________________
૪૩૩ कोहभयहासलोहा मोहा विवरीयभावणा चेव। विदियस्स भावणाए ए पंचेव य तहा होंति ॥३३॥ જે ક્રોધ, ભય ને હાસ્ય તેમ જ લોભ-મોહ-કુભાવ છે, તેના 'વિપર્યયભાવ તે છે ભાવના બીજા વ્રત. ૩૩. ૧. વિપર્યયભાવ = વિપરીત ભાવ. सुण्णायारणिवासो विमोचियावास जं परोधं च। एसणसुद्धिसउत्तं साहम्मीसंविसंवादो ॥ ३४॥ સૂના અગર તો ત્યક્ત સ્થાને વાસ, 'પર-ઉપરોધ ના, આહાર એષાગશુદ્ધિયુત, સાધ સહ વિખવાદના. ૩૪ ૧. પર-ઉપરોધ ના = બીજાને નડતર થાય એમ ન રહેવું તે. महिलालोयणपुवरइसरणसंसत्तवसहिविकहाहिं। पुट्ठियरसेहिं विरओ भावण पंचावि तुरियम्मि ॥ ३५ ॥ મહિલાનિરીક્ષણ-પૂર્વરતિસ્મૃતિ-નિકટવાસ, ત્રિયાકથા, પૌષ્ટિક રસોથી વિરતિ - તે વ્રત ‘તુર્યની છે ભાવના. ૩૫. ૧. ત્રિયાકથા = સ્ત્રીકથા. ૨. સુર્ય = ચતુર્થ. अपरिग्गह समणुण्णेसु सद्दपरिसरसरूवगंधेसु। रायद्दोसाईणं परिहारो भावणा होति ॥ ३६॥ મનહર-અમનહર સ્પર્શ-રસ-રૂપ-ગંધ તેમ જ શબ્દમાં કરવા ન રાગવિરોધ, વ્રત પંચમ તણી એ ભાવના. ૩૬. इरिया भासा एसण जा सा आदाण चेव णिक्खेवो। संजमसोहिणिमित्तं खंति जिणा पंच समिदीओ॥३७॥ ઇર્યા, સુભાષા, એષણા, આદાન ને નિક્ષેપ-એ, સંયમ તણી શુદ્ધિ નિમિત્તે સમિતિ પાંચ જિનો કહે. ૩૭.