SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ અજ્ઞાની જીવની હું પરને દુઃખી-સુખી કરી શકું છું. આ જ માન્યતા બંધનું કારણ છે. આ જ અધ્યવસાનોથી પાપ-પુણ્યના બંધ થાય છે, કોઇ પણ બીજા પ્રકારની ક્રિયાથી નહિ. એટલે જો અધ્યવસાન છે તો જીવને મારો કે ન મારો બંધ નિશ્ચિત થાય છે. આ પ્રમાણે હિંસાની જેમ જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહમાં પણ જો અધ્યવસાન છે, તો એમાં પાપનો બંધ થાય છે અને અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહમાં જ અધ્યવસાન છે, તો પુણ્યબંધનું કારણ છે. હવે જો ઉપર જણાવ્યા મુજબ અધ્યવસાન વસ્તુના અવલંબનથી થાય છે, તો વરતુથી બંધનથી થતો, અધ્યવસાનથી બંધ થાય છે. જ્યારે અધ્યવસાનના નિમિત્તથી મોક્ષમાર્ગમાં સ્થિત જીવ કર્મથી છૂટે છે તો પછી હું બાંધું છું, હું છોડું છું” એ આપણી માન્યતા સહજ જ મિથ્યા સિદ્ધ થાય છે. અધ્યવસાન ભાવથી જ આ જીવ તિર્યંચ, નારક, દેવ, મનુષ્ય બધી પર્યાયો અનેક પ્રકારના પુણ્યપાપને, ધર્મ-અધર્મને, જીવ-અજીવ, લોક-અલોક આ બધા રૂપને પોતાને કરે છે. આ પ્રમાણે જીવ બંધને પ્રાપ્ત થાય છે. જેમાં અધ્યવસાન નથી એ મુનિ અશુભ-શુભકર્મમાં લપાતો નથી. બુદ્ધિ, વ્યવસાય, મતિ, વિજ્ઞાન,ચિત્ત, પરિણામ અને અધ્યવસાન આબધાએકાર્યવાચી શબ્દો છે. મોક્ષની શ્રદ્ધા ન કરવાવાળા અજ્ઞાની અભવ્યની ભોગના નિમિત્તથી કરવામાં આવેલી અનેક પ્રકારની વ્રત, સમિતિ, ગુપ્તિ, શીલ, પરૂપ ક્રિયાઓ અને અનેક શાસ્ત્રોના જ્ઞાન બધા જ કર્મબંધનમાં નિમિત્ત છે, કર્મક્ષયમાં નહિ. એટલે ઉક્ત ક્રિયાઓ કરતો થકો પણ તે અજ્ઞાની છે. નિશ્ચયનયને આશ્રિત મુનિ નિર્વાણને પ્રાપ્ત કરે છે. નિશ્ચયનયથી આત્મા જ જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, સંવર છે, યોગ છે અને પ્રત્યાખ્યાન છે અને વ્યવહારનયથી આચારાંગાદિ શાસ્ત્ર વાંચવા જ્ઞાન છે, જીવાદિ તત્ત્વોને શ્રદ્ધાન છે અને છ કાય જીવોની રક્ષા કરવી એ ચારિત્ર છે. જો આત્મા પરિણમન સ્વભાવવાળો છે, તો શુભ સ્વભાવત્વને કારણે પોતાની મેળે રાગાદિરૂપ નથી પરિણમતો. આત્મા પરદ્રવ્યના નિમિત્ત હોવાને લીધે શુદ્ધભાવથી અત થતો રાગાદિરૂપ પરિણમિત થાય છે. અજ્ઞાની કર્મોદયથી થવાવાળા ભાવોને પોતાના સમજીને રાગ-દ્વેષ અને કષાયરૂપ પરિણમે છે, એટલે એનો કર્તા થયા કરતા વારંવાર આગામી કર્મોને બાંધે છે અને જ્ઞાની રાગ-દ્વેષ અને કષાય કર્મોદયથી થવાવાળા ભાવોને સ્વયં નથી કરતો અને તે રૂપ પરિણમે છે. એટલે એ એ ભાવોનો કર્તાનથી થતો, તેના ફળસ્વરૂપે તેને બંધ નથી થતો. અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન બે બે પ્રકારના છે. દ્રવ્ય સંબંધી અપ્રતિક્રમણ, ભાવ સંબંધી અપ્રતિક્રમણ. દ્રવ્ય સંબંધી અપ્રત્યાખ્યાન અને ભાવ સંબંધી અપ્રત્યાખ્યાન. જ્યાં સુધી આત્મા આ દ્રવ્ય અને ભાવનો અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન કરે છે, ત્યાં સુધી તે તેનો કર્તા થાય છે તથા જ્યારે જીવ દ્રવ્ય અને ભાવનો અપ્રતિક્રમણ-અપ્રત્યાખ્યાન નથી કરતો, ત્યારે એ કર્મનો અકર્તા થાય છે.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy