SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯. જો જીવ દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મોમાં અહંબુદ્ધિ, મમત્વબુદ્ધિ રાખે અને એમ માનતો રહે કે આ સર્વ | હું છું અને મારામાં આ સર્વ કર્મો-નોકર્મો છે-ત્યાં સુધી અપ્રતિબુદ્ધ-અજ્ઞાની રહે છે. ૨૦-૨૧-૨૨) જે પુરુષ પોતાથી ભિન્ન પરદ્રવ્યોમાં-સચિત સ્ત્રી-પુત્રાદિકમાં, અચિત્ત ધન-ધાન્યાદિકમાં, મિશ્ર ગ્રામ-નગરાદિકમાં-એવો વિકલ્પ કરે છે, માને છે કે હું આ છું, આ બધા દ્રવ્યો હું છું. હું એમનો છું, તેઓ મારા છે, આ બધા પહેલાં મારા હતા, હું પહેલા તેમનો હતો; તથા એ બધા ભવિષ્યમાં મારા થશે, હું પણ ભવિષ્યમાં તેમનો થઈશ તે વ્યક્તિ મૂઢ છે, અજ્ઞાની છે; પરંતુ જે પુરુષ વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ જાણતો થકો આવા જૂકા વિકલ્પ કરતો નથી, તે જ્ઞાની છે. ૨૩-૨૪-૨૫) જેની મતિ અજ્ઞાનથી મોહિત છે અને જે મોહ-રાગ-દ્વેષ આદિ અનેક ભાવોથી યુક્ત છે; એવો જીવ કહે છે કે આ શરીરાદિ બદ્ધ અને ધન-ધાન્યાદિ અબદ્ધ પુદ્ગલદ્રવ્ય મારા છે. અજ્ઞાનીને સમજાવતા આચાર્ય કહે છે કે ઉપયોગ લક્ષણવાળો જીવદ્રવ્ય જો કદાચ પુદ્ગલદ્રવ્યમય થઈ જાય અથવા પુદ્ગલદ્રવ્ય જીવપણાને પામે તો તું કહી શકે કે આ પુગલદ્રવ્ય મારું છે. પરંતુ એ સંભવ નથી. એટલે પરદ્રવ્યમાં આત્મવિકલ્પ કરવાનું છોડી દે. ૨૬. અજ્ઞાની જીવ કહે છે કે જો જીવ શરીર ન હોય તો તીર્થકરો અને આચાર્યોની જિનાગમમાં જે સ્તુતિ કરવામાં આવી છે તે બધી મિથ્યા છે. એથી અમે સમજીએ છીએ કે દેહ જ આત્મા છે. ૨૭. વ્યવહારનય તો એમ કહે છે કે જીવ અને શરીર એક જ છે; પરંતુ નિશ્ચયનયના અભિપ્રાયથી જીવ અને શરીર ક્યારેય પણ એક પદાર્થ નથી હોતા. ૨૮-૨૯) જીવથી ભિન્ન આ પુદ્ગલમય દેહની સ્તુતિ કરીને સાધુ એમ માને છે કે મેં કેવળી ભગવાનની સ્તુતિ કરી અને વંદના કરી પરંતુ તે સ્તવન નિશ્ચયનયથી યોગ્ય નથી; કેમ કે શરીરના ગુણો કેવળીના ગુણ નથી હોતાં. જે કેવળીના ગુણોની સ્તુતિ કરે છે તે પરમાર્થથી કેવળીની સ્તુતિ કરે છે. ૩૦. જેમનગરનું વર્ણન કરવા છતાં પણ તે વર્ણન રાજાનું વર્ણન થઈ જતું નથી, તેમ શરીરના ગુણોનું સ્તવન કરવાથી કેવળીના ગુણોનું સ્તવન થઈ જતું નથી. ૩૧. જે ઇન્દ્રિયોને જીતીને આત્માને અન્ય દ્રવ્યોથી અધિક (ભિન્ન)જાણે છે, તેઓ વસ્તુતઃ જિતેન્દ્રિય છે એમ નિશ્ચયનયમાં સ્થિત સાધુજનો કહે છે. ૩૨-૩૩) જે મુનિ મોહને જીતીને પોતાના આત્માને જ્ઞાનસ્વભાવ દ્વારા અન્ય દ્રવ્યભાવોથી અધિક જાણે છે, ભિન્ન જાણે છે; તે મુનિને પરમાર્થને જાણનારાઓ જિતમોહ કહે છે. જેણે મોહને જીતી લીધો છે, એવા સાધુને જ્યારે મોહ ક્ષીણ થઈ સત્તામાંથી નાશ થાય ત્યારે નિશ્ચયનયના જાણનારાઓ તે સાધુને ક્ષીણમોહ કહે છે. પ્રથમ પ્રકારની સ્તુતિ જઘન્ય નિશ્ચય સ્તુતિ, બીજા પ્રકારની સ્તુતિ મધ્યમ અને ત્રીજા પ્રકારની સ્તુતિ ઉત્કૃષ્ટ નિશ્ચય સ્તુતિ કહે છે. સમ્યગ્દષ્ટિ જિતેન્દ્રિય જિન છે, ઉપશમ શ્રેણીવાળા જિનમોહ છે અને ક્ષેપક શ્રેણીવાળા ક્ષીણમોહ જિન છે.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy