SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ ૩. ચરણાનુયોગસૂચક ચૂલિકા एवं पणमिय सिद्धे जिणवरवसहे पुणो पुणो समणे। पडिवज्जदु सामण्णं जदि इच्छदि दुक्खपरिमोक्खं ॥ २०१॥ એ રીત પ્રણમી સિદ્ધ, જિનવરવૃષભ, મુનિને ફરી ફરી, શ્રોમણ્ય અંગીકૃત કરો, અભિલાષ જો દુખમુક્તિની. ૨૦૧. અર્થ : જો દુઃખથી પરિમુક્ત થવાની ઇચ્છા હોય તો, પૂર્વોક્ત રીતે (જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપનની પહેલી ત્રણ ગાથાઓ પ્રમાણે) ફરી ફરીને સિદ્ધોને, જિનવરવૃષભોને (-અહંતોને) તથા શ્રમણોને પ્રણમીને, (જીવ) શ્રમયને અંગીકાર કરો. आपिच्छ बंधुवग्गं विमोचिदो गुरुकलत्तपुत्तेहिं।। आसिज्ज णाणदंसणचरित्ततववीरियायारं ॥२०२॥ બંધુજનોની વિદાય લઈ, સ્ત્રી-પુત્ર-વડીલોથી છૂટી, દગ-જ્ઞાન-તપ-ચારિત્ર-વીર્યાચાર અંગીકૃત કરી, ૨૦૨. અર્થ (શ્રામપ્યાર્થી) બંધુવર્ગની વિદાય લઈનેવડીલો, સ્ત્રી અને પુત્રથી મુક્ત કરવામાં આવ્યોશકો, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારને અંગીકાર કરીને... समणं गणिं गुणटुं कुलरूववयोविसिट्ठमिट्ठदरं। समणेहिं तं पि पणदो पडिच्छ मं चेदि अणुगहिदो ॥ २०३॥ ‘મુજને ગ્રહો’ કહી, પ્રણત થઈ, અનુગૃહીત થાય ગણી વડે, -વયરૂપકુલવિશિષ્ટ, યોગી, ગુણાઢ્ય ને મુનિ-ઇષ્ટ જે. ૨૦૩. અર્થ : જે શ્રમણ છે, ગુણાઢ્ય છે, કુળ, રૂપ તથા વયથી વિશિષ્ટ છે અને શ્રમણોને અતિ ઇષ્ટ છે એવા ગણીને “મારો સ્વીકાર કરો” એમ કહીને પ્રણત થાય છે (-પ્રણામ કરે છે, અને અનુગૃહીત થાય છે. णाहं होमि परेसिंण मे परे णत्थि मज्झमिह किंचि। इदि णिच्छिदो जिदिंदो जादो जधजादरूवधरो॥ २०४॥ પરનોન હું, પર છે ન મુજ, મારું નથી કંઈ પણ જગે, -એ રીત નિશ્ચિત ને જિતેંદ્રિય સાહજિકરૂપધર બને. ર૦૪.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy