SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૫ દર્શન-ભક્તિ-સુખસ્વરૂપ છું, હું મમત્વને છોડીને નિર્મમત્વમાં સ્થિર રહું છું, હું તો ક્યારેય પરભાવોને ગ્રહણ કરું છું, ન તો ક્યારેય સ્વભાવને છોડું છું, હું તો માત્ર જ્ઞાતા-દષ્ટા છું, આત્મા જ મારું આલંબન છે, હું તેમાં જ સ્થિર રહું છું, જ્ઞાન, દર્શન, ચારિત્ર, સંવર, યોગ, પ્રત્યાખ્યાનમાં સર્વત્ર એક આત્મા જ ઉપાદેય છે, બાકી બધા સંયોગીભાવ બાહ્ય છે એટલે હેય છે.’ ગાથા ૧૦૨માં કહે છે “જ્ઞાન-દર્શન લક્ષણવાળો શાશ્વત એક આત્મા મારો છે, બાકીના બધા સંયોગલક્ષણ ભાવો મારાથી બાહ્ય છે.” એકત્વ ભાવનારૂપે પરિણમેલા સમ્યજ્ઞાનીનું લક્ષણનું આ કથન છે. આ પ્રમાણે નિર્વિકલ્પ ધ્યાનની તરફ આગળ વધતો જ્ઞાની આત્મગત દોષોનો સ્વીકાર કરીને એમને મન-વચન-કાયાથી છોડીને, અંતરંગ ભાવશુદ્ધિ હેતુ વિચાર કરે છે કે મને કોઈનાથી વેર નથી, બધા જીવો પ્રત્યે મને સમતા છે; એટલે હવે હું આશાને છોડીને સમાધિને પ્રાપ્ત કરું છું. આ પ્રકારે જે ભેદઅભ્યાસપૂર્વક સમાધિને પ્રાપ્ત કરે છે એ સંયત નિયમથી પ્રત્યાખ્યાન ધારણ કરવામાં સમર્થ છે. આ પ્રમાણે નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર સમાપ્ત થયો. ૭. પરમ-આલોચના અધિકાર : બે ગાથાઓ ૧૦૦-૧૦૮માં આલોચનાનું સ્વરૂપનું કથન કરવામાં આવ્યું છે. નોકર્મ ને કર્મથી રહિત તથા વિભાવ ગુણપર્યાયોથી વ્યતિરિક્ત આત્માને જે ધાવે છે તે શ્રમણને આલોચના છે. આ નિશ્ચય આલોચનાના સ્વરૂપનું કથન છે. ઔદારિક, વૈક્રિયક, આહારક, તેજસ અને કામણ શરીરો તે નોકર્મ છે. જ્ઞાનાવરણીયાદિષ્ટ કર્મ તે કર્મ છે. મતિજ્ઞાનાદિ તે વિભાવ ગુણો છે અને નર-નારકાદિ વ્યંજનપર્યાયો તે જ વિભાવપર્યાયો છે. પરમાત્મા આ બધાથી ભિન્ન છે. ઘોર સંસારના મૂળ એવા સુકૃત અને દુષ્કતને સદા આલોચી આલોચીને હું નિરુપાધિક ગુણવાળા શુદ્ધ આત્માને આત્માથી જ અવલંબુ છું આ છે નિશ્ચય આલોચના. આલોચના, આલુંછન, અવિકૃતિકરણ અને ભાવશુદ્ધિ એમ ચાર પ્રકારનું આલોચનાનું સ્વરૂપ શાસ્ત્રોમાં કહ્યું છે. પરિણામને સમભાવમાં સ્થાપન કરી આત્માને જોવો એ આલોચના છે એમ ગાથા ૧૦૯માં કહ્યું છે. ગાથા ૧૧૦માં કહે છે કર્મરૂપી વૃક્ષનું મૂળ છેદવામાં સમર્થ એવો જે સમભાવરૂપ સ્વાધીન નિજ પરિણામ તને આલુંછન કહેવાય છે.” જે મધ્યસ્થભાવનામાં કર્મથી ભિન્ન આત્માને કે જે વિમળ ગુણોનું રહેઠાણ છે તેને ભાવે છે તે જીવને અવિકૃતિકરણ જાણવું. અહીં શુદ્ધોપયોગી જીવની ખાસ પરિણતિનું કથન ૧૧૧મી ગાથામાં કહેવામાં આવ્યું છે. અને મદ, માન, માયા, લોભરહિત ભાવજ ભાવશુદ્ધિ છે. એમ ભવ્યોને લોકાલોકના દષ્ટાઓએ ૧૧૨મી ગાથામાં કહ્યું છે.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy