SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૯ ठाणणिसेज्जविहारा ईहापुव्वं ण होइ केवलिणो। तम्हा ण होइ बंधो साक्खटुं मोहणीयस्स ॥ १७५ ॥ અભિલાષપૂર્વવિહાર, આસન, સ્થાનનહિ જિનદેવને, તેથી નથી ત્યાં બંધ; બંધન મોહવશ સાક્ષાર્થને. ૧૭૫. અર્થ કેવળીને ઊભા રહેવું, બેસવું અને વિહાર ઇચ્છાપૂર્વક હોતાં નથી, તેથી તેમને બંધ નથી; મોહનીયવશ જીવને ઇન્દ્રિયવિષયસહિતપણે બંધ થાય છે. आउस्स खयेण पुणो णिण्णासो होइ सेसपयडीणं। पच्छा पावइ सिग्धं लोयग्गं समयमेत्तेण॥ १७६ ॥ આયુક્ષયે ત્યાં શેષ સર્વે કર્મનો ક્ષય થાય છે; પછી સમયમાત્રે શીધ્ર તે લોકાગ્ર પહોંચી જાય છે. ૧૭૬. અર્થ વળી (કેવળીને) આયુના ક્ષયથી શેષ પ્રકૃતિઓનો સંપૂર્ણ નાશ થાય છે, પછી તે શીધ્ર સમયમાત્રમાં લોકાગ્રે પહોંચે છે. जाइजरमरणरहियं परमं कम्मट्ठवज्जियं सुद्धं । णाणाइचउसहावं अक्खयमविणासमच्छेयं ॥१७७॥ કર્માષ્ટવર્જિત, પરમ, જન્મજરામરણહીન, શુદ્ધ છે, જ્ઞાનાદિ ચાર સ્વભાવ છે, અક્ષય, અનાશ, અષેધ છે. ૧૭૭. અર્થ (પરમાત્મતત્ત) જન્મ-જરા-મરણરહિત, પરમ, આઠ કર્મ વિનાનું, શુદ્ધ, જ્ઞાનાદિક ચાર સ્વભાવવાળું, અક્ષય, અવિનાશી અને અચ્છેદ્ય છે. अव्वाबाहमणिंदियमणोवमं पुण्णपावणिम्मुकं। पुणरागमणविरहियं णिचं अचलं अणालंबं ॥१७८ ॥ અનુપમ, અતીન્દ્રિય, પુણ્યપાપવિમુક્ત, અવ્યાબાધ છે, પુનરાગમન વિરહિત, નિરાલંબન, સુનિસ્થળ, નિત્ય છે. ૧૭૮. અર્થ (પરમાત્મતત્વ) અવ્યાબાધ, અતીન્દ્રિય, અનુપમ, પુણ્ય-પાપ વિનાનું, પુનરાગમન રહિત, નિત્ય, અચળ અને નિરાલંબ છે.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy