________________
૪૭૧
भावहि पढमं तच्चं बिदियं तदियं चउत्थ पंचमयं । तियरणसुद्धो अप्पं अणाइणिहणं तिवग्गहरं ॥ ११४ ॥ તું ભાવ પ્રથમ, દ્વિતીય, ત્રીજા, 'તુર્ય, પંચમ તત્ત્વને, આાંતરહિત ત્રિવર્ગહર જીવને, ‘ત્રિકરણવિશુદ્ધિએ. ૧૧૪.
૧. તુર્ય = ચતુર્થ.
૨. આત્યંતરહિત = અનાદિ-અનંત.
૩. ત્રિવર્ગહર = ધર્મ-અર્થ-કામનો નાશ કરનાર અર્થાત્ અપવર્ગને - મોક્ષને ઉત્પન્ન કરનાર.
૪. ત્રિકરણવિશુદ્ધિએ = ત્રણ કરણની શુદ્ધિપૂર્વક; શુદ્ધ મન-વચન-કાયાથી.
जाव ण भावइ तच्चं जाव ण चिंतेइ चिंतणीयाई ।
ताव ण पावइ जीवो जरमरणविवज्जियं ठाणं ॥ ११५ ॥
ભાવે ન જ્યાં લગી તત્ત્વ, જ્યાં લગી `ચિંતનીય ન ચિંતવે,
જીવ ત્યાં લગી પામે નહીં ‘જર-મરણવર્જિત સ્થાનને. ૧૧૫.
૧. ચિંતનીય = ચિતવવા યોગ્ય.
૨. જર = જરા.
पावं हवइ असेसं पुण्णमसेसं च हवइ परिणामा । परिणामादो बंधो मुक्खो जिणसासणे दिट्ठो ।। ११६ ।। રે ! પાપ સઘળું, પુણ્ય સઘળું, થાય છે પરિણામથી; પરિણામથી છે બંધ તેમ જ મોક્ષ જિનશાસન મહીં. ૧૧૬ मिच्छत्त तह कसायासंजमजोगेहिं असुहलेसेहिं । बंधइ असुहं कम्मं जिणवयणपरम्मुहो जीवो॥११७॥ 'મિથ્યા-કષાય-અવિરતિ-યોગ અશુભલેશ્યાન્વિત વડે જિનવચનપરાન્મુખ આતમા બાંધે અશુભરૂપ કર્મને. ૧૧૭. ૧. મિથ્યા = મિથ્યાત્વ.
૨. અશુભલેશ્યાન્વિત = અશુભ લેશ્યાયુક્ત, અશુભ લેશ્યાવાળા.
तव्विवरीओ बंधइ सुहकम्मं भावसुद्धिमावण्णो । दुविहपयारं बंधइ संखेवेणेव वज्जरियं ॥ ११८ ॥