________________
૫૦૧ સમ્યકત્વને જે જીવ ધ્યાવે તે સુદષ્ટિ હોય છે, સમત્વપરિણત વર્તતો દુષ્ટાકર્મો ક્ષય કરે. ૮૭. किं बहुणा भणिएणं जे सिद्धा णरवरा गए काले। सिज्झिहहि जे वि भविया तं जाणह सम्ममाहप्पं ॥ ८८॥ બહુકથનથી શું?'નરવરો ગતકાળજેસિયાઅહો! જે સિદ્ધશે ભવ્યો હવે, સમ્યકત્વમહિમા જાણવો. ૮૮. ૧. નરવરો = ઉત્તમ પુરુષો. ૨. ગત કાળ = ભૂતકાળમાં પૂર્વે. ૩. સિદ્ધયા = સિદ્ધ થયા, મોક્ષ પામ્યા. ते धण्णा सुकयत्था ते सूरा ते वि पडिया मणुया। सम्मत्तं सिद्धियरं सिविणे विण मइलियं जेहिं॥ ८९॥ નર ધન્ય તે, 'સુકૃતાર્થ તે, પંડિત અને શૂરવીર તે, સ્વપ્નય મલિન કર્યું ન જેણે સિદ્ધિકર સમ્યકત્વને. ૮૯. ૧. સુકૃતાર્થ = જેમણે પ્રયોજનને સારી રીતે સિદ્ધ કર્યું એવા સુકૃતકૃત્ય. ૨. સિદ્ધિકર = સિદ્ધિ કરનાર; મોક્ષ કરનાર. हिंसारहिए धम्मे अट्ठारहदोसवज्जिए देवे। णिग्गंथे पव्वयणे सद्दहणं होइ सम्मत्तं ॥९॥ 'હિંસાસુવિરહિત ધર્મ, દોષ અઢાર વર્જિત દેવનું, નિગ્રંથ પ્રવચન કેરું જે શ્રદ્ધાન તે સમકિત કહ્યું. ૯૦. ૧. હિંસાસુવિરહિત = હિસારહિત. जहजायरूवरूवं सुसंजयं सव्वसंगपरिचत्तं। लिंगंण परावेक्खं जो मण्णइ तस्स सम्मत्तं ॥९१॥ સમ્યકત્વ તેને, જેહમાને લિંગ પરનિરપેક્ષને, રૂપે યથાજાતક, સુસંયત, સર્વસંગવિમુક્તને. ૯૧.