SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ સૌ ભાવ જે પરકીય જાણે, શુદ્ધ જાણે આત્મને, તે કોણ જ્ઞાની ‘મારું આ’ એવું વચન બોલે ખરે ? ૩૦૦. અર્થ : સર્વ ભાવોને પારકા જાણીને કોણ જ્ઞાની, પોતાને શુદ્ધ જાણતો થકો, ‘આ મારું છે’ (-‘આ ભાવો મારા છે’) એવું વચન બોલે ? थेयादी अवराहे जो कुव्वदि सो उ संकिदो भमदि । मा बज्झेज्जं केण वि चोरो त्ति जणम्हि वियरंतो ॥ ३०९ ॥ जो कुणदि अवराहे सो णिस्संको दु जणवदे भमदि । वितस बज्झितुं जे चिंता उप्पज्जदि कयाइ ॥ ३०२ ॥ एवम्हि सावराहो बज्झामि अहं तु संकिदो चेदा । जइ पुण णिरावराहो णिस्संकोहं ण बज्झामि ॥ ३०३ ॥ અપરાધ ચૌર્યાદિક કરે જે પુરુષ તે શંકિત ફરે, કે લોકમાં ફરતાં રખે કો ચોર જાણી બાંધશે; ૩૦૧. અપરાધ જે કરતો નથી, નિઃશંક લોક વિષે ફરે, ‘બંધાઉં હું’ એવી કદી ચિંતા ન થાયે તેહને. ૩૦૨. ત્યમ આતમા અપરાધી ‘હું બંધાઉ’ એમ સશંક છે, ને નિરપરાધી જીવ ‘નહિ બંધાઉ’ એમ નિઃશંક છે. ૩૦૩. અર્થ : જે પુરુષ ચોરી આદિ અપરાધો કરે છે તે ‘લોકમાં ફરતાં રખે મને કોઇ ચોર જાણીને બાંધશે-પકડશે’ એમ શંકિત ફરે છે; જે પુરુષ અપરાધ કરતો નથી તે લોકમાં નિઃશંક ફરે છે, કારણ કે તેને બંધાવાની ચિંતા કદાપી ઊપજતી નથી. એવી રીતે અપરાધી આત્મા ‘હું અપરાધી છું તેથી હું બંધાઈશ’ એમ શંકિત હોય છે, અને જો નિરપરાધી (આત્મા) હોય તો ‘હું નહિ બંધાઉ’ એમ નિઃશંક હોય છે. संसिद्धिराधसिद्धं साधियमाराधियं च एयट्ठे । अवगदराधो जो खलु चेदा सो होदि अवरोधो ।। ३०४॥ जो विराध चेदा णिस्संकिओ उसो होइ । आराहणाइ णिच्चं वट्टेइ अहं ति जाणंतो ॥ ३०५ ॥
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy