SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ જીવથી જુદા પુદ્ગલમયી આ દેહને સ્તવીને મુનિ માને પ્રભુ કેવળી તણું વંદન થયું, સ્તવના થઈ. ૨૮. અર્થ : જીવથી ભિન્ન આ પુદ્ગલમય દેહની સ્તુતિ કરીને સાધુ એમ માને છે કે મેં કેવળી ભગવાનની સ્તુતિ કરી, વંદના કરી. तं णिच्छयेण जुज्जदि ण सरीरगुणा हि होंति केवलिणो 1 केवलिगुणे थुणदि जो सो तच्चं केवलिं थुणदि ॥ २९ ॥ પણ નિશ્ચયે નથી યોગ્ય એ, નહિ દેહગુણ કેવળી તણા; જે કેવળીગુણને સ્તવે પરમાર્થ કેવળી તે સ્તવે. ૨૯. અર્થ : તે સ્તવન નિશ્ચયમાં યોગ્ય નથી કારણ કે શરીરના ગુણો કેવળીના નથી; જે કેવળીના ગુણોની સ્તુતિ કરે છે તે પરમાર્થથી કેવળીની સ્તુતિ કરે છે. यरम्मि वण्णिदे जह ण वि रण्णो वण्णणा कदा होदि । देहगुणे धुव्वंते ण केवलिगुणा थुदा होंति ॥ ३० ॥ વર્ણન કર્યો નગરી તણું નહિ થાય વર્ણન ભૂપનું, કીધે શરીરગુણની સ્તુતિ નહિ સ્તવન કેવળીગુણનું. ૩૦. અર્થ : જેમ નગરનું વર્ણન કરતાં છતાં રાજાનું વર્ણન કરાતું (થતું) નથી, તેમ દેહના ગુણનું સ્તવન કરતાં કેવળીના ગુણોનું સ્તવન થતું નથી. इंदिये जित्ता णाणसहावाधियं मुणदि आदं । तं खलु जिदिंदियं ते भांति जे णिच्छिदा साहू ॥ ३१ ॥ જીતી ઇંદ્રિયો જ્ઞાનસ્વભાવે અધિક જાણે આત્મને, નિશ્ચય વિષે સ્થિત સાધુઓ ભાખે જિતેન્દ્રિય તેહને. ૩૧. અર્થ : જે ઇન્દ્રિયોને જીતીને જ્ઞાનસ્વભાવ વડે અન્ય દ્રવ્યથી અધિક આત્માને જાણે છે તેને, જે નિશ્ચયનયમાં સ્થિત સાધુઓ છે તેઓ, ખરેખર જિતેન્દ્રિય કહે છે. जो मोहं तु जिणित्ता णाणसहावाधियं मुणदि आदं । तं जिदमोहं साहुं परमट्ठवियाणया बेंति ॥ ३२॥
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy