SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ છું એક, શુદ્ધ મમત્વહીન હું, જ્ઞાનદર્શન પૂર્ણ છું; એમાં રહી સ્થિત, લીન એમાં શીધ્ર આ સૌ ક્ષય કરું. ૧૩. કર્તા-કર્મ અધિકારની છેલ્લી ગાથાઓ તો અદ્ભુત છે. . છે કર્મ જીવમાં બદ્ધ વા અણબદ્ધ એ નયપક્ષ છે; પણ પક્ષથી અતિક્રાંત ભાખ્યો તે સમયનો સાર છે. સમ્યકત્વ તેમ જ જ્ઞાનની જે એકને સંજ્ઞા મળે; નયપક્ષ સકળ રહિત ભાખ્યો તે ‘સમયનો સાર” છે. આ આત્મઅનુભવની મધુર ગાથાઓ છે. ભાઈ! તારે તારા આનંદસ્વરૂપ આત્માને અનુભવવો છે ને ? તો કોઈ વિકલ્પ તેમાં સમાય તેમ નથી, વિકલ્પોથી જુદું જ્ઞાનસ્વરૂપ છે તેને લક્ષમાં લે. નયના પક્ષરૂપ જે વિકલ્પો છે તેમાં શુદ્ધતા નથી, તેનાથી જુદું પડીને અંતર્મુખ થયેલું જ્ઞાન જ શુદ્ધ છે, આ રીતે જ્ઞાન અને વિકલ્પનું તદ્દન જુદાપણું સમજાવ્યું. બન્નેની જાત જ જુદી છે. ચૈતન્યનો નિર્ણય જ્ઞાન વડે થાય છે. સમ્યગદર્શન પ્રગટ કરનાર જીવ પહેલાં જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરે છે. અનુભવ પહેલાની ભૂમિકામાં વિકલ્પ હોવા છતાં જ્ઞાને તેનાથી અધિક થઈને એમ નિર્ણયમાં લીધું કે વિકલ્પ હું નથી, વિકલ્પથી પાર અખંડ જ્ઞાનતત્ત્વ હું છું; આમ અંદર વેદનમાં જ્ઞાન અને રાગની તદ્ન ભિન્નતા ધમને ભાસે છે. પોતાનો આત્મા જ આનંદ સહિત પરમાત્મારૂપે દેખાય એ જ સમ્યગ્દર્શન છે - તે જ સમયસાર છે. વિકલ્પોથી જુદું કરીને આત્મસન્મુખ કરનાર જ્ઞાન નિજરસથી પ્રગટ થતું પરમ આત્મતત્ત્વ પોતાને સાચા સ્વરૂપે દેખાય તે જ સાક્ષાત્ અનુભવ છે. આ જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે - આ જ સમયસાર છે. આવા સમર્ભાવરૂપે પરિણમેલો આત્મા આખા જગત ઉપર તરતો છે; કોઈ પરભાવોથી કે સંયોગોથી તેનું જ્ઞાન દબાતું નથી, પણ છૂટું ને છૂટું જ્ઞાનપણે જ રહે છે, તેથી તે તરતો છે. અહા ! આ અનુભવદશાની જગતને ખબર નથી. પર્વત પર વિજળી પડી ને બે કટકા થયા, તે ફરી સંધાય નહિ, તેમ સ્વસમ્મુખ જ્ઞાનરૂપ વીજળી વડે જ્ઞાન અને રાગની ભિન્નતા થઈને બે કટકા થયા, તે હવે કદી એક થાય નહિ એવા અપ્રતિહત પુરુષાર્થની પ્રેરણા છે. જ્ઞાન અંતર્મુખ થયું ત્યાં આત્મા પોતાના મહાઆનંદરૂપે પ્રગટે છે, પરમાત્મા સ્વરૂપે પોતે પ્રગટ થાય છે. જગતમાં સૌથી ઊંચું એવું મહાન પરમ આત્મતત્ત્વ હું છું એમ ધમ અનુભવે છે. અહો ! આ અનુભૂતિ અદ્ભુત છે! અહા! આનંદનો નાથ આત્મા પ્રસિદ્ધ થયો ત્યાં હવે દુઃખ કેવા? હવે તો પૂર્ણાનંદી પરમાત્મા હું પોતે છું - એવા નિર્વિકલ્પ વેદન વડે ચૈતન્યના અમૃત પીધાં, સમ્યગ્દર્શન પર્યાયરૂપ થયેલો તે આત્માને “સમયસાર કહેવામાં આવે છે.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy