SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭ પુદ્ગલદ્રવ્યનું હોવાથી, હે મૂઢબુદ્ધિ! પુગલદ્રવ્ય તે જ જીવ કર્યું અને (માત્ર સંસારઅવસ્થામાં જ નહિ પણ) નિર્વાણ પામ્ય પણ પુદ્ગલ જ જીવપણાને પામ્યું ! एकं च दोण्णि तिण्णि य चत्तारि य पंच इंदिया जीवा। बादरपज्जत्तिदरा पयडीओ णामकम्मस्स ॥६५॥ एदाहि य णिव्वत्ता जीवट्ठाणा उ करणभूदाहिं । पयडीहिं पोग्गलमइहिं ताहिं कहं भण्णदे जीवो ॥६६॥ જીવ એક-દ્ધિ-ત્રિ-ચતુર્-પંચેન્દ્રિય, બાર, સૂક્ષ્મ ને પર્યાપ્ત આદિ નામકર્મ તણી પ્રકૃતિ છે ખરે. ૬૫. પ્રકૃતિ આ પુદ્ગલમયી થકી કરણરૂપ થતાં અરે, રચના થતી જીવસ્થાનની જે, જીવ કેમ કહાય તે? ૬૬. અર્થ એકેંદ્રિય, દીક્રિય, ત્રીદ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય, બાદર, સૂક્ષ્મ, પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવો - એ નામકર્મની પ્રકૃતિઓ છે; આ પ્રવૃતિઓ કે જેઓ પુગલમય તરીકે પ્રસિદ્ધ છે તેમના વડે કરણસ્વરૂપ થઈને રચાયેલાં જે જીવસ્થાનો (જીવસમાસ) છે તેઓ જીવ કેમ કહેવાય? पज्जत्तापज्जत्ता जे सुहुमा बादरा य जे चेव । देहस्स जीवसण्णा सुत्ते ववहारदो उत्ता॥६७॥ પર્યાપ્ત, અણપર્યાય, જે સૂક્ષમ અને બાદર બધી કહી જીવસંજ્ઞા દેહને તે સૂત્રમાં વ્યવહારથી. ૬૭. અર્થ : જે પર્યાપ્ત, અપર્યાપ્ત, સૂક્ષ્મ અને બાદર આદિ જેટલી દેહને જીવસંજ્ઞા કહી છે તે બધી સૂત્રમાં વ્યવહારથી કહી છે. मोहणकम्मस्सुदया दु वण्णिया जे इमे गुणट्ठाणा। ते कह हवंति जीवा जे णिचमचेदणा उत्ता॥६८॥ મોહનકરમના ઉદયથી ગુણસ્થાન જે આ વર્ણવ્યાં, તે જીવ કેમ બને, નિરંતર જે અચેતન ભાખિયાં? ૬૮. અર્થ જે આ ગુણસ્થાનો છે તે મોહકર્મના ઉદયથી થાય છે એમ (સર્વજ્ઞના આગમમાં) વર્ણવવામાં આવ્યું છે; તેઓ જીવ કેમ હોઈ શકે કે જેઓ સદા અચેતન કહેવામાં આવ્યા છે?
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy