SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૭ હે ધીર ! ચિંતવ - જીવ આ મોહિત કુનય-દુઃશાસ્ત્રથી મિથ્યાત્વઘર સંસારમાં રખડ્યો અનાદિકાળથી. ૧૪૧. ૧. મિથ્યાત્વઘર = (૧) મિથ્યાત્વનું ઘર એવા, અથવા (૨) મિથ્યાત્વ જેનું ઘર છે એવા. पासंडी तिण्णि सया तिसट्ठि भेया उमग्ग मुत्तूण । रुंभहि मणु जिणमग्गे असप्पलावेण किं बहुणा ।। १४२ ॥ ઉન્માર્ગને છોડી ત્રિશત તેસઠપ્રમિત પાખંડીના, જિનમાર્ગમાં મન રોક; બહુ પ્રલપન `નિરર્થથી શું ભલા ? ૧૪૨. ૧. નિરર્થ = નિરર્થક, વ્યર્થ. - जीवविमुक्को सबओ दंसणमुक्को य होइ चलसबओ । सबओ लोयअपुज्जो लोउत्तरयम्मि चलसबओ ॥ १४३ ॥ જીવમુક્ત શબ કહેવાય, '‘ચલ શબ’ જાણ દર્શનમુક્તને; શબ લોક માંહી અપૂજ્ય, ચલ શબ હોય લોકોત્તર વિષે. ૧૪૩. ૧. ચલ શબ = હાલતું-ચાલતું મડદું. जह तारयाण चंदो मयराओ मयउलाण सव्वाणं । अहिओ तह सम्मत्तो रिसिसावयदुविहधम्माणं ॥ १४४॥ જ્યમ ચંદ્ર તારાગણ વિષે, 'મૃગરાજ સૌ ‘મૃગકુલ વિષે, ત્યમ અધિક છે સમ્યક્ત્વ ઋષિશ્રાવક-દ્વિવિધ ધર્મો વિષે. ૧૪૪. ૧. મૃગરાજ = સિંહ. ૨. મૃગકુલ = પશુસમૂહ. जह फणिराहो सोहइ फणमणिमाणिक्ककिरणविप्फुरिओ । तह विमलदंसणधरो जिणभत्ती पवयणे जीवो ॥ १४५ ॥ નાગેંદ્ર શોભે ફેણમણિમાણિક્યકિરણે ચમકતો, તે રીત શોભે શાસને જિનભક્ત દર્શનનિર્મળો. ૧૪૫. जह तारायणसहियं ससहरबिंबं खमंडले विमले। भाविय तववयविमलं जिणलिंगं दंसणविसुद्धं ॥ १४६ ॥
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy