SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૫ એ રીત પ્રણમી સિદ્ધ, જિનવરવૃષભ, મુનિને ફરી ફરી, શ્રામણ્ય અંગીકૃત કરો, અભિલાષ જો દુખમુક્તિની. ૨૦૧ જો દુઃખથી પરિમુક્ત થવાની ઇચ્છા હોય તો, પૂર્વોક્ત રીતે ફરી ફરીને સિદ્ધોને, જિનવરવૃષભોને (અહંતોને) તથા શ્રમણોને પ્રણમીને, (જીવ) શ્રમણ્યને અંગીકાર કરો, એવો ઉપદેશ છે. પરનો ન હું, પર છે ન મુજ, મારું નથી કંઈ પણ જગે, -એ રીતે નિશ્ચિત ને જિતેન્દ્રિય સાહજિકરૂપ ઘર બને. ૨૦૪ હું પરનો નથી, પર મારાં નથી, આ લોકમાં મારું કાંઈ પણ નથી - આવા નિશ્ચયવાળો અને જિતેન્દ્રિય વર્તતો થકો તે યથાજાતરૂપઘર (સહજરૂપ ધારી) થાય છે. હવે એ શ્રમણ્યલિંગ(બહિરંગ અને અંતરંગ)-જેમોક્ષનું કારણ છે તે કેવું હોય છે તેનું વર્ણન કરે છે. જન્મયા પ્રમાણે રૂપ, લુચન કેશનું, શુદ્ધત્વ ને હિંસાદિથી શૂન્યત્વ, દેહ-અસંતુરણ - એ લિંગ છે. ૨૦૫ આરંભમૂછ શૂન્યતા, ઉપયોગયોગ વિશુદ્ધતા, નિરપેક્ષતા પરથી, જિનોદિત મોક્ષકારણ લિંગ આ. ૨૦૬ જન્મ સમયના રૂપ જેવા રૂપવાળું, માથાના અને દાઢીમૂછના વાળનો લોચ કરાયેલું, શુદ્ધ (આકિંચન) હિંસાદિથી રહિત અને પ્રતિકર્મ (શરીરની સજાવટ) વિનાનું - એવું શ્રમણ્યનું બહિરંગ લિંગ છે. મૂછ (મમત્વ) અને આરંભ રહિત, ઉપયોગની અને યોગની શુદ્ધિથી યુક્ત તથા પરથી અપેક્ષા વિનાનું - એવું જિનદેવે કહેલું શ્રમણ્યનું અંતરંગ લિંગ છે કે જે મોક્ષનું કારણ છે. આ રીતે પરમ ગુરુ વડે દેવામાં આવેલા તે બન્ને લિંગને ગ્રહીને તેમને નમસ્કાર કરીને, વ્રત સહિત ક્રિયાને સાંભળીને ઉપસ્થિત (આત્માની સમીપ સ્થિત) થયો થકો તે શ્રમણ થાય છે. | મુનિને શુદ્ધોપયોગ તે અંતરંગ અથવા નિશ્ચય પ્રયત્ન છે અને તે શુદ્ધોપયોગ દશામાં વર્તતો જે હઠ વગરનો દેહચેષ્ટાદિ સંબંધી શુભોપયોગ તે બહિરંગ અથવા વ્યવહાર પ્રયત્ન છે એમ નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ છે. હવે મુનિરાજ આગમચક્ષુ કઈ રીતે હોય છે એ બતાવે છે. મુનિરાજ આગમચક્ષુ ને સૌ ભૂત ઇન્દ્રિયચક્ષુ છે, છે દેવ અવધિચક્ષુ ને સર્વત્રચક્ષુ સિદ્ધ છે. ૨૩૪ સાધુ આગમરૂપ ચક્ષુવાળા છે, સર્વ પ્રાણીઓ ઇન્દ્રિય ચક્ષુવાળા છે, દેવો અવધિચક્ષુવાળા છે અને સિદ્ધો
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy