SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૭ શ્રી સમયસાર - પ્રસાદી ૧. શુદ્ધાત્માના લક્ષે શિષ્ય અપૂર્વ શરૂઆત કરે છે. વ્યકર્મ-ભાવકર્મ-નોકર્મરહિત, ચિસ્વભાવી શુદ્ધાત્મા સાધ્ય છે, ને સિદ્ધ ભગવંતો તેના પ્રતિબિંબ સમાન છે. જેમ અરિસામાં જોતાં પોતાનું મુખ દેખાય છે તેમ સિદ્ધ ભગવાનનું સ્વરૂપ જાણતાં પોતાના આત્માનું શુદ્ધ સ્વરૂપ ઓળખાય છે. સિદ્ધ જેવા પોતાના આત્માને જેણે લક્ષગત કર્યો તેને રાગમાંથી કે ઇન્દ્રિયોમાંથી આત્મબુદ્ધિ ઊડી જાય છે, ને રાગથી પાર, ઇન્દ્રિયોથી પાર એવા અંતર્મુખી જ્ઞાન દ્વારા શુદ્ધાત્માની સ્વાનુભૂતિ વડે મોક્ષમાર્ગ શરૂ થાય છે, તે જ સિદ્ધને પરમાર્થ નમસ્કાર છે, ને તે અપૂર્વ મંગળ છે. મોહાદિ ઉદયભાવ અને જ્ઞાન વચ્ચે અત્યંત ભેદ પાડી – અપૂર્વ ભેદજ્ઞાન તે મંગળ છે - ને તે જ સમયસાર – પરમાગમનું પ્રયોજન છે. ૨. સમયસાર એટલે કુંદકુંદભગવાનના આનંદમય આત્મવૈભવમાંથી નીકળેલો સાર, જે આપણને આત્મવૈભવ બતાડીને આનંદિત કર્યા છે. જે સમયસારનું ભાવઢવાણ કરતાં ભવનો પાર પમાય.અશરીરી થવાય..ને આત્મા પોતે પરમ આનંદરૂપ બની જાય ! એવા આ પરમ જિનાગમ સમયસારનું શ્રવણ કરીને જીવન ધન્ય બને છે. આ સમયસારના ઊંડા ભાવોનું ઘોલન જીંદગીના છેલ્લા શ્વાસ સુધી ભૂલાય તેમ નથી. આ સમયસારતો આત્માના સ્વભાવરૂપ ધર્મનો સંબંધ કરાવનાર છે; પરનો તથા રાગનો સંબંધ તોડાવીને, આત્માના જ્ઞાનસ્વભાવમાં એકત્વ કરાવનાર-ધર્મનો સંબંધ કરાવનાર-આત્માને પરમાત્મા તરીકે પ્રગટ કરાવનાર - પરમાત્મા સ્વરૂપનો અનુભવ કરાવનાર એવા આ સમયસારના મંત્રો આત્માને મુગ્ધ કરી દે એવા છે. સમયસારનું તાત્પર્ય છે -શુદ્ધાત્માની અનુભૂતિ. અંતર્મુખ થઈને જેણે આવી આનંદમય અનુભૂતિ કરવાની પ્રેરણા મળી તેના અસંખ્ય પ્રદેશોમાં સમયસાર પરમાગમના ભાવો કોતરાઈ ગયા. ૪. આચાર્ય ભગવંતે જે કોલ-કરાર કરેલાં કે સમયસારનો જે અભ્યાસ કરશે તેની પરિણતિ શુદ્ધ થશે. આચાર્યું કહેલું કે જે અમે શુદ્ધાત્મા દેખાડવા માંગીએ છીએ તેના ઉપર લક્ષનું જોર દેજે અને ઉપયોગમાં શુદ્ધાત્માનું ઘોલન કરતાં કરતાં તને જરૂર શુદ્ધાત્માની અનુભૂતિ થશે. તારો મોહ નાશ થશે અને તારા આનંદના નિધાન ખૂલી જશે. આ વાત અક્ષરે અક્ષર સત્ય પૂરવાર થાય છે. સમયસારનો અભ્યાસ એટલે તો શુદ્ધાત્માની ભાવના જ્ઞાનને અંતર્મુખ કરીને શુદ્ધાત્માની આવી ભાવના તે જ અનુભૂતિની શુદ્ધતાનું કારણ છે. ૫. શરૂઆતમાં જ કહે છે કે એકત્વ-નિશ્ચયગત સમય સર્વત્ર લોકમાં સુંદર છે અને પછી એની અલૌકિક છઠ્ઠી ગાથામાં જ્ઞાયકનું સ્વરૂપ બતાડે છે - “નથી અપ્રમત્ત કે પ્રમત્ત નથી, જે એક શુદ્ધ શાકભાવ છે, એ રીતે ‘શુદ્ધ કથાય, ને જે જ્ઞાત તે તો તે જ છે'. આવા એકરૂપ સ્વરૂપને દૃષ્ટિમાં લઈ એકને ધ્યેય બનાવી, તેમાં એકાગ્રતાનો પ્રયત્ન કરવો એ જ પહેલાંમાં પહેલો શાંતિ-સુખનો ઉપાય છે.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy