SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ૩૪. જે કારણે આ આત્મા પોતાના આત્માથી ભિન્ન સમસ્ત પરપદાર્થોનું તેઓ પર છે' એમ જાણીને પ્રત્યાખ્યાન કરે છે, ત્યાગ કરે છેતે જ કારણે પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે - એમ નિયમથી જાણવું જોઈએ. તાત્પર્ય એ છે કે પોતાના જ્ઞાનમાં ત્યાગરૂપ અવસ્થા થવી તે જ પ્રત્યાખ્યાન છે, ત્યાગ છે; બીજુ કાંઈ નહિ. ૩૫. જેમ લોકમાં કોઈ પુરુષ પરવસ્તુને ‘આ પરવસ્તુ છે એમ જાણીને પરવસ્તુનો ત્યાગ કરે છે, તેમ જ્ઞાની પુરુષ સમસ્ત પરદ્રવ્યોના ભાવોને ‘આ પરભાવ છે એમ જાણીને છોડી દે છે. ૩૬. સ્વ-પરઅને સિદ્ધાંતના જાણકાર આચાર્યદવ એમ કહે છે કે મોહ મારો કાંઈ નથી, હું તો એક ઉપયોગમય જ છું - એમ જે જાણે છે, તે મોહથી નિર્મમ છે. ૩૭. આ ધર્મ આદિ દ્રવ્યો મારા કંઈ પણ નથી; હું તો એક ઉપયોગમય જ છું; એમ જે જાણે છે, તે ધર્મ આદિ દ્રવ્યો પ્રત્યે નિર્મમ છે. ૩૮. દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણત આત્મા એમ જાણે છે કે નિશ્ચયથી હું સદાય એક છું, શુદ્ધ છું, દર્શનજ્ઞાનમય છું, અરૂપી છું અને અન્ય દ્રવ્યો કિચિતમાત્ર પણ મારા નથી, પરમાણુમાત્ર પણ મારું નથી. આ પ્રમાણે પૂર્વરંગમાં આચાર્યદેવ શુદ્ધનયથી શુદ્ધ જીવનું સ્વરૂપ બતાવી અજ્ઞાનીની માન્યતા અને એ માન્યતાનો હેતુ પણ આ પ્રકરણમાં બતાવવામાં આવ્યો છે. સાર એ છે “શુદ્ધ છું એનો ભાવાર્થ એમ નીકળે છે કે (૧) એક દ્રવ્ય બીજા દ્રવ્યથી અત્યંત ભિન્ન છે. જીવ અને પુગલ ભિન્ન છે. (૨) પુણ્યપાપના વિકારી ભાવોથી ભગવાન આત્મા ભિન્ન છે. (૩) નિર્મલ પર્યાયથી ભગવાન આત્મા ભિન્ન છે. જીવ - અજીવ અધિકાર : આ અધિકારમાં પરપદાર્થોથી ભિન્ન જીવના શુદ્ધ સ્વરૂપના પ્રતિપાદનની સાથે સાથે જીવ સાથે સંબંધ રાખવાવાળા એ બધા જ પદાર્થોને અજીવ બતાવવામાં આવ્યા છે, જે જીવના શુદ્ધ સ્વરૂપમાં નથી. એટલે અજીવ દ્રવ્ય તો અજીવ જ છે. સાથે સાથે ઔપાધિક ભાવ પણ અજીવ જ છે, પરંતુ જીવનું વાસ્તવિક સ્વરૂપ ન જાણવાવાળા ઔપાધિક ભાવોને જીવ માની બેસે છે. એટલે આચાર્ય અજ્ઞાની દ્વારા માનેલા ઔપાધિક ભાવોનું વર્ણન કરતાં એની માન્યતાને વિપરીત સિદ્ધ કરે છે. જીવ-અજીવ બન્ને અનાદિકાળથી એકત્રાવગાહ સંયોગરૂપથી મળેલાં છે અને અનાદિકાળથી પુદ્ગલના સંયોગથી જીવની અનેક વિકાર સહિત અવસ્થાઓ થઈ રહી છે. પરમાર્થ દૃષ્ટિથી જોતાં પ્રતીત થાય છે કે જીવ પોતાના ચૈતન્યત્વ આદિ ભાવોને છોડતો નથી અને પુગલ પોતાના મૂર્તિક, જડત્વ આદિને છોડતો નથી. જે પરમાર્થને નથી જાણતા તે સંયોગ જ અધ્યવસનાદિ ભાવોને જ જીવ કહે છે. પરંતુ પુદ્ગલથી ભિન્ન જીવનું સ્વરૂપ સર્વજ્ઞના જ્ઞાનમાં જણાય છે. સર્વજ્ઞની પરંપરાને આગમથી જાણી શકાય છે. જેના મતમાં સર્વજ્ઞ નથી, એ પોતાની બુદ્ધિથી અનેક પ્રકારની કલ્પનાઓ કરીને કહે છે કે અધ્યવસાન જ જીવ છે, કર્મ જ જીવ છે, નોકર્મ જ જીવ છે, અધ્યવસાનોમાં તીવ્ર-મંદ અનુભાગ જ જીવ છે, કર્મનો ઉદય જ જીવ છે, કર્મનું ફળ જ જીવ છે, જીવ અને કર્મ મળેલાં છે - એવી રીતે કર્મોના
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy