SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૯ जं किंचि मे दुच्चरित्तं सव्वं तिविहेण वोसरे। सामाइयं तु तिविहं करेमि सव्वं णिरायारं॥ १०३॥ જે કાંઈ પણ દુશ્ચરિત મુજ તે સર્વ હું ત્રિવિધ તાં; કરું છું નિરાકાર જ સમસ્ત ચરિત્ર જે ત્રયવિધ. ૧૦૩. અર્થ મારું જે કાંઈ પણ દુશ્ચારિત્રને સર્વને હુંત્રિવિધ (મન-વચન-કાયાથી) તજું છું અને ત્રિવિધ જે સામાયિક (-ચારિત્ર તે સર્વને નિરાકાર (-નિર્વિકલ્પ) કરું છું. सम्मं मे सव्वभूदेसु वेरं मज्झंण केणवि। आसाए वोसरित्ता णं समाहि पडिवज्जए॥१०४॥ સૌ ભૂતમાં સમતા મને, કો સાથે વેર મને નહીં; આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની. ૧૦૪. અર્થ સર્વ જીવો પ્રત્યે મને સમતા છે, મારે કોઈ સાથે વેર નથી; ખરેખર આશાને છોડીને હું સમાધિને પ્રાપ્ત કરું णिक्कसायस्स दंतस्स सूरस्स ववसायिणो। संसारभयभीदस्स पच्चक्खाणं सुहं हवे॥१०५॥ અકષાય, ઉદ્યમી, દાન્ત છે, સંસારથી ભયભીત છે, શૂરવીર છે, તે જીવને પચખાણ સુખમય હોય છે. ૧૦૫. અર્થ : જે નિઃકષાય છે, 'દાન્ત છે, શૂરવીર છે, વ્યવસાયી (શુદ્ધતા પ્રત્યે ઉદ્યમવંત) છે અને સંસારથી ભયભીત છે, તેને સુખમય પ્રત્યાખ્યાન (અર્થાત્ નિશ્ચયપ્રત્યાખ્યાન) હોય છે. ૧. દાન્ત = જેણે ઇન્દ્રિયોનું દમન કર્યું હોય એવો; જેણે ઇન્દ્રિયોને વશ કરી હોય એવો; સંયમી. एवं भेदभासं जो कुब्वइ जीवकम्मणो णिच्चं। पच्चक्खाणं सक्कदि धरि, सो संजदो णियमा॥१०६॥ જીવ-કર્મ કેરા ભેદનો અભ્યાસ જે નિત્ય કરે, તે સંયમી પચખાણ-ધારણમાં અવશ્ય સમર્થ છે. ૧૦૬. અર્થ એ રીતે જે સદા જીવ અને કર્મના ભેદનો અભ્યાસ કરે છે, તે સંયત નિયમથી પ્રત્યાખ્યાન ધારણ કરવાને શક્તિમાન છે.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy