SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ વિભાવગુણવાળને જિનસમયમાં સર્વપ્રગટ (સર્વ ઇન્દ્રિયોથી ગ્રાહ્ય) કહેલ છે. ૧. સમય = સિદ્ધાંત; શાસ્ત્ર, શાસન, દર્શન, મત. अण्णणिरावेक्खो जो परिणामो सो सहावपज्जाओ। खंधसरूवेण पुणो परिणामो सो विहावपज्जाओ॥२८॥ પરિણામ પરનિરપેક્ષ તેહ સ્વભાવપર્યય જાણવો; પરિણામ સ્કંધસ્વરૂપ તેહ વિભાવપર્યય જાણવો. ૨૮. અર્થ અન્યનિરપેક્ષ (અન્યની અપેક્ષા વિનાનો) જે પરિણામ તે સ્વભાવપર્યાય છે અને સ્કંધરૂપે પરિણામ તે વિભાવપર્યાય છે. पोग्गलदव्वं उच्चइ परमाणू णिच्छएण इदरेण। पोग्गलदव्यो त्ति पुणो ववदेसो होदि खंधस्स ॥ २९ ॥ પરમાણુને પગલદરવ’ વ્યપદેશ છે નિશ્ચય થકી; ને સ્કંધને પુદ્ગલદરવ’ વ્યપદેશ છે વ્યવહારથી. ર૯. અર્થ :નિશ્ચયથી પરમાણુને પુદ્ગલદ્રવ્ય’ કહેવાય છે અને વ્યવહારથી સ્કંધને પુદ્ગલદ્રવ્ય” એવું નામ હોય છે. गमणणिमित्तं धम्ममधम्मं ठिदि जीवपोग्गलाणं च। अवगहणं आयासं जीवादीसव्वदव्वाणं॥३०॥ જીવ-પુગલોને ગમન-સ્થાનનિમિત્ત ધર્મ-અધર્મ છે; જીવાદિ સર્વ પદાર્થને અવગાહહેતુ આભ છે. ૩૦. અર્થ ધર્મ જીવ-પુદ્ગલોને ગમનનું નિમિત્ત છે અને અધર્મ (તેમને) સ્થિતિનું નિમિત્ત છે; આકાશ જીવાદિ સર્વ દ્રવ્યોને અવગાહનનું નિમિત્ત છે. समयावलिभेदेण दु दुवियप्पं अहव होइ तिवियप्पं । तीदो संखेज्जावलिहदसंठाणप्पमाणं तु॥३१॥ આવલિ-સમયના ભેદથી બે ભેદવા ત્રણ ભેદ છે; સંસ્થાનથી સંખ્યાતગુણ આવલિ પ્રમાણ અતીત છે. ૩૧. અર્થ સમય અને આવલિના ભેદથી વ્યવહારકાળના બે ભેદ છે અથવા (ભૂત, વર્તમાન અને ભવિષ્યના ભેદથી) ત્રણ ભેદ છે. અતીત કાળ (અતીત) સંસ્થાનોના અને સંખ્યાત આવલિના ગુણાકાર કેટલો છે.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy