SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૯ जीवादु पोग्गलादो णंतगुणा चावि संपदा समया। लोयायासे संति य परमट्ठो सो हवे कालो॥३२॥ જીવોથી ને પુગલથી પણ સમયો અનંતગુણા કહ્યા; તે કાળ છે પરમાર્થ, જે છે સ્થિત લોકાકાશમાં. ૩૨. અર્થ હવે, જીવથી તેમ જ પુદ્ગલથી પણ અનંતગુણા સમયો છે, અને જે (કાલાણુઓ) લોકાકાશમાં છે, તે પરમાર્થ કાળ છે. जीवादीदव्वाणं परिवट्टणकारणं हवे कालो। धम्मादिचउण्हं णं सहावगुणपज्जया होंति ॥ ३३॥ જીવપુદ્ગલાદિ પદાર્થને પરિણમનકારણ કાળ છે; ધર્માદિ ચાર સ્વભાવગુણપર્યાયવંત પદાર્થ છે. ૩૩. અર્થ જીવાદિદ્રવ્યોને પરિવર્તનનું કારણ (-વર્તનાનું નિમિત્ત) કાળ છે. ધર્માદિચાર દ્રવ્યોને સ્વભાવગુણપર્યાયો હોય છે. एदे छद्दव्वाणि य कालं मोत्तूण अत्थिकाय त्ति। णिहिट्ठा जिणसमये काया हु बहुप्पदेसत्तं ॥ ३४॥ .. જિનસમયમાંહી કાળ છોડી શેષ પાંચ પદાર્થ જે; તે અસ્તિકાય કહ્યા; અનેકપ્રદેશયુત તે કાય છે. ૩૪. અર્થ કાળ છોડીને આ છ દ્રવ્યોને (અર્થાતુ બાકીના પાંચ દ્રવ્યોને) જિનસમયમાં (જિનદર્શનમાં) “અસ્તિકાય” કહેવામાં આવ્યા છે. બહુપ્રદેશીપણું તે કાયવ છે. संखेज्जासंखेज्जाणंतपदेसा हवंति मुत्तस्स। धम्माधम्मस्स पुणो जीवस्स असंखदेसा हु॥ ३५ ॥ लोयायासे तावं इदरस्स अणंतयं हवे देसा। कालस्स ण कायत्तं एयपदेसो हवे जम्हा ॥ ३६॥ અણસંખ્ય, સંખ્ય, અનંત હોય પ્રદેશ મૂર્તિક દ્રવ્યને, અણસંખ્ય જાણ પ્રદેશ ધર્મ, અધર્મ તેમ જ જીવને; ૩૫.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy