________________
૪૩૨ શ્રાવકધરમરૂપ દેશસંયમચરણ ભાખ્યું એ રીતે; યતિધર્મ-આત્મક પૂર્ણસંયમચરણ શુદ્ધ કહું હવે. ૨૭. पंचेंदियसंवरणं पंच वया पंचविंसकिरियासु। पंच समिदि तय गुत्ती संजमचरणं णिरायारं ॥२८॥ પંચેન્દ્રિસંવર, પાંચ વ્રત પચ્ચીશક્રિયાસંબદ્ધ છે, વળી પાંચ સમિતિ, ત્રિગુમિ-અણ-આગાર સંયમચરણ છે. ૨૮ अमणुण्णे य मणुण्णे सजीवदव्वे अजीवदव्वे य। ण करेदि रायदोसे पंचेंदियसंवरो भणिओ॥ २९ ॥ સમનોજ્ઞ ને અમનોજ્ઞ જીવ-અજીવદ્રવ્યોને વિષે કરવા ન રાગવિરોધ તે પંચેન્દ્રિસંવર ઉક્ત છે. ર૯.
૧. રાગવિરોધ = રાગદ્વેષ.
हिंसाविरइ अहिंसा असञ्चविरई अदत्तविरई य। तुरियं अबभविरई पंचम संगम्मि विरई य॥३०॥ હિંસાવિરામ, અસત્ય તેમ અદત્તથી વિરમણ અને અબ્રહ્મવિરમણ, સંગવિરમણ-છે મહાવ્રત પાંચ એ. ૩૦. साहंति जं महल्ला आयरियं जं महल्लपुव्वेहिं।। जं च महल्लाणि तदो महव्वया इत्तहे याइं ॥ ३१ ॥ મોટા પુરુષ સાધ, પૂરવ મોટા જનોએ આચર્યા, સ્વયમેવ વળી મોટા જ છે, તેથી મહાવત તે ઠર્યા. ૩૧. वयगुत्ती मणगुत्ती इरियासमिदी सुदाणणिक्खेवो। अवलोयभोयणाए अहिंसए भावणा होति ॥३२॥ મન-વચનગુપ્તિ, ગમનસમિતિ, સુદાનનિક્ષેપણ અને અવલોકીને ભોજન - અહિંસાભાવના એ પાંચ છે. ૩૨.