SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ નિજભાવને છોડે નહીં, પરભાવ કંઈ પણ નવ ગ્રહ જાણે-જુએ જે સર્વ, તે હું - એમ જ્ઞાની ચિંતવે. ૯૭. જે નિજભાવને છોડતો નથી, કાંઈ પણ પરભાવને ગ્રહતો નથી, સર્વને જાણે-દેખે છે, તે હું છું - એમ જ્ઞાની ચિંતવે છે. પરિવનું છું મમત્વ, નિર્મમ ભાવમાં સ્થિત હું રહું અવલંબુ છું મુજ આત્મને, અવશેષ સર્વ હું પરિહરું. ૯૯. હું મમત્વને પરિવનું છું અને નિર્મમત્વમાં સ્થિર રહું છું; આત્મા મારું આલંબન છે અને બાકીનું હું તનું મુજ જ્ઞાનમાં આત્મા ખરે, દર્શન-ચરિતમાં આત્મા, પચખાણમાં આત્મા જ, સંવર-યોગમાં પણ આતમાં. ૧૦૦ ખરેખર મારા જ્ઞાનમાં આત્મા છે, મારા દર્શનમાં તથા ચારિત્રમાં આત્મા છે, મારા પ્રત્યાખ્યાનમાં આત્મા છે, મારા સંવરમાં તથા યોગમાં (શુદ્ધોપયોગમાં) આત્મા છે. મારો સુશાશ્વત એક દર્શનજ્ઞાનલક્ષણ જીવ છે; બાકી બધા સંયોગલક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. ૧૦૨. જ્ઞાન-દર્શનલક્ષણવાળો શાશ્વત એક આત્મા મારો છે; બાકીના બધા સંયોગલક્ષણવાળા બાવો મારાથી બાહ્ય છે. અકષાય, ઉદ્યમી, દાન્ત છે, સંસારથી ભયભીત છે, શૂરવીર છે, તે જીવને પચખાણ સુખમય હોય છે. ૧૦૫. જે નિઃકષાય છે, દાન્ત છે, શૂરવીર છે, વ્યવસાયી (-શુદ્ધતા પ્રત્યે ઉદ્યમવંત) છે અને સંસાથી ભયભીત છે, તેને સુખમય પ્રત્યાખ્યાન (અર્થાત્ નિશ્ચયપ્રત્યાખ્યાન) હોય છે. 9. પરમ-આલોચના અધિકારઃ તેશ્રમણને આલોચના, જેશ્રમણધાવેઆત્મને, નોકર્મકર્મ-વિભાવગુણપર્યાયથી વ્યતિરિક્તને. ૧૦૭. નોકર્મને કર્મથી રહિત તથા વિભાવગુણપર્યાયોથી વ્યતિરિક્ત આત્માને જે ધાવે છે, તે શ્રમણને આલોચના આલોચનાનું રૂપ ચઉવિધ વર્ણવ્યું છે. શાસ્ત્રમાં, -આલોચના, આલુંછના, અવિકૃતિકરણ ને શુદ્ધતા. ૧૦૮.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy