SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ ૬. પછી નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ બતાડતા જાણવા મળે છે કે વ્યવહારનય ભેદથી કહે છે, ને શુદ્ધનય અભેદ વસ્તુને બતાવે છે, તેથી શુદ્ધનયનું અવલંબન લઈને અભેદ વસ્તુનો અનુભવ કરનાર સમ્યગ્દષ્ટિ છે. ૭. નિશ્ચય સમ્યગ્દર્શનની વ્યાખ્યા બતાવતા કહ્યું કે “નવ તત્ત્વોમાંથી પણ ભૂતાર્થનય વડે જ્ઞાયકસ્વભાવી આત્માનો અનુભવ કરવો તે સમ્યકત્વ છે. ૮. આત્મામાં અંતર્મુખ થઈને શુદ્ધસ્વભાવપણે આત્માને જે દેખે છે તે જીવને શુદ્ધનય છે. આવા શુદ્ધનયથી શુદ્ધાત્માનો અનુભવ કરનાર ખરેખર સમસ્ત જૈનશાસનના રહસ્યને પામી ચૂક્યો છે. આવા શુદ્ધાત્માના સેવનમાં - અનુભવમાં દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણેનું સેવન આવી જાય છે. ૯. જ્યાં સુધી આવા સાધ્યરૂપ શુદ્ધાત્માને જીવ નથી અનુભવતો ને પરમાં તથા કર્મસંબંધી રાગાદિ ભાવોમાં આત્મબુદ્ધિકરીને વર્તે છે ત્યાં સુધી જ તે અપ્રતિબદ્ધ રહે છે, પણ જ્યારે શ્રી ગુરુના ઉપદેશથી ચૈતન્યલક્ષણ વડે પોતાના આત્માને સમસ્ત અન્ય દ્રવ્યોથી તેમ જ રાગાદિ પરભાવોથી ભિન્ન એવા શુદ્ધ ઉપયોગ સ્વરૂપે જ અનુભવે છે ત્યારે તે પ્રતિબદ્ધ થાય છે, સ્વદ્રવ્યની સુંદરતા દેખીને તે પ્રસન્ન થાય છે, આનંદિત થાય છે, સંતુષ્ટ થાય છે. આવી આત્માનુભૂતિ કરાવનાર આ સમયસાર પરમાગમ જગતમાં એક અજોડ જ્ઞાનચક્ષુ છે, તે આંધળાને દેખતા કરીને શુદ્ધાત્મા-પરમાત્માનું દર્શન કરાવે છે. ૧૦. જ્ઞાયકભાવરૂપ શુદ્ધાત્માની અનુભૂતિ કરનારો જીવ જ સંપૂર્ણ જ્ઞાયકભાવરૂપ એવા સર્વજ્ઞને ઓળખીને તેમની સાચી સ્તુતિ કરી શકે છે. પોતામાં શુદ્ધતાની અનુભૂતિ વગર સર્વજ્ઞની ખરી ઉપાસના થઈ શકતી નથી. સ્વોન્મુખી જૈનશાસનનું આ ગંભીર રહસ્ય ૩૧મી ગાથામાં સર્વજ્ઞની પરમાર્થ સ્તુતિનું સ્વરૂપ બતાવીને આચાર્યોદવે સમજાવ્યું છે. ૧૧. ભેદજ્ઞાન વડે જ્ઞાનની ઉજ્જવળતા કરીને શિષ્ય પ્રસન્ન થયો છે, આનંદિત થયો છે, તે પોતાના સ્વરૂપનું કેવું સંચેતન કરે છે એ ગાથા ૩૮માં બતાવ્યું છે. હું એક, શુદ્ધ, સદા અરૂપી, જ્ઞાનદર્શનમય ખરે, કંઇ અન્ય તે મારું જરી પરમાણુમાત્રનથી અરે !” ૧૨. હવે જેણે ઉપયોગસ્વરૂપ પોતાના આત્માને જાણ્યો છે તે ધર્માત્મા ઉપયોગમય ભાવોને જસ્વકાર્યરૂપ કરે છે, ઉપયોગથી વિરૂદ્ધ કોઈ ભાવોમાં તે પોતાના ઉપયોગને તન્મય કરતો નથી, એટલે તેને રાગાદિ કોઈ ભાવો સાથે કર્તા-કર્મપણું રહેતું નથી. જ્ઞાનમયભાવો સાથે જ કર્તા-કર્મપણું હોય છે. ભેદજ્ઞાની ધર્માત્માની આવી અભૂતદશાનું સ્વરૂપ આચાર્યદેવે કર્તા-કર્મ અધિકારમાં સમજાવ્યું છે કે જે સમજતાં મુમુક્ષુને જરૂર ભેદજ્ઞાન થાય છે. કર્તા-કર્મની ૭૨-૭૩મી ગાથા - આ માટે વિશેષ ધ્યાન ખેંચે છે. અશુચિપણું, વિપરીતતા એ આસવોને જાણીને; વળી જાણીને દુઃખ કારણો, એથી નિવર્તન જીવ કરે.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy