SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૩ જે દેવ-ગુરુના ભક્ત ને સહધર્મીમુનિ-અનુરક્ત' છે, ‘સમ્યક્ત્વના વહનાર યોગી ધ્યાનમાં રત હોય છે. ૫૨. ૧. અનુરક્ત = અનુરાગવાળા, વાત્સલ્યવાળા. ૨. સમ્યક્ત્વના વહનાર = સમ્યક્ત્વને ધારી રાખનાર; સમ્યક્ત્વ પરિણતિએ પરિણમ્યા કરનાર. ૩. રત = રતિવાળા; પ્રીતિવાળા; રુચિવાળા. उग्गतवेणण्णाणी जं कम्मं खवदि भवहि बहुएहिं । तं णाणी तिहि गुत्तो खवेइ अंतोमुहुत्तेण ॥५३॥ તપ ઉગ્રથી અજ્ઞાની જે કર્મો ખપાવે બહુ ભવે, જ્ઞાની `ત્રિગુપ્તિક તે કરમ અંતર્મુહૂર્તો ક્ષય કરે. ૫૩. ૧. ત્રિગુપ્તિક = ત્રણ ગુપ્તિવંત. सुहजोएण सुभावं परदव्वे कुणइ रागदो साहू । सो तेण दु अण्णाणी णाणी एत्तो दु विवरीओ ॥ ५४ ॥ 'શુભ અન્ય દ્રવ્યે રાગથી મુનિ જો કરે રુચિભાવને, તો તેહ છે અજ્ઞાની, ને વિપરીત તેથી જ્ઞાની છે. ૫૪. ૧. શુભ અન્ય દ્રવ્ય = (શુભ ભાવના નિમિત્તભૂત) પ્રશસ્ત પરદ્રવ્યો પ્રત્યે. ૨. રુચિભાવ = ‘આ સારું છે, હિતકર છે’ એમ એકાકારપણે પ્રીતિભાવ. आसवहेदू य तहा भावं मोक्खस्स कारणं हवदि । सो तेण दु अण्णाणी आदसहावा दु विवरीदु ।। ५५ ।। આસરવહેતુ ભાવ તે શિવહેતુ છે તેના મતે, તેથી જ તે છે 'અજ્ઞ, આત્મસ્વભાવથી વિપરીત છે. ૫૫. ૧. અજ્ઞ = અજ્ઞાની. जो कम्मजादमइओ सहावणाणस्स खंडदूसयरो । सो तेण दु अण्णाणी जिणसासणदूसगो भणिदो ।। ५६ ।। 'કર્મજમતિક જે ખંડદૂષણકર સ્વભાવિકજ્ઞાનમાં, તે જીવને અજ્ઞાની, જિનશાસન તણા દૂષક કહ્યા. ૫૬.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy