________________
૪૯૧
जो रयणत्तयजुत्तो कुणइ तवं संजदो ससत्तीए। सो पावइ परमपयं झायंतो अप्पयं सुद्धं ॥ ४३॥ રત્નત્રયીયુત સંયમી નિજશક્તિતઃ તપને કરે, શુદ્ધાત્મને બાતો થકો ઉત્કૃષ્ટ પદને તે વરે. ૪૩. ૧. નિજશક્તિતઃ = પોતાની શક્તિ પ્રમાણે. ૨. ઉત્કૃષ્ટ પદ = પરમ પદ (અર્થાત્ મુક્તિ). तिहि तिण्णिधरवि णिचं तियरहिओ तहतिएणपरियरिओ। दोदोसविप्पमुक्को परमप्पा झायए जोई॥४४॥ 'ત્રણથી ધરી ત્રણ, નિયત્રિકવિરહિતપણે, ત્રિકયુતપણે, રહી “દોષયુગલવિમુક્ત ધાવે યોગી નિજ પરમાત્માને. ૪૪. ૧. ત્રણથી = ત્રણ વડે (અર્થાત્ મન-વચન-કાયાથી). ૨. ધરી ત્રણ = ત્રણને ધારણ કરીને (અર્થાત્ વર્ષાકાળયોગ, શીતકાળયોગ
તથા ગ્રીષ્મકાળયોગને ધારણ કરીને). ૩. ત્રિકવિરહિતપણે = ત્રણથી (અર્થાત્ શલ્યત્રયથી) રહિતપણે. ૪. ત્રિપુતપણે = ત્રણથી સંયુક્તપણે (અર્થાત્ રત્નત્રયથી સહિતપણે). ૫. દોષયુગલવિમુક્ત = બે દોષોથી રહિત (અર્થાત્ રાગ-દ્વેષથી રહિત). मयमायकोहरहिओ लोहेण विवज्जिओ य जो जीवो। णिम्मलसहावजुत्तो सो पावइ उत्तमं सोक्खं ॥ ४५ ॥
જે જીવ માયા-ક્રોધ-મદ પરિવર્જીને, તજી લોભને, નિર્મળ સ્વભાવે પરિણમે, તે સૌખ્ય ઉત્તમને લહે. ૪૫. विसयकसाएहि जुदो रुद्दो परमप्पभावरहियमणो। सो ण लहइ सिद्धिसुहं जिणमुद्दपरम्मुहो जीवो॥४६॥ 'પરમાત્મભાવનહીન, રુદ્ર, કષાયવિષયે યુકત જે, તે જીવ જિનમુદ્રાવિમુખ પામે નહીં શિવસૌખને. ૪૬. ૧. પરમાત્મભાવનહીન = પરમાત્માભાવના રહિત, નિજ પરમાત્મતત્ત્વની ભાવનાથે રહિત ૨. રુદ્ર = રૌદ્ર પરિણામવાળો. ૩. જિનમુદ્રાવિમુખ = જિનસદશ યથાજાત મુનિરૂપથી પરાડમુખ.