SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૦ તેથી ક્ષમાગુણધર ! ક્ષમા કર જીવ સૌને 'ત્રણવિધે; ઉત્તમક્ષમાજળ સીંચ તું ચિરકાળના ક્રોધાગ્નિને. ૧૯, ૧. ત્રણવિધ = ત્રણ પ્રકારે અર્થાત્ મન-વચન-કાયાથી. दिक्खाकालाईयं भावहि अवियारदसणविसुद्धो। उत्तमबोहिणिमित्तं असारसाराणि मुणिऊण ॥११०॥ સુવિશુદ્ધદર્શનધરપણે 'વરબોધિ કેરા હેતુએ ચિંતવ તું દીક્ષાકાળ-આદિક, જાણી સાર-અસારને. ૧૧૦. ૧. વરબોધિ કેરા હેતુએ = ઉત્તમ બોધિનિમિત્તે, ઉત્તમ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર અર્થે. सेवहि चउविहलिंग अभंतरलिंगसुद्धिमावण्णो। बाहिरलिंगमकजं होइ फुडं भावरहियाणं ॥१११॥ કરી પ્રાપ્ત આંતરલિંગશુદ્ધિ સેવ ચઉવિધ લિંગને; છે બાહ્યલિંગ અકાર્ય ભાવવિહીનને નિશ્ચિતપણે. ૧૧૧. ૧. આંતર = અત્યંતર. आहारभयपरिग्गहमेहुणसण्णाहि मोहिओ सि तुमं । भमिओ संसारवणे अणाइकालं अणप्पवसो॥११२॥ આહાર-ભય-પરિગ્રહ-મિથુનસંજ્ઞા થકી મોહિતપણે તું પરવશે ભટક્યો અનાદિ કાળથી 'ભવકાનને. ૧૧૨. ૧. ભવમાનને = સંસારરૂપી વનમાં. बाहिरसयणत्तावणतरूमूलाईणि उत्तरगुणाणि। पालहि भावविसुद्धो पूयालाहं ण ईहतो॥११३॥ 'તરુમૂલ, આતાપન, બહિઃશયનાદિ ઉત્તરગુણને તું શુદ્ધ ભાવે પાળ, પૂજાલાભથી નિઃસ્પૃહપણે. ૧૧૩. ૧. સુમૂલ વર્ષાકાળે વૃક્ષ નીચે સ્થિતિ કરવી તે. ૨. બહિઃશયન = શીતકાળે બહાર સૂવું તે.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy