SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ એ જીવ કેમ ગ્રહાય ? જીવ ગ્રહાય છે પ્રજ્ઞા વડે; પ્રજ્ઞાથી જ્યમ જુદો કર્યો, ત્યમ ગ્રહણ પણ પ્રજ્ઞા વડે. ૨૯૬. અર્થ : (શિષ્ય પૂછે છે કે -) તે (શુદ્ધ) આત્મા કઈ રીતે ગ્રહણ કરાય ? (આચાર્ય ભગવાન ઉત્તર આપે છે કે -) પ્રજ્ઞા વડે તે (શુદ્ધ) આત્મા ગ્રહણ કરાય છે. જેમ પ્રજ્ઞા વડે ભિન્ન કર્યો, તેમ પ્રજ્ઞા વડે જ ગ્રહણ કરવો. पण्णाए घित्तव्वो जो चेदा सो अहं तु णिच्छयदो । अवसेसा जे भावा ते मज्झ परे त्ति णादव्वा ॥ २९७ ॥ પ્રજ્ઞાથી ગ્રહવો-નિશ્ચયે જે ચેતનારો તે જ હું, બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર - જાણવું. ૨૯૭. અર્થ : પ્રજ્ઞા વડે (આત્માને) એમ ગ્રહણ કરવો કે - જે ચેતનારો છે તે નિશ્ચયથી હું છું, બાકીના જે ભાવો છે તે મારાથી પર છે એમ જાણવું. पण्णाए घित्तव्वो जो दट्ठा सो अहं तु णिच्छयदो । अवसेसा जे भावा ते मज्झ परे त्ति णादव्वा ॥ २९८ ॥ पण्णाए घित्तव्वो जो णादा सो अहं तु णिच्छयदो । अवसेसा जे भावा ते मज्झ परे त्ति णादव्वा ॥ २९९ ॥ પ્રજ્ઞાથી ગ્રહવો - નિશ્ચયે જે દેખનારો તે જ હું, – બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર - જાણવું. ૨૯૮. પ્રજ્ઞાથી ગ્રહવો - નિશ્ચયે જે જાણનારો તે જ હું, બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર - જાણવું. ૨૯૯. અર્થ : પ્રજ્ઞા વડે એમ ગ્રહણ કરવો કે - જે દેખનારો છે તે નિશ્ચયથી હું છું, બાકીના જે ભાવો છે તે મારાથી પર છે એમ જાણવું. પ્રજ્ઞા વડે એમ ગ્રહણ કરવો કે - જે જાણનારો છે તે નિશ્ચયથી હું છું, બાકીના જે ભાવો છે તે મારાથી પર છે એમ જાણવું. hat in भणिज् बुह णादुं सव्वे पराइए भावे 1 मज्झमिणं ति य वयणं जाणंतो अप्पयं सुद्धं ॥ ३०० ॥
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy