SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૭ સામાયિક વ્રત કયા મુનિને સ્થાયી હોય છે-તેનું નકારાત્મક અને સકારાત્મકરૂપથી વર્ણન કરતાં આચાર્ય કહે છે કે જે સર્વ સાવધમાં વિરત છે, જે ત્રણ ગુપ્તિવાળો છે, જેણે ઇન્દ્રિયોને બંધ (નિરુદ્ધ) કરી છે તેને સામાયિક સ્થાયી છે. રાગ-દ્વેષ વિકાર જેનામાં ઉત્પન્ન નથી થતાં, પાપ-પુણ્યનો ત્યાગી છે, આર્ત-રૌદ્ર ધ્યાનથી રહિત છે, હાસ્ય, રતિ, અરતિ, જુગુપ્સા, ભ્ય અને વેદત્રયનો જેણે ત્યાગ કરી દીધો છે, જે ઇન્દ્રિજિત છે, ત્રણ ગુપ્તિનો ધારક છે, બધા જીવોમાં સામ્યભાવ રાખે છે, નિરંતર ધર્મ અને શુક્લધ્યાન ધારણ કરે છે તથા જેનો આત્મા સંયમ, નિયમ, તપમાં સન્નિહિત છે તેને સ્થાયી સામાયિક છે એવું કેવળીના શાસનમાં કહેવામાં આવ્યું છે. આ પરમ સમાધિ ઉપસંહારનું કથન છે. આ રીતે પરમ-સમાધિ અધિકાર સમાપ્ત થાય છે. ૧૦. પરમ-ભક્તિ અધિકાર : ગાથા ૧૩૪ થી ૧૪૦ગાથાઓમાં પરમ-ભક્તિ અધિકારનું કથન છે. જે શ્રાવક અથવા શ્રમણ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રની ભક્તિ કરે છે તેને નિવૃતિભક્તિ (નિર્વાણની ભક્તિ) છે એમ જિનોએ કહ્યું છે. જે જીવ મોક્ષગત પુરુષોનો ગુણભેદ જાણીને તેમની પણ પરમ ભક્તિ કરે છે તે જીવને વ્યવહારનયે નિર્વાણભક્તિ કહી છે. આ વ્યવહારનયપ્રધાન સિદ્ધભક્તિના સ્વરૂપનું કથન છે. મોક્ષમાર્ગમાં પોતાના આત્માને સમ્યક પ્રકારે સ્થાપીને નિવૃતિની (નિર્વાણની) ભક્તિ કરે છે તે જીવ અસહાયગુણવાળા નિજ આત્માને પ્રાપ્ત કરે છે. જે સાધુરાગાદિના પરિવારમાં આત્માને જોડે છે અને વિકલ્પોના અભાવપૂર્વક ઉપયોગને આત્મામાં લગાવે છે તે યોગ ભક્તિવાળો છે. બીજાને યોગ કઈ રીતે હોય? વિપરીત અભિનિવેશનો પરિત્યાગ કરીને જે જૈનકથિત તત્ત્વોમાં આત્માને જોડે છે, તેનો નિજ ભાવ તે યોગ છે. આ યોગ મુક્તિનું સાક્ષાત કારણ છે. વૃષભાદિ જિનવરોએ એ રીતે યોગની ઉત્તમ ભક્તિ કરીને નિવૃતિસુખને પામ્યા; તેથી યોગની ઉત્તમ ભક્તિને તું ધારણ કર. આ ભક્તિ અધિકારના ઉપસંહારનું કથન છે. આ પ્રમાણે પરમ-ભક્તિ અધિકાર સમાપ્ત થાય છે. ૧૧. નિશ્ચય-પરમાવશ્યક અધિકાર : આ અધિકારમાં ૧૪૧ થી ૧૫૮ ગાથાઓ છે. આ અઢાર ગાથાઓમાં વ્યવહાર છ આવશ્યકોથી પ્રતિપક્ષ શુદ્ધ નિશ્ચયનયનો અધિકાર કહેવામાં આવે છે. જે અન્યવશ નથી (અર્થાત્ જે જીવ અન્યને વશ નથી) તેને આવશ્યક કર્મ કહે છે. (અર્થાત્ તે
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy