SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ પરમાર્થ પ્રત્યાખ્યાન, પરમાર્થ પ્રતિક્રમણની જેમ પરમ આલોચના ધ્યાનરૂપ જ છે. પ્રતિક્રમણમાં ધ્યાન દ્વારા ભૂતકાળના, આલોચનામાં વર્તમાનના, પ્રત્યાખ્યાનમાં ભવિષ્યના દોષોનું નિરાકરણ છે. ૮. શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત અધિકાર: હવે ૧૧૩થી ૧૨૧ - નવ ગાથાઓમાં સમસ્ત દ્રવ્યકર્મ, ભાવકર્મ તથા નોકર્મના સન્યારાના હેતુભૂત શુદ્ધ - નિશ્ચય પ્રાયશ્ચિત અધિકાર કહેવામાં આવે છે. અનેક પ્રકારની પ્રાયશ્ચિતની પરિભાષા બાંધીને છેવટે તપને જ પ્રાયશ્ચિત કહેવામાં આવ્યું છે. પ્રકૃષ્ટરૂપથી નિર્વિકાર ચિત્ત જ પ્રાયશ્ચિત છે. વ્રત, સમિતિ, શીલ ને સંયમરૂપ પરિણામ તથા ઇન્દ્રિયનિગ્રહરૂપ ભાવ તે પ્રાયશ્ચિત છે. ક્રોધ વગેરે સ્વકીય ભાવોના (પોતાના વિભાવ ભાવોના) ક્ષમાદિકની ભાવનામાં રહેવું અને નિજ ગુણોનું ચિંતવન કરવું તે નિશ્ચયથી પ્રાયશ્ચિત કહ્યું છે. આત્માના શુદ્ધ જ્ઞાનનો સ્વીકાર જ પ્રાયશ્ચિત છે. ક્રોધને ક્ષમાથી, માનને નિજમાર્દવથી, માયાને આર્જવાથી તથા લોભને સંતોષથી એમ ચતુર્વિધ કષાયોને યોગી ખરેખર જીતે છે. આ ચાર કષાયો પર વિજય મેળવવાના ઉપાયના સ્વરૂપનું કથન ૧૧૫મી ગાથામાં કહ્યું છે. અનંતાનંત ભવો દ્વારા ઉપાર્જિત સમસ્ત શુભાશુભ કર્મસમૂહ તપશ્ચરણથી નષ્ટ થાય છે, એટલે કર્મોનો ક્ષયના હેતુ તપ પ્રાયશ્ચિત છે. આ પ્રકારે આત્મસ્વરૂપના આલંબનપૂર્વક હોવાથી અને સમસ્ત ભાવોના પરિહાર કરવાને કારણ ધ્યાન પણ પ્રાયશ્ચિત છે. આની જ અંતર્ગત શુદ્ધ નિશ્ચય નિયમ અને નિશ્ચય કાયોત્સર્ગનું વર્ણન કરતાં આચાર્ય કહે છે કે કાયાદિ પરભાવમાં સ્થિરભાવ છોડીને આત્માને નિર્વિકલ્પરૂપથી ધ્યાવે છે તેને કાયોત્સર્ગ હોય છે. અને જે શુભાશુભ વચનને અને રાગાદિ ભાવનો નિવારણ કરીને આત્માને ધ્યાવે છે તેને નિશ્ચયરૂપથી નિયમ હોય છે. અહીં શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત અધિકાર સમાપ્ત થયો. ૯. પરમ-સમાધિ અધિકારઃ ગાથા ૧૨૨ થી ૧૩૩ સુધી. સમસ્ત મોહ-રાગ-દ્વેષાદિ પરભાવોના વિધ્વંસના હેતુભૂત પરમ સમાધિ અધિકાર કહેવામાં આવે છે. આચાર્ય કહે છે વચનોચ્ચારણની ક્રિયા પરિત્યાગીને વીતરાગભાવથી જે આત્માને ધ્યાવે છે, તેને પરમ સમાધિ છે. આ સમાધિ ધ્યાન, સંયમ, નિયમ અને તપપૂર્વક હોય છે. ધર્મધ્યાન અને શુક્લધ્યાનથી જે આત્માને ધ્યાવે છે તેને પરમ સમાધિ છે. અહીં સમાધિનું લક્ષણ કહ્યું છે. સમાધિમાં રાગ-દ્વેષ રહિત સામ્યભાવ ઉત્પન્ન થાય છે. જો સમાધિયુક્ત મુનિમાં સામ્યભાવ ઉત્પન્ન ન હો તો પછી એના દ્વારા કરવામાં આવેલ કાયાકલેશરૂપ વિવિધ ઉપવાસ, અધ્યયન, મૌન આદિ બધી કિયાઓ નિરર્થક છે.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy