________________
૪૮૯ તું 'પંચસમિત, ત્રિગુપ્ત ને સંયુક્ત પંચમહાવતે, રત્નત્રયીસંયુતપણે કર નિત્ય ધ્યાનાધ્યયનને. ૩૩. ૧. પંચસમિત = પાંચ સમિતિથી યુક્ત (વર્તતો થકો). ૨. ત્રિગુપ્ત = ત્રણ ગુમિ સહિત (વર્તતો થકો). ૩. રત્નત્રયીસંયુતપણે = રત્નત્રયસંયુક્તપણે. ૪. ધ્યાનાધ્યયન = ધ્યાન તથા અધ્યયન, ધ્યાન તથા શાસ્ત્રાભ્યાસ.
रयणत्तयमाराहं जीवो आराहओ मुणेयव्यो।
आराहणाविहाणं तस्स फलं केवलं णाणं ॥३४॥ રત્નત્રયી આરાધનારો જીવ આરાધક કહ્યો; આરાધનાનું વિધાન કેવલજ્ઞાનફળદાયક અહો! ૩૪. सिद्धो सुद्धो आदा सव्वण्हू सव्वलोयदरिसी य। सो जिणवरेहिं भणिओ जाण तुमं केवलं णाणं ॥ ३५॥ છે સિદ્ધ, આત્મા શુદ્ધ છે ને સર્વજ્ઞાનીદર્શી છે, તું જાણ રે!-જિનવરકથિત આ જીવ કેવળ જ્ઞાન છે. ૩૫. रयणत्तयं पि जोई आराहइ जो हु जिणवरमएण। सो झायदि अप्पाणं परिहरइ परं ण संदेहो ॥ ३६॥ જે યોગી આરાધે રતનત્રય પ્રગટ જિનવરમાર્ગથી, તે આત્મને ધ્યાવે અને પર પરિહરે, શંકા નથી. ૩૬. जंजाणइ तं णाणं जं पिच्छइ तं च सणं णेयं । तं चारित्तं भणियं परिहारो पुण्णपावाणं॥ ३७॥ જે જાણતું તે જ્ઞાન, દેખે તે દર્શન જાણવું, જે પાપ તેમ જ પુણ્યનો પરિહાર તે ચારિત કહ્યું. ૩૭. तच्चरई सम्मत्तं तच्चग्गहणं च हवइ सण्णाणं। चारित्तं परिहारो परूवियं जिणवरिदेहिं ॥ ३८॥