SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ઘટ-પટ-રથાદિક વસ્તુઓ, કરણો અને કર્મો વળી, નોકર્મ વિધવિધ જગતમાં આત્મા કરે વ્યવહારથી. ૯૮. અર્થ વ્યવહારથી અર્થાત્ વ્યવહારી લોકો માને છે કે mતમાં આત્મા ઘડો, કપડું, રથ ઈત્યાદિ વસ્તુઓને, વળી ઇન્દ્રિયોને, અનેક પ્રકારના ક્રોધાદિ દ્રવ્યકર્મોને અને શરીરાદિ નોકર્મોને કરે છે. जदि सो परदव्वाणि य करेज णियमेण तम्मओ होज्ज। जम्हा ण तम्मओ तेण सो ण तेसिं हवदि कत्ता ॥ ९९ ॥ પરદ્રવ્યને જીવ જો કરે તો જરૂર તન્મય તે બને, પણ તે નથી તન્મય અરે ! તેથી નહીં કર્યા કરે. ૯૯. અર્થ જો આત્મા પરદ્રવ્યોને કરે તો તે નિયમથી તન્મય અર્થાત્ પદ્રવ્યમય થઈ જાય; પરંતુ તન્મય નથી તેથી તે તેમનો કર્તા નથી. जीवोण करेदि घडं णेव पडं णेव सेसगे दव्वे। जोगुवओगा उप्पादगा य तेसिं हवदि कत्ता॥१०॥ જીવ નવ કરે ઘટ, પટનહીં, જીવ શેષ દ્રવ્યો નવ કરે; ઉત્પાદકો ઉપયોગયોગો, તેમનો કર્તા બને. ૧૦૦. અર્થ જીવ ઘટને કરતો નથી, પટને કરતો નથી, બાકીના કોઈ દ્રવ્યોને (વસ્તુઓને) કરતો નથી. પરંતુ જીવના યોગ અને ઉપયોગ ઘટાદિને ઉત્પન્ન કરનારાં નિમિત્ત છે તેમનો કર્તા જીવ થાય છે. जे पोग्गलदव्वाणं परिणामा होति णाणआवरणा। ण करेदि ताणि आदा जो जाणदि सो हवदिणाणी॥१०१॥ જ્ઞાનાવરણઆદિક જે પુદ્ગલ તણા પરિણામ છે, કરતો ન આત્મા તેમને, જે જાણતો તે જ્ઞાની છે. ૧૦૧. અર્થ જે જ્ઞાનાવરણાદિક પુદ્ગલદ્રવ્યોના પરિણામ છે તેમને જે આત્મા કરતો નથી પરંતુ જાણે છે તે જ્ઞાની છે. जं भावं सुहमसुहं करेदि आदा स तस्स खलु कत्ता। तं तस्स होदि कम्मं सो तस्स दु वेदगो अप्पा॥१०२॥ જે ભાવ જીવ કરે શુભાશુભ તેહનો કર્તા ખરે, તેનું બને તે કર્મ, આત્મા તેહનો વેદક બને. ૧૦૨.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy