SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ | ૪. આસ્રવ અધિકાર || मिच्छत्तं अविरमणं कसायजोगा य सण्णसण्णा दु। बहुविहभेया जीवे तस्सेव अणण्णपरिणामा॥ १६४ ॥ णाणावरणादीयस्स ते दु कम्मस्स कारणं होति। तेसिं पि होदि जीवो य रागदोसादिभावकरो॥ १६५ ॥ મિથ્યાત્વ ને અવિરત, કષાયો, યોગ સંજ્ઞ અસંજ્ઞ છે, એ વિવિધ ભેદે જીવમાં, જીવના અનન્ય પરિણામ છે; ૧૬૪. વળી તેહ જ્ઞાનાવરણઆદિક કર્મનાં કારણ બને, ને તેમનું પણ જીવ બને જે રાગદ્વેષાદિક કરે. ૧૬. અર્થ : મિથ્યાત્વ, અવિરમણ, કષાય અને યોગ - એ આસવો સંજ્ઞ (અર્થાત્ ચેતનના વિકાર) પણ છે અને અસંશ (અર્થાત્ પુદ્ગલના વિકાર) પણ છે. વિવિધ ભેટવાળા સંજ્ઞ આસવો - કે જેઓ જીવમાં ઉત્પન્ન થાય છે તેઓ - જીવના જ અનન્ય પરિણામ છે. વળી અસંજ્ઞ આસવો જ્ઞાનાવરણ આદિ કર્મનું કારણ (નિમિત્ત) થાય છે અને તેમને પણ (અર્થાત્ અસંજ્ઞ આસવોને પણ કર્મબંધનું નિમિત્ત થવામાં) રાગદ્વેષાદિ ભાવ કરનારો જીવ કારણ (નિમિત્ત) થાય છે. णत्थि दु आसवबंधो सम्मादिहिस्स आसवणिरोहो। संते पुवणिबद्धे जाणदि सो ते अबंधतो॥ १६६ ॥ સુદષ્ટિને આસવનિમિત્ત ન બંધ, આમ્રવરોધ છે; નહિ બાંધતો, જાણે જ પૂર્વનિબદ્ધ જે સત્તા વિષે. ૧૬૬. અર્થ સમ્યગ્દષ્ટિને આસવ જેનું નિમિત્ત છે એવો બંધ નથી, કારણ કે, આમ્રવનો (ભાવાસવન) નિરોધ છે; નવાં કર્મોને નહિ બાંધતો તે, સત્તામાં રહેલાં પૂર્વે બંધાયેલાં કર્મોને જાણે જ છે. भावो रागादिजुदो जीवेण कदो दुबंधगो भणिदो। रागादिविप्पमुक्को अबंधगो जाणगो णवरि ॥१६७॥ રાગાદિયુત જે ભાવ જીવકૃત તેહને બંધક કહ્યો; રાગાદિથી પ્રવિમુક્ત તે બંધક નહીં, જ્ઞાયક નર્યો. ૧૬૭.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy