SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ तिविहो एसुवओगो अप्पवियप्पं करेदि कोहोऽहं। कत्ता तस्सुवओगस्स होदि सो अत्तभावस्स ॥९४॥ ‘હું ક્રોધ” એમ વિકલ્પ એ ઉપયોગ ત્રણવિધ આચરે, ત્યાં જીવ એ ઉપયોગરૂપ જીવભાવનો કર્તા બને. ૯૪. અર્થ : ત્રણ પ્રકારનો આ ઉપયોગ હું કોઈ છું એવો પોતાનો વિકલ્પ કરે છે, તેથી આત્મા તે ઉપયોગરૂપ પોતાના ભાવનો કર્તા થાય છે. तिविहो एसुवओगो अप्पवियप्पं करेदि धम्मादी। कत्ता तस्सुवओगस्स होदि सो अत्तभावस्स ॥९॥ ‘હું ધર્મ આદિ' વિકલ્પ એ ઉપયોગ ત્રણવિધ આચરે, ત્યાં જીવ એ ઉપયોગરૂપ જીવભાવનો કર્તા બને. ૯૫. અર્થ: ત્રણ પ્રકારનો આ ઉપયોગ હું ધર્માસ્તિકાય આદિ છું' એવો પોતાનો વિકલ્પ કરે છે, તેથી આત્મા તે ઉપયોગરૂપ પોતાના ભાવનો કર્તા થાય છે. एवं पराणि दव्वाणि अप्पयं कुणदि मंदबुद्धीओ। अप्पाणं अवि य परं करेदि अण्णाणभावेण ॥९६॥ જીવ મંદબુદ્ધિ એ રીતે પરદ્રવ્યને નિજરૂપ કરે, નિજ આત્મને પણ એ રીતે અજ્ઞાનભાવે પર કરે. ૯૬. અર્થ આ રીતે મંદબુદ્ધિ અર્થાત્ અજ્ઞાની અજ્ઞાનભાવથી પર દ્રવ્યોને પોતારૂપ કરે છે અને પોતાને પર કરે છે. एदेण दु सो कत्ता आदा णिच्छयविहिं परिकहिदो। एवं खलु जो जाणदि सो मुंचदि सव्वकत्तित्तं ॥९७॥ એ કારણે આત્મા કહ્યો કર્તા સહુ નિશ્ચયવિદે, -એ જ્ઞાન જેને થાય તે છોડે સકલ કર્તુત્વને. ૯૭. અર્થ આ (પૂર્વોકત) કારણથી નિશ્ચયના જાણનારા જ્ઞાનીઓએ તે આત્માને કર્તા કહ્યો છે - આવું નિશ્ચયથી જે જાણે છે તે (જ્ઞાની થયો થકો) સર્વ કર્તુત્વને છોડે છે. ववहारेण दु आदा करेदि घडपडरधाणि दव्वाणि। करणाणि य कम्माणि य णोकम्माणीह विविहाणि ॥९८॥
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy