોમાં અન્યપણું સિદ્ધ નથી કરી શકાતું, કારણ કે જે પ્રમાણે દ્રવ્ય-ગુણોનો અન્યપણામાં સંભવ છે, એ જ પ્રમાણે અનન્યપણામાં પણ થઈ શકે છે. એટલે આનાથી પણ દ્રવ્ય અને ગુણોમાં વસ્તુરૂપથી ભેદ સિદ્ધ નથી થતો, છતાં પણ જ્ઞાની અને જ્ઞાનને ભિન્ન કહે તો જ્ઞાની અને જ્ઞાન બન્ને જ અચેતન ઠરશે. - જ્ઞાનના સમવાયથી પણ આત્મા જ્ઞાની નથી, પરંતુ આત્મા અને જ્ઞાનનું એકત્વ છે, અભિન્નતા છે, પૃથ્થકતા નથી. અથવા જો સમવાયથી પણ જ્ઞાની માનવામાં આવે તો સમવર્તીપણું' જ સમવાય છે; એટલે સમવર્તીત્વરૂપ સમવાયવાળા દ્રવ્ય અને ગુણોમાં એકત્વ છે, પૃથ્થકત્વ નથી. અહીંયા આચાર્યએ ન્યાયદર્શનના સમવાય સંબંધ'નું ખંડન કર્યું છે, એટલે એ સમવાયથી તો આત્મા જ્ઞાની નથી, પરંતુ સમવાયની એમણે સ્વંય જ પરિભાષા આપી છે, એનાથી અવશ્ય જ આત્મા જ્ઞાની છે. જે પ્રમાણે વર્ણ, રસ, ગંધ, સ્પર્શ પરમાણુથી અભિન્ન પ્રદેશવાળા હોવાને કારણે અનન્ય હોવા છતાં પણ સંજ્ઞાદિવ્યપદેશના કારણભૂત વિશેષો દ્વારા અન્યત્વને પ્રકાશિત કરે છે. એ પ્રમાણે જ્ઞાન-દર્શન પણ આત્મદ્રવ્યથી અભિન્ન પ્રદેશવાળા હોવાને કારણે અનન્ય હોવા છતાં પણ, સંજ્ઞાદિવ્યપદેશને કારણભૂત વિશેષો દ્વારા પૃથ્થકપણાને પ્રાપ્ત થાય છે, પરંતુ સ્વભાવથી સદૈવ અપૃથ્થકપણાને જ ધારણ કરે છે. જીવમાં પાંચ ગુણ (ભાવ) પ્રધાનતાથી છે. (૧) પારિણામિક ભાવ (૪) ઔપથમિક ભાવ (૨) ક્ષાયિક ભાવ (૫) ક્ષાયોપથમિક ભાવ. (૩) ઔદયિક ભાવ Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ પારિણામિકભાવથી જીવ અનાદિ અનંત છે, ક્ષાયિકભાવથી સાદિ અનંત છે અને બાકીના ત્રણ ભાવોથી સાદિ સાન્ત છે. પર્યાય અપેક્ષાથી જીવ સાદિ સાન્ત છે, દ્રવ્ય અપેક્ષાથી અનાદિ અનંત છે. પારિણામિકભાવ સ્વભાવભાવ છે. કર્મના વગર જીવને ઉદય, ઉપશમ, ક્ષય, ક્ષયોપશમભાવ નથી હોતાં એટલે એ કર્મકૃત છે. કર્મને વેદતો થકો જે જીવ જેવા ભાવ કરે છે, એ ભાવનો જ એ કર્તા હોય છે. જીવભાવમાં કર્મ નિમિત્ત છે અને કર્મમાં જીવ નિમિત્ત છે, તે છતાં એ એકબીજાના કર્તા નથી, પરંતુ પોતપોતાના ભાવના કર્તા છે, વ્યવહારથી કર્મના કર્તા કહેવાય છે. પોતપોતાના ભાવના કર્તા હોવા છતાં પણ જીવ કર્મકૃત સુખ-દુઃખ, ઇષ્ટ-અનિષ્ટનો ભોક્તા છે; કારણ કે જ્યારે જીવ મોહ-રાગ-દ્વેષ ભાવ કરે છે ત્યારે ત્યાં રહેવાવાળા પુદ્ગલ પોતાના ભાવોથી જીવમાં અન્યોન્ય અવગાહરૂપથી પ્રવિષ્ટ થઈને કર્મભાવને પ્રાપ્ત થાય છે. એટલે જીવ-પુદ્ગલ અન્યોન્ય અવગાહથી ગ્રહણ દ્વારા પરસ્પર બદ્ધ છે. કર્મ સુખ-દુઃખ આપે છે, જીવ તેને ભોગવે છે. કર્મ માત્ર કર્તા છે, ભોક્તા નથી અને જીવ કર્તા અને ભોક્તા બન્ને છે કારણ કે તે ચેતન છે. પોતાની પ્રભુત્વશક્તિ દ્વારા જ જીવ નિશ્ચયથી ભાવકર્મોનો અને વ્યવહારથી દ્રવ્યકર્મનો કર્તાભોક્તા થયો થકો સાંત અથવા અનંત સંસારમાં ભ્રમણ કરે છે. જ્યારે આત્મા કર્મોનો ક્ષય, ક્ષયોપશમ, ઉપશમ કરતો થકો સભ્યજ્ઞાન દ્વારા પ્રભુત્વ શક્તિવાન થતો થકો જ્ઞાનનું જ અનુસરણ કરવાવાળા માર્ગમાં વિચરે છે ત્યારે આત્મતત્ત્વને પ્રાપ્ત કરીને મોક્ષને પ્રાપ્ત કરે છે. બંધથી સર્વથા મુક્ત જીવ ઉર્ધ્વગમન કરે છે, બાકીના જીવ ભવાન્તરમાં જતાં હોવાથી કર્મનિમિત્તક અનુશ્રેણી ગમન કરે છે. અંતમાં જીવ દ્રવ્યના ભેદો બતાવવામાં આવ્યા છે. ૨) પુદ્ગલાસ્તિકાય : (ગાથા ૭૪ થી ૮૨) આ ગાથાઓમાં પુદ્ગલદ્રવ્યાસ્તિકાયનું વર્ણન છે. તે ચાર પ્રકારનું છે. ૧) ધ ૨) સ્કંધદેશ ૩) સ્કંધપ્રદેશ ૪) પરમાણુ. પુદ્ગલપિડાત્મક સંપૂર્ણ વસ્તુ અર્થાત્ અનંતાનંત પુદ્ગલ પરમાણઓનું પિંડ સ્કંધ છે, તેનુ અડધું સ્કંધદેશ છે, તેનું પણ અડધું અર્થાત્ અડધાનું અડધું સંધપ્રદેશ છે અને અંતિમ અંશ અર્થાત્ અવિભાગીને પરમાણુ કહે છે. બાદર-બાદર, બાદર, બાદર-સૂક્ષ્મ, સૂક્ષ્મ-બાદર, સૂક્ષ્મ અને સૂક્ષ્મ-સૂક્ષ્મ - આ છે ભેદવાળા પુદ્ગલોથી સંપૂર્ણ લોક નિર્મિત છે. સર્વ સ્કંધોના અંતિમ ભાગ પરમાણુ છે. આ પરમાણુ એક, અવિભાગી, શાશ્વત, મૂર્તિક અને અશબ્દ હોય છે. પૃથ્વી આદિ ધાતુઓનું કારણ આ જ પરમાણુ છે. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ પરમાણુઓનો સંઘાત સ્કંધ છે. શબ્દ અંધથી ઉત્પન્ન થાય છે. સ્કંધોના ટકરાવથી શબ્દ ઉત્પન્ન થાય છે. પરમાણુનતો અનવકાશ છે, ન તો સાવકાશ છે. આ સ્કંધોના કર્તા પણ છે અને ભેદન કરવાવાળો પણ તથા કાળ અને સંખ્યાને વિભાજિત કરવાવાળો પણ છે. આ એક રસવાળો, એક ગંધવાળો, એક વર્ણવાળો અને બે સ્પર્શવાળો છે. સ્કંધની અંદર હોવા છતાં પણ પરમાણુ પરિપૂર્ણ સ્વતંત્ર દ્રવ્ય છે. ઇન્દ્રિયો દ્વારા ઉપભોગનો વિષય, ઈન્દ્રિયો, શરીર, મન, કર્મ અને અન્ય જે કાંઇ મૂર્ત છે તે બધા પુદ્ગલ છે. અનવકાશ એક પ્રદેશ દ્વારા એ પ્રદેશથી અભિન્ન અસ્તિત્વવાળા સ્પર્ધાદિ ગુણોને અવકાશ આપે છે માટે અનવકાશ નથી. સાવકાશ નિરંશ હોવાને કારણે સાવકાશ નથી. ૩-૪) ધર્મદ્રવ્યાસ્તિકાય અને અધર્મદ્રવ્યાસ્તિકાય : (ગાથા ૮૩ થી ૮૯) આ ગાથાઓમાં ધર્મદ્રવ્યાસ્તિકાય અને અધર્મદ્રવ્યાસ્તિકાયનું વર્ણન છે. ધર્મદ્રવ્ય અસ્પર્શ, અરસ, અગંધ, અવર્ણ, અમૂર્ત, અશબ્દ, લોકવ્યાપક, અખંડ, વિશાલ અને અસંખ્યાત પ્રદેશ છે. ધર્મદ્રવ્ય ગતિક્રિયા-પરિણત જીવ અને પુગલોને ઉદાસીન, અવિનાભાવી સહાયમાત્ર હોવાથી ગતિક્રિયામાં કારણભૂત છે. જે પ્રમાણે પાણી માછલીઓને ગમનમાં ઉદાસીન નિમિત્ત છે, એ જ પ્રમાણે ધર્મદ્રવ્યપણ જીવ-પુગલોને ગમનમાં ઉદાસીન નિમિત્ત છે. અધર્મદ્રવ્ય સ્થિતિક્રિયાયુક્ત જીવ અને પુલોને ઉદાસીન અવિનાભાવી સહાયમાત્ર હોવાથી સ્થિતિક્રિયામાં કારણભૂત છે. જે પ્રમાણે પૃથ્વી અશ્વાદિકને સ્થિતિમાં ઉદાસીન નિમિત્ત છે, તે જ પ્રમાણે અધર્મદ્રવ્ય પણ જીવ-પુદ્ગલોની સ્થિતિમાં ઉદાસીન નિમિત્ત છે. ધર્મ-અધર્મગતિ-સ્થિતિના મુખ્ય હેતુ નથી, પરંતુ ઉદાસીન હેતુ છે. જો તેમને મુખ્ય હેતુ માનવામાં આવે તો જેને ગતિ હોય છે તેને ગતિ જ થતી રહે, સ્થિતિ ન થાય; જેને સ્થિતિ થતી હોય તેને સ્થિતિ જ રહે, ગતિ ન થાય. પરંતુ આ પ્રત્યક્ષ બાધિત છે, કારણ કે જેને ગતિ હોય છે તેને જ સ્થિતિ જોવામાં આવે છે, એટલે ધર્મ-અધર્મ ગતિ-સ્થિતિના મુખ્ય હેતુ નથી થઈ શકતા, ઉદાસીન હેતુ જ તેમાં સંભવ છે. ધર્મ-અધર્મ લોકાકાશ સુધી જ ગતિ-સ્થિતિના નિમિત્ત છે, અલોકમાં તેની પહોંચ નથી, એટલે એના જ કારણે લોકાલોકના વિભાગ થાય છે. એ અસંખ્યાત પ્રદેશી છે. આ બન્ને જો કે પૃથ્થક અસ્તિત્વ હોવાથી વિભક્ત છે તથા એકક્ષેત્રાવગાહી હોવાથી અવિભક્ત પણ છે. ૫) આકાશદ્રવ્યાસ્તિકાય (ગાથા ૯૦ થી ૯૬) આ ગાળામાં આકાશદ્રવ્યાસ્તિકાયનું કથન કરવામાં આવ્યું છે. આકાશ સમસ્ત દ્રવ્યોને અવકાશ(અવગાહ)માં નિમિત્ત છે. આ ગતિ-સ્થિતિનું નિમિત્તકારણ નથી થઈ Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શકતો, કારણ કે જો એને અવકાશની સાથે સાથે ગતિ-સ્થિતિનું પણ નિમિત્ત માનવામાં આવે તો ઉર્ધ્વગતિથી પરિણત સિદ્ધ ભગવંત આકાશમાં કેમ સ્થિત રહેશે ? બીજું, એવું માનવાથી અલોકની હાનિ અને લોકના અંતની વૃદ્ધિનો પ્રસંગ આવશે, કારણ કે લોકાલોકનો વિભાગ ધર્મ-અધર્મ દ્રવ્યથી જ થાય છે. એટલે સ્પષ્ટ છે કે ગતિ-સ્થિતિના હેતુ ધર્મ-અધર્મ દ્રવ્ય જ છે, આકાશ નહિ. આકાશ તો અવકાશ (અવગાહન)નો હેતુ છે. જો કે લોકમાં ધર્મ-અધર્મ અને લોકાકાશનું એકક્ષેત્રાવગાહની અપેક્ષાથી એકત્વ છે, તો પણ વસ્તુસ્વરૂપથી એમનામાં અન્યત્વ જ છે, કારણ કે એમના લક્ષણ પણ ભિન્ન ભિન્ન છે અને પ્રદેશ પણ ભિન્ન ભિન્ન છે. ચૂલિકા : (ગાથા ૯૭ થી ૯૯) જીવદ્રવ્ય ચેતન છે, બાકીના દ્રવ્ય અચેતન છે. બાહ્ય કારણ સહિત જીવ અને પુદ્ગલ સક્રિય છે, બાકીના દ્રવ્ય નિષ્ક્રિય છે. જે પદાર્થ જીવોના ઇન્દ્રિયગ્રાહ્ય છે તે મૂર્ત છે, બાકીના અમૂર્ત છે. એટલે પુદ્ગલદ્રવ્ય મૂર્ત છે, બાકીના અમૂર્ત છે. ચિત્ત બન્નેને ગ્રહણ કરે છે. આ રીતે ૯૭ થી ૯૯ ગાથામાં ચૂલિકા છે. ૬) કાળદ્રવ્ય : (ગાથા ૧૦૦ થી ૧૦૪) કાળ પરિણામથી ઉત્પન્ન થાય છે, પરિણામ દ્રવ્યકાળથી ઉત્પન્ન થાય છે. આ બન્નેનો સ્વભાવ છે. ‘સમય’ નામની ક્રમિક પર્યાય વ્યવહારકાળ છે, વ્યવહારકાળનો આધારભૂત દ્રવ્ય નિશ્ચયકાળ છે. વ્યવહારકાળ ક્ષણભંગુર છે, કારણ કે એ ઉત્પન્ન થતાં જ નષ્ટ થવાવાળો છે. આ પ્રવાહ અપેક્ષાથી દીર્ઘ (લાંબી) સ્થિતિનો પણ કહેવામાં આવે છે. નિશ્ચયકાળ દ્રવ્ય હોવાથી નિત્ય છે. જીવાદિ છ યે દ્રવ્યો છે, એમાં કાળને છોડીને બાકીનાને ‘અસ્તિકાયપણું’ પણ છે. જે જીવ શુદ્ધાત્માને જાણીને એનું અનુસરણ કરે છે-તેવો ઉદ્યમ કરે છે, તે મોહને નષ્ટ કરીને રાગદ્વેષને સમાપ્ત કરીને પૂર્વાપર બંધનો નાશ કરીને સર્વ દુઃખોથી મુક્ત થાય છે. અંતમાં આચાર્ય પ્રેરણા આપતા કહે છે કે દુઃખોથી મુક્તિને માટે પ્રવચનના સારભૂત આ ‘પંચાસ્તિકાયસંગ્રહ’નો અભ્યાસ કરીને રાગ-દ્વેષ છોડવા જોઈએ. આ રીતે કાળદ્રવ્યનું વ્યાખ્યાન ૧૦૦ થી ૧૦૪ ગાથામાં છે. અહીં પંચાસ્તિકાયના અવબોધનું ફળ કહીને પંચાસ્તિકાયના વ્યાખ્યાનનો ઉપસંહાર કરવામાં આવ્યો છે. આ દુઃખથી વિમુક્ત થવાનું કથન છે. આ રીતે પંચાસ્તિકાયસંગ્રહ શાસ્ત્રનો છ દ્રવ્ય પંચાસ્તિકાય વર્ણન નામનો પ્રથમ શ્રુતસ્કંધ સમાપ્ત થયો. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ ૨. દ્વિતીય શ્રુતસ્કંધ: આ ખંડમાં બે અધિકાર છે. પ્રથમ નવ પદાર્થનું અને બીજા અધિકારમાં મોક્ષમાર્ગ (રત્નત્રય)નું નિરૂપણ કરવામાં આવ્યું છે. (અ) નવ પદાર્થ અધિકારઃ (ગાથા ૧૦૫ થી ૧૦૮) આચાર્યદવ મંગલાચરણ કરીને નવ પદાર્થ અને મોક્ષમાર્ગનું નિરૂપણની પ્રતિજ્ઞા કરે છે. સમ્યગ્દર્શનજ્ઞાન સહિત, રાગ-દ્વેષ રહિત ચારિત્ર જ મોક્ષમાર્ગ છે. નવ પદાર્થોનું સમ્યક શ્રદ્ધાન સમ્યગ્દર્શન અને એનું જ જ્ઞાન સમ્યજ્ઞાન છે તથા વિષયોથી નિવૃત્ત અને નિજ પ્રવૃત્ત સમભાવ જ ચારિત્ર છે. જીવ, અજીવ, પુષ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ ને મોક્ષ એ નવ પદાર્થ છે. એમાં જીવ, અજીવ બે ભાવ (મૂળ પદાર્થ) છે. ૧) જીવ પદાર્થ: (ગાથા ૧૦૯ થી ૧૨૩) ઉપયોગ લક્ષણ ચેતના સ્વભાવી જીવ, સંસારી અને સિદ્ધના ભેદથી બે પ્રકારના છે. સંસારી જીવ દેહ સહિત અને સિદ્ધ દેહ રહિત. સંસારી જીવ ઈન્દ્રિયોની અપેક્ષા પાંચ પ્રકારના છે. એકેન્દ્રિય: પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય-એ પાંચે મન-પરિણામ રહિત એકેન્દ્રિય છે, અત્યંત મોહથી સંયુક્ત છે. એને માત્ર સ્પર્શનું જ જ્ઞાન થાય છે. પૃથ્વીકાયિક, અપમાયિક અને વનસ્પતિકાયિક જીવો સ્થાવર શરીરના સંયોગવાળા છે. બાકીના બન્ને અગ્નિકાયિક અને વાયુકાયિક ત્રસ શરીરના સંયોગવાળા છે. (વ્યવહારથી કહેવામાં આવે છે.) બેઈન્દ્રિય:સ્પર્શ અને રસને જાણવાવાળા શબુક, માતૃવાહ, શંખ, સીપ અને પગરહિત કૃમિ બેઇન્દ્રિય છે. ત્રી ઇન્દ્રિય: સ્પર્શ, રસ અને ગંધને જાણવાવાળા-જુ, ખટમલ, કીડી, વિંછી આદિત્રણ ઇન્દ્રિયવાળા છે. ચતુરઈન્દ્રિય: સ્પર્શ, રસ, ગંધ અને રૂપને જાણવાવાળા - ડાંસ, મચ્છર, માખી, ભ્રમર, પતંગીયા - આ બધા ચતુઈન્દ્રિય છે. પંચેન્દ્રિય : સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દને જાણવાવાળા. જલચર, સ્થલચર, ખેચર, દેવ, મનુષ્ય, નારકી, તિર્યંચ પંચેન્દ્રિય જીવ છે. આમાં દેવ ચાર પ્રકારના છે - ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક. મનુષ્ય બે પ્રકારના છે - ભોગભૂમિજ અને કર્મભૂમિજ. નારકી જેટલી નરકો છે તેટલા સાત પ્રકારના જુદા જુદા છે. તિર્યંચ અનેક પ્રકારના છે. જીવોના દેવત્વાદિની પ્રાપ્તિમાં પૌગલિક કર્મ નિમિત્તભૂત છે, એટલે દેવત્વાદિ જીવનો સ્વભાવ નથી. Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ સંસારી જીવ બે પ્રકારના છે. ભવ્ય અને અભિવ્ય. જે ભવિષ્યમાં મોક્ષ જશે એ ભવ્ય છે બાકીના અભવ્ય છે. જીવના ઉક્ત ભેદોમાં વ્યવહારનયથી કહેવામાં આવેલી ઇન્દ્રિયો અને છ પ્રકારના કાય જીવ નથી; પરંતુ તેમાં જે જ્ઞાન છે તે જ જીવ છે. જીવ જાણે-દેખે છે, સુખની ઇચ્છા કરે છે, દુઃખથી ડરે છે, શુભાશુભ ભાવને કરે છે અને તેનું ફળ ભોગવે છે. ૨) અજીવ પદાર્થ: (ગાથા ૧૨૪ થી ૧૩૦) જે જ્ઞાન અને ચેતનાથી રહિત છે તે અજીવ છે. અથવા જેને સુખ-દુઃખનું જ્ઞાન, હિતનો ઉદ્યમ, અહિતનો ભય નથી હોતો તે અજીવ છે. ચેતનતા રહિત હોવાથી પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ અજીવ છે. - જે સ્થાન, સંઘાત, વર્ણ, રસ, સ્પર્શ, ગંધ, શબ્દાદિ પર્યાયો થાય છે એ પુદ્ગલની બનેલી છે તથા અરસ, અરૂપ, અગંધ, અવ્યક્ત, અશબ્દ, અનિદિષ્ટ-સંસ્થાન, ચેતના ગુણવાળો અને ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય નથી તે જીવ છે. જીવ અને પુગલના સંયોગ પરિણામથી શેષ સાત પદાર્થ ઉત્પન્ન થાય છે; કારણ કે જીવ અને પુદ્ગલના પરસ્પર નિમિત્ત-નૈમિત્તિક પરિણામ હોય છે. જીવથી સ્નિગ્ધ પરિણામ, એનાથી કર્મ, કર્મથી ગતિઓમાં મન, ગતિ પ્રાપ્તિથી દેહ, દેહથી ઇન્દ્રિયો, ઇન્દ્રિયોથી વિથ ગ્રહણ, તેનાથી રાગદ્વેષ, તેનાથી પુનઃ સ્નિગ્ધ પરિણામ - આ પ્રમાણે જીવનું સંસાર ચક્ર છે. ૩-૪) પુષ્ય-પાપ પદાર્થ: (ગાથા ૧૩૧ થી ૧૩૪) જીવના શુભ પરિણામ પુણ્ય છે અને અશુભ પરિણામ પાપ છે. જીવના આ બન્ને પ્રકારના ભાવોના નિમિત્તથી માતા-અશાતા વેદનીયાદિ પુદ્ગલકર્મ બંધાય છે; એટલે વ્યવહારથી જીવના કર્મ કહેવામાં આવે છે. કર્મ મૂર્ત છે, કારણ કે કર્મના ફળ સુખ-દુઃખાદિ મૂર્ત વિષયના આશ્રયથી મૂર્ત ઇન્દ્રિયો દ્વારા જ ભોગવી શકાય છે. મૂર્ત મૂર્તને સ્પર્શ કરે છે, મૂર્તિ મૂર્તિની સાથે બંધને પ્રાપ્ત થાય છે. અમૂર્ત જીવ મૂર્ત કર્મને અવગાહ આપે છે. આ પ્રમાણે મૂર્ત કર્મ જીવને અવગાહ આપે છે. ૫) આસ્રવ પદાર્થ: (ગાથા ૧૩૫-૧૪૦) આસ્રવ બે પ્રકારના છે. ૧) પુણ્યારાવ અને ૨) પાપાસવ. પુણ્યાસવ: પ્રશસ્ત રાગ, અનુકંપા પરિણતિ અને ચિત્તની અકલુષતા આ ત્રણ પરિણામોથી પુણ્યનો આસ્રવ થાય છે. અરિહંત, સિદ્ધ, સાધુઓ પ્રતિ ભક્તિ, ધર્મમાં યથાર્થ ચેષ્ટા અને ગુરુઓનું અનુગમન જ પ્રશસ્ત રાગ” છે. તૃષાતુર, ક્ષુધાતુર અથવા દુઃખીને જોઈને તેનો ઉપાય કરવાની ઇચ્છાથી ચિત્તમાં આકુળતા થવી Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ એ અજ્ઞાનીની અનુકમ્પા છે. ક્રોધ, માન, માયા અને લોભના ઉદયથી ચિત્તનું ક્ષોભ જ ઉષતા છે. એના મંદ ઉદયથી ચિત્તની પ્રસન્નતા અકલુષતા” છે. પાપાસ્રવ : બહુ પ્રમાદવાળી ચર્યા, કલુષતા, વિષયો પ્રતિ લોલુપતા, પરનો પરિતાપ કરવો અને પરના અપવાદ બોલવાથી પાપનું આસ્રવ થાય છે. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ આ ચાર સંજ્ઞાઓ, કષાયથી અનુરંજિત યોગ પ્રવૃત્તિ એ ત્રણ લેશ્યા, ઇન્દ્રિયવશતા, આર્ત-રૌદ્ર ધ્યાન, દુઃપ્રયુક્તજ્ઞાન અને મોહ પાપાસવના કારણ છે. મન-વચનકાય યોગ છે, મોહ-રાગ-દ્વેષ ભાવ છે. ૬) સંવર પદાર્થ: (ગાથા ૧૪૧ થી ૧૪૩) જેને સર્વ દ્રવ્યો પ્રતિ રાગ-દ્વેષ અને મોહ નથી, જે ઇન્દ્રિય કષાય અને સંજ્ઞાઓનો નિગ્રહ કરે છે એવા સુખ-દુઃખ પ્રતિ સમભાવવાળા ભિક્ષુને શુભ-અશુભ કર્મોનો આસ્રવ નથી હોતો - આ જ સંવર છે. ૭) નિર્જરા પદાર્થ: (ગાથા ૧૪૪ થી ૧૪૬) સંવર અને યોગથી યુક્ત જીવ બહુવિધ તપ કરે છે, આત્માને જાણીને જ્ઞાનને નિશ્ચલરૂપથી ધાવે છે, એ નિયમથી અનેક કર્મોની નિર્જરા કરે છે. નિર્જરાનો મુખ્ય હેતુ ધ્યાન જ છે. શુદ્ધ સ્વરૂપમાં અવિચલિત ચૈતન્ય પરિણતિ યથાર્થ ધ્યાન છે. આમાં મોહ-રાગ-દ્વેષ નથી. વૃદ્ધિ પામેલો શુદ્ધોપયોગ તે ભાવનિર્જરા ૮) બંધ પદાર્થ: (ગાથા ૧૪૭ થી ૧૪૯) જ્યારે આત્મા વિકારી થયો થકો શુભાશુભ ભાવને કરે છે, ત્યારે તે એ ભાવના નિમિત્તથી વિધવિધ પુદ્ગલ કર્મોથી બદ્ધ થાય છે. બંધનું બહિરંગ કારણ યોગ છે, કારણ કે એ પુદ્ગલોના ગ્રહણનો હેતુ છે; અંતરંગ કારણ જીવ ભાવ જ છે; કારણ કે એ વિશિષ્ટ શક્તિ અને સ્થિતિનો હેતુ છે. ચાર પ્રકારના હેતુ મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગ, આઠ પ્રકારના કર્મોના કારણ કહેવામાં આવ્યા છે. આમાં પણ રાગાદિભાવ મુખ્ય છે કારણ કે એના અભાવમાં જીવ બંધાતો નથી. ૯) મોક્ષ પદાર્થ : (ગાથા ૧૫૦થી ૧૫૩) મોક્ષ બે પ્રકારનો છે. (૧) ભાવમોક્ષ અને (૨) દ્રવ્યમોક્ષ. જ્ઞાનીને આસવના હેતુ મોહ-રાગ-દ્વેષ ભાવનો અભાવ હોવાથી આ સવભાવનો અભાવ હોય છે, તેનાથી કર્મનો અભાવ હોય છે, તેનાથી જીવ-મુક્તિરૂપ ભાવમોક્ષ થાય છે. જે સર્વજ્ઞત્વ, સર્વદર્શિત્વ, અવ્યાબાધ, ઇન્દ્રિયવ્યાપારાતીત, અનંત સુખમય હોય છે. આ દ્રવ્યમોક્ષ હેતુભૂત છે. જે જીવ સંવરમય થયો થકો સર્વ કર્મોની નિર્જરા કરતો થકો વેદનીય, આયુ રહિત થઈને ભવને છોડે છે તેને દ્રવ્યમોક્ષ થાય છે. દ્રવ્યમોક્ષનો હેતુ પરમ નિર્જરા છે, જે માત્ર ધ્યાનથી થાય છે, શુદ્ધોપયોગથી જ થાય છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ (બ) મોક્ષમાર્ગ અધિકાર-મોક્ષમાર્ગ પ્રપંચ-સૂચક ચૂલિકા પરમ અધ્યાત્મરસથી યુક્ત આ ચૂલિકા જ આ ગ્રંથનો સાર છે. વસ્તુવ્યવસ્થાના પ્રતિપાદક આ સૈદ્ધાંતિક ગ્રંથને અધ્યામિકતા પ્રદાન કરવાવાળી આ ચૂલિકા છે. જીવઅભાવમાં નિયત ચારિત્રજમોક્ષમાર્ગ છે. જીવનો સ્વભાવ જ્ઞાન તેમજ દર્શન છે, જે જીવથી અનન્યમય છે, અનિન્દિત (રાગાદિ પરિણામના અભાવને કારણે અનિન્દિત છે) છે. એટલે જ્યારે જીવ સ્વભાવમાં યિત થયો થકો સ્વચારિત્રને કરે છે, ત્યારે તે કર્મબંધનથી છૂટે છે. જો આ અનિયત ગુણ-પર્યાયવાળો હોય તો પરચારિત્ર છે. જે જીવ રાગથી પ્રરદ્રવ્યમાં શુભાશુભ ભાવ કરે છે, પરચારિત્રમાં પ્રવર્તન કરે છે, તેને આ જ રાગભાવથી પુણ્ય-પાપનો આસ્રવ થાય છે, એ ભાવ જ પરચારિત્ર.છે.. જેસર્વસંગમુક્ત, પરદ્રવ્યાત્મક ભાવોથી રહિત આત્માના જ્ઞાન-દર્શનરૂપસ્વભાવ દ્વારા સ્થિરતાપૂર્વક જાણે છે, દેખે છે અને આચરણ કરે છે તે, સ્વચારિત્રને આચરે છે. આના પછી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનું સ્વરૂપ દર્શાવી કહ્યું છે કે ધર્માસ્તિકાયાદિનું શ્રદ્ધાન સમ્યગ્દર્શન છે, અંગપૂર્વ સંબંધી જ્ઞાન સમ્યજ્ઞાન છે અને તપમાં પ્રવૃત્તિ ચારિત્ર છે - આ વ્યવહાર મોક્ષમાર્ગ છે. નિશ્ચય થી તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર દ્વારા સમાહિત (આત્મા જ જ્ઞાન-દર્શન-ચારિત્ર છે, એનાથી ભિન્ન નથી, પરંતુ અભિન્ન જ છે) થયો થકો આત્મા જ જીવસ્વભાવમાં નિયત ચારિત્રરૂપ હોવાને કારણે મોક્ષમાર્ગ છે. વસ્તુતઃ તો જે આત્મા અનન્યમય આત્માને આત્માથી આચરે છે, જાણે છે, દેખે છે (દ્ધ છે); તે જ ચારિત્ર છે, જ્ઞાન છે, દર્શન છે. આ પ્રમાણે આચરણ કરતો જીવ સર્વજ્ઞ-સર્વદર્શી થયો થકો પરમસુખનો અનુભવ કરે છે. એટલે મોક્ષમાર્ગ હોવાથી દર્શન-જ્ઞાન-ચારિત્ર જ સેવવા યોગ્ય છે, પરંતુ જ્યારે એ જરા પણ પરસમય વૃત્તિથી યુક્ત હોય છે તો પછી એનાથી કથંચિત બંધ પણ થાય છે. ધ્યાન રાખવું કે આ બંધ દર્શન-જ્ઞાન-ચારિત્રથી નથી પણ પરસમય વૃત્તિથી થયો છે, પરંતુ એમ કહેવામાં આવે છે દર્શન-જ્ઞાનચારિત્રથી થાય છે. અરહંત, સિદ્ધ, ચૈત્ય, પ્રવચન, મુનિગણ અને જ્ઞાનના પ્રતિ ભક્તિસંપન્ન જીવ બહુ જ પુણ્ય બાંધે છે પણ કર્મનો ક્ષય નથી કરતો. એટલે એનાથી મુક્તિ સંભવ નથી અને અજ્ઞાનતાવશ કોઈ જીવ એનાથી મુક્તિ માને તો તે પરસમયરત છે. જેના હૃદયમાં પરદ્રવ્યના પ્રતિ લેશમાત્ર પણ રાગ છે, એ સંપૂર્ણ આગમોને જાણતો થકો પણ પોતે પોતાને નથી જાણતો. એટલે એને શુભાશુભ કર્મોનો વિરોધ નથી, ન તો મુક્તિ સંભવ છે. એટલા માટે મોક્ષાર્થી જીવ નિઃસંગ, નિર્ભય થઈને શુદ્ધાત્મદ્રવ્યમાં સ્થિરતારૂપ સિદ્ધભક્તિ કરે છે અને તેના ફળસ્વરૂપ મોક્ષ પ્રાપ્ત કરે છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે જે જીવ અરહંતાદિની ભક્તિ કરે છે, સંયમ-તપયુક્ત હોવા છતાં પણ નવ પદાર્થો અને તીર્થંકરની પ્રતિ જેની બુદ્ધિનો ઝુકાવ હોય છે. સૂત્રોની રુચિ હોય છે એ દેવલોકને તો પ્રાપ્ત કરે છે પણ મોક્ષ નહિ. જો કે ઉક્ત પુણ્યભાવ પણ પરંપરા મોક્ષનું કારણ છે, પણ સાક્ષાત્ કારણ નથી. એટલે આ વિવેચનથી સ્પષ્ટ છે કે મોક્ષાર્થીને માટે રાગનો અંશ પણ હેય છે. જે આ પ્રમાણે કરે છે તે ભવ્ય છે, સંસાર સાગરથી પાર થઈ જાય છે. અંતમાં આચાર્ય ગ્રંથ લખવાની પ્રેરણા અને પ્રયોજન બતાવતા કહે છે કે પ્રવચનની ભક્તિથી પ્રેરીત અને માર્ગની પ્રભાવનાને માટે મેં પ્રવચનના સારભૂત પંચાસ્તિકાય સૂત્ર'ને કહ્યો છે. આ પ્રમાણે સારાંશરૂપથી એમ કહી શકાય કે આ ગ્રંથના પ્રથમ ખંડના સમસ્ત પ્રતિપાદનનો ઉદ્દેશ્ય શુદ્ધાત્મતત્વનો સમ્યજ્ઞાન કરાવવાનો છે અને બીજા ખંડના પ્રતિપાદનનો ઉદ્દેશ પદાર્થ-વિજ્ઞાનપૂર્વક યુક્ત શુદ્ધાત્મતત્ત્વની પ્રાપ્તિનો માર્ગ દર્શાવવો છે. સાર: જેવી રીતે ધોબી પાષાણશિલા, પાણી અને સાબુ વડે મલિન વસ્ત્રની શુદ્ધિ કરતો જાય છે, તેવી રીતે પ્રાપદવીસ્થિત જ્ઞાની જીવ ભેદરત્ન વડે પોતાના આત્મામાં સંસ્કાર આરોપી તેની થોડી થોડી શુદ્ધિ કરતો જાય છે એમ વ્યવહારનયે કહેવામાં આવે છે. પરમાર્થ એમ છે કે તે ભેદ રત્નત્રયવાળા જ્ઞાની જીવને શુભભાવોની સાથે જે શુદ્ધાત્મસ્વરૂપનું આંશિક આલંબન વર્તતું હોય તે જ ઉગ્ર થતું થતું વિશેષ શુદ્ધિ કરતું જાય છે. માટે ખરેખર તો શુદ્ધાત્મ સ્વરૂપનું આલંબન કરવું તે જ શુદ્ધિ પ્રગટાવવાનું સાધન છે અને તે આલંબનની ઉગ્રતા કરવી તે જ શુદ્ધિની વૃદ્ધિ કરવાનું સાધન છે. સાથે રહેલા શુભભાવોને શુદ્ધિનું વૃદ્ધિનું સાધન કહેવું તે માત્ર ઉપચાર કથન છે. શુદ્ધિની વૃદ્ધિના ઉપચરિત સાધનપણાનો આરોપ પણ તે જ જીવના શુભ ભાવોમાં આવી શકે છે કે જે જીવે શુદ્ધિની વૃદ્ધિનું ખરું સાધન (શુદ્ધાત્મ સ્વરૂપનું યથોચિત આલંબન) પ્રગટ કર્યું હોય. Page #276 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ શ્રી પંચાસ્તિકાયસંગ્રહ श्री परमात्मने नमः। શ્રીમદ્ ભગવત્યુકુંદાચાર્યદેવ પ્રણીત શ્રી પંચાસ્તિકાયસંગ્રહ ગાથા ૧. પદ્રવ્ય - પંચાસ્તિકાય વર્ણન इंदसदवंदियाणं तिहुअणहिदमधुरविसदवकाणं। अंतातीदगुणाणं णमो जिणाणं जिदभवाणं॥१॥ શત-ઇંદ્રવંદિત, ત્રિજગણિત-નિર્મળ-મધુર વદનારને, નિસીમ ગુણ ધરનારને, જિતભવ નમું જિનરાજને. ૧ અર્થ સો ઇન્દ્રોથી જે વંદિત છે, ત્રણ લોકને હિતકર, મધુર અને વિશદ નિર્મળ, સ્પષ્ટ) જેમની વાણી છે, (ચૈતન્યના અનંત વિલાસસ્વરૂપ) અનંત ગુણ જેમને વર્તે છે અને ભવ ઉપર જેમણે જય મેળવ્યો છે, તે જિનોને નમસ્કાર હો. समणमुहुग्गदमटुं चदुग्गदिणिवारणं सणिव्वाणं। एसो पणमिय सिरसा समयमियं सुणह वोच्छामि॥२॥ આ સમયને શિરનમનપૂર્વક ભાખું છું, સૂણજો તમે; | જિનવદનનિર્ગત-અર્થમય, ચઉતિહરણ, શિવહેતુ છે. ૨. અર્થ શ્રમણના મુખમાંથી નીકળેલ અર્થમય (-સર્વજ્ઞ મહામુનિના મુખથી કહેવાયેલા પદાર્થોને કહેનાર), ચાર ગતિનું નિવારણ કરનાર અને નિર્વાણ સહિત (નિર્વાણના કારણભૂત) - એવા આ સમયને શિરસા પ્રણમીને હું તેનું કથન કરું છું, તે શ્રવણ કરો. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ 'समवाओ पंचण्हं समउ त्ति जिणुत्तमेहिं पण्णत्तं। सो चेव हवदि लोओ तत्तो अमिओ अलोओ खं ॥३॥ સમવાદ વા સમવાય પાંચ તણો સમય - ભાખ્યું જિને; તે લોક છે, આગળ અમાપ અલોક આભસ્વરૂપ છે. ૩. અર્થ : પાંચ અસ્તિકાયનું સમભાવપૂર્વક નિરૂપણ અથવા તેમનો સમવાય (પંચાસ્તિકાયનો સચફ બોધ અથવા સમૂહ) તે સમય છે એમ જિનવરોએ કહ્યું છે. તે જ લોક છે (-પાંચ અસ્તિકાયના સમૂહ જેવડો જ લોક છે); તેનાથી આગળ અમાપ અલોક આકાશસ્વરૂપ છે. ૧. મૂળ ગાથામાં રમવાનો શબ્દ છે; સંસ્કૃત ભાષામાં તેનો અર્થ સમજાવઃ પણ થાય અને સમવાય પણ વાય. जीवा पुग्गलकाया धम्माधम्मा तहेव आगासं। अत्थित्तम्हि य णियदा अणण्णमइया अणुमहंता॥४॥ જીવદ્રવ્ય, પુદ્ગલકાય, ધર્મ, અધર્મ ને આકાશ એ અસ્તિત્વનિયત, અનન્યમય ને અણુમહાન પદાર્થ છે. ૪. અર્થ જીવો, પુદ્ગલકાયો, ધર્મ, અધર્મ તેમ જ આકાશ અસ્તિત્વમાં નિયત, (અસ્તિત્વથી) અનન્યમય અને અણુમહાન (પ્રદેશે મોટાં) છે. ૧. અણુમહાન = (૧) પ્રદેશે મોટાં અર્થાત્ અનેકપ્રદેશી; (૨) એક પ્રદેશી (વ્યક્તિ-અપેક્ષાએ) તેમ જ અનેક પ્રદેશી (શક્તિઅપેક્ષાએ). जेसिं अत्थि सहाओ गुणेहिं सह पज्जएहिं विविहेहिं। ते होंति अत्थिकाया णिप्पण्णं जेहिं तइलुकं ॥५॥ વિધવિધ ગુણો ને પર્યયો સહ જે અનન્યપણું ધરે તે અસ્તિકાયો જાણવા, ગૈલોક્યરચના જે વડે. ૫. અર્થ : જેમને વિવિધ ગુણો અને પર્યાયો -પ્રવાહકમના તેમ જ વિસ્તારક્રમના અંશો) સાથે પોતાપણું છે તે અસ્તિકાયો છે કે જેમનાથી ત્રણ લોક નિષ્પન્ન છે. ૧. પર્યાયો = (-પ્રવાહકમ તેમ જ વિસ્તારક્રમના) નિર્વિભાગ અંશો. (પ્રવાહકમના અંશો તો દરેક દ્રયને હોય છે, પરંતુ વિસ્તારકમના અંશો અસ્તિકાયને જ હોય છે.) ते चेव अत्थिकाया तेकालियभावपरिणदा णिच्चा। गच्छंति दवियभावं परियट्टणलिंगसंजुत्ता॥६॥ Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ તે અસ્તિકાય ત્રિકાળભાવે પરિણમે છે, નિત્ય છે; એ પાંચ તેમ જ કાળ વર્તનલિંગ સર્વે દ્રવ્ય છે. ૬. અર્થ : જે ત્રણ કાળના ભાવરૂપે પરિણમે છે તેમ જ નિત્ય છે એવા તે જ અસ્તિકાયો, પરિવર્તનલિંગ (કાળ) સહિત, દ્રવ્યપણાને પામે છે (અર્થાત્ તે છયે દ્રવ્યો છે). अण्णोण्णं पविसंता दिता ओगासमण्णमण्णस्स। मेलंता वि य णिचं सगं सभावं ण विजहंति॥७॥ અન્યોન્ય થાય પ્રવેશ, એ અન્યોન્ય દે અવકાશને, અન્યોન્ય મિલન, છતાં કદી છોડે ન આપસ્વભાવને. ૭. અર્થ તેઓ એકબીજામાં પ્રવેશ કરે છે, અન્યોન્ય અવકાશ આપે છે, પરસ્પર (ક્ષીરનીરવતુ) મળી જાય છે, તો પણ સદા પોતપોતાના સ્વભાવને છોડતાં નથી. सत्ता सव्वपयत्था सविस्सरूवा अणंतपज्जाया। भंगुप्पादधुवत्ता सप्पडिवक्खा हवदि एक्का ॥८॥ સર્વાર્થપ્રાપ્ત, સવિશ્વરૂપ, અનંતપર્યયવંત છે, સત્તા જનમ-લય-ધ્રૌવ્યમય છે, એક છે, સવિપક્ષ છે. ૮. અર્થ સત્તા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક, એક, સર્વપદાર્થસ્થિત, સવિશ્વરૂપ, અનંતપર્યાયમય અને સપ્રતિપક્ષ છે. दवियदि गच्छदि ताई ताई सब्भावपज्जयाइं जं। दवियं तं भण्णंते अणण्णभूदं तु सत्तादो॥९॥ તે તે વિવિધ સદ્ભાવપર્યયને દ્રવે-વ્યાપે-લહે તેને કહે છે દ્રવ્ય, જે સત્તા થકી નહિ અન્ય છે. ૯. અર્થ તે તે સદ્ભાવપર્યાયોને જે દ્રવે છે-પામે છે, તેને (સર્વજ્ઞો) દ્રવ્ય કહે છે કે - જે સત્તાથી અનન્યભૂત છે. दव्वं सल्लक्षणयं उप्पादव्वयधुवत्तसंजुत्तं । गुणपज्जयासयं वा जंतं भण्णंति सव्वण्हू ॥१०॥ છે સત્ત્વ લક્ષણ જેહનું, ઉત્પાદવ્યયધુવયુક્ત જે, ગુણપર્યયાશ્રય જેહ, તેને દ્રવ્ય સર્વજ્ઞો કહે. ૧૦. Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ અર્થ : જે ‘સત’ લક્ષણવાળું છે, જે ઉત્પાદવ્યયધ્રૌવ્યસંયુક્ત છે અથવા જે ગુણપર્યાયોનો આશ્રય છે, તેને સર્વજ્ઞો દ્રવ્ય કહે છે. उप्पत्ती व विणासो दव्वस्स य णत्थि अत्थि सब्भावो। विगमुप्पादधुवत्तं करेंति तस्सेव पज्जाया॥११॥ નહિ દ્રવ્યનો ઉત્પાદઅથવા નાશ નહિ, સદ્ભાવ છે; તેના જ જે પર્યાય તે ઉત્પાદ - લય - ધ્રુવતા કરે. ૧૧. અર્થ દ્રવ્યનો ઉત્પાદ કે વિનાશ નથી, સદ્ભાવ છે. તેના જ પર્યાયો વિનાશ, ઉત્પાદ અને ધ્રુવતા કરે છે. पज्जयविजुदं दव्वं दव्वविजुत्ता य पज्जया णत्थि। दोण्हं अणण्णभूदं भावं समणा परूविंति ॥१२॥ પર્યાયવિરહિત દ્રવ્ય નહિ, નહિ દ્રવ્યહીન પર્યાય છે; પર્યાય તેમ જ દ્રવ્ય કેરી અનન્યતા શ્રમણો કહે. ૧૨. અર્થ પર્યાયો રહિત દ્રવ્ય અને દ્રવ્ય રહિત પર્યાયો હોતાં નથી, બન્નેનો અનન્યભાવ (-અનન્યપણું) શ્રમણો પ્રરૂપે છે. दव्वेण विणा ण गुणा गुणेहिं दव्वं विणा ण संभवदि। अव्वदिरित्तो भावो दव्वगुणाणं हवदि तम्हा॥१३॥ નહિદ્રવ્યવિણગુણ હોય, ગુણવિણ દ્રવ્ય પણ નહિ હોય છે; તેથી ગુણો ને દ્રવ્ય કેરી અભિન્નતા નિર્દિષ્ટ છે. ૧૩. અર્થ દ્રવ્ય વિના ગુણો હોતા નથી, ગુણો વિના દ્રવ્ય હોતું નથી, તેથી દ્રવ્ય અને ગુણોનો અવ્યતિરિક્તભાવ (-અભિન્નપણું) છે. सिय अत्थि णत्थि उहयं अव्वत्तव्वं पुणो य तत्तिदयं । दव्वं खु सत्तभंगं आदेसवसेण संभवदि॥१४॥ છે અસ્તિ, નાસ્તિ, ઉભય તેમ અવાચ્ય આદિક ભંગ જે, આદેશવશ તે સાત ભંગે યુક્ત સર્વે દ્રવ્ય છે. ૧૪. અર્થ દ્રવ્ય આદેશવશાત્ (-કથનને વશ) ખરેખર સાહુ અસ્તિ, સાતુ નાસ્તિ, સાત્ અસ્તિ-નાસ્તિ, ચાતુ અવક્તવ્ય અને વળી અવક્તવ્યતાયુક્ત ત્રણ ભંગવાળું(-સ્યા અસ્તિ-અવક્તવ્ય, ચાતુનાસ્તિ-અવક્તવ્ય અને સાત્ અસ્તિ-નાસ્તિ-અવક્તવ્ય) -એમ સાત ભંગવાળું છે. Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ भावस्स णत्थि णासो णत्थि अभावस्स चेव उप्पादो। गुणपज्जयेसु भावा उप्पादवए पकुव्वंति ॥१५॥ નહિ “ભાવ” કેરો નાશ હોય, ‘અભાવ'નો ઉત્પાદના; ‘ભાવો’ કરે છે નાશ ને ઉત્પાદ ગુણપર્યાયમાં. ૧૫. અર્થ ભાવનો (સતનો નાશ નથી તેમજઅભાવનો (અસનો) ઉત્પાદનથી; ભાવો(સદ્રવ્યો) ગુણપર્યાયોમાં ઉત્પાદવ્યય કરે છે. भावा जीवादीया जीवगुणा चेदणा य उवओगो। सुरणरणारयतिरिया जीवस्स य पज्जया बहुगा ॥ १६ ॥ જીવાદિ સૌ છે “ભાવ”, જીવગુણ ચેતનાઉપયોગ છે; જીવપર્યયો તિર્યંચ-નારક-દેવ-મનુજ અનેક છે. ૧૬. અર્થ : જીવાદિ (દ્રવ્યો) તે ‘ભાવો છે. જીવના ગુણો ચેતના તથા ઉપયોગ છે અને જીવના પર્યાયો દેવ-મનુષ્યનારક-તિર્યંચરૂપ ઘણા છે. मणुसत्तणेण णट्ठो देही देवो हवेदि इदरो वा। उभयत्थ जीवभावो ण णस्सदि ण जायदे अण्णो॥१७॥ મનજત્વથી વ્યય પામીને દેવાદિ દેહી થાય છે; ત્યાં જીવભાવ ન નાશ પામે, અન્ય નહિ ઉદ્દભવ લહે. ૧૭. અર્થ મનુષ્યપણાથી નષ્ટ થયેલો દેહી (જીવ) દેવ અથવા અન્ય થાય છે; તે બન્નેમાં જીવભાવનષ્ટ થતો નથી અને બીજો જીવભાવ ઉત્પન્ન થતો નથી. सो चेव जादि मरणं जादि ण णट्ठो ण चेव उप्पण्णो। उप्पण्णो य विणट्ठो देवो मणुसु त्ति पज्जाओ॥१८॥ જન્મ મરે છે તે જ, તો પણ નાશ-ઉદ્ભવ નવ લહે; સુર - માનવાદિક પર્યયો ઉત્પન્ન ને લય થાય છે. ૧૮. અર્થ તે જ જન્મે છે અને મરણ પામે છે છતાં તે ઉત્પન્ન થતો નથી અને નષ્ટ થતો નથી; દેવ, મનુષ્ય એવો પર્યાય ઉત્પન્ન થાય છે અને વિનષ્ટ થાય છે. एवं सदो विणासो असदो जीवस्स णत्थि उप्पादो। तावदिओ जीवाणं देवो मणुसो त्ति गदिणामो॥१९॥ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ એ રીત સ-વ્યય ને અસ-ઉત્પાદ હોય ન જીવને; સુરનરપ્રમુખ ગતિનામનો હયુક્ત કાળ જ હોય છે. ૧૯. અર્થ એ રીતે જીવને સનો વિનાશ અને અસતુનો ઉત્પાદ નથી; (દવ જન્મે છે ને મનુષ્ય મરે છે એમ કહેવાય છે તેનું એ કારણ છે કે, જીવોને દેવ, મનુષ્ય એવું ગતિનામકર્મ તેટલા જ કાળનું હોય છે. णाणावरणादीया भावा जीवेण सुटु अणुबद्धा। तेसिमभावं किच्चा अभूदपुवो हवदि सिद्धो॥२०॥ જ્ઞાનાવરણ ઇત્યાદિ ભાવી જીવ સહ અનુબદ્ધ છે; તેનો કરીને નાશ, પામે જીવ સિદ્ધિ અપૂર્વને. ૨૦. અર્થ જ્ઞાનાવરણાદિભાવો જીવ સાથે સારી રીતે અનુબદ્ધ છે, તેમનો અભાવ કરીને તે અભૂતપૂર્વ સિદ્ધ થાય છે. एवं भावमभावं भावाभावं अभावभावं च। गुणपज्जयेहिं सहिदो संसरमाणो कुणदि जीवो ॥२१॥ ગુણપર્યયે સંયુકત જીવ સંસરણ કરતો એ રીતે ઉભવ,વિલય, વળી ભાવ-વિલય, અભાવ-ઉદ્ભવને કરે. ૨૧. અર્થ એ રીતે ગુણપર્યાયો સહિત જીવસંસરણકરતો થકો ભાવ, અભાવ, ભાવાભાવ અને અભાવભાવને કરે છે. जीवा पुग्गलकाया आयासं अत्थिकाइया सेसा। अमया अत्थित्तमया कारणभूदा हि लोगस्स ॥२२॥ જીવદ્રવ્ય, પુગલકાય, નભ ને અસ્તિકાયો શેષ બે અણકૃતક છે, અસ્તિત્વમય છે, લોકકારણભૂત છે. ૨૨. અર્થ જીવો, પુદ્ગલકાયો, આકાશ અને બાકીના બે અસ્તિકાયો અકૃત છે, અસ્તિત્વમય છે અને ખરેખર લોકના કારણભૂત છે. सब्भावसभावाणं जीवाणं तह य पोग्गलाणं च। परियट्टणसंभूदो कालो णियमेण पण्णत्तो॥२३॥ સત્તાસ્વભાવી જીવ ને પુદ્ગલ તણા પરિણમનથી છે સિદ્ધિ જેની, કાળ તે ભાખ્યો નિણંદે નિયમથી. ૨૩. Page #282 -------------------------------------------------------------------------- ________________ - ૨૭૦ અર્થ સત્તાસ્વભાવવાળા જીવો અને પુદ્ગલોના પરિવર્તનથી સિદ્ધ થતો એવો કાળ (સર્વજ્ઞો દ્વારા) નિયમથી (નિશ્ચયથી) ઉપદેશવામાં આવ્યો છે. ववगदपणवण्णरसो ववगददोगंधअट्ठफासो य। अगुरुलहुगो अमुत्तो वट्टणलक्खो य कालो त्ति ॥ २४ ॥ રસવર્ણપંચક, સ્પર્શ-અષ્ટક, ગંધયુગલ વિહીન છે, છે મૂર્તિ હીન, અગુરુલઘુક છે, કાળ વર્તનલિંગ છે. ૨૪. અર્થ કાળ (નિશ્ચયકાળ) પાંચ વર્ણ ને પાંચ રસ રહિત, બે ગંધ ને આઠ સ્પર્શ રહિત, અગુરુલઘુ, અમૂર્ત અને વર્તના લક્ષણ વાળો છે. समओ णिमिसो कट्ठा कला य णाली तदो दिवारत्ती। मासोदुअयणसंवच्छरो त्ति कालो परायत्तो॥२५॥ જે સમય, નિમિષ, કળા, ઘડી, દિનરાત, માસ, ઋતુ અને જે અયન ને વર્ષાદિ છે, તે કાળ પર-આયત્ત છે. ૨૫. અર્થ સમય, નિમેષ, કાષ્ટા, કળા, ઘડી, અહોરાત્ર(દિવસ), માસ, ઋતુ, અયન અને વર્ષ - એવો જે કાળ (અર્થાત્ વ્યવહારકાળ) તે પરાશ્રિત છે. णत्थि चिरं वा खिप्पं मत्तारहिदं तु सा वि खलु मत्ता। पोग्गलदव्वेण विणा तम्हा कालो पडुच्चभवो ॥२६॥ ‘ચિર” “શીઘ્ર” નહિ માત્રા વિના, માત્ર નહીં પુદ્ગલ વિના, તે કારણે પર – આશ્રયે ઉત્પન્ન ભાખ્યો કાળ આ. ૨૬. અર્થ ‘ચિર” અથવા “ક્ષિપ્રએવું જ્ઞાન (બહુ કાળ અથવા થોડો કાળ એવું જ્ઞાન) પરિમાણ વિના (-કાળના માપ વિના) હોય નહિ; અને તે પરિમાણ ખરેખર પુદ્ગલદ્રવ્ય વિના થતું નથી; તેથી કાળ આશ્રિતપણે ઊપજનારો છે (અર્થાત્ વ્યવહારકાળ પરનો આશ્રય કરીને ઊપજે છે એમ ઉપચારથી કહેવાય છે). जीवो त्ति हवदि चेदा उवओगविसेसिदो पहू कत्ता। भोत्ता य देहमेत्तो ण हि मुत्तो कम्मसंजुत्तो॥२७॥ છે જીવ, ચેતયિતા, પ્રભુ, ઉપયોગચિહ્ન, અમૂર્ત છે, કર્તા અને ભોક્તા, શરીરપ્રમાણ, કર્મે યુક્ત છે. ૨૭. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ અર્થ : (સંસારસ્થિત) આત્મા જીવ છે, ચેતયિતા(ચેતનારો) છે, ઉપયોગલક્ષિત છે, પ્રભુ છે, કર્તા છે, ભોક્તા છે, દેહપ્રમાણ છે, અમૂર્ત છે અને કર્મસંયુક્ત છે. कम्ममलविप्पमुको उड्डुं लोगस्स अंतमधिगंता । सो सव्वणाणदरिसी लहदि सुहमणिंदियमणंतं ।। २८ ॥ સૌ કર્મમળથી મુક્ત આત્મા પામીને લોકાગ્રને, સર્વજ્ઞદર્શી તે અનંત અનિદ્રિ સુખને અનુભવે. ૨૮. અર્થ ઃ કર્મમળથી મુક્ત આત્મા ઊંચે લોકના અંતને પામીને તે સર્વજ્ઞ-સર્વદર્શી અનંત અનિદ્રિય સુખને અનુભવે છે. जादो सयं स चेदा सव्वण्हू सव्वलोगदरसी य । पप्पोदि सुहमणतं अव्वाबाधं सगममुत्तं ॥ २९ ॥ સ્વયમેવ ચેતક સર્વજ્ઞાની - સર્વદર્શી થાય છે, ને નિજ અમૂર્ત અનંત અવ્યાબાધ સુખને અનુભવે. ૨૯. અર્થ :તે ચેતિયતા (ચેતનારો આત્મા) સર્વજ્ઞ અને સર્વલોકદર્શી સ્વયં થયો થકો, સ્વકીય અમૂર્ત અવ્યાબાધ અનંત સુખને ઉપલબ્ધ કરે છે. पाणेहिं चदुहिं जीवदि जीविस्सदि जो हु जीविदो पुव्वं । सो जीवो पाणा पुण बलमिंदियमाउ उस्सासो ॥ ३० ॥ જે ચાર પ્રાણે જીવતો પૂર્વે, જીવે છે, જીવશે, તે જીવ છે; ને પ્રાણ ઇન્દ્રિય-આયુ-બળ-ઉચ્છ્વાસ છે. 30. અર્થ : જે ચાર પ્રાણોથી જીવે છે, જીવશે અને પૂર્વે જીવતો હતો, તે જીવ છે; અને પ્રાણો ઇન્દ્રિય, બળ, આયુ તથા ઉચ્છ્વાસ છે. अगुरुलहुगा अणंता तेहिं अणंतेहिं परिणदा सव्वे । देसेहिं असंखादा सिय लोगं सव्वमावण्णा ॥ ३१ ॥ केचित्तु अणावण्णा मिच्छादंसणकसायजोगजुदा । विजुदा य तेहिं बहुगा सिद्धा संसारिणो जीवा ॥ ३२ ॥ જે અગુરુલઘુક અનંત તે-રૂપ સર્વ જીવો પરિણમે; સૌના પ્રદેશ અસંખ્ય; કતિપય લોકવ્યાપી હોય છે; ૩૧. Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ અવ્યાપી છે કતિપય; વળી નિર્દોષ સિદ્ધ જીવો ઘણા; મિથ્યાત્વ-યોગ-કષાયયુત સંસારી જીવ બહુ જાણવા. ૩૨. અર્થ : અનંત એવા જે અગુરુલઘુ (ગુણો, અંશો) તે અનંત અગુરુલઘુ (ગુણ)રૂપે સર્વ જીવો પરિણત છે; તેઓ અસંખ્યાત પ્રદેશવાળા છે. કેટલાક કથંચિત્ આખા લોકને પ્રાપ્ત હોય છે અને કેટલાક અપ્રાપ્ત હોય છે. ઘણા (-અનંત) જીવો મિથ્યાદર્શન-કષાય-યોગસહિત સંસારી છે અને ઘણા (-અનંત જીવો) મિથ્યાદર્શનકષાય-યોગરહિત સિદ્ધ છે. जह पउमरायरयणं खित्तं खीरे पभासयदि खीरं । तह देही देहत्थो सदेहमित्तं पभासयदि ॥ ३३ ॥ જ્યમ દૂધમાં સ્થિત પદ્મરાગમણિ પ્રકાશે દૂધને, ત્યમ દેહમાં સ્થિત દેહી દેહપ્રમાણ વ્યાપક્તા લહે. ૩૩. અર્થ : જેમ પદ્મરાગરત્ન દૂધમાં નાખવામાં આવ્યું થયું દૂધને પ્રકાશે છે, તેમ દેહી (જીવ) દેહમાં રહ્યો થકો સ્વદેહપ્રમાણ પ્રકાશે છે. सव्वत्थ अत्थि जीवो ण य एक्को एककाय एक्कट्ठो । अज्झवसाणविसिट्ठो चिट्ठदि मलिणो रजमलेहिं ॥ ३४ ॥ તન તન ધરે જીવ, તન મહીં ઐચસ્થ પણ નહિ એક છે, જીવ વિવિધ અધ્યવસાયયુત, રજમળમલિન થઈને ભમે. ૩૪. અર્થ : જીવ સર્વત્ર (ક્રમવર્તી સર્વ શરીરોમાં) છે અને કોઈ એક શરીરમાં (ક્ષીરનીરવત) એકપણે રહ્યો હોવા છતાં તેની સાથે એક નથી; અધ્યવસાય વિશિષ્ટ વર્તતો થકો રજમળ (કર્મમળ) વડે મિલન હોવાથી તે ભમે છે. जेसिं जीवसहावो णत्थि अभावो य सव्वहा तस्स । ते होंति भिण्णदेहा सिद्धा वचिगोयरमदीदा ॥ ३५ ॥ જીવત્વ નહિ ને સર્વથા તદભાવ પણ નહિ જેમને, તે સિદ્ધ છે -જે દેહવિરહિત વચનવિષયાતીત છે. ૩૫. અર્થ : જેમને જીવવભાવ (-પ્રાણધારણરૂપ જીવત્વ) નથી અને સર્વથા તેનો અભાવ પણ નથી, તે દેહરહિત વચનગોચરાતીત સિદ્ધો (સિદ્ધ ભગવંતો) છે. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ ण कुदोचि वि उप्पण्णो जम्हा कज्जं ण तेण सो सिद्धो। उप्पादेदि ण किंचि वि कारणमवि तेण ण स होदि ॥ ३६ ।। ઊપજે નહીં તો કારણે તે સિદ્ધ તેથી ન કાર્ય છે, ઉપજાવતા નથી કાંઈ પણ તેથી ન કારણ પણ ઠરે. ૩૬. અર્થ તે સિદ્ધ કોઈ (અન્ય) કારણથી ઊપજતા નથી તેથી કાર્ય નથી, અને કાંઈ પણ (અન્ય કાર્યને) ઉપજાવતા નથી તેથી તે કારણ પણ નથી. सस्सदमध उच्छेदं भव्वमभव्वं च सुण्णमिदरं च। विण्णाणमविण्णाणं ण वि जुज्जदि असदि सब्भावे॥ ३७॥ સદ્ભાવ જો નહિ હોય તો ધ્રુવ, નાશ, ભવ્ય, અભવ્ય ને વિજ્ઞાન, અણુવિજ્ઞાન, શૂન્ય, અશુન્ય - એ કંઈ નવ ઘટે. ૩૭. અર્થ : જો (મોક્ષમાં જીવનો) સંભાવના હોય તો શાશ્વત, નાશવંત, ભવ્ય (થવા યોગ્ય), અભવ્ય (-નહિ થવા યોગ્ય), શૂન્ય, અશૂન્ય, વિજ્ઞાન અને અવિજ્ઞાન (જીવદ્રવ્યને વિષે) ન જ ઘટે. (માટે મોક્ષમાં જીવનો સદ્ભાવ છે જ.) कम्माणं फलमेक्को एक्को कज्जं तु णाणमध एक्को। चेदयदि जीवरासी चेदगभावेण तिविहेण ॥ ३८॥ ત્રણવિધ ચેતકભાવથી કો જીવરાશિ કાર્યને. કો જીવરાશિ કર્મફળ’ને, કોઈ ચેતે “જ્ઞાન”ને. ૩૮. અર્થ ત્રિવિધ ચેતકભાવ વડે એક જીવરાશિ કર્મોના ફળને, એક જીવરાશિ કાર્યને, અને એક જીવરાશિ જ્ઞાનને ચેતે (વે) છે. सव्वे खलु कम्मफलं थावरकाया तसा हि कज्जजुदं। पाणित्तमदिक्कंता णाणं विंदति ते जीवा ॥३९॥ વેદે કરમફળ સ્થાવરો, ત્રસ કાર્યયુત ફળ અનુભવે, પ્રાણિત્વથી અતિક્રાંત જે તે જીવ વેદે જ્ઞાનને. ૩૯. અર્થ સર્વ સ્થાવર જીવસમૂહો ખરેખર કર્મફળને વેદે છે, ત્રસો ખરેખર કાર્યસહિત કર્મફળને વેદે છે અને જે પ્રાણિત્વને (-પ્રાણોને) અતિક્રમી ગયા છે તે જીવો જ્ઞાનને વેદે છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ उवओगो खलु दुविहो णाणेण य दंसणेण संजुत्तो । जीवस्स सव्वकालं अणण्णभूदं वियाणीहि ॥ ४० ॥ છે જ્ઞાન ને દર્શન સહિત ઉપયોગ યુગલ પ્રકારનો; જીવદ્રવ્યને તે સર્વ કાળ અનન્યરૂપે જાણવો. ૪૦. અર્થ ઃજ્ઞાનથી અને દર્શનથી સંયુક્ત એવો ખરેખર બે પ્રકારનો ઉપયોગ જીવને સર્વ કાળ અનન્યપણે જાણો. आभिणिसुदोधिमणकेवलाणि णाणाणि पंचभेयाणि । कुमादिसुदविभंगाणि य तिण्णि वि णाणेहिं संजुत्ते ॥ ४१ ॥ મતિ, શ્રુત, અવધિ, મનઃ, કેવળ - પાંચ ભેદો જ્ઞાનના; કુમતિ, કુશ્રુત, વિભંગ - ત્રણ પણ જ્ઞાન સાથે જોડવાં. ૪૧. અર્થ : આભિનિબોધિક (-મતિ), શ્રુત, અવિધ, મનઃપર્યય અને કેવળ - એમ જ્ઞાનના પાંચ ભેદ છે; વળી કુમતિ, કુશ્રુત અને વિભંગ - એ ત્રણ (અજ્ઞાનો) પણ (પાંચ) જ્ઞાનો સાથે જોડવામાં આવ્યા છે. ( એ પ્રમાણે જ્ઞાનોપયોગના આઠ ભેદ છે.) दंसणमवि चक्खुजुदं अचक्खुजुदमवि य ओहिणा सहियं अणिधणमणंतविसयं केवलियं વિપળાં ॥ ૪૨॥ દર્શન તણા ચક્ષુ - અચક્ષુરૂપ, અવિધરૂપ ને નિઃસીમવિષય અનિધન કેવળરૂપ ભેદ કહેલ છે. ૪૨. અર્થ : દર્શન પણ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને અનંત જેનો વિષય છે એવું અવિનાશી કેવળદર્શન - એમ ચાર ભેદવાળું કહ્યું છે. . विपदि णाणादो णाणी णाणाणि होंति णेगाणि । तम्हा दु विसरूवं भणियं दवियत्ति णाणीहिं ॥ ४३ ॥ છે જ્ઞાનથી નહિ ભિન્ન જ્ઞાની, જ્ઞાન તો ય અનેક છે; તે કારણે તો વિશ્વરૂપ કહ્યું દરવને જ્ઞાનીએ. ૪૩. અર્થ : જ્ઞાનથી જ્ઞાનીનો (-આત્માનો) ભેદ પાડવામાં આવતો નથી; તો પણ જ્ઞાનો અનેક છે. તેથી તો જ્ઞાનીઓએ દ્રવ્યને વિશ્વરૂપ (-અનેકરૂપ) કહ્યું છે. जदि हवदि दव्वमण्णं गुणदो य गुणा य दव्वदो अण्णे । दव्वाणंतियमधवा दव्वाभावं પવંતિ ॥ ૪૪ ૫ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ જો દ્રવ્ય ગુણથી અન્ય ને ગુણ અન્ય માનો દ્રવ્યથી, તો થાય દ્રવ્ય-અનંતતા વા થાય નાસ્તિ દ્રવ્યની. ૪૪. અર્થ : જો દ્રવ્ય ગુણથી અન્ય (-ભિન્ન) હોય અને ગુણો દ્રવ્યથી અન્ય હોય તો દ્રવ્યની અનંતતા થાય અથવા દ્રવ્યનો અભાવ થાય. अविभत्तमणण्णत्तं दव्वगुणाणं विभत्तमण्णत्तं । णिच्छंति णिच्चयण्डू तव्विवरीदं हि वा तेसिं ॥ ४५ ॥ ગુણ-દ્રવ્યને અવિભક્તરૂપ અનન્યતા બુધમાન્ય છે; પણ ત્યાં વિભક્ત અનન્યતા વા અન્યતા નહિ માન્ય છે. ૪૫. અર્થ : દ્રવ્ય અને ગુણોને અવિભક્તપણારૂપ અનન્યપણું છે; નિશ્ચયના જાણનારાઓ તેમને વિભક્તપણારૂપ અન્યપણું કે (વિભક્તપણારૂપ) અનન્યપણું માનતા નથી. ववदेसा संठाणा संखा विसया य होंति ते बहुगा । ते सिमणण्णत्ते अण्णत्ते चावि विज्जंते ॥ ४६ ॥ વ્યપદેશ ને સંસ્થાન, સંખ્યા, વિષય બહુ યે હોય છે; તે તેમના અન્યત્વ તેમ અનન્યતામાં પણ ઘટે. ૪૬. અર્થ :વ્યપદેશો, સંસ્થાનો, સંખ્યાઓ અને વિષયો ઘણાં હોય છે. તે (વ્યપદેશ વગેરે), દ્રવ્ય-ગુણોના અન્યપણામાં તેમ જ અનન્યપણામાં પણ હોઈ શકે છે. णाणं धणं च कुव्वदि धणिणं जह णाणिणं च दुविधेहिं । भण्णंति तह पुधत्तं एयत्तं चावि तच्चण्हू ॥ ४७ ॥ ધનથી ‘ધની’ ને જ્ઞાનથી ‘જ્ઞાની’ -દ્વિધા વ્યપદેશ છે, તે રીત તત્ત્વજ્ઞો કહે એકત્વ તેમ પૃથને. ૪૭. અર્થ : જેવી રીતે ધન અને જ્ઞાન (પુરુષને) ‘ધની’ અને ‘જ્ઞાની’ કરે છે - એમ બે પ્રકારે કહેવામાં આવે છે, તેવી રીતે તત્ત્વજ્ઞો પૃથક્ત્વ તેમ જ એકત્વને કહે છે. णाणी णाणं च सदा अत्थंतरिदा दु अण्णमण्णस्स । दोहं अचेदणत्तं पसजदि सम्मं जिणावमदं ॥ ४८ ॥ જો હોય અર્થાતરપણું અન્યોન્ય જ્ઞાની-જ્ઞાનને, બન્ને અચેતના લહે - જિનદેવને નહિ માન્ય જે. ૪૮. Page #288 -------------------------------------------------------------------------- ________________ २७६ અર્થ : જો જ્ઞાની (આત્મા) અને જ્ઞાન સદા પરસ્પર અર્થાતરભૂત (ભિન્નપદાર્થભૂત) હોય તો બન્નેને અચેતનપણાનો પ્રસંગ આવે - કે જે જિનોને સમ્યક પ્રકારે અસંમત છે. ण हि सो समवायादो अत्यंतरिदो दुणाणदो णाणी। अण्णाणीति च वयणं एगत्तप्पसाधगं होदि ॥ ४९ ॥ રે! જીવ જ્ઞાનવિભિન્ન નહિ સમવાયથી જ્ઞાની બને; અજ્ઞાની” એવું વચન તે એકત્વની સિદ્ધિ કરે. ૪૯. અર્થ જ્ઞાનથી અર્થાતરભૂત એવો તે (આત્મા) સમવાયથી જ્ઞાની થાય છે એમ ખરેખર નથી. ‘અજ્ઞાની” એવું વચન (ગુણ-ગુણીના) એકત્વને સિદ્ધ કરે છે. समवत्ती समवाओ अपुधब्भूदो य अजुदसिद्धो य। तम्हा दव्वगुणाणं अजुदा सिद्धि त्ति णिहिट्ठा ॥५०॥ સમવર્તિતા સમવાય છે, અપૃથક્વ તે, અયુતત્વ તે; તે કારણે ભાખી અમૃતસિદ્ધિ ગુણો ને દ્રવ્યને. ૫૦. અર્થ સમવર્તીપણું તે સમવાય છે; તે જ, અપૃથકપણું અને અયુતસિદ્ધપણું છે. તેથી દ્રવ્ય અને ગુણોની અમૃતસિદ્ધિ જિનોએ) કહી છે. वण्णरसगंधफासा परमाणुपरूविदा विसेसेहिं। दव्वादो य अणण्णा अण्णत्तपगासगा होति ॥५१॥ दंसणणाणाणि तहा जीवणिबद्धाणि णण्णभूदाणि। ववदेसदो पुधत्तं कुव्वंति हि णो सभावादो॥५२॥ પરમાણમાં પ્રરૂપિતાવરણ, રસ, ગંધ, તેમ જ સ્પર્શ, અણુથી અભિન્ન રહી વિશેષ વડે પ્રકાશ ભેદને; ૫૧. ત્યમ જ્ઞાનદર્શન જીવનિયત અનન્ય રહીને જીવથી, અન્યત્વના કર્તા બને વ્યપદેશથી -ના સ્વભાવથી. પર. અર્થ : પરમાણુને વિષે પ્રરૂપવામાં આવતાં એવા વર્ગ-રસ-ગંધ-સ્પર્શ દ્રવ્યથી અનન્ય વર્તતાં થકા (વ્યપદેશના કારણભૂત) વિશેષો વડે અન્યત્વને પ્રકાશનારા થાય છે. (-સ્વભાવથી અન્યરૂપ નથી); એવી રીતે જીવને વિષે સંબદ્ધ એવા દર્શન-જ્ઞાન (જીવદ્રવ્યથી) અનન્ય વર્તતાં થકાં વ્યપદેશ દ્વારા પૃથકપણાને કહે છે, સ્વભાવથી નહિ. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ जीवा अणाइणिहणा संता णंता य जीवभावादो । सब्भावदो अणंता पंचग्गगुणप्पधाणा य ॥५३॥ જીવો અનાદિ-અનંત, સાંત, અનંત છે જીવભાવથી, સદ્ભાવથી નહિ અંત હોય; પ્રધાનતા ગુણ પાંચથી. ૫૩ અર્થ ઃ જીવો (પારિણામિક ભાવથી) અનાદિ-અનંત છે, (ત્રણ ભાવોથી) સાંત (અર્થાત્ સાદિ-સાંત) છે અને જીવભાવથી અનંત છે (અર્થાત્ જીવના સદ્ભાવરૂપ ક્ષાયિકભાવથી સાદિ-અનંત છે) કારણ કે સદ્ભાવથી જીવો અનંત જ હોય છે. તેઓ પાંચ મુખ્ય ગુણોથી પ્રધાનતાવાળા છે. एवं सदो विणासो असदो जीवस्स होइ उप्पादो । इदि जिणवरेहिं भणिदं अण्णोण्णविरुद्धमविरुद्धं ।। ५४॥ એ રીત સત્-વ્યય ને અસત્-ઉત્પાદ જીવને હોય છે -ભાખ્યું જિને, જે પૂર્વ-અપર વિરુદ્ધ પણ અવિરુદ્ધ છે. ૧.૪. અર્થ : એ રીતે જીવને સત્નો વિનાશ અને અસત્નો ઉત્પાદ હોય છે - એવું જિનવરો કહ્યું છે, કે જે અન્યોન્ય વિરુદ્ધ (૧૯મી ગાથાના કથન સાથે વિરોધવાળું) છતાં અવિરુદ્ધ છે. रइयतिरियमणुआ देवा इदि णामसंजुदा पयडी । कुव्वंति सदो णासं असदो भावस्स उप्पादं ।। ५५ ॥ તિર્યંચ-નારક-દેવ-માનવ નામની છે પ્રકૃતિ જે, તે વ્યય કરે સત્ ભાવનો, ઉત્પાદ અસત્ તણો કરે. ૫૫. અર્થ :નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એવાં નામવાળી (નામકર્મની) પ્રકૃતિઓ સત્ ભાવનો નાશ કરે અને અસત્ ભાવનો ઉત્પાદ કરે છે. उदयेण उवसमेण य खयेण दुहिं मिस्सिदेहिं परिणामे । जुत्ता ते जीवगुणा बहुसु य अत्थेसु विच्छिण्णा ॥ ५६ ॥ પરિણામ, ઉદય, ક્ષયોપશમ, ઉપશમ, ક્ષયે સંયુક્ત જે, તે પાંચ જીવગુણ જાણવા; બહુ ભેદમાં વિસ્તીર્ણ છે. ૫. અર્થ : ઉદયથી યુક્ત, ઉપશમથી યુક્ત, ક્ષયથી યુક્ત, ક્ષયોપશમથી યુક્ત અને પરિણામથી યુ - એવા (પાંચ) જીવગુણો (-જીવના ભાવો) છે; અને તેમને ઘણાં પ્રકારોમાં વિસ્તારવામાં આવે છે. Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ कम्मं वेदयमाणो जीवो भावं करेदि जारिसयं। सो तस्स तेण कत्ता हवदि त्ति य सासणे पढिदं ॥५७॥ પુદ્ગલકરમને વેદતાં આત્મા કરે જે ભાવને, તે ભાવનો તે જીવ છે કર્તા-કહ્યું જિનશાસને. ૨૭ અર્થ કર્મને વેદતો ધકો જીવ જેવા ભાવને કરે છે, તે ભાવનો તે પ્રકારે તે કર્તા છે - એમ શાસનમાં કહ્યું છે. कम्मेण विणा उदयं जीवस्स ण विज्जदे उवसमं वा। खइयं खओवसमियं तम्हा भावं तु कम्मकदं ॥५८॥ પુગલકરમ વિણ જીવને ઉપશમ, ઉદય, ક્ષાયિક અને ક્ષાયોપથમિક ન હોય, તેથી કર્મકૃત એ ભાવ છે. ૫૮. અર્થ : કર્મ વિના જીવને ઉદય, ઉપશમ, ક્ષાયિક અથવા ક્ષયોપથમિક હોતો નથી, તેથી ભાવ (-ચતુર્વિધ જીવભાવ) કર્મકૃત છે. भावो जदि कम्मकदो अत्ता कम्मस्स होदि किध कत्ता। ण कुणदि अत्ता किंचि वि मुत्ता अण्णं सगं भावं ॥ ५९॥ જો ભાવકર્તા કર્મ, તો શું કર્મક જીવ છે? જીવ તો કદી કરતો નથી નિજ ભાવ વિણ કંઈ અન્યને. ૫૯. અર્થ : જો ભાવ (-છવભાવ) કર્મકૃત હોય તો આત્મા કર્મનો (દ્રવ્યકર્મનો) કર્તા હોવો જોઈએ. તે તો કેમ બને? કારણ કે આમા તો પોતાના ભાવને છોડીને બીજું કાંઈ પણ કરતો નથી. भावो कम्मणिमित्तो कम्मं पुण भावकारणं हवदि। ण दु तेसिं खलु कत्ता ण विणा भूदा दु कत्तारं ॥६०॥ રે! ભાવ કર્મનિમિત્ત છે ને કર્મ ભાવનિમિત્ત છે, અન્યોન્ય નહિ કર્તા ખરે; કર્યા વિના નહિ થાય છે. ૬૦. અર્થ : જીવભાવનું કર્મ નિમિત્ત છે અને કર્મનું જીવભાવ નિમિત્ત છે, પરંતુ ખરેખર એકબીજાના કર્તા નથી; કર્તા વિના થાય છે એમ પણ નથી. कुव्वं सगं सहावं अत्ता कत्ता सगस्स भावस्स। ण हि पोग्गलकम्माणं इदि जिणवयणं मुणेयव्वं ॥६१॥ Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૯ નિજ ભાવ કરતો આતમા કર્તા ખરે નિજ ભાવનો, કર્તા ન પુદ્ગલકર્મનો; -ઉપદેશ જિનનો જાણવો. ૬૧. અર્થ પોતાના સ્વભાવને કરતો આત્મા ખરેખર પોતાના ભાવનો કર્યા છે, પુદ્ગકર્મોનો નહિ. આમ જિનવચન જાણવું. ૧. જો કે શુદ્ધનિશ્ચયથી કેવળજ્ઞાનાદિ શુદ્ધભાવો “સ્વભાવો’ કહેવાય છે તો પણ અશુદ્ધનિશ્ચયથી રાગ દિક પણ “સ્વભાવો’ કહેવાય છે. कम्मं पि सगं कुव्वदि सेण सहावेण सम्ममप्पाणं। जीवो वि य तारिसओ कम्मसहावेण भावेण॥६२॥ રે! કર્મ આપસ્વભાવથી નિજ કર્મપર્યયને કરે, આત્માય કર્મસ્વભાવરૂપ નિજ ભાવથી નિજને કરે. ૬૨. અર્થ કર્મ પણ પોતાના સ્વભાવથી પોતાને કરે છે અને તેવો જીવ પણ કર્મસ્વભાવ ભાવથી (ઔદાયિકાદિ ભાવથી) બરાબર પોતાને કરે છે. कम्मं कम्मं कुव्वदि जदि सो अप्पा करेदि अप्पाणं। किध तस्स फलं भुंजदि अप्पा कम्मं च देदि फलं ॥६३॥ જો કર્મ કર્મ કરે અને આત્મા કરે બસ આત્મને, ક્રમ કર્મ ફળ જીવને? ક્યમ જીવ તે ફળ ભોગવે? ૬૩. અર્થ : જો કર્મ કર્મને કરે અને આત્મા આત્માને કરે તો કર્મ આત્માને ફળ કેમ આપે અને આત્મા તેનું ફળ કેમ ભોગવે ? ओगाढगाढणिचिदो पोग्लकायेहिं सव्वदो लोगो। सुहमेहिं बादरेहिं य णंताणंतेहिं विविधेहिं ॥६४॥ અવગાઢ ગાઢ ભરેલ છે સર્વત્ર પુદ્ગલકાયથી આ લોક બાદર-સૂક્ષ્મથી, વિધવિધ અનંતાનંતથી. ૬૪. અર્થ લોક સર્વત: વિવિધ પ્રકારના, અનતાનંત સૂક્ષ્મ તેમ જ બાદર પુલકાયો (પુદ્ગલસ્કંધો) વડે (વિશિષ્ટ રીતે) અવગાહાઈને ગાઢ ભરેલો છે. अत्ता कुणदि सभावं तत्थ गदा पोग्गला सभावहिं। गच्छंति कम्मभावं अण्णोणाणागाहमवगाढा॥६५॥ Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ આત્મા કરે નિજ ભાવ જ્યાં, ત્યાં પુગલો નિજ ભાવથી કર્મસ્વરૂપે પરિણમે અન્યોન્ય-અવગાહિત થઈ. ૬૫. અર્થ આત્મા (મોહરાગદ્વેષરૂપ) પોતાના ભાવને કરે છે; (ત્યારે) ત્યાં રહેલાં પુદગલો પોતાના ભાવોથી જીવને વિષે (વિશિષ્ટ પ્રકારે) અન્યોન્ય-અવગાહરૂપે પ્રવેશ્યાં થકાં કર્મભાવને પામે છે. जह पुग्गलदवाणं बहुप्पयारेहिं खंधणिव्वत्ती। अकदा परेहिं दिट्ठा तह कम्माणं वियाणाहि॥६६॥ જ્યમ સ્કંધરચના બહુવિધા દેખાય છે પુદ્ગલ તણી પરથી અકૃત, તે રીતે જાણો વિવિધતા કર્મો તણી. ૬૬. અર્થ : જેમ પુદ્ગલદ્રવ્યોની બહુ પ્રકારે સ્કંધરચના પરથી કરાયા વિના થતી જોવામાં આવે છે, તેમ કર્મોની બહુપ્રકારતા પરથી અકૃત જાણો. जीवा पग्गलकाया अण्णोणाणागाढगहणपडिबद्धा। काले विजुज्जमाणा सुहदुक्खं दिति भुंजंति॥६७॥ જીવ-પુગલો અન્યોન્યમાં અવગાહ ગ્રહીને બદ્ધ છે; કાળે વિયોગ લહે તદા સુખદુઃખ આપે – ભોગવે. ૬૭. અર્થ જીવો અને પુદ્ગલકાયો (વિશિષ્ટ પ્રકારે) અન્યોન્ય-અવગાહને ગ્રહવા વડે (પરસ્પર) બદ્ધ છે; કાળે છૂટા પડતાં સુખદુ:ખ આપે છે અને ભોગવે છે (અર્થાત પુગલકાયો સુખદુ:ખ આપે છે અને જીવો ભોગવે છે). तम्हा कम्मं कत्ता भावेण हि संजुदोध जीवस्स। भोत्ता हु हवदि जीवो चेदगभावेण कम्मफलं ॥६८॥ તેથી કરમ, જીવભાવથી સંયુક્ત, કર્તા જાણવું; ભોક્તાપણું તો જીવને ચેતકપણે તત્કળ તણું. ૬૮. અર્થ તેથી જીવના ભાવથી સંયુક્ત એવું કર્મ(દ્રવ્યકર્મ) કર્તા છે(નિશ્ચયથી પોતાનું કર્તા અને વ્યવહારથી જીવભાવનું કર્તા, પરંતુ તે ભોક્તા નથી). ભોક્તા તો (માત્ર) જીવ છે ચેતકભાવને લીધે કર્મફળનો. एवं कत्ता भोत्ता होज्जं अप्पा सगेहिं कम्मेहिं। हिंडदि पारमपारं संसारं मोहसंछण्णो॥६९॥ Page #293 -------------------------------------------------------------------------- ________________ * ૨૮૧ કર્તા અને ભોક્તા થતો એ રીત નિજ કર્મો વડે જીવ મોહથી આચ્છન્ન સાંત-અનંત સંસારે ભમે. ૬૯. અર્થ એ રીતે પોતાના કર્મોથી કર્તા-ભોક્તા થતો આત્મા મોહાચ્છાદિત વર્તતો થકો સાંત અથવા અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે. उवसंतखीणमोहो मग्गं जिणभासिदेण समुवगदो। णाणाणुमग्गचारी णिव्वाणपुरं वजदि धीरो॥७॥ જિનવચનથી લહી માર્ગ જે, ઉપશાંતક્ષીણમોહી બને; જ્ઞાનાનમાર્ગ વિષે ચરે, તે ધીર શિવપુરને વરે. ૭૮. અર્થ જે (પુરુષ) જિનવચનથી માર્ગને પામીને ઉપશાંત-ક્ષીણમોહ થયો થકો (અર્થાત્ દર્શનમોહનો જેને ઉપશમ, ક્ષય અથવા ક્ષયોપશમ થયો છે એવો થયો થકો) જ્ઞાનાનુમાર્ગે ચરે છે (જ્ઞાનને અનુસરનારા માર્ગે પ્રવર્તે છે), તે ધીર પુરુષ નિર્વાણપુરને પામે છે. एको चेव महप्पा सो दुवियप्पो तिलक्खणो होदि। . चदुचंकमणो भणिदो पंचग्गगुणप्पधाणो य॥७१॥ छक्कापक्कमजुत्तो उवउत्तो सत्तभंगसब्भावो। अट्ठासओ णवठ्ठो जीवो दसट्ठाणगो भणिदो॥७२॥ એક જ મહાત્મા તે દ્વિભેદ અને ત્રિલક્ષણ ઉક્ત છે, ચઉભ્રમણયુત, પંચાગ્રગુણપરધાન જીવ કહેલ છે; ૭૧. ઉપયોગી ષટ-અપક્રમસહિત છે, સપ્તભંગીસત્ત્વ છે, જીવ અષ્ટ-આશ્રય, નવ-અરથ, દશસ્થાનગત ભાખેલ છે. ૭ર અર્થ તે મહાત્મા એક જ છે, બે ભેદવાળો છે અને ત્રિલક્ષણ છે; વળી તેને ચતુર્વિધ ભ્રમણવાળો તથા પાંચ મુખ્ય ગુણોથી પ્રધાનતાવાળો કહ્યો છે. ઉપયોગી એવો તે જીવ છે અપક્રમ સહિત, સાત ભંગપૂર્વક સદ્ભાવવાળો, આઠના આશ્રયરૂપ, નવ-અર્થરૂપ અને દસ સ્થાનગત કહેવામાં આવ્યો છે. ૧. અપક્રમ = (સંસારી જીવને અન્ય ભવમાં જતાં) અનુશ્રેણી ગમન અર્થાત્ વિદિશાઓ છોડીને ગમન. पयडिट्ठिदिअणुभागप्पदेसबंधेहिं सव्वदो मुक्को। उड्ढे गच्छदि सेसा विदिसावज्जं गर्दि जंति ॥७३॥ Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ પ્રકૃતિ-સ્થિતિ-પરદેશ-અનુભવબંધથી પરિમુક્તને ગતિ હોય ઊંચે; શેષને વિદિશા તજી ગતિ હોય છે. ૭૩. અર્થ : પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધથી સર્વતઃ મુક્ત જીવ ઊર્ધ્વગમન કરે છે; બાકીના જીવો (ભવાંતરમાં જતાં) વિદિશાઓ છોડીને ગમન કરે છે. खंधा य खंधदेसा खंधपदेसा य होंति परमाणू । इदि ते चदुव्वियप्पा पुग्गलकाया मुणेयव्वा ॥ ७४ ॥ જડરૂપ પુદ્ગલકાય કેરા ચાર ભેદો જાણવા; તે સ્કંધ, તેનો દેશ, સ્કંધપ્રદેશ, પરમાણુ કહ્યા. ૭૪. અર્થ : પુદ્ગલકાયના ચાર ભેદ જાણવા, સ્કંધો, સ્કંધદેશો, સ્કંધપ્રદેશો અને પરમાણુઓ., खंधं सयलसमत्थं तस्स दु अद्धं भांति देसो त्ति । अद्धद्धं च पदेसो परमाणू चेव अविभागी ।। ७५ ।। પૂરણ-સકળ તે ‘સ્કંધ’ છે ને અર્ધ તેનું ‘દેશ’ છે, અર્ધાર્ધ તેનું ‘પ્રદેશ’ ને અવિભાગ તે ‘પરમાણુ’ છે. ૭૫. અર્થ : સકળ-સમસ્ત (પુદ્ગલપિડાત્મક આખી વસ્તુ) તે સ્કંધ છે, તેના અર્ધને દેશ કહે છે, અર્ધનું અર્ધ તે પ્રદેશ છે અને અ વેભાગી તે ખરેખર પરમાણુ છે. बादरसुहुमगदाणं खंधाणं पुग्गलो त्ति ववहारो । ते होंति छप्पयारा तेलोकं जेहिं णिप्पण्णं ॥ ७६ ॥ સૌ સ્કંધ બાદર-સૂક્ષ્મમાં ‘પુદ્ગલ’ તણો વ્યવહાર છે; છ વિકલ્પ છે કંધો તણા, જેથી ત્રિજગ નિષ્પન્ન છે. ૭૬. અર્થ : બાદર અને સૂક્ષ્મપણે પરિણત સ્કંધોને ‘પુદ્ગલ’ એવો વ્યવહાર છે. તેઓ છ પ્રકારના છે, જેમનાથી ત્રણ લોક નષ્પન્ન છે. सव्वेसिं खंधाणं जो अंतो तं वियाण परमाणू । सो सस्सदो असद्दो एक्को अविभागी मुत्तिभवो ॥ ७७ ॥ જે અંશ અંતિમ સ્કંધનો, પરમાણુ જાણો તેહને; તે એક ને અવિભાગ, શાશ્વત, મૂર્તિપ્રભવ, અશબ્દ છે. ૭૭. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ અર્થ સર્વ કંધોનો જે અંતિમ ભાગ તેને પરમાણુ જાણો. તે અવિભાગી, એક, શાશ્વત, મૂર્તિપ્રભવ (મૂર્તપણે ઊપજનારો) અને અશબ્દ છે. आदेसमेत्तमुत्तो धादुचदुक्कस्स कारणं जो दु। सो णेओ परमाणू परिणामगुणो सयमसद्दो ॥७८॥ આદેશમાત્રથી મૂર્ત, ધાતુચતુષ્કનો છે હેતુ જે, તે જાણવો પરમાણુ - જે પરિણામી, આપઅશબ્દછે. ૭૮ અર્થ જે આદેશમાત્રથી મૂર્તિ છે (અર્થાતું માત્ર ભેદવિવક્ષાથી મૂર્તત્વવાળો કહેવાય છે, અને જે પૃથ્વી આદિ) ચાર ધાતુઓનું કારણ છે તે પરમાણુ જાણવો - કે જે પરિણામગુણવાળો છે અને સ્વયં અશબ્દ છે. सद्दो खंधप्पभवो खंधो परमाणुसंगसंघादो। पुढेसु तेसु जायदि सद्दो उप्पादिगो णियदो॥ ७९ ॥ છે શબ્દ સ્કંધોત્પન્ન, સ્કંધો અણુસમૂહસંઘાત છે, અંધાભિઘાતે શબ્દ ઊપજે, નિયમથી ઉત્પાઘ છે. ૭૯. અર્થ શબ્દ સ્કંધજન્ય છે. સ્કંધ પરમાણુદળનો સંઘાત છે, અને તે સ્કંધો સ્પર્શતાં-અથડાતાં શબ્દ ઉત્પન્ન થાય છે; એ રીતે તે (શબ્દ) નિયતપણે ઉત્પાદ્ય છે. णिच्चो णाणवकासो ण सावकासो पदेसदो भेदा। खंधाणं पि य कत्ता पविहत्ता कालसंखाणं॥८॥ નહિ અનવકાશ, ન સાવકાશ પ્રદેશથી, આ શાશ્વતો, ભેત્તા રચયિતા સ્કંધનો, પ્રવિભાગી સંખ્યા-કાળનો. ૮૦. અર્થ : પ્રદેશ દ્વારા પરમાણુ નિત્ય છે, અનવકાશ નથી, સાવકાશ નથી, સ્કંધોને તોડનાર તેમ જ કરનાર છે તથા કાળ ને સંખ્યાનો વિભાગનાર છે (અર્થાત્ કાળનો ભાગ પાડે છે અને સંખ્યાનું માપ કરે છે). एयरसवण्णगंधं दोफासं सद्दकारणमसदं । खधंतरिदं दव्वं परमाणुं तं वियाणाहि ॥ ८१॥ એક જ વરણ-રસ-ગંધ ને બે સ્પર્શયુત પરમાણુ છે, તે શબ્દહેતુ, અશબ્દ છે, ને સ્કંધમાં પણ દ્રવ્ય છે. ૮૧. Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ અર્થ તે પરમાણુ એક રસવાળો, એક વર્ણવાળો, એક ગંધવાળો તથા બે સ્પર્શવાળો છે, શબ્દનું કારણ છે, અશબ્દ છે અને સ્કંધની અંદર હોય તો પણ (પરિપૂર્ણ સ્વતંત્ર) દ્રવ્ય છે એમ જાણો. उवभोज्जमिंदिएहि य इंदियकाया मणो य कम्माणि। जं हवदि मुत्तमण्णं तं सव् पुग्गलं जाणे ॥८२॥ ઇંદ્રિય વડે ઉપભોગ્ય, ઇંદ્રિય, કાય, મન, ને કર્મ જે, વળી અન્ય જે કંઈ મૂર્ત તે સઘળું ય પુદ્ગલ જાણજે. ૮૨. અર્થ ઇંદ્રિયો વડે ઉપભોગ્ય વિષયો, ઇંદ્રિયો, શરીર, મન, કર્મો અને બીજું જે કાંઈ મૂર્ત હોય તે સઘળું પુદ્ગલ જાણો. धम्मत्थिकायमरसं अवण्णगंधं असद्दमप्फासं। लोगागाढं पुढे पिहुलमसंखादियपदेसं ॥ ८३॥ ધર્માસ્તિકાય અવર્ણગંધ, અશબ્દરસ, અસ્પર્શ છે; લોકાવગાહી, અખંડ છે, વિસ્તૃત, અસંખ્યપ્રદેશ. ૮૩. અર્થ ધર્માસ્તિકાય અસ્પર્શ, અરસ, અગંધ, અવર્ણ અને અશબ્દ છે; લોકવ્યાપક છે; અખંડ, વિશાળ અને અસંખ્યાતપ્રદેશ છે. अगुरुलघुगेहिं सया तेहिं अणंतेहिं परिणदं णिचं । गदिकिरियाजुत्ताणं कारणभूदं सयमकजं ॥८४॥ જે અગુરુલઘુક અનંત તે-રૂપ સર્વદા એ પરિણમે, છે નિત્ય, આપ અકાર્ય છે, ગતિપરિણમિત ને હેતુ છે. ૮૪. અર્થ તે (ધમસ્તિકાય) અનંત એવા જે અગુરુલઘુ (ગુણો, અંશો) તે-રૂપે સદા પરિણમે છે, નિત્ય છે, ગતિક્રિયાયુક્તને કારણભૂત (નિમિત્તરૂપ) છે અને પોતે અકાર્ય છે. उदयं जह मच्छाणं गमणाणुग्गहकरं हवदि लोए। तह जीवपुग्गलाणं धम्मं दव्वं वियाणाहि ॥ ८५ ॥ જ્યમ જગતમાં જળ મીનને અનુગ્રહ કરે છે ગમનમાં, ત્યમ ધર્મ પણ અનુગ્રહ કરે જીવ-પુગલોને ગમનમાં. ૮૫. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ અર્થ : જેમ જગતમાં પાણી માછલાંઓને ગમનમાં અનુગ્રહ કરે છે, તેમ ધર્મદ્રવ્ય જીવ-પુદ્ગલોને ગમનમાં અનુગ્રહ કરે છે (-નિમિત્તભૂત હોય છે) એમ જાણો. जह हवदि धम्मदव्वं तह तं जाणेह दव्वमधमक्खं । ठिदिकिरियाजुत्ताणं कारणभूदं तु पुढवीव ।। ८६ ।। જ્યમ ધર્મનામક દ્રવ્ય તેમ અધર્મનામક દ્રવ્ય છે; પણ દ્રવ્ય આ છે પૃથ્વી માફક હેતુ થિતિપરિણમિતને. ૮૬. અર્થ : જેમ ધર્મદ્રવ્ય છે તેમ અધર્મ નામનું દ્રવ્ય પણ જાણો; પરંતુ તે (ગતિક્રિયાયુક્તને કારણભૂત હોવાને બદલે)સ્થિતિક્રિયાયુક્તને પૃથ્વીની માફક કારણભૂત છે (અર્થાત્ સ્થિતિક્રિયાપરિણત જીવ-પુદ્ગલોને નિમિત્તભૂત છે). जादो अलोगलोगो जेसिं सब्भावदो य गमणठिदी | दो व मया विभत्ता अविभत्ता लोयमेत्ता य ॥ ८७ ॥ ધર્માધરમ હોવાથી લોક-અલોક ને સ્થિતિગતિ બને; તે ઉભય ભિન્ન-અભિન્ન છે ને સકળલોકપ્રમાણ છે. ૮૭. અર્થ : (જીવ-પુદ્ગલની) ગતિ-સ્થિતિ તથા અલોક ને લોકનો વિભાગ, તે બે દ્રવ્યોના સદ્ભાવથી થાય છે. વળી તે બન્ને વિભક્ત, અવિભક્ત અને લોકપ્રમાણ કહેવામાં આવ્યા છે. णय गच्छदि धम्मत्थी गमणं ण करेदि अण्णदवियस्स । हवदि गदि स्स प्पसरो जीवाणं पुग्गलाणं च ॥ ८८ ॥ ધર્માસ્તિ ગમન કરે નહીં, ન કરાવતો પરદ્રવ્યને; જીવ-પુદ્ગલોના ગતિપ્રસાર તણો ઉદાસીન હેતુ છે. ૮૮. અર્થ :ધર્માસ્તિકાય ગમન કરતો નથી અને અન્ય દ્રવ્યને ગમન કરાવતો નથી; તે, જીવો તથા પુદ્ગલોને (ગતિ પરિણામમાં આશ્રયમાત્રરૂપ હોવાથી) ગતિનો ઉદાસીન પ્રસારનાર (અર્થાત્ ગતિપ્રસારમાં ઉદાસીન નિમિત્તભૂત) છે. विज्जदि जेसिं गमणं ठाणं पुण तेसिमेव संभवदि । ते सगपरिणामेहिं दु गमणं ठाणं च कुव्वंति ॥ ८९ ॥ σε રે ! જેમને ગતિ હોય છે, તેઓ જ વળી સ્થિર થાય છે; તે સર્વ નિજ પરિણામથી જ કરે ગતિસ્થિતિભાવને. ૮. Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ અર્થ : (ધર્મ-અધર્મ ગતિ-સ્થિતિના મુખ્ય હેતુઓ નથી, કારણ કે) જેમને ગતિ હોય છે તેમને જ વળી સ્થિતિ થાય છે અને જેમને સ્થિતિ હોય છે તેમને જ વળી ગતિ થાય છે). તેઓ (ગતિ-સ્થિતિમાન પદાર્થો) તો પોતાના પરિણામોથી ગતિ અને સ્થિતિ કરે છે. सव्वेसिं जीवाणं सेसाणं तह य पुग्गलाणं च। जं देदि विवरमखिलं तं लोगे हवदि आगासं ॥९०॥ જે લોકમાં જીવ-પુગલોને, શેષ દ્રવ્ય સમસ્તને અવકાશ દે છે પૂર્ણ, તે આકાશનામક દ્રવ્ય છે. ૯૦. અર્થ :લોકમાં જીવોને અને પુગલોને તેમ જ બધાં બાકીનાં દ્રવ્યોને જે સંપૂર્ણ અવકાશ આપે છે, તે આકાશ છે. जीवा पुग्गलकाया धम्माधम्मा य लोगदोणण्णा। तत्तो अणण्णमण्णं आयासं अंतवदिरित्तं ॥९१॥ જીવ-પુદ્ગલાદિક શેષ દ્રવ્ય અનન્ય જાણો લોકથી; નભ અંતશૂન્ય અનન્ય તેમ જ અન્ય છે એ લોકથી. ૯૧. અર્થ જીવો, પુગલકાયો, ધર્મ અને અધર્મને (તેમ જ કાળ) લોકથી અનન્ય છે; અંત રહિત એવું આકાશ તેનાથી (લોકથી) અનન્ય તેમ જ અન્ય છે. आगासं अवगासं गमणट्ठिदिकारणेहिं देदि जदि। उड्ढंगदिप्पधाणा सिद्धा चिटुंति किध तत्थ॥९२॥ અવકાશદાયક આભ ગતિ-થિતિeતુતા પણ જો ધરે, તો ઊર્ધ્વગતિપરધાન સિદ્ધો કેમ તેમાં સ્થિતિ લહે? ૯૨. અર્થ જો આકાશ ગતિ-સ્થિતિના કારણ સહિત અવકાશ આપતું હોય(અર્થાત્ જો આકાશ અવકાશહેતુ પણ હોય અને ગતિ-સ્થિતિહેતુ પણ હોય) તો ઊર્ધ્વગતિપ્રધાન સિદ્ધો તેમાં (આકાશમાં) કેમ સ્થિર હોય? (આગળ ગમન કેમ ન કરે ?) जम्हा उवरिट्ठाणं सिद्धाणं जिणवरेहिं पण्णत्तं। तम्हा गमणट्ठाणं आयासे जाण णत्थि त्ति ॥९३॥ ભાખી જિનોએ લોકના અગ્રે સ્થિતિ સિદ્ધો તણી, તે કારણે જાણો – ગતિસ્થિતિ આભમાં હોતી નથી. ૯૩. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ અર્થ : જેથી જિનવરોએ સિદ્ધોની લોકના ઉપર સ્થિતિ કહી છે, તેથી ગતિ-સ્થિતિ આકાશમાં હોતી નથી (અર્થાત્ ગતિસ્થિતિહેતુત્વ આકાશને વિષે નથી) એમ જાણો. जदि हवदि गमणहेदू आगासं ठाणकारणं तेसिं। पसजदि अलोगहाणी लोगस्स य अंतपरिवड्डी ॥९४ ॥ નભ હોય જો ગતિeતુને સ્થિતિ હેતુ પુદ્ગલ-જીવને, તો હાનિ થાય અલોકની, લોકાન્ત પામે વૃદ્ધિને. ૯૪. અર્થ : જો આકાશ જીવ-પુગલોને ગતિ હેતુ અને સ્થિતિ હેતુ હોય તો અલોકની હાનિનો અને લોકના અંતની વૃદ્ધિનો પ્રસંગ આવે. तम्हा धम्माधम्मा गमणद्विदिकारणाणि णागासं। इदि जिणवरेहिं भणिदं लोगसहावं सुणंताणं ॥९५ ॥ તેથી ગતિસ્થિતિહેતુઓ ધર્માધરમ છે, નભ નહીં; ભાનું જિનોએ આમ લોકસ્વભાવના શ્રોતા પ્રતિ. ૯૫. અર્થ તેથી ગતિ અને સ્થિતિના કારણ ધર્મ અને અધર્મ છે, આકાશ નહિ. આમ લોકસ્વભાવના શ્રોતાઓ પ્રત્યે જિનવરો કહ્યું છે. धम्माधम्मागासा अपुधन्भूदा समाणपरिमाणा। पुधगुवलद्धिविसेसा करिति एगत्तमण्णत्तं ॥ ९६ ॥ ધર્માધરમ-નભને સમાન પ્રમાણયુત અપૃથક્વથી, વળી ભિન્નભિન્ન વિશેષથી, એકત્વને અન્યત્વ છે. ૯૬. અર્થ ધર્મ, અધર્મ અને આકાશ (લોકાકાશ) સમાન પરિમાણવાળાં અપૃથભૂત હોવાથી તેમજ પૃથક-ઉપલબ્ધ (ભિન્નભિન્ન) વિશેષવાળાં હોવાથી એકત્વ તેમ જ અન્યત્વને કરે છે. आगासकालजीवा धम्माधम्मा य मुत्तिपरिहीणा। मुत्तं पुग्गलदव्वं जीवो खलु चेदणो तेसु॥९७॥ આત્મા અને આકાશ, ધર્મ, અધર્મ, કાળ અમૂર્ત છે, છે મૂર્ત પુદ્ગલદ્રવ્ય; તેમાં જીવ છે ચેતન ખરે. ૯૭. અર્થ આકાશ, કાળ, જીવ, ધર્મ અને અધર્મ અમૂર્ત છે, પુદ્ગલ દ્રવ્ય મૂર્તિ છે. તેમાં જીવ ખરેખર ચેતન છે. Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ जीवा पुग्गलकाया सह सक्किरिया हवंति ण य सेसा । पुग्गलकरणा जीवा खंधा खलु कालकरणा दु ॥ ९८ ॥ જીવ-પુદ્ગલો સહભૂત છે સક્રિય, નિષ્ક્રિય શેષ છે; છે કાળ પુદ્ગલને કરણ, પુદ્ગલ કરણ છે જીવને. ૯૮. અર્થ : બાહ્ય કરણ સહિત રહેલાં જીવો અને પુદ્ગલો સક્રિય છે, બાકીના દ્રવ્યો સક્રિય નથી (-નિષ્ક્રિય છે); જીવો પુદ્ગલકરણવાળા (-જેમને સક્રિયપણામાં પુદ્ગલ બહિરંગ સાધન હોય એવા) છે અને સ્કંધો અર્થાત્ પુદ્ગલો તો કાળકરણવાળા (-જેમને સક્રિયપણામાં કાળ બહિરંગ સાધન હોય એવા) છે. जे खलु इंदियगेज्झा विसया जीवेहिं होंति ते मुत्ता । सेसं हवदि अमुत्तं चित्तं उभयं समादियादि ॥ ९९ ॥ છે જીવને જે વિષય ઇંદ્રિયગ્રાહ્ય, તે સૌ મૂર્ત છે; બાકી બધું ય અમૂર્ત છે; મન જાણતું તે ઉભયને. ૯૯. અર્થ : જે પદાર્થો જીવોના ઇન્દ્રિયગ્રાહ્ય વિષયો છે તેઓ મૂર્ત છે અને બાકીનો પદાર્થસમૂહ અમૂર્ત છે. ચિત્ત તે બન્નેને ગ્રહણ કરે છે (-જાણે છે). कालो परिणामभवो परिणामो दव्वकालसंभूदो । दोहं एस सहावो कालो खणभंगुरो णियदो ॥ १०० ॥ પરિણમાભવ છે કાળ, કાળપદાર્થભવ પરિણામ છે; -આ છે સ્વભાવો ઉભયના; ક્ષણભંગી ને ધ્રુવ કાળ છે. ૧૦૦. અર્થ ઃ કાળ પરિણામથી ઉત્પન્ન થાય છે (અર્થાત્ વ્યવહારકાળ જીવ-પુદ્ગલોના પરિણામથી મપાય છે); પરિણામ દ્રવ્યકાળથી ઉત્પન્ન થાય છે. -આ, બન્નેનો સ્વભાવ છે. કાળ ક્ષણભંગુર તેમ જ નિત્ય છે. कालो त्तिय ववदेसो सब्भावपरूवगो हवदि णिच्चो । उप्पण्णप्पद्धंसी अवरो રીહંત કાર્ ॥ ૨૦૨ ।। છે ‘કાળ’ સંજ્ઞા સત્પ્રરૂપક તેથી કાળ સુનિત્ય છે; ઉત્પન્નધ્વંસી અન્ય જે તે દીર્ઘસ્થાયી પણ ઠરે. ૧૦૧. અર્થ : ‘કાળ’ એવો વ્યપદેશ સદ્ભાવનો પ્રરૂપક છે તેથી કાળ (નિશ્ચયકાળ) નિત્ય છે. ઉત્પન્નધ્વંસી એવો જે બીજો કાળ (અર્થાત્ ઉત્પન્ન થતાં વેંત જ નષ્ટ થનારો જે વ્યવહારકાળ) તે (ક્ષણિક હોવા છતાં પ્રવાહઅપેક્ષાએ) દીર્ઘ સ્થિતિનો પણ (કહેવાય) છે. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ एदे कालागासा धम्माधम्मा य पुग्गला जीवा। लब्भंति दव्वसण्णं कालस्स दुणत्थि कायत्तं ॥ १०२॥ આજીવ, પુદ્ગલ, કાળ, ધર્મ, અધર્મતેમજનભવિષે છે ‘દ્રવ્ય” સંજ્ઞા સર્વને, કાયવ છે નહિ કાળને. ૧૦૨ અર્થ આ કાળ, આકાશ, ધર્મ, અધર્મ, પુગલો અને જીવો (બધાં) ‘દ્રવ્ય' સંજ્ઞાને પામે છે; પરંતુ કાળને કાયપણું નથી. एवं पवयणसारं पंचत्थियसंगहं वियाणित्ता। जो मुयदि रागदोसे सो गाहदि दुक्खपरिमोक्खं ॥१०३॥ એ રીત પ્રવચનસારરૂપ “પંચાસ્તિસંગ્રહ’ જાણીને જે જીવ છોડે રાગદ્વેષ, લહે સકળદુખમોક્ષને. ૧૦૩. અર્થ એ પ્રમાણે પ્રવચનના સારભૂત પંચાસ્તિકાયસંગ્રહ’ને જાણીને જે રાગદ્વેષને છોડે છે, તેઃખથી પરિમુક્ત થાય છે. मुणिऊण एतदद्वं तदणुगमणुज्जदो णिहदमोहो। पसमियरागद्दोसो हवदि हदपरापरो जीवो॥१०४॥ આ અર્થ જાણી, અનુગમન-ઉદ્યમ કરી, હણી મોહને, પ્રશમાવી રાગદ્વેષ, જીવ ઉત્તર - પૂરવ વિરહિત બને. ૧૮૪. અર્થ જીવ આ અર્થને જાણીને (-આ શાસ્ત્રના અર્થભૂત શુદ્ધાત્માને જાણીને), તેને અનુસરવાનો ઉદ્યમ કરતો થકો હતમોહ થઈને (-જેને દર્શનમોહનો ક્ષય થયો હોય એવો થઈને), રાગદ્વેષને પ્રશમિત-નિવૃત્ત કરીને, ઉત્તર અને પૂર્વ બંધનો જેને નાશ થયો છે એવો થાય છે. Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ૨. નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન अभिवंदिऊण सिरसा अपुणब्भवकारणं महावीरं। तेसिं पयत्थभंगं मग्गं मोक्खस्स वोच्छामि ॥१०५॥ શિરસા નમી અપુનર્જનમના હેતુ શ્રી મહાવીરને, ભાખું પદાર્થવિકલ્પ તેમ જ મોક્ષ કેરા માર્ગને. ૧૦૫. અર્થ અપુનર્ભવના કારણ શ્રી મહાવીરને શિરસા વંદન કરીને, તેમનો પદાર્થભેદ (-કાળ સહિત પંચાસ્તિકાયનો નવ પદાર્થરૂપ ભેદ) તથા મોક્ષનો માર્ગ કહીશ. सम्मत्तणाणजुत्तं चारित्तं रागदोसपरिहीणं। मोक्खस्स हवदि मग्गो भव्वाणं लद्धबुद्धीणं ॥१०६॥ સમ્યક્ત્વજ્ઞાન સમેત ચારિત રાગદ્વેષવિહીન જે, તે હોય છે નિર્વાણમારગ લબ્ધબુદ્ધિ ભવ્યને. ૧૦૬. અર્થ સમ્યકત્વ અને જ્ઞાનથી સંયુક્ત એવું ચારિત્ર-કે જે રાગદ્વેષથી રહિત હોય તે, લબ્ધબુદ્ધિ ભવ્ય જીવોને મોક્ષનો માર્ગ હોય છે. सम्मत्तं सद्दहणं भावाणं तेसिमधिगमो णाणं। चारित्तं समभावो विसयेसु विरूढमग्गाणं॥१०७॥ ‘ભાવો” તણી શ્રદ્ધા સુદર્શન, બોધ તેનો જ્ઞાન છે, વધુ રૂઢ માર્ગ થતાં વિષયમાં સામ્ય તે ચારિત્ર છે. ૧૦૭. અર્થ ભાવોનું (-નવ પદાર્થોનું) શ્રદ્ધાન તે સમ્યકત્વ છે; તેમનો અવબોધ તે જ્ઞાન છે; (નિજ તત્ત્વમાં) જેમનો માર્ગ વિશેષ રૂઢ થયો છે તેમને વિષયો પ્રત્યે વર્તતો સમભાવ તે ચારિત્ર છે. जीवाजीवा भावा पुण्णं पावं च आसवं तेसिं। संवरणं णिज्जरणं बंधो मोक्खो य ते अट्ठा ॥१०८॥ બે ભાવ-જીવ અજીવ, તર્ગત પુણ્ય તેમ જ પાપ ને આસરવ, સંવર, નિર્જરા, વળી બંધ, મોક્ષ-પદાર્થ છે. ૧૦૮. Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ અર્થ ઃ જીવ અને અજીવ - બે ભાવો (અર્થાત્ મૂળ પદાર્થો) તથા તે બેનાં પુણ્ય, પાપ, આસવ. સંવર, નિર્જરા, બંધ ને મોક્ષ - એ (નવ) પદાર્થો છે. जीवा संसारत्था णिव्वादा चेदणप्पगा दुविहा । उवओगलक्खणा वि य देहादेहप्पवीचारा ॥ १०९॥ જીવો દ્વિવિધ-સંસારી, સિદ્ધો; ચેતનાત્મક ઉભય છે; ઉપયોગલક્ષણ ઉભય; એક સદેહ, એક અદેહ છે. ૧૦૯. અર્થ : જીવો બે પ્રકારના છે ઃ સંસારી અને સિદ્ધ. તેઓ ચેતનાત્મક (-ચેતના સ્વભાવવાળા) તેમ જ ઉપયોગ લક્ષણવાળા છે. સંસારી જીવો દેહમાં વર્તનારા અર્થાત્ દેહસહિત છે અને સિદ્ધ જીવો દેહમાં નહિ વર્તનારા અર્થાત્ દેહરહિત છે. पुढवी य उदगमगणी वाउ वणप्फदि जीवसंसिदा काया । देंति खलु मोहबहुलं फासं बहुगा वि ते तेसिं ॥ ११० ॥ ભૂ-જલ-અનલ-વાયુ-વનસ્પતિકાય જીવસહિત છે; બહુ કાય તે અતિમોહસંયુત સ્પર્શ આપે જીવને. ૧૧૮. અર્થ : પૃથ્વીકાય, અપ્કાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય - એ કાયો જીવ સહિત છે. (અવાંતર જાતિઓની અપેક્ષાએ) તેમની ઘણી સંખ્યા હોવા છતાં તેઓ બધીયે તેમાં રહેલા જીવોને ખરેખર પુષ્કળ મોહથી સંયુક્ત સ્પર્શ આપે છે(અર્થાત્ સ્પર્શજ્ઞાનમાં નિમિત્ત થાય છે). ति त्थावरतणुजोगा अणिलाणलकाइया य तेसु तसा । मणपरिणामविरहिदा जीवा एइंदिया णेया ॥ १११ ॥ ત્યાં જીવ ત્રણ સ્થાવરતનુ, ત્રસ જીવ અગ્નિ-સમીરના; એ સર્વ મનપરિણામવિરહિત એક - ઈંદ્રિય જાણવા. ૧૧૧. અર્થ તેમાં, ત્રણ (પૃથ્વીકાયિક, અકાયિક ને વનસ્પતિકાયિક) જીવો સ્થાવર શરીરના સંયોગવાળા છે તથા વાયુકાયિક ને અગ્નિકાયિક જીવો `ત્રસ છે; તે બધા મનપરિણામરહિત એકેન્દ્રિય જીવો જાણવા. ૧. વાયુકાયિક અને અગ્નિકાયિક જીવોને ચલનક્રિયા દેખીને વ્યવહારથી ત્રસ કહેવામાં આવે છે; નિ યથી તો તેઓ પણ સ્થાવરનામકર્માધીનપણાને લીધે - જો કે તેમને વ્યવહારથી ચલન છે તો પણ - સ્થાવર જ છે. एदे जीवणिकाया पंचविधा पुढविकाइयादीया । मणपरिणामविरहिदा जीवा एगेंदिया भणिया ॥ ११२ ॥ Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ આ પૃથ્વીકાયિક આદિ જીવનિકાય પાંચ પ્રકારની, સઘળાય મનપરિણામવિરહિત જીવ એકેંદ્રિય કહ્યા. ૧૧૨. અર્થ આ પૃથ્વીકાયિક વગેરે પાંચ પ્રકારના જીવનિકાયોને મનપરિણામ રહિત એકેન્દ્રિય જીવો(સર્વ)કહ્યા अंडेसु पवडता गब्भत्था माणुसा य मुच्छगया। जारिसया तारिसया जीवा एगेंदिया णेया॥११३॥ જેવા જીવો અંડસ્થ, મૂછવસ્થ વા ગર્ભસ્થ છે; તેવા બધા આ પંચવિધ એકેંદ્ધિ જીવો જાણજે. ૧૧૩. અર્થ ઈડામાં વૃદ્ધિ પામતાં પ્રાણીઓ, ગર્ભમાં રહેલાં પ્રાણીઓ અને મૂછ પામેલા મનુષ્યો, જેવાં (બુદ્ધિપૂર્વક વ્યાપાર વિનાનાં) છે, તેવા એકેન્દ્રિય જીવો જાણવા. संबुकमादुवाहा संखा सिप्पी अपादगा य किमी। जाणंति रसं फासं जे ते बेइंदिया जीवा॥११४॥ શંબૂક, છીપો, માતૃવાહો, શંખ, કૃમિ પગ-વગરના -જે જાણતા રસસ્પર્શને, તે જીવ દીક્રિય જાણવા. ૧૧૪. અર્થ શબૂક, માતૃવાહ, શંખ, છીપ અને પગ વગરના કૃમિ - કે જેઓ રસ અને સ્પર્શને જાણે છે તેઓ - દીન્દ્રિય જીવો છે. जूगागुंभीमकणपिपीलिया विच्छ्यादिया कीडा। जाणंति रसं फासं गंधं तेइंदिया जीवा ॥११५॥ જૂ, કુંભી, માકડ, કીડી તેમ જ વૃશ્ચિકાદિક જંતુ જે રસ, ગંધ તેમ જ સ્પર્શ જાણે, જીવ ત્રીદ્રિય તેહ છે. ૧૧૫. અર્થ : જૂ, કુંભી, મ કડ, કીડી અને વીંછી વગેરે જંતુઓ રસ, સ્પર્શ અને ગંધને જાણે છે; તે ત્રીન્દ્રિય જીવો છે. उइंसमसयमक्खियमधुकरिभमरा पयंगमादीया। रूवं रसं च गंधं फासं पुण ते विजाणंति॥११६॥ મધમાખ, ભ્રમર, પતંગ, માખી, ડાંસ, મચ્છર આદિ જે, તે જીવ જાણે સ્પર્શને, રસ, ગંધ તેમ જ રૂપને. ૧૧૬. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૯૩ અર્થ :વળી ડાંસ, મચ્છર, માખી, મધમાખી, ભમરા અને પતંગિયા વગેરે જીવો રૂપ, રસ, ગંધ અને સ્પર્શને જાણે છે. (તે ચતુરિદ્રિય જીવો છે.) सुरणरणारयतिरिया वण्णरसप्फासगंधसद्दण्डू। जलचरथलचरखचरा बलिया पंचेदिया जीवा ॥ ११७ ॥ સ્પર્ધાદિક પંચક જાણતાં તિર્યંચ-નારક -સુર-નરો -જળચર, ભૂચર કે ખેચરો-બળવાન પંચેન્દ્રિય જીવો. ૧૧૩ અર્થ :વર્ણ, રસ સ્પર્શ, ગંધ અને શબ્દને જાણનારાં દેવ-મનુષ્ય-નારક-તિર્યંચ જેઓ જળચર, સ્થળચર કે ખેચર હોય છે તેઓ - બળવાન પંચેન્દ્રિય જીવો છે. देवा चउण्णिकाया मणुया पुण कम्मभोगभूमीया । तिरिया बहुप्पयारा णेरइया पुढविभेयगदा ।। ११८ ॥ નર કર્મભૂમિજ ભોગભૂમિજ, દેવ ચાર પ્રકારના, તિર્યંચ બહુવિધ, નારકોના પૃથ્વીગત ભેદો કહ્યા. ૧૧૮. અર્થ :દેવોના ચાર નિકાય છે, મનુષ્યો કર્મભૂમિજ અને ભોગભૂમિજ એમ બે પ્રકારના છે, તિર્યંચો ઘણાં પ્રકારના છે અને નારકોના ભેદ તેમની પૃથ્વીઓના ભેદ જેટલા છે. खीणे पुव्वणिबद्धे गदिणामे आउसे य ते वि खलु । पाउण्णंति य अण्णं गदिमाउस्सं सलेस्सवसा ॥ ११९ ॥ ગતિનામ ને આયુષ્ય પૂર્વનિબદ્ધ જ્યાં ક્ષય થાય છે, ત્યાં અન્ય ગતિ-આયુષ્ય પામે જીવ નિજલેશ્યાવશે. ૧૧૯ અર્થ : પૂર્વબદ્ધ ગતિનામકર્મ અને આયુષકર્મ ક્ષીણ થતાં જીવો પોતાની લેશ્યાને વશ ખરેખ· અન્ય ગતિ અને આયુષ પ્રાપ્ત કરે છે. एदे जीवणिकाया देहप्पविचारमस्सिदा भणिदा । देहविहूणा सिद्धा भव्वा संसारिणो अभव्वा य ।। १२० ॥ આ ઉક્ત જીવનિકાય સર્વે દેહસહિત કહેલ છે, ને દેહવિરહિત સિદ્ધ છે; સંસારી ભવ્ય-અભવ્ય છે. ૧૨૮. અર્થ : આ (પૂર્વોક્ત) જીવનિકાયો દેહમાં વર્તનારા અર્થાત્ દેહસહિત કહેવામાં આવ્યા છે; દેહરહિત એવા સિદ્ધો છે. સંસારીઓ ભવ્ય અને અભવ્ય એમ બે પ્રકારના છે. Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ण हि इंदियाणि जीवा काया पुण छप्पयार पण्णत्ता। जं हवदि तेसु णाणं जीवो त्ति य तं परूवेंति॥१२१॥ રે! ઇંદ્રિયો નહિ જીવ, પવિધ કાય પણ નહિ જીવ છે; છે તેમનામાં જ્ઞાન જે બસ તે જ જીવ નિર્દિષ્ટ છે. ૧૨૧. અર્થ : (વ્યવહારથી કહેવામાં આવતાં એકેન્દ્રિયાદિ તથા પૃથ્વીકાયિકાદિ ‘જીવોમાં) ઇન્દ્રિયો જીવ નથી અને છ પ્રકારની શાસ્ત્રોક્ત કાયો પણ જીવ નથી; તેમનામાં જે જ્ઞાન છે તે જીવ છે એમ (જ્ઞાનીઓ) પ્રરૂપે છે. जाणदि पस्सदि सव्वं इच्छदि सुक्खं बिभेदि दुक्खादो। कुव्वदि हिदमहिदं वा भुंजदि जीवो फलं तेसिं॥१२२॥ . જાણે અને દેખે બધું, સુખ અભિલશે, દુખથી ડરે, હિત-અહિત જીવ કરે અને હિત-અહિતનું ફળ ભોગવે. ૧૨૨. અર્થ : જીવ બધું જાણે છે અને દેખે છે, સુખને ઇચ્છે છે, દુઃખથી ડરે છે, હિત-અહિતને (શુભ-અશુભ ભાવોને) કરે છે અને તેમના ફળને ભોગવે છે. एवमभिगम्म जीवं अण्णेहिं वि पज्जएहिं बहुगेहिं। अभिगच्छदु अज्जीवं गाणंतरिदेहिं लिंगेहिं॥१२३॥ બીજાય બહુ પર્યાયથી એ રીત જાણી જીવને, જાણો અજીવ પદાર્થ જ્ઞાનવિભિન્ન જડ લિંગો વડે. ૧૨૩. અર્થ એ રીતે બીજા પણ બહુ પર્યાયો વડે જીવને જાણીને જ્ઞાનથી અન્ય એવાં(જડોલિંગો વડે અજીવને જાણો. आगासकालपोग्गलधम्माधम्मेसु णत्थि जीवगुणा। तेसिं अचेदणत्तं भणिदं जीवस्स चेदणदा॥१२४ ॥ છે જીવગુણ નહિ આભ-ધર્મ-અધર્મ-પુગલ-કાળમાં; તેમાં અચેતનતા કહી, ચેતનપણું કહ્યું જીવમાં. ૧૨૪. અર્થ : આકાશ, કાળ, પુદ્ગલ, ધર્મ અને અધર્મમાં જીવના ગુણો નથી; (કારણ કે, તેમને એચેતનપણું કહ્યું છે, જીવને ચેતનતા કહી છે. सुहदुक्खजाणणा वा हिदपरियम्मं च अहिदभीरुत्तं। जस्स ण विज्जदि णिच्चं तं समणा बेंति अज्जीवं ॥१२५ ॥ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૫ સુખદુઃખસંચેતન, અહિતની ભીતિ,ઉદ્યમ હિત વિષે જેને કદી હોતાં નથી, તેને અજીવ શ્રમણો કહે. ૧૨૫. અર્થ : સુખ-દુઃખનું જ્ઞાન, હિતનો ઉદ્યમ અને અહિતનો ભય - એ જેને સદાય હોતાં નથી, તેને શ્રમણો અજીવ संठाणा संघादा वण्णरसप्फासगंधसद्दा य। पोग्गलदव्वप्पभवा होंति गुणा पज्जया य बहू॥ १२६ ॥ अरसमरूवमगंधं अव्वत्तं चेदणागुणमसइं। जाण अलिंगग्गहणं जीवमणिद्दिठ्ठसंठाणं॥ १२७॥ સંસ્થાન-સંઘાતો, વરણ-રસ-ગંધ-શબ્દ-સ્પર્શ જે, તે બહુ ગુણો ને પર્યયો પુલદરવનિષ્પન્ન છે. ૧૨. જે ચેતનાગુણ, અરસરૂપ, અગંધશબ્દ, અવ્યક્ત છે, નિર્દિષ્ટ નહિ સંસ્થાન, ઇંદ્રિયગ્રાહ્ય નહિ, તે જીવ છે. ૧૨૭. અર્થ : (સમચતુરસ્ત્રાદિ) સંસ્થાનો, (ઔદારિકાદિ શરીર સંબંધી) સંઘાતો, વર્ણ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દ - એમ જે બહુ ગુણો અને પર્યાયો છે, તે પુદ્ગલદ્રવ્યનિષ્પન્ન છે. જે અરસ, અરૂપ તથા અગંધ છે, અવ્યક્ત છે, અશબ્દ છે, અનિર્દિષ્ટસંસ્થાન છે (અર્થાત્ જેનું કોઈ સંસ્થાન કહ્યું નથી એવો છે), ચેતના ગુણવાળો છે અને ઇન્દ્રિય વડે અગ્રાહ્ય છે. તે જીવ જાણો. जो खलु संसारत्थो जीवो तत्तो दु होदि परिणामो। परिणामादो कम्मं कम्मादो होदि गदिसु गदी ॥१८॥ गदिमधिगदस्स देहो देहादो इंदियाणि जायंते। तेहिं दु विसयग्गहणं तत्तो रागो व दोसो वा ॥ १२९ ॥ जायदि जीवस्सेवं भावो संसारचक्कवालम्मि । इदि जिणवरेहिं भणिदो अणादिणिधणो सणिधणो वा ॥१३०॥ સંસારગત જે જીવ છે પરિણામ તેને થાય છે, પરિણામથી કર્મો, કરમથી ગમન ગતિમાં થાય છે; ૧૨૮. Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ગતિપ્રાપ્તને તન થાય, તનથી ઇંદ્રિય વળી થાય છે, એનાથી વિષય ગ્રહાય, રાગદ્વેષ તેથી થાય છે. ૧૨૯. એ રીત ભાવ અનાદિનિધન અનાદિસાંત થયા કરે સંસારચક્ર વિષે જીવોને – એમ જિનદેવો કહે. ૧૩૦. અર્થ : જે ખરેખર સંસારસ્થિત જીવ છે તેનાથી પરિણામ થાય છે (અર્થાત્ તેને સ્નિગ્ધ પરિણામ થાય છે), પરિણામથી કર્મ અને કર્મથી ગતિઓમાં ગમન થાય છે. ગતિપ્રાસને દેહ થાય છે, દેહથી ઇન્દ્રિયો થાય છે, ઇન્દ્રિયોથી વિષયગ્રહણ અને વિષયગ્રહણથી રાગ અથવા ઢેષ થાય છે. એ પ્રમાણે ભાવ, સંસારચક્રમાં જીવને અનાદિ-અનંત અથવા અનાદિ-સાંત થયા કરે છે - એમ જિનવરોએ કહ્યું છે. मोहो रागो दोसो चित्तपसादो य जस्स भावम्मि। विज्जदि तस्स सुहो वा असुहो वा होदि परिणामो॥१३१॥ છે રાગ, દ્વેષ, વિમોહ, ચિત્તપ્રસાદપરિણતિ જેહને, તે જીવને શુભ વા અશુભ પરિણામનો સભાવ છે. ૧૩૧. અર્થ : જેના ભાવમાં મોહ, રાગ, દ્વેષ અથવા ચિત્તપ્રસન્નતા છે, તેને શુભ અથવા અશુભ પરિણામ છે. सुहपरिणामो पुण्णं असुहो पावं ति हवदि जीवस्स। दोण्हं पोग्गलमेत्तो भावो कम्मत्तणं पत्तो॥१३२॥ શુભ ભાવ જીવના પુણ્ય છે ને અશુભ ભાવો પાપ છે; તેના નિમિત્તે પૌદ્ગલિક પરિણામ કર્મપણું લહે. ૧૩૨. અર્થ જીવના શુભ પરિણામ પુણ્ય છે અને અશુભ પરિણામ પાપ છે; તે બન્ને દ્વારા પુદ્ગલમાત્ર ભાવકર્મપણાને પામે છે(અર્થાત્ જીવના પુણ્ય-પાપભાવના નિમિત્તે શાતા-અશાતા વેદનીયાદિ પુદ્ગલમાત્ર પરિણામ વ્યવહારથી જીવનું કર્મ કહેવાય છે). जम्हा कम्मस्स फलं विसयं फासेहिं भुंजदे णियदं। जीवेण सुहं दुक्खं तम्हा कम्माणि मुत्ताणि॥१३३॥ છે કર્મનું ફળ વિષય, તેને નિયમથી અક્ષો વડે જીવ ભોગવે દુઃખ-સુખે, તેથી કરમ તે મૂર્તિ છે. ૧૩૩. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ અર્થ કારણ કે કર્મનું ફળ જે (મૂત) વિષય તે નિયમથી (મૂર્ત એવી) સ્પર્શનાદિ ઇન્દ્રિયો દ્વારા જીવ વડે સુખે અથવા દુઃખે ભોગવાય છે, તેથી કર્મો મૂર્ત છે. मुत्तो फासदि मुत्तं मुत्तो मुत्तेण बंधमणुहवदि। जीवो मुत्तिविरहिदो गाहदि ते तेहिं उग्गहदि॥ १३४॥ મૂરત મૂરત સ્પર્શે અને મૂરત મૂરત બંધન લહે; આત્મા અમૂરત ને કરમ અન્યોન્ય અવગાહન લહે. ૧૩૪. અર્થ મૂર્ત મૂર્તિને સ્પર્શે છે, મૂર્ત મૂર્તની સાથે બંધ પામે છે; મૂર્તસ્વરહિત જીવ મૂર્તકર્મોને અવગાહે છે અને મૂર્તકર્મો જીવને અવગાહે છે (અર્થાત્ બન્ને એકબીજામાં અવગાહ પામે છે). रागो जस्स पसत्यो अणुकंपासंसिदो य परिणामो। चित्तम्हि णत्थि कलुसं पुण्णं जीवस्स आसवदि॥ १३५ ॥ છે રાગભાવ પ્રશસ્ત, અનુકંપાસહિત પરિણામ છે, મનમાં નહીં કાલુષ્ય છે, ત્યાં પુણ્ય-આસ્રવ હોય છે. ૧૩૫. અર્થ : જે જીવને પ્રશસ્ત રાગ છે, અનુકંપાયુક્ત પરિણામ છે અને ચિત્તમાં કલુષતાનો અભાવે છે, તે જીવને પુણ્ય આસ્રવે છે. अरहंतसिद्धसाहुसु भत्ती धम्मम्मि जा य खलु चेट्ठा। अणुगमणं पि गुरूणं पसत्थरागो त्ति वुच्चंति ॥ १३६ ॥ અહંત - સાધુ - સિદ્ધ પ્રત્યે ભક્તિ, ચેષ્ટા ધર્મમાં, ગુરુઓ તણું અનુગમન - એ પરિણામ રાગ પ્રશસ્તના. ૧૩૬. અર્થ અહંત-સિદ્ધ-સાધુઓ પ્રત્યે ભક્તિ, ધર્મમાં ખરેખર ચેષ્ટા અને ગુરુઓનું અનુગમન, તે પ્રશસ્ત રાગ” કહેવાય છે. तिसिदं व भुक्खिदं वा दुहिदं दद्दूण जो दु दुहिदमणो। पडिवज्जदि तं किवया तस्सेसा होदि अणुकंपा ॥ १३७॥ દુઃખિત, તૃષિત વા શુધિત દેખી દુઃખ પામી મન વિષે કરુણાથી વર્તે જેહ, અનુકંપા સહિત તે જીવ છે. ૧૩૭. અર્થ તૃષાતુર, સુધાતુર અથવા દુઃખીને દેખી જે જીવ મનમાં દુઃખ પામતો થકો તેના પ્રત્યે કરૂણાથી વર્તે છે, તેનો એ ભાવ અનુકંપા છે. Page #310 -------------------------------------------------------------------------- ________________ - ૨૯૮ कोधो व जदा माणो माया लोभो व चित्तमासेज्ज। जीवस्स कुणदि खोहं कलुसो त्ति य तं बुधा बेंति॥१३८॥ મદ-ક્રોધ અથવા લોભ-માયા ચિત્ત-આશ્રય પામીને જીવને કરે જે ક્ષોભ, તેને કલુષતા જ્ઞાની કહે. ૧૩૮. અર્થ : જ્યારે ક્રોધ, માન, માયા અથવા લોભ ચિત્તનો આશ્રય પામીને જીવને ક્ષોભ કરે છે, ત્યારે તેને જ્ઞાનીઓ ‘કલુષતા' કહે છે. चरिया पमादबहुला कालुस्सं लोलदा य विसएसु। परपरिदावपवादो पावस्स य आसवं कुणदि॥१३९॥ ચર્યા પ્રમાદભરી, કલુષતા, લુબ્ધતા વિષયો વિષે, પરિતાપ ને અપવાદ પરના, પાપ-આસવને કરે. ૧૩૯. અર્થ બહુ પ્રમાદવાળી ચર્યા, કલુષતા, વિષયો પ્રત્યે લોલુપતા, પરને પરિતાપ કરવો તથા પરના અપવાદ બોલવા - બે પાપનો આસ્રવ કરે છે. सण्णाओ य तिलेस्सा इंदियवसदा य अट्टरुद्दाणि। णाणं च दुप्पउत्तं मोहो पावप्पदा होति॥१४॥ સંજ્ઞા, ત્રિલેશ્યા, ઇંદ્રિવશતા, આર્તરૌદ્ર ધ્યાન બે, વળી મોહ ને દુર્યુક્ત જ્ઞાન પ્રદાન પાપ તણું કરે. ૧૪૦. અર્થ (ચારે ય) સંજ્ઞાઓ, ત્રણ લેશ્યા, ઇન્દ્રિયવશતા, આર્ત-રૌદ્રધ્યાન, દુઃપ્રયુક્ત જ્ઞાન (-દુષ્ટપણે અશુભ કાર્યમાં જોડાયેલું જ્ઞાન) અને મોહ - એ ભાવ પાપપ્રદ છે. इंदियकसायसण्णा णिग्गहिदा जेहिं सुट्ठ मग्गम्हि। जावत्तावत्तेसिं पिहिदं पावासवच्छिदं ॥ १४१॥ માર્ગે રહી સંજ્ઞા-કષાયો-ઈદ્રિનો નિગ્રહ કરે, પાપસરવનું છિદ્ર તેને તેટલું રંધાય છે. ૧૪૧. અર્થ જેઓ સારી રીતે માર્ગમાં રહીને ઇન્દ્રિયો, કષાયો અને સંજ્ઞાઓનો જેટલો નિગ્રહ કરે છે, તેટલું પાપસવનું છિદ્ર તેમને બંધ થાય છે. जस्स ण विज्जदि रागो दोसो मोहो व सव्वदव्वेसु। णासवदि सुहं असुहं समसुहदुक्खस्स भिक्खुस्स ॥१४२॥ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ સૌ દ્રવ્યમાં નહિ રાગ-દ્વેષ-વિમોહ વર્તે જેહને, શુભ-અશુભ કર્મ ન આસૂવે સમદુઃખસુખ તે ભિક્ષુને. ૧૪૨ અર્થ જેને સર્વ દ્રવ્યો પ્રત્યે રાગ, દ્વેષ કે મોહ નથી, તે સમસુખદુઃખ ભિક્ષુને (-સુખદુઃખ પ્રત્યે સમભાવવાળા મુનિને) શુભ અને અશુભ કર્મ આસ્રવતું નથી. जस्स जदा खलु पुण्णं जोगे पावं च णत्थि विरदस्स। संवरणं तस्स तदा सुहासुहकदस्स कम्मस्स ॥१४३ । જ્યારે ના યોગે પુણ્ય તેમ જ પાપ વર્તે વિરતને, ત્યારે શુભાશુભકૃત કરમનો થાય સંવર તેહને. ૧૪૩. અર્થ : જેને (જે મુનિને), વિરત વર્તતા થકાં, યોગમાં પુણ્ય અને પાપ જ્યારે ખરેખર હોતાં નથી, ત્યારે તેને શુભાશુભભાવકૃત કર્મનો સંવર થાય છે. संवरजोगेहिं जुदो तवेहिं जो चिट्ठदे बहुविहेहिं। कम्माणं णिज्जरणं बहुगाणं कुणदि सो णियदं॥ १४४॥ જે યોગ-સંવરયુક્ત જીવ બહુવિધ તપો સહ પરિણમે, તેને નિયમથી નિર્જરા બહુ કર્મ કેરી થાય છે. ૧૪. અર્થ સંવર અને યોગથી (શુદ્ધોપયોગથી) યુક્ત એવો જે જીવ બહુવિધ તપો સહિત પ્રવર્તે છે, તે નિયમથી ઘણાં કર્મોની નિર્જરા કરે છે. जो संवरेण जुत्तो अप्पट्ठपसाधगो हि अप्पाणं। मुणिऊण झादि णियदं णाणं सो संधुणोदि कम्मरयं ॥ १४५ ॥ સંવર સહિત, આત્મપ્રયોજનનો પ્રસાધક આત્મને જાણી, સુનિશ્ચળ જ્ઞાન ધ્યાવે, તે કરમરજ નિર્જર. ૧૪૫. અર્થ સંવરથી યુક્ત એવો જે જીવ, ખરેખર આત્માર્થનો પ્રસાધક (સ્વપ્રયોજનનો પ્રકૃષ્ટ સાધક) વર્તતો થકો, આત્માને જાણીને (-અનુભવીને) જ્ઞાનને નિશ્ચળપણે ધ્યાવે છે, તે કર્મરજને ખેરવી નાખે છે. जस्स ण विजदि रागो दोसो मोहो व जोगपरिकम्मो। तस्स सुहासुहडहणो झाणमओ जायदे अगणी॥१४६ ॥ નહિ રાગદ્વેષવિમોહને નહિ યોગસેવન જેહને, પ્રગટે શુભાશુભ બાળનારો ધ્યાન-અગ્નિ તેહને. ૧૪૬. Page #312 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ અર્થ : જેને મોહ અને રાગ-દ્વેષ નથી તથા યોગોનું સેવન નથી (અર્થાત્ મન-વચન-કાયા પ્રત્યે ઉપેક્ષા છે), તેને શુભાશુભને બાળનારો ધ્યાનમય અગ્નિ પ્રગટે છે. जं सुहमसुहमुदिण्णं भावं रत्तो करेदि जदि अप्पा । सो ते हवदि बद्धो पोग्गलकम्मेण विविहेण ॥ १४७ ॥ જો આતમા ઉપરકત કરતો અશુભ વા શુભ ભાવને, તો તે વડે એ વિવિધ પુદ્ગલકર્મથી બંધાય છે. ૧૪૭. અર્થ : જો આત્મા રક્ત (વિકારી) વર્તતો થકો ઉદિત શુભ કે અશુભ ભાવને કરે છે, તો તે આત્મા તે ભાવ વડે (-તે ભાવના નિમિત્તે) વિવિધ પુદ્ગલકર્મથી બદ્ધ થાય છે. जोगणिमित्तं गहणं जोगो मणवयणकायसंभूदो । भावणिमित्तो बंधो भावो रदिरागदोसमोहजुदो ॥ १४८ ॥ છે યોગહેતુક ગ્રહણ, મનવચકાય-આશ્રિત યોગ છે; છે ભાવહેતુક બંધ, ને મોહાદિસંયુત ભાવ છે. ૧૪૮. અર્થ : ગ્રહણનું ( -કર્મગ્રહણનું) નિમિત્ત યોગ છે; યોગ મનવચનકાયજનિત (આત્મપ્રદેશપરિસ્કંદ) છે. બંધનું નિમિત્ત ભાવ છે; ભાવ રતિરાગદ્વેષમોહથી યુક્ત (આત્મપરિણામ) છે. हेदू चदुव्वियप्पो अट्ठवियप्पस्स कारणं भणिदं । सिं पिय रागादी सिमभावे ण बज्झति ॥ १४९ ॥ હેતુ ચતુર્વિધ અષ્ટવિધ કર્મો તણાં કારણ કહ્યા, તેનાંય છે રાગાદિ, જ્યાં રાગાદિ નહિ ત્યાં બંધ ના. ૧૪૯. અર્થ : (દ્રવ્યમિથ્યાત્વાદિ) ચાર પ્રકારના હેતુઓ આઠ પ્રકારના કર્મોના કારણ કહેવામાં આવ્યા છે; તેમને પણ (જીવના) રાગાદિભાવો કારણ છે; રાગાદિભાવોના અભાવમાં જીવો બંધાતા નથી. हेदुमभावे णियमा जायदि णाणिस्स आसवणिरोधो । आसवभावेण विणा जायदि कम्मस्स दु णिरोधो ।। १५० ।। कम्मस्साभावेण य सव्वण्हू सव्वलोगदरिसी य । पावदि इंदियरहिदं अव्वाबाहं सुहमणंतं ॥ १५१ ॥ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ હેતુ-અભાવે નિયમથી આગ્નવનિરોધન જ્ઞાનીને, આસરવભાવ-અભાવમાં કર્મો તણું શોધન બને; ૧૫૦. કર્મો - અભાવે સર્વજ્ઞાની સર્વદર્શી થાય છે, ને અક્ષરહિત, અનંત, અવ્યાબાધ સુખને તે લહે. ૧૫૧. અર્થ : (મોહરાગદ્વેષરૂપ) હેતુનો અભાવ થવાથી જ્ઞાનીને નિયમથી આસવનો નિરોધ થાય છે અને આસ્વભાવના અભાવમાં કર્મનો નિરોધ થાય છે. વળી કર્મોનો અભાવ થવાથી તે સર્વજ્ઞ અને સર્વલો દશ થયો થકો ઇન્દ્રિયરહિત, અવ્યાબાધ, અનંત સુખને પામે છે. दसणणाणसमग्गं झाणं णो अण्णदव्वसंजुत्तं । जायदि णिज्जरहेदू सभावसहिदस्स साधुस्स ॥१५२॥ દગજ્ઞાનથી પરિપૂર્ણ ને પારદ્રવ્યવિરહિત ધ્યાન જે, તે નિર્જરાનો હેતુ થાય સ્વભાવપરિણત સાધુને. ૧૫૨. અર્થ સ્વભાવસહિત સાધુને (-સ્વભાવપરિણત કેવળી ભગવાનને) દર્શનજ્ઞાનથી સંપૂર્ણ અને અન્ય દ્રવ્યથી અસંયુક્ત એવું ધ્યાન નિર્જરાનો હેતુ થાય છે. जो संवरेण जुत्तो णिज्जरमाणोध सव्वकम्माणि। ववगदवेदाउस्सो मुयदि भवं तेण सो मोक्खो॥ १५३॥ સંવરસહિત તે જીવ પૂર્ણ સમસ્ત કર્મો નિર્જર, ને આયુવેદ્યવિહીન થઈ ભવને તજે તે મોક્ષ છે. ૧૫૩. અર્થ : જે સંવરથી યુક્ત છે એવો (કેવળજ્ઞાન પ્રાપ્ત) જીવ સર્વ કર્મોને નિર્જરતો થકો વેદનીય અને આયુષ રહિત થઈને ભવને છોડે છે; તેથી એ રીતે સર્વ કર્મયુગલોનો વિયોગ થવાને લીધે) તે મોક્ષ છે. जीवसहावं णाणं अप्पडिहददंसणं अण्णणमयं। चरियं च तेसु णियदं अत्थित्तमणिंदियं भणियं ॥ १५४॥ આત્મસ્વભાવ અનન્યમય નિર્વિન દર્શન જ્ઞાન છે; દજ્ઞાનનિયત અનિંદ્ય જે અસ્તિત્વ તે ચારિત્ર છે. ૧૫૪. અર્થ જીવનો સ્વભાવ જ્ઞાન અને અપ્રતિહત દર્શન છે - કે જેઓ (જીવથી) અનન્યમય છે. ને જ્ઞાનદર્શનમાં નિયત અસ્તિત્વ - કે જે અનિંદિત છે - તેને (જિનેન્દ્રોએ) ચારિત્ર કહ્યું છે. Page #314 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ जीवो सहावणियदो अणियदगुणपज्जओध परसमओ। जदि कुणदि सगं समयं पन्भस्सदि कम्मबंधादो ॥१५५ ॥ નિજભાવનિયત અનિયતગુણપર્યયપણે પરસમય છે; તે જો કરે સ્વકસમયને તો કર્મબંધનથી છૂટે. ૧૫૫. અર્થ જીવ, (દ્રવ્ય-અપેક્ષાએ) સ્વભાવનિયત હોવા છતાં, જો અનિયત ગુણપર્યાયવાળો હોય તો પરમસય છે. જો તે (નિયત ગુણપર્યાય પરિણમી) સ્વસમયને કરે છે તો કર્મબંધથી છૂટે છે. जो परदव्वम्हि सुहं असुहं रागेण कुणदि जदि भावं। सो सगचरित्तभट्ठो परचरियचरो हवदि जीवो ॥१५६ ॥ જે રાગથી પરદ્રવ્યમાં કરતો શુભાશુભ ભાવને, તે સ્વચરિત્રથી ભ્રષ્ટ, પરચારિત્ર આચરનાર છે. ૧૫૬. અર્થ : જે રાગથી (-રંજિત અર્થાત્ મલિન ઉપયોગથી) પરદ્રવ્યને વિષે શુભ કે અશુભ ભાવ કરે છે, તે જીવ સ્વચારિત્રભ્રષ્ટ એવો પરચારિત્રનો આચરનાર છે. · आसवदि जेण पुण्णं पावं वा अप्पणोध भावेण। सो तेण परचरित्तो हवदि त्ति जिणा परूवेंति॥१५७॥ રે! પુણ્ય અથવા પાપ જીવને આસ્રવે જે ભાવથી, તેના વડે તે “પરચરિત” નિર્દિષ્ટ છે જિનદેવથી. ૧૫૭. અર્થ : જે ભાવથી આત્માને પુણ્ય અથવા પાપ આરાવે છે, તે ભાવ વડે તે (જીવ) પરચારિત્ર છે - એમ જિનો પ્રરૂપે છે. जो सव्वसंगमुक्को णण्णमणो अप्पणं सहावेण। जाणदि पस्सदि णियदं सो सगचरियं चरदि जीवो ॥१५८॥ સૌ-સંગમુક્ત અનન્યચિત્ત સ્વભાવથી નિજ આત્મને જાણે અને દેખે નિયત રહી, તે સ્વચરિતપ્રવૃત્ત છે. ૧૫૮. અર્થ : જે સર્વસંગમુક્ત અને અનન્યમનવાળો વર્તતો થકો આત્માને (જ્ઞાનદર્શનરૂપ) સ્વભાવ વડે નિયતપણે (-સ્થિરતાપૂર્વક) જાણે-દેખે છે, તે જીવ સ્વચારિત્ર આચરે છે. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ चरियं चरदि सगं सो जो परदव्वप्पभावरहिदप्पा। दंसणणाणवियपं अवियप्पं चरदि अप्पादो॥ १५९ ॥ તે છે સ્વચરિતપ્રવૃત્ત, જે પરદ્રવ્યથી વિરહિતપણે નિજ જ્ઞાનદર્શનભેદને જીવથી અભિન્ન જ આચરે. ૧૫૯. અર્થ : જે પરદ્રવ્યાત્મક ભાવોથી રહિત સ્વરૂપવાળો વર્તતો થકો, (નિજ સ્વભાવભૂત) દર્શનજ્ઞાનરૂપ ભેદને આત્માથી અભેદપણે આચરે છે, તે સ્વચારિત્રને આચરે છે. धम्मादीसदहणं सम्मत्तं णाणमंगपुव्वगदं। चेट्ठा तवम्हि चरिया ववहारो मोक्खमग्गो त्ति ॥ १६०॥ ધર્માદિની શ્રદ્ધા સુદગ, પૂર્વીગબોધ સુબોધ છે, તપમાંહી ચેષ્ટા ચરણ - એ વ્યવહારમુક્તિમાર્ગ છે. ૧૬૦. અર્થ ધર્માસ્તિકાયાદિનું શ્રદ્ધાન તે સમ્યકત્વ, અંગપૂર્વસંબંધી જ્ઞાન તે જ્ઞાન અને તપમાં ચેષ્ટા (-પ્રવૃત્તિ) તે ચારિત્ર; એ પ્રમાણે વ્યવહારમોક્ષમાર્ગ છે. णिच्छयणएण भणिदो तिहि तेहिं समाहिदो हु जो अप्पा। ण कुणदि किंचि वि अण्णं ण मुयदि सो मोक्खमग्गो त्ति॥१६१॥ જે જીવ દર્શનજ્ઞાનચરણ વડે સમાહિત હોઈને, છોડે-ગ્રહે નહિ અન્ય કંઈ પણ, નિશ્ચયે શિવમાર્ગ છે. ૧૬૧. અર્થ : જે આત્મા એ ત્રણ વડે ખરેખર સમાહિત થયો થકો (અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર વડે ખરેખર એકાગ્ર - અભેદ થયો થકો) અન્ય કાંઈ પણ કરતો નથી કે છોડતો નથી, તે નિશ્ચયનયથી “મોક્ષમાર્ગ કહેવામાં આવ્યો છે. जो चरदि णादि पेच्छदि अप्पाणं अप्पणा अणण्णमयं। सो चारित्तं गाणं दंसणमिदि णिच्छिदो होदि ॥ १६२॥ જાણે, જુએ ને આચરે નિજ આત્મને આત્મા વડે, તે જીવ દર્શન, જ્ઞાન ને ચારિત્ર છે નિશ્ચિતપણે. ૧૬૨. અર્થ : જે (આત્મા) અનન્યમય આત્માને આત્માથી આચરે છે, જાણે છે, દેખે છે, તે (આત્મા જ) ચારિત્ર છે, જ્ઞાન છે, દર્શન છે - એમ નિશ્ચિત છે. Page #316 -------------------------------------------------------------------------- ________________ . ૩૦૪ जेण विजाणदि सव्वं पेच्छदि सो तेण सोक्खमणुहवदि। इदि तं जाणदि भविओ अभवियसत्तो ण सद्दहदि॥ १६३॥ જાણે-જુએ છે સર્વ તેથી સૌખ્ય-અનુભવ મુક્તને; -આ ભાવ જાણે ભવ્ય જીવ, અભવ્ય નહિ શ્રદ્ધા લહે. ૧૬૩. અર્થ : જેથી (આત્મા મુક્ત થતાં) સર્વને જાણે છે અને દેખે છે, તેથી તે સૌખ્યને અનુભવે છે; -આમ ભવ્ય જીવ જાણે છે, અભવ્ય જીવ શ્રદ્ધતો નથી. दंसणणाणचरित्ताणि मोक्खमग्गो त्ति सेविदव्वाणि। साधूहि इदं भणिदं तेहिं दु बंधो व मोक्खो वा ॥ १६४॥ દગ, જ્ઞાન ને ચારિત્ર છે શિવમાર્ગ તેથી સેવવાં -સંતે કહ્યું, પણ હેતુ છે એ બંધના વા મોક્ષના. ૧૬૪. અર્થ દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે તેથી તેઓ સેવવા યોગ્ય છે - એમ સાધુઓએ કહ્યું છે, પરંતુ તેમનાથી બંધ પણ થાય છે અને મોક્ષ પણ થાય છે. अण्णाणादो णाणी जदि मण्णदि सुद्धसंपओगादो। हवदि त्ति दुक्खमोक्खं परसमयरदो हवदि जीवो॥१६५॥ જિનવરપ્રમુખની ભક્તિ દ્વારા મોક્ષની આશા ધરે અજ્ઞાનથી જો જ્ઞાની જીવ, તો પરસમયરત તેહ છે. ૧૬૫. અર્થ શુદ્ધસંપ્રયોગથી (શુભ ભક્તિભાવથી) દુઃખમોક્ષ થાય છે એમ જો અજ્ઞાનને લીધે જ્ઞાની 'માને, તો તે પરસમયરત જીવ છે. (‘અહંતાદિ પ્રત્યે ભક્તિ-અનુરાગવાળી મંદશુદ્ધિથી પણ કમે મોક્ષ થાય છે એવું જો અજ્ઞાન લીધે (શુદ્ધાત્મ સંવેદનના અભાવને લીધે, રાગાંશને લીધે) જ્ઞાનીને (મંદ પુરુષાર્થવાળું) વલણ વર્તે. તો ત્યાં સુધી તે પણ સૂક્ષ્મ પરસમયમાં રત છે.) ૧. માનવું = વલણ કરવું; ઇરાદો રાખવો, આશા ધરવી; ઇચ્છા કરવી; ગણના કરવી; અભિપ્રાય કરવો. अरहंतसिद्धचेदियपवयणगणणाणभत्तिसंप्पणो। बंधदि पुण्णं बहुसो ण हु सो कम्मक्खयं कुणदि॥ १६६ ॥ જિન-સિદ્ધ-પ્રવચન-ચૈત્ય-મુનિગણ-જ્ઞાનની ભક્તિ કરે, તે પુણ્યબંધ લહે ઘણો, પણ કર્મનો ક્ષય નવ કરે. ૧૬૬. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ અર્થ અહંત, સિદ્ધ, ચૈત્ય(-અહંતાદિની પ્રતિમા), પ્રવચન (-શાસ્ત્ર), મુનિગણ અને જ્ઞાન પ્રત્યે ભક્તિસંપન્ન જીવ ઘણું પુણ્ય બાંધે છે, પરંતુ તે ખરેખર કર્મનો ક્ષય કરતો નથી. जस्स हिदएणुमेत्तं वा परदव्वम्हि विज्जदे रागो। सो ण विजाणदि समयं सगस्स सव्वागमधरो वि॥ १६७॥ અણુમાત્ર જેને હૃદયમાં પરદ્રવ્ય પ્રત્યે રાગ છે, હો સર્વ આગમધર ભલે, જાણે નહીં સ્વક-સમયને. ૧૬૭. અર્થ : જેને પરદ્રવ્ય પ્રત્યે અણુમાત્ર પણ લેશમાત્ર પણ) રાગ હૃદયમાં વર્તે છે તે, ભલે સર્વઆગમધર હોય તો પણ, સ્વકીય સમયને જાણતો (-અનુભવતો) નથી. धरिदं जस्स ण सक्कं चित्तुब्भामं विणा दु अप्पाणं। रोधो तस्स ण विजदि सुहासुहकदस्स कम्मस्स ॥ १६८॥ મનના ભ્રમણથી રહિત જે રાખી શકે નહિ આત્મને. શુભ વા અશુભ કર્મો તણો નહિરોધ છે તે જીવને. ૧૬૮. અર્થ : જે (રાગના સદ્ભાવને લીધે) ચિત્તના ભ્રમણ વિનાનો પોતાને રાખી શકતો નથી, તેને શુભાશુભ કર્મનો નિરોધ નથી. तम्हा णिव्वुदिकामो णिस्संगो णिम्ममो य हविय पुणो। सिद्धेसु कुणदि भत्तिं णिव्वाणं तेण पप्पोदि॥१६॥ તે કારણે મોક્ષેચ્છુ જીવ અસંગ ને નિર્મમ બની સિદ્ધો તણી ભક્તિ કરે, ઉપલબ્ધિ જેથી મોક્ષની. ૧૬૯. અર્થ માટે મોક્ષાર્થી જીવ નિઃસંગ અને નર્મમ થઈને સિદ્ધોની ભક્તિ (શુદ્ધાત્મદ્રવ્યમાં સ્થિરતારૂપ પારમાર્થિક સિદ્ધભક્તિ) કરે છે, જેથી તે નિર્વાણને પામે છે. सपयत्थं तित्थयरं अभिगदबुद्धिस्स सुत्तरोइस्स। दरतरं णिव्वाणं संजमतवसंपउत्तस्स ॥१७॥ સંયમ તથા તપયુક્તને પણ દૂતર નિર્વાણ છે, સૂત્રો, પદાર્થો, જિનવરો પ્રતિ ચિત્તમાં રુચિ જો રહે. ૧૦ અર્થ સંયમતપસંયુક્ત હોવા છતાં, નવ પદાર્થો તથા તીર્થંકર પ્રત્યે જેની બુદ્ધિનું જોડાણ વર્તે છે અને સૂત્રો પ્રત્યે જેને રુચિ (પ્રીતિ) વર્તે છે, તે જીવને નિર્વાણ દૂરતર (વિશેષ દૂર) છે. Page #318 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ अरहंतसिद्धचेदियपवयणभत्तो परेण णियमेण । जो कुदितवोकम्मं सो सुरलोगं समादियादि ।। १७१ ॥ જિન-સિદ્ધ-પ્રવચન-ચૈત્ય પ્રત્યે ભક્તિ ધારી મન વિષે, સંયમ પરમ સહ તપ કરે, તે જીવ પામે સ્વર્ગને. ૧૭૧. અર્થ : જે (જીવ), અદ્ભુત, સિદ્ધ, ચૈત્ય (-અદ્વૈતાદિની પ્રતિમા) અને પ્રવચન (-શાસ્ત્ર) પ્રત્યે ભક્તિયુક્ત વર્તતો થકો, પરમ સંયમ સહિત તપકર્મ (-તપરૂપ કાર્ય) કરે છે, તે દેવલોકને સંપ્રાપ્ત કરે છે. तम्हा णिव्वुदिकामो रागं सव्वत्थ कुणदु मा किंचि । सो तेण वीदरागो भविओ भवसायरं तरदि ॥ १७२ ॥ તેથી ન કરવો રાગ જરીયે ક્યાંય પણ મોક્ષેચ્છુએ; વીતરાગ થઈને એ રીતે તે ભવ્ય ભવસાગર તરે. ૧૭૨. અર્થ : તેથી મોક્ષાભિલાષી જીવ સર્વત્ર કિંચિત્ પણ રાગ ન કરો; એમ કરવાથી તે ભવ્ય જીવ વીતરાગ થઈ ભવસાગરને તરે છે. मग्गप्पभावणट्टं पवयणभत्तिप्पचोदिदेण मया । भणियं पवयणसारं पंचत्थियसंगहं सुत्तं ॥ १७३ ॥ મેં માર્ગ-ઉદ્યોતાર્થ, પ્રવચનભક્તિથી પ્રેરાઈને, કહ્યું સર્વપ્રવચન-સારભૂત ‘પંચાસ્તિસંગ્રહ’ સૂત્રને. ૧૭૩. અર્થ :પ્રવચનની ભક્તિથી પ્રેરિત એવા મેં માર્ગની પ્રભાવના અર્થે પ્રવચનના સારભૂત ‘પંચાસ્તિકાયસંગ્રહ’ સૂત્ર કહ્યું. Page #319 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ શ્રી પંચાસ્તિકાયસંગ્રહ - પ્રસાદી નમોનિમાં, નિમવાળ” ભવને જીતનારા જિનોને નમસ્કાર - એવા અસાધારણ મંગળ વડે શરૂઆત. કરીને, આ ગ્રંથમાં ૧૭૩ ગાથા દ્વારા આચાર્યદવે પંચાસ્તિકાયનું અને મોક્ષમાર્ગનું સ્વરૂપ બતાવીને વીતરાગ ભાવનું અત્યંત મધુર ઝરણું વહેવડાવ્યું છે. શત-ઇંદ્રવદિત, ત્રિજગણિત-નિર્મળ-મધુર વદનારને, નિસીમ ગુણ ધરનારને, જિતભવ નમું જિનરાજને. ૧. સો ઇન્દ્રોથી જે વંદિત છે, ત્રણ લોકને હિતકર, મધુર અને વિશદ નિર્મળ, સ્પષ્ટ) જેમની વાણી છે, (ચૈતન્યના અનંત વિલાસરૂપ) અનંત ગુણ જેમને વર્તે છે અને ભવ ઉપર જેમણે જય મેળવ્યો છે, તે જિનોને નમસ્કાર હો. આ સમયને શિરનમનપૂર્વક ભાખું છું, સૂણજો તમે; | જિનવદનનિર્ગત-અર્થમય, ચઉગતિહરણ, શિવહેતુ છે. ૨. ગ્રંથની શરૂઆત કરતાં આચાર્યદવ ભલામણ કરે છે કે અહો ! આવા ઈષ્ટદેવને નમસ્કાર કરીને હું, સર્વજ્ઞ વીતરાગદેવના મુખથી નીકળેલ એવું પદાર્થનું સ્વરૂપ કહીશ કે જેને જાણતાં ચાર ગતિના ભ્રમણનો નાશ થઈને મોક્ષની પ્રાપ્તિ થાય છે. મોક્ષના હેતુરૂપ આવો ઉપદેશ હું કરું છું તે તમે સાંભળજો. ભગવાનનો માર્ગ, ભગવાનની પરમ આજ્ઞા, વીતરાગભાવ તરફ ઢળવાની છે. ને તે માર્ગની પ્રભાવના અર્થે જ હું આ શાસ્ત્રની રચના કરું છું. આ નમસ્કાર અસાધારણ મંગળ છે. અસાધારણ મંગળ ક્યારે કહેવાય? કે જ્યારે ભગવાન જેવો વીતરાગભાવ પોતામાં પ્રગટ કરીને ભાવનમસ્કાર કરે ત્યારે, રાગથી જુદો પડીને સમત્વાદિ નિર્વિકલ્પ પરિણતિને તે ભાવનમસ્કાર છે. અહા! જિનભગવંતો જિતભવ' છે ને તે ભગવંતોને સ્વીકારીને તેમને નમસ્કાર કરનારું જ્ઞાન પણ મોહ રહિત હોવાથી “જિતભવ” છે. હે ભવ્ય જીવો ! મહાન આદરપૂર્વક જિનવાણીની પ્રસાદીરૂપ આ પરમાગમ તમે સાંભળજો ને, વીર થઈને વીતરાગમાર્ગને સાધજો. જુઓ તો ખરા ........! આ ભગવાનનો ઇષ્ટ ઉપદેશ! હવે ૧૦મી ગાથામાં દ્રવ્યની વ્યાખ્યા કરે છે. છે સત્ત્વ લક્ષણ જેહનું, ઉત્પાદ-વ્યય-ધ્રુવયુક્ત જે, ગુણપર્યયાશ્રય જેહ, તેને દ્રવ્ય સર્વજ્ઞો કહે. Page #320 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ જે સત્ લહાણવાળું છે, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સંયુક્ત છે અથવા જે ગુણ-પર્યાયોનો આશ્રય છે, તેને સર્વજ્ઞો દ્રવ્ય કહે છે. દ્રવ્યનો ઉત્પાદ કે વિનાશ નથી, સદ્ભાવ છે. તેના જ પર્યાયો વિનાશ, ઉત્પાદ અને ધ્રુવતા કરે છે. હવે જીવના ગુણોની વાત ૧૬મી ગાથામાં કહે છે. જીવાદિ સૌ છે 'ભાવ', જીવગુણ ચેતના-ઉપયોગ છે; જીવપર્યયો તિર્યંચ - નારક - દેવ - મનુજ અનેક છે. જીવાદિ દ્રવ્યો તે ‘ભાવો” છે. જીવના ગુણો ચેતના તથા ઉપયોગ છે અને જીવના પર્યાયો દેવ-મનુષ્યનારક-તિર્યંચરૂપ ઘણા છે. હવે ૨૭-૨૮ ગાથામાં આ પંચાસ્તિકાય કે છ દ્રવ્યના વર્ણનમાં જીવદ્રવ્યની મુખ્યતા છે. અર્થાત્ આ બધું જાણીને શુદ્ધ સ્વભાવ તરફ વળવું તે મૂળ પ્રયોજન છે. છે જીવ, ચેતયિતા, પ્રભુ, ઉપયોગચિહ્ન, અમૂર્ત છે, કર્તા અને ભોક્તા, શરીરપ્રમાણ, કર્મે યુક્ત છે. સંસાર સ્થિત આત્મા જીવ છે, ચેતનારો છે, ઉપયોગ લક્ષિત છે, પ્રભુ છે, કર્તા છે, ભોક્તા છે, દેહપ્રમાણ છે, અમૂર્ત છે અને કર્મસંયુક્ત છે. સૌ કર્મમળથી મુક્ત આત્મા પામીને લોકાગ્રને, | સર્વજ્ઞદર્શી તે અનંત અનિંદ્ધિ સુખને અનુભવે. સૌ કર્મમળથી મુક્ત આત્મા ઊંચે લોકના અંતને પામીને તે સર્વજ્ઞ-સર્વદર્શી (સ્વયં થયો થકો) અનંત અતિન્દ્રિય સુખને અનુભવે છે. જુઓ આ સિદ્ધપદ ! આ જીવ આવી મુક્ત અવસ્થારૂપે પરિણમે તે ઉપાદેય છે. વિસ્તારથી જીવદ્રવ્યનું વર્ણન ૨૭ થી ૭૩ ગાથાઓમાં કર્યું છે. છે જ્ઞાન ને દર્શન સહિત ઉપયોગ યુગલ પ્રકારનો; જીવદ્રવ્યને તે સર્વ કાળ અનન્યરૂપે જાણવો. ૪૦. જ્ઞાનથી અને દર્શનથી સંયુક્ત એવો ખરેખર બે પ્રકારનો ઉપયોગ જીવને સર્વ કાળ અનન્યપણે જાણો. જીવો અનાદિ-અનંત, સાંત, અનંત છે જીવભાવથી, સદ્ભાવથી નહિ અંત હોય; પ્રધાનતા ગુણ પાંચથી. પ૩. જીવો (પારિણામિક ભાવથી) અનાદિ-અનંત છે, (ત્રણ ભાવોથી) સાંત (અર્થાત્ સાદિ-સાંત) છે. અને જીવભાવથી અનંત છે. અર્થાત્ સદ્ભાવથી જીવો અનંત જ હોય છે). તેઓ પાંચ મુખ્ય ગુણોથી પ્રધાનતાવાળા છે. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પરિણામ, ઉદય, ક્ષયોપશમ, ઉપશમ, ક્ષયે સંયુક્ત જે, તે પાંચ જીવગુણ જાણવા બહુ ભેદમાં વિસ્તીર્ણ છે. ૫૬. ઉદયથી યુક્ત, ઉપશમથી યુક્ત, ક્ષયથી યુક્ત, ક્ષયોપશમથી યુક્ત અને પરિણામથી યુક્ત - એવા પાંચ જીવગુણો (-જીવના ભાવો) છે; તેમને ઘણા પ્રકારોમાં વિસ્તારવામાં આવે છે. નિજ ભાવ કરતો આતમ કર્તા ખરે નિજ ભાવનો, કર્તા ન પુદ્ગલકર્મનો; -ઉપદેશ જિનનો જાણવો. ૬૧. પોતાના સ્વભાવને કરતો આત્મા ખરેખર પોતાના ભાવનો કર્યા છે, પુદ્ગલ કર્મોનો નહિ, આમ જિનવચન જાણવું. હવે આ સંસાર પરિભ્રમણનું કારણ બતાવે છે. કર્તા અને ભોક્તા થતો એ રીત નિજ કર્મો વડે જીવ મોહથી આચ્છન્ન સાંત-અનંત સંસારે ભમે. ૬૯. એ રીતે પોતાના કર્મોથી કર્તા-ભોક્તા થતો આત્મા મોહાચ્છાદિત વર્તતો થકો સાંત અથવા અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે. હવે પુદ્ગલનું વર્ણન કરતાં ગાથા ૭૪-૭૫માં તેના પ્રકાર બતાવે છે. જડરૂપ પુદ્ગલકાય કેરા ચાર ભેદો જાણવા; તે અંધ, તેનો દેશ, સ્કંધપ્રદેશ, પરમાણુ કહ્યા. પુગલના ચાર ભેદ જાણવા. સ્કંધો, સ્કંધદેશો, સ્કંધપ્રદેશો અને પરમાણુઓ. પૂરણ-સકળ તે ‘સ્કંધ છે ને અર્ધ તેનું દશ” છે, અર્જાઈ તેનું પ્રદેશ” ને અવિભાગ તે પરમાણુ છે. સકળ-સમસ્ત (પુદ્ગલપિંડાત્મક આખી વસ્તુ) તે સ્કંધ છે, તેના અર્ધને દેશ કહે છે, અધનું અર્ધ તે પ્રદેશ છે અને અવિભાગી તે ખરેખર પરમાણુ છે. - હવે પરમાણુનું વર્ણન કરતાં ૮૧-૮૨ ગાથામાં બતાવે છે : એક જ વરણ-રસ-ગંધ ને બે સ્પર્શયુત પરમાણુ છે, તે શબ્દહેતુ, અશબ્દ છે, ને સ્કંધમાં પણ દ્રવ્ય છે. તે પરમાણુ એક રસવાળો, એક વર્ણવાળો, એક ગંધવાળો તથા બે સ્પર્શવાળો છે, શબ્દનું કારણ છે, અશબ્દ છે અને સ્કંધની અંદર હોય તો પણ (પરિપૂર્ણ સ્વતંત્ર) દ્રવ્ય છે એમ જાણો. તે રાજ્ય Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ઇંદ્રિય વડે ઉપભોગ્ય,ઇંદ્રિય, કાય, મન, ને કર્મ જે, વળી અન્ય જે કંઈ મૂર્ત તે સઘળું ય પુદ્ગલ જાણજે. પુદ્ગલનો વિસ્તાર કરતાં જણાવે છે ઃ - ઇંદ્રિય વડે ઉપભોગ્ય વિષયો, ઇંદ્રિયો, શરીરો, મન, કર્મો અને બીજું જે કાંઈ મૂર્ત હોય તે સઘળું પુદ્ગલ જાણો . આ રીતે જીવ ને પુદ્ગલનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. હવે ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય, આકાશ અને કાળનું સ્વરૂપ બતાવે છે. ધર્માસ્તિકાય અવર્ણગંધ, અશબ્દરસ, અસ્પર્શ છે; લોકાવગાહી, અખંડ છે, વિસ્તૃત, અસંખ્યપ્રદેશ છે. ૮૩. ધર્માસ્તિકાય અસ્પર્શ, અરસ, અગંધ, અવર્ણ અને અશબ્દ છે; લોકવ્યાપક છે; અખંડ, વિશાળ અને અસંખ્યાત પ્રદેશી છે. હવે ધર્માસ્તિકાયનું કાર્ય ૮૪-૮૫માં બતાવે છે. જે અગુરુલઘુક અનંત તે-રૂપ સર્વદા એ પરિણમે, છે નિત્ય, આપ અકાર્ય છે, ગતિપરિણમિત હેતુ છે. જ્યમ જગતમાં જળ મીનને અનુગ્રહ કરે છે ગમનમાં, ત્યમ ધર્મ પણ અનુગ્રહ કરે જીવ-પુદ્ગલોને ગમનમાં. તે (ધર્માસ્તિકાય) અનંત એવા જે અગુરુલઘુ (ગુણો, અંશો) તે રૂપે સદા પરિણમે છે, નિત્ય છે, ગતિક્રિયા યુક્તને કારણભૂત (નિમિત્તરૂપ) છે અને પોતે અકાર્ય છે. હવે દૃષ્ટાંતથી આ વાત સમજાવે છે. જેમ જગતમાં પાણી માછલીને ગમનમાં અનુગ્રહ કરે છે, તેમ ધર્મદ્રવ્ય જીવ-પુદ્ગલોને ગમનમાં અનુગ્રહ કરે છે (નિમિત્તભૂત હોય છે) એમ જાણો. હવે અધર્માસ્તિકાયનું વર્ણન કરે છે. જ્યમ ધર્મનામક દ્રવ્ય તેમ અધર્મનામક દ્રવ્ય છે; પણ દ્રવ્ય આ છે પૃથ્વી માફક હેતુ થિતિપરિણમિતને. ૮૬. જેમ ધર્મદ્રવ્ય છે તેમ અધર્મ નામનું દ્રવ્ય પણ જાણો; પરંતુ તે (ગતિ-ક્રિયાયુક્તને કારણભૂત હોવાને બદલે) સ્થિતિક્રિયાયુક્તને-પૃથ્વીની માફક-કારણભૂત છે. (અર્થાત્ સ્થિતિક્રિયાપરિણત જીવ-પુદ્ગલોને નિમિત્તભૂત છે) Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ હવે આકાશદ્રવ્યનું વર્ણન કરે છે. જે લોકમાં જીવ-પુગલોને, શેષ દ્રવ્ય સમસ્તને અવકાશ દે છે પૂર્ણ, તે આકાશનામક દ્રવ્ય છે. ૯૦. લોકમાં જીવોને અને પુદ્ગલોને તેમ જ બધાં બાકીના દ્રવ્યોને જે સંપૂર્ણ અવકાશ આપે છે, તે આકાશ છે. જીવો, પુદ્ગલકાયો, ધર્મ અને અધર્મને (તેમ જ કાળ) લોકથી અનન્ય છે; અંતરહિત એવું આકાશ તેનાથી (લોકથી) અનન્ય તેમ જ અન્ય છે. હવે છ યે દ્રવ્યનું સ્વરૂપ બતાવી સંક્ષિપ્ત કહે છે. આત્મા અને આકાશ, ધર્મ, અધર્મ, કાળ અમૂર્ત છે, છે મૂર્ત પુદ્ગલદ્રવ્ય, તેમાં જીવ છે ચેતન ખરે. ૯૭. આકાશ, કાળ, જીવ, ધર્મ અને અધર્મ અમૂર્ત છે, પુદ્ગલદ્રવ્ય મૂર્તિ છે, તેમાં જીવ ખરેખર ચેતન છે. કાળદ્રવ્યનું વર્ણન આ રીતે છે. પરિણામભવ છે કાળ, કાળપદાર્થભવ પરિણામ છે; -આ છે સ્વભાવો ઉભયના; ક્ષણભંગી ને ધ્રુવ કાળ છે. ૧૦). કાળ પરિણામથી ઉત્પન્ન થાય છે. (અર્થાત્ વ્યવહારકાળ જીવ-પુદ્ગલોના પરિણામથી મપાય છે); પરિણામ દ્રવ્યકાળથી ઉત્પન્ન થાય છે. -આ, બન્નેનો સ્વભાવ છે. કાળ ક્ષણભંગુર તેમ જ નિત્ય છે. આ જીવ, પુદ્ગલ, કાળ, ધર્મ, અધર્મ તેમ જ નભ વિષે છે ‘દ્રવ્ય સંજ્ઞા સર્વને, કાયવ છે નહિ કાળને. ૧૦૨. આ કાળ, આકાશ, ધર્મ, અધર્મ, પુદ્ગલો અને જીવો (બધા) દ્રવ્ય સંજ્ઞાને પામે છે; પરંતુ કાળને કાયપણું નથી. હવે પંચાસ્તિકાયનું વર્ણન પૂર્ણ કરતાં ભલામણ કરે છે. એ રીત પ્રવચનસારરૂપ પંચાસ્તિકાયસંગ્રહ’ જાણીને જે જીવ છોડે રાગદ્વેષ, લહે સકળદુખમોક્ષને. ૧૮૩. એ પ્રમાણે પ્રવચનના સારભૂત પંચાસ્તિકાયસંગ્રહને જાણીને જેરાગ-દ્વેષને છોડે છે, તે દુઃખથી પરિમુક્ત થાય છે. આ અર્થ જાણી, અનુગમન-ઉદ્યમ કરી, હણી મોહને, પ્રશમાવી રાગદ્વેષ, જીવ ઉત્તર - પૂરવ વિરહિત બને. ૧૦૪. Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ થકો હતમોહ થઈને (-જેને દર્શનમોહનો ક્ષય થયો હોય એવો થઈને), રાગ-દ્વેષને પ્રશમિત-નિવૃત્ત કરીને, ઉત્તર અને પૂર્વ બંધનો જેને નાશ થયો છે એવો થાય છે. હવે ૧૦૫ થી ૧૭૩ ગાથા સુધી નવ પદાર્થપૂર્વક મોક્ષમાર્ગનું વર્ણન છે. સમ્યકત્વજ્ઞાન સમેત ચારિત રાગદ્વેષવિહીન જે, તે હોય છે નિર્વાણમારગ લબ્ધબુદ્ધિ ભવ્યને. ૧૦૬. સમ્યકત્વ અને જ્ઞાનથી સંયુક્ત એવું ચારિત્ર કે જે રાગદ્વેષથી રહિત હોય તે, લબ્ધબુદ્ધિ ભવ્ય જીવોને મોક્ષનો માર્ગ હોય છે. ‘ભાવો તાણી શ્રદ્ધા સુદર્શન, બોધ તેનો જ્ઞાન છે, વધુ રૂઢ માર્ગ થતાં વિષયમાં સામ્ય તે ચારિત્ર છે. ૧૦૭. ભાવોનું (-નવ પદાર્થોનું) શ્રદ્ધાન તે સમ્યકત્વ છે, તેમનો અવબોધ તે જ્ઞાન છે; (નિજ તત્ત્વમાં) જેમનો માર્ગ વિશેષ રૂઢ થયો છે તેમને વિષયો પ્રત્યે વર્તતો સમભાવ તે ચારિત્ર છે. બે ભાવ-જીવ અજીવ, તદ્ગત પુણ્ય તેમ જ પાપ ને આસરવ, સંવર, નિર્જરા, વળી બંધ, મોક્ષ-પદાર્થ છે. ૧૦૮. જીવ અને અજીવ-બે ભાવો (અર્થાત મૂળપદાર્થો) તથા બેનાં પુણ્ય, પાપ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ (નવ) પદાર્થો છે. હવે સૌ પ્રથમ જીવદ્રવ્યનું વર્ણન કરે છે. જીવો દ્વિવિધ-સંસારી, સિદ્ધો, ચેતનાત્મક ઉભય છે; ઉપયોગલક્ષણ ઉભય; એક સદેહ, એક અદેહ છે. ૧૦૯. જીવો બે પ્રકારના છે - સંસારી અને સિદ્ધ. તેઓ ચેતનાત્મક (-ચેતના સ્વભાવવાળા) તેમ જ ઉપયોગ લક્ષણવાળા છે. સંસારી જીવો દેહમાં વર્તનારા અર્થાત્ દેહસહિત છે અને સિદ્ધ જીવો દેહમાં નહિ વર્તનારા અર્થાત્ દેહરહિત છે. ભવ્ય અને અભવ્ય એમ બે પ્રકારના સંસારી છે. રે! ઇન્દ્રિયો નહિ જીવ, પવિધ કાય પણ નહિ જીવ છે; છે તેમનામાં જ્ઞાન જે બસ તે જ જીવ નિર્દિષ્ટ છે. ૧૨૧. (વ્યવહારથી કહેવામાં આવતાં એકૅક્રિયાદિ તથા પૃથ્વીકાયિકાદિ ‘જીવોમાં) ઇન્દ્રિયો જીવ નથી અને છે પ્રકારની શાસ્ત્રોક્ત કાયો પણ જીવ નથી; તેમનામાં જે જ્ઞાન છે તે જીવ છે એમ (જ્ઞાનીઓ) પ્રરૂપે છે. જાણે અને દેખે બધું, સુખ અભિલશે, દુખથી ડરે, હિત-અહિત જીવ કરે અને હિત-અહિતનું ફળ ભોગવે. ૧૨૨. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ જીવ બધું જાણે છે અને દેખે છે, સુખને ઇચ્છે છે, દુઃખથી ડરે છે, હિત-અહિતને (શુભ-અશુભ ભાવોને) કરે છે અને તેમના ફળને ભોગવે છે. હવે અજીવને જાણવાની વાત કરે છે. બીજાય બહુ પર્યાયથી એ રીત જાણી જીવને, જાણો અજીવ પદાર્થ જ્ઞાનવિભિન્ન જડ લિંગો વડે. ૧૨૩. એ રીતે બીજા પણ બહુ પર્યાયો વડે જીવને જાણીને જ્ઞાનથી અન્ય એવા (જડ) લિંગો વડે અજીવને જાણો. આકાશ, કાળ, પુદ્ગલ, ધર્મ અને અધર્મમાં જીવના ગુણો નથી; (કારણ કે, તેમને અચેતપણું કહ્યું છે, જીવને ચેતનતા કહી છે. સુખદુઃખસંચેતન, અહિતની ભીતિ, ઉદ્યમ હિત વિષે જેને કદી હોતાં નથી, તેને અજીવ શ્રમણો કહે. ૧૨.. સુખ-દુઃખનું જ્ઞાન, હિતનો ઉદ્યમ અને અહિતનો ભય -એ જેને સદાય હોતાં નથી, તેને શ્રમણો ‘અજીવ’ કહે છે. અને હવે જીવ-અજીવને ભેદ બતાવતી અગત્યની બે ગાથા છે. સંસ્થાન-સંઘાતો, વરણ-રસ-ગંધ-શબ્દ-સ્પર્શ જે, તે બહુ ગુણો ને પર્યયો પુદ્ગલદરવનિષ્પન્ન છે. ૧૨૬. જે ચેતનાગુણ, અરસરૂપ, અગંધશબ્દ, અવ્યક્ત છે, નિર્દિષ્ટ નહિ સંસ્થાન, ઇંદ્રિયગ્રાહ્ય નહિ, તે જીવ છે. ૧૨૭. (સમચતુરસ્ત્રાદિ) સંસ્થાનો (ઔદારિકાદિ શરીર સંબંધી) સંઘાતો, વર્ણ, રસ, સ્પર્શ, ગધ અને શબ્દ - એમ જે બહુ ગુણો અને પર્યાયો છે, તે પુગલદ્રવ્યનિષ્પન્ન છે. જે અરસ, અરૂપ તથા અગંધ છે, અવ્યક્ત છે, અશબ્દ છે, અનિર્દિષ્ટસંસ્થાન છે (અર્થાત્ જેનું કોઈ સંસ્થાન કહ્યું નથી એવો છે), ચેતનાગુણવાળો છે અને ઇન્દ્રિય વડે અગ્રહ્યા છે, તે જીવ જાણો. જે ખરેખર સંસારસ્થિત જીવ છે તેનાથી પરિણામ થાય છે (અર્થાત્ તેને સ્નિગ્ધ પરિણામ થાય છે), પરિણામથી કર્મ અને કર્મથી ગતિઓમાં ગમન થાય છે. ગતિપ્રામને દેહ થાય છે, દેહથી ઇન્દ્રિયો થાય છે, ઇન્દ્રિયોથી વિષયગ્રહણ અને વિષયગ્રહણથી રાગ અથવા વેષ થાય છે. છે રાગ, દ્વેષ, વિમોહ, ચિત્તપ્રસાદપરિણતિ જેહને, તે જીવને શુભ વા અશુભ પરિણામનો સદ્ભાવ છે. ૧૩૧. Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ જેના ભાવમાં મોહ, રાગ, દ્વેષ અથવા ચિત્તપ્રસન્નતા છે, તેને શુભ અથવા અશુભ પરિણામ છે. શુભ ભાવ જીવના પુણ્ય છે ને અશુભ ભાવો પાપ છે; તેના નિમિત્તે પૌદ્ગલિક પરિણામ કર્મપણું લહે. ૧૩૨. જીવના શુભ પરિણામ પણ છે અને અશુભ પરિણામ પાપ છે; તે બન્ને દ્વારા પુદ્ગલમાત્ર ભાવકર્મપણાને પામે છે. બન્ને પરિણામ બંધનું કારણ છે. છે રાગભાવ પ્રશસ્ત, અનુકંપાસહિત પરિણામ છે, મનમાં નહીં કાલુષ્ય છે, ત્યાં પુણ્ય-આસ્રવ હોય છે. ૧૩૫. જે જીવને પ્રશસ્ત રાગ છે, અનુકંપાયુક્ત પરિણામ છે અને ચિત્તમાં કલુષતાનો અભાવ છે, તે જીવને પુણ્ય આસૂવે છે. ચર્યા પ્રમાદભરી, કલુષતા, લુબ્ધતા વિષયો વિષે, પરિતાપ અને અપવાદ પરના, પાપ-આસ્રવને કરે. ૧૩૯. બહુ પ્રમાદવાળી ચર્યા, કલુષતા, વિષયો પ્રત્યે લોલુપતા, પરને પરિતાપ કરવો તથા પરના અપવાદ બોલવા -એ પાપનો આસ્રવ કરે છે. સૌ દ્રવ્યમાં નહિ રાગ-દ્વેષ-વિમોહ વર્તે જેહને, શુભ-અશુભ કર્મ ન આસવે સમદુઃખસુખ તે ભિક્ષુને. ૧૪૨. જેને સર્વ દ્રવ્યો પ્રત્યે રાગ, દ્વેષ કે મોહ નથી, તે સમ સુખદુઃખ ભિક્ષને(સુખ-દુઃખ પ્રત્યે સમભાવવાળા મુનિને) શુભ અને અશુભ કર્મ આસ્રવતું નથી. જ્ઞાનીને આસ્રવ હોતાં નથી. હવે સંવર અને નિર્જરાનું સ્વરૂપ બતાવે છે. જ્યારે ન યોગે પુણ્ય તેમ જ પાપ વર્તે વિરતને, ત્યારે શુભાશુભકૃત કરમનો થાય સંવર તેહને. ૧૪૩. જેને (-જે મુનિને), વિરત વર્તતા થકાં, યોગમાં પુણ્ય અને પાપ જ્યારે ખરેખર હોતાં નથી, ત્યારે તેને શુભાશુભ ભાવકૃત કર્મનો સંવર થાય છે. જે યોગ-સંવયુક્ત જીવ બહુવિધ તપો સહ પરિણમે, તેને નિયમથી નિર્જરા બહુ કર્મ કેરી થાય છે. ૧૪૪. સંવર અને યોગથી (શુદ્ધોપયોગથી) યુક્ત એવો જે જીવ બહુવિધ તપો સહિત પ્રવર્તે છે, તે નિયમથી ઘણાં કર્મોની નિર્જરા કરે છે. Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ સંવર સહિત, આત્મપ્રયોજનનો પ્રસાધક આત્મને જાણી, સુનિશ્ચળ જ્ઞાન ધ્યાવે, તે કરમરજ નિજર. ૧૪૫. સંવરથી યુક્ત એવો જે જીવ, ખરેખર આત્માર્થનો પ્રસાધક (સ્વપ્રયોજનનો પ્રકૃષ્ટ સાધક) વર્તતો થકો, આત્માને જાણીને (-અનુભવીને) જ્ઞાનને નિશ્ચયપણે ધ્યાવે છે, તે કમરજને ખેરવી નાંખે છે. હવે બંધનું સ્વરૂપ કહે છે. જો આતમા ઉપરકત કરતો અશુભ વા શુભ ભાવને, તો તે વડે એ વિવિધ પુદ્ગલકર્મથી બંધાય છે. ૧૪૭. જો આત્મા રક્ત(વિકારી)વર્તતો થકો ઉદિત શુભ કે અશુભ ભાવને કરે છે, તો તે આત્મા તે ભાવ વડે(-તે ભાવના નિમિત્તે) વિવિધ પુગલકર્મથી બદ્ધ થાય છે. છે યોગહેતુક ગ્રહણ, મનવચકાય-આશ્રિત યોગ છે; છે ભાવહેતુક બંધ, ને મોહાદિસંયુત ભાવ છે. ૧૪૮. કર્યગ્રહણનું નિમિત્ત યોગ છે; યોગમન-વચન-કાય જનિત છે (આત્મપ્રદેશ પરિસ્પંદ) છે. બંધનું નિમિત્ત ભાવ છે, ભાવ રતિરાગદ્વેષમોહથી યુક્ત આત્મ પરિણામ છે. રાગાદિ ભાવોના અભાવમાં જીવો બંધાતા નથી. (મોહ-રાગ-દ્વેષરૂપ) હેતુનો અભાવ થવાથી જ્ઞાનીને નિયમથી આસવનો નિરોધ થાય છે. અને આસવ ભાવના અભાવમાં કર્મનો નિરોધ થાય છે. હવે નિર્જરા અને મોક્ષનું સ્વરૂપ કહે છે. દગજ્ઞાનથી પરિપૂર્ણ ને પરદ્રવ્યવિરહિત ધ્યાન જે, તે નિર્જરાનો હેતુ થાય સ્વભાવપરિણત સાધુને. ૧૫૨. સ્વભાવસહિત સાધુને દર્શન-જ્ઞાનથી સંપૂર્ણ અને અન્ય દ્રવ્યથી અસંયુક્ત એવું ધ્યાન નિર્જરાનો હેતુ થાય સંવરસહિત તે જીવ પૂર્વ સમસ્ત કર્મો નિર્ભર ને આયુવેદવિહીન થઈ ભવને તજે; તે મોક્ષ છે. ૧૫૩. જે સંવરથી યુક્ત છે એવો (કેવળજ્ઞાન પ્રાપ્ત) જીવ સર્વ કર્મોને નિર્જરતો થકો વેદનીય અને આયુષ્ય રહિત થઈને ભવને છોડે છે; તેથી (એ રીતે સર્વ કર્મ પુદ્ગલોનો વિયોગ થવાને લીધે) તે મોક્ષ છે. હવે વ્યવહારમોક્ષમાર્ગ અને નિશ્ચયમોક્ષમાર્ગની વ્યાખ્યા કરે છે. Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ધર્માદિની શ્રદ્ધા સુદગ, પૂર્વાગબોધ સુબોધ છે, તપમાંહી ચેષ્ટા ચરણ - એ વ્યવહારમુક્તિમાર્ગ છે. ૧૬૦. ધર્માસ્તિકાયાદિનું શ્રદ્ધાન તે સમ્યકત્વ, અંગપૂર્વસંબંધી જ્ઞાન તે જ્ઞાન તપમાં ચેષ્ટા (-પ્રવૃત્તિ) તે ચારિત્ર; -એ પ્રમાણે વ્યવહારમોક્ષમાર્ગ છે. જે જીવ દર્શનજ્ઞાનચરણ વડે સમાહિત હોઈને, છોડે-ગ્રહે નહિ અન્ય કંઈ પણ, નિશ્ચયે શિવમાર્ગ છે. ૧૬૧. જે આત્મા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર વડે ખરેખર એકાગ્ર-અભેદ થયો થકો અન્ય કોઈ પણ કરતો નથી કે છોડતો નથી, તે નિશ્ચયનયથી મોક્ષમાર્ગ કહેવામાં આવે છે. હવે અંતિમ ભલામણ કરી પંચાસ્તિકાયસંગ્રહની સમાપ્તિ કરે છે. તેથી ન કરવો રાગ જરીયે ક્યાંય પણ મોક્ષેચ્છએ; વીતરાગ થઈને એ રીતે ભવ્ય ભવસાગર તરે. ૧૭૨. તેથી મોક્ષાભિલાષી જીવ સર્વત્ર કિંચિત પણ રાગ ન કરે; એમ કરવાથી જીવ વીતરાગ થઈ ભવસાગરને તરે છે. હવે આચાર્ય કહે છે કે પ્રવચનની ભક્તિથી પ્રેરિત એવા મેં માર્ગની પ્રભાવના અર્થે પ્રવચનના સારભૂત પંચાસ્તિકાયસંગ્રહ સૂત્ર કહ્યું. Page #329 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન જીવ અધિકાર પરમાર્થ પ્રતિક્રમણ અવિકાર નિયમ યા માર્ગ (મોક્ષમાર્ગ) અજીવ અધિકાર શ્રી નિયમસાર નિશ્ચય પરમ પ્રત્યાખ્યાન આલોચના અવિર અવિકાર સમ્યજ્ઞાન શુદ્ધભાવ અધિકાર શુદ્ધનિશ્ચય નિશ્ચયપ્રાયશ્ચિત અવિકાર નિયમફળ યા માર્ગફળ(મોક્ષ) વ્યવહારચારિત્ર પરમ સમાધિ અઘિકાર સમ્યારિત્ર વ્યવહારચારિત્ર અધિકાર પરમ ભક્તિ અધિકાર નિશ્ચયચારિત્ર નિશ્ચય શુદ્ધોપયોગ પરમઆવશ્યક અધિકાર અધિકાર Page #330 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪ શ્રી નિયમસાર (સંક્ષિપ્ત સાર) શ્રી નિયમસાર પરમાગમ છે. શ્રી નિયમસારમાં મોક્ષમાર્ગનું સત્યાર્થનિરૂપણ છે. જેમ સમયસારમાં શુદ્ધનયથી નવ તત્ત્વોનું નિરૂપણ કર્યું છે તેમ નિયમસારમાં મુખ્યત્વે શુદ્ધનયથી જીવ, અજીવ, શુદ્ધભાવ, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના, પ્રાયશ્ચિત, સમાધિ, ભક્તિ, આવશ્યક, શુદ્ધોપયોગ વગેરેનું વર્ણન આ નિયમસાર પરમાગમ મુખ્યત્વે મોક્ષમાર્ગના નિરૂપચાર નિરૂપણનો અનુપમ ગ્રંથ છે. “નિયમ” એટલે જે અવશ્ય કરવા યોગ્ય હોય તે અર્થાત્ રત્નત્રય. “નિયમસાર એટલે નિયમનો સાર અર્થાત્ શુદ્ધ રત્નત્રય. આ શુદ્ધ રત્નત્રયની પ્રાપ્તિ પરમાત્મતત્ત્વનો આશ્રય કરવાથી જ થાય છે. નિગોદથી માંડીને સિદ્ધ સુધીની સર્વ અવસ્થાઓમાં - અશુભ, શુભ કે શુદ્ધ વિશેષોમાં રહેલું જે નિત્ય- નિરંજન ટંકોત્કીર્ણ શાશ્વત એકરૂપ શુદ્ધ દ્રવ્યસામાન્ય તે પરમાત્માતત્ત્વ છે. તે જ શુદ્ધ અંતઃતત્ત્વ, કારણપરમાત્મા, પરમ પારિણામિકભાવ વગેરે નામોથી કહેવાય છે. આ પરમાત્માતત્ત્વની ઉપલબ્ધિ અનાદિ કાળથી અનંત અનંત દુઃખને અનુભવતા જીવે એક ક્ષણમાત્ર પણ કરી નથી અને તેથી સુખ માટેના તેના સર્વ પ્રયત્નો (દ્રવ્યલિંગી મુનિના વ્યવહાર-રત્નત્રય સુદ્ધાં) સર્વથા વ્યર્થ ગયા છે. માટે આ પરમાગમનો એકમાત્ર ઉદ્દેશ જીવોને પરમાત્માતત્ત્વની ઉપલબ્ધિ અથવા આશ્રય કરાવવાનો છે. હું ધ્રુવ શુદ્ધ આત્મદ્રવ્યસામાન્ય છું' એવી સાનુભવ શ્રદ્ધા પરિણતિથી માંડીને પરિપૂર્ણ લીનતા સુધીની કોઈ પણ પરિણતિને પરમાત્મ તત્ત્વનો આશ્રય, પરમાત્મતત્ત્વનું અવલંબન, પરમાત્મતત્ત્વ પ્રત્યે ઝોક, પરમાત્મતત્ત્વ પ્રત્યે વલણ, પરમાત્મતત્ત્વ પ્રત્યે સન્મુખતા, પરમાત્મતત્વની ઉપલબ્ધિ, પરમાત્મતત્ત્વની ભાવના, પરમાત્મતત્ત્વનું ધ્યાન વગેરે શબ્દોથી કહેવાય છે. શાસ્ત્રકાર આચાર્યભગવાને અને ટીકાકાર મુનિવરે આ પરમાગમના પાને પાન જે અનુભવસિદ્ધ પરમ સત્ય પોકાર્યું છે તેનો સાર આ પ્રમાણે છે : હે જગતના જીવો! તમારા સુખનો એકમાત્ર ઉપાય પરમાત્મતત્ત્વનો આશ્રય છે. સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધ સુધીની સર્વ ભૂમિકાઓ તેમાં સમાય છે. પરમાત્મતત્વનો જઘન્ય આશ્રય તે સમ્યગ્દર્શન છે; તે આશ્રય મધ્યમ કોટિની ઉગ્રતા ધારણ કરતાં જીવને દેશચારિત્ર, સકલચારિત્ર વગેરે દશાઓ પ્રગટ થાય છે અને પૂર્ણ આશ્રય થતાં કેવળજ્ઞાન અને સિદ્ધત્વ પામી જીવ સર્વથા કૃતાર્થ થાય છે. આ રીતે પરમાત્મતત્વનો આશ્રય જ સમ્યગ્દર્શન છે, તે જ સમ્યજ્ઞાન છે, તે જ સમ્મચારિત્ર છે; તે જ સત્યાર્થ પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના, પ્રાયશ્ચિત, સામાયિક, ભક્તિ, આવશ્યક, સમિતિ, ગુપ્તિ, સંયમ, તપ, સંવર, નિર્જરા, ધર્મ-શુક્લધ્યાન વગેરે બધું ય છે. એવો એકપણ મોક્ષના કારણરૂપ ભાવ નથી જે પરમાત્મતત્ત્વના આશ્રયથી અન્ય હોય. પરમાત્મતત્વના આશ્રયથી અન્ય એવા ભાવોને - વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર પ્રત્યાખ્યાન વગેરે શુભ વિકલ્પરૂપ ભાવોને - મોક્ષમાર્ગ કહેવામાં આવે છે, તે તો કેવળ ઉપચારથી કહેવામાં આવે છે. પરમાત્મતત્વના મધ્યમ કાટિના અપરિપક્વ આશ્રય વખતે એ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ પરિપક્વતાને લીધે સાથે સાથે જે અશુદ્ધિરૂપ અંશ વિદ્યમાન હોય છે તે અશુદ્ધિરૂપી અંશ જ વ્યવહાર પ્રતિક્રમણાદિ અનેક અનેક શુભ વિકલ્પાત્મક ભાવારૂપે દેખાવ દે છે. તે અશુદ્ધિ અંશ ખરેખર મોક્ષમાર્ગ કેમ હોઈ શકે ? તે તો ખરેખર મોક્ષમાર્ગથી વિરુદ્ધ ભાવ છે, બંધ ભાવ જ છે એમ તમે સમજો. વળી, દ્રવ્યલિંગી મુનિને જે પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન વગેરે શુભભાવો હોય છે તે ભાવો તો દરેક જીવ અનંતવાર કરી ચૂક્યો છે, પરંતુ તે ભાવો તેને કેવળ પરિભ્રમણનું કારણ જ થયા છે કારણ કે પરમાત્મતત્વના આશ્રય વિના આત્માનું સ્વભાવ પરિણમન અંશે પણ નહિ થતું હોવાથી તેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ અંશમાત્ર પણ હોતી નથી. સર્વ જિનેન્દ્રોના દિવ્યધ્વનિનો સંક્ષેપ અને અમારા સ્વસંવેદનનો સાર એ છે કે ભયંકર સંસાર રોગનું એકમાત્ર ઔષધ પરમાત્મતત્ત્વનો આશ્રય જ છે. જ્યાં સુધી જીવની દષ્ટિ ધ્રુવ અચળ પરમાત્મતત્ત્વ ઉપર ન પડતાં ક્ષણિક ભાવો ઉપર રહે છે ત્યાં સુધી અનંત ઉપાયે પણ તેના કૃતક ઔપાધિક ઉછાળા - શુભાશુભ વિકલ્પો શમતાં નથી, પરંતુ જ્યાં તે દષ્ટિને પરમાત્મતત્ત્વરૂપ ધ્રુવ આલંબન હાથ લાગે છે ત્યાં તે જ ક્ષણે તે જીવ (દષ્ટિ અપેક્ષાએ) કૃતકૃત્યતા અનુભવે છે, (દષ્ટિ અપેક્ષાએ) વિધિ-નિષેધ વિલય પામે છે, અપૂર્વ સમરસ ભાવનું વેદના થાય છે, નિજ સ્વભાવરૂપ પરિણમનનો પ્રારંભ થાય છે અને કૃતક ઔપાધિક ઉછાળા ક્રમે ક્રમે વિરામ પામતાં જાય છે. આ નિરંજન નિજ પરમાત્મતત્વના આશ્રયરૂપ માર્ગે જ સર્વ મુમુક્ષુઓ ભૂતકાળે પંચમગતિને પામ્યા છે, વર્તમાન કાળે પામે છે અને ભાવી કાળે પામશે. આ પરમાત્મતત્ત્વ સર્વ તત્ત્વોમાં એક સાર છે, ત્રિકાળનિરાવરાણ, નિત્યાનંદ એકસ્વરૂપ છે, સ્વભાવ અનંત ચતુષ્ટથી સનાથ છે, સુખ સાગરનું પૂર છે, કલેશોદધિનો કિનારો છે, ચારિત્રનું મૂળ છે, મુક્તિનું કારણ છે. સર્વ ભૂમિકાના સાધકોને તે જ એક ઉપાદેય છે. હે ભવ્ય જીવો! આ પરમાત્મતત્ત્વનો આશ્રય કરી તમે શુદ્ધ રત્નત્રય પ્રગટ કરો. એટલું ન કરી શકો તો સમ્યગ્દર્શન તો અવશ્ય કરો જ. એ દશા પણ અભૂતપૂર્વ અને અલૌકિક છે. આમ આ પરમ પવિત્ર શાસ્ત્રને વિષે મુખ્યત્વે પરમાત્મતત્વ અને તેના આશ્રયથી પ્રગટતા પર્યાયોનું વર્ણન હોવા છતાં, સાથે સાથે દ્રવ્ય-ગુણ-પર્યાય, છ દ્રવ્યો, પાંચ ભાવો, વ્યવહાર-નિશ્ચયનયો, વ્યવહાર ચારિત્ર, સમ્યગ્દર્શન પ્રાપ્તિમાં પ્રથમ તો અન્ય સમ્યગ્દષ્ટિ જીવની દેશના જ નિમિત્ત હોય (મિથ્યાષ્ટિ જીવની નહિ) એવો અબાધિત નિયમ, પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ, કેવળજ્ઞાન, કેવળદર્શન, કેવળીનું ઈચ્છારહિતપણું વગેરે અનેક વિષયોનું સંક્ષિપ્ત નિરૂપણ પણ કરવામાં આવ્યું છે. આ રીતે ઉપરોક્ત પ્રયોજનભૂત વિષયોને પ્રકાશતું આ શાસ્ત્ર વસ્તુસ્વરૂપનો યથાર્થ નિર્ણય કરી પરમાત્મતત્ત્વની પ્રાપ્તિ કરવા ઇચ્છનાર જીવને મહા ઉપકારી છે. અંત તત્ત્વરૂપ અમૃતસાગર પરમીટ માંડીને જ્ઞાનાનંદના તરંગો ઉછળતા મહા મસ્ત મુનિવરોના અંતરવેદનમાંથી નીકળેલા ભાવોથી ભરેલું આ પરમાગમ નંદનવન સમાન આહલાદકારી છે. મુનિવરોના હૃદયકમળમાં વિરાજમાન અંતઃસ્વરૂપ અમૃતસાગર પરથી અને શુદ્ધોપયોગરૂપ અમૃતઝરણાં પરથી વહેતો શ્રતરૂપ શીતળ સમીર જાણે કે અમૃતશીકરોથી મુમુક્ષુઓના ચિત્તને પરમ શીતળીભૂત કરે છે. આવું શાંત રસમય પરમ આધ્યાત્મિક શાસ્ત્ર આજે પણ વિદ્યમાન છે. એકેક અક્ષર શાશ્વત, ટંકોત્કીર્ણ, પરમ સત્ય, નિરપેક્ષ કારાણશુદ્ધ પર્યાય, સ્વરૂપ પ્રત્યક્ષ સહજજ્ઞાન વગેરે Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ વિષયોનું નિરૂપણ કરીને તો મુનિવરોએ અધ્યાત્મની અનુભવગમ્ય અત્યંત સૂક્ષ્મ અને ગહન વાતને આ શાસ્ત્રમાં ખુલ્લી કરી છે. આ શાસ્ત્રમાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવની પ્રાકૃત ગાથાઓ પર તાત્પર્યવૃત્તિ નામની સંસ્કૃત ટીકા લખનાર મુનિવર શ્રી પદ્મપ્રભમલધારિદેવ છે. આ નિયમસારમાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદવે ૧૮૭ગાથાઓ પ્રાકૃતમાં રચી છે. અનંત સિદ્ધભગવંતો કઈ રીતે સિદ્ધિ પામ્યા તેનો ઇતિહાસ આમાં મૂકી દીધો છે. આ ગ્રંથ મુનિરાજે પોતાના દૈનિક પાઠ માટે રચ્યો છે. અને એને ૧૨ અધિકારોમાં વિભક્ત કરવામાં આવ્યો છે. આ બાર અધિકારો આ પ્રમાણે છે. ૧) જીવ અધિકાર ૭) પરમ-આલોચના અધિકાર ૨) અજીવ અધિકાર ૮) શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત અધિકાર ૩) શુદ્ધભાવ અધિકાર ૯) પરમ-સમાધિ અધિકાર ૪) વ્યવહારચારિત્ર અધિકાર ૧૦) પરમ-ભક્તિ અધિકાર ૫) પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર ૧૧) નિશ્ચય-પરમાવશ્યક અધિકાર ૬) નિશ્ચય -પ્રત્યાખ્યાન અધિકાર ૧૨) શુદ્ધોપયોગ અધિકાર ૧. જીવ અધિકારઃ આ અધિકારમાં ૧૯ ગાથાઓ છે. મંગલાચરણ અને ગ્રંથપ્રતિજ્ઞા બાદ મોક્ષ અને મોક્ષમાર્ગની ચર્ચા કરવામાં આવી છે. નિયમસાર’ નામની સાર્થકતા બતાવતા કહે છે કે નિયમથી જે કરવા યોગ્ય છે તે દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ કાર્ય છે, આ જ નિયમ છે. મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રરૂપ વિપરીત ભાવોના પરિવારને માટે નિયમ’ની સાથે સાર” શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ પછી રત્નત્રયરૂપ નિયમનું નિરૂપણ છે. સૌથી પ્રથમ સમ્યગ્દર્શનનું સ્વરૂપ બતાવતા આચાર્ય કહે છે કે આપ્ત, આગમ અને તત્ત્વોની શ્રદ્ધાન જ સમ્યગ્દર્શન છે. જે અઢાર દોષોથી રહિત, જ્ઞાનાદિ અનંતગુણોથી યુક્ત અને કેવળજ્ઞાનાદિ પરમ વૈભવથી સંયુક્ત હોય છે તે આમ છે. આતના મુખારવિંદથી નીકળેલી અને પૂર્વાપર દોષ રહિત શુદ્ધ વાણીને આગમ કહે છે. અનેક ગુણ-પર્યાયોથી સંયુક્ત જીવ, પુલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ તત્ત્વાર્થ છે જીવ અને અજીવ (પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ) અને તેમની પર્યાયો જ તત્ત્વાર્થ છે. આ પ્રમાણે આઠ ગાથાઓ તો આરંભિક ભૂમિકા છે. નવમી ગાથામાં છ દ્રવ્યોના નામ બતાડીદસમી ગાથાથી જીવદ્રવ્યની ચર્ચા આરંભ થાય છે અને જે બાકીની દશ ગાથાઓમાં સમાપ્ત કરવામાં આવી છે. Page #333 -------------------------------------------------------------------------- ________________ ३२० જીવ ઉપયોગમય છે, ઉપયોગ જ્ઞાન અને દર્શન છે. જ્ઞાન ઉપયોગ બે પ્રકારનું છે. (૧) સ્વભાવ જ્ઞાનોપયોગ (૨) વિભાવ જ્ઞાનોપયોગ. જે જ્ઞાન ઇન્દ્રિયાદિક બાહ્ય પદાર્થોની સહાયતા વિનાસ્વતઃ જ જાણવામાં સમર્થ છે, એ શુદ્ધ જ્ઞાનસ્વભાવ જ્ઞાનોપયોગ છે. વિભાવ જ્ઞાનોપયોગ બે પ્રકારનું છે. (૧) સમ્યક વિભાવ જ્ઞાનોપયોગ (૨) મિથ્યા વિભાવ જ્ઞાનોપયોગ સમ્યક વિભાવ જ્ઞાનોપયોગના ચાર ભેદ છે : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન. મિથ્યા વિભાવ જ્ઞાનોપયોગના ત્રણ ભેદ છેઃ કુમતિજ્ઞાન, કુશ્રુતજ્ઞાન અને કુઅવધિજ્ઞાન. દર્શન ઉપયોગ પણ બે પ્રકારનું છે. (૧) સ્વભાવ દર્શનોપયોગ (૨) વિભાવ દર્શનોપયોગ. જે શુદ્ધ છે અને ઇન્દ્રિયની સહાયતા વિના વગર થાય છે તે સ્વભાવ દર્શનોપયોગ છે. વિભાવ દર્શનોપયોગ ત્રણ પ્રકારનું છેઃ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન. એના પછી જીવની પર્યાયોનું વર્ણન છે. નિરપેક્ષ(સ્વભાવપર્યાય) અને સ્વપરાપેક્ષ (વિભાવ પર્યાય)ના ભેદથી પર્યાય પણ બે પ્રકારની છે. મોક્ષ કર્મોપાધિરહિત નિરપેક્ષ (સ્વભાવ) પર્યાય છે. નર, નારક, તિર્યંચ, દેવરૂપ કર્મોપાધિ સહિત પર્યાયો સ્વપરાપેક્ષ (વિભાવ) પર્યાય છે. કર્મભૂમિ અને ભોગભૂમિજમાં જન્મ લેવાની અપેક્ષાથી મનુષ્યના કર્મભૂમિ અને ભોગભૂમિજ એવા બે ભેદ છે. પૃથ્વીના ભેદથી નરક સાત પ્રકારની છે. તિર્યંચ ચૌદ પ્રકારના અને દેવ ચાર પ્રકારના છે. વ્યવહારનયથી આત્મા પુદ્ગલકર્મનો કર્તા-ભોક્તા છે અને નિશ્ચયનયથી કર્મજનિત ભાવનો કર્તા-ભોક્તા છે. દ્રવ્યાર્થિકનયથી પૂર્વકથિત પર્યાયથી ભિન્ન છે અને પર્યાયાર્થિકનયથી એ પર્યાયથી સંયુક્ત છે. અજીવ અધિકાર : આ અધિકાર ૨૦ થી ૩૭ ગાથા સુધી છે. જેમાં પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ આ પાંચ અચેતન દ્રવ્યોનું સામાન્ય વર્ણન છે. પ્રારંભની દસ ગાથાઓ પુગલના ભેદ-પ્રભેદો સહિત કથન છે. પુદ્ગલ દ્રવ્ય બે પ્રકારનું છે. (૧) સ્કંધ (૨) પરમાણુ સ્કંધ ઇન્દ્રિયોથી ગ્રાહ્ય છે અને તે છ પ્રકારનું છે. અતિપૂલ, ધૂલ, સ્થૂલસૂક્ષ્મ, સૂક્ષ્મણૂલ, સૂક્ષ્મ અને સૂક્ષ્મસૂક્ષ્મ. ભૂમિ, પર્વતાદિ અતિસ્થૂલ સ્કંધ છે. ઘી, તેલ, જલ આદિ ધૂળ ખંધ છે. છાયા, અંધકાર, Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૨૧ આતપ આદિ સ્થૂલ-સૂક્ષ્મ સ્કંધ છે. ચાર ઇન્દ્રિયોના વિષયભૂત સ્કંધ સૂક્ષ્મસ્થૂલ છે. કર્મવર્ગણાને યોગ્ય સ્કંધ સૂક્ષ્મ છે અને કર્મવર્ગણાઓને અયોગ્ય સ્કંધ અતિસૂક્ષ્મ છે. કારણપરમાણુ અને કાર્યપરમાણુના ભેદથી પરમાણુ પણ બે પ્રકારના છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ - આ ચાર ધાતુઓના હેતુ કારણપરમાણુ છે. સ્કંધોના અવસાન (અંતિમ અવિભાગ અંશ) કાર્યપરમાણુ છે. સ્વયં જ આદિ, સ્વયં જ મધ્ય અને સ્વયં જ અંત સહિત, ઇન્દ્રિયોથી અગ્રાહ્ય તથા અવિભાગી પુદ્ગલદ્રવ્ય જ પરમાણુ છે. અન્યની અપેક્ષા રહિત પરિણામ સ્વભાવપર્યાય છે. પરમાણુ પુદ્ગલની શુદ્ધ પર્યાય છે, કારણ કે તે અન્યની અપેક્ષા રહિત પરિણામ છે. સ્કંધરૂપ પરિણામ વિભાવપર્યાય છે, કારણ કે એ અન્ય પરમાણુઓથી સાપેક્ષ હોય છે. નિશ્ચયથી પરમાણુને અને વ્યવહારથી સ્કંધને પુદ્ગલદ્રવ્ય કહે છે. આ પ્રમાણે સ્વભાવપુદ્ગલ, વિભાવપુદ્ગલ અને સ્વભાવપર્યાય, વિભાવપર્યાયના કથન કરીને પછી આચાર્ય એક ગાથામાં ધર્મ, અધર્મ અને આકાશ અને બે ગાથાઓમાં કાળનું વર્ણન કરે છે. જે જીવ અને પુદ્ગલોના ગમનમાં નિમિત્ત હોય તે ધર્મદ્રવ્ય, જે એ બન્નેની ગમનપૂર્વક સ્થિતિમાં નિમિત્ત હોય તે અધર્મદ્રવ્ય તથા જે બધા જ દ્રવ્યોને અવગાહનમાં નિમિત્ત હોય તે આકાશદ્રવ્ય છે. વ્યવહારકાળ બે પ્રકારનું છે. (૧) સમય અને (૨) આવિલ. અથવા ત્રણ પ્રકારનું છે. (૧) ભૂત (૨) વર્તમાન અને (૩) ભવિષ્ય. ત્યાર બાદ ૩૪ થી ૩૭ ગાથાઓ સુધી ચાર ગાથાઓમાં ચૂલિકારૂપ છે, જેમાં સમસ્ત દ્રવ્ય સંબંધી વિશેષ જાણકારી આપવામાં આવી છે, જે આ પ્રકારે છે : કાળને છોડીને બાકીના પાંચ દ્રવ્યો અસ્તિકાય છે. બહુપ્રદેશીપણું એ જ અસ્તિકાય છે. કાળ બહુપ્રદેશી નથી. મૂર્ત દ્રવ્યના સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશ હોય છે. ધર્મ, અધર્મ અને જીવના અસંખ્યાત પ્રદેશ છે. લોકાકાશ પણ અસંખ્યાત પ્રદેશ છે અને અલોકાકાશના અનંત પ્રદેશ છે. કાળ એક પ્રદેશી છે. પુદ્ગલદ્રવ્ય મૂર્ત છે, બાકીના બધા દ્રવ્યો અમૂર્ત છે. જીવ ચૈતન્યમય છે, બાકીના દ્રવ્ય અચેતન છે. આ પ્રમાણે છ દ્રવ્યોનું સામાન્ય સ્વરૂપથી સંક્ષિપ્ત કથન કરવામાં આવ્યું છે. આ અધ્યાત્મ ગ્રંથમાં વિસ્તૃત કથન કરવાનું ઉચિત નથી. આ પ્રમાણે બીજો અજીવ અધિકાર પૂર્ણ થયો. ૩. શુદ્ધભાવ અધિકાર ઃ ગાથા ૩૮ થી ૪૪ સુધી જીવાદિ બાહ્ય તત્ત્વોને હેય તથા કર્મોપાધિજનિત ગુણ-પર્યાયોથી ભિન્ન આત્માને ઉપાદેય કહ્યો છે. Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ જીવમાં સ્વભાવસ્થાન, માનાપમાન સ્થાન, હર્ષભાવનાસ્થાન, અહર્ષસ્થાન, બંધ સ્થાન(પ્રકૃત્તિ, સ્થિતિ, અનુભાગ, બંધ), ઉદય સ્થાન, ક્ષયોપશમભાવના સ્થાન, ઔદયિક ભાવના સ્થાન, ઉપશમભાવના સ્થાન, જીવ સ્થાન, માર્ગણા સ્થાન, ચાર ગતિના ભવોમાં પરિભ્રમણ, જન્મ, જરા, મરણ, શોક, રોગ, કુલ, યોનિ, વર્ણ, રસ, ગંધ, સ્પર્શ, સ્ત્રી-પુરુષ-નપુંસકાદિ પર્યાયો, સંસ્થાન અને સંહનન નિશ્ચયનયથી નથી, પરંતુ વ્યવહારનયથી છે. શુદ્ધ નિશ્ચયનયથી શુદ્ધ જીવને સમસ્ત વિભાવ-સ્વભાવોના, સંસાર વિકારોના અને પૌદ્ગલિક વિકાર સમૂહના અભાવ છે. કારણ કે ઉક્ત બધા જ ભાવ પરસ્વભાવ છે, પરદ્રવ્ય છે; એટલે હેય છે. નિશ્ચયનયથી આત્મા નિર્દક, નિર્દ, નિર્મમ, નિઃ રાગ, નિઃ શરીર, નિરાલંબ, નિર્દોષ, નિર્મૂઢ, નિર્ભય, નિગ્રંથ, નિઃશલ્ય, નિષ્કામ, નિઃ ક્રોધ, નિર્માન, નિર્મદ, અરસ, અરૂપ, અગંધ, અવ્યક્ત, અશબ્દ, અલિંગગ્રહણ, અનિર્દિષ્ટ સંસ્થાન, સર્વદોષવિમુક્ત અને ચેતના ગુણવાળો છે. આ પ્રકારે આત્મા સ્વદ્રવ્ય હોવાથી ઉપાદેય છે. - શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી સિદ્ધ અને સંસારી જીવોમાં અંતર નથી. જેવો સિદ્ધ આત્મા છે, સંસારી જીવ પણ એવા જ છે. જે પ્રમાણે લોકાગ્રમાં સ્થિત સિદ્ધ ભગવાન અશરીરી, અવિનાશી, અતીન્દ્રિય, નિર્મળ અને વિશુદ્ધાત્મા છે તે પ્રમાણે બધા સંસારી જીવ છે. આના પછી ૫૧ થી ૫૫ ગાથા સુધી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાનને સમજાવતાં આચાર્યદવ કહે છે કે ચળતા, મલિનતા, અગાઢતા અને વિપરીત અભિનિવેશથી રહિત શ્રદ્ધાને જ સમ્યગ્દર્શન છે. સંશય, વિભ્રમ, વિમોહથી રહિત, હેય-ઉપાદેય તત્ત્વોને જાણવારૂપ ભાવ સમ્યજ્ઞાન છે. આ પ્રમાણે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને એના વિષયભૂત જીવાદિ તત્ત્વાર્થોનું વર્ણન કરીને હવે ચારિત્રનું વર્ણન કરવામાં આવશે. ૪. વ્યવહારચારિત્ર અધિકારઃ આ અધિકારમાં સર્વ પ્રથમ હિંસા, જુઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહની નિવૃત્તિરૂપ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ આ પાંચ વ્રતોનું વર્ણન છે. તે ઉપરાંત પાંચ સમિતિ - ઇર્ષા, ભાષા, એષણા, આદાન-નિક્ષેપણ અને પ્રતિષ્ઠાપન-નું નિરૂપણ છે. તે પછી કહે છે, વ્યવહારનયથી કલુષણા, મોહ, સંજ્ઞા, રાગ, દ્વેષાદિ અશુભભાવોનો પરિહાર મનોગુપ્તિ છે. વ્યવહારનયથી પાપના હેતુભૂત સ્ત્રીકથા, રાજકથા, ચોરકથા, ભક્તકથા આદિ વચનોનો ત્યાગ વચનગુપ્તિ છે. નિશ્ચયનયથી અસત્યાદિની નિવૃત્તિવાળા વચનો અથવા મૌન વચનગુપ્તિ છે. વ્યવહારનયથી બંધન, છેદન, મારણ, સંકોચન અને પ્રસારણ આદિ કાયક્રિયાઓની નિવૃત્તિરૂપ કાયગુપ્તિ છે. નિશ્ચયનયથી કાયક્રિયાઓની નિવૃત્તિરૂપકાયોત્સર્ગ જકા ગુપ્તિ છે અથવા હિંસાદિની નિવૃત્તિ કાયમુક્તિ છે. આ ૫૬થી ૭૦ ગાથાઓમાં છે. Page #336 -------------------------------------------------------------------------- ________________ [૩૨૩ આના પછી ૭૧ ગાથાથી પંચપરમેષ્ઠીનું સ્વરૂપ બતાવતાં કહે છે કે ઘાતિકર્મથી રહિત, કેવળજ્ઞાનાદિ ગુણોથી યુક્ત, ચોત્રીસ અતિશયોથી સંયુક્ત અરહંત હોય છે. અષ્ટ કર્મોથી રહિત, આઠ ગુણોથી અલંકૃત, લોકાગ્રમાં સ્થિત, પરમ નિત્ય સિદ્ધ હોય છે. ઇન્દ્રિયોને વશ કરવામાં પંચાચારોથી પરિપૂર્ણધીર-ગુણગંભીર આચાર્ય હોય છે. નિઃકાંક્ષિતભાવથી સહિત, રત્નત્રયથી યુક્ત જિનકથિત પદાર્થોના શૂરવીર ઉપદેશક ઉપાધ્યાય હોય છે. સમસ્ત વ્યાપાર રહિત, નિર્મોહ, નિગ્રંથ અને ચતુર્વિધ આરાધનમાં રત સાધુ હોય છે. આચાર્યે વ્રત અને ગુમિને તો નકારાત્મક રૂપથી વર્ણવ્યા છે અને પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ નકારાત્મક અને સકારાત્મક બન્ને પ્રકારથી બતાવ્યું છે. પંચ પરમેષ્ઠીના ગુણોમાં અંતરંગ અને બહિરંગ બન્નેનું વર્ણન છે. આ પ્રમાણે વ્યવહારચારિત્રના અંતર્ગત આચાર્યે પાંચ વ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુમિ અને પંચ પરમેષ્ઠીની ભકિતને લીધા છે. છેલ્લી ૭૬ મી ગાથામાં નિશ્ચયચારિત્રની સૂચનાનું કથન છે. પરમ પંચમભાવમાં લીન, પંચમગતિના હેતુભૂત, શુદ્ધ નિશ્ચયાત્મક પરમચારિત્ર દેખવા યોગ્ય છે. ૫. પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર : વ્યવહાર ચારિત્રનું વર્ણન કરીને હવે આચાર્યદવ નિશ્ચયચારિત્રનું વર્ણન કરે છે. જેમાં સર્વ પ્રથમ ગાથા ૭૭ થી ૯૪ સુધી પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર છે, જે નિશ્ચય ચારિત્રની અંતર્ગત છે અને એના પછી જેટલા અધિકાર છે એ બધા નિશ્ચય ચારિત્રના મહાધિકારની અંતર્ગત જ છે. અર્થાત્ એ બધામાં ભિન્ન ભિન્ન પ્રકારથી નિશ્ચય ચારિત્રનું જ વર્ણન કરવામાં આવ્યું છે. આ અધિકારની પ્રથમ પાંચ ગાથાઓમાં ૭૦ થી ૮૧ સુધી જેને પંચરત્ન કહે છે, તેમાં નારકાદિ, ગુણસ્થાનાદિ, બાલાદિ, રાગાદિ અને ક્રોધાદિ ભાવોનું નિશ્ચયથી આત્મા કર્તા, કારયિતા, અનુમંતા અને કારણ નથી - એવું બતાવવામાં આવ્યું છે. અહીં શુદ્ધ આત્માને સકળ કર્તુત્વનો અભાવ દર્શાવે છે. હવે ૮૨મી ગાથામાં કહે છે આવા ભેદ અભ્યાસથી માધ્યસ્થ ભાવની ઉત્પત્તિ થાય છે તેને નિશ્ચય ચારિત્ર કહે છે. તે ચારિત્રને દઢ કરવા નિમિત્તે પ્રતિક્રમણ આદિહોય છે તેથી તેનું વર્ણન કરવામાં આવશે. ભૂતકાળમાં થયેલા દોષોનું પરિહાર કરવા માટે પ્રાયશ્ચિત કરવામાં આવે છે, તે પ્રતિક્રમણ છે. જે આત્માને ધ્યાવે છે તેને પ્રતિક્રમણ હોય છે. નિશ્ચયથી તો ધ્યાન જ પ્રતિક્રમણ છે. વ્યવહારથી શાસ્ત્રમાં કહ્યા અનુસાર આચરણ કરવું પણ પ્રતિક્રમણ છે. પ્રતિક્રમણ કેવી રીતે થાય? એ બતાવતા આચાર્ય ૮૩થી૮૧ ગાથા કહે છે. વચન રચના છોડીને, રાગાદિ ભાવોનું નિવારણ કરીને, જે આત્માને ધ્યાવે છે, વિરાધનાને છોડીને આરાધનામાં વર્તે છે, અનાચારને છોડીને આચારમાં સ્થિર ભાવ કરે છે, ઉન્માર્ગનો ત્યાગ કરીને, જિનમાર્ગમાં સ્થિર ભાવ કરે છે, શલ્યભાવ (નિદાનશલ્ય, માયાશલ્ય અને મિથ્યાત્વશલ્ય) છોડીને નિઃશલ્યભાવમાં પરિણમિત થાય છે, અગુપ્રિભાવ છોડીને ત્રિગુમિગુપ્ત રહે છે, આતેમજ રૌદ્રધ્યાનને છોડીને ધર્મ અને શુક્લધ્યાનને ધ્યાને છે, મિથ્યાદર્શનાદિક ભાવોને ત્યજીને સમ્યકદર્શન-જ્ઞાન-ચારિત્રને જે જીવ ભાવે છે તેને જ પ્રતિક્રમણ છે. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ આચાર્ય તો ત્યાં સુધી કહે છે આ જીવ જ પ્રતિક્રમણ કહેવાય છે કારણ કે ઉક્ત બધા ભાવ પ્રતિક્રમણમય છે. અંતમાં ૯૨-૯૩ ગાથામાં આચાર્ય ધ્યાનને જ ઉત્તમાર્થનું પ્રતિક્રમણ અને અતિચારનું પ્રતિક્રમણ સિદ્ધ કરતાં કહે છે કે ઉત્તમાર્થમાં (ઉત્તમ પદાર્થ આત્મા છે) સ્થિત મુનિઓ કર્મોનો ઘાત કરે છે. એટલે ધ્યાન જ ઉત્તમાર્થનું પ્રતિક્રમણ છે. અને ધ્યાનમાં લીન મુનિ સર્વ દોષોના પરિત્યાગ કરે છે. એટલે ધ્યાન જ સર્વ અતિચારોનું પ્રતિક્રમણ છે. સંક્ષેપમાં એમ કહી શકાય કે આત્મઆરાધના જ વસ્તુતઃ પરમાર્થ પ્રતિક્રમણ છે. આ જ આ અધિકારનું મૂળ પ્રતિપાદન છે. આ અધિકારની છેલ્લી ગાથા૯૪માં આચાર્ય વ્યવહાર પ્રતિક્રમણનું સફળપણું કહ્યું છે. ‘પ્રતિક્રમણ નામના સૂત્રમાં જે પ્રમાણે પ્રતિક્રમણ વર્ણવામાં આવ્યું છે તે પ્રમાણે જાણીને જે ભાવે છે તેને ત્યારે પ્રતિક્રમણ છે.’ આ રીતે નિશ્ચય પ્રતિક્રમણનો અધિકાર સમાપ્ત થાય છે. થોડીક વ્યાખ્યાઓ : પ્રતિક્રમણ = કરેલા દોષોનું નિરાકરણ કરવું તે. પ્રતિસરણ = સમ્યક્ત્વાદિ ગુણોમાં પ્રેરણા. પરિહાર મિથ્યાત્વ, રાગાદિ દોષોનું નિવારણ. = ધારણા = બાહ્ય આલંબન દ્વારા ચિત્તને સ્થિર કરવું તે. નિવૃત્તિ નિંદા ગૃહા શુદ્ધિ = બાહ્ય વિષયકષાયાદિ ઇચ્છામાં વર્તતા ચિત્તને પાછું વાળવું તે. આત્મસાક્ષીએ દોષોનું પ્રગટ કરવું તે. = = ગુરુ સાક્ષીએ દોષોનું પ્રગટ કરવું તે. = દોષ થતાં પ્રાયશ્ચિત લઈને વિશુદ્ધિ કરવી તે. ૬. નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર ઃ ગાથા ૯૫ થી ૧૦૬. આ બાર ગાથાઓમાં નિબદ્ધ આ અધિકારમાં આચાર્ય કહે છે કે જે સમસ્ત જલ્પને છોડીને અનાગત શુભાશુભનું નિવારણ કરીને આત્માને ધ્યાવે છે, જે નિઃકષાય, દાન્ત, શૂરવીર, વ્યવસાયી, સંસારથી ભયભીત છે અને જીવ અને કર્મના ભેદનો અભ્યાસ કરે છે તેને પ્રત્યાખ્યાન હોય છે. આ પ્રમાણે જીવ અને કર્મનો ભેદ અભ્યાસપૂર્વક ધ્યાન અને સન્યાસની વિધિ બતાવતાં આચાર્ય કહે છે કે જ્ઞાની એમ ચિંતવન કરે છે - ‘હું પ્રકૃત્તિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગબંધથી રહિત કેવળજ્ઞાન Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ દર્શન-ભક્તિ-સુખસ્વરૂપ છું, હું મમત્વને છોડીને નિર્મમત્વમાં સ્થિર રહું છું, હું તો ક્યારેય પરભાવોને ગ્રહણ કરું છું, ન તો ક્યારેય સ્વભાવને છોડું છું, હું તો માત્ર જ્ઞાતા-દષ્ટા છું, આત્મા જ મારું આલંબન છે, હું તેમાં જ સ્થિર રહું છું, જ્ઞાન, દર્શન, ચારિત્ર, સંવર, યોગ, પ્રત્યાખ્યાનમાં સર્વત્ર એક આત્મા જ ઉપાદેય છે, બાકી બધા સંયોગીભાવ બાહ્ય છે એટલે હેય છે.’ ગાથા ૧૦૨માં કહે છે “જ્ઞાન-દર્શન લક્ષણવાળો શાશ્વત એક આત્મા મારો છે, બાકીના બધા સંયોગલક્ષણ ભાવો મારાથી બાહ્ય છે.” એકત્વ ભાવનારૂપે પરિણમેલા સમ્યજ્ઞાનીનું લક્ષણનું આ કથન છે. આ પ્રમાણે નિર્વિકલ્પ ધ્યાનની તરફ આગળ વધતો જ્ઞાની આત્મગત દોષોનો સ્વીકાર કરીને એમને મન-વચન-કાયાથી છોડીને, અંતરંગ ભાવશુદ્ધિ હેતુ વિચાર કરે છે કે મને કોઈનાથી વેર નથી, બધા જીવો પ્રત્યે મને સમતા છે; એટલે હવે હું આશાને છોડીને સમાધિને પ્રાપ્ત કરું છું. આ પ્રકારે જે ભેદઅભ્યાસપૂર્વક સમાધિને પ્રાપ્ત કરે છે એ સંયત નિયમથી પ્રત્યાખ્યાન ધારણ કરવામાં સમર્થ છે. આ પ્રમાણે નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર સમાપ્ત થયો. ૭. પરમ-આલોચના અધિકાર : બે ગાથાઓ ૧૦૦-૧૦૮માં આલોચનાનું સ્વરૂપનું કથન કરવામાં આવ્યું છે. નોકર્મ ને કર્મથી રહિત તથા વિભાવ ગુણપર્યાયોથી વ્યતિરિક્ત આત્માને જે ધાવે છે તે શ્રમણને આલોચના છે. આ નિશ્ચય આલોચનાના સ્વરૂપનું કથન છે. ઔદારિક, વૈક્રિયક, આહારક, તેજસ અને કામણ શરીરો તે નોકર્મ છે. જ્ઞાનાવરણીયાદિષ્ટ કર્મ તે કર્મ છે. મતિજ્ઞાનાદિ તે વિભાવ ગુણો છે અને નર-નારકાદિ વ્યંજનપર્યાયો તે જ વિભાવપર્યાયો છે. પરમાત્મા આ બધાથી ભિન્ન છે. ઘોર સંસારના મૂળ એવા સુકૃત અને દુષ્કતને સદા આલોચી આલોચીને હું નિરુપાધિક ગુણવાળા શુદ્ધ આત્માને આત્માથી જ અવલંબુ છું આ છે નિશ્ચય આલોચના. આલોચના, આલુંછન, અવિકૃતિકરણ અને ભાવશુદ્ધિ એમ ચાર પ્રકારનું આલોચનાનું સ્વરૂપ શાસ્ત્રોમાં કહ્યું છે. પરિણામને સમભાવમાં સ્થાપન કરી આત્માને જોવો એ આલોચના છે એમ ગાથા ૧૦૯માં કહ્યું છે. ગાથા ૧૧૦માં કહે છે કર્મરૂપી વૃક્ષનું મૂળ છેદવામાં સમર્થ એવો જે સમભાવરૂપ સ્વાધીન નિજ પરિણામ તને આલુંછન કહેવાય છે.” જે મધ્યસ્થભાવનામાં કર્મથી ભિન્ન આત્માને કે જે વિમળ ગુણોનું રહેઠાણ છે તેને ભાવે છે તે જીવને અવિકૃતિકરણ જાણવું. અહીં શુદ્ધોપયોગી જીવની ખાસ પરિણતિનું કથન ૧૧૧મી ગાથામાં કહેવામાં આવ્યું છે. અને મદ, માન, માયા, લોભરહિત ભાવજ ભાવશુદ્ધિ છે. એમ ભવ્યોને લોકાલોકના દષ્ટાઓએ ૧૧૨મી ગાથામાં કહ્યું છે. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ પરમાર્થ પ્રત્યાખ્યાન, પરમાર્થ પ્રતિક્રમણની જેમ પરમ આલોચના ધ્યાનરૂપ જ છે. પ્રતિક્રમણમાં ધ્યાન દ્વારા ભૂતકાળના, આલોચનામાં વર્તમાનના, પ્રત્યાખ્યાનમાં ભવિષ્યના દોષોનું નિરાકરણ છે. ૮. શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત અધિકાર: હવે ૧૧૩થી ૧૨૧ - નવ ગાથાઓમાં સમસ્ત દ્રવ્યકર્મ, ભાવકર્મ તથા નોકર્મના સન્યારાના હેતુભૂત શુદ્ધ - નિશ્ચય પ્રાયશ્ચિત અધિકાર કહેવામાં આવે છે. અનેક પ્રકારની પ્રાયશ્ચિતની પરિભાષા બાંધીને છેવટે તપને જ પ્રાયશ્ચિત કહેવામાં આવ્યું છે. પ્રકૃષ્ટરૂપથી નિર્વિકાર ચિત્ત જ પ્રાયશ્ચિત છે. વ્રત, સમિતિ, શીલ ને સંયમરૂપ પરિણામ તથા ઇન્દ્રિયનિગ્રહરૂપ ભાવ તે પ્રાયશ્ચિત છે. ક્રોધ વગેરે સ્વકીય ભાવોના (પોતાના વિભાવ ભાવોના) ક્ષમાદિકની ભાવનામાં રહેવું અને નિજ ગુણોનું ચિંતવન કરવું તે નિશ્ચયથી પ્રાયશ્ચિત કહ્યું છે. આત્માના શુદ્ધ જ્ઞાનનો સ્વીકાર જ પ્રાયશ્ચિત છે. ક્રોધને ક્ષમાથી, માનને નિજમાર્દવથી, માયાને આર્જવાથી તથા લોભને સંતોષથી એમ ચતુર્વિધ કષાયોને યોગી ખરેખર જીતે છે. આ ચાર કષાયો પર વિજય મેળવવાના ઉપાયના સ્વરૂપનું કથન ૧૧૫મી ગાથામાં કહ્યું છે. અનંતાનંત ભવો દ્વારા ઉપાર્જિત સમસ્ત શુભાશુભ કર્મસમૂહ તપશ્ચરણથી નષ્ટ થાય છે, એટલે કર્મોનો ક્ષયના હેતુ તપ પ્રાયશ્ચિત છે. આ પ્રકારે આત્મસ્વરૂપના આલંબનપૂર્વક હોવાથી અને સમસ્ત ભાવોના પરિહાર કરવાને કારણ ધ્યાન પણ પ્રાયશ્ચિત છે. આની જ અંતર્ગત શુદ્ધ નિશ્ચય નિયમ અને નિશ્ચય કાયોત્સર્ગનું વર્ણન કરતાં આચાર્ય કહે છે કે કાયાદિ પરભાવમાં સ્થિરભાવ છોડીને આત્માને નિર્વિકલ્પરૂપથી ધ્યાવે છે તેને કાયોત્સર્ગ હોય છે. અને જે શુભાશુભ વચનને અને રાગાદિ ભાવનો નિવારણ કરીને આત્માને ધ્યાવે છે તેને નિશ્ચયરૂપથી નિયમ હોય છે. અહીં શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત અધિકાર સમાપ્ત થયો. ૯. પરમ-સમાધિ અધિકારઃ ગાથા ૧૨૨ થી ૧૩૩ સુધી. સમસ્ત મોહ-રાગ-દ્વેષાદિ પરભાવોના વિધ્વંસના હેતુભૂત પરમ સમાધિ અધિકાર કહેવામાં આવે છે. આચાર્ય કહે છે વચનોચ્ચારણની ક્રિયા પરિત્યાગીને વીતરાગભાવથી જે આત્માને ધ્યાવે છે, તેને પરમ સમાધિ છે. આ સમાધિ ધ્યાન, સંયમ, નિયમ અને તપપૂર્વક હોય છે. ધર્મધ્યાન અને શુક્લધ્યાનથી જે આત્માને ધ્યાવે છે તેને પરમ સમાધિ છે. અહીં સમાધિનું લક્ષણ કહ્યું છે. સમાધિમાં રાગ-દ્વેષ રહિત સામ્યભાવ ઉત્પન્ન થાય છે. જો સમાધિયુક્ત મુનિમાં સામ્યભાવ ઉત્પન્ન ન હો તો પછી એના દ્વારા કરવામાં આવેલ કાયાકલેશરૂપ વિવિધ ઉપવાસ, અધ્યયન, મૌન આદિ બધી કિયાઓ નિરર્થક છે. Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭ સામાયિક વ્રત કયા મુનિને સ્થાયી હોય છે-તેનું નકારાત્મક અને સકારાત્મકરૂપથી વર્ણન કરતાં આચાર્ય કહે છે કે જે સર્વ સાવધમાં વિરત છે, જે ત્રણ ગુપ્તિવાળો છે, જેણે ઇન્દ્રિયોને બંધ (નિરુદ્ધ) કરી છે તેને સામાયિક સ્થાયી છે. રાગ-દ્વેષ વિકાર જેનામાં ઉત્પન્ન નથી થતાં, પાપ-પુણ્યનો ત્યાગી છે, આર્ત-રૌદ્ર ધ્યાનથી રહિત છે, હાસ્ય, રતિ, અરતિ, જુગુપ્સા, ભ્ય અને વેદત્રયનો જેણે ત્યાગ કરી દીધો છે, જે ઇન્દ્રિજિત છે, ત્રણ ગુપ્તિનો ધારક છે, બધા જીવોમાં સામ્યભાવ રાખે છે, નિરંતર ધર્મ અને શુક્લધ્યાન ધારણ કરે છે તથા જેનો આત્મા સંયમ, નિયમ, તપમાં સન્નિહિત છે તેને સ્થાયી સામાયિક છે એવું કેવળીના શાસનમાં કહેવામાં આવ્યું છે. આ પરમ સમાધિ ઉપસંહારનું કથન છે. આ રીતે પરમ-સમાધિ અધિકાર સમાપ્ત થાય છે. ૧૦. પરમ-ભક્તિ અધિકાર : ગાથા ૧૩૪ થી ૧૪૦ગાથાઓમાં પરમ-ભક્તિ અધિકારનું કથન છે. જે શ્રાવક અથવા શ્રમણ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રની ભક્તિ કરે છે તેને નિવૃતિભક્તિ (નિર્વાણની ભક્તિ) છે એમ જિનોએ કહ્યું છે. જે જીવ મોક્ષગત પુરુષોનો ગુણભેદ જાણીને તેમની પણ પરમ ભક્તિ કરે છે તે જીવને વ્યવહારનયે નિર્વાણભક્તિ કહી છે. આ વ્યવહારનયપ્રધાન સિદ્ધભક્તિના સ્વરૂપનું કથન છે. મોક્ષમાર્ગમાં પોતાના આત્માને સમ્યક પ્રકારે સ્થાપીને નિવૃતિની (નિર્વાણની) ભક્તિ કરે છે તે જીવ અસહાયગુણવાળા નિજ આત્માને પ્રાપ્ત કરે છે. જે સાધુરાગાદિના પરિવારમાં આત્માને જોડે છે અને વિકલ્પોના અભાવપૂર્વક ઉપયોગને આત્મામાં લગાવે છે તે યોગ ભક્તિવાળો છે. બીજાને યોગ કઈ રીતે હોય? વિપરીત અભિનિવેશનો પરિત્યાગ કરીને જે જૈનકથિત તત્ત્વોમાં આત્માને જોડે છે, તેનો નિજ ભાવ તે યોગ છે. આ યોગ મુક્તિનું સાક્ષાત કારણ છે. વૃષભાદિ જિનવરોએ એ રીતે યોગની ઉત્તમ ભક્તિ કરીને નિવૃતિસુખને પામ્યા; તેથી યોગની ઉત્તમ ભક્તિને તું ધારણ કર. આ ભક્તિ અધિકારના ઉપસંહારનું કથન છે. આ પ્રમાણે પરમ-ભક્તિ અધિકાર સમાપ્ત થાય છે. ૧૧. નિશ્ચય-પરમાવશ્યક અધિકાર : આ અધિકારમાં ૧૪૧ થી ૧૫૮ ગાથાઓ છે. આ અઢાર ગાથાઓમાં વ્યવહાર છ આવશ્યકોથી પ્રતિપક્ષ શુદ્ધ નિશ્ચયનયનો અધિકાર કહેવામાં આવે છે. જે અન્યવશ નથી (અર્થાત્ જે જીવ અન્યને વશ નથી) તેને આવશ્યક કર્મ કહે છે. (અર્થાત્ તે Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ જીવને આવશ્યક કર્મ છે.) કર્મનો વિનાશ કરનારો યોગ (-એવું જે આવશ્યક કર્મ) તે નિર્વાણનો માર્ગ છે. અહીં નિરંતર સ્વવશને નિશ્ચય આવશ્યક કર્મ છે એમ કહ્યું છે. જે જીવ અશુભ ભાવ સહિત વર્તે છે અથવા સંયત રહેતો થકો ખરેખર શુભભાવમાં પ્રવર્તે છે અથવા જે દ્રવ્ય-ગુણ-પર્યાયોમાં (અર્થાત્ તેમના વિકલ્પોમાં) મન જોડે છે તે પણ અન્યવશ છે, તેથી તેને આવશ્યક કર્મ નથી. પરંતુ જે પરભાવોને ત્યાગ કરીને નિર્મળ સ્વભાવવાળા આત્માને ધ્યાવે છે તે ખરેખર આત્મવશ છે અને તેને આવશ્યક કર્મ (જિનો) કહે છે. આવશ્યક સહિત શ્રમણ અંતરાત્મા છે અને આવશ્યક રહિત શ્રમણ બહિરાત્મા છે. જે અંતરબાહ્ય જલ્પમાં નથી વર્તતો તે અંતરાત્મા છે અને જે અંતર-બાહ્ય જલ્પમાં વર્તે છે તે બહિરાત્મા છે. જે ધર્મધ્યાન-શુક્લધ્યાન પરિણત છે તે અંતરાત્મા છે અને જે ધ્યાનવિહીન છે તે બહિરાત્મા છે. આવશ્યક રહિત ન કેવળદર્શનથી ભ્રષ્ટ થાય છે પરંતુ ચારિત્રથી પ્રભ્રષ્ટ (અતિ ભ્રષ્ટ) છે. એટલે જેને મુક્તિની ઇચ્છા છે, આત્મસ્વભાવમાં સ્થિરતારૂપ આવશ્યક કર્તવ્ય છે તેનાથી જીવને સામાયિકગુણ સંપૂર્ણ થાય છે. જે શ્રમણ પ્રતિક્રમણાદિ છ આવશ્યક નિશ્ચય ચારિત્રની ક્રિયાને નિરંતર કરતો રહે છે તે વીતરાગ ચારિત્રમાં આરૂઢ છે. વચનમય પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, નિયમ અને આલોચના એ બધું ય સ્વાધ્યાય જાણ. જો શક્તિ હોય તો ધ્યાનમાં મૌનવ્રત સહિત નિત્ય પ્રતિક્રમણ કરો ! તું શક્તિહીન હોય તો ત્યાં સુધી શ્રદ્ધા જ કર્તવ્ય છે. આચાર્ય શ્રી કુંદકુંદની આ વિશેષતા છે કે નિશ્ચયપરક પરિભાષાઓ આપી છે અર્થાત્ એમણે માત્ર બાહ્ય ક્રિયાઓ પર જોર ન દઈને આંતરિક પ્રક્રિયાની તરફ વિશેષરૂપથી ધ્યાન આકર્ષીત કર્યું છે. એટલે આંતરિક પ્રક્રિયાના સહયોગી રૂપમાં અને દઢતા માટે અભ્યાસના રૂપમાં બાહ્યક્રિયાને પ્રસ્તુત કરી છે. એટલે બાહ્ય ક્રિયાના સાધ્યભૂત અંતરંગક્રિયાને ઉપાદેય કહી છે. બાહ્ય ક્રિયા તો પ્રયોજનની પૂરક જ ગ્રહણયોગ્ય છે. આત્મામાં લીન થઈ ગયા પછી, આત્મામાં સમાઈ ગયા પછી તે હેય છે, ત્યાગવા યોગ્ય છે. આત્મલીનતાની સ્થિતિમાં સમસ્ત ભેદોનો અભાવ થઈ જાય છે, આ જ કારણે આચાર્યે પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના અને પ્રાયશ્ચિત -બધાને ધ્યાન જ કહ્યું છે અને આ ધ્યાનમય પ્રતિક્રમણ આદિને કરવાને ઉપદેશ આપ્યો છે. એમણે તો ત્યાં સુધી કહ્યું છે કે જો ધ્યાનમય પ્રતિક્રમણાદિ કરવાનું સામર્થ્ય ન હોય તો એનું શ્રદ્ધાન તો કરવું જોઈએ. વચનમય પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, નિયમ અને આલોચનાને પણ કરવી જોઈએ કારણ કે આ બધું ય પ્રશસ્ત સ્વાધ્યાય છે. અનેક પ્રકારના જીવો છે, અનેક પ્રકારનું કર્મ છે, અનેક પ્રકારની લબ્ધિ છે; તેથી સ્વધર્મીઓ અને Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ પરધર્મીઓ સાથે વચનવિવાદ વર્જવા યોગ્ય છે. સર્વ જીવો સમાન વિચારના થાય એ બનવું અસંભવિત છે. માટે પર જીવોને સમજાવવાની આકુળતા કરવી યોગ્ય નથી. સ્વાત્માવલંબનરૂપ જિન હિતમાં પ્રમાદ ન થાય એમ રહેવું એ જ કર્તવ્ય છે જ્ઞાની પરજનોના સમૂહને છોડીને જ્ઞાનનિધિને ભોગવે છે. સર્વે પુરાણ પુરુષો એ રીતે આવશ્યક કરીને અપ્રમત્તાદિ ગુણસ્થાનોની શ્રેણીને પાર કરીને કેવળી થયા છે. આ રીતે પુરાણ પુરુષોનું ઉદાહરણ આપીને આચાર્યએ આપણને આવશ્યક કર્મ કરવાની પ્રેરણા આપી છે. ૧૨. શુદ્ધોપયોગ અધિકારઃ હવે સમરત કર્મના પ્રલયના હેતુભૂત ગાથા ૧૫૯ થી ૧૮૭ સુધી શુદ્ધોપયોગનો અધિકાર કહેવામાં આવે છે. આમાં મુખ્યત્વે નિયમનું ફળ બતાવ્યું છે. પ્રથમ કેવળીના સ્વરૂપનું વર્ણન કરીને આચાર્ય કહે છે કે “વ્યવહારનયથી કેવળી ભગવાન બધું જાણે છે અને દેખે છે; નિશ્ચયથી કેવળજ્ઞાની આત્માને (પોતાને) જાણે છે-દેખે છે. નિશ્ચયનયથી તે આત્મજ્ઞ છે અને વ્યવહારનયથી સર્વજ્ઞ'. જે પ્રમાણે સૂર્યમાં પ્રકાશ અને તાપ એક સાથે હોય છે તે જ પ્રમાણે કેવળજ્ઞાનીના જ્ઞાન અને દર્શન યુગપત હોય છે. કેટલાક લોકોનો મત છે કે જ્ઞાન પરપ્રકાશક છે, દર્શન સ્વપ્રકાશક છે અને આત્મા સ્વ-પરપ્રકાશક છે. આચાર્ય કહે છે કે ઉક્ત માન્યતા ઉચીત નથી. વ્યવહારનયથી જ્ઞાન પરપ્રકાશક છે, એટલે દર્શન પણ પરપ્રકાશક છે. નિશ્ચયનયથી જ્ઞાન સ્વપ્રકાશક છે, એટલે દર્શન પણ સ્વપ્રકાશક છે. એ પ્રમાણે સ્પષ્ટ છે કે આત્મા સ્વ-પરપ્રકાશક છે, એટલે જ્ઞાન અને દર્શન પણ સ્વપરપ્રકાશક છે. એટલે એવું પણ કહેવામાં આવે છે કે નિશ્ચયનયથી કેવળી આત્મજ્ઞ છે, સર્વજ્ઞ નથી. વ્યવહારનયથી કેવળી સર્વજ્ઞ છે, આત્મજ્ઞ નથી. ગુણ-ગુણીના ભેદનો અભાવ હોવાથી - એ યુક્તિ દ્વારા જ્ઞાન અને દર્શનને સ્વ-પરપ્રકાશક સિદ્ધ કરતાં આચાર્યદવ કહે છે કે જ્ઞાન જીવનું સ્વરૂપ છે, એટલે આત્મા, આત્માને જાણે છે. જો જ્ઞાન આત્માને ન જાણે તો તે આત્માથી ભિન્ન સિદ્ધ થાય. એટલે જ્ઞાન આત્મા છે, આત્મા જ્ઞાન છે. જો કે આત્મા સ્વપરપ્રકાશક છે એટલા માટે જ્ઞાન અને દર્શન પણ સ્વ-પરપ્રકાશક છે. કેવળજ્ઞાનીનું જ્ઞાન અતીન્દ્રિય અને પ્રત્યક્ષ છે, બાકીના બધાનું પરોક્ષ છે. જાણતા અને દેખતા હોવા છતાં કેવળીને ઇચ્છાપૂર્વક વર્તન હોતું નથી. તેથી તેમને કેવળજ્ઞાની' કહ્યા છે; વળી તેથી અબંધક કહ્યા છે. અંતમાં સિદ્ધ દશાનું વર્ણન કરે છે. Page #343 -------------------------------------------------------------------------- ________________ [૩૩૦ પરમાત્મતત્ત્વ જન્મ-જરા-મરણરહિત, પરમ, અષ્ટકર્મ વિનાનું, શુદ્ધ, જ્ઞાનાદિક ચાર સ્વભાવવાળું, અક્ષય, અવિનાશી અને અચ્છેદ્ય છે. પરમાત્મતત્ત્વ અવ્યાબાધ, અતીન્દ્રિય, અનુપમ, પુણ્ય-પાપ વિનાનું, પુનરાગમન રહિત, નિત્ય, અચળ અને નિરાવલંબ છે. નિરુપાધિસ્વરૂપ જેનું લક્ષણ છે એવું પરમાત્મતત્ત્વ છે. અહીં નિયમ અને નિયમનું ફળ પ્રવચનની ભક્તિથી દર્શાવવામાં આવ્યા છે, જો તેમાં કાંઈ પૂર્વાપર વિરોધ હોય તો આગમના જ્ઞાતાઓ તેને દૂર કરી પૂર્તિ કરજો. ભવ્ય જીવોને સતર્ક કરી અંતમાં કહે છે કે, પરંતુ ઇર્ષાભાવથી કોઈ લોકો સુંદર માર્ગને નિંદે છે, તેમના વચન સાંભળીને જિનમાર્ગ પ્રત્યે અભક્તિ ન કરજો. આ શાસ્ત્રના ઉપસંહાર સંબંધી છેલ્લે કહે છે પૂર્વાપર દોષરહિત જિનોપદેશને જાણીને મેંનિજભાવના નિમિત્તે નિયમસાર નામનું શાસ્ત્ર કર્યું છે. સંપૂર્ણ નિયમસારમાં એક જ ધ્વનિ છે પરમ પારિણામિક ભાવરૂપ નિજ શુદ્ધાત્માની આરાધનામાં જ સમસ્ત ધર્મ સમાહિત છે. એના સિવાય જે પણ શુભાશુભ વિકલ્પ અને શુભાશુભ ક્રિયાઓ એમને ધર્મ કહેવો માત્ર ઉપાચાર છે. એટલે પ્રત્યેક આત્માર્થીનો એકમાત્ર કર્તવ્ય આ ઉપચરિત ધર્મથી વિરત થઈને એકમાત્ર નિજ શુદ્ધાત્મતત્વની આરાધનામાં નિરત થવું જોઈએ. R Page #344 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧૫ શ્રી નિયમસાર श्री परमात्मने नमः। શ્રીમદ્ ભગવકુંદકુંદાચાર્યદેવ પ્રણીત શ્રી નિયમસાર ગાથા ૧. જીવ અધિકાર णमिऊण जिणं वीरं अणंतवरणाणदंसणसहावं। वोच्छामि णियमसारं केवलिसुदकेवलीभणिदं ॥१॥ નમીને અનંતોત્કૃષ્ટ દર્શનજ્ઞાનમય જિન વીરને; કહું નિયમસાર હું કેવળશ્રુતકેવળ પરિકથિતને. ૧. અર્થ અનંત અને ઉત્કૃષ્ટ જ્ઞાનદર્શન જેમનો સ્વભાવ છે એવા (-કેવળજ્ઞાની અને કેવળદર્શની) જિન વીરને નમીને કેવળી અને શ્રુતકાળીઓએ કહેલું નિયમસાર હું કહીશ. मग्गो मग्गफलं ति य दुविहं जिणसासणे समक्खादं। मग्गो मोक्खउवाओ तस्स फलं होइ णिव्वाणं ॥२॥ છે માર્ગનું ને માર્ગફળનું કથન જિનવરશાસને; ત્યાં માર્ગ મોક્ષોપાય છે ને માર્ગફળ નિર્વાણ છે. ૨. અર્થ માર્ગ અને માર્ગફળ એમ બે પ્રકારનું જિનશાસનમાં કથન કરવામાં આવ્યું છે; માર્ગ મોક્ષોપાય છે અને તેનું ફળ નિર્વાણ છે. णियमेण य जंकजं तं णियमंणाणदंसणचरित्तं। विवरीयपरिहरत्थं भणिदं खलु सारमिदि वयणं ॥३॥ Page #345 -------------------------------------------------------------------------- ________________ (૩૩૨ જે નિયમથી કર્તવ્ય એવાં રત્નત્રય તે નિયમ છે; વિપરીતના પરિવાર અર્થે સાર’પદયોજેલ છે. ૩. અર્થ નિયમ એટલે નિયમથી (નક્કી) જે કરવા યોગ્ય હોય તે અર્થાત્ જ્ઞાન-દર્શન-ચારિત્ર. વિપરીતના પરિહાર અર્થે (-જ્ઞાન-દર્શન-ચારિત્રથી વિરુદ્ધ ભાવોના ત્યાગ માટે) ખરેખર ‘સાર” એવું વચન કહ્યું છે. णियमं मोक्खउवाओ तस्स फलं हवदि परमणिव्वाणं। एदेसिं तिण्हं पि य पत्तेयपरूवणा होइ॥४॥ છે નિયમ મોક્ષોપાય, તેનું ફળ પરમ નિર્વાણ છે; વળી આ ત્રણેનું ભેદપૂર્વક ભિન્ન નિરૂપણ હોય છે. ૪ અર્થ: (રત્રયરૂપ) નિયમ મોક્ષનો ઉપાય છે, તેનું ફળ પરમ નિર્વાણ છે. વળી (ભેદકથન દ્વારા અભેદ સમજાવવા અર્થે) આ ત્રણનું ભેદ પાડીને જુદું જુદું નિરૂપણ હોય છે. अत्तागमतच्चाणं सद्दहणादो हवेइ सम्मत्तं। ववगयअसेसदोसो सयलगुणप्पा हवे अत्तो॥५॥ રે! આમ-આગમ-તત્ત્વની શ્રદ્ધાથી સમકિત હોય છે; નિઃશેષદોષવિહીન જે ગુણસંકળમય તે આપ્ત છે. ૫. અર્થ આમ, આગમ અને તત્ત્વોની શ્રદ્ધાથી સમત્વ હોય છે, જેના અશેષ (સમસ્ત) દોષો દૂર થયા છે એવો જે સકળગુણમય પુરુષ તે આમ છે. छुहतण्हभीरुरोसो रागो मोहो चिंता जरा रुजा मिच्चू। सेदं खेद मदो रइ विम्हियणिद्दा जणुव्वेगो॥६॥ ભય, રોષ, રાગ, સુધા, તૃષા, મદ, મોહ, ચિંતા, જન્મ ને રતિ, રોગ, નિદ્રા, સ્વેદ, ખેદ, જરાદિ દોષ અઢાર છે. ૬. અર્થ સુધા, તૃષા, ભય, રોષ (ક્રોધ), રાગ, મોહ, ચિંતા, જરા, રોગ, મૃત્યુ, સ્વેદ(પરસેવો), ખેદ, મદ, રતિ, વિસ્મય, નિદ્રા, જન્મ અને ઉદ્દેગ (આ અઢાર દોષ છે.) णिस्सेसदोसरहिओ केवलणाणाइपरमविभवजुदो। सो परमप्पा उच्चइ तब्विवरीओ ण परमप्पा ॥७॥ સૌ દોષ રહિત, અનંતજ્ઞાનદગાદિ વૈભવયુક્ત જે, પરમાત્મ તે કહેવાય, તવિપરીત નહિ પરમાત્મા છે. ૭. Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ અર્થ : (એવા) નિઃશેષ દોષથી જે રહિત છે અને કેવળજ્ઞાનાદિ પરમ વૈભવથી જે સંયુક્ત છે, તે પરમાત્મા કહેવાય છે; તેનાથી વિપરીત તે પરમાત્મા નથી. तस्स मुहुग्गदवयणं पुव्वावरदोसविरहियं सुद्धं । आगममिदि परिकहियं तेण दु कहिया हवंति तच्चत्था ॥ ८ ॥ પરમાત્મવાણી શુદ્ધ ને પૂર્વાપરે નિર્દોષ જે, તે વાણીને આગમ કહી; તેણે કહ્યા તત્ત્વાર્થને. ૮. અર્થ : તેમના મુખમાંથી નીકળેલી વાણી કે જે પૂર્વાપર દોષ રહિત (-આગળ પાછળ વિરોધ રહિત) અને શુદ્ધ છે, તેને આગમ કહેલ છે; અને તેણે તત્ત્વાર્થો કહ્યા છે. जीवा पोग्गलकाया धम्माधम्मा य काल आयासं । तच्चत्था इदि भणिदा णाणागुणपज्जएहिं संजुत्ता ॥ ९ ॥ જીવદ્રવ્ય, પુદ્ગલ, કાળ તેમ જ આભ, ધર્મ, અધર્મ-એ ભાખ્યા જિને તત્ત્વાર્થ, ગુણપર્યાય વિધવિધ યુક્ત જે. ૯. અર્થ : જીવો, પુદ્ગલકાયો, ધર્મ, અધર્મ, કાળ અને આકાશ - એ તત્ત્વાર્થો કહ્યા છે, કે જેઓ વિવિધ ગુણપર્યાયોથી સંયુક્ત છે. जीवो उवओगमओ उवओगो णाणदंसणो होइ । णाणुवओगो दुविहो सहावणाणं विहावणाणं ति ॥ १०॥ ઉપયોગમય છે જીવ ને ઉપયોગ દર્શન-જ્ઞાન છે; જ્ઞાનોપયોગ સ્વભાવ તેમ વિભાવરૂપ દ્વિવિધ છે. ૧૦. અર્થ : જીવ ઉપયોગમય છે. ઉપયોગ જ્ઞાન અને દર્શન છે. જ્ઞાનોપયોગ બે પ્રકારનો છે ઃ સ્વભાવજ્ઞાન અને વિભાવજ્ઞાન. केवलमिंदियरहियं असहायं तं सहावणाणं ति । सण्णाणिदरवियप्पे विहावणाणं हवे दुविहं ॥ ११ ॥ सण्णाणं चउभेयं मदिसुदओही तहेव मणपज्जं । अण्णाणं तिवियप्पं मदियाई भेददो चेव ॥ १२ ॥ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ અસહાય, ઇંદ્રિવિહીન, કેવળ, તે સ્વભાવિક જ્ઞાન છે; સુજ્ઞાન ને અજ્ઞાન - એમ વિભાવજ્ઞાન દ્વિવિધ છે. ૧૧. મતિ, કૃત, અવધિ, મન:પર્યય-ભેદ છે સુજ્ઞાનના; કુમતિ, કુઅવધિ, કુશ્રુત-એ ત્રણ ભેદ છે અજ્ઞાનના. ૧૨. અર્થ : જે (જ્ઞાન) કેવળ, ઇન્દ્રિયરહિત અને અસહાય છે, તે સ્વભાવજ્ઞાન છે; સમ્યજ્ઞાન અને મિથ્યાજ્ઞાનરૂપ ભેદ પાડવામાં આવતાં, વિભાવજ્ઞાન બે પ્રકારનું છે. સમ્યજ્ઞાન ચાર ભેદવાળું છે મતિ, શ્રુત, અવધિ તથા મન:પર્યય; અને અજ્ઞાન (-મિથ્યાજ્ઞાન) મતિ આદિના ભેદથી ત્રણ ભેદવાળું છે. तह दंसणउवओगो ससहावेदरवियप्पदो दुविहो। केवलमिंदियरहियं असहायं तं सहावमिदि भणिदं ॥१३॥ ઉપયોગ દર્શનનો સ્વભાવ-વિભાવરૂપ ક્રિવિધ છે; અસહાય, ઇંદ્રિવિહીન, કેવળ, તે સ્વભાવ કહેલ છે. ૧૩ અર્થ તેવી રીતે દર્શનોપયોગ સ્વભાવ અને વિભાવના ભેદથી બે પ્રકારનો છે. જે કેવળ, ઇન્દ્રિયરહિત અને અસહાય છે, તે સ્વભાવદર્શનોપયોગ કહ્યો છે. चक्खु अचक्खू ओही तिण्णि वि भणिदं विहावदिट्ठित्ति। पज्जाओ दुवियप्पो सपरावेक्खो य णिरवेक्खो॥ १४ ॥ ચક્ષુ, અચકું, અવધિ-એ ત્રણ દર્શન વિભાવિક છે કહ્યાં; નિરપેક્ષ, સ્વપરાપેક્ષ - એ બે ભેદ છે પર્યાયના. ૧૪. અર્થ ચક્ષુ, અચક્ષુ અને અવધિ એ ત્રણે વિભાવદર્શન કહેવામાં આવ્યા છે. પર્યાય દ્વિવિધ છે: અપરાપેક્ષ (સ્વ અને પરની અપેક્ષા યુક્ત) અને નિરપેક્ષ. णरणारयतिरियसुरा पज्जाया ते विहावमिदि भणिदा। कम्मोपाधिविवज्जियपज्जाया ते सहावमिदि भणिदा ॥१५॥ તિર્યંચ-નાક-દેવ-નર પર્યાય વૈભાવિક કહ્યા; પર્યાય કર્મોપાધિવર્જિત તે સ્વભાવિક ભાખિયા. ૧૫. અર્થ મનુષ્ય, નારક, તિર્યંચ ને દેવરૂપ પર્યાયો તે વિભાવપર્યાયો કહેવામાં આવ્યા છે; કપાધિ રહિત પર્યાયો તે સ્વભાવપર્યાયો કહેવામાં આવ્યા છે. Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ माणुस्सा दुवियप्पा कम्ममहीभोगभूमिसंजादा। सत्तविहा णेरइया णादव्वा पुढविभेदेण ॥ १६ ॥ चउदहभेदा भणिदा तेरिच्छा सुरगणा चउब्भेदा। एदेसिं वित्थारं लोयविभागेसु णादव्वं ॥१७॥ છે કર્મભૂમિજ ભોગભૂમિજ-ભેદ બે મનુજો તણા, ને પૃથ્વીભેદે સપ્ત ભેદો જાણવા નારક તણાં; ૧૬. તિર્યંચના છે ચૌદ ભેદો, ચાર ભેદો દેવના; આ સર્વનો વિસ્તાર છે નિર્દિષ્ટ લોકવિભાગમાં. ૧૭. અર્થ મનુષ્યોના બે ભેદ છે : કર્મભૂમિમાં જન્મેલા અને ભોગભૂમિમાં જન્મેલા; પૃથ્વીના ભેદથી નારકો સાત પ્રકારના જાણવા; તિર્યંચોના ચૌદ ભેદ કહ્યા છે; દેવસમૂહના ચાર ભેદ છે. આમનો વિસ્તાર લોકવિભાગથી જાણી લેવો. कत्ता भोत्ता आदा पोग्गलकम्मस्स होदि ववहारा। कम्मजभावेणादा कत्ता भोत्ता दु णिच्छयदो॥१८॥ આત્મા કરે, વળી ભોગવે પુલકરમ વ્યવહારથી; ને કર્મજનિત વિભાવનો કર્તાદિ છે નિશ્ચય થકી. ૧૮. અર્થ આત્મા પુલકર્મનો કર્તા-ભોક્તા વ્યવહારથી છે અને આત્મા કર્મજનિત ભાવનો કર્તા-ભોક્તા (અશુદ્ધ) નિશ્ચયથી છે. दव्वत्थिएण जीवा वदिरित्ता पुव्वभणिदपज्जाया। पज्जयणएण जीवा संजुत्ता होंति दुविहेहिं॥ १९॥ પૂર્વોક્ત પર્યાયોથી છે વ્યતિરિત જીવ દ્રવ્યાર્થિક; ને ઉક્ત પર્યાયોથી છે સંયુક્ત પર્યાયાર્થિક. ૧૯. અર્થ દ્રવ્યાર્થિક ન જીવો પૂર્વકથિત પર્યાયથી 'વ્યતિરિક્ત છે; પર્યાયનયે જીવો તે પર્યાયથી સંયુક્ત છે. આ રીતે જીવો બન્ને નયોથી સંયુક્ત છે. ૧. વ્યતિરિક્ત = ભિન્ન રહિત, શૂન્ય. Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ૨. અજીવ અધિકાર अणुखंधवियप्पेण दु पोग्गलदव्वं हवेइ दुवियप्पं । खंधा हु छप्पयारा परमाणू चेव दुवियप्पो॥ २० ॥ પરમાણુ તેમ જ સ્કંધ એ બે ભેદ પુગલદ્રવ્યના; છ વિકલ્પ છે સ્કંધો તણાને ભેદ બે પરમાણુના. ૨૦. અર્થ પરમાણુ અને સ્કંધ એવા બે ભેદથી પુદ્ગલદ્રવ્ય બે ભેદવાળું છે; સ્કંધો ખરેખર છ પ્રકારના છે અને પરમાણુના બે ભેદ છે. अइथूलथूल थूलं थूलसुहुमं च सुहुमथूलं च।। सुहुमं अइसुहुमं इदि धरादियं होदि छब्भेयं ॥ २१॥ भूपव्वदमादीया भणिदा अइथूलथूलमिदि खंधा। थूला इदि विण्णेया सप्पीजलतेल्लमादीया ॥२२॥ छायातवमादीया थूलेदरखंधमिदि वियाणाहि। सुहुमथूलेदि भणिया खंधा चउरक्खविसया य॥२३॥ सुहुमा हवंति खंधा पाओग्गा कम्मवग्गणस्स पुणो। तविवरीया खंधा अइसुहुमा इदि परूवेंति ॥ २४ ॥ અતિસ્થૂલસ્કૂલ, ધૂલ, સ્થૂલસૂક્ષમ, સૂક્ષ્મણૂલ, વળી સૂક્ષ્મને અતિસૂક્ષ્મ - એમ ધરાદિ પુદ્ગલસ્કંધના છ વિકલ્પ છે. ૨૧. ભૂપર્વતાદિક સ્કંધને અતિસ્થૂલસ્થૂલ જિને કહ્યા, ઘી-તેલ-જળ ઇત્યાદિને વળી ઘૂલ સ્કંધો જાણવા; ૨૨. આતપ અને છાયાદિને સ્થૂલસૂક્ષ્મ સ્કંધો જાણજે, ચતુરિંદ્રિના જે વિય તેને સૂક્ષ્મણૂલ કહ્યા જિને; ૨૩. વળી કર્મવર્ગણયોગ્ય સ્કંધો સૂક્ષ્મ સ્કંધો જાણવા, તેનાથી વિપરીત સ્કંધને અતિસૂક્ષ્મ સ્કંધો વર્ણવ્યા. ૨૪. Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૩૭ અર્થ અતિસ્થૂલસ્કૂલ, ધૂલ, સ્થૂલસૂક્ષ્મ, સૂક્ષ્મણૂલ, સૂક્ષ્મ અને અતિસૂક્ષ્મ એમ પૃથ્વી વગેરે સ્કંધોના છ ભેદ છે. ભૂમે, પર્વત વગેરે અતિસ્થૂલસ્થૂલ સ્કંધો કહેવામાં આવ્યા છેઘી, જળ, તેલ વગેરે સ્થૂલ સ્કંધો જાણવા. છાયા, આત૫ (તડકો) વગેરે સ્થૂલસૂક્ષ્મ સ્કંધો જાણ અને ચાર ઇન્દ્રિયોના વિષયભૂત સ્કંધોને સૂક્ષ્મણૂલ કહેવામાં આવ્યા છે. વળી કાર્મવર્ગણાને યોગ્ય સ્કંધો સૂક્ષ્મ છે; તેમનાથી વિપરીત (અર્થાત્ કર્મવર્ગણાને અયોગ્ય) સ્કંધો અતિસૂક્ષ્મ કહેવામાં આવે છે. धाउचउक्कस्स पुणो जं हेऊ कारणं तितं णेयो। - સાંધામાં નવસાણ નાવ્યો Hપરમાણૂ II ર | જે હેતુ ધાતુચતુષ્કનો તે કારણોણ જાણવો; સ્કંધો તણા અવસાનને વળી કાર્યપરમાણુ કહ્યો. ૨૫. અર્થ વળી જે (પૃથ્વી, પાણી, તેજને વાયુ-એ) ચાર ધાતુઓનો હેતુ છે, તે કારણપરમાણુ જાણવો; સ્કંધોના અવસાનને (છૂટા પડેલા અવિભાગી અંતિમ અંશને) કાર્યપરમાણુ જાણવો. अत्तादि अत्तमज्झं अत्तंतं णेव इंदियग्गेझं। अविभागी जं दव्वं परमाणू तं वियाणाहि ॥ २६॥ જે આદિ-મણે અંતમાં પોતે જ છે, અવિભાગી છે, જે ઇંદ્રિથી નહિ ગ્રાહ્ય છે, પરમાણુ જાણો તેહને. ૨૬. અર્થ પોતે જ જેનો આદિ છે, પોતે જ જેનું મધ્ય છે અને પોતે જ જેનો અંત છે (અર્થાત્ જેના આદિમાં, મધ્યમાં અને અંતમાં પરમાણુનું નિજ સ્વરૂપ જ છે), જે ઇન્દ્રિયોથી ગ્રાહ્ય(જણાવા યોગ્ય) નથી અને જે અવિભાગી છે, તે પરમાણુદ્રવ્ય જાણ. एयरसरूवगंधं दोफासं तं हवे सहावगुणं। विहावगुणमिदि भणिदं जिणसमये सव्वपयडत्तं ॥२७॥ બે સ્પર્શ, રસ-રૂપ-ગંધ એક, સ્વભાવગુણમય તેહ છે; જિનસમયમાંહી વિભાવગુણ સર્વાષપ્રગટ કહેલ છે. ૨૭. અર્થ જે એક રસાવાળું, એક વર્ણવાળું, એક ગંધવાળું અને બે સ્પર્શવાળું હોય, તે સ્વભાવગુણવાળું છે; Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ વિભાવગુણવાળને જિનસમયમાં સર્વપ્રગટ (સર્વ ઇન્દ્રિયોથી ગ્રાહ્ય) કહેલ છે. ૧. સમય = સિદ્ધાંત; શાસ્ત્ર, શાસન, દર્શન, મત. अण्णणिरावेक्खो जो परिणामो सो सहावपज्जाओ। खंधसरूवेण पुणो परिणामो सो विहावपज्जाओ॥२८॥ પરિણામ પરનિરપેક્ષ તેહ સ્વભાવપર્યય જાણવો; પરિણામ સ્કંધસ્વરૂપ તેહ વિભાવપર્યય જાણવો. ૨૮. અર્થ અન્યનિરપેક્ષ (અન્યની અપેક્ષા વિનાનો) જે પરિણામ તે સ્વભાવપર્યાય છે અને સ્કંધરૂપે પરિણામ તે વિભાવપર્યાય છે. पोग्गलदव्वं उच्चइ परमाणू णिच्छएण इदरेण। पोग्गलदव्यो त्ति पुणो ववदेसो होदि खंधस्स ॥ २९ ॥ પરમાણુને પગલદરવ’ વ્યપદેશ છે નિશ્ચય થકી; ને સ્કંધને પુદ્ગલદરવ’ વ્યપદેશ છે વ્યવહારથી. ર૯. અર્થ :નિશ્ચયથી પરમાણુને પુદ્ગલદ્રવ્ય’ કહેવાય છે અને વ્યવહારથી સ્કંધને પુદ્ગલદ્રવ્ય” એવું નામ હોય છે. गमणणिमित्तं धम्ममधम्मं ठिदि जीवपोग्गलाणं च। अवगहणं आयासं जीवादीसव्वदव्वाणं॥३०॥ જીવ-પુગલોને ગમન-સ્થાનનિમિત્ત ધર્મ-અધર્મ છે; જીવાદિ સર્વ પદાર્થને અવગાહહેતુ આભ છે. ૩૦. અર્થ ધર્મ જીવ-પુદ્ગલોને ગમનનું નિમિત્ત છે અને અધર્મ (તેમને) સ્થિતિનું નિમિત્ત છે; આકાશ જીવાદિ સર્વ દ્રવ્યોને અવગાહનનું નિમિત્ત છે. समयावलिभेदेण दु दुवियप्पं अहव होइ तिवियप्पं । तीदो संखेज्जावलिहदसंठाणप्पमाणं तु॥३१॥ આવલિ-સમયના ભેદથી બે ભેદવા ત્રણ ભેદ છે; સંસ્થાનથી સંખ્યાતગુણ આવલિ પ્રમાણ અતીત છે. ૩૧. અર્થ સમય અને આવલિના ભેદથી વ્યવહારકાળના બે ભેદ છે અથવા (ભૂત, વર્તમાન અને ભવિષ્યના ભેદથી) ત્રણ ભેદ છે. અતીત કાળ (અતીત) સંસ્થાનોના અને સંખ્યાત આવલિના ગુણાકાર કેટલો છે. Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૩૯ जीवादु पोग्गलादो णंतगुणा चावि संपदा समया। लोयायासे संति य परमट्ठो सो हवे कालो॥३२॥ જીવોથી ને પુગલથી પણ સમયો અનંતગુણા કહ્યા; તે કાળ છે પરમાર્થ, જે છે સ્થિત લોકાકાશમાં. ૩૨. અર્થ હવે, જીવથી તેમ જ પુદ્ગલથી પણ અનંતગુણા સમયો છે, અને જે (કાલાણુઓ) લોકાકાશમાં છે, તે પરમાર્થ કાળ છે. जीवादीदव्वाणं परिवट्टणकारणं हवे कालो। धम्मादिचउण्हं णं सहावगुणपज्जया होंति ॥ ३३॥ જીવપુદ્ગલાદિ પદાર્થને પરિણમનકારણ કાળ છે; ધર્માદિ ચાર સ્વભાવગુણપર્યાયવંત પદાર્થ છે. ૩૩. અર્થ જીવાદિદ્રવ્યોને પરિવર્તનનું કારણ (-વર્તનાનું નિમિત્ત) કાળ છે. ધર્માદિચાર દ્રવ્યોને સ્વભાવગુણપર્યાયો હોય છે. एदे छद्दव्वाणि य कालं मोत्तूण अत्थिकाय त्ति। णिहिट्ठा जिणसमये काया हु बहुप्पदेसत्तं ॥ ३४॥ .. જિનસમયમાંહી કાળ છોડી શેષ પાંચ પદાર્થ જે; તે અસ્તિકાય કહ્યા; અનેકપ્રદેશયુત તે કાય છે. ૩૪. અર્થ કાળ છોડીને આ છ દ્રવ્યોને (અર્થાતુ બાકીના પાંચ દ્રવ્યોને) જિનસમયમાં (જિનદર્શનમાં) “અસ્તિકાય” કહેવામાં આવ્યા છે. બહુપ્રદેશીપણું તે કાયવ છે. संखेज्जासंखेज्जाणंतपदेसा हवंति मुत्तस्स। धम्माधम्मस्स पुणो जीवस्स असंखदेसा हु॥ ३५ ॥ लोयायासे तावं इदरस्स अणंतयं हवे देसा। कालस्स ण कायत्तं एयपदेसो हवे जम्हा ॥ ३६॥ અણસંખ્ય, સંખ્ય, અનંત હોય પ્રદેશ મૂર્તિક દ્રવ્યને, અણસંખ્ય જાણ પ્રદેશ ધર્મ, અધર્મ તેમ જ જીવને; ૩૫. Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ અણસંખ્ય લોકાકાશમાંહી, અનંત જાણ અલોકને, છે કાળ એકપ્રદેશી, તેથી ન કાળને કાયવ છે. ૩૬. અર્થ મૂર્ત દ્રવ્યને સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશો હોય છે, ધર્મ, અધર્મ તેમજ જીવને ખરેખર અસંખ્યાત પ્રદેશો છે; લોકાકાશને વિષે ધર્મ, અધર્મતેમ જ જીવની માફક (અસંખ્યાત પ્રદેશો) છે; બાકીનું જે આલોકાકાશ તેને અનંત પ્રદેશો છે. કાળને કાયપણું નથી, કારણ કે તે એક પ્રદેશ છે. पोग्गलदव्वं मुत्तं मुत्तिविरहिया हवंति सेसाणि। चेदणभावो जीवो चेदणगुणवज्जिया सेसा ॥ ३७॥ છે મૂર્ત પુદ્ગલ દ્રવ્ય, શેષ પદાર્થ મૂર્તિવિહીન છે; ચૈતન્યયુત છે જીવ ને ચૈતન્યવર્જિત શેષ છે. ૩૭. અર્થ પુદ્ગલદ્રવ્ય મૂર્તિ છે, બાકીના દ્રવ્યો મૂર્તસ્વરહિત છે; જીવ ચૈતન્યભાવવાળો છે, બાકીના દ્રવ્યો ચૈતન્યગુણ રહિત છે. Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ ૩. શુદ્ધભાવ અધિકાર जीवादिबहित्तच्चं हेयमुवादेयमप्पणो अप्पा । कम्मोपाधिसमुब्भवगुणपज्जाएहिं वदिरित्तो ॥ ३८ ॥ છે બાહ્યતત્ત્વ જીવાદિ સર્વે હેય, આત્મા ગ્રાહ્ય છે, -જે કર્મથી ઉત્પન્ન ગુણપર્યાયથી વ્યતિરિક્ત છે. ૩૮. અર્થ :જીવાદિ બાહ્યતત્ત્વ હેય છે; કર્મોપાધિજનિત ગુણપર્યાયોથી વ્યતિરિક્ત આત્મા આત્માને ઉપાદેય છે. सहावठाणा माणवमाणभावठाणा वा । णो हरिसभावठाणा णो जीवस्साहरिस्सठाणा वा ॥ ३९ ॥ જીવને ન સ્થાન સ્વભાવનાં, માનાપમાન તણાં નહીં, જીવને ન સ્થાનો હર્ષનાં, સ્થાનો અહર્ષ તણાં નહીં. ૩૯. અર્થ ઃ જીવને ખરેખર સ્વભાવસ્થાનો (-વિભાવસ્વભાવનાં સ્થાનો) નથી, માનાપમાનભાવનાં સ્થાનો નથી, હર્ષભાવન સ્થાનો નથી કે અહર્ષના સ્થાનો નથી. णो ठिदिबंधाणा पयडिट्ठाणा पदेसठाणा वा । अणुभागट्ठाणा जीवस्स ण उदयठाणा वा ॥ ४० ॥ સ્થિતિબંધસ્થાનો, પ્રકૃતિસ્થાન, પ્રદેશનાં સ્થાનો નહીં, અનુભાગનાં નહિ સ્થાન જીવને, ઉદયનાં સ્થાનો નહીં. ૪૦. અર્થ : જીવને સ્થિતિબંધસ્થાનો નથી, પ્રકૃતિસ્થાનો નથી, પ્રદેશસ્થાનો નથી, અનુભાગસ્થાનો નથી કે ઉદયસ્થાનો નથી. णो खइयभावठाणा णो खयग्वसमसहावठाणा वा । ओदइयभावठाणा णो उवसमणे सहावठाणा वा ॥ ४१ ॥ સ્થાનો ન ક્ષાયિકભાવનાં, ક્ષાયોપશમિક તણાં નહીં, સ્થાનો ન ઉપશમભાવનાં કે ઉદયભાવ તણાં નહીં. ૪૧. અર્થ : જીવને ક્ષાયિકભાવના સ્થાનો નથી, ક્ષયોપશમસ્વભાવના સ્થાનો નથી, ઔદયિકભાવના સ્થાનો નથી કે ઉપશમસ્વભાવના સ્થાનો નથી. Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ चउगइभवसंभमणं जाइजरामरणरोगसोगा य । कुलजोणिजीवमग्गणठाणा जीवस्स णो संति ॥ ४२ ॥ ચઉગતિભ્રમણ નહિ, જન્મ-મરણ ન, રોગ શોક જરા નહી, કુળ, યોનિ કે જીવસ્થાન માર્ગણસ્થાન જીવને છે નહીં. ૪૬. અર્થ : જીવને ચાર ગતિના ભવોમાં પરિભ્રમણ, જન્મ, જરા, મરણ, રોગ, શોક, કુળ, યોનિ, જીવસ્થાનો અને માર્ગણાસ્થાનો નથી. हिंडो णिद्दो णिम्ममो किल्लो णिरालंबो । णीरागो णिद्दोसो णिम्मूढो णिब्भयो अप्पा ॥ ४३ ॥ નિર્દંડ, નિર્બંધ, નિર્મમ, નિઃશરીર, નીરાગ છે, નિર્દોષ, નિર્ભય, નિરવલંબન, આતમા નિર્મૂઢ છે. ૪૩. અર્થ : આત્મા 'નિર્દંડ, નિર્દે, નિર્મમ, નિઃશરીર, નિરાલંબ, નીરાગ, નિર્દોષ, નિર્મૂઢ અને નિર્ભય છે. ૧. નિર્દંડ = દંડ રહિત. (જે મન-વચન-કાયાશ્રિત પ્રવર્તનથી આત્મા દંડાય છે તે પ્રવર્તને દંડ કહે છે) णिग्गंथो णीरागो णिस्सल्लो सयलदोसणिम्मुको । णिक्कामो णिक्कोहो णिम्माणो णिम्मदो अप्पा ॥ ४४ ॥ નિગ્રંથ છે, નિષ્કામ છે, નિઃક્રોધ, જીવ નિર્માન છે, નિઃશલ્ય તેમ નીરાગ, નિર્મદ, સર્વદોષવિમુક્ત છે. ૪૪. અર્થ : આત્મા નિગ્રંથ, નીરાગ, નિઃશલ્ય, સર્વદોષવિમુક્ત, નિષ્કામ, નિઃક્રોધ, નિર્માન અને નિર્મદ છે. वण्णरसगंधफासा थीपुंसणउंसयादिपज्जाया । संठाणा संहणणा सव्वे जीवस्स णो संति ॥ ४५ ॥ अरसमरूवमगंधं अव्वत्तं चेदणागुणमसद्दं । जाण अलिंगग्गहणं जीवमणिद्दिट्ठसठाणं ॥ ४६ ॥ સ્ત્રી - પુરુષ આદિક પર્યયો, રસવર્ણગંધસ્પર્શ ને સંસ્થાન તેમ જ સંહનન સૌ છે નહીં જીવદ્રવ્યને. ૪. જીવ ચેતનાગુણ, અરસરૂપ, અગંધશબ્દ, અવ્યક્ત છે, વળી લિંગગ્રહણવિહીન છે, સંસ્થાન ભાખ્યું ન તેહને. ૪. Page #356 -------------------------------------------------------------------------- ________________ ३४३ અર્થ :વર્ણ-રસ-ગંધ-સ્પર્શ, સ્ત્રી-પુરુષ-નપુંસકાદિ પર્યાયો, સંસ્થાનો અને સંહનનો - એ બધાં જીવને નથી. જવને અરસ, અરૂપ, અગંધ, અવ્યક્ત, ચેતનાગુણવાળો, અશબ્દ, અલિંગગ્રહણ (લિંગથી અગ્રાહ્ય) અને જેને કોઈ સંસ્થાન કહ્યું નથી એવો જાણ. जारिसिया सिद्धप्पा भवमल्लिय जीव तारिसा होति। जरमरणजम्ममुक्का अट्टगुणालंकिया जेण॥४७॥ જેવા જીવો છે સિદ્ધિગત તેવા જીવો સંસારી છે, જેથી જનમમરણાદિહીન ને અષ્ટગુણસંયુક્ત છે. ૪૭. અર્થ : જેવા સિદ્ધ આત્માઓ છે તેવા ભવલીન (સંસારી) જીવો છે, જેથી (તે સંસારી જીવો સિદ્ધાત્માઓની માફક) જન્મ-જરા-મરણથી રહિત અને આઠ ગુણોથી અલંકૃત છે. असरीरा अविणासा अणिंदिया णिम्मला विसुद्धप्पा। जह लोयग्गे सिद्धा तह जीवा संसिदी णेया॥४८॥ અશરીર ને અવિનાશ છે, નિર્મળ, અતીન્દ્રિય, શુદ્ધ છે, જ્યમ લોક-અગ્રે સિદ્ધ, તે રીત જાણ સૌ સંસારીને. ૪૮. અર્થ : જેમ લોકાગ્રે સિદ્ધભગવંતો અશરીરી, અવિનાશી, અતીન્દ્રિય, નિર્મળ અને વિશુદ્ધાત્મા (વિશુદ્ધસ્વરૂપી) છે, તેમ સંસારમાં (સર્વ) જીવો જાણવા. एदे सव्वे भावा ववहारणयं पडुच्च भणिदा हु। सव्वे सिद्धसहावा सुद्धणया संसिदी जीवा ॥४९॥ આ સર્વ ભાવ કહેલ છે વ્યવહારનયના આશ્રયે; સંસારી જીવ સમસ્ત સિદ્ધસ્વભાવી શુદ્ધનયાશ્રયે. ૪૯. અર્થ આ (પૂર્વોક્ત) બધા ભાવો ખરેખર વ્યવહારનયનો આશ્રય કરીને (સંસારી જીવોમાં વિદ્યમાન) કહેવામાં આવ્યા છે, શુદ્ધનયથી સંસારમાં રહેલા સર્વ જીવો સિદ્ધસ્વભાવી છે. पुव्वुत्तसयलभावा परदव्वं परसहावमिदि हेयं । सगदव्वमुवादेयं अंतरतच्चं हवे अप्पा॥५०॥ પૂર્વોક્ત ભાવો પર-દરવ પરભાવ, તેથી હેય છે; આત્મા જ છે આદેય, અંત:તત્ત્વરૂપ નિજદ્રવ્ય જે. ૫૦. Page #357 -------------------------------------------------------------------------- ________________ ३४४ અર્થ પૂર્વોક્ત સર્વ ભાવો પરસ્વભાવો છે, પરદ્રવ્ય છે, તેથી હેય છે; અંત તત્ત્વ એવું સ્વદ્રવ્ય-આત્મા-ઉપાય 9 विवरीयाभिणिवेसविवज्जियसद्दहणमेव सम्मत्तं । संसयविमोहविन्भमविवज्जियं होदि सण्णाणं ॥५१॥ चलमलिणमगाढत्तविवज्जियसद्दहणमेव सम्मत्तं । अधिगमभावो णाणं हेयोवादेयतच्चाणं ॥५२॥ सम्मत्तस्स णिमित्तं जिणसुत्तं तस्स जाणया पुरिसा। अंतरहेऊ भणिदा दंसणमोहस्स खयपहुदी॥५३॥ सम्मत्तं सण्णाणं विज्जदि मोक्खस्स होदि सुण चरणं। ववहारणिच्छएण दु तम्हा चरणं पवक्खामि ॥५४॥ ववहारणयचरित्ते ववहारणयस्स होदि तवचरणं। णिच्छयणयचारित्ते तवचरणं होदि णिच्छयदो ॥५५ ।। શ્રદ્ધાન વિપરીત-અભિનિવેશવિહીન તે સમ્યકત્વ છે; સંશય-વિમોહ-વિભ્રાંતિ વિરહિત જ્ઞાન સમ્યજ્ઞાન છે. ૫. ચલ મલ-અગાઢપણા રહિત શ્રદ્ધાન તે સમ્યકત્વ છે; આદેય-હેય પદાર્થનો અવબોધ સમ્યજ્ઞાન છે. ૫. જિનસૂત્ર સમકિતહેતુ છે, ને સૂત્રજ્ઞાતા પુરુષ જે, તે જાણ અંતતુ, દમોહક્ષયાદિક જેમને. સમ્યક્ત, સમ્યજ્ઞાન તેમ જ ચરણ મુક્તિપંથ છે; તેથી કહીશ હું ચરણને વ્યવહાર ને નિશ્ચય વડે. ૫૪. વ્યવહારનયચારિત્રમાં વ્યવહારનું તપ હોય છે; તપ હોય છે નિશ્ચય થકી, ચારિત્ર જ્યાં નિશ્ચયનયે. ૫૫. અર્થ : વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાન તે જ સમ્યકત્વ છે; સંશય, વિમોહ ને વિભ્રમ રહિત (જ્ઞાન) તે સમ્યજ્ઞાન છે. Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ ચળતા, મલિનતા અને અગાઢતા રહિત શ્રદ્ધાન તે જ સમ્યકત્વ છે; હેય અને ઉપાદેય તત્ત્વોને જાણવારૂપ ભાવ તે (સમ્યક) જ્ઞાન છે. સભ્યત્વનું નિમિત્ત જિનસૂત્ર છે; જિનસૂત્રના જાણનારા પુરુષોને (સમ્યક્તના)અંતરંગ હેતુઓ કહ્યા છે, કારણ કે તેમને દર્શનમોહના ક્ષયાદિક છે. સાંભળ, મોક્ષને માટે સમત્વ હોય છે, સમ્યજ્ઞાન હોય છે, ચારિત્ર (પણ) હોય છે, તેથી હું વ્યવહાર અને નિશ્ચયથી ચારિત્ર કહીશ. વ્યવહારનયના ચારિત્રમાં વ્યવહારનયનું તપશ્ચરણ હોય છે; નિશ્ચયનયના ચારિત્રમાં નિશ્ચયથી તપશ્ચરણ હોય છે. ૧. અભિનિ શ = અભિપ્રાય; આગ્રહ. Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ ૪. વ્યવહારચારિત્ર અધિકાર कुलजोणिजीवमग्गणठाणाइसु जाणिऊण जीवाणं। तस्सारंभणियत्तणपरिणामो होइ पढमवदं॥५६॥ જવસ્થાન, માર્ગણસ્થાન, યોનિ,કુલારિજીવનાં જાણીને, આરંભથી નિવૃત્તિરૂપ પરિણામ તે વ્રત પ્રથમ છે. ૫૬. અર્થ જીવોના કુળ, યોનિ, જીવસ્થાન, માર્ગણાસ્થાન વગેરે જાણીને તેમના આરંભથી નિવૃનિરૂપ પરિણામ તે પહેલું વ્રત છે. रागेण व दोसेण व मोहेण मोसभासपरिणाम। जो पजहदि साहु सया बिदियवदं होइ तस्सेव ॥५७॥ વિષ-રાગ-વિમોહજનિત મૃષા તણા પરિણામને જે છોડતા મુનિરાજ, તેને સર્વદા વ્રત દ્વિતીય છે. ૫૭. અર્થ: રાગથી, દ્વેષથી અથવા મોહથી થતાં મૃષા ભાષાના પરિણામને જે સાધુ છોડે છે, તેને જરાદા બીજું વ્રત છે. गामे वा णयरे वाऽरण्णे वा पेच्छिऊण परमत्थं। जो मुयदि गहणभावं तिदियवदं होदि तस्सेव ॥५८॥ નગરે, અરણ્ય, ગ્રામમાં કો વસ્તુ પરની દેખીને છોડે ગ્રહણપરિણામ , તે પુરુષને વ્રત તૃતીય છે. ૫૮. અર્થ ગ્રામમાં, નગરમાં કે વનમાં પારકી વસ્તુ દેખીને જે (સાધુ) તેને ગ્રહવાના ભાવને છોડે છે, તેને જ ત્રીજું વ્રત છે. दतॄण इत्थरूवं वांछाभावं णियत्तदे तासु। मेहुणसण्णविवज्जियपरिणामो अहव तुरियवदं ॥५९॥ સ્ત્રીરૂપ દેખી સ્ત્રી પ્રતિ અભિલાષભાવનિવૃત્તિ જે, વા મિથુનસંજ્ઞાહિત જે પરિણામ તે વ્રત તુર્ય છે. ૫૯, અર્થ : સ્ત્રીઓનું રૂપ દેખીને તેમના પ્રત્યે વાંછાભાવની નિવૃત્તિ તે અથવા મૈથુનસંજ્ઞારહિત જે પરિણામ તે ચોથું વ્રત છે. Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૪૭ सव्वेसिं गंथाणं चागो णिरवेक्खभावणापुव्वं । पंचमवदमिदि भणिदं चारित्तभरं वहंतस्स ॥६०॥ નિરપેક્ષ ભાવન સહિત સર્વ પરિગ્રહોનો ત્યાગ જે, તે જાણવું વ્રત પાંચમું ચારિત્રભર વહનારને. ૬૦. અર્થ 'નિરપેક્ષ ભાવનાપૂર્વક (અર્થાત્ જે ભાવનામાં પરની અપેક્ષા નથી એવી શુદ્ધ નિરાલંબન ભાવના સહિત) સર્વપરિગ્રહોનો ત્યાગ(સર્વપરિગ્રહત્યાગ સંબંધી શુભભાવ)તે, ચારિત્રભર વહનારને પાંચમું વ્રત કહ્યું છે. ૧. મુનિને નિત્વોચિત નિરપેક્ષ શુદ્ધ પરિણતિની સાથે વર્તતો જે (હઠ વગરનો) સર્વપરિગ્રહત્યાગ સંબંધી શુભોપયોગ તે વ્યવહાર અપરિગ્રહવ્રત કહેવાય છે. શુદ્ધ પરિણતિ ન હોય ત્યાં શુભોપયોગ હઠ સહિત હોય છે, તે શુભોપયોગ તો વ્યવહાર-વ્રત પણ કહેવાતું નથી. (આ પાંચમા વ્રતની માફક અન્ય વ્રતોનું પણ સમજી લેવું.) ૨. ચારિત્રભર = ચારિત્રનો ભાર, ચારિત્રસમૂહ, ચારિત્રની અતીશયતા. पासुगमग्गेण दिवा अवलोगंतो जुगप्पमाणं हि। गच्छइ पुरदो समणो इरियासमिदी हवे तस्स ॥६१॥ અવલોકી માર્ગ ધુરા પ્રમાણ કરે ગમન મુનિરાજ જે દિવસે જ પ્રાસુક માર્ગમાં, ઇર્યાસમિતિ તેહને. ૬૧. અર્થ : જે શ્રમણ પ્રાસુક માર્ગે દિવસે ધુરા પ્રમાણ આગળ જોઈને ચાલે છે, તેને ઇર્યાસમિતિ હોય છે. पेसुण्णहासकक्कसपरणिंदप्पप्पसंसियं वयणं। परिचत्ता सपरहिदं भासासमिदी वदंतस्स ॥६२॥ નિજસ્તવન, પરનિંદા, પિશુનતા, હાસ્ય, કર્કશવચનને છોડી સ્વરહિત જે વદે, ભાષાસમિતિ તેહને. ૬૨. અર્થ પૈશૂન્ય (ચાડી), હાસ્ય, કર્કશ ભાષા, પરનિંદા અને આત્મપ્રશંસારૂપ વચનો પરિત્યાગીને જેસ્વપરહિતરૂપ વચનો બોલે છે, તેને ભાષાસમિતિ હોય છે. कदकारिदाणुमोदणरहिदं तह पासुगं पसत्थं च। दिण्णं परेण भत्तं समभुत्ती एसणासमिदी॥६३॥ અનુમનન-કૃત-કારિતવિહીન, પ્રશસ્ત, પ્રાસુક અશનને -પરદત્તને મુનિ જે ગ્રહે, એષણસમિતિ તેહને. ૬૩. Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ અર્થ ઃ પર વડે દેવામાં આવેલું, કૃત-કારિત-અનુમોદન રહિત, પ્રાસુક અને `પ્રશસ્ત ભોજન કરવારૂપ જે સમ્યક્ આહારગ્રહણ તે એષણાસિમિત છે. ૧. પ્રશસ્ત= સારું; શાસ્ત્રમાં પ્રશંસેલું; જે વ્યવહારે પ્રમાદાદિનું કે રોગાદિનું નિમિત્ત ન હોય એવું. पोत्थइकमंडलाई गहणविसग्गेसु पयतपरिणामो । आदावणणिक्खेवणसमिदी होदि ति णिद्दिट्ठा ॥ ६४॥ શાસ્ત્રાદિ ગ્રહતાં-મૂકતાં મુનિના પ્રયત પરિણામને આદાનનિક્ષેપણ સમિતિ કહેલ છે આગમ વિષે. ૬૪. અર્થ : પુસ્તક, કમંડળ વગેરે લેવા-મૂકવા સંબંધી પ્રયત્નપરિણામ તે આદાનનિક્ષેપણસમિતિ છે એમ કહ્યું છે. पासुगभूमिपदेसे गूढे रहिए परोपरोहेण । उच्चारादिच्चागो पइट्ठासमिदी हवे तस्स ।। ६५ ।। જે ભૂમિ પ્રાસુક, ગૂઢ ને ઉપરોધ જ્યાં પરનો નહીં, મળત્યાગ ત્યાં કરનારને સમિતિ પ્રતિષ્ઠાપન તણી. ૬૫. ન અર્થ : જેને પરના ઉપરોધ વિનાના (-બીજાથી રોકવામાં ન આવે એવા), ગૂઢ અને પ્રાસક ભૂમિપ્રદેશમાં મળાદિનો ત્યાગ હોય, તેને પ્રતિષ્ઠાપન સમિતિ હોય છે. कालुस्समोहसण्णारागद्दोसाइअसुहभावाणं । परिहारो मणुगुत्ती ववहारणयेण परिकहियं ।। ६६ ।। કાલુષ્ય, સંજ્ઞા, મોહ, રાગ, દ્વેષ આદિ અશુભના પરિહારને મનગુપ્તિ છે ભાખેલ નય વ્યવહારમાં. ૬૬. અર્થ :કલુષતા, મોહ, સંજ્ઞા, રાગ, દ્વેષ વગેરે અશુભ ભાવોના પરિહારને વ્યવહારનયથી મનો ગુપ્તિ કહેલ છે. थीराजचोरभत्तकहादिवयणस्स पावहेउस्स। परिहारो वयगुत्ती अलियादिणियत्तिवयणं वा ।। ६७ ॥ સ્ત્રી-રાજ-ભોજન-ચોરકથની હેતુ છે જે પાપની તસુ ત્યાગ, વા અલીકાદિનો જે ત્યાગ, ગુપ્તિ વચનની. ૬૭. અર્થ :પાપના હેતુભૂત એવાં સ્રીકથા, રાજકથા, ચોરકથા, ભક્તકથા ઇત્યાદિરૂપ વચનોનો પરિહાર અથવા અસત્યાદિકની નિવૃત્તિવાળાં વચનો તે વચનગુપ્તિ છે. Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૪૯ बंधणछेदणमारणआकुंचण तह पसारणादीया। कायकिरियाणियत्ती णिहिट्ठा कायगुत्ति ति॥६८॥ વધ, બંધ ને છેદનમયી, વિસ્તરણ-સંકોચનમયી ઇત્યાદિ કાયક્રિયા તણી નિવૃત્તિ તનગુપ્તિ કહી. ૬૮. અર્થ બંધન, ઇદન, મારણ (-મારી નાંખવું), આકુંચન (-સંકોચવું) તથા પ્રસારણ (-વિસ્તારવું) ઇત્યાદિ કાયક્રિયાઓની નિવૃત્તિને કાયવુતિ કહી છે. जा रायादिणियत्ती मणस्स जाणीहि तं मणोगुत्ती। अलियादिणियत्तिं वा मोणं वा होइ वइगुत्ती॥६९॥ મનમાંથી જે રાગાદિની નિવૃત્તિ તે મનગુદ્ધિ છે; અલીકાદિની નિવૃત્તિ અથવા મૌન વાચાગુતિ છે. ૬૯. અર્થ મનમાંથી જેરાગાદિની નિવૃત્તિ તેને મનોગુપ્તિ જાણ. અસત્યાદિની નિવૃત્તિ અથવા મૌન તે વચનગુપ્તિ છે. कायकिरियाणियत्ती काउस्सग्गो सरीरगे गुत्ती। हिंसाइणियत्ती वा सरीरगुत्ति त्ति णिद्दिट्ठा ॥ ७० ॥ જે કાયકર્મનિવૃત્તિ કાયોત્સર્ગ તે તનગુમિ છે; હિંસાદિની નિવૃત્તિને વળી કાયમુતિ કહેલ છે. ૭૦. અર્થ કાયક્રિયાઓની નિવૃત્તિરૂપ કાયોત્સર્ગ શરીર સંબંધી ગુમિ છે; અથવા હિંસાદિની નિવૃત્તિને શરીરગુપ્તિ કહી છે. घणघाइकम्मरहिया केवलणाणाइपरमगुणसहिया। चोत्तिसअदिसयजुत्ता अरिहंता एरिसा होति ॥७१ ॥ ઘનઘાતિકર્મ વિહીન ને ચોત્રીસ અતિશય યુક્ત છે, કૈવલ્યજ્ઞાનાદિક પરમગુણ યુક્ત શ્રી અર્વત છે. ૭૧. અર્થ ઘનઘાતી કર્મ રહિત, કેવળજ્ઞાનાદિ પરમ ગુણો સહિત અને ચોત્રીશ અતિશય સંયુક્ત) -આવા, અહંતો હોય છે. णट्टकम्मबंधा अट्ठमहागुणसमण्णिया परमा। लोयग्गठिदा णिच्चा सिद्धा ते एरिसा होति ॥७२॥ Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ છે અષ્ટ કર્મ વિનષ્ટ, અષ્ટ મહાગુણે સંયુક્ત છે, શાશ્વત, પરમને લોક-અગ્રવિરાજમાન શ્રી સિદ્ધ છે. ૭૨. અર્થ આઠ કર્મના બંધને જેમણે નષ્ટ કરેલ છે એવા, આઠ મહાગુણો સહિત, પરમ, લોકના અગ્રે સ્થિત અને નિત્યઆવા, તે સિદ્ધો હોય છે. पंचाचारसमग्गा पंचिंदियदंतिदप्पणिद्दलणा। धीरा गुणगंभीरा आयरिया एरिसा होति ॥७३॥ પરિપૂર્ણ પંચાચારમાં, વળી ધીર, ગુણગંભીર છે, પંચેદ્રિગજના દર્પદલને દક્ષ શ્રી આચાર્ય છે. ૭૩. અર્થ : પંચાચારોથી પરિપૂર્ણ, પંચેન્દ્રિયરૂપી હાથીના મદનું દલો કરનારા, ધીર અને ગુણગંભીર, આવા, આચાર્યો હોય છે. रयणत्तयसंजुत्ता जिणकहियपयत्थदेसया सूरा। णिकंखभावसहिया उवज्झाया एरिसा होंति ॥७४॥ રત્નત્રય સંયુક્ત ને નિકાંક્ષભાવથી યુક્ત છે, જિનવરકથિત અર્થોપદેશે શૂર શ્રી ઉવઝાય છે. ૭૪. અર્થ : રત્નત્રયથી સંયુક્ત, જિનકથિત પદાર્થોના શૂરવીર ઉપદેશક અને નિકાંક્ષભાવ સહિત; આવા, ઉપાધ્યાયો હોય છે. वावारविप्पमुक्का चउब्विहाराहणासयारत्ता। णिग्गंथा णिम्मोहा साहू दे एरिसा होति ॥७५ ॥ નિગ્રંથ છે, નિર્મોહ છે, વ્યાપારથી પ્રવિમુક્ત છે, ચઉવિધ આરાધન વિષે નિત્યાનુરક્ત શ્રી સાધુ છે. ૭૫. અર્થ વ્યાપારથી વિમુક્ત (સમસ્ત વ્યાપાર રહિત), ચતુર્વિધ આરાધનામાં સદા રક્ત, નિગ્રંથ અને નિર્મોહ; - આવા, સાધુઓ હોય છે. एरिसयभावणाए ववहारणयस्स होदि चारित्तं। णिच्छयणयस्स चरणं एत्तो उड्डे पवक्खामि ॥७६ ॥ Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૫૧ આ ભાવનામાં જાણવું ચારિત્ર નય વ્યવહારથી; આના પછી ભાખીશ હું ચારિત્ર નિશ્ચયનય થકી. ૭૬. અર્થ આવી (પૂર્વોક્ત) ભાવનામાં વ્યવહારનયના અભિપ્રાયે ચારિત્ર છે; નિશ્ચયનયના અભિપ્રાયે ચારિત્ર આના પછી કહીશ. Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ ૫. પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર णाहं णारयभावो तिरियत्थो मणुवदेवपज्जाओ। कत्ता ण हि कारइदा अणुमंता णेव कत्तीणं ॥ ७७॥ णाहं मग्गणठाणो णाहं गुणठाण जीवठाणो ण। कत्ता ण हि कारइदा अणुमंता णेव कत्तीणं॥७८॥ णाहं बालो वुड्डो ण चेव तरुणो ण कारणं तेसिं। कत्ता ण हि कारइदा अणुमंता णेव कत्तीणं॥७९॥ णाहं रागो दोसो ण चेव मोहो ण कारणं तेसिं । कत्ता ण हि कारइदा अणुमंता णेव कत्तीणं॥ ८० ॥ णाहं कोहो माणोणचेव माया ण होमि लोहो हं। कत्ता ण हि कारइदा अनुमंता णेव कत्तीणं ॥ ८१ ॥ નારક નહીં, તિર્યંચ - માનવ - દેવપર્યય હું નહીં; કર્તા ન, કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં. ૭૭. હું માર્ગણાસ્થાનો નહીં, ગુણસ્થાનો-જીવસ્થાનો નહીં; કર્તા ન, કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં. ૭૮. હું બાળ-વૃદ્ધ-યુવાન નહિ, હું તેમનું કારણ નહીં; કર્તા ન, કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં. ૭૯. હું રાગ-દ્વેષ ન, મોહ નહિ, હું તેમનું કારણ નહીં; કર્તા ન, કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં. ૮૦. હું કોધનહિ, નહિમાન, તેમ જલોભ-માયાછું નહીં; કર્તા ન, કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં. ૮૧ અર્થ હું નારકપર્યાય, તિર્યંચપર્યાય, મનુષ્યપર્યાય કે દેવપર્યાય નથી; તેમનો (હું) કર્તાનથી, કારયિતા (-કરાવનાર) નથી, કર્તાનો અનુમોદક નથી. Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ હું માર્ગણાસ્થાનો નથી, હું ગુણસ્થાનો કે જીવસ્થાનો નથી; તેમનો હું કર્તા નથી, કારયિતા નથી, કર્તાનો અનુમોદક નથી. હું બાળ નથી, વૃદ્ધ નથી, તેમ જ તરુણ નથી; તેમનું (હું) કારણ નથી; તેમનો (હું) કર્તા નથી, કારયિતા નથી, કર્તાનો અનુમોદક નથી. હું રાગ નથી, દ્વેષ નથી, તેમ જ મોહ નથી, તેમનું (હું) કારણ નથી; તેમનો (હું) કર્તા નથી, કારયિતા નથી, કર્તાનો અનુમોદક નથી. હું કોઈ નથી, માન નથી, તેમ જ હું માયા નથી, લોભ નથી; તેમનો (હું) કર્તા નથી, કારયિતા નથી, કર્તાનો અનુમોદક નથી. एरिसभेदभासे मज्झत्थो होदि तेण चारित्तं । तं दिढकरणणिमित्तं पडिक्कमणादो पवक्खामि ॥ ८२॥ આ ભેદના અભ્યાસથી માધ્યસ્થ થઈ ચારિત બને; પ્રતિક્રમણ આદિ કહીશ હું ચારિત્રદઢતા કારણે. ૮૨. અર્થ આવો ભેદ અભ્યાસ થતાં જીવ મધ્યસ્થ થાય છે, તેથી ચારિત્ર થાય છે. તેને (ચારિત્રને) દઢ કરવા નિમિત્તે હું પ્રતિક્રમણાદિ કહીશ. मोत्तूण वयणरयणं रागादीभाववारणं किच्चा। अप्पाणं जो झायदि तस्स दु होदि त्ति पडिकमणं ॥८३॥ રચના વચનની છોડીને, રાગાદિભાવ નિવારીને, જે જીવ ધ્યાને આત્મને, તે જીવને પ્રતિક્રમણ છે. ૮૩. અર્થ વચનરચનાને છોડીને, રાગાદિભાવોનું નિવારણ કરીને, જે આત્માને ધ્યાવે છે, તેને પ્રતિક્રમણ હોય છે. आराहणाइ वट्टइ मोत्तूण विराहणं विसेसेण। सो पडिकमणं उच्चइ पडिकमणमओ हवे जम्हा॥ ८४ ॥ છોડી સમસ્ત વિરાધના આરાધનામાં જે રહે, તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમયતા કારણે. ૮૪. અર્થ જે (જીવ) વિરાધનને વિશેષતઃ છોડીને આરાધનામાં વર્તે છે, તે (જીવ) પ્રતિક્રમણ કહેવાય છે, કારણ કે તે પ્રતિક્રમણમય છે. Page #367 -------------------------------------------------------------------------- ________________ (૩૫૪ मोत्तूण अणायारं आयारे जो दु कुणदि थिरभावं। सो पडिकमणं उच्चइ पडिकमणमओ हवे जम्हा॥ ८५॥ જે છોડી અણ-આચારને આચારમાં સ્થિરતા કરે, તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમયતા કારણે. ૮૫ અર્થ : જે (જીવ) અનાચાર છોડીને આચારમાં સ્થિરભાવ કરે છે, તે (જીવ) પ્રતિક્રમણ કહેવાય છે, કારણ કે તે પ્રતિક્રમણમય છે. उम्मग्गं परिचत्ता जिणमग्गे जो दु कुणदि थिरभावं। सो पडिकमणं उच्चइ पडिकमणमओ हवे जम्हा ॥ ८६ ॥ પરિત્યાગી જે ઉન્માર્ગને જિનમાર્ગમાં સ્થિરતા કરે, તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમયતા કારણે. ૮૬. અર્થ : જે (જીવ) ઉન્માર્ગને પરિત્યાગીને જિનમાર્ગમાં સ્થિરભાવ કરે છે, તે (જીવ) પ્રતિક્રમણ કહેવાય છે, કારણ કે તે પ્રતિક્રમણમય છે. मोत्तूण सल्लभावं णिस्सल्ले जो दु साहु परिणमदि। सो पडिकमणं उच्चइ पडिकमणमओ हवे जम्हा॥ ८७॥ જે સાધુ છોડી શલ્યને નિઃશલ્યભાવે પરિણમે, તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમયતા કારણે. ૮૭. અર્થ : જે સાધુ શલ્યભાવ છોડીને નિઃશલ્યભાવે પરિણમે છે, તે (સાધુ) પ્રતિક્રમણ કહેવાય છે, કારણ કે તે પ્રતિક્રમણમય છે. चत्ता अगुत्तिभावं तिगुत्तिगुत्तो हवेइ जो साहू। सो पडिकमणं उच्चइ पडिकमणमओ हवे जम्हा॥८८॥ જે સાધુ છોડી અગુમિભાવ ત્રિગુમિગુપ્તપણે રહે, તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમયતા કારણે. ૮૮. અર્થ જે સાધુ અગુપ્રિભાવ તજીને ત્રિગુમગુ રહે છે, તે (સાધુ) પ્રતિક્રમણ કહેવાય છે, કારણ કે તે પ્રતિક્રમણમય છે. Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૫૫ मोत्तूण अट्टरुदं झाणं जो झादि धम्मसुक्कं वा। सो पडिकमणं उच्चइ जिणवरणिद्दिट्ठसुत्तेसु ॥८९॥ તજી આર્ત તેમ જ રૌદ્રને, ધ્યાવે ધરમને, શુક્લને, તે પ્રતિક્રમણ કહેવાય છે જિનવરકથિત સૂત્રો વિષે. ૮૯. અર્થ જે (જીવ) આર્ત અને રૌદ્ર ધ્યાન છોડીને ધર્મ અથવા શુક્લ ધ્યાનને ધ્યાવે છે, તે (જીવ) જિનવરકથિત, સૂત્રોમાં પ્રતિક્રમણ કહેવાય છે. मिच्छत्तपहुदिभावा पुव्वं जीवेण भाविया सुइरं। सम्मत्तपहुदिभावा अभाविया होंति जीवेण ॥९०॥ મિથ્યાત્વ-આદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે; સમ્યકત્વ-આદિક ભાવ રે! ભાવ્યા નથી પૂર્વે જીવે. ૯૦. અર્થ : મિથ્યાત્વાદિભાવો જીવે પૂર્વે સુચિર કાળ(બહુદીર્ધકાળ)ભાવ્યા છે; સમ્માદિભાવો જીવે ભાવ્યા નથી. मिच्छादसणणाणचरित्तं चइऊण णिखसेसेण। सम्मत्तणाणचरणं जो भावइ सो पडिक्कमणं॥९१॥ નિઃશેષ મિથ્યાજ્ઞાન-દર્શન-ચરણને પરિત્યાગીને સુજ્ઞાન-દર્શન-ચરણ ભાવે, જીવ તે પ્રતિક્રમણ છે. ૯૧. અર્થ : મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રને નિરવશેષપણે છોડીને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રને જે (જીવ) ભાવે છે, તે (જીવ) પ્રતિક્રમણ છે. उत्तमअटुं आदा तम्हि ठिदा हणदि मुणिवरा कम्म। तम्हा दु झाणमेव हि उत्तमअट्ठस्स पडिकमणं ॥९२॥ આત્મા જ ઉત્તમ-અર્થ છે, તત્રસ્થ મુનિ કર્મો હણે; તે કારણે બસ ધ્યાન ઉત્તમ-અર્થનું પ્રતિક્રમણ છે. ૯૨. અર્થ : ઉત્તમાર્થ (-ઉત્તમ પદાર્થ) આત્મા છે; તેમાં સ્થિત મુનિવરો કર્મને હણે છે. તેથી ધ્યાન જ ખરેખર ઉત્તમાર્થનું પ્રતિક્રમણ છે. झाणणिलीणो साहू परिचागं कुणइ सव्वदोसाणं। तम्हा दु झाणमेव हि सव्वदिचारस्स पडिमकणं ॥९३॥ Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ રહી ધ્યાનમાં તલ્લીન, છોડે સાધુ દોષ સમસ્તને; તે કારણ બસ ધ્યાન સૌ અતિચારનું પ્રતિક્રમણ છે. ૯૩. અર્થ ધ્યાનમાં લીન સાધુ સર્વ દોષોનો પરિત્યાગ કરે છે; તેથી ધ્યાન જ ખરેખર સર્વ અતિચારનું પ્રતિક્રમણ છે. पडिकमणणामधेये सुत्ते जह विण्णिदं पडिक्कमणं। तह णच्चा जो भावइ तस्स तदा होदि पडिक्कमणं॥९४॥ પ્રતિક્રમણનામક સૂત્રમાં જ્યમ વર્ણવ્યું પ્રતિક્રમણને ત્યમ જાણી ભાવે ભાવના, તેને તદા પ્રતિક્રમણ છે. ૯૪. અર્થ : પ્રતિક્રમણ નામના સૂત્રમાં જે પ્રમાણે પ્રતિક્રમણ વર્ણવવામાં આવ્યું છે તે પ્રમાણે જાણીને જે ભાવે છે, તેને ત્યારે પ્રતિક્રમણ છે. Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૫૭ ૬. નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર मोत्तूण सयलजप्पमणागयसुहमसुहवारणं किच्चा। अप्पाणं जो झायदि पच्चक्खाणं हवे तस्स ।। ९५ ।। પરિત્યાગી જલ્પ સમસ્તને, ભાવી શુભાશુભ વારીને, જે જીવ ધ્યાવે આત્મને, પચખાણ છે તે જીવને. ૯૫. અર્થ સમસ્ત જપને (-વચનવિસ્તારને) છોડીને અને અનાગત શુભ-અશુભનું નિવારણ કરીને જે આત્માને ધ્યાવે છે, ને પ્રત્યાખ્યાન છે. केवलणाणसहावो केवलदंसणसहावसुहमइओ। केवलसत्तिसहावो सो हं इदि चिंतए णाणी ॥ ९६ ॥ કેવલદરશ, કેવલવીરજ, કૈવલ્યજ્ઞાનસ્વભાવી છે, વળી સૌખ્યમય છે જેહ તે હું - એમ જ્ઞાની ચિંતવે. ૯૬. અર્થ : કેવળજ્ઞાનસ્વભાવી, કેવળદર્શનસ્વભાવી, સુખમય અને કેવળશક્તિસ્વભાવી તે હું છું - એમ જ્ઞાની ચિંતવે છે. णियभावं णवि मुच्चइ परभावं णेव गेण्हए केई । जादि पस्सदि सव्वं सो हं इदि चिंतए णाणी ॥ ९७ ॥ નિજભાવને છોડે નહીં, પરભાવ કંઈ પણ નવ ગ્રહે, જાણે - જુએ જે સર્વ, તે હું - એમ જ્ઞાની ચિંતવે. ૯૭. અર્થ : જે નિજભ વને છોડતો નથી, કાંઈ પણ પરભાવને ગ્રહતો નથી, સર્વને જાણે-દેખે છે, તે હું છું - એમ જ્ઞાની ચિતવ છે. पयडिट्ठिदिअणुभागप्पदेसबंधेहिं वज्जिदो अप्पा | सोहं इदि चिंतिज्जो तत्थेव य कुणदि थिरभावं ।। ९८॥ પ્રકૃતિ-સ્થિતિ-પરદેશ-અનુભવબંધ વિરહિત જીવજે છું તે જ હું - ત્યમ ભાવતો, તેમાં જ તે સ્થિરતા કરે. ૯૮. Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ અર્થ : પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધ રહિત જે આત્મા છે તે હું છું - એમ ચિતવતો થકો, (જ્ઞાની) તેમાં જ સ્થિરભાવ કરે છે. ममत्तिं परिवज्जामि णिम्ममत्तिमुवट्ठिदो। आलंबणं च मे आदा अवसेसं च वोसरे॥९९॥ પરિવનું છું હું મમત્વ, નિર્મમ ભાવમાં સ્થિત હું રહું; અવલંબું છું મુજ આત્મને, અવશેષ સર્વ હું પરિહરું. ૯૯. અર્થ : હું મમત્વને પરિવ છું અને નિર્મમત્વમાં સ્થિત રહું છું; આત્મા મારું આલંબન છે અને બાકીનું હું તનું છું. आदा खु मज्झ णाणे आदा मे दंसणे चरित्ते य। आदा पच्चक्खाणे आदा मे संवरे जोगे॥१०॥ મુજ જ્ઞાનમાં આત્મા ખરે, દર્શન-ચરિતમાં આતમા, પચખાણમાં આત્મા જ, સંવર-યોગમાં પણ આતમાં. ૧0. અર્થ ખરેખર મારા જ્ઞાનમાં આત્મા છે, મારા દર્શનમાં તથા ચારિત્રમાં આત્મા છે, મારા પ્રત્યાખ્યાનમાં આત્મા છે, મારા સંવર તથા યોગમાં (શુદ્ધોપયોગમાં) આત્મા છે. एगो य मरदि जीवो एगो य जीवदि सयं। एगस्स जादि मरणं एगो सिज्झदि णीरओ॥१०१॥ જીવ એકલો જ મરે, સ્વયં જીવ એકલો જન્મ અરે ! જીવ એકનું નીપજે મરણ, જીવ એકલો સિદ્ધિ લહે. ૧૦૧. અર્થ જીવ એકલો મરે છે અને સ્વયં એકલો જન્મે છે; એકલાનું મરણ થાય છે અને એકલો ર૦૦રહિત થયો થકો સિદ્ધ થાય છે. एगो मे सासदो अप्पा णाणदंसणलक्खणो। सेसा मे बाहिरा भावा सव्वे संजोगलक्खणा॥१०२॥ મારો સુશાશ્વત એક દર્શનજ્ઞાનલક્ષણ જીવ છે; બાકી બધા સંયોગલક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. ૧૦૨. અર્થ જ્ઞાન-દર્શનલક્ષણવાળો શાશ્વત એક આત્મા મારો છે; બાકીના બધા સંયોગલક્ષણવાળા ભાવો મારાથી બાહ્ય છે. Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૫૯ जं किंचि मे दुच्चरित्तं सव्वं तिविहेण वोसरे। सामाइयं तु तिविहं करेमि सव्वं णिरायारं॥ १०३॥ જે કાંઈ પણ દુશ્ચરિત મુજ તે સર્વ હું ત્રિવિધ તાં; કરું છું નિરાકાર જ સમસ્ત ચરિત્ર જે ત્રયવિધ. ૧૦૩. અર્થ મારું જે કાંઈ પણ દુશ્ચારિત્રને સર્વને હુંત્રિવિધ (મન-વચન-કાયાથી) તજું છું અને ત્રિવિધ જે સામાયિક (-ચારિત્ર તે સર્વને નિરાકાર (-નિર્વિકલ્પ) કરું છું. सम्मं मे सव्वभूदेसु वेरं मज्झंण केणवि। आसाए वोसरित्ता णं समाहि पडिवज्जए॥१०४॥ સૌ ભૂતમાં સમતા મને, કો સાથે વેર મને નહીં; આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની. ૧૦૪. અર્થ સર્વ જીવો પ્રત્યે મને સમતા છે, મારે કોઈ સાથે વેર નથી; ખરેખર આશાને છોડીને હું સમાધિને પ્રાપ્ત કરું णिक्कसायस्स दंतस्स सूरस्स ववसायिणो। संसारभयभीदस्स पच्चक्खाणं सुहं हवे॥१०५॥ અકષાય, ઉદ્યમી, દાન્ત છે, સંસારથી ભયભીત છે, શૂરવીર છે, તે જીવને પચખાણ સુખમય હોય છે. ૧૦૫. અર્થ : જે નિઃકષાય છે, 'દાન્ત છે, શૂરવીર છે, વ્યવસાયી (શુદ્ધતા પ્રત્યે ઉદ્યમવંત) છે અને સંસારથી ભયભીત છે, તેને સુખમય પ્રત્યાખ્યાન (અર્થાત્ નિશ્ચયપ્રત્યાખ્યાન) હોય છે. ૧. દાન્ત = જેણે ઇન્દ્રિયોનું દમન કર્યું હોય એવો; જેણે ઇન્દ્રિયોને વશ કરી હોય એવો; સંયમી. एवं भेदभासं जो कुब्वइ जीवकम्मणो णिच्चं। पच्चक्खाणं सक्कदि धरि, सो संजदो णियमा॥१०६॥ જીવ-કર્મ કેરા ભેદનો અભ્યાસ જે નિત્ય કરે, તે સંયમી પચખાણ-ધારણમાં અવશ્ય સમર્થ છે. ૧૦૬. અર્થ એ રીતે જે સદા જીવ અને કર્મના ભેદનો અભ્યાસ કરે છે, તે સંયત નિયમથી પ્રત્યાખ્યાન ધારણ કરવાને શક્તિમાન છે. Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ ૭. પરમ-આલોચના અધિકાર णोकम्मकम्मरहियं विहावगुणपज्जएहिं वदिरित्तं । अप्पाणं जो झायदि समणस्सालोयणं होदि॥१०७॥ તે શ્રમણને આલોચના, જે શ્રમણ ધ્યાને આત્મને, નોકર્મકર્મ - વિભાવગુણપર્યાયથી વ્યતિરિક્તને. ૧૦૭ અર્થ નોકર્મ ને કર્મથી રહિત તથા વિભાવગુણપર્યાયોથી 'વ્યતિરિક્ત આત્માને જે ધ્યાવે છે, તે શ્રમણને આલોચના છે. ૧. વ્યતિરિક્ત = રહિત, ભિન્ન आलोयणमालुंछण वियडीकरणं च भावसुद्धी य। चउविहमिह परिकहियं आलोयणलक्खणं समए ॥१०८॥ આલોચનાનું રૂપ ચઉવિધ વર્ણવ્યું છે. શાસ્ત્રમાં, -આલોચના, આલુંછના, અવિકૃતિકરણ ને શુદ્ધતા. ૧૦૮ અર્થ હવે, આલોચનાનું સ્વરૂપ 'આલોચન, ‘આલુંછન, અવિકૃતિકરણ અને 'ભાવશુદ્ધિ એમ ચાર પ્રકારનું શાસ્ત્રમાં કહ્યું છે. ૧. પોતે પોતાના દોષો સૂક્ષ્મતાથી જોઈ જવા અથવા ગુરુ પાસે પોતાના દોષોનું નિવેદન કરવું તે વ્યવહાર-આલોચન છે. નિશ્ચય આલોચનનું સ્વરૂપ ૧૦૯મી ગાથામાં કહેવામાં આવશે. ૨. આલુંછન = (દોષોનું) આલુચન અર્થાત ઉખેડી નાંખવું તે. ૩. અવિકૃતિકરણ = વિકાર રહિતતા કરવી તે. ૪. ભાવશુદ્ધિ = ભાવોને શુદ્ધ કરવા તે. जो पस्सदि अप्पाणं समभावे संठवित्तु परिणाम। आलोयणमिदि जाणह परमजिणंदस्स उवएसं॥ १०९॥ સમભાવમાં પરિણામ સ્થાપી દેખતો જે આત્મને, તે જીવ છે આલોચના-જિનવરવૃષભ-ઉપદેશ છે. ૧૯. અર્થ :જે (જીવ) પરિણામને સમભાવમાં સ્થાપીને (નિજ) આત્માને દેખે છે, તે આલોચન છે એમ પરમ જિનેન્દ્રનો ઉપદેશ જાણ. Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૬૧ कम्ममहीरुहमूलच्छेदसमत्थो सकीयपरिणामो । साहीणो समभावो आलुंछणमिदि समुद्दिनं ॥ ११०॥ છે. કર્મતરુમૂલછેદનું સામર્થ્ય જે પરિણામમાં, સ્વાધીન તે સમભાવ-નિજપરિણામ આવ્યુંછન કહ્યા. ૧૧૦. અર્થ : કર્મરૂપી વૃક્ષનું મૂળ છેદવામાં સમર્થ એવો જે સમભાવરૂપ સ્વાધીન નિજ પરિણામ તેને આલુંછન કહેલ છે. कम्मादो अप्पाणं भिण्णं भावेइ विमलगुणणिलयं । मज्झत्थभावणाए वियडीकरणं ति विष्णेयं ॥ १११ ॥ અવિકૃતિકરણ તેને કહ્યું જે ભાવતાં માધ્યસ્થને ભાવે વિમળગુણધામ કર્મવિભક્ત આતમરામને. ૧૧૧. અર્થ : જે મધ્યસ્થભાવનામાં કર્મથી ભિન્ન આત્માને - કે જે વિમળ ગુણોનું રહેઠાણ છે તેને – ભાવે છે, તે જીવને અવિકૃતિકરણ જાણવું. मदमाणमायलोहविवज्जियभावो द भावसुद्धि त्ति । परिकहियं भव्वाणं लोयालोयप्पदरिसीहिं॥ ११२ ॥ ત્રણ લોક તેમ અલોકના દૃષ્ટા કહે છે ભવ્યને -મદમાનમાયાલોભવર્જિત ભાવ ભાવવિશુદ્ધિ છે. ૧૧૨. અર્થ :મદ (મદન), માન, માયા અને લોભ રહિત ભાવ તે ભાવશુદ્ધિ છે એમ ભવ્યોને લોકાલોકના દૃષ્ટાઓએ કહ્યું છે. Page #375 -------------------------------------------------------------------------- ________________ ૮. શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકાર वदसमिदिसीलसंजमपरिणामो करणणिग्गहो भावो। सो हवदि पायछित्तं अणवरयं चेव कायव्वो॥११३ ।। વ્રત, સમિતિ, સંયમ, શીલ, ઇંદ્રિયરોધરૂપ છે ભાવ જે તે ભાવ પ્રાયશ્ચિત્ત છે, જે અનવરત કર્તવ્ય છે. ૧૧૩. અર્થ વ્રત, સમિતિ, શીલ ને સંયમરૂપ પરિણામ તથા ઇન્દ્રિયનિગ્રહરૂપ ભાવ તે પ્રાયશ્ચિત્ત છે અને તે નિરંતર કર્તવ્ય છે. कोहादिसगभावक्खयपहुदिभावणाए णिग्गहणं। पायच्छित्तं भणिदं णियगुणचिंता य णिच्छयदो ॥११४॥ ક્રોધાદિ નિજ ભાવો તણા ક્ષય આદિની જે ભાવના ને આત્મગુણની ચિંતન નિશ્ચયથી પ્રાયશ્ચિતમાં. ૧૧૪. અર્થ ક્રોધ વગેરે સ્વકીય ભાવોના (-પોતાના વિભાવભાવોના) ક્ષયાદિકની ભાવનામાં રહેવું અને નિજ ગુણોનું ચિંતન કરવું તે નિશ્ચયથી પ્રાયશ્ચિત કહ્યું છે. कोहं खमया माणं समद्दवेणज्जवेण मायं च। संतोसेण य लोहं जयदि खुए चहुविहकसाए ॥११५ ॥ જીતે ક્ષમાથી ક્રોધને, નિજ માઈવેથી માનને, આર્જવ થકી માયા ખરે, સંતોષ દ્વારા લોભને. ૧૧૫. અર્થ ક્રોધને ક્ષમાથી, માનને નિજ માર્દવથી, માયાને આર્જવાથી તથા લોભને સંતોષથી - એમ ચતુર્વિધ કષાયોને (યોગી) ખરેખર જીતે છે. उकिट्ठो जो बोहो णाणं तस्सेव अप्पणो चित्तं । जो धरइ मुणी णिच्वं पायच्छित्तं हवे तस्स ॥११६॥ ઉત્કૃષ્ટ નિજ અવબોધને વા જ્ઞાનને વા ચિત્તને ધારણ કરે છે નિત્ય, પ્રાયશ્ચિત્ત છે તે સાધુને. ૧૧૬. Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૬૩ અર્થ તે જ (અનંતધર્મવાળા)આત્માનો જે ઉત્કૃષ્ટ બોધ, જ્ઞાન અથવા ચિત્ત તેને જે મુનિ નિત્ય ધારણ કરે છે, તેને પ્રાયશ્ચિત્ત છે. किं बहुणा भणिएण दु वरतवचरणं महेसिणं सव्वं । पायच्छित्तं जाणह अणेयकम्माण खयहेऊ ॥ ११७ ॥ બહુ કથન શું કરવું? અરે ! સૌ જાણ પ્રાયશ્ચિત્ત તું, નાનાકરમક્ષમહેતુ ઉત્તમ તપચરણ ઋષિરાજનું. ૧૧૭. અર્થ બહુ કહેવાથી શું? અનેક કર્મોના ક્ષયનો હેતુ એવું જે મહર્ષિઓનું ઉત્તમ તપશ્ચરણ તે બધું પ્રાયશ્ચિત્ત જાણ. णंताणंतभवेण समज्जियसुहअसुहकम्मसंदोहो। तवचरणेण विणस्सदि पायच्छित्तं तवं तम्हा॥११८॥ રે! ભવ અનંતાનંતથી અર્જિત શુભાશુભ કર્મ જે તે નાશ પામે તપ થકી; તપ તેથી પ્રાયશ્ચિત્ત છે. ૧૧૮. અર્થ અનંતાનંત ભવો વડે ઉપાર્જિત શુભાશુભ કર્મરાશિ તપશ્ચરણથી વિનાશ પામે છે, તેથી તપ પ્રાયશ્ચિત્ત છે. अप्पसरूवालंबणभावेण दुसब्वभावपरिहारं। सक्कदि कादं जीवो तम्हा झाणं हवे सव्वं ॥११९॥ આત્મસ્વરૂપ અવલંબનારા ભાવથી સૌ ભાવને ત્યાગી શકે છે જીવ, તેથી ધ્યાન તે સર્વસ્વ છે. ૧૧૯. અર્થ આત્મસ્વરૂપ જેનું આલંબન છે એવા ભાવથી જીવ સર્વભાવોનો પરિહાર કરી શકે છે, તેથી ધ્યાન તે સર્વસ્વ છે. सुहअसुहवयणरयणं रायादीभाववारणं किच्चा। अप्पाणं जो झायदि तस्स दुणियमं हवे णियमा॥१२०॥ છોડી શુભાશુભ વચનને, રાગાદિભાવ નિવારીને, જે જીવ ધ્યાને આત્મને, તેને નિયમથી નિયમ છે. ૧૨૦. અર્થ શુભાશુભ વચન રચનાનું એ રાગાદિભાવોનું નિવારણ કરીને જે આત્માને ધ્યાવે છે, તેને નિયમથી (-નિશ્ચિતપણે) નિયમ છે. Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ कायाईपरदव्वे थिरभावं परिहरन्तु अप्पाणं । तस्स हवे तसग्गं जो झायइ णिब्वियप्पेण ॥ १२१ ॥ કાયાદિ પરદ્રવ્યો વિષે સ્થિરભાવ છોડી આત્મને ધ્યાવે વિકલ્પવિમુક્ત, કાયોત્સર્ગ છે તે જીવને. ૧૨૧. અર્થ ઃ કાયાદિ પરદ્રવ્યમાં સ્થિરભાવ છોડીને જે આત્માને નિર્વિકલ્પપણે ધ્યાવે છે, તેને કાયોત્સર્ગ છે. Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૬૫ ૯. પરમ-સમાધિ અધિકાર | वयणोच्चारणकिरियं परिचत्ता वीयरायभावेण। जो झायदि अप्पाणं परमसमाही हवे तस्स ॥१२२॥ વચનોચ્ચરણકિરિયા તજી, વીતરાગ નિજ પરિણામથી બાવે નિજાત્મા જેહ, પરમ સમાધિ તેને જાણવી. ૧૨૨. અર્થ વચનોચ્ચારણની ક્રિયા પરિત્યાગીને વીતરાગ ભાવથી જે આત્માને ધ્યાવે છે, તેને પરમ સમાધિ છે. संजमणियमतवेण दुधम्मज्झाणेण सुक्कझाणेण। जो झायइ अप्पाणं परमसमाही हवे तस्स ॥१२३॥ સંયમ, નિયમ ને તપ થકી, વળી ધર્મ-શુક્લધ્યાનથી, ધ્યાવે નિજાત્મા જેહ, પરમ સમાધિ તેને જાણવી. ૧૨૩. અર્થ સંયમ, નિયમ ને તપથી તથા ધર્મધ્યાન ને શુક્લધ્યાનથી જે આત્માને ધ્યાવે છે, તેને પરમ સમાધિ છે. किं काहदि वणवासो कायकिलेसो विचित्तउववासो। अज्झयणमोणपहुदी समदारहियस्स समणस्स ॥१२४ ॥ વનવાસ વા તનકલેશરૂપ ઉપવાસ વિધવિધ શું કરે? રે! મૌન વા પઠનાદિ શું કરે સામ્યવિરહિત શ્રમણને? ૧૨૪. અર્થ વનવાસ, ડાયકલેશરૂપ અનેક પ્રકારના ઉપવાસ, અધ્યયન, મૌન વગેરે (કાર્યો) સમતારહિત શ્રમણને શું કરે છે (-શો લાભ કરે છે) ? विरदो सव्वसावज्जे तिगुत्तो पिहिदिदिओ। तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे॥१२५ ॥ સાવધવિરત, ત્રિગુમ છે, ઇંદ્રિય સમૂહ નિરુદ્ધ છે, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૨૫. અર્થ : જે સર્વ સાવધમાં વિરત છે, જે ત્રણ ગુપ્તિવાળો છે અને જેણે ઇન્દ્રિયોને બંધ (નિરુદ્ધ) કરી છે, તેને સામાયિક થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે. Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ जो समो सव्वभूदेसु थावरेसु तसेसु वा। तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे॥१२६ ॥ સ્થાવર અને ત્રસ સર્વ ભૂતસમૂહમાં સમભાવ છે, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું. શ્રી કેવળીશાસને. ૧૨૬, અર્થ : જે સ્થાવર કે ત્રસ સર્વ જીવો પ્રત્યે સમભાવવાળો છે, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે. जस्स संणिहिदो अप्पा संजमे णियमे तवे। तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे॥१२७॥ સંયમ, નિયમ ને તપ વિષે આત્મા સમીપ છે જેહને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળશાસને. ૧૨૭. અર્થ : જેને સંયમમાં, નિયમમાં અને તપમાં આત્મા સમીપ છે, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે. जस्स रागो दु दोसो विगडिं ण जणेइ दु। तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे॥१२८॥ નહિ રાગ અથવા બ્રેષરૂપ વિકાર જન્મે જેહને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળશાસને. ૧૨૮. અર્થ જેને રાગ કે દ્વેષ (નહિ ઊપજતો થકો) વિકૃતિ ઉત્પન્ન કરતો નથી, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે. जो दु अट्टं च रुदं च झाणं वज्जेदि णिच्चसो। तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे॥१२९॥ જે નિત્ય વર્ષે આર્ત તેમ જ રૌદ્ર બન્ને ધ્યાનને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૨૯. અર્થ : જે આર્ત અને રૌદ્ર ધ્યાનને નિત્ય વર્જે છે, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે. जो दु पुण्णं च पावं च भावं वज्जेदि णिच्चसो। तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे॥१३०॥ Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૬૭ જે નિત્ય વર્જે પુણ્ય તેમ જ પાપ બન્ને ભાવને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૩૦. અર્થ : જે પુણ્ય તથા પાપરૂપ ભાવને નિત્ય વર્જે છે, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે. जो दु हस्सं रई सोगं अरतिं वज्जेदि णिच्चसो। तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे॥१३१॥ जो दुगंछा भयं वेदं सव्वं वज्जेदि णिच्चसो।। तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे॥१३२॥ જે નિત્ય વર્ષે હાસ્યને, રતિ અરતિ તેમ જ શોકને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૩૧. જે નિત્ય વર્જે ભય જુગુપ્સા વર્જતો સૌ વેદને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૩૨. અર્થ જે હાસ્ય, પતિ, શોક અને અરતિને નિત્યવ છે, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે. જે જુગુપ્સા, ભય અને સર્વવેદને નિત્ય વર્જે છે, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે. जो दु धम्मं च सुक्कं च झाणं झाएदि णिचसो। तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे॥१३३॥ જે નિત્ય ધ્યાવે ધર્મ તેમ જ શુક્લ ઉત્તમ ધ્યાનને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૩૩. અર્થ : જે ધર્મધ્યાન અને શુક્લધ્યાનને નિત્ય ધ્યાવે છે, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે. Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ ૧૦. પરમ-ભક્તિ અધિકાર सम्मत्तणाणचरणे जो भत्तिं कुणइ सावगो समणो। तस्स दु णिबुदिभत्ती होदि त्ति जिणेहि पण्णत्तं ॥ १३४॥ શ્રાવક શ્રમણ સમ્યત્વ-જ્ઞાન-ચરિત્રની ભક્તિ કરે, નિર્વાણની છે ભક્તિ તેને એમ જિનદેવો કહે. ૧૩૪. અર્થ : જે શ્રાવક અથવા શ્રમણ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રની ભક્તિ કરે છે, તેને નિવૃતિભક્તિ (નિર્વાણની ભક્તિ) છે એમ જિનોએ કહ્યું છે. मोक्खंगयपुरिसाणं गुणभेदं जाणिऊण तेसिं पि। जो कुणदि परमभत्तिं ववहारणयेण परिकहियं ॥ १३५॥ વળી મોક્ષગત પુરુષો તણો ગુણભેદ જાણી તેમની જે પરમ ભક્તિ કરે, કહી શિવભક્તિ ત્યાં વ્યવહારથી. ૧૩૫. અર્થ : જે જીવ મોક્ષગત પુરુષોનો ગુણભેદ જાણીને તેમની પણ પરમ ભક્તિ કરે છે, તે જીવને વ્યવહારનયે નિર્વાણભક્તિ કહી છે. मोक्खपहे अप्पाणं ठविऊण य कुणदि णिब्बुदी भत्ती। तेण दु जीवो पावइ असहायगुणं णियप्पाणं ॥ १३६ ॥ શિવપંથ સ્થાપી આત્મને નિર્વાણની ભક્તિ કરે, તે કારણે અસહાયગુણ નિજ આત્મને આત્મા વરે. ૧૩૬. અર્થ : મોક્ષમાર્ગમાં (પોતાના) આત્માને સમ્યક પ્રકારે સ્થાપીને નિવૃતિની (નિર્વાણની) ભક્તિ કરે છે, તેથી જીવ અસહાયગુણવાળા નિજ આત્માને પ્રાપ્ત કરે છે. ૧. અસહાયગુણવાળા = જેને કોઈની સહાય નથી એવા ગુણવાળો. (આત્મા સ્વતઃસિદ્ધ સહજ સ્વતંત્ર ગુણવાળો હોવાથી અસહાયગુણવાળો છે.) रायादीपरिहारे अप्पाणं जो दु जुंजदे साहू। सो जोगभत्तिजुत्तो इदरस्स य किह हवे जोगो॥ १३७॥ Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૬૯ રાગાદિના પરિવારમાં જે સાધુ જોડે આત્મને, છે યોગભકિત તેહને, કઈ રીતે સંભવ અન્યને? ૧૩૭. અર્થ : જે સાધુરાગાદિના પરિવારમાં આત્માને જોડે છે (અર્થાત્ આત્મામાં આત્માને જોડીને રાગ વગેરેનો ત્યાગ કરે છે), તે યોગભક્તિયુક્ત (યોગની ભક્તિવાળો) છેબીજાને યોગ કઈ રીતે હોય ? सव्ववियप्पाभावे अप्पाणं जो दु जुंजदे साहू। सो जोगभत्तिजुत्तो इदरस्स य किह हवे जोगो॥१३८॥ સઘળા વિકલ્પ અભાવમાં જે સાધુ જોડે આત્મને, છે યોગભક્તિ તેહને, કઈ રીતે સંભવ અન્યને ? ૧૩૮. અર્થ : જે સાધુ સર્વવિકલ્પોના અભાવમાં આત્માને જોડે છે (અર્થાતુ આત્મામાં આત્માને જોડીને સર્વ વિકલ્પોનો અભાવ કરે છે), તે યોગભક્તિવાળો છે; બીજાને યોગ કઈ રીતે હોય ? विवरीयाभिणिवेसं परिचत्ता जोण्हकहियतच्चेसु। जो जुंजदि अप्पाणं णियभावो सो हवे जोगो॥१३९ ॥ વિપરીત આગ્રહ છોડીને, જૈનાભિહિત તત્ત્વો વિષે જે જીવ જોડે આત્મને, નિજ ભાવ તેનો યોગ છે. ૧૩૯. અર્થ :વિપરીત અભિનિવેશનો પરિત્યાગ કરીને જે જૈનકથિત તત્ત્વોમાં આત્માને જોડે છે, તેનો નિજ ભાવ તે યોગ છે. उसहादिजिणवरिंदा एवं काऊण जोगवरभत्तिं। णिबुदिसुहमावण्णा तम्हा धरु जोगवरभत्तिं ॥ १४०॥ વૃષભાદિ જિનવર એ રીતે કરી શ્રેષ્ઠ ભક્તિ યોગની, શિવસૌખ્ય પામ્યા; તેથી કર તું ભક્તિ ઉત્તમ યોગની. ૧૪૦. અર્થ વૃષભાદિ જિનવરેન્દ્રો એ રીતે યોગની ઉત્તમ ભક્તિ કરીને નિવૃતિસુખને પામ્યા; તેથી યોગની ઉત્તમ ભક્તિને તું વારણ કર. Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ || ૧૧. નિશ્ચય-પરમાવશ્યક અધિકાર || जो ण हवदि अण्णवसो तस्स द कम्मं भणंति आवासं। कम्मविणासणजोगो णिब्बुदिमग्गो त्ति णिज्जुत्तो॥१४॥ નથી અન્યવશ જે જીવ, આવશ્યક કરમ છે તેહને; આ કર્મનાશનયોગને નિર્વાણમાર્ગ કહેલ છે. ૧૪૧. અર્થ જે અન્યવશ નથી (અર્થાત્ જે જીવ અન્યને વશ નથી) તેને આવશ્યક કર્મ કહે છે (અર્થાત્ તે જીવને આવશ્યક કર્મ છે એમ પરમ યોગીશ્વરો કહે છે). કર્મનો વિનાશ કરનારો યોગ (-એવું જે આ આવશ્યક કર્મ) તે નિર્વાણનો માર્ગ છે એમ કહ્યું છે. ण वसो अवसो अवसस्स कम्म वावस्सयं ति बोद्धव्वं । जुत्ति त्ति उवाअंति य णिखयवो होदि णिज्जुत्ती॥ १४२ ॥ વશ જે નહીં તે અવશ’, ‘આવશ્યક અવશનું કર્મ છે; તે યુતિ અગર ઉપાય છે, અશરીર તેથી થાય છે. ૧૪૨. અર્થ : જે (અન્યને) વશ નથી તે “અવશ” છે અને અવશનું કર્મ તે આવશ્યક છે એમ જાણવું, તે (અશરીર થવાની) યુક્તિ છે, તે (અશરીર થવાનો) ઉપાય છે, તેનાથી જીવ નિરવયવ (અર્થાત્ અશરીર) થાય છે. આમ નિરુક્તિ છે. वट्टदि जो सो समणो अण्णवसो होदि असुहभावेण। तम्हा तस्स दु कम्मं आवस्सयलक्खणं ण हवे ॥१४३॥ વર્તે અશુભ પરિણામમાં, તે શ્રમણ છે વશ અન્યને; તે કારણે આવશ્યકાત્મક કર્મ છે નહિ તેહને. ૧૪૩. અર્થ : જે અશુભ ભાવ સહિત વર્તે છે, તે શ્રમણ અન્યવશ છે, તેથી તેને આવશ્યકસ્વરૂપ કર્મ નથી. जो चरदि संजदो खलु सुहभावे सो हवेइ अण्णवसो। तम्हा तस्स दु कम्मं आवासयलक्खणं ण हवे ॥ १४४ ।। સંયત રહી શુભમાં ચરે, તે શ્રમણ છે વશ અન્યને; તે કારણે આવશ્યકાત્મક કર્મ છે નહિ તેહને. ૧૪૪. Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૭૧ અર્થ જે (જીવ) સંયત રહેતોથકો ખરેખર શુભભાવમાં ચરે - પ્રવર્તે છે, તે અન્યવશ છે, તેથી તેને આવશ્યકસ્વરૂપ કર્મ નથી. दव्वगुणपज्जयाणं चित्तं जो कुणइ सो वि अण्णवसो। मोहंधयारववगयसमणा कहयंति एरिसयं ॥१४५ ॥ જે ચિત્ત જોડે દ્રવ્ય-ગુણ-પર્યાયની ચિંતા વિષે, તેનેય મોહવિહીન શ્રમણો અન્યવશ ભાખે અરે ! ૧૪૫. અર્થ : જે દ્રવ્ય-ગણ-પર્યાયોમાં (અર્થાત્ તેમના વિકલ્પોમાં) મન જોડે છે, તે પણ અન્યવંશ છે; મોહાલ્પકાર રહિત શ્રમાગો આમ કહે છે. परिचत्ता परभावं अप्पाणं झादि णिम्मलसहावं। अप्पवसो सो होदि हु तस्स दु कम्मं भणंति आवासं ॥ १४६ ॥ પરભાવ છોડી, આત્મને ધ્યાને વિશુદ્ધસ્વભાવને, છે આત્મવશ તે સાધુ, આવશ્યક કરમ છે તેહને. ૧૪૬. અર્થ : જે પરભાવને પરિત્યાગીને નિર્મળ સ્વભાવવાળા આત્માને ધ્યાવે છે, તે ખરેખર આત્મવશ છે અને તેને આવશ્યક કર્મ (જિનો) કહે છે. आवासं जइ इच्छसि अप्पसहावेसु कुणदि थिरभाव। तेण दु सामण्णगुणं संपुण्णं होदि जीवस्स ॥ १४७॥ આવશ્યકાળું તું નિજાત્મસ્વભાવમાં સ્થિરતા કરે; તેનાથી સામાયિક તણો ગુણ પૂર્ણ થાયે જીવને. ૧૪૭. અર્થ : જો તું આવશ્યકને ઇચ્છે છે તો તું આત્મસ્વભાવોમાં સ્થિરભાવ કરે છે, તેનાથી જીવને સામાયિક ગુણ સંપૂર્ણ થાય છે. आवासएण हीणो पन्भट्ठो होदि चरणदो समणो। पुव्वुत्तकमेण पुणो तम्हा आवासयं कुज्जा॥१४८॥ આવશ્યકે વિરહિત શ્રમણ ચારિત્રથી પ્રભ્રષ્ટ છે; તેથી યથોક્ત પ્રકાર આવશ્યક કરમ કર્તવ્ય છે. ૧૪૮. અર્થ આવશ્યક રહિત શ્રમણ ચરણથી પ્રભ્રષ્ટ(અતિ ભ્રષ્ટ) છે; અને તેથી પૂર્વોક્ત કમથી (પૂર્વે કહેલી વિધિથી) આવશ્યક કરવું. Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ आवासएण जुत्तो समणो सो होदि अंतरंगप्पा | आवासयपरिहीणो समणो सो होदि बहिरप्पा ॥ १४९ ॥ આવશ્યકે સંયુક્ત યોગી અંતરાત્મા જાણવો; આવશ્યકે વિરહિત શ્રમણ બહિરંગ આત્મા જાણવો. ૧૪૯. અર્થ : આવશ્યક સહિત શ્રમણ તે અંતરાત્મા છે; આવશ્યક રહિત શ્રમણ તે બહિરાત્મા છે. अंतरबाहिरजप्पे जो वट्टइ सो हवेइ बहिरप्पा | जप्पेसु जो ण वट्टइ सो उच्चइ अंतरंगप्पा ।। १५० ।। જે બાહ્ય-અંતર જલ્પમાં વર્તે, અરે ! બહિરાત્મ છે; જલ્પો વિષે વર્તે નહીં, તે અંતરાત્મા જીવ છે. ૧૫૮. અર્થ : જે અંતર્બાહ્ય જલ્પમાં વર્તે છે, તે બહિરાત્મા છે; જે જલ્પોમાં વર્તતો નથી, તે અંતર ત્મા કહેવાય છે. जो धम्मसुक्कझाणम्हि परिणदो सो वि अंतरंगप्पा । झाणविहीणो समणो बहिरप्पा इदि विजाणीहि ॥ १५१ ॥ વળી ધર્મશુક્લધ્યાનપરિણત અંતરાત્મા જાણજે; ને ધ્યાનવિરહિત શ્રમણને બહિરંગ આત્મા જાણજે. ૧૫૧. અર્થ : જે ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં પરિણત છે તે પણ અંતરાત્મા છે; ધ્યાનવિહીન શ્રમણ બહિરાત્મા છે એમ જાણ. पडिकमणपहुदिकिरियं कुव्वंतो णिच्छयस्स चारितं । तेण दु विरागचरिए समणो अब्भुट्टिदो होदि ।। १५२ ।। પ્રતિક્રમણ આદિ ક્રિયા-ચરણ નિશ્ચય તણું-કરતો રહે, તેથી શ્રમણ તે વીતરાગ ચરિત્રમાં આરૂઢ છે. ૧૫૨. અર્થ :પ્રતિક્રમણાદિ ક્રિયાને-નિશ્ચયના ચારિત્રને-(નિરંતર) કરતો રહે છે તેથી તે શ્રમણ વીતરાગ ચારિત્રમાં આરૂઢ છે. वयणमयं पडिकमणं वयणमयं पच्चखाण नियमं च । आलोयण वयणमयं तं सव्वं जाण सज्झायं ।। १५३ ।। Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૭૩ રે!વચનમય પ્રતિક્રમણ, નિયમો, વચનમય પચખાણજે, જે વચનમય આલોચના, સઘળું ય તે સ્વાધ્યાય છે. ૧૫૩. અર્થ :વચનમય પ્રતિક્રમણ, વચનમય પ્રત્યાખ્યાન, (વચનમય) નિયમ અને વચનમય આલોચના-એ બધું (પ્રશસ્ત અધ્યવસાયરૂપ) સ્વાધ્યાય જાણ. जदि सक्कदि कार्टु जे पडिकमणादिं करेज्ज झाणमयं । सत्तिविहीणो जा जइ सद्दहणं चैव कायव्वं ॥ १५४ ॥ કરી જો શકે, પ્રતિક્રમણ આદિ ધ્યાનમય કરજે અહો ! કર્તવ્ય છે શ્રદ્ધા જ, શક્તિવિહીન જો તું હોય તો. ૧૫૪. અર્થ : જો કરી શકાય તો અહો ! ધ્યાનમય પ્રતિક્રમણાદિ કર; જો તું શક્તિવિહીન હોય તો ત્યાં સુધી શ્રદ્ધાન જ કર્તવ્ય છે. जिणकहियपरमसुत्ते पडिकमणादिय परीक्खऊण फुडं । मोणव्वए जोई णियकज्जं साहए णिच्चं ।। १५५ ।। પ્રતિક્રમણ-આદિ સ્પષ્ટ પરખી જિન-પરમસૂત્રો વિષે, મુનિએ નિરંતર મૌનવ્રત સહ સાધવું નિજ કાર્યને. ૧૫૫. અર્થ : જિનકથિત પરમ સૂત્રને વિષે પ્રતિક્રમણાદિકની સ્પષ્ટ પરીક્ષા કરીને મૌનવ્રત સહિત યોગીએ નિજ કાર્યને નિત્ય સાધવું. जीवा णाणाकम्मं णाणाविहं हवे लद्धी । तम्हा वयणविवादं सगपरसमएहिं वज्जिज्जो ॥ १५६ ॥ છેજીવવિધવિધ, કર્મ વિધવિધ, લબ્ધિછેવિધવિધ અરે ! તે કારણે નિજપરસમય સહ વાદ પરિહર્તવ્ય છે. ૧૫૬. અર્થ :નાના પ્રકારના જીવો છે, નાના પ્રકારનું કર્મ છે, નાના પ્રકારની લબ્ધિ છે; તેથી સ્વસમયો અને પરસમયો સાથે (સ્વધર્મીઓ અને પરધર્મીઓ સાથે) વચનવિવાદ વર્જવાયોગ્ય છે. लद्धूणं णिहि एक्को तस्स फलं अणुहवेइ सुजणत्ते । तह णाणी णाणणिहिं भुंजेइ चइत्तु परतत्तिं ॥ १५७॥ નિધિ પામીને જન કોઈ નિજ વતને રહી ફળ ભોગવે, ત્યમ જ્ઞાની પરજનસંગ છોડી જ્ઞાનનિધિને ભોગવે. ૧૫૭. Page #387 -------------------------------------------------------------------------- ________________ 3७४ અર્થ : જેમ કોઈ એક (દરિદ્ર માણસ) નિધિને પામીને પોતાના વતનમાં (ગુપ્તપણે) રહી ફળને ભોગવે છે, તેમ જ્ઞાની પર જનોના સમૂહને છોડીને જ્ઞાનનિધિને ભોગવે છે. सव्वे पुराणपुरिसा एवं आवासयं च काऊण। अपमत्तपहुदिठाणं पडिवज्ज य केवली जादा ॥ १५८ ॥ સર્વે પુરાણ જનો અહો એ રીતે આવશ્યક કરી, અપ્રમત્ત આદિસ્થાનને પામી થયા પ્રભુ કેવળી. ૧૫૮. અર્થ સર્વે પુરાણ પુરુષો એ રીતે આવશ્યક કરીને, અપ્રમાદિ સ્થાનને પ્રાપ્ત કરી કેવળી થયા, Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૭૫ ૧૨. શુદ્ધોપયોગ અધિકાર जाणदि पस्सदि सव्वं ववहारणएण केवली भगवं। केवलणाणी जाणदि पस्सदि णियमेण अप्पाणं ॥१५९॥ જાણે અને દેખે બધું પ્રભુ કેવળી વ્યવહારથી; જાણે અને દેખે સ્વને પ્રભુ કેવળી નિશ્ચય થકી. ૧૫૯. અર્થ વ્યવહારનયથી કેવળી ભગવાન બધું જાણે છે અને દેખે છે; નિશ્ચયથી કેવળજ્ઞાની આત્માને પોતાને) જાણે છે અને દેખે છે. जुगवं वट्टइ णाणं केवलणाणिस्स दंसणं च तहा। दिणयरपयासतावं जह वट्टइ तह मुणेयव्वं ॥ १६०॥ જે રીત તાપ-પ્રકાશ વર્તે યુગપદે આદિત્યને, તે રીતે દર્શન-જ્ઞાન યુગપદ હોય કેવળજ્ઞાનીને. ૧૬૦. અર્થ કેવળજ્ઞાનીને જ્ઞાન તેમ જ દર્શન યુગપવર્તે છે. સૂર્યના પ્રકાશ અને તાપ જેવી રીતે (યુગપ) વર્તે છે તેવી રીતે જાગવું. णाणं परप्पयासं दिट्ठी अप्पप्पयासया चेव। अप्पा सपरपयासो होदि ति हि मण्णसे जदि हि ॥१६१॥ દર્શન પ્રકાશક આત્મનું, પરનું પ્રકાશક જ્ઞાન છે, નિજપરપ્રકાશક જીવ, એ તુજ માન્યતા અયથાર્થ છે. ૧૬૧. . અર્થ જ્ઞાન પરપ્રકાશક જ છે અને દર્શન સ્વપ્રકાશક જ છે તથા આત્મા સ્વપરપ્રકાશક છે એમ જો ખરેખર તું માનતો હોય તો તેમાં વિરોધ આવે છે. णाणं परप्पयासं तइया णाणेण दंसणं भिण्णं। ण हवदि परदव्वगयं दंसणमिदि वण्णिदं तम्हा ॥ १६२॥ પરને જ જાણે જ્ઞાન તો દગ જ્ઞાનથી ભિન્ન જ ઠરે, દર્શન નથી પરદ્રવ્યગત -એ માન્યતા તુજ હોઈને. ૧૬૨. Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ અર્થ : જો જ્ઞાન (કેવળ) પરપ્રકાશક હોય તો જ્ઞાનથી દર્શન ભિન્ન ઠરે, કારણ કે દર્શન પરદ્રવ્યગત (પરપ્રકાશક) નથી એમ (પૂર્વ સૂત્રમાં તારું મંતવ્ય) વર્ણવવામાં આવ્યું છે. अप्पा परप्पयासो तइया अप्पेण दंसणं भिण्णं। ण हवदि परदव्वगयं दंसणमिदि वण्णिदं तम्हा ॥ १६३॥ પરને જ જાણે જીવ તો દગ જીવથી ભિન્ન જ કરે, દર્શન નથી પરદ્રવ્યગત-એ માન્યતા તુજ હોઈને. ૧૬૩. અર્થ જો આત્મા (કેવળ) પરપ્રકાશક હોય તો આત્માથી દર્શન ભિન્ન કરે, કારણ કે દર્શન પરદ્રવ્યગત પરપ્રકાશક) નથી એમ (પૂર્વે તારું મંતવ્ય) વર્ણવવામાં આવ્યું છે. णाणं परप्पयासं ववहारणयेण दंसणं तम्हा। अप्पा परप्पयासो ववहारणयेण दसणं तम्हा ॥ १६४॥ વ્યવહારથી છે પરપ્રકાશક જ્ઞાન, તેથી દષ્ટિ છે; વ્યવહારથી છે પરપ્રકાશક જીવ, તેથી દષ્ટિ છે. ૧૬૪. અર્થ વ્યવહારનયથી જ્ઞાન પરપ્રકાશક છે; તેથી દર્શન પર પ્રકાશક છે. વ્યવહારનયથી આત્મા પર પ્રકાશક છે; તેથી દર્શન પર પ્રકાશક છે. णाणं अप्पपयासं णिच्छयणयएण दंसणं तम्हा। अप्पा अप्पपयासो णिच्छयणयएण दंसणं तम्हा ॥ १६५ ॥ નિશ્ચયનયે છે નિજપ્રકાશક જ્ઞાન, તેથી દષ્ટિ છે; નિશ્ચયનય છે નિજપ્રકાશક જીવ, તેથી દષ્ટિ છે. ૧૬૫. અર્થ નિશ્ચયનયથી જ્ઞાન સ્વપ્રકાશક છે; તેથી દર્શન સ્વપ્રકાશક છે. નિશ્ચયનયથી આત્મા સ્વપ્રકાશક છે; તેથી દર્શન સ્વપ્રકાશક છે. अप्पसरूवं पेच्छदि लोयालोयं ण केवली भगवं। जइ कोइ भणइ एवं तस्स य किं दूसणं होइ॥ १६६ ॥ પ્રભુ કેવળી દેખે નિજાત્માને, ન લોકાલોકને, -જો કોઈ ભાખે એમ તો તેમાં કહો શો દોષ છે? ૧૬૬. અર્થ (નિશ્ચયથી) કેવળી ભગવાન આત્મસ્વરૂપને દેખે છે, લોકાલોકને નહિ એમ જો કોઈ કહે તો તેનો શો Page #390 -------------------------------------------------------------------------- ________________ દોષ છે ? ( અર્થાત્ કાંઈ દોષ નથી.) ૩૭૭ मुत्तममुत्तं दव्वं चेयणमियरं सगं च सव्वं च । पेच्छंतस्स द णाणं पञ्चक्खमणिदियं होइ ॥ १६७ ॥ મૂર્તિક-અમૂર્તિક ચેતનાચેતન સ્વપર સૌ દ્રવ્યને, જે દેખતો તેને અતીંદ્રિય જ્ઞાન છે, પ્રત્યક્ષ છે. ૧૬૭. અર્થ :મૂર્ત-અમૂર્ત ચેતન-અચેતન દ્રવ્યોને-સ્વને તેમ જ સમસ્તને દેખનારનું (જાણનારનું) જ્ઞાન અતીન્દ્રિય 1 છે, પ્રત્યક્ષ છે. पुव्वुत्तसयलदव्वं णाणागुणपज्जएण संजुत्तं । जो ण य पेच्छइ सम्मं परोक्खदिट्ठी हवे तस्स ।। १६८॥ વિધવિધ ગુણો ને પર્યાયો સંયુક્ત દ્રવ્ય સમસ્તને, દેખે ન જે સમ્યક્ પ્રકાર, પરોક્ષ દૃષ્ટિ તેહને. ૧૬૮. અર્થ :વિધવિધ ગુણો અને પર્યાયોથી સંયુક્ત પૂર્વોક્ત સમસ્ત દ્રવ્યોને જે સમ્યક્ પ્રકારે (બરાબર) દેખતો નથી, તેને પરોક્ષ દર્શન છે. लोयालोयं जाणइ अप्पाणं णेव केवली भगवं । जइ कोइ भइ एवं तस्स य किं दूसणं होई ।। १६९ ॥ પ્રભુ કેવળી જાણે ત્રિલોક-અલોકને, નહિ આત્મને, -જો કોઈ ભાખે એમ તો તેમાં કહો શો દોષ છે ? ૧૬૯. અર્થ : (વ્યવહારથી) કેવળી ભગવાન લોકાલોકને જાણે છે, આત્માને નહિ - એમ જો કોઈ કહે તો તેને શો દોષ છે ? (અર્થાત્ કાંઈ દોષ નથી.) णाणं जीवसरूवं तम्हा जाणेइ अप्पगं अप्पा | अप्पाणं ण वि जाणदि अप्पादो होदि विदिरत्तं ॥ १७० ॥ છે જ્ઞાન જીવસ્વરૂપ, તેથી જીવ જાણે જીવને; જીવને ન જાણે જ્ઞાન તો એ જીવથી જુદું ઠરે ! ૧૭૦. અર્થ ઃજ્ઞાન જીવનું ઃસ્વરૂપ છે, તેથી આત્મા આત્માને જાણે છે; જો જ્ઞાન આત્માને ન જાણે તો આત્માથી વ્યતિરિક્ત (જુદું ) ઠરે ! Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ अप्पाणं विणु णाणं णाणं विणु अप्पगो ण संदेहो। तम्हा सपरपयासं गाणं तह दंसणं होदि॥ १७१ । રે! જીવ છે તે જ્ઞાન છે, ને જ્ઞાન છે તે જીવ છે; તે કારણે નિજારપ્રકાશક જ્ઞાન તેમ જ દષ્ટિ છે. ૧૭૧. અર્થ આત્માને જ્ઞાન જાણ, અને જ્ઞાન આત્મા છે એમ જાણ; આમાં સંદેહ નથી. તેથી લાન તેમ જ દર્શન સ્વપરપ્રકાશક છે. जाणतो पस्संतो ईहापुव्वं ण होइ केवलिणो। केवलिणाणी तम्हा तेण दु सोऽबंधगो भणिदो॥१७२॥ જાણે અને દેખે છતાં ઇચ્છા ન કેવળીજિનને; ને તેથી કેવળજ્ઞાની' તેમ અબંધ' ભાખ્યા તેમને. ૧૭૨. અર્થ : જાણતા અને દેખતા હોવા છતાં, કેવળીને ઇચ્છાપૂર્વક (વર્તન) હોતું નથી, તેથી તેમને કેવળજ્ઞાની કહ્યા છે; વળી તેથી અબંધક કહ્યા છે. परिणामपुव्ववयणं जीवस्स य बंधकारणं होइ। परिणामरहियवयणं तम्हा णाणिस्स ण हि बंधो॥१७३॥ ईहापुव्वं वयणं जीवस्स य बंधकारणं होइ। ईहारहियं वयणं तम्हा णाणिस्स ण हि बंधो॥ १७४ ॥ પરિણામપૂર્વક વચન જીવને બંધકારણ થાય છે; પરિણામ વિરહિત વચન તેથી બંધ થાય ન જ્ઞાનીને. ૧૭૩. અભિલાષપૂર્વક વચન જીવને બંધકારણ થાય છે; અભિલાષ વિરહિત વચન તેથી બંધ થાય ન જ્ઞાનીને. ૧૭. અર્થ પરિણામપૂર્વક (મનપરિણામપૂર્વક) વચન જીવને બંધનું કારણ છે; (જ્ઞાનીને) પરિણામરહિત વચન હોય છે તેથી જ્ઞાનીને (કેવળજ્ઞાનીને) ખરેખર બંધ નથી. ઇચ્છાપૂર્વક વચન જીવને બંધનું કારણ છે; (જ્ઞાનીને) ઇચ્છારહિત વચન હોય છે તેથી જ્ઞાનીને (કેવળજ્ઞાનીને) ખરેખર બંધ નથી. Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૭૯ ठाणणिसेज्जविहारा ईहापुव्वं ण होइ केवलिणो। तम्हा ण होइ बंधो साक्खटुं मोहणीयस्स ॥ १७५ ॥ અભિલાષપૂર્વવિહાર, આસન, સ્થાનનહિ જિનદેવને, તેથી નથી ત્યાં બંધ; બંધન મોહવશ સાક્ષાર્થને. ૧૭૫. અર્થ કેવળીને ઊભા રહેવું, બેસવું અને વિહાર ઇચ્છાપૂર્વક હોતાં નથી, તેથી તેમને બંધ નથી; મોહનીયવશ જીવને ઇન્દ્રિયવિષયસહિતપણે બંધ થાય છે. आउस्स खयेण पुणो णिण्णासो होइ सेसपयडीणं। पच्छा पावइ सिग्धं लोयग्गं समयमेत्तेण॥ १७६ ॥ આયુક્ષયે ત્યાં શેષ સર્વે કર્મનો ક્ષય થાય છે; પછી સમયમાત્રે શીધ્ર તે લોકાગ્ર પહોંચી જાય છે. ૧૭૬. અર્થ વળી (કેવળીને) આયુના ક્ષયથી શેષ પ્રકૃતિઓનો સંપૂર્ણ નાશ થાય છે, પછી તે શીધ્ર સમયમાત્રમાં લોકાગ્રે પહોંચે છે. जाइजरमरणरहियं परमं कम्मट्ठवज्जियं सुद्धं । णाणाइचउसहावं अक्खयमविणासमच्छेयं ॥१७७॥ કર્માષ્ટવર્જિત, પરમ, જન્મજરામરણહીન, શુદ્ધ છે, જ્ઞાનાદિ ચાર સ્વભાવ છે, અક્ષય, અનાશ, અષેધ છે. ૧૭૭. અર્થ (પરમાત્મતત્ત) જન્મ-જરા-મરણરહિત, પરમ, આઠ કર્મ વિનાનું, શુદ્ધ, જ્ઞાનાદિક ચાર સ્વભાવવાળું, અક્ષય, અવિનાશી અને અચ્છેદ્ય છે. अव्वाबाहमणिंदियमणोवमं पुण्णपावणिम्मुकं। पुणरागमणविरहियं णिचं अचलं अणालंबं ॥१७८ ॥ અનુપમ, અતીન્દ્રિય, પુણ્યપાપવિમુક્ત, અવ્યાબાધ છે, પુનરાગમન વિરહિત, નિરાલંબન, સુનિસ્થળ, નિત્ય છે. ૧૭૮. અર્થ (પરમાત્મતત્વ) અવ્યાબાધ, અતીન્દ્રિય, અનુપમ, પુણ્ય-પાપ વિનાનું, પુનરાગમન રહિત, નિત્ય, અચળ અને નિરાલંબ છે. Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ णवि दुक्खं णवि सुक्खं णवि पीडा णेव विज्जदे बाहा। णवि मरणं णवि जणणं तत्थेव य होइ णिव्वाणं ॥ १७ ॥ જ્યાં દુઃખ નહિ, સુખ જ્યાં નહીં, પીડા નહીં, બાધા નહીં, જ્યાં મરણ નહિ, જ્યાં જન્મ છે નહિ, ત્યાં જ મુક્તિ જાણવી. ૧૭૯. અર્થ : જ્યાં દુઃખ નથી, સુખ નથી, પીડા નથી, બાધા નથી, મરણ નથી, જન્મ નથી, ત્યાં જ નિર્વાણ છે (અર્થાત્ દુઃખાદિ રહિત પરમતત્ત્વમાં જ નિર્વાણ છે). णवि इंदिय उवसग्गा णवि मोहो विम्हिओ ण णिद्दा य। ण य तिण्हा णेव छुहा तत्थेव य होइ णिव्वाणं ॥१८॥ નહિ ઈદ્રિયો, ઉપસર્ગ નહિ, નહિ મોહ, વિસ્મય જ્યાં નહીં. નિદ્રા નહીં, ન સુધા, તૃષા નહિ, ત્યાં જ મુક્તિ જાણવી. ૧૮૦. અર્થ : જ્યાં ઇન્દ્રિયો નથી, ઉપસર્ગો નથી, મોહનથી, વિસ્મય નથી, નિદ્રા નથી, તૃષા નથી, સુધા નથી, ત્યાં જ નિર્વાણ છે (અર્થાત્ ઇન્દ્રિયાદિ રહિત પરમતત્ત્વમાં જ નિર્વાણ છે). णवि कम्मं णोकम्मं णवि चिंता णेव अट्टरुद्दाणि। णवि धम्मसुक्कझाणे तत्थेव य होइ णिव्वाणं ॥१८१॥ જ્યાં કર્મ નહિ, નોકર્મ, ચિંતા, આર્તરૌદ્રોય નહીં, જ્યાં ધર્મશુક્લધ્યાન છે નહિ, ત્યાં જ મુક્તિ જાણવી. ૧૮૧. અર્થ : જ્યાં કર્મને નોકર્મ નથી, ચિંતા નથી, આર્તને રૌદ્રધ્યાન નથી, ધર્મને શુક્લધ્યાન નથી, ત્યાં જ નિર્વાણ છે (અર્થાત્ કર્માદિ રહિત પરમતત્વમાં જ નિર્વાણ છે). विज्जदि केवलणाणं केवलसोक्खं च केवलं विरियं । केवलदिट्ठि अमुत्तं अत्थित्तं सप्पदेसत्तं ॥ १८२॥ દગ-જ્ઞાન કેવળ, સૌખ્ય કેવળ, વીર્ય કેવળ હોય છે, અસ્તિત્વ, મૂર્તિવિહીનતા, સપ્રદેશમયતા હોય છે. ૧૮૨ અર્થ : (સિદ્ધ ભગવાનને) કેવળજ્ઞાન, કેવળદર્શન, કેવળ સુખ, કેવળવી, અમૂર્તત્વ, અસ્તિતા અને સંપ્રદેશત્વ હોય છે. Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૮૧ णिव्वाणमेव सिद्धा सिद्धा णिव्वाणमिदि समुद्दिट्ठा । कम्मविमुक्को अप्पा गच्छइ लोयग्गपज्जंतं ॥ १८३ ॥ નિર્વાણ છે તે સિદ્ધ છે ને સિદ્ધ તે નિર્વાણ છે; સૌ કર્મથી પ્રવિમુક્ત આત્મા લોક-અગ્રે જાય છે. ૧૮૩. અર્થ :નિર્વાણ તે જ સિદ્ધો છે અને સિદ્ધો તે નિર્વાણ છે એમ (શાસ્ત્રમાં) કહ્યું છે. કર્મથી વિમુક્ત આત્મા લોકાગ્ર પર્યંત જાય છે. जीवाण पुग्गलाणं गमणं जाणेहि जाव धम्मत्थी । धम्मत्थिकायभावे तत्तो परदो ण गच्छंति ॥ १८४ ॥ ધર્માસ્તિ જ્યાં લગી, ત્યાં લગી જીવ-પુદ્ગલોનું ગમન છે; ધર્માસ્તિકાય - અભાવમાં આગળ ગમન નહિ થાય છે. ૧૮૪. અર્થ : જ્યાં સુધી ધર્માસ્તિકાય છે ત્યાં સુધી જીવોનું અને પુદ્ગલોનું ગમન જાણ; ધર્માસ્તિકાયના અભાવે તેથી આગળ તેઓ જતાં નથી. णियमं णियमस्स फलं णिद्दिनं पवयणस्स भत्तीए । पुव्वावरविरोधो जदि अवणीय पूरयंतु समयण्हा ।। १८५ ॥ પ્રવચન-સુભક્તિ થકી કહ્યાં મેં નિયમ ને તત્ફળ અહો ! યદિ પૂર્વ - અપર વિરોધ હો, સમયજ્ઞ તેહ સુધારજો. ૧૮૫. અર્થ : નિયમ અને નિયમનું ફળ પ્રવચનની ભક્તિથી દર્શાવવામાં આવ્યાં. જો (તેમાં કાંઇ) પૂર્વાપર (આગળ - પાછળ) વિરોધ હોય તો સમયજ્ઞો (આગમના જ્ઞાતાઓ) તેને દૂર કરી પૂર્તિ કરજો. ईसाभावेण पुणो केई दिंति सुंदरं मग्गं । तेसिं वयणं सोच्चाऽभत्तिं मा कुह जिणमग्गे ।। १८६ ॥ પણ કોઈ સુંદર માર્ગની નિંદા કરે ઇર્ષા વડે, તેનાં સૂણી વચનો કરો ન અભક્તિ જિનમારગ વિષે. ૧૮૬. અર્થ : પરંતુ ઇર્ષાભાવથી કોઈ લોકો સુંદર માર્ગને નિદે છે તેમનાં વચન સાંભળીને જિનમાર્ગ પ્રત્યે અભક્તિ ન કરજો. Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ णियभावणाणिमित्तं मए कदं णियमसारणामसुदं। णच्चा जिणोवदेसं पुव्वावरदोसणिम्मुक्कं ॥ १८७॥ નિજભાવના અર્થે રચ્યું મેં નિયમસાર-સુશાસ્ત્રને, સૌ દોષ પૂર્વાપર રહિત ઉપદેશ જિનનો જાણીને. ૧૮૭. અર્થ પૂર્વાપર દોષ રહિત જિનોપદેશને જાણીને મેં નિજભાવના નિમિત્તે નિયમસાર નામનું શાસ્ત્ર કર્યું છે. Page #396 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ શ્રી નિયમસાર - પ્રસાદી '૧. જીવ અધિકાર: ‘નિજભાવના અર્થે રચાયેલું જે નિયમસાર શાસ્ત્ર, તેમાં ૧૮૭ ગાથા દ્વારા ૧૨ અધિકારમાં ભાગ પાડીને નિયમરૂપ મોક્ષમાર્ગનું તથા તેના ફળનું સ્વરૂપ બતાવીને વારંવાર શુદ્ધ પરમાત્માતત્ત્વની ભાવના ભાવી છે. તેના મંગળમાં ‘જીવ અધિકાર’માં શ્રી વીરનાથ જિનેન્દ્રદેવને નમસ્કાર કર્યા છે. નમીને અનંતોકુટ દર્શનજ્ઞાનમય જિન વીરને, કહું નિયમસાર હું કેવળી શ્રુતકેવળી પરિકથિતને. ૧. અનંત અને ઉત્કૃષ્ટ જ્ઞાન-દર્શન જેમનો સ્વભાવ છે એવા (-કેવળજ્ઞાની અને કેવળદર્શની) જિન વીરને નમીને કેવળી અને શ્રુતકેવળીઓએ કહેલું નિયમસાર હું કહીશ. શુદ્ધ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ નિયમથી કર્તવ્ય છે, તે રત્નત્રય શુદ્ધદ્રવ્યના આશ્રયે જ છે, ને અન્ય દ્રવ્યોથી અત્યંત નિરપેક્ષ છે, તેમાં અંતર્મુખતાથી અતીન્દ્રિય સુખ સહિત રત્નત્રય પ્રગટે છે. તેના ફળમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. જે નિયમથી કર્તવ્ય એવાં રત્નત્રય તે નિયમ છે; વિપરીતના પરિવાર અર્થે ‘સાર” પદ યોજેલ છે. ૩. હવે કહે છે આમ, આગમ અને તત્ત્વોની શ્રદ્ધાથી સમ્યકત્વ હોય છે. તો સમસ્ત દોષો દૂર થયા છે એવો જે સકળગુણમય પુરુષ છે તે આમ છે. ભય,રોષ,રાગ,સુધા,તૃષા, મદ,મોહ, ચિંતા,જન્મ ને રતિ, રોગ, નિદ્રા, વેદ, ખેદ, જરાદિ દોષ અઢાર છે. ૬. સુધા, તૃષા, ભય, રોષ(કોલ), રાગ, મોહ, ચિંતા, જરા, રોગ, મૃત્યુ, સ્વેદ, ખેદ, મદ, રતિ, વિસ્મય, નિદ્રા, જન્મ અને ઉદ્દેગ (આ અઢાર દોષ છે). ઉપયોગમય છે જીવ ને ઉપયોગ દર્શન-જ્ઞાન છે; ' જ્ઞાનોપયોગ સ્વભાવ તેમ વિભાવરૂપ ત્રિવિધ છે. ૧૦. જીવ ઉપયોગમય છે. ઉપયોગ જ્ઞાન અને દર્શન છે. જ્ઞાનોપયોગ બે પ્રકારનો છે - સ્વભાવજ્ઞાન અને વિભાવજ્ઞાન, આ રીતે આ અધિકારમાં સંક્ષિપ્તથી જીવનું સ્વરૂપ કહ્યું છે. Page #397 -------------------------------------------------------------------------- ________________ 3८४ ૨. અજીવ અધિકાર : પરમાણુ તેમ જ સ્કંધ એ બે ભેદ પુદ્ગલદ્રવ્યના; છ વિકલ્પ છે સ્કંધો તણાં ને ભેદ બે પરમાણુના. ૨૦. પરમાણુ અને સ્કંધ એવા બે ભેદથી પુદ્ગદ્રવ્ય બે ભેદવાળું છે; સ્કંધો ખરેખર છે કારના છે અને પરમાણુના બે ભેદ છે. જે આદિ-મળે અંતમાં પોતે જ છે, અવિભાગી છે, જે ઇંદ્રિયથી નહિ ગ્રાહ્ય છે, પરમાણુ જાણો તેહને. ૨૬. પોતે જ જેનો આદિ છે, પોતે જ જેનું મધ્ય છે અને પોતે જ જેનો અંત છે (અર્થાત્ જેના આદિમાં, મધ્યમાં અને અંતમાં પરમાણુ નિજ સ્વરૂપ જ છે), જે ઇન્દ્રિયોથી ગ્રાહ્ય જણાવાયું ગ્ય) નથી ને જે અવિભાગી છે, તે પરમાણુદ્રવ્ય જાણવા. પરિણામ પરનિરપેક્ષ તેહ સ્વભાવપર્યય જાણવો; પરિણામ સ્કંધસ્વરૂપ તેહ વિભાવપર્યય જાણવો. ૨૮. અન્યનિરપેક્ષ (અન્યની અપેક્ષા વિનાનો) જે પરિણામ તે સ્વભાવપર્યાય છે અને સ્કંધરૂપે પરિણામ તે વિભાવપર્યાય છે. પરમાણને પગલદરવ” વ્યપદેશ છે નિશ્ચય થકી; ને સ્કંધને પુલદરવ' વ્યપદેશ છે વ્યવહારથી. ર૯. નિશ્ચયથી પરમાણુને પગલદ્રવ્ય’ કહેવાય છે અને વ્યવહારથી સ્કંધને 'પુદ્ગલદ્રવ્ય” એવું નામ હોય છે. જીવ-પુગલોને ગમન-સ્થાનનિમિત્ત ધર્મ-અધર્મ છે; જીવાદિ સર્વ પદાર્થને અવગાહહેતુ આભ છે. ૩૦. ધર્મ જીવ-પુદ્ગલોને ગમનનું નિમિત્ત છે અને અધર્મ (તેમની સ્થિતિનું નિમિત્ત છે; આકાશ જીવાદિ સર્વ દ્રવ્યોને અવગાહનું નિમિત્ત છે. જીવોથી ને પુદ્ગલથી પણ સમયો અનંતગુણા કહ્યા; તે કાળ છે પરમાર્થ, જે છે સ્થિત લોકાકાશમાં. ૩૨. હવે, જીવથી તેમ જ પુદ્ગલથી પણ અનંતગુણા સમયો છે; અને જે (કાલાણુઓ) લોકાકાશમાં છે, તે પરમાર્થ કાળ છે. Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩. શુદ્ધભાવ અધિકાર : શુદ્ધાત્માનું સ્વરૂપ બતાવે છે. ૩૮૫ નિર્દેડ ને નિર્બંદુ, નિર્મમ, નિઃશરીર, નીરાગ છે, નિર્દોષ, નિર્ભય, નિરવલંબન, આતમા નિર્મૂઢ છે. ૪૩. આત્મા નિર્દંડ, નિર્દેધ, નિર્મમ, નિઃશરીર, નિરાલંબ, નીરાગ, નિર્દોષ, નિર્મૂઢ અને નિર્ભય છે. નિગ્રંથ છે, નિષ્કામ છે, નિઃક્રોધ, જીવ નિર્માન છે, નિઃશલ્ય તેમ નીરાગ, નિર્મદ, સર્વદોષવિમુક્ત છે. ૪૪. આત્મા નિગ્રંથ, નીરાગ, નિઃશલ્ય, સર્વદોષવિમુક્ત, નિષ્કામ, નિઃક્રોધ, નિર્માન અને નિર્મદ છે. જીવ ચેતનાગુણ, અરસરૂપ, અગંધશબ્દ, અવ્યક્ત છે, વળી લિંગગ્રહણવિહીન છે, સંસ્થાન ભાખ્યું ન તેહને. ૪૬. જીવને અરસ, અરૂપ, અગંધ, અવ્યક્ત, ચેતનાગુણવાળો, અશબ્દ, અલિંગગ્રહણ (લિંગથી અગ્રાહ્ય) અને જેને કોઈ સંસ્થાન કહ્યું નથી એવો જાણ. અશરીર ને અવિનાશ છે, નિર્મળ, અતીદ્રિય, શુદ્ધ છે, જ્યમ લોક-અગ્રે સિદ્ધ, તે રીત જાણ સૌ સંસારીને. ૪૮. જેમ લોકાગ્રે સિદ્ધભગવંતો અશરીરી, અવિનાશી, અતીન્દ્રિય, નિર્મળ અને વિશુદ્ધાત્મા (વિશુદ્ધ સ્વરૂપી) છે, તેમ સંસારમાં (સર્વ) જીવો જાણવા. પૂર્વોક્ત ભાવો પર-દરવ પરભાવ, તેથી હેય છે; આત્મા જ છે આદેય, અંતઃતત્ત્વરૂપ નિજદ્રવ્ય જે. ૫૦. પૂર્વોક્ત સર્વ ભાવો પરસ્વભાવો છે, પરદ્રવ્ય છે, તેથી હેય છે; અંતઃ તત્ત્વ એવું સ્વદ્રવ્ય-આત્મા-ઉપાદેય છે. હવે આચાર્ય કહે છે, સાંભળ, મોક્ષને માટે સમ્યક્ત્વ હોય છે, સભ્યજ્ઞાન હોય છે, ચારિત્ર (પણ) હોય છે; તેથી હું વ્યવહાર અને નિશ્ચયથી ચારિત્ર કહીશ. ૪. વ્યવહારચારિત્ર અધિકાર ઃ વ્યવહારચારિત્રમાં પ્રથમ મુનિઓના પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું વર્ણન કરેલ છે અને હવે પંચપરમેષ્ઠીનું સ્વરૂપ પાંચ ગાથાઓમાં બતાવ્યું છે. Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ ઘાનઘાતિકર્મ વિહીન ને ચોત્રીસ અતિશય યુક્ત છે, કૈવલ્યજ્ઞાનાદિક પરમગુણ યુક્ત શ્રી અર્પત છે. ૭૧ ઘનઘાતિકર્મ રહિત, કેવળજ્ઞાનાદિ પરમગુણો સહિત અને ચોત્રીસ અતિશય સંયુક્ત આવા અહેતો હોય છે અષ્ટ કર્મ વિનિષ્ટ, અષ્ટ મહાગુણે સંયુક્ત છે, શાશ્વત, પરમ ને લોક-અગ્રવિરાજમાન શ્રી સિદ્ધ છે. ૭ર. આઠ કર્મના બંધને જેમણે નષ્ટ કરેલ છે એવા, આઠ મહાગુણો સહિત, પરમ, લોકના અ સ્થિત અને નિત્ય; - આવા તે સિદ્ધો હોય છે. પરિપૂર્ણ પંચાચારમાં, વળી ધીર, ગુણગંભીર છે, પંચેઢિગજના દર્પદલને દક્ષ શ્રી આચાર્ય છે. ૭૩. પંચાચારોથી પરિપૂર્ણ, પંચેન્દ્રિયરૂપી હાથીના મદનું દલન કરનારા, ધીર અને ગુણગંભીર, આવા, આચાર્યો હોય છે. રત્નત્રયે સંયુક્ત ને નિઃકાંક્ષભાવથી યુક્ત છે, જિનવરકથિત અર્થોપદેશે શુર શ્રી ઉવઝાય છે. ૭૪. રત્નત્રયથી સંયુક્ત, જિનકથિત પદાર્થોના શૂરવીર ઉપદેશક અને નિકાંક્ષભાવ સહિત, - આવા, ઉપાધ્યાયો હોય છે. નિગ્રંથ છે, નિર્મોહ છે, વ્યાપારથી પ્રવિમુક્ત છે, ચઉવિધ આરાધન વિષે નિત્યાનુરક્ત શ્રી સાધુ છે. ૭૫. વ્યાપારથી વિમુક્ત, ચતુર્વિધ આરાધનામાં સદા રક્ત, નિગ્રંથ અને નિર્મોહ - આવા સાધુઓ હોય છે. આવી ભાવનામાં વ્યવહારનયના અભિપ્રાયે ચારિત્ર છે; નિશ્ચયનયના અભિપ્રાયે ચારિત્ર આના પછી કહીશ. ૫. પરમાર્થ-પ્રતિક્રમણ અધિકારઃ હવે પરમાર્થ પ્રતિક્રમણની ૮૩ થી ૯૧ ગાથાઓમાં વ્યાખ્યા છે. રચના વચનની છોડીને, રાગાદિભાવ નિવારીને, જે જીવ ધ્યાને આત્મને, તે જીવને પ્રતિક્રમણ છે. ૮૩. વચનરચનાને છોડીને, રાગાદિભાવોનું નિવારણ કરીને, જે આત્માને ધ્યાવે છે, તેને પ્રતિક્રમણ હોય છે. Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૮૭ છોડી સમસ્ત વિરાધના આરાધનામાં જે રહે, તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમયતા કારણે. ૮૪. જે (જીવ) વિરાધનને વિશેષતઃ છોડીને આરાધનામાં વર્તે છે, તે (જીવ) પ્રતિક્રમણ કહેવાય છે, કારણ કે તે પ્રતિક્રમણમય છે. જે છોડી અણ-આચારને આચારમાં સ્થિરતા કરે, તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમયતા કારણે. ૮૫. જે (જી) અનાચાર છોડીને આચારમાં સ્થિરભાવ કરે છે, તે (જીવ) પ્રતિક્રમણ કહેવાય છે, કારણ કે તે પ્રતિક્રમણમય છે. પરિત્યાગી જે ઉન્માર્ગને જિનમાર્ગમાં સ્થિરતા કરે, તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમયતા કારણે. ૮૬. જે (જીવ) ઉન્માર્ગને પરિત્યાગીને જિનમાર્ગમાં સ્થિરભાવ કરે છે તે (જીવ) પ્રતિક્રમણ કહેવાય છે, કારણ કે તે પ્રતિક્રમણમય છે. તજી આર્ત તેમ જ રૌદ્રને, ધ્યાવે ધરમને, શુક્લને, તે પ્રતિક્રમણ કહેવાય છે જિનવરકથિત સૂત્રો વિષે. ૮૯. જે (જીવ) આર્ત તેમ જ રૌદ્ર ધ્યાન છોડીને ધર્મ અથવા શુક્લ ધ્યાનને ધ્યાવે છે, તે (જીવ) જિનવરકથિત સૂત્રોમાં પ્રતિક્રમણ કહેવાય છે. નિઃશેષ, મિથ્યાજ્ઞાન-દર્શન-ચરણને પરિત્યાગીને સુજ્ઞાન-દર્શન-ચરણ ભાવે, જીવ તે પ્રતિક્રમણ છે. ૯૧. મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રને નિરવશેષપણે છોડીને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રને જે (જીવ) ભાવે છે, તે (જીવ) પ્રતિક્રમણ છે. ૬. નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર ઃ પરિત્યાગી જલ્પ સમસ્તને, ભાવી શુભાશુભ વારીને, જે જીવ ધ્યાવે આત્મને, પચખાણ છે તે જીવને. ૯૫. સમસ્ત જલ્પને છોડીને અને અનાગત શુભ-અશુભનું નિવારણ કરીને જે આત્માને ધ્યાવે છે, તેને પ્રત્યાખ્યાન છે. Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ નિજભાવને છોડે નહીં, પરભાવ કંઈ પણ નવ ગ્રહ જાણે-જુએ જે સર્વ, તે હું - એમ જ્ઞાની ચિંતવે. ૯૭. જે નિજભાવને છોડતો નથી, કાંઈ પણ પરભાવને ગ્રહતો નથી, સર્વને જાણે-દેખે છે, તે હું છું - એમ જ્ઞાની ચિંતવે છે. પરિવનું છું મમત્વ, નિર્મમ ભાવમાં સ્થિત હું રહું અવલંબુ છું મુજ આત્મને, અવશેષ સર્વ હું પરિહરું. ૯૯. હું મમત્વને પરિવનું છું અને નિર્મમત્વમાં સ્થિર રહું છું; આત્મા મારું આલંબન છે અને બાકીનું હું તનું મુજ જ્ઞાનમાં આત્મા ખરે, દર્શન-ચરિતમાં આત્મા, પચખાણમાં આત્મા જ, સંવર-યોગમાં પણ આતમાં. ૧૦૦ ખરેખર મારા જ્ઞાનમાં આત્મા છે, મારા દર્શનમાં તથા ચારિત્રમાં આત્મા છે, મારા પ્રત્યાખ્યાનમાં આત્મા છે, મારા સંવરમાં તથા યોગમાં (શુદ્ધોપયોગમાં) આત્મા છે. મારો સુશાશ્વત એક દર્શનજ્ઞાનલક્ષણ જીવ છે; બાકી બધા સંયોગલક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. ૧૦૨. જ્ઞાન-દર્શનલક્ષણવાળો શાશ્વત એક આત્મા મારો છે; બાકીના બધા સંયોગલક્ષણવાળા બાવો મારાથી બાહ્ય છે. અકષાય, ઉદ્યમી, દાન્ત છે, સંસારથી ભયભીત છે, શૂરવીર છે, તે જીવને પચખાણ સુખમય હોય છે. ૧૦૫. જે નિઃકષાય છે, દાન્ત છે, શૂરવીર છે, વ્યવસાયી (-શુદ્ધતા પ્રત્યે ઉદ્યમવંત) છે અને સંસાથી ભયભીત છે, તેને સુખમય પ્રત્યાખ્યાન (અર્થાત્ નિશ્ચયપ્રત્યાખ્યાન) હોય છે. 9. પરમ-આલોચના અધિકારઃ તેશ્રમણને આલોચના, જેશ્રમણધાવેઆત્મને, નોકર્મકર્મ-વિભાવગુણપર્યાયથી વ્યતિરિક્તને. ૧૦૭. નોકર્મને કર્મથી રહિત તથા વિભાવગુણપર્યાયોથી વ્યતિરિક્ત આત્માને જે ધાવે છે, તે શ્રમણને આલોચના આલોચનાનું રૂપ ચઉવિધ વર્ણવ્યું છે. શાસ્ત્રમાં, -આલોચના, આલુંછના, અવિકૃતિકરણ ને શુદ્ધતા. ૧૦૮. Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯ હવે, આલોચનાનું સ્વરૂપ આલોચન, આલુંછન, અવિકૃતિકરણ અને ભાવશુદ્ધિ એમ ચાર પ્રકારનું શાસ્ત્રમાં કહ્યું છે. સમભાવમાં પરિણામ સ્થાપી દેખતો જે આત્મને, તે જીવ છે આલોચના-જિનવરવૃષભ-ઉપદેશ છે. ૧૦. જે (જીવ) પરિણામને સમભાવમાં સ્થાપીને (નિજ) આત્માને દેખે છે, તે આલોચન છે એમ પરમ જિનેન્દ્રનો ઉપદેશ જાણ. છે કર્મતરુમૂલછેદનું સામર્થ્ય જે પરિણામમાં, સ્વાધીન તે સમભાવ-નિજપરિણામ આલુંછન કહ્યા. ૧૧૦. કર્મરૂપી વૃક્ષનું મૂળ છેદવામાં સમર્થ એવો જે સમભાવરૂપ સ્વાધીન નિજ પરિણામ તેને આલુંછન કહેલ અવિકૃતિકરણ તેને કહ્યું જે ભાવતાં માધ્યસ્થને ભાવે વિમળગુણધામ કર્મવિભક્ત આતમરામને. ૧૧૧. જે મધ્યસ્થભ વનામાં કર્મથી ભિન્ન આત્માને -કે જે વિમળ ગુણોનું રહેઠાણ છે તેને ભાવે છે, તે જીવને અવિકૃતિકરણ જાણવું. ત્રણ લોક તેમ અલોકના દષ્ટા કહે છે ભવ્યને -મદમાનમાયાલોભવર્જિત ભાવ ભાવવિશુદ્ધિ છે. ૧૧૨. મદ (મદન), માન, માયા અને લોભ રહિત ભાવ તે ભાવશુદ્ધિ છે એમ ભવ્યોને લોકાલોકના દષ્ટાઓએ કહ્યું છે. ૮. શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકાર વ્રત, સમિતિ, સંયમ, શીલ, ઇંદ્રિયરોધરૂપ છે ભાવ જે તે ભાવ પ્રાયશ્ચિત્ત છે, જે અનવરત કર્તવ્ય છે. ૧૧૩. વ્રત, સમિતિ, શીલ ને સંયમરૂપ પરિણામ તથા ઇન્દ્રિયનિગ્રહરૂપ ભાવ તે પ્રાયશ્ચિત્ત છે અને તે નિરંતર કર્તવ્ય છે. ક્રોધાદિ નિજ ભાવો તણા ક્ષય આદિની જે ભાવના ને આત્મગુણની ચિંતના નિશ્ચયથી પ્રાયશ્ચિતમાં. ૧૧૪. કોધવગેરે સ્વકીય ભાવોના (-પોતાના વિભાવભાવોના) ક્ષયાદિકની ભાવનામાં રહેવું અને નિજ ગુણોનું ચિતન કરવું તે નિશ્ચયથી પ્રાયશ્ચિત કહ્યું છે. Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ બહુ કથન શું કરવું ? અરે ! સૌ જાણ પ્રાયશ્ચિત્ત તું, નાનાકરમક્ષયહેતુ ઉત્તમ તપચરણ ઋષિરાજનું. ૧૧૭. બહુ કહેવાથી શું ? અનેક કર્મોના ક્ષયનો હેતુ એવું જે મહર્ષિઓનું ઉત્તમ તપશ્ચરા તે બધું પ્રાયશ્ચિત્ત જાણ. આત્મસ્વરૂપ અવલંબનારા ભાવથી સૌ ભાવને ત્યાગી શકે છે જીવ, તેથી ધ્યાન તે સર્વસ્વ છે. ૧૧૯. આત્મસ્વરૂપ જેનું આલંબન છે એવા ભાવથી જીવ સર્વભાવોનો પરિહાર કરી શકે છે, તેથી ધ્યાન તે સર્વસ્વ છે. છોડી શુભાશુભ વચનને, રાગાદિભાવ નિવારીને, જે જીવ ધ્યાવે આત્મને, તેને નિયમથી નિયમ છે. ૧૨૮. શુભાશુભ વચન રચનાનું અને રાગાદિ ભાવોનું નિવારણ કરીને જે આત્માને ધ્યાવે છે, તેને નિયમથી (-નિશ્ચિતપણે) નિયમ છે. કાયાદિ પરદ્રવ્યો વિષે સ્થિરભાવ છોડીને આત્મને ધ્યાવે વિકલ્પવિમુક્ત, કાયોત્સર્ગ છે તે જીવને. ૧૨૧. કાયાદિ પરદ્રવ્યમાં સ્થિરભાવ છોડીને જે આત્માને નિર્વિકલ્પપણે ધ્યાવે છે, તેને કયોત્સર્ગ છે. આ રીતે આ અધિકારમાં શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિતનું સ્વરૂપ કહ્યું છે. ૯. પરમ-સમાધિ અધિકાર ઃ વચનોચ્ચરણકિરિયા તજી, વીતરાગ નિજ પરિણામથી ધ્યાવે નિજાત્મા જેહ, પરમ સમાધિ તેને જાણવી. ૧૨૨ વચનોચ્ચારણની ક્રિયા પરિત્યાગીને વીતરાગ ભાવથી જે આત્માને ધ્યાવે છે, તેને પરમ સમાધિ છે. સંયમ, નિયમ ને તપ થકી, વળી ધર્મ-શુક્લધ્યાનથી, ધ્યાવે નિજાત્મા જેહ, પરમ સમાધિ તેને જાણવી. ૧૩. સંયમ, નિયમ ને તપથી તથા ધર્મધ્યાન ને શુક્લધ્યાનથી જે આત્માને ધ્યાવે છે, તેને પરમ સમાધિ છે. નહિ રાગ અથવા દ્વેષરૂપ વિકાર જન્મે જેહને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૨૮. Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૯૧ જેને રાગ કે દ્વેષ (નહિ ઊપજતો થકો) વિકૃતિ ઉત્પન્ન કરતો નથી, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે. જે નિત્ય વર્ષે આર્ત તેમ જ રૌદ્ર બન્ને ધ્યાનને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૨૯, જે આર્ત અને રૌદ્ર ધ્યાનને નિત્ય વર્જે છે, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે. જે નિત્ય ધ્યાવે ધર્મ તેમ જ શુક્લ ઉત્તમ ધ્યાનને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૩૩. જે ધર્મધ્યાન અને શુક્લધ્યાનને નિત્ય ધ્યાવે છે, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે. આવી રીતે સામાયિક એ પૂર્ણ ધ્યાનનો વિષય છે એ વાત ખાસ અહીંનોધ કરવા જેવી છે - જે બે ઘડી સામાયિકનું ફળ કેવળજ્ઞાન છે એમ જાણવું. ૧૦. પરમ-ભક્તિ અધિકાર : શ્રાવક શ્રમણ સમ્યકત્વ-જ્ઞાન-ચરિત્રની ભક્તિ કરે, નિર્વાણની છે ભક્તિ તેને એમ જિનદેવો કહે. ૧૩૪. જે શ્રાવક અથવા શ્રમણ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રની ભક્તિ કરે છે, તેને નિવૃતિભક્તિ (નિર્વાણની ભક્તિ) છે એમ જિનોએ કહ્યું છે. વળી મોક્ષગત પુરુષો તણો ગુણભેદ જાણી તેમની જે પરમ ભક્તિ કરે, કહી શિવભક્તિ ત્યાં વ્યવહારથી. ૧૩૫. જે જીવ મોક્ષગત પુરુષોનો ગુણભેદ જાણીને તેમની પણ પરમ ભક્તિ કરે છે, તે જીવને વ્યવહારનયે નિર્વાણભક્તિ કહી છે. શિવપંથ સ્થાપી આત્મને નિર્વાણની ભક્તિ કરે, તે કારણે અસહાયગુણ નિજ આત્મને આત્મા વર. ૧૩૬. મોક્ષમાર્ગમાં (પોતાના) આત્માને સમ્યક પ્રકારે સ્થાપીને નિવૃતિની (નિર્વાણની) ભક્તિ કરે છે, તેથી જીવ અસહાયગુણવાળા નિજ આત્માને પ્રાપ્ત કરે છે. વિપરીત આગ્રહ છોડીને, જૈનાભિહિત તત્ત્વો વિષે જે જીવ જોડે આત્મને, નિજ ભાવ તેનો યોગ છે. ૧૩૯. વિપરીત અભિનિવેશનો પરિત્યાગ કરીને જે જૈનકથિત તત્વોમાં આત્માને જોડે છે, તેનો નિજ ભાવ તે યોગ છે. Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ વૃષભાદિ જિનવર એ રીતે કરી શ્રેષ્ઠ ભક્તિ યોગની, શિવસૌખ્ય પામ્યા; તેથી કર તું ભક્તિ ઉત્તમ યોગની. ૧૪૦ વૃષભાદિ જિનવરેન્દ્રો એ રીતે યોગની ઉત્તમ ભક્તિ કરીને નિવૃતિસુખને પામ્યા; તેથી યોગની ઉત્તમ ભક્તિને તું ધારણ કર. આ રીતે નિશ્ચય-વ્યવહાર ભક્તિનું સ્પષ્ટ સ્વરૂપ આ અધિકારમાં સમજાવવામાં આવ્યું છે. ૧૧. નિશ્ચય-પરમાવશ્યક અધિકાર : નથી અન્યવશ જે જીવ, આવશ્યકકરમ છેતેહને; આ કર્મનાશનયોગને નિર્વાણમાર્ગ કહેલ છે. ૧૪૧. જે અન્યવશ નથી (અર્થાત્ જે જીવ અન્યને વશ નથી) તેને આવશ્યક કર્મ કહે છે (અર્થાત્ તે જીવને આવશ્યક કર્મ છે એમ પરમ યોગીશ્વરો કહે છે). કર્મનો વિનાશ કરનારો યોગ (-એવું જે આવશ્યક કર્મ) તે નિર્વાણનો માર્ગ છે એમ કહ્યું છે. વશ જેનહીંતે અવશ”, “આવશ્યક અવશનું કર્મ છે; તે યુક્તિ અગર ઉપાય છે, અશરીર તેથી થાય છે. ૧૪૨. જે (અન્યને) વશ નથી તે ‘અવશ” છે અને અવશનું કર્મ તે આવશ્યક છે એમ જાણવું; તે (અશરીર થવાની) યુક્તિ છે, તે (અશરીર થવાનો) ઉપાય છે, તેનાથી જીવ નિરવયવ (અર્થાત્ અશરીર) થાય છે. આમ નિરુક્તિ છે. જે ચિત્ત જોડે દ્રવ્ય-ગુણ-પર્યાયની ચિંતા વિષે, તેનેય મોહવિહીન શ્રમણો અન્યવશ ભાખે અરે ! ૧૪૫. જે દ્રવ્ય-ગુણ-પર્યાયોમાં (અર્થાત્ તેમના વિકલ્પોમાં) મન જોડે છે, તે પણ અન્યવશ છે; મોહાલ્પકાર રહિત શ્રમણો આમ કહે છે. પરભાવ છોડી, આત્મને ધ્યાને વિશુદ્ધસ્વભાવને, છે આત્મવશ તે સાધુ, આવશ્યક કરમ છે તેહને. ૧૪૬. જે પરભાવને પરિત્યાગીને નિર્મળ સ્વભાવવાળા આત્માને ધ્યાવે છે, તે ખરેખર આત્મવશ છે અને તેને આવશ્યક કર્મ (જિનો) કહે છે. પ્રતિક્રમણ-આદિ સ્પષ્ટ પરખી જિન-પરમસૂત્રો વિષે, મુનિએ નિરંતર મૌનવ્રત સહ સાધવું નિજ કાર્યને. ૧૫૫. Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૯૩ જિનકથિત પરમ સૂત્રને વિષે પ્રતિક્રમણાદિકની સ્પષ્ટ પરીક્ષા કરીને મૌનવ્રત સહિત યોગીએ નિજ કાર્યને નિત્ય સાવવું. છે જીવવિધવિધ,કર્મ વિધવિધ, લબ્ધિ છેવિધવિધઅરે! તે કારણે નિજપરસમય સહ વાદ પરિહર્તવ્ય છે. ૧૫૬. નાના પ્રકારના જીવો છે, નાના પ્રકારનું કર્મ છે, નાના પ્રકારની લબ્ધિ છે; તેથી સ્વસમયો અને પરસમયો સાથે (સ્વધર્મીઓ અને પરધર્મીઓ સાથે) વચનવિવાદ વર્જવા યોગ્ય છે. ૧૨. શુદ્ધોપયોગ અધિકાર : જાણે અને દેખે બધું પ્રભુ કેવળી વ્યવહારથી; જાણે અને દેખે સ્વને પ્રભુ કેવળી નિશ્ચય થકી. ૧૫૯. વ્યવહારનયથી કેવળી ભગવાન બધું જાણે છે અને દેખે છે; નિશ્ચયથી કેવળજ્ઞાની આત્માને પોતાને) જાણે છે અને દેખે છે. પ્રભુ કેવળી દેખે નિજાત્માને, ન લોકાલોકને, -જો કોઈ ભાખે એમ તો તેમાં કહો શો દોષ છે? ૧૬૬. (નિશ્ચયથી) કેવળી ભગવાન આત્મસ્વરૂપને દેખે છે, લોકાલોકને નહિ એમ જો કોઈ કહે તો તેને શો દોષ છે? (અર્થાત્ કાંઈ દોષ નથી.) પ્રભુ કેવળી જાણે ત્રિલોક-અલોકને, નહિઆત્મને, -જો કોઈ ભાખે એમ તો તેમાં કહો શો દોષ છે? ૧૬૯. (વ્યવહારથી) કેવળી ભગવાન લોકાલોકને જાણે છે, આત્માને નહિ - એમ જો કોઈ કહે તો તેને શો દોષ છે? (અર્થાત્ કાંઈ દોષ નથી.) છે જ્ઞાન જીવસ્વરૂપ, તેથી જીવ જાણે જીવને; જીવને ન જાણે જ્ઞાન તો એ જીવથી જુદું ઠરે ! ૧૭૦. જ્ઞાન જીવનું સ્વરૂપ છે, તેથી આત્મા આત્માને જાણે છે; જો જ્ઞાન આત્માને ન જાણે તો આત્માથી વ્યતિરિક્ત જુદું) ઠરે ! અનુપમ, અતીન્દ્રિય, પુણ્યપાપવિમુક્ત, અવ્યાબાધ છે, પુનરાગમન વિરહિત, નિરાલંબન, સુનિશ્ચળ, નિત્ય છે. ૧૭૮. Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ (પરમાત્મતત્વ) અવ્યાબાધ, અતીન્દ્રિય, અનુપમ, પુણ્ય-પાપ વિનાનું, પુનરાગમન રહિત, નિત્ય, અચળ અને નિરાલંબ છે. નિજભાવના અર્થે રચ્યું મેંનિયમસાર-સુશાસ્ત્રને, સૌ દોષ પૂર્વાપર રહિત ઉપદેશ જિનનો જાણીને. ૧૮૭. પૂર્વાપર દોષ રહિત જિનોપદેશને જાણીને મેં નિજભાવના નિમિત્તે નિયમસાર નામનું શાસ્ત્ર કર્યું છે. Page #408 -------------------------------------------------------------------------- ________________ સમ્યફચારિત્ર (અષ્ટ પ્રાભૃત) સમ્યક્ત્વ આચરણ ચારિત્ર સંયમ આચરણ ચારિત્ર નિઃશંકિત નિઃકાંક્ષિત નિવિચિકિત્સા અમૂઢદષ્ટિ ઉપગૃહન સ્થિતિકરણ વાત્સલ્ય પ્રભાવના સાગાર સંયમઆચરણ ચારિત્ર (અગીયાર પ્રતિમા) અનાગાર સંયમ - આચરણ ચારિત્ર રાત્રિભોજન ત્યાગ I ] દર્શન વ્રત સામાયિક પ્રૌષધોપવાસ સચિરત્યાગ રાત્રિભોજનત્યાગ બહ્મચર્ય આરંભત્યાગ પરિગ્રહત્યાગ અનુમતિત્યાગ ઉદિષ્ટયાગ | | | પાંચ અણુવ્રત ત્રણ ગુણવ્રત . ચાર શિક્ષાવ્રત પાંચ ઇન્દ્રિય વિજય પાંચ મહાવ્રત પચ્ચીસ ક્રિયા (પાંચમહાવ્રતોની પાંચ-પાંચ ભાવનાની પચ્ચીસ ક્રિયા) પાંચસમિતિ અહિંસા સત્ય અચૌર્ય બ્રહ્મચર્ય અપરિગ્રહ સ્પર્શેન્દ્રિય રસેન્દ્રિય ઘણેન્દ્રિય ચહ્યુઇન્દ્રિય કર્મેન્દ્રિય અહિંસા સત્ય અચૌર્ય બ્રહ્મચર્ય અપરિગ્રહ દિવ્રત અનર્થદંડત્યાગવત ભોગપભોગપરિમાણવ્રત ઈય સમિતિ ભાષા સમિતિ એષણ સમિતિ સામાયિક પ્રૌષધ અતિથિપૂજા પ્રતિષ્ઠાપના આદાન-નિક્ષેપણ સમિતિ સમિતિ ત્રણગુપ્તિ સંલેખના મનોગુપ્તિ વચનગુપ્તિ કાયગુપ્તિ Page #409 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭ શ્રી અષ્ટપાહુડ (સંક્ષિપ્ત સાર) પાંચસો બે ગાથાઓમાં સંગ્રહાયેલ અને આઠ પાહુડોમાં વિભક્ત આ અષ્ટપાહુડ ગ્રંથ મૂળસંઘના પટ્ટાચાર્ય કઠોર પ્રશાશક આચાર્ય શ્રી કુંદકુંદની એક અમરકૃતિ છે. આ ગ્રંથમાં આચાર્ય શ્રી કુંદકુંદના આચાર્યત્વ અર્થાત્ પ્રશાશક રૂપમાં દર્શન થાય છે. આ ગ્રંથ ન તો પ્રવચનસાર” અને “પંચાસ્તિકાયસંગ્રહની સમાન વસ્તુસ્વરૂપનો પ્રતિપાદક ગ્રંથ છે તથા ન તો સમયસાર’ અને ‘નિયમસાર’ની જેમ આધ્યાત્મિકતાની સાથે ઓતપ્રોત. આમાં એમણે પોતાના શિષ્યોને આચરણથી અનુશાસિત કર્યા છે. આમાં શિથિલાચારની વિરુદ્ધ સશક્ત આદેશ છે, પ્રેરક ઉપદેશ છે તથા મૃદુલ સંબોધન પણ છે. જો કે ચતુર્વિધ સંઘન આચરણમાં સમાગમ શિથિલતાને દૂર કરવાના પવિત્ર ઉદ્દેશ્યથી એની રચના થઈ છે, તથા આમાં સાધુવર્ગને શિથિલાચારથી બચાવવા માટે વિશેષ સાવધાન કરવામાં આવ્યા છે. અષ્ટપાહુડ એ એક એવો અંકુશ છે, જે શિથિલાચારના મદોન્મત ગજરાજને ઘણો ખરો કાબુમાં રાખે છે, સર્વવિનાશ કરવા દેતો નથી. આમાં આચાર્ય કુન્દુકુન્દદેવના આઠ પાહુડોનો સંગ્રહ છે. આ આઠ પાહુડ આ પ્રમ ણે છે. ૧) દર્શનપાહુડ ૨) સૂત્રપાહુડ ૩) ચારિત્રપાહુડ ૪) બોધપાહુડ ૫) ભાવપાહુડ ૬) મોક્ષપાહુડ ૭) લિંગપાહુડ ૮) શીલપાહુડ. પ્રત્યેક પાહુડમાં વિષયોના વિવેચન નામાનુસાર જ છે. વસ્તુતઃ પ્રત્યેક પાહુડ સ્વતંત્ર ગ્રંથ છે. વીતરાગી જિનધર્મની નિર્મળધારાના અવિરત પ્રવાહના અભિલાષી આત્માર્થીજનોએ સ્વયં તો આ કૃતિનું ગંભીરતાથી અધ્યયન કરવું જોઈએ. તેનો સમુચિત પ્રચાર અને પ્રસાર પણ કરવો જોઈએ. જેથી સામાન્યજન પણ શિથિલાચારથી વિરુદ્ધ સાવધાન થઈ શકે. આમાં વર્ણવેલા વિષય-વસ્તુ સંક્ષેપમાં આ પ્રમાણે છે. ૧. દર્શનપાહુડઃ છત્રીસ ગાથાઓથી રચાયેલ આ પાહુડમાં મંગલાચરણ ઉપરાંત આરંભથી જ સમ્યગ્દર્શનની મહિમા બતાવતાં આચાર્યદવ લખે છે કે ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે; આથી જે જીવ સમ્યગ્દર્શનથી રહિત છે તે વંદન કરવા યોગ્ય નથી. ભલેને તેઓ અનેક શાસ્ત્રોના જાણકાર હોય, ઉગ્ર તપ કરતાં હોય, તો પણ જે સમ્યગ્દર્શનથી રહિત છે તેમને આત્માની પ્રાપ્તિ થતી નથી, મોક્ષની પ્રાપ્તિ થતી નથી. આરાધનાથી રહિત હોવાને કારણે સંસારમાં ભટકતા જ રહે છે, પરંતુ જેમના હૃદયમાં સમ્યકત્વરૂપી જળનો પ્રવાહ નિરંતર વહેતો રહે છે તેમને કર્મરૂપી રજનું આવરણ લાગતું નથી, તેમણે પૂર્વે બાંધેલા કર્મોનો નાશ થઈ જાય છે. Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ જે જીવ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણેથી પણ ભ્રષ્ટ છે, તેઓ તો ભ્રષ્ટોમાં પણ ભ્રષ્ટ છે તેઓ સ્વયં તો નાશને જ પ્રાપ્ત થાય છે, પોતાના અનુયાયીઓનો પણ નાશ કરે છે. એવા લોકો પોતાના દોષોને છુપાવવાને માટે ધર્માત્માઓને દોષી બતાવતા રહે છે. જે રીતે મૂળનો નાશ થવાથી તેમનો પરિવાર -થડ, ડાળી, પાન, પુષ્પ અને ફળની વૃદ્ધિ થતી નથી; એ જ પ્રકારે સમ્યગ્દર્શનરૂપી મૂળનો નાશ થવાથી સંયમ વગેરેની વૃદ્ધિ થતી નથી. આ જ કારણ છે કે જિનેન્દ્ર ભગવાને સમ્યગ્દર્શનને ધર્મનું મૂળ કહ્યું છે. જે જીવ પોતે તો સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ છે, પરંતુ પોતાને સંયમી માનીને પોતાના પગ પૂજવાને ઇચ્છે છે; તેઓ લુલ્લા અને મુંગા થશે, અર્થાત્ તેઓ નિગોદમાં જશે. તેમને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ અત્યંત દુર્લભ જ છે. આ પ્રકારે જે જીવ લજ્જા, ગારવ અને ભયથી સમ્યગ્દર્શનરહિત લોકોના પગ પૂજે છે તેઓ પણ એમના અનુમોદક હોવાથી જ્ઞાનની પ્રાપ્તિ કરી શકશે નહિ. જે પ્રકારે સમ્યગ્દર્શનરહિત વ્યક્તિ વંદનીય નથી તે જ પ્રકારે અસંયમી પણ વંદન કરવાને લાયક નથી. ભલે તેઓ બાહ્યમાં વસ્ત્રાદિનો ત્યાગ કરી દીધો હોય તો પણ જો સમ્યગ્દર્શન અને અંતરંગ સંયમ ન હોય તો તે વંદનીય નથી, કેમ કે દેહ વંદનીય નથી, કૂળ વંદનીય નથી, જાતિ વંદનીય નથી; વંદનીય તો એકમાત્ર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ગુણ જ છે; આથી રત્નત્રય વગરનાને જિનમાર્ગમાં વંદન કરવાને યોગ્ય કહ્યા નથી. જે પ્રકારે ગુણ વગરનાને વંદના ઉચિત નથી તે જ પ્રકારે ગુણવાનોની પણ ઉપેક્ષા કરવી તે અનુચિત છે. આથી જે વ્યક્તિ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રવાન મુનિરાજોને પણ ઈર્ષાભાવથી વંદન કરતા નથી તે પારા સમ્યગ્દષ્ટિ ધર્માત્મા નથી. જિનેન્દ્ર કથિત છ દ્રવ્ય, નવ પદાર્થ, પાંચ અસ્તિકાય અને સાત તત્ત્વોનું શ્રદ્ધાન વ્યવહાર સમ્યગ્દર્શન છે. નિશ્ચયનમ્યગ્દર્શન તો આત્મરૂપ જ છે અર્થાત્ આત્માનુભૂતિરૂપ જ છે. આ સમ્યગ્દર્શન મોક્ષમહેલની પ્રથમ સીડી છે. અરે ભાઈ! કેવળી કથિત ધર્મ જેટલું કરી શકાય એમ હોય તો અવશ્ય કરો, અને જો તે શક્ય ન હોય તો એનું શ્રદ્ધાન તો જરૂર કરજે; કારણ કે કેવળી ભગવાને શ્રદ્ધાને જ સમ્યક્ત કહ્યું છે. સમ્યગ્દર્શનથી જ્ઞાન અને ચારિત્ર સમ્યફ થાય છે, એટલે દર્શન જ સાર છે અને દર્શન-જ્ઞાન સહિત ચારિત્રથી મોક્ષ થાય છે. કલ્યાણની પરંપરા હોવાને કારણે સમ્યગ્દર્શન સર્વ લોકમાં પૂજ્ય છે. અંતમાં આચાર્યદવ કહે છે કે દર્શન-જ્ઞાન-ચારિત્રથી અરિહંત દશાને પ્રાપ્ત ભગવાન જ્યાં સુધી ચોત્રીસ અતિશયો સહિત સમવસરણમાં બીરાજમાન છે, ત્યાં સુધી સ્થાવર પ્રતિમા કહેવામાં આવે છે. અંતે આઠ કર્મોનો નાશ કરી સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. આ પાહુડનો સાર આ પ્રમાણે છે. (૧) ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૯૭ (૨) સમ્યગ્દર્શનથી રહિત વ્યક્તિ વંદનીય નથી. (૩) જે સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ છે તેનો મોક્ષ થતો નથી. (૪) સમ્યગ્દર્શન મોક્ષમહેલની પ્રથમ સીડી છે. (૫) જે શક્ય હોય તે અવશ્ય કરો, પરંતુ શ્રદ્ધા તો અવશ્ય કરો જ. ૨. સૂત્રપાહુડ : સત્તાવીશ ગાથાઓનો સમાવેશ આ પાહુડમાં સર્વ પ્રથમ સૂત્રના સ્વરૂપને સ્પષ્ટ કરતાં કહ્યું છે કે અરિહંતો દ્વારા કહેલા, ગણધરદેવો દ્વારા ગુંથવામાં આવેલ, વીતરાગી સંતોની પરંપરાથી પ્રાપ્ત શબ્દ અને અર્થમય સૂત્રોના માધ્યમથી શ્રમણો પરમાર્થથી સમજે છે. જે પ્રમાણે સૂત્ર (દોરા) સહિત સોઈ ખોવાઈ જતી નથી. તે જ પ્રકારે સૂત્રોના જાણકાર-આગમના અભ્યાસી શ્રમણ ભ્રમિત થતાં નથી, ભટકતાં નથી. જિનેન્દ્ર કથિત સૂત્રમાં કહેલ જીવાદિ તત્ત્વાર્થો અને તે સંબંધી હેય ઉપાદેય સ્વરૂપનું જ્ઞાન અને શ્રદ્ધા જ સમ્યગ્દર્શન છે. જે યોગી જિનોક્ત સૂત્રોમાં પ્રતિપાદિત પારમાર્થિક અને વ્યવહારિક સત્યને જાણીને તે અનુસાર આચરણથી કર્મમળનો નાશ કરે છે અને સાચા સુખને પ્રાપ્ત કરે છે. જે એ સૂત્રોના અર્થથી અપરિચિત છે, તે પ્રગટ મિથ્યાદષ્ટિ જ છે. સૂત્રથી ભ્રષ્ટ વ્યક્તિ હરિહરતુલ્ય પણ હોય, સિંહવૃત્તિવાળો હોય, સંઘપતિ હોય, કેટલો પણ અધિપતિ-મહાન હોય, તેને મુક્તિની પ્રાપ્તિ થતી નથી. સૂત્રથી ભ્રષ્ટ મિથ્યાદષ્ટિ જ છે. જિનસૂત્રોમાં ત્રણ વેષ બતાવ્યા છે. તેમાં શ્રેષ્ઠ વેષ નગ્ન દિગંબર મુનિનો છે, બીજો વેષ ઉત્કૃષ્ટ શ્રાવકનો અને ત્રીજો આર્થિકાઓનો છે. આચાર્યદેવ સ્પષ્ટ કહે છે જેવો બાળક જન્મે તેવું જ નગ્ન રૂપ સાધુનું હોય છે અને છતાં જો તે તિલતુષમાત્ર પણ પરિગ્રહ રાખે તો નિગોદને પાત્ર છે. વસ્ત્ર ધારણ કરેલ હોય તો તીર્થંકરનો પણ મોક્ષ થતો નથી, તો બીજાની તો શું વાત કહેવી ? એકમાત્ર નગ્નતા જ માર્ગ છે બીજા બધા ઉન્માર્ગ છે. સ્ત્રીઓને નગ્નતાનો સંભવ નથી તેથી તે મુક્તિ પ્રાપ્ત કરવા અસમર્થ છે. એમની યોનિ, સ્તન, નાભિ અને બગલમાં સૂક્ષ્મ ત્રસ જીવોની ઉત્પત્તિ નિરંતર થાય છે, માસિક ધર્મની શંકાથી નિત્ય ચિંતિત રહે છે અને સ્વભાવથી શિથિલભાવવાળી હોય છે; માટે તેમને ઉત્કૃષ્ટ મુનિપણું સંભવ નથી. છતાં પણ તેઓ પાપયુક્ત નથી કારણ કે સમ્યગ્દર્શન-જ્ઞાન અને એકદેશ ચારિત્ર તો હોઈ શકે છે. આ પ્રમાણે સંપૂર્ણ પાહુડમાં જિનસૂત્રોના સ્વરૂપની સાથે સાથે પ્રતિપાદિત જૈન સાધુના સ્વરૂપ પર પ્રકાશ નાંખવામાં આવ્યો છે. ૩. ચારિત્રપાહુડ : ૪૫ ગાથાઓમાં વિસ્તરેલ આ ચારિત્ર પાહુડમાં મંગલાચરણ અને ગ્રંથ પ્રતિજ્ઞા પછી આચાર્યદેવ એક ગાથામાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનું સ્વરૂપ બતાવીને ચારિત્રના ભેદોનું વર્ણન કરે છે. જ્ઞાનાદિક ભાવોની શુદ્ધિ હેતુ ચારિત્ર બે પ્રકારનું છે. Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ (૧) સમત્વાચરણ ચારિત્ર. (૨) સંયમાચરણ ચારિત્ર. જિનોપદષ્ટિ જ્ઞાન-દર્શન શુદ્ધ સમ્યકત્વાચરણ ચારિત્ર છે અને શુદ્ધ આચરણરૂપ સંયમાચરણ ચારિત્ર છે. સંકોપમાં એમ કહી શકાય કે શંકાદિ દોષોથી રહિત, નિઃશંકિતાદિ ગુણોથી યુક્ત, તત્ત્વાર્થના યથાર્થ સ્વરૂપને જાણીને એનું શ્રદ્ધા અને આચરણ કરવું તે સમ્યક્વાચરણ ચારિત્ર છે. જે જ્ઞાની અમૂઢદષ્ટિ થયા થકા સમત્વાચરણ ચારિત્રથી શુદ્ધ થઈને સંયમાચરણ ચારિત્રથી પણ શુદ્ધ હોય તો શીઘ મુક્તિને પ્રાપ્ત કરે છે અને જે અજ્ઞાનથી મૂઢદષ્ટિ હોય છે તે સમ્યકત્વાચરણ ચારિત્રથી ભ્રષ્ટ જ છે અને સંયમનું આચરણ કરે છે તેની મુક્તિ સંભવ નથી. વાત્સલ્ય, વિનય, અનુકંપા, દાન, માર્ગગુણસ્તવના( નિગ્રંથ માર્ગના ગુણની પ્રશંસા), ઉપગૂહન, રક્ષણ આ સમ્યકત્વના ચિહ્ન છે જેનાથી સમ્યગ્દષ્ટિની ઓળખાણ થાય છે. જે પુરુષ કુદર્શનમાં ઉત્સાહ, ભાવના, પ્રશંસા, શ્રદ્ધા અને ઉપાસના કરે છે, તે સમ્યકત્વથી ચુત થાય છે તથા જે સુદર્શનમાં ઉત્સાહ, ભાવના, પ્રશંસા, શ્રદ્ધા અને ઉપાસના કરે છે તે સમ્યકત્વથી ચુત નથી થતો. આચાર્યદેવ ઉપદેશ આપતાં કહે છે કે હે ભવ્ય ! તું અજ્ઞાનને જ્ઞાનથી અને મિથ્યાત્વને વિશુદ્ધ સમ્યકત્વથી દૂર કરી તથા અહિંસારૂપ ધર્મ દ્વારા આરંભસહિત મોહને છોડ. પરિગ્રહનો ત્યાગ કરી દીક્ષા ધારણ કર, સંયમભાવપૂર્વક તપ કર. આવું કરવાથી તેને મોહરહિત વીતરાગરૂપ નિર્મળ શુક્લધ્યાન થશે - મોક્ષની પ્રાપ્તિ થશે. સંયમાચરણ ચારિત્ર બે પ્રકારનું છે. સાગાર અને અનાગાર. સાગાર સંયમાચરણ ગ્રંથ સહિત શ્રાવકને હોય છે અને અનાગાર સંયમાચરણ પરિગ્રહરહિત નિગ્રંથ મુનિને હોય છે. સાગાર સંયમાચરણના ધારી શ્રાવકોને અગીયાર પ્રતિમાં અને બાર વ્રત હોય છે. પ્રતિમા આ પ્રમાણે છે. (૧) દર્શન (૨) વ્રત (૩) સામાયિક (૪) પ્રોષધોપવાસ (૫) સચિત્તયાગ (૬) રાત્રિભોજન ત્યાગ (૭) બ્રહ્મચર્ય (૮) આરંભત્યાગ (૯) પરિગ્રહત્યાગ (૧૦) અનુમતિત્યાગ (૧૧) ઉદિષ્ટયાગ. બાર વ્રતમાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત છે. પાંચ અણુવ્રત: (૧) સ્થૂલ ત્રસકાયના ઘાતનો ત્યાગ (૨) સ્થૂળ અસત્યનો ત્યાગ (૩) રજા વગરના ધનનો ત્યાગ (૪) પર સ્ત્રી ત્યાગ (૫) પરિગ્રહ પરિમાણ. ત્રણ ગુણવ્રત ઃ (૧) દિશા-વિદિશાના ગમનનો પરિમાણ. (૨) અનર્થ દંડવત (૩) ભોગ-ઉપભોગ પરિમાણ. ચાર શિક્ષાવ્રતઃ (૧) સામાયિક (૨) પ્રોષધ (૩) અતિથિ પૂજા. (૪) સંલેખના. Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૯૯ અનાગાર સંયમાચરણ મુનિઓને હોય છે. પાંચ ઇન્દ્રિયનો સંવર, પાંચ મહાવ્રતની પચીસ ક્રિયા, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ અનાગાર સંયમાચરણમાં હોય છે જેનું વર્ણન ૨૯ થી ૩૭ ગાથા સુધી નવા ગાથાઓમાં કર્યું છે. એના પછી પાંચ ગાથાઓમાં જ્ઞાનના સ્વરૂપનો મહિમા બતાવતા આચાર્ય કહે છે જ્ઞાનથી હીન પુરુષ ઇચ્છિત વસ્તુઓને પ્રાપ્ત નથી કરી શકતો, કારણ કે જ્ઞાન વિના ગુણ-દોષોની જાણકારી નથી થતી, જીવ-અજીવનું ભેદજ્ઞાન નથી થતું. ગુણ-દોષોને જાણવા માટે સમ્યજ્ઞાનને જાણવું જોઈએ. સમ્યજ્ઞાનપૂર્વક ચારિત્ર અંગીકાર કરવાથી જ અનુપમ મોક્ષની પ્રપ્તિ થાય છે. જે ઉક્ત સમ્યકત્વ આચરણપૂર્વક સંયમાચરણ ચારિત્ર અંગીકાર કરે છે, એ અલ્પકાળમાં જ મુક્તિને પ્રાપ્ત કરે છે. અંતમાં આચાર્ય કહે છે આ ચારિત્ર પાહુડને તમે શુદ્ધભાવથી ભાવો, જેનાથી તમે ચાર ગતિઓમાં ભ્રમણ નહિ કરો અને શાશ્વત મોક્ષને પ્રાપ્ત થશો. ૪. બોધ પાહુડઃ બાસઠ ગાથાઓમાં નિબદ્ધ આ પાહુડમાં પ્રતિપાદિત વિષયવસ્તુને આચાર્યદવે અગીયાર સ્થાનોમાં વિભાજિત કર્યું છે જે ક્રમશઃ આ પ્રમાણે છે. (૧) આયતન (૨) ચૈત્યગૃહ, (૩) જિન પ્રતિમા (૪) દર્શન (૫) જિનબિંબ (૬) જિનમુદ્રા (૭) જ્ઞાન (૮) દેવ (૯) તીર્થ (૧૦) અરહંત (૧૧) પ્રવજ્યા. આ અધિકારમાં ઉક્ત અગીયાર સ્થાનોના માધ્યમથી એક પ્રકારે નિગ્રંથ સાધુઓનું સ્વરૂપ જ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. નિશ્ચયથી નિર્દોષ-નિગ્રંથ સાધુ જ આયતન છે, ચૈત્યગૃહ છે, જિન પ્રતિમા છે, દર્શન છે, જિનબિંબ છે, જિન મુદ્રા છે, જ્ઞાન છે, દેવ છે, તીર્થ છે, અરહંત છે અને પ્રવજ્યા છે. વ્યવહારથી ધાતુ-પાષણમય એની આકૃતિ જ વંદ્ય છે. ધ્યાન રહે, સાધુઓમાં અરહંત પણ સમ્મિલિત હોય છે. (૧) આયતન: આયતન એટલે ધર્મના સ્થાન. જિનમાર્ગમાં બાહ્યાભંતર સંયમના ધણી મુનિરાજ જ આયતન છે. એનામાં જે શ્રેષ્ઠ છે, કેવળજ્ઞાનાદિ સહિત છે, એ સિદ્ધાયતન છે. વાસ્તવિક ધર્માયતન તો ધર્મના ધણી મુનિરાજ જ છે, વ્યવહારથી એમના આવાસને પણ ધર્માયતન કહે છે. (૨) ચૈત્યગૃહ : જેમાં સુખ-દુઃખ, બંધ-મોક્ષની ચેતના જોવામાં આવે તે આત્મા ચૈત્ય છે. છ કાયના જીવોની રક્ષા કરવાવાળા સંયમી, આત્મજ્ઞાની મુનિરાજ જ ચૈત્યગૃહ છે. વ્યવહારથી જિનાલય ને પણ ચૈિત્યગૃહ અથવા ચૈત્યાલય કહે છે. (૩) જિનપ્રતિમા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રથી યુક્ત નિગ્રંથ વીતરાગી મુનિરાજની ચાલતી ફરતી જંગમ દેહ જ જંગમ પ્રતિમા છે અને અષ્ટકર્મરહિત, અનંત ચતુષ્ટય સહિત, દેહરહિત, અચલ સિઇ ભગવાન જ Page #414 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ થાવર (સ્થિર) પ્રતિમા છે. નિશ્ચયથી આ જ વંદન કરવા યોગ્ય છે. એમની યથાનુરૂપ ધાતુ-પાષાણની પ્રતિમા વ્યવહારથી વંદન યોગ્ય છે. (૪) દર્શન ઃ સમ્યગ્દર્શન-જ્ઞાનમય સંયમરૂપ સુધર્મ જ નિગ્રંથ મોક્ષમાર્ગ છે. તેને જે બતાવે તે દર્શન છે. જેમ પુષ્પ ગંધમય છે, દૂધ ધૃતમય છે, એવી જ રીતે જૈનદર્શન સમ્યક્ત્વમય - સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમય છે. મુનિરાજનું સ્વરૂપ પણ અંતર્બાહ્યમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમય છે, એટલે નિગ્રંથ મુનિરાજ જ સાક્ષાત્ દર્શન (જૈનદર્શન) છે. (૫) જિનબિંબ ઃ કર્મક્ષયને કારણે શુદ્ધ શિક્ષા અને દીક્ષા આપનાર, આત્મજ્ઞાની, વીતરાગી, સંયમી આચાર્યદેવ જ વસ્તુતઃ જિનદેવના પ્રતિબિંબ છે; એ જ વંદનીય-પૂજનીય છે. (૬) જિનમુદ્રા : જે શુદ્ધાત્માના અનુભવી, વ્રત-તપથી સમૃદ્ધ છે; જિનશિક્ષા-દીક્ષા આપવાવાળા છે, જેની મુદ્રા ઇન્દ્રિયવિષયો અને કષાયભાવોની મર્દન કરવાવાળી છે, સંયમમાં દઢ છે એવા આચાર્યદેવ જ વાસ્તવમાં જિનમુદ્રા છે. (૭) જ્ઞાન : મોક્ષમાર્ગના હેતુભૂત શુદ્ધાત્માની પ્રાપ્તિ જ્ઞાન દ્વારા જ થાય છે; એટલે મોક્ષમાર્ગરૂપ લક્ષ્યને પ્રાપ્ત કરવાને માટે જ્ઞાનને જાણવું જોઈએ. જે પ્રમાણે ધનુષના અભ્યાસમાં અને બાણથી રહિત ધનુષધારી લક્ષ્યને પ્રાપ્ત નથી કરતો, તે પ્રમાણે શુદ્ધાત્માનુભવરૂપી ધનુષના અભ્યાસી અને જ્ઞાનરૂપી બાણથી રહિત વ્યક્તિ મોક્ષમાર્ગરૂપી લક્ષ્યને પ્રાપ્ત નથી કરતો તથા જે પ્રમાણે ધનુષની બાણાદિ સમસ્ત સામગ્રી ઉપલબ્ધ હો તો નિશ ન નથી ચૂકતો, લક્ષ્યની પ્રાપ્તિ થાય જ છે; તે જ પ્રમાણે મોક્ષમાર્ગની યથાવત્ જ્ઞાનાદિ સામગ્રી ઉપલબ્ધ હોય તો મુનિ મોક્ષરૂપ લક્ષ્યને ચૂકતા નથી, તેને અવશ્ય પ્રાપ્ત કરે જ છે; એટલે જિનાગમ અનુસાર જ્ઞાનીઓનો વિનય કરીને જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. (૮) દેવ : જેનો મોહ નષ્ટ થઈ ગયો છે તે દેવ છે. ધર્મ દયાથી વિશુદ્ધ થાય છે અને પ્રવજ્યા સર્વ પરિગ્રહથી રહિત હોય છે. (૯) તીર્થ ઃ જેનાથી તરાય તે તીર્થ છે. સમ્યક્ત્વ અને મહાવ્રતોથી શુદ્ધ પંચેન્દ્રિયોથી વિરક્ત, આલોકપરલોકના ભોગોની ઇચ્છાથી રહિત નિર્મળ આત્મા જ તીર્થ છે. (૧૦) અરહુંતઃ સામાન્યથી સમસ્ત કેવળજ્ઞાની અરહંત હોય છે, પરંતુ અહીંયા તીર્થંકર પદની પ્રધાનતાથી કથન કરવામાં આવ્યું છે. નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ - આ ચાર નિક્ષેપો દ્વારા અરહંતનું વર્ણન કરતાં આચાર્ય કહે છે કે જે ઘાતિકર્મ અને અધાતિકર્મના ઉદયથી થવાવાળા દોષોથી રહિત અને અનંત દર્શનઅનંત જ્ઞાન-અનંત વીર્ય-અનંત સુખ આદિ અનુપમ ગુણોથી યુક્ત છે, એ નામ અરહંત છે. નિશ્ચયનયથી ગુણસ્થાન, માર્ગણાસ્થાન, પર્યાતિ, પ્રાણ અને જીવસ્થાન-આ પાંચ પ્રકારથી અરહંતની સ્થાપના જ સ્થાપનાઅરહંત છે. એના પછી ૩૨ થી ૩૬ ગાથાઓમાં ગુણસ્થાનિાદિ પ્રત્યેકમાં પૃથ્થક પૃથ્થક અરહંતને બતાવવામાં આવ્યા છે. Page #415 -------------------------------------------------------------------------- ________________ ૪૦૧ દ્રવ્ય અરહંતના સ્વરૂપનું વર્ણન કરતાં આચાર્ય કહે છે કે જરા, વ્યાધિ સંબંધી દુઃખોથી રહિત, આહાર-નિહાર, મળ-મૂત્ર, શ્લેષ્મ, થૂંક, પરસેવો, દુર્ગંધ, જુગુપ્સા અને ગ્લાનિ રહિત એક હજાર આઠ લક્ષણોથી સહિત, સંપૂર્ણ અતિશયયુક્ત સુગંધિત ઔદારિક દેહ અરહંતનું હોય છે. ભાવ અરહંત તો મદ, રાગ-દ્વેષ, કષાયાદિ મનના વિકલ્પોથી રહિત અત્યંત વિશુદ્ધ કેવળજ્ઞાનરૂપ હોય છે. (૧૧) પ્રવજ્યા ઃ પ્રવજ્યા દીક્ષાને કહે છે. પ્રવજ્યામાં અંતરંગ-બાહ્ય પરિગ્રહ, કષાય, રાગ-દ્વેષ, મોહ અને પાપારંભનો અભાવ હોય છે; શત્રુ-મિત્ર, નિંદા-પ્રશંસા, લાભ-અલાભ, તૃણ-કાંચનમાં સમભાવ હોય છે. પ્રવજ્યાધારી મુનિ શરીર-સંસ્કાર રહિત અને મદ-રાગ-દ્વેષથી રહિત હોય છે તથા એ ઉપશમક્ષમ-દમયુક્ત હોય છે. એમના મિથ્યાત્વાદિ ભાવ નષ્ટ થઈને સમ્યક્ત્વ ગુણ પ્રગટ થઈ ગયા હોય છે. પ્રવજ્યા છ સંહનનવાળા જીવની હોય છે. એ બધા પરિગ્રહ રહિત અને નિગ્રંથ સ્વરૂપ હોય છે. આમાં લેશમાત્ર પણ પરિગ્રહનો સંગ્રહ નથી હોતો. બાહ્ય દીક્ષાનું સ્વરૂપ બતાવતાં આચાર્ય કહે છે કે પ્રવજ્યાધારી ઉપસર્ગ અને પરિષહને સહન કરતાં થકા નિત્ય જ નિર્જન પ્રદેશે, શિલા-તલ, કાષ્ટ અથવા ભૂમિતલમાં રહે છે અથવા સૂના ઘર, વૃક્ષમૂળ, કોટર, ઉદ્યાન, વન, સ્મશાનભૂમિ, પર્વતની ગુફા, પર્વત શિખર, ભયાનક વન અને વસ્તિકામાં રહે છે. એ પશુ, મહિલા, નપુંસક અને વ્યાભિચારી પુરુષોનો સાથ નથી કરતા; પરંતુ સ્વાધ્યાય અને ધ્યાનથી યુક્ત હોય છે. એ પ્રવજ્યાધારી મુનિ નિગ્રંથ, નિઃસંગ, નિર્માન, અરાગ, નિર્દોષ, નિર્મમ, નિરહંકાર, નિર્ભય અને નિરાશ (નિર્ આશ) ભાવવાળા હોય છે. આ પ્રમાણે જિનમાર્ગમાં કથિત સમ્યક્ત્વથી શુદ્ધ નિગ્રંથરૂપનું સ્વરૂપ સંક્ષેપમાં કહેવા પછી આચાર્યદેવ કહે છે કે બાર અંગ અને ચૌદ પૂર્વના જ્ઞાતા ગમકગુરુ ભદ્રબાહુની પરંપરાથી જિનદેવ કથિત મુક્તિમાર્ગને જાણીને મેં આ છ’કાયના જીવોના હિત માટે કહ્યું છે. ૫. ભાવપાહુડ : એકસો પાંસઠ ગાથાઓના વિસ્તારમાં ફેલાયેલ આ પાહુડમાં ભાવશુદ્ધિ પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે, કારણ કે ગુણ-દોષોનું મૂળપ્રાણ ભાવ જ છે. જેનો સાર આ પ્રમાણે છે ઃ બાહ્ય પરિગ્રહનો ત્યાગ ભાવોની શુદ્ધિ માટે જ કરવામાં આવે છે, પરંતુ રાગાદિ અંતરંગ પરિગ્રહના ત્યાગ વિના બાહ્ય ત્યાગ નિષ્ફળ છે; કેમ કે અંતરંગ ભાવશુદ્ધિ વિના કરોડો વર્ષો સુધી પણ બાહ્ય તપ કરે તો પણ સિદ્ધિ મળતી નથી. આથી મોક્ષમર્ગના સાધકોને સર્વ પ્રથમ ભાવને જ ઓળખવા જોઈએ. હે આત્મન્ ! તેં ભાવરહિત નિગ્રંથ રૂપ તો અનેકવાર ધારણ કર્યું છે, પરંતુ ભાવલિંગ વિના - શુદ્ધાત્મતત્ત્વની ભાવના વિના ચાર ગતિમાં ભ્રમણ કરતાં અનંત દુઃખ ઉઠાવ્યા છે. નરક ગતિમાં શરદી, Page #416 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ ગરમી, રહેવાના સ્થાનના, તિર્યંચગતિમાં તાપ, ઠંડી, વેદના, બંધન, અંગનું છેદાવું, નિરોધન આદિના દુઃખ, મનુષ્યગતિમાં અકસ્માત, વજપાતાદિ, માનસિક, શારીરિક આદિ અને દેવ ગતિમાં વિયોગ, હલકી ભાવના આદિ દુઃખો ભોગવ્યા છે. હે જીવ! વિશેષ શું કહેવું? આત્મભાવના વિના તું માતાના ગર્ભમાં મહા અપવિત્ર સ્થાનમાં સંકડાઈને રહ્યો. આજ સુધી તેં એટલી માતાનું દૂધ પીધું છે, જો તેને એકઠું કરવામાં આવે તો સાગર ભરાઈ જાય તારા જન્મ અને મરણથી દુઃખી માતાઓએ જે આસું સાર્યા છે તેનાથી સાગર ભરાઈ જાય. આ પ્રકારે તે અનંત સંસારમાં એટલા બધા છે કે તેના વાળ, નખ, નાળ અને અસ્થિઓ જો કોઈ ભેગાં કરે તો સુમેરૂ પર્વતથી પણ મોટો ડુંગર થઈ જાય. હે આત્મનું! આત્મભાવ રહિત થઈને ત્રણલોકમાં જળ, થળ, અગ્નિ, પવન, ગિરી, નદી, વૃક્ષ આદિ સ્થળોમાં બધે સ્થળે સર્વત્ર ખૂબ દુઃખ સહિત રહ્યો છે. સર્વ પુદ્ગલોને વારંવાર ભક્ષણ કર્યા તો પણ તું સંતુષ્ટ થયો નથી. આ પ્રમાણે તૃષ્ણાથી પીડા પામીને ત્રણલોકના સમસ્ત પાણી પીધાં તો પણ તૃષા શાંત ન થઈ. એટલે હવે બધી વાતોનો વિચાર કર. ભવભ્રમણને સમાપ્ત કરવાવાળા રત્નત્રયનું ચિંતન કર. હે ધીર! તેં અનંત ભવસાગરમાં અનેક વાર જન્મ ધારણ કરી, અપરિમિત શરીર ધારણ કરી અને છોડ્યા છે, જેમાં મનુષ્ય ગતિમાં વિષ ભક્ષણાદિ અને તિર્યંચ ગતિમાં બરફ પડવાથી શરીર ઠરી જતાં કુમરણે પ્રાપ્ત કરી મહાદુઃખ ભોગવ્યા છે. નિગોદમાં તો એક અંતર્મુહૂર્તમાં ૬૬૩૩૬ વાર જન્મ-મરણ કર્યા છે. હે જીવ! તેંરત્નત્રયના અભાવમાં દુઃખમય સંસારમાં અનાદિકાળથી ભ્રમણ કર્યું છે, એટલે હવે તું આત્માનું શ્રદ્ધાન, જ્ઞાન અને આચરણરૂપ રત્નત્રયની પ્રાપ્તિ કર; જેથી તારું મરણ કુમરણ ન બનતાં સુમરણ બની જશે અને તુરત જ શાશ્વત સુખને પ્રાપ્ત કર. હવે આચાર્યભાવરહિત માત્રદ્રવ્યલિંગ ધારણ કરીને પાછળથી ઉત્પન્ન થયેલા દુઃખોનું વર્ણન કરે છે. હે મુનિવર ! ત્રણ લોકમાં એવું કોઈ સ્થળ બાકી રહ્યું નથી જ્યાં તે દ્રવ્યલિંગ ધારણ કરી જન્મમરણ કર્યા ન હોય. કોઈ પણ પુગલ એવું બાકી રહ્યું નથી જેને તેં ગ્રહણ કરી છોડ્યું ન હોય, તો પણ તારી મુક્તિ થઈ નહીં. પરંતુ ભાવલિંગ ન હોવાથી અનંતકાળ સુધી જન્મ-જરા આદિથી પીડીત થઈને દુઃખોને ભોગવતો રહ્યો છે. હે મહાયશ! વિશેષ શું કહીએ ! આ મનુષ્યના શરીરમાં એક એક આંગળમાં છનું છનું રોગ હોય છે. તો પછી સંપૂર્ણ શરીરના રોગોનું તો કહેવું જ શું? પૂર્વ ભવોમાં એ સમસ્ત રોગોને પરાધીન થઈને તે ભોગવ્યા છે અને આગળ પણ ભોગવતો રહીશ. હે મુનિ! તું માતાના મહા અપવિત્ર ગર્ભમાં રહ્યો, ત્યાં માતાના એઠાં ભોજનથી બનેલા રસરૂપી આહાર ગ્રહણ કર્યા. ત્યાર બાદ બાળક અવસ્થામાં અજ્ઞાનવશ અપવિત્ર સ્થાનમાં, અપવિત્ર વસ્તુમાં પડ્યો રહ્યો અને અપવિત્ર વસ્તુ જ ખાધી. Page #417 -------------------------------------------------------------------------- ________________ ૪૦૩ હે મુનિ ! આ દેહરૂપી ઘર માંસ, હાડકાં, લોહી, પિત્ત, આંતરડાં, લોહી વગરના અપરિપક્વ મળ, ચામડી અને ગંદુ લોહી આ બધી મલિન વસ્તુઓથી શરીર પૂર્ણ ભરેલું છે, જેમાં તું આસક્ત થઈને અનંતકાળથી દુઃખ ભોગવી રહ્યો છે. હવે સમજાવીને આચાર્યદેવ કહે છે કે હે ધીર ! જે માત્ર કુટુંબાદિથી મુક્ત થયો તે મુક્ત થયો નથી; પરંતુ જે અત્યંતર વાસનાને છોડીને ભાવોથી મુક્ત થાય છે તેને જ મુક્ત કહે છે, એમ જાણીને આંતરિક વાસના છોડ. ભૂતકાળમાં અનેક એવા મુનિ થયા છે જેમણે દેહાદિ પરિગ્રહ છોડીને નગ્ન દશા ધારણ કરી પરંતુ માનાદિક છોડ્યા નહિ; આથી સિદ્ધિ થઈ નહિ. જ્યારે માન રહિત થયો ત્યારે મુક્તિ થઈ. દ્રવ્યલિંગી ઉગ્ર તપ કરવા છતાં અનેક રિદ્ધિઓ પ્રાપ્ત કરી લે છે પરંતુ ક્રોધાદિ ઉત્પન્ન થવાને કારણે તેની તે રિદ્ધિઓ સ્વપરના વિનાશનું કારણ બને છે - જેમ બાહુ અને દ્વીપાયન મુનિ. ભાવશુદ્ધિ વિના અગીયાર અંગનું જ્ઞાન પણ નકામું છે; પરંતુ જો શાસ્ત્રોનું જ્ઞાન ન હોય અને ભાવોની વિશુદ્ધતા હોય તો આત્માનો અનુભવ કરીને મુક્તિ પ્રાપ્ત કરે છે, જેમ તે શિવભૂતિ મુનિ. ઉક્ત ઉદાહરણોથી સ્પષ્ટ થાય છે કે ભાવરહિત નગ્નત્વ અકાર્યકારી છે. ભાવસહિત દ્રવ્યલિંગમાં જ કર્મપ્રકૃત્તિના સમૂહનો નાશ થાય છે. હે ધીર મુનિ ! આ પ્રમાણે જાણીને તારે આત્માની જ ભાવના કરવી જોઈએ. જે મુનિ શરીરાદિ પરિગ્રહ અને માનકષાયથી રહિત થઈને આત્મામાં લીન થાય છે તે ભાવલિંગી છે. ભાવલિંગી મુનિ વિચારે છે કે હું પરદ્રવ્ય અને પરભાવોથી મમત્વ છોડું છું. મારો સ્વભાવ મમત્વરહિત છે. આથી હું બીજા બધા અવલંબનો છોડીને આત્માનું અવલંબન લઉ છું. જ્ઞાન, દર્શન, ચારિત્ર, પ્રત્યાખ્યાન, સંવર, યોગ - એ ભાવો અનેક હોવા છતાં પણ એક આત્મામાં જ છે. સંજ્ઞા, સંખ્યાદિ ભેદથી તેમને જુદા જુદા કહેવામાં આવે છે. હું તો જ્ઞાન-દર્શન સ્વરૂપ શાશ્વત આત્મા જ છું; બાકીના બધા સંયોગી ભાવ પરદ્રવ્ય છે, મારાથી ભિન્ન છે. આથી હે આત્મન ! તું જો ચારગતિમાંથી છૂટીને શાશ્વત સુખ મેળવવા ઈચ્છતો હોય તો ભાવોથી શુદ્ધ થઈને અતિ નિર્મળ આત્માનું ચિંતવન કર ! જે જીવ આવું કરે છે તે નિર્વાણને પ્રાપ્ત થાય છે. જીવ અરસ, અરૂપ, અગંધ, અવ્યક્ત, અશબ્દ, અલિંગગ્રહણ, અનિર્દિષ્ઠ, સંસ્થાન અને ચેતના ગુણવાળો છે. ચૈતન્યમયી જ્ઞાનસ્વભાવી જીવની ભાવના કર્મક્ષયનું કારણ હોય છે. ભાવનો મહિમા બતાવતા આચાર્ય કહે છે કે શ્રાવકપણું અને મુનિપણાના કારણરૂપ ભાવ જ છે. ભાવસહિત દ્રવ્યલિંગથી જ કર્મોનો નાશ થાય છે. જો નગ્નત્વથી જ કાર્ય સિદ્ધિ થતું હોય તો નારકી, પશુ વગેરે બધા જીવસમૂહને નગ્નત્વના કારણથી મુક્તિ થવી જોઈએ. પરંતુ તેવું બનતું નથી, તેઓ મહાદુઃખી જ છે. આથી આ સ્પષ્ટ જ છે કે ભાવરહિત નગ્નત્વથી દુઃખોની પ્રાપ્તિ થાય છે, સંસારમાં પરિભ્રમણ ચાલુ રહે છે. Page #418 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ બાઘમાં નગ્ન મુનિ ચાલીખોર, હાસ્ય, ભાષા આદિ કાર્યોમાં મલિન થઈને સ્વયં અપયશને પ્રાપ્ત થાય છે, તેમ જ વ્યવહાર ધર્મની પણ હાંસી કરાવે છે; આથી આંતરિક ભાવદોષોથી અત્યંત શુદ્ધ બનીને જ નિગ્રંથ બાહ્યલિંગ ગ્રહણ કરવું જોઈએ. ભાવરહિત દ્રવ્યલિંગની નિરર્થકતા બતાવતા આચાર્ય કહે છે કે જે મુનિમાં ધર્મનો વાસ નથી, પરંતુ દોષોનો નિવાસ છે, તે તો ઇશ્નફળની સમાન છે, તેમાં ન તો મુક્તિરૂપી ફળ લાગે છે અને ન રત્નત્રયરૂપ ગંધાદિક ગુણ જોવામાં આવે છે. અધિક શું કહેવું? તે તો નગ્ન થઈને નાચવાવાળા ભવૈયાની સમાન જ છે. આથી હે આત્મન ! પહેલાં મિથ્યાત્વાદિઆંતરિક દોષોને છોડીને ભાવદોષોથી અત્યંત શુદ્ધ બનીને બાહ્ય નિગ્રંથ લિંગ ધારણ કરવું જોઈએ. ભાવ જ સ્વર્ગ-મોક્ષના કારણ છે. વિદ્યાધર, દેવ અને મનુષ્ય દ્વારા સંસ્તુત શુભભાવોથી જ ચક્રવર્તી આદિની વિપુલ લક્ષ્મી પ્રાપ્ત થાય છે અને રત્નત્રયાત્મક મુક્તિમાર્ગ પણ પ્રાપ્ત થાય છે. ભાવ ત્રણ પ્રકારના છે - શુભ, અશુભ અને શુદ્ધ. ધર્મધ્યાન શુભ છે, આર્ત અને રૌદ્રધ્યાન અશુભ છે અને શુદ્ધભાવ તો આત્માનું સ્વરૂપ જ છે, તેને ગ્રહણ કરવું જોઈએ. જેનું મિથ્યાત્વ નષ્ટ થઈ ગયું છે, માનાદિ કષાય પણ મુખ્યતાથી સમાપ્ત થઈ ગયા છે - એવા ઇન્દ્રિયોથી વિરક્ત, સમચિત્ત શ્રમણ સોલહકારણ ભાવના ભાવીને અલ્પ સમયમાં તીર્થંકર પ્રકૃતિનો બંધ કરે છે અને નિર્વાણને પ્રાપ્ત થાય છે. ઉપદેશ દેતાં આચાર્ય કહે છે કે મુનિપ્રવર ! તું મન-વચન-કાયાથી બાર પ્રકારનું તપ અને તેર પ્રકારની ક્રિયાઓને કરીને તથા જ્ઞાનરૂપી અંકુશથી મનરૂપી મતવાલા હાથીને વશમાં કર. શુદ્ધ જિનલિંગનું સ્વરૂપ બતાવતાં કહે છે કે શુદ્ધાત્માનુભાવપૂર્વક ધારણ કરવામાં આવેલ બાહ્ય વસ્ત્રાદિનો ત્યાગ કર. ભૂમિશયન આદિવેશ જ જિનલિંગ છે. તે જ મોક્ષનું કારણ છે. પૂજાદિ અને વ્રત સહિત પરિણામ તે પુણ્ય છે અને મોહથી રહિત આત્માના પરિણામ તે ધર્મ છે. અજ્ઞાનીઓનો પુણ્ય ભોગનું નિમિત્ત છે, કર્મક્ષયનું નહિ. ધર્મકર્મક્ષયનો હેતુ છે, એટલે ધર્મસ્વરૂપ આત્માનું જ શ્રદ્ધાન-જ્ઞાન અને ધ્યાન કરવું જોઈએ. શુદ્ધાત્માની ભાવનાથી રહિત મુનિઓ દ્વારા કરવામાં આવેલા બાહ્ય પરિગ્રહનો ત્યાગ, પર્વતની ગુફાઓમાં આવાસ, જ્ઞાન, અધ્યયન આદિબધી ક્રિયાઓ નિરર્થક છે; આથી હે મુનિ! લોકોના મનોરંજન કરવાવાળા માત્ર બાહ્ય વેશને જ ધારણ ન કર, ઇન્દ્રિયોની સેનાનો નાશ કર, વિષયોમાં ન રમ, મનરૂપી વાંદરાને વશમાં રાખ, મિથ્યાત્વ અને નવ નોકષાયને ભાવશુદ્ધિપૂર્વક છોડ, દેવ-ગુરુ-શાસ્ત્રનો વિનય કર, જિનશાસ્ત્રોને સારી રીતે સમજીને શુદ્ધભાવોની ભાવના કર; જેનાથી તારી ક્ષુધા-તૃષા આદિ વેદનાથી રહિત ત્રિભુવન ચૂડામણી સિદ્ધત્વની પ્રાપ્તિ થશે. Page #419 -------------------------------------------------------------------------- ________________ ૪૦૫ હે મુનિ ! તું બાવીસ પરીષહોને સહન કર, બાર અનુપ્રેક્ષાઓની ભાવના કર, ભાવશુદ્ધિને માટે નવ પદાર્થ, સાત તત્ત્વ, ચૌદ જીવ સમાસ, ચૌદ ગુણસ્થાન આદિના નામ-લક્ષણાદિપૂર્વક ભાવના કર, દસ પ્રકારના અબ્રહ્મચર્યને છોડીને નવ પ્રકારના બ્રહ્મચર્યને પ્રગટ કર, આ પ્રમાણે ભાવપૂર્વક દ્રવ્યલિંગી મુનિ જ દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપને પ્રાપ્ત કરે છે, ભાવ રહિત દ્રવ્યલિંગી તો ચારે ગતિઓમાં અનંત દુઃખોને ભોગવે છે. હે મુનિ! તેં અનાદિકાળથી અશુદ્ધભાવપૂર્વક અતિચાર સહિત કંદમૂળાદિ સચિત્ત ભોજન, સચિત્ત પાણી આદિનું સેવન કર્યું છે, જેનાથી તને અનંત સંસારમાં પરિભ્રમણ કરતો અનંત દુઃખો ભોગવ્યા છે. હે મહાશય! ઉક્ત બધા દુઃખોનો વિચાર કરી, તું હવે ગુરુજનો પ્રત્યે પાંચ પ્રકારનો વિનય અને દસ પ્રકારની વૈયાવૃત્ય કર, પોતાના દોષોને નહિ છુપાવ, એમને ગુરુઓ સમક્ષ પ્રગટ કર, બીજાઓના કટુ વચનોને સહન કર, કારણ કે ક્ષમાધારી મુનિ જ સમસ્ત પાપોનો ક્ષય કરે છે. તે ક્ષમાધારી મુનિ ! આ પ્રકારે જાણીને મન-વચન-કાયાથી સમસ્ત જીવો પ્રતિ સંચિત ક્રોધાગ્નિને ક્ષમારૂપી પાણીથી શાંત કરો! હે મુનિ ! તું સંસારને અસાર જાણી કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે નિર્મળ સમ્યગ્દર્શન સહિત દીક્ષા લેવાની ભાવના કર, ભાવોથી શુદ્ધ થઈને, બાહ્ય લિંગ ધારણ કર, ઉત્તમ ગુણોનું પાલન કર. જીવ, અજીવ, આસવ, બંધ અને સંવર તત્ત્વોનું ચિંતન કર, મન-વચન-કાયાથી શુદ્ધ થઈને આત્માનું ચિંતન કર; કારણ કે જ્યાં સુધી વિચારણીય જીવાદિ તત્ત્વોનો વિચાર નહિ કરશે ત્યાં સુધી અવિનાશી પદની પ્રાપ્તિ નહીં થાય. - હે મુનિવર! પાપ-પુણ્ય બંધાદિનું કારણ પરિણામ જ છે. મિથ્યાત્વ, કષાય, અસંયમ અને યોગરૂપ ભાવોથી બંધ થાય છે. મિથ્યાત્વ રહિત સમ્યગ્દષ્ટિ જીવ પુણ્ય બાંધે છે; આથી તું એવી ભાવના કર કે હું જ્ઞાનાવરણાદિ આઠ કર્મોથી આવરણવાળો છું. હું એને સમાપ્ત કરીને નિજ સ્વરૂપને પ્રગટ કરું. વધારે કહેવાથી શું? તું તો દરરોજ શીલ અને ઉત્તરગુણોનું ભેદ-પ્રભેદ સહિત ચિંતન કર. હે મુનિ ! ધ્યાનથી મોક્ષ થાય છે; આથી તું આર્ત-રૌદ્રધ્યાનને છોડીને ધર્મ અને શુક્લધ્યાનને ધારણ કર. દ્રવ્યલિંગીને ધર્મ અને શુક્લધ્યાન હોતું નથી એટલે તે સંસારરૂપી વૃક્ષોને કાપવામાં સમર્થ નથી. જે મુનિના મનમાં રાગરૂપ પવનથી રહિત ધર્મરૂપી દીપક બળે છે તે જ આત્માને પ્રકાશિત કરે છે, તે જ સંસારરૂપી વૃક્ષને ધ્યાનરૂપી કુહાડાથી કાપે છે. જ્ઞાનમાં એકાગ્ર થવું તે જ ધ્યાન છે. ધ્યાનથી કર્મરૂપી વૃક્ષ બળી જાય છે, જેનાથી સંસારરૂપી અંકુર ઉત્પન્ન થતો નથી. આથી ભાવભ્રમણ તો સુખ પ્રાપ્ત કરી તીર્થકર અને ગણધરાદિ પદને પ્રાપ્ત કરે છે, પણ દ્રવ્યશ્રમણ દુઃખને જ ભોગવે છે. આથી ગુણ-દોષ જોઈને તમે ભાવસહિત સંયમી બનો. ભાવમુનિ વિદ્યાધર આદિની રિદ્ધિઓ ઇચ્છતા નથી. ન તો તેઓ મનુષ્ય-દેવાદિના સુખોની ઇચ્છા કરે છે. તે તો ઇચ્છે છે કે હું તો જલ્દીથી જલ્દી આત્મહિત કરી લઉં. Page #420 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ સંતો પ્રતિ આદર પ્રદર્શિત કરતાં આચાર્ય કહે છે કે હું મન-વચન-કાયાથી દર્શન-જ્ઞાન-ચારિત્રમય ભાવસહિત શ્રમણને નમસ્કાર કરું છું. ઉપદેશ આપતાં આચાર્ય કહે છે કે હે મુનિશ્વર ! તમે છ કાય જીવો પર દયા કરો, છ અનાયતનોને ત્રિયોગથી છોડો, પારિણામિક ભાવરૂપ મહાસત્ત્વની ભાવના કરો. હે મહાશય ! તેં તારા સુખને માટે અનંત જીવોની હિંસા કરી, જેનાથી તું ચોર્યાસી લાખ યોનિમાં ભટક્યો; આથી હવે ત્રિયોગપૂર્વક આનાથી વિરત થા, જીવોને અભયદાન આપ. હે ધીર ! જે પ્રકારે સાકર મેળવેલ દૂધ પીવા છતાં સર્પ ઝેર રહિત થતો નથી. તે પ્રમાણે અભવ્ય જીવ જિનધર્મને સાંભળવા છતાં પોતાની કુબુદ્ધિથી આવરાયેલી બુદ્ધિને છોડતો નથી. તે મિથ્યાધર્મમાં જોડાયેલો રહેતો હોવાથી મિથ્યાધર્મનું જ પાલન કરે છે. અજ્ઞાન સહિત તપ કરે છે; જેથી દુગર્તિને પ્રાપ્ત થઈ સંસારમાં જ પરિભ્રમણ કરતો રહે છે. આથી તારે ૩૬૩ પાખંડીઓનો માર્ગ છોડીને જિનધર્મમાં મન લગાવવું જોઈએ. સમ્યગ્દર્શનના મહિમાનું વર્ણન કરતાં આચાર્ય કહે છે કે જેવી રીતે લોકમાં પ્રાણરહિત શરીરને ‘શબ’ કહે છે, તેવી રીતે સમ્યગ્દર્શન રહિત પુરુષ (જીવ) ચાલતું મડદું છે. મડદું લોકમાં અપૂજ્ય હોય છે, અને સમ્યગ્દર્શન રહિત પુરુષ લોકોત્તર માર્ગમાં (સમ્યગ્દષ્ટિઓમાં) અપૂજ્ય હોય છે. મુનિ અને શ્રાવક ધર્મોમાં સમ્યક્ત્વની જ વિશેષતા છે. જે પ્રકારે તારાઓના સમૂહમાં ચંદ્રમા સુશોભિત હોય છે, પશુઓમાં મૃગરાજ સુશોભિત હોય છે, તે જ પ્રમાણે જિનમાર્ગમાં જિનભક્તિ સહિત નિર્મળ સમ્યગ્દર્શનથી યુક્ત તપ અને વ્રતાદિથી નિર્મળ જિનલિંગ સુશોભિત હોય છે. આ પ્રકારે સમ્યક્ત્વના ગુણ અને મિથ્યાત્વના દોષો જાણીને ગુણરૂપી રત્નોના સારરૂપ મોક્ષમહેલની પહેલી સીડી સમ્યગ્દર્શનને ભાવપૂર્વક ધારણ કરવું જોઈએ. જે ભવ્ય જીવ જિનાજ્ઞા અનુસાર આચરણ કરે છે, એનો ચાર ઘાતી કર્મોનો નાશ થઈને અનંત સ્વચતુષ્ટયની પ્રાપ્તિ થાય છે. જેને અનંત સ્વચતુષ્ટયની પ્રાપ્તિ થાય છે, તે કર્મરહિત જ્ઞાનીને શિવ, પરમેષ્ઠી, સર્વજ્ઞ, વિષ્ણુ, ચતુર્મુખ, બુદ્ધ, આત્મા, પરમાત્મા આદિ કહે છે. આચાર્ય ભાવના કરે છે કે આ પ્રમાણે ચાર ઘાતિકર્મોથી મુક્ત, અઢાર દોષોથી રહિત, ત્રિભુવનને પ્રકાશિત કરવાવાળા પ્રકૃષ્ટ દીપક સમાન દેવ મને ઉત્તમબોધ પ્રદાન કરે. જે પ્રકારે કમળ સ્વભાવથી જ પાણીથી અલિપ્ત રહે છે, એ પ્રમાણે સમ્યગ્દષ્ટિ જીવ સ્વભાવથી જ વિષય કષાયોમાં લિપ્ત નથી થતો. આચાર્યદેવ કહે છે કે ભાવસહિત સંપૂર્ણ શીલ-સંયમાદિ ગુણોથી યુક્ત છે અને અમે મુનિ કહીએ છીએ. મિથ્યાત્વથી મલિન ચિત્તવાળા, ઘણા દોષોનું સ્થાનરૂપ મુનિવેષધારી જીવ તો શ્રાવકને પણ યોગ્ય (સમાન) નથી. Page #421 -------------------------------------------------------------------------- ________________ ૪૦૭ જે ઇન્દ્રિયોનું દમન અને ક્ષમારૂપી તલવારથી કપાયરૂપી પ્રબળ શત્રુને જીતે છે, ચારિત્રરૂપી ખડગથી પાપરૂપી થાંભલાને કાપે છે, વિષયરૂપી વિષના ફળોથી જોડાયેલ મોહરૂપી ઝાડ ઉપર ચડી માયારૂપી વેલને જ્ઞાનરૂપી શસ્ત્રથી પૂર્ણરૂપથી કાપે છે; મોહ, મદ, ગારવ રહિત અને કરૂણાભાવથી સહિત છે; તે મુનિ જ વાસ્તવિક ધીર-વીર છે. તે મુનિ જ ચક્રવર્તી, નારાયણ, અર્ધચક્રી, દેવ, ગાગધર, આદિના ગુણોને અને ચારણઋધિઓને પ્રાપ્ત કરે છે તથા સંપૂર્ણ શુદ્ધતા થવાથી અજર, અમર, અનુપમ, ઉત્તમ, અતુલ સિદ્ધસુખને પણ પ્રાપ્ત કરે છે. આચાર્ય પ્રાર્થના કરે છે કે ઉક્ત ત્રિભુવન પૂજ્ય, શુદ્ધ, નિરંજન, નિત્યસિદ્ધ ભગવાન મને દર્શનજ્ઞાન-ચારિત્રમાં ઉત્કૃષ્ટ શુદ્ધતા પ્રદાન કરે. અધિક કહેવાથી શું? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ અને એવા બધા જ કાર્યો શુદ્ધ ભાવમાં સ્થિત થવાથી જ સિદ્ધ થાય છે, એટલે ભાવોની શુદ્ધતા પર ધ્યાન આપવું જોઈએ. ભાવપાહુડનો ઉપસંહાર કરતાં આચાર્ય કહે છે કે સર્વજ્ઞદેવે કહેલા આ ભાવપાહુડને જે ભવ્ય જીવ સારી રીતે વાંચે છે, સાંભળે છે, ચિંતન કરે છે, તે અવિનાશી સુખનું સ્થાન મોક્ષને પ્રાપ્ત કરે છે. આ પ્રકારે આપણે જોઈએ છીએ કે ભાવપાહુડમાં ભાવલિંગ સહિત દ્રવ્યલિંગ ધારણ કરવાની પ્રેરણા આપી છે. સમ્યગ્દર્શન સહિત વ્રત ધારણ કરવાનો ઉપદેશ આપેલ છે. ૬. મોક્ષપાહુડ: ૧૦૬ ગાથાઓમાં વિસ્તરેલ આ પાહુડમાં મોક્ષ અને મોક્ષના કારણોનું નિરૂપણ છે. આત્માની અનંત સુખરૂપ સર્વોત્કૃષ્ટ દશા જ મોક્ષ છે; એટલે એમાં બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા - આત્માના આ ત્રણ રૂપોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. બહિરાત્મપણું હેય, અંતરાત્મપણું ઉપાદેય અને પરમાત્માપણું પરમ ઉપાદેય છે. બહિરાત્મા ઇન્દ્રિયો દ્વારા જેનું મન આત્મસ્વરૂપથી ચુત થઈને બાહ્ય પદાર્થોમાં સ્કુરાયમાન છે અને જે ઇન્દ્રિયો અને શરીરને આત્મા જાણે છે તે બહિરાત્મા છે. આ બહિરાત્મા જે પ્રમાણે પોતાના દેહને પોતાનો આત્મા જાણે છે, માને છે, તે પ્રમાણે પરના દેહને પરનો આત્મા જાણે છે - માને છે; આ જ કારણે દેહના નિમિત્તથી જેના સંબંધ બન્યા છે, એ સ્ત્રી-પુત્રાદિમાં મોહ-મમતા કરે છે અને આગામી ભવોમાં દેહાદિ અને સ્ત્રી-પુત્રાદિનો સંયોગ ઇચ્છે છે. અંતરાત્મા જ્યારે એ દેહાદિકથી ભિન્ન આત્માને જ્ઞાનાનંદ સ્વભાવી જાણે છે, માને છે અને અનુભવ કરે છે ત્યારે તે અંતરાત્મા કહેવાય છે. પરમાત્મા ઃ જે દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મરૂપી કર્મકલંકથી રહિત, અશરીરી, અતીન્દ્રિય, અનિન્દિત, વિશુદ્ધાત્મા છે (જે આત્મા વિશેષરૂપથી શુદ્ધ છે, જેના જ્ઞાનમાં શેયોના આકાર ઝલકે છે; તો પણ તે રૂપ થતો નથી અને ન એમનાથી રાગદ્વેષ કરે છે, એ શુદ્ધાત્મા છે), પરમપદમાં સ્થિત છે, પરમ જિન છે, Page #422 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ જેણે બધા કર્મોને જીતી લીધા છે, જેકલ્યાણકારી અને અવિનાશી છે, સિદ્ધ છે, જેણે પોતાના સ્વરૂપની સિદ્ધિ કરી નિર્વાણપદ પ્રાપ્ત કરી લીધું છે; તે પરમાત્મા છે. ઉપર્યુક્ત ત્રણેમાંથી બહિરાત્માપણું છોડીને અંતરાત્મા બનીને પરમાત્માનું ધ્યાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. પરમાત્માપદની પ્રાપ્તિ કેમ થાય છે એનું વિસ્તારથી વર્ણન કરી આરંભમાં મુનિધર્મ અને એના બાદ શ્રાવકધર્મનું નિરૂપણ કર્યું છે. જે વ્યક્તિ સચિત્ત, અચિત્ત, મિશ્ર -ત્રણ પ્રકારથી પરદ્રવ્યમાં રત છે, એ મિથ્યાદષ્ટિ છે અને અષ્ટ કર્મોથી બંધાય છે. વિકારરહિત, અષ્ટકર્મોથી રહિત, અનુપમ, જ્ઞાનશરીરી, અવિનાશી, કેવળજ્ઞાનમય આત્મા જ સ્વદ્રવ્ય છે. જે વ્યક્તિ આ આત્મામાં લીન છે, એ પરદ્રવ્યથી પરાનુખ છે, એ કર્મોને શીઘ જ નષ્ટ કરે છે, એટલે જે મોક્ષ ઇચ્છે છે, એણે નિજદ્રવ્યનું ધ્યાન કરવું જોઈએ, કારણ કે મોક્ષપ્રાપ્તિનું એકમાત્ર ઉપાય આ છે. ઉકત ઉપાયોના કરવાથી જે શુભભાવ થાય છે, એનાથી સ્વર્ગાદિની પ્રાપ્તિ થાય છે, પરંતુ મુમુક્ષુ (મોક્ષના ઇચ્છુક)ને એની ચાહનથી હોતી, કારણ કે સ્વર્ગાદિની પ્રાપ્તિ તો કાયાકલેશ તપાદિથી પણ થઈ જાય છે. વર્ષાદિકમાં સુખ નથી, પરંતુ ક્ષણિક સુખાભાસ થાય છે. શાશ્વત સુખ તો એકમાત્ર આત્માના ધ્યાનથી જ થાય છે. મિથ્યાત્વ, અજ્ઞાન, પાપ-પુણ્ય, ક્રોધ-માન-માયા-લોભ, રાગ-દ્વેષ-મોહને મન-વચન-કાયાથી છોડીને, મોનવ્રત ધારણ કરી સ્વ-પરનું વિચાર કરવાથી ધ્યાન થાય છે. ધ્યાનથી કર્મનું આવવું (આસવ) અટકે છે, આગામી બંધ થતો નથી, પૂર્વકર્માની નિર્જરા થાય છે, ત્યારે મુક્તિ પ્રાપ્ત થાય છે. આત્માનુભૂતિ સંપન્ન મુનિ પંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ અને સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રથી યુક્ત હોય છે. જે દેખે (જુએ) તે દર્શન છે અથવા તત્વરૂચી જ સમ્યગ્દર્શન છે. જે જાણે છે તે જ્ઞાન છે અથવા તત્ત્વનું ગ્રહણ જ જ્ઞાન છે, પુણ્ય-પાપનો પરિહાર (ત્યાગ) એ ચારિત્ર છે. આ પ્રમાણે જે મુનિ રત્નત્રય સંયુક્ત હોય છે, મન-વચન-કાયાથી ત્રણે કાળમાં યોગ ધારણ કરતાં થકા શલ્ય (માયા, મિથ્યાત્વ, નિદાન)થી અને રાગ-દ્વેષના દોષોથી રહિત થયો થકો પોતાની શક્તિ અનુસાર તપ કરે છે, તે શુદ્ધાત્માનું ધ્યાન કરતો થકો પરમપદને પ્રાપ્ત કરે છે. જે વિષય કષાયોમાં રત છે, રૌદ્રપરિણામી છે, હિંસાદિક અને વિષયકષાયોમાં સહજ પ્રવૃત્તિ કરે છે, મુનિમુદ્રા જેને સ્વપ્નમાં પણ નથી ગમતી, તે અજ્ઞાની છે, સંસારમાં ભટકે છે. પરદ્રવ્યમાં રાગ-દ્વેષ કરતો થકો અજ્ઞાની તીવ્ર તપથી અનેક ભવોમાં જે કર્મોનો નાશ કરે છે, જ્ઞાની અંતર્મુહૂર્તમાં જ તેનો ક્ષય કરે છે. Page #423 -------------------------------------------------------------------------- ________________ ૪૦૯ રાગ કેવો પણ કેમ ન હોય, બંધનું જ કારણ છે; એટલે ભગવાન પ્રતિ કરવામાં આવેલો રાગ પણ બંધનું કારણ છે, મુક્તિનું નહિ. આત્મસ્વભાવથી વિપરીત હોવાથી રાગ હેય છે, બંધનું જ કારણ છે. કેવળ ક્રિયામાત્રથી અથવા કેવળ જ્ઞાનમાત્રથી અથવા કેવળ વેશમાત્રથી સિદ્ધિ નથી થતી; પરંતુ જ્યારે જ્ઞાન ચારિત્રમય હોય અને તપ દર્શનમય હોય તો સિદ્ધિ થાય છે. આત્માનું જાણવું, માનવું અને વિષયોથી વિરક્ત થવું ઉત્તરોત્તર દુર્લભ છે. એટલે મુયોગ મળવાથી આહાર, આસન, નિદ્રાને જીતીને દર્શન-જ્ઞાનમયી આત્માનું ધ્યાન નિત્ય કરવું જોઈએ કારણ કે જ્યાં સુધી પરદ્રવ્યમાં લેશમાત્ર પણ પ્રવૃત્તિ છે, મન ઇન્દ્રિયોના વિષયોમાં પ્રવર્તે છે, ત્યાં સુધી ચાર ગતિઓમાં ભ્રમણ થાય જ છે. આત્માનું ધ્યાન જ આ મુક્તિનો એકમાત્ર ઉપાય છે. કેટલાક લોકો કહે છે પંચમકાળમાં ધ્યાન હોતું નથી. એવા કહેવાવાળા ઇન્દ્રિયસુખોમાં આસક્ત છે, સમ્યગ્નાન રહિત છે, અજ્ઞાની છે; કારણ કે આ પંચમકાળમાં ધર્મધ્યાન કહેલું છે. એ તો મુનિનો વેશ ધારણ કરીને પાપ કરે છે. મોક્ષમાર્ગનો ત્યાગ કરી પાંચ પ્રકારના વસ્ત્રોમાં આસક્ત છે, પરિગ્રહધારી છે, યાચનાશીલ છે અને સદોષ વ્યવહાર કરે છે; એટલે સંસારમાં રહે છે. વાસ્તવીક મુનિ તો તે છે જે પરિગ્રહ, મોહ અને પાપારંભ રહિત છે, નિગ્રંથ છે, બાવીસ પ્રકારના પરિષહો સહન કરે છે, ક્રોધાદિક કષાયોને જીતે છે અને ગૃહસ્થના કરવા યોગ્ય આરંભાદિ કાર્યોમાં પ્રવર્તતા નથી, પરંતુ આત્મામાં આત્માને માટે પ્રવર્તે છે. આ પ્રકારે જે યોગી આત્માનું ધ્યાન કરે છે, એ શીઘ્ર જ પાપનો નાશ કરીને મુક્તિને પ્રાપ્ત કરે છે. જે યોગી વ્યવહારમાં સુતેલા છે તે પોતાના આત્માના હિતના કાર્યમાં જાગે છે, અને જે વ્યવહારમાં જાગે છે તે પોતાના કાર્યમાં સુતેલા છે. આ પ્રકારે જાણીને યોગીજન સમસ્ત વ્યવહારને ત્યાગીને આત્માનું જ ધ્યાન કરે છે. આ પ્રમાણે મુનિધર્મનું વર્ણન કરીને પછી શ્રાવકધર્મનું વર્ણન કરતાં આચાર્ય કહે છે કે શ્રાવકોને પહેલાં નિરતિચાર નિશ્ચલ સમ્યક્ત્વને ગ્રહણ કરીને તેનું ધ્યાન કરવું જોઈએ; કારણ કે જે દર્શનથી શુદ્ધ છે તે જ શુદ્ધ છે. ભૂતકાળમાં જે સિદ્ધ થયા છે અને ભવિષ્યમાં જે સિદ્ધ થશે એ સમ્યક્ત્વના કારણે જ થયા છે અને થશે. જે હિંસારહિત ધર્મ, અઢાર દોષરહિત દેવ, નિગ્રંથ પ્રવચન અને ગુરુમાં શ્રદ્ધા કરે છે એને સમ્યક્ત્વ હોય છે. આ વ્યવહારનયની અપેક્ષાથી કહેવામાં આવ્યું છે. નિશ્ચયનયની અપેક્ષાનું વર્ણન પહેલાં થઈ ગયું છે. જે કુદેવ-કુધર્મ-કુગુરુની લજ્જા, ગારવ અથવા ભયથી વંદના કરે છે તે મિથ્યાદષ્ટિ છે. સંક્ષેપમાં જે સાચા દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા, જ્ઞાન અને આચરણ કરે છે તે સમ્યગ્દષ્ટિ છે અને જે નથી કરતું તે મિથ્યાદષ્ટિ છે. મિથ્યાદષ્ટિ જીવ જન્મ-જરા-મરણથી યુક્ત દુઃખમય સંસારમાં પરિભ્રમણ Page #424 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ કરે છે. એટલે મિથ્યાત્વને છોડીને સમ્યકત્વને ગ્રહણ કરવું જોઈએ એમ ઉપદેશ આપે છે. જીવ જ્યાં સુધી મિથ્યાત્વને નહિ છોડે, ત્યાં સુધી બાહ્યમાં નિગ્રંથ પણ થઈ જાય, તપશ્ચર્યા કરે, શાસ્ત્રોનો અધ્યયન કરે તો પણ તેની સાધના નિષ્ફળ છે કારણ કે આત્મસ્વભાવથી વિપરીત છે. આગળ કહે છે કે જેમણે સર્વ સિદ્ધિ કરવાવાળા સમ્યકત્વને સ્વપ્નમાં પણ મલિન કર્યું નથી તેઓ જ ધન્ય છે, તેઓ જ કૃતાર્થ છે, તેઓ જ શૂરવીર છે અને તેઓ જ પંડીત છે. જે સાધુ સંસાર, વિષય-ભોગ અને પરદ્રવ્યોથી પરાનુખ થઈને હેય-ઉપાદેય તત્ત્વોનો નિશ્ચય કરીને નિજ આત્મસ્વભાવને ઉપાદેય માનીને એનું ધ્યાન કરે તો એ શીઘ અતીન્દ્રિય અવિનાશી સુખને પ્રાપ્ત કરે છે. અંતમાં મોક્ષ પાહુડનો ઉપસંહાર કરતાં આચાર્ય કહે છે કે બધાથી ઉત્તમ પદાર્થ પોતાનો શુદ્ધ આત્મા જ છે, જે આ જ દેહમાં રહી રહ્યો છે. અરહંત આદિ પંચપરમેષ્ઠી પણ નિજાત્મામાં જ રત છે અને સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર પણ આ જ આત્માની અવસ્થાઓ છે; આથી મને તો એક આત્માનું જ શરણ છે કારણ કે એનાથી પરમપદની પ્રાપ્તિ થાય છે. આ રીતે સ્વદ્રવ્યમાં રમણતા કરવાનો ઉપદેશ છે, અંતમાં એકમાત્ર નિજ ભગવાન આત્માના જ શરણમાં જવાની પવિત્ર પ્રેરણા આપી છે. લિંગપાહુડ: બાવીસ ગાથાઓમાં નિબદ્ધ આ પાહુડમાં જિનલિંગનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં જિનલિંગ ધારણ કરવાવાળાને પોતાના આચરણ અને ભાવોની સંભાળ લેવામાં સતર્ક રહેવાનું કહે છે. આરંભમાં જ આચાર્ય કહે છે કે ધર્માત્માનું લિંગ નગ્ન દિગંબર સાધુનો વેશ તો હોય છે; પરંતુ નગ્ન વેશ ધારણ કરી લેવા માત્રથી કોઈ ધર્માત્મા નથી થઈ જતો. ધર્મ સહિત (અનુભવ સહિત) લિંગ ધારણ કરવાથી જ સિદ્ધિ થાય છે, માત્ર લિંગ ધારણ કરવાથી નહિ. જે વ્યક્તિ મુનિવેશ તો ધારણ કરી લે છે; પણ મોહવશ ગીત ગાવામાં, નૃત્યમાં પ્રવૃત્ત થાય છે, ગર્વિત થાય છે, અબ્રહ્મનું સેવન કરે છે, પરિગ્રહનો સંગ્રહ કરે છે, વિવાહીત કાર્ય કરાવે છે, ઈર્ષ્યા કરે છે, આહાર મેળવવાના નિમિત્તે દોડે છે, ભોજનમાં આસક્ત થાય છે, દાન લે છે, નિંદા કરે છે, ઇર્ષા સમિતિપૂર્વક ચાલતા નથી, સ્ત્રીઓથી અનુરાગ કરે છે એ બધા ભ્રષ્ટ છે. જે મુનિ વ્યાભિચારી સ્ત્રીને ત્યાં ભોજન કરે છે, એની પ્રશંસા કરે છે, એ મુનિ તો શું મનુષ્ય પણ નથી, પશુ સમાન છે. એ બધા પોતાનો ભવ બગાડનારા નરકાદિને પાત્ર છે. એવા વેશધારી મુનિ જો કે બહુ શાસ્ત્રોના જાણકાર પણ હોય, સાચા ભાવલિંગી સાધુઓની સાથે પણ રહે, તો પણ ભાવથી નષ્ટ જ છે, વાસ્તવિક મુનિ નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રથી ભ્રષ્ટ હોવાથી મુક્તિને પાત્ર નથી. Page #425 -------------------------------------------------------------------------- ________________ ૪૧૧ અંતમાં આચાર્ય કહે છે કે આ લિંગપાહુડમાં વ્યક્ત કરેલ ભાવોને સારી રીતે જાણીને (સમજીને) જે વાસ્તવિક ધર્મને સાધે છે, દોષોથી બચી સાચું લિંગ ધારણ કરે છે તે મુક્તિને પામે છે. ૮. શીલપાહુડઃ ચાલીશ ગાથામાં નિબદ્ધ આ પાહુડમાં ‘શીલ'ના મહિમાનું વિશેષ વર્ણન છે. શીલ સ્વભાવનું નામ છે. આત્માનો સ્વભાવ જ્ઞાન-દર્શનમયી ચેતના સ્વરૂપ છે. આ આત્મા અનાદિ કર્મના સંયોગથી વિભાવરૂપ પરિણમે છે, મિથ્યાત્વ, રાગ-દ્વેષ પરિણામ કરે છે. આ પરિણામને કુશીલ કહે છે. આનો અભાવ થવાથી સમ્યગ્દર્શનરૂપ ભાવથી જ્ઞાન પણ સમ્યકત્વ થાય છે અને પદ અનુસાર જેટલા અંશમાં રાગ-દ્વેષના પરિણામ ઘટે છે તેટલા અંશમાં ચારિત્ર હોય છે. આ જ્ઞાન અને ચારિત્રનું સમ્યફ પરિણમન જ સુશીલ છે. આ તો સામાન્ય પરદ્રવ્યની અપેક્ષાથી શીલ-કુશીલનો અર્થ છે અને પ્રસિદ્ધ વ્યવહારની અપેક્ષાએ સ્ત્રીના સંગની અપેક્ષાથી કુશીલના અઢાર હજાર ભેદ કહ્યા છે, તેમના અભાવરૂપ અઢાર હજાર શીલના ભેદ છે. વાસ્તવમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર જ શીલ છે, તેમની એકતા જ મોક્ષમાર્ગ છે આથી શીલને સ્પષ્ટ કરતાં કહે છે કે ચારિત્રહીન જ્ઞાનનિરર્થક છે, સમ્યગ્દર્શન રહિત લિંગગ્રહણ અર્થાતુન મદિગંબર દીક્ષા લેવી નિરર્થક છે, અને સંયમ વિના તપ નિરર્થક છે. જો કોઈ ચારિત્ર સહિત જ્ઞાન ધારણ કરે છે, સમ્યગ્દર્શન સહિત લિંગ ગ્રહણ કરે છે અને સંયમ સહિત તપશ્ચર્યા કરે છે તે અલ્પનું પણ મહાફળ પ્રાપ્ત કરે છે.” જીવ જ્યાં સુધી વિષયોમાં પ્રવર્તે છે ત્યાં સુધી જ્ઞાનસ્વભાવી આત્માને જાણતા નથી, એટલે વિષયોનો ત્યાગ જ સુશીલ છે. જ્યારે જીવ જ્ઞાનસ્વભાવી આત્માને જાણીને વિષયોથી વિરક્ત થાય ત્યારે કર્મોનો નાશ થાય છે. જ્ઞાનસ્વભાવી આત્માને ન જાણે, પરવિષયોથી વિરક્ત પણ થાય તો પણ કર્મોનો નાશ નથી થતો. અથવા જ્ઞાનસ્વભાવી આત્માને જાણે અને વિષયોથી વિરક્ત ન થાય તો પણ કર્મોનો નાશ નથી થતો. જ્ઞાન આત્માનો પ્રધાનગુણ છે, પરંતુ મિથ્યાત્વ અને વિષયો (અસંયમ)થી મલિન છે; એટલે જ્ઞાનને જાણીને વિષયોથી વિરક્ત થઈને જ્ઞાનની ભાવના કરે, એકાગ્રતાથી ધ્યાન કરે તો કર્મોનો નાશ થાય છે અને અનંત ચતુષ્ટય પ્રાપ્ત કરીને મુક્ત થઈ શુદ્ધાત્મા થાય છે. જે ઘણા બધા શાસ્ત્રોને જાણે છે પરંતુ કુમત અને કુશાસ્ત્રોની પ્રશંસા કરે છે અને વિષયોમાં જ આસક્ત છે, એ શીલ અને જ્ઞાનરહિત છે. જે લોકમાં બધી સામગ્રીથી ન્યૂન છે; પરંતુ જેનો સ્વભાવ ઉત્તમ છે અને જે વિષયકષાયમાં આસક્ત નથી, એ શીલગુણથી મંડિત છે અને એનું જ જીવન સફળ છે. જીવદયા, ઇન્દ્રિયોનું દમન, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, સંતોષ, સમ્યગ્દર્શન, જ્ઞાન. તપ બધા જ શીલનું પરિવાર છે. શીલ જ વિશુદ્ધ નિર્મળ તપ છે, શીલ જ દર્શનની શુદ્ધતા છે, શીલ જ જ્ઞાનની શક્તા છે, શીલ જ વિષયોનો શત્રુ છે અને શીલ જ મોક્ષની સીડી છે. Page #426 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ વિષયસેવનરૂપી વિષ (ઝેર) સમસ્ત ઝેરોમાં તીવ્ર, સર્વાધિક હાનિકારક છે; કારણ કે ઝેરની વેદનાથી નષ્ટ જીવ તો એક જ જન્મમાં મરે છે, પરંતુ વિષયરૂપી ઝેરથી નષ્ટ જીવ વારંવાર સંસારરૂપી વનમાં ભ્રમણ કરે છે. આ વિષયોને છોડવાથી કાંઈ પણ હાનિ થતી નથી. જેવી રીતે ફોતરાં ઉડાડી દેવાથી મનુષ્યનું કાંઈ પણ દ્રવ્ય જતું નથી, એવી રીતે તપસ્વી અને શીલવાન પુરુષ વિષયોને મળ અથવા ફોતરાંની જેમ દૂર ફેંકી દે છે. વિષયામાં રમણતા કરીને સ્વયં જ જેણે કર્મોની ગાંઠ બાંધી છે એને ઉત્તમ પુરુષ તપ-સંયમ-શીલના દ્વારા છેદે ઇં-ખોલે છે. જ જેમ સમુદ્ર રત્નોથી ભરેલો છે, તો પણ જલસહિત શોભા પામે છે, એવી જ રીતે આ આત્મા તપ, વિનય, શીલ, દાન આદિ રત્નોથી શીલ સહિત શોભા પામે છે. આ રીતે અનેક ગાથાઓમાં અનેક ઉદાહરણ આપતાં આ જ સિદ્ધ કર્યું છે કે શીલથી નિર્વાણની પ્રાપ્તિ થાય છે અને કુશીલથી તીવ્ર દુઃખની પ્રાપ્તિ થાય છે. શીલથી તીવ્ર દુઃખ પણ સમાપ્ત થઈ જાય છે અને સમય થતાં સુખની પ્રાપ્તિ થાય છે. લોકમાં પણ શીલસહિત વ્યક્તિની પ્રશંસા થાય છે, એટલે શીલને જ અંગીકાર કરવું જોઈએ; કારણ કે શીલ વગર જ્ઞાન પણ અજ્ઞાન નામ પ્રાપ્ત કરે છે અને શીલસહિત સમ્યજ્ઞાન નામ પામે છે, જેનાથી સંસારની નિવૃત્તિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. શીલ વિના એકલું જાણી લેવા માત્રથી જો મોક્ષ થતો હોય તો દસ પૂર્વનું જ્ઞાન જેને હતું એવા રૂદ્ર નરક કેમ ગયા ? વધુ શું કહેવું ? આટલું સમજી લેવું કે જ્ઞાન સહિત શીલ જ મુક્તિનું કારણ છે. અંતમાં આચાર્યદેવ કહે છે કે ઃ- “જેમણે જિનવચનોનો સાર ગ્રહણ કરી લીધો છે અને જે વિષયોથી વિરક્ત થઈ ગયા છે, જેમને તપ એ જ સંપતિ છે અને જે ધીર છે તથા શીલરૂપી જળથી સ્નાન કરીને શુદ્ધ થયા છે, તે મુનિરાજ સિદ્ધાલયના સુખને પ્રાપ્ત કરે છે.’’ આ પ્રકારે આ અધિકારમાં સમ્યગ્દર્શન-જ્ઞાન સહિતની મહિમા બતાવી છે, તેને જ મોક્ષનું કારણ બતાવ્યું છે. અને શ્રમણોને પગલે પગલે સતર્ક કરી દીધા છે. આ રીતે ‘અષ્ટપાહુડ’ નામના ગ્રંથની સમાપ્તિ થાય છે. Page #427 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮ શ્રી અષ્ટપાહુડ श्री परमात्मने नमः । શ્રીમદ્ ભગવકુંદકુંદાચાર્યદેવ પ્રણીત શ્રી અટપાહુડ ગાથા ૧. દર્શનપ્રામૃત काऊण णमुक्कारं जिणवरवसहस्स वड्ढमाणस्स । दंसणमग्गं वोच्छामि जहाकम्मं समासेण ॥ १ ॥ પ્રારંભમાં કરીને નમન `જિનવરવૃષભ મહાવીરને, સંક્ષેપથી હું યથાક્રમે ભાખીશ દર્શનમાર્ગને. ૧. ૧. જિનવરવૃષભ = તીર્થંકર. दंसणमूलो धम्मो उवइट्ठो जिणवरेहिं सिस्साणं । तं सोऊण सकण्णे दंसणहीणो ण वंदिव्वो ॥ २॥ રે ! ધર્મ `દર્શનમૂલ ઉપદેશ્યો જિનોએ શિષ્યને; તે ધર્મ નિજ કર્ણે સુણી દર્શનરહિત નહિ વંદ્ય છે. ૨. ૧. દર્શનમૂલ = સમ્યગ્દર્શન જેનું મૂળ છે એવો. दंसणभट्ठा भट्ठा दंसणभट्ठस्स णत्थि णिव्वाणं । सिज्झति चरियभट्ठा दंसणभट्ठा ण सिज्झति ॥ ३ ॥ Page #428 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ 'દભ્રષ્ટ જીવો ભ્રષ્ટ છે, દગભ્રષ્ટનો નહિ મોક્ષ છે; ચારિત્રભ્રષ્ટ મુકાય છે, દભ્રષ્ટ નહિ મુક્તિ લહે. ૩. ૧. દભ્રષ્ટ = સમ્યગ્દર્શન રહિત. सम्मत्तरयणभट्ठा जाणंता बहुविहाई सत्थाइं। आराहणाविरहिया भमंति तत्थेव तत्थेव ॥ ४ ॥ સમ્યકત્વરત્નવિહીન જાણે શાસ્ત્ર બહુવિધને ભલે, પણ શૂન્ય છે આરાધનાથી તેથી ત્યાં ને ત્યાં ભમે. ૪. सम्मत्तविरहिया णं सुटु वि उग्गं तवं चरंता णं। ण लहंति बोहिलाहं अवि वाससहस्सकोडीहिं॥५॥ સમ્યત્વ વિણ જીવો ભલે તપ ઉગ્ર સુદું આચરે, પણ લક્ષ કોટિ વર્ષમાંયે બોધિલાભ નહીં લહે. ૫. ૧. સુઠું = સારી રીતે. सम्मत्तणाणदंसणबलवीरियवड्डमाण जे सव्वे। कलिकलुसपावरहिया वरणाणी होति अइरेण॥६॥ સમ્યકત્વ-દર્શન-જ્ઞાન-બળ-વીર્ય અહો! વધતા રહે, કલિમલરહિત જે જીવ, તે 'વરજ્ઞાન ને અચિરે લહે. ૬. ૧. વરજ્ઞાન = ઉત્કૃષ્ટ જ્ઞાન અર્થાત્ કેવળજ્ઞાન. सम्मत्तसलिलपवहो णिचं हियए पवट्टए जस्स। कम्मं वालुयवरणं बंधुच्चिय णासए तस्स ॥७॥ સમત્વનીરપ્રવાહ જેના હૃદયમાં નિત્યે વહે, તસ બદ્ધકર્મો 'વાલુકા-આવરણ સમ ક્ષયને લહે. ૭. ૧. વાલુકા-આવરણ = વેળુનું આવરણ, રેતીની પાળ. जे दंसणेसु भट्ठा णाणे भट्ठा चरित्तभट्ठा य। एदे भट्ट वि भट्ठा सेसं पि जणं विणासंति॥८॥ Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૧૫ દભ્રષ્ટ, જ્ઞાને ભ્રષ્ટ ને ચારિત્રમાં છે ભ્રષ્ટ જે, તે ભ્રષ્ટથી પણ ભ્રષ્ટ છે ને નાશ અન્ય તણો કરે. ૮. जो कोवि धम्मसीलो संजमतवणियमजोगगुणधारी। तस्स य दोस कहंता भग्गा भग्गत्तणं दिति ॥९॥ જે ધર્મશીલ, સંયમ-નિયમ-તપ-યોગ-ગુણ ધરનાર છે, તેનાય ભાખી દોષ, ભ્રષ્ટ મનુષ્ય દે ભ્રષ્ટવને. ૯. जह मूलम्मि विणढे दुमस्स परिवार णत्थि परिवड्डी। तह जिणदंसणभट्ठा मूलविणट्ठा ण सिझंति॥१०॥ જ્યમ મૂળનાશે વૃક્ષના પરિવારની વૃદ્ધિ નહીં, જિનદર્શનાત્મક મૂળ હોય વિનષ્ટ તો સિદ્ધિ નહીં. ૧૦. जह मूलाओ खंधो साहापरिवार बहुगुणो होइ। तह जिणदंसण मूलो णिहिट्ठो मोक्खमग्गस्स ॥११॥ જ્યમ મૂળ દ્વારા સ્કંધ ને શાખાદિ બહુગુણ થાય છે, ત્યમ મોક્ષપથનું મૂળ જિનદર્શન કર્યું જિનશાસને. ૧૧. जे दंसणेसु भट्ठा पाए पाडंति दंसणधराणं। ते होंति लल्लमूआ बोही पुण दुल्लहा तेसिं ॥१२॥ દભ્રષ્ટ જે નિજ પાય પાડે દષ્ટિના ધરનારને, તે થાય મૂંગા, ખંડભાષી, બોધિ દુર્લભ તેમને. ૧૨. ૧. ખંડભાષી = અસ્પષ્ટ ભાષાવાળા; તૂટક ભાષાવાળા. जे वि पडंति य तेंसि जाणंता लज्जगारवभयेण। तेसिं पि णत्थि बोही पावं अणुमोयमाणाणं ॥१३॥ વળી જાણીને પણ તેમને ગારવ-શરમ-ભયથીનમે, તેનેય બોધિ-અભાવ છે પાપાનુમોદન હોઈને. ૧૩. ૧.ગારવ = (રસ-ઋદ્ધિ-શાતા સંબંધી) ગર્વ મસ્તાઈ. Page #430 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ दुविहं पि गंथचायं तीसु वि जोएसु संजमो ठादि। णाणम्मि करणसुद्धे उब्भसणे दंसणं होदि॥१४॥ જ્યાં જ્ઞાન ને સંયમ 'ત્રિયોગે, ઉભયપરિગ્રહત્યાગ છે, જે “શુદ્ધ સ્થિતિભોજન કરે, દર્શન સદાશ્રિત હોય છે. ૧૪. ૧. ત્રિયોગ = (મન-વચન-કાયના) ત્રણ યોગ. ૨. શુદ્ધ સ્થિતિભોજન = ત્રણ કરણથી શુદ્ધ (કૃત-કારિત-અનુમોદન વિનાનું) એવું ઊભાં ઊભાં ભોજન. सम्मत्तादो णाणं णाणादो सव्वभावउवलद्धी। उवलद्धपयत्थे पुण सेयासेयं वियाणेदि॥१५॥ સમ્યત્વથી સુજ્ઞાન, જેથી સર્વ ભાવ જણાય છે, ને સૌ પદાર્થો જાણતાં અશ્રેય-શ્રેય જણાય છે. ૧૫. सेयासेयविदण्हू उद्बुददुस्सील सीलवंतो वि। सीलफलेणब्भुदयं तत्तो पुण लहइ णिव्वाणं ॥१६॥ અશ્રેય-શ્રેયસુજાણ છોડી કુશીલ ધારે શીલને, ને શીલફળથી હોય અભ્યદય, પછી મુક્તિ લહે. ૧૬. ૧. અભ્યદય = તીર્થકરતાદિની પ્રાપ્તિ. जिणवयणमोसहमिणं विसयसुहविरेयणं अमिदभूदं। जरमरणवाहिहरणं खयकरणं सव्वदुक्खाणं॥१७॥ જિનવચનરૂપ દવા 'વિષયસુખરેચિકા, અમૃતમયી, છે વ્યાધિ-મરણ-જરાદિહરણી, સર્વ દુઃખવિનાશિની. ૧૭. ૧. વિષયસુખરેચિકા = વિષયસુખનું વિરેચન કરનારી. एगं जिणस्स रूवं बिदियं उक्किट्ठसावयाणं तु। अवरट्ठियाण तइयं चउत्थ पुण लिंगदंसणं णत्थि॥१८॥ છે એક 'જિનનું રૂપ, બીજું શ્રાવકોત્તમ-લિંગ છે, ત્રીજું કહ્યું આર્યાદિનું, ચોથું ન કોઈ કહેલ છે. ૧૮. ૧. જિનનું રૂપ = જિનના રૂપ સમાન મુનિનું યથાજાત રૂપ. Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૧૭ छह दव्व णव पयत्था पंचत्थी सत्त तच्च णिद्दिट्ठा । सद्दहइ ताण रूवं सो सद्दिट्ठी मुणेयन्वो ॥१९॥ પંચાસ્તિકાય, છ દ્રવ્ય ને નવ અર્થ, તત્ત્વો સાત છે, શ્રધ્ધ સ્વરૂપો તેમના, જાણો સુદષ્ટિ તેહને. ૧૯. जीवादीसदहणं सम्मत्तं जिणवरेहिं पण्णत्तं । ववहारा णिच्छयदो अप्पाणं हवइ सम्मत्तं ॥ २० ॥ જીવાદિના શ્રદ્ધાનને સમત્વ ભાખ્યું છે જિને વ્યવહારથી, પણ નિશ્ચયે આત્મા જ નિજસમ્યકત્વછે. ૨૦. एवं जिणपण्णत्तं दंसणरयणं धरेह भावेण। सारं गुणरयणत्तय सोवाणं पढम मोक्खस्स ॥ २१॥ એ જિનકથિત દર્શનરતનને ભાવથી ધારો તમે, ગુણરત્નત્રયમાં સાર ને જે પ્રથમ શિવસોપાન છે. ૨૧. ૧. પ્રથમ શિવસોપાન = મોક્ષનું પહેલું પગથિયું. जं सक्कइ तं कीरइ जं च ण सक्केइ तं च सद्दहणं। केवलिजिणेहिं भणियं सद्दहमाणस्स सम्मत्तं ॥ २२॥ થઈ જે શકે કરવું અને નવ થઈ શકે તે શ્રદ્ધવું; સમ્યત્વે શ્રદ્ધાવંતને સર્વજ્ઞ જિનદેવે કહ્યું. ૨૨. दंसणणाणचरित्ते तवविणये णिच्चकालसुपसत्था। एदे दु वंदणीया जे गुणवादी गुणधराणं ॥२३॥ દગ, જ્ઞાન ને ચારિત્ર, તપ, વિનયે સદાય સુનિક જે, તે જીવ વંદનયોગ્ય છે - ગુણધર તણા ગુણવાદી જે. ૨૩. ૧. સુનિક = સુસ્થિત. ૨. ગુણધર = ગુણના ધરનારા. ૩. ગુણવાદી = ગુણોને પ્રકાશનારા. सहजुप्पण्णं रूवं दटुं जो मण्णए ण मच्छरिओ। सो संजमपडिवण्णो मिच्छाइट्ठी हवइ एसो॥२४॥ Page #432 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ જ્યાં રૂપ દેખી સાહજિક, આદર નહીં મત્સર વડે, સંયમ તણો ધારક ભલે તે હોય પણ કુદષ્ટિ છે. ૨૪. ૧. સાહજિક = સ્વાભાવિક, નૈસર્ગિક; યથાજાત. ૨. મત્સર = ઇર્ષા, દ્વેષ, ગુમાન. अमराण वंदियाणं रूवं दद्दूण सीलसहियाणं। जे गारवं करंति य सम्मत्तक्विज्जिया होंति ॥ २५ ॥ જે 'અમરવંદિત શીલયુત મુનિઓ તણું રૂપ જોઈને, મિથ્યાભિમાન કરે અરે! તે જીવ દષ્ટિવિહીન છે. ૨૫. ૧. અમરવંદિત = દેવોથી વંદિત. अस्संजदं ण वंदे वत्थविहीणोवि तो ण वंदिज्ज। दोण्णि वि होंति समाणा एगो वि ण संजदो होदि॥२६॥ વંદો ન અણસંયત, ભલે હો નગ્ન પણ નહિ વંદ્ય તે; બન્ને સમાનપણું ધરે, એક્ટ ન સંયમવત છે. ૨૬. ण वि देहो वंदिज्जइ ण वि य कुलो ण वि य जाइसंजुत्तो। को वंदमि गुणहीणो ण हु सवणो णेव सावओ होइ॥२७॥ નહિ દેહ વંદ્ય, ન વંદ્ય કુલ, નહિ વંદ્ય જન જાતિ થકી; ગુણહીન કામ વંદાય? તે સાધુ નથી, શ્રાવક નથી. ૨૭. वंदमि तवसावण्णा सीलं च गुणं च बंभचेरं च।। सिद्धिगमणं च तेसिं सम्मत्तेण सुद्धभावेण ॥२८॥ સમ્યત્વસંયુત શુદ્ધભાવે વંદું છું. મુનિરાજને, તસ બ્રહ્મચર્ય, સુશીલને, ગુણને તથા 'શિવગમનને. ૨૮. ૧. શિવગમન = મોક્ષપ્રાપ્તિ. चउसट्ठि चमरसहिओ चउतीसहि अइसएहिं संजुत्तो। अणवरबहुसत्तहिओ कम्मक्खयकारणणिमित्तो॥२९॥ Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૧૯ ચોસઠ ચમર સંયુક્ત ને ચોત્રીસ અતિશય યુક્ત જે, બહુજીવહિતકર સતત, કર્મવિનાશકારણ-હેતુ છે. ૨૯. णाणेण दंसणेण य तवेण चरियेण संजमगुणेण। चउहिं पि समाजोगे मोक्खो जिणसासणे दिट्ठो॥३०॥ સંયમ થકી, વા જ્ઞાન-દર્શન-ચરણ-તપ છે ચાર જે, એ ચાર કેરા યોગથી, મુક્તિ કહી જિનશાસને. ૩૦. णाणं णरस्स सारो सारो वि णरस्स होइ सम्मत्तं। सम्मत्ताओ चरणं चरणाओ होइ णिव्वाणं ॥३१॥ રે! જ્ઞાન નરને સાર છે, સમ્યકત્વ નરને સાર છે; સમ્યકત્વથી ચારિત્ર ને ચારિત્રથી મુક્તિ લહે. ૩૧. णाणम्मि दंसणम्मि य तवेण चरिएण सम्मसहिएण। . चोण्हं पि समाजोगे सिद्धा जीवा ण संदेहो ॥३२॥ 'દગ-જ્ઞાનથી, સમ્યકત્વયુત ચારિત્રથી ને તપ થકી, -એ ચારના યોગે જીવો સિદ્ધિ વરે, શંકા નથી. ૩૨. ૧. દગ-જ્ઞાન = દર્શન અને જ્ઞાન. . कल्लाणपरंपरया लहंति जीवा विसुद्धसम्मत्तं । सम्मइंसणरयणं अग्धेदि सुरासुरे लोए ॥ ३३॥ 'કલ્યાણશ્રેણી સાથ પામે જીવ સમકિત શુદ્ધને; સુર-અસુર કેરા લોકમાં સમ્યકત્વરત્ન પુજાય છે. ૩૩. ૧. કલ્યાણશ્રેણી = સુખોની પરંપરા, વિભૂતિની હારમાળા. लण य मणुयत्तं सहियं तह उत्तमेण गोत्तेण। लभ्रूण य सम्मतं अक्खयसोक्खं च लहदि मोक्खं च ॥ ३४।। રે! ગોત્ર ઉત્તમથી સહિત મનુજત્વને જીવ પામીને, સંપ્રાપ્ત કરી સમ્યકત્વ, અક્ષય સૌખ્ય ને મુક્તિ લહે. ૩૪. ૧. મનુજત્વ = મનુષ્યપણું. Page #434 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ विहरदि जाव जिणिंदो सहसट्ठसुलक्खणेहिं संजुत्तो। चउतीस अइसयजुदो सा पडिमा थावरा भणिया ॥ ३५ ॥ ચોત્રીસ અતિશયયુક્ત, 'અષ્ટ સહસ્ત્ર લક્ષણધરપણે જિનચંદ્ર વિહરે જ્યાં લગી, તે બિંબ સ્થાવર ઉક્ત છે. ૩૫. ૧. અષ્ટ સહસ્ત્ર = એક હજાર ને આઠ. ૨. બિંબ = પ્રતિમા. बारसविहतवजुत्ता कम्मं खविऊण विहिबलेणं सं। वोसट्टचत्तदेहा णिव्वाणमणुत्तरं पत्ता ॥ ३६॥ 'વાદસ તપે સંયુક્ત, નિજ કર્મો ખપાવી વિધિબળે, “વ્યત્સર્ગથી તનને તજી, પામ્યા અનુત્તમ મોક્ષને. ૩૬. ૧. દ્વાદસ = બાર. ૨. વ્યુત્સર્ગ = (શરીર પ્રત્યે) સંપૂર્ણ ઉપેક્ષાપૂર્વક. ૩. અનુત્તમ = સર્વોત્તમ. ૧. જિનનુ રૂપ = જિનના રૂપ સમાન મુનિનુ યથાકાત રૂપ. Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૨૧ ૨. સૂત્રપ્રાભૂત अरहंतभासियत्थं गणहरदेवेहिं गंथियं सम्मं । सुत्तत्थमग्गणत्थं सवणा साहंति परमत्थं ॥ १ ॥ અદ્વૈતભાષિત-અર્થમય, ગણધરસુવિરચિત સૂત્ર છે; 'સૂત્રાર્થના 'શોધન વડે સાર્ધ શ્રમણ પરમાર્થને. ૧. ૧. સૂત્રાર્થ = સૂત્રોના અર્થ. ૨. શોધન = શોધવું, ખોજવું તે. सुत्तम्मि जं सुदिट्टं आइरियपरंपरेण मग्गेण । णाऊण दुविह सुत्तं वट्टदि सिवमग्गे जो भव्वो ॥ २ ॥ સૂત્રે 'સુદર્શિત જેહ, તે સૂરિગણપરંપર માર્ગથી જાણી દ્વિધા, શિવપંથ વર્તે જીવ જે તે ભવ્ય છે. ૨. ૧. સુદર્શિત = સારી રીતે દર્શાવવામાં-કહેવામાં આવેલું. ૨. સૂરિગણપરંપરમાર્ગ = આચાર્યોની પરંપરામય માર્ગ. ૩. દ્વિધા = (શબ્દથી અને અર્થથી - એમ) બે પ્રકારે. सुत्तं हि जाणमाणो भवस्स भवणासणं च सो कुणदि । सूई जहा असुत्ता णासदि सुत्ते सहा णो वि ॥ ३ ॥ 'સૂત્રજ્ઞ જીવ કરે વિનષ્ટ ભવો તણા ઉત્પાદને; ખોવાય સોય અસૂત્ર, સોય સસૂત્ર નહિ ખોવાય છે; ૩. શાસ્ત્રનો જાણનાર. ૨. અસૂત્ર = દોરા વિનાની. ૧. સૂત્રજ્ઞ = पुरसो वि जो ससुत्तो ण विणासइ सो गओ वि संसारे । सच्चेदणपच्चक्खं णासदि तं सो अदिस्समाणो वि ॥ ४ ॥ આત્માય તેમ `સસૂત્ર નહિ ખોવાય, હો ભવમાં ભલે; અદષ્ટ પણ તે સ્વાનુભવપ્રત્યક્ષથી ભવને હણે. ૪. ૧. સસૂત્ર = શાસ્ત્રનો જાણનાર. ૨. અદષ્ટ પણ = દેખતો નહિ હોવા છતાં (અર્થાત્ ઇન્દ્રિયોથી નહિ જાણતો હોવા છતાં). Page #436 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ सुत्तत्थं जिणभणियं जीवाजीवादिबहुविहं अत्थं। हेयाहेयं च तहा जो जाणइ सो हु सद्दिट्ठी ॥५॥ જિનસૂત્રમાં ભાખેલ જીવ-અજીવ આદિ પદાર્થને હેયત્વ - અણહયત્વ સહ જાણે, સુદષ્ટિ તેહ છે. પ. जं सुत्तं जिणउत्तं ववहारो तह य जाण परमत्यो। तं जाणिऊण जोई लहइ सुहं खवइ मलपुंजं ॥६॥ જિન-ઉક્ત છે જે સૂત્ર તે વ્યવહારને પરમાર્થ છે; તે જાણી યોગી સૌખ્યને પામે, દહે મળપુંજને. ૬. सुत्तत्थपयविणट्ठो मिच्छादिट्ठी हु सो मुणेयव्वो। खेडे वि ण कायव्वं पाणिप्पत्तं सचेलस्स ॥७॥ 'સૂત્રાર્થપદથી ભ્રષ્ટ છે તે જીવ મિથ્યાદષ્ટિ છે; કરપાત્રભોજન રમતમાંય ન યોગ્ય હોય સચેલને. ૭. ૧. સૂત્રાયથપદ = સૂત્રોના અર્થો અને પદો. ૨. કરપાત્રભોજન =હાથરૂપી પાત્રમાં ભોજન કરવું તે. ૩. સચેલ = વસ્ત્રસહિત. हरिहरतुल्लो वि णरो सग्गं गच्छेइ एइ भवकोडी। तह वि ण पावइ सिद्धिं संसारत्थो पुणो भणिदो॥८॥ 'હરિતુલ્ય હો પણ સ્વર્ગ પામે, કોટિ કોટિ ભવે ભમે, પણ સિદ્ધિ નવ પામે, રહે સંસારસ્થિત-આગમ કહે. ૮. ૧. હરિ = નારાયણ. उक्किट्ठसीहचरियं बहुपरियम्मो य गरुयभारो य। जो विहरइ सच्छंदं पावं गच्छंदि होदि मिच्छत्तं ॥९॥ સ્વછંદ વર્તે તેહ પામે પાપને મિથ્યાત્વને, ગુરુભારધર, ઉત્કૃષ્ટ સિંહચરિત્ર, બહુતપકર ભલે. ૯. Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૨૩ णिच्चेलपाणिपत्तं उवइ परमजिणरिंदेहिं। एक्को वि मोक्खमग्गो सेसा य अमग्गया सव्वे ॥१०॥ 'નિશ્ચલ-કરપાત્રત્વ પરમજિનેન્દ્રથી ઉપદિષ્ટ છે; તે એક મુકિતમાર્ગ છે ને શેષ સર્વ અમાર્ગ છે. ૧૦. ૧. નિલ-કરપાત્રત્વ = વસ્ત્રરહિતપણું અને હાથરૂપી પાત્રમાં ભોજન કરવાપણું. जो संजमेसु सहिओ आरंभपरिग्गहेसु विरओ वि। सो होइ वंदणीओ ससुरासुरमाणुसे लोए ॥११॥ જે જીવ સંયમયુક્ત ને આરંભપરિગ્રહવિરત છે, તે દેવ-દાનવ-માનવોના લોકત્રયમાં વંદ્ય છે. ૧૧. जे बावीसपरिसह सहंति सत्तीसएहिं संजुत्ता। ते होंति वंदणीया कम्मक्खयणिज्जरासाहू ॥१२॥ બાવીશ પરિષહને સહે છે, 'શક્તિશત સંયુક્ત જે, તે કર્મક્ષય ને નિર્જરામાં નિપુણ મુનિઓ વંદ્ય છે. ૧૨. ૧. શક્તિશત = સેકડો શક્તિઓ. अवसेसा जे लिंगी सणणाणेण सम्म संजुत्ता। चेलेण य परिगहिया ते भणिया इच्छणिज्जा य॥१३॥ અવશેષ લિંગી જેહ સમ્યક જ્ઞાન-દર્શનયુક્ત છે ને વસ્ત્ર ધારે જેહ, તે છે યોગ્ય ઇચ્છાકારને. ૧૩. ૧. અવશેષ = બાકીના (અર્થાત્ મુનિ સિવાયના) इच्छायारसहत्थं सुत्तठिओ जो हु छंडए कम्म। ठाणे द्वियसम्मत्तं परलोयसुहंकरो होदि॥१४॥ સૂત્રસ્થ સમ્યગ્દષ્ટિયુત જે જીવ છોડે કર્મને, ઇચ્છામિ યોગ્ય પદસ્થ તે પરલોકગત સુખને લહે. ૧૪. ૧. સૂત્રસ્થ = શાસ્ત્રોના જાણનાર અને યથાશક્તિ તદનુસાર વર્તનાર. ૨.‘ઇચ્છામિયોગ્ય = ઇચ્છાકારને યોગ્ય. ૩. પદસ્થ = પ્રતિમધારી. Page #438 -------------------------------------------------------------------------- ________________ ४२४ अह पुण अप्पा णिच्छदि धम्माइं करेइ णिरवसेसाइं। तह वि ण पावदि सिद्धिं संसारत्थो पुणो भणिदो॥१५॥ પણ આત્મને ઇચ્છયા વિના ધર્મો અશેષ કરે ભલે, તોપણ લહે નહિ સિદ્ધિને, ભવમાં ભમે-આગમ કહે. ૧૫. एएण कारणेण य तं अप्पा सद्दहेह तिविहेण। जेण य लहेह मोक्खं तं जाणिज्जह पयत्तेण ॥१६॥ . આ કારણે તે આત્મની ત્રિવિધ તમે શ્રદ્ધા કરો, તે આત્મને જાણો પ્રયત્ન, મુક્તિને જેથી વરો. ૧૬. बालग्गकोडिमेत्तं परिगहगहणं ण होइ साहूणं। भुंजेइ पाणिपत्ते दिण्णण्णं इक्कठाणम्मि॥१७॥ રે! હોય નહિ 'બાલાગ્રની અણીમાત્ર પરિગ્રહ સાધુને; કરપાત્રમાં પરદત્ત ભોજન એક સ્થાન વિષે કરે. ૧૭. १. बाlu = qinी टोय. जहजायरूवसरिसो तिलतुसमेत्तं ण गिहदि हत्थेसु। जइ लेइ अप्पबहुयं तत्तो पुण जाइ णिग्गोदम् ॥ १८॥ જમ્યા પ્રમાણે રૂપ, 'તલતુષમાત્ર કરમાં નવ ગ્રહે, થોડું ઘણું પણ જો ગ્રહે તો પ્રાપ્ત થાય નિગોદને. ૧૮. १. तपतुषमात्र = तन त। ५४. जस्स परिग्गहगहणं अप्पं बहयं च हवइ लिंगस्स। सो गरहिउ जिणवयणे परिगहरहिओ णिरायारो॥१९॥ રે! હોય બહુ વા અલ્પ પરિગ્રહ સાધુને જેના મતે, તે નિંદ્ય છે; જિનવચનમાં મુનિ નિષ્પરિગ્રહ હોય છે. ૧૯. पंचमहव्वयजुत्तो तिहिं गुत्तिहिं जो स संजदो होई। णिग्गंथमोक्खमग्गो सो होदि हु वंदणिज्जो य॥२०॥ Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૨૫ ત્રણ ગુપ્તિ, પંચ મહાવ્રતે જે યુક્ત, સંયત તેહ છે; નિગ્રંથ મુક્તિમાર્ગ છે તે; તે ખરેખર વંઘ છે. ૨૦. दुइयं च उत्त लिंग उक्किटें अवरसावयाणं च। भिक्खं भमेइ पत्ते समिदीभासेण मोणेण॥२१॥ બીજું કહ્યું છે લિંગ ઉત્તમ શ્રાવકોનું શાસને; તે વાક્સમિતિ વા મીયુક્ત સપાત્રને ભિક્ષાટન કરે. ૨૧. ૧. વાક્સમિતિ = વચન સમિતિ लिंगं इत्थीण हवदि भुंजइ पिंडं सुएयकालम्मि। अज्जिय वि एक्कवत्था वत्थावरणेण भुंजेदि॥२२॥ છે લિંગ એક સ્ત્રીઓ તણું, 'એકાશની તે હોય છે; આર્યાય એક ધરે વસન, વસ્ત્રાવૃતા ભોજન કરે. ૨૨. ૧. એકાશની = એક વખત ભોજન કરનાર. ૨. વસન = વસ્ત્ર. ण वि सिज्झदि वत्थधरो जिणसासणे जइ वि होइ तित्थयरो। णग्गो विमोक्खमग्गो सेसा उम्मग्गया सव्वे ॥२३॥ નહિ વસ્ત્રધર સિદ્ધિ લહે, તે હોય તીર્થકર ભલે, બસ નગ્ન મુક્તિમાર્ગ છે, બાકી બધા ઉન્માર્ગ છે. ૨૩ लिंगम्मि य इत्थीणं थणंतरे णाहिकक्खदेसेसु। भणिओ सुहुमो काओ तासिं कह होइ पव्वज्जा ॥२४॥ સ્ત્રીને સ્તનોની પાસ, કક્ષે, યોનિમાં, નાભિ વિષે, બહુ સૂક્ષ્મ જીવ કહેલ છે; કયમ દીક્ષા હોય તેમને? ૨૪. जइ दंसणेण सुद्धा उत्ता मग्गेण सावि संजुत्ता। घोरं चरिय चरित्तं इत्थीसुण पव्वया भणिया॥२५॥ Page #440 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ જો હોય દર્શનશુદ્ધ તો તેનેય 'માર્ગયુતા કહી; છો ચરણ ઘોર ચરે છતાં સ્ત્રીને નથી દીક્ષા કહી. ૨૫. ૧. માર્ગયુતા = માર્ગથી સંયુક્ત. चित्तासोहि ण तेसिं ढिल्लं भावं तहा सहावेण । विज्जदि मासा तेसिं इत्थीसु णसंकया झाणा ॥ २६ ॥ મનશુદ્ધિ પૂરી ન નારીને, પરિણામ શિથિલ સ્વભાવથી, વળી હોય માસિક ધર્મ, સ્ત્રીને ધ્યાન નહિ નિઃશંકથી. ૨૬. गाहेण अप्पगाहा समुद्दसलिले सचेलअत्थेण । इच्छा जाहु णियत्ता ताह णियत्ताइं सव्वदुक्खाई ॥ २७ ॥ 'પટશુદ્ધિમાત્ર સમુદ્રજલવત્ ગ્રાહ્ય પણ અલ્પ જ ગ્રહે, ઇચ્છા નિવર્તી જેમને, દુઃખ સૌ નિવાઁ તેમને. ૨૭. ૧. પટશુદ્ધિમાત્ર = વસ્ત્ર ધોવા પૂરતું થોડું જ. Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૨૭ ૩. ચારિત્રપ્રાભૃત सव्वण्हू सव्वदंसी णिम्मोहा वीयराय परमेट्ठी। वंदित्तु तिजगवंदा अरहंता भव्वजीवेहिं॥१॥ णाणं दंसण सम्मं चारित्तं सोहिकारणं तेसिं। मोक्खाराहणहेउं चारित्तं पाहुडं वोच्छे ॥ २॥ (युग्मम्) સર્વજ્ઞ છે, પરમેષ્ઠી છે, નિર્મોહને વીતરાગ છે, તે ત્રિજગવંદિત, ભવ્યપૂજિત અહંતોને વંદીને; ૧. ભાખીશ હું ચારિત્રપ્રાભૃત મોક્ષને આરાધવા, જે હેતુ છે સુજ્ઞાન-ગ-ચારિત્ર કેરી શુદ્ધિમાં. ૨. जंजाणइ तं णाणं जं पेच्छइ तं च सणं भणियं। णाणस्स पिच्छियस्स य समवण्णा होइ चारित्तं ॥ ३॥ જે જાણતું તે જ્ઞાન, દેખે તેહ દર્શન ઉક્ત છે; ને જ્ઞાન-દર્શનના સમાયોગે સુચારિત હોય છે. ૩. ૧. સુચારિત =સમ્મચારિત્ર. एए तिण्ण वि भावा हवंति जीवस्स अक्खयामेया। तिण्हं पि सोहणत्थे जिणभणियं दुविह चारित्तं ॥४॥ આ ભાવ ત્રણ આત્મા તણા અવિનાશ તેમ અમેય છે; એ ભાવત્રયની શુદ્ધિ અર્થે દિવિધ ચરણ જિનોક્ત છે. ૪. ૧. અમેય = અમાપ. जिणणाणदिट्ठिसुद्धं पढमं सम्मत्तचरणचारित्तं। विदियं संजमचरणं जिणणाणसदेसियं तं पि॥५॥ સમ્યત્વચરણ છે પ્રથમ, જિનજ્ઞાનદર્શનશુદ્ધ જે; બીજાં ચરિત સંયમચરણ, જિનજ્ઞાનભાષિત તેય છે. ૫. Page #442 -------------------------------------------------------------------------- ________________ ४२८ एवं चिय णाऊण य सव्वे मिच्छत्तदोस संकाइ। परिहर सम्मत्तमला जिणभणिया तिविहजोएण॥६॥ ઇમ જાણીને છોડો ત્રિવિધ યોગે સકળ શંકાદિને, -मिथ्यात्वमय होषो तथा सम्यक्त्वम Gि-तने. ६. णिस्संकिय णिकंखिय णिविदिगिंछा अमूढदिट्ठी य। उवगृहण ठिदिकरणं वच्छल्ल पहावणा य ते अट्ठ॥७॥ नि:शंता, नि:ia, निवियित्सि, अविभूढत्य ने उपडन, थिति, वात्सल्यमाप, प्रभावना- गुट छ. ७. तं चेव गुणविसुद्धं जिणसम्मत्तं सुमुक्खठाणाए। जं चरइ णाणजुत्तं पढमं सम्मत्तचरणचारित्तं ॥८॥ તે અણગુણસુવિશુદ્ધ જિનસમત્વને - શિવહેતુને આચરવું જ્ઞાન સમેત, તે સમ્યકત્વચરણ ચરિત્ર છે. ૮. १. मगुगसुविशुद्ध = 16 गुणोथी निभ. २. शिवडेतु = मोक्ष २।. सम्मत्तचरणसुद्धा संजमचरणस्स जइ व सुपसिद्धा। णाणी अमूढदिट्ठी अचिरे पावंति णिव्वाणं॥९॥ સમ્યક્ત્વચરણવિશુદ્ધ ને નિષ્પન્નસંયમચરણ જે, નિર્વાણને અચિરે વરે અવિમૂઢદષ્ટિ જ્ઞાનીઓ. ૯ सम्मत्तचरणभट्ठा संजमचरणं चरंति जे वि णरा। अण्णाणणाणमूढा तह वि ण पावंति णिव्वाणं ॥१०॥ સમ્યકત્વચરણવિહીન છો સંયમચરણ જન આચરે, તોપણ લહે નહિ મુક્તિને અજ્ઞાનજ્ઞાનવિમૂઢ એ. ૧૦. ૧. અજ્ઞાનજ્ઞાનવિમૂઢ = અજ્ઞાનતત્ત્વ અને જ્ઞાનતત્ત્વનો ભેદ નહિ જાણનારા. वच्छल्लं विणएण य अणुकंपाए सुदाणदच्छाए। मग्गगुणसंसणाए अवगृहण रक्खणाए य॥११॥ Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૨૯ एएहिं लक्खणेहिं य लक्खिज्जइ अज्जवेहिं भावहिं। जीवो आराहतो जिणसम्मत्तं अमोहेण ॥१२॥ વાત્સલ્ય - વિનય થકી, સુદાને દક્ષ અનુકંપા થકી, વળી માર્ગગુણસ્તવનાથકી, ઉપગૂહનને સ્થિતિકરણથી; ૧૧ -આ લક્ષણોથી તેમ આર્જવભાવથી લક્ષાય છે, વણમોહ જિનસમ્યકત્વને આરાધનારો જીવ જે. ૧ર. ૧. માર્ગગુણસ્તવના = નિગ્રંથ માર્ગના ગુણની પ્રશંસા. ૨. આર્જવભાવ = સરળ પરિણામ. ૩. લક્ષાય = ઓળખાય. उच्छाहभावणासंपसंससेवा कुदंसणे सद्धा। अण्णाणमोहमग्गे कुव्वंतो जहदि जिणसम्मं ॥१३॥ અજ્ઞાનમોહપથે કુમતમાં ભાવના, ઉત્સાહને શ્રદ્ધા, સ્તવન, સેવા કરે છે, તે તજે સમ્યકત્વને. ૧૩. उच्छाहभावणासंपसंससेवा सुदंसणे सद्धा। ण जहदि जिणसम्मत्तं कुव्वंतो णाणमग्गेण ॥१४॥ સદર્શને ઉત્સાહ, શ્રદ્ધા, ભાવના, સેવા અને સ્તુતિ જ્ઞાનમાર્ગથી જે કરે, છોડેન જિનસમ્યકત્વને. ૧૪. अण्णाणं मिच्छत्तं वज्जह णाणे विसंद्धसम्मत्ते। अह मोहं सारंभं परिहर धम्मे अहिंसाए ॥१५॥ અજ્ઞાન ને મિથ્યાત્વ તજ, લહી જ્ઞાન, સમકિત શુંબને; વળી મોહ તજ 'સારંભ તું, લહીને અહિંસાધર્મને. ૧૫ ૧. સારંભ = આરંભયુક્ત, पव्वज्ज संगचाए पयट्ट सुतवे सुसंजमे भावे। होइ सुविसुद्धझाणं णिम्मोहे वीयरायत्ते॥१६॥ Page #444 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ નિઃસંગ લહી દીક્ષા, પ્રવર્ત સુસંયમે, સત્તપ વિષે; નિર્મોહ વીતરાગત્વ હોતાં ધ્યાન નિર્મળ હોય છે. ૧૬. मिच्छादंसणमग्गे मलिणे अण्णाणमोहदोसेहिं । वज्झंति मूढजीवा मिच्छत्ताबुद्धिउदएण ॥ १७॥ જે વર્તતા 'અજ્ઞાનમોહમલે મલિન મિથ્યામતે, તે મૂઢજીવ મિથ્યાત્વ ને મતિદોષથી બંધાય છે. ૧૭. ૧. અજ્ઞાનમોહમલે મલિન = અજ્ઞાન અને મોહના દોષો વડે મિલન. सम्मदंसण पस्सदि जाणदि णाणेण दव्वपज्जाया । सम्मेण य सहदि य परिहरदि चरित्तजे दोसे ॥ १८ ॥ દેખે દરશથી, જ્ઞાનથી જાણે દરવ-પર્યાયને, સમ્યક્ત્વથી શ્રદ્ધા કરે, ચારિત્રદોષો પરિહરે ૧૮. एए तिणि वि भावा हवंति जीवस्स मोहरहियस्स । णियगुणमाराहंतो अचिरेण य कम्म परिहरइ ॥ १९॥ રે ! હોય છે ભાવો ત્રણે આ, મોહવિરહિત જીવને; નિજ આત્મગુણ આરાધતો તે કર્મને 'અચિરે તજે. ૧૯. ૧. અચિરે = અલ્પ કાળમાં. संखिज्जमसंखिज्जगुणं च संसारिमेरुमेत्ता णं । सम्मत्तमणुचरंता करेंति दुक्खक्खयं धीरा॥२०॥ સંસારસીમિત નિર્જરા અણસંખ્ય-સંખ્યગુણી કરે, સમ્યક્ત્વ આચરનાર ધીરા દુઃખના ક્ષયને કરે. ૨૦. दुविहं संजमचरणं सायारं तह हवे णिरायारं । सायारं सग्गंथे परिग्गहा रहिय खलु णिरायारं ॥ २१ ॥ સાગાર અણ-આગાર એમ દ્વિભેદ સંયમચરણ છે; સાગાર છે સગ્રંથ, અણ-આગાર પરિગ્રહરહિત છે. ૨૧. Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૩૧ दंसण वय सामाइय पोसह सचित्त रायभत्ते य। बंभारंभपरिग्गह अणुमण उद्दिढ देसविरदो य॥२२॥ दर्शन, प्रतं, सामयि, प्रो५५, सथित, 'निशिभुति ने વળી બ્રહ્મ ને આરંભ આદિક દેશવિરતિસ્થાન છે. ૨૨. ૧. નિશિભક્તિ = રાત્રિભોજન ત્યાગ पंचेव णुव्वयाइं गुणव्वयाई हवंति तह तिण्णि। सिक्खावय चत्तारि य संजमचरणं च सायारं ॥२३॥ અણુવ્રત કહ્યાં છે પાંચ ને ત્રણ ગુણવ્રતો નિર્દિષ્ટ છે, शिक्षाप्रती छ या२; - संयमय२।३॥ सागार छे. २3. थूले तसकायवहे थूले मोषे अदत्तथूले य। परिहारो परमहिला परिग्गहारंभपरिमाणं ॥२४॥ ત્યાં સ્થૂલ ત્રસહિંસા-અસત્ય-અદત્તના, પરનારીના પરિહારને, આરંભ પરિગ્રહમાનને અણુવ્રત કહ્યાં. ૨૪. दिसिविदिसिमाण पढमं अणत्थदंडस्स वज्जणं बिदियं । भोगोपभोगपरिमा इयमेव गुणव्वया तिण्णि ॥२५॥ દિશવિદિશગતિ-પરિમાણ હોય, અનર્થદંડ પરિત્યજે, ભોગોપભોગ તણું કરે પરિમાણ, ગુણવ્રત ત્રણ્ય છે. ૨૫. सामाइयं च पढमं बिदियं च तहेव पोसहं भणियं। तइयं च अतिहिपुज्जं चउत्थ सल्लेहणा अंते॥ २६ ॥ સામાયિકં, વ્રત પ્રોષધું, અતિથિ તણી પૂજા અને અંતે કરે સલ્લેખના - શિક્ષાવ્રતો એ ચાર છે. ૨૬. एवं सावयधम्मं संजमचरणं उदेसियं सयलं। सुद्धं संजमचरणं जइधम्मं णिक्कलं वोच्छे ॥ २७॥ Page #446 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ શ્રાવકધરમરૂપ દેશસંયમચરણ ભાખ્યું એ રીતે; યતિધર્મ-આત્મક પૂર્ણસંયમચરણ શુદ્ધ કહું હવે. ૨૭. पंचेंदियसंवरणं पंच वया पंचविंसकिरियासु। पंच समिदि तय गुत्ती संजमचरणं णिरायारं ॥२८॥ પંચેન્દ્રિસંવર, પાંચ વ્રત પચ્ચીશક્રિયાસંબદ્ધ છે, વળી પાંચ સમિતિ, ત્રિગુમિ-અણ-આગાર સંયમચરણ છે. ૨૮ अमणुण्णे य मणुण्णे सजीवदव्वे अजीवदव्वे य। ण करेदि रायदोसे पंचेंदियसंवरो भणिओ॥ २९ ॥ સમનોજ્ઞ ને અમનોજ્ઞ જીવ-અજીવદ્રવ્યોને વિષે કરવા ન રાગવિરોધ તે પંચેન્દ્રિસંવર ઉક્ત છે. ર૯. ૧. રાગવિરોધ = રાગદ્વેષ. हिंसाविरइ अहिंसा असञ्चविरई अदत्तविरई य। तुरियं अबभविरई पंचम संगम्मि विरई य॥३०॥ હિંસાવિરામ, અસત્ય તેમ અદત્તથી વિરમણ અને અબ્રહ્મવિરમણ, સંગવિરમણ-છે મહાવ્રત પાંચ એ. ૩૦. साहंति जं महल्ला आयरियं जं महल्लपुव्वेहिं।। जं च महल्लाणि तदो महव्वया इत्तहे याइं ॥ ३१ ॥ મોટા પુરુષ સાધ, પૂરવ મોટા જનોએ આચર્યા, સ્વયમેવ વળી મોટા જ છે, તેથી મહાવત તે ઠર્યા. ૩૧. वयगुत्ती मणगुत्ती इरियासमिदी सुदाणणिक्खेवो। अवलोयभोयणाए अहिंसए भावणा होति ॥३२॥ મન-વચનગુપ્તિ, ગમનસમિતિ, સુદાનનિક્ષેપણ અને અવલોકીને ભોજન - અહિંસાભાવના એ પાંચ છે. ૩૨. Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૩૩ कोहभयहासलोहा मोहा विवरीयभावणा चेव। विदियस्स भावणाए ए पंचेव य तहा होंति ॥३३॥ જે ક્રોધ, ભય ને હાસ્ય તેમ જ લોભ-મોહ-કુભાવ છે, તેના 'વિપર્યયભાવ તે છે ભાવના બીજા વ્રત. ૩૩. ૧. વિપર્યયભાવ = વિપરીત ભાવ. सुण्णायारणिवासो विमोचियावास जं परोधं च। एसणसुद्धिसउत्तं साहम्मीसंविसंवादो ॥ ३४॥ સૂના અગર તો ત્યક્ત સ્થાને વાસ, 'પર-ઉપરોધ ના, આહાર એષાગશુદ્ધિયુત, સાધ સહ વિખવાદના. ૩૪ ૧. પર-ઉપરોધ ના = બીજાને નડતર થાય એમ ન રહેવું તે. महिलालोयणपुवरइसरणसंसत्तवसहिविकहाहिं। पुट्ठियरसेहिं विरओ भावण पंचावि तुरियम्मि ॥ ३५ ॥ મહિલાનિરીક્ષણ-પૂર્વરતિસ્મૃતિ-નિકટવાસ, ત્રિયાકથા, પૌષ્ટિક રસોથી વિરતિ - તે વ્રત ‘તુર્યની છે ભાવના. ૩૫. ૧. ત્રિયાકથા = સ્ત્રીકથા. ૨. સુર્ય = ચતુર્થ. अपरिग्गह समणुण्णेसु सद्दपरिसरसरूवगंधेसु। रायद्दोसाईणं परिहारो भावणा होति ॥ ३६॥ મનહર-અમનહર સ્પર્શ-રસ-રૂપ-ગંધ તેમ જ શબ્દમાં કરવા ન રાગવિરોધ, વ્રત પંચમ તણી એ ભાવના. ૩૬. इरिया भासा एसण जा सा आदाण चेव णिक्खेवो। संजमसोहिणिमित्तं खंति जिणा पंच समिदीओ॥३७॥ ઇર્યા, સુભાષા, એષણા, આદાન ને નિક્ષેપ-એ, સંયમ તણી શુદ્ધિ નિમિત્તે સમિતિ પાંચ જિનો કહે. ૩૭. Page #448 -------------------------------------------------------------------------- ________________ ४३४ भव्वजणबोहणत्यं जिणमग्गे जिणवरेहि जह भणियं। णाणं णाणसरूवं अप्पाणं तं वियाणेहि ॥ ३८॥ રે! 'ભવ્યજનબોધાર્થ જિનમાર્ગે કહ્યું જે રીતે, તે રીતે જાણો જ્ઞાન ને ‘જ્ઞાનાત્મ આત્માને તમે. ૩૮. १. भव्यralधार्थ = ( मनोने बोधवा माटे. २. शानात्म = शानस्प३५. जीवाजीवविभत्ती जो जाणइ सो हवेइ सण्णाणी। रायादिदोसरहिओ जिणसासणे मोक्खमग्गो त्ति। ३९॥ જે જાણતો જીવ-અજીવના સુવિભાગને, સજ્ઞાની તે રાગાદિવિરહિત થાય છે-જિનશાસને શિવમાર્ગ જે. ૩૯. दसणणाणचरित्तं तिण्णि वि जाणेहि परमसद्धाए। जं जाणिऊण जोई अरेण लहंति णिव्वाणं॥४०॥ ४, शान ने यारित्र-त्रो ५२म श्रद्धा3, જે જાણીને યોગીજનો નિર્વાણને અચિરે વરે. ૪૦. पीऊण णाणसलिलं णिम्मलसुविसुद्धभावसंजुत्ता। होति सिवालयवासी तिहुवणचूडामणी सिद्धा॥४१॥ જે જ્ઞાનજળ પીને લહે સુવિશુદ્ધ નિર્મળ પરિણતિ, શિવધામવાસી સિદ્ધ થાય-ત્રિલોકના ચૂડામણિ. ૪૧. णाणगुणेहिं विहीणा ण लहंते ते सुइच्छियं लाहं। इय गाउं गुणदोसं तं सण्णाणं वियाणेहि ॥४२॥ જે જ્ઞાનગુણથી રહિત, તે પામે ન લાભ સુ-ઇષ્ટને; ગુણદોષ જાણી એ રીતે, સજ્ઞાનને જાણો તમે. ૪૨. चारित्तसमारूढो अप्पासु परंण ईहए णाणी। पावइ अइरेण सुहं अणोवमं जाण णिच्छयदो॥४३॥ Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૩૫ જ્ઞાની ચરિત્રારૂઢ થઈ નિજ આત્મમાં પર નવ ચહે, અચિરે લહે શિવસૌખ્ય અનુપમ એમ જાણો નિશ્ચયે. ૪૩. एवं संखेवेण य भणियं णाणेण वीयराएण । सम्मत्तसंजमासयदुण्हं पि उदेसियं चरणं ॥ ४४॥ વીતરાગદેવે જ્ઞાનથી સમ્યક્ત્વ-સંયમ-આશ્રયે જે ચરણ ભાખ્યું, તે કહ્યું સંક્ષેપથી અહીં આ રીતે. ૪૪. भावेह भावसुद्धं फुडु रइयं चरणपाहुडं चेव । लहु चउगइ चइऊणं अइरेणऽपुणब्भवा होई ॥ ४५ ॥ ભાવો વિમળ ભાવે ચરણપ્રાભૂત સુવિરચિત સ્પષ્ટ જે, છોડી ચતુર્ગતિ શીઘ્ર પામો મોક્ષ શાશ્વતને તમે. ૪૫. Page #450 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ ૪. બોધપ્રાભૂત बहुसत्थअत्थजाणे संजमसम्मत्तसुद्धतवयरणे। वंदित्ता आयरिए कसायमलवज्जिदे सुद्धे ॥ १ ॥ सयलजणबोहणत्थं जिणमग्गे जिणवरेहिं जह भणियं । बोच्छामि समासेण छक्कायसुहंकरं सुणह ॥ २॥ શાસ્ત્રાર્થ બહુ જાણે, `સુદગસંયમવિમળ તપ આચરે, વર્જિતકષાય, વિશુદ્ધ છે, તે સૂરિગણને વંદીને; ૧ ષટ્કાયસુખકર કથન કરું સંક્ષેપથી, સુણજો તમે, જે સર્વજનબોધાર્થ જિનમાર્ગે કહ્યું છે જિનવરે. ૨. ૧. સુદગસંયમવિમળ તપ = સમ્યગ્દર્શન ને સંયમથી શુદ્ધ એવું તપ. ૨. વર્જિતકષાય = કષાયરહિત. ૩. સૂરિગણ = આચાર્યોનો સમૂહ. आयदणं चेदिहरं जिणपडिमा दंसणं च जिणबिंबं । भणियं सुवीयरायं जिणमुद्दा णाणमादत्थं ॥ ३॥ अरहंतेण सुदिट्ठ जं देवं तित्थमिह य अरहंतं । पावज्जगुणविसुद्धा इय णायव्वा जहाकमसो ॥ ४ ॥ જે આયતન ને ચૈત્યગૃહ, પ્રતિમા તથા દર્શન અને વીતરાગ જિનનું બિંબ, જિનમુદ્રા, સ્વહેતુક જ્ઞાન જે, ૩. 'અદ્ભુતદેશિત દેવ, તેમ જ તીર્થ, વળી અર્હત ને ‘ગુણશુદ્ધ પ્રવ્રજ્યા યથાક્રમશઃ અહીં જ્ઞાતવ્ય છે. ૪. ૧. અદ્વૈતદેશિત = અત્યંત ભગવાને કહેલ. ૨. ગુણશુદ્ધ પ્રવજ્યા = ગુણથી શુદ્ધ એવી દીક્ષા. मणवयणकायदव्वा आयत्ता जस्स इन्दिया विसया । आयदणं जिणमग्गे णिट्ठि संजयं रूवं ॥ ५॥ Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૩૭ આયત્ત છે મન-વચન-કાયા ઇન્દ્રિવિષયો જેહને, તે સંયમીનું રૂપ ભાનું આયતન જિનશાસને. ૫. ૧. આયત્ત = આધીન, વશીભૂત मयरायदोस मोहो कोहो लोहो य जस्स आयत्ता। पंचमहन्वयधारी आयदणं महरिसी भणियं ॥६॥ આયત્ત જસ મદ-ક્રોધ-લોભ વિમોહનરાગ-વિરોધ છે, ઋષિવર્ય પંચમહાવ્રતી તે આયતન નિર્દિષ્ટ છે. ૬. सिद्धं जस्स सदत्थं विसुद्धझाणस्स णाणजुत्तस्स। सिद्धायदणं सुद्धं मुणिवरवसहस्स मुणिदत्थं ॥७॥ સુવિશુદ્ધધ્યાની, જ્ઞાનયુત, જેને સુસિદ્ધ 'સદર્થ છે, મુનિવરવૃષભ તે મળરહિત સિદ્ધાયતન વિદિતાર્થ છે. ૭. ૧. સદર્થ = સતુ અર્થ. ૨. વિદિતાર્થ = જે સમસ્ત પદાર્થોને જાણે છે એવું. बुद्धं जं बोहंतो अप्पाणं चेदयाइं अण्णं च। पंचमहव्वयसुद्धं णाणमयं जाण चेदिहरं॥८॥ સ્વાત્મા-પરાત્મા-અન્યને જે જાણતાં જ્ઞાન જ રહે, છે ચૈત્યગૃહ, તે જ્ઞાનમૂર્તિ, શુદ્ધ પંચમહાવ્રત. ૮ चेइय बंधं मोक्खं दुक्खं सुक्खं अप्पयं तस्स। चेइहरं जिणमग्गे छक्कायहियंकरं भणियं ॥९॥ ચેતન સ્વયં, સુખ-દુઃખ-બંધન-મોક્ષ જેને 'અલ્પ છે, પટ્ટાયહિતકર તેહ ભાખ્યું ચૈત્યગૃહ જિનશાસને. ૯. ૧. અલ્પ = ગૌણ. सपरा जंगमदेहा सणणाणेण सुद्धचरणाणं। णिग्गंथवीयराया जिणमग्गे एरिसा पडिमा॥१०॥ Page #452 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ દગ-જ્ઞાન-નિર્મળચરણધરની ભિન્ન જંગમ કાય જે, -નિગ્રંથ ને વીતરાગ, તે પ્રતિમા કહી જિનશાસને. ૧૦. जं चरदि सुद्धचरणं जाणइ पिच्छेइ सुद्धसम्मत्तं । सा होई वंदणीया णिग्गंथा संजदा पडिमा ॥११॥ જાણે-જુએ નિર્મળ સુદગ સહ, ચરણ નિર્મળ આચરે, તે વંદનીય નિગ્રંથ - સંતરૂપ પ્રતિમા જાણજે. ૧૧. ૧. સુદગ = સમ્યગ્દર્શન. दंसणअणंतणाणं अणंतवीरिय अणंतसुक्खा य। सासयसुक्ख अदेहा मुक्का कम्मट्ठबंधेहिं ॥१२॥ निरुवममचलमखोहा णिम्मिविया जंगमेण रूवेण। सिद्धट्ठाणम्मि ठिया वोसरपडिमा धुवा सिद्धा॥१३॥ 'નિઃસીમ દર્શન - જ્ઞાન ને સુખ-વીર્ય વર્તે જેમને, શાશ્વત સુખી, અશરીર ને કર્માષ્ટબંધવિમુક્ત જે, ૧૨. અક્ષોભ-નિરુપમ-અચલ-ધ્રુવ, ઉત્પન્ન જંગમ રૂપથી, તે સિદ્ધ સિદ્ધિસ્થાનસ્થિત, વ્યુત્સર્ગપ્રતિમા જાણવી. ૧૩. ૧. નિઃસીમ = અનંત. ૨. વ્યુત્સર્ગપ્રતિમા = કાયોત્સર્ગમય પ્રતિમા. दंसेइ मोक्खमग्गं सम्मत्तं संजमं सुधम्मं च। णिग्गंथं णाणमयं जिणमग्गे दंसणं भणियं ॥१४॥ દર્શાવતું સંયમ-સુદગ-સદ્ધર્મરૂપ, નિગ્રંથ ને 'જ્ઞાનાત્મ મુક્તિમાર્ગ, તે દર્શન કહ્યું જિનશાસને. ૧૪. ૧. જ્ઞાનાત્મ = જ્ઞાનમય. जह फुल्लं गंधमयं भवदि हु खीरं स घियमयं चावि। तह दंसणं हि सम्मं णाणमयं होइ रूवत्थं ॥१५॥ Page #453 -------------------------------------------------------------------------- ________________ ४३८ જ્યમ ફૂલ હોય સુગંધમય ને દૂધ ધૃતમય હોય છે, રૂપસ્થ દર્શન હોય સમ્યજ્ઞાનમય એવી રીતે. ૧૫. जिणबिंब णाणमयं संजमसुद्धं सुवीयरायं च। जं देइ दिक्खसिक्खा कम्मक्खयकारणे सुद्धा ॥१६॥ निमिछ, शानभय, वात, संयमशुद्ध छ, દીક્ષા તથા શિક્ષા કરમક્ષયહેતુ આપે શુદ્ધ જે. ૧૬. तस्स य करह पणामं सव्वं पुजं च विणय वच्छल्लं । जस्स य दंसण णाणं अत्थि धुवं चेयणाभावो॥१७॥ तेनी रो पूल, विनय-पात्सल्य-मन त ने, ने सुनिश्चित शान, दर्शन, येतनापा२।।म छ. १७. तववयगुणेहिं सुद्धो जाणदि पिच्छेइ सुद्धसम्मत्तं । अरहंतमुद्द एसा दायारी दिक्खसिक्खा य॥१८॥ તપવ્રતગુણોથી શુદ્ધ, નિર્મળ સુદગ સહ જાણે-જુએ, દીક્ષા-સુશિક્ષાદાયિની અહંતમુદ્રા તેહ છે. ૧૮. दढसंजममुद्दाए इंदियमुद्दा कसायदिढमुद्दा । मुद्दा इह णाणाए जिणमुद्दा एरिसा भणिया ॥ १९॥ ઇન્દ્રિય-કષાયનિરોધમય મુદ્રા સુદઢસંયમમયી, -24॥ ५ मुद्रा शानथी नियन, निमुद्रा ४९.. १८. संजमसंजुत्तस्स य सुझाणजोयस्स मोक्खमग्गस्स। णाणेण लहदि लक्खं तम्हा णाणं य णायव्वं ॥२०॥ સંયમ સહિત સધ્યાનયોગ્ય વિમુકિતપથના લક્ષ્યને, પામી શકે છે જ્ઞાનથી જીવ, તેથી તે જ્ઞાતવ્ય છે. ૨૦. जह णवि लहदि हु लक्खं रहिओ कंडस्स वेज्झयविहीणो। तह णवि लक्खदि लक्खं अण्णाणी मोक्खमग्गस्स ॥२१॥ Page #454 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ 'શર-અજ્ઞ વેધ્ય-અજાણ જેમ કરે ન પ્રાપ્ત નિશાનને, અજ્ઞાની તેમ કરે ન લક્ષિત મોક્ષપથના લક્ષ્યને. ૨૧. ૧. શર-અજ્ઞ = બાણવિદ્યાના અજાણ. ૨. વેધ્ય-અજાણ = નિશાનસંબંધી અજાણ. णा पुरिसस्स हवदि लहदि सुपुरिसो वि विणयसंजुत्तो । णाणेण लहदि लक्खं लक्खंतो मोक्खमग्गस्स ।। २२ ।। રે ! જ્ઞાન નરને થાય છે; તે, સુજન તેમ વિનીતને; તે જ્ઞાનથી, કરી લક્ષ, પામે મોક્ષપથના લક્ષ્યને. ૨૨. मइधणुहं जस्स थिरं सुदगुण बाणा सुअत्थि रयणत्तं । परमत्थबद्धलक्खो णवि चुक्कदि मोक्खमग्गस्स ॥ २३ ॥ મતિ ચાપ થિર, શ્રુત દોરી, જેનેરત્નત્રય‘શુભબાણ છે, પરમાર્થ જેનું લક્ષ્ય છે, તે મોક્ષમાર્ગ નવ ચૂકે. ૨૩. ૧. ચાપ = ધનુષ્ય. ૨. શુભ = - સારું. सो देवो जो अत्थं धम्मं कामं सुदेइ णाणं च । सो देइ जस्स अत्थि हु अत्थो धम्मो य पव्वज्जा ॥ २४ ॥ તે દેવ, જે સુરીતે ધરમ ને અર્થ, કામ, સુજ્ઞાન દે; તે વસ્તુ દે છે તે જ, જેને ધર્મ-દીક્ષા-અર્થ છે. ૨૪. धम्मो दयाविसुद्धो पव्वज्जा सव्वसंगपरिचत्ता । देवो ववगयमोहो उदयकरो भव्वजीवाणं ॥ २५ ॥ તે ધર્મ જેહ દયાવિમળ, દીક્ષા પરિગ્રહમુક્ત જે, તે દેવ જે નિર્મોહ છે ને ઉદય ભવ્ય તણો કરે. ૨૫. वयसम्मत्तविसुद्धे पंचेंदियसंजदे णिरावेक्खे। ण्हाएउ मुणी तित्थे दिक्खासिक्खासुण्हाणेण ॥ २६ ॥ Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૪૧ વ્રત-સુદગનિર્મળ, ઇન્દ્રિસંયમયુક્ત ને નિરપેક્ષ જે, તે તીર્થમાં દીક્ષા - સુશિક્ષારૂપ સ્નાન કરો, મુને! ૨૬. ૧. નિરપેક્ષ = અભિલાષારહિત. जं णिम्मलं सुधम्मं सम्मत्तं संजमं तवं णाणं। तं तित्थं जिणमग्गे हवेइ जदि संतिभावेण ॥२७॥ નિર્મળ સુદર્શન-તપચરણ-સદ્ધર્મ-સંયમ-જ્ઞાનને, જે શાન્તભાવે યુક્ત તો, તીરથ કહ્યું જિનશાસને. ૨૭. णामे ठवणे हि य संदब्वे भावे हि सगुणपज्जाया। चउणागदि संपदिमे भावा भावंति अरहंतं ॥२८॥ "અભિધાન-સ્થાપન-દ્રવ્ય-ભાવે, સ્વીય ગુણપર્યાયથી, અહંત જાણી શકાય છે આગતિ-વ્યવન-સંપત્તિથી. ર૮. ૧. અભિધાન = નામ. ૨. સ્વીય = પોતાના. दसण अणंत णाणे मोक्खो णट्ठट्ठकम्मबंधेण। णिरुवमगुणमारूढो अरहंतो एरिसो होइ॥ २९ ॥ નિઃસીમ દર્શન-જ્ઞાન છે, 'વસુબંધલયથી મોક્ષ છે, નિરુપમ ગુણે આરૂઢ છે, અહંત આવા હોય છે. ૨૯. ૧. વસુ = આઠ. जरवाहिजम्ममरणं चउगइगमणं च पुण्णपावं च। हंतूण दोसकम्मे हुउ णाणमयं च अरहंतो॥३०॥ જેપુણ્ય-પાપ, જરા-જનમ-વ્યાધિ-મરણ, ગતિભ્રમણને વળી દોષકર્મ હણી થયા જ્ઞાનાત્મ, તે અહંત છે. 30. गुणठाणमग्गणेहिं य पज्जत्तीपाणजीवठाणेहिं। ठावण पंचविहेहिं पणयव्वा अरहपुरिसस्स ॥३१॥ Page #456 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ છે સ્થાપના અદ્વૈતની કર્તવ્ય પાંચ પ્રકારથી, -'‘ગુણ’,માર્ગણા,પર્યાપ્તિ તેમ જ પ્રાણને જીવસ્થાનથી. ૩૧. ૧. ‘ગુણ’ = ગુણસ્થાન. तेरहमे गुणठाणे सजोइकेवलिय होइ अरहंतो। चउतीस अइसयगुणा होंति हु तस्सट्ठ पडिहारा ॥ ३२॥ અર્હત્ સયોગીકેવળીજિન તેરમે ગુણસ્થાન છે; ચોત્રીશ અતિશયયુક્ત ને વસુ પ્રાતિહાર્યસમેત છે. ૩૨. गइ इंदियं च काए जोए वेए कसाय णाणे य । संजम दंसण लेसा भविया सम्मत्त सण्णि आहारे ॥ ३३ ॥ યોગ-વેદ-કષાય-સંયમ-જ્ઞાનમાં, ગતિ-ઇન્દ્રિ-કાયે, દંગ-ભવ્ય-લેશ્યા-સંજ્ઞી-સમકિત-આ’રમાં એ સ્થાપવા. ૩૩. आहारो य सरीरो इंदियमणआणपाणभासा य । पज्जत्तिगुणसमिद्धो उत्तमदेवो हवइ अरहो ॥ ३४॥ આહાર, કાયા, ઇન્દ્રિ, શ્વાસોચ્છ્વાસ, ભાષા, મન તણી, અદ્વૈત ઉત્તમ દેવ છે સમૃદ્ધ ષટ્ પર્યાપ્તિથી. ૩૪. पंच वि इंदियपाणा मणवयकाएण तिण्णि बलपाणा । आणप्पाणप्पाणा आउगपाणेण होंति दह पाणा ।। ३५ ।। ઇન્દ્રિયપ્રાણો પાંચ, ત્રણ બળપ્રાણ મન-વચ-કાયના, બે આયુ-શ્વાસોચ્છ્વાસપ્રાણો,-પ્રાણ એ દસ હોય ત્યાં. ૩૫. मभवे पंचिंदिय जीवट्ठाणेसु होइ चउदसमे । एदे गुणगणजुत्तो गुणमारूढो हवइ अरहो ।। ३६ ।। માનવભવે પંચેન્દ્રિ તેથી ચૌદમે જીવસ્થાન છે; પૂર્વોક્ત ગુણગણયુક્ત, ‘ગુણ’-આરૂઢ શ્રી અદ્ભુત છે. ૩૬. Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૪૩ जरवाहिदुक्खरहियं आहारणिहारवज्जियं विमलं 1 सिंहाण खेल सेओ णत्थि दुगुंछा य दोसो य ॥ ३७॥ दस पाणा पज्जती अट्ठसहस्सा य लक्खणा भणिया । गोखीरसंखधवलं मंसं रुहिरं च सव्वंगे ॥ ३८ ॥ एरिसगुणेहिं सव्वं अइसयवंतं सुपरिमलामोयं । ओरालियं च कायं णायव्वं अरहपुरिसस्स ॥ ३९ ॥ વણવ્યાધિ-દુઃખ-જરા, અહાર-નિહારવર્જિત, વિમળ છે, 'અજુગુપ્સિતા, વણનાસિકામળ-શ્લેષ્મ-સ્વેદ, અદોષ છે; ૩૩. દસ પ્રાણ, ષટ્ પર્યાપ્તિ, અષ્ટ-સહસ્ર લક્ષણ યુક્ત છે, સર્વાંગ ગોક્ષીર-શુખતુલ્ય ’સુધવલ માંસ-રુધિર છે; ૩૮. -આવા ગુણે સર્વાંગ અતિશયવંત, પરિમલમ્હેકતી, ઔદારિકી કાયા અહો ! અર્હત્પુરુષની જાણવી. ૩૯. ૧. અજુગુપ્સિતા = જેના પ્રત્યે જુગુપ્સા ન થાય એવી. ૨. વણનાસિકામળ-શ્લેષ્મ-સ્વેદ = નાકના મેલથી, કફથી ને પરસેવાથી રહિત. ૩. સુધવલ = ધોળું. ૪.પરિમલ = સુગંધ. मयरायदोसरहिओ कसायमलवज्जिओ य सुविसुद्धो । चित्तपरिणामरहिदो केवल भावे મુળેયો ॥૪૦॥ મદરાગદ્વેષવિહીન, 'ત્યક્તકષાયમળ સુવિશુદ્ધ છે, મનપરિણમનપરિમુક્ત, કેવળભાવસ્થિત અદ્વૈત છે. ૪૦. ૧. ત્યક્તકષાયમળ = કષાયમળ રહિત. ૨.કેવળ = એકલો, નિર્ભેળ, શુદ્ધ. सम्मर्द्दसणि पस्सदि जाणदि णाणेण दव्वपज्जाया । सम्मत्तगुणविसुद्धो भावो अरहस्स णायव्वो ॥ ४१ ॥ દેખે દરશથી, જ્ઞાનથી જાણે દરવ - પર્યાયને, સમ્યક્ત્વગુણસુવિશુદ્ધ છે,-અર્હુતનો આ ભાવ છે. ૪૧. Page #458 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ सुण्णहरे तरुहिट्ठे उज्जाणे तह मसाणवासे वा । गिरिगुह गिरिसिहरे वा भीमवणे अहव वसिते वा ॥ ४२ ॥ सवसासत्तं तित्थं वचचइदालत्तयं च वुत्तेहिं । जिणभवणं अह वेज्झं जिणमग्गे जिणवरा विंति ॥ ४३ ॥ पंचमहव्वयजुत्ता पंचिंदियसंजया णिरावेक्खा। सज्झायझाणजुत्ता मुणिवरवसहा णिइच्छन्ति ॥ ४४॥ મુનિ શૂન્યગૃહ, તરુતલ વસે, 'ઉદ્યાન વા સમશાનમાં, गिरिम्हरे, गिरिशिर पर, विराण वन वा वसतिमां. ४२. નિજવશ શ્રમણના વાસ, તીરથ, શાસ્રઐત્યાલય અને જિનભવન મુનિનાં લક્ષ્ય છે-જિનવર કહે જિનશાસને. ૪૩. પંચેન્દ્રિયસંયમવંત, પંચમહાવ્રતી, નિરપેક્ષ ને સ્વાધ્યાય - ધ્યાને યુક્ત મુનિવરવૃષભ ઇચ્છે તેમને. ૪૪. १. उद्यान = जगीयो. २. गिरिहर = पर्वतनी गुड़ा. गिहगंथमोहमुक्का बावीसपरीसहा जियकषाया । पावारंभविमुक्का पव्वज्जा एरिसा भणिया ॥ ४५ ॥ गृह-ग्रंथ - भोडविभुक्त छे, परिषहनयी, अषाय छे, छे भुक्त पायारंभथी, -दीक्षा उही खावी निने. ४५. धणधण्णवत्थदाणं हिरण्णसयणासणाइ छत्ताई। कुद्दाणविरहरहिया पव्वज्जा एरिसा भणिया ॥ ४६ ॥ धन-धान्य-'पट, अंथन-२नत, खासन-शयन, छत्राहिनां सर्वे दुहान विहीन छे, -हीक्षा डही जावी निने. ४९. १. 42 = १२स्त्र. २. उंथन-२नत = सोनु-३५. सत्तूमित्ते य समा पसंसणिंदा अलद्धिलद्धिसमा। तणकणए समभावा पव्वज्जा एरिसा भणिया ॥ ४७ ॥ Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૪૫ નિંદા-પ્રશંસા, શત્રુ-મિત્ર, અલબ્ધિ ને 'લબ્ધિ વિષે, તૃણ-કંચને સમભાવ છે, -દીક્ષા કહી આવી જિને. ૪૭. ૧. લબ્ધિ = લાભ. उत्तममज्झिमगेहे दारिद्दे ईसरे णिरावेक्खा। सव्वत्थ गिहिदपिंडा पव्वज्जा एरिसा भणिया॥४८॥ નિર્ધન-સધન ને ઉચ્ચ-મધ્યમ સદન અનપેક્ષિતપણે સર્વત્ર પિંડ ગ્રહાય છે, -દીક્ષા કહી આવી જિને. ૪૮. ૧. સદન = ઘર. ૨. પિંડ = આહાર. णिग्गंथा णिस्संगा णिम्माणासा अराय णिहोसा। णिम्मम णिरहंकारा पव्वज्जा एरिसा भणिया॥४९॥ નિગ્રંથ ને નિઃસંગ, 'નિર્માનાશ, નિરહંકાર છે, નિર્મમ, અરાગ, અદ્દેષ છે, -દીક્ષા કહી આવી જિને. ૪૯. ૧. નિનાશ = માન અને આશા રહિત. णिण्णेहा णिल्लोहा णिम्मोहा णिब्वियार णिक्कलुसा। णिब्भय णिरासभावा पव्वज्जा एरिसा भणिया॥५०॥ નિઃસ્નેહ, નિર્ભય, નિર્વિકાર, અકલુષ ને નિર્મોહ છે, આશારહિત, નિર્લોભ છે, દીક્ષા કહી આવી જિને. ૫૦. जहजायरूवसरिसा अवलंबियभुय णिराउहा संता। परकियणिलयणिवासा पव्वज्जा एरिसा भणिया॥५१॥ જમ્યા પ્રમાણે રૂપ, 'લંબિતભુજ, નિરાયુધ, શાંત છે, પરકૃત નિલયમાં વાસ છે, દીક્ષા કહી આવી જિને. ૫૧ ૧. લંબિતભુજ = નીચે લટકતા હાથવાળી. ૨. નિરાયુધ = શસ્રરહિત. ૩. નિલય = રહેઠાણ. Page #460 -------------------------------------------------------------------------- ________________ ४४६ उवसमखमदमजुत्ता सरीरसंकारवज्जिया रुक्खा। मयरायदोसरहिया पव्वज्जा एरिसा भणिया॥५२॥ ७५शम-क्षमा-'भयुत, तनसं२७२पति ३६ छ, भह-२-द्वेषविहीन छ,-दीक्षा 3डी भावी सिने. ५२. १. हम = छन्द्रियनिग्रह. २. ३१ = तमन २खित. विवरीयमूढभावा पणट्टकम्मट्ठ णट्ठमिच्छत्ता। सम्मत्तगुणविसुद्धा पव्वज्जा एरिसा भणिया॥५३॥ જ્યાં મૂઢતા-મિથ્યાત્વ નહિ, જ્યાં કર્મ અષ્ટ વિનષ્ટ છે, સમ્યત્વગુણથી શુદ્ધ છે, દીક્ષા કહી આવી જિને. પ૩. जिणमग्गे पव्वज्जा छहसंहणणेसु भणिय णिग्गंथा। भावंति भव्वपुरिसा कम्मक्खयकारणे भणिया ॥५४॥ નિગ્રંથ દીક્ષા છે કહી ષ સંહનનમાં જિનવરે; ભવિ પુરુષ ભાવે તેહને, તે કર્મક્ષયનો હેતુ છે. ૫૪. तिलतुसमत्तणिमित्तसम बाहिरग्गंथसंगहो णत्थि। पव्वज्ज हवइ एसा जह भणिया सव्वदरसीहिं॥५५॥ તલતુષપ્રમાણ ન બાહ્ય પરિગ્રહ, રાગ તત્સમ છે નહીં; -આવી પ્રવજ્યા હોય છે સર્વજ્ઞજિનદેવે કહી. પપ. उवसग्गपरिसहसहा णिज्जणदेसे हि णिच्च अत्थइ। सिल कट्ठे भूमितले सव्वे आरुहइ सव्वत्थ ॥५६॥ ઉપસર્ગ-પરિષહ મુનિ સહે, નિર્જન સ્થળે નિત્ય રહે, સર્વત્ર કાષ્ટ, શિલા અને ભૂતલ ઉપર સ્થિતિ તે કરે. પ૬. पसुमहिलसंढसंगं कुसीलसंगंण कुणइ विकहाओ। सज्झायझाणजुत्ता पव्वज्जा एरिसा भणिया॥५७॥ Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૪૭ સ્ત્રી-'ખંઢ-પશુ- ‘દુશીલનો નહિ સંગ, નહિ વિકથા કરે, સ્વાધ્યાય - ધ્યાને યુક્ત છે,-દીક્ષા કહી આવી જિને. ૫૭. ૧. મંઢ = નપુંસક. ૨. દુઃશીલ = કુશીલ જનો. तववयगुणेहिं सुद्धा संजमसम्मत्तगुणविसुद्धा य । सुद्धा गुणेहिं सुद्धा पव्वज्जा एरिसा भणिया ॥ ५८ ॥ તપવ્રતગુણોથી શુદ્ધ, સંયમ-સુદગગુણસુવિશુદ્ધ છે, છે ગુણવિશુદ્ધ, -સુનિર્મળા દીક્ષા કહી આવી જિને. ૫૮. एवं आयत्तणगुणपज्जंता बहुविसुद्धसम्मत्ते । णिग्गंथे जिणमग्गे संखेवेणं जहाखादं ॥ ५९ ॥ સંક્ષેપમાં આયતનથી દીક્ષાંત ભાવ અહીં કહ્યા, જ્યમ શુઘ્ધસમ્યગ્દરશયુત નિગ્રંથ જિનપથ વર્ણવ્યા. ૫૯. ૧. દીક્ષાંત = પ્રવજ્યા સુધીના. रूवत्थं सुद्धत्थं जिणमग्गे जिणवरेहिं जह भणियं । भव्वजणबोहणत्थं छक्कायहियंकरं પુત્તું ॥ ૬૦ ॥ રૂપસ્થ 'સુવિશુદ્ધાર્થ વર્ણન જિનપથે જ્યમ જિન કર્યું, ત્યમ ભવ્યજનબોધન અરથ ષટ્કાયહિતકર અહીં કહ્યું. ૬૦. ૧. સુવિશુદ્ધાર્થ = જેમાં શુદ્ધ સ્વરૂપ કહેલું છે એવું, તાત્ત્વિક. सद्दवियारो हूओ भासासुत्तेसु जं जिणे कहियं । सो तह कहियं णायं सीसेण य भद्दबाहुस्स ॥ ६१ ॥ જિનકથન ભાષાસૂત્રમય શાબ્દિક-વિકારરૂપે થયું; તે જાણ્યું શિષ્યે ભદ્રબાહુ તણા અને એમ જ કહ્યું. ૬૧. बारसअंगवियाणं चउदसपुव्वंगविउलवित्थरणं । सुयणाणि भद्दबाहू गमयगुरू भयवओ जयउ ।। ६२ ।। Page #462 -------------------------------------------------------------------------- ________________ ४४८ 'જસ બોધ દ્વાદશ અંગનો, ચઉદશપૂરવ-વિસ્તારનો, જય હો શ્રમંધર ભદ્રબાહુ ગમકગુરુ ભગવાનનો. ૬૨. ૧. જસ = જેમને. ૨. ચઉદશ = ચૌદ. ૩.મૃતધર = શ્રુતજ્ઞાની. Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૪૯ ૫. ભાવપ્રાકૃત णमिऊण जिणवरिदे णरसुरभवणिंदवंदिए सिद्धे। वोच्छामि भावपाहुडमवसेसे संजदे सिरसा ॥१॥ સુર-અસુર-નરપતિવંદ જિનવર-ઇન્દ્રને, શ્રી સિદ્ધને, મુનિ શેષને શિરસા નમી કહું ભાવપ્રાકૃત – શાસ્ત્રને. ૧. भावो हि पढमलिंगंण दव्वलिंगं च जाण परमत्थं । भावो कारणभूदो गुणदोसाणं जिणा बेंति॥२॥ છે ભાવ પરથમ લિંગ, દ્રવમય લિંગ નહિ પરમાર્થ છે; ગુણદોષનું કારણ કહ્યો છે ભાવને શ્રી જિનવરે. ૨. भावविसुद्धिणिमित्तं बाहिरगंथस्स कीरए चाओ। बाहिरचाओ विहलो अभंतरगंथजुत्तस्स ॥३॥ રે! ભાવશુદ્ધિનિમિત્ત બાહિર-ગ્રંથ ત્યાગ કરાય છે; છે વિફળ બાહિર-ત્યાગ ‘આંતર-ગ્રંથથી સંયુક્તને. ૩. ૧. વિફળ = નિષ્ફળ. ૨. આંતર-ગ્રંથ = અત્યંતર પરિગ્રહ. भावरहिओ ण सिज्झइ जइ वि तवं चरइ कोडिकोडीओ। जम्मंतराइ बहुसो लंबियहत्थो गलियवत्थो॥४॥ છો કોટિકોટિ ભવો વિષે નિર્વસ્ત્ર લંબિતકર રહી પુષ્કળ કરે તપ, તોય ભાવવિહીનને સિદ્ધિ નહીં. ૪. ૧. લંબિતકર = નીચે લટકાવેલા હાથવાળા. परिणामम्मि असुद्धे गंथे मुंञ्चेइ बाहिरे य जई। बाहिरगंथच्चाओ भावविहूणस्स किं कुणइ ॥५॥ પરિણામ હોય અશુદ્ધ ને જો બાહ્ય ગ્રંથ પરિત્યજે, તો શું કરે એ બાહ્યનો પરિત્યાગ ભાવવિહીનને. ૫. Page #464 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ जाणहि भावं पढमं किं ते लिंगेण भावरहिएण। पंथिय सिवपुरिपंथं जिणउवइटुं पयत्तेण॥६॥ છે ભાવ પરથમ, ભાવવિરહિત લિંગથી શું કાર્ય છે? હે પથિક! શિવનગરી તણો પથયિત્ન પ્રાપ્ય કહ્યો જિને. ૬. ૧. યત્ન = પ્રયત્ન (શુદ્ધભાવરૂપ) ઉધમ. भावरहिएण सपुरिस अणाइकालं अणंतसंसारे। गहिउज्झियाई बहुसो बाहिरणिग्गंथरूवाई॥७॥ સપુરુષ! કાળ અનાદિથી નિઃસીમ આ સંસારમાં બહુ વાર ભાવ વિના બહિર્નિગ્રંથ રૂ૫ ગ્રહ્યાં-તજ્યાં. ૭. भीसणणरयगईए तिरियगईए कुदेवमणुगइए। पत्तो सि तिब्वदुक्खं भावहि जिणभावणा जीव ॥८॥ ભીષણ નરક, તિર્યંચ તેમ કુદેવ - માનવજન્મમાં, તેં જીવ! તીવ્ર દુખો સહ્યાં; તું ભાવ રે ! જિનભાવના. ૮. सत्तसु णरयावासे दारूणभीमाई असहणीयाइं। भुत्ताई सुइरकालं दुःक्खाई णिरंतरं सहियं ॥९॥ ભીષણ સુતીવ્ર અસહ્ય દુઃખો સત નરકાવાસમાં, બહુ દીર્ઘ કાળપ્રમાણ તેં વેદ્યાં, 'અછિન્નપણે સહ્યાં. ૯. ૧. અછિન્ન = સતત, નિરંતર. खणणुत्तावणवालण वेयणविच्छेयणाणिरोहं च। पत्तो सि भावरहिओ तिरियगईए चिरं कालं ॥१०॥ રે! ખનન-‘ઉત્તાપન-પ્રજાલન-વીજન-"છેદ-નિરોધનાં ચિરકાળ પામો દુઃખ ભાવવિહીન તું તિર્યંચમાં. ૧૦ ૧. ખનન = ખોદવાની ક્રિયા. ૨. ઉત્તાપન = તપાવવાની ક્રિયા. ૩. પ્રજાલન = પ્રજાળવાની ક્રિયા. ૪. વજન = પંખાથી પવન નાખવાની ક્રિયા. ૫. છેદ = કાપવાની ક્રિયા. ૬. નિરોધ = બંધનમાં રાખવાની ક્રિયા. Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૫૧ आगंतुक माणसियं सहजं सारीरियं च चत्तारि। दुक्खाइ मणुयजम्मे पत्तो सि अणंतयं कालं ॥११॥ सडन, यि, मानसि, मागंतु - यार सरना દુઃખો લહ્યાં નિઃસીમ કાળ મનુષ્ય કેરા જન્મમાં. ૧૧. १. मागंतु = diतु, १७२थी भावी ५३६. सुरणिलयेसु सुरच्छरविओयकाले य माणसं तिव्वं । संपत्तो सि महाजस दुःखं सुहभावणारहिओ॥१२॥ સુર-અપ્સરાના વિરહકાળે હે મહાયણ! સ્વર્ગમાં 'शुमभावनावि२डितपणे ती मानस हुन सहयां. १२. १. शुममावना = सारी माना अर्थात् शुद्ध परिगति. २. मानस = मानसि. कंदप्पमाइयाओ पंच वि असुहादिभावणाई य। . भाऊण दव्वलिंगी पहीणदेवो दिवे जाओ ॥१३॥ તું સ્વર્ગલોકે હીન દેવ થયો, દરવલિંગીપણે કાંદર્પો-આદિક પાંચ બૂરી ભાવનાને ભાવીને. ૧૩. पासत्थभावणाओ अणाइकालं अणेयवाराओ। भाऊण दुहं पत्तो कुभावणाभावबीएहिं ॥१४॥ બહુ વાર કાળ અનાદિથી પાર્થસ્થ-આદિક ભાવના તેં ભાવીને દુર્ભાવનાત્મક બીજથી દુઃખો લહ્યાં. ૧૪. देवाण गुण विहूई इड्डी माहप्प बहुविहं दुटुं। होऊण हीणदेवो पत्तो बहु माणसं दुक्खं ॥ १५ ॥ રે! હીન દેવ થઈ તું પામ્યો તીવ્ર માનસ દુઃખને, દેવો તણા ગુણવિભવ, ઋદ્ધિ, મહાત્મય બહુવિધ દેખીને. ૧૫. चउविहविकहासत्तो मयमत्तो असुहभावपयडत्यो। होऊण कुदेवत्तं पत्तो सि अणेयवाराओ॥१६॥ Page #466 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ મદમત્ત ને આસક્ત ચાર પ્રકારની વિકથા મહીં, 'બહુશઃ કુદેવપણું લહ્યું તે, અશુભ ભાવે પરિણમી. ૧૬. ૧. બહુશ ઃ = અનેક વાર. असुईबीहत्थेहि य कलिमलबहुलाहि गब्भवसहीहि । वसिओ सि चिरं कालं अणेयजणणीण मुणिपवर ॥ १७ ॥ હે મુનિપ્રવર ! તું ચિર વસ્યો બહુ જનનીના ગર્ભાપણે નિકૃષ્ટમળભરપૂર, અશુચિ, બીભત્સ ગર્ભાશય વિષે. ૧૭. पीओ सि थणच्छीरं अणंतजम्मंतराई जणणीणं । अण्णण्णाण महाजस सायरसलिलादु अहिययरं ॥ १८ ॥ જન્મો અનંત વિષે અરે ! જનની અનેરી અનેરીનું સ્તનદૂધ તેં પીધું મહાયશ ! 'ઉદધિજળથી અતિ ઘણું. ૧૮. ૧. ઉદધિજળ = સમુદ્રનું પાણી. तुह मरणे दुक्खेण अण्णण्णाणं अणेयजणणीणं । रुण्णाण णयणणीर सायरसलिलादु अहिययरं ।। १९ ॥ તુજ મરણથી દુઃખાર્ત બહુ જનની અનેરી અનેરીનાં નયનો થકી જળ જે વહ્યાં તે ઉદધિજળથી અતિ ઘણાં. ૧૯. भवसायरे अणंते छिण्णुज्झिय केसणहरणालट्ठी । पुञ्ज जइ को विजए हवदि य गिरिसमधिया रासी ।। २० ।। નિઃસીમ ભવમાં ત્યક્ત તુજ નખ-નાળ-અસ્થિ-કેશને સુર કોઇ એકત્રિત કરે તો `ગિરિઅધિક રાશિ બને. ૨૦. ૧. ગિરિઅધિક રાશિ = પર્વતથી પણ વધુ મોટો ઢગલો. जलथलसिहिपवणंबरगिरिसरिदरितरुवणाइ सव्वत्थ । वसिओ सि चिरं कालं तिहुवणमज्झे अणप्पवसो ॥ २१ ॥ જલ-થલ-અનલ-પવને, નદી-ગિરિ-આભ-વન-વૃક્ષાદિમાં વણ આત્મવશતા ચિર વસ્યો સર્વત્ર તું ત્રણ ભુવનમાં. ૨૧. Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૫૩ • गसियाई पुग्गलाई भुवणोदरवत्तियाई सब्वाई । पत्तो सितो ण तित्तिं पुणरुत्तं ताई भुञ्जतो ॥ २२ ॥ ભક્ષણ કર્યાં તે લોકવર્તી પુદ્ગલોને સર્વને, ફરી ફરી કર્યાં ભક્ષણ છતાં પામ્યો નહીં તું તૃપ્તિને. ૨૨ तिहुयणसलिलं सयलं पीयं तिण्हाए पीडिएण तुमे । तो वि ण तण्हाछेओ जाओ चिंतेह भवमहणं ॥ २३ ॥ પીડિત તૃષાથી તે પીધા છે સર્વ 'ત્રિભુવનનીરને, तो पाग तृषा छेाई ना; चिंतंव खरे ! 'लवछेहने. २3. १. त्रिभुवननीर = त्राग सोऽनुं जघु पाएगी. २. लवछेह = लवनो नाश. गहिउज्झियाई मुणिवर कलेवराई तुमे अणेयाई । ताणं णत्थि पमाणं अनंतभवसायरे धीर ॥ २४ ॥ ऐ धीर ! हे मुनिवर ! ग्रह्मां-छोड्यां शरीर भने तें, તેનું નથી પરિમાણ કંઈ નિઃસીમ ભવસાગર વિષે. ૨૪. विसवेयणरत्तक्खयभयसत्थग्गहणसंकिलेसेणं । आहारुस्सासाणं णिरोहणा खिज्जए आऊ ॥ २५ ॥ हिमजलणसलिलगुरुयरपव्वयतरुरुहणपडणभंगेहिं। रसविज्जजोयधारण अणयपसंगेहिं विविहेहिं ॥ २६ ॥ इय तिरियमणुयजम्मे सुइरं उववज्जिऊण बहुवारं । अवमिच्छुमहादुक्खं तिव्वं पत्तो सि तं मित्त ॥ २७ ॥ 'विष - वेहनाथी, रस्तक्षय भय - शस्त्रथी, संदेशथी, આયુષ્યનો ક્ષય થાય છે આહાર - શ્વાસનિરોધથી; ૨૫. डिभ अत्रि- ४णथी, दुय्य पर्वतवृक्षरोहागपतनथी, अन्याय - रसविज्ञान - योगप्रधाशुगाहि प्रसंगथी. २६. - Page #468 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ હે મિત્ર! એ રીત જન્મીને ચિરકાળ નર-તિર્યંચમાં, બહુ વાર તું પામ્યો મહાદુખ આકરાં અપમૃત્યુના. ૨૭. ૧. વિષ-વેદનાથી = ઝેર ખાવાથી તથા પીડાથી. ૨. આહાર-શ્વાસનિરોધથી = આહારનો ને શ્વાસનો નિરોધ. ૩. ઉચ્ચ-પર્વતવૃક્ષરોહણપતનથી = ઊંચા પર્વત ને વૃક્ષ પર ચડતાં પડી જવાથી. छत्तीस तिण्णि सया छावट्ठिसहस्सवारमरणाणि। अतोमुहुत्तमज्झे पत्तो सि निगोयवासम्मि ॥२८॥ છાસઠ હજાર ત્રિશત અધિક છત્રીશ તેં મરણો કર્યા અંતર્મુહૂર્ત પ્રમાણ કાળ વિષે નિગોદનિવાસમાં. ૨૮. वियलिंदए असीदी सट्ठी चालीसमेव जाणेह। पंचिंदिय चउवीसं खुद्दभवंतोमुहुत्तस्स ॥ २९॥ રેજાણ એશી સાઠ ચાળીશ શુક્રભવ વિકલૈંદ્રિના, અંતર્મુહૂર્ત શુદ્રભવ ચોવીસ પંચેન્દ્રિય તણા. ૨૯. रयणत्तये अलद्धे एवं भमिओ सि दीहसंसारे। इय जिणवरेहिं भणियं तं रयणत्तय समायरह॥३०॥ વણ રત્નત્રયપ્રાપ્તિ તું એ રીત દીર્ઘ સંસારે ભમ્યો, -ભાખ્યું જિનોએ આમ; તેથી રત્નત્રયને આચરો. ૩૦. अप्पा अप्पम्मि रओ सम्माइट्ठी हवेइ फुडु जीवो। जाणइ तं सण्णाणं चरदिहं चारित्त मग्गो त्ति ॥ ३१॥ નિજ આત્મમાં રત જીવ જે તે પ્રગટ સમ્યગ્દષ્ટિ છે, 'તબોધ છે સુજ્ઞાન, ત્યાં ચરવું ચરણ છે; –માર્ગ એ. ૩૧. ૧. તદ્ધોધ = તેનું જ્ઞાન, નિજ આત્માને જાણવું તે. ૨. ચરણ = ચારિત્ર, સમચારિત્ર. अण्णे कुमरणमरणं अणेयजम्मतराई मरिओ सि। भावहि सुमरणमरणं जरमरणविणासणं जीव ॥ ३२॥ Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૫૫ હે જીવ! 'કુમરણમરણથી તું મર્યો અનેક ભવો વિષે; તું ભાવ સુમરણમરણને જર-મરણના હરનારને. ૩૨. ૧. કુમરણમરણ = કુમરણરૂપ મરણ. ૨. જર = જરા. सो णत्थि दव्वसवणो परमाणुपमाणमेत्तओ णिलओ। जत्थ ण जाओ ण मओ तियलोयपमाणिओ सव्वो॥३३॥ ત્રણ લોકમાં પરમાણુ સરખું સ્થાન કોઇ રહ્યું નથી, જ્યાં દ્રવ્યશ્રમણ થયેલ જીવ મર્યો નથી, જન્મ્યો નથી. ૩૩. कालमणंतं जीवो जम्मजरामरणपीडिओ दुक्खं। जिणलिंगेण वि पत्तो परंपराभावरहिएण॥ ३४॥ જીવ 'જનિ-જરા-મૃતતત કાળ અનંત પામ્યો દુઃખને, જિનલિંગને પણ ધારી પારંપર્યભાવવિહીનને. ૩૪. ૧. જનિ-જરા-મૃતતમ = જન્મ, જરા અને મરણથી પીડિત વર્તતો થકો. ૨. પારંપર્યભાવવિહીન = પરંપરાગત ભાવલિંગથી રહિત, આચાર્યોની પરંપરાથી ચાલ્યા આવતા ભાવલિંગ રહિત. पडिदेससमयपुग्गलआउगपरिणामणामकालटुं। गहिउज्झियाइं बहुसो अणंतभवसायरे जीव ॥ ३५॥ પ્રતિદેશ-પુદ્ગલ-કાળ-આયુષ-નામ-પરિણામસ્થ તે 'બહુશઃ શરીર ગ્રહ્યાં-તજ્યાં નિઃસીમ ભવસાગર વિષે. ૩૫. ૧. બહુશઃ = અનેક વાર. तेयाला तिण्णि सया रज्जूणं लोयखेत्तपरिमाणं। मुतूणट्ठ पएसा जत्थ ण ढुरुढुल्लिओ जीवो॥ ३६॥ ત્રણશત-અધિક ચાળીશ-ત્રણ રાષ્ટ્રમિત આ લોકમાં તજી આઠ કોઈ પ્રદેશ ના, પરિભ્રમિત નહિ આ જીવ જ્યાં. ૩૬. एक्केकंगुलि वाही छण्णवदी होंति जाण मणुयाणं। अवसेसे य सरीरे रोया भण कित्तिया भणिया॥ ३७॥ Page #470 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ પ્રત્યેક અંગુલ છનું જાણો રોગ માનવદેહમાં; તો કેટલા રોગો, કહો, આ અખિલ દેહ વિષે, ભલા ! ૩૭. ते रोया वि य सयला सहिया ते परवसेण पुव्वभवे । एवं सहसि महाजस किं वा बहुएहिं लविएहिं ॥ ३८ ॥ એ રોગ પણ સઘળા સહ્યા તેં પૂર્વભવમાં પરવશે; તું સહી રહ્યો છે આમ, યશધર; અધિક શું કહીએ તને ? ૩૮. पित्तंतमुत्तफेफसकालिज्जयरुहिरखरिसकिमिजाले । उयरे वसिओ सि चिरं णवदसमासेहिं पत्तेहिं ॥ ३९ ॥ મળ-મૂત્ર-'શોણિત-પિત્ત, ‘કરમ, બરોળ, યકૃત, આંત્રજ્યાં, ત્યાં માસ નવ-દશ તું વસ્યો બહુ વાર જનની -ઉદરમાં. ૩૯. ૧. શોણિત = લોહી. ૨. કરમ = કૃમિ. ૩. યકૃત = કલેજું. ૪. આંત્ર = આંતરડાં. दियसंगट्ठियमसणं आहारिय मायभुत्तमण्णांते । छद्दिखरिसाण मज्झे जढरे वसिओ सि जणणीए ॥ ४० ॥ જનની તણું ચાવેલ ને ખાધેલ એઠું ખાઈને, તું જનની કેરા જઠરમાં વમનાદિમધ્ય વસ્યો અરે ! ૪૦. सिसुकाले य अयाणे असुईमज्झम्मि लोलिओ सि तुमं । असुई असिया बहुसो मुणिवर बालत्तपत्तेण ॥ ४१ ॥ તું અશુચિમાં લોટ્યો ઘણું શિશુકાળમાં અણસમજમાં, મુનિવર ! અશુચિ આરોગી છે બહુ વાર તે બાલત્વમાં. ૪૧. मंसट्ठिसुक्कसोणियपित्तंतसवत्तकुणिमदुग्गंधं । खरिसवसपूय खिब्भिस भरियं चिंतेहि देहउडं ॥ ४२ ॥ 'પલ-પિત્ત-શોણિત-આંત્રથી દુર્ગંધ શબ સમ જ્યાં વે, ચિંતવ તું પીપ - વસાદિ - અશુચિભરેલ કાયાકુંભને. ૪૨. ૨. પીપ-વસાદિ = પુરુ, ચરબી વગેરે. ૧. પલ = માંસ, Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૫૭ भावविमुत्तो मुत्तो ण य मुत्तो बंधवाइमित्तेण। इय भाविऊण उज्झसु गंथं अभंतरं धीर॥४३॥ રે! ભાવમુક્ત વિમુક્ત છે, સ્વજનાદિમુક્ત ન મુક્ત છે, ઇમ ભાવીને હે ધીર! તું પરિત્યાગ અતર ગ્રંથને. ૪૩. ૧. આંતર = આત્યંતર. देहादिचत्तसंगो माणकसारण कलुसिओ धीर। બાવળા ખાતે મહુવતી વિવુિં ના કો દેહાદિસંગ તન્યો અહો! પણ મલિન માનકષાયથી આતાપના કરતા રહ્યા બાહુબલી મુનિ ક્યાં લગી? ૪૪. महुपिंगो णाम मुणी देहाहारादिचत्तवावारो। सवणत्तणं ण पत्तो णियाणमित्तेण भवियणुय॥ ४५ ॥ તન-ભોજનાદિપ્રવૃત્તિના તજનાર મુનિ મધુપિંગલે, હે ભવ્યતૂત! નિદાનથી જ લહ્યું નહીં*શ્રમણત્વને. ૪૫. ૧. ભવન્ત = ભવ્યજીવો જેની પ્રશંસા કરે છે એવા, ભવ્યજીવો વડે જેને નમવામાં આવે છે એવા. ૨. શ્રમણત્વને = ભાવમુનિપણાને. अण्णं च वसिट्टमुणी पत्तो दुक्खं णियाणदोसेण। सो णत्थि वासठाणो जत्थ ण दुरुढुल्लिओ जीवो॥४६॥ બીજાય સાધુ વસિષ્ટ પામ્યા દુઃખને નિદાનથી; એવું નથી કો સ્થાન કે જે સ્થાન જીવ ભમ્યો નથી. ૪૬. सो णत्थि तप्पएसो चउरासीलक्खजोणिवासम्मि। भावविरओ वि सवणो जत्थ ण ढुरुढुल्लिओ जीव ॥४७॥ એવો ન કોઈ પ્રદેશ લખ ચોરાશી યોનિનિવાસમાં, રે!ભાવવિરહિતશ્રમણ પણ પરિભ્રમણને પામ્યોનજ્યાં. ૪૭. Page #472 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ भावेण होइ लिंगी ण हु लिंगी होइ दव्वमित्तेण। तम्हा कुणिज्ज भावं किं कीरइ दव्वलिंगेण ॥४८॥ છે ભાવથી લિંગી, ન લિંગી દ્રવ્યલિંગથી હોય છે; તેથી ધરો રે! ભાવને, દ્રવલિંગથી શું સાધ્ય છે? ૪૮. दंडयणयरं सयलं डहिओ अभंतरेण दोसेण। जिणलिंगेण वि बाहू पडिओ सो रउरवे णरए ॥४९॥ . દંડકનગર કરી દગ્ધ સઘળું દોષ અત્યંતર વડે, જિનલિંગથી પણ બાહુએ ઊપજ્યા નરક રૌરવ વિષે. ૪૯. अवरो वि दव्वसवणो दंसणवरणाणचरणपन्भट्ठो। दीवायणो त्ति णामो अणंतसंसारिओ जाओ॥५०॥ વળી એ રીતે બીજા દરવસાધુ દ્રીપાયન નામના, વરજ્ઞાનદર્શનચરણભ્રષ્ટ, અનંતસંસારી થયા. ૫૦. भावसमणो य धीरो जुवईजणवेढिओ विसुद्धमई। णामेण सिवकुमारो परित्तसंसारिओ जादो॥५१॥ બહુયુવતિજનવેષ્ટિત છતાં પણ ધીરશુમતિઅહા! એ ભાવસાધુ શિવકુમાર ‘પરીતસંસારી થયા. ૫૧. ૧. વેષ્ટિત = વિંટળાયેલા. ૨. પરીતસંસારી = પરિમિત સંસારવાળા, અલ્પસંસારી. केवलिजिणपण्णत्तं एयादसअंग सयलसुयणाणं। पढिओ अभव्वसेणो ण भावसवणत्तणं पत्तो॥५२॥ જિનવરકથિત એકાદશાંગમયી સકલ શ્રુતજ્ઞાનને ભણવા છતાંય અભવ્યસેન ન પ્રાપ્ત ભાવમુનિત્વને. પર. ૧. એકાદશાંગ = અગિયાર અંગ. Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૫૯ तुसमासं घोसंतो भावविसुद्धो महाणुभावो य। णामेण य सिवभूई केवलणाणी फुडं जाओ॥५३॥ શિવભૂતિનામક ભાવશુદ્ધ મહાનુભાવ મુનિવરા "तुषमाष' पहने गोमता पाम्या प्रगट सर्वतो. ५3. १. तुपमा५ = ३२i भने ५७६. भावेण होइ णग्गो बाहिरलिंगेण किं च णग्गेण। कम्मपयडीण णियरं णासइ भावेण दव्वेण ॥५४॥ नत्य तो छ माथी; शुन मारि-सिंगथी ? રે! નાશ કર્યસમૂહ કેરો હોય ભાવથી દ્રવ્યથી. ૫૪. १. पाEि२ = मा. णग्गत्तणं अकज्जं भावणरहियं जिणेहिं पण्णत्तं। इय णाऊण य णिच्वं भाविजहि अप्पयं धीर॥५५॥ નગ્નત્વ ભાવવિહીન ભાખ્યું અકાર્ય દેવ જિનેશ્વરે, -भगीन धार ! नित्ये माप तुं नि मात्मने. ५५. देहादिसंगरहिओ माणकसाएहिं सयलपरिचत्तो। अप्पा अप्पम्मि रओ स भावलिंगी हवे साहू ॥५६॥ દેહાદિસંગવિહીન છે, વર્ષા સકળ માનાદિ છે, આત્મા વિષે રત આત્મ છે, તે ભાવલિંગી શ્રમણ છે. ૫૬. ममत्तिं परिवज्जामि णिम्ममत्तिमुवट्ठिदो। आलंबणं च मे आदा अवसेसाई वोसरे॥५७॥ પરિવનું છું હું મમત્વ, નિર્મમ ભાવમાં સ્થિત હું રહું; અવલંબુ છું મુજ આત્મને, અવશેષ સર્વ હું પરિહરું પ૭. आदा खु मज्झ णाणे आदा मे दंसणे चरित्ते य। आदा पच्चक्खाणे आदा मे संवरे जोगे॥५८॥ Page #474 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ મુજ જ્ઞાનમાં આત્મા ખરે, દર્શન-ચરિતમાં આતમા, પચખાણમાં આત્મા જ, સંવર-યોગમાં પણ આતમાં. ૫૮. एगो मे सस्सदो अप्पा णाणदंसणलक्षणो। सेसा मे बाहिरा भावा सव्वे संजोगलक्खणा॥५९॥ મારો સુશાશ્વત એક દર્શનજ્ઞાનલક્ષણ જીવ છે; બાકી બધા સંયોગલક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. ૫૯. भावेह भावसुद्धं अप्पा सुविसुद्धणिम्मलं चेव। लहु चउगइ चइऊणं जइ इच्छह सासयं सुक्खं ॥६०॥ તું શુદ્ધ ભાવે ભાવ રે ! સુવિશુદ્ધ નિર્મળ આત્મને, જો શીધ્ર ચઉગતિમુક્ત થઈ ઈચ્છે સુશાશ્વત સૌખ્યને. ૬૦. जो जीवो भावंतो जीवसहावं सुभावसंजुत्तो। सो जरमरणविणासं कुणइ फुडं लहइ णिव्वाणं॥६१॥ જે જીવ જીવસ્વભાવને ભાવે, 'સુભાવે પરિણમે, જર-મરણનો કરી નાશ તે નિશ્ચય લહે નિર્વાણને. ૬૧. ૧. સુભાવ = સારો ભાવ અર્થાત્ શુદ્ધ ભાવ. ૨. જર = જરા. जीवो जिणपण्णत्तो णाणसहाओ य चेयणासहिओ। सो जीवो णायव्वो कम्मक्खयकरणणिम्मित्तो॥६२॥ છે જીવ જ્ઞાનસ્વભાવ ને ચૈતન્યયુક્ત - ભાખ્યું જિને; એ જીવ છે જ્ઞાતવ્ય, કર્મવિનાશકરણનિમિત્ત જે. ૬૨. ૧. કર્મવિનાશકરણનિમિત્ત = કર્મનો ક્ષય કરવાનું નિમિત્ત. जेसिं जीवसहावो णत्थि अभावो य सव्वहा तत्थ। ते होंति भिण्णदेहा सिद्धा वचिगोयरमदीदा ॥६३॥ ‘સતું હોય જીવસ્વભાવને ન “અસત્ સરવથા જેમને, તે દેહવિરહિત વચનવિષયાતીત સિદ્ધપણું લહે. ૬૩. Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૬૧ अरसमरूवमगंधं अव्वत्तं चेदणागुणमसदं । जाण अलिंगग्गहणं जीवमणिहिट्ठसंठाणं ॥६४॥ જીવ ચેતનાગુણ, અરસરૂપ અગંધશબ્દ, અવ્યક્ત છે, વળી લિંગગ્રહણવિહીન છે, સંસ્થાન ભાખ્યું ન તેહને. ૬૪. भावहि पंचपयारं णाणं अण्णाणणासणं सिग्धं । भावणभावियसहिओ दिवसिवसुहभायणो होइ॥६५॥ તું ભાવ ઝટ અજ્ઞાનનાશન જ્ઞાન પંચપ્રકાર રે! એ ભાવનાપરિણત સ્વરગ-શિવસૌખનું ભાજન બને. ૬૫. १. २५२२१-शिवसौम्य = स्व भने मोक्षना सुप. पढिएण वि किं कीरइ किं वा सुणिएण भावरहिएण। भावो कारणभूदो सायारणयारभूदाणं॥६६॥ રે! પઠન તેમ જ શ્રવણ ભાવવિહીનથી શું સધાય છે? 'सा॥२ - भाग॥२त्वना ४२११३५ मा छ. ६६. १. सा॥२- २१ = श्रा१४५ मने भुनिया.. दव्वेण सयल णग्गा णारयतिरिया य सयलसंघाया। परिणामेण असुद्धा ण भावसवणत्तणं पत्ता॥६७॥ છે નગ્ન તો તિર્યંચ-નારક સર્વ જીવો દ્રવ્યથી; પરિણામ છે નહિ શુદ્ધ જ્યાં ત્યાં ભાવશ્રમાણપણું નથી. ૬૭. णग्गो पावइ दुक्खं णग्गो संसारसायरे भमइ। णग्गो ण लहइ बोहिं जिणभावणवज्जिओ सुइरं ।। ६८॥ તે નગ્ન પામે દુઃખને, તે નગ્ન ચિર ભવમાં ભમે, તે નગ્ન બોધિ લહે નહીં, જિનભાવના નહિ જેહને. ૬૮. अयसाण भायणेण य किं ते णग्गेण पावमलिणेण। पेसुण्णहासमच्छरमायाबहुलेण सवणेण ॥६९॥ Page #476 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ શું સાધ્ય તારે અયશભાજન પાપયુત નગ્નત્વથી, -બહુ હાસ્ય-મત્સર-પિશુનતા-માયાભર્યા શ્રમણત્વથી. ૬૯. पयडहिं जिणवरलिंगं अभिंतरभावदोसपरिसुद्धो। भावमलेण य जीवो बाहिरसंगम्मि मयलियइ॥ ७० ॥ થઈ શુદ્ધ આંતર-ભાવમળવિણ, પ્રગટ કર જિનલિંગને; જીવ ભાવમળથી મલિન બાહિર-સંગમાં મલિનિત બને. ૭૦. ૧. આંતર-ભાવમળવિણ = અત્યંતર ભાવમલિનતા રહિત. ૨. મલિનિત = મલિન. धम्मम्मि णिप्पवासो दोसावासो य उच्छुफुल्लसमो। णिप्फलणिग्गुणयारो णडसवणो णग्गरूवेण॥७१॥ નગ્નત્વધર પણ ધર્મમાં નહિ વાસ, દોષાવાસ છે, તે ઇ@ફૂલસમાન નિષ્ફળ-નિર્ગુણી, નટશ્રમણ છે. ૭૧. ૧. દોષાવાસ = દોષોનું ઘર. ૨. ઇક્ષુકૂલ = શેરડીના ફૂલ. जे रायसंगजुत्ता जिणभावणरहियदव्वणिग्गंथा। ण लहंति ते समाहिं बोहिं जिणसासणे विमले॥७२॥ જે રાગયુત જિનભાવનાવિરહિત દરવનિગ્રંથ છે, પામે ન બોધિ-સમાધિને તે વિમળ જિનશાસન વિશે. ૭૨. भावेण होइ णग्गो मिच्छत्ताई य दोस चइऊणं। पच्छा दव्वेण मुणी पयडदि लिंग जिणाणाए॥७३॥ મિથ્યાત્વ આદિક દોષ છોડી નગ્ન ભાવ થકી બને, પછી દ્રવ્યથી મુનિલિંગ ધારે જીવ જિન-આજ્ઞા વડે. ૭૩. भावो वि दिव्वसिवसुक्खभायणो भाववज्जिओ सवणो। कम्ममलमलिणचित्तो तिरियालयभायणो पावो॥७४॥ Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૬૩ છે ભાવ 'દિવશિવસૌખ્યભાજન,ભાવવર્જિત શ્રમણ જે પાપી કરમમળમલિનમન, તિર્યંચગતિનું પાત્ર છે. ૭૪. ૧. દિવશિવસૌખ્યભાજન = સ્વર્ગ અને મોક્ષના સુખનું ભાજન. ૨. કરમમળમલિનમન = કર્મમળથી મલિન મનવાળો. खयरामरमणुयकरंजलिमालाहिं च संथुया विउला। चक्कहररायलच्छी लब्भइ बोही सुभावेण ॥७५॥ નર-અમર-વિદ્યાધર વડે સંસ્તુત કરાંજલિપંક્તિથી “ચક્રી-વિશાળવિભૂતિ બોધિ પ્રાપ્ત થાય "સુભાવથી. ૭૫. ૧. અમર = દેવ. ૨. સંસ્કૃત = જેની સારી રીતે પ્રશંસા કરવામાં આવે છે એવી. ૩. કરાંજલિપંક્તિ = હાથની અંજલિની (અર્થા જોડેલા બે હાથની) હારમાળા. ૪. ચકી-વિશાળવિભૂતિ = ચક્રવર્તીની ઘણી મોટી કૃદ્ધિ. ૫. સુભાવથી = સારા ભાવથી. भावं तिविहपयारं सुहासुहं सुद्धमेव णायव्वं । असुहं च अट्टरउदं सुह धम्मं जिणवरिदेहिं॥७६ ॥ શુભ, અશુભ તેમ જ શુદ્ધ-ત્રણવિધ ભાવ જિનપ્રજ્ઞ છે; ત્યાં “અશુભ” 'આરત-રૌદ્રને ‘શુભ” ધર્મ છે-ભાખ્યું જિને. ૭૬ ૧. આરત-રૌદ્ર = આર્ત અને રૌદ્રसुद्धं सुद्धसहावं अप्पा अप्पम्मि तं च णायव्वं । इदि जिणवरेहिं भणियं जं सेयं तं समायरह ॥ ७७॥ આત્મા વિશુદ્ધસ્વભાવ આત્મ મહીં રહે તે ‘શુદ્ધ છે; -આ જિનવરે ભાખેલ છે; જે શ્રેય, આચર તેહને. ૭૭. पयलियमाणकसाओ पयलियमिच्छत्तमोहसमचित्तो। पावइ तिहुवणसारं बोही जिणसासणे जीवो॥७८॥ Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ છે 'ગલિતમાનકષાય, મોહ વિનષ્ટ થઈ સમચિત્ત છે, તે જીવ ત્રિભુવનસાર બોધિ લહે જિનેશ્વરશાસને. ૭૮. ૧. ગલિતમાનકષાય = જેનો માનકષાય નષ્ટ થયો છે એવો. ૨. સમચિત્ત = જેનું ચિત્ત સમભાવવાળું છે એવો. ૩. ત્રિભુવનસાર = ત્રણ લોકમાં સારભૂત. विसयविरत्तो समणो छद्दसवरकारणाइं भाऊण । तित्थयरणामकम्मं बंधइ अइरेण कालेण ॥ ७९ ॥ વિષયે વિરત મુનિ સોળ ઉત્તમ કારણોને ભાવીને, બાંધે 'અચિર કાળે કરમ તીર્થંકરત્વ - સુનામને. ૭૯. ૧. અચિર કાળે = અલ્પ કાળે. बारसविहतवयरणं तेरसकिरियििाउ भाव तिविहेण । धरहि मणमत्तदुरियं णाणंकुसएण मुणिपवर ॥ ८० ॥ તું ભાવ બાર-પ્રકાર તપ ને તેર કિરિયા `ત્રણવિધે, વશ રાખ મન-ગજ મત્તને મુનિપ્રવર ! જ્ઞાનાકુંશ વડે. ૮૦. ૧. ત્રણવિષે – ત્રણ પ્રકારે અર્થાત્ મન-વચન-કાયાથી. = ૨. મન-ગજ મત્તને = મનરૂપી મદમાતા હાથીને. पंचविहचेलचायं खिदिसयणं दुविहसंजमं भिक्खू । भावं भावियपुव्वं जिणलिंगं णिम्मलं सुद्धं ॥ ८१ ॥ 'ભૂશયન, ભિક્ષા, દ્વિવિધ સંયમ, પંચવિધ-પટત્યાગ છે, છે ભાવ ભાવિતપૂર્વ, તે જિનલિંગ નિર્મળ શુદ્ધ છે. ૮૧. ૧. ભૂશયન = ભૂમિ પર સૂવું તે. ૨. પંચવિધ -પટત્યાગ = પાંચ પ્રકારના વસ્ત્રોનો ત્યાગ. ૩. છે ભાવ ભાવિતપૂર્વ = જ્યાં ભાવ (શુદ્ધ ભાવ) પૂર્વે ભાવવામાં આવ્યો હોય છે; જ્યાં પહેલાં યથોચિત શુદ્ધભાવરૂપ પરિણમન થયું હોય છે. जह रयणाणं पवरं वज्जं जह तरुगणाण गोसीरं । तह धम्माणं पवरं जिणधम्मं भाविभवमहणं ॥ ८२ ॥ Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૬૫ રત્નો વિષે જ્યમ શ્રેષ્ઠ હીરક, તરુગણે ગોશીષ છે, જિનધર્મ ભાવિભવમથન ત્યમ શ્રેષ્ઠ છે ધર્મો વિષે. ૮૨. ૧. હીરક = હીરો. ૨. ગોશીર્ષ = બાવનાચંદન. ૩. ભાવિભવમથન = ભાવી ભવોને હણનાર, पूयादिसु वयसहियं पुण्णं हि जिणेहिं सासणे भणियं। मोहक्खोहविहीणो परिणामो अप्पणो धम्मो॥ ८३॥ પૂજાદિમાં વ્રતમાં જિનોએ પુણ્ય ભાખું શાસને; છે ધર્મ ભાખ્યો મોહક્ષોભવિહીન નિજ પરિણામને. ૮૩. सद्दहदि य पत्तेदि य रोचेदि य तह पुणो वि फासेदि। पुण्णं भोयणिमित्तं ण हु सो कम्मक्खयणिमित्तं ॥ ८४ ॥ પરતીત, રુચિ, શ્રદ્ધાન ને સ્પર્શન કરે છે પુણ્યનું તે ભોગ કેરું નિમિત્ત છે, ન નિમિત્ત કર્મક્ષય તણું. ૮૪. अप्पा अप्पम्मि रओ रायादिसु सयलदोसपरिचत्तो। संसारतरणहेदू धम्मो त्ति जिणेहिं णिद्दिठं ॥ ८५॥ રાગાદિ દોષ સમસ્ત છોડી આતમા નિજરત રહે 'ભવતરણકારણ ધર્મ છે તે-એમ જિનદેવો કહે. ૮૫. ૧. ભવતરણકારણ = સંસારને તરી જવાના કારણભૂત. अह पुण अप्पा णिच्छदि पुण्णाई करेदि णिरवसेसाइं। तह वि ण पावदि सिद्धिं संसारत्थो पुणो भणिदो॥८६॥ પણ આત્મને અડ્યા વિના પુણ્યો અશેષ કરે ભલે, તો પણ લહે નહિ સિદ્ધિને, ભવમાં ભમે-આગમ કહે. ૮૬. एएण कारणेण यतं अप्पा सद्दहेह तिविहेण। जेण य लहेह मोक्खं तं जाणिज्जह पयत्तेण॥८७॥ આ કારણે તે આત્મની ત્રિવિધ તમે શ્રદ્ધા કરો, તે આત્માને જાણો પ્રયત્ન, મુક્તિને જેથી વરો. ૮૭. Page #480 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ मच्छो वि सालिसित्थो असुद्धभावो गओ महाणरयं । इय गाउं अप्पाणं भावह जिणभावणं णिचं ॥ ८८॥ અવિશુદ્ધ ભાવે મત્સ્ય તંદુલ પણ ગયો મહા નરકમાં, તેથી નિજાત્મા જાણી નિત્ય તું ભાવ રે! જિનભાવના. ૮૮. बाहिरसंगच्चाओ गिरिसरिदरिकंदराइ आवासो। सयलो णाणज्झयणो णिरत्थओ भावरहियाणं॥८९॥ રે! બાહ્યપરિગ્રહત્યાગ, પર્વત-કંદરાદિનિવાસ ને જ્ઞાનાધ્યયન સઘળું નિરર્થક ભાવવિરહિત શ્રમણને. ૮૯. भंजसु इंदियसेणं भंजसु मणमक्कडं पयत्तेण। मा जणरंजणकरणं बाहिरवयवेस तं कुणसु॥९॥ તું ઇન્દ્રિસેના તોડ, મનમર્કટ તું વશ કર યત્નથી, નહિ કર તું જનરંજનકરણ બહિરંગ-વ્રતવેશી બની. ૯૦. १. मनम2 = भन३५) Hij, मन३५ वi. णवणोकसायवग्गं मिच्छत्तं चयसु भावसुद्धीए। चेइयपवयणगुरुणं करेहि भत्तिं जिणणाए ॥९१॥ મિથ્યાત્વ ને નવ નોકષાય તું છોડ ભાવવિશુદ્ધથી; ४२ मत NिT-आशानुसार तुं येत्य-प्र१यन-गुरु ती. ८१. तित्थयरभासियत्थं गणहरदेवेहिं गंथियं सम्म। भावहि अणुदिणु अतुलं विसुद्धभावेण सुयणाणं ॥९२॥ 'तीशमाषित-अर्थमय, ॥५२सुवि२थित छ, પ્રતિદિન તું ભાવ વિશુદ્ધભાવે તે અતુલ શ્રુતજ્ઞાનને. ૯૨. १. तीर्थशभाषित = तीर्थ:२४वे ४७५.. पीऊण णाणसलिलं णिम्महतिसडाहसोसउम्मुक्का। होति सिवालयवासी तिहुवणचूडामणी सिद्धा॥९३॥ Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૬૭ જીવ જ્ઞાનજળ પી, તીવ્રતૃષ્ણાદાહશોષ થકી છૂટી, શિવધામીવાસી સિદ્ધ થાય - ત્રિલોકના ચૂડામણિ. ૯૩. दस दस दो सुपरीसह सहहि मुणी सयलकाल काएण । सुत् अप्पमत्तो संजमघादं નમોસ્તૂળ ।। ૧૪ ।। બાવીશ પરિષહ સર્વકાળ સહો મુનિને ! કાયા વડે, અપ્રમત્ત રહી, સૂત્રાનુસાર, નિવારી સંયમઘાતને. ૯૪. जह पत्थरो ण भिज्जइ परिट्ठिओ दीहकालमुदएण । तह साहू विण भिज्जइ उवसग्गपरीसहेहिंतो ॥ ९५ ॥ પથ્થર રહ્યો ચિર પાણીમાં ભેદાય નહિ પાણી વડે, ત્યમ સાધુ પણ ભેદાય નહિ ઉપસર્ગ ને પરિષહ વડે. ૯૫. भावहि अणुवेक्खाओ अवरे पणवीसभावणा भावि । भावरहिएण किं पुण बाहिरलिंगेण कायव्वं ॥ ९६ ॥ તું ભાવ દ્વાદશ ભાવના, વળી ભાવના પચ્ચીશને; શું છે પ્રયોજન ભાવવિરહિત બાહ્યલિંગ થકી અરે ! ૯૬. सव्वविरओ वि भावहि णव य पयत्थाई सत्त तच्चाई | जीवसमासाई मुणी चउदसगुणठाणणामाई ॥ ९७ ॥ પૂરણવિરત પણ ભાવ તું નવ અર્થ, તત્ત્વો સાતને, મુનિ ! ભાવ જીવસમાસને, ગુણસ્થાન ભાવ તું ચૌદને. ૯૩. ૧. પૂરણવિરત = પૂર્ણવિરત, સર્વવિરત. णवविहबंभं पयडहि अब्बंभं दसविहं पमोत्तूण । मेहूणसण्णासत्तो भमिओ सि भवण्णवे भीमे ॥ ९८ ॥ અબ્રહ્મ દશવિધ ટાળી તું પ્રગટાવ નવવિધ બ્રહ્મને; રે! 'મિથુનસંજ્ઞાસક્ત તેં કર્યું ભ્રમણ ‘ભીમ ભવાર્ણવે. ૯૮. ૧. મિથુનસંજ્ઞાસક્ત = મૈથુનસંજ્ઞામાં આસક્ત. ૨. ભીમ ભવાર્ણવ = ભયંકર સંસારસમુદ્ર. Page #482 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ भावसहिदो य मुणिणो पावइ आराहणाचउक्कं च। भावरहिदो य मुणिवर भमइ चिरं दीहसंसारे॥९९॥ ભાવે સહિત મુનિવર લહે આરાધના ચતુરંગને; ભાવે રહિત તો હે શ્રમણ ! ચિર દીર્ધસંસારે ભમે. ૯૯. पावंति भावसवणा कल्लाणपरंपराइं सोक्खाई। दुक्खाई दव्वसवणा णरतिरियकुदेवजोणीए॥१०॥ રે! ભાવમુનિ કલ્યાણકોની શ્રેણિયુત સૌખ્યો લહે; ને દ્રવ્યમુનિ તિર્યંચ-મનુજ-કુદેવમાં દુઃખો સહે. ૧૦. छायालदोसदूसियमसणं गसिउं असुद्धभावेण। पत्तो सि महावसणं तिरियगईए अणप्पवसो॥१०१॥ અવિશુદ્ધ ભાવે દોષ છેતાળીસ સહ ગ્રહી અશનને, તિર્યંચગતિ મળે તું પામ્યો દુઃખ બહુ પરવશપણે. ૧૦૧. सच्चितभत्तपाणं गिद्धी दप्पेणऽधी पभुत्तूण। पत्तो सि तिव्वदुक्खं अणाइकालेण तं चिंत॥१०२॥ તું વિચારે રે! તેંદુઃખ તીવ્ર લહ્યાં અનાદિ કાળથી, शमशन-पान सयित्तना मशान-द्धि-पथी'. १०२. १. ६ = 64ता, गर्व. कंदं मूलं बीयं पुष्पं पत्तादि किंचि सच्चितं । असिऊण माणगव्वं भमिओ सि अणंतसंसारे॥१०३॥ કંઈ કંદ-મૂલો, પત્ર-પુષ્પો, બીજ આદિ સચિત્તને તું માન-મદથી ખાઈને ભટક્યો અનંત ભવાર્ણવે. ૧૦૩. विणयं पंचपयारं पालहि मणवयणकायजोएण। अविणयणरा सुविहियं तत्तो मुत्तिं न पावंति ॥ १०४॥ Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૬૯ રે! વિનય પાંચ પ્રકારનો તું પાળ મન-વચન-તન વડે; નર હોય જે અવિનીત તે પામે ન સુવિહિત મુક્તિને. ૧૦. णियसत्तीए महाजस भत्तीराएण णिच्चकालम्मि। तं कुण जिणभत्तिपरं विज्जावच्चं दसवियप्पं ॥१०५॥ તું હે મહાયશ! ભક્તિરાગ વડે સ્વશક્તિપ્રમાણમાં જિનભક્તિરત 'દશભેદ વૈયાવૃજ્યને આચર સદા. ૧૦૫. ૧. દશભેદ = દશવિધ. जं किंचिं कयं दोसं मणवयकाएहिं असुहभावेणं। तं गरहि गुरुसयासे गारव मायं च मोत्तूण॥१०६॥ તેં અશુભભાવે મન-વચન-તનથી કર્યો કંઈ દોષ જે, કર ગણા ગુરુની સમીપે ગર્વ - માયા છોડીને. ૧૦૬. दुज्जणवयणचडक्कं णिटुरकडुयं सहंति सप्पुरिसा। कम्ममलणासणटुं भावेण य णिम्ममा सवणा॥१०७॥ દુર્જન તણી નિષ્ફર-કટુક વચનોરૂપી થપ્પડ સહે, સપુરુષ નિર્મમભાવયુત-મુનિ કર્મમળલયહેતુએ. ૧૦૭. ૧. કર્મમળલયહેતુએ = કર્મમળનો નાશ કરવા માટે. पावं खवइ असेसं खमाए पडिमंडिओ य मुणिपवरो। खेयरअमरणराणं पसंसणीओ धुवं होइ॥१०८।। મુનિપ્રવર પરિમંડિત ક્ષમાથી પાપ નિઃશેષે દહે, નર-અમર-વિદ્યાધર તણા સ્તુતિપાત્ર છે નિશ્ચિતપણે. ૧૮૮. ૧. પરિમંડિત ક્ષમાથી = ક્ષમાથી સર્વત શોભિત. इय णाऊण खमागुण खमेहि तिविहेण सयल जीवाणं। चिरसंचियकोहसिहं वरखमसलिलेण सिंचेह ॥ १० ॥ Page #484 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ તેથી ક્ષમાગુણધર ! ક્ષમા કર જીવ સૌને 'ત્રણવિધે; ઉત્તમક્ષમાજળ સીંચ તું ચિરકાળના ક્રોધાગ્નિને. ૧૯, ૧. ત્રણવિધ = ત્રણ પ્રકારે અર્થાત્ મન-વચન-કાયાથી. दिक्खाकालाईयं भावहि अवियारदसणविसुद्धो। उत्तमबोहिणिमित्तं असारसाराणि मुणिऊण ॥११०॥ સુવિશુદ્ધદર્શનધરપણે 'વરબોધિ કેરા હેતુએ ચિંતવ તું દીક્ષાકાળ-આદિક, જાણી સાર-અસારને. ૧૧૦. ૧. વરબોધિ કેરા હેતુએ = ઉત્તમ બોધિનિમિત્તે, ઉત્તમ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર અર્થે. सेवहि चउविहलिंग अभंतरलिंगसुद्धिमावण्णो। बाहिरलिंगमकजं होइ फुडं भावरहियाणं ॥१११॥ કરી પ્રાપ્ત આંતરલિંગશુદ્ધિ સેવ ચઉવિધ લિંગને; છે બાહ્યલિંગ અકાર્ય ભાવવિહીનને નિશ્ચિતપણે. ૧૧૧. ૧. આંતર = અત્યંતર. आहारभयपरिग्गहमेहुणसण्णाहि मोहिओ सि तुमं । भमिओ संसारवणे अणाइकालं अणप्पवसो॥११२॥ આહાર-ભય-પરિગ્રહ-મિથુનસંજ્ઞા થકી મોહિતપણે તું પરવશે ભટક્યો અનાદિ કાળથી 'ભવકાનને. ૧૧૨. ૧. ભવમાનને = સંસારરૂપી વનમાં. बाहिरसयणत्तावणतरूमूलाईणि उत्तरगुणाणि। पालहि भावविसुद्धो पूयालाहं ण ईहतो॥११३॥ 'તરુમૂલ, આતાપન, બહિઃશયનાદિ ઉત્તરગુણને તું શુદ્ધ ભાવે પાળ, પૂજાલાભથી નિઃસ્પૃહપણે. ૧૧૩. ૧. સુમૂલ વર્ષાકાળે વૃક્ષ નીચે સ્થિતિ કરવી તે. ૨. બહિઃશયન = શીતકાળે બહાર સૂવું તે. Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૭૧ भावहि पढमं तच्चं बिदियं तदियं चउत्थ पंचमयं । तियरणसुद्धो अप्पं अणाइणिहणं तिवग्गहरं ॥ ११४ ॥ તું ભાવ પ્રથમ, દ્વિતીય, ત્રીજા, 'તુર્ય, પંચમ તત્ત્વને, આાંતરહિત ત્રિવર્ગહર જીવને, ‘ત્રિકરણવિશુદ્ધિએ. ૧૧૪. ૧. તુર્ય = ચતુર્થ. ૨. આત્યંતરહિત = અનાદિ-અનંત. ૩. ત્રિવર્ગહર = ધર્મ-અર્થ-કામનો નાશ કરનાર અર્થાત્ અપવર્ગને - મોક્ષને ઉત્પન્ન કરનાર. ૪. ત્રિકરણવિશુદ્ધિએ = ત્રણ કરણની શુદ્ધિપૂર્વક; શુદ્ધ મન-વચન-કાયાથી. जाव ण भावइ तच्चं जाव ण चिंतेइ चिंतणीयाई । ताव ण पावइ जीवो जरमरणविवज्जियं ठाणं ॥ ११५ ॥ ભાવે ન જ્યાં લગી તત્ત્વ, જ્યાં લગી `ચિંતનીય ન ચિંતવે, જીવ ત્યાં લગી પામે નહીં ‘જર-મરણવર્જિત સ્થાનને. ૧૧૫. ૧. ચિંતનીય = ચિતવવા યોગ્ય. ૨. જર = જરા. पावं हवइ असेसं पुण्णमसेसं च हवइ परिणामा । परिणामादो बंधो मुक्खो जिणसासणे दिट्ठो ।। ११६ ।। રે ! પાપ સઘળું, પુણ્ય સઘળું, થાય છે પરિણામથી; પરિણામથી છે બંધ તેમ જ મોક્ષ જિનશાસન મહીં. ૧૧૬ मिच्छत्त तह कसायासंजमजोगेहिं असुहलेसेहिं । बंधइ असुहं कम्मं जिणवयणपरम्मुहो जीवो॥११७॥ 'મિથ્યા-કષાય-અવિરતિ-યોગ અશુભલેશ્યાન્વિત વડે જિનવચનપરાન્મુખ આતમા બાંધે અશુભરૂપ કર્મને. ૧૧૭. ૧. મિથ્યા = મિથ્યાત્વ. ૨. અશુભલેશ્યાન્વિત = અશુભ લેશ્યાયુક્ત, અશુભ લેશ્યાવાળા. तव्विवरीओ बंधइ सुहकम्मं भावसुद्धिमावण्णो । दुविहपयारं बंधइ संखेवेणेव वज्जरियं ॥ ११८ ॥ Page #486 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ વિપરીત તેથી ભાવશુદ્ધિપ્રાપ્ત બાંધે શુભને; -એ રીત બાંધે અશુભ-શુભ; સંક્ષેપથી જ કહેલ છે. ૧૧૮. णाणावरणादीहिं य अट्ठहिं कम्मेहिं वेढिओ य अहं । डहिऊण इण्हिं पयडमि अणतणाणाइगुणचित्तां ॥ ११९ ॥ વેષ્ટિત છું હું જ્ઞાનાવરણકર્માદિ કર્માષ્ટક વડે; બાળી, હું પ્રગટાવું અમિતજ્ઞાનાદિગુણવેદન હવે. ૧૧૯. ૧. વેષ્ટિત = ઘેરાયેલો, આચ્છાદિત, રૂકાવટ પામેલો. ૨. અમિત = અનંત. सीलसहस्सट्ठारस चउरासीगुणगणाण लक्खाई । भावहि अणुदिणु णिहिलं असप्पलावेण किं बहुणा ॥ १२० ॥ ચોરાશી લાખ ગુણો, અઢાર હજાર ભેદો શીલના, -સઘળુંય પ્રતિદિન ભાવ; બહુપ્રલપન 'નિરર્થથી શુંભલા? ૧૨૦ ૧. નિરર્થ = નિરર્થક, જેનાથી કોઈ અર્થ સરે નહિ એવા. झायहि धम्मं सुक्कं अट्ट रउद्दं च झाण मुत्तूण । रुद्दट्ट झाइयाई इमेण जीवेण चिरकालं ॥ १२१ ॥ ધ્યા ધર્મ તેમ જ શુક્લને, તજી આર્ત તેમ જ રૌદ્રને; ચિરકાળ ધ્યાયાં આર્ત તેમ જ રૌદ્ર ધ્યાનો આ જીવે. ૧૨૧. जे के वि दव्वसवणा इंदियसुहआउला ण छिंदंति । छिंदंति भावसवणा झाणकुढारेहिं भवरुक्खं ।। १२२ ॥ દ્રવ્યે શ્રમણ ઇન્દ્રિયસુખાકુલ હોઈને છેદે નહીં; ભવવૃક્ષ છેદે ભાવશ્રમણો ધ્યાનરૂપ 'કુઠારથી. ૧૨૨. ૧. કુઠાર = કુહાડો. जह दीवो गब्भहरे मारुयबाहाविवज्जिओ जलइ । तह रायाणिलरहिओ झाणपईवो वि पज्जलइ ॥ १२३ ॥ Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૭૩ જ્યમ 'ગર્ભગૃહમાં પવનની બાધા રહિત દીપક બળે, તે રીત રાગાનિલવિવર્જિત ધ્યાનદીપક પણ જળે. ૧૨૩. ૧. ગર્ભગૃહ = મકાનની અંદરનો ભાગ. ૨. રાગાનિલવિવર્જિત = રાગરૂપી પવન રહિત. झायहि पंच वि गुरवे मंगलचउसरणलोयपरियरिए । रसुरखेयरमहिए आराहणणायगे વારે।૨૪।। ધ્યા પંચ ગુરુને, શરણ - મંગલ - લોકઉત્તમ જેહ છે, આરાધનાનાયક, 'અમર-નર-ખચરપૂજિત, વીર છે. ૧૨૪ ૧. અમર-નર-ખચરપૂજિત = દેવો, મનુષ્યો અને વિદ્યાધરોથી પૂજિત. णाणमयविमलसीयलसलिलं पाऊण भविय भावेण । वाहिजरमरणवेयणडाहविमुक्का सिवा होंति ॥ १२५ ॥ જ્ઞાનાત્મ નિર્મળ નીર શીતળ પ્રાપ્ત કરીને, 'ભાવથી ભવિથાય છે‘જર-મરણ-વ્યાધિદાહવર્જિત, 'શિવમયી. ૧૨૫. ૧. ભાવથી = શુદ્ધ ભાવથી. ૨. ભવિ = ભવ્ય જીવો. ૩. જર-મરણ-વ્યાધિદાહવર્જિત = જરા-મરણ-રોગસંબંધી બળતરાથી મુક્ત. ૪. શિવમયી = આત્યંતિક સૌખ્યમય અર્થાત્ સિદ્ધ. जह बीयम्मि य दड्ढे ण वि रोहइ अंकुरो य महिवीढे । तह कम्मबीयदड्डे भवंकुरो भावसवणाणं ॥ १२६ ॥ જ્યમ બીજ હોતાં દગ્ધ, અંકુર ભૂતળે ઊગે નહીં, ત્યમ કર્મબીજ બળ્યે ભવાંકુર ભાવશ્રમણોને નહીં. ૧૨૬. भावसवणो वि पावइ सुक्खाइं दुहाई दव्वसवणो य । इय गाउं गुणदोसे भावेण य संजुदो होह ॥ १२७॥ રે ! ભાવશ્રમણ સુખો લહે ને દ્રવ્યમુનિ દુઃખો લહે; તું ભાવથી સંયુક્ત થા, ગુણદોષ જાણી એ રીતે. ૧૨૭. Page #488 -------------------------------------------------------------------------- ________________ ४७४ तित्थयरगणहराइं अब्भुदयपरंपराई सोक्खाई। पावंति भावसहिया संखेवि जिणेहिं वज्जरियं ॥ १२८ ॥ 'તીર્થેશ-ગણનાથાદિગત અભ્યદયયુત સૌખ્યો તણી प्रति ४२ छ मामुनि; -मायुं लिने संक्षेपथी. १२८. १. तीर्थश-नाथागत = तीर्थ-२-11सिंधी. ते धण्णा ताण णमो दंसणवरणाणचरणसुद्धाणं। भावसहियाण णिचं तिविहेण पणट्ठमायाणं ॥१२९॥ તે છે સુધન્ય, ત્રિધા સદૈવ નમસ્કરણ હો તેમને, भावयुत, शानयविशुध, मायाभुत छ. १२८. १. त्रिधा = ३ रे अर्थात मन-वयन-याथी. २. भावयुत = शुद्ध मा सखित. इड्डिमतुलं विउब्विय किण्णरकिंपुरिसअमरखयरेहिं। तेहिं विण जाइ मोहं जिणभावणभाविओ धीरो॥१३०॥ 'ખેચર-સુરાદિક વિક્રિયાથી ઋદ્ધિ અતુલ કરે ભલે, જિનભાવનાપરિણત સુધીર લહે ન ત્યાં પણ મોહને. ૧૩૦. १. ५२-सु२॥६४ = विधा५२, देव पोरे. किं पुण गच्छइ मोहं णरसुरसुक्खाण अप्पसाराणं। जाणतो पस्संतो चिंतंतो मोक्ख मुणिधवलो॥१३१॥ તો દેવ-નરનાં તુચ્છ સુખ પ્રત્યે લહે શું મોહને भुनिध१२ ), 'जुने थित छ मोक्षने ? १३१. १. शुभे = हे, श्रद्ध. उत्थरइ जा ण जरओ रोयग्गी जा ण डहइ देहउडिं। इंदियबलं ण वियलइ ताव तुमं कुणहि अप्पहियं ॥ १३२॥ Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૭૫. રે! આક્રમે ન જરા, ગદાગ્નિ દહેન તનકુટિ જ્યાં લગી, બળ ઇન્દ્રિયોનું નવ ઘટે, કરી લે તું નિજહિત ત્યાં લગી. ૧૨. ૧. આક્રમે = આક્રમણ કરે; હલ્લો કરે; ઘેરી વળે, પકડે. ૨. ગદાગ્નિ = રોગરૂપી અગ્નિ. ૩. તનકુટિ = કાયારૂપી ઝૂંપડી. छज्जीव छडायदणं णिचं मणवयणकायजोएहिं। कुरु दय परिहर मुणिवर भावि अपुव्वं महासत्तं ॥ १३३॥ છ અનાયતન તજ, કર દયા ષજીવની ત્રિવિધ સદા, મહાસત્ત્વને તું ભાવ રે! ‘અપૂરવપણે હે મુનિવર ! ૧૩૩. ૧. ત્રિવિધ = મન-વચન-કાયયોગથી. ૨. અપૂરવપણે = અપૂર્વપણે. दसविहपाणाहारो अणंतभवसायरे भमंतेण। भोयसुहकारणटुं कदो य तिविहेण सयलजीवाणं ॥ १३४॥ ભમતાં 'અમિત ભવસાગરે, તેં ભોગસુખના હેતુએ સહુ જીવ-દશવિધપ્રાણનો આહાર કીધો ત્રણવિધે. ૧૩૪. ૧. અમિત = અનંત. पाणिवहेहि महाजस चउरासीलक्खजोणिमज्झम्मि। उप्पजत मरंतो पत्तो सि णिरंतरं दुक्खं ॥ १३५ ॥ પ્રાણીવધોથી હે મહાયશ ! યોનિ લખ ચોરાશીમાં ઉત્પત્તિના ને મરણનાં દુઃખો નિરંતર તેં લહ્યાં. ૧૩૫. जीवाणमभयदाणं देहि मुणी पाणिभूयसत्ताणं। कल्लाणसुहणिमित्तं परंपरा तिविहसुद्धीए॥१३६॥ તું ભૂત-પ્રાણી-સત્ત્વ-જીવને ત્રિવિધ શુદ્ધિ વડે મુનિ! દે અભય, જે કલ્યાણ સૌખ્યનિમિત્તે પારંપર્યથી. ૧૩૬. ૧. અભય = અભયદાન. ૨. કલ્યાણ = તીર્થંકરદેવના કલ્યાણક. ૩. પારંપર્યથી = પરંપરાએ. Page #490 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ असियसय किरियवाई अकिरियाणं च होइ चुलसीदी। सत्तट्ठी अण्णाणी वेणईया होंति बत्तीसा॥१३७॥ શત-એશી કિરિયાવાદીના, ચોરાશી તેથી વિપક્ષના, બત્રીશ સડસઠ ભેદ છે વૈનયિક ને અજ્ઞાનીના. ૧૩૭. ૧. તેથી વિપક્ષના = અક્રિયાવાદીના. ण मुयइ पयडि अभव्वो सुट्ठ वि आयण्णिऊण जिणधम्मं । गुडदुद्धं पि पिबंता ण पण्णया णिव्विसा होति ॥१३८॥ સુરીતે સુણી જિનધર્મ પણ પ્રકૃતિ અભવ્ય નહીં તજે, સાકરસહિત ક્ષીરપાનથી પણ સર્પ નહિ નિર્વિષ બને. ૧૩૮. मिच्छत्तछण्णदिट्ठी दुद्धीए दुम्मएहिं दोसेहिं। धम्मं जिणपण्णत्तं अभव्यजीवो ण रोचेदि॥१३९॥ દુર્બુદ્ધિ - દુર્મતદોષથી ‘મિથ્યાત્વઆવૃતદગ રહે, આત્મા અભવ્ય જિનેજ્ઞાપિત ધર્મની રૂચિ નવ કરે. ૧૩૯. ૧. દુબુદ્ધિ-દુમતદોષથી = દુર્બુદ્ધિને લીધે તથા કુમત-અનુરૂપ દોષોને લીધે. ૨. મિથ્યાત્વઆવૃતદગ = મિથ્યાત્વથી આચ્છાદિત દષ્ટિવાળો. कुच्छियधम्मम्मि रओ कुच्छियपासंडिभत्तिसंजुत्तो। कुच्छियतवं कुणंतो कुच्छियगइभायणो होइ॥ १४०॥ કુત્સિતધરમ-રત, ભક્તિ જે પાખંડી કુત્સિતની કરે, કુત્સિત કરે તપ, તેહકુત્સિત ગતિ તણું ભાજન બને. ૧૪૦. ૧. પાખંડી કુત્સિતની = કુત્સિત (નિંદિત, ધિક્કારવા યોગ્ય,ખરાબ, અધમ) એવા પાખંડીઓની. इय मिच्छत्तावासे कुणयकुसत्थेहिं मोहिओ जीवो। भमिओ अणाइकालं संसारे धीर चिंतेहि ॥१४१॥ Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૭૭ હે ધીર ! ચિંતવ - જીવ આ મોહિત કુનય-દુઃશાસ્ત્રથી મિથ્યાત્વઘર સંસારમાં રખડ્યો અનાદિકાળથી. ૧૪૧. ૧. મિથ્યાત્વઘર = (૧) મિથ્યાત્વનું ઘર એવા, અથવા (૨) મિથ્યાત્વ જેનું ઘર છે એવા. पासंडी तिण्णि सया तिसट्ठि भेया उमग्ग मुत्तूण । रुंभहि मणु जिणमग्गे असप्पलावेण किं बहुणा ।। १४२ ॥ ઉન્માર્ગને છોડી ત્રિશત તેસઠપ્રમિત પાખંડીના, જિનમાર્ગમાં મન રોક; બહુ પ્રલપન `નિરર્થથી શું ભલા ? ૧૪૨. ૧. નિરર્થ = નિરર્થક, વ્યર્થ. - जीवविमुक्को सबओ दंसणमुक्को य होइ चलसबओ । सबओ लोयअपुज्जो लोउत्तरयम्मि चलसबओ ॥ १४३ ॥ જીવમુક્ત શબ કહેવાય, '‘ચલ શબ’ જાણ દર્શનમુક્તને; શબ લોક માંહી અપૂજ્ય, ચલ શબ હોય લોકોત્તર વિષે. ૧૪૩. ૧. ચલ શબ = હાલતું-ચાલતું મડદું. जह तारयाण चंदो मयराओ मयउलाण सव्वाणं । अहिओ तह सम्मत्तो रिसिसावयदुविहधम्माणं ॥ १४४॥ જ્યમ ચંદ્ર તારાગણ વિષે, 'મૃગરાજ સૌ ‘મૃગકુલ વિષે, ત્યમ અધિક છે સમ્યક્ત્વ ઋષિશ્રાવક-દ્વિવિધ ધર્મો વિષે. ૧૪૪. ૧. મૃગરાજ = સિંહ. ૨. મૃગકુલ = પશુસમૂહ. जह फणिराहो सोहइ फणमणिमाणिक्ककिरणविप्फुरिओ । तह विमलदंसणधरो जिणभत्ती पवयणे जीवो ॥ १४५ ॥ નાગેંદ્ર શોભે ફેણમણિમાણિક્યકિરણે ચમકતો, તે રીત શોભે શાસને જિનભક્ત દર્શનનિર્મળો. ૧૪૫. जह तारायणसहियं ससहरबिंबं खमंडले विमले। भाविय तववयविमलं जिणलिंगं दंसणविसुद्धं ॥ १४६ ॥ Page #492 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ શશિબિંબ તારકવૃંદ સહ નિર્મળ નભે શોભે ઘણું, ત્યમ શોભતું તપવ્રતવિમળ જિનલિંગ દર્શનનિર્મળું. ૧૪૬. इय णाउं गुणदोसं दंसणरयणं धरेह भावेण। सारं गुणरयणाणं सोवाणं पढम मोक्खस्स ॥१४७॥ ઇમ જાણીને ગુણદોષ ધારો ભાવથી દગરત્નને, જે સાર ગુણરત્નો વિષે ને પ્રથમ શિવસોપાન છે. ૧૪૭. कत्ता भोइ अमुत्तो सरीरमित्तो अणाइणिहणो य। दसणणाणुवओगो णिद्दिट्ठो जिणवरिदेहिं ॥ १४८॥ કર્તા તથા ભોક્તા, અનાદિ - અનંત, દેહપ્રમાણ ને 'વણમૂર્તિ, દગજ્ઞાનોપયોગી જીવ ભાખ્યો જિનવરે. ૧૪૮. ૧. વણમૂર્તિ = અમૂર્ત, અરૂપી. दसणणाणावरणं मोहणियं अंतराइयं कम्म। णिठ्ठवइ भवियजीवो सम्मं जिणभावणाजुत्तो॥१४९ ॥ 'ગજ્ઞાનઆવૃતિ, મોહ તેમ જ અંતરાયક કર્મને સમ્યપણે જિનભાવનાથી ભવ્ય આત્મા ક્ષય કરે. ૧૪૯. ૧. દગજ્ઞાનઆવૃતિ = દર્શનાવરણ ને જ્ઞાનાવરણ. बलसोक्खणाणदंसण चत्तारि वि पायडा गुणा होति। णढे घाइचउक्के लोयालोयं पयासेदि ॥१५०॥ ચઉઘાતિનાશે જ્ઞાન-દર્શન-સૌખ્ય-બળ ચારે ગુણો 'પ્રાટ્ય પામે જીવને, પરકાશ લોકાલોકનો. ૧૫૦. ૧. પ્રાકટ્ય = પ્રગટપણું. णाणी सिव परमेट्ठी सव्वण्हू विण्हु चउमुहो बुद्धो। अप्पो वि य परमप्पो कम्मविमुक्को य होइ फुडं ॥ १५१॥ Page #493 -------------------------------------------------------------------------- ________________ ४७८ તે જ્ઞાની, શિવ, પરમેષ્ઠી છે, વિષ્ણુ, ચતુર્મુખ, બુદ્ધ છે, આત્મા તથા પરમાતમા, સર્વજ્ઞ, કર્મવિમુક્ત છે. ૧૫૧. इय घाइकम्ममुक्को अट्ठारहदोसवज्जिओ सयलो। तिहुवणभवणपदीवो देउ ममं उत्तमं बोहिं ॥ १५२॥ ચઉઘાતિકર્મવિમુક્ત, દોષ અઢાર રહિત, સદેહ એ 'ત્રિભુવનભવનના દીપ જિનવર બોધિ દો ઉત્તમ મને. ૧૫ર. ૧. ત્રિભુવનભવનના દીપ = ત્રણ લોકરૂપી ઘરના દીપક અર્થાત્ દીવારૂપ. जिणवरचरणंबुरुहं णमंति जे परमभत्तिराएण। ते जम्मवेल्लिमूलं खणंति वरभावसत्थेण ॥ १५३॥ જે પરભક્તિરાગથી જિનવરપદાંબુજને નમે, તે જન્મવેલીમૂળને વર ભાવશસ્ત્ર વડે ખણે. ૧૫૩. ૧. વર = ઉત્તમ. ૨. ખણે ખોદે છે. जह सलिलेण ण लिप्पइ कमलिणिपत्तं सहावपयडीए। तह भावेण ण लिप्पइ कसायविसएहिं सप्पुरिसो॥ १५४। જ્યમ કમલિનીના પત્રને નહિ સલિલલેપ સ્વભાવથી, ત્યમ સપુરુષને લેપ વિષયકષાયનો નહિ ભાવથી. ૧૫૪. ૧. સલિલ = પાણી. ते च्चिय भणामि ह जे सयलकलासीलसंजमगुणेहिं। बहुदोसाणावासो सुमलिणचित्तो ण सावयसमो सो॥१५५ ।। કહું તે જ મુનિ જે શીલસંયમગુણ-સમસ્ત કળા-ધરે, જે મલિનમન બહુદોષઘર, તે તો ન શ્રાવતુલ્ય છે. ૧૫૫. ૧. મલિનમન = મલિન ચિત્તવાળો. ते धीरवीरपुरिसा खमदमखग्गेण विप्फुरंतेण। दुजयपबलबलुद्धरकसायभड णिज्जिया जेहिं॥ १५६॥ Page #494 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ તે ધીરવીર નરો, ક્ષમાદમ - તણખગે જેમણે જીત્યા સુદુર્જય-ઉગ્રબળ-મદમત્ત-સુભટ - કષાયને. ૧૫૬. ૧. ક્ષમાદમ-તણખલ્ગ = ક્ષમા(પ્રથમ) અને જિતેંદ્રિયતારૂપી તીણ તરવારથી. ૨. સુભટ = યોદ્ધા. धण्णा ते भगवंता दंसणणाणग्गपवरहत्थेहिं। विसयमयरहरपडिया भविया उत्तारिया जेहिं॥ १५७॥ છે ધન્ય તે ભગવંત, દર્શનજ્ઞાન - ઉત્તમકર વડે જે પાર કરતાં વિષયમકરાકરપતિત ભવિ જીવને. ૧૫૭. ૧. દર્શનજ્ઞાન-ઉત્તમકર = દર્શન અને જ્ઞાનરૂપ (બે) ઉત્તમ હાથ. ૨. વિષયમકરાકર = વિષયોરૂપી સમુદ્ર (મગરોનું સ્થાન). ૩. ભવિ = ભવ્ય. मायावेल्लि असेसा मोहमहातरुवरम्मि आरूढा। विसयविसपुप्फफुल्लिय लुणंति मुणि णाणसत्थेहिं॥ १५८॥ મુનિ જ્ઞાનશસ્તે છેદતા સંપૂર્ણ માયાવેલને, -બહુ વિષય-વિષપુષ્પ ખીલી, આરૂઢ મોહમહાકુમે. ૧૫૮. ૧. આરૂઢ મોહમહાદ્રુમે = મોહરૂપી મહાવૃક્ષ પર ચડેલી. मोहमयगारवेहिं य मुक्का जे करुणभावसंजुत्ता। ते सव्वदुरियखंभं हणंति चारित्तखग्गेण ॥१५९॥ મદનમોહ-ગારવમુક્ત ને જે યુક્ત કરુણાભાવથી, સઘળા દુરિતરૂપ થંભને ઘાતે ચરણ-તરવારથી. ૧૫૯. ૧. દુરિત = દુષ્કર્મ, પાપ. ૨. ઘાતે = નાશ કરે. गुणगणमणिमालाए जिणमयगयणे णिसायरमुणिंदो। तारावलिपरियरिओ पुण्णिमइंदुव्व पवणपहे॥१६०॥ તારાવલી સહ જે રીતે પૂર્ણેન્દુ શોભે આભમાં, ગુણવૃદમણિમાળા સહિત મુનિચંદ્ર જિનમતગગનમાં. ૧૬૦. Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૮૧ चक्कहररामकेसवसुरवरजिणगणहराइसोक्खाई। चारणमुणिरिद्धीओ विसुद्धभावा णरा पत्ता ॥ १६१॥ 'ચક્રેશ-કેશવ-રામ-જિન-ગણી-સુરવરાદિક-સૌખ્યને, ચારણમુનીંદ્રસુઋદ્ધિને, સુવિશુદ્ધભાવ નરો લહે. ૧૬૧. ૧. ચકેશ-કેશવ-રામ-જિન-ગણી-સુરવરાદિક-સૌખ્યને = ચક્રવર્તી, નારાયણ, બલભદ્ર, તીર્થંકર, ગણધર, દેવેન્દ્ર વગેરેના સુખને. ૨. સુવિશુદ્ધભાવ = શુદ્ધ ભાવવાળા सिवमजरामरलिंगमणोवममुत्तमं परमविमलमतुलं। पत्ता वरसिद्धिसुहं जिणभावणभाविया जीवा ॥ १६२ ॥ જિનભાવનાપરિણત જીવો વરસિદ્ધિસુખ અનુપમ લહે, શિવ, અતુલ, ઉત્તમ, પરમનિર્મળ, અજર-અમરસ્વરૂપજે. ૧૬૨. ते मे तिहुवणमहिया सिद्धा सुद्धा णिरंजणा णिच्चा। . दिंतु वरभावसुद्धिं दसण णाणे चरित्ते य॥ १६३॥ ભગવંત સિદ્ધો-ત્રિજગપૂજિત, નિત્ય, શુદ્ધ, નિરંજના -વર ભાવશુદ્ધિ દો મને દગ, જ્ઞાન ને ચારિત્રમાં. ૧૬.૩. किं जंपिएण बहुणा अत्यो धम्मो य काममोक्खो य। अण्णे वि य वावारा भावम्मि परिट्ठिया सव्वे ॥१६४॥ બહુ કથન શું કરવું? અરે ! ધર્માર્થકામવિમોક્ષને બીજાય બહુ વ્યાપાર, તે સૌ ભાવ માંહી રહેલ છે. ૧૬૪. इय भावपाहुडमिणं सव्वंबुद्धेहि देसियं सम्म। जो पढइ सुणइ भावइ सो पावइ अविचलं ठाणं॥१६५ ॥ એ રીત સર્વશે કથિત આ ભાવપ્રાભૂત-શાસ્ત્રના સુપઠન-સુશ્રવણ-સુભાવનાથી વાસ 'અવિચળ ધામમાં. ૧૬૫. ૧. અવિચળ = સિદ્ધપદ; મોક્ષ. Page #496 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ ૬. મોક્ષપ્રાભૂત णाणमयं अप्पाणं उवलद्धं जेण झडियकम्मेण । चऊण य परदव्वं णमो णमो तस्स देवस्स ॥ १ ॥ કરીને 'ક્ષપણ કર્મો તણું, પરદ્રવ્ય પરિહરી જેમણે જ્ઞાનાત્મ આત્મા પ્રાપ્ત કીધો, નમું નમું તે દેવને. ૧. ૧. ૧પણ = ક્ષય. णमिऊण य तं देवं अणंतवरणाणदंसणं सुद्धं । वोच्छं परमप्पाणं परमपयं परमजोईणं ॥ २॥ તે દેવને નમી- 'અમિત-વર-દગજ્ઞાનધરને શુદ્ધને, કહું પરમપદ-પરમાતમા-પ્રકરણ પરમયોગીન્દ્રને. ૨. ૧. અમિત-વર = અનંત અને પ્રધાન. = जाणि जोई जोअत्थो जोइऊण अणवरयं । अव्वाबाहमणंतं अणोवमं लहइ णिव्वाणं ॥ ३॥ જે જાણીને, યોગસ્થ યોગી, સતત દેખી જેહને, ઉપમાવિહીન અનંત અવ્યાબાધ શિવપદને લહે. ૩. तिपयारो सो अप्पा परमंतरबाहिरो हु देहीणं । तत्थ परो झाइज्जइ अंतोवाएण चयहि बहिरप्पा ॥ ४॥ તે આતમા છે `પરમ-અંતર-બહિર ત્રણધા દેહીમાં; અંતર-ઉપાયે પરમને ધ્યાઓ, તો બહિરાતમા. ૪. ૧. પરમ-અંતર-બહિર ત્રણધા = પરમાત્મા, અંતરાત્મા અને બહિરાત્મા - એમ ત્રણ પ્રકારે. ૨. અંતર-ઉપાયે = અંતરાત્મારૂપ સાધનથી; અંતરાત્મારૂપ જે પરિણામ તે પરિણામરૂપ સાધનથી. ૩. પરમને = પરમાત્માને. Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૮૩ अक्खाणि बाहिरप्पा अंतरअप्पा हु अप्पसंकप्पो । कम्मकलंकविमुको परमप्पा भण्ण देवो ॥ ५ ॥ છે 'અક્ષધી બહિરાત્મ, આતમબુદ્ધિ અંતર-આતમા, જે મુક્ત કર્મકાંકથી તે દેવ છે પરમાતમા. ૫. ૧. અક્ષધી = ઇન્દ્રિયબુદ્ધિ; ‘ઇન્દ્રિય તે જ આત્મા છે’ એવી બુદ્ધિવાળો. मलरहिओ कलचत्तो अणिंदिओ केवलो विसुद्धप्पा । परमेट्ठी परमजिणो सिवंकरो सासओ सिद्धो ॥ ६ ॥ તે છે વિશુદ્ધાત્મા, અનિદ્રિય, મળરહિત, તનમુક્ત છે, પરમેષ્ઠી, કેવળ, પરમજિન, શાશ્વત, 'શિવંકર, સિદ્ધ છે. . ૧. શિવંકર = સુખકર; કલ્યાણકર. आरुहवि अन्तरप्पा बहिरप्पा छंडिऊण तिविहेण । झाइज्जइ परमप्पा उवइट्टं जिणवरिदेहिं ॥ ७ ॥ થઈ `અંતરાત્મારૂઢ, બહિરાત્મા તજીને ત્રણવિધે, ધ્યાતવ્ય છે પરમાતમા-જિનવરવૃષભ-ઉપદેશ છે. ૭. ૧. અંતરાત્મારૂઢ = અંતરાત્મામાં આરૂઢ, અંતરાત્મારૂપે પરિણત. ૨. ધ્યાતવ્ય = ધ્યાવા યોગ્ય; ધ્યાન કરવા યોગ્ય. बहिरत्थे फुरियमणो इंदियदारेण णियसरूवचुओ। णियदेहं अप्पाणं अज्झवसदि मूढदिट्ठीओ ॥ ८ ॥ 'બાહ્યાર્થ પ્રત્યે સ્ફુરિતમન, ‘સ્વભ્રષ્ટ ઈંદ્રિયદ્વારથી, નિજદેહ ‘અધ્યવસિત કરે આત્માપણે "જીવ મૂઢધી. ૮. ૧. બાહ્યાર્થ = બહારના પદાર્થો, ૨. સ્ફુરિતમન = સ્કુરાયમાન (તત્પર) મનવાળો. ૩. સ્વભ્રષ્ટ ઇન્દ્રિયદ્વારથી = ઇન્દ્રિયો દ્વારા આત્મસ્વરૂપથી ચ્યુત. ૪. અધ્યવસિત કરે – માને. ૫. જીવ મૂઢધી = મૂઢ બુદ્ધિવાળો જીવ; મૂઢબુદ્ધિ (અર્થાત્ બહિરાત્મા) જીવ. Page #498 -------------------------------------------------------------------------- ________________ ४८४ णियदेहसरिच्छं पिच्छिऊण परविग्गहं पयत्तेण। अच्चेयणं पि गहियं झाइज्जइ परमभावेण ॥९॥ નિજદેહ સમ પરદેહ દેખી મૂઢ ત્યાં ઉદ્યમ કરે, 'તે છે અચેતન તો ય માને તેહને આત્માપણે. ૯. ૧. તે = પરનો દેહ. ૨. આત્માપણે = પરના આત્મા તરીકે. सपरज्झवसाएणं देहेसु य अविदिदत्थमप्पाणं। सुयदाराईविसए मणुयाणं वड्डए मोहो॥१०॥ વસ્તુસ્વરૂપ જાણ્યા વિના દેહે સ્વ-અધ્યવસાયથી અજ્ઞાની જનને મોહ ફાલે પુત્રદારાદિક મહીં. ૧૦. ૧. દેહે સ્વ-અધ્યવસાયથી = દેહ તે જ આત્મા છે' એવા મિથ્યા અભિપ્રાયથી. मिच्छाणाणेसु रओ मिच्छाभावेण भाविओ संतो। मोहोदएण पुणरवि अंग सं मण्णए मणुओ॥११॥ રહી લીન મિથ્યાજ્ઞાનમાં, મિથ્યાત્વભાવે પરિણમી, તે દેહ માને હું'પણે ફરીનેય મહોદય થકી. ૧૧. ૧. ફરીનેય = આગામી ભવમાં પણ. जो देहे हिरवेक्खो णिबंदो णिम्ममो णिरारंभो। आदसहावे सुरओ जोई सो लहइ णिव्वाणं ॥१२॥ નિર્વન્દ, નિર્મમ, દેહમાં નિરપેક્ષ, 'મુક્તારંભ જે, જે લીન આત્મસ્વભાવમાં, તે યોગી પામે મોક્ષને. ૧૨. ૧. મુક્તારંભ = નિરારંભ; આરંભ રહિત. परदव्वरओ बज्झदि विरओ मुच्चेइ विविहकम्मेहिं। एसो जिणउवदेसो समासदो बंधमुक्खस्स ॥१३॥ પદ્રવ્યરત બંધાય, 'વિરત મુકાય વિધવિધ કર્મથી; -આ, બંધમોક્ષ વિષે જિનેશ્વરદેશના સંક્ષેપથી. ૧૩. ૧. વિરત = પરદ્રવ્યથી વિરમેલ; પરદ્રવ્યથી વિરામ પામેલ. Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૮૫ सद्दव्वरओ सवणो सम्माइट्ठी हवेइ णियमेण। सम्मत्तपरिणदो उण खवेइ दुट्टट्ठकम्माई ॥१४॥ રે! નિયમથી નિજદ્રવ્યરત સાધુ સુદષ્ટિ હોય છે, સમ્યત્વપરિણત વર્તતો દુષ્ટાક્ટ કર્મો ક્ષય કરે. ૧૪. ૧. દુષ્ટા કર્મો = દુષ્ટ આઠ કર્મોને, ખરાબ એવાં આઠ કર્મોને. जो पुण परदव्वरओ मिच्छादिट्ठी हवेइ सो साहू। मिच्छत्तपरिणदो पुण बज्झदि दुट्टट्ठकम्मेहिं॥ १५ ॥ પરદ્રવ્યમાં રત સાધુ તો મિથ્યાદરયુત હોય છે, મિથ્યાત્વપરિણત વર્તતો બાંધે કરમ દુષ્ટાટને. ૧૫. परदव्वादो दुग्गइ सद्दव्वादो हु सुग्गई होइ। इय णाऊण सदव्वे कुणह रई विरइ इयरम्मि॥१६॥ પદ્રવ્યથી દુર્ગતિ, ખરે સુગતિ સ્વદ્રવ્યથી થાય છે; -એ જાણી, નિજદ્રવ્ય રમો, પરદ્રવ્યથી વિરમો તમે. ૧૬. आदसहावादण्णं सच्चित्ताचित्तमिस्सियं हवदि। तं परदव्वं भणियं अवितत्थं सव्वदरिसीहिं॥१७॥ 'આત્મસ્વભાવેતર સચિત્ત, અચિત્ત, તેમ જ મિશ્ર જે, તે જાણવું પરદ્રવ્ય - સર્વશે કહ્યું “અવિતથપણે. ૧૭. ૧. આત્મસ્વભાવેતર = આત્મસ્વભાવથી અન્ય. ૨. અવિતથપણે = સત્યપણે યથાર્થપણે. दुट्ठट्ठकम्मरहियं अणोवमं णाणविग्गहं णिच्चं । सुद्धं जिणेहिं कहियं अप्पाणं हवदि सहव्वं ॥ १८ ॥ દુષ્ટાકર્મવિહીન, અનુપમ, 'જ્ઞાનવિગ્રહ, નિત્ય ને જે શુદ્ધ ભાખ્યો જિનવરે, તે આતમાં સ્વદ્રવ્ય છે. ૧૮. ૧. જ્ઞાનવિગ્રહ = જ્ઞાનરૂપ શરીરવાળો. Page #500 -------------------------------------------------------------------------- ________________ ४८६ जे झायंति सदव् परदव्वपरम्मुहा दु सुचरित्ता। ते जिणवराण मग्गे अणुलग्गा लहहिं णिव्वाणं ॥१९॥ પરવિમુખ થઈ નિજદ્રવ્ય જે ધ્યાને સુચારિત્રીપણે, જિનદેવના મારગ મહીં 'સંલગ્ન તે શિવપદ લહે. ૧૯. ૧ સંલગ્ન = લાગેલ; વળગેલ; જોડાયેલ. जिणवरमएण जोई झाणे झाएइ सुद्धमप्पाणं। जेण लहइ णिव्वाणं ण लहइ किं तेण सुरलोयं ॥२०॥ જિનદેવમત-અનુસાર ધ્યાવે યોગી નિજશુદ્ધાત્મને, જેથી લહે નિર્વાણ, તો શું નવ લહે 'સુરલોકને? ૨૦. ૧. સુરલોક = દેવલોક, સ્વર્ગ. जो जाइ जोयणसयं दियहेणेक्केण लेवि गुरुभारं। सो किं कोसद्धं पि हु ण सक्कए जाउ भुवणयले ॥ २१ ॥ બહુ ભાર લઈ દિન એકમાં જે ગમન સો યોજન કરે, તે વ્યક્તિથી ક્રોશાઈ પણ નવ જઈ શકાય શું ભૂતળે? ૨૧. ૧. કોશાધ = અર્ધ કોસ; અર્ધો ગાઉં. जो कोडिए ण जिप्पइ सुहडो संगामएहिं सव्वेहिं। सो किं जिप्पइ इक्किं णरेण संगामए सुहडो॥ २२ ॥ જે સુભટ હોય 'અજેય કોટિ નરોથી-સૈનિક સર્વથી, તે વીર સુભટ જિતાય શું સંગ્રામમાં નર એકથી? ૨૨. ૧. અજેય = ન જીતી શકાય એવો. सग्गं तवेण सव्वो वि पावए तहिं वि झाणजोएण। जो पावइ सो पावइ परलोए सासयं सोक्खं ॥२३॥ તપથી લહે સુરલોક સૌ, પણ ધ્યાનયોગે જે લહે તે આતમાં પરલોકમાં પામે સુશાશ્વત સૌખ્યને. ૨૩. Page #501 -------------------------------------------------------------------------- ________________ ४८७ अइसोहणजोएणं सुद्धं हेमं हवेइ जह तह य। कालाईलद्धीए अप्पा परमप्पओ हवदि॥२४॥ જ્યમ શુદ્ધતા પામે સુવર્ણ અતીવ શોભન યોગથી, આત્મા અને પરમાતમાં ત્યમ કાળ-આદિક લબ્ધિથી. ૨૪. ૧. અતીવ શોભન = અતિ સારા. वर वयतवेहि सग्गो मा दुक्खं होउ णिरइ इयरेहिं। छायातवट्ठियाणं पडिवालंताण गुरुभेयं ॥२५॥ 'દિવ ઠીક વ્રતતપથી, ન હો દુખ ઇતરથી નરકાદિકે; છાંયે અને તડકે પ્રતીક્ષાકરણમાં બહુ ભેદ છે. ૨૫. ૧. દિવ ઠીક વ્રતતપથી = (અવ્રત અને અતપથી નરકાદિ દુઃખ પ્રાપ્ત થાય તેના કરતાં વ્રતતપથી સ્વર્ગ પ્રાપ્ત થાય તે મુકાબલે સારું છે. ૨. ઇતરથી = બીજાથી (અર્થાત્ અવ્રત અને અતપથી.) ૩. પ્રતીક્ષાકરણમાં = રાહ જોવામાં. जो इच्छइ णिस्सरिदं संसारमहण्णवाउ रुंदाओ। कम्मिंधणाण डहणं सो झायइ अप्पयं सुद्धं ॥ २६॥ 'સંસાર-અર્ણવ રુદ્રથી નિસરણ ઇચ્છે જીવ જે, બાવે કરમ-ઈન્જન તણા દહનાર નિજ શુદ્ધાત્મને. ૨૬. ૧. સંસાર-અર્ણવ રુદ્રથી = ભયંકર સંસારસમુદ્રથી. ૨. નિસરણ = બહાર નીકળવું તે. ૩. કરમ-ઇન્જન તણા દહનાર = કર્મરૂપી ઇંધણાંને બાળી નાખનાર. सब्वे कसाय मोत्तुंगारवमयरादोसवामोहं। लोयववहारविरदो अप्पा झाएह झाणत्थो॥२७॥ સઘળા કષાયો, 'મોહરાગવિરોધ-મદ-ગારવ તજી, ધ્યાનસ્થ ધ્યાવે આત્મને, વ્યવહાર લૌકિકથી છૂટી. ર૭. ૧. મોહરાગવિરોધ = મોહરાગદ્વેષ. Page #502 -------------------------------------------------------------------------- ________________ ४८८ मिच्छत्तं अण्णाणं पावं पुण्णं चएवि तिविहेण। मोणव्वएण जोई जोयत्यो जोयए अप्पा ॥२८॥ त्रिविध त मिथ्यात्वने, मशीनने, 'अ-पुष्यने, યોગસ્થ યોગી મૌનવ્રતસંપન્ન બાવે આત્મને. ૨૮. १. -पुष्यने = पापने तथा पुष्यने. जं मया दिस्सदे रूवं तं ण जाणादि सव्वहा। जाणगं दिस्सदे णेव तम्हा जंपेमि केण हं॥२९॥ દેખાય મુજને રૂપ જે તે જાણતું નહિ સર્વથા, ने नाना न 'दृश्यमान; ९ जोडं ओनी साथमा ? २८. १. न ४१यमान = हेमातो नथी. सव्वासवणिरोहेण कम्मं खवदि संचिदं। जोयत्थो जाणए जोई जिणदेवेण भासियं ॥३०॥ આસ્રવ સમસ્ત નિરોધીને ક્ષય પૂર્વકર્મ તણો કરે, જ્ઞાતા જ બસ રહી જાય છે યોગસ્થ યોગી; -જિન કહે. ૩૦. जो सुत्तो ववहारे सो जोई जग्गए सकज्जम्मि। जो जग्गदि ववहारे सो सुत्तो अप्पणो कज्जे ॥ ३१॥ યોગી સૂતા વ્યવહારમાં તે જાગતા નિજકાર્યમાં; જે જાગતા વ્યવહારમાં તે સુખ આતમકાર્યમાં. ૩૧. इय जाणिऊण जोई ववहारं चयइ सव्वहा सव्वं । झायइ परमप्पाणं जह भणियं जिणवरिदेहिं॥३२॥ ઇમ જાણી યોગી સર્વથા છોડે સકળ વ્યવહારને, પરમાત્મને ધ્યાને યથા ઉપદિષ્ટ જિનદેવો વડે. ૩૨. पंचमहव्वयजुत्तो पंचसु समिदीसु तीसु गुत्तीसु। रयणत्तयसंजुत्तो झाणज्झयणं सया कुणह ॥ ३३॥ Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૮૯ તું 'પંચસમિત, ત્રિગુપ્ત ને સંયુક્ત પંચમહાવતે, રત્નત્રયીસંયુતપણે કર નિત્ય ધ્યાનાધ્યયનને. ૩૩. ૧. પંચસમિત = પાંચ સમિતિથી યુક્ત (વર્તતો થકો). ૨. ત્રિગુપ્ત = ત્રણ ગુમિ સહિત (વર્તતો થકો). ૩. રત્નત્રયીસંયુતપણે = રત્નત્રયસંયુક્તપણે. ૪. ધ્યાનાધ્યયન = ધ્યાન તથા અધ્યયન, ધ્યાન તથા શાસ્ત્રાભ્યાસ. रयणत्तयमाराहं जीवो आराहओ मुणेयव्यो। आराहणाविहाणं तस्स फलं केवलं णाणं ॥३४॥ રત્નત્રયી આરાધનારો જીવ આરાધક કહ્યો; આરાધનાનું વિધાન કેવલજ્ઞાનફળદાયક અહો! ૩૪. सिद्धो सुद्धो आदा सव्वण्हू सव्वलोयदरिसी य। सो जिणवरेहिं भणिओ जाण तुमं केवलं णाणं ॥ ३५॥ છે સિદ્ધ, આત્મા શુદ્ધ છે ને સર્વજ્ઞાનીદર્શી છે, તું જાણ રે!-જિનવરકથિત આ જીવ કેવળ જ્ઞાન છે. ૩૫. रयणत्तयं पि जोई आराहइ जो हु जिणवरमएण। सो झायदि अप्पाणं परिहरइ परं ण संदेहो ॥ ३६॥ જે યોગી આરાધે રતનત્રય પ્રગટ જિનવરમાર્ગથી, તે આત્મને ધ્યાવે અને પર પરિહરે, શંકા નથી. ૩૬. जंजाणइ तं णाणं जं पिच्छइ तं च सणं णेयं । तं चारित्तं भणियं परिहारो पुण्णपावाणं॥ ३७॥ જે જાણતું તે જ્ઞાન, દેખે તે દર્શન જાણવું, જે પાપ તેમ જ પુણ્યનો પરિહાર તે ચારિત કહ્યું. ૩૭. तच्चरई सम्मत्तं तच्चग्गहणं च हवइ सण्णाणं। चारित्तं परिहारो परूवियं जिणवरिदेहिं ॥ ३८॥ Page #504 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ છે તત્ત્વરુચિ સમ્યકત્વ, તત્ત્વ તણું ગ્રહણ ‘સજ્ઞાન છે, પરિહાર તે ચારિત્ર છે; - જિનવરવૃષભનિર્દિષ્ટ છે. ૩૮. ૧. ગ્રહણ = સમજણ, જાણવું તે; જ્ઞાન. ૨. સજ્ઞાન = સમ્યજ્ઞાન. दंसणसुद्धो सुद्धो दंसणसुद्धो लहेइ णिव्वाणं। दंसणविहीणपुरिसो ण लहइ तं इच्छियं लाहं ॥ ३९॥ 'દગશુદ્ધ આત્મા શુદ્ધ છે, દગશુદ્ધ તે મુક્તિ લહે, દર્શનરહિત જે પુરુષ તે પામે ન ઇચ્છિત લાભને. ૩૯. ૧. દગશુદ્ધ = દર્શનશુદ્ધ, સમ્યગ્દર્શનથી શુદ્ધ. इय उवएसं सारं जरमरणहरं खु मण्णए जंतु। तं सम्मत्तं भणियं सवणाणं सावयाणं पि॥४०॥ 'જરમરણહર આ સારભૂત ઉપદેશ શ્રદ્ધે સ્પષ્ટ જે, સમ્યકત્વ ભાખ્યું તેહને, હો શ્રમણ કે શ્રાવક ભલે. ૪૦. ૧. જામરણહર = જરા અને મરણનો નાશક, जीवाजीवविहत्ती जोई जाणेइ जिणवरमएण। तं सण्णाणं भणियं अवियत्थं सव्वदरसीहिं ॥ ४१॥ જીવ-અજીવ કેરો ભેદ જાણે યોગી જિનવરમાર્ગથી, સર્વજ્ઞદેવે તેહને સજ્ઞાન ભાખ્યું 'તવ્યથી. ૪૧. ૧. તથ્યથી = સત્યપણે; અવિતપણે. जंजाणिऊण जोई परिहारं कुणइ पुण्णपावाणं। तं चारित्तं भणियं अवियपं कम्मरहिएहिं॥४२॥ તે જાણી યોગી પરિહરે છે પાપ તેમ જ પુણ્યને, ચારિત્ર તે અવિકલ્પ ભાખ્યું કર્મરહિત જિનેશ્વરે. ૪૨. ૧. અવિકલ્પ = નિર્વિકલ્પ, વિકલ્પ રહિત. Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૯૧ जो रयणत्तयजुत्तो कुणइ तवं संजदो ससत्तीए। सो पावइ परमपयं झायंतो अप्पयं सुद्धं ॥ ४३॥ રત્નત્રયીયુત સંયમી નિજશક્તિતઃ તપને કરે, શુદ્ધાત્મને બાતો થકો ઉત્કૃષ્ટ પદને તે વરે. ૪૩. ૧. નિજશક્તિતઃ = પોતાની શક્તિ પ્રમાણે. ૨. ઉત્કૃષ્ટ પદ = પરમ પદ (અર્થાત્ મુક્તિ). तिहि तिण्णिधरवि णिचं तियरहिओ तहतिएणपरियरिओ। दोदोसविप्पमुक्को परमप्पा झायए जोई॥४४॥ 'ત્રણથી ધરી ત્રણ, નિયત્રિકવિરહિતપણે, ત્રિકયુતપણે, રહી “દોષયુગલવિમુક્ત ધાવે યોગી નિજ પરમાત્માને. ૪૪. ૧. ત્રણથી = ત્રણ વડે (અર્થાત્ મન-વચન-કાયાથી). ૨. ધરી ત્રણ = ત્રણને ધારણ કરીને (અર્થાત્ વર્ષાકાળયોગ, શીતકાળયોગ તથા ગ્રીષ્મકાળયોગને ધારણ કરીને). ૩. ત્રિકવિરહિતપણે = ત્રણથી (અર્થાત્ શલ્યત્રયથી) રહિતપણે. ૪. ત્રિપુતપણે = ત્રણથી સંયુક્તપણે (અર્થાત્ રત્નત્રયથી સહિતપણે). ૫. દોષયુગલવિમુક્ત = બે દોષોથી રહિત (અર્થાત્ રાગ-દ્વેષથી રહિત). मयमायकोहरहिओ लोहेण विवज्जिओ य जो जीवो। णिम्मलसहावजुत्तो सो पावइ उत्तमं सोक्खं ॥ ४५ ॥ જે જીવ માયા-ક્રોધ-મદ પરિવર્જીને, તજી લોભને, નિર્મળ સ્વભાવે પરિણમે, તે સૌખ્ય ઉત્તમને લહે. ૪૫. विसयकसाएहि जुदो रुद्दो परमप्पभावरहियमणो। सो ण लहइ सिद्धिसुहं जिणमुद्दपरम्मुहो जीवो॥४६॥ 'પરમાત્મભાવનહીન, રુદ્ર, કષાયવિષયે યુકત જે, તે જીવ જિનમુદ્રાવિમુખ પામે નહીં શિવસૌખને. ૪૬. ૧. પરમાત્મભાવનહીન = પરમાત્માભાવના રહિત, નિજ પરમાત્મતત્ત્વની ભાવનાથે રહિત ૨. રુદ્ર = રૌદ્ર પરિણામવાળો. ૩. જિનમુદ્રાવિમુખ = જિનસદશ યથાજાત મુનિરૂપથી પરાડમુખ. Page #506 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ जिणमुदं सिद्धिसुहं हवेइ णियमेण जिणवरुद्दिढं। सिविणे वि ण रुच्चइ पुण जीवा अच्छंति भवगहणे ॥४७॥ જિનવરવૃષભ-ઉપદિષ્ટ જિનમુદ્રા જ શિવસુખ નિયમથી; તે નવ રુચે સ્વપ્નય જેને, તે રહે ભવવન મહીં. ૪૭. परमप्पय झायंतो जोई मच्चेइ मलदलोहेण। णादियदि णवं कम्मं णिद्दिष्टुं जिणवरिंदेहिं॥४८॥ પરમાત્મને ધ્યાતાં શ્રમણ મળજનક લોભ થકી છૂટે, નૂતન કરમ નહિ આસવે - જિનદેવથી નિર્દિષ્ટ છે. ૪૮. होऊण दिढचरित्तो दिढसम्मत्तेण भावियमईओ। झायंतो अप्पाणं परमपयं पावए जोई॥४९॥ પરિણત સુદઢ-સમ્યકત્વરૂપ, લહી સુદઢ-ચારિત્રને, નિજ આત્મને ધ્યાતાં થકાં યોગી પરમ પદને લહે. ૪૯. चरणं हवइ सधम्मो धम्मो सो हवइ अप्पसमभावो। सो रागरोसरहिओ जीवस्स अणण्णपरिणामो॥५०॥ ચારિત્ર તે નિજ ધર્મ છે ને ધર્મ નિજ સમભાવ છે, 'તે જીવના ‘વણરાગરોષ અનન્યમય પરિણામ છે. ૫૦. १. = निor सममा. २. १९३२।५ = २ ५२खित. जह फलिहमणि विसुद्धो परदव्वजुदो हवेइ अण्णं सो। तह रागादिविजुत्तो जीवो हवदि हु अणण्णविहो॥५१॥ નિર્મળ સ્ફટિક પારદ્રવ્યસંગે અન્યરૂપે થાય છે, ત્યમ જીવ છે નીરાગ પણ અન્યાખ્યરૂપે પરિણમે. ૫૧. देवगुरुम्मि य भत्तो साहम्मियसंजदेसु अणुरत्तो। सम्मत्तमुब्वहंतो झाणरओ होदि जोई सो॥५२॥ Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૯૩ જે દેવ-ગુરુના ભક્ત ને સહધર્મીમુનિ-અનુરક્ત' છે, ‘સમ્યક્ત્વના વહનાર યોગી ધ્યાનમાં રત હોય છે. ૫૨. ૧. અનુરક્ત = અનુરાગવાળા, વાત્સલ્યવાળા. ૨. સમ્યક્ત્વના વહનાર = સમ્યક્ત્વને ધારી રાખનાર; સમ્યક્ત્વ પરિણતિએ પરિણમ્યા કરનાર. ૩. રત = રતિવાળા; પ્રીતિવાળા; રુચિવાળા. उग्गतवेणण्णाणी जं कम्मं खवदि भवहि बहुएहिं । तं णाणी तिहि गुत्तो खवेइ अंतोमुहुत्तेण ॥५३॥ તપ ઉગ્રથી અજ્ઞાની જે કર્મો ખપાવે બહુ ભવે, જ્ઞાની `ત્રિગુપ્તિક તે કરમ અંતર્મુહૂર્તો ક્ષય કરે. ૫૩. ૧. ત્રિગુપ્તિક = ત્રણ ગુપ્તિવંત. सुहजोएण सुभावं परदव्वे कुणइ रागदो साहू । सो तेण दु अण्णाणी णाणी एत्तो दु विवरीओ ॥ ५४ ॥ 'શુભ અન્ય દ્રવ્યે રાગથી મુનિ જો કરે રુચિભાવને, તો તેહ છે અજ્ઞાની, ને વિપરીત તેથી જ્ઞાની છે. ૫૪. ૧. શુભ અન્ય દ્રવ્ય = (શુભ ભાવના નિમિત્તભૂત) પ્રશસ્ત પરદ્રવ્યો પ્રત્યે. ૨. રુચિભાવ = ‘આ સારું છે, હિતકર છે’ એમ એકાકારપણે પ્રીતિભાવ. आसवहेदू य तहा भावं मोक्खस्स कारणं हवदि । सो तेण दु अण्णाणी आदसहावा दु विवरीदु ।। ५५ ।। આસરવહેતુ ભાવ તે શિવહેતુ છે તેના મતે, તેથી જ તે છે 'અજ્ઞ, આત્મસ્વભાવથી વિપરીત છે. ૫૫. ૧. અજ્ઞ = અજ્ઞાની. जो कम्मजादमइओ सहावणाणस्स खंडदूसयरो । सो तेण दु अण्णाणी जिणसासणदूसगो भणिदो ।। ५६ ।। 'કર્મજમતિક જે ખંડદૂષણકર સ્વભાવિકજ્ઞાનમાં, તે જીવને અજ્ઞાની, જિનશાસન તણા દૂષક કહ્યા. ૫૬. Page #508 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ ૧. કર્મજમતિક = કર્મથી ઉત્પન્ન થયેલી બુદ્ધિવાળા; કર્મનિમિત્તક વૈભાવિક બુદ્ધિવાળા (જીવ). ૨. ખંડદૂષણકર સ્વભાવિકજ્ઞાનમાં = સ્વભાવજ્ઞાનને ખંડખંડરૂપ કરીને દૂષિત કરનાર (અર્થાત્ તેને ખંડખંડરૂપ માનીને દૂષણ લગાડનાર). ૩. જિનશાસન તણા દૂષક = જિનશાસનને દૂષિત કરનાર અર્થાત્ દૂષણ લગાડનાર. णाणं चरित्तहीणं दंसणहीणं तवेहिं संजुत्तं। अण्णेसु भावरहियं लिंगग्गहणेण किं सोक्खं ॥५७॥ જ્યાં જ્ઞાન ચરિતવિહીન છે, તપયુક્ત પણ દગહીન છે, વળી અન્ય કાર્યો ભાવહીન, તે લિંગથી સુખ શું અરે? ૧૭. ૧. દગહીન = સમ્યગ્દર્શન રહિત. ૨. અન્ય કાર્યો = બીજી આવશ્યકાદિ ) ક્રિયાઓ. ૩. ભાવહીન = શુદ્ધભાવ રહિત. अच्चेयणं पि चेदा जो मण्णइ सो हवेइ अण्णाणी। सो पुण णाणी भणिओ जो मण्णइ चेयणे चेदा॥५८॥ છે 'અજ્ઞ, જેહ અચેતને ચેતક તણી શ્રદ્ધા ધરે; જે ચેતને ચેતક તણી શ્રદ્ધા ધરે, તે જ્ઞાની છે. ૫૮. ૧. અજ્ઞ = અજ્ઞાની. ૨. ચેતક = ચેતનાર; ચેતયિતા, આત્મા. तवरहियं जंणाणं णाणविजुत्तो तवो वि अकयत्थो। तम्हा णाणतवेणं संजुत्तो लहइ णिव्वाणं॥५९॥ તપથી રહિત જે જ્ઞાન, જ્ઞાનવિહીન તપ 'અકૃતાર્થ છે, તે કારણે જીવ જ્ઞાનતપસંયુક્ત શિવપદને લહે. ૫૯. ૧. અકૃતાર્થ = પ્રયોજન સિદ્ધ ન કરે એવું; અસફળ. धुवसिद्धी तित्थयरो चउणाणजुदो करेइ तवयरणं। णाऊण धुवं कुज्जा तवयरणं णाणजुत्तो वि॥६०॥ 'ધ્રુવસિદ્ધિ શ્રી તીર્થેશ ‘જ્ઞાનચતુષ્કયુત તપને કરે, એ જાણી નિશ્ચિત જ્ઞાનયુત જીવેય તપ કર્તવ્ય છે. ૬૦. ૧. ધુવસિદ્ધિ = જેમની સિદ્ધિ (તે જ ભવે) નિશ્ચિત છે એવા. ૨. જ્ઞાનચતુષ્કયુત = ચાર જ્ઞાન સહિત. ૩. નિશ્ચિત = નક્કી; અવશ્ય. Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૯૫ बाहिरलिंगेण जुदो अब्भंतरलिंगरहियपरियम्मो । सो सगचरित्तभट्ठो मोक्खपहविणासगो साहू ॥ ६१ ॥ જે બાહ્યલિંગ યુક્ત, આંતરલિંગરહિત ક્રિયા કરે, તે 'સ્વકચરિતથી ભ્રષ્ટ, શિવમારગવિનાશક શ્રમણ છે. ૬૧. ૧. સ્વકચરિત = સ્વચારિત્ર. सुहेण भाविदं गाणं दुहे जादे विणस्सदि । तम्हा जहाबलं जोई अप्पा दुक्खेहि भावए ।। ६२ ।। 'સુખસંગ ‘ભાવિત જ્ઞાન તો દુખકાળમાં લય થાય છે, તેથી 'યથાબળ "દુઃખ સહ ભાવો શ્રમણ નિજ આત્મને. ૬૨ ૧. સુખસંગ = સુખ સહિત; શાતાના યોગમાં. ૨. ભાવિત = ભાવવામાં આવેલું. ૩. દુખકાળમાં = ઉપસર્ગાદિ દુઃખ આવી પડતાં. ૪. યથાબળ = શક્તિ પ્રમાણે. ૫. દુઃખ સહ = કાયકલેશાદિ સહિત. आहारासणणिद्दाजयं च काऊण जिणवरमएण । झायव्वो णियअप्पा णाऊणं गुरुपसाएण ॥ ६३॥ 'આસન-અશન-નિદ્રા તણો કરી વિજય, જિનવરમાર્ગથી ધ્યાતવ્ય છે નિજ આતમા, જાણી ‘શ્રીગુરુપરસાદથી. ૬૩. ૧. આસન-અશન-નિદ્રા તણો = આસનનો, આહારનો અને ઊંધનો. ૨. શ્રીગુરુપરસાદથી = ગુરુપ્રસાદથી; ગુરુકૃપાથી. अप्पा चरित्तवंतो दंसणणाणेण संजुदो अप्पा | सो झायव्वो णिच्चं णाऊणं गुरुपसाएण ॥ ६४ ॥ છે આતમા સંયુક્ત દર્શન - જ્ઞાનથી, ચારિત્રથી, નિત્યે અહો ! ધ્યાતવ્ય તે, જાણી શ્રીગુરુપરસાદથી. ૬૪. दुक्खे ज्जइ अप्पा अप्पा णाऊण भावणा दुक्खं । भावियसहावपुरिसो विसयेसु विरज्जए दुक्खं ।। ६५ ।। Page #510 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ જીવ જાણવો દુષ્કર પ્રથમ, પછી ભાવના દુષ્કર અરે ! ‘ભાવિતનિજાત્મસ્વભાવને દુષ્કર વિષયવૈરાગ્ય છે. ૬૫. ૧. ભાવના = આત્માને ભાવવા તે; આત્મસ્વભાવનું ભાવન કરવું તે. ૨. ભાવિતનિજાત્મસ્વભાવને = જેણે નિજાત્મસ્વભાવને ભાવ્યો છે તે જીવને, જેણે નિજ આત્મસ્વભાવનું ભાવન પ્રાપ્ત કર્યું છે તે જીવને. ताम ण णज्जइ अप्पा विसएसु णरो पवट्टए जाम। विसए विरत्तचित्तो जोई जाणेइ अप्पाणं ॥६६॥ આત્મા જણાય ન, જ્યાં લગી વિષયે પ્રવર્તન નર કરે; 'વિષયે વિરક્તમનસ્ક યોગી જાણતા નિજ આત્મને. ૬૬. ૧. વિષયે વિરક્તમનસ્ક = જેમનું મન વિષયોમાં વિરક્ત છે એવા; વિષયો પ્રત્યે વિરક્ત ચિત્તવાળા. अप्पा णाऊण णरा केई सब्भावभावपन्भट्ठा। हिंडंति चाउरंग विसएसु विमोहिया मूढा ॥६७॥ નર કોઈ, આતમ જાણી, આતમભાવનાપ્રચુતપણે, 'ચતુરંગ સંસારે ભમે વિષયે વિમોહિત મૂઢ એ. ૬૭. ૧. ચતુરંગ સંસારે = ચતુર્ગતિ સંસારમાં. जे पुण विसयविरत्ता अप्पा णाऊण भावणासहिया। छंडंति चाउरंगं तवगुणजुत्ता ण संदेहो॥६८॥ પણ વિષયમાંહી વિરક્ત, આતમ જાણી ભાવયુક્ત જે, નિઃશંક તે તપગુણસહિત છોડે ચતુર્ગતિભ્રમણને. ૬૮. ૧. ભાવનયુક્ત = આત્મભાવનાથી યુક્ત. ૨. નિઃશંક = ચોક્કસ; ખાતરીથી. परमाणुपमाणं वा परदव्वे रदि हवेदि मोहादो। सो मूढो अण्णाणी आदसहावस्स विवरीओ॥६९॥ પરદ્રવ્યમાં અણુમાત્ર પણ રતિ હોય જેને મોહથી, તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત આત્મસ્વભાવથી. ૬૯. Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૯૭ अप्पा झायंताणं दंसणसुद्धीण दिढचरित्ताणं। होदि ध्रुवं णिव्वाणं विसएसु विरत्तचित्ताणं ॥७॥ જે આત્મને ધ્યાવે, 'સુદર્શનશુદ્ધ, દુઢચારિત્ર છે, વિષયે વિરામનસ્ક તે શિવપદ લહે નિશ્ચિતપણે. ૭૦. ૧. સુદર્શનશુદ્ધ = સમ્યગ્દર્શનથી શુદ્ધ, દર્શનશુદ્ધિવાળા. ૨. દેઢચારિત્ર = દઢ ચારિત્રયુક્ત. जेण रागो परे दव्वे संसारस्स हि कारणं। तेणावि जोइणो णिच्चं कुज्जा अप्पे सभावणं॥७१॥ પરદ્રવ્ય પ્રત્યે રાગ તો સંસારકારણ છે ખરે; તેથી શ્રમણ નિત્યે કરો નિજભાવના સ્વાત્મા વિષે. ૭૧. जिंदाए य पसंसाए दुक्खे य सुहएसुय। सत्तूणं चेव बंधूणं चारित्तं समभावदो॥७२॥ નિંદા-પ્રશંસાને વિષે, દુઃખો તથા સૌખ્યો વિષે, શત્રુ તથા મિત્રો વિષે 'સમતાથી ચારિત હોય છે. ૭૨. ૧. સમતા = સમભાવ, સામ્ય પરિણામ. चरियावरिया वदसमिदिवज्जिया सुद्धभावपन्भट्ठा। केई जंपंति णरा ण हु कालो झाणजोयस्स॥७३॥ 'આવૃતચરણ, વ્રતસમિતિવર્જિત, શુદ્ધભાવવિહીન જે, તે કોઈ નર જલ્પ અરે ! નહિ ધ્યાનનો આ કાળ છે'. ૭૩. ૧. આવૃતચરણ = જેમનું ચારિત્ર અવરાયેલું છે એવા. ૨. જલ્પ = બકવાદ કરે છે; બબડે છે; કહે છે. सम्मत्तणाणरहिओ अभव्वजीवो हु मोक्खपरिमुक्को। संसारसुहे सुरदो ण हु कालो भणइ झाणस्स ॥७४॥ સમ્યકત્વજ્ઞાનવિહીન, શિવપરિમુક્ત જીવ અભવ્ય જે, તે ‘સુરત ભવસુખમાં કહે -‘નહિ ધ્યાનનો આ કાળ છે.’ ૭૪. Page #512 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ ૧. શિવપરિમુક્ત = મોક્ષથી સર્વત રહિત. ૨. સુરત ભવસુખમાં = સંસારસુખમાં સારી રીતે રત (અર્થાત્ સંસારસુખમાં અભિપ્રાય - અપેક્ષાએ અતિ પ્રીતિવાળો જીવ.) पंचसु महव्वदेसु य पंचसु समिदीसु तीसु गुत्तीसु। जो मूढो अण्णाणी ण हु कालो भणइ झाणस्स ॥७५ ॥ ત્રણ ગુપ્તિ, પંચ સમિતિ, પંચ મહાવ્રતે જેમૂઢ છે, તે મૂઢ અજ્ઞ કહે અરે! - નહિ ધ્યાનનો આ કાળ છે.” ૭૫. ૧. અજ્ઞ = અજ્ઞાની भरहे दुस्समकाले धम्मज्झाणं हवेइ साहुस्स। तं अप्पसहावठिदे ण हु मण्णइ सो वि अण्णाणी ॥ ७६ ॥ ભરતે 'દુષમકાળેય ધર્મધ્યાન મુનિને હોય છે; તે હોય છે આત્મસ્થને; માને ન તે અજ્ઞાની છે. ૭૬. ૧. દુષમકાળ = દુષમકાળ અર્થાત્ પંચમ કાળ. ૨. આત્મસ્થ = સ્વાત્મામાં સ્થિત આત્મસ્વભાવમાં સ્થિત. अज वि तिरयणसुद्धा अप्पा झाएवि लहहिं इंदत्तं। लोयंतियदेवत्तं तत्थ चुआ णिव्बुदिं जंति॥७७॥ આજેય 'વિમલત્રિરત્ન, નિજને બાઈ, ઈન્દ્રપણું લહે, વા દેવ લૌકાંતિક બને, ત્યાંથી અવી સિદ્ધિ વરે. ૭૭. ૧. વિમલત્રિરત્ન = શુદ્ધ રત્નત્રયવાળા; રત્નત્રય વડે શુદ્ધ એવા મુનિઓ. जे पावमोहियमई लिंग घेत्तूण जिणवरिंदाणं। पावं कुणंति पावा ते चत्ता मोक्खमग्गम्मि॥७८॥ જે પાપમોહિતબુદ્ધિઓ ગ્રહી જિનવરોના લિંગને, પાપો કરે છે, પાપીઓ તે મોક્ષમાર્ગે વ્યક્ત છે. ૭૮. ૧. પાપમોહિતબુદ્ધિઓ = જેમની બુદ્ધિ પાપમોહિત છે એવા જીવો. ૨. ત્યક્ત = તજાયેલા, અસ્વીકૃત, નહિ સ્વીકારાયેલા. Page #513 -------------------------------------------------------------------------- ________________ जे पंचचेलसत्ता गंथग्गाही य जायणासीला। आधाकम्मम्मि रया ते चत्ता मोक्खमग्गम्मि॥७९॥ જે પંચવગ્રાસકત, પરિગ્રહધારી, યાચનાશીલ છે, છે લીન આધાકર્મમાં તે મોક્ષમાર્ગે ત્યક્ત છે. ૭૯. ૧. પંચવશ્વાસક્ત = પંચવિધ વસ્ત્રોમાં આસક્ત (અર્થાત્ રેશમી, સુતરાઉ, વગેરે પાંચ પ્રકારના વસ્ત્રો ધારણ કરનારા). ૨. યાચનશીલ = યાચનાસ્વભાવવાળા (અર્થાત્ માગીને - માગણી કરીને - આહારાદિ લેનારા). ૩. લીન આધાકર્મમાં = અધઃકર્મમાં રત (અર્થાત્ અધકર્મરૂપ દોષવાળો આહાર લેનારા). णिग्गंथमोहमुक्का बावीसपरीसहा जियकसाया। पावारंभविमुक्का ते गहिया मोक्खमग्गम्मि॥८०॥ નિર્મોહ, વિજિતકષાય, બાવીશ-પરિષહી, નિગ્રંથ છે, છે મુક્ત પાપારંભથી, તે મોક્ષમાર્ગે ગૃહીત છે. ૮૦. ૧. બાવીશ-પરિષહી = બાવીશ પરિષહોને સહનારા. ૨. ગૃહીત = ગ્રહવામાં આવેલા સ્વીકારવામાં આવેલા સ્વીકૃત, અંગીકૃત. उद्धद्धमज्झलोये केई मज्झंण अहयमेगागी। इय भावणाए जोई पावंति हु सासयं सोक्खं ॥ ८१॥ છું એકલો હું, કોઈ પણ મારા નથી લોત્રયે, -એ ભાવનાથી યોગીઓ પામે સુશાશ્વત સૌખ્યને. ૮૧. देवगुरूणं भत्ता णिव्वेयपरंपरा विचिंतिता। झाणरया सुचरित्ता ते गहिया मोक्खमग्गम्मि॥ ८२॥ જે દેવ - ગુરુના ભક્ત છે, 'નિર્વેદશ્રેણી ચિંતવે, જે ધ્યાનરત, સુચરિત્ર છે, તે મોક્ષમાર્ગે ગૃહીત છે. ૮૨. ૧. નિર્વેદશ્રેણી = વૈરાગ્યની પરંપરા, વૈરાગ્યભાવનાઓની હારમાળા. ૨. સુચરિત્ર = સારા ચારિત્રવાળા; સત્યારિત્રયુક્ત. Page #514 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ णिच्छयणयस्स एवं अप्पा अप्पम्मि अप्पणे सुरदो । सो होदि हु सुचरितो जोई सो लहइ णिव्वाणं ॥ ८३ ॥ નિશ્ચયનયે-જ્યાં આતમા આત્માર્થ આત્મામાં રમે, તે યોગી છે સુચરિત્રસંયુત; તે લહે નિર્વાણને. ૮૩. ૧. આત્માર્થ = આત્મા અર્થે; આત્મા માટે. पुरिसायारो अप्पा जोई वरणाणदंसणसमग्गो । जो झायदि सो जोई पावहरो हवदि णिहंदो ॥ ८४॥ છે યોગી, 'પુરુષાકાર, જીવ વરજ્ઞાનદર્શનપૂર્ણ છે; ધ્યાનાર યોગી પાપનાશક ‘વિરહિત હોય છે. ૮૪. ૧. પુરુષાકાર = પુરુષના આકારે. ૨. વરજ્ઞાનદર્શનપૂર્ણ = (સ્વભાવે) ઉત્તમ જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ. ૩. ધ્યાનાર = એવા જીવને-આત્માને-જે ધ્યાવે છે તે. ૪. દ્વંદ્વવિરહિત = નિબઁધ, (રાગદ્વેષાદિ) દ્વંદ્વથી રહિત. एवं जिणेहि कहियं सवणाणं सावयाण पुण सुणसु । संसारविणासयरं सिद्धियरं कारणं મં। ૮ । શ્રમણાર્થ જિન-ઉપદેશ ભાષ્યો, શ્રાવકાર્થ સુણો હવે, સંસારનું હરનાર `શિવ - કરનાર કારણ પરમ એ. ૮૫. ૧. શિવ-કરનાર = મોક્ષનું કરનારું; સિદ્ધિકર. गहिऊण य सम्मत्तं सुणिम्मलं सुरगिरीव णिक्कंपं । तं झाणे झाइज्जइ सावय दुक्खक्खयट्ठाए ॥ ८६ ॥ ગ્રહી મેરુપર્વત-સમ અકંપ સુનિર્મળા સમ્યને, હે શ્રાવકો ! દુખનાશ અર્થે ધ્યાનમાં ધ્યાતવ્ય તે. ૮૬. सम्मत्तं जो झायइ सम्माइट्ठी हवेइ सो जीवो । सम्मत्तपरिणदो उण खवेइ दुट्ठट्ठकम्माणि ॥ ८७ ॥ Page #515 -------------------------------------------------------------------------- ________________ ૫૦૧ સમ્યકત્વને જે જીવ ધ્યાવે તે સુદષ્ટિ હોય છે, સમત્વપરિણત વર્તતો દુષ્ટાકર્મો ક્ષય કરે. ૮૭. किं बहुणा भणिएणं जे सिद्धा णरवरा गए काले। सिज्झिहहि जे वि भविया तं जाणह सम्ममाहप्पं ॥ ८८॥ બહુકથનથી શું?'નરવરો ગતકાળજેસિયાઅહો! જે સિદ્ધશે ભવ્યો હવે, સમ્યકત્વમહિમા જાણવો. ૮૮. ૧. નરવરો = ઉત્તમ પુરુષો. ૨. ગત કાળ = ભૂતકાળમાં પૂર્વે. ૩. સિદ્ધયા = સિદ્ધ થયા, મોક્ષ પામ્યા. ते धण्णा सुकयत्था ते सूरा ते वि पडिया मणुया। सम्मत्तं सिद्धियरं सिविणे विण मइलियं जेहिं॥ ८९॥ નર ધન્ય તે, 'સુકૃતાર્થ તે, પંડિત અને શૂરવીર તે, સ્વપ્નય મલિન કર્યું ન જેણે સિદ્ધિકર સમ્યકત્વને. ૮૯. ૧. સુકૃતાર્થ = જેમણે પ્રયોજનને સારી રીતે સિદ્ધ કર્યું એવા સુકૃતકૃત્ય. ૨. સિદ્ધિકર = સિદ્ધિ કરનાર; મોક્ષ કરનાર. हिंसारहिए धम्मे अट्ठारहदोसवज्जिए देवे। णिग्गंथे पव्वयणे सद्दहणं होइ सम्मत्तं ॥९॥ 'હિંસાસુવિરહિત ધર્મ, દોષ અઢાર વર્જિત દેવનું, નિગ્રંથ પ્રવચન કેરું જે શ્રદ્ધાન તે સમકિત કહ્યું. ૯૦. ૧. હિંસાસુવિરહિત = હિસારહિત. जहजायरूवरूवं सुसंजयं सव्वसंगपरिचत्तं। लिंगंण परावेक्खं जो मण्णइ तस्स सम्मत्तं ॥९१॥ સમ્યકત્વ તેને, જેહમાને લિંગ પરનિરપેક્ષને, રૂપે યથાજાતક, સુસંયત, સર્વસંગવિમુક્તને. ૯૧. Page #516 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ ૧. લિંગ પરનિરપેક્ષને = પરથી નિરપેક્ષ એવા (અંતર્બાહ્ય)લિંગને; પરને નહિ અવલંબનારા એવા લિંગને. ૨. રૂપે યથાજાતક = (આંતરલિંગ-અપેક્ષાએ) યથાનિષ્પન્ન-સહજ-સ્વાભાવિક નિરુપાધિક રૂપવાળા; (બાહ્યલિંગ-અપેક્ષાએ) જન્મ્યા પ્રમાણેના રૂપવાળા. ૩. સુસંયત = સારી રીતે સંયતસુસંયમયુક્ત. कुच्छियदेवं धम्मं कुच्छियलिंगं च वंदए जो दु। लज्जाभयगारवदो मिच्छादिट्ठी हवे सो हु॥९२॥ જે દેવ કુત્સિત, ધર્મ કુત્સિત, લિંગ કુત્સિત વંદતા, ભય, શરમ વા ગારવ થકી, તે જીવ છે મિથ્યાત્વમાં. ૯૨. ૧. કુત્સિત = નિંદિત, ખરાબ, અધમ. सपरावेक्खं लिंग राई देवं असंजयं वंदे। मण्णइ मिच्छादिट्ठी ण हु मण्णइ सुद्धसम्मत्तो॥९३॥ વંદન અસંયત, 'રક્ત દેવો, લિંગ સપરાપેક્ષને, -એ માન્ય હોય કુદષ્ટિને, નહિ શુદ્ધ સમ્યગ્દષ્ટિને. ૯૩. ૧. રક્ત = રાગી. ૨. સપરાપેક્ષ = પરની અપેક્ષાવાળા. सम्माइट्ठी सावय धम्मं जिणदेवदेसियं कुणदि। विवरीयं कुव्वंतो मिच्छादिट्ठी मुणेयव्वो॥९४ ॥ સમ્યક્ત્વયુત શ્રાવક કરે જિનદેવદેશિત ધર્મને; વિપરીત તેથી જે કરે, કુદષ્ટિ તે જ્ઞાતવ્ય છે. ૯૪. मिच्छादिट्ठी जो सो संसारे संसरेइ सुहरहिओ। जम्मजरमरणपउरे दुक्खसहस्साउले जीवो॥९५॥ કુદષ્ટિ જે, તે સુખવિહીન પરિભ્રમે સંસારમાં, જર-જન્મ-મરણપ્રચુરતા, દુખગણસહસ્ત્ર ભર્યા જિહાં. ૯૫. सम्म गुण मिच्छ दोसो मणेण परिभाविऊण तं कुणसु। जं ते मणस्स रुच्चइ किं बहुणा पलविएणं तु॥९६ ॥ Page #517 -------------------------------------------------------------------------- ________________ ૫૦૩ સમ્યકત્વગુણ, મિથ્યાત્વદોષ” તું એમ મનસુવિચારીને, કર તે તને જે મન રુચે; બહુ કથન શું કરવું અરે ? ૯૬ बाहिरसंगविमुक्को ण वि मुक्को मिच्छभाव णिग्गंथो। किं तस्स ठाणमउणं ण वि जाणदि अप्पसमभावं ॥९७॥ નિગ્રંથ, બાહ્ય અસંગ, પણ નહિ ત્યક્ત મિથ્યાભાવ જ્યાં, જાણે ન તે સમભાવ નિજ, શું સ્થાન-મૌન કરે તિહાં? ૯૭. ૧. સ્થાન = નિશળપણે ઊભા રહેવું તે; ઊભાં ઊભાં કાયોત્સર્ગસ્થિત રહેવું તે; એક આસને નિશ્ચળ રહેવું તે. मूलगुणं छित्तूण य बाहिरकम्मं करेइ जो साहू। सो ण लहइ सिद्धिसुहं जिणलिंगविराहगो णियद ॥९८॥ જે મૂળગુણને છેદીને મુનિ બાહ્યકર્મો આચરે, પામે ન શિવસુખ નિશ્ચયે જિનકથિત-લિંગ-વિરાધને. ૯૮ ૧. નિશ્ચય = નક્કી. ૨. જિનકથિત-લિંગ-વિરાધને = જિનકથિત લિંગની વિરાધના કરતો હોવાથી. किं काहिदि बहिकम्मं किं काहिदि बहुविहं च खवणं तु। किं काहिदि आदावं आदसहावस्स विवरीदो ॥ ९९॥ બહિરંગ કર્મો શું કરે? ઉપવાસ બહુવિધ શું કરે ? રે! શું કરે આતાપના? -આત્મસ્વભાવવિરુદ્ધ જે. ૯૯. जदिपढदिबहुसुदाणियजदिकाहिदिबहुविहंच चारित्तं। तं बालसुदं चरणं हवेइ अप्पस्स विवरीदं ॥१०॥ પુષ્કળ ભણે શ્રુતને ભલે, ચારિત્ર બહુવિધ આચરે, છે બાળશ્રુત ને બાળચારિત, આત્મથી વિપરીત જે. ૧૦). वेरग्गपरो साहू परदव्वपरम्मुहो य जो होदि। संसारसुहविरत्तो सगसुद्धसुहेसु अणुरत्तो॥१०१॥ Page #518 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ गुणगणविहूसियंगो हेयोपादेयणिच्छिदो साहू। झाणज्झयणे सुरदो सो पावइ उत्तमं ठाणं ॥१०२॥ છે સાધુ જે વૈરાગ્યપર ને વિમુખ પરદ્રવ્યો વિષે, ભવસુખવિરક્ત, સ્વકીય શુદ્ધ સુખો વિષે અનુરક્ત જે, ૧૦૧. 'આદેયય -સુનિશ્ચયી, ગુણગણવિભૂષિત-અંગ જે, ધ્યાનાધ્યયનરત જેહ, તે મુનિ સ્થાન ઉત્તમને લહે. ૧૦૨. ૧. આદેયહેય-સુનિશ્ચયી = ઉપાદેય અને હેયનો જેમણે નિશ્ચય કરેલો છે એવા. ૨. ગુણગણવિભૂષિત-અંગ = ગુણોના સમૂહથી સુશોભિત અંગવાળા. णविएहिं जंणविज्जइ झाइज्जइ झाइएहिं अणवरयं । थुव्वंतेहिं थुणिज्जइ देहत्थं किं पि तं मुणह॥१०३॥ પ્રણમે પ્રગત જન, ધ્યાત જન ધ્યાવે નિરંતર જેહને, તું જાણ તત્ત્વ તનસ્થ છે, જે સ્તવનપ્રાપ્ત જનો સ્તવે. ૧૦૩ ૧. પ્રણત જન = બીજાઓ વડે જેમને પ્રથમવામાં આવે છે તે જનો. ૨. ધ્યાત જન = બીજાઓ વડે જેમને ધ્યાવામાં આવે છે તે જનો. ૩. તનસ્થ = દેહસ્થ, શરીરમાં રહેલ. ૪. સ્તવનપ્રાપ્ત જનો = બીજાઓ વડે જેમને સ્તવવામાં આવે છે તે જનો. अरुहा सिद्धायरिया उज्झाया साहु पंच परमेट्ठी। ते विहु चिट्ठहि आदे तम्हा आदा हु मे सरणं॥१०४॥ અહંત-સિદ્ધાચાર્ય-અધ્યાપક-શ્રમણ-પરમેષ્ઠી જે, પાંચેય છે આત્મા મહીં; આત્મા શરણ છે મારું ખરે. ૧૦૪. सम्मत्तं सण्णाणं सच्चारित्तं हि सत्तवं चेव। चउरो चिट्ठहि आदे तम्हा आदा हु मे सरणं॥१०५॥ સમત્વ, સમ્યજ્ઞાન, સત્યારિત્ર સરંપચરણ જે, ચારેય છે આત્મા મહીં; આત્મા શરણ મારું ખરે. ૧૦૫. Page #519 -------------------------------------------------------------------------- ________________ ૫૦૫ एवं जिणपण्णत्तं मोक्खस्स य पाहुडं सुभत्तीए । जो पढइ सुणइ भावइ सो पावइ सासयं सोक्खं ॥ १०६॥ આ જિનનિરૂપિત મોક્ષપ્રાકૃત-શાસ્ત્રને સદ્ગક્તિએ જે પઠન-શ્રવણ કરે અને ભાવે, લહે સુખ નિત્યને. ૧૦૬. Page #520 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ ૭. લિંગપ્રાભૃત काऊण णमोकारं अरहंताणं तहेव सिद्धाणं। वोच्छामि समणलिंगं पाहुडसत्थं समासेण॥१॥ કરીને નમન ભગવંત શ્રી અહંતને, શ્રી સિદ્ધને, ભાખીશ હું સંક્ષેપથી મુનિલિંગપ્રાભૃતશાસ્ત્રને. ૧. धम्मेण होइ लिंगंण लिंगमत्तेण धम्मसंपत्ती। जाणेहि भावधम्मं किं ते लिंगेण कायव्वो॥२॥ હોયે ધરમથી લિંગ, ધર્મન લિંગમાત્રથી હોય છે; રે! ભાવધર્મ તું જાણ, તારે લિંગથી શું કાર્ય છે? ૨. जो पावमोहिदमदी लिंग घेत्तूण जिणवरिंदाणं। उवहसदि लिंगिभावं लिंगिम्मिय णारदो लिंगी॥३॥ જે પાપમોહિતબુદ્ધિ, જિનવરલિંગ ધરી, લિંગિત્વને ઉપહસિત કરતો, તે વિઘાતે લિંગીઓના લિંગને. ૩. ૧. પાપમોહિતબુદ્ધિ = જેની બુદ્ધિ પાપમોહિત છે એવો પુરુષ. ૨. લિંગિત્વને ઉપહાસિત કરતો = લિંગીપણાનો ઉપહાસ કરે છે, લિંગીભાવની મશ્કરી કરે છે; મુનિપણાની મજાક કરે છે. ૩. વિઘાતે = ઘાત કરે છે; નષ્ટ કરે છે; હાનિ પહોંચાડે છે. ૪. લિંગીઓ = મુનિઓ; સાધુઓ; શ્રમણો. णच्चदि गायदि तावं वायं वाएदि लिंगरूवेण। सो पावमोहिदमदी तिरिक्खजोणी ण सो समणो॥४॥ જે લિંગ ધારી નૃત્ય, ગાયન, વાઘવાદનને કરે, તે પાપમોહિતબુદ્ધિ છે તિર્યંચયોનિ, ન શ્રમણ છે. ૪. सम्मूहदि रक्खेदि य अझं झाएदि बहुपयत्तेण। सो पावमोहिदमदी तिरिक्खजोणी ण सो समणो॥५॥ Page #521 -------------------------------------------------------------------------- ________________ ૫૦૭ જે સંગ્રહે, રક્ષે બહુશ્રમપૂર્વ, ધ્યાવે ‘આર્તને, તે પાપમોહિતબુદ્ધિ છે તિર્યંચયોનિ, ન શ્રમણ છે. ૫. ૧. બહુશ્રમપૂર્વ = બહુ શ્રમપૂર્વક, ઘણા પ્રયત્નથી. ૨. આર્ત = આર્તધ્યાન. कलहं वादं जूवा णिचं बहुमाणगविओ लिंगी। वच्चदि णरयं पाओ करमाणो लिंगिरूवेण ॥६॥ 'ધૂત જે રમે, બહુમાન-ગર્વિત વાદ-કલહ સદા કરે, લિંગીરૂપે કરતો થકો પાપી નરકગામી બને. ૬. ૧. ધૂત = જુગાર. पाओपहदंभावो सेवदि य अबंभु लिंगरूवेण। सो पावमोहिदमदी हिंडदि संसारकंतारे॥७॥ જે પાપ - ઉપહતભાવ સેવે લિંગમાં અબ્રહ્મને, તે પાપમોહિતબુદ્ધિને પરિભ્રમણ સંસ્કૃતિકાનને. ૭. ૧. પાપ-ઉપહતભાવ = પાપથી જેનો ભાવ હણાયેલો છે એવો પુરુષ. ૨. સંસ્કૃતિકાનને = સંસારરૂપી વનમાં. दसणणाणचरित्ते उवहाणे जइण लिंगरूवेण। अह्र झायदि झाणं अणंतसंसारिओ होदि॥ ८॥ જ્યાં લિંગરૂપે જ્ઞાનદર્શનચરણનું ધારણ નહીં, ને ધ્યાન ધ્યાવે આર્ત, તેહ અનંતસંસારી મુનિ. ૮. जो जोडेदि विवाहं किसिकम्मवणिज्जजीवघादं च । वच्चदि णरयं पाओ करमाणो लिंगिरूवेण॥९॥ જોડે વિવાહ, કરે કૃષિ-વ્યાપાર-જીવવિઘાત જે, લિંગીરૂપે કરતો થકો પાપી નરકગામી બને. ૯. चोराण लाउराण य जुद्ध विवादं च तिव्वकम्मेहिं। जंतेण दिव्वमाणो गच्छदि लिंगी णरयवासं ॥१०॥ Page #522 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ ચોરો - લબાડોને લડાવે, તીવ્ર પરિણામો કરે, ચોપાટ-આદિક જે રમે, લિંગી નરકગામી બને. ૧૦. दंसणणाणचरित्ते तवसंजमणियमणिच्चकम्मम्मि। पीडयदि वट्टमाणो पावदि लिंगी णरयवासं ॥११॥ દગજ્ઞાનચરણે, નિત્યકર્મ, તપનિયમસંયમ વિષે જે વર્તતો પીડા કરે, લિંગી નરકગામી બને. ૧૧. कंदप्पाइय वट्टइ करमाणो भोयणेसु रसगिद्धिं । मायी लिंगविवाई तिरिक्खजोणी ण सो समणो॥१२॥ જે ભોજને રસવૃદ્ધિ કરતો વર્તતો કામાદિક, માયાવી લિંગવિનાશી તે તિર્યંચયોનિ, ન શ્રમણ છે. ૧૨. धावदि पिंडणिमित्तं कलहं काऊण भुञ्जदे पिंडं। अवरपरूई संतो जिणमग्गि ण होइ सो समणो॥१३॥ પિડાથે જે દોડે અને કરી કલહ ભોજન જે કરે, ઇર્ષા કરે જે અન્યની, જિનમાર્ગનો નહિ શ્રમણ તે. ૧૩. ૧. પિંડાર્થ = આહાર અર્થે, ભોજનપ્રાપ્તિ માટે. गिण्हदि अदत्तदाणं परणिंदा वि य परोक्खदूसेहिं। जिणलिंगं धारतो चोरेण व होइ सो समणो॥ १४ ॥ અણદાનું જ્યાં ગ્રહણ, જે અસમક્ષ પરનિંદા કરે, જિનસિંગધારક હો છતાં તે શ્રમણ ચોર સમાન છે. ૧૪. ૧. આણદત્ત = અદત્ત, આણદીધેલ; નહિ દેવામાં આવેલ. ૨. અસમક્ષ = પરોક્ષપણે; અપ્રત્યક્ષપણે; અસમીપપણે; છાની રીતે. उप्पडदि पडदि धावदि पुढवीओ खणदि लिंगरूवेण। इरियावह धारंतो तिरिक्खजोणी ण सो समणो॥१५॥ Page #523 -------------------------------------------------------------------------- ________________ પટ 'લિંગાત્મ ઈર્યાસમિતિનો ધારક છતાં કૂદે, પડે, દોડે, ઉખાડે ભોય, તે તિર્યંચયોનિ, ન શ્રમણ છે. ૧૫. ૧. લિંગાત્મ = લિંગરૂપ; મુનિલિંગસ્વરૂપ. बंधो णिरओ संतो सस्सं खंडेदि तह य वसुहं पि। छिंददि तरुगण बहुसो तिरिक्खजोणी ण सो समणो॥१६॥ જે અવગણીને બંધ, ખાંડે ધાન્ય, ખોદે પૃથ્વીને, બહુ વૃક્ષ છેદે જેહ, તે તિર્યંચયોનિ, ન શ્રમણ છે. ૧૬. रागं करेदि णिचं महिलावग्गं परं च दूसेदि। दंसणणाणविहीणो तिरिक्खजोणी ण सो समणो॥१७॥ સ્ત્રીવર્ગ પર નિત રાગ કરતો, દોષ દે છે અન્યને, દગજ્ઞાનથી જે શૂન્ય, તે તિર્યંચયોનિ, ન શ્રમણ છે. ૧૭ पव्वज्जहीणगहिणं णेहं सीसम्मि वट्टदे बहुसो। आयारविणयहीणो तिरिक्खजोणी ण सो समणो॥१८॥ દીક્ષાવિહીન ગૃહસ્થ ને શિષ્ય ધરે બહુ સ્નેહ જે, આચાર-વિનયવિહીન, તે તિર્યંચયોનિ, ન શ્રમણ છે. ૧૮. एवं सहिओ मुणिवर संजदमज्झम्मि वट्टदे णिचं । बहुलं पि जाणमाणो भावविणट्ठो ण सो समणो॥१९॥ ઇમ વર્તનારો સંયતોની મધ્ય નિત્ય રહે ભલે, ને હોય બહુશ્રુત, તોય ભાવવિનષ્ટ છે, નહિ શ્રમણ છે. ૧૯. ૧. બહુશ્રુત = બહુ શાસ્ત્રોનો જાણનાર; વિદ્વાન. ૨. ભાવવિનષ્ટ = ભાવભ્રષ્ટ; ભાવશૂન્ય; શુદ્ધભાવથી (દર્શનજ્ઞાનચારિત્રથી)રહિત. दसणणाणचरित्ते महिलावग्गम्मि देदि वीसट्ठो। पासत्थ वि हु णियट्ठो भावविणट्ठो ण सो समणो॥२०॥ Page #524 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ સ્ત્રીવર્ગમાં વિશ્વસ્ત દે છે જ્ઞાન-દર્શન-ચારિત્ર જે, પાર્થસ્થથી પણ હીન ભાવવિનષ્ટ છે, નહિ શ્રમણ છે. ૨૦. ૧. વિશ્વસ્ત = ૧) વિશ્વાસુપણે અર્થાત (સ્ત્રીવર્ગનો) વિશ્વાસ કરીને, નિર્ભયપણે; ૨) વિશ્વસનીયપણે અર્થાત્ (સ્ત્રીવર્ગમાં) વિશ્વાસ ઉપજાવીને. पुच्छलिघरि जो भुञ्जइ णिच्चं संथुणदि पोसए पिंडं। पावदि बालसहावं भावविणट्ठो ण सो सवणो॥२१॥ અસતીગૃહે ભોજન કરે, કરે સ્તુતિ નિત્ય, પોષે પિંડ જે, અજ્ઞાનભાવે યુક્ત ભાવવિનષ્ટ છે, નહિ શ્રમણ છે. ૨૧. ૧. અસતીગૃહે = વ્યભિચારિણી સ્ત્રીના ઘરે. ૨. કરે સ્તુતિ નિત્ય = હંમેશા તેની પ્રશંસા કરે છે. ૩. પિંડ = શરીર. इय लिंगपाहुडमिणं सव्वंबुद्धेहिं देसियं धम्मं । पालेइ कट्ठसहियं सो गाहदि उत्तमं ठाणं ॥२२॥ એ રીત સર્વ કથિત આ લિંગપ્રાભૃત જાણીને, જે ધર્મ પાળે કષ્ટ સહ, તે સ્થાન ઉત્તમને લહે. ૨૨. ૧. કષ્ટ સહ = કષ્ટ સહિત; પ્રયત્નપૂર્વક. Page #525 -------------------------------------------------------------------------- ________________ ૫૧૧ ૮. શીલપ્રાભૂત वीरं विसालणयणं रत्तुप्पलकोमलस्समप्पायं। तिविहेण पणमिऊणं सीलगुणाणं णिसामेह॥१॥ 'વિસ્તીર્ણલોચન, રક્તકજકોમલ-સુપદ શ્રી વીરને ત્રિવિધ કરીને વંદના, હું વર્ણવું શીલગુણને. ૧. ૧. વિસ્તીર્ણલોચન = વિશાળ નેત્રવાળા, વસ્તૃત દર્શનશાનવાળા. ૨. રક્તકજકોમલ-સુપદ = લાલ કમળ જેવા કોમળ જેમના સુપદ (સુંદર ચરણો અથવા રાગદ્વેષરહિત વચનો) છે એવા. सीलस्स य णाणस्स य णत्थि विरोहो बुधेहिं णिट्ठिो। णवरि य सीलेण विणा विसया णाणं विणासंति॥२॥ ન વિરોધ ભાગો જ્ઞાનીઓએ શીલને ને જ્ઞાનને, વિષયો કરે છે નષ્ટ કેવળ શીલવિરહિત જ્ઞાનને. ૨. दुक्खे णजदि णाणं णाणं णाऊण भावणा दुक्खं । भावियमई य जीवो विसयेसु विरज्जए दुक्खं ॥३॥ દુષ્કર જણાવું જ્ઞાનનું, પછી ભાવના દૂષ્કર અરે ! વળી ભાવનાયુત જીવને દુષ્કર વિષયવૈરાગ્ય છે. ૩. ताव ण जाणदिणाणं विसयबलो जाव वट्टए जीवो। विसए विरत्तमेत्तो ण खवेइ पुराइयं कम्मं ॥४॥ જાણે આત્મા જ્ઞાનને, વર્તે વિષયવશ જ્યાં લગી; નહિ 'ક્ષપણ પૂરવકર્મનું કેવળ વિષયવૈરાગ્યથી. ૪. ૧. Rપણ = ક્ષય કરવો તે, નાશ કરવો તે. णाणं चरित्तहीणं लिंगग्गहणं च दंसणविहूणं। संजमहीणो य तवो जइ चरइ णिरत्ययं सव्वं ॥५॥ Page #526 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ જે જ્ઞાન ચરણવિહીન, ધારણ લિંગનું દગહીન જે, તપચરણ જે સંયમસુવિરહિત, તે બધું ય નિરર્થ છે. ૫. ૧. નિરર્થ = નિરર્થક; નિષ્ફળ. णाणं चरित्तसुद्धं लिंगग्गहणं च दंसणविसुद्धं । संजमसहिदो य तवो थोओ वि महाफलो होइ॥६॥ જે જ્ઞાન ચરણવિશુદ્ધ, ધારણ લિંગનું દગશુદ્ધ જે, તપ જે સસંયમ, તે ભલે થોડું, મહાફળયુક્ત છે. ૬. ૧. દગશુદ્ધ = સમ્યગ્દર્શન વડે શુદ્ધ. ૨. સસંયમ = સંયમ સહિત. णाणं णाऊण णरा केई विसयाइभावसंसत्ता। हिंडंति चादुरगदिं विसएसु विमोहिया मूढा ॥७॥ નર કોઈ, જાણી જ્ઞાનને, આસક્ત રહી વિષયાદિકે, ભટકે ચતુર્ગતિમાં અરે ! વિષયે વિમોહિત મૂઢ એ. ૭. जे पुण विसयविरत्ता णाणं णाऊण भावणासहिदा। छिंदंति चादुरगदिं तवगुणजुत्ता ण संदेहो॥८॥ પણ વિષયમાંહી વિરક્ત, જાણી જ્ઞાન, ભાવનયુક્ત રે, નિઃશંક તે તપગુણસહિત છેદે ચતુર્ગતિભ્રમ, ને. ૮. जह कंचणं विसुद्धं धम्मइयं खडियलवणलेवेण। तह जीवो वि विसुद्धं णाणविसलिलेण विमलेण॥९॥ ધમતાં લવણ - ખડીલેપપૂર્વક કનક નિર્મળ થાય છે, ત્યમ જીવ પણ સુવિશુદ્ધ 'જ્ઞાનસલિલથી નિર્મળ બને. ૯. ૧. જ્ઞાનસલિલ = જ્ઞાનજળ; જ્ઞાનરૂપી નીર. णाणस्स पत्थि दोसो कुप्पुरिसाणं वि मंदबुद्धीणं। जे णाणगविदा होऊणं विसएसु रज्जंति॥१०॥ Page #527 -------------------------------------------------------------------------- ________________ ૫૧૩ જે જ્ઞાનથી ગર્વિત બની વિષયો મહીંરાચે જનો, તે જ્ઞાનનો નહિ દોષ, દોષ કુપુરુષ મંદમતિ તણો. ૧૦. णाणेण दंसणेण य तवेण चरिएण सम्मसहिएण। होहदि परिणिव्वाणं जीवाण चरित्तसुद्धाणं ॥११॥ સમ્યત્વસંયુત જ્ઞાન, દર્શન, તપ અને ચારિત્રથી, ચારિત્રશુદ્ધ જીવો કરે ઉપલબ્ધિ પરિનિર્વાણની. ૧૧. ૧. પરિનિર્વાણ = મોક્ષ. सीलं रक्खताणं दंसणसुद्धाण दिढचरित्ताणं। अत्थि धुवं णिव्वाणं विसएसु विरत्तचित्ताणं ॥१२॥ જે શીલને રક્ષે, સુદર્શનશુદ્ધ, દઢચારિત્ર જે, જે વિષયમાંહી વિરક્તમન, નિશ્ચિત લહે નિર્વાણને. ૧૨. ૧. વિરક્તમન = વિરક્ત મનવાળા. विसएसु मोहिदाणं कहियं मग्गं पि इट्ठदरिसीणं। उम्मग्गं दरिसीणं णाणं पि णिरत्ययं तेसिं॥१३॥ છે 'ઈષ્ટદર્દી માર્ગમાં, હો વિષયમાં મોહિત ભલે; ઉન્માર્ગદર્શ જીવનું જે જ્ઞાન તેય નિરર્થ છે. ૧૩. ૧. ઇષ્ટદર્શ = ઇષ્ટને દેખનાર; હિતને શ્રદ્ધનાર; સન્માર્ગની શ્રદ્ધાવાળા. कुमयकुसुदपसंसा जाणंता बहुविहाई सत्थाई। सीलवदणाणरहिदा ण हु ते आराधया होति ॥१४॥ 'દુર્મત-કુશાસ્ત્રપ્રશંસકો જાણે વિવિધ શાસ્ત્રો ભલે, વ્રત-શીલ-જ્ઞાનવિહીન છે તેથી ન આરાધક ખરે. ૧૪. ૧. દુર્મત = કુમત. रूवसिरिगव्विदाणं जुव्वणलावण्णकंतिकलिदाणं। सीलगुणवज्जिदाणं णिरत्थयं माणुसं जम्म ॥१५॥ Page #528 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ હો રૂપશ્રીગર્વિત, ભલે લાવણ્યયૌવનકાન્તિ હો, માનવજનમ છે નિસ્પ્રયોજન શીલગુણવર્જિત તણો. ૧૫. वायरणछंदवइसेसियववहारणायसत्थेसु।। वेदेऊण सुदेसु य तेसु सुयं उत्तमं सीलं ॥ १६ ॥ વ્યાકરણ, છંદો, ન્યાય, વૈશેષિક, વ્યવહારાદિનાં શાસ્ત્રો તણું હો જ્ઞાન તો પણ શીલ ઉત્તમ સર્વમાં. ૧૬. . सीलगुणमंडिदाणं देवा भवियाण वल्लहा होंति। सुदपारयपउरा णं दुस्सीला अप्पिला लोए॥१७॥ રે! શીલગુણમંડિત ભવિકના દેવ વલ્લભ હોય છે; લોકે કુશીલ જનો, ભલે શ્રુતપારગત હો, તુચ્છ છે. ૧૭. सव्वे वि य परिहीणा रूवविरुवा वि पडिसुवया वि। सीलं जेसु सुसीलं सुजीविदं माणुसं तेसिं ॥१८॥ સૌથી ભલે હો હીન, રૂપવિરૂપ, યૌવનભ્રષ્ટ હો, માનુષ તેનું છે સુજીવિત, શીલ જેનું સુશીલ હો. ૧૮. ૧. હીન = હીણા (અર્થાત્ કુલાદિ બાહ્ય સંપત્તિની અપેક્ષાએ હલકા). ૨. રૂપવિરૂપ = રૂપે વિરૂપ, રૂપ અપેક્ષાએ કુરૂપ. ૩. માનુષ્ય = મનુષ્યપણું(અર્થાત્ મનુષ્યજીવન). ૪. સુજીવિત = સારી રીતે જિવાયેલું; પ્રશંસનીય-સફળપણે જીવવામાં આવેલું. जीवदया दम सच्चं अचोरियं बंभचेरसंतोसे। सम्मइंसण णाणं तओ य सीलस्स परिवारो॥१९॥ પ્રાણીદયા, દમ, સત્ય, બ્રહ્મ, અચૌર્ય ને સંતુષ્ટતા, સમ્યકત્વ, જ્ઞાન, તપશ્ચરણ છે શીલના પરિવારમાં. ૧૯. सीलं तवो विसुद्धं दंसणसुद्धी य णाणसुद्धी य। सीलं विसयाण अरी सीलं मोक्खस्स सोवाणं ॥२०॥ Page #529 -------------------------------------------------------------------------- ________________ ૫૧૫ છે શીલ તે તપ શુદ્ધ, તે દગશુદ્ધિ, જ્ઞાનવિશુદ્ધિ છે, છે શીલ અરિ વિષયો તણો ને શીલ શિવસોપાન છે. ૨૦. ૧. અરિ = વેરી; શત્રુ. ૨. શિવસોપાન = મોક્ષનું પગથિયું. जह विसयलुद्ध विसदो तह थावरजंगमाण घोराणं। सव्वेसि पि विणासदि विसयविसं दारुणं होई ॥२१॥ વિષ ઘોર જંગમ - સ્થાવરોનું નષ્ટ કરતું સર્વને, પણ વિષયલુબ્ધ તણું વિઘાતક વિષયવિષ અતિરૌદ્ર છે. ૨૧. ૧. વિષયલુબ્ધ તણું વિઘાતક = વિષયલુબ્ધ જીવોનો ઘાત કરનારું (અર્થાત્ અત્યંત બૂરું કરનારું). वारि एक्कम्मि य जम्मे मरिज विसवेयणाहदो जीवो। विसयविसपरिहया णं भमति संसारकंतारे॥२२॥ વિષવેદનાહત જીવ એક જ વાર પામે મરણને, પણ વિષયવિષહત જીવ તો સંસારકાંતારે ભમે. ૨૨. ૧. સંસારકાંતારે = સંસારરૂપી મોટા ભયંકર વનમાં. णरएसु वेयणाओ तिरिक्खए माणवेसु दुक्खाई। देवेसु वि दोहग्गं लहंति विसयासिया जीवा ॥ २३॥ બહુ વેદના નરકો વિષે, દુઃખો મનુજ-તિર્યંચમાં, દેવેય દુર્ભગતા લહે વિષયાવલંબી આતમા. ૨૩. ૧. દુર્ભગતા = દુર્ભાગ્ય. तुसधम्मंतबलेण य जह दव्वं ण हि णराण गच्छेदि। तवसीलमंत कुसली खवंति विसयं विस व खलं॥२४॥ 'તુષ દૂર કરતાં જે રીતે કંઈ દ્રવ્ય નરનું ન જાય છે, તપશીલવંત સુકુશલ, ખળ માફક, વિષયવિષને તજે. ૨૪. Page #530 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ ૧. તુષ દૂર કરતાં = ધાન્યમાંથી ફોતરાં વગેરે કચરો કાઢી નાંખતાં. ૨. દ્રવ્ય = વસ્તુ (અર્થાત્ ધાન્ય). ૩. સુકુશલ = કુશળ અર્થાત્ પ્રવીણ પુરુષ. ૪. ખળ = વસ્તુનો રસકસ વિનાનો નકામો ભાગ- કચરો; સર્વ કાઢી લેતાં બાકી રહેતાં કૂચા. वट्टेसु य खंडेसु य भद्देसु य विसालेसु अंगेसु। अंगेसु य पप्पेसु य सव्वेसु य उत्तमं सीलं ॥२५॥ છે ભદ્ર, ગોળ, વિશાળ ને ખંડાત્મ અંગ શરીરમાં, તે સર્વ હોય સુપ્રાય તો પણ શીલ ઉત્તમ સર્વમાં. ૨૫. पुरिसेण वि सहियाए कुसमयमूढेहि विसयलोलेहिं। संसारे भमिदव्वं अरयघरट्ट व भूदेहिं ॥ २६ ॥ દુર્મતવિમોહિત વિષયલુબ્ધ જનો ઇતરજન સાથમાં 'અરઘટ્ટિકાના ચક્ર જેમ પરિભ્રમે સંસારમાં ર૬. - ૧. અરઘટ્ટિકા = રેટ. आदेहि कम्मगंठी जा बद्धा विसयरागरंगेहिं। तं छिन्दन्ति कयत्था तवसंजमसीलयगुणेण॥२७॥ જે કર્મગ્રંથિ વિષયરાગે બદ્ધ છે આત્મા વિષે, તપચરણ-સંયમ-શીલથી સુકૃતાર્થ છેદે તેહને. ૨૭. उदधी व रदणभरिदो तवविणयंसीलदाणरयणाणं। सोहेंतो य ससीलो णिव्वाणमणुत्तरं पत्तो॥२८॥ તપ-દાન-શીલ-સુવિનય-રત્નસમૂહ સહ, જલધિ સમો, સોહંત જીવ સશીલ પામે શ્રેષ્ઠ શિવપદને અહો!. ૨૮. ૧. સોહંત = સોહતો; શોભતો. ૨.જીવ સશીલ = શીલસહિત જીવ; શીલવાન જીવ. सुणहाण गद्दहाण य गोवसुमहिलाण दीसदे मोक्खो। जे सोधंति चउत्थं पिच्छिज्जंता जणेहि सव्वेहिं॥ २९ ॥ Page #531 -------------------------------------------------------------------------- ________________ ૫૧૭ દેખાય છે શું મોક્ષ સ્ત્રી-પશુ-ગાય-ગદભ-શ્વાનનો? જે 'તુર્યને સાધ, લહે છે મોક્ષ; -દેખો સૌ જનો. ર૯. ૧. તુર્યને = ચતુર્થને (અર્થાત્ મોક્ષરૂપ ચોથા પુરુષાર્થને). जइ विसयलोलएहिं णाणीहि हविज साहिदो मोक्खो। तो सो सच्चइपुत्तो दसपुवीओ वि किं गदो णरयं ॥ ३० ॥ જો મોક્ષ સાધિત હોત 'વિષયવિલુબ્ધ જ્ઞાનધરો વડે, દશપૂર્વધર પણ સાત્યકિચુત કેમ પામત નરકને? ૩૦. ૧. વિષયવિલુબ્ધ = વિષયલુબ્ધ; વિષયોના લોલુપ. जइ णाणेण विसोहो सीलेण विणा बुहेहिं णिद्दिठो। दसपुब्वियस्स भावो य ण किं पुणु णिम्मलो जादो॥ ३१॥ જો શીલ વિણ બસ જ્ઞાનથી કહી હોય શુદ્ધિ જ્ઞાનીએ, દશપૂર્વધરનો ભાવ કેમ થયો નહીં નિર્મળ અરે ? ૩૧. जाए विसयविरत्तो सो गमयदि णरयवेयणा पउरा। ता लेहदि अरुहपयं भणियं जिणवड्डमाणेण ॥ ३२॥ 'વિષયે વિરક્ત કરે સુસહ અતિ-ઉગ્ર નારકવેદના, ને પામતા અહંતપદ, વિરે કહ્યું જિનમાર્ગમાં. ૩૨. ૧. વિષયે વિરક્ત = વિષયવિરક્ત જીવો. ૨. સુસહ = સહેલાઇથી સહન થાય એવી (અર્થાત્ હળવી). एवं बहुप्पयारं जिणेहि पञ्चक्खणाणदरिसीहिं। सीलेण य मोक्खपयं अक्खातीदं य लोयणाणेहिं॥३३॥ 'અત્યક્ષ-શિવપદપ્રાપ્તિ આમ ઘણા પ્રકારે શીલથી, પ્રત્યક્ષદર્શનજ્ઞાનધર લોકજ્ઞ જિનદેવે કહી. ૩૩. ૧. અત્યક્ષ = અતીન્દ્રિય, ઇન્દ્રિયાતીત. सम्मत्तणाणदंसणतववीरियपंचयारमप्पाणं। जलणो वि पवणसहिदो डहंति पोरायणं कम्मं ॥३४॥ Page #532 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ સમ્યકત્વ-દર્શન-જ્ઞાન-તપ-વીર્યાચરણ આત્મા વિષે, પવને સહિત પાવક સમાન, દહે પુરાતન કર્મને. ૩૪. ૧. પાવક = અગ્નિ. ૨. દહે = બાળે. ૩. પુરાતન = જૂનાં. णिद्दड्डअट्ठकम्मा विसयविरत्ता जिदिदिया धीरा। तवविणयसीलसहिदा सिद्धा सिद्धिं गदि पत्ता ॥ ३५ ॥ વિજિતેન્દ્રિવિષયવિરક્ત થઈ, ધરીને વિનય-તપ-શીલને, ધીરા દહી વસુ કર્મ, શિવગતિ પ્રાપ્ત સિદ્ધપ્રભુ બને. ૩૫. ૧. વિજિતેન્દ્રિ = જિતેન્દ્રિય. ૨. ધીરા = ધીર પુરુષ. ૩. દહી વસુ કર્મ = આઠ કર્મને બાળીને. लावण्णसीलकुसलो जम्ममहीरुहो जस्स सवणस्स। सो सीलो स महप्पा भमिज गुणवित्थरं भविए ॥ ३६॥ જે શ્રમણ કેરું જન્મતરુ લાવણ્ય-શીલસમૃદ્ધ છે, તે શીલધર છે, છે મહાત્મા, લોકમાં ગુણ વિસ્તરે. ૩૬. णाणं झाणं जोगो दंसणसुद्धी य वीरियायत्तं। सम्मत्तदंसेणेण य लहंति जिणसासणे बोहिं॥ ३७॥ દગશુદ્ધિ, જ્ઞાન, સમાધિ, ધ્યાનસ્વશકિત-આશ્રિત હોય છે, સમ્યકત્વથી જીવો લહે છે 'બોધિને જિનશાસને. ૩૭. ૧. બોધિ = રત્નત્રયપરિણતિ. जिणवयणगहिदसारा विसयविरत्ता तावोधणा धीरा। सीलसलिलेण ण्हादा ते सिद्धालयसुहं जंति ॥ ३८॥ જિનવચનનો ગ્રહી સાર, વિષયવિરક્ત ધીર તપોધનો, કરી સ્નાન 'શીલસલિલથી, સુખ સિદ્ધિનું પામે અહો! ૩૮. ૧. શીલસલિલ = શીલરૂપી જળ. Page #533 -------------------------------------------------------------------------- ________________ ૫૧૯ सव्वगुणखीणकम्मा सुहदुक्खविवज्जिदा मणविसुद्धा। पप्फोडियकम्मरया हवंति आराहणापयडा॥ ३९ ॥ 'આરાધના પરિણત સરવ ગુણથી કરે કૃશ કર્મને, સુખદુખારહિત મનશુદ્ધ તે ક્ષેપે કરમરૂપ ધૂળને. ૩૯. ૧. આરાધના પરિણત = આરાધનારૂપે પરિણમેલો પુરુષો. ૨. કુશ = નબળાં પાતળાક્ષીણ ૩. મનશુદ્ધ = શુદ્ધ મનવાવા (અર્થાત્ શુદ્ધ પરિણતિવાળા). अरहंते सुहभत्ती सम्मत्तं दंसणेण सुविसुद्धं । सीलं विसयविरागो गाणं पुण केरिसं भणियं ॥४०॥ અહંતમાં શુભ ભક્તિ શ્રદ્ધાશુદ્ધિયુત સમ્યક્ત છે, ને શીલ વિષયવિરાગતા છે; જ્ઞાન બીજું કયું હવે? ૪૦. Page #534 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૯ શ્રી અષ્ટપાહુડ - પ્રસાદી ૧. દર્શનપ્રાભૃતઃ દર્શનપ્રાભૂતમાં દર્શનમાર્ગ એટલે કે જિનદર્શનનું સ્વરૂપ તથા ધર્મના મૂળ સમ્યગ્દર્શનનું સ્વરૂપ બતાવીને તેનો મહિમા પ્રસિદ્ધ કર્યો છે; તથા તેની આરાધનાનો ઉપદેશ આપ્યો છે. - સમ્યગ્દર્શન વગર અનંતકાળથી જીવ સંસાર પરિભ્રમણ કરી રહ્યો છે અને અનંત દુઃખ ભોગવી રહ્યો છે. મોક્ષના કારણરૂપ જે ધર્મ સર્વજ્ઞ ભગવાને ઉપદેશ્યો છે તે ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. જીવવસ્તુ જ્ઞાનદર્શનમય ચેતનાસ્વરૂપ છે, તે ચેતના શુદ્ધતારૂપે પરિણમે તે તેનો સ્વભાવ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ધર્મ પણ તેમાં જ આવી જાય છે. જીવના મોહ-ક્ષોભ વગરના શુદ્ધ ચેતના પરિણામ તે જ જિનેશ્વરદેવે કહેલો ધર્મ છે. | દર્શન એટલે શ્રદ્ધા - તેના વગર જીવને સમ્યકજ્ઞાન, ચારિત્ર કે ક્ષમા વગેરે કોઈ ધર્મ સાચા હોતા નથી. આ રીતે દર્શન’ જેનું મૂળ છે એવો ધર્મ ભગવાન જિનવરે ગણધરાદિ શિષ્યોને ઉપદેશ્યો છે. સમ્યગ્દર્શન તે જીવનો અંતરંગભાવ છે; ઉપાધિરહિત શુદ્ધ જીવને સાક્ષાત્ અનુભવમાં લઈને તેમાં આત્મબુદ્ધિરૂપ પ્રતીત તે સમ્યગ્દર્શન છે; તે નિશ્ચયથી એક જ પ્રકારનું છે. સમ્યકત્વતે આત્માભિમુખ પરિણામ છે. શુદ્ધ નય દ્વારા થયેલી આત્માની અનુભૂતિ તે સમ્યગ્દર્શનનું મુખ્ય ચિહ્ન છે. આત્માનું નિર્વિકલ્પ સ્વસંવેદન થાય છે તેમાં અપૂર્વ શાંતિના વેદન સહિત પોતાને આત્મા સાચા સ્વરૂપે જણાય છે. અતીન્દ્રિય હોવાથી તે સ્વસંવેદન પ્રત્યક્ષ છે, રાગ વગરનો અપૂર્વ આત્મિક આનંદ તેમાં વેદાય છે, અનંત ગુણનું નિર્મળ કાર્ય અનુભૂતિમાં એક સાથે સમાય છે. વ્યવહારથી જીવાદિના શ્રદ્ધાનને સમ્યકત્વ કહ્યું છે, પણ નિશ્ચયથી આત્મા જ નિજ સમ્યકત્વ છે. સમ્યગ્દષ્ટિને નિઃશંકતા, નિઃકાંક્ષા વગેરે આઠ અંગો હોય છે. આ સમગ્દર્શન એ મોક્ષનું પહેલું પગથિયું છે માટે એની આરાધના પ્રથમ કરો. ૨. સૂત્રપ્રાભૂત : જિનસૂત્રનું તાત્પર્ય એ છે કે પ્રયત્ન વડે આત્માને જાણો અને શ્રદ્ધા કરો. જિન સ્ત્રમાં શુદ્ધ રત્નત્રય મોક્ષમાર્ગ કેવો છે અને તેની સાથે બાહ્યમાં અચલક યથાકાત દશા કેવી હોય છે એ બતાવીને આચાર્ય કહે છે મોક્ષનો અર્થી જીવ આત્માને ઇચ્છે છે. | સ્વાધીન અસ્તિત્વ ટકાવીને દરેક વસ્તુ સ્વતંત્ર રીતે પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં પરિણમે છે. આવું અનેકાંતમય વસ્તુસ્વરૂપ સમજાવીને જિન સૂત્રો સ્વ-પરની ભિન્નતા બતાવે છે ને ભ્રમનો નાશ કરે છે, એ રીતે જ્ઞાનસ્વરૂપે પોતાનો નિબંધ અનુભવ તે જિનસૂત્રનું ફળ છે. Page #535 -------------------------------------------------------------------------- ________________ ૫૨૧ આ પરમાગમ ગ્રંથ ત્રિકાળી વિષયક સમસ્ત પદાર્થોનો વિષય કરનાર પ્રત્યક્ષ અનંત કેવળજ્ઞાનના પ્રભાવથી પ્રમાણીભૂત હોવાથી અને વીતરાગી આચાર્યોની પરંપરાથી આવ્યા હોવાથી પ્રત્યક્ષ તેમજ અનુમાનથી અવિરુદ્ધ છે, દૃષ્ટ-ઇષ્ટના વિરોધથી રહિત છે, તેથી પ્રમાણભૂત છે. માટે મોક્ષના અભિલાષી ભવ્ય જીવોએ આ પરમાગમનો અભ્યાસ કરવો જોઈએ. અમૃતરસના સો ઘડા પીવાનું જે ફળ છે તે ફળ અમૃતનો એક ખોબો પીવામાં પણ પ્રાપ્ત થાય છે; તેમ સર્વજ્ઞદેવની પરંપરાથી આવેલું વીતરાગી-પરમાગમરૂપી અમૃત ભલે ઓછું હોય તો પણ તેના અભ્યાસથી અપૂર્વ આત્મકલ્યાણરૂપ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થઈ શકે છે. માટે મોક્ષાર્થી જીવોએ પરમાગમનો અભ્યાસ કરવો જોઈએ. રાગ વગરનું વીતરાગી જીવન ચૈતન્યપ્રાણથી જીવાય છે; તે જ આનંદમય સત્યજીવન છે. જિન સૂત્રમાં ભાખેલ જીવ-અજીવ પદાર્થને, હેયત્વ-અણહેયત્વ સહ જાણે, સુદૃષ્ટિ તેહ છે. જિનઉક્ત છે જે સૂત્ર તે વ્યવહાર ને પરમાર્થ છે; તે જાણી યોગી સૌખ્યને પામે, દહે મળપૂંજને. ૬. સૂત્રોના પદથી ભ્રષ્ટ છે તે જીવ મિથ્યાદષ્ટિ છે. ત્રણ ગુપ્તિ, પંચ મહાવ્રત જે યુક્ત, સંયત છે; નિગ્રંથ મુક્તિમાર્ગ છે તે ખરેખર વંદ્ય છે. અનેક જીવો જિનસૂત્ર અનુસાર આત્માનો અનુભવ કરી મોક્ષ પામ્યા છે - તમે પણ તેમ કરો ! ૩. ચારિત્રપ્રાભૂત : જિન ભગવાને કહેલા મોક્ષમાર્ગના ચારિત્રમાં પ્રથમ સમ્યક્ત્વ આચરણ છે, બીજું સંયમ આચરણ છે. પ્રથમ સમ્યક્ત્વાચરણ ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે. આ પ્રમાણે બે પ્રકારના ચારિત્રને જાણીને શું કરવું ? કે પ્રથમ સમ્યક્ત્વની શુદ્ધતા વડે સમ્યક્ત્વ આચરણને આરાધવું. સમ્યક્ત્વને દોષ લગાડનારા સર્વે ભાવોને છોડવા; મિથ્યાત્વ તેમ જ શંકાદિ રહિત નિઃશંકતાદિ આઠ ગુણ સહિત સમ્યક્ત્વની આરાધના તે મોક્ષમાર્ગનું પહેલું આચરણ છે. આવા સમ્યક્ત્વ આચરણ સહિત જે સુવિશુદ્ધ સંયમનું આચરણ કરે છે તે જ્ઞાની અલ્પકાળમાં નિર્વાણને પામે છે. પરંતુ સમ્યક્ત્વના આચરણથી જે ભ્રષ્ટ છે એવો અજ્ઞાની જીવ વ્રતાદિ શુભરાગરૂપ આચરણ કરે તો પણ નિર્વાણને નથી પામતો. જીવ-અજીવના ભેદજ્ઞાનરૂપ સમ્યજ્ઞાન અને રાગાદિ દોષ રહિત એવી વીતરાગતા, તે મોક્ષનો પ્રસિદ્ધ માર્ગ છે. સમ્યજ્ઞાન વગર ચારિત્ર હોતું નથી, ને ચારિત્ર વગર મોક્ષ હોતો નથી. દગ, જ્ઞાન ને ચારિત્ર - ત્રણ જાણો પરમ શ્રદ્ધા વડે, જે જાણીને યોગીજનો નિર્વાણને આચિરે વરે. ૪૦ Page #536 -------------------------------------------------------------------------- ________________ ૫૨૨ દર્શન, જ્ઞ ન ને ચારિત્ર તે મોક્ષમાર્ગ છે અને તેનું મૂળ સમ્યગ્દર્શન છે. આ રીતે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમા ભગવાને ઉપદેશ્યો છે. અહો ! સમ્યગ્દર્શનના આરાધકને રત્નત્રયમાર્ગ પ્રત્યે પરમ ઉત્સાહ-ભાવના હોય છે. અહો, ધન્ય પંથ ! ધન્ય આ વીતરાગી માર્ગ ! આ પરમ સત્ય હિતકારી માર્ગનું પરમ ઉત્સાહથી ધર્મી જીવ ગ્રહણ કરીને તેને આાધે છે. પરમ ઉત્સાહથી સમ્યક્ત્વસહિત અપ્રતિહતપણે રત્નત્રયમાર્ગને આરાધતો થકો તે અલ્પકાળમાં મુક્તિને પામે છે. જ્ઞાની ચારિત્રારૂઢ થઈ નિજ આત્મમાં પર નવ ચહે, અચિરે લહે શિવસૌખ્ય અનુપમ એમ જાણો નિશ્ચયે. ૪૩. ૪. બોધપ્રાભૂત : જિનવરવે સર્વ જીવોના હિતને માટે જે ઉપદેશ કર્યો છે તે જ હું શુદ્ધ આચાર્યોની પરંપરા દ્વારા આ બોધપ્રાભૃતમાં કહીશ એમ કહીને શ્રી કુંદકુંદાચાર્ય બોધપ્રાભૂતની શરૂઆત કરે છે. જિનમાર્ગનો આ ઉપદેશ જીવોને ધર્મમાર્ગમાં સાવધાન કરે છે ને કુમાર્ગથી છોડાવે છે. માટે હે ભવ્યો ! તમે આ ઉપદેશનું શ્રવણ કરો. ધર્મનું આયતન કયું છે ? પરમાર્થે સમ્યક્ત્વાદિ વીતરાગ ધર્મરૂપે પરિણમેલો આત્મા, તે પોતે ધર્મનો આશ્રય, એટલે ધર્મનું સ્થાન છે. આવા પરમાર્થ ધર્મ આયતનને ઓળખીને વ્યવહારમાં જિનમંદિર તે ધર્મનું આયતન છે. તેમાં જે જિનબિંબની સ્થાપના છે તે પણ વીતરાગ હોય છે. જેમ ધર્મ વીતરાગ, દેવ વીતરાગ તેમ તેની પ્રતિમા પણ વીતરાગસ્વરૂપ જ હોય છે. આવા જિનમાર્ગના હે ભવ્ય જીવો ! તમે ઓળખો; અને જિનમાર્ગથી વિપરીત એવા કુમાર્ગથી દૂર રહો. અનંતગુણ આત્મા એ ધર્મનું સ્થાન છે. જે શુદ્ધ રત્નત્રય સ્વરૂપ થયા છે અને જેણે મોહને જીત્યો છે તે આત્મા પોતે ‘જિનમૂર્તિ’ છે, તે જિન પ્રતિમા છે. હે ચૈતન્ય ! તું ચૈતન્યભાવમાં વીતરાગ રત્નત્રયરૂપ થા. જે જ્ઞાન અતીન્દ્રિય થઈને, રાગથી પાર થઈને, ઇન્દ્રિયોથી પાર થઈને અતીન્દ્રિય આનંદમય આત્મા જેણે પ્રત્યક્ષ કર્યો, તે અતીન્દ્રિય જ્ઞાન જ જિનમાર્ગની સાચી મુદ્રા છે, તે જ સાચી નિશાની છે. આત્મામાં જે સ્થિત છે તે જ જિનમાર્ગનું સાચું જ્ઞાન છે. આત્મા જેનું પ્રયોજન છે એવું જ્ઞાન તે જ જિનમાર્ગનું જ્ઞાન છે. જ્ઞાનથી અભિન્ન એવું આત્મસ્વરૂપ તે જ જ્ઞાનનું લક્ષ્ય છે. આત્માને સાધવા જે જ્ઞાન અંતરમાં વળ્યું તે તો અત્યંત ધીર છે-શાંત છે-અનાકુળ છે. ‘જ્ઞાનતીર્થ’ તે પરમાર્થ તીર્થ છે. તે આત્મા પોતે શુદ્ધ ભાવ વડે સંસારને તરી રહ્યો છે. અહો ! જૈનધર્મના સેવન વડે સર્વ જીવોનો ઉદય થાય છે તેથી જિનેન્દ્ર ભગવાનના શાસનને ‘સર્વોદય તીર્થ’ કહેવાય છે. Page #537 -------------------------------------------------------------------------- ________________ ૫૨૩ ૫. ભાવપ્રાભુત : ભાવ એટલે સમ્યક્ત્વાદિ શુદ્ધભાવ, તે જ જૈનશાસન છે, તે જ મોક્ષમાર્ગ છે. આ ભાવપ્રાભૂતમાં આચાર્યદેવે અત્યંત વૈરાગ્યપૂર્ણ ઉપદેશ કર્યો છે. આચાર્યદેવ કહે છે કે, હે ભવ્ય ! સમ્યક્ત્વાદિ શુદ્ધભાવ છે તે જ મોક્ષમાર્ગમાં પ્રથમ લિંગ છે, તેને જ તું પરમાર્થ મોક્ષસાધન જાણ; એ સિવાય દ્રવ્યલિંગથી મોક્ષ સધાતો નથી. હે મોક્ષપુરીના પથિક ! શિવપુરીના પંથમાં સમ્યક્ત્વાદિ ભાવની પ્રધાનતા છે; એવા શિવપુરીના ભાવને તું જાણીને, જિનભાવના વડે સમ્યક્ત્વાદિ શુદ્ધભાવને પ્રગટ કર. છે ભાવ પરથમ, ભાવિવરહિત લિંગથી શું કાર્ય છે ? હે પથિક ! શિવનગરી તણો પથ યત્નપ્રાપ્ય કહ્યો જિને. ૬. રત્નત્રયની પ્રાપ્તિ વિના તું અનંતકાળથી દીર્ઘ સંસારે ભમ્યો છે. ક્ષણે ક્ષણે તું ભાવમરણે દુઃખી થયો, હવે એનાથી બચવા જિનભાવના ભાવ. વણ રત્નત્રયપ્રાપ્તિ તું એ રીત દીર્ઘ સંસારે ભમ્યો, -ભાખ્યું જિનોએ આમ; તેથી રત્નત્રયને આચરો. ૩૦. નિજ આત્મમાં રત જીવ જે તે પ્રગટ સમ્યગ્દષ્ટિ છે, તદ્બોધ છે સુજ્ઞાન, ત્યાં ચરવું ચરણ છે; -માર્ગ એ. ૩૧. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો કે પ્રત્યાખ્યાન-સંવર વગેરે શુદ્ધભાવનો આશ્રય તારો આત્મા જ છે; તેમાં આત્મા સિવાય બીજું કોઈ કારણ નથી; દેહના આધારે કે વિકલ્પોના આધારે સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવો થતાં નથી. ચેતનામય જે શુદ્ધ સહજ ભાવો છે તેનો હેતુ પોતાનો આત્મા જ છે. અને તે નિર્મળ ભાવોમાં ચેતનમય આત્મા જ પ્રસરેલો છે, એમાં રાગ નથી, તેમાં પર ચીજ નથી એટલે બીજું કોઈ તેનું કારણ નથી. મુજ જ્ઞાનમાં આત્મા ખરે, દર્શન-ચરિતમાં આતમા, પચખાણમાં આત્મા જ, સંવર-યોગમાં પણ આતમા. ૫૮. હવે કહે છે : મારો સુશાશ્વત એક દર્શનજ્ઞાનલક્ષણ જીવ છે; બાકી બધા સંયોગલક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. ૫૯. હવે નિર્વાણનું કારણ બતાવે છે ઃ : જે જીવ જીવસ્વભાવને ભાવે, સુભાવે પરિણમે, જર-મરણનો કરી નાશ તે નિશ્ચય લહે નિર્વાણને. ૬૧. Page #538 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ હવે શુદ્ધ શબ્દની વ્યાખ્યા કરે છે : આત્માવિશુદ્ધસ્વભાવઆત્મામહીં રહેતે “શુદ્ધ છે; આ જિનવરે ભાખેલ છે; જે શ્રેય, આચર તેહને. ૭૭. હવે કહે છે ધર્મ શું છે : પૂજાદિમાં વ્રતમાં જિનોએ પુષ્ય ભાખ્યું શાસને; છે ધર્મ ભાખ્યો મોહક્ષોભવિહીન નિજ પરિણામને. ૮૩. મિથ્યાત્વ ને નવ નોકષાય તું છોડ ભાવવિશુદ્ધિથી; કર ભક્તિ જિન-આજ્ઞાનુસાર તું ચૈત્ય-પ્રવચન-ગુરુ તણી. ભાવે સહિત મુનિવર લહે આરાધના ચતુરંગને; ભાવે રહિત તો હે શ્રમણ ! ચિર દીર્ઘ સંસારે ભમે. ૯૯. હવે ઉપદેશ કરે છે કે - કરી પ્રાપ્ત આંતરલિંગશુદ્ધિ સેવ ચઉવિધ લિંગને; છે બાહ્યલિંગ અકાર્ય ભાવવિહીનને નિશ્ચિતપણે. ૧૧૧. ભાવેન જ્યાં લગી તત્ત્વ, જ્યાં લગી ચિંતનીયન ચિંતવે, જીવ ત્યાં લગી પામે નહીં જર-મરણવર્જિત સ્થાનને. ૧૧૫. છઅનાયતનતજ, કરદયાષજીવની ત્રિવિધ સદા, મહાસત્ત્વને તું ભાવ રે! અપૂરવપણે હે મુનિવર ! ૧૩૩. છેલ્લે માંગણી કરે છે : ભગવંત સિદ્ધો-ત્રિજગતપૂજિત, નિત્ય, શુદ્ધ, નિરંજના -વર ભાવશુદ્ધિ દો મને દગ, જ્ઞાન ને ચારિત્રમાં. ૧૬૩. ૬. મોક્ષપ્રાભૃત: સ્વદ્રવ્ય આશ્રિત મોક્ષ અને પરદ્રવ્ય આશ્રિત સંસાર એ મહાન સિદ્ધાંત છે. સુગતિ એટલે સમ્યક પરિણતિ; સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણતિ તે સુગતિ છે, તેનું ફળ મોક્ષ છે. ને એવું સમ્યક પરિણમન સ્વદ્રવ્યના આશ્રયે થાય છે. દુર્ગતિ એટલે વિકૃત પરિણતિ; મિથ્યાત્વ-રાગ-દ્વેષાદિરૂપ અશુદ્ધ પરિણતિ તે દુર્ગતિ છે; તેનું ફળ દુઃખરૂપ સંસાર છે. તે પરદ્રવ્ય આશ્રિત છે. Page #539 -------------------------------------------------------------------------- ________________ પર૫ નિર્કન્દ, નિર્મમ, દેહમાં નિરપેક્ષ, મુકતારંભ જે, જે લીન આત્મસ્વભાવમાં, તે યોગી પામે મોક્ષને. ૧૨. હવે કહે છે : યોગી સૂતા વ્યવહારમાં તે જાગતા નિજકાર્યમાં; જે જાગતા વ્યવહારમાં તે સુખ આતમકાર્યમાં. ૩૧. ઇમ જાગી યોગી સર્વથા છોડે સકળ વ્યવહારને, પરમાત્માને ધ્યાને યથા ઉપદિષ્ટ જિનદેવો પડે. ૩૨. છે સિદ્ધ, આત્મા શુદ્ધ છે ને સર્વજ્ઞાનીદ છે, તું જાણરે!-જિનવરકથિત આજીવકેવળ જ્ઞાન છે. ૩૫. રત્નત્રયીયુત સંયમી નિજશક્તિતઃ તપને કરે, શુદ્ધાત્મને ધાતો થકો ઉત્કૃષ્ટ પદને તે વરે. ૪૩. હવે ચારિત્રની વ્યાખ્યા કરતાં બતાવે છે કે આત્મતત્વને જાણીને પુણ્ય અને પાપ બનો પરિહાર કરવો તેને ભગવાને ચારિત્ર કહ્યું છે, ને એવું રાગ-દ્વેષ વગરનું ચારિત્ર તે જ મોક્ષનું સાધન છે. તે નિજ ધર્મ છે ને ધર્મ નિજ સ્વભાવ છે, તે જીવના વણરાગરોષ અનન્યમય પરિણામ છે. ૫૦. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો જે આરાધક છે તે જીવ મોક્ષનો સાધક છે, સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની આરાધના તે જિનમુદ્રા છે. હવે એકથી એક પગથિયું દુષ્કર છે એમ બતાવ્યું છે. જીવ જાણવો દુષ્કર પ્રથમ, પછી ભાવના દુષ્કર અરે ! ભાવિતનિજાત્મસ્વભાવને દુષ્કર વિષયવૈરાગ્ય છે. ૬૫. હવે અજ્ઞાની કોણ છે તે બતાવે છે : પરદ્રવ્યમાં અણુમાત્ર પણ રતિ હોય જેને મોહથી, તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત આત્મસ્વભાવથી. ૬૯. યોગીઓ કેવી ભાવના ભાવે છે - છું એકલો હું, કોઈ પણ મારા નથી લોકત્રયે, -એ ભાવનાથી યોગીઓ પામે સુશાશ્વત સૌને. ૮૧. Page #540 -------------------------------------------------------------------------- ________________ - ૫૨૬ હવે નિર્વાણ કેમ પ્રાપ્ત થાય છે : નિશ્ચયનયે-જ્યાં આત્મા આત્માર્થ આત્મામાં રમે, તે યોગી છે સુચરિત્રસંયુત; તે લહે નિર્વાણને. ૮૩. હવે મોક્ષપ્રાભૃતની પૂર્ણાહુતી કરતાં બહુ અગત્યની ત્રણ ગાથાઓ છે. પ્રણમે પ્રણત જન, ધ્યાત જન ધ્યાવે નિરંતર જેહને, તું જાણ તત્ત્વ તનસ્થ છે, જે સ્તવનપ્રાપ્ત જનો સ્તવે. ૧૦૩ અહંત-સિદ્ધાચાર્ય-અધ્યાપક-શ્રમણ-પરમેષ્ઠી જે, પાંચેય છે આત્મા મહીં, આત્મા શરણ મારું ખરે. ૧૦૪. સમ્યકત્વ, સમ્યજ્ઞાન, સત્યારિત્ર સરંપચરણ જે, ચારેય છે આત્મા મહીં; આત્મા શરણ મારું ખરે. ૧૦૫. હવે આ મોક્ષપ્રાભૂતનું ફળ બતાવતાં કહે છે કે - આ જિનનિરૂપિત મોક્ષપ્રાભૃત-શાસ્ત્રને સદ્ભક્તિએ જે પઠન-શ્રવણ કરે અને ભાવે, લહે સુખ નિત્યને. ૧૦૬. આવા પરમ આત્મસ્વરૂપ સ્વદ્રવ્યને જાણીને તેમાં રત થવું તે મોક્ષરૂપ પરમ પદની પ્રાપ્તિનો ઉપાય છે. આ રીતે આ મોક્ષપ્રાભૂતની સમાપ્તિ થાય છે. ૭. લિંગપ્રાભૃત: આ લિંગાભૂતમાં મોક્ષમાર્ગી શ્રમણોના અંતર તેમ જ બાહ્ય ચિહ્નનું વર્ણન કર્યું છે. તેમાં પ્રથમ જ કહે છે કે જ્યાં શુદ્ધ રત્નત્રયભાવરૂપ ધર્મ પ્રગટ્યો હોય ત્યાં તેનું લિંગ હોય છે; અંતરંગમાં ભાવશુદ્ધિરૂપ ધર્મ વગરના એકલા બાહ્ય દિગંબરવેષરૂપ લિંગ વડે કાંઈ જીવને ધર્મપ્રાપ્તિ થતી નથી. માટે હે જીવ! તું ભાવધર્મને ઓળખીને તે પ્રગટ કર. ભાવ વગર એકલા બાહ્ય લિંગથી તારે શું કર્તવ્ય છે? હવે અનંત સંસારનું કારણ બતાવે છે - જ્યાં લિંગરૂપે જ્ઞાનદર્શનચરણનું ધારણ નહીં, ને ધ્યાન ધ્યાવે આર્ત, તેહ અનંતસંસારી મુનિ. ૮. બાપુ! તારે મોક્ષ સાધવો હોય તો મોક્ષમાર્ગનું સાચું લિંગ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે, તે પ્રગટ કર. એવા રત્નત્રયરૂપ ભાવ હોય ત્યાં બાહ્ય શરીરમાં પણ અપરિગ્રહદશા, વસ્ત્રનો તાણો ય ન હોય; ધીર ગંભીરપા પાંચ સમિતિમાં તે વર્તતા હોય. Page #541 -------------------------------------------------------------------------- ________________ ૫૨૭ ભાવલિંગ સહિતનું જે યથાર્થ દ્રવ્યલિંગ હોય છે, તે દ્રવ્યલિંગ પણ મોક્ષનું સાધન નથી, મોક્ષનું કારણ તો શુદ્ધ રત્નત્રયરૂપ ભાવલિંગ જ છે. માટે કહે છે કે બાહ્ય શરીરનું લિંગ તે મોક્ષનું કારણ નથી, તે તો પરદ્રવ્ય છે. તેનું મમત્વ છોડને દર્શન-જ્ઞાન-ચારિત્રમાં આત્માને જોડ! એ જ સ્વદ્રવ્યાશ્રિત હોવાથી પરમાર્થ મોક્ષ કારણ છે. મુનિલિંગ ને ગૃહીલિંગ - એ લિંગો ન મુકિતમાર્ગ છે, ચારિત્ર-દર્શન-જ્ઞાનને બસ ! મોક્ષમાર્ગ જિનો કહે, તેથી તજી સાગાર કે અણગાર ધારિત લિંગને, ચારિત્ર-દર્શન-જ્ઞાનમાં તું જોડરે નિજાત્મને. શુદ્ધાત્માની અનુભૂતિરૂપ આવાસમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રએ જ મોક્ષનું સાચું લિંગ છે, તેની આરાધનાનો ઉપદેશ છે. એ રીતે સર્વશે કથિત આ લિંગપ્રાભૃત જાણીને, જે ધર્મ પાળે કષ્ટ સહ, તે સ્થાન ઉત્તમને લહે. ૨૨. ૮. શીલપ્રાભૃતઃ શીલને અને સમ્યજ્ઞાનને વિરોધ નથી, બન્ને સાથે હોય છે ને તે જ મોક્ષનું કારણ છે. ન વિરોધ ભાગો જ્ઞાનીઓએ શીલને ને જ્ઞાનને; વિષયો કરે છે નષ્ટ કેવળ શીલવિરહિત જ્ઞાનને. ૨. શીલ વગરનું જ્ઞાન કે જ્ઞાન વગરનું શીલ સાચું હોતું નથી, સમ્યકત્વ વગરનું બધું નિરર્થક છે. જ્ઞાનીની જ્ઞાનપરિણતિમાં જ્ઞાન અને વૈરાગ્ય બન્ને સ્વભાવ એક સાથે હોય છે. અતીન્દ્રિય આત્મસ્વભાવ તરફ ઝૂકેલો ભાવ ઇન્દ્રિયવિષયોથી છૂટો પડી ગયો છે, તે જિતેન્દ્રિય છે. ઇન્દ્રિય વિષયો ને અતીન્દ્રિય સુખ બન્નેને તર્ત જુદાઈ છે. જેમાં સ્વ-પરનું ભેદજ્ઞાન થયું છે એવું થોડું પણ જ્ઞાન મહાન સુખરૂપ છે અને સુશીલથી તે શોભે છે. પણ જેમાં ભેદજ્ઞાન નથી એવું ઘણું જાણપણું હોય તો પણ પરવિષયોમાં લીન એવું તે જ્ઞાન મિથ્યાજ્ઞાન છે, કુશીલ છે, દુઃખરૂપ છે, તે સંસારનું કારણ હોવાથી ભવપ્રકૃતિરૂપ છે. સ્વસંવેદન સહિત એવું સમજ્ઞાન સુશીલ, સુખરૂપ અને મોક્ષપ્રકૃતિરૂપ છે. દગશુદ્ધિ, જ્ઞાન, સમાધિ,ધ્યાનસ્વશક્તિ-આશ્રિત હોય છે, સમ્યક્તથી જીવો લહે છે બોધિને જિનશાસને. ૩૭. Page #542 -------------------------------------------------------------------------- ________________ પ૨૮ જિનવચનનો ગ્રહી સાર, વિષયવિરક્ત ધીર તપોધનો, કરી સ્નાન શીલસલિલથી, સુખ સિદ્ધિને પામે અહો! ૩૮. આત્માના શુદ્ધ રત્નત્રયરૂપ સ્વભાવને ‘શીલ” કહેવાય છે. એવા સત્ શીલની આરાધના વડે જીવ સિદ્ધાલય સુખને પામે છે. અને છેલ્લે સમાપ્તિ કરતાં આચાર્ય કહે છે : અહંતમાં શુભ ભક્તિ શ્રદ્ધાશુદ્ધિયુત સમ્યકત્વ છે, ને શીલ વિષયવિરાગતા છે; જ્ઞાન બીજું ક્યું હવે? ૪૦. આમ સમ્યજ્ઞાનના મહિમારૂપ અંતમંગળ કરીને આચાર્ય ભગવાને શાસ્ત્ર સમાપ્ત કર્યું છે. સારભૂત : ૧) જિન અધ્યાત્મનું પ્રતિષ્ઠાપક ગ્રંથાધિરાજ “સમયસાર’ આચાર્ય કુંદકુંદની સર્વ શ્રેષ્ઠ રચના છે, જે વિગત બે હજાર વર્ષોથી જૈન સંતોને માર્ગદર્શન કરતી આવી છે. આમાં શુદ્ધનયથી નવ તત્ત્વોનું પ્રતિપાદન છે. આપણે એને જૈનદર્શનની “ગીતા” કહી શકીએ છીએ. ૨) પ્રવચનસાર આચાર્ય કુંદકુંદની બીજી પ્રૌઢત્તમ રચના છે, જેમાં વસ્તુના મૂળ સ્વરૂપનું પ્રતિપાદન છે અને જે દાર્શનિકોના અધ્યયનની મૂળ વસ્તુ છે. આમાં જૈનદર્શનમાં પ્રતિપાદિત વસ્તુસ્વરૂપનું સશક્ત પ્રતિપાદન છે. ૩) પંચાસ્તિકાય સંગ્રહ’ આચાર્ય કુંદકુંદની સરલમાં સરલ કૃતિ છે. જે જનસાધારણને જૈન તત્ત્વજ્ઞાન કરાવવા માટે અત્યંત ઉપયોગી છે. એમાં સરલ, સુબોધ ભાષામાં છ દ્રવ્ય, પંચાસ્તિકાય, નવ પદાર્થો અને રત્નત્રયરૂપ મુક્તિમાર્ગનું પ્રતિપાદન છે. ૪) નિયમસાર” આચાર્ય કુંકુંદદેવની ભાવના પ્રધાન રચના છે, જેને એમણે પોતાના સ્વયં માટે પ્રતિદિન સ્વાધ્યાયને માટે-પાઠને માટે બનાવી હતી. એની એક એક ગાથા જગતપ્રપંચોથી હઠીને આત્મહિતમાં લગાવવાની પ્રેરણા આપે છે. ૫) “અષ્ટપાહુડ’ આચાર્ય કુંદકુંદની પ્રશાસનિક કૃતિ - આચારસંહિતા છે. આમાં શિથિલાચારની વિરુદ્ધ એકદમ કઠોર પ્રશાશકના રૂપમાં એ ઉપસ્થિત થયા છે. આ પ્રમાણે આચાર્ય કુંદકુંદની કૃતિઓમાં બધું જ સમાઈ જાય છે. આમાં અધ્યાત્મ છે, દર્શન છે, સિદ્ધાંત છે, આચાર છે, વ્યવહાર છે, બધું જ છે. Page #543 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૦ પરમાગમ - પ્રસાદી ઉપસંહાર: ૧. નિશ્ચયદષ્ટિથી દરેક જીવ પરમાત્માસ્વરૂપ જ છે. જિનવર ને જીવમાં ફેર નથી. ભલે તે કેન્દ્રિયનો જીવ હોય કે સ્વર્ગનો જીવ હોય. એ બધું તો પર્યાયમાં છે. વસ્તુસ્વરૂપે તો પરમાત્મા જ છે. પર્યાય ઉપરથી જેની દષ્ટિ ખસીને સ્વરૂપ ઉપર દષ્ટિ થઈ છે એ તો પોતાને પણ પરમાત્મા સ્વરૂપ દેખે છે. સમ્યગ્દષ્ટિ બધા જીવોને જિનવર જાણે છે. અને જિનવરને જીવ જાણે છે. અહા ! કેટલી વિશાળ દષ્ટિ ! અરે, આ વાત બેસે તો કલ્યાણ થઈ જાય, પણ આવી કબૂલાતને રોકનાર માન્યતારૂપી ગઢના પાર ન મળે ! અહીં તો કહે છે કે બાર અંગનો સાર એ છે જિનવર સમાન આત્માને દષ્ટિમાં લેવો કેમ કે આત્માનું સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ જ છે. જ્ઞાનસ્વરૂપી ને અતીન્દ્રિય આનંદસ્વરૂપી પ્રભુ અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય આનંદ વડે આસ્વાદવા લાયક છે. ભગવાન આત્મા જ્ઞાન અને આનંદસ્વરૂપ હોવાથી ભગવાન આત્મા જ્ઞાનગુણ વડે અનુભવવા લાયક છે. જ્ઞાનગુણ સિવાય અનુભવવા યોગ્ય નથી. કારણ કે કારણોતર વડે તે અનુભવવા યોગ્ય નથી. એટલે કે આ કારણ સિવાય અર્થાત્ જ્ઞાનગુણ સિવાય રાગી ક્રિયા આદિ અન્ય કારણા વડે ભગવાન આત્મા જણાવા લાયક નથી. જેને સુખી થવું હોય તેને કહે છે કે શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે તે સર્વાગ જ્ઞાનથી ભરેલી છે તેની સન્મુખ થવું તે સુખી થવાનો માર્ગ છે, તે ધર્મ છે. સર્વાગ જ્ઞાનથી ભરેલી ચૈતન્યવસ્તુમાં રહેતા શુદ્ધતા થાય છે અને અશુદ્ધતાનો નાશ થાય છે તેનું નામ પોતાનું હિત એટલે કે કલ્યાણ છે. અરે ! અનાદિથી તને વિજ્ઞાનઘન આત્માની મહિમા બેઠી નથી. અનાદિથી બાહ્ય ચીજમાં આશ્ચર્યતાને કારણે પોતાના જ્ઞાનસ્વરૂપ કરતાં પરમાં કાંઈક વિશેષતા તથા વિસ્મયતા લાગતાં ત્યાંથી ખસતો નથી. ભગવાન આત્મા સર્વાગે જ્ઞાનથી ભરેલો છે એટલે કે અસંખ્ય પ્રદેશે જ્ઞાનથી ભરેલો છે. તેની અભૂતતાને નિહાળવા એકવાર તો પ્રયત્ન તો કર ! ૩. નિર્વિકલ્પ થવાવાળો જીવ નિર્વિકલ્પ થયા પહેલાં આવો નિર્ણય કરે છે કે રાગાદિભાવે સદાય હુંપરિણમનારો નથી. પણ જ્ઞાન-દર્શનરૂપ પરિણમનારો (એવા સ્વભાવે) છું. હજુ રાગાદિભાવો થશે એમ જાણે છે. છતાં તેના સ્વામીપણે હું થનાર નથી, મને ભવિષ્યમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થશે એવો મારો પ્રયત્ન છે છતાં તે વખતે રાગ હશે. પરંતુ તે રૂપે હું (સ્વભાવ કરીને) પરિણમનાર નથી તેવો નિર્ણય છે. નિર્ણય કરે છે. પર્યાયમાં. પછી અનુભવ થશે પર્યાયમાં પણ તે પર્યાય એવો નિર્ણય કરે છે કે હું તો ચિન્માત્ર અખંડ જ્યોતિ સ્વરૂપ છું, પર્યાયરૂપ નથી. ૪. આખા સિદ્ધાંતનો સારામાં સાર એ છે - તો બહિર્મુખતા છોડી અંતર્મુખ થવું તે છે. શ્રીમદ્દે કહ્યું છે ને ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતાં નહિ વાર'. જ્ઞાનીના Page #544 -------------------------------------------------------------------------- ________________ ૫. આત્મવસ્તુ કે જેના ધ્રુવદળમાં અનંત શાંતિ ને અનંત વીતરાગતા છે તેનો પર્યાયમાં અનુભવ નથી એટલે કે અનુભવની શક્તિ જેણે પ્રગટ કરી નથી ને રાગની રુચિમાં પડ્યા છે તે જીવ, ચૈતન્યચંદ્ર અર્થાત્ ઉપશમ રસથી ભરેલા ભગવાન આત્માના જ્ઞાનસ્વરૂપના અનુભવ વિના તેને પામી શકતા નથી. દયા-દાન આદિ કોટિ ઉપાય કરે તો પણ ચૈતન્ય ભગવાન તેને પ્રગટ થતો નથી. રાગની ક્રિયા લાખ શું કરોડ કરે તો પણ ભગવાન આત્મા પ્રગટ થાય તેવો નથી. ૬. ૧૩૦ એક વચનમાં અનંતી ગંભીરતા ભરી છે. અહો ! ભાગ્યશાળી હશે તેને આ તત્ત્વનો રસ આવશે, અને તત્ત્વના સંસ્કાર ઊંડા ઉતરશે. તો ઉપાય શું ? -કે જે દશાની દિશા પર ઉપર છે તે દશાની દિશાને સ્વ ઉપર વાળીને તે ઉપાય છે. રાગાદિ તા પરવસ્તુ છે તેનાથી આત્મા સંવેદ્યમાન થતો નથી. સ્વ સ્વયં સંવેદ્યમાન છે. પોતાના વડે સંવેદ્યમાન - સંવેદનમાં આવવા યોગ્ય છે. આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે, તેમાં પોતાના વડે એકતા કરે અને વિભાવથી પૃથકતા કરે તે ઉપાય છે ને તે મોક્ષનો માર્ગ છે. ૯. પ્રશ્ન : જાડી બુધ્ધિ હોય તો રાગ અને આત્માનું ભેદજ્ઞાન કેમ કરી શકાય ? ઉત્તર ઃ આત્માની બુદ્ધિ જાડી નથી. આત્માનો રસ અને રુચિ હોય તો બુદ્ધિ આ વિષયમાં કામ કરે છે. સંસારના કામનો રસ હોય છે ત્યાં બુદ્ધિ જાડી રહેતી નથી. બધા પડખાંનો વિવેક કરીને લાભ થાય તેમ કરે છે. જ્યાં : ચિ હોય ત્યાં વીર્ય કામ કરે છે, બુદ્ધિ કામ કરે છે, જો આત્માનો રસ લાગે, રુચિ જાગે તો વીર્ય પણ કામ કરે છે, બુદ્ધિ પણ કામ કરે છે અને ભેદજ્ઞાન પામે છે. આત્માના કાર્ય માટે આત્માની સાચી રુચિની જરૂર છે. ૭. પ્રશ્ન : જ્ઞાનનો સ્વભાવ જાણવાનો જ છે તો પોતે પોતાને કેમ નથી જાણતો ? ઉત્તર ઃ અજ્ઞાનીની દૃષ્ટિ પર ઉપર છે. એટલે પોતે જણાતો નથી. પરમાં ક્યાંક ક્યાંક અધિકતા પડી છે એટલે બીજાને અધિક માનતો હોવાથી પોતે જણાતો નથી. અધિકપણાનું એનું બળ પરમાં જાય છે તેથી પોતે જણાતો નથી. ૮. નિશ્ચય મોક્ષમાર્ગ છે તે નિર્વિકલ્પ સમાધિ છે. તેનાથી ઉત્પન્ન થયેલ અતીન્દ્રિ આનંદનો અનુભવ જેનું લક્ષણ છે એવું સ્વસંવેદનજ્ઞાન તે જ્ઞાન છે. શાસ્ત્રભણતર તે જ્ઞાન નથી. પણ િર્વિકલ્પ સ્વસંવેદનલક્ષણ તે જ્ઞાન છે . સુખાનુભૂતિમાત્ર લક્ષણ સ્વસંવેદનજ્ઞાનથી આત્મા જણાય તેવો છે, તે સિવાય જણાય તેવો નથી. નિર્વિકારી સ્વસંવેદનજ્ઞાનથી જણાય તેવો છે પણ ભગવાનની વાણીથી જણાય તેવો નથી. ભગવાનની ભક્તિથી જણાય તેવો નથી. આનંદની અનુભૂતિના સ્વસંવેદનજ્ઞાનથી જણાય એવો હું છું અને બધા આત્માઓ પણ એના સ્વસંવેદનજ્ઞાનથી એને જણાય એવા છે. અનંત શક્તિનો સમ્રાટ એવો જે ભગવાન આત્મા તે સમ્યગ્દર્શનનું ધ્યેય છે. પણ સમ્યગ્દર્શનરૂપ ધ્યાન તેમાં નથી. સમ્યગ્દર્શન ધ્યાન છે ને ત્રિકાળી વસ્તુ ધ્યેય છે. એમ સ્વસંવેદનજ્ઞાન શાસ્ત્રજ્ઞાન નહિ, પરલક્ષી જ્ઞાન નહિ - તે ધ્યાનરૂપ છે. અને નિજાનંદ પ્રભુ ધ્યેયરૂપ છે તે ધ્યાનરૂપ નથી. કારણ કે ધ્યાન વિનશ્વર છે Page #545 -------------------------------------------------------------------------- ________________ ૫૩૧ કેમ કે નિશ્ચય મોક્ષમાર્ગ તે પર્યાય છે ને મોક્ષ થતાં મોક્ષમાર્ગના પર્યાયનો નાશ થઈ જાય છે-વ્યય થઈ જાય છે. શુદ્ધ પારિણામિક ભાવ તો અવિનાશી છે. કોઈ પરિણમન થવું કે પરિણમનનો અભાવ થવો તેમાં નથી. ૧૦. ધર્મી કોનું ધ્યાન કરે છે ? ધર્મી જીવને સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટી છે છતાં પ્રગટેલાનું ધ્યાન કરતો નથી, તો કોનું ધ્યાન કરે છે? -કે એક સમયની પર્યાયની પાછળ બિરાજમાન જે સકળ-નિરાવરણ-અખંડએક-પ્રત્યક્ષ પ્રતિભાસમય-અવિનશ્વર-શુદ્ધ-પારિણામિકભાવ લક્ષણ-નિજપરમાત્મદ્રવ્યનું ધ્યાન કરે છે. સમ્યગ્દષ્ટિનું ધ્યેય શું? સમ્યગ્દષ્ટિ ધર્મીનો વિષય શું? -કે ત્રિકાળી આત્મા તે એનો વિષ્ય છે કે જે સકળ નિરાવરણ-એક અખંડ વસ્તુ છે. ૧૧. દરેક દ્રવ્યની પર્યાય તેના સ્વકાળે ષકારકથી સ્વતંત્ર જ પરિણમે છે. આ સૂક્ષ્મ વાત છે. જૈનદર્શન વસ્તુસ્થિતિનું વર્ણન કરે છે. ૧૨. એક એક ગુણનું પરિણમન સ્વતંત્ર સીધું થતું નથી, પણ અનંતગુણમય દ્રવ્યનું પરિણમન થતાં સાથે ગુણોનું પરિણમન થાય છે. એક એક ગુણ ઉપર દષ્ટિ ઝૂકતાં ગુણ શુદ્ધ પરિણમતો નથી પણ દ્રવ્ય ઉપર દષ્ટિ ખૂકતાં અનંતગુણનું નિર્મળ પરિણમન થાય છે - એમ કહીને ગુણભેદ ઉપરની દષ્ટિ છોડીને અનંત ગુણમય દ્રવ્ય ઉપર દષ્ટિ કરતાં દ્રવ્ય શુદ્ધરૂપે પરિણમે છે એમ કહ્યું છે. જ્ઞાનમાં વિભાવરૂપ પરિણમન નથી. જ્ઞાનસ્વ-પરપ્રકાશક સ્વભાવી છે પણ જે જ્ઞાન સ્વને પ્રકાશે નહિ ને એકલા પરને પ્રકાશે તે જ્ઞાનનો દોષ છે. ૧૩. વસ્તુએ શરીરને અડ્યું નથી. શરીર કર્મને અડ્યું નથી. કર્મ વિકારને અડેલ નથી. વિકાર નિર્મળ પર્યાયને અડેલ નથી. નિર્મળ પર્યાય દ્રવ્યને અડેલ નથી. આહાહા...! વસ્તુસ્વભાવ સૂક્ષ્મ છે. એક પ્રદેશનો બીજા પ્રદેશમાં અભાવ છે. એક ગુણમાં બીજા ગુણનો અભાવ છે. એક પર્યાયનો બીજા પર્યાયમાં અભાવ છે. વિભાવ વ્યંજનપર્યાયનો સ્વભાવ વ્યંજનપર્યાયમાં અભાવ છે. આ વસ્તુસ્વભાવ સર્વશે જેવો જોયો તેવો કહ્યો છે. પહેલાં આ શ્રદ્ધામાં, જ્ઞાનમાં, રુચિમાં અને લક્ષમાં આવવું જોઈએ તો એના વીર્યમાં સ્વભાવની સન્મુખની સ્કૂણા ચાલ્યા કરે, આ સમ્યક પહેલાંની વાત છે. આ જ સમ્યગ્દર્શનનો ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. ૧૪. દષ્ટિનું પરિણમન સ્વભાવમાં થયું તે થયું, પછી એને સંભારવું છે ક્યાં? એ તો રુચિનું પરિાગમન થયું તે થયું તે સદાય રહ્યા જ કરે છે, નિઃશંક છું એમ સંભારવું પડતું નથી અને શુભાશુભમાં હોય કે આત્માના અનુભવમાં હોય તો પણ સભ્યનું પરિણમન તો જે છે તે જ છે. ૧૫. જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવભાસન વધતું જાય છે તેમ તેમ જ્ઞાનનું સામર્થ્ય વધતું જાય છે અને એ વધતાં જતાં જ્ઞાન સામર્થ્ય વડે મોહ શિથિલ થતો જાય છે. જ્ઞાન જ્યાં સમપણે પરિણમે છે, ત્યાં Page #546 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ મોહનો સમૂહનાશ પામે છે. માટે જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ છે, જ્ઞાન સિવાય બીજું કાંઈ આત્મસિદ્ધિનું સાધન નથી. ૧૬. અનુભવની શોભા ખરેખર આત્મદ્રવ્યને લઈને છે. આત્મદ્રવ્ય કૂટસ્થ હોવાથી જો કે અનુભવમાં આવતું નથી. અનુભવ તો પર્યાયનો જ થાય છે, પરંતુ પર્યાયે દ્રવ્યને સ્વીકાર્યું એ પર્યાયની શોભા આત્મદ્રવ્યને લઈને જ છે. દર્શનમોહ મંદ કર્યા વિના વસ્તુસ્વભાવ ખ્યાલમાં આવે નહિ અને દર્શનમોહનો અભાવ કર્યા વિના આત્મા અનુભવમાં આવે એવો નથી. ૧૭. પ્રશ્ન આત્મા પરમાં તો કાંઈ ફેરફાર ન કરી શકે એ તો ઠીક, પણ પોતાની પર્યાયોમાં ફેરફાર કરવામાં પણ તેનો કાબુ નહિ? ઉત્તરઃ અરે ભાઈ! જ્યાં દ્રવ્યને નક્કી કર્યું ત્યાં વર્તમાન પર્યાય પોતે દ્રવ્યમાં વળી જ ગઈ. પછી તારે કોને ફેરવવું છે? મારી પર્યાયે દ્રવ્યમાં અંતર્મુખ થઈ ગઈ, તે પર્યાય હવે ક્રમે ક્રમે નિર્મળ જ થયા કરે છે અને શાંતિ વધતી જાય છે. આ રીતે પર્યાય જ્યાં દ્રવ્યમાં અંતર્મગ્ન થઈ ગઈ ત્યાં એને ફેરવવાનું ક્યાં રહ્યું? તે પર્યાય પોતે દ્રવ્યના કાબુમાં આવી જ ગયેલી છે. પર્યાય આવશે ક્યાંથી? -દ્રવ્યમાંથી, માટે જ્યાં આખા દ્રવ્યને કાબુમાં લઈ લીધું (-શ્રદ્ધા, જ્ઞાનમાં સ્વીકારી લીધું) ત્યાં પર્યાયો કાબુમાં આવી જ ગઈ. એટલે કે દ્રવ્યના આશ્રયે પર્યાયો સમ્યક નિર્મળ જ થવા માંડી. જ્યાં સ્વભાવ નક્કી કર્યો ત્યાં જ મિથ્યાજ્ઞાન ટળીને સમ્યકજ્ઞાન થયું, મિથ્યાશ્રદ્ધા પલટીને સમ્યગ્દર્શન થયું. એ પ્રમાણે નિર્મળ પર્યાય થવા માંડી તે પણ વસ્તુનો ધર્મ છે. વસ્તુનો સ્વભાવ ફર્યોનથી, ને પર્યાયોના ક્રમની ધારા તૂટીનથી. દ્રવ્યના આવા સ્વભાવનો સ્વીકાર કરતાં પર્યાયની નિર્મળ ધારા શરૂ થઈ ગઈ ને જ્ઞાનાદિનો અનંતો પુરુષાર્થ તેમાં ભેગો જ આવી ગયો. સ્વ કે પર કોઈ દ્રવ્યને, કોઈ ગુણને કે કોઈ પર્યાયને ફેરવવાની બુદ્ધિ જ્યાં ન રહી ત્યાં જ્ઞાન જ્ઞાનમાં જ ઠરી ગયું એટલે એકલો વીતરાગ જ્ઞાતાભાવ જ રહી ગયો, તેને અલ્પકાળમાં મુક્તિ થાય જ. બસ! જ્ઞાનમાં જ્ઞાતા-દષ્ટાપણું રહેવું તે જ સ્વરૂપ છે, તે જ બધાનો સાર છે. અંતરની આ વાત જેને ખ્યાલમાં ન આવે તેને ક્યાંક પરમાં કે પર્યાયમાં ફેરફાર કરવાનું મન થાય છે. જ્ઞાતાભાવને ચૂકીને ક્યાંય પણ ફેરફાર કરવાની બુદ્ધિ ને મિથ્થાબુદ્ધિ છે. દુધર, દુષ્કર જો કાંઈ પણ હોય તો તે આત્માનો પુરુષાર્થ છે. બાકી બધું થોથે થોથા છે. ઉત્તમમાં ઉત્તમ પણ એ જ છે. સત્યની વાત સમજવામાં ટકી રહેવું એ પણ એક પુરુષાર્થ છે. ૧૮. જેમ કેવળજ્ઞાનમાં ત્રણ કાળના પર્યાયો જણાય છે તેમ જ પદાર્થોમાં ક્રમબદ્ધ પર્યાયો થાય છે. કેવળજ્ઞાને જામ્યું છે માટે નહિ પણ પદાર્થોના પર્યાયો પોતાથી સ્વકાળે તે જ રીતે થાય છે અને તેમ સર્વજ્ઞ જાણે છે. Page #547 -------------------------------------------------------------------------- ________________ ૫૩૩ અહાહા...! પરદ્રવ્યને તો કરવાની વાત જ નથી પણ પોતાના અશુદ્ધ કે શુદ્ધ પર્યાયો સ્વકાળે ક્રમબદ્ધ જે થવાના તે જ થવાના તે જ થાય એટલે પોતામાં પણ પર્યાયને આડીઅવળી કરવાનું રહ્યું નહિ. માત્ર જેમ થાય છે તેમ જાણવાનું જ રહ્યું. જેમ સર્વજ્ઞ જ્ઞાતા છે તેમ ધર્મી પણ જ્ઞાતા થઈ ગયો. ક્રમબદ્ધના નિર્ણયનું તાત્પર્ય અકર્તાપણારૂપ વીતરાગતા છે. એ વીતરાગતા અનંત પુરુષાર્થે દ્રવ્ય પર દષ્ટિ થતાં થાય છે. અહાહા...! આત્મા સર્વજ્ઞસ્વભાવી છે. ૧૯. જ્ઞાન અને રાગ વચ્ચે ભેદજ્ઞાન થવાનું એ લક્ષણ છે કે જ્ઞાનમાં રાગ પ્રત્યે તીવ્ર અનાદર જાગે છે. આત્મામાં રાગની ગંધ નથી. રાગના જેટલા વિકલ્પો ઊઠે છે તેમાં બળું છું તેમ દુઃખ દુઃખ ને દુઃખ છે - ઝેર છે તેમ પહેલાં જ્ઞાનમાં નિર્ણય કરે તો ભેદજ્ઞાન પ્રગટે છે. ૨૦. આત્મા પામવા માટે આખો દિવસ શું કરવું? આખો દિવસ શાસ્ત્રનો અભ્યાસ કરવો, વિચાર-મનન કરીને તત્ત્વનો નિર્ણય કરવો. અને શરીરાદિથી ને રાગથી ભેદજ્ઞાન કરવાનો અભ્યાસ કરવો. રાગાદિથી ભિન્નતાનો અભ્યાસ કરતાં કરતાં આત્માનો અનુભવ થાય છે. જ્ઞાયક સ્વભાવનો અભ્યાસ કર. શુભાશુભથી જુદા જ્ઞાયકનો જ્ઞાયકપણે અભ્યાર કરીને જ્ઞાયકની પ્રતીતિ દઢ કરવી. પહેલામાં પહેલું આ કરવું. જ્ઞાયક...જ્ઞાયક..જ્ઞાયક...તેના તરફનું વલણ કરવું. આત્માને માટે કાંઇક એની પાછળ પડવું જોઈએ. આનું આ રટણ કરવું જોઈએ જાગતા, ઉઘતા એનો પ્રયત્ન થવો જોઈએ. એની રુચિનો પ્રકાર સરખો થવો જોઈએ. અંદરમાં પરમેશ્વર ટલો મહાન છે! એને જોવાનું કુતૂહલ જાગે તેને જોયા વિના ચેન ન પડે. ૨૧. અરે ભાઈ ! તું રાગાદિથી નિર્લેપ સ્વરૂપ પ્રભુ છો ! કષાય આવે તે જાણવો એ તારી પ્રભુતા છે. કષાયને પોતાના માનવા તે તારી પ્રભુતા નથી. તું નિર્લેપ વસ્તુ છો. તને કષાયનો લેપ લાગ્યો જ નથી. આત્મા તો સદાય કષાયોથી નિર્લેપ તરતો ને તરતો જ છે. જેમ સ્ફટિકમણિમાં પરનું પ્રતિબિંબ પડે છે તેમ કષાય ભાવ-વિભાવો જ્ઞાનમાં જણાય છે, તે તારામાં પેઠા નથી. તું નિર્લેપ છો. વ્રતાદિના વિકલ્પો આવે તે સંયોગીભાવ જ્ઞાયકથી ભિન્ન છે. જ્ઞાયકની જાતના નથી, તેથી કજાત છે, પરજાત છે, પરજ્ઞય છે, સ્વજાતસ્વય નથી. તું જ્ઞાયકસ્વરૂપ નિર્લેપ પ્રભુ છો. એ પ્રભુતાનો અંતરથી વિશ્વાસ કરતાં પર્યાયમાં પ્રભુતા પ્રગટે છે. ૨૨. જાણનાર...જાણનાર...જાણનાર તે માત્ર વર્તમાન પુરતું સત્ નથી. જાણનાર તત્ત્વ તે પોતાનું ત્રિકાળી સત્પણું બતાવી રહ્યું છે. જાણનારની પ્રસિદ્ધિ તે વર્તમાન પૂરતી નથી પણ વર્તમાન છે તે ત્રિકાળીને કહી રહ્યું છે. વર્તમાન જાણનાર અસ્તિ તે ત્રિકાળી અસ્તિ-સને બતાવે છે. ૨૩. આત્મામાં અનંત ગુણો ભર્યા છે ને એક એક ગુણમાં અનંતા ગુણોનું રૂપ છે ને એક એક ગુણમાં અનંતી પર્યાય થવાની તાકાત છે. તારો સ્વદેશ ભગવાન અનંત ગુણોની અદ્ભૂત ઋદ્ધિથી ભરેલો છે. તેમાં એક વાર નજર તો કર તો તને સંતોષ થશે, આનંદ થશે. પુણ્ય-પાપના પરિણામમાં નજર કરતાં દુઃખ વેદાય છે. Page #548 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ ૨૪. નિરાકુળ જ્ઞાયકસ્વભાવને અનુભવવાનો, પ્રબળ પુરુષાર્થ કર. તને બીજું આવડે ન આવડે, લખતાં ન આવડે, તેનાથી શું પ્રયોજન છે? જ્ઞાયક સ્વભાવને જાણીને અનુભવવા પ્રબળ પ્રયત્ન કર. એ જ કરવા જેવું છે. જેના એક સમયના અનુભવ આગળ ચક્રવર્તીના રાજ પણ તુચ્છ છે. એ અનુભવ માટે પુરુષાર્થ કર. દુનિયામાં કેમ આગળ વધવું ને બહાર ગણતરીમાં કેમ આવવું? અરેરે ! એ બધું શું છે, ભાઈ ! તારા અનંતા અનંતા ગુણોની ગણતરીનો પાર નથી, એવો જે જ્ઞાયકસ્વભાવ, પ્રભુ! તેને અનુભવવાનો પ્રયત્ન કર. એ જ એક કામ આ ભવમાં કરવા જેવું છે. પરમાગમના સારનો સાર: ૧. નિગોદથી માંડીને સિદ્ધ સુધીની સર્વ અવસ્થાઓમાં અશુભ, શુભ કે શુદ્ધ વિશેષોમાં રહેલું જે નિત્ય નિરંજન ટંકોત્કીર્ણ શાશ્વત એકરૂપ શુદ્ધ દ્રવ્ય સામાન્ય તે “પરમાત્માતત્ત્વ છે. તે જ શુદ્ધ અંતઃતત્ત્વ, કારણપરમાત્મા, પરમ પરિણામિક ભાવ વગેરે નામોથી કહેવાય છે. ૨. આ પરમાત્માતત્ત્વની ઉપલબ્ધિ અનાદિ કાળથી અનંત અનંત દુઃખને અનુભવતા જીવે એક ક્ષણ માત્ર પણ કરી નથી. અને તેથી સુખ માટેના તેના સર્વ ઉપાય સર્વથા વ્યર્થ ગયા છે. બોધનો એકમાત્ર ઉદ્દેશ જીવોને પરમાત્મા તત્વની ઉપલબ્ધિ અથવા આશ્રય કરાવવાનો છે. ૩. “હું શુદ્ધ આત્મદ્રવ્ય સામાન્ય છું” એવી સાનુભવ શ્રદ્ધા પરિણતિથી માંડીને પરિપૂર્ણ લીનતા સુધીની કોઈ પણ પરિણતિને પરમાત્માતત્ત્વનો આશ્રય, પરમાત્માતત્ત્વનું અવલંબન, પરમાત્માતત્ત્વ પ્રત્યેનો ઝોક, પરમાત્માતત્ત્વ પ્રત્યે વલણ, પરમાત્માતત્ત્વ પ્રત્યે સન્મુખતા, પરમાત્માતત્ત્વની ઉપલબ્ધિ, પરમાત્માતત્ત્વની ભાવના, પરમાત્માતત્ત્વનું ધ્યાન કહેવાય છે. ૪. હે જગતના જીવો! તમારા સુખનો એકમાત્ર ઉપાય પરમાત્માતત્ત્વનો આશ્રય છે. સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધ સુધીની સર્વ ભૂમિકાઓ તેમાં સમાય છે. પરમાત્માતત્ત્વનો જઘન્ય આશ્રય તે સમ્યગ્દર્શન છે; તે આશ્રય મધ્યમ કોટિની ઉગ્રતા ધારણ કરતાં જીવને દેશચારિત્ર, સકલચારિત્ર વગેરે દશાઓ પ્રગટ થાય છે અને પૂર્ણ આશ્રય થતાં કેવળજ્ઞાન અને સિદ્ધત્વ પામીને જીવ સર્વથા કૃતાર્થ થાય છે. આ રીતે પરમાત્માતત્ત્વનો આશ્રય જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. ૫. પરમાત્માતત્ત્વનો આશ્રય જ સત્યાર્થ પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના, પ્રાયશ્ચિત, સામાયિક, ભક્તિ, આવશ્યક, સમિતિ, ગુપ્તિ, સંયમ, તપ, નિર્જરા, ધર્મ, શુક્લધ્યાન વગેરે બધું ય છે. એવો એક પણ મોક્ષના કારણરૂપ ભાવ નથી જે પરમાત્માતત્ત્વના આશ્રયથી અન્ય હોય! ૬. પરમાત્માતત્ત્વથી અન્ય એવા ભાવોને વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર પ્રત્યાખ્યાન વગેરે શુભ વિકલ્પરૂપ ભાવોને - મોક્ષમાર્ગ કેવળ ઉપચારથી કહેવાય છે. ૭. પરમાત્માતના મધ્યમ કોટિના અપરિપક્વ આશ્રયવખતે અપરિપક્વતાને લીધે સાથે સાથે જે અશુદ્ધિરૂપ અંશ વિદ્યમાન હોય છે તે અશુદ્ધિરૂપ અંશ જ વ્યવહાર પ્રતિક્રમણ આદિ અનેક શુભ વિકલ્પાત્મક ભાવારૂપે Page #549 -------------------------------------------------------------------------- ________________ ૫૩૫ દેખાવ દે છે. તે અશુદ્ધિ અંશ ખરેખર મોક્ષમાર્ગ કેમ હોઈ શકે? તે ખરેખર તો મોક્ષમાર્ગથી વિરુદ્ધ ભાવ છે તેમ તમે સમજો. ૮. શુભભાવો દરેક જીવ અનંતવાર કરી ચુક્યો છે પરંતુ તે ભાવો કેવળ તેને પરિભ્રમણનું કારણ થયા છે કારણ કે પરમાત્માતત્ત્વના આશ્રય વિના આત્માનું સ્વભાવ પરિણમન અંશે પણ નહિ થતું હોવાથી તેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ અંશમાત્ર પણ હોતી નથી. ૯. આ નિરંજન નિજ પરમાત્માતત્ત્વના આશ્રયરૂપ માર્ગે જ મુમુક્ષુઓ ભૂતકાળે પંચમગતિને પામ્યા છે, વર્તમાનકાળે પામે છે અને ભાવિકાળે પામશે. ૧૦. આ પરમાત્માતત્વ સર્વતત્ત્વોમાં એક સાર છે. તે એક જ ઉપાદેય છે. હે ભવ્ય જીવો!આ પરમાત્માતત્ત્વનો આશ્રય કરી તમે શુદ્ધ રત્નત્રય પ્રગટ કરો અને અનંત સુખને પ્રાપ્ત થાઓ! Page #550 -------------------------------------------------------------------------- ________________ WEB CERTA WEE