SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ જીવે કરેલો રાગાદિયુક્ત ભાવ બંધક (અર્થાત્ નવા કર્મનો બંધ કરનાર) કહેવામાં આવ્યો છે. રાગાદિથી વિમુક્ત ભાવ બંધક નથી, કેવળ જ્ઞાયક જ છે. पक्के फलम्हि पडिए जह ण फलं बज्झए पुणो विंटे। जीवस्स कम्मभावे पडिए ण पुणोदयमुवेदि॥ १६८॥ ફળ પકવ ખરતાં, વૃત સહ સંબંધ ફરી પામે નહીં, ત્યમ કર્મભાવ ખર્ચે, ફરી જીવમાં ઉદય પામે નહીં. ૧૬૮. અર્થ : જેમ પાકું ફળ ખરી પડતાં ફરીને ફળ ડીંટા સાથે જોડાતું નથી, તેમ જીવને કર્મભાવ ખરી જતાં (અર્થાતુ છૂટો થતાં) ફરીને ઉત્પન્ન થતો નથી (અર્થાત્ જીવ સાથે જોડાતો નથી). पुढवीपिंडसमाणा पुव्वणिबद्धा दु पच्चया तस्स। कम्मसरीरेण दु ते बद्धा सव्वे वि णाणिस्स॥१६९॥ જે સર્વ પૂર્વનિબદ્ધ પ્રત્યય વર્તતા તે જ્ઞાનીને, છે પૃથ્વીપિંડ સમાન ને સૌ કર્મશરીરે બદ્ધ છે. ૧૬૯. અર્થ તે જ્ઞાનીને પૂર્વે બંધાયેલા સમસ્ત પ્રત્યયો માટીનાં ઢેફાં સમાન છે અને તે માત્ર) કાર્મણ શરીર સાથે બંધાયેલ છે. चउविह अणेयभेयं बंधते णाणदंसणगुणेहिं। समए समए जम्हा तेण अबंधो त्ति णाणी दु॥१७० ॥ ચઉવિધ પ્રત્યય સમયસમયે જ્ઞાનદર્શનગુણથી, બહુભેદ બાંધે કર્મ, તેથી જ્ઞાની તો બંધક નથી. ૧૭૦ અર્થ કારણ કે ચાર પ્રકારના દ્રવ્યાસવો જ્ઞાનદર્શનગુણો વડે સમયે સમયે અનેક પ્રકારનું કર્મ બાંધે છે તેથી જ્ઞાની તો અબંધ છે. जम्हा दु जहण्णादो णाणगुणादो पुणो वि परिणमदि। अण्णत्तं गाणगुणो तेण दु सो बंधगो भणिदो॥ १७१॥ જે જ્ઞાનગુણની જઘન્યતામાં વર્તતો ગુણ જ્ઞાનનો, ફરીફરી પ્રણમતો અન્યરૂપમાં, તેથી તે બંધક કહ્યો. ૧૭૧. અર્થ કારણ કે જ્ઞાનગુણ, જઘન્ય જ્ઞાનગુણને લીધે ફરીને પણ અન્યપણે પરિણમે છે, તેથી તે (જ્ઞાનગુણ) કર્મનો બંધક કહેવામાં આવ્યો છે.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy