SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ જ્ઞાની વર્તમાનકાળના ઉદયના ભોગ વિયોગબુદ્ધિથી કરતો થકો આગામી ઉદયની ઈચ્છા નથી કરતો કારણ કે એ વેદકભાવ (જે ભાવ વેદન કરે છે) અને વેદભાવ (જે ભાવ વંદન કરવામાં આવે છે) બન્ને જ પ્રતિસમય નષ્ટ થતાં જાય છે. જ્ઞાનીને તો બંધ અને ઉપયોગના નિમિત્તભૂત સંસાર સંબંધી અને દેહ સંબંધી અધ્યવસાયોના ઉદયમાં પણ રાગ નથી, પરંતુ અજ્ઞાની રાગવશ કર્મોમાં લિપ્ત થઈ જાય છે. જ્ઞાની સચિત્ત-અચિત્ત-મિશ્રાદિ પદાર્થોને ભોગતોથકો અજ્ઞાનીનથી થતો, પરંતુ એ જ્ઞાનસ્વભાવને છોડીને અજ્ઞાનરૂપ પરિણમિત થાય છે ત્યારે અજ્ઞાનને પ્રાપ્ત થાય છે. જ્ઞાનીને બધી જ વ્રત-તપાદિ ક્રિયાઓ ઇચ્છારહિત છે, એટલે એ એના ફળને પ્રાપ્ત નથી કરતો; જ્યારે અજ્ઞાની સમસ્ત ક્રિયાઓ વિષયસુખની ઇચ્છાથી કરે છે, એટલે એ એના ફળને પ્રાપ્ત થાય છે, રાગાદિ પરિણામ ઉત્પન્ન કરવાવાળા આગામી ભોગોની ઉપલબ્ધિ તેને થાય છે. આ પછીની ગાથાઓમાં જ્ઞાની (સમ્યગ્દષ્ટિ)ના આઠ ગુણો - (૧) નિઃશંકિત (૨) નિઃકાંક્ષિત (૩) નિર્વિચિકિત્સા (૪) અમૂઢદષ્ટિ (૫) ઉપગૂહન (૬) સ્થિતિકરણ (૭) વાત્સલ્ય (૮) પ્રભાવનાનું વર્ણન કરે છે. આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે આ અધિકારમાં સર્વત્ર જ જ્ઞાનગુણની મહિમા બતાવવામાં આવી છે અને ઇચ્છારહિત જ્ઞાનીને નિર્જરા થાય છે. આ બધી વાતો ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે. ૭. બંધ અધિકાર : રાગ-દ્વેષ-મોહ જ બંધના કારણ છે, એ વાતને સિદ્ધ કરતાં આચાર્યદવ કહે છે કે મિથ્યાદષ્ટિ જીવરાગાદિથી યુક્ત છે એટલે અનેક પ્રકારની ક્રિયાઓ કરતો થકો તે બંધને પ્રાપ્ત થાય છે, પરંતુ રાગાદિ રહિત સમ્યગ્દષ્ટિ જીવ આ જ ક્રિયાઓ કરતો થકો કર્મબંધનને પ્રાપ્ત નથી થતો; એટલે કર્મબંધનનું મૂળ કારણરાગાદિજ છે. મિથ્યાદષ્ટિ જીવ માને છે કે હું પરને મારું છું, જીવાડું છું, દુઃખી-સુખી કરું છું, અને બીજા પણ મને મારે છે, જીવાડે છે, દુઃખી-સુખી કરે છે; પરંતુ આ બધી માન્યતાઓ નિરર્થક હોવાથી મિથ્યા છે કારણ કે બધા જીવ આયુકર્મના ક્ષય હોવાથી મરે છે, આયુકર્મના ઉદયથી જીવે છે અને આ પ્રમાણે કર્મના ઉદયથી જ સુખી-દુઃખી થાય છે. જો આપણે બીજાનું આયુકર્મ લઈ શકીએ અથવા બીજા આપણું આયુકર્મ લઈ શકે તો આપણે પરને અને પર આપણને મારી શકે, એ જ પ્રમાણે આપણે બીજાને આયુકર્મ દઈ શકીએ અને બીજા આપણને આયુકર્મ આપી શકે તો આપણે બીજાને અને બીજા આપણને જીવાડી શકે છે. આ પ્રમાણે સુખ-દુઃખની બાબતમાં પણ છે. હવે જ્યારે આપણે આયુકર્મ નથી આપી શકતા નથી લઈ શકતા, તો આપણી માન્યતા મિથ્યા છે. એટલે, મેં માર્યું, મેં જીવાડ્યું એવું માત્ર અજ્ઞાની જ માને છે, જ્ઞાની તો વસ્તુસ્વરૂપને સાચું સમજતો થકો એ માને છે કે વસ્તુતઃ જીવ કર્મના ઉદયથી મરે છે, જીવે છે, સુખી-દુઃખી થાય છે, હું ન તો કોઇને મારી શકું છું, ન જીવાડી શકું છું, ન સુખી-દુઃખી કરી શકું છું અને ન બીજા મારામાં કાંઈ પણ કરી શકે છે.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy