SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૯ અર્થ : સાધુ આગમચક્ષુ (-આગમરૂપ ચક્ષુવાળા) છે, સર્વ ભૂતો (-પ્રાણીઓ) ઇન્દ્રિયચક્ષુ છે, દેવો અવધિચક્ષુ છે અને સિદ્ધો સર્વતઃચક્ષુ (-સર્વ તરફથી ચક્ષુવાળા અર્થાત્ સર્વ આત્મપ્રદેશે ચક્ષુવાળા) છે. सव्वे आगमसिद्धा अत्था गुणपज्जएहिं चित्तेहिं । जाणंति आगमेण हि पेच्छित्ता ते वि ते समणा ॥ २३५ ॥ સૌ ચિત્ર ગુણપર્યાયયુક્ત પદાર્થ આગમસિદ્ધ છે; તે સર્વને જાણે શ્રમણ એ દેખીને આગમ વડે. ૨૩૫. અર્થ : બધા પદાર્થો વિચિત્ર (અનેક પ્રકારના) ગુણપર્યાયો સહિત આગમસિદ્ધ છે. તે સર્વને એ શ્રમણો આગમ વડે ખરેખર દેખીને જાણે છે. आगमपुव्वा दिट्ठी ण भवदि जस्सेह संजमो तस्स । णत्थीदि भणदि सुत्तं असंजदो होदि किध समणो ॥ २३६ ॥ દૃષ્ટિ ન આગમપૂર્વિકા તે જીવને સંયમ નહીં -એ સૂત્ર કેરું છે વચન; મુનિ કેમ હોય અસંયમી ? ૨૩૬. અર્થ ઃ આ લોકમાં ને આગમપૂર્વક દષ્ટિ (-દર્શન) નથી તેને સંયમ નથી એમ સૂત્ર કહે છે; અને અસંયત તે શ્રમણ કઈ રીતે હોય ? ण हि आगमेण सिज्झदि सद्दहणं जदि वि णत्थि अत्थेसु । सद्दहमाणो अत्थे असंजदो वा ण णिव्वादि ॥ २३७ ॥ સિદ્ધિ નહિ આગમ થકી, શ્રદ્ધા ન જો અર્થો તણી; નિર્વાણ નહિ અર્થે તણી શ્રદ્ધાથી, જો સંયમ નહીં. ૨૩૭. અર્થ : આગમથી, જો પદાર્થનું શ્રદ્ધાન ન હોય તો, સિદ્ધિ (મુક્તિ) થતી નથી; પદાર્થોને શ્રદ્ધનારો પણ, અસંયત હોય તો, નિર્વાણ પામતો નથી. जं अण्णाणी कम्मं खवेदि भवसयसहस्सकोडीहिं। तं णाणी तिहिं गुत्तो खवेदि उस्सासमेत्तेण ॥ २३८ ॥ અજ્ઞાની જે કર્મો ખપાવે લક્ષ કોટિ ભવો વડે, તેકર્મ જ્ઞાની ત્રિગુપ્ત બસ ઉચ્છ્વાસમાત્રથીક્ષયકરે. ૨૩૮.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy