________________
૧૧૪ जह बंधे छेत्तूण य बंधणबद्धो दु पावदि विमोक्खं। तह बंधे छेत्तूण य जीवो संपावदि विमोक्खं ॥ २९२॥ બંધન મહીં જે બદ્ધ તે નર બંધ છેદનથી છૂટે,
ત્યમ જીવ પણ બંધો તણું છેદન કરી મુક્તિ લહે. ૨૯૨. અર્થ જેમ બંધનથી બંધાયેલો પુરુષ બંધોને છેદીને મોક્ષ પામે છે, તેમ જીવ બંધોને છેદીને મોક્ષ પામે છે.
बंधाणं च सहावं वियाणिदुं अप्पणो सहावं च। बंधेसु जो विरज्जदि सो कम्मविमोक्खणं कुणदि॥ २९३॥ બંધો તણો જાણી સ્વભાવ, સ્વભાવ જાણી આત્મનો,
જે બંધ માંહી વિરક્ત થાય, કર્મમોક્ષ કરે અહો! ૨૯૩. અર્થ બંધોના સ્વભાવને અને આત્માના સ્વભાવને જાણીને બંધો પ્રત્યે જે વિરક્ત થાય છે, તે કર્મોથી મુકાય
जीवो बंधो य तहा छिज्जति सलक्खणेहिं णियएहिं। पण्णाछेदणएण दु छिण्णा णाणत्तमावण्णा ॥ २९४ ॥ જીવ બંધ બન્ને, નિયત નિજ નિજ લક્ષણે છેદાય છે;
પ્રજ્ઞાછીણી થકી છેદતાં બન્ને જુદા પડી જાય છે. ર૯૪. અર્થ જીવ તથા બંધ નિયત સ્વલક્ષણોથી (પોતપોતાના નિશ્ચિત લક્ષણોથી) છેદાય છે; પ્રજ્ઞારૂપી છીણી વડે છેરવામાં આવતાં તેઓ નાનાપણાને પામે છે અર્થાત્ જુદા પડી જાય છે.
जीवो बंधो य तहा छिज्जति सलक्खणेहिं णियएहिं। बंधो छेदेदव्यो सुद्धो अप्पा य घेत्तव्यो॥ २९५ ॥ જીવ-બંધ જ્યાં છેદાય એ રીત નિયત નિજ નિજ લક્ષણે,
ત્યાં છોડવો એ બંધને, જીવ ગ્રહણ કરવો શુદ્ધને. ૨૯૫. અર્થ એ રીતે જીવ અને બંધ તેમનાં નિશ્ચિત સ્વલક્ષણોથી છેદાય છે. ત્યાં, બંધને છેદવો અર્થાત્ છોડવો અને શુદ્ધ આત્માને ગ્રહણ કરવો.
कह सो धिप्पदि अप्पा पण्णाए सो दु धिप्पदे अप्पा। जह पण्णाइ विभत्तो तह पण्णाएव घेत्तव्यो॥२९६ ॥