SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ ૧૯. મોક્ષ અધિકાર ઃ હવે મોક્ષની પ્રાપ્તિ કઈ રીતે થાય છે તે આમાં કહ્યું છે. મોક્ષનું કારણ બંધનો છેદ જ છે. બંધોના સ્વભાવને અને આત્માના સ્વભાવને જાણીને બંધો પ્રત્યે જે વિરક્ત થાય છે તે કર્મોથી મુકાય છે. આત્મા અને બંધને જુદા જુદા કરવા તે જ મોક્ષનું કારણ છે. હવે કયા સાધન વડે જુદા કરી શકાય છે ? જીવ બંધ બન્ને, નિયત નિજ નિજ લક્ષણે છેદાય છે; પ્રજ્ઞાછીણી થકી છેદતાં બન્ને જુદા પડી જાય છે. આત્મા અને બંધને દ્વિધા કરવારૂપ કાર્યમાં કર્તા જે આત્મા તેના સાધન સંબંધી ઊંડી વિચારણા કરવામાં આવતાં, નિશ્ચયે પોતાથી ભિન્ન સાધનનો અભાવ હોવાથી ભગવતી પ્રજ્ઞા જ (જ્ઞાનસ્વરૂપ બુદ્ધિ જ) છેદનના સ્વભાવવાળું સાધન છે. પ્રજ્ઞા વડે આત્મા અને બંધ જુદા પડે છે. ‘પ્રજ્ઞા’ વડે ભેદજ્ઞાન કરીને ચૈતન્યસ્વરૂપ આત્માને બંધભાવોથી અત્યંત જુદો ગ્રહણ કરાવ્યો છે. અહો ! આત્માથી અભિન્ન એવી પ્રજ્ઞા કે જે ભગવતી છે તે અંતરમાં ઊતરીને ચૈતન્યભાવોમાં તન્મય થાય છે ને રાગાદિ ભાવોથી છૂટી પડી જાય છે - આવી ચેતના શુદ્ધાત્માને ગ્રહતી થકી મોક્ષને સાધે છે. મોક્ષ અધિકારમાં એનું જે અદ્ભૂત વર્ણન છે તે સમજતાં મુમુક્ષુ જીવની ચેતના આનંદથી નાચી ઊઠે છે. બુદ્ધિ વડે આત્માને શરીરાદિથી(નોકર્મ), જ્ઞાનાવરણાદિક(દ્રવ્યકર્મથી) અને રાગાદિક(ભાવકર્મથી) ભિન્ન એક ચૈતન્યભાવમાત્ર અનુભવી જ્ઞાનમાં જ લીન રાખવો તે જ આત્મા ને બંધનું ભિન્ન કરવું છે. તેનાથી જ સર્વ કર્મનો નાશ થાય છે, સિદ્ધપદને પમાય છે એમ જાણવું. ધ્રુવને ધ્યાનમાં લેતાં અર્થાત્ જ્ઞાનને (ઉપયોગને) એક ધ્રુવમાં - શુદ્ધ ચૈતન્યમાં એકાગ્ર કરી રાખતાં રાગ અને આત્મા બે ભિન્ન પડી જાય છે. અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે ત્યારે જાણવું કે રાગ ને આત્મા ભિન્ન પડી ગયા છે. આનંદનું પ્રચુર સ્વસંવેદન એ ચારિત્રની મહોર-મુદ્રા છે. આવા ચારિત્રપૂર્વક જીવની મુક્તિ થાય છે. જે મુનિ ઉદ્યમથી સ્વભાવમાં પ્રવર્તે છે તે શુદ્ધ થઈને મોક્ષને પામે છે. ૨૦. સર્વવિશુદ્ધ અધિકાર : શુદ્ધનયનો વિષય જે જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે કર્તા-ભોક્તાપણાના ભાવોથી રહિત, બંધ-મોક્ષની રચનાથી રહિત છે, પરદ્રવ્ય અને પરદ્રવ્યના સર્વ ભાવોથી રહિત હોવાથી શુદ્ધ છે, પોતાના સ્વરસના પ્રવાહથી પૂર્ણ દેદીપ્યમાન જ્યોતિરૂપ છે અને ટંકોત્કીર્ણ મહિમાવાળો છે. આવો જ્ઞાનપુંજ આત્મા પ્રગટ થાય છે. જ્યમ નેત્ર, તેમ જ જ્ઞાન નથી કારક, નથી વેદક અરે ! જાણે જ કર્મોદય, નિરજરા, બંધ તેમ જ મોક્ષને. ત્રિકાળ આનંદસ્વરૂપ પોતે પરમાત્મા દ્રવ્ય છે, તેના શ્રદ્ધાન-જ્ઞાન-આચરણરૂપ પર્યાયે જીવ પરિણમે તે ભવ્યત્વ શક્તિની અર્થાત્ મોક્ષમાર્ગની યોગ્યતારૂપ શક્તિની વ્યક્તિ છે અને તે ધર્મ છે એમ કહ્યું. છેલ્લી ગાથાઓમાં તો આત્માશ્રિત ભાવલિંગ એટલે કે દર્શન-જ્ઞાન-ચારિત્ર અને દેહાશ્રિત દ્રવ્યલિંગ એ બન્નેની અત્યંત સ્પષ્ટ ભિન્નતા બતાવીને દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વરૂપ મોક્ષમાર્ગમાં જ આત્માને જોડવાનો
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy