SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૪ ૧. કર્મજમતિક = કર્મથી ઉત્પન્ન થયેલી બુદ્ધિવાળા; કર્મનિમિત્તક વૈભાવિક બુદ્ધિવાળા (જીવ). ૨. ખંડદૂષણકર સ્વભાવિકજ્ઞાનમાં = સ્વભાવજ્ઞાનને ખંડખંડરૂપ કરીને દૂષિત કરનાર (અર્થાત્ તેને ખંડખંડરૂપ માનીને દૂષણ લગાડનાર). ૩. જિનશાસન તણા દૂષક = જિનશાસનને દૂષિત કરનાર અર્થાત્ દૂષણ લગાડનાર. णाणं चरित्तहीणं दंसणहीणं तवेहिं संजुत्तं। अण्णेसु भावरहियं लिंगग्गहणेण किं सोक्खं ॥५७॥ જ્યાં જ્ઞાન ચરિતવિહીન છે, તપયુક્ત પણ દગહીન છે, વળી અન્ય કાર્યો ભાવહીન, તે લિંગથી સુખ શું અરે? ૧૭. ૧. દગહીન = સમ્યગ્દર્શન રહિત. ૨. અન્ય કાર્યો = બીજી આવશ્યકાદિ ) ક્રિયાઓ. ૩. ભાવહીન = શુદ્ધભાવ રહિત. अच्चेयणं पि चेदा जो मण्णइ सो हवेइ अण्णाणी। सो पुण णाणी भणिओ जो मण्णइ चेयणे चेदा॥५८॥ છે 'અજ્ઞ, જેહ અચેતને ચેતક તણી શ્રદ્ધા ધરે; જે ચેતને ચેતક તણી શ્રદ્ધા ધરે, તે જ્ઞાની છે. ૫૮. ૧. અજ્ઞ = અજ્ઞાની. ૨. ચેતક = ચેતનાર; ચેતયિતા, આત્મા. तवरहियं जंणाणं णाणविजुत्तो तवो वि अकयत्थो। तम्हा णाणतवेणं संजुत्तो लहइ णिव्वाणं॥५९॥ તપથી રહિત જે જ્ઞાન, જ્ઞાનવિહીન તપ 'અકૃતાર્થ છે, તે કારણે જીવ જ્ઞાનતપસંયુક્ત શિવપદને લહે. ૫૯. ૧. અકૃતાર્થ = પ્રયોજન સિદ્ધ ન કરે એવું; અસફળ. धुवसिद्धी तित्थयरो चउणाणजुदो करेइ तवयरणं। णाऊण धुवं कुज्जा तवयरणं णाणजुत्तो वि॥६०॥ 'ધ્રુવસિદ્ધિ શ્રી તીર્થેશ ‘જ્ઞાનચતુષ્કયુત તપને કરે, એ જાણી નિશ્ચિત જ્ઞાનયુત જીવેય તપ કર્તવ્ય છે. ૬૦. ૧. ધુવસિદ્ધિ = જેમની સિદ્ધિ (તે જ ભવે) નિશ્ચિત છે એવા. ૨. જ્ઞાનચતુષ્કયુત = ચાર જ્ઞાન સહિત. ૩. નિશ્ચિત = નક્કી; અવશ્ય.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy