SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ ૮. મોક્ષ અધિકાર जह णाम को वि पुरिसो बंधणयम्हि चिरकालपडिबद्धो । तिव्वं मंदसहावं कालं च वियाणदे तस्स ॥ २८८ ॥ जण विकुदिच्छेदं ण मुच्चदे तेण बंधणवसो सं । काले उ बहुगेण विण सो णरो पावदि विमोक्खं ।। २८९ ।। इय कम्मबंधणाणं एदेसठिइपयडिमेवमणुभागं । जाणतो वि ण मुच्चदि मुच्चदि सो चेव जदि सुद्धो ॥ २९० ॥ જ્યમ પુરુષ કો બંધન મહીં પ્રતિબદ્ધ જે ચિરકાળનો, તે તીવ્ર - મંદ સ્વભાવ તેમ જ કાળ જાણે બંધનો, ૨૮૮ પણ જો કરે નહિ છેદતો ન મુકાય, બંધનવશ રહે, ને કાળ બહુયે જાય તોપણ મુક્ત તે નર નહિ બને; ૨૮૯. ત્યમ કર્મબંધનના પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગને જાણે છતાં ન મુકાય જીવ, જો શુદ્ધ તો જ મુકાય છે. ૨૯૦. અર્થ : જેવી રીતે બંધનમાં ઘણા કાળથી બંધાયેલો કોઈ પુરુષ તે બંધનના તીવ્ર-મંદ (આકરા-ઢીલા) સ્વભાવને અને કાળને (અર્થાત્ આ બંધન આટલા કાળથી છે એમ) જાણે છે, પરંતુ જો તે બંધનને પોતે કાપતો નથી તો તેનાથી છૂટતો નથી અને બંધનવશ રહેતો થકો ઘણા કાળે પણ તે પુરુષ બંધનથી છૂટવારૂપ મોક્ષને પામતો નથી; તેવી રીતે જીવ કર્મ-બંધનોના પ્રદેશ, સ્થિતિ, પ્રકૃતિ તેમ જ અનુભાગને જાણતાં છતાં પણ (કર્મબંધથી) છૂટતો નથી, પરંતુ જો પોતે (રાગાદિને દૂર કરી) શુદ્ધ થાય તો જ છૂટે છે. जह बंधे चिंतंतो बंधणबद्धो ण पावदि विमोक्खं । तह बंधे चिंतंतो जीवो वि ण पावदि विमोक्खं ।। २९१ ॥ બંધન મહીંજે બદ્ધ તે નહિ બંધિચંતાથી છૂટે, ત્યમ જીવ પણ બંધો તણી ચિંતા કર્યાથી નવ છૂટે. ૨૯૧. અર્થ : જેમ બંધનથી બંધાયેલો પુરુષ બંધોના વિચાર કરવાથી મોક્ષ પામતો નથી (અર્થાત્ બંધથી છૂટતો નથી), તેમ જીવ પણ બંધના વિચાર કરવાથી મોક્ષ પામતો નથી.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy