SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૩ જે દેહ ઔદારિક, ને વૈક્રિય-તૈજસ દેહ છે, કાર્પણ-અહારક દેહ જે, તે સર્વ પુ લરૂપ છે. ૧૭૧. અર્થ ઔદારિક શરીર, વૈકિયિક શરીર, તૈજસ શરીર, આહારક શરીર અને કાશ્મણ શરીર-બધાં પુદ્ગલદ્રવ્યાત્મક अरसमरूवमगंधं अव्वत्तं चेदणागुणमसइं। जाण अलिंगग्गहणं जीवमणिद्दिट्ठसंठाणं॥१७२॥ છે ચેતનાગુણ, ગંધ-રૂપ-રસ-શબ્દ-વ્યક્તિ ન જીવને, વળી લિંગગ્રહણ નથી અને સંસ્થાન ભાખ્યું ન તેહને. ૧૭૨. અર્થ :જીવને અરસ, અરૂપ, અગંધ, અવ્યક્ત, ચેતનાગુણવાળો, અશબ્દ, અલિંગગ્રહણ (લિંગથી અગ્રાહ્ય) અને જેને કોઈ સંસ્થાન કહ્યું નથી એવો જાણ. मुत्तो रूवादिगुणो बज्झदि फासेहिं अण्णमण्णेहिं। तविवरीदो अप्पा बज्झदि किध पोग्गलं कम्मं ॥ १७३॥ અન્યોન્ય સ્પર્શથી બંધ થાય રૂપાદિગુણયુત મૂર્તને; પણ જીવ મૂર્તિરહિત બાંધે કેમ પુદ્ગલકર્મને? ૧૭૩ અર્થ :મૂર્ત (એવાં પુદ્ગલ) તો રૂપાદિગુણવાળા હોવાથી અન્યોન્ય (-પરસ્પર બંધયોગ્ય) સ્પર્શી વડે બંધાય છે; પરંતુ) તેનાથી વિપરીત (-અમૂર્ત) એવો આત્મા પૌદ્ગલિક કર્મ કઈ રીતે બાંધી શકે? रूवादिएहिं रहिदो पेच्छदि जाणादि रूवमादीणि। दव्वाणि गुणे य जधा तह बंधो तेण जाणीहि ॥ १७४॥ જે રીતે દર્શન-જ્ઞાન થાય રૂપાદિનું ગુણ-દ્રવ્યનું, તે રીત બંધન જાણ મૂર્તિરહિતને પણ મૂર્તનું. ૧૭૪ અર્થ :જે રીતે રૂપાદિરહિત (જીવ) રૂપાદિકને - દ્રવ્યોને તથા ગુણોને (રૂપી દ્રવ્યોને તથા તેમના ગુણોને) -દેખે છે અને જાણે છે, તે રીતે તેની સાથે (અરૂપીને રૂપી સાથે) બંધ જાણ. उवओगमओ जीवो मुज्झदि रज्जेदि वा पदुस्सेदि। पप्पा विविध विसये जो हि पुणो तेहिं सो बंधो॥१७५ ॥ વિધવિધ વિષયો પામીને ઉપયોગ-આત્મક જીવ જે પ્રશ્લેષ-રાગ-વિમોહભાવે પરિણમે, તે બંધ છે. ૧૭૫.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy